________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
જેટલા ગણધર ભગવાના એટલી દ્વાદશાંગીએ
:
તમે જાણતા તે હશે। જ કે-દ્વાદશાંગીની રચના ગણધર ભગવાના કરે છે. ખાર અગસૂત્રો પૈકીનું આ પાંચમું અંગસૂત્ર છે, એટલે આ સૂત્રની રચના પણુ ગણધર ભગવાને જ કરેલી છે. જે પરમ તારક ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન આજે આ ભરતક્ષેત્રને વિષે વિદ્યમાન છે અને જે તારક શાસનના આધારે આ ક્ષેત્રમાં, આ કાળમાં પણ, શભ્યાત્માઓ સદ્ધર્મ રૂપ કલ્પતરૂની આરાધના કરી રહ્યા છે, તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ત્રીસ વર્ષની વયે દીક્ષિત બનીને, બાર બાર વર્ષોં પન્ત ઘાર તપશ્ચર્યાને તપીને પોતાનાં ચાર ઘાતી કર્મોને સવ થા ક્ષીણ કરી નાંખીને, પેાતાના આત્મામાં સ્વભાવથી જ રહેલા કૅવલજ્ઞાનને પ્રગટાવ્યું. કેવલજ્ઞાન, એ આત્માના સ્વભાવસિદ્ધ ગુણ છે. સર્વ આત્માઓમાં એ ગુણ હોય જ છે. એ ગુણ સર્વ આત્મામાં હોવા છતાં ય, અલિહારી તા એ ગુણને પ્રગટાવનારાઓની છે. આત્માના સ્વભાવ કર્યાંથી આવરાએલે છે. દીપક ઉપરના ઢાંકણુ જેવું એ છે. કનું ઢાંકણુ ખસે, એટલે અનન્તજ્ઞાનાદિ પ્રગટે. આ સૂત્રને વાંચવાને અને સાંભળવાના આશય પણુ, આત્માના સ્વભાવને આવનાર ** રૂપી ઢાંકણને, સર્વથા દૂર કરવાના જ હોવા જોઈએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવાના. આત્માએ, પેાતાનાં ચાર ઘાતી કર્મોના સથા ક્ષય કરીને કેવલજ્ઞાનાદિને ઉપાજે છે અને તે પછીથી ગણધરદેવાની સ્થાપના કરે છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ઋજુવાલુકા નદીના ઉત્તર તટે કેવલજ્ઞાન