________________
સપુરૂષને અચિંત્ય ઉપકાર
નિર્વાણમાર્ગનું રહસ્ય દર્શાવતું, પરમ આત્મજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ લખેલ અમૃતપત્ર અને તેમાં પ્રગટ કરેલ સાત અભુત બેલ સંબંધે વિસ્તૃત વિવેચન આપણે જોઈ ગયા છીએ, યાદ હશે કે તે પત્ર સંવત ૧૯૪૭ના કાર્તિક સુદિ ચૌદશના શુભ દિને, અર્થાત્ તેઓશ્રીના ત્રેવીસમા વર્ષના અંત સમયે લખાયું હતું અને પત્રમાં સહી કરી ત્યારે સહજ હદયના ઊંડાણમાંથી ભાવની પ્રતીતિ આપતાં અપૂર્વ વચને સરી પડ્યાં હતાં કે “સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના ”. આ વચનોની વિશેષ સાબિતી આપણને તેઓશ્રીના તે જ મુનિશ્રી લલ્લુજી મહારાજ ઉપર સંવત ૧૯૫૫ના જેઠ માસમાં લખાયેલ અમૃતપત્ર નં. ૮૭૫માં જોવા મળે છે. આ બન્ને પાત્રોની વચ્ચે લગભગ સાડા આઠ વર્ષને કાળ વ્યતીત થયેલ છે તેમ જ સાત પાને અમૃત પ્રવાહ વહી ગયો છે. આ કાળ દરમ્યાન પરમકૃપાળુ શ્રીમદ્જીની આત્મદશા કેટલી ઊર્ધ્વગામિની થઈ હતી તે આપણે તેમના જ વચનોથી જાણી શકીએ છીએ :–
“સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધત હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. આ
(૩૧૩) આત્મા તે પ્રાયે મુક્તરવરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે.”
(૩૧૭)
Jain Education International
For Personal & Private Use Only
For Personal Private Use only
www.jainelibrary.org