________________
[૧૨૮]
નિર્વાણમાર્ગનું રહસ્ય કલ્પનાચિત્ર પહેલું ઃ
શ્રી વિરપ્રભુના કાળને ભવમાં શ્રીમદ્ રાજચંદ્રજી જ્ઞાની પુરૂષની સંસારની અનિત્યતા, અશરણતા આદિ દર્શાવતી વૈરાગ્ય ઉપદેશરૂપ વાણું શ્રવણ કરે છે અને અંતરમાં અવધારી, ઉતારી પ્રતીત કરે છે. આ જગતને વિષે એક શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા જ ઉપાદેય છે અને પૂર્ણતાએ પ્રાપ્ત કરવા ગ્ય છે, એ પવિત્ર મંગલકારી ભાવને હૃદયની ઊંડી ગુફામાં વાગોળે છે. આત્મકલ્યાણની સાધનાની ભાવનાનું કાર્ય ફળ સન્મુખ કરવા સર્વસંગ પરિત્યાગ કરી દક્ષાના ઉત્તમ ભાવમાં આરૂઢ થાય છે. અવસર પામી પ્રભુજી પાસે દીક્ષિત થઈ શિખ્યાધિકાર પ્રાપ્ત કરે છે. આત્મસાધનાને શુભ પુરૂષાર્થમાં હોંશથી જોડાય છે. દીર્ઘદીક્ષિત મુનિસમુદાયની વિનયથી સેવા, વૈયાવચ્ચ સમયાનુસાર કરી અને સ્વાધ્યાય, ધ્યાનમાં અનુરક્ત રહી પરમાર્થ પુણ્યને સંચય કરે છે.
કલ્પનાચિત્ર બીજું :
તીર્થકર શ્રી વિરપ્રભુનું સમવસરણ દેવતાઓ રચે છે. તેની રચનાનું અનેરમ દશ્ય અદ્ભુત અને વિસ્મયકારક છે. રત્નજડિત પાદપીઠ પર ઉત્તમત્તમ પરમાણુઓથી સુશોભિત કાંતિવાળે પ્રભુજીને દેહ પીઠની સપાટીને સ્પર્શ કર્યા વિના વિરાજે છે. પ્રભુની મુખમુદ્રા ઉપર સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયનું ભાન કરાવતાં ત્રણ ત્રે શોભે છે. પાદપીઠની પાછળ સર્વને શેકને હરનાર ને આત્માનંદ પ્રગટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org