________________
[૩૬]
નિર્વાણમાર્ગનું રહસ્ય થવું” એ વચનોમાં સમાય છે. તે ચેડા વિસ્તારથી જોઈએ. ઉપર કહ્યું તેમ રૂડા એવા “ભક્તિ” શબ્દમાં ત્રણ ભાવે અંતર્ગત રહ્યા છેઃ (૧) પ્રેમ (૨) શ્રદ્ધા અને (૩) અર્પણતા.
જ્યાં પ્રેમ છે ત્યાં શ્રદ્ધા છે. પ્રેમને ટકાવનાર, ઉજવળ રાખનાર, સાથે સાથે રહેનાર પદાર્થ છે તે શ્રદ્ધા છે. પ્રેમ ને શ્રદ્ધા એક જ સિક્કાની બે બાજુ છે. પ્રેમ અને શ્રદ્ધા વધતાં અર્પણતા આવતી જાય છે અને વિકસે છે. આ ત્રણની એકતા એટલે ભક્તિ. આ ગુણને ત્રિવેણી સંગમ એટલે અગાચર અને અગમ એવા અલૌકિક પદાર્થને અનુભવ. - વિદ્યમાન સજીવનમૂતિ પુરૂષમાં પ્રેમ એટલે તેના દેહમાં પ્રેમ નહીં પણ દેડથી ભિન્ન, અનંત ઐશ્વર્ય, વૈભવ અને ગુણેથી સુશોભિત જ્યોતિ સ્વરૂપ, સ્વ–પર પ્રકાશક આત્મા પ્રત્યે, સત્ પ્રત્યે, સત્યસ્વરૂપ પ્રત્યે પ્રેમ અને આદર, આથી જડ અને ચેતન વચ્ચેની વહેંચણી, દેહ અને આત્મા વચ્ચેની સાચી અને યથાર્થ ખતવણી, પુરૂષમાં પ્રેમ કરવાથી સહજ થાય છે અને તેને સાચું જ્ઞાન કહે છે. વળી સપુરૂષ ઉપદેશ વચનથી તે જ વાત જણાવે છે ત્યારે તે જ્ઞાનની દઢતા થાય છે. આને વ્યવહારથી સમ્યકજ્ઞાન કહ્યું છે. પુરૂષના સ્વરૂપ અને વચનમાં વિશ્વાસ તે શ્રદ્ધા. શ્રદ્ધાનું સ્વરૂપ સાચું હોઈ અને તેની આત્મામાં પ્રતીતિ થતાં, તેને વ્યવહાર સમ્યક્દર્શન કહે છે. - જ્યારે પ્રેમ અને શ્રદ્ધા કેમે કરીને વધી શુદ્ધતા પ્રત્યે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org