________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઉપર્યું, એટલે નિયમાનુસાર દેવતાઓએ આવીને તે જે સ્થળે એ તારકના પ્રથમ સમવસરણની રચના કરી. ભગવાને એ સમવસરણમાં વિરાજીને, કલ્પ મુજબ, પહેલી દેશના તે લીધી; પણ એ બનાવ તે નિષ્ફળ દેશના”ના આશ્ચર્યભૂત બનાવ તરીકે સેંધાય છે. પ્રભુની પ્રથમ દેશનામાં જ તીર્થની સ્થાપના થાય, પણ ત્યાં તેવા યોગ્ય જીવના અભાવે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પહેલી દેશના નિષ્ફલ નિવડી. આથી, પિતાના કલ્પ મુજબ ત્યાં પ્રથમ દેશનાને દઈને, ભગવાન “અપાપા” નામની પુરીના “મહાસેન” નામના ઉદ્યાનમાં પધાર્યા. દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું અને એ સમવસરણમાં વિરાજીને ભગવાને દેશના દેવાને પ્રારંભ કર્યો. એ દરમ્યાનમાં, શ્રી ઈન્દ્રભૂતિ આદિ ભગવાનની પાસે આવ્યા, ભગવાને તેમની શંકાઓનું સમાધાન કર્યું અને તેમ થતાં શ્રી ઈન્દ્રભૂતિ આદિએ ભગવાનની પાસે દીક્ષા ગ્રહણું કરી. એ પછી, ભગવાને, શ્રી ઈન્દ્રભૂતિ આદિ અગીઆરને શ્રી ગણધર પદે સ્થાપિત કર્યા. ભગવાન શ્રી મહાવીરે પરમામાએ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપ્ના કર્યા બાદ શ્રી ઈન્દ્રભૂતિ આદિ એ અગીઆરેય ગણધર ભગવાનોએ, પિતપોતાની દ્વાદશાંગીની રચના કરી.
પ્રશ્ન અગીઆર દ્વાદશાંગીઓ રચાઈ? ' હા, તે સમયે અગીઆર દ્વાદશાંગીઓની રચના થઈ. ' પ્રશ્ન. એમાં કઈ પરસ્પર ભિન્નતા ખરી?
એ અગીઆર દ્વાદશાંગીઓમાં પરસ્પર ભિન્નતા હતી એમ પણ કહેવાય અને તેમાં પરસ્પર ભિન્નતા નહેાતી