________________
{ ૧૨૦]
નિર્વાણમાર્ગનું રહસ્ય તરફ ઉપાધિની જ્વાલા પ્રક્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એ અનુભવ છે.”
(પત્ર ૩૨૪, સં. ૧૯૪૮) મેક્ષ તે કેવળ અમને નિકટપણે વતે છે, એ તે નિશંક વાર્તા છે.” (પત્ર ૩૬૮, સં. ૧૯૪૮)
“આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એ પરમપુરૂષ કરેલે નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે.”
(પત્ર પ૭૯, સં. ૧૯૫૧) “હે કૃપાળ! તારા અભેદ સ્વરૂપમાં જ મારે નિવાસ છે, ત્યાં હવે તે લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારે પરમાનંદ છે...આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.”
(પત્ર ૬૮૦, સં. ૧૯પર) પિતાની હાથોંધ નંબર એકમાં પિતાનું સ્વાત્મવૃત્તાંત આળેખ્યું છે, તેમાં તેઓશ્રી જણાવે છે – ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઉલસી, મચ્યો ઉદયકર્મને ગર્વ રે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org