________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૨૭] અને ઓળખાણ થયે સર્વસ્વ અર્પણ કરવું. આ ઓળખાણ કંઈક ઊંચે આવેલ આત્માથી થાય છે.
વળી કૃપાળુ દેવ અનેક સ્થળોએ જણાવે છે તેમ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થવું બહુ વિકટ છે. તેથી તેવી યથાર્થ ઓળખાણ થાય તે હેતુએ તેમણે નિમિત્તો બતાવ્યાં છે.
પણ જ્ઞાનદશા અથવા વીતરાગ દશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાને વિષય નથી. અંતરાત્મ ગુણ છે અને અંતરાત્મપણું બાહ્ય જીના અનુભવને વિષય ન હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કેઈક જીવ સત્સમાગમના યેગથી, સહજ શુભ કર્મના ઉદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે; તથાપિ ખરેખરૂં ઓળખાણ તે દઢ મુમુક્ષતા પ્રગટ, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમે, જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે.” (૬૭૪)
મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.” (૨પ૪) આ વચને ઊંડા, અર્થગંભીરતાયુક્ત અને અનુભવે સમજાય તેવાં છે.
આ પરથી જણાશે કે જ્ઞાની પુરુષની ઓળખાણ જીવની યથાતથ્ય ગ્યતા આવવાથી થાય છે, એટલે કે સર્વ પ્રથમ તેના સહજ પૂર્વના શુભ કર્મને ઉદય થાય, તેના પરિણામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org