________________
નિર્વાણમા નું રહસ્ય
[ ૧૨૯ ]
કરવામાં કુશળ એવુ· અલૌકિક અશોકવૃક્ષ આનંદ અને પ્રસન્નતાની છેળા ઉડાડતું મઘમઘી રહ્યું છે; તેની ડાળીએ પ્રભુજી અને પ્રભુજીના અનંત ચતુષ્ટ ગુણાને ભાવભક્તિથી વાંઢવા પ્રભુજી તરફ ઝૂકી ધન્ય ધન્યતા અનુભવે છે. પ્રભુજીની જમણી તથા ડાબી બાજુએ દેવેન્દ્રો ચામર ઢાળે છે, તે જાણે એટલા માટે કેમ ન હેાય કે પ્રભુજીના ગુણાની સુગંધ ચાતરફ સત્ર પ્રસરી પ`દામાં ઉપસ્થિત દેવ, મનુષ્ય અને તિય ચ ગતિના ભવ્યાત્માએ તે થકી લાભ મેળવી આત્મકલ્યાણ અને આત્મશ્રેય ભાવદશાનુસાર પ્રાપ્ત કરે; વળી ચામરનુ નીચે જવું તે મિથ્યાત્વ, અજ્ઞાન તેમ રાગદ્વેષાદિ દોષાનુ તિરાભાવે જવાનુ', કે ક્ષીણ કે ક્ષય થવાનું સૂચવે છે, તથા ચામરનું ઊંચે જવું તે સમકિત એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનું, શુદ્ધ થવાનુ, ગુણાનું પ્રગટવાનું અને વૃદ્ધિ પામતા જવાનું કે પૂર્ણતાએ પહેાંચવાનુ કહી જાય છે. પ્રભુજીના આખા દેહમાંથી મધુર રણકારથી નીકળતે દિવ્ય ધ્વનિ પદામાં હાજર રહેનાર સર્વ જીવાનાં વિધવિધ પ્રશ્નોનું એક સાથે સમાધાન કરવા સામર્થ્ય ધરાવે છે અને તે પ્રભુજીના અતિશય છે તે પુણ્યની અતિશયતા દર્શાવે છે તથા બુદ્ધિને અગમ્ય એવી વિસ્મયકારક ઘટનાનું સૂચન કરી જાય છે. પ્રભુજીની દિશ્ર ધ્વનિરૂપ વાણી સથા જયવંત વતે છે, ઉત્કૃષ્ટ ફળને આપે છે અને તે તત્કાળ કે અલ્પકાળમાં ભવ્યાત્માઓને આત્મઉજ્જવળતા કે આત્મશુદ્ધિ કે આત્મસિદ્ધિ કરાવે છે.
આવા સમવસરણની પદ્મામાં પરમકૃપાળુ શ્રીમદ્રુજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org