________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
૧૧
દાનરુચિ આદિ ગુણો અનુમોદ્ય છે. અન્યદર્શનમાં રહેલા મિથ્યાષ્ટિના દાનરુચિ આદિ ગુણો અનુમોદ્ય નથી, એ રીતે વિશેષનું આશ્રયણ કરવું ઉચિત નથી. તેમાં પૂર્વપક્ષી કહે છે કે પરદર્શનમાં રહેલા જીવોનું દાન અધર્મનું પોષક હોવાથી પાપબંધનું કારણ છે માટે તેઓના દાનરુચિ આદિ ગુણોની અનુમોદના થઈ શકે નહિ. પરંતુ સમ્યક્તની પ્રાપ્તિની નજીકવાળા એવા સંગમ-નવસારાદિ જીવોએ મિથ્યાત્વ અવસ્થામાં જે સાધુ આદિને દાનાદિ આપ્યાં છે તેની જ અનુમોદના થઈ શકે.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શાસ્ત્રમાં જીવની ભૂમિકાના ભેદથી દાનવિધિનો ભેદ છે. તેથી સમ્યqી જીવ ભગવાનના શાસ્ત્રથી પરિષ્કૃતમતિવાળા હોવાના કારણે તેઓએ પ્રાસુક અને એષણીયાદિ દાન આપવું જોઈએ એમ શાસ્ત્રમાં કહેવાયું છે. અને આદિધાર્મિક આદિ જીવોએ પાત્રમાં અને દીનાદિવર્ગમાં દાન આપવું જોઈએ એમ કહેવાયું છે. તેથી આદિધાર્મિક જીવો કોઈપણ દર્શનમાં રહેલા ત્યાગીઓને અને દિનાદિઓને દાન આપે તે દાન અનુમોદનીય છે. માટે પંચસૂત્રમાં કે આરાધનાપતાકામાં જે સામાન્ય કુશલવ્યાપારોની અનુમોદના કરી છે તે આદિધાર્મિક યોગ્ય જ જાણવી. તેથી “મિથ્યાષ્ટિનાં દાનાદિ અધર્મપોષક છે માટે તેઓની અનુમોદના થઈ ન શકે” તેમ ન કહેવાય. પરંતુ મિથ્યાત્વઅવસ્થામાં પણ તેઓ તપ, ત્યાગ કરનારા ત્યાગીઓની જે ભક્તિ કરે છે તે ધર્મપોષક જ છે; કેમ કે તે દાનની ક્રિયાથી તેમને ત્યાગ પ્રત્યેનો જ આદરભાવ થાય છે. માટે મિથ્યાદૃષ્ટિના મોક્ષને અનુકૂળ ગુણોની પ્રશંસા કરવામાં લેશ પણ દોષ નથી. ટીકા -
एतेन १ पुण्यप्रकृतिहेतोरेवानुमोद्यत्वे क्षुत्तृट्सहन-रज्जूग्रहण-विषभक्षणादीनामप्यनुमोद्यत्वापत्तिः । २ पुण्यप्रकृत्युदयप्राप्तस्यैव धर्मस्यानुमोद्यत्वे च चक्रवर्तिनः स्त्रीरत्नोपभोगादेरप्यनुमोद्यत्वापत्तिः । ३ सम्यक्त्वनिमित्तमात्रस्य चानुमोद्यत्वेऽकामनिर्जराव्यसनादेरप्यनुमोद्यत्वापत्तिः । "अणुकंपऽकामणिज्जरबालतवो दाणविणयविब्भंगे । સંડોવો વસઘૂસવસિવારે ” (મા. નિ. ૮૪૬) इत्यादिनाऽनुकंपादीनामपि सम्यक्त्वप्राप्तिनिमित्तत्वप्रतिपादनात् । ४ धर्मबुद्ध्या क्रियमाणस्यैवानुष्ठानस्यानुमोद्यत्वे 'चाभिग्रहिकमिथ्यादृशा धर्मबुद्ध्या क्रियमाणस्य जैनसमयत्यजनत्याजनादेरप्यनुमोद्यत्वापत्तिः, इति सम्यक्त्वाभिमुखस्यैव मार्गानुसारिकृत्यं साधुदानधर्मश्रवणाद्यनुमोद्यं, न त्वन्यमार्गस्थस्य क्षमादिकमपि' इति परस्य कल्पनाजालमपास्तं, सामान्येनैव कुशलव्यापाराणामादिधार्मिकयोग्यानामनुमोद्यत्वप्रतिपादनात् असत्कल्पनाऽनवकाशात् । तीव्रप्रमादादिशबलस्य सम्यक्त्वस्येव तीव्राभिनिवेशदुष्टस्य मोक्षाशयादेरप्यननुमोद्यत्वेऽपि जात्या तदनुमोद्यत्वाऽनपयादिति फलतः स्वरूपतश्चानुमोद्यत्वविशेषव्यवस्थायां न काप्यनुपपत्तिरिति ।