________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[ ૧૨૭] હઈશું એમ અમને દઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ.” (૩૨૨)
પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્ર, વન, ઉપવન, જેગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરૂષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે.”
તેમના જાતિસ્મૃતિજ્ઞાન સંબંધમાં એ હકીકત પણ સેંધાયેલી છે કે તેમને નવસે નું જ્ઞાન થયું હતું.
જાતિસ્મૃતિજ્ઞાનના આવા ઉત્કૃષ્ટ ઉઘાડથી એ સમજવું કઠણ નથી કે શ્રી મહાવીર પ્રભુના હૃદયમાં જે વાત હતી તે તેઓ જાણી શક્યા હતા, નિર્વાણમાર્ગનું રહસ્ય તેમના અંતરમાં સ્પષ્ટતાએ પ્રકાશી ઊઠયું હતું, સમવસરણ આદિને પરમાર્થ તેમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું હતું અને જ્ઞાની પુરૂષ સાથેના સત્સંગની અપૂર્વતા તેમણે અનુભવી હતી, તેથી તે તેમના સ્વમુખેથી માર્ગને મર્મ બતાવતી અમૃતવાણી સહજ પ્રવહેતી હતી, આ બધાં વચનના આધારે આપણે નીચે પ્રમાણે કલ્પના કરી કહેવું હોય તે તેમાં અતિશયોક્તિ કે બેટું જણાતું નથી, છતાં તેમ જણાવવામાં શ્રી સર્વદેવના જ્ઞાનમાં કોઈ દોષ થયે દેખાતું હોય તે તેની નિવૃત્તિ માટે અતિ વિનમ્રભાવે ક્ષમાપના યાચીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org