________________
-
-
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ એમ પણ કહેવાય. અર્થની દૃષ્ટિએ કહીએ તે, એ અગીઆર દ્વાદશાંગીઓમાં પરસ્પર ભિન્નતા નહતી એમ કહેવાય. અરે, એ અગીઆરની જ વાત શું કરવાને કરીએ ? અત્યાર સુધીમાં અનન્તી ઉત્સર્પિણીઓ અને અનન્તી અવસર્પિણીઓ થઈ છે તેમજ ભવિષ્યમાં અનન્તી ઉત્સર્પિણીઓ અને અનન્તી અવસર્પિણીઓ થવાની છે એટલે અત્યાર સુધીમાં જેમ અનન્તા શ્રી તીર્થકર ભગવાન થયા છે અને તે તારકાના અનન્તા શ્રી ગણધર ભગવાને થયા છે, તેમ ભવિષ્યકાળમાં પણ અનન્તા શ્રી તીર્થંકરદેવ થવાના છે અને એ તારકના શ્રી ગણધર ભગવાને પણ અનન્તા થવાના છે. એ થયેલા અને થનારા અનન્તા ય શ્રી ગણધર ભગવાને પિતપિતાની દ્વાદશાંગીને રચે, એટલે અનન્તી દ્વાદશાંગીઓ થઈ; પણ જે એ દ્વાદશાંગીઓના અર્થની દષ્ટિએ કહીએ, તો એ અનન્તી દ્વાદશાંગીઓમાંથી એક દ્વાદશાંગીમાં પણ કશી જ ભિન્નતા હોઈ શકે નહિ. આમ અર્થની અપેક્ષાએ ભિન્નતા ન હોય, તે પછી કયી અપેક્ષાએ ભિન્નતા હોઈ શકે, એ વિચારવાનું રહ્યું ને? દ્વાદશાંગીઓમાં પરસ્પર ભિન્નતા સંભવી શકે, પણ તે શબ્દની અપેક્ષાએ! અનન્સી દ્વાદશાંગીઓમાં પણ શબ્દની અપેક્ષાએ પરસ્પર ભિન્નતા સંભવી શકે, પણ અર્થની અપેક્ષાએ તે અનન્તી દ્વાદશાંગીઓમાં પણ અભિન્નતા જ હેય.
પ્રશ્નશ્રી ઈન્દ્રભૂતિજી વગેરે અગીઆર ગણધર ભગવાનેએ રચેલી દ્વાદશાંગીઓમાં અર્થભેદ નહોતે પણ શબ્દર હતો, એમ ને?