________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
પ્રણેતાની વિશ્વસનીયતાઃ
આ સૂત્રના પ્રણેતા કોણ? આ વિચાર બહુ જ અગત્યનો છે. પ્રણેતા પ્રત્યેને વિશ્વાસ અગર તે અવિશ્વાસ, પ્રણેતાએ રચેલા ગ્રન્થ પ્રત્યે વિશ્વાસ અગર તે અવિશ્વાસ ઉત્પન્ન કરવામાં, બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. પ્રણેતાની વિશ્વાસપાત્રતા, તેની રચનાની વિશ્વાસપાત્રતાને જન્માવે છે. કહેવાય છે કે-“પુષવશ્વાસે વરાવિશ્વાણા” કઈ પણ પ્રણેતા વિષે જ્યાં એવી ખાત્રી થઈ જાય કે–એમને અજ્ઞાન અગર રાગાદિ દે છળી શકે તેમ હતું નહિ; એટલું જ નહિ, પણ એ એવા ગુણ હતા કે--પિતાનું કે પરનું આંશિક પણ અહિત થાય તેવું વચન તેમનું હોય જ નહિ; એવા પ્રણેતાએ જે કાંઈકહ્યું હોય, તે યથાર્થ જ કહ્યું હેય, એમ લાગ્યા વિના રહેતું નથી. “સજજન માણસ સારૂં જ બેલે” –એવું નિશ્ચયથી કહી શકાય, પણ “જે કઈ સારું બેલે તે સજજન જ હેય”—એવું કહી શકાય નહિ. કારણ? કારણ એ કે-દુર્જન પણ માણસ સજજનની કેટિમાં ગણાવાને માટે અગર તે અમુક સ્વાર્થને સિદ્ધ કરવાને માટે દંભાદિકથી પણ સારું બેલનાર હોઈ શકે છે, જ્યારે સજન માણસ સારું જ બોલવાના સ્વભાવવાળો હોય છે. આથી, વ્યાખ્યાતાએ પહેલાં તે શ્રોતાઓને એ વાત સમજાવવી જોઈએ કે-જેનું કહેવું હું કહેવાનું છું, તે એવા પ્રમાણિક અને જ્ઞાની પુરૂષ છે કે–એમના વચન પ્રત્યે અવિશ્વાસ ઉત્પન્ન થઈ શકે એવું છે જ નહિ. આકારણે, આપણે પહેલે પ્રશ્ન એ ઉપસ્થિત કર્યો કે-આ સૂત્રના પ્રણેતા કોણ?