________________
૧૭
કરતા નથી.” અને યજુર્વેદ તથા ગ્રહ્મસુત્રનાં નામે લખી એ પ્રતિપાદન કરવા કોશીષ કરે છે કે સ્માર્યો પણ તેમના સિદ્ધાંતની રૂઢીએ લગ્ન કરતા નથી. અમે સમજી શકતા નથી કે માઁ પિતાને સિદ્ધાંતની રૂઢીએ લગ્ન કરતા નથી કે કરે છે એ વિષયમાં તેઓને ઉતરવાની શું જરૂર પડી છે ? લવાદના જે શબ્દ તેઓ ટકે છે તે ખરા છે કે ખોટા છે એટલું જ માત્ર જેવાનું હતું. લવાદ શું ખોટું કહે છે? જૈન ધર્મને લેકમાં શું જેનેતર રૂઢી લગ્નાદિમાં પ્રવેશવા પામી નથી ? અને જે પ્રવેશવા પામી છે તે વાત ખરી જ છે તે તેમ થવાનું કારણ લવાદે જણાવ્યું છે તે સિવાય બીજું કંઈ છે? જો હોય તે તે જણાવવું જોઈતું હતું. સ્માર્યો તેમના સિદ્ધાંત પ્રમાણે લગ્ન નથી કરતા માટે જેને પણ પોતાના સિદ્ધાંત પ્રમાણે શું કરવા કરે?. એમ તેઓ કહેવા માગતા હોય તે તે નિરર્થક છે.
૨ “કેટલાક જૈને અંબિકા વિગેરે દેવેને પુર્ણ આસ્તાથી માને છે ” એ લવાદના વાકયના સામે પણ કંઈજ દલીલ મળી આવી નહિ ત્યારે સંબંધ વગરને જ પ્રશ્ન ઉભું કરેલું લાગે છે, તે એ કે “ અંબીકાને પૂર્ણ આસ્તાથી માનનારને જૈન કહેવાય કે કેમ?” લવાદ કયારે ફરજ પાડે છે કે અંબીકાને માનનારને જૈન કહો. જોવાનું માત્ર એટલું જ હતું કે કેટલાક જૈન અંબિકા વગેરેને માને છે એમાં કંઈ ખોટું છે? જૈન શ્વેતાંબર કેનફરન્સ હેરડે પણ પોતાના ૧૯૧૭ ના એપ્રીલના અંકમાં પાન ૧૦૪ પર ચેકનું જણાવી દીધું છે કે “જેને દેવદેવિને માને છે કે નહિ તથા માનવા માટે શાસ્ત્રનું પ્રમાણ છે કે નહિ તે માટે દાખલા દલીલવાળો લેખ જરૂર પડશે તે મુકવા અમે તૈયાર છીએ” (જુઓ પરિશિષ્ઠ પ૬) વળી “જૈન” પત્રમાં પણ ત ૦ ૩-૬-૧૯૧૭ ના અંકમાં (જુઓ પરિ. ૫૧) ચેકો પ્રત્યુત્તર આપી દીધું છે કે “જે ઈચ્છા હશે તો તેમના મેમ્બરમાંથી જ નવરાત્રીમાં દેવિને નામે દ્રવ્ય ખર્ચનારા અને માથે રોટલામુકી દેવિ સામે નાચ કરનારના અહવાલે જરૂર પડયે બહાર મુકવામાં આવશે.” વળી જેનરીવ્યુ પોતાના ૧૯૧૭ ના ૭-૮ અંકમાં લખે છે કે “મુંબઈમાં દર શનિવારે સેંકડે જેને મહાલક્રિમના મંદિરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com