________________
[૫૬]
નિર્વાણમાર્ગનું રહસ્ય વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું, એ ત્રણ કારણે જીવને જ્ઞાનીથી અજાણ્યે રાખે છે. જ્ઞાનીને વિષે પિતા સમાન કલ્પના રહ્યા કરે છે; પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; ડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દેષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દેષ તેને વિષે સમાન છે અને એ ત્રણે દેશનું ઉપાદાન કારણ એવો તે એક “સ્વચ્છેદ” નામને મહાદોષ છે, અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે.” (૧૬) .
આવા દેશે જ્યાં સુધી જીવમાં હેય ત્યાં સુધી સત્પુરૂનાં લક્ષણો પર દૃષ્ટિ પહોંચી શકતી નથી અને તેથી તેઓ ઓળખી શકતા નથી, તે પછી લક્ષણોનું ચિંતન કેવી રીતે કરી શકે? પરંતુ દેશે ઠીક ઠીક મેળા પડે ત્યારે, મુમુક્ષુતા પ્રગટે ત્યારે ઓળખાણ થવી સંભવે છે.
જીવને જ્ઞાની પુરુષની ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી કોધ, માન, માયા, લેભ મેળાં પડવાને પ્રકાર બનવા યંગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણને પામે છે. પુરૂષની ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ-ભાવ મોળા પડવા લાગે છે, અને પિતાના દેષ જેવા ભણી ચિત્ત વળી આવે છે, વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે, જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org