________________
વળી રાસકર્તાએ કોઇક જગ્યાએ તો એવી કડીઓ મૂકી છે કે જેની પાછળ આખી કથા સંકળાયેલી છે. અને એ કથા આખી સમજો તો જ તે પંકિતનો અર્થ બેસે છે. તો આ ગ્રંથમાં આવતી પંકિતઓની કથાઓ વૃધ્ધ તથા અનુભવી પાસેથી મેળવીને કથાનો સાર લખીને પંકિતનો અર્થ સમજાવવા પ્રયત્ન કર્યો છે. જેમ કે... “ક્ષુલક કરથી ટોકરી, પડી સુણી શબ્દ અગાઢ;
નિદ્રાએ ભરી ડોકરી, કરે સદ્ સિંહાડ હાડ.” III (ખંડ ૪, દુહો-૬, ઢાળ-૧)
વળી, (ખંડ ૪, ઢાળ-૧, ગાથા-૨)
જિમ વિણકની નારી, નદિ ઉપર મચ્છરધરી,
ઉદ્વેગે લહી તે નંદ વાળાવે સહોદરી,
કપટે શકટે બેસારી, સ્વસુર ગેહે ધરી, જાણી વાત લહી મૂળ ઘાત રોતી સુંદરી.''...મધ. III
પ.પૂ. વીરવિજયજી મ.સા. પાકૃતમાં ગાથા પણ નોંધી છે.
યતઃ ॥ પ્રાકૃત ભાષા |
“ગહુંનું ગાડલું ને ગોળની ગોળી, મુંજડી ગાયને વાછરી ગોરી, આઈજિએ ચિંતવ્યું તે, બાઈજિને થયું, સાલ્લા માટે સમુળગુ ગયું.'' I આવી વાતોને ગ્રંથમાં જો જો. આવી કથાઓ સાધ્વી વિરાગરસાશ્રીજી તથા ધૈર્યરસાશ્રીજી પાસેથી સાંભળીન ગ્રંથમાં નોંધી છે.
२०