________________
[૧૪૪]
નિર્વાણમાર્ગનું રહસ્ય શ્રેણિના આઠમાથી બારમા ગુણસ્થાનક સુધીને કાળ બે ઘડીને છે. ત્યાં સ્વભાવનું અનન્ય ચિંતન અને ચૈતન્ય સ્વરૂપમાં પરમ નિમગ્નતા હોય છે, જે સંબંધમાં પરમકૃપાળુ શ્રીમદ્જીએ તેમના “અપૂર્વ અવસર ” કાવ્યમાં જે ભાવ સંગીત કર્યા છે તે જોઈએ.
એમ પરાજય કરીને ચારિત્ર મેહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણું ક્ષ પ ક ત ણ કરીને આ રૂઢ તા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ છે. મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે.”
હવે “સ્વભાવનાં કારણભૂત” એ શબ્દો સમજીએ. કણ કારણ થાય છે? વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ એ ત્રણ કારણેમાંથી કારણ બીજુ અને ત્રીજું શ્રેણું માંડતાં પહેલાં પણ હોય છે અને પ્રથમ કારણ “વચનામૃત” સદ્ભુત ઠેઠ સુધી અવલંબનરૂપ હોય છે.
જેમ છે તેમ નિજસ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજસ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરૂષનાં વચને આધારભૂત છે, એમ પરમ પુરૂષ શ્રી તીર્થંકરે કહ્યું છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org