________________
[૯ ]
નિર્વાણમાર્ગનું રહસ્ય પ્રમાદથી તે ઉપગ ખલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં ખલિત થાય તે વિશેષ બહિર્મુખ ઉપગ થઈ ભાવઅસંયમપણે ઉપગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છેડી શકાય તેવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપગે થઈ શકે એવી અભુત સંકલનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે.
જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપગપૂર્વક ચાલવું પડે તે ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપગપૂર્વક બેલવું પડે તે બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાન ઉપગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાન ઉપગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળને ત્યાગ કરવા ગ્ય ત્યાગ કરે. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે, અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપગ તેને જેમ અમ્મલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તે ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org