________________
[૧૪]
નિર્વાણમાર્ગનું રહસ્ય ઉપર તેરમા ગુણસ્થાનની વાત કહી ત્યાં હજુ મનવચન-કાયાના પેગ પ્રવર્તમાન છે. ચાર અઘાતી કર્મ ભેગવવા શેષ રહ્યા છે, જ્યારે તેરમા ગુણસ્થાનકે વર્તતા કેવળી પ્રભુને આયુષ્યકાળ અંતર્મુહૂર્તને બાકી રહે ત્યારે તે પ્રભુ ત્રણે યેગને રૂંધે છે, અને છેલ્લે સમુદ્રઘાત કરી ચારે અઘાતી કર્મોની સમાન સ્થિતિ કરી, તેને ભેગવી લઈ, ક્ષય કરીને શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે અને એક સમયમાં ઉર્વગતિએ સિદ્ધાલયમાં જઈ વિરાજે છે તથા અનંત અવ્યાબાધ સહજાનંદ શાંતસ્વરૂપમાં સર્વ કાળને માટે સ્થિતિ કરે છે. ઉપર કહ્યો તે આયુષ્યને છેલ્લે અંતર્મુહૂર્તને કાળ તે ચૌદમું અગી કેવળી નામનું ગુણસ્થાનક છે.
“મન વચન કાયા ને કર્મની વગણ, છૂટે જહાં સકળ પુગલ સંબંધ જો; એવું અગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહા ભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે.”
અપૂર્વ અવસર કાવ્યમાંથી) શુકલધ્યાનના ત્રીજા અને ચોથા પાયાના અપૂર્વ બળથી મન, વચન અને કાયાના યેગને રૂંધી, આત્માના પ્રદેશને ચાર સમયમાં આખા લેકમાં ફેલાવી, પાછા સમયમાં ખેંચી લઈ સમુદ્દઘાતરૂપ કિયા કરીને સિદ્ધ થાય છે ત્યારે એ સિદ્ધ ભગવંત કા રહેલી સિદ્ધભૂમિમાં પરમ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમ દેદીપ્યમાન આત્મતિ અને ચૈતન્યઘન સ્વરૂપે ઉત્કૃષ્ટતાએ સર્વકાળને માટે શોભે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org