________________
[ પર ]
નિર્વાણમાર્ગનું રહસ્ય હેવાથી અબંધ દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાને નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાને સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેને આત્યંતિક વિગ કરવાને સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કમંગથી સકલંક પરિણામ દર્શાવે છે, તેથી ઉપશમ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે.”
તે સન્માર્ગને ગષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપ નૈછિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમ દયા મૂળ ધર્મ વ્યવડાર અને પરમ શાંતરસ રહસ્ય વાક્યમય સત્ શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે, જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.”
(૯૧૩) આટલું વિવેચન કર્યા પછી ત્રીજા બેલનું જે અદ્ભુત માહાસ્ય છે, તેની પ્રથમના બે બેલને સહાય કરવા માટેની જે ઉપકારિતા છે, બળ પ્રદાન કરવા માટેની સમર્થતા છે તે સમજવું અઘરૂં નહીં થાય. ઉદાસીનતાના ક્રમમાં આગળ વધવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org