________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૫] વીતરાગમને કે જ્ઞાનીના માર્ગને અનુસરવાની, માર્ગ પર ચાલવાની બુદ્ધિ જેની થઈ છે તે માર્ગાનુસારી મતિ” જ્ઞાનીને માર્ગ યથાતથ્ય જેમ છે તેમ જાણ હોય તે તે માત્ર જ્ઞાની પુરૂષના સમાગમ યેગે જાણી શકાય. આ રહસ્યભાવની સમજણ મુનિશ્રીને છે તેથી પ્રથમના સંબોધનમાં “સત્ જિજ્ઞાસુ” શબ્દો લખ્યા. જે માત્ર સત્ જિજ્ઞાસુ હોય અને માર્ગમાં પ્રવેશી ચાલવાની બુદ્ધિ ન થઈ હોય, માર્ગનું આરાધન કરવાની વૃત્તિ ઊઠી ન હોય એટલે તેટલી શિથિલતા હોય, તેટલે પ્રમાદ હોય તે તેને “સત્ જિજ્ઞાસુ એટલું જ સંબોધન સંભવે. મુનિશ્રીને આજ્ઞામાં રહી પરમાર્થમાર્ગનું આરાધના કરવાની બુદ્ધિ થઈ છે.
આ પછી પત્રને પ્રારંભ થાય છે, તેમાં મુનિશ્રીને પરમ કૃપાળુ દેવ પ્રત્યે પરમ ભક્તિ દર્શાવતું પત્ર મળ્યાનું જણાવે છે. અહીં “પરમ ભક્તિ” શબ્દ અગત્યનું છે. આપણી સ્મૃતિમાં છે કે મુનિશ્રીએ કૃપાળુ દેવના સત્સમાગમને, દર્શનને અને વચનને સૌથી પ્રથમ લાભ અંબાલાલભાઈના સહકારથી ખંભાત ક્ષેત્રે ઉપાશ્રયમાં લીધું હતું અને તે જ વેળાએ તેઓએ જ્ઞાની ભગવંતને આત્માથી ઓળખી લીધા હતા અને મુનિદશામાં હોવા છતાં ગૃહસ્થદશામાં સ્થિત એવા કૃપાળુ દેવને સ્વયં પ્રેરણાથી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી આત્મશ્રેયને માર્ગ ખુલ્લે કર્યો હતે. આ નાનકડો અને નાજુક પ્રસંગ શું સૂચવી જાય છે? પૂર્વના કેઈ રાગબંધનવાળા શુભ પુણ્યાનુબંધના ઉદયે કેઈ મનુષ્યને પ્રથમ નજરે બીજા પરત્વે સ્નેહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org