Book Title: Nirvan Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha
Catalog link: https://jainqq.org/explore/005517/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય 'વિવેંચતા લખતીરઃ ભોગીલાલ ગં.શેઠ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર નિર્વાણમાર્ગનું રહસ્ય ": [વચનામૃત ૧૭૨ તથા ૮૭૫ પર વિવેચન ] વિવેચન લખનાર ભોગીલાલ ગિ. શેઠ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રેયસ પ્રચારક સભાના ટ્રસ્ટીઓ વતી એ. એમ. મહેતા ૩૫–રબી હાઉસ ગેઓ સ્ટ્રીટ, ફેટ મુંબઈ ૪૦૦ ૦૦૧ જયંતિભાઈ ભીમાણી પ્રકાશ જવેલર્સ પરા બજાર, નવા નાકા રેડ રોજ કેટ વિ. સં. ૨૦૩૯ ઈ. સ. ૧૯૮૩ મુદ્રણસ્થાન : સાધના મુદ્રણાલય દાણાપીઠ પાછળ ભાવનગર. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Ony વિલય રૌત્ર વદ ૫, સે. ૧૯ R : કાતિક સુદ 'પિગમા, સં. ૧-૨ ૮ ના Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના વિવિધ તાપથી શેકાતા અને બળતા જીવોને એક સત્પુરૂષ અથવા જ્ઞાની પુરૂષ અને તેમનાં અમૃત-વચને જ શીતળ જળ સમાન છે. આ યાકુળ સંસારને વિષે અન્ય કઈ શરણરૂપ સાધન થયું નથી, છે નહીં અને થશે નહીં. જ્યાં સુધી આ સાધન છે અને તેને આશ્રય છે, ત્યાં સુધી જ જવને સુખ છે, શાતા છે; અને તેમાંય પુરૂષને સમાગમયોગ એ પરમેષ્ટ સાધન છે. એક વિદ્વાન પુરૂષે કહ્યું છે કે- “ હજાર ઉપદેશ કરતાં એક યુક્તિની અસર વધી જાય છે; હજાર યુક્તિઓ કરતાં એક આગમ-આપ્તપુરૂષનાં વચનની અસર વધી જાય છે, હજાર આગમ કરતાં એક દષ્ટાંતની અસર વધી જાય છે અને હજાર દષ્ટાંત કરતાં પણ એક સંસર્ગની-સત્સમાગમની અસર વધી જાય છે.” મહાત્મા શંકરાચાર્યજીનું એક વાક્ય છે – क्षणमषि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका । ક્ષણવારને પણ પુરૂષને સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.” આ લઘુ ગ્રંથમાં પરમ આત્મજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાને શિષ્ય મુનિશ્રી લલ્લજી મહારાજ (પ્રભુશ્રી) ઉપર લખાયેલ બે અમૃતપત્ર નં. ૧૭૨ તથા ૮૫ પરનું વિવેચન છે. તે પત્રમાં નિર્વાણમાર્ગનું રહસ્ય પ્રગટ કરતાં એ પરમકૃપાળુ પુરૂષે ઉપર કહ્યો તે ભાવ ઉલ્લાસથી ગાઈ, તેને વિસ્તાર કરી સાચા મુમુક્ષુજને પર પરમ ઉપકાર કર્યો છે. સમીપમુક્તિગામી જીવને પ્રતિપાદિત કરેલે ત્રિકાળી સત્ય સિદ્ધાંત For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સહજ પ્રતીતરૂપ થવાયેગ્ય છે. વ્યવહારજ્ઞાનની પ્રાપ્તિ વ્યવહાર જ્ઞાનના નિષ્ણાત પુરૂષ પાસેથી થઈ શકે છે તેમ પરમાર્થ જ્ઞાનની પ્રાપ્તિ પરમાર્થજ્ઞાનના અનુભવી મહાત્મા પાસેથી થઈ શકે એ સમજાય તે પ્રકાર છે. પરમકૃપાળુ શ્રીમદ્જીએ આપેલ આ બોધ સહુને હિતકારી અને કલ્યાણકારી થાઓ. ભાવનગર, સાધના પ્રેસવાળા શ્રી ગિરધરલાલ ફુલચંદ શાહે આ ગ્રંથ સમયસર છાપી તૈયાર કરી આપે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. ૩૪, મેરબી હાઉસ, શેવા સ્ટ્રીટ, લિ. મુંબઈ ૪૦૦ ૦૦૧ સંતચરણે પાસક તા. ૨૧-૫-૧૯૭૭ ભોગીલાલ ગિ. શેઠ બીજી આવૃત્તિની પ્રસ્તાવના આત્માના માર્ગે ભવ્ય જીવોને વાળવામાં સહાયરૂપ થનાર આ ગ્રંથની પહેલી આવૃત્તિની નકલે ખલાસ થવાથી અને વાચક વર્ગ તરફથી આ ગ્રંથની માગણ ચાલુ રહેવાને કારણે બીજી આવૃત્તિ પ્રગટ કરીએ છીએ. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં પત્રાંક નં. ૧૭ર અને ૮૭૫ની ઊંડાણભરી સમજણ આપી આ ગ્રંથની મૂલ્ય વત્તા સમજાવનાર શ્રી ભેગીલાલ ગિ. શેઠને દેહોત્સર્ગ તા. ૨૨-૭-૧૯૮૧ના રોજ થયે એ સખેદ નેંધીએ છીએ. - આ બીજી આવૃત્તિ શ્રેયસ પ્રચારક સભાના ટ્રસ્ટીઓ તરફથી પ્રકાશિત કરવામાં અને અત્યંત હર્ષ થાય છે. તા. ૧-૬-૮૩ શ્રેયસ પ્રચારક સભાના દ્ર એ. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જે તીર્થકરદેવે સ્વરુપસ્થ આત્માપણે થઈ–વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણાં શાસ્ત્રાનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરના વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરૂષ વિના જાયે જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગ બંધને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોને બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેને ઉદ્દેશ છે, તે તીર્થકરનાં ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. –શ્રીમદ્ રાજચંદ્ર (૪૩૬) For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અહે ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ, અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ અહો ! તે સત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યા એવા પરમ કૃપાળુ સદ્ગુરુદેવ, આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, યવંત વર્તે. –શ્રીમદ્ રાજચંદ્ર (હાથોંધ ૩/૨ ) અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહે ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરૂં, આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપિયે, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. પટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યું આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. –શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર) For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વિ ષ ય સૂચિ વચનામૃત નં. ૧૭૨ વિવેચન પરમાર્થમાગને મર્મ ... વિદ્યમાન પુરૂષની જરૂર શા માટે છે? સપુરૂષ અને જ્ઞાની પુરૂષ સપુરૂષની પ્રાપ્તિ કેવી રીતે થાય .. તેમની પ્રાપ્તિ થયા પછી શ્રદ્ધા કરવી ... નિર્વાણમાર્ગ માટેના સાત બેલઃ ૧ નિરંતર ઉદાસીનતાને કમ સેવ .... ૨ પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું ... એ ભક્તિ પ્રાપ્ત કેવી રીતે થાય ?.. ૩ પુરૂષોનાં ચરિત્રનું સ્મરણ કરવું.... ૪ સપુરૂષનાં લક્ષણનું ચિંતન કરવું .... ૫ સપુરૂષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું .. જ તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહ ફરી ફરી નિદિધ્યાસન કરવાં ... ૭ તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું ... For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ 1 ૧૧૯ આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું એ જ સર્વ શાસ્ત્રને મર્મ પામવાને મહામાર્ગ છે .... ગમે તે આજે, ગમે તે કાલે... ... સર્વકાળ એ જ કહેવા જીવવા ઈચ્છનાર ઉદાસીનતા પ્રેરક વચન .... વચનામૃત નં. ૮૭૫ : સપુરૂષને અચિંત્ય ઉપકાર .... વિવેચન : અહે, સંપુરૂષનાં વચનામૃત સુષુપ્ત ચેતનાને જાગૃત કરનાર સ્વરુપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવ છેલે અગી સ્વભાવ પ્રગટ કરી શ્રી સદ્ગુરુ મહિમાદર્શક વચનો ૧૨૨ ૧૨૪ ૧૩૪ ૧૩૬ ૧૪૨ ૧૪૫ ૧૪૮ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર નિર્વાણમાર્ગનું રહસ્ય પરમ આત્મા શ્રીમદ રાજચંદ્રને અમૃત પત્ર (નં. ૧૭૨) મોહમયી કાર્તિક સુદિ ૧૪, બુધવાર ૧૯૪૭ સત્ જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ, ખંભાત. ગઈ કાલે પરમ ભક્તિને સૂચવનારૂં આપનું પત્ર મળ્યું. આહૂલાદની વિશેષતા થઈ અનંત કાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? આ પુસ્તકમાં કૌંસમાં આપેલ આંક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસથી પ્રગટ થયેલ પુસ્તક “ શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથના છે, તેની નોંધ લેવા વિનંતિ છે. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ [૨] નિર્વાણુમા નું રહસ્ય (૧) નિર ંતર ઉદાસીનતાના ક્રમ સેવવે; ( ૨ ) સત્પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું; (૩) સત્પુરૂષાનાં ચરિત્રનું સ્મરણ કરવુ'; (૪) સત્પુરૂષાનાં લક્ષણનું ચિંતન કરવું; (૫) સત્પુરૂષાની મુખાકૃતિનું હૃદયથી અવલેાકન કરવુ; (૬) તેનાં મન, વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યા ફરી ફરી નિદિધ્યાસન કરવાં; (૭) તેઓએ સમ્મત કરેલું સ` સમ્મત કરવુ. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલ, નિર્વાણને અર્થે માન્ય રાખવા યેાગ્ય, શ્રદ્ધવા યેાગ્ય, ફરી ફરી ચિંતવવા યાગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યેાગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનેા, સ સંતના હૃદયનેા, ઇશ્વરના ઘરના મમ પામવાના મડ઼ા માગ છે. અને એ સઘળાનુ કારણ કેાઇ વિદ્યમાન સત્પુરૂષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શુ' લખવું ? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વષે અને ગમે તે તેથી મેાડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તે! એ જ સમ્મત છે. સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વદના. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૩] વિવેચન : મુનિશ્રી લલ્લુજી મહારાજ ઉપર લખાયેલ અદ્ભુત માર્ગદર્શક રૂપ, માર્ગને મર્મ બતાવનાર આ પત્ર અહીં પૂરો થાય છે અને પૂજ્ય અંબાલાલભાઈ મારફત તેમને મેકલાય છે. જીવ સ્વભાવથી એટલે સમજણના અભાવે વિકલ્પી છે અને દોષ દેવાની વૃત્તિવાળે છે તે પરમ કૃપાળુ ભગવંતના જ્ઞાનમાં હોઈ શ્રી અંબાલાલભાઈ ઉપરના પત્રાંક ૧૭૧ જેની સાથે આ પત્ર નં. ૧૭૨ બીડેલ હતું, તેમાં ચેતવણીરૂપ વચને લખ્યાં છે. તે આ રહ્યાં – “પત્ર લખવાને ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટે છે, એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગને કમ વીસર્યા એમ સમજી લેજે. આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે.” આ ચેતવણી આપવાને અર્થ એવો નથી કે શ્રી અંબાલાલભાઈ (કે મુનિશ્રી) પત્રમાં જણાવેલ આશયવાળે ભાવ કરશે તેથી ચેતાવ્યા છે, પરંતુ વાતની જાગૃતિ રહે અને વર્તન માન કે ભવિષ્યમાં જરા સરખે અન્ય પ્રકારને અસત્ય વિચાર સ્વપ્નમાં પણ ન આવે તે હેતુએ વચને લખ્યાં છે. ઉપરાંત આ ચેતવણી–આ વચને વાંચનાર, સમજવાનો પ્રયાસ કરનાર આપણે સહુ માટે છે એ પણ વિસ્મરણ કરવા યોગ્ય નથી. હવે પત્રના લખાણ તરફ વળીએ. પ્રથમ મુનિશ્રીને કરેલું સંબોધન વિચારીએ. પરમ કૃપાળુ ભગવંતની શૈલી એવી અદ્વિતીય, સચેટ અને અર્થભાવસૂચક For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ [૪] નિર્વાણમાર્ગનું રહસ્ય છે કે વાંચનાર તેમાંથી ઘણું મેળવી શકે, સુવિચારવાની હોય તે અંતર્ગત ભાવ જાણું શકે, જે જાણીને તેને આત્મા સંતેષ પામે, પ્રસન્ન થાય, અહોભાવ સંપન્ન થાય અને તેના નિર્મળ શીતળ ઝરણથી ઠરી જાય. પિતાપિતાની દશાનુસાર તેને અર્થ સમજાય અને તે પ્રમાણમાં લાભનું કારણ થાય. આ શૈલીમાં જે પ્રકારે સંબોધન કરવામાં આવ્યું હોય, તે તેની આત્મસ્થિતિ બતાવનાર હોય છે. રાગ કે રાગની અતિરેતા ન હોવાને લીધે અને જ્ઞાનની નિર્મળતાને કારણે સંબોધનમાં જીવની જે ભૂમિકામાં સ્થિતિ હોય તે જ યથાર્થતાએ દર્શાવવામાં આવી હોય છે, તેનાથી અધિક કે ન્યૂન ભાવદર્શક વચને ક્યારે પણ ઉપયોગમાં લીધાં નથી, તે કૃપાળુ ભગવંતની જ્ઞાનપ્રકાશની ઉજ્વળતા અને નિર્મળતા, રાગદ્વેષ રહિતપણું, પ્રમાણિકતા અને સત્યતાને ઉઘાડી રીતે સ્પષ્ટ નિર્દેશ કરી જાય છે. આ ઉત્તમ ગુણોને અમારા તમારા પ્રેમવંદન હે! - અહીં મુનિશ્રીના સંબંધનમાં પ્રથમ શબ્દ છે, “સત્ જિજ્ઞાસુ.” જેના હૃદયમાં સત્ એટલે શુદ્ધાત્મા પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, પ્રબળ ઈચ્છા થઈ છે તે સત્ જિજ્ઞાસુ જેના અંતરમાં સતની જેને પ્રાપ્તિ થઈ છે એવા જ્ઞાની પુરૂષ કે પુરૂષના એકાંત કલ્યાણકારી સમાગમ યેગની અભિલાષા તીવ્રપણે વતે છે, તે સત્ જિજ્ઞાસુ. તેથી મુનિશ્રીની અંતરંગ દશાસ્થિતિ આ પ્રમાણે છે. સંબોધનના બીજા શબ્દમાં “માર્ગાનુસારી મતિ” એમ કહ્યું. માર્ગને એટલે કયાણમાર્ગને, પરમાર્થમાર્ગને, For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૫] વીતરાગમને કે જ્ઞાનીના માર્ગને અનુસરવાની, માર્ગ પર ચાલવાની બુદ્ધિ જેની થઈ છે તે માર્ગાનુસારી મતિ” જ્ઞાનીને માર્ગ યથાતથ્ય જેમ છે તેમ જાણ હોય તે તે માત્ર જ્ઞાની પુરૂષના સમાગમ યેગે જાણી શકાય. આ રહસ્યભાવની સમજણ મુનિશ્રીને છે તેથી પ્રથમના સંબોધનમાં “સત્ જિજ્ઞાસુ” શબ્દો લખ્યા. જે માત્ર સત્ જિજ્ઞાસુ હોય અને માર્ગમાં પ્રવેશી ચાલવાની બુદ્ધિ ન થઈ હોય, માર્ગનું આરાધન કરવાની વૃત્તિ ઊઠી ન હોય એટલે તેટલી શિથિલતા હોય, તેટલે પ્રમાદ હોય તે તેને “સત્ જિજ્ઞાસુ એટલું જ સંબોધન સંભવે. મુનિશ્રીને આજ્ઞામાં રહી પરમાર્થમાર્ગનું આરાધના કરવાની બુદ્ધિ થઈ છે. આ પછી પત્રને પ્રારંભ થાય છે, તેમાં મુનિશ્રીને પરમ કૃપાળુ દેવ પ્રત્યે પરમ ભક્તિ દર્શાવતું પત્ર મળ્યાનું જણાવે છે. અહીં “પરમ ભક્તિ” શબ્દ અગત્યનું છે. આપણી સ્મૃતિમાં છે કે મુનિશ્રીએ કૃપાળુ દેવના સત્સમાગમને, દર્શનને અને વચનને સૌથી પ્રથમ લાભ અંબાલાલભાઈના સહકારથી ખંભાત ક્ષેત્રે ઉપાશ્રયમાં લીધું હતું અને તે જ વેળાએ તેઓએ જ્ઞાની ભગવંતને આત્માથી ઓળખી લીધા હતા અને મુનિદશામાં હોવા છતાં ગૃહસ્થદશામાં સ્થિત એવા કૃપાળુ દેવને સ્વયં પ્રેરણાથી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી આત્મશ્રેયને માર્ગ ખુલ્લે કર્યો હતે. આ નાનકડો અને નાજુક પ્રસંગ શું સૂચવી જાય છે? પૂર્વના કેઈ રાગબંધનવાળા શુભ પુણ્યાનુબંધના ઉદયે કેઈ મનુષ્યને પ્રથમ નજરે બીજા પરત્વે સ્નેહ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય ઉભરાઈ આવે છે અને પરસ્પર પ્રીતિની ગાંડથી બંધાય છે; તેમ અહીં તેવા જ કોઈ ઉદયના પરિણામે પરમાર્થથી આત્મા આત્માનું અનુસંધાન થયું, જિજ્ઞાસુ આત્માએ જ્ઞાની આત્માની ઓળખાણ કરી, પ્રેમભક્તિના અજબ આકર્ષણે મુનિશ્રીને દેહ શાંતરસમાં ખૂલતા આત્મપ્રાણ પુરૂષનાં ચરણોમાં સહજાસહજ ઢળી પડ્યો. અલૌકિક દૃષ્ટિના ઉઘાડથી લૌકિક દૃષ્ટિ છિન્નભિન્ન થઈ અને શ્રદ્ધા–પ્રેમ-રસ સભર અંતરના સામ્રાજ્યને ઉદય મુનિશ્રીના હૃદયમાં શરૂ થયે. ન આવી પ્રેમ શ્રદ્ધાથી વર્ધમાન થયેલી પરમ ભક્તિ તેનું કાર્ય પ્રગટતાએ ન કરે એમ બનવું કઠણ છે; મુનિશ્રીએ તે પરમ ભક્તિને ધવલ પત્ર પર વચને દ્વારા પ્રગટ કરી અને અંદરમાં રહેલા ભાવે જણાવી કઈ પ્રકારે સંતોષ સાથ આનંદ લીધે. સુશિષ્યનું લક્ષણ કેવું હોય તે અહીંથી સુગમતાએ જાણવા મળે છે; આ સ્થળે માત્ર મુખ્ય લક્ષણની વાત કહી છે. આ પરમ ભક્તિને સૂચવનારે પત્ર પરમ કૃપાળુ દેવને મો, વાંચે ત્યારે તેમના લખવા મુજબ તેમને આહૂલાદની વિશેષતા થઈ. અત્રે કેઈએમ ધારે અને અર્થ કરે કે પરમ કૃપાળુ દેવ મુનિશ્રીની પિતા પ્રત્યેની પરમ ભક્તિથી પ્રસન્ન થયા અને માનસહિત આહૂલાદ વિશેષતાએ અનુભવ્ય, તે તેવી ધારણું તેના કલ્યાણના બારણાં બંધ કરનાર છે અને તે અર્થ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ નમક નિર્વાણમાર્ગનું રહસ્ય | [૭] માર્ગને કેમ વિસર્યા” બરાબર છે. વાસ્તવમાં તો એમ છે કે “જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી. પરંતુ મેક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતું નથી અને મનન તથા નિદિધ્યાસનને હેતુ થતું નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરૂષોએ કહ્યું છે.” (૨૦૦). વળી જે પુરૂષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણના અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગેચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સપુરૂષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!” (૪૯૩) ત્યારે પરમ કૃપાળુ દેવને આહૂલાદની વિશેષતા થઈ તેનાં સાચા કારણ વિચારવા અને જાણવા ઘટે છે. જ્ઞાની પુરૂષને સર્વ જીવ પ્રત્યે એક સરખે પ્રેમ અને કરૂણભાવ હોય છે, તેમાં ય જે જીવ અનિત્ય અને ભયાકુળ એવા દુઃખમય સંસારથી છૂટવા ઈચ્છે છે અને અવ્યાબાધ અનંત સુખમય નિજ સ્વરૂપમાં સ્થિતિ કરવા ચાહે છે, તે જોઈ જ્ઞાની પુરૂષને આહ્લાદ ઉદ્ભવે છે, અને તે ઉદ્ભવવું સહજ જ હોય છે ત્યાં તે જીવ અનંત કાળને પરિભ્રમણમાંથી છૂટશે તે ભાવ, કરૂણભાવ તેમના આહૂલાદનું સ્વાભાવિક કારણ બને છે. વળી છૂટવાના કામી સત્પાત્ર મુમુક્ષુ જીવને સદ્ગુરુ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] નિર્વાણુમા નું રહસ્ય અને તેમની પ્રેમભક્તિરૂપ સત્સાધનાની પ્રાપ્તિ થતી જોઈ જ્ઞાની પુરૂષને આહ્લાદની વિશેષતા, ઉપર કહ્યું તેમ, સહજ પ્રકારે થાય છે. આવું જ મુનિશ્રીના પરમ ભક્તિને સૂચવનારા પત્રથી કૃપાળુ ભગવંતને આહ્લાદની વિશેષતા થઈ હતી અને તે વાત ગુપ્ત ન રાખતાં, મુનિશ્રીના આત્માને બળ મળે, ઇચ્છિત કાર્યોંમાં ઉત્સાહ વધે અને તેએ સાચા રાહ પર છે તેના સ્વીકાર દર્શાવતાં તેઓના ઉમંગ ઉસિત થાય તે હેતુએ તે વાત પ્રગટ કરી અને તેમ કરવાથી મેટા ઉપકાર કર્યાં એમ કહેવામાં ખાટું નથી. જ્ઞાની પુરૂષની સનાતન શૈલી આ પ્રકારની હાય છે. શિષ્યની અંતરંગ પરમ ભક્તિરૂપ દશા એટલે તેની સત્પાત્રતા જોઈ શ્રી સદ્ગુરુને તેની ચેાગ્યતાનુસાર માર્ગોના મ જણાવવાની વૃત્તિ સહજ સ્ફુરી આવે છે. જેથી શિષ્યના આત્મા કલ્યાણને પામે. એ નિયમ પ્રમાણે પરમ કૃપાળુ દેવ નિર્વાણમા નું રહસ્ય સાત અદ્ભુત ખેલથી પ્રગટ કરે છે, અને તેમ કરતાં પહેલાં પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે વિચારમાં ગરકાવ કરી દે અને હૃદયમાં સોંસરાં ઉતરી જાય તેવાં અનુપમ વચના પ્રકાશે છે, તે વચને આ પ્રમાણે છે :— 4 અનંત કાળથી પાતાને ધાતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્દભુત વિચારણાનું સ્થળ છે; જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ કાંથી હાય ? -, For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય [ ૯ ] !! અઙીં પ્રથમ જ જીવની અનાદિકાળથી પ્રવાહરૂપે ચાલી આવડી ભૂલ અથવા ભ્રાંતિ બતાવી છે. એ ભૂલને વિચારદશારૂપ એરણ પર મૂકી, સદ્વિવેકરૂપ છીણી દ્વારા અને તેના પર સદ્ગુરુના બોધરૂપ હથોડાના મારથી દેહ અને આત્માની એકતારૂપ ભૂલ ભાંગી જાય છે અને દેહ તથા આત્મા ભિન્ન ભિન્ન પ્રકારે શ્રદ્ધામાં આવે છે. દેહાદિથી ભિન્ન સ્વ-પર પ્રકાશક એવા જ્ગ્યાતિ સ્વરૂપ ” અને “ અટલ અનુભવ સ્વરૂપ ” એવા આત્મા શ્રદ્ધા દર્પણમાં પ્રકાશિત થાય છે. પરતુ તેમ થવાનું કાર્ય. કેટલુ વિકટ છે તે અમે બતાવ્યું છે; અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણુ, અનંત વાર વિદ્યાભ્યાસ, અન ંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્ય પણું પ્રાપ્ત થયુ છે” (૧૬૬) છતાં બ્રાંતિ ટળી નથી; શાસ્ત્રામાં સહસ્રગમે જપ, તપાદિ ક્રિયાઓ ઉપદેશી છે, તે કરવા છતાં ભૂલ ભાંગી નથી અને એમને એમ ચાલી આવી છે. જે પત્રાંક ૨૬૫ માં કાવ્ય દ્વારા જણાવ્યુ છે. (ર ઃઃ “ યમનિયમ સ`જમ આપ કિયા, પુનિ ત્યાગ મિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયે મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય ક્રિયા. મન પૌન નિરોધ સ્વબાધ કિયા, હઠ જોગ પ્રયાગ સુતાર ભયે; For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૦] નિર્વાણમાર્ગનું રહસ્ય જ૫ ભેદ જપ તપ ત્યહી તપે, ઉરસેંહિ ઉદાસી લહિં સબપે. સબ શાસ્ત્રી કે નય ધારી દિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કશું હાથ હજુ ન પેર્યો.” આથી એ સિદ્ધ થાય છે કે “પરિભ્રમણ કરતે જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યું નથી; જે પામે છે તે બધું પૂર્વાનુપૂર્વ છે.” (૧૮૩) અથવા “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બેધ પામે છે. જ્ઞાનીને અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યું નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામે છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.” (૩૫૮). આમ જીવને અનંત કાળથી આટલું બધું કરવા છતાં અને અત્યંત પરિશ્રમ વેઠવા છતાં પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે, તે આશ્ચર્યકારક છે. નિજ સ્વરૂપની આત્મામાં પરિણામરૂપ પ્રતીતિ આવી શકી નથી તેનું શું કારણ હશે? અને તે કેવી રીતે આવે તે ઊંડો વિચાર માગે છે. એટલે જ કૃપાળુ ભગવંતે આ વચને કહ્યા છે કે “આ એક અવાગ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે.” આ વચને અત્યંત ગંભીર આશયવાળાં અને મર્મયુક્ત છે. આત્માની પરિણામરૂપ પ્રતીતિનું કાર્ય ઇન્દ્રિયેના જ્ઞાન દ્વારા For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ નિવણમાર્ગનું રહુસ્ય [૧૧] મન કે બુદ્ધિ (બાહ્ય) થકી કે શાનાં બહુ વાંચન કે શ્રવણથી થતું નથી. મન કે બુદ્ધિ, વાંચન કે શ્રવણ તે કાર્યમાં માત્ર સહાયભૂત થઈ શકે, પરંતુ જે હેતુ સાધ્ય કરવાનું છે તે તેનાથી થાય તેમ બનવું અસંભવિત છે. આ કાર્ય માત્ર વિચારણાથી થઈ શકે અને તે વિચારણા કેવી હોય? તે જણાવવાને અર્થે પરમ કૃપાળુ દેવે બે વિશેષણો આપ્યાં છે. એક “અવાગ્ય” અને બીજુ “અદ્ભુત.” આ બે વિશેષણો વિસ્તારથી અથવા ઊંડાણથી સમજવાની જરૂર છે અને ત્યારે જ મર્મ ખુલ્લે થશે. [, વિચારણા કેવી કરવાની છે? તે કહ્યું કે અવાચ્ય એટલે વચનથી દર્શિત ન થઈ શકે તેવી ગુપ્ત, સહજ અને સ્વાભાવિક, અને અભુત એટલે વિસ્મય પમાડે તેવી, અપૂર્વ તરફ પ્રેરે તેવી, તેવું ક્યારેય ઘણું કરીને ન બન્યું હોય તેવી, અને આશ્ચર્યકારક ફળ પ્રાપ્તિ કરાવે એવી. આ પ્રમાણે ક્યારે બની શકે? તે નિઃશંકતાએ આ સમાધાન આપી શકાય કે આત્મવીર્યની પ્રેરણાથી આત્મામાં પ્રેમનું અવાએ સ્કુરણ થાય ત્યારે. એટલે આત્માની ઓળખાણ આત્માથી જ થાય છે. આત્મા પિતે જ પિતાને પિતા થકી પ્રેમ દ્વારા ઓળખી લે છે. અને તેમ થવામાં પરમ ઉત્તમ નિમિત્ત છે, સપુરૂષ પ્રત્યેનો પ્રેમ. આ પ્રેમની દોરીથી પુરૂષને આત્મા અને પિતાને આત્મા જોડાય છે અને અનંતકાળની ભ્રાંતિ ટળે છે. બાકી અન્ય For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ [૧૨] નિર્વાણમાર્ગનું રહસ્ય પ્રકારથી, વિચારથી કે બુદ્ધિથી, આત્માની ઓળખાણ અને પ્રતીતિ આવી શકતાં નથી. અને તે કારણે કૃપાળુ ભગવંત હવે પછીનાં વચને સુંદર શૈલીમાં અસરકારક રીતે પ્રકારે છે કે – જ્યાં અતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ કયાંથી હોય? 9 આત્મ સ્વરૂપના ગુપ્ત સ્થળે પહોંચી તેની માત્ર ઝાંખી કરવાની શક્તિ જ્યારે બુદ્ધિમાં નથી, અર્થાત્ જે સ્થળે મતિની ગતિને પહોંચવા અસમર્થતા છે, ત્યાં વચન, જે સ્થૂલ છે, તેની શક્તિ ક્યાંથી હોય? બુદ્ધિ અને વિચાર જે અતિ સૂક્ષ્મ છે અને ઘણે દૂર સુધી પહોંચવાના બળવાળાં છે, તેમ છતાં તે આ અગમ્ય અને અગેચર સ્થળે જઈ શકતા નથી, તે પછી તેનાથી સ્થૂળ–અતિ સ્થળ-એવાં જે વચન તે ક્યાંથી પહોંચી શકે? આથી તે ગુપ્ત સ્થળે એટલે આત્મસ્વરૂપની ઊંડી ઊંડી ગુફાના સ્થાનકે પહોંચવા માટે, આત્મજ્ઞાન અને આત્મદર્શનથી માંડી ઠેઠ અનંત સુખ સ્વરૂપ એવા નિર્વાણ સુધીના ઉત્તમોત્તમ કર્તવ્યરૂપ કાર્યની નિઃશંક સફળતા માટે અચૂક ઉપાય હવે પછી સાત બેલથી શ્રી ભગવંત પરમ અનુગ્રહતાથી જણાવે For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય [ ૧૩ ] છે. એ સાત અદ્ભુત ખેલને વિસ્તારથી સમજવાના યત્ન કરીએ એ પહેલાં, પરમકૃપાળુ દેવે કહ્યું તેમ ઃ— ૬ એ સઘળાંનું કારણ કોઇ વિદ્યમાન સત્પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. "" એ વચનાને યથાતથ્ય સમજવાના, તેની યથાર્થતા સિદ્ધ કરવાના અને તેનું રહસ્ય જાણવા માટેના પ્રયાસ કરીએ; કેમ કે તે વાત ખૂબ ખૂબ અગત્યની છે અને કલ્યાણના પ્રારભ માટે સમજવી અત્યંત આવશ્યક છે. “ એ સઘળાંનુ કારણ ” એટલે નિર્વાણના અર્થે ઉપદેશેલા સાત ખેલની સાચી સમજણ, સાચી શ્રદ્ધા અને સાચા આરાધનનું કારણ “ એક વિદ્યમાન સત્પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. ’ ' પરમા માના મમ: કલ્યાણુપ્રાપ્તિને જે માર્ગ છે અને તેનુ જે રહસ્ય છે તે શાસ્ત્રવાટે મળી શકતાં નથી. “ શાસ્ત્રમાં માગ કહ્યો છે, મમ કહ્યો નથી. મ તા સત્પુરૂષના અંતરાત્મામાં રહ્યો છે. ” (૫૮). ૮ ૮ ધર્મ ’ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશે ધનથી મળવાની નથી. અપૂર્વ અંતર્ સંશાધનથી તે પ્રાપ્ત થાય છે. ' For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ [૧૪] નિર્વાણમાર્ગનું રહસ્ય તે અંતર્ સંશોધન કેઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે” (૪૭), “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે : મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ... અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તે પણ પિતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતર્ મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” (૨૦૦) પરમ કૃપાળુ દેવે માર્ગને જે મર્મ છે, તે અહીં આ પત્રમાં પ્રગટપણે ખુલે કરી બતાવ્યું કે “માર્ગને પામેલે માર્ગ પમાડશે” (૧૬૬). આથી એમ જણાવ્યું કે જીવને પરમાર્થમાર્ગમાં પ્રવેશ એક વિદ્યમાન પુરૂષની પ્રાપ્તિથી અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધાથી થાય છે અને પ્રગટ કરેલા રહસ્ય ઉપર કૃપાળુ દેવે પિતાને વચનામૃતમાં ઠેર ઠેર ભાર દીધું છે, જેથી તે રહસ્ય જિજ્ઞાસુ પુરૂષના લક્ષમાં આવે અને અનંતકાળની ભ્રાંતિ ટાળવા માટે સદુપાય કરે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર”માં ધર્મને મર્મ બતાવતાં કૃપાળુ દેવ પ્રકાશે છે કે – ન “ છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ, નહીં ભક્તા તું એને, એ જ ધર્મને મર્મ. એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મેક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તં. અવ્યાબાધ સ્વરૂપ. - For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૫ ] શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયં તિ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તે પામ. ” અર્થાત્ જીવને દેહાધ્યાસ છૂટે તે તે કમને કત કે ભક્તા થતું નથી અને તે કારણે જુનાં કર્મોની નિર્જરા થાય છે ને નવિન કર્મને બંધ થતું નથી, તેથી જીવ કર્મોથી વિમુક્ત થાય છે અને આથી એ જ ધર્મને મર્મ છે. ત્યારે અહીં દેહાધ્યાસ કેમ છૂટે તેનું રહસ્ય અથવા માર્ગને મર્મ જણાવ્યા છે. આવું અદ્ભુત, પરમ કલ્યાણકારક માર્ગદર્શન આપીને જીવ પર અસીમ કરણ કરીને પરમ ઉપકાર કર્યો છે. તેમણે ગુપ્તભેદ પ્રગટ કરતાં “કઈ વિદ્યમાન પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા” ઉપર ખૂબ ભાર મૂક્યો છે, તેથી તે પર વિચાર કરીએ. વિદ્યમાન પુરૂષની જરૂર શા માટે છે? માર્ગની પ્રાપ્તિની ઇચ્છાવાળા જિજ્ઞાસુ માટે એક આવશ્યક અંગ તરીકે પ્રત્યક્ષ વિદ્યમાન પુરૂષ કે જ્ઞાની પુરૂષને આશ્રય કર્તવ્યરૂપ છે એ સિદ્ધાંત પરમ કૃપાળુ દેવે પ્રતિપાદન કર્યો છે, તેના કારણમાં તેમનાં જ વચને જોઈએ. પત્રાંક પર૭ માં શ્રી માકુભાઈ તરફથી એક પ્રશ્ન આવેલ તે શ્રી ભાગભાઈને જણાવી તેને ઉત્તર શ્રી ભાગભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ બંને વિચારીને સવિસ્તર લખે એમ કહ્યું. તે વચને આ પ્રમાણે છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬. નિર્વાણમાગ નું રહસ્ય “ શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવત્યુ છે, તેઓ વધારે ઉપકારી ? કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અતિથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદ્ગુરુ વધારે ઉપકારી ? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલા વિચાર રહે છે કે મહાવીરસ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરૂષ આત્મજ્ઞ-સમ્યક્દિષ્ટ છે, અર્થાત્ મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્ગુરુની ભક્તિ કરે એ એમાં હિતયેાગ્ય વિશેષ કાણુ કહેવા યેાગ્ય છે? તેના ઉત્તર તમે મને વિચારીને સવિસ્તર લખશેજી. ” (૫૨૭) આ પ્રશ્નના ઉત્તર મળ્યે હેાય તેવુ વચનામૃતમાંથી જાણી શકાતું નથી. તેથી ખીજા' વચના જોઇએ. te પૂર્વે થઈ ગયેલા અન'ત જ્ઞાનીએ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનાં દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હેાય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હાય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીના કળશે। અત્રે હાય તા તેથી તૃષા છીપે, ” (૪૬ ૬) ,, ઃઃ “ જીવ પેાતાની કલ્પનાથી ક૨ે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનુ ક'ઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૭] જ્ઞાની પુરૂષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.” (૪૬) પૂર્વે થઈ ગયેલા મોટા પુરૂષનું ચિંતન કલ્યાણકારક છે તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું, પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જેગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સપુરૂષ છે મેક્ષે ગયા છે એવા (અહંતાદિક) પુરૂષનું ચિંતન ઘણું કાળે ભાવાનુસાર મેક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરૂષને નિશ્ચય થયે અને યોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે.” (૨૪૯) “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર છે? સમજ્ય જિન સ્વરૂપ. પ્રત્યક્ષ સદ્ગુરુ વેગથી, સ્વછંદ તે રેકાય અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. સ્વચ્છેદ મત આગ્રહ તજી, વતે સદ્દગુરુ લક્ષ સમતિ તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર) For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮] નિર્વાણમાર્ગનું રહસ્ય “બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનને આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બેધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાના અર્થે જ્ઞાની પુરૂષને આશ્રય મુખ્ય સાધન છે અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે, નહીં તે જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે. તે પછી પિતાની મેળે અનાદિથી બ્રાંત એવા જીવને સદ્ગુરુના વેગ વિના નિજ રવરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય? નિજ સ્વરૂપને દઢ નિશ્ચય વર્તે છે તેવા પુરૂષને પ્રત્યક્ષ જગદ્ વ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગે પ્રાપ્ત કરાવે છે, તે પછી તેથી ન્યૂન દશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે? પિતાના વિચારના બળે કરી, સત્સંગ સક્શાસ્ત્રને આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગ વ્યવહાર વિશેષ બળ કરે છે. અને ત્યારે વારંવાર શ્રી સદગુરુનું માહાસ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.” (પ૭૫). જ્ઞાની પુરૂષને સત્સંગ થયે અને તેના માર્ગને આરાધ્ય જીવને દર્શન મેહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે.” (૫૪૮). પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (1) તે (156). For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણુમા નું રહસ્ય [ ૧૯ ] પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમ મડાખ્યા ગોપાંગનાએ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરજન અને નિર્દે હુરૂપે ચિંતવ્યે જીવને એ લય આવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માના સાક્ષાત્કાર થયે છે, એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનુ' પરમ કારણ છે. તે જ્ઞાની પુરૂષનાં સર્વાં ચારિત્રમાં ઐકયભાવના લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માના ઐકયભાવ હાય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરૂષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અતર માને છે, તેને માની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તે પરમાત્મા જ છે અને તેની ઓળખાણુ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા ચેાગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્માની ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી એવા શાસ્ત્ર લક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયે છે એમ જ જ્ઞાની પુરૂષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિ રૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યા છે; અધિક શુ કહેવુ' ? જ્ઞાની તી કર દેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચ પરમેષ્ટિ મત્રમાં “નમે અરિહંતાણું ” પદ્મ પછી સિદ્ધને નમસ્કાર કર્યાં છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરૂષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. (૨૨૩) For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૦] નિર્વાણુમા નું રહસ્ય ઉપરનાં સં વચનેને પક્ષપાત રહિતપણે, પૂર્વે બધાચેલ આગ્રડના ત્યાગ કરીને, નિળ ચિત્તથી વિચારતાં સિદ્ધ થશે કે આત્મ કલ્યાણ અર્થે પ્રત્યક્ષ, વિદ્યમાન, દિવ્ય મૂર્તિ દેહધારી ભગવાનરૂપ સત્પુરૂષ કે જ્ઞાની પુરૂષને સમાગમ યાગ જરૂરી છે અને તેમની ભક્તિ પરમ આવશ્યક છે. એવા રૂડા પુરૂષના પ્રત્યક્ષ સમાગમ ન હેાય અને ભક્તિ ન હાય તા જીવને માર્ગોની પ્રાપ્તિ થવી સંભવતી નથી. પરમકૃપાળુ દેવ પત્રાંક ૭૭૧માં અતિ સ્પષ્ટપણે જણાવે છે. તે પત્રના છેલ્લા પારામાં સમકિતની પ્રાપ્તિ સબંધે અતિ અતિ બળવાન, સુંદર, ભાવવાહી શબ્દોથી જણાવ્યુ` છે; વચનશૈલી અદ્ભુત, આત્માને ઝડપથી સ્પર્શે અને પકડે તેવી વિના પ્રયાસે આત્મામાંથી નીકળી છે; જ્યાં વિષય અત્યંત ઉપકારી હેાય ત્યાં વાણીનું પ્રકાશવું પણ તેવુ હોય જ. આ પારાના છેડે જે વચના છે તે આ પ્રમાણે છે :— “ તથારૂપ પુરૂષના પ્રત્યક્ષ યાગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરૂષનાં વચનરૂપ શાસ્ત્રાથી કોઈક પૂર્વે આરાધક હાય એવા જીવને સમિત થવુ સંભવે છે; અથવા કોઈ એક આચાય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સમિત પ્રાપ્ત કરાવે છે. ” (૭૭૧) આ વચનેથી નિયમ એ ખતાબ્યા કે પરણા માગ ની પ્રાપ્તિ તથારૂપ પુરૂષના પ્રત્યક્ષ યાગથી થાય છે; અથવા કોઈ જીવ પૂર્વના આરાધક હેાય એટલે પૂર્વભવમાં તેને કઈ તેવા For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૨૧] પુરૂષને સમાગમ ભેગા થયે હોય, આશ્રય ભક્તિ કરી હોય પરંતુ કેઈ પ્રમાદ, મરણ આદિ કારણથી કાર્ય પૂર્ણ ન થયું હોય, તેવા જીવને બીજા ભવમાં પ્રત્યક્ષ સરુના યેાગ વિને તે જ પુરૂષનાં વચનરૂપ શાથી સમકિત થવું સંભવે છે. આમ બને તે પણ પ્રતિપાદિત સિદ્ધાંત હાનિને પામતે નથી. કેમ કે પૂર્વભવમાં એક વાર તેને તેવા પુરૂષને યોગ થયે જ હતું અને ત્યારપછીના બીજા ભવમાં સદ્દગુરુના સમાગમ અને આશ્રયની ઇચ્છા છતાં તેમાં સફળતા ન મળી. હવે ત્રીજા પ્રકારમાં કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કેઈક જીવને સમતિ પ્રાપ્ત કરાવે છે. આ વચને અત્યંત સ્પષ્ટ હેઈ સમજી શકાય તેવાં છે. ' - પરમકૃપાળુ દેવે માર્ગને મર્મ બતાવતાં વિદ્યમાન પ્રત્યક્ષ સપુરૂષ કે જ્ઞાની પુરૂષના સમાગમ અને આશ્રયભક્તિ ઉપર અત્યંત ભાર મૂક્યાનું કારણ સહજ વિચારથી લક્ષગત થઈ સમજાય તેવું છે. પોતે પૂર્વભવમાં શ્રી મહાવીર પ્રભુના શિષ્ય હતા ત્યારે તેમણે આ વાત જાણી હતી તેમ પ્રગટ અનુભવી હતી અને આ ભવમાં જાતિસ્મરણ જ્ઞાનના ઉઘાડથી તેની સ્મૃતિ તાદ્રશ્ય થઈ હતી, અને તેથી જ જીવન નિજકલ્યાણાર્થે આ પરમ રહસ્ય ભારપૂર્વક દર્શિત કરી પરમ ઉપકાર કર્યો છે. આ પરમ હિતકારી સિદ્ધાંત સંબંધે કેઈને કિંચિત્ માત્ર અંદેશે કે આશંકા ન રહે તે હેતુએ પરમ કૃપાળુ દેવે પિતાને અનુભવ દષ્ટાંતરૂપે કહ્યો છે. જુઓ, આ રહ્યાં તે વચને– For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ [૨૨] નિર્વાણમાર્ગનું રહસ્ય ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરૂષનાં ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત્યવરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્ય છે; સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિને એ જ માગે છે. સર્વ શાસ્ત્રોને બંધ લક્ષ જોવા જતાં એ જ છે. 9 (૧૯૪) સર્વ શાને બોધ લક્ષ એ છે એની પ્રતીતિ માટે સૂત્રના આધારે હવે અમૂલ્ય વચને પ્રકાશે છે. જેથી આ સ્વતંત્ર પિતાને અભિપ્રાય છે એ જે જીવને ભાવ આવે તે તેની યથાગ્ય નિવૃત્તિ થાય. “સૂયગડાંગ સૂત્રમાં કાષભદેવજી ભગવાને જ્યાં અઠાણું પુત્રને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે : હે આયુષ્યમાન ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું ? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરૂષનું કહેવું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડા પ્રકારે કરી તે ઉઠાવ્યો નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૨૩] સુધર્માદવામી જંબુસ્વામીને ઉપદેશે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા શ્રી મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે : ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરૂષે માર્ગ પામીને મેક્ષપ્રાપ્ત થયા. આ એક સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે. आणाए धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. ( આચારાંગ સૂત્ર ) (૧૯૪) યાદ હશે કે આ વિવેચન નીચેનાં વચને પર ચાલે છે - એ સઘળાનું કારણ કેઈ વિદ્યમાન પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.” - તેમાં “એ સઘળાં પરત્વેની સમજણ અપાઈ ગઈ છે. તથા માર્ગની પ્રાપ્તિ વિદ્યમાન. સજીવન મૂર્તિ પુરૂષ કે જ્ઞાની પુરૂષના નિમિત્તથી શા માટે છે તે પણ સવિસ્તર જણાવાયું છે. હવે “કેઈ” વિશેષણ સંબંધે સમજણ લઈએ, “કોઈ એટલે અમુક જ નહીં પણ જે કાળે જે ક્ષેત્રે તથા રૂપ દશાને પ્રાપ્ત થયેલા ગમે તે સપુરૂષ કે જ્ઞાની પુરુષ વિદ્યમાન હોય તેમાંના ગમે તે, એમ કહેવાને સ્પષ્ટ અંતર આશય છે. જ્ઞાની પુરૂષની વાણી એકાંતને ગ્રહણ કરાવવાવાળી ક્યારે પણ ન હોય. માત્ર શ્રી તીર્થંકર પ્રભુના હૃદયમાં જે ત્રિકાળી સત્ય For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] નિર્વાણમા નું રહસ્ય સિદ્ધાંત હાય તે બતાવનારી અને સને એકાંત હિતકારી થાય એવી જ હાય અને એમ જ છે, કોઈ જ્ઞાની એક જ્ઞાનીના પક્ષ ગ્રહીને અનંત જ્ઞાનીઓની આશાતના થાય તેવું ત્રણ કાળમાં કરે નહીં; તેવું તેા અજ્ઞાનીના સંબંધમાં અનવું સવિત છે; વળી અજ્ઞાની અનંત જ્ઞાનીઓની આશાતના થવારૂપ દોષ થાય છે તે ઘણું કરીને જાણતા પણ હોતા નથી. પરમાર્થીની ઇચ્છાવાળાએ તેવા દોષથી અવશ્ય ખચવુ. સત્પુરૂષ અને જ્ઞાની પુરૂષ : જેની પરમા હેતુએ પ્રાપ્તિ આવશ્યક છે, તેની આત્મદશા કેવી હાય, તેનાં લક્ષણા કેવાં હેાય તે જાણવુ જરૂરી અને છે. તેા તે સંબધે પરમ કૃપાળુ દેવે પાતે જ જે સમજાવ્યુ છે તે જોઇએ : “ સત્પુરૂષ એ જ કે નિશદિન જેને આત્માના ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવુ જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. ” (૭૬) ,, “ એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સ સમાધિ તેનું સત્પુરૂષ જ કારણ છે; આટલી બધી સમતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગ નથી, ગારવ નથી એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરૂષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ. ” (૨૧૩) For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫ ] નિર્વાણુમાર્ગનું રહસ્ય હવે જ્ઞાની પુરૂષ સંબંધે કહેલાં વચને જોઈએ. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે” તે જ્ઞાની પુરૂષ, (૧૪) “આત્માને વિષે વતે છે એવા જ્ઞાની પુરુષ સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તે એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે. સુખદુઃખ હર્ષ શેકાદિને વિષે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કેઈ આશ્રય કે અવલંબન નથી. તેને સાતા અસાતામાં કંઈ કઈ પ્રકારે રાગદ્વેષાદિ કારણ નથી, તે બંનેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે.” (૩૭૩) “મેહભાવ ક્ષય હેય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત. સકળ જગત તે એકવન્, અથવા રવપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.” (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર) સપુરૂષ અને જ્ઞાની પુરુષ વચ્ચે જે ભેદ છે તે માત્ર મેહનીય કર્મના ક્ષપશમની તરતમતાને લીધે ઉત્પન્ન આત્મદશાની અપેક્ષાએ છે. સાતમા ગુણસ્થાને ઠીક આગળ વધી સત્પષનું પદ પ્રાપ્ત કરે ત્યારથી કેવળી થાય ત્યાં સુધીની દશામાં સ્થિત એ સર્વ પુરુષ કહેવાય છે. છઠું ઉત્કૃષ્ટ પહોંચ્યા For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] નિર્વાણુમા નું રહસ્ય હાય અને સાતમા ગુણરથાનમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હાય અથવા સાતમામાં પ્રવેશ કર્યાં હોય અને આગળના વિકાસ સાધ્યા ન હોય તે જ્ઞાની પુરુષ, પરમકૃપાળુ દેવનાં વચનામૃતની અંદર જ્યાં જ્યાં જ્ઞાની અથવા જ્ઞાનીપુરુષ, શબ્દ વપરાયા છે ત્યાં ત્યાં તે અહીં જણાવ્યા તે અથ માં છે : ચેાથા અથવા પાંચમા ગુણસ્થાને વતા જ્ઞાની સ'અ'ધની વાત સમજવી. એવા સત્પુરૂષ કે જ્ઞાની પુરૂષની પ્રાપ્તિ કેવી રીતે થાય ? પરમ કૃપાળુ દેવે આદેશ આપ્યા કે “ બીજુ કંઈ શેાધ મા, માત્ર એક સત્પુરુષને શેાધીને તેનાં ચરણ કમળમાં સર્વ ભાવ અણુ કરી દઈ વાઁ જા. પછી જો મેાક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.... એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સ ઈચ્છાને પ્રશ'સવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મેક્ષે જઈશ. ” ( ૭૬ ) અહીં જે શેાધવાનું કહ્યું તે વન, ઉપવન, જગલ કે ગિરિ ગુહામાં ભમી ભમીને શેાધ કરવાનુ નથી કહ્યું અને તેમ થઈ શકવું કે થવું અત્યંત કઠણ છે. વળી એવા સત્પુરુષ કે જ્ઞાની પુરુષ પૂના પ્રારબ્ધાદયે ગૃહસ્થદશામાં હાય તા તે કાય અત્યંત અત્યંત કઠણ બની જાય છે. તેથી અહીં જે શેાધ કરવા માટેના આદેશ છે તેના અર્થ એમ જણાય છે ને ઘટે છે કે તેવા તથારૂપ પુરૂષની પરિચયથી ઓળખાણુ કરવી; For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૨૭] અને ઓળખાણ થયે સર્વસ્વ અર્પણ કરવું. આ ઓળખાણ કંઈક ઊંચે આવેલ આત્માથી થાય છે. વળી કૃપાળુ દેવ અનેક સ્થળોએ જણાવે છે તેમ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થવું બહુ વિકટ છે. તેથી તેવી યથાર્થ ઓળખાણ થાય તે હેતુએ તેમણે નિમિત્તો બતાવ્યાં છે. પણ જ્ઞાનદશા અથવા વીતરાગ દશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાને વિષય નથી. અંતરાત્મ ગુણ છે અને અંતરાત્મપણું બાહ્ય જીના અનુભવને વિષય ન હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કેઈક જીવ સત્સમાગમના યેગથી, સહજ શુભ કર્મના ઉદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે; તથાપિ ખરેખરૂં ઓળખાણ તે દઢ મુમુક્ષતા પ્રગટ, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમે, જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે.” (૬૭૪) મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.” (૨પ૪) આ વચને ઊંડા, અર્થગંભીરતાયુક્ત અને અનુભવે સમજાય તેવાં છે. આ પરથી જણાશે કે જ્ઞાની પુરુષની ઓળખાણ જીવની યથાતથ્ય ગ્યતા આવવાથી થાય છે, એટલે કે સર્વ પ્રથમ તેના સહજ પૂર્વના શુભ કર્મને ઉદય થાય, તેના પરિણામે For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨૮] નિર્વાણમાર્ગનું રહસ્ય તેના અંતરમાં મુમુક્ષતા (જેની વ્યાખ્યામાં, સર્વ પ્રકારની મહાસક્તિથી મુંઝાઈ એક મોક્ષને અર્થે યત્ન કરવાની તીવ્ર વૃત્તિ) પ્રગટ થાય અને પછી તે ભાવ કે વૃત્તિને લીધે સત્સંગ ને સત્સમાગમનું આરાધન કરવાનું થાય અને સત્સમાગમમાં નિર્વાણમાર્ગને ઉપદેશના વચને શ્રવણ થાય ત્યારે તેના ઉલ્લસિત આત્માનું ગુપ્ત અનુસંધાન જ્ઞાની પુરુષ કે પુરુષના પવિત્ર આત્મા સાથે થતાં તે જ્ઞાની પુરુષને ઓળખી લે છે. પત્રક ૨૫૪માં કહ્યું કે મુમુક્ષુનાં નેત્રે મહાત્માને ઓળખી લે છે, તે સત્ય છેતે જેને અનુભવ થયે છે, તે તેને સાક્ષી છે. પુરુષની સપુરુષતા તેમની નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે, તેમનાં વચનમાંથી નીતરતી પ્રેમ અને કરુણાની અમીરસધારા, વચને પ્રકાશતા હોય તે વેળાએ તેમની પરમ ઉદાસીનતા અને ગંભીરતા, પિતાના પ્રગટેલા ઉત્કૃષ્ટ ગુણો અંતરમાં શમાવી દીધા છે. એવી તેમની મુખમુદ્રા પર અંક્તિ થયેલી છાપ મુમુક્ષુને દષ્ટિગોચર થાય છે અને તેથી તેનામાં પ્રેમ અને શ્રદ્ધા ગુણ પ્રગટીને ખીલતા જાય છે. આ પરથી સમજાશે કે મક્ષ દુર્લભ નથી પણ દાતા દુર્લભ છે. અર્થાત્ એવા સપુરુષ કે જ્ઞાની પુરુષની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તે પ્રાપ્તિને અભાવ રહે ત્યાં સુધી દ્રઢભાવે પ્રાપ્તિની અને આશ્રય ભક્તિની ભાવના ભાવવી, પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તવું, પિતાને વિષે લઘુપણું રાખવું, પિતાના દોષ દેખાય તેવી અપક્ષપાત બુદ્ધિ રાખી તેની નિવૃત્તિ કરવા પ્રયત્ન For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૨૯] કરવા અને સરળતાના ગુણને આગળ રાખી વર્તન કરવી. આના ફળ રૂપે પિતાની વિશેષ ગ્યતાને અને નિરંતરની જ્ઞાની પુરૂષની આશ્રય ભક્તિની ભાવનાને લીધે પુરૂષને કે જ્ઞાની પુરૂષને વેગ સહજા સહજ આવીને મળશે: ભાવના જેટલી બળવાન અને હૃદયના નિશ્ચયભાવથી થયેલી હશે તેમ પ્રાપ્તિને ગ શીવ્રતાએ થશે. જેવી ભાવના તેવું ફળ એ અટલ સિદ્ધાંત જેમ અન્ય સ્થળોએ તેમ અહીં કાર્યકારી થાય છે. સપુરૂષની પ્રાપ્તિ થયા પછી તેમના પ્રત્યે અવિચળ શ્રદ્ધા કરવી એવા તથારૂપ પુરૂષની પ્રાપ્તિ અને ઓળખાણ થયા પછી મુમુક્ષુનું પરમ હિતકારી કર્તવ્ય એ છે કે તે પુરૂષમાં અડલ, અવિચળ શ્રદ્ધા કરવી. એ શ્રદ્ધા એવી હોવી ઘટે કે કેઈના ડગાવ્યા ડગે નહીં, ચળાવ્યા ચળે નહીં. પરંતુ સ્વાત્માથી ઉત્પન્ન થયેલ શ્રદ્ધામાં સ્થિર રહે એટલું જ નહીં પણ તે પુરૂષનાં વ્યવહારથી દેખાતા અસત્ય વચનને સત્ય માને. દષ્ટાંત તરીકે પ્રકાશિત દિવસ હોય તેમ છતાં જ્ઞાની પુરૂષ એમ કહે કે રાત્રિ છે અથવા ઘોર અંધકાર છે, તે તે વાત મુમુક્ષુ શિષ્ય કોઈ પણ શંકાને ભાવ ન કરતાં સ્વીકારે છે, અને જ્યારે તે પુરૂષ શિષ્યને પૂછે છે કે “ પ્રત્યક્ષ દિવસ છે, છતાં અમે કાં કે અધિકાર છે તે તે તેને સ્વીકાર શા પરથી કર્યો? ત્યારે અવિચળ શ્રદ્ધાવાન શિષ્ય ઉત્તરમાં કહે કે, “હે પરમ છે. અને આપનામાં ને આપનાં વચનમાં જેટલી શ્રદ્ધા છે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ [૩૦] નિર્વાણમાર્ગનું રહસ્ય તેટલી મારાં નયનનાં કાર્યમાં નથી. હવે કૃપા કરી આપનાં વચનને પરમાર્થ આપ જ સમજાવે. ત્યારે પરમાર્થ પ્રગટ કરતાં જ્ઞાની પુરૂષ કહે છે કે, “જે, સર્વત્ર છે મિથ્યાત્વ રૂપી અંધકારમાં રહીને સ્વચ્છેદે પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આ અજ્ઞાનરૂપી અંધકાર દેખીને મેં તને ઉપરનાં, વ્યવહારથી અસત્ય છતાં પરમાર્થથી સત્ય એવાં વચને કહ્યાં.” તે સાંભળીને શિષ્ય ખૂબ પ્રસન્ન ચિત્ત થયે. સંક્ષેપમાં શ્રદ્ધાનું સ્વરૂપ આવું હોવું ઘટે છે તેમ અહીં કહેવાને ગંભીર આશય છે અને તે પરમ ઉપકારી છે. નિર્વાણુ માર્ગ માટેના સાત બેલ : શરૂમાં પત્ર આપ્યું છે, ત્યાં સાત અદ્ભૂત બેલ કહ્યા છે, જેના હૃદયપૂર્વકના શ્રદ્ધાયુક્ત આરાધનથી નિર્વાણ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી તે બેલ સંબંધે વિચારણા કરી તેની યથાર્થતા સમજી લઈએ. તેમાં પ્રથમના બે બેલ – (૧) નિરંતર ઉદાસીનતાને કમ સેવવો. (૨) પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું. સાતે બેલમાં આ બે બેલ મુખ્ય છે, કેમ કે તે બેના આરાધનથી નિર્વાણની પ્રાપ્તિ હોય છે. બાકીના પાંચ બેલ છે તે આ બંને વિસ્તાર છે અને તે બંનેને ટેકારૂપ એટલે સહાય કરનાર છે; વૃત્તિમાં શિથિલતા ન આવે અથવા પડવાનું ન બને તેવા અત્યંત કલ્યાણકારી શુભ હેતુએ તે પાંચ બોલ પ્રકાશ્યા For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૩૧] છે, જે જીવની વિચારશક્તિ તીક્ષણ હોય અને ડું કહેવાથી ઝાઝું સમજી શકે તેવી હોય, તે તે પાંચ બેલને જૂદા કહેવાની આવશ્યકતા ન રહે; પરંતુ આ કાળ અને આ ક્ષેત્ર આજે હીન અવસ્થાથી ગ્રસિત છે અને જીવનું વિચારબળ યથાયેગ્યપણે પ્રવર્તતું નથી તેથી તેને થડે વિસ્તાર કર્યો છે અને આ સાત બેલથી કહેવા છતાં દરેક જીવ પરમાર્થને બરાબર સમજશે એમ નિશ્ચયથી કહેવું કઠણ છે, કેમ કે સત્યપરમાર્થને સમજનાર જ અલ્પ સંખ્યામાં હેવા સંભવિત છે. પરમાર્થ માર્ગની પ્રાપ્તિને મૂળ પાયે છે વૈરાગ્ય અને ઉપશમ અથવા સમ્યક્દશાનાં પાંચ લક્ષણો–શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા છે. આ પાંચ લક્ષણ–આ બે બોલમાં કેવી રીતે ગર્ભિતપણે સમાય છે, તે જોતાં પહેલા પ્રથમ તેની વ્યાખ્યા જે પરમકૃપાળુ દેવે કહી બતાવી છે તે જોઈએ. કોધાદિક કષાયેનું સમાઈ જવું, ઉદય આવેલા કષામાં મંદતા થવી, વાળી લેવાય એવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ”. મુક્ત થવા સિવાય બીજા કેઈપણ પ્રકારની ઈચ્છા નહીં. અભિલાષા નહીં તે “સંવેગ”.” “જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણુ થઈ, અરે જીવ! હવે ભ એ “ નિવેદ “માહાસ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા’–‘આસ્થા”, ” For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ [૩૨] નિર્વાણમાર્ગનું રહસ્ય તે સઘળાંવડે જીવમાં સ્વાત્મ તુલ્ય બુદ્ધિ તે અનુકંપાર.” (૧૩૫) અને હવે “ઉદાસીનતા” અને “ભક્તિ શબ્દોના અર્થ અને ભાવને સમજીએ. ઉદ્ એટલે ઉપર અથવા ઊંચે અને આસન એટલે બેસવું. તેથી ઉદાસીનતા એટલે મનની ઉપર બેસવું અર્થાત્ જગત પ્રત્યેની કઈ રુચિઓ, વૃત્તિઓ આત્મામાં ન ઉઠવી તે. “સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા.”(૭૭) જહાં રાગ અને વળી શ્રેષ, તહાં સર્વદા માને કલેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ.” (૧૦૭) એથી સ્પષ્ટ થશે કે જ્યાં સંસાર સંબંધે રાગ દ્વેષની પરિણતિ વર્તતી નથી અને આત્મા તે ભાવથી પર રહે તે ઉદાસીનતા; અથવા જેટલે અંશે તે ભાવથી પર રહેવું એટલે આત્માથી ન જોડાવું, તેટલે અંશે ઉદાસીનતા. આ ઉદાસીનતા પહેલાની અવસ્થામાં વૈરાગ્ય અર્થાત વિરાગતા અવશ્ય હોય છે અને વિરાગતા જે પ્રમાણમાં હોય, તે પ્રમાણમાં “શમ” એટલે ઉપશમભાવ હોય; આથી સિદ્ધ થયું કે ઉદાસીનતા કહેતાં જ વૈરાગ્ય અને ઉપશમ તેમાં આવી જાય છે. આત્મિક વિકાસને કેમ આ પ્રમાણે છે: વિરાગતા, For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય [33] ઉદાસીનતા અને વીતરાગતા. પહેલુ' બીજાનુ' કારણુ છે અને આજી ત્રીજાનુ` કારણ છે, માટે જ અહીં પરમ કૃપાળુ દેવે નિર'તર ઉદાસીનતાના ક્રમ સેવવા એ ઉપદેશ કર્યાં. હવે આ વૈરાગ્ય એટલે જ સંસાર પ્રત્યેના અરૂચિભાવ અથવા અનાદિની સ’સારસુખ પ્રત્યેની વાસનાનુ' મંદપણુ', જેને શાસ્ત્રીય ભાષામાં નિવેદ” કહે છે. અને આ કહી તેવા પ્રકારની વાસનાનુ મંદ થવાનું કારણ ખીજા કોઈ સાચા વાસ્તવિક સુખ પ્રત્યેનું લક્ષ અને શ્રદ્ધા છે, જે સત્પુરૂષના સમાગમે અને ઉપદેશ વનાના શ્રવણથી આવે છે. પરમ કૃપાળુએ બીજા ખેલમાં સત્પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવાનું કહ્યું, ત્યાં પ્રથમ તે તેમની સાચી ઓળખાણ થાય અને શ્રદ્ધા આવે કે આ પુરૂષ સાચા છે અને પછી તેમનાં વચનાની પ્રતીતિ થાય કે સ`સારસુખની માન્યતા છે તે બ્રાંતિ છે અને જે આત્મિક સુખ છે તે સત્ય છે, આથી અત્યાર પર્યંતના આત્માના પરિભ્રમણ માટે ‘અનુકપા’ આવે અને છૂટવાના ભાવ થાય અર્થાત્ મેાક્ષની અભિલાષા પ્રગટે તે સવેગ 5 છે. આમ આ બે એલમાં સમ્યક્ દશાન પાંચે લક્ષણા ગુપ્તપણે સમાવેશ પામે છે. તેથી આ ધ કેવળ શાસ્ત્ર અનુસાર છે અથવા જે તીર્થંકર પ્રભુએ ધર્મ પ્રરૂપ્યા છે, તે જ છે, કાંઈ ફરક નથી, ન્યૂનાધિકતા નથી. • શ્રી જિનદેવે સમ્યક્દન, સમ્યક્જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને મોક્ષમાગ કહ્યો છે અથવા બીજા શબ્દોમાં કહીએ તેા અજ્ઞાન ટાળી રાગ દ્વેષના ક્ષય કરવા તે મેાક્ષના માગ છે. તે ઉપાયને અત્રે પ્રથમના એ એલથી જણાવ્યા છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય 66 જીવ પેાતાને ભૂલી ગયે છે, અને તેથી તેને સત્ સુખના વિયેાગ છે એમ સ ધ સમ્મત કહ્યું છે. [ ૩૪ ] * પેાતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશ ́ક માનવુ “ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઇએ એ સ્વાભાવિક સમજાય છે. છતાં જીવ લેક લજ્જાદિ કારણેાથી અજ્ઞાનીના આશ્રય છેડતા નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. “ જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વવુ' એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે, પાતાની ઇચ્છાએ પ્રવતાં અનાદિ કાળથી રખડ્યો. “ જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સ‘ભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિના ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.... 66 “ શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઇએ. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ” (૨૦૦) For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૩૫] જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિના બોધને આત્મામાં ઉતારી તેમની આજ્ઞાપૂર્વક, આ કહ્યા તે વચનોનું સ્મરણ કરે તો તેમાં બતાવેલ ફળ મળે. તે વચને છે – હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કેઈપણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષને ક્ષય થાય.” (૬૯૨) ઉપરનાં વચનોથી અજ્ઞાન, રાગ અને દ્વેષ કેમ ટળે તે કહ્યું, અને તે આ બે બોલથી કેવી રીતે સિદ્ધ થાય છે તે સમજવું કઠિન નથી, છતાં સંક્ષેપથી કહીએ. પહેલા બોલમાં “નિરંતર ઉદાસીનતાને કમ સેવ” એમ કહેવાથી રાગ દ્વેષની પરિણતિ અનુક્રમે ઘટાડતા જવાનું સૂચવ્યું, જેથી આત્મા સમ પરિણામી અને સ્થિર સ્વભાવવાળો થતો જઈ શુદ્ધ થાય. બીજા બોલમાં “સપુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું” એ કહ્યું, ત્યાં ભક્તિ એટલે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણભાવ ક્યારે આવે ? તે ઉત્તરમાં કહી શકાય કે પુરૂષની તેમના સાચા સ્વરૂપે ઓળખાણ થાય અને પ્રતીતિ આવે ત્યારે, અને જ્યારે તેવું બને ત્યારે અજ્ઞાન ટળે, અજ્ઞાન ટળવાથી અને જ્ઞાન થવાથી રાગ દ્વેષ અવશ્ય ઘટતા જાય, ક્ષીણતાને પામતા જાય અને અંતમાં ક્ષય થાય. અજ્ઞાન, રાગ, દ્વેષના જવાથી નિજાનંદ, અનંત અવ્યાબાધ સુખસ્વરૂપ, પરમ શુદ્ધતા પ્રગટ થાય, અને તે જ મોક્ષ છે. આમ આખે મેક્ષમાર્ગ “સપુરૂષની ભક્તિ પ્રત્યે લીન For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ [૩૬] નિર્વાણમાર્ગનું રહસ્ય થવું” એ વચનોમાં સમાય છે. તે ચેડા વિસ્તારથી જોઈએ. ઉપર કહ્યું તેમ રૂડા એવા “ભક્તિ” શબ્દમાં ત્રણ ભાવે અંતર્ગત રહ્યા છેઃ (૧) પ્રેમ (૨) શ્રદ્ધા અને (૩) અર્પણતા. જ્યાં પ્રેમ છે ત્યાં શ્રદ્ધા છે. પ્રેમને ટકાવનાર, ઉજવળ રાખનાર, સાથે સાથે રહેનાર પદાર્થ છે તે શ્રદ્ધા છે. પ્રેમ ને શ્રદ્ધા એક જ સિક્કાની બે બાજુ છે. પ્રેમ અને શ્રદ્ધા વધતાં અર્પણતા આવતી જાય છે અને વિકસે છે. આ ત્રણની એકતા એટલે ભક્તિ. આ ગુણને ત્રિવેણી સંગમ એટલે અગાચર અને અગમ એવા અલૌકિક પદાર્થને અનુભવ. - વિદ્યમાન સજીવનમૂતિ પુરૂષમાં પ્રેમ એટલે તેના દેહમાં પ્રેમ નહીં પણ દેડથી ભિન્ન, અનંત ઐશ્વર્ય, વૈભવ અને ગુણેથી સુશોભિત જ્યોતિ સ્વરૂપ, સ્વ–પર પ્રકાશક આત્મા પ્રત્યે, સત્ પ્રત્યે, સત્યસ્વરૂપ પ્રત્યે પ્રેમ અને આદર, આથી જડ અને ચેતન વચ્ચેની વહેંચણી, દેહ અને આત્મા વચ્ચેની સાચી અને યથાર્થ ખતવણી, પુરૂષમાં પ્રેમ કરવાથી સહજ થાય છે અને તેને સાચું જ્ઞાન કહે છે. વળી સપુરૂષ ઉપદેશ વચનથી તે જ વાત જણાવે છે ત્યારે તે જ્ઞાનની દઢતા થાય છે. આને વ્યવહારથી સમ્યકજ્ઞાન કહ્યું છે. પુરૂષના સ્વરૂપ અને વચનમાં વિશ્વાસ તે શ્રદ્ધા. શ્રદ્ધાનું સ્વરૂપ સાચું હોઈ અને તેની આત્મામાં પ્રતીતિ થતાં, તેને વ્યવહાર સમ્યક્દર્શન કહે છે. - જ્યારે પ્રેમ અને શ્રદ્ધા કેમે કરીને વધી શુદ્ધતા પ્રત્યે For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રસ્ય [૩૭] જાય છે અથવા બીજા શબ્દોમાં જ્યારે પ્રેમની ઉજ્વળતા અને નિર્મળતા થાય છે તથા શ્રદ્ધા એકાગ્રપણે પ્રવર્તે છે, ત્યારે પ્રેમ સમાધિ આવે છે. પ્રેમ સમાધિ એટલે ભગવાનરૂપ સત્પુરૂષના અથવા બેધસ્વરૂપ શ્રી ગુરુને સતત્ સુખરૂપ સ્મરણથી ઉત્પન્ન થતી એકાગ્રતા અને એકાગ્રતાના પરિણામે જન્મ પામતી આનંદપ્રદ શૂન્યતાનું અને આ અનુભવ અદ્ભુતતા સર્જવા સમર્થ થાય છે. એટલે કેઈ અતીવ શુભ અને સુભગ પળે સ્વાત્માનુભૂતિ અર્થાત્ નિશ્ચય સમક્તિ અથવા સમ્યકદર્શન થાય છે. વ્યવહારથી ગણાતું સમ્યકજ્ઞાન આ નિશ્ચય સમ્યફદર્શનના પ્રભાવથી નિશ્ચય સમ્યકજ્ઞાન થઈ જાય છે. બંનેની નિશ્ચયથી ઉત્પત્તિ એક જ સમયે છે. આમ પ્રેમ અને શ્રદ્ધા સમ્યકજ્ઞાન-દર્શનની સાથે સંબંધિત છે, એ બંને વચ્ચે સામ્યતા છે, એ આથી સ્પષ્ટ સમજાશે. • હવે સમજવાનું રહ્યું તે ભક્તિમાં સમાવેશ પામેલે ત્રીજે ભાવ, અર્પણતા. અર્પણતા એટલે ઈચ્છાની સંપણી. મન, વચન અને કાયાની સર્વ પ્રવૃત્તિ શ્રી સદ્ગુરુના પવિત્ર છેળામાં અર્પણ કરવી. અહં–મમત્વભાવનો આત્મબુદ્ધિએ ત્યાગ કરે, અને શ્રી પુરૂષ કે સદ્ગુરુની આજ્ઞાનુસાર વર્તવું. જેમ જેમ સપુરૂષ પ્રત્યે શિષ્યના ભાવે પ્રેમ અને શ્રદ્ધારૂપી ગુફાની ઊંડાણમાં જાય છે અને અર્પણતાનો પ્રકાશ તેને અજવાળી સહાયભૂત થાય છે તેમ તેમ તે બંને ગુણની વિશુદ્ધતા વધે છે, દોષનું જવું થાય છે; સૂક્ષ્મ દો દેખાવા For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ [૩૮] નિર્વાણમાર્ગનું રહસ્ય શરૂ થાય છે અને તેના ક્ષય માટે પુરુષાર્થ ગુરૂ આજ્ઞામાં રહી થાય છે અને ઈચ્છાઓ ક્ષીણ થતી જાય છે. આ પ્રમાણે રાગ દ્વેગનું, ઈચ્છાઓનું ક્ષીણ થવું, તેને સંયમ થવો તે વ્યવહાર સમ્યફચારિત્ર છે. બીજી બાજુ પ્રેમગુફાની અંદર વધારે ને વધારે ઊંડા જવાનું થાય છે અથવા બીજા શબ્દોમાં સસ્વરૂપના અનન્ય ચિંતન તરફ જવાય છે અને તેમ થાય છે ત્યારે ગુરૂની આજ્ઞાના આરાધનથી અને તેના ફળરૂપે તેમની કૃપાથી પિતાના શુદ્ધ વરૂપી ચૈતન્યાત્માને શુદ્ધ અનુભવ થાય છે. આ નિશ્ચય સમ્યક્રચારિત્ર છે અને તે જ પ્રકારના પુરૂષાર્થથી એટલે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતારૂપ ભક્તિથી આખરે કેવલ્ય પદને આત્મા પ્રાપ્ત થાય છે. આ પરથી એ પણ સિદ્ધ થશે કે ભક્તિ એટલે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા તથા શ્રી જિનના સિદ્ધાંતમાં પ્રરૂપેલ સમ્યજ્ઞાન-દર્શન–ચારિત્ર વચ્ચે કેઈ ભેદ નથી. શબ્દો જુદા જુદા પણ ભાવે એક સરખા છે. - પ્રથમના બે અત્યંત અગત્ય અને પરમ ઉપકારી બોલની વિચારણું સવિસ્તર કરી અને તેનાથી પ્રતીતિ આવશે કે, “ભતિ એ સર્વોપરી માર્ગ છે” અથવા મોક્ષનો ધુરંધર માગ છે એમ જે કૃપાળુ ભગવંતે કહ્યું તે કેવળ સત્ય છે. વળી તે માર્ગ સરળ, સુગમ, સ્વચ્છ અને સુકે છે તે સહજ સમજાશે. અન્ય માર્ગમાં, “જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણામીપણું કે એ આદિ કારણે For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૩૯ ] વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઊર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.. ' “કિયા માર્ગે અસદુ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમેહ, પૂજા સત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદ્રિ દોષનો સંભવ રહ્યો છે. કેઈક મહાત્માને બાદ કરતાં ઘણાં વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે અને આજ્ઞાત્રિતપણું અથવા પરમ પુરૂષ સગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીધું છે અને તેમજ વર્યાં છે.” (૬૩) અન્ય માર્ગના દોષોથી બચવા માટે અને સરળ એક્ષમાર્ગ સરળતાથી પ્રાપ્ત થાય એ હેતએ પરમ અનુગ્રહ કરી ઉપદેશ કર્યો અને માર્ગને મર્મ પ્રગટ કર્યો કે – ' “ઘણું ઘણું પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને એ સત્ પુરૂષના ચરણ સમીપે રહીને થાય તે ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” (૨૦૦૧) પરંતુ એ ભક્તિ પ્રાપ્ત કેવી રીતે થાય? જ્ઞાની પુરૂષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતું નથી. જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ [૪૦] નિર્વાણમા નું રહસ્ય જ્ઞાની પુરૂષના ચરણમાં મનનુ સ્થાપન થવુ' પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વ તાથી, તે વચનના વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ ષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. ” (૫૭૨) 99 જ્ઞાનમાર્ગના આગ્રહીને તેના આગ્રહ અને ભ્રમ ટળે તે બતાવનાર વચનો, પૂજ્ય મહાત્મા ગાંધીજીના પ્રશ્ન “ અભણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે?” તેના ઉત્તરરૂપે છે તે અહીં ઉતારીએ છીએ. “ ભક્તિ જ્ઞાનના હેતુ છે, જ્ઞાન મેાક્ષનો હેતુ છે, અક્ષરજ્ઞાન ન હેાય તેને અભણ કહ્યો હાય, તે તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભિવત છે એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના મળે જ્ઞાન નિર્માળ થાય છે, નિર્મળ જ્ઞાન મેાક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સથા મેક્ષ હાય એમ મને લાગતુ નથી; અને જ્યાં સ`પૂર્ણ જ્ઞાન હેય ત્યાં સર્વાં ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મેાક્ષના હેતુ છે તથા તે જેને ન હેાય તેને આત્મ જ્ઞાન ન થાય એવા કાંઈ નિયમ સભવતા નથી. ” (૫૩૦) ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તે પછી તેને પ્રાપ્ત કરીને શું કરવુ` છે ? જે અટકયુ' તે ચેાગ્યતાની કચાશને લીધે; અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખેા છે તેને લીધે જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બેધસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી તે પરમ ફળ છે. ” (૨૬૩) '' For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય [ ૪૧ ] ઉપરનાં વચને જ્ઞાનમાર્ગના આગ્રહીને પક્ષપાત રાખ્યા વિના, નિ`ળ ચિત્તથી વિચારતાં મા દશક રૂપ થશે અને આગ્રહરૂપ અંધકાર ટળી જઈ પ્રકાશ પથરાશે એ નિઃસદેહ છે. વળી અહીં એમ કહેવાના આશય નથી કે જ્ઞાનના ગ્રંથા એટલે કે સત્ શ્રુત વાંચવા જ નહીં કે તેના અભ્યાસ ન કરવા કેમ કે તેવી એકાંત પક્ષને ગ્રહનારી વાણી સત્પુરૂષની કચારે પણ ન હોય તેમ ઉપદેશ તેવા હાય નહીં. જ્યારે સત્પુરૂષના સમાગમ યાગના અભાવ હોય ત્યારે શું કરવુ ? તે સબંધે શ્રીગુરુભક્ત શિષ્યને તેની યાગ્યતાનુસાર અમુક ગ્રંથ અવગાડવાનુ` કે સમાગમ વેળાએ આપેલ બેધને ચિંતવી અનુપ્રેક્ષણ કરવાનુ કહે છે, તે કચારેક વળી ઊંચા જ્ઞાનના ગ્રંથને વિચારવાની આજ્ઞા આપે છે. પરંતુ મુખ્યપણે તેા ઊંડા અને અત્યંત કલ્યાણકારી જ્ઞાનનાં તત્ત્વા, નિયમા, સિદ્ધાંતા, ભેદે તા તે જ સ્વમુખેથી સુશિષ્યને એકાંતમાં કહી બતાવી અચિંત્ય ઉપકાર કરે છે. આ તેમની નિષ્કારણુ અનંત કરુણા છે અને આજ્ઞાંકિત વિનયી સુશિષ્ય તેને તત્કાળ જાણી લે છે. તેનાથી તેના આત્મા પ્રેમ તરખાળ થાય છે અને પ્રેમામૃત રસથી ભીંજાયેલ તેના આત્મા સત્પુરૂષની, શ્રીગુરુની “ નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં ” લીન થાય છે ત્યારે તેની આત્મદશા સહજ વધે છે, એ અનુભવગમ્ય વાત અનુભવ કરવા યાગ્ય છે. 66 ઃઃ આ વિવેચન પરથી સમજાશે કે “ જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વ ોગ સાંભર્યાં કરે તે For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ [૪૨] નિર્વાણમાર્ગનું રહસ્ય સાચી ભક્તિ પ્રાપ્ત થાય” (ઉપદેશ છાયા-૮) “પુરૂષની ભક્તિમાં લીન થવું.” તેને અર્થ પણ યથાર્થપણે આથી સમજાશે અને તેમ થતાં આગળ આગળની દશામાં આવતાં એ પણ સ્પષ્ટ થશે કે “પરમ પુરૂષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણ પ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમ પુરૂષની ભક્તિ છે.” (૮૮૫) અહીં કહેલું સદ્વર્તન અથવા શુદ્ધ આચરણની ઉપાસના ભગવાનરૂપ પુરૂષની મુખ્ય ભક્તિથી, એટલે પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતાથી ઉત્પન્ન હોય છે. જ્યાં અર્પણતા અર્થાત્ ઈચ્છાનો કમિક ત્યાગ નથી, અથવા આજ્ઞાંકિતપણું નથી ત્યાં શુદ્ધ આચરણ વા આત્માને કલ્યાણરૂપ વર્તન નથી. આ “ભક્તિ પૂર્ણતા પામવાને ગ્યા ત્યારે થાય છે કે એક તૃણ માત્ર હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું.” (૨૫) અહીં ભક્તિમય એટલે પ્રેમમાં લીનપણે, શ્રદ્ધામાં લીન પણે અને અર્પણતામાં (આજ્ઞામાં) લીનપણે એ ગૂઢ અર્થ છે, અને એ દશા મેક્ષ અપાવનાર છે. આટલે મેટો અને ગુપ્ત આશય આ બે બોલમાં રહ્યો છે; ઊંડાણમાં ડૂબકી માર્યા વિના તે આશય ભેદને પકડવા અત્યંત દુષ્કર છે; ઊંડા ઉતરવાથી તે સહજ સમજાઈ સ્પષ્ટ થાય છે; માર્ગ પ્રાપ્તિને મમ હસ્તગત થાય છે અને આરાધન માટેની અપૂર્વ વૃત્તિ હૃદય કમળમાં ઉત્પન્ન થઈ કાર્ય રૂપે અનાયાસે પરિણમે છે. આત્માનો મેક્ષ કરાવવામાં સમર્થ એવા For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૪૩] આ માર્ગને મર્મ પ્રકાશનાર જ્ઞાનમૂર્તિ, ચૈતન્ય મૂર્તિ ને શાંતમૂર્તિ શ્રી રાજચંદ્રદેવને અમારા તમારા અતિ ભક્તિભાવે ત્રિકાળ નમસ્કાર હે, નમન હે, વંદન હે. વીતરાગ ધર્મપ્રેરક તેમનાં અમૃતમય, કલ્યાણમય, અપૂર્વ વચને ત્રિકાળ જયવંત વર્તા, જ્યવંત વર્તે. શ્રી તીર્થકર મહાવીર પ્રભુના હૃદયમાં જે વાત હતી તે જાણી લઈ, તેને મર્મ, તેનું અદ્ભુત રહસ્ય, પ્રકાશમાં લાવી જે અનંત ઉપકાર કર્યો છે, તેનો બદલે વાળી શકાય તેમ નથી. “જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરૂં છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ જાગૃત રહો એટલું માનું છું તે સફળ થાઓ.” (૧૭) - હવે પછીના પાંચ બેલ પ્રથમના બે બેલને સહાયકારી છે, કે આપનાર છે, ઉજ્વળતા આપનાર છે. જ્યાં જ્યાં ક્ષતિ દેખાય કે ખલનને સંભવ જણાય, ભાવમાં મંદતા આવે કે આચારમાં શિથિલતા પ્રવેશે. ત્યાં ત્યાં આ પાંચ બોલની સ્મૃતિ દોષ ટાળવાનું અનુપમ કાર્ય કરે છે. ટુંકામાં બાકીના આ પાંચ બોલ તે પ્રથમના બે બોલને અપેક્ષાએ વિસ્તાર છે અને સાધનામાં પરમ ઉપકારી થાય છે. તે હવે જોઈએ. સપુરૂષનાં ચરિત્રનું સ્મરણ કરવું - આ ત્રીજ બોલમાં “સપુરૂષ” શબ્દ બહુવચનમાં વપરાયે છે તે ધ્યાન ખેંચે છે. બીજા બેલમાં એક સપુરૂષને For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ [૪૪] નિર્વાણમાર્ગનું રહસ્ય ઓળખી, તેમના એકને આશ્રય કરી, તેમની ભક્તિમાં તનથી અને મનથી જેડાઈ લીન થવાનું કહ્યું હતું. આ બોલમાં ભૂતકાળમાં થઈ ગયેલા અને વર્તમાનમાં બીજા જે કઈ પુરૂષ જાણવામાં હોય તેમનાં ચરિત્રનું સ્મરણ કરવા ઉપદેશ કર્યો, પરંતુ આત્મકલ્યાણ અને આત્મશ્રેય અથે તે એક જ આશ્રય કરે. તે એટલા માટે કે જીવની વૃત્તિ સ્વભાવે (એટલે સમજણના અભાવે) દોષવાળી, ચંચળ અને અસ્થિર રહી છે અને તે કારણે ઝાઝાને વળગવાથી ઊલટી ચિત્તની વિક્ષેપતા વધે, વિકપિ વધે અને સ્થિરતા લાવવાને સહેતુ છે તે પાર ન પડે, વળી અન્ય સ્થળોએ સિદ્ધાંત સમજાવતાં વચને અપેક્ષાએ કહ્યાં હોય તે અપેક્ષાની સમજણ ન હોય અને તેથી વિધ દેખાય ત્યારે મતિ મુંઝાય અને ચિત્ત વિમાસણમાં પડી અટવાય અથવા બ્રાંતિથી છેટું ગ્રહણ થાય, જે મહતું અકલ્યાણનું તેમ સંસાર પરિભ્રમણ વધવાનું સ્પષ્ટ કારણ જાણું એક જ સપુરૂષની આશ્રય ભક્તિમાં રહેવાને અત્યંત કરૂણુંભાવે ઉપદેશ કર્યો છે. વાસ્તવમાં તે એમ છે કે આ કાળે આ ક્ષેત્રે ઝાઝા સપુરૂષનું હોવું અત્યંત દુર્લભ છે અને તેથી પણ વિશેષ દુર્લભ તેમને ઓળખી પ્રતીતિ લાવવાનું કાર્ય છે; પરંતુ અહીં ઉપદેશેલાં બોધવચનો તે સર્વ કાળને માટે એક સરખાં છે, માટે ઉપરનું વિવેચન કરવાની આવશ્યકતા જણાવાથી તેમ કર્યું છે, જેથી જે ત્રિકાળી સત્ય સિદ્ધાંત છે તેનું યથાર્થ તા બે ગ્રહણ થઈ આત્મામાં પરિણામરૂપ થાય. બીજી વાસ્તવિક વાત એ છે કે જેનામાં દઢ મુમુક્ષુતા ઉત્પન્ન થઈ છે અને For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૪૫] મેક્ષાભિલાષ પ્રબળપણે વતે છે, તેને પૂર્વના મહત્વ પુણ્યના ઉદયે પિતાના માટે એગ્ય એવાં પુરૂષ કે જ્ઞાની પુરુષને સમાગમગ આવીને મળે છે. તેમનામાં જ શ્રદ્ધા પ્રતિતી આવે છે અને તેમના એકને સહજતાએ પણ નિશ્ચયપણે આશ્રય કરે છે, તેથી તેને અન્ય વિકલ્પમાં પડવાને સંભવ ઉભો થતો નથી. આટલું પ્રાથમિક કહ્યા પછી આ ત્રીજા બેલના ભાવ તરફ વળીને જોઈએ કે તે પ્રથમના બે બેલને કેવા પ્રકારે ઉપકારી થઈ સહાયભૂત થાય છે. પ્રથમના બેલમાં નિરંતર ઉદાસીનતાને કમ સેવવાને આદેશ આપ્યું, એટલે સુખ દુઃખ, સંગ વિયેગ, લાભ અલાભ, જય પરાજય, સંપત્તિ વિપત્તિ આદિને પ્રસંગોએ આકુળતા વ્યાકુળતા કે હર્ષ શેક થવાથી આત્મા અસ્થિર પરિણામી થાય છે, તે અસ્થિર પરિણામે ઘટતા જાય, સ્થિરતા તરફ જઈ શકાય એવા પુરૂષાર્થમાં જવું તે ઉદાસીનતાના ક્રમનું સેવન છે. તેમ થવા માટે સંપુરૂષની ભક્તિમાં લીન થવાનો આત્માને પ્રયાસ છે કે કાર્યકારી થાય છે, તે પણ જીવની નિર્બળતાને કારણે પુરૂષનાં ચરિત્રનું અવલંબન લેવું જરૂરી થાય છે અને તે લેવાથી આત્મામાં બળને સંચાર થાય છે અને સ્થિર રહેવાનું સુલભ બને છે, તે કેવી રીતે તે જોઈએ. દરેક જીવના જીવનમાં શાતા અશાતા વેદનીય કર્મોને ઉદય આવે છે, ક્યારેક તીવ્રપણે તે ક્યારેક મંદપણે. શાતાથી For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ [૪૬] નિર્વાણમાર્ગનું રહસ્ય સુખનું અને અશાતાથી દુઃખનું વેદના થાય છે. તીવ્ર શાતાના ઉદયે સાંસારિક સુખનાં ઉત્તમ સાધનો સંપ્રાપ્ત થાય છે, ત્યારે તે જીરવવું કઠણ પડે છે અને ગર્વ, મદ, પ્રતિષ્ઠા મેહ, તૃષ્ણ એ આદિ દોષ ઉત્પન્ન થાય છે અને જીવને પછાડે છે. મુમુક્ષુ જીવને તેવા દેષનું ન્યૂનપણું હોય તે સંભવિત છે, છતાં દોષની નિવૃત્તિ હોતી નથી. તે નિવૃત્ત થવા અર્થે પુરૂષનાં ચરિત્રે સમરણમાં લાવવા બંધ કર્યો. તેવા દેષ ભાવે અંતરમાં ઉપસ્થિત થતાં જ ભાવિ તીર્થકર ભગવંતેની બાહ્ય રિદ્ધિ, વૈભવ આદિ અનુપમપણે હોવા છતાં, સર્વ શક્તિઓ હોવા છતાં તેઓ કેવા મનોવિજયી, શાંત, ગંભીર અને ઉદાસીન હતા, કેવા સ્વસ્થ અને સમપરિણામી હતા, આત્માની કેવી અદ્ભુત શાંત વીતરાગદશા હતી તે બધે પ્રકાર અંદરમાં અપક્ષપાત બુદ્ધિએ વિચાર કરવાથી મેક્ષાભિલાષી અને સાધનામાં ઉત્સાહી મુમુક્ષુજન શાંત ભાવને અવગાહે છે. અથવા કેઈ સમ્મદષ્ટિ ચકવતીને યાદ કરી તેમને રિદ્ધિ સિદ્ધિની કંઈ કમી નથી, છતાં તેમને છ ખંડનું રવામીત્વપણું હોવા છતાં અને ચૌદ અદ્ભુત રત્નો તેમની સેવામાં હાજર હોવા છતાં તેઓ કેવા આશ્ચર્યકારક અલિપ્તતાથી રહેતા હતા, ગર્વ કે ગારવ અંશે પણ તેમની પાસે આવી શકતા નહેતા, એ આદિ પ્રકારના મરણથી જિજ્ઞાસુ આત્માથી જીવ બોધ લઈ બળ મેળવી સમપરિણામે રહેવાનું શક્ય બનાવે છે. આ રીતે પુણ્યના ઉદયમાં સુખ પ્રાપ્તિ વેળાએ આત્મસ્થિરતા ને આત્મશાંતિ જાળવવા સત્પરૂષ તથા જ્ઞાની પુરૂષનાં ચરિત્રો ઉપકારી થાય છે, અને ઉદાસીનતાને કમમાં વિકાસ સાધી શકાય છે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૪૭] અને અશાતાના તીવ્ર ઉદયે, દૈહિક વેદના વિયેગ આદિ વખતે, માનસિક વ્યથા, સ્વજનાદિનાં મરણ પ્રસંગોએ ઉત્પન્ન થત અકથ્ય ખેદ એ આદિ પરિસ્થિતિ હોય ત્યારે ચિત્ત સ્થિર રહેવું કે દુઃખને સમ્યક પ્રકારે વેદવું ઘણું ઘણું કઠણ છે. મુમુક્ષુ જીવને પણ તેવી આકરી કસોટીના પ્રસંગોએ આત્માને સ્વસ્થ રાખવે મુશ્કેલ બને છે, પરંતુ તેવા સંગે પ્રાપ્ત થાય ત્યારે ધીરજ, સમતા, ક્ષમા અને વેદવાની શક્તિ મેળવવા માટે તે પુરૂષનાં ચરિત્રોનું સ્મરણ કરે છે અને તે સ્મરણબળનું દાન કરી અનુપમ લાભ અને હિતનું કાર્ય સુલભપણે કરાવે છે, આત્મા વીર્યબળ પ્રગટાવતે જઈ નિજ ગુણેને અંશે અંશે ઉધાડ કરતો જાય છે. આવું અદ્ભુત કાર્ય આવા સ્મરણ થકી સહજ થાય છે, અને તે અર્થે જ આ ત્રીજે બોલ પ્રકા છે. દષ્ટાંત લઈએ, ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચાર જ્ઞાનના પત્ત છે. અનેક આશ્ચર્યકારક લબ્ધિ અને સિદ્ધિએના સ્વામી છે. શુદ્ધ આત્મસ્વભાવ પૂર્ણતાએ પ્રગટાવવાના કામી છે. તેવામાં પૂર્વ જન્મના વેરી કમઠને જીવ(તે દેવગતિમાં છે)ને અંતરમાં પૂર્વનું વૈર સાંભરી આવતાં ઉલ્લસે છે. વેરથી અનેકાનેક પ્રકારના ભય ઉપજાવનાર અને પ્રાણહાનિ થતાં વાર ન લાગે તેવા ઉપસર્ગો કરે છે. પ્રભુ કેવળ સમભાવે સ્થિર છે, તે જોઈ આખરે જળની વૃષ્ટિ ને ખૂબ ગાજવીજના ભયંકર કડાકા સાથે ભયાનક વરસાદ વરસાવે છે. પાણીની સપાટી ઊંચી ને ઊંચી આવી ઠેઠ પ્રભુના ખભા સુધી પહોંચે For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ [૪૮] નિર્વાણમાર્ગનું રહસ્ય છે; તે છતાં પ્રભુ સ્થિર ને અડેલ છે. તેમને ભય નથી, ખેદ નથી, કોઈ નથી, દ્વેષ નથી, તેમ કેઈ અન્ય ભાવ નથી. તેઓને આત્મામાં આ ભાવે છે – સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ છે? ભય શે? ખેદ છે? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ, પરમ શાંત, ચૈતન્ય છું. હે માત્ર નિર્વિકલ્પ છું, નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું.” (૮૩૩) તેવામાં ધરણેન્દ્રદેવનું આસન ચળે છે અને ઉપયોગ મૂકી દેતાં પૂર્વભવનાં પિતાના રક્ષણદાતા અને સન્માર્ગ બતાવનાર એવા પરમ ઉપકારી પ્રભુને ઉપસર્ગ થાય છે તે જુએ છે. વિના વિલંબે, ઉપકારને કેઈ અંશે બદલે વાળવાના હેતુએ ઉપસર્ગ દૂર કરવા એક વિરાટ કાય સર્પના પૃષ્ઠ ભાગના ઘૂંચડાથી પ્રભુનું આસન કરે છે અને વિશાળ સપ્તફણાની છત્રી બનાવી પ્રભુનું રક્ષણ કરે છે. પાણીની સપાટી ઊંચે ચડે છે, તેમ તેમ આસન પણ ઊંચી સ્થિતિએ આવે છે. ત્યારે કમઠને જીવ થાકે છે અને તેનું જેર તૂટે છે. ત્યાં જ પ્રભુને કેવળજ્ઞાન પ્રગટે છે અને બધું શાંત થાય છે. આ ઘર, જીવલેણ, અત્યંત વિષમ ઉપસર્ગોની વેળાએ પ્રભુ કેવા નિરાગી ને નિર્વિકારી હતા! કેવી પરમ શાંત અને For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ નિવણમાર્ગનું રહસ્ય [૪૯] સમ આત્મદશા હતી ! એ વેળાએ નહેાતે પ્રભુને ઉપસર્ગ કર્તા પ્રત્યે કિંચિત બૅષ કે રક્ષણકર્તા પ્રત્યે કિંચિત રાગ. તેઓ કેવળ સમતાભાવમાં હતા, સમાધિમાં સ્થિત હતા અને શુદ્ધોપગની સુધારસધારામાં તરબોળ હતા. પાર્શ્વનાથસ્વામીનું ધ્યાન ગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ. નિઃ—એ નાગની છત્રછાયા વળાને પાર્શ્વનાથ ઓર હેતે !(૨૧) ભયંકર ઉપસર્ગોનું બીજુ દષ્ટાંત અંતિમ વીસમા, તીર્થકર શ્રી મહાવીરસ્વામીનું સુપ્રસિદ્ધ છે. સૌથી મેટો ઉપસર્ગ તેમના પૂર્વભવના મહા વૈરી સંગમ દેવતા થકી થયે હત; ઉપસર્ગના ભિન્ન ભિન્ન પ્રકારે અકથ્ય કષ્ટ આપનાર, પીડા અને ભય ઉપજાવનાર, સામાન્ય જીવના તે છાતીના પાટીયાં તત્કાળ બેસી જઈ પ્રાણઘાત કરે તેવા દુષ્ટ અને ઘાતકી હતા. છતાં જીવલેણ ઉપસર્ગોની સ્થિતિ વેળાએ પ્રભુની કેવી અદ્ભુત સૌમ્યતા હતી! કેવી વિસ્મયકારક ક્ષમા હતી ! પરમ પરમ વૈરાગ્યની કેવી પ્રભાવિત ઉવળતા હતી! પરમ આશ્ચર્ય કારક ઉદાસીનતાની કેવી ઉત્તમ કુરણું હતી ! કેવી ઉત્કૃષ્ટ નિર્ભયતા હતી! નિર્લોભતાની પરમ નિર્મળ અમૃતધારા કેવી સુગમપણે અને સહજતાએ પ્રવહેતી હતી પ્રભુના પ્રભુત્વથી આત્માનું અસંગપણું સર્વોત્કૃષ્ટતાએ કેવું દેદીપ્યમાન હતું ! એવા સર્વ પ્રકારના સ્મરણથી મુમુક્ષુના અંતરમાં પ્રેરણાબળ, ઈચ્છાબળ અને નિશ્ચયબળનું આવવું સુગમ થાય છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ [૫૦] નિર્વાણમાર્ગનું રહસ્ય એવું અનુપમ ત્રીજુ દષ્ટાંત શ્રી કૃષ્ણ ભગવાનના નાના ભાઈ મહાગીશ્વર, અંતઃકૃત કેવળી શ્રી ગજસુકુમારનું અતીવ પ્રસિદ્ધ છે, તે સંક્ષેપ જોઈએ. શ્રી ગજસુકુમાર વયમાં નાના, મનહર રૂપવાળા અને સુવિવેકી છે. બાળ અવસ્થા છે. સગાઈ થઈ ચૂકી છે. તેવામાં શ્રી નેમિનાથ તીર્થંકર પ્રભુના સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય આવતાં પ્રભુની પાસે દીક્ષા લે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જેના અંતરમાં ઉછરંગ સમાત નથી એવા આત્મવીર્યના કવચથી સુરક્ષિત સુકુમાર પ્રભુને વિનવી " શીધ્રાતિશીધ્ર મેક્ષ કેમ થાય તેને ઉપાય પૂછે છે. બાળગીની પરમ યોગ્યતા જોઈ પ્રભુજી ઉપાય બતાવે છે, કે જે પરમ વિષમ નિમિત્તો વચ્ચે પણ સમતા ધારણ કરી નિજ આત્મ તત્વમાં ઉપગને સબળપણે જોડી રાખે, તે જીવ અતિ અ૫ કાળમાં શિવસુંદરીને વરે છે. પ્રભુની આજ્ઞા અને આશિર્વાદ મેળવી મુનિવર ગજસુકુમાર સ્મશાનમાં જઈ આરાધના શરૂ કરે છે. કર્મના ઉદયાનુસાર શ્રી ગજસુકુમારના પૂર્વાશ્રમના સસરા સમિલ પિતાની પુત્રીનું ભવિષ્ય બગડવાથી કંધના અતિરેકમાં જમાઈને શેધતાં શોધતાં ત્યાં આવીને તેના માથા પર માટીની સગડી કરી બળતાં અંગારા મૂકે છે. મુનિવર સ્થિતિ પારખી લે છે અને પરમ સમતારૂપ પરમ શીતળ જળથી આત્માને હુવડાવે છે, ક્ષમાનીરથી પવિત્ર અને શુદ્ધ કરે છે તથા પરમ ઉદાસીનતાની ઉત્તમોત્તમ શ્રેણિ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૫૧] પર આરૂઢ કરે છે અને પછી આત્માની પરમ શીતળ અમૃતધાણ વરસાવી, ઉપગને સ્વભાવમાં સ્થિર કરી, ક્ષેપક શ્રેણી માંડી બે ઘડીમાં કેવળી થઈ, છેલ્લું અગી ગુણસ્થાનક પૂર્ણ કરી પરમ શુદ્ધ થઈ સ્થિર થાય છે. મુનિવરના અંતરમાં નહોતે ભય કે ક્રોધ, નહોતે વૈર કે વેદનાને ભાવ. એ ભગવંત તે કેવળ સમતારસના યેગી અને આત્મરસના ભેગી હતા. પવિત્ર પુરૂષનાં આવા અદ્ભુત ચરિત્રેનું સ્મરણ કરવાથી મુમુક્ષુજનેને દુઃખને સમયે સમભાવે રહેવા માટે પ્રેરણાબળ મળે છે અને ઉદાસીનતાના કમ પર આગળ ને આગળ ડગ ભરવાનું બની શકે છે. આ દષ્ટાંતે પરથી એ પણ સમજાશે કે “શાતા અશાતાને ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણેને ગવેષતા એવા તે મહતુ પુરૂષને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્ય વૃત્તિ ઉદ્દભવતી કે શાતા કરતાં અશાતાને ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતે.” (૧૩) વળી તેના પરથી ઉત્તમ બોધ એ મળે છે કે – - “ઉપગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્માણ શરીરથી પણ ભિન્ન અવલકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળે For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ [ પર ] નિર્વાણમાર્ગનું રહસ્ય હેવાથી અબંધ દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાને નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાને સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેને આત્યંતિક વિગ કરવાને સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કમંગથી સકલંક પરિણામ દર્શાવે છે, તેથી ઉપશમ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે.” તે સન્માર્ગને ગષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપ નૈછિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમ દયા મૂળ ધર્મ વ્યવડાર અને પરમ શાંતરસ રહસ્ય વાક્યમય સત્ શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે, જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.” (૯૧૩) આટલું વિવેચન કર્યા પછી ત્રીજા બેલનું જે અદ્ભુત માહાસ્ય છે, તેની પ્રથમના બે બેલને સહાય કરવા માટેની જે ઉપકારિતા છે, બળ પ્રદાન કરવા માટેની સમર્થતા છે તે સમજવું અઘરૂં નહીં થાય. ઉદાસીનતાના ક્રમમાં આગળ વધવા For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ મુનિએ ભગવાનના વાનની ભક્તિમાં નિર્વાણમાર્ગનું રહસ્ય [૫૩] માટે ને વિતરાગ દશામાં જવા માટે તથા પુરૂષની ભક્તિમાં લીન થવા માટે પુરૂષનાં ચરિત્રનું સ્મરણ ઉત્તમ નિમિત્ત છે, તે સહજ વિચારથી દષ્ટિમાં આવવા ગ્ય છે. સર્વ સત્પુરૂષે પણ તે જ ભક્તિમાર્ગ આરાધીને રવાભદશાને પામ્યા હતા, પામે છે ને પામશે. “આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણે એવા જ છે.” (ર૭૮) (૪) પુરૂષનાં લક્ષણનું ચિંતન કરવું આ ચેથા બેલમાં પુરૂષનાં લક્ષણનું ચિંતન કરવાનું કહ્યું. જે વડે વસ્તુ કે પદાર્થ ઓળખાય તેને લક્ષણ કહે છે. લક્ષણ એ ગુણ પણ છે, પણ તેની વિશેષતા એ છે કે તે અન્યમાં હોતું નથી. જેમ જીવનું લક્ષણ ઉપગ છે, એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વેદકતા છે અને તેના થકી તે અજીવથી સ્પષ્ટ ભિન્ન પડે છે. એટલે ચેતન પગલાદિ અચેતન પદાર્થથી નિઃશંક જુદો સમજાય છે, તેમ સંપુરૂષ કે જ્ઞાનીપુરૂષ પિતાનાં લક્ષણોથી અજ્ઞાનીથી જુદા પડે છે. સપુરૂષને નિશદિન આત્માનો ઉપગ રહે છે, તેમનું અદ્ભુત કથન અનુભવમાં આવે તેવું હોય છે, તેઓ જે કહે તે પરમાર્થ સત્યરૂપ જ હોય છે. . - “સપુરૂષે તેમના લક્ષણથી ઓળખાય, તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હેય, તેઓ કેને જે ઉપાય કહે, તેથી આ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ [૫૪] નિર્વાણમાર્ગનું રહસ્ય ક્રોધ જાય, માનને જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપે જ હોય છે.” ( ઉપદેશ છાયા-૧૦ ) જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે; શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણ હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ જે પૂર્વાપર અવિરોધપણું તે શુક જ્ઞાનની વાણીને વિષે વર્તવા ગ્ય નથી, કેમ કે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી, અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.” * પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હેય અને માત્ર તેની મુખ વાળુ રહી હોય તે પણ વર્તમાનકાળે જ્ઞાની પુરૂષ એમ જાણું શકે કે આ વાણી જ્ઞાની પુરૂષની છે, કેમ કે રાત્રિ દિવસના ભેદની પિઠે અજ્ઞાની-જ્ઞાનીની વાણુને વિષે આશય ભેદ હોય છે.” (૬૭૯) અડ્ડીં સુધી સંપુરૂષ કે જ્ઞાની પુરુષનાં શેડાં લક્ષણો જોયાં તેમાં ચૈતન્યમય ચિત્તની દશા, આત્મામય ઉપગ અને અદભુત તથા અપૂર્વ કથન, એકાંત ઉપકારી અને હિતકારક વાણી એ આદિ મુખ્યતાઓ હતાં તે ઉપરાંત કૃપાળુદેવનાં બીજા વચનો જોઈએ. જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં અભેગી જેવા હતા, તે અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા અને સહજ સ્વભાવે For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૫૫] મુનિ જેવા હતા, આત્માકાર પરિણમી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા.” (૧૬) જ્ઞાની પુરૂષની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિષે જેમ અગ્નિપણને મુખ્ય ગુણ કહી શકાતું નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે, તથાપિ જ્ઞાની પુરૂષ પણ નિવૃત્તિને કઈ પ્રકારે પણ ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્ર, વન-ઉપવન, જેગ, સમાધિ અને સત્સાંગાદિ જ્ઞાની પુરૂષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ રહે છે.” (૪૪૯) ઉપરના બે અવતરણે પરથી ગૃહવાસમાં રહેવાનો પ્રારબ્ધદય જેમને વર્તતે હોય તેવા પુરૂષનાં લક્ષણો કેવાં હોય, અંતરંગ ભાવસ્થિતિ કેવી હોય અને વ્યવહાર પ્રવૃત્તિ કેવા પ્રકારની હેય, તે અહીંથી જાણી શકાય તેમ છે. તેવા પુરુષની ઓળખાણ કેમ થતી નથી? - “જ્ઞાની પુરૂષની ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તે “હું જાણું છું,” “હું સમજું છું” એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજુ પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરૂષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ, ત્રીજું લેક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ [૫૬] નિર્વાણમાર્ગનું રહસ્ય વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું, એ ત્રણ કારણે જીવને જ્ઞાનીથી અજાણ્યે રાખે છે. જ્ઞાનીને વિષે પિતા સમાન કલ્પના રહ્યા કરે છે; પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; ડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દેષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દેષ તેને વિષે સમાન છે અને એ ત્રણે દેશનું ઉપાદાન કારણ એવો તે એક “સ્વચ્છેદ” નામને મહાદોષ છે, અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે.” (૧૬) . આવા દેશે જ્યાં સુધી જીવમાં હેય ત્યાં સુધી સત્પુરૂનાં લક્ષણો પર દૃષ્ટિ પહોંચી શકતી નથી અને તેથી તેઓ ઓળખી શકતા નથી, તે પછી લક્ષણોનું ચિંતન કેવી રીતે કરી શકે? પરંતુ દેશે ઠીક ઠીક મેળા પડે ત્યારે, મુમુક્ષુતા પ્રગટે ત્યારે ઓળખાણ થવી સંભવે છે. જીવને જ્ઞાની પુરુષની ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી કોધ, માન, માયા, લેભ મેળાં પડવાને પ્રકાર બનવા યંગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણને પામે છે. પુરૂષની ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ-ભાવ મોળા પડવા લાગે છે, અને પિતાના દેષ જેવા ભણી ચિત્ત વળી આવે છે, વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે, જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય [ ૫૭ ] સ્ફુરવા વિષે જે પ્રકારે જ્ઞાની પુરૂષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ મળવાન પરિણામથી તે પંચ વિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ દૃઢ કરે છે, અર્થાત્ સત્પુરૂષ મળ્યે આ સત્પુરૂષ છે એટલું જાણી, સત્પુરૂષને જાણ્યા પ્રથમ જેમ આત્મા ૫ચ વિષયાદિને વિષે રક્ત હતા તેમ રક્ત ત્યાર પછી નથી રહેતા અને અનુક્રમે તે રક્તભાવ માળેા પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પુરૂષના યાગ થયા પછી આત્મજ્ઞાન કઈ દુર્લભ નથી; તથાપિ સત્પુરૂષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા ચેગ્ય નથી અને સત્પુરૂષને જીવને યાગ થયા છે એવુ ખરેખરૂ તે જીવને ભાણ્યું છે, એમ પણ કહેવુ કઠણ છે. "" (૫૨૨) સત્પુરૂષને તેમનાં લક્ષણાથી ઓળખી અને તેમને આશ્રય કરવાથી જે ફળ જીવને પ્રાપ્ત થાય છે તે અહીં જણાવ્યુ. લક્ષણાનું ચિંતન કરવાના અહીં ઉપદેશ કર્યાં તે એટલા માટે કે તે સત્પુરૂષના ગુણા પોતાનામાં આવે અને તેમની આશ્રય ભક્તિ કરવાની પ્રબળ વૃત્તિ થાય. આથી આ ખેલને આશ્રય બીજા ખેલને એટલે “ સત્પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું” તેને સહાયકર્તા થાય છે. ભક્તિમાં લીનતા થવા માટે ત્રીજો તથા આ ચેાથેા ખેલ અત્યંત ઉપકારી થાય છે, તે સહુજ વિચારથી સિદ્ધ થશે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] નિર્વાણમાર્ગનું રહસ્ય - હવે ૧૭મા વર્ષે પરમ કપાળદેવ રચિત “મોક્ષમાળા” શિક્ષાપાઠ ૧૧માં સદ્દગુરુનાં લક્ષણે બતાવ્યાં છે તે અહીં ઉતારીએ છીએ. - “ગુરુ જે ઉત્તમ હોય તે તે ભવસમુદ્રમાં નાવિકરૂપે થઈ સધર્મનાવમાં બેસાડી પર પમાડે, તત્ત્વજ્ઞાનને ભેદ, સ્વ-સ્વરૂપ ભેદ, કલેક વિચાર, સંસાર સ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં. ત્યારે તને પ્રશ્ન કરવાની ઈચ્છા થશે કે, એવા ગુરુનાં લક્ષણ ક્યા ક્યા? તે હું કહું છું. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે, અને બીજાને બોધે, કંચન કામિનીથી સર્વ ભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહાર-જળ લેતા હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, શાંત, દાંત, નિરારંભી અને જિતેન્દ્રિય હોય, સિદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હેય, ધર્મ માટે થઈને માત્ર શરીરને નિર્વાહ કરતા હોય, નિર્ચથપંથ પાળતાં કાયર ન હોય, સળી માત્ર પણ અદત્ત લેતા ન હય, સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હોય, સમભાવી હોય, અને નિરાગતાથી સત્યપદેશક હોય. ટુંકામાં તેઓને કાક સ્વરૂપ સદ્ગુરુ જાણવા.” " આ ઠેકાણે ત્યાગી નિગ્રંથ મુનિનાં લક્ષણે કહ્યા છે તે સ્પષ્ટ સમજાશે. પ્રારબ્ધદયે ગૃહવાસમાં વસતા હોય તેવા જ્ઞાની પુરૂષનાં કેટલાંક લક્ષણે પણ ઉપરના વર્ણનમાં સમાવેશ પામે છે તે પણ જાણી શકાશે, અર્થાત્ તે લક્ષણો જુદા તારવવાં તે કઠિન નથી. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૫૯] પરમકૃપાળુદેવે ઓગણત્રીશમે વર્ષે અમૃતતુલ્ય અમર કૃતિ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર”ની માત્ર દોઢ કલાકની અંદર રચના કરી તેની દસમી ગાથામાં સદ્ગુરૂનાં લક્ષણે સમગ્રપણે અપૂર્વ વચનથી અદ્દભુત રીતે જણાવ્યાં તે હવે જોઈએ. માત્ર પાંચ બેલમાં લક્ષણે બતાવ્યાં છે, પરંતુ તેને જે વિસ્તાર કરવામાં આવે છે તે એક અપૂર્વશાસ્ત્ર બની જાય. આ ગાથાના ભાવ એટલા બધા ગૂઢ ને રહસ્યયુક્ત છે કે તેને સમજાવવા માટે વચનામૃત પત્રાંક નં. ૮૩૭માં પરમ કૃપાળુ દેવે પોતે જ શેડો વિસ્તાર કર્યો છે, અને તે ગાથાના ભાવની અગત્યતા કેટલી છે તે સહેલાઈથી બતાવે છે. અહીં સંપૂર્ણ વિવેચન ઉતારી શકાય તેમ નહીં હોવાથી, માત્ર સંક્ષેપ જણાવીએ છીએ. વિસ્તૃત અર્થ માટે જિજ્ઞાસુએ તે પત્ર વાંચી, વિચાર, ચિંતન કરવું. “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રગ; અપૂર્વ વાણ, પરમથુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” ( આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૦) આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શેક, નમસ્કાર, તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે જેને સમતા વતે છે, માત્ર પૂર્વ ઉત્પન્ન થયેલાં એવા કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ કિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે અને ષટ્રદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગરનાં ઉત્તમ લક્ષણો છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ [૬૦] નિર્વાણમાર્ગનું રહસ્ય “અત્રે સ્વરૂપસ્થિત (આત્મજ્ઞાનમાં સ્થિતિ ) એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી, ઈચ્છારહિતપણું (સમદશિતા) કહ્યું તેથી ચારિત્રદશા કહી. ઈચ્છા રહિત હોય તે વિચરી કેમ શકે? એવી આશંકા, પૂર્વ પ્રગ એટલે પૂર્વના બંધાયેલાં પ્રારબ્ધથી વિચરે છે, વિચરવા આદિની બાકી જેને કામના નથી” એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી કેમ કે તે વિના મુમુક્ષુને ઉપકાર ન થાય. પરમથુત કહેવાથી ષટ્રદર્શન અવિરૂદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું.” (૭૧૮) સમદર્શિતાને વિશેષપણે સમજીએ. સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહિતપણું, ઈચ્છારહિતપણું, મમત્વરહિતપણું, સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગ દ્વેષ રહિત થવું તે ચારિત્ર દશા છે..... સમદશી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે, તેવા ભાવ દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઈષ્ટ–અનિષ્ઠ બુદ્ધિ ન કરે. હેય(છાંડવા ગ્ય)ને હેયરૂપે દેખે, જાણે, જણાવે, ઉપાદેય(આદરવાયેગ્ય)ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે.... સદ્ગુરુ યંગ્ય લક્ષણરૂપ સમદર્શિતા, મુખ્યતાએ સર્વ વિરતિ ગુણસ્થાનકે હોય; પછીના ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય; ક્ષીણમેહ સ્થાને તેની પરાકાષ્ટા અને પછી સંપૂર્ણ વીતરાગતા. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧] સમદશી સને જાણે, બધે; અસતને અસત્ જાણે, નિષેધ, સતને સદ્ભુત જાણે, બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સધર્મને સધર્મ જાણે, બધે; અસધર્મને અસદુધર્મ જાણે, નિષેધે, સદ્દગુરુને સદ્ગુરુ જાણે, બધે; અસદુગુરુને અસદ્ગુરુ જાણે, નિષેધક સવને સદૈવ જાણે, બધે; અસવને અસવ જાણે, નિષેધ ઈત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે; તેમાં રાગદ્વેષ, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે એ પ્રકારે સમદશીપણું સમજવું.” (૮૩૭) સપુરૂષનાં આવા અદ્ભુત લક્ષણોનું ચિંતન કરવા ચોથા બેલમાં પરમકૃપાળુદેવે નિષ્કારણ કરૂણાબુદ્ધિથી જીવના હિતાર્થે ઉપદેશ કર્યો. સપુરૂષનાં ચરિત્રે વાંચવાથી તેમના અંતરગત તેને ગુણોની ઓળખાણ થાય, લક્ષણે લક્ષગત થાય અને પછી તેના પર ભાવપૂર્વક ચિંતન કરવાથી એક તે સહુરૂષનું માડામ્ય સમજાય, તેમના પ્રત્યે અહેભાવ આવે અને તેથી તેમની ભક્તિમાં લીનતા સુલભતાએ થઈ શકે; અને બીજું જેનું ચિંતન કરવામાં આવે, તેનું પોતાનામાં આવિર્ભાવ પણ પ્રગટ થતું જાય છે તે ન્યાયથી તે તે ગુણ પિતામાં અશે અંશે વર્ધમાન થતા જાય છે અને તેને લીધે રાગદ્વેષના મંદ. પણારૂપ ઉદાસીનતા કમથી વધતી જાય છે. આમ આ ચેાથે બોલ પ્રથમના બે બોલની સ્થિતિ વધારી દઢ કરાવવામાં ઉપકારભૂત થાય છે એ સ્પષ્ટપણે સમજાશે. આ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ] (પ) સત્પુરૂષાની મુખ કૃતિનું હૃદયથી અવલેાકન કરવું. નિર્વાણમા નુ` રહસ્ય આ પાંચમાં ખેલમાં સત્પુરૂષોના ચરિત્રમાં સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિના પ્રસંગો, પરિષદુ ઉપસર્ગો આદિના પ્રસંગા ઉપરાંત તેમનાં અંતર્ ચારિત્રની ઝાંખી કરાવે એવા બાહ્ય ચારિત્રનુ' વર્ણન કરવામાં આવ્યુ હાય છે; તેના પરથી તેમનાં લક્ષણેા(ગુણે!)નુ જ્ઞાન થાય છે. તે ગુને પ્રભાવ એટલા પ્રભુત્વવાળા હાય છે કે તેની સ્પષ્ટ છાપ તેમની મુખાકૃતિ પર અંકિત થયા વિના રહી શકતી નથી. વળી તે ગુણાની સુવાસ ચેાતરફ પ્રસરે છે અને પાસે વસતા યેાગ્ય મુમુક્ષુઓ તેના અનુભવ કરી શકે છે. મુખના કયા ભાગમાંથી ગુણાના પ્રવાહ મુખ્યપણે વહેત હશે અથવા ગુણાનું પ્રભુત્વ કયા સ્થાને અધિકતાએ સૃષ્ટિ ગોચર થતું હશે ? એ પ્રશ્નના ઉત્તરમાં એકદમ કહી શકાય કે ચક્ષુમાં ચક્ષુની રચના જ અદ્ભુત છે; તેને આરસીની ઉપમા આપી છે તે એટલા માટે કે જેમ આરસીને વિષે પદાર્થ પ્રતિબિંબિત થાય છે તેમ ચક્ષુને વિષે છે, પરંતુ તેથી વિશેષ સમજવા જેવી વાત તો એ છે કે ચક્ષુ એ આત્માનુ· પ્રતીક છે; જેમ આત્માનું કાર્યં જ્ઞાનદન કરવાનું છે, તેમ ચક્ષુનુ પણ રૂપર`ગ જોવા જાણવાનું કાર્ય છે, જેમ આત્મા ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણ કાળનું જ્ઞાન કરી શકે છે, તેમ ચક્ષુની દૃષ્ટિ સન્મુખ હાવા છતાં, તે સન્મુખ સ્થિત પદાર્થોં જોવા For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નુ રહસ્ય [ ૬૩ ] જાણુવા ઉપરાંત તેની જમણી તથા ડાબી અને બાજુમાં રહેલ વસ્તુઓ જાણી દેખી શકે છે; જેમ આત્મામાં તેજ છે, તેમ ચક્ષુમાં પણ છે. ( આત્માના અસ્તિત્વથી જ ચક્ષુ તેનું કા કરી શકે છે તે વાત લક્ષમાં છે. ) આ રીતે ચક્ષુ આત્માનું પ્રતીક હાવાથી, આત્માના ગુણેા (તથા દોષો) ચક્ષુમાં પ્રતિબિંબિત થાય છે. આત્માના ગુણ્ણા વિશેષ વિશેષ પ્રગટતા જાય છે તેમ ચાલુમાં તેજ અબાર પ્રકાશિત થાય છે, ચક્ષુમાંથી તેજ કિરણા પ્રવાહરૂપે છુટે છે; ચક્ષુ, ડોળા, પોપચાં અને આસપાસના ભાગા સુંદર, સુરમ્ય, કોઈ કાળી છાંટ કે કાળા ડાઘ વગરનાં હોય છે; સ રેખાએ સુવ્યસ્થિત, સુશોભિત અને જાણે સ્મિત કરતી હેાય તેવી સુસ્પષ્ટ ભાસે છે; ચક્ષુ પર ષ્ટિ સ્થાપન કરતાં જ, તે આકર્ષાય છે, ખેંચાય છે, કહેા કે નજરાય જાય છે. તેથી બરાબર ઉલટુ આત્મામાં દોષો વધે ત્યારે અને છે; બધું બેડોળ, અરમ્ય; કાળી છાંટ કે કાળા ડાઘ સંયુક્ત હાય છે; તેવાં નયન પર નજર મિલાવતાં દૃષ્ટિ ખેચી લેવાનું દિલ થઈ આવે છે. સત્પુરૂષનાં ચક્ષુમાં તેમના આત્મિક ગુણા પ્રકાશિત થયા હાય છે, તેથી તેમાં પ્રકાશિત તેજ અને તેજકિરણાના વહેતા પ્રવાહુ જોવા મળે છે; સત્પુરૂષ જ્યારે વાણી પ્રકાશતા હાય છે ત્યારે ઘણીવાર મુખમાંથી તેજના ફુવારો ઊડતા હોય છે, જે બધું માત્ર સમ્યક્ શ્રદ્ધાવાન ઉત્તમ મુમુક્ષુ જોઈ શકે છે. માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, આળખે છે, અને ભજે છે, તે જ તેવા થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવા યોગ્ય છે. જે વાસ્તવ્ય (( For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] નિર્વાણમા નું રહસ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં એવા અમારે અંતર`ગ અભિપ્રાય વતે છે. ” ( ૩૩૫) ત્યારે સત્ પુરૂષનાં ચક્ષુમાંથી કયા ગુણા પ્રવહતા હશે તે પ્રશ્નનું સમાધાન આ પ્રકારે સમજવુ` યાગ્ય છે; વીતરાગ શાંતભાવ, પ્રેમ અને કરૂણાભાવ, દયા અને ક્ષમાભાવ, એ આદિ ઉત્તમ ભાવા તેમનાં પવિત્ર બનેલાં ચક્ષુમાંથી નીતરતા હાય છે. એવા સત્પુરૂષનાં દન થતાં જ મુમુક્ષુજનના અંતરમાં સહુસા સહજ ભાવેા ઊઠે કે, “ અહા! આ મુનિના કેવા અદ્ભુત વણુ છે! અહા ! એનું કેવુ મનેહર રૂપ છે! અહા ! આ આર્યંની કેવી અદ્ભુત સૌમ્યતા છે! અહે! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે ! અહા ! આના અ'ગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્ફુરણા છે! અહેા ! આની કેવી નિલેૉંભતા જણાય છે! અહા ! આ સંયતિ કેવુ... નિર્ભય અપ્રભુત્વ-નમ્ર પણ ધરાવે છે! અહા ! એનુ` ભાગનુ અસંગતિપણું કેવું સુદૃઢ છે ! ” ( ૧૬ ) "9 આ સહજ ભાવેા મુમુક્ષુજનના હૃદયમાં ઉઠવાના પરિણામે તે પાતાને સબધે છે કે -: “ વીતરાગના કહેલા પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવા નિશ્ચય રાખવા. જીવના અન–અધિકારીપણાને લીધે તથા સત્પુરૂષના યોગ વિના સમજાતું નથી. તે પણ તેના જેવુ' જીવને સંસારરોગ મટાડવાને બીજી કોઇ પૂણ્ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવુ. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય - “આ પરમ તત્ત્વ છે તેને મને સદાએ નિશ્ચય રહે એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ!! હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરૂષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ગ્ય છે.” (પ૦૫) અને જે મુમુક્ષુને સપુરૂષના બોધથી મૂળ માર્ગની પ્રાપ્તિ થઈ છે તેના ભાવ બતાવીએ છીએ. - “હે પરમ કૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણદિ સર્વ દુઃખને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરૂષને મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહે એટલું માગું છું તે સફળ થાઓ.” (૪૧૭) આ પ્રકારના હદયમાંથી ઉદ્ભવેલા ભાવનાં કારણ તે સમજાયાં હશે કે તે છે સપુરૂષની મુખાકૃતિનું હૃદયથી For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય અવલેન અને તેમના વચનામૃત. તે બંને કારણેથી અથવા આ પાંચમા બેલથી સપુરૂષની ભક્તિ પ્રત્યે લીનતા આવે છે અને તેમના ગુણોની અસરથી તેમજ ભક્તિના પ્રભાવથી ઉદાસીનતા વૃદ્ધિ પામે છે. આ રીતે આ બેલ પણ પ્રથમના બે બોલને બળ આપી ઉપકાર કરે છે. - આ પાંચમાં બેલમાં મુખાકૃતિનું હદયથી અવેલેકન કરવાને બંધ કર્યો છે. અહીં “હૃદય” શબ્દને વિચારપૂર્વક સમજ ઘટે છે. અવકન હૃદયથી એટલે પ્રેમપૂર્વકના સાચા ભાવથી, અને નહીં કે મગજથી એટલે બુદ્ધિ ચલાવીને, કરવાનું છે. પ્રેમ એ આત્માને સહજ ગુણ હોવાથી આત્મા માંથી આવે છે અને તેના આવિર્ભાવનું ક્ષેત્ર છે હૃદય અને તે કારણે તેમાં ભૂલ થતી નથી; જ્યારે બુદ્ધિ એટલે મતિ તે ચેતન સ્વરૂપ હોવા છતાં મતિજ્ઞાનાવરણને કારણે તેમાં કલ્પના ભળી જાય છે અને તેથી ભૂલ થાય તે સમજાય તેવું છે; બુદ્ધિનું સ્થાન મગજ (Brain) ક્ષેત્ર છે અને મગજ જે ન્યૂનાધિકપણે વ્યાધિગ્રસ્ત હોય કે અસ્થિર હોય કે અવિકસિત હોય તે ભૂલ થાય છે. વાસ્તવમાં તે અપૂર્વ પરમાર્થની જેને અપેક્ષા હોય તેણે તે પ્રથમ મગજથી નીચે ઉતરી હૃદય સુધી પહોંચવું અને પછી હૃદયે જે ગ્રહણ કર્યું હોય, અનુભવ્યું હોય, તે મગજથી, બુદ્ધિથી વિચારી દઢ કરવું, જેથી કુતક ઊઠવા સંભવ ન રહે તેમ છેટું ગ્રહણ ન થાય. આથી સત્યરૂષની મખમદ્રાનું હદયથી અવેલેકન કરવાથી તેમની મુદ્રામાં પ્રકાશિત થતા તેમના આત્મિક ગુણેની જાણ થવાથી પુરૂષ પ્રત્યેનો For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૬૭] પ્રેમ વૃદ્ધિ પામે છે અને તેથી કરીને ભક્તિલીનતા તરફ આગળ વધી સ્વકલ્યાણના અંશે વિશેષતાએ પ્રગટે છે. વળી આ બેલમાં પ્રાથમિક ભૂમિકામાં સ્થિત તથા પરમાર્થના રૂચિવંત એવા જીવને માટે આત્મવિકાસ અર્થે વિધિવિધાનને ગુપ્તપણે નિર્દેશ છેઅને તે આ પ્રમાણે સમજાય છે. પિતાના ઉપકારી અને ઈષ્ટ સપુરૂષના ચિત્રપટ સન્મુખ સંસારના સર્વ ભાવેથી ઈચ્છિત સમય પર્વત વિરામ પામીને ચિત્તની સ્થિરતા લાવીને સ્થિર આસને બેસવું. સપુરૂષના ચક્ષુમાં પિતાની દષ્ટિને સ્થાપના કરી હૃદયથી એટલે અંતરના પ્રેમપૂર્વકના નિર્મળ ભાવથી અવલોકન કરવું, ચિત્તમાં વિચારે કે વિકપ ઊઠે તેને ઉપશમ કરવા એટલે તેના પર મનન ન કરતાં તેને દષ્ટ, જ્ઞાતા કે સાક્ષી તરીકે રહેવાને પુરૂષાર્થ કરે. તેમ છતાં વિક૯પ હઠ કરીને આવે અને અકળાવે તે શાંતિ” શબ્દ માત્ર મનમાં બેલવે, તેથી વિકપનું બળ તૂટશે અને તેની નિરાધાર સ્થિતિ થતાં સ્થિરતા આવશે. છેડા દિવસના અભ્યાસથી સફળતા મળતી દેખાશે. અભ્યાસથી સર્વ સિદ્ધિ છે. સ્થિરતા આવ્યથી આત્મામાં કોઈ પ્રકારે સમતા અનુભવાશે, તેની સાથે તે સ્થિરતાના જ કારણે ચમત્કારિક પરિણામે આવવા શરૂ થશે. ચિત્રપટની ચારે કિનાર સેનેરી પીળા રંગવાળી અથવા વેત રંગથી પ્રકાશિત દેખાશે. પછી ચિત્રપટ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] નિર્વાણમા નું રહસ્ય પણ સત્તુળ જ્યંતિ સમાન જોવામાં આવશે અને તે વેળા ચિત્રપટની આસપાસની ભૂમિનુ ક્ષેત્ર સામાન્ય તેજવાળુ હશે.... આ વગેરે દક્ષે જોતાં આનન્દ્વ ઉપજશે. આંખ અધ થતાં, સ્થિરતા હશે તે મનેાચક્ષુ સામે રગબેર’ગી વાદળાંએ પસાર થતાં, અથવા ઊંચે ચઢી વિખરાતાં નીરખવામાં આવશે. વાદળાંના રંગ, પીંળેા, વાદળી, જાબુડીયા, આછે લાલ કાળી છાંટવાળા દેખાશે. પ્રત્યેક રંગને પરમા રહસ્યયુક્ત છે. જેનું વિવેચન અથવા સમજણ માટે અત્ર જણાવવું આવશ્યક નથી. આ અભ્યાસ પછી ચિત્રપટની સહાય વિના ભાસ કે સ્વપ્નમાં સત્પુરૂષનાં દર્શન કરવાના અલભ્ય લાભ થશે. આ દર્શનનું ફળ અદ્ભુત અને પરમ ઉપકારી છે. આ ખેલમાં આ ભાવના ગર્ભિતપણે નિર્દેશ કરી પરમ કૃપાળુ દેવે અસીમ ઉપકાર કર્યાં છે; અને તેનુ ફળ પ્રથમના એ એલન ઉત્તેજક છે. ( ૬ ) તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્ચા ફરી ફરી નિદિધ્યાસન કરવા. આ ખેલ ઘણા ગભીર, સામાન્ય જીવથી તેમાં રહેલ 'તર્યંત ભાવા ન સમજી શકાય તેવા કઠણુ, છતાં સુંદર ઉપકારી ભાવસભર છે. સત્પુરૂષના ત્રણે યાગની પ્રવૃત્તિના ગમાં સ્થિત આશ્ચર્યકારક રહસ્ય જાણવાં આળખવાં માટે એક તા પેાતાની મુમુક્ષુપણાની ભૂમિકા ઊંચી જોઇએ અને બીજુ તેમના સત્યમાગમ ફરી ફરી થવા જોઇએ. ભૂમિકા . : For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ 6 ] ઊંચી હોવાની સાથે પિતાની અંદર સપુરૂષ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા વિશેષતાઓ વિકસ્યાં હવા ઘટે એ પણ સ્મરણમાં રાખવા રોગ્ય છે. તે વિના રહસ્ય આત્માથી સમજાવાં અત્યંત દુર્ઘટ છે. સમજાયાં પછી નિદિધ્યાસન કરવાનું ફળ ઘણું મોટું છે, જે આપણે આગળ ઉપર વિચારપૂર્વક જોઈશું; દરમ્યાન સર્વને વિચાર અર્થે પરમ કૃપાળુ દેવનાં વચને અહીં ઉતારીએ છીએ. ચિત્તની જે સ્થિરતા થઈ હોય તે તેવા સમય પરત્વે સપુરૂષના ગુણોનું ચિંતન, તેમના વચનેનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હોય તે મનને નિગ્રહ થઈ શકે ખરે; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલૂમ પડે.” (૨૫). અત્યાર સુધીનું વિવેચન પરથી આપણે જાણીએ છીએ કે મેક્ષમાર્ગ અને તેને મર્મ પ્રથમના બે બેલમાં સમાય છે અને ત્યાર પછીને બોલે છે તે તેને સહાયકારક તેમ બળ આપનાર છે; તે સહજપણે એવા કમથી આત્મભાવપૂર્વક હૃદયમાંથી નીકળ્યા છે કે તેને ન્યાયથી, બુદ્ધિથી સમજી શકાય, જ્ઞાની ભગવંતની સહજ સ્વાભાવિક, વિના પ્રયાસે નીકળેલી વાણું કેવી હોય તેને નમુને જેવો હોય તે તે અહીં જ છે. તેમને સ્વાભાવિક કમની જાળવણી માટે બુદ્ધિપૂર્વકના વિચાર કરવાની આવશ્યકતા હોતી નથી, તેમ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ [G॰ ] નિર્વાણમા નું રહસ્ય આત્મામાંથી નીકળતા ભાવાને ભાષામાં ઉતારવા માટે શબ્દે શેાધવા પડતા નથી. કેવળ અનુરૂપ અને યોગ્ય શબ્દો સ્વયં હાજર થઈ વાણીરૂપે ગેાડવાઇ જાય છે. અધ્યાત્મ જેવા કડિનમાં કઠિન વિષયને આત્મત્વ પ્રાપ્ત અનુભવી મહાપુરૂષ ભાવસભર અને ગૂઢ રહસ્યથી ભરપૂર વચનામાં સહજતાએ ઉતારી શકે છે. કાંય ક્ષતિ, દોષ કે ન્યૂનાધિકતા દેખી શકાતાં નથી. ત્રીજા ખેલમાં સત્પુરૂષોનાં ચરિત્રનું સ્મરણ કરવાનું કહ્યું. ત્યાં સુખદુ:ખનાં નિમિત્તો કેઈ વખતે અતિ વિષમ હોવા છતાં તેમના આત્મભાવની સ્થિરતા આદિ ગુણા જાણી શકાય છે. તેની સ્મૃતિ પાતાને પ્રાપ્ત થતા હષ શેકના પ્રસગાએ લેવાના બાધ કર્યાં; ચેાથા ખેલમાં સત્પુરૂષોનાં લક્ષણનુ ચિંતન કરવાના ઉપદેશ આપ્યા; ત્યાં ચરિત્રા દ્વારા જાણેલાં લક્ષણા એટલે ગુણા, જેવા કે સમતા, શાંતિ, કરુણા, ક્ષમા, ધીરતા, વીરતા, નિસ્પૃહતા, નિલેૉંભતા, નમ્રતા, સરળતા આદિને અતરગમાં તેની પ્રાપ્તિ અર્થે ચિંતવવાનું કહી બતાવ્યું; પાંચમા એલમાં સત્પુરૂષોની મુખાકૃતિનુ હૃદયથી અવલેાકન કરવા ધ અર્થ સૂચવ્યું; ત્યાં જે ગુણા સત્પુરૂષોને વિષે વિદ્યમાન હોવાનું જાણ્યું હતું; તે ગુણેા સત્પુરૂષની મુખાકૃતિને વિષે પ્રતિબિંબિત થતા હોવાથી, તેમની મુખમુદ્રાનુ હૃદયથી અવલોકન કરવાનું કહ્યું. જેથી પાતાની ચેાગ્યતાનુસાર તે ગુણાને જાણી શકાય. અને હવે આ છઠ્ઠા ખેલમાં તેવા ગુણૈાથી સુથેભિત સત્પુરૂષની મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ કેવી હોય, તે તીક્ષ્ણ બુદ્ધિએ નજરે જોઇ, તેના પર વિચાર કરી, તે પ્રવૃત્તિની ભીતરમાં For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૭૧] જે ગુપ્ત અદ્ભત રહસ્ય છુપાયેલું છે તેને પકડી પાડી તે પરત્વે નિદિધ્યાસન કરવાનો ઉપદેશ કર્યો. નિદિધ્યાસન કરવું એટલે ફરી ફરીને ચિંતન મનન કરવું. જેથી કરીને તે આત્મામાં પરિણામરૂપ થાય. આત્મામાં પરિણમન થાય તે નિદિધ્યાસન. સપુરૂષનાં મનમાં જે જે વિચાર હોય, તેને બરાબર અનુરૂપ તેમનાં વચન હોય છે અને તે વિચાર અને વચનને આશયને તદ્રુપ એવું વર્તન (આચાર) હોય છે. અર્થાત્ મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓની એકરૂપતા હોય છે. તેમાં ભેદ ક્યારે પણ પડતું નથી; પડે તે તે અસત્ય, માયા અને મોહ કહેવાય, જેને તે સપુરૂષોએ અભાવ કર્યો હોય છે અને ત્યારે તે સત્પરૂષનું ઉત્તમ પદ પ્રાપ્ત થાય છે. - જ્ઞાની પુરૂષ પિતાની આત્મદશા સંબંધે, પિતાના દોષ સંબંધે, વિચાર કરે છે ત્યારે તેમની વિચારણા પક્ષપાતથી પર અને આત્માને અત્યંતપણે તાવીને પ્રમાણિકપણે કરે છે; અને જેમ હોય તેમ નિર્મળ ભાવ રાખી જ્ઞાનદષ્ટિમાં જુએ છે. સામાન્ય જીવ માટે આ કાર્ય અઘરું હોવા છતાં જ્ઞાની પુરૂષ માટે તે સરળ બને છે, અને તેવી તેમની સહજ સ્થિતિ હેવા છતાં તેઓ આત્મજાગૃતિ, ઉપગની ન્યૂનાધિક તીણતા અને આત્મદષ્ટિએ આત્મલક્ષતા રાખે જ છે. ક્યારેક જ્ઞાની પુરૂષને પિતાની ઉપર કહી તે વિચારણા દર્શાવવાના ઉદય આવે છે ત્યારે તે પ્રમાણિકપણે પ્રમાણિક વચનથી કહે છે. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] નિર્વાણમાર્ગનું રહસ્ય - ઉદાહરણ અર્થે પરમકૃપાળુ દેવનાં વચનામૃતમાંથી ડાં અવતરણો ઉતારીએ છીએ – પ્રણામ લખું તેની પણ ચિંતા ન કરે. હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાનું નથી.” (વર્ષ ૨૨મું, પત્રાંક ૪પ) “ ધર્મ સંબંધી મારી વર્તના તે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દશ્ય થતી હોય તે ખરી, પૂછવી જોઈતી નહતી... ઉદય આવેલાં કર્મો ભેગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યા હોઉં એમ કહેવું તે આત્મપ્રસંશારૂપ જ સંભવે છે.” (વર્ષ ૨૨મું, પત્રાંક ૫૦ ) (તમે જણાવ્યા) તેવા ગુણે કંઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રૂચિ ઉત્પન્ન થઈ, એમ ગણીએ તે ગણી શકાય. આપણે જેમ બને તેમ એક જ પદના ઈચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ.” . - (વર્ષ ૨૩મું, પત્રાંક ૯૪) ચિત્ત ગુફાને ગ્ય થઈ ગયું છે. કમ રચના વિચિત્ર છે.” (વર્ષ ૨૩મું, પત્રાંક ૧૨૫) રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે.... (વર્ષ ૨૩મું, પત્રાંક ૧૩૩) For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણુમા નું રહસ્ય [ ૭૩ ] “ યથાયેાગ્ય દશાને હજુ મુમુક્ષુ છુ ં. કેટલીક પ્રાપ્તિ છે, તથાપિ સ` પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રેશમમાં પણ તેને પ્રિય નથી. અધિક શુ કહેવું ? પરના પરમાર્થ સિવાયને દેહુ જ ગમતા નથી તે ? (વર્ષ ૨૩મું, પત્રાંક ૧૩૪) “ સ સમ પુરૂષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન-પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. નિઃશ કપણાની, નિર્ભયપણાની, નિમુ ઝનપણાની અને વિઃસ્પૃહપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે. ’’ (વર્ષ ૨૪૩, પત્રાંક ૧૬૫) “ આત્મા જ્ઞાન પામ્યા એ તે નિઃસ`શય છે; ગ્રંથિભે થયા એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. ' ,, (વર્ષ ૨૪મું, પત્રાંક ૧૭૦) અદ્ભુત દશા નિર`તર રહ્યા કરે છે. અબધુ થયા છીએ. અબધુ કરવા માટે ઘણા જીવા પ્રત્યે ષ્ટિ છે. છ 66 “ એક બાજુથી પરમા મા ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે અને એક બાજુથી અલખ લે’માં સમાઈ જવું એમ રહે છે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ [૭૪] નિર્વાણમાર્ગનું રહસ્ય અલખ લે’માં આત્માએ કરી સમાવેશ થયો છે. યોગે કરીને કરે એ એક રટણ છે.” (વર્ષ ૨૪મું, પત્રાંક ૧૭૬) છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલપ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારના એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી, પરંતુ યોગ (મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે...પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તે થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લેકલેકદર્શન પ્રત્યે જવું કેમ બનશે? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે? ” (વર્ષ ૨૪મું, પત્રાંક ૧૮૭) કહેવારૂપ હું તેને નમસ્કાર હો.” (વર્ષ ૨૪મું, પત્રાંક ૧૮૮) આજના પ્રભાતથી નિરંજનદેવની કઈ અભુત અનુગ્રહતા પ્રકાશી છે. આજે ઘણા દિવસ થયાં છેલી પરાભક્તિ કઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે...આખી સૃષ્ટિને મળીને જે મહી કાઢીએ માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે.....આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે; અને તે (અ) મને ઘણું કાળ થયા પહેલાં સમજાયું છે, આજે અતિ અતિ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય [ ૭૫ ] સ્મરણમાં છે; કેમ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે; અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. ” ( વર્ષે ૨૪, આંક ૨૦૧ ) “ ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. કવચિત મનાયેાગને લીધે ઇચ્છા ઉત્પન્ન હેા તે ભિન્ન વાત. પણ અમને તે એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારે પરમ ઉદાસીન ભાવ વર્તે છે, તે સાવ સેાનાનું થાય તે પણ અમને તૃણવત છે; અને પરમાત્માની વિભૂતિ રૂપે અમારૂ' ભક્તિધામ છે. ’ (વર્ષે ૨૪મુ, પત્રાંક ૨૧૪ ) સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી અને એકતાર સ્નેહ ઉભરાતા નથી. આથી ખેદ રહ્યા કરે છે. જો કે વૈરાગ્ય તા એવા રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. પર’તુ ઉપાધિના પ્રસગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. ” ( વર્ષે ૨૪મુ, પત્રાંક ૨૧૭) 66 “ પાનાનુ` અથવા પારકું જેને કઇ રહ્યું નથી એવી કોઇ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, ( આ દેહે છે ); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. ” ( વર્ષે ૨૪, પત્રાંક ૨૩૪ ) ( For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ [૭૬] નિર્વાણમાર્ગનું રહસ્ય ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિ ઈચ્છા સુખદાયક માનીએ છીએ, એટલે જે ઉપાધિ જોગ વતે છે, તેને પણ સમાધિગ માનીએ છીએ. અત્યારે તે બધુંય ગમે છે અને બધુંય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે (ચિત્તની) નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણ કામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે પણ સ્પષ્ટ છે એ અનુભવ | (વર્ષ ૨૪, પત્રાંક ૨૪૭) એક પુરાણ પુરૂષ અને પુરાણ પુરૂષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કઈ પદાર્થમાં રૂચિ માત્ર રહી નથી, વ્યવહાર કેમ ચાલે છે તેનું ભાન નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.. પાંચે ઈન્દ્રિયે શૂન્યપણે પ્રવર્તાવારૂપ રહે છે.... ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બેલવાની વૃત્તિઓ પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે છેમન પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આટલું બધું છતાં મન માનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ. અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવહેતી નથી એમ જાણીએ છીએ. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ.... જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે.” (વર્ષ ૨૪મું, પત્રાંક ૨૫૫) For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ નિવાણમાર્ગનું રહસ્ય [૭૭ આત્મા બ્રહ્મસમાધિમાં છે. મન વનમાં છે. એક બીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ કિયા કરે છે.” (વર્ષ ૨૪મું, પત્રાંક ૨૯૧) - “જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. કઈ એવા પ્રકારને ઉદય છે કે અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએચિત્તને પણ ઝાઝો સંગ નથી. આત્મા આત્મભાવે વતે છે. સમયે સમયે અનંત ગુણવિશિષ્ટ આત્મભાવ વધતે હેાય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી, અથવા કળી શકે તેવાને પ્રસંગ નથી.” (વર્ષ ૨૫મું, પત્રાંક ૩૧૩) ચે તરફ ઉપાધિની વાલા પ્રજવલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એ અનુભવ છે આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે.” (વર્ષ ૨૫, આંક ૩૨૪) આ કામ પછી “ત્યાગ’ એવું અમે તે જ્ઞાનમાં જોયું હતું અને હાલ આવું સ્વરૂપ દેખાય છે; એટલી આશ્ચર્ય વાર્તા છે.” (વર્ષ ૨૫, આંક ૩૩૯) - “અમે તે પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વતી એ છીએ. તથાપિ તે For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮] નિર્વાણમાર્ગનું રહસ્ય વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી....મોક્ષ તે કેવળ અમને નિકટપણે વતે છે એ તે નિઃશંક વાર્તા છે.” | (વર્ષ ૨૫, આંક ૩૬૮) “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વતે છે, એવા જ “શ્રી રામચંદ્ર” તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પુરું કરીએ છીએ.” (વર્ષ ૨૫, પત્રાંક ૩૭૬) છ સાસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક જણ વિકલ્પ ઉત્પન્ન થયે નથી એવાશ્રીને નમસ્કાર છે. (વર્ષ ૨પ, આંક ૩૭૮) - “જે કે અમારૂં ચિત્ત નેત્ર જેવું છે નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું અથવા ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી કિયા તો શૂન્યપણની પેઠે વતે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિ જે તે બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આપની પાસે જમીનની રેતી ઉપાડવાનું કાર્ય થવા રૂપ થાય છે તે જેમ દુઃખે, અત્યંત દુઃખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે.” (વર્ષ ૨પમું, પત્રાંક ૩૮૫) “ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી. એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપિ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૭૯ ] ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે.” (વર્ષ ૨૬, પત્રાંક ૪૨૫) અમે તે તે ઉપાધિ જેગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ અને તે તે જગે હૃદયમાં અને મુખમાં મધ્યમ વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. સમ્યકૃત્વને વિષે અર્થાત્ બેધને વિષે ભ્રાંતિ પ્રાયે થતી નથી, પણ બેધનાં વિશેષ પરિણામને અનવકાશ થાય છે, એમ તે સ્પષ્ટ દેખાય છે અને તેથી ઘણુવાર આત્મા આકુળવ્યાકુળપણાને પામી ત્યાગને ભજતે હતે.” | (વર્ષ ૨૬, પત્રાંક ૪૬૫) પૂર્ણ જ્ઞાની શ્રી ત્રિષભદેવાદિ પુરૂષને પણ પ્રારબ્ધોદય ભગવ્યે જ ક્ષય થયું છે, તે અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવું જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલે થાય છે કે, અમને આવા પ્રારબ્ધદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળ છૂટવાની કામના થઈ આવે (વર્ષ ૨૭, પત્રાંક ૫૮૬) “ જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તે પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય (વર્ષ ૨૯, પત્રાંક ૬૭૦) અવિષમ ભાવ વિના અમને પણ અબ ધાણ માટે -- * * * For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] નિર્વાણમાગ નું રહસ્ય ખીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યાગ્ય માં છે. ’ ( વર્ષે ૩૧, પત્રાંક ૮૨૩) હવે “ પરમ ધર્માંરૂપ | ચંદ્ર પ્રત્યે રાહુ જેવા પરિગ્રહ તેથી વિરામ પામવાને જ ઇચ્છું છું, અમારે પરિગ્રહને શુ કરવા છે ? કશુ` પ્રયેાજન નથી. સર્વાંત્કૃષ્ટ શુદ્ધિ, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ,, ( વર્ષ ૩૧, પત્રાંક ૮૩૨) હું “ માનસિક વૃત્તિ કરતાં ઘણા જ પ્રતિકૂળ માર્ગ માં હાલ પ્રવાસ કરવા પડે છે. તપ્ત હૃદયથી અને શાંત આત્માથી સહન કરવામાં જ હુ માનુ છું. ” ( વર્ષ ૩૨, પત્રાંક ૮૫૧ ) અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક રેચક પાંચે વાયુ સર્વાંત્તમ ગતિને આરોગ્યબળ સહિત આપે છે. ( વર્ષ ૩૩, પત્રાંક ૯૩૩) 99 66 “ ઘણી ત્વરાથી પ્રવાસ પૂરા કરવાના હતા. ત્યાં વચ્ચે સહેરાનું રણ સંપ્રાપ્ત થયું, માથે ઘણા ખાજો રહ્યો હતા તે આત્મવીચે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત્ ઉદયમાન થાક ગ્રહણ કર્યાં. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચય છે. અવ્યાબાધ સ્થિરતા છે.... ૐ શાંતિ: ” ( વર્ષ ૩૪, પત્રાંક ૯૫૧) ઉપરના અવતરણેાના અભ્યાસથી આટલું સ્પષ્ટ થશે કે સત્પુરૂષ કે જ્ઞાની પુરૂષ પોતાની આત્મદશા, દોષ, ક્ષતિ આદિ જેમ હોય તેમ આત્માથી નિમ ળભાવે નિરીક્ષણ કરીને For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૮૧] પ્રમાણિકતાએ કહી બતાવે છે. તેમાં ભૂલ થતી નથી. તે ઉપરાંત મન, વચન અને કાયાની ચેષ્ટાનાં રહસ્ય કેવાં હોય તે પણ આથી સમજી શકાશે; ઉપગ ચૈતન્યસ્વરૂપ પ્રત્યે વળેલું રહે અથવા આત્મા સ્થિર અને સમપરિણામે રહે, જ્યારે વેગ એટલે મન, વચન, કાયા, બહાર પૂર્વકર્મ ભેગવે. પૂર્વ કમાંનુસાર ત્રણે ગની પ્રવૃત્તિ કર્મોની નિવૃત્તિ માટે થતી હોય છે. કારણ આત્મા તેમાં આત્મભાવે જોડાતે નથી. બીજી રીતે કહીએ તે જ્ઞાની પુરૂષના આત્માને પૂર્ણ શુદ્ધતા પ્રત્યે લઈ જવા માટે જાણે કેમ મન, વચન અને કાયા પરમ મિત્રભાવે એકત્ર થઈને વતી સહાયભૂત થતાં ન હેય; આ એક રહસ્યમય આશ્ચર્યકારક ઘટના છે. અને આ ઘટનાનું રહસ્ય સામાન્ય જીવથી ઓળખાવું અત્યંત અશક્ય છે. સુદષ્ટિવાન મુમુક્ષુ જ તેને પારખી શકે. અગાઉ આપેલાં પરમકૃપાળુ દેવનાં સ્વાભદશાના વિકાસસૂચક અને રહસ્યને પ્રગટ કરતાં વચને વાંચી, વિચારી, સમજવાથી પણ કલ્યાણ જ છે. મનની અંદર ચાલતી વિચાર શ્રેણી કેઈથી જાણી શકાતી નથી. પરંતુ તે વિચાર વચનરૂપ પરિણામને પામે છે વા તેને જ કેવળ અનુરૂપ દૈહિક ક્રિયા કે આચારરૂપ બને છે, ત્યારે તે શ્રેણિને પ્રકાર વિચારવાન જીવથી સમજાય છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાંથી જેને અભાવ નીકળી ગયા હોય તેવા જ્ઞાની પુરૂષની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી હોતી નથી, અને તેથી જ જ્ઞાની અને અજ્ઞાનીની પ્રવૃત્તિ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ [૮૨] નિર્વાણુમા નું રહસ્ય વચ્ચે ભેદ પડે છે. જ્ઞાની આહાર લેતા હાય છતાં લેતા નથી, ખેલતા હોય છતાં ખેલતા નથી એ આદિ પ્રકારની વાત સાંભળીએ છીએ અથવા વાંચીએ છીએ ત્યાં રહસ્ય એ છે કે જ્ઞાનીને તે તે ક્રિયાઓમાં પ્રીતિ કે આસક્તિ નથી પણ પૂ કાંના ઉદયના ધક્કાથી તે પ્રવન થાય છે. હવે આ છઠો ખેલ પ્રથમના બે ખેલને કેવી રીતે ઉપકારી થાય છે તે જોઇએ. પાંચમા ખેલમાં જે ગુણા સત્પુરૂષની મુખાકૃતિ પર અંકિત થવાનું જણાવ્યુ હતુ, તે ગુણાના કારણે તેમની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ બીજા જીવાની પ્રવૃત્તિ કરતાં જુદી પડે છે અને તેથી રહસ્યયુક્ત અદ્ભુતતા લાગે છે; અને તેને લઇને સત્પુરુષ પ્રત્યે અહેાભાવ વધતાં ભક્તિ પણ લીનતા પ્રત્યે દોડે છે; વળી રહસ્ય જાણી તે પરનુ` નિદિધ્યાસન તેની ઉદાસીનતાના ક્રમમાં વધારો કરે છે. સત્પુરૂષની જેવી વિદેહી દશા છે અથવા તેમનુ' જેવુ... જળકમળવત્ અલિપ્તપણાથી રહેવું છે, તે પ્રાપ્ત કરવા ચેાગ્ય ઉચ્ચ દશા પ્રત્યે તેનુ શિષ્યનું કે મુમુક્ષુનું અંતર વલણ થાય છે. તેને પુરૂષા` વેગ ઉપાડે છે ને તેના ફળરૂપ ઉદાસીનતાના વમાનપણાને પામે છે. આ પરથી આ બેલની સામર્થ્યતા અને ઉપયોગિતા કેટલી છે તે સ્પષ્ટ સમજાશે. (૭) તેઓએ સમ્મત કરેલું સસમ્મત કરવું, પ્રથમના છ ખેલને મમ સમજ્યા પછી ક્રમમાં આ સાતમે છેલ્લા અને કળશરૂષ બેલ સડતાએ આવે તે લક્ષમાં લેવું અઘરૂ નથી. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૮૩] આ લેક વિવિધ તાપથી આકુળવ્યાકુળ છે; ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિબ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, વરાદિ ગ, મરણાદિક ભય, વિયેગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સપુરૂષ જ શરણ છે; સપુરૂષની વાણું વિના કઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરૂષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” “સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ પુરૂષને જ અનુગ્રહ છે; કઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ થતી નથી, અને એ પુણ્ય પણ પુરૂષના ઉપદેશ વિના કેઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢીને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે; પણ એનું મૂળ એક સપુરૂષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સપુરૂષ જ કારણ છે આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પિતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવી આશ્ચર્યની પ્રતિમારૂ સંપુરૂષને અમે ફરી ફરી નામરૂપ સ્મરીએ છીએ.” (૨૧૩) For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ [૮૪] નિર્વાણમાર્ગનું રહસ્ય આટલી બધી સત્પરૂષની સમર્થતા જે મુમુક્ષુના અંતરમાં સમજાઈ હોય છે, તે તે અવશ્ય તેઓએ સમ્મત કરેલું સર્વસંમત કરે જ. તેમ છતાં જેની દશા તેટલે અંશે ન પહોંચી હોય, તેને માટે આ ઉપકારી બોલ કહ્યો છે તથા પહોંચી હોય તેને માટે દઢતા અર્થે આ બેલની આવશ્યકતા છે જ; કેમ કે જીવ સ્વભાવથી શિથિલતા અને પ્રમાદવાળે અનાદિ કાળથી રહ્યો છે અને તેથી આત્મજાગૃતિ અર્થે આ બેલનું પ્રકાશવું થયું છે. આ બેલ મુખ્ય છે એમ કહીએ તો જરા પણ છે કે અતિશક્તિવાળું વચન છે એમ નહીં કહી શકાય. જે પુરૂષ સંસારમાં અસંસારગત ભાવથી, અલિપ્તપણથી જળકમળવત્ રહે છે, જે આધિ, વ્યાધિ અને ઉપાધિના પરમ વિષમ નિમિત્તોના ઉદય વખતે આત્મસ્થિરતા અને આત્મશાંતિના મજબુત દુગની એક કાંકરી પણ ખરવા દેતા નથી અને જે ઘર પરિષહ અને ઉપસર્ગ અદ્વિતીય આત્મવીર્યથી વેદી તેમને નિ:સત્વ બનાવી દે છે, તેમનું કહેલું, ઉપદેશેલું, બોધેલું કેવળ સત્ય જ હેય, નિઃશંકતાએ ઉપાદેયરૂપ હોય, આરાધવા ગ્યા હોય એ તે સહેજે સમજી શકાય એ પ્રકાર છે. કેમ કે જે માનવાથી, જે શ્રદ્ધવાથી, જે આચરવાથી તેઓ તેવી ઉચ્ચતમ દશાને પ્રાપ્ત થયા, તે સર્વે મુમુક્ષુએ હદયથી અને પ્રેમથી માનવા ગ્ય, શ્રદ્ધવા ગ્ય અને આચરવા ગ્ય હેય જ. આ બોલના ગર્ભમાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા અથવા For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાગ નું રહસ્ય [ ૮૫ ] આજ્ઞાંકિતપણું, તે ભાવેા રહ્યા છે; અર્થાત્ તે ગુણેા પ્રગટાવવા અતિ કરૂણતાથી ઉપદેશ કર્યાં છે. તેઓએ સમ્મત તા ત્યારે કહી શકાય કે જ્યારે ભાવા ઓછા વધતા અંશે પ્રગટ્યા હોય, સત્પુરૂષ પ્રત્યે પોતાના આત્મકલ્યાણ અને આત્મશ્રેય અર્થે નિર્મળ પ્રેમ, અચળ શ્રદ્ધા અને આજ્ઞારાધનની અપૂર્વ ચિ થયાં હોય. પ્રેમ વિના શ્રદ્ધા ટકી શકતી નથી અને શ્રદ્ધા પ્રેમ વિના અચળ રહેતી નથી; અને તે બંનેના બળથી અણુતાના જન્મ થઇ, તેની વૃદ્ધિ થાય છે અને તેમ થાય ત્યારે મુમુક્ષુથી સ્વાભાવિક ખેલી દેવાય છે, કે “ દેવદેવીની તુષમાનતાને શું કરીશુ ? જગતની સુષમાનતાને શું કરીશું ? તુષમાનતા સત્પુરૂષની ઇચ્છા........સત્પુરૂષના અંતઃકરણે આચર્યાં કિંવા કહ્યો તે ધર્મ. ” (૨૧) સમ્મત કરેલું સ મુમુક્ષુમાં ઉપરના એટલે કે તેનામાં તેના અંતરમાં આ ભાવા સ્થિરતા પકડે છે કે તેમનું કહેલું સ માન્ય રાખવું; તેમનાં કહેલાં ધાકડે ધાકડે પણ અંગીકૃત કરવાં, પોતાની દેોષવાળી અલ્પ મતિ ત્યાં ન ચલાવવી અને બુદ્ધિના ઉપયાગને માત્ર સત્પુરૂષમાં જ પ્રેરવા; ન સમ જાય ત્યાં મધ્યસ્થતા રાખવી અથવા સત્પુરૂષ પાસેથી સમાધાન મેળવવુ. પણ સ્વચ્છ ંદને સેવી સત્પુરૂષની વિમુખતાએ ન પ્રવવું. આ બેલમાં મુખ્યતાએ આજ્ઞાનું આરાધન ત્રણે યાગની એકત્વતાથી કરવાનું સૂચવ્યુ છે, કહેા કે તેમ કરવાની આજ્ઞા આપી છે. આ આજ્ઞાનું પાલન સૂક્ષ્મતાએ કરવાનુ છે, અને For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] નિર્વાણુમા નું રહસ્ય એમ થાય તે તેને માટે મેાક્ષ નિકટ છે, લેશ માત્ર દૂર નથી. ગજસુકુમાર મુનિએ આજ્ઞાનું સેવન અથથી ઇતિ સુધી કર્યું તે મેાક્ષપ્રાપ્ત શીઘ્રતાએ થયા. ઋષભદેવ તીર્થંકર ભગવાનના અડાણું પુત્રે તેમ કરવાથી જ મુક્તિને વર્યાં, “ પરિક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યાં છે. ” (૨૦૦) "" ભગવત્ તીથંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું. તેથી તેમને સમિત કહ્યું છે એવા સિદ્ધાંતના અભિપ્રાય નથી. તેમાંથી કંઇક જીવાને તીથંકર સાચા પુરૂષ છે, સાચા મોક્ષમાના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રૂચિથી, શ્રી તી કરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી ફિચ અને એવા આશ્રયના તથા આજ્ઞાના નિશ્ચય છે તે પણ એક પ્રકારે વાવના જ્ઞાનસ્વરૂપ છે. પુરૂષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મેાક્ષમાગ હાય, તે પુરૂષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વીતરાગ હોય તે પુરૂષ યથા વક્તા હાય અને તે જ પુરૂષની પ્રતીતિએ મેાક્ષમા સ્વીકારવા ચેાગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનુ ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રૂચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનુ જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરૂષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષના ક્ષય થઈ વીતરાગદશા થાય છે. ” (૭૭૧) '' For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ 6 નિર્વાણમા નું રહસ્ય [ ૮૭ ] આ ૮ કત્લી વચને અત્યંત ગંભીર ભાવ અને અદ્ભુત આશય દર્શાવનાર હેાવાથી ખૂબ મનનીય છે. તેમાં મેાક્ષમા સમાયા છે. તે પર સુવિચારણા કરવાથી માર્ગના સિદ્ધાંતના ધ્વનિ પ્રેમ, શ્રદ્ધા અને અણુતા અથવા આજ્ઞારાધન ’એ નીકળશે અને માને મમ · કોઈ વિદ્યમાન સત્પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા' એ પણ અલ્પ પ્રયાસે સમજાશે. આટલુ હૃદયમાં ઉતારતાં જ મેાક્ષમાર્ગ સરળ, સુગમ ને સ્વચ્છ શા માટે છે તેના ગુપ્ત ભેદ પણ લક્ષગત્ થશે. આત્માની પ્રકૃષ્ટ શુદ્ધતા પ્રગટ કરવા જે કંઈ કરવાનુ છે તે માત્ર આટલું છે; તેના અભાવે 6 '' સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઇ ઉપાય; સત્સાધન સમયેા નહીં, ત્યાં બંધન શુ' જાય ? ” (૨૬૪) "" 66 વડુ સાધન બાર અન’ત ક્રિયા, તદપિ કછુ હાથ હજુ ન પર્યાં, અત્ર કયાં ન બિચારત હૈ મનસે, કછુ ઔર રહાઉ ન સાધનસે' ! બિન સદ્ગુરુ કોઇ ન ભેદ લહે, સુખ આગલ હૈ કહુ ખાત કહે ! કરુણા હમ પાવત હે તુમકી, વહુ ખાત રહી સુગુરુગમકી; પલમે' પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુ ચ સુપ્રેમ ખસે. તનસે, મનસે’, ધનસે, સબસે, ગુરુદેવકી આન સ્વ આત્મ ખસે; તબ ક!રજ સિદ્ધ અને અપના, રસ અમૃત પાવહિ પ્રેમ ઘના. ” ( ૨૬૫ ) હવે પત્રાંક ૭૭૧માં કહેલા વચને, જે ઉપર જણાવ્યાં છે, તેમાં સત્પુરૂષ પ્રત્યે પ્રેમ શ્રદ્ધા અને અણુતારૂપ મોક્ષમાગ કથા પ્રકારે છે તે સક્ષેપે જોઇએ. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ [૮૮] નિર્વાણમાર્ગનું રહસ્ય શ્રી તીર્થકર પ્રભુ ઉત્કૃષ્ટ પુરૂષ છે, તે સાચા પુરૂષ છે. સાચા મોક્ષમાર્ગના ઉપદેખા છે, તે વાત જીવથી ક્યારે મનાય છે? કે જ્યારે તે પુરુષ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા આવે ત્યારે, અને તેમ થતાં શું થાય? તે કહે છે કે જીવના આત્મામાં પરિણામરૂપ પ્રતીતિ આવે, મોક્ષમાર્ગમાં પ્રયાણ કરવાની રુચિ થાય, ત્યાર પછીનું પરિણામ શું આવે? તે કહે છે કે તે સપુરૂષના આશ્રયને તથા આજ્ઞાને નિશ્ચય આવે અર્થાત્ પ્રેમ, શ્રદ્ધા ને અર્પણતા (આજ્ઞારાધન) એ ત્રણે ઉત્તમ ગુણો આવે, વિકસે અને ખીલે અને પછી આજ્ઞાનું આરાધન કરવાથી રાગદ્વેષને ક્ષય થઈ વીતરાગદશા થાય. એ ત્રણેયના એટલે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાના શુદ્ધ આરાધક અને સ્વાત્માની શુદ્ધ અનુભૂતિ કરનાર પુરૂષના પવિત્ર મુખકમળમાંથી કેવાં અનુપમ બોધ વચને નીકળે છે તે જોઈએ. “અહ, સપુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનાને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણ ભૂત; છેલે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ વરૂપમાં સ્થિતિ કરાવનાર : ત્રિકાળ જયવંત વર્તા” (૮૭પ) For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાગ નું રહસ્ય [ ૮૯ ] (આ વચના પરનું વિવેચન આગળ કરવામાં આવશે.) આ બેલમાં ગર્ભિતપણે શ્રદ્ધા અને આજ્ઞારાધન અથવા અપણતા રહ્યાં છે તે બતાવાઈ ગયું છે. વળી આજ્ઞાના આરા ધન વિના મેાક્ષ નથી તે પણ કહેવાયું છે, આગળ આગળની દશામાં આરાધનનું સ્વરૂપ સ્થૂળતાથી સૂક્ષ્મતા પ્રત્યે અને સૂકમતાથી અતિસૂક્ષ્મતા પ્રત્યે જાય છે, તે એટલે સુધી કે મુમુક્ષુતામાં પ્રવેશી ચૂકેલા અને સત્પુરૂષ કે જ્ઞાનીપુરૂષના આશ્રય કર્યાં હેાય તેવા સુયેાગ્ય જીવને આશકા થવા યાગ્ય છે કે સાધકને દીઘČશકા કે લઘુશંકા જેવી અલ્પ ક્રિયામાં શ્રીગુરુની આજ્ઞા લેવારૂપ માની સંકડાશ શા માટે રાખવામાં આવી હશે ? તેના સમાધાન માટે પરમ કૃપાળુ દેવનાં જ બચના ટાંકીએ છીએ, જેથી તે આશકા શંકા રહિત થઈ જાય. સતત્ અંતર્મુખ ઉપયેાગે સ્થિતિ એ જ નિગ્રંથના પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયાગ બહિર્મુખ કરવેા નહીં એ નિગ્રંથના મુખ્ય માગ છે; પણ તે સયમાથે દેહાર્દિ સાધન છે, તેના નિર્વાહના અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા ચેોગ્ય છે. કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ અહિ ખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતમુ ખ ઉપયોગ પ્રત્યે રહ્યાં કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપયાગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે અને નિ`ળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયાગ સાતમે ગુણસ્થાનકે હાય છે. 66 For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ [૯ ] નિર્વાણમાર્ગનું રહસ્ય પ્રમાદથી તે ઉપગ ખલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં ખલિત થાય તે વિશેષ બહિર્મુખ ઉપગ થઈ ભાવઅસંયમપણે ઉપગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છેડી શકાય તેવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપગે થઈ શકે એવી અભુત સંકલનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપગપૂર્વક ચાલવું પડે તે ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપગપૂર્વક બેલવું પડે તે બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાન ઉપગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાન ઉપગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળને ત્યાગ કરવા ગ્ય ત્યાગ કરે. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે, અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપગ તેને જેમ અમ્મલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તે ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.” For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૯૧ ] દીર્ઘશંકાદિ કિયાએ પ્રવર્તતાં પણ અપ્રમત્ત સંયમદષ્ટિ વિસ્મરણ ન થઈ જાય તે હેતુએ તેવી તેવી સંકડાશવાળી કિયા ઉપદેશી છે; પણ સત્પરૂષની દષ્ટિ વિના તે સમજાતી નથી. આ રહસ્ય દષ્ટિ સંક્ષેપમાં લખી છે, તે પર ઘણે ઘણે વિચાર કર્તવ્ય છે. સર્વ કિયામાં પ્રવર્તતાં આ દષ્ટિ સ્મરણમાં આણુવાનો લક્ષ રાખવા ગ્ય છે.” (૭૬૭) ઉપરનાં પરમકૃપાળુ દેવનાં વચનેથી સંપુરૂષેની અનંત કરુણા સિદ્ધ થાય છે, કેમકે લઘુશંકાદિ અ૫ દૈહિક કિયા કરવા છતાં સાધકને આત્મા ઉપગની ખેલનારૂપ દોષમાં પડે નહીં એવી તેમાં સંકલન બતાવી છે; અને તે અતિ ગંભીર વાત અહીં સ્પષ્ટતાએ દર્શાવી છે અને રહસ્ય પ્રગટ કર્યું છે, તેમ છતાં તે રહસ્યનું રહસ્ય ગુપ્તતાએ રહ્યું છે તે માત્ર સુદષ્ટિયુક્ત વિચારવાનના લક્ષમાં આવવા ગ્ય છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપગપૂર્વક ચાલવું પડે તે ચાલવું. ઈત્યાદિ એ વચનમાં પણ રહસ્ય રહ્યું છે, તેના પર વિશુદ્ધ મતિથી વિચાર કરે ઘટે છે. શબ્દો સાદા સમજાય તેવા છે અથવા લાગે છે, છતાં રહસ્યયુક્ત છે. માટે જ કહ્યું છે કે શાસ્ત્રો સદ્ગુરુગમે સમજવા ગ્ય છે. પિતાને મતિકલ્પનાથી નહીં, પિતાની બુદ્ધિએ વિચારતાં ઉપશમ સ્વરૂપ જ્ઞાનીપુરૂષોએ રચેલાં શાસ્ત્રો શસ્ત્ર રૂપે પરિણમે એ બહુ સંભવ રહ્યો છે. આ સાતમે બેલ પ્રથમ બે બોલને સહાયભૂત કેવા For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ [૯૨ ] નિર્વાણમાર્ગનું રહસ્ય પ્રકારે થાય છે તે જોઈએ. આ બેલમાં મુખ્યપણે શ્રદ્ધા ને અર્પણતા એટલે આજ્ઞારાધન રહ્યાં છે. પુરૂષોએ સમ્મત કરેલું હોય તે સર્વ સત્યસ્વરૂપે જ હોય, અને તેથી તે માન્ય કરવાથી તથા તેમાંથી બોધ લેવાથી જ્ઞાનની નિર્મળતા થાય અને જ્ઞાનની નિર્મળતાને કારણે વૈરાગ્ય વધે. વૈરાગ્ય વધતાં ઉદાસીનતાને કેમ આગળ ને આગળ વીતરાગતા પ્રત્યે કુચકદમ કરે. જેમ જેમ ઉદાસીનતાની વર્ધમાનતા થાય અર્થાત્ આત્મદશા ઊંચી ચઢતી જાય તેમ તેમ તેના કારણરૂપ સપુરૂષની ભક્તિ જ છે એનું અત્યંત દઢપણું થતાં ભક્તિ પ્રત્યે લીનતા આવે જ. આ પ્રમાણે સાત બેલ પરનું વિવેચન અહીં પૂર્ણ થાય છે; તેમાં ન્યાયપૂર્વકનો કમ છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેની ઉપયોગિતા, તેનું મૂલ્ય અને તેની ઉપકારિતા કેટલાં છે તે તે પરમકૃપાળુ દેવ પોતે હવે પછી કહે છે. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, મઢવા ગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે.? આ વચનેથી શું કહ્યું? આ તે પરમ રહસ્ય છે રહસ્ય તેનું નામ કે જેમાં ગુપ્ત ભેદ રહ્યો હોય, જે સર્વસામાન્ય જીવથી અપ્રગટ હેય અને જે ઉત્તમ ચાવીરૂપ (Master Key) હોય, જેના વડે સર્વ તાળાં ખુલ્લી જાય અર્થાત બંધને For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૬૩] તૂટી જાય. એવું આ પરમ ઉપકારી પરમ રહસ્ય અત્રે જીના આત્મકલ્યાણાર્થે પ્રગટ કર્યું છે, કે જેને પરમ પ્રેમે આશ્રય કરવાથી જેને હૃદયથી ઉપાસવાથી જીવનાં મેહનીય કર્મનાં પડળ દૂર થાય છે, જ્ઞાન દર્શનનાં આવરણે અને વીર્યને રોકનારી અંતરાયે ક્ષીણ થતી જઈ ક્ષય થાય છે. આવી તેની અદ્ભુત ઉપયોગિતા અને ઉપકારિતા હોવાને કારણે પરમ કૃપાળુ દેવે ભારપૂર્વક વચનથી સમજણ આપી કે આ પરમ રહસ્ય નિર્વાણને અર્થે, મેક્ષને અર્થે એટલે નિજાત્માની પરમ શુદ્ધતાની પ્રાપ્તિને અથે માન્ય રાખવા ગ્ય છે, એટલે સ્વીકારવા યંગ્ય છે. તેને સ્વીકાર કર્યા પછી તે શ્રદ્ધવા ગ્ય છે; માનવું અને શ્રદ્ધવું એ બે વચ્ચે અંતર છે, જે માન્યતા હોય તે શ્રદ્ધારૂપ અથવા શ્રદ્ધાપણે વર્તવારૂપ હેતી નથી. જેમ કે સત્ય બલવું અને આચરવું તે સારું છે તે માન્યતા હોય, પણ તે સિદ્ધાંત શ્રદ્ધાના બળ વગર આચાર રૂપ થતું નથી અથવા દેહ અને આત્મા બંને ભિન્ન છે તેવી માન્યતા હોય પણ તેથી શ્રદ્ધા છે એમ કહેવાય નહીં, કારણ કે જેટલા અંશે શ્રદ્ધા હોય, તેટલા અંશે તેને અનુરૂપ વર્તવાનું બને. આથી માન્યતાની દઢતા તે શ્રદ્ધા અને તેમ ન થાય ત્યાં સુધી માન્યતા તે માન્યતા જ છે. “માનવાનું ફળ નથી પણ દશાનું ફળ છે.” (૩૯૭) એમ પરમકૃપાળુ દેવે પણ કહ્યું છે, આથી અત્રે કહ્યું તે પરમ રહસ્ય માન્ય રાખી શ્રદ્ધવા રોગ્ય છે એ હિતકારી ઉપદેશ કર્યો અથવા માન્યતાને બળવતી કરી શ્રદ્ધામાં લઈ જવાનું સૂચન કર્યું. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ [૯૪] નિર્વાણમાર્ગનું રહસ્ય આગળને બોધ શું છે તે હવે જોઈએ. બળવાન ભારપૂર્વકનાં વચનોથી જણાવે છે કે આ રહસ્ય ફરી ફરી ચિંતવવા ગ્ય છે. જેનું ફરી ફરીને ચિતન થાય, તે આત્મામાં પરિણામરૂપ થાય છે. આ રહસ્ય પરત્વે જે માન્યતા કરી હોય, તેને પુનઃ પુનઃ વિચારવાથી, તેનું વારંવાર મનન કરવાથી માન્યતા શ્રદ્ધારૂપ થાય છે અને શ્રદ્ધા આવ્યા પછી પણ તેનું અનુપ્રેક્ષણ કરવાથી શ્રદ્ધા પ્રતીતિમાં પરિણમે છે. માન્યતા ઉપરની સપાટી પરની છે; શ્રદ્ધા કંઈક ઊંડાણવાળી, છતાં ફરી શકવાના સ્વભાવવાળી છે, ત્યારે પ્રતીતિ ખૂબ ઊંડાણમાં જઈ આત્માને સ્પર્શવાળી છે અને તેથી તે બદલાતી નથી. આથી જે સત્યરૂપ મૂલ્ય છે, તે તે પ્રતીતિ સંબંધે છે. તે પ્રતીતિ શાથી આવે તે માટેનું યથાર્થ માર્ગદર્શન અહીં આપ્યું છે. આવી અદ્ભુત, ન બદલાય એવી પ્રતીતિ પરિણામ પામ્યા પછી જીવનું કર્તવ્ય એ છે કે તેમાં ક્ષણે ક્ષણે, સમયે સમયે લીન થવું, જેથી આત્મકલ્યાણ સુલભતાએ અને શીવ્રતાએ સાધ્ય કરી શકાય. આટલું કરવાથી પ્રથમના બે બેલનું આરાધન જલદીથી સફળતાપૂર્વક થાય છે તેમ જ બાકીના પાંચ બેલ તે ઈષ્ટ કાર્યમાં સહાયભૂત બને છે. જે કંઈ લીનતા કરવાની છે તે અહીં બતાવેલ રહસ્યમાં એટલે કે “સપુરૂષમાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણુતા”માં કરવાની છે. આ પરમ રહસ્ય સર્વ જ્ઞાની પુરૂષનાં હૃદયમાં ગુપ્તપણે રહ્યું હતું, રહ્યું છે, તે અહીં પ્રગટ કર્યું છે. પત્રાંક ૧૭૩માં પરમ કૃપાળુ દેવ એક જિજ્ઞાસુ ભાઈને જણાવે છે કે “હજુ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય સુધી મેં તમને માર્ગના મર્મને (એક અંબાલાલ સિવાય) કેઈ અંશ જણાવ્યું નથી, અને જે માર્ગ પામ્યા વિના કઈ રીતે જીવને છૂટકે થે કેઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જે તમારી યોગ્યતા હશે તે આપવાની સમર્થતાવાળે પુરૂષ બીજે તમારે શોધ નહીં પડે. એમાં કઈ રીતની પિતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યંગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે.” અહીં એક પ્રશ્ન થવા યોગ્ય છે કે જે પરમ રહસ્ય શ્રી જ્ઞાની પુરૂએ ગંભીરપણે રહીને પિતાનાં હૃદયમાં ગેપવી. રાખ્યું હતું, તે પરમકૃપાળુ શ્રીમદ્જીએ શા માટે પ્રગટ કર્યું હશે? સર્વ જ્ઞાનીઓની માન્યતાથી ઉપરવટ જઈને તેમણે શા માટે હદયમાંથી બહાર કાઢી પ્રકાશમાં આપ્યું હશે? તેનું સમાધાન આ પ્રમાણે વિચારવું ઘટે છે. એક, જ્ઞાની પુરૂષએ આ રહસ્યને હૃદયમાં રાખ્યું હોય છે તે વાત ખરી, પરંતુ સર્વ કાળને માટે તે પ્રકારે ગુપ્ત રાખતા નથી. જ્ઞાની પુરૂષ તે અત્યંત કરૂણામય અને દયાળુ હોય છે, પિતાની પાસે જે કંઈ હોય છે તે યોગ્ય જેને આપવા હંમેશા ખુશી અને તત્પર હોય છે, તેઓ કંઈ છૂપાવવાના હેતથી છૂપાવતા નથી. પ્રેમી અને યંગ્ય ગ્રાહક દેખી આપી દેવાના સુચિત્તવાળા હોય છે, અને તેમ અવશ્ય કરે છે, તે સમર્થ આત્મજ્ઞ અને આત્મદશી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ જ્ઞાની પુરૂષની સનાતન શૈલીને માન્ય રાખી, માન For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ [૬] નિર્વાણમાર્ગનું રહસ્ય આપી યોગ્ય જીવ પાસે માગને મર્મ ખુલે કર્યો તે ઉચિત જ છે. બીજુ, કૃપાળુ દેવે કંઈ માન પ્રતિષ્ઠા અથવા પૂજાદિની કામનાથી રહસ્ય પ્રગટ કર્યું છે એમ પણ નથી અને તે તેમને પત્ર નં. ૧૭૧ (જેને ઉતારે પૂર્વે શરૂમાં અપાઈ ગયે છે) સિદ્ધ કરી આપે છે. એગ્ય જીની સત્પાત્રતા જોયા પછી યથાગ્ય માર્ગદર્શન આપવા જ્ઞાની ભગવંતની કરૂણામય વૃત્તિ હેય અને તે પ્રમાણે વર્તે છે, તેમ તેમણે કર્યું છે. ત્રીજું, મુમુક્ષુઓને પત્ર લખવા સિવાય, તેમણે ક્યારે પણ રહસ્ય પ્રસિદ્ધ કર્યું નથી; એટલું જ નહીં, પિતાની વર્ધમાન થતી આત્મદશા હેવા છતાં, તેમણે ક્યારે પણ પ્રસિદ્ધ થવાનું ઈચ્છયું નથી, ઊલટું ગુપ્તપણે રહેવાનું પ્રશંહ્યું હતું અને દશા જાણનાર મુમુક્ષુને તેમના પિતાના સંબંધે ઉચ્ચાર સુદ્ધાં ન કરવા વારંવાર સૂચવ્યું હતું; તેમાં ભૂલ થતી દેખાય ત્યારે ઠપકે પણ આપ્યું હતું. તે વચને અહીં લખી જણાવવા જરૂર ન હોવાથી તેમ કર્યું નથી. Kઅને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતના હૃદયને ઇશ્વરના ઘરને મર્મ પામવાને મહામાર્ગ છે. અહીં નિર્વાણમાર્ગના સાત બેલથી જે રહસ્ય પ્રગટ કર્યું છે, તે સર્વ શાસ્ત્રોને સાર છે, સર્વ સંતના હૃદયને અનુભવ સ્વરૂપ નિચોડ છે અને પરમાત્માના ઘરનું નવનીત For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય [ 9 ] છે એમ કહી શાસ્ત્રાની સાક્ષી આપી તેમ સંતના હૃદયની શાખ આપી અને તેથી રહસ્યની સિદ્ધિ કરી. આ સાત બેલનું પ્રેમપૂર્વકનું આરાધન એ સ્વકલ્યાણને માર્ગ છે અને તેના પરિણામે શાસ્ત્રના ઊંડાણમાં જે મમ રહ્યો હોય છે તે પ્રકાશમાં આવી સમજાય છે. સંત પુરૂષના કોમળ હૃદયમાં ગુપ્તપણે કેવા ભાવે રમતા હોય છે તે પ્રગટતા પામે છે અને ઇશ્વરના ઘરે એટલે નિજ ઘરે પહોંચવા માટેને જે સરળ, સુગમ અને સ્વચ્છ મા છે તે પર આવવા માટેનુ રહસ્ય દૃષ્ટિમાં આવે છે, તેમ નથી થતું ત્યાં સુધી શાસ્ત્રાના બેધલક્ષ નજર સન્મુખ થઈ શકતા નથી અને શાસ્ત્રમાં બતાવેલ ભેદપ્રભેદોમાં જીવ અટવાઈ રહે છે, અથવા “ તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ નિર્ધારી લઇ, તેવે અંતભેદ થયા વિના અથવા દશા ફર્યાં વિના, વિભાવ ગયા વિના પેાતાને વિષે જ્ઞાન પે છે” (૪૨૨); તેમ સંતના હૃદયના, અંતરના ભાવેાને ઓળખી શકતા નથી તથા તેમનાં મન, વચન, કાયાની ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યા કળી શકતા નથી અને તેમ ન બન તા પછી નિજ ઘરે પહોંચવાની ચાવી હાથમાં કેમ આવે ? માટે આ સાત ખેલ તે મહામાર્ગ છે અને તેનાથી માના મમ સમજાય છે અને મમ સમજાયા પછી મેાક્ષ દૂર નથી, એમ કહેવાનો, પ્રબોધવાનો અન્ય આશય છે. તેથી આ ખેલને કરી ફરી વિચારવા, ચિંતવવા, આત્મસાત કરવા કર્ણા ભાવે ઉપદેશ કર્યાં છે, કે જેથી તે આરાધવાથી જીવ સ કલેશ અને દુઃખાનો ક્ષય કરી અનંત અવ્યાબાધ સ્વરૂપને પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ [૯૮] નિર્વાણમાર્ગનું રહસ્ય આગળ કહે છે – અધિક શું લખવું? આજે, ગમે તે કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સુઝથે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે; સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત છે. ” યાદ રહે કે આ કહાં તે પહેલાંનાં વચને, જે પરનું વિવેચન વિસ્તારથી પૂર્વે અપાઈ ગયું છે, તે આ રહ્યાં, “અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.” એ સઘળાનું કારણ એટલે આ સાત બલરૂપ નિર્વાણના માર્ગની સમજણ, શ્રદ્ધા અને આરાધનનું તથા સર્વ શાસ્ત્રને, સર્વ સંતના હૃદયને અને ઇશ્વરના ઘરને મર્મ પામવાનું કારણ. તે સંબંધે વિવેચન થઈ ગયું હોવાથી હવે આ બેલ–વચને જોઈએ. પરમ કૃપાળુ દેવ જણાવે છે કે માર્ગના બોધ માટે જે કંઈ આવશ્યક હતું, મર્મ સમજવા માટે જે કંઈ જરૂરી હતું, તે કહેવાઈ ગયું છે, તે પછી અધિક શું લખવું? કઈ વિદ્યમાન પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા” એ જ ક્ષાભિલાષીએ કરવા યોગ્ય છે એવી સમજણ અને પ્રાપ્તિ થયે જ સંસારનાં સમસ્ત દુખેથી છૂટકારે છે. તે સિવાય અન્ય માર્ગ નથી તેમ છૂટવાને ઉપાય નથી. તે કાર્ય ભલે આજે બને, અથવા કાલે અથવા તે લાખ વર્ષે અથવા તે તેથી મેડે અથવા વહેલે. પણ અહીં કહ્યું તેમ કરવું • આ, For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૯] પડે તેમ છે. ને જો એમ છે, તે સમજ વિવેકી જીવે તે તત્કાળ તે ઉપાય કર ઘટે છે. નિકટ ભવ્ય જેથી આ વાત મનાશે અને જે દીર્ઘ સંસારી હશે તે ચર્ચા વિચારણામાં રહી જશે. બુદ્ધિને સદુપયોગ નહીં કરે તેને છૂટવાને વિલંબ હશે, એમ માનવું ગ્ય છે. જ્ઞાની ભગવંતેએ અનુભવવાણીથી કહેવાનું કાંઈ બાકી રાખ્યું નથી, જીવે સ્વછંદમાં રહી કરવાનું બાકી રાખ્યું છે. જ્ઞાનીની વાણી ઉપર શ્રદ્ધા કરવી, તેને યથાતથ્ય સમજવી તે પણ મેટો ગુણ છે; જીવે જ્ઞાનીનાં વચનમાં ઉપર ઉપરથી શ્રદ્ધા કરી હોય પણ વચનના આશયને સમજ્ય ન હોય તે પણ ગુણની કચાશ છે અને તેથી ફળદાયી થાય નહીં.” સિદ્ધાંતના સમર્થનમાં કૃપાળુ ભગવંત પિતાની સાક્ષી આપી કહે છે કે પિતાને આત્માના અસંખ્યાત પ્રદેશ, તે સર્વ પ્રદેશે, એકે એક પ્રદેશે “મને તે એ જ સમ્મત છે.” અહીં કેઈને અશાગ્યા કેવળીનું દષત યાદ આવે તે તેનું સમાધાન પણ કૃપાળુદેવે જ નીચે પ્રમાણે કર્યું છે. “અશેયા કેવળી જેમણે પૂર્વે કઈ પાસેથી ધર્મ સાંભળે નથી તેને કઈ તથારૂપ આવરણને ક્ષયથી જ્ઞાન ઉપર્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાભ્ય દર્શાવવા, અને જેને સદ્ગગ ન હોય તેને જાગ્રત કરવા, તે તે અનેકાંત માર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે, પણ સદ્ગુરુઆજ્ઞાએ પ્રવર્તવાને માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦] નિર્વાણમાર્ગનું રહસ્ય એ સ્થળે તે ઊલટું તે માર્ગ ઉપર દષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે, અને કહ્યું છે કે તે અશાવ્યા કેવળી............અર્થાત અચ્યા કેવળીનો આ પ્રસંગ સાંભળીને કેઈએ જે શાશ્વત માર્ગે ચાલ્યો આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એવો આશય નથી, એમ નિવેદન કર્યું છે. કઈ તીવ્ર આત્માથીને એ કદાપિ સદ્ગુરુનો વેગ ન મળ્યા હોય અને તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નિજ વિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજ વિચારમાં પડવાથી આત્મજ્ઞાન થયું હોય તે તે ગુરુ માર્ગને ઉપેક્ષિત નહીં એ, અને સદ્ગથી પિતાને જ્ઞાન મળ્યું નથી માટે મોટો છું એવું નહીં હોય. એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મેક્ષમાર્ગને લેપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ.” (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, વિવેચન ગાથા ૯) વળી જીવે વિચારવું ઘટે છે કે એવા અશા કેવળી કેટલા?. એ તે અપવાદરૂપ છે, એ ભૂલવા ગ્ય નથી. “સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વંદના, * પત્ર પુરે કરી ઉપર પ્રમાણે સહી કરી છે તે પણ ઘણી સૂચક છે. કૃપાળુ દેવ સ્પષ્ટ જણાવે છે કે આજે, કાલે અથવા મૂળ પાઠ મૂકવા ધારેલે પણ મૂકાયે લાગતું નથી, For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૦૧] ગમે ત્યારે પૂછવામાં આવે ત્યારે એ જ કહેવાનું થશે; તેમાં કિંચિત્ માત્ર ફરક નહીં હોય. તે બતાવે છે કે આ વીર પ્રભુ પાસેથી મળેલ, અનુભવે જોયેલે, જાણેલે સિદ્ધાંત ત્રિકાળ સત્ય છે અને શ્રી તીર્થંકરદેવનાં વચન સર્વથા ત્રણે કાળ કેવળ સત્ય જ હોય. કૃપાળુદેવ જણાવે છે કે જીવવાની ઈચ્છા હોય તો તે પણ તે જ સિદ્ધાંત કહેવા અર્થે છે. સ્વછંદ અને મેહના કારણે લુપ્ત થયેલ ત્રિકાળી સત્ય સજીવન કરવાની તેમની પ્રબળ આકાંક્ષા આ વચન પરથી સ્પષ્ટ સમજાય છે. શાંતિ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉદાસીનતા પ્રેરક વચને નિર્વાણમાર્ગનું રહસ્ય જણાવતા સાત અદ્ભુત બેલ પરનું વિવેચન ઈ ગયા પછી, તેમના પ્રથમ બેલ, “નિરંતર ઉદાસીનતાને કમ સેવ”, સંબંધે પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનાં કેટલાંક પ્રેરક વચને અહીં પત્રક સહિત ઉતારીએ છીએ. તે પર વિચાર કરવાથી, તેનું અનુપ્રેક્ષણ કરવાથી અને તેમાં રહેલા ભાવને અંતરમાં ઉતારવાથી ઉદાસીનતાનું બળ વધવા પામશે. વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળ મોહિનીથી આજે અત્યંતરહિની વધારીશ નહીં. (૨૬૬) અનાદિન જે અતિમાં છે તેને વીસરી જવું. સ્મૃતિમાં નથી તે સંભારે, વેદનીય કર્મ ઉદય થયું હોય તે પૂર્વ કર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં, વેદનીયઉદય ઉદય થાય તે “વેદ” પદ નિશ્ચયનું ચિંતવવું. પુરૂષદ ઉદય થાય તે સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી. મમત્વ એ જ બંધ, બંધ એ જ દુઃખ, દુઃખ-સુખથી ઉપરાંડા થવું, સંકલ્પ-વિકલ્પ તજ, આત્મ ઉપગ એ કર્મ મૂકવાને ઉપાય. ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં, રાગાદિકથી વિક્ત થવું એ જ સમ્યકજ્ઞાન. પુદ્ગલની હાનિ-વૃદ્ધિ ઉપર ખેદખિન્ન For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય [ ૧૦૩ કે રાજી થવું નહીં, બધાયેલાને જે પ્રકારે બાંધ્યા તેથી ઊલટી શ્રુતે વર્તો એટલે છૂટશે. ( પત્રાંક ૫ ) સુખ-દુઃખ એ અને મનની કલ્પના છે. ક્ષમા એ જ મેક્ષના ભવ્ય દરવાજો છે. સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરૂ' ભૂષણ છે. શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરૂ' મૂળ છે. સસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભાગવતા છતાં, વિદેહી દશા રાખવી. બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવના મળ્યે, તે ચે. અરે! ભવચક્રને આંટે નહિ એકે ટળ્યા; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહેા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે ક અહે। રાચી રહે!? લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તે કડા ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું. સંસારનું ન ર દે હુ ને હા રી જ વે, એના વિચાર નહીં અહાહા ! એક પળ તમને હવે !! ( મેાક્ષમાળા પાઠ ૬૭) આ તે અખંડ સિદ્ધાંત માનજો કે સયાગ, વિયેાગ, સુખ, દુ:ખ, ખેદ, આનંદ, અણુરાગ, અનુરાગ ઈત્યાદિ યાગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] નિર્વાણમા નુ રહસ્ય આ સંસારને શુ કરવા ? અન’તવાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. સ્ત્રીના સ્વરૂપ પર મેહ થતા અટકા વવાને વગર ત્વચાનુ' તેનુ રૂપ વાર'વાર ચિંતવવા યોગ્ય છે. કે હે જીવ! હવે ભેગથી શાંત થા, શાંત. વિચાર તે ખરા એમાં કયુ' સુખ છે? ભાગના વખતમાં યોગ સાંભરે એ હળુકીનુ લક્ષણ છે. પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ છે. ( પત્રાંક ૨૧ ) પૃથ્વી સંબંધી કલેશ થાય તે એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી, ઊલટા હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબધી કલેશ, શંકાભાવ થાય તે આમ સમજી અન્ય ભાક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, ( જે વસ્તુને આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં ! ) ધન સંબધી નિરાશા કે કલેશ થાય તે તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સતેષ રાખજે; ક્રમે કરીને તે તુ નિઃસ્પૃહી થઈ શકીશ. (૨૫) જગતને રૂડુ' દેખાડવા અન`તવાર પ્રયત્ન કર્યાં; તેથી રૂડુ' થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડુ થાય તેમ વ્યતીત કરવામાં જશે તે અનત ભવનુ સાટુ વળી રહેશે, એમ હું...લઘુત્વભાવે સમઢ્યા છુ.....આ મહાખ ધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૦૫] માન્યતા છે, તે પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બેલે પણ આત્મા જે બંધનરહિત થત હોય, સમાધિમય દશા પામતે હોય તે તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે. આત્મભાવમાં સઘળું રાખજે; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજે, જગતના કેઈ પણ પદાર્થ, સગાં, કુટુંબ, મિત્રને કંઈ હર્ષ શેક કરવા ગ્ય જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઇચ્છમાં ને ઇચ્છામાં તે મળી જશે. (૩૭) એક ભવના છેડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવા પ્રયત્ન પુરૂષે કરે છે. (૪૭) - મતભેદ રાખી કેઈમેક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદ ટાળે, તે અંતવૃત્તિને પામી કેમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. (૫૪) આ સંસારના સુખ અનંતીવાર આત્માએ ભોગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મેહિની ટળી નહીં, અને તેને અમૃત જેવો ગયે એ અવિવેક છે; કારણ સંસાર કહે છે, કડવા વિપાકને આપે છે, તેમ જ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવા ગયે; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણો અજ્ઞાન–અદર્શનને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાખી છે તે ઓળખી ભાવઅમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. " (મોક્ષમાળા પાઠ ૫૧.) - - For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ [૧૬] નિવણમાર્ગનું રહસ્ય માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકે થયે નથી; તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે કમને અભ્યાસ કર જ છે એમ સમજવું. (૧૬) અભેદદશા આવ્યા વિના જે પ્રાણું આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પિતાની અહંરૂપ બ્રાંતિને પરિત્યાગ કરે. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપગની ઇચ્છા ત્યાગવી યેગ્ય છે, અને એમ થવા માટે પુરૂષના શરણ જેવું એકકે ઔષધ નથી. (૨૧૪) પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરૂષને એવી કઠણાઈ ન હોય તે પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તે ચાહીને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મેકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક વિદેહીની કઠણાઈ વિષે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે; તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી અને હોવી જોઈએ. એ કઠણાઈ માયાની છે અને પરમાત્માના લક્ષની તે તે સરળાઈ છે અને એમ જ હે. ૪૪૪ રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું; For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય [ ૧૦૭ ] અને દેહધારીરૂપે પરમાત્માએ તેને દન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે××× રાજાએ માગ્યું કે હે ભગવાન ! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી; તારા પરમ અનુગ્રહ મારા ઉપર હાય તે પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફ્રીથી મને સ્વપ્ન પણ ન હેા, એ વર આપ. પરમાત્મા સ્વિંગ થઇ જઇ ‘ તથાસ્તુ” કહી સ્વધામ ગત થયા. કહેવાનો આશય એવા છે કે એમ જ ચેાગ્ય છે. કઠણાઇ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવતૃભક્તને સરખાં જ છે, અને વળી કઠણાઇ અને અશાતા તે વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાને પ્રતિષધ દનરૂપ નથી. આપને તે એ વાર્તા જાણવામાં છે, તથાપિ કુટુ’બાદિકને વિષે કઠણાઇ હોવી ઘટારત નથી એમ ઊગતું હોય તે તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે; તમે તમારા કુટુબ પ્રત્યે નિઃસ્નેહ હા અને તેના પ્રત્યે સમભાવી થઇ પ્રતિબંધ રહિત થાએ; તે તમારૂ છે એમ ન માના, અને પ્રારબ્ધયેાગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મે' મોકલી છે, અધિક શું કહેવું ? એ એમ જ છે. (૨૨૩ ) કુટુંબાકિ સંગ વિષે લખ્યું તે ખરૂ છે. તેમાં પણ આ કાળમાં તેવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહા વિકટ છે, અને જેએ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ તેમ કરવું. [૧૦૮] નિર્વાણમાર્ગનું રહસ્ય આજીવિકાના પ્રપંચ વિષે વારંવાર સ્મૃતિ ન થાય એટલા માટે ચાકરી કરવી પડે તે હિતકારક છે. જીવને પિતાની ઈચ્છાએ કરેલો દેષ તીવ્રપણે ભેગવ પડે છે, માટે ગમે તે સંગપ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભ પણે પ્રવર્તવું ન પડે (૨૯૨) છે. ગમે તે કિયા, જપ, તપ કે શાસ્ત્રવાચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સત્ન ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું યંગ્ય છે અને શું કરવું અગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથા ગ્ય સિદ્ધિ નથી અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે.....જપતપાદિક કંઈ નિષેધવા ગ્ય નથી, તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી. . (૨૯) ( જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણ અનંત છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં પણ જ્યાં જ જાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમ જ તૃષ્ણ અલ્પ છે, અથવા નથી અને સર્વસિદ્ધિ છે ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે ! (૩૧૯) સંસાર સંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૯] આવે તેમ વેદવી, સડન કરવી......પ્રાણી માત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તે તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યંગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તે રાખીએ અને ગમે તે ન રાખીએ, તે બને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તે જે થાય તે યોગ્ય જ માનવું એ દષ્ટિ સમ્યફ છે. (૩૨) આરંભ અને પરિગ્રહને જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પિતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન, મન, ધનાદિ જે કઈ પિતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું જ ઉપદેશે છે અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પિતાનાં થતાં અટકાવવાં ત્યારે મુમુશુતા નિર્મળ હોય છે. (૩૩૨) ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ઉદય આવેલે અંતરાય રામપરિણામ સા વેરા છે, વિઝ્મ વિણ વેળાએ નથી. " કેઈ પણ પ્રકારે ભવિષ્યને સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે વર્તવાને નિશ્ચય કરે એ ગ્ય છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦] નિર્વાણમાર્ગનું રહસ્ય ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે તે થશે, તે અનિવાર્ય છે એમ ગણું પરમાર્થ–પુરૂષાર્થ ભણું સન્મુખ થવું એગ્ય છે. ગમે તે પ્રકારે પણ એ લેકલજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા ગ્ય છે. તેની “ચિંતા વડે કરી રહ્યું હેટ્સ છે સેસ તે સહટ આપત્તિરૂપ છે, માટે તે આપત્તિ આવે નહીં, એટલું જ વારવાર વિચારવા યોગ્ય છે. ઘણી વખત થયાં આજીવિકા અને લેલજજાને ખેદ તમને અંતરમાં ભેળે થયે છે. તે વિષે હવે તે નિર્ભયપણું જ અંગીકાર કરવું એગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી ગ્ય નથી. લજજા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશે તે પણ જે થવાનું હશે તે થશે, તેમાં સમપણું રાખશે તે પણ જે થવા ગ્ય હશે તે થશે માટે નિઃશંકપણે નિરભિમાની થવું એગ્ય છે. ૩ ૪) જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કઈ પણ પ્રકારે મૂચ્છપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શેચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ–અજ્ઞાને શેચવું એ સિવાય બીજે શાચ તેને ઘટતું નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂચ્છ નથી વર્તતી તે પુરૂષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જેનાર, જાણનાર એ આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. (૪૫) For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૧૧] તમે અમે કંઈ દુઃખી નથી, જે દુખ છે તે રામના ચૌદ વર્ષનાં દુઃખને એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુખની એક ઘડી નથી અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી. (૪૫૦) રાખ્યું કંઈ રહેતું નથી અને મૂછ્યું કંઈ જતું નથી, એ પરમાર્થ વિચારી કઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યંગ્ય નથી. (૪૫૭) શારીરિક વેદનાને દેહને ધર્મ જાણું અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણ સમ્યક પ્રકારે અહિયાસવા ગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સભ્યપ્રકાર રૂડા ને પણ સ્થિર રહે કઠણ થાય છે, તથાપિ હદયને વિષે વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અદ્ય, અભેદ્ય જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સમ્યક પ્રકારને નિશ્ચય આવે છે. મેટા પુરૂષેએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિગ્રહના પ્રસંગેની જીવમાં સ્મૃતિ કરી તે વિષે તેમનો રહેલે અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા ગ્ય જાણવાથી જીવને તે સમ્યફ પરિણામ થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મોનું કારણ થતી નથી. (૪૬૦) હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છેડી જાગૃત થા! જાગૃત For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] નિર્વાણમાર્ગનું રહસ્ય થા! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સપુરૂષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ગ્ય છે. (૫૦૫) બંધ વૃત્તિઓને ઉપશમાવવાને તથા નિવર્તાવવાને જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કેઈ કાર્ય સંભવતું નથી. પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મેહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા ગ્ય છે. જીવ જે જરાય વિચાર કરે તે સ્પષ્ટ દેખાય એવું છે કે કેઈને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણ રાખી નથી, અને કેને વિષે પિતાપણું માનીને પણ તેમજ કર્યું છે અને કેઈ જીવ હજુ સુધી તે પિતાપુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આને આ પુત્ર અથવા આને આ પિતા, પણ વિચારતાં આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એ આ જીવ તેને પુત્રપણે ગણવે કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે. (૧૦) જિનવર્ધમાનાદિ સપુરૂષે કેવા મહાન મને જયી હતા! તેને મૌન રહેવું, અમૌન રહેવું અને સુલભ હતું; તેને સર્વ અનુકૂળ-પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ– હાનિ સરખી હતી, તેને કેમ માત્ર આત્મ સમતાથે હવે, કેવું આશ્ચર્યકારક કે એક કપનાને જય એક કપે થવો For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૧૩] દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અને તમા ભાગે શમાવી દીધી ! (૮૧) વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગુડવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણું મૌનપણું અને અનિદ્રાપણું સાડા બાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તે પ્રાયે થઈ શકે નહીં. જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા તે વ્યવસાય બીજા કરી ક્યા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચય કાર્યો કર્યો, પ્રવને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રૂચિ વિલય કરવા યોગ્ય છે. (૫૧૬) વિષયાદિ ઈચ્છિત પદાર્થ ભેળવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે કમે પ્રવર્તવાથી આગળ ઉપર તે વિષય મૂછ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમ કે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] નિર્વાણમા નું, રહસ્ય માત્ર ઉદયવિષયે ભાગવ્યાથી નાશ થાય, પણુ, જો જ્ઞાનદશા ન હેાય તેા ઉત્સુક પરિણામ વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરૂષા વિષયાકાંક્ષાથી અથવા વિષયના અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવતા નથી; અને એમ જો પ્રવવા જાય તે જ્ઞાનને પણ આવરણ આવવા યેાગ્ય છે. માત્ર પ્રારબ્ધ સબંધી ઉદય હાય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરૂષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વ પશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસ યુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સભવ છે, કેમ કે જ્ઞાનીપુરૂષ પણ તે પ્રસંગેાને માંડ માંડ જીતી શકવા છે, તે જેની માત્ર વિચારદશા છે, એવા પુરૂષને ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. (૫૯૧) સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રાગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે; તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ (યથાયેાગ્ય) સુખવૃત્ત થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષેાભ પામવી જોઇએ; અને કોઈ બીજા વિચારમાં જવી જોઇએ; એવા જ્ઞાનીપુરૂષાએ નિ ય કર્યાં છે, તે યથાતથ્ય છે. (૫૯૪) વિચારવાનને દેહ છૂટવા સંબંધી હવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનુ વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૧] મરણ છે. સ્વભાવસમ્મુખતા તથા તેની દઢ ઈચછા પણ તે હર્ષવિષાદને ટાળે છે. (૬૫) નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શેક થાય છે, નિમિત્તે કરીને જેને ઈંદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારેને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્દભવે છે, એવા જીવને જેટલું બને તેટલે તે તે નિમિત્તવાસી જેવો સંગ ત્યાગ ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. (૬૩૬) જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારે તે પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તે તે મનુષ્યપણાને એક સમય પણ ચિંતામણીરત્નથી પરમ માહાભ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જે દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું છે તે એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે. (૨૫) અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છેડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપગ કરે, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. (૭૧૯) ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે અને આત્માને વારંવાર For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ [૧૧૬] નિર્વાણમાર્ગનું રહસ્ય આકુળવ્યાકુળ કરી દે છે; વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તે પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માર્થી જીવે પુરૂષાર્થ દષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્યક્ષેત્રાદિ વેગનું અનુસંધાન કરવું, સશાસ્ત્રને વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરામ્યપણાથી આકુળવ્યાકુળ નહીં પામતાં ધર્યથી સદ્દવિચાર પંથે જવાને ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. (૮૧૩) ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મિક્ષપાટણ સુલભ જ છે. વિયકષાયાદ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિવચંપણું જેઈને ઘણે જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરી તિરકારની વૃત્તિથી જોઈ, ફરી મત પુરૂષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી એ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. (૮૧૯) For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય [ ૧૧૭ ] દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ યેતિસ્વરૂપ એવા આ આત્મા, તેમાં નિમગ્ન થાએ. હું આજને ! અંતમુ ખ થઇ, સ્થિર થઇ, તે આત્મામાં જ રહેા તે અનંત અપાર આનંદ અનુભવશે. સર્વ જગતના જીવો કોઈ ને કોઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવતી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સ’કલ્પમાં પ્રયત્નવાન છે, અને મેળવવામાં સુખ માને છે; પણ અહા ! જ્ઞાનીઓએ તે તેથી વિપરિત જ સુખના મા નિષ્કૃત કર્યાં કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખના નાશ છે. વિષયથી જેની ઇન્દ્રિયા આત્ત છે, તેને શીતળ એવુ આત્મસુખ, આત્મતત્ત્વ કયાંથી પ્રતીતિમાં આવે ? પરમ ધ રૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવે પરિગ્રહ તેથી હવે વિરામ પામવાને જ ઇચ્છુ છું, અમારે પરિગ્રહને શુ કરવા છે? કશુ` પ્રયેાજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, હું આજના ! આ પરમ વાકચને આત્માષણે તમે અનુભવ કરે. (૮૩૨) લેાકસ'જ્ઞા જેની જિંદગીના કાંટા છે તે જિંદગી ગમે તેવી શ્રીમ ́તતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ ચેગવાળી હોય તે પણ તે દુઃખના જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીને For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] નિર્વાણમાર્ગનું રહસ્ય પ્રવકાંટો છે તે જિંદગી ગમે તે એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તે પણ પરમ સમાધિનું સ્થાન છે. (૯૪૯) મારૂં ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય ! મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પિતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે ! (૮૫૦) S For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સપુરૂષને અચિંત્ય ઉપકાર નિર્વાણમાર્ગનું રહસ્ય દર્શાવતું, પરમ આત્મજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ લખેલ અમૃતપત્ર અને તેમાં પ્રગટ કરેલ સાત અભુત બેલ સંબંધે વિસ્તૃત વિવેચન આપણે જોઈ ગયા છીએ, યાદ હશે કે તે પત્ર સંવત ૧૯૪૭ના કાર્તિક સુદિ ચૌદશના શુભ દિને, અર્થાત્ તેઓશ્રીના ત્રેવીસમા વર્ષના અંત સમયે લખાયું હતું અને પત્રમાં સહી કરી ત્યારે સહજ હદયના ઊંડાણમાંથી ભાવની પ્રતીતિ આપતાં અપૂર્વ વચને સરી પડ્યાં હતાં કે “સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના ”. આ વચનોની વિશેષ સાબિતી આપણને તેઓશ્રીના તે જ મુનિશ્રી લલ્લુજી મહારાજ ઉપર સંવત ૧૯૫૫ના જેઠ માસમાં લખાયેલ અમૃતપત્ર નં. ૮૭૫માં જોવા મળે છે. આ બન્ને પાત્રોની વચ્ચે લગભગ સાડા આઠ વર્ષને કાળ વ્યતીત થયેલ છે તેમ જ સાત પાને અમૃત પ્રવાહ વહી ગયો છે. આ કાળ દરમ્યાન પરમકૃપાળુ શ્રીમદ્જીની આત્મદશા કેટલી ઊર્ધ્વગામિની થઈ હતી તે આપણે તેમના જ વચનોથી જાણી શકીએ છીએ :– “સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધત હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. આ (૩૧૩) આત્મા તે પ્રાયે મુક્તરવરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે.” (૩૧૭) For Personal & Private Use Only For Personal Private Use only Page #131 -------------------------------------------------------------------------- ________________ { ૧૨૦] નિર્વાણમાર્ગનું રહસ્ય તરફ ઉપાધિની જ્વાલા પ્રક્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એ અનુભવ છે.” (પત્ર ૩૨૪, સં. ૧૯૪૮) મેક્ષ તે કેવળ અમને નિકટપણે વતે છે, એ તે નિશંક વાર્તા છે.” (પત્ર ૩૬૮, સં. ૧૯૪૮) “આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એ પરમપુરૂષ કરેલે નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે.” (પત્ર પ૭૯, સં. ૧૯૫૧) “હે કૃપાળ! તારા અભેદ સ્વરૂપમાં જ મારે નિવાસ છે, ત્યાં હવે તે લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારે પરમાનંદ છે...આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.” (પત્ર ૬૮૦, સં. ૧૯પર) પિતાની હાથોંધ નંબર એકમાં પિતાનું સ્વાત્મવૃત્તાંત આળેખ્યું છે, તેમાં તેઓશ્રી જણાવે છે – ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઉલસી, મચ્યો ઉદયકર્મને ગર્વ રે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૨૧] ઓગણીસસે ને બેતાલીસ, અદ્ભુત વૈરાગ્યધાર રે; એગણુસસે ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાડ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત એગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહ વિગ રે. અવશ્ય કર્મને ભેગ છે, ભેગવા અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. આમ જ્ઞાનની અત્યંત નિર્મળતા, શ્રુત અનુભવની અતિ ઉચ્ચ દશા, અંતર્લીની પૂરી જાણકારી અને ગુપ્ત ભેદ– પ્રભેદોની પ્રગટતા થયા પછી સં. ૧૯૫૫માં અમૃતપત્ર ૮૭૫ લખીને સધર્મને જિજ્ઞાસુઓ પર અચિંત્ય, પરમ ઉપકાર કર્યો છે. ૧૭૨ અને ૮૭૫ બંને પત્રમાં કહેવાને ગુપ્ત આશય એક જ છે; વધારામાં એટલું કે પત્રાંક ૮૭૫માં સત્યરૂષને ઉપકાર કેવી રીતે છે તે અતિ સ્પષ્ટતાથી બળવાન વચન દ્વારા બતાવ્યું છે. તે પત્ર આ પ્રમાણે છે – મુંબઈ, જેઠ, ૧૯૫૫ પરમ કૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહે, સપુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ [૧૨૨] નિર્વાણમાર્ગનું રહસ્ય પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત; છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ વિવેચન : પત્રને આરભ કરતાં પહેલાં શ્રીમદ્જીએ પરમ કૃપાળુ અને મુનિઓમાં ઉત્તમ એવા મુનિશ્રીના ચરણકમળમાં સવિનય ભક્તિથી નમસ્કાર કર્યા છે. જે મુનિ શ્રી વીર ભગવંતની આજ્ઞામાં રહી સદાચારનું એકનિષ્ઠાએ સેવન કરતા હોય, ત્રણે ગની એકાગ્રતાથી આત્મારાધન કરતા હોય અને સરળતા. નમ્રતા, સમતા આદિ ઉત્તમ ગુણોને વિશેષ ને વિશેષ પ્રગટાવતા જઈ પરમ ઉપકારી શ્રીગુરુની કલ્યાણકારી આજ્ઞાને શિરસાવંદ્ય ગણે તેને આધીન થઈ વર્તતા હોય તે મુનિવર્ય કહેવાય, એ સર્વમાન્ય સિદ્ધાંત છે. અહીં એક બીજું વિશેષણ જવામાં આવ્યું છે અને તે છે “પરમ કૃપાળુ”; આ વચનને પરમાર્થ સહુને સુવિદિત છે કે જેના પવિત્ર હૃદયમાં સ્વ-દયા For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૨૩] અને પર-દયાનું નિર્મળ ઝરણ નિરંતર વહેતું હોય અને જેની સર્વ પ્રવૃત્તિ તે જ લક્ષે ઉત્કૃષ્ટપણે થતી હોય એટલે સ્વ-પર કલ્યાણના હેતુઓ થતી હોય તેમને પરમકૃપાળુ કહેવા ઘટે. અત્રે શ્રીમદ્જીએ કેને લક્ષમાં રાખીને “પરમકૃપાળુ મુનિવર્ય” શબ્દો પ્રકાડ્યા છે તે છે કે સ્પષ્ટ નથી, તે છતાં અનુમાની શકાય કે તે શબ્દપ્રયેળ તેમના પરમ આજ્ઞાંકિત અને પરમ ભક્તિસભર સુશિષ્ય મુનિશ્રી લલ્લુજી મહારાજ સંબંધે કરવામાં આવ્યું છે; સુદષ્ટિથી વિચારતાં તે સુસંગત પણ જણાય છે. પરમકૃપાળુ દેવે મુનિશ્રી લલ્લુજી મહારાજને ચોથા કાળના મુનિ તરીકે બિરદાવ્યા હતા તે વાત સુપ્રસિદ્ધ છે; વળી સંવત ૧૫૫ ના અષાડ વદ છઠ્ઠના શ્રીમદ્જીએ તેમના ઉપર લખેલ વચનામૃત ૮૮૧માં પણ તે જ પ્રમાણે નમસ્કાર કર્યા છે તે ઉપરાંત તે જ પત્રમાં મુનિશ્રીના સંબંધમાં મહાત્માશ્રી” શબ્દ પ્રયા છે, જે અવશ્ય સૂચક છે, તથા મુનિશ્રીના વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ શિષ્ય શ્રીમદ્ દેવકીર્ણ સ્વામીના સંબંધે પણ “પરમકૃપાળું” એવું સુંદર વિશેષણ આપ્યું છે, તે પણ તેટલું જ સૂચક છે, આત્મદશાની સ્થિતિ દર્શાવનાર છે, જે જેમ હોય તેમ કહેવાની જ્ઞાની પુરૂષની સનાતન શૈલી ત્રિકાળ જયવંત વર્તે છે. પૂર્વે અપાઈ ગયેલા વચનામૃત ૧૭૨ માં કરેલ સંબધન અને અહીં કરેલ સંબધન વચ્ચે તફાવત લક્ષમાં લઈ વિચારવા ગ્ય છે. હવે પત્રનાં અમૃતતુલ્ય વચનને યથાશક્તિ વિચારીએ. અને તેની અદ્ભુતતા જેવા પ્રયત્ન કરીએ. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય અહેા, સત્પુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સડ્સમાગમ! પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ જ્યારે આ અપૂ વચના પ્રકાશ્યા ત્યારે તેમની દ્વિવ્ય દૃષ્ટિ સન્મુખ સત્પુરૂષનાં વચનેાની અપૂર્વતા કેવી લાગી હશે, વચનેાનું પૂર્વાપર અવ રોધપણું', એકાંત હિતકરતા અને ઉપયોગિતા કેવાં પ્રતીતરૂપ થયાં હશે, શુદ્ધાત્માના પવિત્ર પ્રદેશેાને સ્પર્શીને નીકળેલી, નિમ ળ સરિતાના નિળ પ્રવાહની જેમ પ્રવતી નિ`ળ વાણીનું માહાત્મ્ય કેવુ' જણાયુ હશે, એ આદિ પ્રકારે સર્વા શે જણાવવા પૂરતા શબ્દો ન જણાવાથી માત્ર તે સવ ગૂઢ ભાવા એક માત્ર “ અહા’” શબ્દમાં સમાવી દીધા તે વેળાએ તેમના આત્મામાં કેવી પ્રસન્નતા થઇ હશે! તેમના આત્માનાં ઠેઠ ઊંડાણમાં જતી વચનની અપૂર્વતારૂપ ચિત્તવૃત્તિ કેવી લય પામી હશે તે વિચારતાં અને આ લખતાં આત્માને અતિ પ્રેમભક્તિભાવપૂર્ણાંકની પ્રસન્નતા થાય છે અને તે શબ્દોને પ્રકાશનાર પ્રત્યે અહેાભાવ, બહુમાન સહજ ઉપસી આવે છે. આ અપૂર્વ વચના જોવા, સાંભળવા, વિચારવા અને મનન કરવા મળ્યાં તેથી ધન્યતા અનુભવાય છે. [ ૧૨૪ ] ઉપરનાં વચનાને આશ્ચર્ય ચિન્હથી અલંકૃત કરી સત્પુરૂષનુ’ માહાત્મ્ય, તેમનાં ઉપકારી વચનેાના આશયને મહિમા, તેમની પવિત્ર વીતરાગ મુખમુદ્રાના દનના પ્રભાવ અને સત્તમાગમના અચિંત્ય લાભ આશ્ચય કારક છે એમ અનુભવથી જણાવ્યું. આ વચના એ તેમના અનુભવના નિચેાડ છે; આત્મજ્ઞાનથી For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૨૫] માંડી સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં જે ઉત્તમોત્તમ સાધન છે તે, વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ એ ત્રણ શબ્દોથી જણાવી અનંત ઉપકાર કર્યો છે. આ પ્રમાણે કહીને પરમકૃપાળુ શ્રીમદ્જીએ મોક્ષમાર્ગની પ્રાપ્તિ અને આત્મસિદ્ધિ માટેનું ગુપ્ત રહસ્ય અને પરમેત્તમ નિમિત્તો બતાવ્યા, તે નિમિત્તોના આશ્રય વિના અને આરાધન વિના જીવને સ્વકલ્યાણ થવું અત્યંત કઠણ છે, એ વાત પણ ગૂઢપણે નિર્દેશ કરી. જે જીવ સરળ સ્વભાવી અને મેક્ષાથી છે તેને આ મર્મ સમજ સહેલે છે અને જે મતાથી છે તથા વકદષ્ટિવાના છે તેને સાચી સમજણ આવવી કઠણ છે. આ પૂર્ણ સત્ય પ્રગટ કરવામાં શ્રીમદ્જીને કંઈ માન, પ્રતિષ્ઠા તેમ પૂજાવા આદિની ભાવના લેશમાત્ર નહોતી. માત્ર લેક માર્ગને મર્મ સમજે, સમજીને આરાધે એ શુભ હેતુએ પરમ કરુણાબુદ્ધિથી યોગ્ય મુમુક્ષુઓ આગળ મર્મને ખુલ્લે ર્યો છે. શ્રી તીર્થકર મહાપ્રભુ મહાવીરદેવ પાસેથી જે શિક્ષા મળી, જે રહસ્ય મળ્યું, તેને જ પ્રમાણિકપણે ઉપદેશ કર્યો છે. આપણે જાણીએ છીએ કે પરમ કૃપાળુ શ્રીમદ્જીને સાત વર્ષની વયે જાતિસ્મરણ જ્ઞાન થયું હતું અને તે ઉત્તરોત્તર વર્ધમાન થતું ગયું હતું. તેઓ અંતિમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુના અંતેવાસી શિષ્ય હતા, જાતિસ્મૃતિજ્ઞાન અને પૂર્વભવના વેદન સંબંધે તેમનાં જ વચને આ રહ્યાં. પુનર્જન્મ છે-જરૂર છે. એ માટે “હું” અનુભવથી હા કહેવામાં અચળ છું. એ વાક્ય પૂર્વભવના કેઈ જોગનું For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬] નિર્વાણમાર્ગનું રહસ્ય સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે, જેને પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે પદાર્થને કઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે.” (૨૪) - “સત્સંગનું અત્યંત મહામ્ય પૂર્વ ભવે વેદન કર્યું છે; તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના કુરિત રહ્યા કરે છે.” (૩૭૫) “પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરૂષના પ્રસંગે વ્યતીત થયા છે, તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે, તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરુપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરૂષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરૂષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિ એ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એક્તાર પ્રવાપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે, અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લોકપ્રવાહ, આવા ઉપાધિગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂચ્છવત થાય છે. ઈશ્વરેચ્છા!” (૪૫) “આત્માને વિષે સહજ મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બેધ તે અમને સહેજે સાંભરી આવે છે.” (૩૧૩) અને એ જે શ્રી તીર્થંકરદેવને અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તે તે અમે For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૨૭] હઈશું એમ અમને દઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ.” (૩૨૨) પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્ર, વન, ઉપવન, જેગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરૂષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે.” તેમના જાતિસ્મૃતિજ્ઞાન સંબંધમાં એ હકીકત પણ સેંધાયેલી છે કે તેમને નવસે નું જ્ઞાન થયું હતું. જાતિસ્મૃતિજ્ઞાનના આવા ઉત્કૃષ્ટ ઉઘાડથી એ સમજવું કઠણ નથી કે શ્રી મહાવીર પ્રભુના હૃદયમાં જે વાત હતી તે તેઓ જાણી શક્યા હતા, નિર્વાણમાર્ગનું રહસ્ય તેમના અંતરમાં સ્પષ્ટતાએ પ્રકાશી ઊઠયું હતું, સમવસરણ આદિને પરમાર્થ તેમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું હતું અને જ્ઞાની પુરૂષ સાથેના સત્સંગની અપૂર્વતા તેમણે અનુભવી હતી, તેથી તે તેમના સ્વમુખેથી માર્ગને મર્મ બતાવતી અમૃતવાણી સહજ પ્રવહેતી હતી, આ બધાં વચનના આધારે આપણે નીચે પ્રમાણે કલ્પના કરી કહેવું હોય તે તેમાં અતિશયોક્તિ કે બેટું જણાતું નથી, છતાં તેમ જણાવવામાં શ્રી સર્વદેવના જ્ઞાનમાં કોઈ દોષ થયે દેખાતું હોય તે તેની નિવૃત્તિ માટે અતિ વિનમ્રભાવે ક્ષમાપના યાચીએ છીએ. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ [૧૨૮] નિર્વાણમાર્ગનું રહસ્ય કલ્પનાચિત્ર પહેલું ઃ શ્રી વિરપ્રભુના કાળને ભવમાં શ્રીમદ્ રાજચંદ્રજી જ્ઞાની પુરૂષની સંસારની અનિત્યતા, અશરણતા આદિ દર્શાવતી વૈરાગ્ય ઉપદેશરૂપ વાણું શ્રવણ કરે છે અને અંતરમાં અવધારી, ઉતારી પ્રતીત કરે છે. આ જગતને વિષે એક શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા જ ઉપાદેય છે અને પૂર્ણતાએ પ્રાપ્ત કરવા ગ્ય છે, એ પવિત્ર મંગલકારી ભાવને હૃદયની ઊંડી ગુફામાં વાગોળે છે. આત્મકલ્યાણની સાધનાની ભાવનાનું કાર્ય ફળ સન્મુખ કરવા સર્વસંગ પરિત્યાગ કરી દક્ષાના ઉત્તમ ભાવમાં આરૂઢ થાય છે. અવસર પામી પ્રભુજી પાસે દીક્ષિત થઈ શિખ્યાધિકાર પ્રાપ્ત કરે છે. આત્મસાધનાને શુભ પુરૂષાર્થમાં હોંશથી જોડાય છે. દીર્ઘદીક્ષિત મુનિસમુદાયની વિનયથી સેવા, વૈયાવચ્ચ સમયાનુસાર કરી અને સ્વાધ્યાય, ધ્યાનમાં અનુરક્ત રહી પરમાર્થ પુણ્યને સંચય કરે છે. કલ્પનાચિત્ર બીજું : તીર્થકર શ્રી વિરપ્રભુનું સમવસરણ દેવતાઓ રચે છે. તેની રચનાનું અનેરમ દશ્ય અદ્ભુત અને વિસ્મયકારક છે. રત્નજડિત પાદપીઠ પર ઉત્તમત્તમ પરમાણુઓથી સુશોભિત કાંતિવાળે પ્રભુજીને દેહ પીઠની સપાટીને સ્પર્શ કર્યા વિના વિરાજે છે. પ્રભુની મુખમુદ્રા ઉપર સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયનું ભાન કરાવતાં ત્રણ ત્રે શોભે છે. પાદપીઠની પાછળ સર્વને શેકને હરનાર ને આત્માનંદ પ્રગટ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમા નું રહસ્ય [ ૧૨૯ ] કરવામાં કુશળ એવુ· અલૌકિક અશોકવૃક્ષ આનંદ અને પ્રસન્નતાની છેળા ઉડાડતું મઘમઘી રહ્યું છે; તેની ડાળીએ પ્રભુજી અને પ્રભુજીના અનંત ચતુષ્ટ ગુણાને ભાવભક્તિથી વાંઢવા પ્રભુજી તરફ ઝૂકી ધન્ય ધન્યતા અનુભવે છે. પ્રભુજીની જમણી તથા ડાબી બાજુએ દેવેન્દ્રો ચામર ઢાળે છે, તે જાણે એટલા માટે કેમ ન હેાય કે પ્રભુજીના ગુણાની સુગંધ ચાતરફ સત્ર પ્રસરી પ`દામાં ઉપસ્થિત દેવ, મનુષ્ય અને તિય ચ ગતિના ભવ્યાત્માએ તે થકી લાભ મેળવી આત્મકલ્યાણ અને આત્મશ્રેય ભાવદશાનુસાર પ્રાપ્ત કરે; વળી ચામરનુ નીચે જવું તે મિથ્યાત્વ, અજ્ઞાન તેમ રાગદ્વેષાદિ દોષાનુ તિરાભાવે જવાનુ', કે ક્ષીણ કે ક્ષય થવાનું સૂચવે છે, તથા ચામરનું ઊંચે જવું તે સમકિત એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનું, શુદ્ધ થવાનુ, ગુણાનું પ્રગટવાનું અને વૃદ્ધિ પામતા જવાનું કે પૂર્ણતાએ પહેાંચવાનુ કહી જાય છે. પ્રભુજીના આખા દેહમાંથી મધુર રણકારથી નીકળતે દિવ્ય ધ્વનિ પદામાં હાજર રહેનાર સર્વ જીવાનાં વિધવિધ પ્રશ્નોનું એક સાથે સમાધાન કરવા સામર્થ્ય ધરાવે છે અને તે પ્રભુજીના અતિશય છે તે પુણ્યની અતિશયતા દર્શાવે છે તથા બુદ્ધિને અગમ્ય એવી વિસ્મયકારક ઘટનાનું સૂચન કરી જાય છે. પ્રભુજીની દિશ્ર ધ્વનિરૂપ વાણી સથા જયવંત વતે છે, ઉત્કૃષ્ટ ફળને આપે છે અને તે તત્કાળ કે અલ્પકાળમાં ભવ્યાત્માઓને આત્મઉજ્જવળતા કે આત્મશુદ્ધિ કે આત્મસિદ્ધિ કરાવે છે. આવા સમવસરણની પદ્મામાં પરમકૃપાળુ શ્રીમદ્રુજી For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦] નિર્વાણમાર્ગનું રહસ્ય યથાયોગ્ય સ્થાને વિરાજે છે, પ્રભુજીની અમૃતવાણીનું એક ચિત્તથી શ્રવણ કરી તેનું મધુર પાન કરે છે. તેમના હદયકમળમાં ઉલ્લાસભાવ માટે નથી; પ્રભુ પ્રત્યેની નિર્મળ પ્રેમની માત્રા કઈ અનુપમરૂપે વહી રહી છે; સમર્પણભાવ એકધારાએ ઊર્ધ્વગતિ કરી રહ્યો છે, તે છતાં આત્માને તૃપ્તિ થાય એવી પરાભક્તિ અને તત્કાળ મુક્તિના નિદાનરૂપ શક્તિ ન હોવાને અંતરુખેદ અંતરના ઊંડાણમાં ગુપ્તપણે રહ્યો છે, અને તે શલ્યની પિઠે ખૂંચે છે. તેવા અવસરે સદ્ભાગ્ય યેગે પ્રભુજીની વાણી દ્વારા પિતાનાં કેટલાંક ગૂઢ પ્રશ્નોનું સમાધાન મળતાં તેમનું હૃદય અતિ હર્ષથી પુલક્તિ થાય છે ને મૌનપણે પ્રભુજીને મહાન ઉપકાર માને છે. તેવામાં શ્રીમદ્જીની દષ્ટિ પ્રભુજીના મુખચંદ્ર પાછળ રહેલા દેદીપ્યમાન ભામંડળ પર પડે છે અને ત્યાં જ સ્થિર થાય છે ત્યારે કેટલાક અદ્ભુત દયે તેઓ આનંદાશ્ચર્ય સહિત નિહાળે છે. તેમાં પિતાના પ્રભુજી સાથેના ભવભવના શુભ સંબંધ પ્રભુકૃપા થકી પિતાને થયેલી આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને વર્તન માને પ્રવર્તતી આત્મદશા, અન્ય જ્ઞાની પુરૂષો સાથેના ત્રાણાનું બધે એ આદિ જોઈ તેમનું ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. કલ્પનાચિત્ર ત્રીજું : “જગતની વિસ્મૃતિ કરવી અને ચતુના ચરણમાં રહેવું એ બોધના આરાધનથી “સકળ જગત તે એંઠવત્ અથવા સ્વપ્ન સમાન” એવી જ્ઞાનદશાથી વિરાજિત જ્ઞાની પુરુષોનું વૃંદ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ નિવણમાર્ગનું રહસ્ય [ ૧૩૧] છે, જેમાં શ્રીમદ્જીની પણ હાજરી છે. બધા સ્વચ્છ અને નિર્દોષ ભૂમિ પર પદ્માસનમાં બેસી આત્મરત થઈ આત્મધ્યાનમાં લીન થવાના પુરૂષાર્થમાં છે. કેઈ કોઈને છેડી જ વારમાં આત્મસમાધિ લાગી જાય છે, કેઈને છેડા વિલંબ બાદ એ નિરૂપમ દશાની પ્રાપ્તિ થાય છે, પરમકૃપાળુ શ્રીમદ્જીને ઉદયયોગ સારે છે. આથી તેઓ અનુપમ સમાધિમાં રહી શુદ્ધાત્માને, વીતરાગતાનો શુદ્ધ અનુભવ કરી રહ્યા છે, તે તેમની મુખાકૃતિ પર અંકિત થયેલી તેજરેખાઓથી પ્રતીત થાય છે. અહે, તે દશ્ય કેવું સુંદર અને અલૌકિક છે! અહે, તેઓ કેવા સ્થિર અને શાંત દેખાય છે! કેટલાક સમય પછી તેઓ અપૂર્વ સમાધિને અવર્ણનીય સુખ અને આનંદના અનુભવમાંથી ઉદયના ધક્કાને લીધે બહાર આવે છે ત્યારે બહારનાં દો, પદાર્થોમાં તેમને ઉપગ કંઈક સમય સુધી લાગી શક્તા નથી, વારંવાર અંદરમાં વળવા તરફ રહ્યા કરે છે. તેઓ પૂર્ણ જાગૃતાવસ્થામાં નથી તેમ પૂર્ણ સમાધિમાં પણ નથી. હવે તેઓ જાગ્રત થાય છે. મહાપ્રભુજી પાસેથી તેઓ ઉપશમ શ્રેણિમાં આરુઢ થયા હતા તેનું જ્ઞાન મેળવે છે અને તે કારણે ખેદ પણ અનુભવે છે. વીતરાગતાના અનુભવવાળી દશાની સ્મૃતિ શ્રીમદ્જીને આ ભવમાં થઈ હતી તે તેમના જ વચનોથી જોઈએ – ગુણઠાણ એ સમજવા માટે કહેલાં છે, ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનને For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ [૧૩૨] નિર્વાણમાર્ગનું રહસ્ય સંભવ નથી; ક્ષકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવના અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમશ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળ ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કેઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તે કંઈ બાધ નથી. તીર્થકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. ” (૧૭૦) કલ્પનાચિત્ર ચિહ્યું ઃ આ ચિત્રમાં તે જ મુનિર્વાદ ઉપગપૂર્વક જ્ઞાનવાતાં કરે છે, પરમ સત્સંગ કરે છે. પિતા પોતાના અનુભવો પરસ્પર જણાવી પરમાર્થની આપલે કરી જ્ઞાનવૃદ્ધિ કરે છે. ઊંચી દશાવાન મુનિઓ નીચેની દશાવાળા મુનિના અનુભવને પરમાર્થ સુખપૂર્વક નિમનભાવે કહી બતાવે છે અને ઉત્સાહ વધારે છે તેમજ તેમની યોગ્યતા જોઈ પિતાના અનુભવ પણ પ્રગટ કરે છે. આત્માના ઐશ્વર્યાને પરચા, આત્માના વૈભવની વિભૂતિ, આત્માની ઊંચી ઊંચી દશાએ ભાસ્યમાન થતાં અર્થસૂચક પ્રતીકે એ આદિ જ્ઞાનચર્ચા મુનિએ સ્વપકલ્યાણના હેતુઓ કરે છે. ગંભીર જણાતા મુનિએ આનંદની હેલી વરસાવે છે. જગતને સ્વાર્થ સાધક અને અનુદાર ચિત્તવાળા દેખાતા મુનિઓ ઉદારતાની મૂર્તિસમા ભાસ્યમાન થાય છે. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૩૩ ] આ મુનિ સમુદાયમાં શ્રીમદ્જી પણ છે અને તે સસમાગમમાં પિતાને થયેલ અનુભવ દર્શાવીને મોટા મુનિએ તરફથી પરમાર્થને લાભ મેળવી આનંદિત થાય છે. અનેક આશંકાનું સ્થાન એવા ગૂઢ તરનું જ્ઞાન તથા સમાધાન તેમના આત્મામાં ખુશી ઉપજાવે છે. તે બધું તેમની ઉજજ્વળતા પામતી મુખમુદ્રા પરથી સુપ્રતીત થાય છે. આ સર્વ અદ્ભુત અને ઉપકારી અનુભવની સ્મૃતિ, ભેદપૂર્ણ પ્રાપ્ત થયેલ જ્ઞાનની સ્મૃતિ, માર્ગના પરમ રહસ્યની મૃતિ શ્રીમદ્જીને તેમના આ ભવમાં સુસ્પષ્ટપણે થઈ હતી અને તેથી તે “અહે, સપુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ!” એ અનુભવવચને સહજ નીકળ્યાં હતાં. આત્મસિદ્ધિ સાધવાનાં ત્રણ નિમિત્તો, (૧) સપુરૂષનાં વચનામૃત, (૨) પુરૂષની મુખમુદ્રા અને (૩) સપુરૂષને સત્સમાગમ, તે સંબંધમાં થેડી વિચારણા કરીએ. સાધારણ રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે જીવને વચનામૃત જ માત્ર મેટી અસર કરે છે, પરંતુ સત્યતાએ જોતાં પ્રથમ અસર અવ્યક્તતાએ પુરૂષના સમાગમે, તેઓ કોઈ વચન પ્રકાશે નહીં તે પણ પુરૂષની અને તેમની પવિત્ર મુખમુદ્રાની જ થાય છે. ત્યાર પછી સપુરૂષને વચનગને ઉદય આવતાં વચને પ્રકાશે છે ત્યારે અસરની પ્રગટતા અનુભવગમ્ય થાય છે. એવું પણ કવચિત્ બને છે કે પ્રબળ જણાનુબંધના ઉદયે પુરૂષનાં પ્રથમ દર્શને સત્પાત્ર જિજ્ઞાસુ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪] નિર્વાણમાર્ગનું રહસ્ય જીવના અંતરમાં તેની ઓળખાણ થઈ પ્રતીતિ આવે છે. આથી સપુરૂષની પવિત્ર, વીતરાગદર્શક અને પ્રેમ તથા કરૂણાભાવ પ્રગટ કરતી મુખમુદ્રના દર્શનની મહત્તા સિદ્ધ થાય છે. હવે આ ત્રણ નિમિત્ત કારણેનું ફળ બતાવતાં વચને કહ્યાં છે તે તરફ વળીએ; તેમાં પ્રથમ જણાવે છે કે – સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક ઉપરના પરમ કલ્યાણના હેતુભૂત એવાં પાવનકારી નિમિત્તાના બળથી અનાદિની મેહનિદ્રામાં સૂતેલે ચેતન જાગ્રત થઈ ચેતનવંત થાય છે એટલે કે સત્ય જાણીને ચેતે છે કે “હું દેહાદિ સ્વરૂપ નથી દેહ, સ્ત્રી, પુત્રાદિ કઈ પણ મારાં નથી. શુદ્ધ ચેતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું.” એ ભાવને તે અંતરમાં શ્રદ્ધાથી અવધારે છે. આત્માએ અવધારેલી વાત ભૂલાતી નથી અને તેનું સુખદ સ્મરણ વારંવાર સ્મૃતિપટ પર અવકાશ પામી આલેખાય છે. ઉવળતા પામવાને યોગ્ય સતુજિજ્ઞાસુઓની સ્થિતિ આ પ્રમાણે હોય છે. અંતભેદ પામેલા તેમના અંતરમાં હર્ષ ઉત્પન્ન થાય છે અને પુરૂષની સ્વતિ ભક્તિ કરી શક્તિ મેળવે છે. આથી આત્મવિકાસને ઘેરી સ્વચ્છ માર્ગ સાવ ખુલે થાય છે; છતાં હજુ અહીં માર્ગ તેજથી પ્રકાશિત નથી, પણ તેની કેઈ અંશે ઝાંખી થાય છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૩૫] પરંતુ અહે, કર્મની વિચિત્રતા બળવાન છે! “ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે, તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા.” કેમકે દેહદેવળમાં રહેલે આત્મપ્રભુ કમેન ઉદયે નિમિત્તાધીન થઈ મેળવેલું અથવા શ્રધેલું ભૂલી જઈ કઈ બીજા પ્રકારે વતી વૃત્તિને નીચે લાવે છે. વૃત્તિ તેનું સીધું, સરળ અને ઉપકાર વહેણ અટકાવી આડી ફંટાય છે ત્યારે તેનું ધ્યાન રહેવું તે પણ કઠણ બને છે. અજાગૃત જેવી અટપટી દશા થઈ જાય છે. મેહરાજાનું પ્રાબલ્ય અનુભવગેચર થાય છે. ફરી પુરૂષને સમાગમ થાય અથવા પૂર્વને સમાગમગ સ્મૃતિમાં આવે, અથવા તેમની વીતરાગ મુખમુદ્રા દર્શનરૂપ થાય અથવા વચનામૃત સ્મરણમાં આવે, ત્યારે મેહ હાર ખાઈ નાસી જાય છે અને નીચે ઉતરેલી વૃત્તિ ઉપર આવી સ્થિર થાય છે. આવી ચડઉતર સ્થિતિ ઘણુવાર બન્યા કરે છે, પરંતુ આખરે તે નિમિત્તાની યથાગ્ય સ્મૃતિ થતાં અંતરની નબળાઈ દૂર થઈ સ્થિરતા આવે છે, માટે જ કહ્યું કે તે નિમિત્તો “પડતી વૃત્તિને સ્થિર રાખનાર” છે. આગળના વચનમાં પુરૂષની પાવનકારી મુખમુદ્રાનાં દર્શનનું જે ઉત્તમ ફળ છે તે બતાવ્યું છે; વચનામૃત ૧૭રમાં પણ ઉપદેશ કર્યો હતો કે પુરૂષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, પ્રમપૂર્વકનું તે દર્શન, માત્ર કરશે ન માતાના આત્માને નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક થાય છે અર્થાત્ નિજસ્વભાવ તરફ અગમ્યપણે ખેંચી જાય છે. આમ કહી For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬] નિર્વાણમાર્ગનું રહસ્ય સપુરૂષના દર્શનનું અચિંત્ય માહાસ્ય પ્રગટ ક્યું પરંતુ તે દર્શનલાભ વેળાએ શું બનતું હશે ? તેની કલ્પના કરીએ તે કહી શકાય કે પુરૂષના મુખચંદ્રમાંથી દિવ્ય શીતળ તેજનાં કિરણો છૂટતાં હશે, ચક્ષુમાંથી પ્રેમની અમીધારા, નિષ્કારણ કરૂણા નીતરતાં હશે, અને વદન પર નિસ્પૃહતા અને વીત રાગતાની રેખાઓ ઉત્તળપણે ચમકતી હશે, યથાયોગ્ય દિશાને પ્રાપ્ત જિજ્ઞાસુની દષ્ટિ તે દર્શનથી નજરાતી હશે; દષ્ટિ–દષ્ટિનું અનુસંધાન થવાથી આત્મા–આત્માનું ગુપ્ત અપૂર્વ જોડાણ થતું હશે, અને તેનું ફળ શું ? સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ સ્વરૂપપ્રતીતિ એટલે આત્મજ્ઞાન, આત્મદર્શન, સમ્યદર્શન કે સમકિત. તેની પ્રાપ્તિ કેમ થાય તેની ચાવી શરૂનાં ત્રણ કારણમાં બતાવી દીધી છે, વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. આ રહસ્ય તે સર્વ જ્ઞાની ભગવંતેના અનુભવને નિચેડ છે. રવરૂપપ્રતીતિ-સમકિત તે ચોથું બાધબીજ નામનું ગુણસ્થાનક છે, તે અવિરતિ સમ્યફદષ્ટિ નામે પણ ઓળખાય છે. “અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે. અર્થાત્ મિક્ષ થવાનું બીજ અહીં રોપાય છે. આ બધબીજ ગુણસ્થાનક, ચેથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી આભઅનુભવ એક સરખે છે, પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવણતાનુસાર જ્ઞાનની વિશદ્વતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે.” (વ્યાખ્યાન સાર–૧) આ ગુણસ્થાનકે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ [૧૩૭] નિર્વાણમાર્ગનું રહસ્ય ઉપશમ, પશમ અને ક્ષાયિક સમકિત હોઈ શકે છે અને તે ચઢતા ક્રમે પ્રાપ્ત થઈ શકે છે. સમકિતનું માહાત્મ્ય પરમકૃપાળુ શ્રીમદ્જીએ અદ્ભુત અને રમુજી શૈલીથી જણાવ્યું છે, તે વચને આ રહ્યાં – તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન છે, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સેળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મેહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુકલ, શીતલ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યફ તિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સત્ સ્વરૂપદર્શિતાની બલિહારી છે!” (૯૧) “સમ્યકત્વ અપેક્ત રીતે પિતાનું દૂષણ બતાવે છે – મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈચ્છા ન થાય તે પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જ પડે છે, માટે મને પ્રહણ કરવા પહેલા એ વિચાર કરો કે મોક્ષે જવાની ઈચ્છા ફેરવવી હશે તે પણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તે મારે તેને મેક્ષ પહોંચાડે જઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તે પણ બને છે તે જ ભવે અને ન બને તે વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મસે પહોંચાડવું જોઈએ. કદાચ મને છેડી દઈ મારાથી વિરૂદ્ધ આચરણ કરે, અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તે પણ અધપુગલ પરાવર્તનની અંદર મારે For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] નિર્વાણમાર્ગનું રહસ્ય તેને મેક્ષે પહોંચાડે એ મારી પ્રતિજ્ઞા છે! અર્થાત્ અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે. . સમ્યકત્વ કેવળજ્ઞાનને કહે છે – હું જીવને મેશે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું, અને તું પણ તે જ કાર્ય કરે છે; તું તેથી કંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી, તે પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની? એટલું જ નહીં પરંતુ તેને પામવામાં મારી જરૂર રહે છે.” (વ્યાખ્યાન સાર–૧) સ્વરૂપપ્રતીતિ એટલે ચેથા ગુણસ્થાનકવતી સમકિતની વાત પૂરી કરી, હવે ત્યાર પછીનાં “અપ્રમત્ત સંયમ” શબ્દો મૂક્યા છે તે પર વિચાર કરીએ. અપ્રમત્ત સંયમ નામનું સાતમું ગુણસ્થાનક છે. તે પછી પાંચમા તથા છઠ્ઠા ગુણ સ્થાનકને કઈ વચનથી ઉલેખ કેમ નહીં કર્યો તે પ્રશ્ન થવે સંભવે છે. તેનું સમાધાન વિચારતાં આ પ્રમાણે સમજાય છે. એક તે ચેાથેથી પાંચમે આવવું તે પ્રમાણમાં ઘણું સહેલું છે; પાંચમેથી છઠું આવવું ડું અઘરું છે, છતાં સહેલું છે એમ કહી શકાય, પરંતુ છઠ્ઠામાંથી સાતમા ગુણસ્થાનકે આવવું તે અવશ્ય ઘણું અઘરું છે. બીજુ, ચોથાવાળે સાતમે આત્મદશા કેવી હોય, આત્માનુભવની નિમગ્નતાની માત્રા કેવી હોય તેની સમજણ લઈ શકે છે, તેથી તુરત સાતમા ગુણસ્થાનકની વાત કહી જણાય છે. ચેથા ગુણસ્થાનકે આવેલે પુરૂષ પાત્રતા પામ્યો ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે (ધર્મધ્યાનની) For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૩૯] મધ્યમ ગૌણતા છે, છડું (ધર્મધ્યાનની) મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે (ધર્મધ્યાનની) મુખ્યતા છે” (૬૨) 1 ગુણસ્થાનક એટલે આત્માના ગુણોની પ્રગટતાની અપેક્ષાએ ધર્મધ્યાનની ગૌણતા-મુખ્યતા દર્શાવતાં ઉપરનાં વચને અત્યંત ગંભીર વિચારણું માગી લે છે. જે તેને યથાર્થતાએ વિવેકથી સમજવામાં આવે તે ઘણી શંકાઓ કે આશંકાઓનું સમાધાન થઈ જાય અને પૂર્વગ્રહથી બંધાયેલી કેટલીક દોષવાળી માન્યતા દૂર થાય. - ચેથા ગુણસ્થાનકવાળે જીવ સાતમા ગુણસ્થાનકે પહોંચનારની દશાને જે વિચાર કરે છે તે કઈ અંશે પ્રતીત થઈ શકે, પણ તેને પહેલા ગુણસ્થાનકવાળે જીવ વિચાર કરે તે તે શી રીતે પ્રતીતિમાં આવી શકે ? કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણરહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે હાય નહીં. ” (વ્યાખ્યાન સાર-૧) ચોથે આત્માનુભવ થયા પછી આત્મદષ્ટિ રહેતી હોવાથી અને આત્માની શુદ્ધતા તરફ જવાને લક્ષ થવાથી જીવ રાગશ્રેષના કષાયભાવ ઘટાડવા અંતરત્યાગ કરતા જાય છે અને તે શાસ્ત્રોમાં અણુવ્રત તરીકે પ્રસિદ્ધ છે. તે જ પાંચમું ગુણસ્થાનક છે. જેમ જેમ અંતરત્યાગ વધે છે (અને સાથે સાથે બાહ્યત્યાગ પણ શરૂ થઈ વધતું જાય છે), તેમ તેમ પાંચમામાં આગળને વિકાસ સાધ્ય થતું જાય છે, ટુંકામાં અંતરમાં પદાર્થો પ્રત્યેના રાગદ્વેષના ભાવો આત્મહિતાર્થે નકાર વર્તાવી For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ [૧૪૦ ] નિર્વાણમાર્ગનું રહસ્ય ઘટાડતા જવા તે પાંચમા ગુણસ્થાનકનું માહાન્ય છે. તે કાર્ય સહજતાઓ અને વિના કલેશે થાય છે તે સમજાય તેવું છે. છે તે જ પુરૂષાર્થ આગળ વધારી રાગદ્વેષના પરિણામ બહુ ઘટી જાય તથા હિંસા, અસત્યાદિ દેશે ખૂબ મંદતાને પામે (એટલે શાસ્ત્રમાં પાંચ મહાવ્રત પ્રરૂપ્યા છે તેનું અંતરથી પાલન), ત્યારે છઠું અવાય છે. અહીં સર્વ સંગ પરિત્યાગરૂપ બાહ્યત્યાગ હોય તે, તે જીવ દ્રવ્ય અને ભાવથી મુનિ કહેવાય છે, પરંતુ જે તેવા બાહ્યત્યાગને ઉદય ન હેય ને ગૃહસ્થદશા હોય તે તેને ભાવમુનિ કહે છે, તેમ છતાં તેના અંતરમાં સર્વસંગપરિત્યાગ કરવાની ભાવના તે રહ્યા કરે છે. વિશેષ અર્થમાં જોઈએ તે પાંચમામાં વિકાસ સાધતે સમકિતી જીવ જ્યારે પિતાનાં મન, વચન, કાયા અને તેની પ્રવૃત્તિ ભગવાનરૂપ સત્પુરૂષને અથવા સશુરુને એક સમય માટે પણ અર્પણ કરે ત્યારે છઠ્ઠામાં પ્રવેશ થયે ગણાય અને મન-વચન-કાયાની અર્પણતાનું કાર્ય પૂરું થતાં અને પ્રમત્તભાવને ક્ષય થતાં “અપ્રમત્ત સંયમ” નામના સાતમા ગુણસ્થાનકે અવાય છે. આત્માને વિષે પ્રમાદરહિત જાગૃતદશા તે જ સાતમું ગુણસ્થાનક છે, ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યક્ત્વ સમાય છે. ત્યાં આગળ પહોંચેથી આગળની દશાની અંશે અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે.” (વ્યાખ્યાન સાર-૧) કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રથી ન પમાય; પરંતુ તેમ કહેનારા પહેલામાંથી For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૪૧] ખસતા નથી. જે તેઓ પહેલામાંથી ખસી ચેથા સુધી આવે અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તે પણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. ન પ્રાપ્ત થઈ શકે એવી ધીરજ, સંઘયણ, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમા ગુણસ્થાનક ઉપરને વિચાર અનુભવમાં ન આવી શકે, પરંતુ સુપ્રતીત થઈ શકવા ગ્ય છે.” (વ્યાખ્યાન સાર–૧) આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પક્ષ કથારૂપ અમૃતતાને રસ કેટલાક પુરૂષ પ્રાપ્ત કરી શકે છે; પણ મેક્ષના માર્ગની અનુકૂળતા ઘેરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે.” (૬૨) આ ગૂઢ અર્થસૂચક વચને ખૂબ વિચારણીય છે. સાતમા અપ્રમત્ત સંયમ નામના ગુણસ્થાનકે આત્માનુભવ કરતી વેળાએ ધ્યાન કેવા પ્રકારનું હોય તે દર્શાવતાં આ વચને ન કહી શકાય? આ ગુણસ્થાનકે નામ પ્રમાણે અર્થ છે; અંતરુસંયમમાં પ્રમત્તભાવ નથી, લેશ માત્ર પ્રમાદ નથી, રાગ કે દ્વેષને અંશ નથી. ઉપગમાં કોઈ વિકલ્પ નથી અને તે આત્મામાં સ્થિર છે. અહીં માત્ર શુદ્ધાત્માને અનુભવ છે, અમૃતરસનું, અપૂર્વ શાંતિનું અને અપૂર્વ સુખનું વેદન છે. ત્યાં વંધ-વંદક ભાવ નથી; જ્ઞાતા, જ્ઞાન અને સેયને ભેદ નથી, ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું અંતર નથી. આત્મા એ જ પરમાત્મા છે. પરંતુ આ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ ] નિર્વાણમાર્ગનું રહસ્ય ચમત્કારિક અલૌકિક અનુભવ કાયમ ટકી શક્તો નથી. ભાવનો ઉદય આવતાં સાતમું તલ્લણ છૂટી જાય છે અને છઠું આવી જવાય છે. અહીં આ મહાત્મા વારંવાર છઠ્ઠા-સાતમામાં ખુલે છે અને સાથે સાથે આત્માના વીર્યની પ્રગટતા પ્રમાણે મેહનીયને વધુ સમય માટે દબાવી આત્મિક વિકાસ સાધે છે. શ્રેણી માંડવાની પૂર્વ તૈયારી અહીં થાય છે. હવે ત્યાર પછીનાં વચને જોઈએ. “અને પૂર્ણ વીતરાગ નિવિકલપ સ્વભાવનાં કારણભૂત ક્ષાયિક સમકિતી મહાત્મા સાતમા ગુણસ્થાનકમાં આત્મરસને અનુભવ કરતાં કરતાં અને આત્મવીર્યના ઉત્તરોત્તર વિશેષ ઉઘાડથી કર્મોની ક્ષીણતા કરી એક વખત શુકલધ્યાનના અપૂર્વ બળથી આઠમે પ્રવેશી ક્ષપકશ્રેણિ માંડી પિતાને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવ બારમાં ગુણસ્થાનને અંતે પ્રગટ કરે છે, કેવળજ્ઞાની અને કેવળદશ થાય છે, અને કેવળી કહેવાય છે. આ મેક્ષમાર્ગની સમજણ પરમકૃપાળુ શ્રીમદ્જીએ તેમની હાથોંધ નં. રમાં આપી છે તે અત્રે જણાવીએ છીએઃ ગ મોક્ષમાર્ગ પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દર્શન દેશ આચરણરૂપે તે પંચમ ગુણસ્થાનક સર્વ આચરણરૂપે તે અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ અપૂર્વ આત્મજાગૃતિ તે અષ્ટમ છટૂ ડું ? For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૪૩] સત્તાગત સ્થૂળ કવાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે નવમ ગુણસ્થાનક સૂમ 2 ) દશમ , , ઉપશાંત , ,, એકાદશમ , ક્ષીણ . , દ્વાદશમ ક્ષપક શ્રેણિમાં આરૂઢ થયેલ મહાત્મા અગિયારમું ગુણ સ્થાન કૂદાવીને સીધા બારમે આવે છે. ઉપશમ શ્રેણિમાં ચઢેલ મહાત્મા ૧૧મે ગુણસ્થાનકે આવી નીચે ઊતરે છે, “તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે કે “હમણા આ શૂરાતનમાં છે એટલે આપણું બળ ચાલવાનું નથી” અને એથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. “કોઈ કહે છે તેથી છેતરાશે નહીં, માનથી પણ છેતરાશે નહીં, તેમ માયાનું બળ ચાલે તેવું નથી? એમ વૃત્તિએ જાણ્યું કે તરત ત્યાં લેભ ઉદયમાન થાય છે. મારામાં કેવાં રિદ્ધિ, સિદ્ધિ અને ઐશ્વર્ય પ્રગટ થયાં” એવી વૃત્તિ ત્યાં આગળ થતાં તેને લેભ થવાથી ત્યાંથી જીવ પડે છે.” (ઉપદેશ છાયા, ૪) તે નીચે ઉતરી છઠું અથવા થે ગુણસ્થાનકે અટકી શકે છે અને જે જ્ઞાન વયે તે પહેલે ગુણસ્થાનકે આવી જાય છે. ક્ષાયિક સમકિતી મહાત્મા પણ ઉપશમ શ્રેણિમાં કદાચિત ચઢે છે અને અગિયારમેથી પાછા વળે છે ત્યારે તે આઠમે અટકી શકે છે અને તેથી નીચે ઊતરે તે છ નિયમથી અટકે છે, તેનાથી નીચે ઉતરવાનું બની શકતું નથી. એ ક્ષાયિક સમકિતને મહિમા છે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ [૧૪૪] નિર્વાણમાર્ગનું રહસ્ય શ્રેણિના આઠમાથી બારમા ગુણસ્થાનક સુધીને કાળ બે ઘડીને છે. ત્યાં સ્વભાવનું અનન્ય ચિંતન અને ચૈતન્ય સ્વરૂપમાં પરમ નિમગ્નતા હોય છે, જે સંબંધમાં પરમકૃપાળુ શ્રીમદ્જીએ તેમના “અપૂર્વ અવસર ” કાવ્યમાં જે ભાવ સંગીત કર્યા છે તે જોઈએ. એમ પરાજય કરીને ચારિત્ર મેહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણું ક્ષ પ ક ત ણ કરીને આ રૂઢ તા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ છે. મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે.” હવે “સ્વભાવનાં કારણભૂત” એ શબ્દો સમજીએ. કણ કારણ થાય છે? વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ એ ત્રણ કારણેમાંથી કારણ બીજુ અને ત્રીજું શ્રેણું માંડતાં પહેલાં પણ હોય છે અને પ્રથમ કારણ “વચનામૃત” સદ્ભુત ઠેઠ સુધી અવલંબનરૂપ હોય છે. જેમ છે તેમ નિજસ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજસ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરૂષનાં વચને આધારભૂત છે, એમ પરમ પુરૂષ શ્રી તીર્થંકરે કહ્યું છે For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૪૫] સત્ય છે. બારમા ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનને આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બેધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરૂષને આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતા સુધી છે, નહિ તે જીવને પતિત થવાનો ભય છે એમ માન્યું છે.” (૫૭૫) પૂર્ણ વીતરાગ બારમા ગુણસ્થાનકના અંત સમયે થવાય છે અને પછી સગી કેવળી નામનું તેરમું ગુણસ્થાનક શરૂ થાય છે. તેનું વર્ણન “અપૂર્વ અવસરમાંથી ઉતારીએ છીએ. “ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણે આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દેછા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. વેદનીયાદિ ચાર કર્મ વતે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર , તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર છે.” * છેલે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ [૧૪] નિર્વાણમાર્ગનું રહસ્ય ઉપર તેરમા ગુણસ્થાનની વાત કહી ત્યાં હજુ મનવચન-કાયાના પેગ પ્રવર્તમાન છે. ચાર અઘાતી કર્મ ભેગવવા શેષ રહ્યા છે, જ્યારે તેરમા ગુણસ્થાનકે વર્તતા કેવળી પ્રભુને આયુષ્યકાળ અંતર્મુહૂર્તને બાકી રહે ત્યારે તે પ્રભુ ત્રણે યેગને રૂંધે છે, અને છેલ્લે સમુદ્રઘાત કરી ચારે અઘાતી કર્મોની સમાન સ્થિતિ કરી, તેને ભેગવી લઈ, ક્ષય કરીને શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે અને એક સમયમાં ઉર્વગતિએ સિદ્ધાલયમાં જઈ વિરાજે છે તથા અનંત અવ્યાબાધ સહજાનંદ શાંતસ્વરૂપમાં સર્વ કાળને માટે સ્થિતિ કરે છે. ઉપર કહ્યો તે આયુષ્યને છેલ્લે અંતર્મુહૂર્તને કાળ તે ચૌદમું અગી કેવળી નામનું ગુણસ્થાનક છે. “મન વચન કાયા ને કર્મની વગણ, છૂટે જહાં સકળ પુગલ સંબંધ જો; એવું અગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહા ભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે.” અપૂર્વ અવસર કાવ્યમાંથી) શુકલધ્યાનના ત્રીજા અને ચોથા પાયાના અપૂર્વ બળથી મન, વચન અને કાયાના યેગને રૂંધી, આત્માના પ્રદેશને ચાર સમયમાં આખા લેકમાં ફેલાવી, પાછા સમયમાં ખેંચી લઈ સમુદ્દઘાતરૂપ કિયા કરીને સિદ્ધ થાય છે ત્યારે એ સિદ્ધ ભગવંત કા રહેલી સિદ્ધભૂમિમાં પરમ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમ દેદીપ્યમાન આત્મતિ અને ચૈતન્યઘન સ્વરૂપે ઉત્કૃષ્ટતાએ સર્વકાળને માટે શોભે છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૪૭] એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂતિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદપ જે. પૂર્વ પ્રાગાદિ કારણના નથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે.” (અપૂર્વ અવસર-૭૩૮) આ રીતે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ અને સર્વોત્કૃષ્ટ સિદ્ધિને દેનાર સપુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમરૂપ ત્રણેય નિમિત્તાનું અત્યંત, વચનાતીત માહાત્મ્ય જોઈ ગયા. મિથ્યાત્વના નાશથી પરમપદની પ્રાપ્તિ કરાવવામાં પુરૂષ અને તેમનાં વચને અચિંત્ય ઉપકાર ક્યા પ્રકારે અને કેટલું છે તેની સિદ્ધિ પણ થઈ. એ ત્રણેય નિમિત્તો ત્રિકાળ જયવંત વર્તા! » શાંતિઃ શાંતિઃ શાંતિઃ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ [૧૪૮ ] નિર્વાણમાર્ગનું રહસ્ય શ્રી સદ્ગુરુમહિમાદર્શક વચને ગુરુબ્રહ્મા ગુરુર્વિ ગુરુ દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલ ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદમ; મંત્રમૂલં ગુસ્વાયં મેક્ષમૂલં ગુરુકૃપા. અખંડ મંડલાકારં વ્યાપ્ત યેન ચરાચરમ; તત્યદે દર્શિત યેન તસ્મ શ્રી ગુરવે નમઃ અજ્ઞાન તિમિરાન્ધા નાં જ્ઞાન જન શ લ ક યા; ચક્ષુરુન્મિલિત યેન તમે શ્રી ગુરવે નમઃ પરાત્પર ગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમ: પરમ ગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ શ્રવે નમોનમઃ. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૪૯ ] આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યંગ્ય છે; સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સત્પરૂષને સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જે જીવ સદ્દષ્ટિવાન હોય તે સુશ્રુતના ઘણા કાળના સેવનથી થતે લાભ પ્રત્યક્ષ સંપુરૂષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે, કેમ કે પ્રત્યક્ષ ગુણ તિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ કિયાચેષ્ટિતપણું છે. જીવને તે સમાગમગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા વેગના અભાવે સદ્ભૂતને પરિચય અવશ્ય કરીને કરવા ગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેને સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રોનો પરિચય તે સદ્ભૂતને પરિચય છે. શ્રીમદ્ રાજચંદ્ર (૮૨૫) For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ [૧૫] નિર્વાણમાર્ગનું રહસ્ય अज्ञानोपास्तिरज्ञान, ज्ञान ज्ञानिसमाश्रयः । . ददाति यत्तु यस्यास्ति, सुप्रसिद्धमिदं वचः ।। (ઈબ્રોપદેશ, શ્રી પૂજ્યપાદ સ્વામી) અજ્ઞાનીના આશ્રયથી અજ્ઞાન અને જ્ઞાનીના આશ્રયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેની પાસે જે હોય, તે જ તે આપી શકે એ વચન સુપ્રસિદ્ધ છે. गुरुपदेशादभ्यासात्स वित्तेः स्वपरान्तरम् । जानाति यः स जानाति, मोक्षसौख्य निरन्तरम् ॥ (ઈષ્ટપદેશ, શ્રી પૂજ્યપાદ સ્વામી) શ્રીગુરુના ઉપદેશથી અભ્યાસ કરતાં કરતાં સ્વ અને પરના ભેદને જાણે છે તે મેક્ષસુખને જાણે છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૫૧] जन्मांतरसंस्कारात् स्वयमेव किल प्रकाशते तत्त्व। सुप्तोत्थितस्य पूर्व प्रत्ययवनिरूपदेशमपि ।। જેમ નિદ્રામાંથી ઊઠેલા માણસને પૂર્વે એટલે સૂતાં પહેલાં અનુભવેલાં કાર્યો ઉપદેશ વિના, કેઈના કહ્યા સિવાય યાદ આવે છે, તેમ જન્માંતરના સંસ્કારવાળા પુરૂષને ઉપદેશ સિવાય પિતાની મેળે જ નિચે તત્ત્વજ્ઞાન પ્રકાશિત થાય છે. अथवा गुरूप्रसादादिहैव समुन्मिपति नूनम् । गुरुचरणोपास्तिकृतः प्रशमजुषः शुद्ध चित्तस्य ।। અથવા જન્માંતરના સંસ્કાર સિવાય પણ ગુરુચરણની સેવા કરવાવાળા, શાંતરસ સેવનારા અને શુદ્ધ મનવાળાને ગુરુના પ્રસાદથી આ જ ભવમાં નિચે કરી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. तत्र प्रथमे त-त्वज्ञाने संवादको गुरुर्भवति । दर्शयिता त्वपरस्मिन् गुरुमेव सदा भजेत्तस्मात् ।। પૂર્વ જન્મમાં પ્રથમ આત્મજ્ઞાનપ્રાપ્તિમાં ઉપદેશદાતા ગુરુ હોય છે અને બીજા ભામાં પણ તત્વજ્ઞાન દેખાડનાર ગુરુ છે. આ કારણથી તત્ત્વજ્ઞાન માટે ગુરુની જ સદા સેવા કરવી. –શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય : યોગશાસ્ત્ર For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૨ ] નિર્વાણમા નું રહસ્ય नवनोकषायवर्ग मिथ्यात्वं त्यज भावशुद्धया । चैत्यप्रवचनगुरुणां कुरु भवित जिनाज्ञया ।। હે ભવ્ય ! તુ હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસકવેદ એ નવ નાકષાય તથા મિથ્યાત્વને તજીને જિનઆજ્ઞા અનુસાર ચૈત્ય, પ્રવચન અને શ્રીગુરુની શુદ્ધ ભાવથી ભક્તિ કર. आत्मा चारित्रवान् दर्शनज्ञानेन संयुतः आत्मा । सः ध्यातव्यः नित्यं ज्ञात्वा गुरुप्रसादेन ॥ આત્મા ચારિત્રવાન તથા જ્ઞાનદ્દન સહિત છે. એવા આત્માને પરમકૃપાળુ શ્રી સદ્ગુરુની કૃપાપ્રસાદી પામી જાણવા જોઇએ. જાણીને તેનુ જ નિત્ય ધ્યાન કરવુ જોઇએ. શ્રી કુંદકુંદાચાય : અષ્ટપ્રાભૂત. ส गुरु: शुद्ध चिद्रूपस्वरुप प्रतिपादकः । लब्धो मन्ये कदाचित ं विनाऽसौ लभ्यते कथम् ॥ વિના આ મને લાગે છે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનુ નિરુપણ કરનાર શ્રી સદ્ગુરુ કદી મળ્યા નથી. તે સદ્ગુરુ શુદ્ધ જ્ઞાનાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણુ : તત્ત્વજ્ઞાન તરાગિણી. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણુમા નું રહસ્ય ગુરુ નાનક સાહેબ : સતગુરુ સેવે સદા સુખ પાએ, સતગુરુ અલખ ક્રિયા લખાએ. ગુરુ કા ધ્યાન કર પ્યારે । મિના ઈસકે નહીં છૂટના ॥ સંત તુલસી સાહેબ : તુલસી યા સંસાર મેં, પાંચ રતન હૈ' સાર । સાધ સંગ. સતગુરુ શરન, દીનદયા ઉપકાર ॥ સ'ત કબીર સાહેબ : ગુરુ બિન ચેલા જ્ઞાન ન લહે। ગુરુ બિન યહુ જગ કૌન ભરાસા, કાકે સ`ગ હવૈ રહિયે ।। * સંત પીપા સાહેબ : [ ૧૫૩ ] જો બ્રહ્માંડે સાઈ પિંડે, જો ખાજે સાપાવૈ। ૮ પીપા ’ પ્રનવે પરમ તત્ત હી, સતગુરુ હાઈ લખાવે મહાત્મા શ્રીચંદ્ર : ગુરુ અવિનાશી ખેલ રચાયા, અગમ નિગમકા પથ બતાયા. નિરાશ મડૅ નિરંતર ધ્યાન, નિર્ભય નગરી દીપક ગુરુજ્ઞાન. અમૃત પ્યાલા ઉદક મન ક્રિયા, જો પીવે સા શીતલ સેા શીતલ ભયા. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૪ ] મહાત્મા સુંદરદાસ ઃ સુંદર સતગુરુ સહજ મે' કીયે પેલી પાર; ઔર ઉપાય ન તિરસકૈ, ભવસાગર સ'સાર. સંત જ્ઞાનેશ્વર : નિર્વાણમા નું રહસ્ય * જ્યાં ગુરુની કૃપા હોય ત્યાં શુ' સાધ્ય ન થાય? જેમ ચિંતામણિની પ્રાપ્તિથી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, તેમ શ્રી ગુરુ નિવૃત્તિનાશના યોગથી મારી સમસ્ત ભાવનાએ સિદ્ધિને પામી છે. સ્વામી વિવેકાન’દ : શ્રી ગુરુની આવશ્યકતા સંબધમાં તેમના વિચારને સાર આ પ્રમાણે છે ઃ --- આત્માની જાગૃતિ અને આત્માના વિકાસ ત્રીજા આત્માની વેગવતી પ્રેરણાથી થાય છે; અન્ય પ્રકારે એટલે માત્ર ગ્રંથા વાંચવાથી કે વચને સાંભળવાથી થતાં નથી. જે પુરૂષના આત્મામાંથી પ્રેરણાબળના સ'ચાર થાય છે તેને ગુરુ કહે છે અને પ્રેરણાને અંતરમાં ઝીલનારને શિષ્ય કહે છે. શ્રી ગુરુમાં પ્રેરણામળ આપવાની શક્તિ અને શિષ્યમાં તેને જીલવાની યેાગ્યતા હાવાં ઘટે છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૫૫] गुरुरुपायः । (શિવસૂત્ર ૨-૬) Guru is the means. The difficulties one encounters on the journey (to the Divine) are innumerable. No man can surmount them by himself. It is the guidance and the power of the Guru working in the disciple that ferry him across. The ultimate action that liberates by untying the knots in the heart and dissipating the last shades of ignorance, comes not from the puny effort of man but from the Divine Grace, which for the disciple acts through the Guru. The Guru is the indispensable means. (આ અને હવે પછીનાં વચને શ્રી માધવ પુંડળિક પંડિતે લખેલ “Gems From The Tantras” પુસ્તકમાંથી સાભાર ઉધૃત કરી આપ્યા છે. શ્રી પંડિતને શ્રી અરવિંદ ઘેષ તથા “માતાને પ્રત્યક્ષ સમાગમગ હતું. તેમણે ગ, વેદ, તંત્ર અને ઉપનિષદ્ ઉપર ચાલીસથી વધારે પુસ્તક લખ્યા છે.) For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ (94€ ] નિર્વાણમાર્ગનું રહસ્ય नरवद् दृश्यते लोके श्रीगुरुः पापकर्मणा । शिववद् दृश्यते लोके भवानि पुण्यकर्मणा ।। (galera din 3) As human, the guru is seen by the sinner; as divine, by the meritful. Though the Guru has a human body, it is not really the human element that functions as the Guru. It is the Divine realized by him or manifest in bim or invoked through him that is the real Guru. Only those who have acquired the competence or are gifted by Grace to perceive this truth, are able to regard the Guru in human form as none other than the Divine. The others in ignorance see only the human exterior and look upon the Guru as but a man. (Gems from the Taotras ) For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણુમા નું રહસ્ય एकगुरुपास्ति । [ ૧૫૭ ] ( પરશુરામ કલ્પસૂત્ર ૧-૨૦) Resort to one Guru. The Guru is the spiritual father of the disciple; he takes the disciple in his own being, fills him with the consciousness, links the destiny of the novice with his own and thus makes him a permanent part of himself. The disciple surrenders to him wholly and his wellbeing and progress depend upon his faithfulness to the Guru who is carrying him on the Path. To seek for other Gurus, to open to other influences, cuts across this belt of security. Therefore must one stick to one ideal, one Deity, one Guru, once the choice has been made. (Gems from the Tantras) For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] करस्पर्श तु देवेशि प्रपञ्चमलिनादिकम् । Gìgea' arufuzar fą gaviza zzìfa fą 11 The touch of the hand impurities of the world and into gold. નિર્વાણમા નું રહસ્ય ( જ્ઞાનાર્ણવ તંત્ર ૨૪૪૧ ) of the Guru destroys the converts the base metal There are many ways in which the Guru helps and uplifts the disciple. There is his constant influence which aots like the warmth of the hearth preparing the being of the disciple to catch the flame. There is his look which radiates his grace and casts a protective ring round the disciple. He teaches, he communicates knowledge by word of mouth, by example. All these have value, great value indeed. But the most valuable is the physical touch of his hand. There are certain obstinate physical and subtlephysical samskaras, associations and habits, which are difficult for the seeker to get rid of unaided. They can be removed only by the direct power of the Guru flowing through a physical channel. On this plane of physical matter, the importance of physical means cannot be gainsaid. Under certain circumstances physical means alone are fully effective. The means have to correspond to the plane of existence that is being worked upon. The physical touch of the Guru sets into current a dynamis that strikes at the sources of the physical obstructions, eliminates them from the source and enables the spiritual Power to transform the human material into the divine, (Gems from the Tantras) For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ વાચકોની નોંધ : For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ વાચકોની ને : For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only