________________
[૨૮]
નિર્વાણમાર્ગનું રહસ્ય તેના અંતરમાં મુમુક્ષતા (જેની વ્યાખ્યામાં, સર્વ પ્રકારની મહાસક્તિથી મુંઝાઈ એક મોક્ષને અર્થે યત્ન કરવાની તીવ્ર વૃત્તિ) પ્રગટ થાય અને પછી તે ભાવ કે વૃત્તિને લીધે સત્સંગ ને સત્સમાગમનું આરાધન કરવાનું થાય અને સત્સમાગમમાં નિર્વાણમાર્ગને ઉપદેશના વચને શ્રવણ થાય ત્યારે તેના ઉલ્લસિત આત્માનું ગુપ્ત અનુસંધાન જ્ઞાની પુરુષ કે પુરુષના પવિત્ર આત્મા સાથે થતાં તે જ્ઞાની પુરુષને ઓળખી લે છે.
પત્રક ૨૫૪માં કહ્યું કે મુમુક્ષુનાં નેત્રે મહાત્માને ઓળખી લે છે, તે સત્ય છેતે જેને અનુભવ થયે છે, તે તેને સાક્ષી છે. પુરુષની સપુરુષતા તેમની નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે, તેમનાં વચનમાંથી નીતરતી પ્રેમ અને કરુણાની અમીરસધારા, વચને પ્રકાશતા હોય તે વેળાએ તેમની પરમ ઉદાસીનતા અને ગંભીરતા, પિતાના પ્રગટેલા ઉત્કૃષ્ટ ગુણો અંતરમાં શમાવી દીધા છે. એવી તેમની મુખમુદ્રા પર અંક્તિ થયેલી છાપ મુમુક્ષુને દષ્ટિગોચર થાય છે અને તેથી તેનામાં પ્રેમ અને શ્રદ્ધા ગુણ પ્રગટીને ખીલતા જાય છે.
આ પરથી સમજાશે કે મક્ષ દુર્લભ નથી પણ દાતા દુર્લભ છે. અર્થાત્ એવા સપુરુષ કે જ્ઞાની પુરુષની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તે પ્રાપ્તિને અભાવ રહે ત્યાં સુધી દ્રઢભાવે પ્રાપ્તિની અને આશ્રય ભક્તિની ભાવના ભાવવી, પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તવું, પિતાને વિષે લઘુપણું રાખવું, પિતાના દોષ દેખાય તેવી અપક્ષપાત બુદ્ધિ રાખી તેની નિવૃત્તિ કરવા પ્રયત્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org