________________
[૩૨]
નિર્વાણમાર્ગનું રહસ્ય તે સઘળાંવડે જીવમાં સ્વાત્મ તુલ્ય બુદ્ધિ તે અનુકંપાર.”
(૧૩૫) અને હવે “ઉદાસીનતા” અને “ભક્તિ શબ્દોના અર્થ અને ભાવને સમજીએ. ઉદ્ એટલે ઉપર અથવા ઊંચે અને આસન એટલે બેસવું. તેથી ઉદાસીનતા એટલે મનની ઉપર બેસવું અર્થાત્ જગત પ્રત્યેની કઈ રુચિઓ, વૃત્તિઓ આત્મામાં ન ઉઠવી તે.
“સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા;
અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા.”(૭૭) જહાં રાગ અને વળી શ્રેષ, તહાં સર્વદા માને કલેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ.”
(૧૦૭) એથી સ્પષ્ટ થશે કે જ્યાં સંસાર સંબંધે રાગ દ્વેષની પરિણતિ વર્તતી નથી અને આત્મા તે ભાવથી પર રહે તે ઉદાસીનતા; અથવા જેટલે અંશે તે ભાવથી પર રહેવું એટલે આત્માથી ન જોડાવું, તેટલે અંશે ઉદાસીનતા.
આ ઉદાસીનતા પહેલાની અવસ્થામાં વૈરાગ્ય અર્થાત વિરાગતા અવશ્ય હોય છે અને વિરાગતા જે પ્રમાણમાં હોય, તે પ્રમાણમાં “શમ” એટલે ઉપશમભાવ હોય; આથી સિદ્ધ થયું કે ઉદાસીનતા કહેતાં જ વૈરાગ્ય અને ઉપશમ તેમાં આવી જાય છે. આત્મિક વિકાસને કેમ આ પ્રમાણે છે: વિરાગતા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org