________________
[૪૮]
નિર્વાણમાર્ગનું રહસ્ય છે; તે છતાં પ્રભુ સ્થિર ને અડેલ છે. તેમને ભય નથી, ખેદ નથી, કોઈ નથી, દ્વેષ નથી, તેમ કેઈ અન્ય ભાવ નથી. તેઓને આત્મામાં આ ભાવે છે –
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ છે? ભય શે? ખેદ છે? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ, પરમ શાંત, ચૈતન્ય છું. હે માત્ર નિર્વિકલ્પ છું, નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું.” (૮૩૩)
તેવામાં ધરણેન્દ્રદેવનું આસન ચળે છે અને ઉપયોગ મૂકી દેતાં પૂર્વભવનાં પિતાના રક્ષણદાતા અને સન્માર્ગ બતાવનાર એવા પરમ ઉપકારી પ્રભુને ઉપસર્ગ થાય છે તે જુએ છે. વિના વિલંબે, ઉપકારને કેઈ અંશે બદલે વાળવાના હેતુએ ઉપસર્ગ દૂર કરવા એક વિરાટ કાય સર્પના પૃષ્ઠ ભાગના ઘૂંચડાથી પ્રભુનું આસન કરે છે અને વિશાળ સપ્તફણાની છત્રી બનાવી પ્રભુનું રક્ષણ કરે છે. પાણીની સપાટી ઊંચે ચડે છે, તેમ તેમ આસન પણ ઊંચી સ્થિતિએ આવે છે. ત્યારે કમઠને જીવ થાકે છે અને તેનું જેર તૂટે છે. ત્યાં જ પ્રભુને કેવળજ્ઞાન પ્રગટે છે અને બધું શાંત થાય છે.
આ ઘર, જીવલેણ, અત્યંત વિષમ ઉપસર્ગોની વેળાએ પ્રભુ કેવા નિરાગી ને નિર્વિકારી હતા! કેવી પરમ શાંત અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org