________________
૧૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭ માર્ગાનુસારી કૃત્ય જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું કારણ છે અને અપુનબંધકાદિ આદિ લક્ષણો દ્વારા તે ગમ્ય છે. તેથી એ પ્રાપ્ત થયું કે અપુનબંધક જીવોનું જે લક્ષણ છે તે લક્ષણ કોઈપણ દર્શનમાં રહેલા જીવોમાં હોય અને તેઓ પોતપોતાના દર્શનની ક્રિયા કરીને પણ રત્નત્રયી પરિણતિને પ્રાપ્ત કરી શકે તેવા હોય તો તેઓનું માર્ગાનુસારી કૃત્ય અવશ્ય અનુમોઘ છે.
તેને સ્પષ્ટ કરવા માટે “મર્યા માવ:'થી ગ્રંથકારશ્રી કહે છે – જેમ સમ્યગ્દષ્ટિ જીવોની જિનપૂજા, સાધુદાનાદિ કૃત્યો ચારિત્ર ગુણના રાગથી થતાં હોવાથી ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ છે માટે અનુમોદનીય છે, તેમ માર્ગાનુસારી કૃત્ય પણ સમ્યક્તની પ્રાપ્તિને અનુકૂળ છે માટે અનુમોદનીય છે. વળી કોઈ સમ્યગ્દષ્ટિ જીવ ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ કૃત્ય કરતો હોય છતાં તે જ ભવમાં કે થોડા ભવમાં ચારિત્ર પ્રાપ્ત કરે તેવો નિયમ નથી; કેમ કે કોઈક કારણે પાછળથી સમ્યક્તથી ભ્રષ્ટ થાય તો ઘણા ભવો સુધી ચારિત્ર ન પણ પામે તોપણ સમ્યત્વકાળમાં ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ એવું તેનું દેવપૂજાદિ અનુષ્ઠાન અનુમોદ્ય છે. તેમ કોઈ માર્ગાનુસારી જીવ નજીકમાં સમ્યક્ત ન પણ પામે તોપણ સમ્યક્તની પ્રાપ્તિને અનુકૂળ એવું તેનું કૃત્ય હોય તો તે અવશ્ય અનુમોદ્ય છે. તેથી અન્યદર્શનમાં રહેલા પણ જે અપુનબંધકાદિ જીવો છે તેઓ કદાગ્રહ વગર ક્ષમાદિ ગુણોની વૃદ્ધિ થાય તે પ્રકારે પોતાના આચારો સેવે છે તે સર્વ અનુમોદનીય છે. જૈનશાસનમાં રહેલા સમ્યગ્દષ્ટિ કે અપુનબંધક જીવો જે લક્ષણશુદ્ધ જિનભવન કરાવે છે તે સર્વ માર્ગાનુસારી કૃત્ય છે, માટે તે માર્ગાનુસારી કૃત્ય અનુમોદનીય છે.
વાસ્તવિક રીતે સમ્યગ્દષ્ટિ જીવમાં મોક્ષને અનુકૂળ જે ભાવો છે, તે ભાવાજ્ઞા છે અને તેના કારણભૂત એવી જે અપુનબંધકની ચેષ્ટા છે તે દ્રવ્યાજ્ઞા છે. તેથી ભાવાજ્ઞા મોક્ષના કારણરૂપે અનુમોદનીય છે અને દ્રવ્યાજ્ઞા મોક્ષના કારણનું કારણ હોવાથી અનુમોદનીય છે. માટે જૈનદર્શનમાં કે અન્યદર્શનમાં રહેલા અપુનબંધકાદિ જીવો જે જે ઉચિત ચેષ્ટા કરે છે જેનાથી કર્મનાશ કરીને તેઓ રત્નત્રયીને પામશે તે સર્વ આત્માને માટે અનુમોદનીય છે.
આરાધના પતાકામાં તેને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે શેષ જીવોની દાનરુચિ, સ્વભાવથી વિનયપણું, અલ્પ કષાયપણું આદિ ગુણોની અમે અનુમોદના કરીએ છીએ. જે મોક્ષમાર્ગનું કારણ છે. તેથી ફલિત થાય છે કે જૈનદર્શનમાં રહેલા કે અન્યદર્શનમાં રહેલા કેટલાક જીવો સમ્યક્ત પામ્યા નથી તોપણ સમ્યક્તના સન્મુખ ભાવવાળા છે તેના કારણે દાનરુચિ આદિ ગુણો તેઓમાં વર્તે છે, તે સર્વની અનુમોદના કરેલ છે. માટે મોક્ષને અનુકૂળ એવા મિથ્યાષ્ટિના પણ દાનરુચિ આદિ ગુણો અનુમોદનીય છે.
અહીં પંચસૂત્રાદિમાં સામાન્યથી જ કુશલવ્યાપારોનું અનુમોદ્યપણું કહેવાયું છે. એથી મિથ્યાદૃષ્ટિ આદિ જીવો પણ જે દાનરુચિત્વાદિ ગુણના સમૂહવાળા છે તેઓને જોઈને તેઓની અનુમોદના કરવી ઉચિત છે. પરંતુ પૂર્વપક્ષી કહે છે તેમ વિશેષનો આશ્રય કરવો ઉચિત નથી. અર્થાત્ પૂર્વપક્ષી કહે છે કે જે મિથ્યાદૃષ્ટિ જીવો સમ્યક્તની પ્રાપ્તિને સન્મુખ છે આથી જ જૈનદર્શનમાં વર્તતા સુસાધુઓની ભક્તિ કરે છે તેઓના જ