________________
[ ૧૮ ]
નિર્વાણમાર્ગનું રહસ્ય - હવે ૧૭મા વર્ષે પરમ કપાળદેવ રચિત “મોક્ષમાળા” શિક્ષાપાઠ ૧૧માં સદ્દગુરુનાં લક્ષણે બતાવ્યાં છે તે અહીં ઉતારીએ છીએ.
- “ગુરુ જે ઉત્તમ હોય તે તે ભવસમુદ્રમાં નાવિકરૂપે થઈ સધર્મનાવમાં બેસાડી પર પમાડે, તત્ત્વજ્ઞાનને ભેદ, સ્વ-સ્વરૂપ ભેદ, કલેક વિચાર, સંસાર સ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં. ત્યારે તને પ્રશ્ન કરવાની ઈચ્છા થશે કે, એવા ગુરુનાં લક્ષણ ક્યા ક્યા? તે હું કહું છું. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે, અને બીજાને બોધે, કંચન કામિનીથી સર્વ ભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહાર-જળ લેતા હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, શાંત, દાંત, નિરારંભી અને જિતેન્દ્રિય હોય, સિદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હેય, ધર્મ માટે થઈને માત્ર શરીરને નિર્વાહ કરતા હોય, નિર્ચથપંથ પાળતાં કાયર ન હોય, સળી માત્ર પણ અદત્ત લેતા ન હય, સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હોય, સમભાવી હોય, અને નિરાગતાથી સત્યપદેશક હોય. ટુંકામાં તેઓને કાક સ્વરૂપ સદ્ગુરુ જાણવા.”
" આ ઠેકાણે ત્યાગી નિગ્રંથ મુનિનાં લક્ષણે કહ્યા છે તે સ્પષ્ટ સમજાશે. પ્રારબ્ધદયે ગૃહવાસમાં વસતા હોય તેવા જ્ઞાની પુરૂષનાં કેટલાંક લક્ષણે પણ ઉપરના વર્ણનમાં સમાવેશ પામે છે તે પણ જાણી શકાશે, અર્થાત્ તે લક્ષણો જુદા તારવવાં તે કઠિન નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org