________________
ધર્મસંગ્રહ ભાગ-૧શ્લોક-૧-૨ ભાવાર્થ - ગ્રંથકારશ્રી બે શ્લોક દ્વારા વીર ભગવાનને નમસ્કાર કરે છે.
અને ધર્મસંગ્રહ ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરે છે. તેમાં પ્રથમ વીરભગવાનને નમસ્કાર કરે છે અને વિરભગવાનનાં ચાર વિશેષણો બતાવી પ્રભુની પારમાર્થિક સ્તુતિ કરે છે.
૧. “પ્રાતાજસુરાસુરનરેશ્વર =તેનાથી ગ્રંથકારશ્રી ભગવાનની પૂજાતિશય બતાવે છે. ૨. ‘તત્વ' તેનાથી ભગવાનનો જ્ઞાનાતિશય બતાવે છે. ૩. ‘તત્ત્વદર' તેનાથી ભગવાનનો વચનાતિશય બતાવે છે. ૪.નિનોત્તમમ્' તેનાથી ભગવાનનો અપાયાપગમાતિશય બતાવે છે.
અને તેના ચાર અતિશયવાળા ભગવાન મહાવીર છે અને તે મહાવીર શબ્દની વ્યુત્પત્તિ બતાવવા અર્થે ત્રણ પ્રકારે “વીર' શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે.
(૧) જેઓએ તે તે કર્મોનો વિશેષથી નાશ કર્યો તે વીર. આ પ્રકારની વ્યુત્પત્તિથી ભગવાને કર્મનાશ માટે મહાપરાક્રમ ફોરવ્યું માટે વીર છે, તેમ બતાવ્યું.
(૨) શાસ્ત્રમાં “વીર' શબ્દની વ્યુત્પત્તિ કહી છે તે પ્રમાણે જેઓ કર્મોનો નાશ કરે અને જેઓ તપથી શોભતા હોય અને તેથી તપ-વીર્યથી યુક્ત એવા તેઓ વીર કહેવાય. જેમ રાજા શત્રુનો નાશ કરે છે અને વૈભવથી શોભે છે તેમ વીર ભગવાન પણ તારૂપી વૈભવથી શોભે છે અને કર્મરૂપી શત્રુનો નાશ કરવાના પરાક્રમરૂપ વીર્યથી યુક્ત છે તેથી વીર છે.
(૩) દાન, યુદ્ધ અને ધર્મના ભેદથી ત્રણ પ્રકારનું વીરત્વ છે. જેમ વીર ભગવાન મહાદાન આપ્યું તેથી દાનથી વીર છે. આત્મામાં સુષુપ્ત રહેલા મોહના સંસ્કારો અને અનાદિના મોહના પરિણામથી ઉત્પન્ન થયેલા વર્તમાનમાં થતા મોહના પરિણામો એરૂપ શત્રુને મહાપરાક્રમથી હણ્યા તેથી મોહરૂપી શત્રુ સાથે યુદ્ધ કરવામાં વીર છે. વળી નિઃસ્પૃહ એવા મનથી કેવલજ્ઞાનનો હેતુ એવા દુષ્કર તમને કરીને ધર્મનું સેવન કર્યું તેથી ધર્મથી વીર છે.
આ રીતે ત્રણ પ્રકારે ભગવાનનું વીરપણું બતાવીને તેવા ભગવાનને ગ્રંથકારશ્રી નમસ્કાર કરે છે. ત્યાર પછી ધર્મસંગ્રહરૂપ ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરે છે. ત્યાં કહે છે કે શ્રુતરૂપ સમુદ્રમાંથી પદાર્થો ગ્રહણ કરીને પોતે આ ગ્રંથની રચના કરે છે. તેથી આ ગ્રંથ સર્વજ્ઞ કથિત છે અને સ્વમતિ કલ્પનાથી રચાયેલો નથી તેમ બતાવે છે. વળી આ ગ્રંથની રચના સંપ્રદાયથી પ્રાપ્ત થયેલા શ્રતના અર્થ અનુસાર ગ્રંથકારશ્રી કરે છે. તેથી ગીતાર્થોની પરંપરાને સંમત પદાર્થો પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ ગ્રહણ કર્યા છે, સ્વમતિથી કંઈ ગ્રહણ કર્યું નથી. તે રીતે આ ગ્રંથ સુવિશુદ્ધ પરંપરા અનુસારી છે તેથી પ્રમાણભૂત છે, તેમ બતાવ્યું.
વળી ગ્રંથકારશ્રી કહે છે કે પોતે સત્શાસ્ત્રો ભણ્યા તેનાથી શ્રુતજ્ઞાન થયું. તેનું શાસ્ત્રાનુસારી મતિથી ચિંતન કર્યું અને તે ચિંતવનના ઉત્તરમાં પોતાને ભાવનાજ્ઞાન પ્રગટ્યું, તેરૂપ પોતાના અનુભવથી પદાર્થનો