________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[ ૧૫ ] શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયં તિ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તે પામ. ”
અર્થાત્ જીવને દેહાધ્યાસ છૂટે તે તે કમને કત કે ભક્તા થતું નથી અને તે કારણે જુનાં કર્મોની નિર્જરા થાય છે ને નવિન કર્મને બંધ થતું નથી, તેથી જીવ કર્મોથી વિમુક્ત થાય છે અને આથી એ જ ધર્મને મર્મ છે. ત્યારે અહીં દેહાધ્યાસ કેમ છૂટે તેનું રહસ્ય અથવા માર્ગને મર્મ જણાવ્યા છે. આવું અદ્ભુત, પરમ કલ્યાણકારક માર્ગદર્શન આપીને જીવ પર અસીમ કરણ કરીને પરમ ઉપકાર કર્યો છે.
તેમણે ગુપ્તભેદ પ્રગટ કરતાં “કઈ વિદ્યમાન પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા” ઉપર ખૂબ ભાર મૂક્યો છે, તેથી તે પર વિચાર કરીએ.
વિદ્યમાન પુરૂષની જરૂર શા માટે છે?
માર્ગની પ્રાપ્તિની ઇચ્છાવાળા જિજ્ઞાસુ માટે એક આવશ્યક અંગ તરીકે પ્રત્યક્ષ વિદ્યમાન પુરૂષ કે જ્ઞાની પુરૂષને આશ્રય કર્તવ્યરૂપ છે એ સિદ્ધાંત પરમ કૃપાળુ દેવે પ્રતિપાદન કર્યો છે, તેના કારણમાં તેમનાં જ વચને જોઈએ.
પત્રાંક પર૭ માં શ્રી માકુભાઈ તરફથી એક પ્રશ્ન આવેલ તે શ્રી ભાગભાઈને જણાવી તેને ઉત્તર શ્રી ભાગભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ બંને વિચારીને સવિસ્તર લખે એમ કહ્યું. તે વચને આ પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org