________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | શ્લોક-૧-૨ ધર્મસંગ્રહનો સમાસ સ્પષ્ટ કરે છે – 5. ** વસ્થમાણ લક્ષણવાળા એવા ધર્મનો સંગ્રહ, ધર્મસંગ્રહ છે. અથવા ધર્મનો સંગ્રહ છે જેમાં તે ધર્મસંગ્રહ, એ પ્રકારની ધર્મસંગ્રહ શબ્દની વ્યુત્પત્તિ છે. તેવા ધર્મસંગ્રહની રચના હું કરું છું.
શું કરીને હું રચના કરું છું? તેથી કહે છે – વીરભગવાનને નમસ્કાર કરીને હું રચના કરું છું એમ સંબંધ છે. વીર' શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે – (૧) તે તે કર્મો વિશેષથી ક્ષપણા કરેલ છે જેથી વીર છે. અથવા (૨) જે કર્મનું વિદારણ કરે છે, તપથી શોભે છે, અને તપ-વીર્યથી યુક્ત છે તે કારણથી વીર છે.'
એ પ્રકારના લક્ષણની વ્યુત્પત્તિથી=વીર શબ્દની વ્યુત્પત્તિથી, વીર છે. ઈતર વીરની અપેક્ષાએ મહાન એવા આ વીર તે મહાવીર. અને
(૩) વીરત્વ દાન, યુદ્ધ, ધર્મના ભેદથી ત્રણ પ્રકારનું છે. જેને કહે છે –
“સુવર્ણકોટિ વડે જગતને દારિદ્રની મુદ્રાની કથા વગરનું કરીને મોહાદિના વશથી ઉદ્ભવ પામતા એવા ગર્ભમાં સૂતેલા પણ સુષુપ્ત સંસ્કાર રૂપે રહેલા પણ, અને સ્કુરણ પામતા એવા શત્રુઓને હણીને વર્તમાનમાં નિમિત્તને પામીને પ્રાદુર્ભાવ પામતા એવા શત્રુઓને હણીને, અસ્પૃહ મનથી કેવલ્યના હેતુ એવા દુસ્તપ તપ કરીને ત્રણ પ્રકારના વીરના યશને ધારણ કરતા ત્રણલોકના ગુરુ વીરભગવાન વિજય પામો."
તેને પ્રણામ કરીને પૂર્વમાં ત્રણ પ્રકારની ‘વીર' શબ્દની વ્યુત્પત્તિ બતાવી તેવા વીરભગવાનને પ્રણામ કરીને, પ્રકર્ષથી મન, વચન, કાયા વડે ભાવપૂર્વક નમસ્કાર કરીને હું ઘર્મસંગ્રહની રચના કરું છું એમ સંબંધ છે. શ્લોકમાં શેષ મહાવીરપદનાં વિશેષણો છે. વળી સભૃતાર્થ પ્રતિપાદન પર એવા તેઓ વડે=શેષ વિશેષણો વડે, ભગવાનના ચાર અતિશયો પ્રકાશન કરાય છે. ત્યાં પૂર્વાર્ધથી= પ્રણતાશેષસુરાસુરનરેશ્વરમ્ એરૂપે પૂર્વાર્ધથી, પૂજાતિશય, તત્ત્વજ્ઞ' એના વડે જ્ઞાનાતિશય પ્રકાશન કરાય છે; કેમ કે સકલ પર્યાયથી યુક્ત એવા સકલ વસ્તુના સ્વરૂપ રૂપ તત્વને જાણે છે એ પ્રકારની "તત્વજ્ઞ' શબ્દની વ્યુત્પત્તિ છે. વળી “તત્ત્વષ્ટા એના વડે વચનાતિશય પ્રકાશન કરાય છે; કેમ કે તત્વનો ઉપદેશ આપે છે એ પ્રકારે વ્યુત્પત્તિની સિદ્ધિ છે. અને “નિનોન =એના વડે અપાયાપગમાતિશય પ્રકાશન કરાય છે. જે કારણથી અપાયભૂત રાગાદિ છે તેના અપગમથી=રાગાદિતા અપગમથી, ભગવાનને સ્વરૂપનો લાભ છે=આત્માના સ્વરૂપની પ્રાપ્તિ છે, અને તે અપાયાપગમાતિશય, રાગ, દ્વેષ, મોહરૂપ અંતરંગશત્રુનો જય કરે છે. એ પ્રકારના શબ્દના અર્થથીજિન શબ્દના અર્થથી, સિદ્ધ છે. આ રીતે ચાર અતિશય પ્રતિપાદન દ્વારા ભગવાન મહાવીરની પારમાર્થિક સ્તુતિ કહેવાઈ એ પ્રકારનો ભાવ છે. આ પ્રમાણે અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે, શ્લોકયુમ્મનો અર્થ છે=બે શ્લોકનો અર્થ છે. I૧-રા.