________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
માર્ગસાધન યોગોની=સામાન્યથી કુશલવ્યાપારની, હું અનુમોદના કરું છું એ પ્રકારની ક્રિયાની અનુવૃત્તિ છે. અને આમને પણ સામાન્યથી મિથ્યાદૃષ્ટિ જીવોને પણ, માર્ગસાધન યોગો થાય છે, કેમ કે આગ્રહ નહિ હોતે છતે મિથ્યાષ્ટિ જીવોને પણ ગુણસ્થાનકનો સ્વીકાર કરેલ છે. પ્રણિધાનશુદ્ધિને કહે છે – મારી આ અનુમોદના થાઓ અર્થાત્ માત્ર શબ્દોચ્ચારણરૂપ નહીં, પરંતુ ગુણની અનુમોદનાનો પરિણામ નિષ્પન્ન થાય તેવી અનુમોદના થાઓ.”
અહીં આરાધન પતાકામાં અને પંચમૂત્રના કથનમાં, સામાન્યથી જ કુશવ્યાપારોનું અનુમોદ્યપણું કહેવાયું. તેથી મિથ્યાદષ્ટિના પણ સ્વાભાવિક દાતરુચિત્રાદિ ગુણનો સમૂહ વ્યક્તિથી=ને તે વ્યક્તિમાં દેખાતા દાનાદિ વ્યક્તિથી, અનુમોઘ છે. પરંતુ તેનો વિશેષ જ=જૈન સાધુઓને અપાતો દાનવિશેષ જ, આશ્રયણીય નથી. વળી, પરનું દાન પણ અધર્મનું પોષક હોવાથી અધિકરણ જ છે–પાપનું કારણ છે, એથી દાનચિત્યાદિ ગુણોમાં પણ વિશેષ આશ્રયણ આવશ્યક છે, એથી આસન્નસખ્યત્વવાળા સંગમ-નયસારાદિ સદશ સાધુદાનાદિથી જ દાનરુચિત્રાદિક ગ્રાહ્ય છેઅનુમોદનારૂપે ગ્રાહ્ય છે, એ પ્રમાણે જે પરતે પૂર્વપક્ષીને, અભિમત છે, તે અસત્ છે; કેમ કે ભૂમિકાના ભેદથી દાનવિધિનો પણ ભેદ હોવાથી સમ્યગ્દષ્ટિ પ્રત્યે પ્રાસુક, એષણીય આદિ દાનવિધિની જેમ આદિધાર્મિક પ્રત્યે પાત્ર રીનાહિત ઇ ઈત્યાદિ ગાથામાં કહેલી પણ દાનવિધિનું પ્રતિપાદન છે. તેથી=પૂર્વમાં બતાવ્યું કે આદિધાર્મિકને આશ્રયીને અન્ય પ્રકારની દાનવિધિ છે તેથી, સામાન્યથી કુશલવ્યાપારો આદિધાર્મિક યોગ્ય જ ગ્રાહ્ય છેઃઅનુમોદના કરવા યોગ્ય છે, એ પ્રમાણે અમે યુક્ત જોઈએ છીએ. ભાવાર્થ :
ગાથા-૩૬માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે મિથ્યાદૃષ્ટિના ગુણોની અમે પ્રશંસા કરતા નથી એ પ્રમાણે જેઓ કહે છે તે દુર્વચન છે. કેમ દુર્વચન છે ? તેમાં ચતુઃ શરણ પ્રકીર્ણકની સાક્ષી આપેલ છે. તેમાં અંતે કહેલ કે જ્ઞાનાદિનો ઉપખંભ કરનાર ધર્મના સાંનિધ્યનું કારણ એવા ક્ષમા, માર્દવ, સંવેગાદિરૂપ મિથ્યાષ્ટિ સંબંધી પણ માર્ગાનુસારી કૃત્યની હું અનુમોદના કરું છું. તેથી ફલિત થાય છે કે મિથ્યાદૃષ્ટિ જીવોમાં પણ જે કષાયોની અલ્પતાકૃત ગુણો છે તે સર્વે અનુમોદ્ય છે.
આ રીતે ગાથાના પૂર્વાર્ધથી મિથ્યાદૃષ્ટિનું માર્ગાનુસારી કૃત્ય અનુમોદ્ય છે તેમ આગમવચનના બળથી ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું. ત્યાર પછી ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરવા પૂર્વપક્ષી તરફથી શંકા કરતાં કહે છે કે મિથ્યાદૃષ્ટિના માર્ગમાં રહેલા જીવોમાં વર્તતા ક્ષમાદિ ગુણો નાભિમત ધાર્મિકાનુષ્ઠાનના સદશ માર્ગાનુસારી કૃત્ય નથી પરંતુ સમ્યક્તને અભિમુખ એવા જૈનમતમાં રહેલા મિથ્યાષ્ટિ જીવોના ક્ષમાદિ ગુણો માર્ગાનુસારી કૃત્ય છે. તે ક્ષમાદિ ભાવો સમ્યગ્દષ્ટિગત જે ધાર્મિકાનુષ્ઠાન છે તેનાથી પૃથગુ ગ્રહણ થઈ શકે નહિ; કેમ કે સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા સમ્યગ્દષ્ટિ જીવો જે જિનપૂજાદિ અનુષ્ઠાનો કરે છે તે જ અનુષ્ઠાનો સ્થૂલ પ્રજ્ઞાવાળા મિથ્યાષ્ટિ જીવો કરે તો તે અનુષ્ઠાનને કારણે તેઓમાં ક્ષમાદિ ગુણો પ્રગટે છે. તેની અનુમોદના ચતુઃ શરણ પ્રકીર્ણકમાં કરેલ છે. એ પ્રકારની પૂર્વપક્ષીની શંકાના નિરાકરણ માટે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે – તે