________________
[ ૧૩૪]
નિર્વાણમાર્ગનું રહસ્ય જીવના અંતરમાં તેની ઓળખાણ થઈ પ્રતીતિ આવે છે. આથી સપુરૂષની પવિત્ર, વીતરાગદર્શક અને પ્રેમ તથા કરૂણાભાવ પ્રગટ કરતી મુખમુદ્રના દર્શનની મહત્તા સિદ્ધ થાય છે.
હવે આ ત્રણ નિમિત્ત કારણેનું ફળ બતાવતાં વચને કહ્યાં છે તે તરફ વળીએ; તેમાં પ્રથમ જણાવે છે કે –
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક
ઉપરના પરમ કલ્યાણના હેતુભૂત એવાં પાવનકારી નિમિત્તાના બળથી અનાદિની મેહનિદ્રામાં સૂતેલે ચેતન જાગ્રત થઈ ચેતનવંત થાય છે એટલે કે સત્ય જાણીને ચેતે છે કે “હું દેહાદિ સ્વરૂપ નથી દેહ, સ્ત્રી, પુત્રાદિ કઈ પણ મારાં નથી. શુદ્ધ ચેતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું.” એ ભાવને તે અંતરમાં શ્રદ્ધાથી અવધારે છે. આત્માએ અવધારેલી વાત ભૂલાતી નથી અને તેનું સુખદ સ્મરણ વારંવાર સ્મૃતિપટ પર અવકાશ પામી આલેખાય છે. ઉવળતા પામવાને યોગ્ય સતુજિજ્ઞાસુઓની સ્થિતિ આ પ્રમાણે હોય છે. અંતભેદ પામેલા તેમના અંતરમાં હર્ષ ઉત્પન્ન થાય છે અને પુરૂષની સ્વતિ ભક્તિ કરી શક્તિ મેળવે છે. આથી આત્મવિકાસને ઘેરી સ્વચ્છ માર્ગ સાવ ખુલે થાય છે; છતાં હજુ અહીં માર્ગ તેજથી પ્રકાશિત નથી, પણ તેની કેઈ અંશે ઝાંખી થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org