________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
““અથવા'એ સામાન્યરૂપ પ્રકારને બતાવવા માટે છે=પૂર્વમાં વિશેષ અનુમોદના કરી, હવે સામાન્ય પ્રકારે અનુમોદના બતાવવા માટે, ‘અથવા'થી કહે છે ‘ચિય’ શબ્દ ‘એવ' અર્થમાં છે, તેથી સર્વ જ, વીતરાગવચનાનુસારી=જિનમતાનુસારી, જે સુકૃત=જિનભવન, જિનબિંબ કારણ=કરાવવું, તેની પ્રતિષ્ઠા=જિનબિંબની પ્રતિષ્ઠા, સિદ્ધાંતના પુસ્તકોનું લેખન, તીર્થયાત્રા, સંઘનું વાત્સલ્ય, જિનશાસનની પ્રભાવના, જ્ઞાનાદિનો ઉપદંભ, ધર્મનું સાંનિધ્ય, ક્ષમા, માર્દવ, સંવેગાદિરૂપ મિથ્યાદષ્ટિનું સંબંધી પણ માર્ગાનુસારી કૃત્ય, કાલત્રયમાં પણ ત્રિવિધ=મન-વચનકાયાથી, કરેલું કરાવેલું અને અનુમોદન કરેલું, જે હતું, છે અને થશે, તે તે, તે સર્વ=નિરવશેષ, અનુમોદના કરીએ છીએ=હર્ષની વિષયતાને પ્રાપ્ત કરીએ છીએ.”
ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે
માર્ગાનુસારી નૃત્ય જૈન અભિમત ધાર્મિકાનુષ્ઠાનાનુકારિ એવા મિથ્યાદૃષ્ટિના માર્ગમાં પતિત એવું ક્ષમાદિક નથી પરંતુ સમ્યક્ત્વાભિમુખગત એવું જૈનાભિમત જ માર્ગાનુસારીનૃત્ય છે. અને તે સમ્યગ્દષ્ટિગત અનુષ્ઠાનથી પૃથપણા વડે ગણવા માટે શક્ય નથી, એ પ્રકારની આશંકામાં ગાથાના ઉત્તરાર્ધથી કહે તે=માર્ગાનુસારી નૃત્ય, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શિવમાર્ગનું કારણ ઘીર પુરુષોએ=નિશ્ચિત આગમતત્ત્વવાળા પુરુષોએ, લિંગોથી=પાપ તીવ્રભાવથી ન કરવું' ઇત્યાદિ અપુનબંધકાદિ લિંગોથી, ગ્રહણ થાય છે.
-
=
આ ભાવ છે=ગાથાના ઉત્તરાર્ધનો આ ભાવ છે સમ્યગ્દષ્ટિ કૃત્ય જે પ્રમાણે વાસ્તવિક રીતે ચારિત્રને અનુકૂલ જ અનુમોદનીય છે તે પ્રમાણે માર્ગાનુસારી કૃત્ય પણ સમ્યક્ત્વને અનુકૂલ જ અનુમોદનીય છે. અને સ્વલ્પકાલમાં પ્રાપ્તવ્ય એવા ફલનું જ્ઞાન=માર્ગાનુસારી કૃત્ય કર્યા પછી અલ્પકાલમાં પ્રાપ્તવ્ય એવા સમ્યક્ત્વરૂપ લનું જ્ઞાન, ત્યાં=માર્ગાનુસારી કૃત્ય વિષયક અનુમોદનીયતામાં, તંત્ર નથી=નિયામક નથી, પરંતુ સ્વલક્ષણનું જ્ઞાન જ કારણ છે=માર્ગાનુસારી નૃત્યની અનુમોદનામાં સ્વલક્ષણનું જ્ઞાન જ કારણ છે. અને તે રીતે=માર્ગાનુસારી નૃત્ય સ્વલ્પકાળમાં જ સમ્યક્ત્વનું કારણ હોય તે છે અન્ય નહીં તેવો નિયમ નથી તે રીતે, જ્યાં=જે જીવમાં, ભવાભિનંદીદોષના પ્રતિપક્ષ એવા ગુણરૂપ અપુનબંધકાદિ લક્ષણોનો નિર્ણય છે ત્યાં—તે જીવ વિષયક, માર્ગાનુસારી કૃત્યની અનુમોદનામાં બાધક નથી. વિભાગ કરીને=આ માર્ગાનુસારી કૃત્ય અલ્પ કાળમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવશે અને આ માર્ગાનુસારી કૃત્ય અલ્પકાળમાં સમ્યક્ત્વ પ્રાપ્ત નહીં કરાવે એ પ્રકારનો વિભાગ કરીને, અગ્રિમ કાળ ભાવિ લના જ્ઞાનનું પ્રવર્તકપણું હોતે છતે છદ્મસ્થની પ્રવૃત્તિમાત્રના=અનુમોદનાની પ્રવૃત્તિમાત્રના ઉચ્છેદનો પ્રસંગ છે.
આથી જ=માર્ગાનુસારી નૃત્ય સ્વલ્પ કાળમાં સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ બને કે ન બને તોપણ અનુમોદ્ય છે આથી જ, માર્ગાનુસારીકૃત્ય લક્ષણશુદ્ધ જિનભવનકારણાદિ જ કહેવાયું છે; કેમ કે તેનું જ=લક્ષણશુદ્ધ જિનભવનાદિકારણનું જ, મોક્ષમાર્ગરૂપ રત્નત્રયીનું કારણપણું છે. અને મોક્ષમાર્ગ સમ્યગ્દર્શનાદિરૂપ ભાવાજ્ઞા છે. અને તેનું કારણ=ભાવાજ્ઞાનું કારણ, અપુનર્બંધક ચેષ્ટા દ્રવ્યાશા છે.