________________
[૯૮]
નિર્વાણમાર્ગનું રહસ્ય આગળ કહે છે –
અધિક શું લખવું? આજે, ગમે તે કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સુઝથે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે; સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત છે. ”
યાદ રહે કે આ કહાં તે પહેલાંનાં વચને, જે પરનું વિવેચન વિસ્તારથી પૂર્વે અપાઈ ગયું છે, તે આ રહ્યાં, “અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.” એ સઘળાનું કારણ એટલે આ સાત બલરૂપ નિર્વાણના માર્ગની સમજણ, શ્રદ્ધા અને આરાધનનું તથા સર્વ શાસ્ત્રને, સર્વ સંતના હૃદયને અને ઇશ્વરના ઘરને મર્મ પામવાનું કારણ. તે સંબંધે વિવેચન થઈ ગયું હોવાથી હવે આ બેલ–વચને જોઈએ.
પરમ કૃપાળુ દેવ જણાવે છે કે માર્ગના બોધ માટે જે કંઈ આવશ્યક હતું, મર્મ સમજવા માટે જે કંઈ જરૂરી હતું, તે કહેવાઈ ગયું છે, તે પછી અધિક શું લખવું?
કઈ વિદ્યમાન પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા” એ જ ક્ષાભિલાષીએ કરવા યોગ્ય છે એવી સમજણ અને પ્રાપ્તિ થયે જ સંસારનાં સમસ્ત દુખેથી છૂટકારે છે. તે સિવાય અન્ય માર્ગ નથી તેમ છૂટવાને ઉપાય નથી. તે કાર્ય ભલે આજે બને, અથવા કાલે અથવા તે લાખ વર્ષે અથવા તે તેથી મેડે અથવા વહેલે. પણ અહીં કહ્યું તેમ કરવું
•
આ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org