________________
[૧૧૬]
નિર્વાણમાર્ગનું રહસ્ય આકુળવ્યાકુળ કરી દે છે; વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તે પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માર્થી જીવે પુરૂષાર્થ દષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્યક્ષેત્રાદિ વેગનું અનુસંધાન કરવું, સશાસ્ત્રને વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરામ્યપણાથી આકુળવ્યાકુળ નહીં પામતાં ધર્યથી સદ્દવિચાર પંથે જવાને ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. (૮૧૩)
ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મિક્ષપાટણ સુલભ જ છે. વિયકષાયાદ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિવચંપણું જેઈને ઘણે જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરી તિરકારની વૃત્તિથી જોઈ, ફરી મત પુરૂષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી એ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. (૮૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org