________________
૧. પ્રણેતા અને વિવરણકાર , * આજના મંગલ દિવસથી, અહીં, શ્રી ભગવતીજીના નામથી સુવિખ્યાત સૂત્રની વાચના શરૂ કરાય છે. આ સૂત્રગ્રન્થ જૈન સમાજમાં ઘણે ભાગે “શ્રી ભગવતીજી સૂત્ર” એવા પૂજયવાચક નામથી ઓળખાય છે અને આ સૂત્રગ્રન્થના ટીકાકાર પરમર્ષિએ પણ__"इयं च भगवतीत्यपि पूज्यत्वेनाभिधीयते।" -એવું ફરમાવીને, આ સૂત્રના શ્રી ભગવતીજી એવા નામની યથાર્થતા તેમજ પ્રાચીનતા જણાવી છે. ભગવાન શ્રી જિનશ્વરદેવના અને વર્તમાન કાલે આ ક્ષેત્રમાં અનન્ત ઉપકારી ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં બાર સૂત્રો અંગસૂત્ર” તરીકે ગણાય છે અને એ બાર સૂત્રોના સમૂહને દ્વાદશાંગી” તરીકે ઓળખાય છે. આ દ્વાદશાંગી પૈકીના પાંચમા અંગસૂત્રનું નામ “વિવાહપત્તિ” સૂત્ર છે. “વિવાહપન્નત્તિ” નામનો શબ્દાર્થ કરતાં, આ અંગસૂત્રને, “વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ” આદિ તરીકે વર્ણવેલ છે અને તે વસ્તુ આ સૂત્રની રીકામાં આવે છે, એટલે હાલ તે વિષયના વિવેચનમાં ઉતરવાની જરૂર નથી. અહીં તે એટલું જ સૂચવવાનું છે. કે દ્વાદશાંગી પૈકીનું “વિવાહપન્નત્તિ” નામનું જે અંગસૂત્ર, તે જ આ શ્રી ભગવતીજી સૂત્ર છે.