________________
સર્વ
૩૭
શકે છે. કેટલાક બે, ત્રણ, ચાર કે બહુ વાર સાંભળીને જાણી શકે છે. કેટલાક અભ્ય-અલ્પતર જાણી શકે છેકેટલાક બહુ-બહેતર જાણી શકે છે. આ રીતે જ્ઞાનનું તારતમ્ય હિવાથી તેને અતિશય પ્રકર્ષ પણ સંભવે છે. ઇન્દ્રિયજ્ઞાનને જેમ પ્રકષપક છે, તેમ પ્રતિભાને પણ પ્રકષપકર્ષ દેખાય છે. પ્રાતિજ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતા વિના થાય છે, તેથી અતીન્દ્રિય છે. મારું હૃદય કહે છે કે- આજે આમ થવું જ જોઈએ.” અથવા “આવતી કાલે આમ થશે”—અથવા “દશ દિવસ બાદ મારૂ મૃત્યુ છે.” વગેરે પ્રતિભાવંત આત્માઓને થતા પ્રાતિભજ્ઞાનનાં ઉદાહરણે છે. સામાન્ય અને વિશેષ જ્ઞાન
જીવ અસંદિગ્ધ-જ્ઞાન–સ્વભાવવાળે સિદ્ધ થયા પછી એના ઉપરનાં આવરણે સર્વથા ચાલ્યાં જાય, તો પછી તે જીવ સર્વ વસ્તુને અસંદિગ્ધપણે કેમ ન જાણી શકે? અવશ્ય જાણી શકે કારણ કે એને જાણવામાં અંતરાય કરનાર પછી કઈ છે જ નહિ.
આવરણ ગયા પછી પણ દેશકાલને વિપકર્ષ જાણ નવામાં પ્રતિબન્ધક કેમ ન થાય?–એવી શંકા નહિ કરવી. -વસ્તુનું જ્ઞાન બે પ્રકારે થાય છે. સામાન્યથી અને વિશેવથી. સમય પ્રાયઃ સર્વ વસ્તુઓને સામાન્યથી જાણતા હોય છે, માત્ર તેના સર્વ વિશેષોને જાણતા હોતા નથી,