________________
નમક
નિર્વાણમાર્ગનું રહસ્ય
| [૭] માર્ગને કેમ વિસર્યા” બરાબર છે. વાસ્તવમાં તો એમ છે કે “જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી. પરંતુ મેક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતું નથી અને મનન તથા નિદિધ્યાસનને હેતુ થતું નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરૂષોએ કહ્યું છે.” (૨૦૦). વળી
જે પુરૂષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણના અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગેચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સપુરૂષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!”
(૪૯૩) ત્યારે પરમ કૃપાળુ દેવને આહૂલાદની વિશેષતા થઈ તેનાં સાચા કારણ વિચારવા અને જાણવા ઘટે છે.
જ્ઞાની પુરૂષને સર્વ જીવ પ્રત્યે એક સરખે પ્રેમ અને કરૂણભાવ હોય છે, તેમાં ય જે જીવ અનિત્ય અને ભયાકુળ એવા દુઃખમય સંસારથી છૂટવા ઈચ્છે છે અને અવ્યાબાધ અનંત સુખમય નિજ સ્વરૂપમાં સ્થિતિ કરવા ચાહે છે, તે જોઈ જ્ઞાની પુરૂષને આહ્લાદ ઉદ્ભવે છે, અને તે ઉદ્ભવવું સહજ જ હોય છે ત્યાં તે જીવ અનંત કાળને પરિભ્રમણમાંથી છૂટશે તે ભાવ, કરૂણભાવ તેમના આહૂલાદનું સ્વાભાવિક કારણ બને છે. વળી છૂટવાના કામી સત્પાત્ર મુમુક્ષુ જીવને સદ્ગુરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org