________________
[૬૦]
નિર્વાણમાર્ગનું રહસ્ય “અત્રે સ્વરૂપસ્થિત (આત્મજ્ઞાનમાં સ્થિતિ ) એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી, ઈચ્છારહિતપણું (સમદશિતા) કહ્યું તેથી ચારિત્રદશા કહી. ઈચ્છા રહિત હોય તે વિચરી કેમ શકે? એવી આશંકા, પૂર્વ પ્રગ એટલે પૂર્વના બંધાયેલાં પ્રારબ્ધથી વિચરે છે, વિચરવા આદિની બાકી જેને કામના નથી” એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી કેમ કે તે વિના મુમુક્ષુને ઉપકાર ન થાય. પરમથુત કહેવાથી ષટ્રદર્શન અવિરૂદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું.” (૭૧૮) સમદર્શિતાને વિશેષપણે સમજીએ.
સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહિતપણું, ઈચ્છારહિતપણું, મમત્વરહિતપણું, સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગ દ્વેષ રહિત થવું તે ચારિત્ર દશા છે..... સમદશી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે, તેવા ભાવ દેખે, જાણે, જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઈષ્ટ–અનિષ્ઠ બુદ્ધિ ન કરે. હેય(છાંડવા ગ્ય)ને હેયરૂપે દેખે, જાણે, જણાવે, ઉપાદેય(આદરવાયેગ્ય)ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે.... સદ્ગુરુ યંગ્ય લક્ષણરૂપ સમદર્શિતા, મુખ્યતાએ સર્વ વિરતિ ગુણસ્થાનકે હોય; પછીના ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય; ક્ષીણમેહ સ્થાને તેની પરાકાષ્ટા અને પછી સંપૂર્ણ વીતરાગતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org