________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[ ૩૯ ] વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઊર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી..
' “કિયા માર્ગે અસદુ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમેહ, પૂજા સત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદ્રિ દોષનો સંભવ રહ્યો છે.
કેઈક મહાત્માને બાદ કરતાં ઘણાં વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે અને આજ્ઞાત્રિતપણું અથવા પરમ પુરૂષ સગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીધું છે અને તેમજ વર્યાં છે.” (૬૩)
અન્ય માર્ગના દોષોથી બચવા માટે અને સરળ એક્ષમાર્ગ સરળતાથી પ્રાપ્ત થાય એ હેતએ પરમ અનુગ્રહ કરી ઉપદેશ કર્યો અને માર્ગને મર્મ પ્રગટ કર્યો કે –
' “ઘણું ઘણું પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને એ સત્ પુરૂષના ચરણ સમીપે રહીને થાય તે ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” (૨૦૦૧)
પરંતુ એ ભક્તિ પ્રાપ્ત કેવી રીતે થાય?
જ્ઞાની પુરૂષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતું નથી. જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org