Book Title: Jain Achar Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002030/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ વી. શાહ સાહિત્ય સૌરભ - ગ્રંથ-૨ જેન આચાર દર્શન સંપાદક: ડૉ. જિતેન્દ્ર બી. શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રકા.શન Jain Education inte hation Page #2 -------------------------------------------------------------------------- ________________ Tuઇu iLUILuin જૈન આચાર દર્શન ‘જૈન આચાર દર્શન'માં જૈન ધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી ડૉ. રમણલાલ ચી. શાહે લખેલા જૈન આચાર વિષયક લેખો આપવામાં આવ્યા છે. પાંચ વિભાગોમાં વિભાજિત આ સંચયના પ્રથમ વિભાગમાં જૈન આચાર દર્શન અંતર્ગત ત્રણ લેખો - ‘મનુષ્યજન્મની દુર્લભતા', ‘સંયમનો મહિમા' અને ‘અગિયાર ઉપાસક - પ્રતિમાઓ આપવામાં આવ્યા which દ્વિતીય વિભાગ ‘આવશ્યક ક્રિયા’માં સામાયિક, લોગસ્સ સૂત્ર, વિનય, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણની સમજૂતી આપી છે. તૃતીય વિભાગ “જૈન વ્રત આચાર માં ઇરિયાવહી, અદત્તાદાન - વિરમણ , શીલવિઘાતકે પરિબળો, અનર્થદંડ વિરમણ , અભ્યાખ્યાન, તપશ્ચર્યા, પ્રતિસેવના, ઉપસર્ગ, પરીષહ, પ્રભાવના, બોધિદુર્લભ ભાવના અને સ્વાધ્યાયની ચર્ચા કરવામાં આવી છે. | સંચયનો ચતુર્થવિભાગ પર્યુષણ પર્વને સમર્પિત છે અને અંતિમ વિભાગ “જે ન જ્યોતિર્ધર ’માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનો પરિચય પ્રાપ્ત થાય છે. ' જોઈ શકાશે કે આ સમગ્ર લેખસંગ્રહ મુખ્યત્વે આચારવિષયક છે. ઉચ્ચ આચાર જીવનને ઉન્નત બનાવે છે અને એવા આચાર માટે સાચી સમજ કેળવાય તેવા ઉચ્ચ આશયથી લખાયેલા લેખોનો સંગ્રહ જૈનધર્મના જિજ્ઞાસુઓને સદાય પ્રેરણાદાયી બનશે. For Private & Personal use only www.jamelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ ONS LO Mare duc par ruternational Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભ – ગ્રંથઃ ૨ જૈન આચાર-દર્શન સંપાદક : ડો. જિતેન્દ્ર બી. શાહ સંયોજક : ડૉ. ધનવંત શાહ પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહંમદી મિનારે, ૧૪મી ખેતવાડી, મુંબઈ - ૪૦૦ ૦૦૪. મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠની કે. મુંબઈ - અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ DR. RAMANLAL C. SHAH SAHITYA SAURABH - 2 “JAIN ACHAR DARSHAN" collection of articles on Jainism written by Dr. Ramanlal C. Shah Edited by Dr. Jitendra B. Shah Published by SHREE MUMBAI JAIN YUVAK SANGH 33, Mohmadi Minar, 14th Khetwadi, Mumbai - 400 004. (India) No Copyright પહેલી આવૃત્તિ: ૧૫ ઑગસ્ટ, ૨૦૦૬ પૃષ્ઠસંખ્યા : ૩૬+૩૨૪ (છબીસંપુટ ૧૬ પાનાં) = ૩૭૬ નકલ : ૫૦૦ કિંમત : રૂ. ૨૪૦ મુખ્ય વિક્રેતા : ૧૧૦/૧૧૨, પ્રિન્સેસ સ્ટ્રીટ કેશવબાગ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ટેલિ. : (૦૨૨) ૨૨૦૧૩૪૪૧ આર. આર. શેઠની કુ. ‘દ્વારકેશ' રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ ટેલિ.: (૦૭૯) ૨૫૫૦૬ ૫૭૩ ટાઇપસેટિંગ શારદા મુદ્રણાલય ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬ : ફોન : ૨૬૫૬૪૨૭૯ મુદ્રક ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર, રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧ : Page #7 -------------------------------------------------------------------------- ________________ અર્પણ - ડૉ. રમણભાઈના પૂ. માતુશ્રી રેવાબહેન પૂ. પિતાશ્રી ચીમનભાઈ પિતાતુલ્ય શ્વસુરશ્રી દીપચંદભાઈ શાહ અને અમારા રમણભાઈના રોમેરોમમાં આપે સિંચ્યા શ્રાવકાચારના સંસ્કાર માતાતુલ્ય સાસુશ્રી ધીરજબહેન શાહને... શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ३ Page #8 -------------------------------------------------------------------------- ________________ રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ ગ્રંથ શ્રેણી ગ્રંથ સંપાદક ૧. જૈન ધર્મદર્શન ..............ડૉ. હસુ યાજ્ઞિક ૨. જૈન આચાર-દર્શન ............ડો. જિતેન્દ્ર બી. શાહ ૩. ચરિત્રદર્શન ............ ડૉ. પ્રવીણ દરજી ૪. સાહિત્યદર્શન ..............ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ ૫. પ્રવાસ-દર્શન ............... .પ્રા. જશવંત શેખડીવાળા ૬. સાંપ્રત સમાજ-દર્શન ........પ્રા. જશવંત શેખડીવાળા ૭. તઉપાસક .............. .પ્રો. કાંતિ પટેલ ડૉ. રમણલાલ ચી. શાહ (સહસંપાદક) શ્રીમતી નિરુબહેન શાહ, ઉષાબહેન શાહ, પુષ્પાબહેન પરીખ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન ડૉ. રમણલાલ ચી. શાહ આપણા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આત્મા હતા, અને આજે પણ છે. તેમજ જ્યાં સુધી આ રસ્થાની ગતિ-પ્રગતિ થતી રહેશે, અને એ પુણ્યાત્મા જ્યાં જ્યાં વિહરતો હશે ત્યાંથી આ સંસ્થાને પ્રેરણા અને આશીર્વાદ મળતા રહેશે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના ૩ જી ફેબ્રુઆરી ૧૯૨૯માં થઈ. એટલે આ સંસ્થાએ ૭૭ વર્ષ પૂરાં કરી ૭૮મા વર્ષમાં પ્રવેશ કરી દીધો છે. ડો. રમણલાલ ચી. શાહને હવે અમે અહીં રમણભાઈ જ કહીશું કેમ કે અમારા હૈયે આ સંબોધન જ સ્થિર થઈ ગયું છે, અને રહેશે. રમણભાઈ ૧૯૫૨માં ૨૬ વર્ષની ઉંમરે આ સંસ્થામાં પ્રવેશ્યા અને જીવનના અંતિમ દિન સુધી કાર્યરત રહ્યા. આ સંસ્થા સાથે એમનો પ૩ વર્ષનો દીર્ઘ સંબંધ. આ સંસ્થાના કોઈ પણ સભ્ય આજ દિવસ સુધી આટલી દીર્ઘ ફળદાયી સેવા આ સંસ્થાને નથી આપી શક્યા. રમણભાઈ પ્રથમ સંસ્થાની કારોબારી સમિતિમાં જોડાયા, તે સમયે પૂ. પરમાણંદભાઈ કાપડિયા અને પૂ. ચીમનલાલ ચકુભાઈ શાહે રમણભાઈમાં રહેલું હીર પારખ્યું અને રમણભાઈને એક પછી એક જવાબદારી સોંપતા ગયા, જે રમણભાઈએ નિષ્ઠાપૂર્વક બજાવી અને પ્રત્યેક કાર્યથી સંસ્થાને ઊજળી કરી. ૧૯૮૨માં પૂ. ચીમનભાઈના સ્વર્ગવાસ પછી રમણભાઈએ આ સંસ્થાનું પ્રમુખપદ અને પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ સ્વીકાર્યું અને જાહેર જીવનનાં બધાં પદ છોડવાના તેમણે નક્કી કરેલા સિદ્ધાંતોને કારણે ૧૯૯૬માં પોતાની ૭૦ વર્ષની ઉંમરે સંસ્થાના પ્રમુખપદેથી રાજીનામું આપી સંસ્થાની કારોબારી સમિતિના સભ્ય બની રહી અંતિમ શ્વાસ સુધી સંસ્થાને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું. સન ૧૯૭૨માં રમણભાઈએ સંસ્થાની સુપ્રસિદ્ધ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રમુખપદ સ્વીકાર્યું. આ પ્રમુખપદે પહેલાં કાકા કાલેલકર, પૂ. પંડિત સુખલાલજી અને પૂ. ગૌરીપ્રસાદ ઝાલાસાહેબ જેવા વિદ્વાન મનીષી બિરાજ્યા હતા. રમણભાઈએ જીવનના અંતિમ શ્વાસ સુધી આ વ્યાખ્યાનમાળાનું જતન કર્યું અને પ્રેરણાદાયી પ્રવચનો આપવા માટે દરેક સંપ્રદાયના પૂ. સાધુ-સાધ્વી ભગવંતો, અન્ય ધર્માચાર્યો અને ભારતના પ્રસિદ્ધ વિદ્વાન વ્યાખ્યાતાઓને નિમંત્ર્યા અને વ્યાખ્યાનમાળાને એક આગવી યશગાથા સુધી લઈ ગયા. આમ વ્યાખ્યાનમાળાના પ્રમુખપદે એઓશ્રી જીવનના અંતિમ શ્વાસ સુધી સતત ૩૩ વર્ષ બિરાજ્યા. રમણભાઈ એટલે અણિશુદ્ધ સુશ્રાવક અને કરુણાનો જીવ. કેટલાંક વર્ષ પહેલાં રમણભાઈને એક ઉત્તમ વિચાર આવ્યો કે આ વ્યાખ્યાનમાળામાં ધર્મજિજ્ઞાસુ વર્ગ આવે છે. એ સર્વના હૃદયમાં આવા પર્વના દિવસે કરુણાની અને દાનની ભાવના હોય જ. વળી વિચાર્યું કે ગુજરાતના પછાત વિસ્તારમાં ઘણીબધી એવી ઉત્તમ સંસ્થાઓ છે જે ધનને અભાવે પોતાના સેવાકાર્યને આગળ વધારી શકતી નથી. એટલે પર્યુષણ વ્યાખ્યાનમાળા પહેલાં યુવક સંઘની કારોબારી સમિતિના સભ્યોને સાથે લઈ સંસ્થાની મુલાકાત લઈ એવી સંસ્થા માટે પર્યુષણ દરમિયાન તેની યોગ્યતા અને જરૂરિયાત તપાસી દાનની વિનંતિ કરવાનું નક્કી કર્યું. આના પરિણામે આજ સુધી ગુજરાતની ર૧ સંસ્થાઓને કુલ પોણા ત્રણ કરોડના દાનનો માતબર ફાળો પ્રાપ્ત થયો છે અને એ બધી સંસ્થાએ આજે ખૂબ જ વિકાસ કરી સેવા ક્ષેત્રે અને પ્રદાન કર્યું છે. પૂ. રમણભાઈના ઉત્તમ વિચારનું આ અતિશુભ અને સર્વજન કલ્યાણકારી પરિણામ છે. આ સંસ્થાનું વર્તમાન મુખપત્ર “પ્રબુદ્ધ જીવન' છે. ૧૯૨૯માં સંસ્થાએ પોતાનું મુખપત્ર “મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા'ના નામથી શરૂ કર્યું અને ૧૯૩૩માં પ્રબુદ્ધ જેન” અને પછી ૧૯૫૩માં પ્રબુદ્ધ જીવન' નામ ધારણ કરી જીવનના વિશાળ ફલકને સ્પર્શવાનો સંકલ્પ કર્યો. એટલે સંસ્થાના મુખપત્રનો ઇતિહાસ પણ ૭૭ વર્ષનો છે. કોઈ પણ પ્રકારની જાહેર ખબર ન લેવાના, અને બીજે છપાયેલા લેખ ન લેવાના સિદ્ધાંતને વરેલું આ મુખપત્ર આજે ૭૮મા વર્ષમાં પ્રવેશે છે, એનો યશ આજ સુધીના ચિંતક મહાનુભાવ માનદ્ મંત્રીઓ તેમજ જિજ્ઞાસુ વાચકોને જાય છે. પૂ. રમણભાઈ પૂર્વે આ મુખપત્રોના તંત્રી સ્થાને શ્રી મણિલાલ મોકમચંદ શાહ, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જેવા પ્રખર ચિંતકો અને સમાજસુધારકો બિરાજ્યા હતા. સન ૧૯૮૨માં પ્રબુદ્ધ જીવનનું તંત્રીસ્થાન પૂ. રમણભાઈએ સ્વીકાર્યું અને વિવિધ વિષયોથી તેમજ જૈન ધર્મના ઊંડા તત્ત્વલેખોથી પ્રબુદ્ધ જીવનને જ્ઞાનના ખજાનાથી તરબતર કરી દીધું. સંસ્થા અને સમાજ આ Page #11 -------------------------------------------------------------------------- ________________ ઋણ કોઈ રીતે ચૂકવી શકે એમ નથી. પૂ. રમણભાઈ પોતાની ઉપસ્થિતિમાં જ પ્રબુદ્ધ જીવન' તેમજ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુકાન અમારા હોંશીલા, વિદ્વાન, કર્તવ્યનિષ્ઠ, દૃષ્ટિસંપન્ન ધનવંતભાઈને સોંપી પ્રબુદ્ધ જીવન'ના તંત્રીસ્થાનને માટે ઉચિત વેળાસર પસંદગી કરી અમને આજની ચિંતામાંથી મુક્ત કરી ગયા. જ્ઞાનીજનોને તો આર્ષદષ્ટિ હોય જ. ધનવંતભાઈના તંત્રીસ્થાને આજનું ‘પ્રબુદ્ધ જીવન' પૂ. રમણભાઈ અને અન્ય વિદ્વાન પૂર્વસૂરિઓની યશગાથાને ઊજળી કરી રહ્યું છે એની પ્રતીતિ થતાં અમારા સર્વનું મસ્તક રમણભાઈ પ્રતિ ઝૂકે છે. ‘ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભ'ના ગ્રંથોની યોજના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ અમે કરી હતી. અમારી આ યોજનાની સંમતિ પૂ. રમણભાઈ આપતા ન હતા. સ્વપ્રશંસાનો કર્મદોષ લાગે એ ભાર આવા જ્ઞાનીજન કેમ સ્વીકારે ? પરંતુ અમારા આગ્રહ અને પ્રેમ પાસે એઓશ્રી હળવા થયા અને અમને સંમતિ આપી. આ જ્ઞાનીજન ત્યારે કદાચ કોઈક દર્શન' પામી ગયા હશે. આ ગ્રંથોના સંયોજક અને વિદ્વાન સંપાદકોની પસંદગી પણ એઓશ્રીએ કરી હતી. ૨મણભાઈના વિપુલ સાહિત્યનું વાચન કરવું અને એનું ચયન કરી વિવિધ વિષયોના ગ્રંથમાં એને સમાવવું એ સાગરમાંથી મોતી શોધવા કરતાં પણ કિઠન કામ, કારણ કે રમણભાઈના સાહિત્યસાગરમાં તો મોતી જ મોતી. આ સારું અને આ એનાથી વિશેષ સારું એવી સ્પર્ધા અહીં શક્ય જ નથી. જડીબુટ્ટી શોધતા હનુમાનજી જેમ જડીબુટ્ટી શોધી ન શક્યા અને આખો પહાડ ઊંચકી લાવ્યા, એવી વિમાસણ પ્રત્યેક વિદ્વાન સંપાદકે અહીં અનુભવી હશે જ. પરંતુ તોય કર્તવ્યધર્મમાં સ્થિત આ સર્વ વિદ્વાન સંપાદકોએ અથાગ ભગી૨થ પરિશ્રમ કર્યો અને આપણા માટે આ સાત ગ્રંથોનું નિર્માણ કર્યું. આ વિદ્વાન સંપાદકો પ્રા. જશવંત શેખડીવાળા, ડૉ. હસુ યાશિક, ડૉ. પ્રવીણ દરજી, ડૉ. જિતેન્દ્ર શાહ, ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ અને અમારા અંતરંગ વિદ્વાન મિત્ર પ્રા. કાંતિ પટેલ. આ સર્વ મહાનુભાવોને અમારું હૃદય પૂરા આદરથી નમન કરે છે. ઉપરાંત ‘શ્રુતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ' ગ્રંથના સહસંપાદકો, આ સંસ્થાની કારોબારી સમિતિના અમારા સભ્યો નીરુબહેન શાહ, પુષ્પાબહેન પરીખ અને ઉષાબહેન શાહનો આભાર તો કેમ મનાય ? એમના પરિશ્રમને અભિનંદું છું. યોજના તૈયાર તો થાય પણ એને આકાર આપવા સતત પુરુષાર્થ કરવો પડે. 63 Page #12 -------------------------------------------------------------------------- ________________ એવો પુરુષાર્થ અમારી મુદ્રણ સમિતિના સભ્યો સર્વશ્રી ભૂપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ ઝવેરી, શ્રી ગાંગજીભાઈ પી. શેઠિયા, શ્રી ઉષાબહેન પી. શાહ, શ્રી વસુબહેન ભણશાલી અને શ્રી જવાહરભાઈ ના. શુક્લે કર્યો, અને સતત પરિશ્રમ ફરી આ સમિતિના સભ્યોએ અમને ગૌરવવંતા કર્યાં છે. સંઘબળનું આ સંઘફળ છે. આ સર્વે પ્રત્યે અમે હૃદયનો આનંદ જ વ્યક્ત કરીએ છીએ. ઉપરાંત આ ગ્રંથ નિર્માણ માટે સતત દોડધામ કરનારા અમારા કર્મનિષ્ઠ કર્મચારીઓ મુખ્યત્વે મૅનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક, ભાઈ અશોક પલસમકર, ભાઈ હિરચંદ્ર નવાળે, ભાઈ મનસુખભાઈ મહેતા અને બહેન શ્રી જ્યાબહેન વીરાને તો કયા શબ્દોમાં નવાજીએ ? હૈયું, હામ અને હાથ આ ત્રણેનો સુમેળ હોય તો જ શુભ આકાર પ્રાપ્ત થાય. બધી સામગ્રી અને સાહિત્ય એકત્રિત કરવા માટે પૂ. તારાબહેન અને પૂ. રમણભાઈનાં સુપુત્રી બહેન શ્રી શૈલજાને અમે ખૂબ ખૂબ પરિશ્રમ આપ્યો છે. એમના રાત-દિવસના પુરુષાર્થ વગર આ ગ્રંથો આટલા બધા સમૃદ્ધ અને શોભિત ન જ થાત. એમના પ્રતિ માત્ર ઋણભાવથી વિશેષ લખીએ તો એમનો મીઠો ઠપકો અનુભવવો પડે. આ બધી પરિકલ્પનાના સૂત્રધાર સંયોજક અમારા સર્વેના નાના ભાઈ જેવા, બુદ્ધિધન ધનવંતભાઈને તો અમારે આજ્ઞા કરવાની જ હોય, અને આજ્ઞા કરતા રહેવાના જ. હૃદયમાં સ્થિર થયેલા આ અમારા નાના ભાઈને શબ્દથી શું કામ બહાર આવવા દઈએ ? આટલા વિશાળ કાર્યનો અમે આરંભ તો કર્યો, પણ મનમાં ધનરાશિની ચિંતા હતી. પણ સાથે સાથે શ્રદ્ધા પણ હતી જ. પરંતુ પૂ. રમણભાઈની સુવાસ અને અમારા પૂર્વસૂરિઓનાં પુણ્ય અને પુરુષાર્થનો અમને અનોખો અનુભવ થયો. એને ચમત્કાર પણ કેમ ન કહેવાય ? ‘પ્રબુદ્ધ જીવન’ના ૧૬ ફેબ્રુઆરીનો કડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ’ અંક વાચકો પાસે જેવો પહોંચ્યો અને એમાં છેલ્લા પૃષ્ઠ ઉપર ‘ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભ' ગ્રંથોની માહિતી પ્રગટ થતાં જ એ જ માસની ૨૦ ૨૨ તારીખની આસપાસ જ એક દાનવીર સુશ્રાવકનો અમને ફોન આવ્યો, અને નમ્રતાપૂર્વક અમને આ ગ્રંથો માટે માતબર રકમ સ્વીકારવાની વિનંતિ કરી અને તરત જ માતબર રકમનો ચેક મોકલી આપ્યો ! પૂ. રમણભાઈ આવા કેટકેટલા શુભ આત્મામાં બિરાજ્યા હશે ? અમારાં કેટલાં બધાં સદ્ભાગ્ય કે અમને આવા સુશ્રાવક જ્ઞાનીજનનો સહવાસ અને સદ્ભાવ પ્રાપ્ત થયો ! Page #13 -------------------------------------------------------------------------- ________________ આ દાતા પ્રત્યે અમારા હૃદયમાં અનેરો પૂજ્ય ભાવ પ્રગટ થયો છે, અને એઓશ્રીનાં પુણ્યકર્મોને અમે વંદન કરીએ છીએ. આ વાંચનાર સર્વેના હૃદયમાં પણ આવા જ ભાવો આંદોલિત થશે એવી અમને શ્રદ્ધા છે. આ ગ્રંથોને ખૂબ જ કાળજીપૂર્વક આપણી પાસે પહોંચાડવા માટે ટાઇપસેટિંગ અને મુદ્રણકાર્ય માટે અમદાવાદના શારદા મુદ્રણાલયના શ્રી રોહિતભાઈ કોઠારી અને ચંદ્રિકા પ્રિન્ટરીના શ્રી રૂપલભાઈ દેસાઈ ઉપરાંત મુંબઈના મુદ્રાંકનના શ્રી જવાહરભાઈ શુક્લ તેમજ મુખપૃષ્ઠની યથાયોગ્ય સુંદર ડિઝાઇન માટે શ્રી મોહનભાઈ દોડેચાનો અંતરથી આભાર માનીએ છીએ. આ ગ્રંથોની જાહેરાત થતાં જ આગોતરા ગ્રાહકોએ પોતાનું નામ નોંધાવી અમને પ્રોત્સાહિત કર્યાં. એ માટે એ સર્વનો પણ હૃદયથી આભાર. સતત સાત માસના પરિશ્રમથી અને એટલી જ ઉતાવળથી આ ગ્રંથો તૈયા૨ થયા. એટલે કોઈ પણ ક્ષતિનું દર્શન થાય તો અમને ક્ષમા કરશો. ઉપરાંત આપને રમણભાઈનું કોઈ અપેક્ષિત સર્જન અહીં નજરે ન પડે તો અમારી ગ્રંથનાં પૃષ્ઠોની મર્યાદા છે એમ સમજી અમને દરગુજર કરશો, પણ આપનો પ્રતિભાવ જરૂ૨ જણાવશો. આજે આ ગ્રંથોનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે રમણભાઈ આપણી પાસે નથી, છે માત્ર એમનો જ્ઞાનપ્રકાશ અને શબ્દોના તેજપુંજથી ઝળહળતું એઓશ્રીનું જ્ઞાનજગત. આ સાત ગ્રંથો આપના કરકમળમાં મૂકતાં અમે ધન્યતા અનુભવીએ તો છીએ, પણ સાથોસાથ તર્પણ ભાવનો સંતોષ અમારા રોમેરોમમાં આંદોલિત થઈ રહ્યો છે. એનો આનંદ આપની પાસે કયા શબ્દોમાં દર્શાવીએ ? આ આંદોલનને પૂ. રમણભાઈના આત્માનો સ્પર્શ મળે એવી કાળદેવતાને પ્રાર્થના. ધન્યવાદ. તા. ૧૫-૮-૨૦૦૬ ९ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સર્વ સભ્યો વતી શ્રી રસિકલાલ લહેરચંદ શાહ પ્રમુખ Page #14 -------------------------------------------------------------------------- ________________ સૌરભ ગ્રંથોની સર્જનયાત્રા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રત્યે આકર્ષણ અને અહોભાવ મને કોલેજકાળથી હતાં. એટલે લગભગ ૪૦ વર્ષથી પ્રબુદ્ધ જીવનનું નિયમિત વાચન કરતો હતો અને જ્ઞાન-શ્રવણ અર્થે પ્રત્યેક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અચૂક જવાનું થતું જ. આવા સંબંધને કારણે અંતરથી ક્યારે સંઘમય થઈ ગયો એની ખબરેય ન પડી, અને એ થકી હૃદયમાં કોઈ અજબોગજબનું સંસ્કારઘડતર થતું ગયું. માતાના ગર્ભમાં બાળક વિકસતું જાય એમ આ વાતાવરણથી અંતરમાં કોઈ અનિવર્ચનીય તત્ત્વ વિકસતું ગયું. આ કારણે સર્વ પ્રથમ તો શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ખમાસણ ભાવે નમન કરું છું. પૂ. રમણભાઈ એમ.એ.માં અમને ભાષાશાસ્ત્ર શીખવતા હતા. વળી તેઓ જૈન યુવક સંઘમાં સક્રિય કાર્યકર હતા. એટલે એ કારણે એમના પ્રત્યે વિશેષ ભાવાનુબંધ થયો. જેમ જેમ એઓશ્રીની નજીક થતો ગયો તેમ તેમ એમની વિદ્વત્તા અને એમના શ્રાવકાચારથી અભિભૂત થતો ગયો. અંતરના કોઈક ખૂણે મારા એ રોલ મોડેલ બની ગયા. ત્રીસેક વર્ષ પહેલાં અમે સહુ અધ્યાપક સંમેલનમાંથી પાછા ફરતાં હતાં ત્યારે પૂ રમણભાઈ અને પૂ. તારાબહેને પિતૃ-માતૃભાવથી મને યુવક સંઘમાં જોડાવા કહ્યું. મારે મન એ આજ્ઞાભાવ હતો, અને સંઘનો લાઈફ મેમ્બર થઈ મેં એમાં પ્રવેશ કર્યો. મારા જીવનની એ અતિ શુભ અને સભાગી ઘડી હતી. બસ પછી તો રમણભાઈ મારા ઉપર વરસતા ગયા, બસ વરસતા ગયા, અને એક પછી એક કામો મને સોંપતા ગયા. મારું એને પરમ સભાગ્ય ગણું સાહેબનો પ્રેરક અને આનંદપ્રદ સહવાસ, એઓશ્રી સાથેના પ્રવાસો, તેમણે ૧૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ યોજેલા જૈન સાહિત્ય સમારોહ અને પરિસંવાદો વગેરેમાંથી ઘણું જીવનપાથેય મળી રહેતું. શ્રાવકજીવન વિશેના એમના વિચારો અને આચારનો સુભગ સમન્વય તેમના જીવનમાં જોવા મળતો. જીવનના મર્મો હસતા હસતા સાહેબ આપણને સમજાવે એ એઓશ્રીની વિશિષ્ટતા. પૂ. સાહેબનું લગભગ બધું જ સાહિત્ય વાંચવાનો મને લાભ મળ્યો. એ બધું જ ઉત્તમ અને જીવનને ઊર્ધ્વગામી બનાવે એવું તત્ત્વશીલ છે. “પ્રબુદ્ધ જીવન” પ્રગટ થાય એટલે વહેલી સવારે પૂ. સાહેબનો લેખ વાંચવાનો નિયમ થઈ ગયો. એમના વિચારોને મનમાં વાગોળું અને સાહેબ સાથે એ લેખ વિશે વિશેષ જાણકારી મેળવું. આપણે એ લેખની પ્રશંસા કરીએ તો સાહેબ મૌન સ્મિત સાથે, નિસ્પૃહ ભાવે એ ઝીલી લે, અને શંકાનું સમાધાન કરે. પૂ. સાહેબે તેમનો ‘ગૂર્જર ફાગુ સાહિત્ય' ગ્રંથ મને મોકલ્યો. નવું પુસ્તક પ્રગટ થાય એટલે સાહેબ અચૂક સ્નેહીમિત્રો અને અભ્યાસીઓને મોકલે. એ ગ્રંથ વાંચીને હું તો અવાક જ બની ગયો. આટલું બધું પરિશ્રમપૂર્વકનું સંશોધન તેમજ ગહન ચિંતન મેં ભાગ્યે જ કોઈ ગ્રંથમાં જોયું છે. ઉત્સાહથી મેં સાહેબને ફોન કર્યો, દસ મિનિટ સુધી હું બોલતો જ રહ્યો, અને છેલ્લે કહ્યું, “સાહેબ, આ ગ્રંથને તો ડી.લીટીની ઉપાધિ મળવી જોઈએ. પરદેશમાં આવું સંશોધન આપે કર્યું હોત તો....' તો સામા પક્ષે સાહેબનું માત્ર મૌન જ, અને છેલ્લે – ઉપાધ્યાય યશોવિજયજી કૃત અધ્યાત્મસાર” અને “જ્ઞાનસાર બે ગ્રંથો એઓશ્રી પાસેથી જૈનગતને મળ્યા એ તો આપણા સૌનું પરમ સભાગ્ય. એ ગ્રંથોનું વિશદ્ ચિંતન અહીં એક લીટીમાં શું સમાવું છે અને એ માટે હું અધિકારી પણ નથી. એક વખત ફોન ઉપર વાતો કરતાં કરતાં મેં સાહેબને કહ્યું, આપનું સાહિત્યજગત વિશાળ છે, એનું ચયન કરી ચાર-પાંચ ગ્રંથો તૈયાર થાય તો અનેક જ્ઞાનપિપાસુને વિશેષ લાભ મળે. કોણ જાણે કેમ એ ઘડી આપણા માટે શુભ હશે, તો સાહેબથી સહજ બોલાઈ ગયું : “હા, હમણાં જ મિત્ર પ્રા. જશવંત શેખડીવાળાએ પણ મને એવું સૂચન કર્યું હતું. પણ બીજી જ પળે એ વાક્યથી દૂર લઈ જવા મને બીજી વાતોએ વળગાડી દીધો. હું સમજી ગયો કે સાહેબની મને આ વાત કહેવાની ઈચ્છા ન હતી. પણ એમનાથી “કહેવાઈ ગયું' ! એ એમને દુઃખ હતું. અજાણતાં થઈ ગયેલા આવાં સૂક્ષ્મ કર્મો પ્રત્યે પણ સાહેબ આટલા સભાન ! પણ આ વાત મારા મનનો કેડો ન છોડે. મનમાં સંતોષ થયો કે મને જેવો વિચાર આવ્યો એવો જ વિચાર સાધુચરિત પ્રા. જશવંત શેખડીવાળાસાહેબને પણ આવ્યો છે. એટલે આ કામ કરવા જેવું તો છે જ, અને કુદરતનો આમાં નક્કી કંઈ Page #16 -------------------------------------------------------------------------- ________________ સંકેત છે. પછી જ્યારે જ્યારે સાહેબને ફોન કર્યું ત્યારે આ વાત કરું, સાહેબ એ વાતને યળે અને હું પાછો ત્યાં ને ત્યાં જ પહોંચું અને સાહેબ સાથેની વાતોમાંથી માંડ માંડ ‘ના’નો છેદ ઉડાવી શક્યો. જોકે ‘ના’ ન પાડવામાં પણ મારા પ્રેમને દુઃખ ન પહોંચે એ જ એમનો વિશેષ ભાવ હતો. એ હું સમજી ગયો હતો. તરત જ મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતિમાં તા. ૨૧–૧– ૨૦૦૫ના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ મેં પ્રસ્તાવ મૂક્યો અને સાહેબ કાંઈ પણ હા-ના કરે એ પહેલાં સર્વે સભ્યોએ એ પ્રસ્તાવને આનંદ-ઉત્સાહથી વધાવીને મંજૂરીની મહોર મારી દીધી, અને સંયોજકની જવાબદારી સર્વે વડીલોએ મને સોંપી, મારું એ સદ્દભાગ્ય. તરત જ બીજે દિવસે સાહેબ સાથે વિગતે ચર્ચા કરી સંપાદક માટે પૂછ્યું. સાહેબ કહે, શેખડીવાળાસાહેબ જ આ કામ માટે પૂરા અધિકારી છે. એઓશ્રી સાથે ચર્ચા કરો, અને અન્ય સંપાદકો પણ એઓશ્રીની સૂચના મુજબ નક્કી કરો.' મેં તરત જ પૂ. શેખડીવાળા સાહેબને ફોન કર્યો. એઓશ્રી ખૂબ જ પ્રસન્ન થયા. અમારે ફોન ઉપર વાતો થતી રહી. અને અન્ય સંપાદકોમાં વિદ્વદુવર્ય ડો. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટને વિનંતિ કરવાનું નક્કી કર્યું. આ નામો મેં સાહેબને જણાવ્યાં. સાહેબે સંમતિ આપી. આ ચયનગ્રંથોની સાથોસાથ સાહેબના જીવન વિશે પણ એક ગ્રંથ તૈયાર થાય એવો અમારા મનમાં ભાવ જભ્યો અને મેં બહેન શૈલજાને ફોન કરી સાહેબના બધા જ ફોટોગ્રાફ એકત્ર કરવા કહ્યું. બીજે દિવસે જ સાહેબનો મને ફોન આવ્યો, અને મને કહ્યું “આવો ગ્રંથ તૈયાર ન કરશો અને મારા માટે કોઈ પાસેથી લેખ કે અભિપ્રાય ન મંગાવશો. માત્ર સાહિત્યસંચય જ કરો.’ વ્યક્તિની હયાતિમાં આવો ગ્રંથ તૈયાર થાય તો પ્રશંસાનો કર્મદોષ લાગે, સાહેબ આવા કર્મબંધ માટે સભાન હતા. સાહેબનો મર્મ હું સમજી ગયો. મેં સાહેબને મનોમન નમન કર્યાં. - આ ગ્રંથની ગતિ ધીરે ધીરે આગળ વધતી ગઈ. ગોકળગાય ગતિ જ સમજો. સાહેબને તબિયતે સાથ ન આપ્યો. મારે ફોન ઉપર પ્રબુદ્ધ જીવન’ પૂરતી જ વાત થાય અને વાતવાતમાં તો પૂ. સાહેબ આપણાથી દૂર થઈ ગયા ! ! પણ જુઓ, વિધિની કેવી વિચિત્રતા ! પૂ. સાહેબે જીવનપ્રશંસા લખાવવાની ના પાડી હતી. એ જ કામ અમારે પહેલું કરવું પડ્યું. સાહેબ વિશેના પ્રબુદ્ધ જીવન'ના બે અંકો નવેમ્બર ૨૦૦૫નો “શ્રદ્ધાંજલિ' અંક અને જાન્યુઆરી ૨૦૦૬નો ડો. १२ Page #17 -------------------------------------------------------------------------- ________________ રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ અંક. એ બંને અંકોના સમન્વય રૂ૫ ગ્રંથ આજે “શ્રુતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહના શીર્ષકથી આપના કરકમળમાં મુકાય છે. પૂ. સાહેબનું જીવન અને ગુણો પ્રકાશિત ન થાય એવું કાળદેવતાને પણ મંજૂર ન હતું. ગુણો ઢાંક્ય ઢંકાતા નથી. સ્મરણિકા “અંક' માટે લેખકોને વધુ સમય આપવાનો અવકાશ ન હતો. છતાં લેખોનો પ્રવાહ વહેતો ગયો. કેટલાક લેખોને સમયમર્યાદાને કારણે એ અંકમાં સમાવી ન શકાયા, એટલે બન્ને અંકોનો સમન્વય અને પછીથી આવેલા લેખો એટલે “શ્રુતઉપાસક ૨. ચી. શાહ' ગ્રંથ. ઉપરનો સ્મરણિકા અંક તૈયાર થયા પછી એ અંકની પ્રાપ્તિ માટે અનેક વિનંતિપત્ર અમને મળ્યા એટલે એ અંક ફરી છાપવો પડ્યો. આ “શ્રુતઉપાસક' ગ્રંથના પ્રેરણાસ્ત્રોત એ જિજ્ઞાષુજનો અને પૂ. સાહેબના ચાહકો છે. પૂ. સાહેબના જીવનના વિવિધ પ્રસંગો, એમની સાત્ત્વિક પ્રતિભા અને એમના ગુણસામ્રાજ્યનું એક વિશ્વ આપણી સમક્ષ ઊઘડ્યું જેનાથી આપણે તો શું, પણ ઘણાય અજ્ઞાત હતા. સાહેબનું જીવન આવું પ્રેરક ગ્રંથોનાં નિર્માણનો પ્રારંભ કરવા ડિસેમ્બરમાં પ્રો. જશવંતભાઈ શેખડીવાળાને ત્યાં ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે અમે એકત્ર થયા. મુરબ્બી શ્રી શેખડીવાળાસાહેબનું ઉષ્માભર્યું આતિથ્ય અમે સર્વેએ માણ્યું. મારા માટે તો વિદ્વદર્શન હતું. સર્વે વિદ્વાન સંપાદકોએ કાર્યનો આરંભ કર્યો, નિર્ધારિત ગતિ પ્રગતિ થતી ગઈ. એ દરમિયાન અમારા સભ્યો અને ચાહકોએ પૂ. સાહેબના જૈન ધર્મ વિશેના લેખોનો એક ખાસ ગ્રંથ થાય એવું આગ્રહપૂર્ણ સૂચન કર્યું. પૂ. સાહેબ તો સર્વધર્મ ચિંતક હતા. કોઈ એક વર્તુળમાં જ એમને કેમ રખાય ? પરંતુ જૈન ધર્મ વિશે એઓશ્રીનું ગહન અધ્યયન અને ચિંતન વિશેષ છે એ પણ એટલું જ સત્ય. . પૂ. શેખડીવાળા સાહેબને અને મુરબ્બી ડૉ. હસુભાઈ યાજ્ઞિકને આ હકીકત જણાવી અને એઓશ્રીએ મારી આ વાત તરત જ સ્વીકારી એટલે મેં મારા અંતરંગ મિત્ર વિદ્વાન ચિંતક અને જૈન ધર્મના ગહન અભ્યાસી ડૉ. જિતેન્દ્રભાઈ શાહ ઉપર મિત્રહક અજમાવી દીધો. કોઈપણ પ્રકારની બહા-ના'ની ચર્ચા વગર ડૉ. હસુભાઈ યાજ્ઞિક અને ડો. જિતેન્દ્રભાઈ મળ્યા અને આપણને બે ગ્રંથ જૈન ધર્મદર્શન' અને જૈન આચારદર્શન’ પ્રાપ્ત થઈ રહ્યા છે. શ્રુતઉપાસક ડૉ. ૨. ચી. શાહ' ગ્રંથના સંપાદનની જવાબદારી અમારા સંઘની કારોબારી સમિતિના સભ્યો બહેનશ્રી નિરુબહેન શાહ, પુષ્પાબહેન પરીખ અને ઉષાબહેન શાહે સંભાળી કામનો પ્રારંભ કર્યો. પરંતુ અમે વિચાર્યું કે આ ગ્રંથને १३ Page #18 -------------------------------------------------------------------------- ________________ પણ મૂર્ધન્ય વિદ્વજનનો સાથ મળે તો સોનામાં સુગંધ મળે. એટલે પૂ. તારાબહેને શિષ્યહક અને મેં મિત્રહકનો ઉપયોગ કરી વિદ્વાન પ્રાધ્યાપક શ્રી કાંતિભાઈ પટેલને વિનંતિ કરી. શ્રી કાંતિભાઈ પૂ. સાહેબના શિષ્ય, અને સાહેબનો શિષ્યો પ્રત્યે પ્રેમ એવો કે બધા હોંશે હોંશે એ નિર્ણયને હૃદયમાં સમાવી લે. સર્વે વિદ્વાન સંપાદકોએ અભ્યાસ કરી ખૂબ જ પરિશ્રમ લઈ આ સાતે ગ્રંથનું સર્જન કર્યું છે. મિત્ર પ્રાધ્યાપક પ્રસાદ બ્રહ્મભટ્ટે તો મુદ્રણવ્યવસ્થા પણ સંભાળી. આ સર્વેનો અંતઃકરણથી આભાર માનું છું. ઉપરાંત આ ગ્રંથનિર્માણ માટે જે જે મહાનુભાવોએ પોતાનો પુરુષાર્થ આ કાર્યમાં સીંચ્યો છે એ સર્વેનો નામોલ્લેખ અમારા પ્રમુખશ્રીએ પ્રકાશકીય નિવેદનમાં કર્યો છે, એ ભાવમાં હું મારા ભાવનું આરોપણ કરું છું. આ ગ્રંથોની સામગ્રી એકઠી કરવામાં સખત અને સતત પરિશ્રમ તો પૂ. તારાબહેન અને બહેન શૈલજાએ કર્યો છે. એ મારાં મોટાં બહેન તુલ્ય પૂ. તારાબહેનનાં ચરણોમાં વંદન કરી બહેન શૈલજાને અભિનંદું છું. સંયોજક તરીકે મને પસંદ કરી મારા ઉપર આવા આત્મસંતર્પક શુભ કામ માટે વિશ્વાસ મૂકી મને મોકળા મને આ કામ કરવા દીધું અને મને અઢળક પ્રેમ આપ્યો એવા મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતિના સર્વે સભ્યોનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી જ. એ સર્વે પ્રત્યે હૃદય નમે છે. સમગ્ર ગ્રંથરચનામાં મારી કાંઈ ક્ષતિ દૃષ્ટિએ પડે તો આપ સર્વે વાચક મહાનુભાવો મને ક્ષમા કરશો. અને પૂ. સાહેબનું ઋણ તો કઈ રીતે ચૂકવું ? શક્ય જ નથી. હું ભલે મૂળ અધ્યાપકનો જીવ, પરંતુ મારા ઉદ્યોગોના સંચાલનમાં ખૂબ જ વ્યસ્ત રહું. સદ્ભાગ્યે પૂ. સાહેબે મારો હાથ પકડી લીધો અને ઉદ્યોગ-વ્યાપારજગતમાં પૂરો ગરકાવ થઈ જાઉં એ પહેલાં જ પૂ. સાહેબે મને સમતુલામાં બેસાડી દીધો. પૂ. સાહેબે મારી લેખનચેતનાને ફૂંક ન મારી હોત તો હું માત્ર વ્યાપારી જ રહ્યો હોત. આ ઉપકાર તો ભવોભવમાં નહિ ચૂકવી શકાય. આ ગ્રંથોના વાચનથી આપણા સર્વનું હૃદય વિકસિત થાય એવી પરમાત્માને પ્રાર્થના. તા. ૧૫-૮-૨૦૦૬ એફ-૭૬, વિનસ એપાર્ટમેન્ટ, વરલી સી ફેસ-સાઉથ, મુંબઈ-૪૦૦ ૦૧૮. १४ • ધનવંત શાહ Page #19 -------------------------------------------------------------------------- ________________ સહુના રમણભાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એક લબ્ધપ્રતિષ્ઠ સંસ્થા છે. જીવનનાં ઘણાં ક્ષેત્રે એની કરુણા પ્રેરક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓને કારણે સમગ્ર ભારતની જૈન સંસ્થાઓમાં એનું આગવું અને માનભર્યું સ્થાન છે. ઘણી વ્યક્તિઓએ પોતાનું સત્ત્વ, સામર્થ્ય અને સેવા આપીને આ સંસ્થાને મહાન બનાવી છે. આ સંસ્થાના ૭૭ વર્ષના ઇતિહાસમાં એક હૃદયસંતર્પક ઘટના ઘટી રહી છે. મારા પતિ અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ ડો. રમણભાઈના પ્રગટ થયેલા સર્વ સાહિત્યમાંથી ચયન કરીને છ ગ્રંથો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પતા લેખોનો એક ગ્રંથ “શ્રુત ઉપાસક રમણભાઈ' – આ સાત ગ્રંથ ઉપરાંત તેમનાં વ્યાખ્યાનોની એક સી.ડી.ના વિમોચનનો પ્રસંગ ઊજવાઈ રહ્યો છે. આ પ્રસંગ એટલે શ્રી જૈન યુવક સંઘના સભ્યો અને રમણભાઈના વિશાળ ચાહકવર્ગના હૃદયમાં રમણભાઈ પ્રત્યે પ્રગટ થતા સ્નેહાદરનો ઉત્સવ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે રમણભાઈનો સંબંધ આત્મીય, અનોખો અને અવર્ણનીય છે. ૧૯૫૨થી ૨૦૦૫ એટલે પ૩ વર્ષનો સંબંધ. સંઘના સભ્ય, કમિટી મેમ્બર, સંઘના પ્રમુખ, વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને “પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકેનો સંબંધ. આમ વિવિધ સ્તરે સુખદ, યશસ્વી અને ફળદાયી રહ્યો છે. રમણભાઈ ભાગ્યશાળી હતા. સંઘ સાથેના સંબંધની શરૂઆતમાં જ શ્રી મણિલાલ મોકમચંદ શાહ, શ્રી રતિભાઈ કોઠારી, શ્રી પરમાનંદભાઈ કાપડિયા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ખીમજી માંડણ ભૂજપૂરિયા, મારા પિતાશ્રી દીપચંદભાઈ શાહ, શ્રી ટી. જી. શાહ વગેરે વડીલોના પ્રેમ અને સદ્ભાવ તેમને મળ્યા. તેમાં તેમણે પોતાની સેવા અને આગવી સૂઝ ઉમેરીને એને અનેક ગણો વિસ્તાર્યો. વડીલોનું વાત્સલ્ય અને વિશ્વાસ, સમવયસ્કનો પ્રેમ અને પોતાનાથી નાનાનો આદર રમણભાઈની એ १५ Page #20 -------------------------------------------------------------------------- ________________ મોટી ઉપલબ્ધિ છે. રમણભાઈએ જીવનના દરેક ક્ષેત્રે પોતાનું ઉત્તમોત્તમ યોગદાન આપ્યું. કુટુંબ કે કોલેજ હોય, યુનિવર્સિટી કે જુદી જુદી સંસ્થાઓ હોય, મંડળ, અધ્યયન કે અધ્યાપન, પ્રવાસ, પ્રવચન કે લેખન હોય, NCC. કે સમાજસેવાનો કોઈ પ્રશ્ન હોય. તે દરેક માટે તેમણે મન મૂકીને સ્વયં મહેનત લઈને સચ્ચાઈપૂર્વક કામ કર્યું છે. ક્યાંય ઊણપ, અધૂરપ કે કચાશ ન રહે એ માટે ખૂબ પ્રયત્નશીલ રહેતા. તેથી તેમનું દરેક કામ સંપૂર્ણ, સમુચિત અને સુયશ અપાવનારું થયું છે. એનાં ઘણાં કારણો છે. N.C.C.ની લશ્કરી તાલીમને લીધે શિસ્ત, સ્વાવલંબીપણું અને અપ્રમત્તભાવ તેમનામાં આવ્યો. જૈન ધર્મના અભ્યાસ, ધર્મઆરાધના અને ચિંતનપ્રધાન પ્રકૃતિના કારણે તેમનામાં જાગૃતિ, કર્તવ્યનિષ્ઠા અને વ્યાપક કરુણાભાવ આવ્યો. માતાપિતાના સંસ્કાર અને પૂર્વજન્મના પુણ્યોદયને કારણે તેમના દરેક કાર્યમાં સારાં પરિણામ આવ્યાં. દરેક પ્રવૃત્તિ અને પરિસ્થિતિમાં કંઈક શુભ અને કલ્યાણકારી તત્ત્વ જોવાની દૃષ્ટિને અને વિચારણાને કારણે, કંઈક ફળદાયી કરવાની ભાવનાથી સંઘની પ્રવૃત્તિમાં રમણભાઈ નવું નવું ઉમેરતા ગયા. દરેક તબ તેમણે સંઘના વિકાસનો વિચાર કર્યો. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જૈન ધર્મના દરેક ફીરકાના અને અન્ય ધર્મના સાધુસંતો, પંડિતો, વિદ્વાનોને આમંત્રણ આપતા. જીવનના વિવિધ ક્ષેત્રે કરુણાની પ્રવૃત્તિઓ, અસ્થિ સારવાર, નેત્રયજ્ઞો, ચામડીના રોગોની સારવાર ઉપરાંત આર્થિક રીતે જરૂરિયાતમંદને રાહત મળે તેવી યોજનાઓ ઉપરાંત સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ, સંગીત, વસ્તૃત્વકલા, શિક્ષણ-સાહિત્ય-અર્થશાસ્ત્ર, રાજકારણ વગેરે વિષયોની વિવિધ વ્યાખ્યાન શ્રેણી, પુસ્તક પ્રકાશન વગેરે ચાલુ કર્યું. આ સર્વ પ્રવૃત્તિમાં સહુ સભ્યોની સંમતિ અને સહકાર તેમને મળ્યા. કમિટીના સભ્યોનો ઉત્સાહપૂર્વકનો સહકાર, કેટલાક કામની જવાબદારી લેવાની તત્પરતા, ચીવટથી કામ કરવાની તૈયારી પ્રવૃત્તિ માટે ફંડ એકઠું કરવાની તેમની તકેદારી વગેરેથી રમણભાઈનું કામ સરળ બનતું. કમિટીમાં એકરૂપતા અને કર્તવ્યપરાયણતાનું વાતાવરણ રહેતું. પ્રમુખસ્થાનેથી નિવૃત્ત થયા પછી પણ આ પ્રવૃત્તિઓ ચાલુ રહી. આવી લોકોપયોગી અને ઉત્તમ પ્રવૃત્તિઓને કારણે સંસ્થાની છબી વધુ ઉજ્વળ થતી ગઈ. સંસ્થાના વિકાસની સાથે સાથે અને સંસ્થાના કારણે રમણભાઈનો પોતાનો વિકાસ ઘણો થયો. પ્રબુદ્ધ જીવનના અગ્રલેખોના નિમિત્તે સાહિત્ય અને ધર્મનો ઊંડો અભ્યાસ થયો. તે તેમના ચારિત્ર્યવિકાસમાં મદદરૂપ થયો. કરુણાના કામને લીધે જુદી જુદી સંસ્થાઓનો પ્રત્યક્ષ પરિચય થયો, તેથી કરુણાનાં કયાં અને કેવાં કામ કરવા જેવાં છે, તેમના મનમાં તેની વિચારણા સતત થતી રહેતી. યુવક સંઘમાં “દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટમાં છપાયેલાં તેમનાં જૈન १६ Page #21 -------------------------------------------------------------------------- ________________ ધર્મવિષયક પુસ્તકો, પ્રબુદ્ધ જીવન', જૈન ધર્મની કેસેટ દેશ-પરદેશ પહોંચ્યાં, જેથી તેમનો પ્રશંસક વર્ગ અને તેમનું મિત્રવર્તુળ વિકસતું ગયું. જૈન યુવક સંઘની પ્રવૃત્તિ વિષયક વિચારો રમણભાઈના જીવનમાં અગ્રસ્થાને રહેતા. જેમ રમણભાઈના હૃદયમાં આ સંસ્થા અગ્રસ્થાને હતી તેમ સંસ્થાના હૃદયમાં રમણભાઈ આજે પણ જીવંત છે. સંસ્થાએ રમણભાઈ માટેના અનન્ય, અખૂટ પ્રેમ, લાગણી, અને કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા તથા રમણભાઈની સ્મૃતિ જાળવવા એક વિશાળ સમારંભનું આજે આયોજન કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે. આવી સતત વિકાસશીલ સંસ્થા સાથેનો સંબંધ એ અમારા પરિવાર માટે ગૌરવ અને ધન્યતાનો અનુભવ છે. રમણભાઈ સહુના હતા અને સહુનાં હૃદયમાં તેમનું પ્રેમભર્યું સ્થાન છે તે જાણીને આનંદની, કૃતાર્થતાની લાગણી અને અનુભવીએ છીએ. આ સમારંભને સફળ બનાવવા ઘણી વ્યક્તિઓએ પોતાની શક્તિ સિંચી છે, સદ્ભાવપૂર્વક સમય આપ્યો છે તેનો વિચાર કરીએ ત્યારે કૃતજ્ઞ ભાવથી, આભારથી તે સહુને અમારું મસ્તક નમે છે. કોનો કોનો આભાર માનું ? સહુ પ્રથમ ભાર પરમ હિતકારી પરમાત્માનો જેણે મારા પતિ ડૉ. રમણભાઈને અઢળક ભાવ દર્શાવનારાં આવાં સ્નેહીજનો આપ્યા. આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પૂર્વ કાર્યવાહક સમિતિના સભ્યો તેમજ સંઘના સભ્યોનો અને વિશેષતઃ વર્તમાન કાર્યવાહક સમિતિના પદાધિકારીઓ, પ્રમુખ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શાહ મંત્રીઓ – શ્રીમતી નિરુબહેન શાહ, શ્રી ધનવંતભાઈ શાહ, સહમંત્રી શ્રી વર્ષાબહેન શાહ કોષાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ ઝવેરીનો અને સમિતિના અન્ય સભ્યો તેમજ સંઘના સર્વ સભ્યોનો, જેમના સદ્ભાવભર્યા નિર્ણય અને તેને અનુરૂપ કાર્યવાહીને કારણે આ પ્રસંગનું અને ગ્રંથોનું નિર્માણ થયું. આભાર ત્રિશલા ઈલેક્ટ્રોનિક્સના સૂત્રધાર શ્રી શાંતિભાઈ અને શ્રી મહેન્દ્રભાઈનો જેમણે યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડો. રમણભાઈએ આપેલાં વ્યાખ્યાનોની કેસેટો ઉપરાંત ઉપલબ્ધ અન્ય કેસેટો સમાવી લઈને ડો. રમણભાઈનાં વ્યાખ્યાનોની સી.ડી. તૈયાર કરી. પ્રબુદ્ધ જીવનના નવેમ્બરના શ્રદ્ધાંજલિ અંક અને જાન્યુઆરીના સ્મરણાંજલિ અંકમાં સંદેશા મોકલનાર અને રમણભાઈને આદરાંજલિ આપતા લેખો માટે પૂ. સાધુ-સાધ્વી સમુદાય, સંતો, સ્વજનો, વડીલો, મિત્રો, વિદ્યાર્થી ભાઈ-બહેનોનો આભાર માનું એટલો ઓછો છે. તે સહુના અંતસ્તલમાંથી પ્રેમના, પ્રશંસાના, ગુણાનુરાગના, કૃતજ્ઞતાના ભાવો કેવા છલકાય છે ! વિશેષતઃ ડો. કુમારપાળ દેસાઈનો સહુ પ્રથમ રમણભાઈના જીવનની ૧૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ લંબાણથી વિગતો આપી ગુજરાત અને મુંબઈનાં વર્તમાનપત્રોમાં શ્રદ્ધાંજલિ લેખ આપવા માટે. કૃતજ્ઞભાવે સહુનો આભાર. આભાર છ ગ્રંથોના વિદ્વાન સંપાદકો પ્રા. શ્રી જશવંત શેખડીવાળા, ડૉ. પ્રવીણભાઈ દરજી, ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. જિતેન્દ્રભાઈ શાહ, ડૉ. પ્રસાદભાઈ બ્રહ્મભટ્ટ જેમણે ડૉ. રમણભાઈના વિશાળ સાહિત્યનો અભ્યાસ કરી પ્રેમથી પરિશ્રમ લઈ આ છ ગ્રંથોનું સંપાદનકાર્ય કર્યું. આભાર શ્રુતઉપાસક રમણભાઈ' ગ્રંથ માટે સહાય કરનાર ત્રણ સંપાદકબહેનો શ્રીમતી નિરુબહેન શાહ, શ્રીમતી પુષ્પાબહેન પરીખ, શ્રીમતી ઉષાબહેન શાહનો. આભાર ‘શ્રુતઉપાસક રમણભાઈ’ ગ્રંથના મુખ્ય સંપાદક વિદ્વાન પ્રો. કાન્તિભાઈ પટેલનો. પુસ્તકને સુંદર અને ગૌરવપ્રદ બનાવવા જરૂરી બધી વિગતોનો વિચાર અને કાર્યવાહી કરવા માટે અને પ્રસ્તાવના લખવા માટે. આભાર સંઘની મુદ્રણ કમિટિનો મુદ્રણ માટે જરૂરી તૈયારી માટે. આભાર શ્રી જવાહરભાઈ શુક્લનો, હવે જેઓ અમારામાંના એક છે ભાવથી અને કાર્યથી. શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોના લેખોને એકત્ર કરી ‘શ્રુતઉપાસક રમણભાઈ' ગ્રંથ તૈયા૨ ક૨વા માટે. છેલ્લી ઘડીના ફેરફારો અને સૂચનોને ઉદારભાવે સહી, સ્વીકારી, શ્રમપૂર્વક સુંદર કામ કરી આપવા માટે. સ્નેહીશ્રી મોહનભાઈ દોડેચા જેમણે ગ્રંથોના સુંદર અને સુયોગ્ય મુખપૃષ્ઠ કરી આપ્યાં અને છબીઓની ગોઠવણી માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું એ માટે એઓશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આભાર મિ. સાંઈનાથ, અજિતા અને અન્ય કર્મચારીગણનો (મેરેથોન ગ્રૂપ) અથાગ મહેનત લઈ ફોટા અને ચિત્રો સ્કેન કરવા અને ચિત્રોની સુંદર ગોઠવણી કરી આપવા માટે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઑફિસ સ્ટાફને તો કેમ ભુલાય ? સહુનો હૃદયપૂર્વક આભાર. સંઘના મૅનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક જેમણે પુસ્તકો અને પ્રસંગને સફળ બનાવવા માટે ખૂબ જહેમત લઈ, જરૂર પડ્યે મુસાફરી પણ કરી અને ઉચિત કાર્યવાહી કરીને તનતોડ મહેનત કરી એ માટે એમનો હૃદયપૂર્વક આભાર. સંઘના કર્મચારીગણ શ્રી જ્યાબહેન વીરા, શ્રી અશોક પલસકર, હરીચરણ, મનસુખભાઈ વગેરેની નિષ્ઠાભરી મહેનત અને સહકાર માટે પણ આભાર. - આભાર ડૉ. ગુલાબભાઈ દેઢિયાનો – જ્યારે પણ જરૂર પડે ત્યારે નિકટના સ્વજનભાવે યોગ્ય સૂચનો અને માર્ગદર્શન માટે. આભાર પુત્રી સૌ. શૈલજા અને જમાઈ શ્રી ચેતનભાઈનો. યોગ્ય સૂચનો, માર્ગદર્શન અને અથાક મહેનત માટે. પ્રસંગ અને પુસ્તક માટે જરૂરી સામગ્રી એકઠી વૃદ્ Page #23 -------------------------------------------------------------------------- ________________ કરવી, જરા પણ ઊણપ કે કચાશ ન રહે, દરેક વસ્તુ યથાયોગ્ય અને સંપૂર્ણ રીતે સફળ બને તેની તકેદારી રાખવી વગેરે કાર્યો અત્યંત નિષ્ઠાપૂર્વક, પિતૃતર્પણની ઉમદા ભાવનાથી અને ભક્તિભાવથી કરવા માટે. આવા જ ભાવથી અમારા પુત્ર અમિતાભ અને પુત્રવધૂ સુરભિ અમેરિકાથી યોગ્ય સૂચનો મોકલતાં રહ્યાં, તેમને કેમ ભૂલું ? આભાર, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના પ્રણેતા પૂ. ડો. રાકેશભાઈનો અને તેમના વિડીયો ડિપાર્ટમેન્ટનો–વિશેષત: બહેન દર્શિતા કાપડિયા, ભક્તિ છેડા અને ચૈતાલી માલદેનો અને અન્ય સહાયકોનો. ડો. રમણભાઈ પ્રત્યે અવર્ણનીય આદર અને સન્માનની લાગણીથી પ્રેરાઈને ડો. રાકેશભાઈએ આનંદથી, ચીવટથી, સ્વયં રસ લઈ પોતાના આશ્રમવાસીઓ પાસે ડૉ. રમણભાઈના જીવન અને લેખન આધારિત વિડિયો પ્રોજેક્શન તૈયાર કરાવ્યાં. તેમની સૂઝ-સહકાર, સભાવ માટે જેટલો આભાર માનું તેટલો ઓછો. મૃતદેવતા એમના પર સદાય પ્રસન્ન રહે. નવેમ્બર ૨૦૦૫ અને જાન્યુઆરી ૨૦૦૬ના ડો. રમણભાઈ વિશેના પ્રબુદ્ધ જીવનના શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોની સામગ્રીથી અને એ અંકોમાં પ્રગટ થનાર સાત ગ્રંથોની જાહેરાતથી પ્રભાવિત થઈ ડો. રમણભાઈના સ્નેહી સુશ્રાવક શ્રી સી. કે. મહેતાસાહેબે ગ્રંથના પ્રકાશન માટે ઉદારભાવે સંઘને માતબર રકમની આર્થિક સહાય કરી અમને નિશ્ચિત કરી દીધાં. એમનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. આવા સુશ્રાવક પર જિનશાસનની કૃપા વરસો એવી શુભ ભાવના. સૌથી પહેલો જેમનો આભાર માનવો જોઈએ તેમનો સૌથી છેલ્લો માનું છું તે અમારા યુવક સંઘના ઉત્સાહી મંત્રી અને અમારાં બન્નેના સ્વજન – અમારા નાના ભાઈ સમા ડૉ. ધનવંતભાઈ શાહનો. ડૉ. રમણભાઈના ૭૫મા વર્ષે પુસ્તકોના પ્રકાશનની યોજના સહુ પ્રથમ એમણે રજૂ કરી. ત્રણ વર્ષો સુધી યાદ કરાવી રમણભાઈ પાસે તે આગ્રહપૂર્વક મંજૂર કરાવી. અવસર આવ્યે પોતાના અત્યંત વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી સુંદર અને સંપૂર્ણ રીતે કાર્ય સંપન્ન કર્યું. રમણભાઈ પ્રત્યેના આદર અને અહોભાવથી પ્રેરાઈને, આશ્ચર્યજનક વફાદારી સાથે, ઉત્સાહથી, ક્યાંય કચાશ ન રહે તે લક્ષમાં રાખીને કાર્ય કર્યું. તેમના વિના આ કાર્ય શક્ય જ નહોતું. સ્નેહભાવે સાથ-સહકાર માટે તેમનાં પત્ની સ્મિતાબહેનનો પણ આભાર. ભગવાન મહાવીરની કૃપા સહુ પર વરસી રહો. તા. ૧૫-૮-૨૦૬ – તારા રમણલાલ શાહ ૩૦૧, ત્રિદેવ નં. ૧, ભક્તિ માર્ગ, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૮૦. १९ Page #24 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય જૈનધર્મના સિદ્ધાંતો, તત્ત્વજ્ઞાન, આચારમીમાંસા આગવી છે. તેની પરિભાષા પણ અન્ય ધર્મોમાં વપરાયેલ પરિભાષાથી તદ્દન ભિન્ન પ્રકારની છે. તેનું તત્ત્વચિંતન આશ્ચર્ય પમાડે તેવું છે. જીવ વિશેના વિચારો જીવના ભેદ-પ્રભેદો, અજીવની વ્યાખ્યા અને તે વિશેનું વિજ્ઞાન આજના વિજ્ઞાનની લગોલગ ઊભેલું જણાય છે. તેથી જ જૈનધર્મની વૈજ્ઞાનિકતા સિદ્ધ થાય છે. જૈનધર્મનું કર્મવિજ્ઞાન તો વિશ્વમાં સહુથી વધુ સૂક્ષ્મ કર્મવિજ્ઞાન છે. આ ઉપરાંત આચારશાસ્ત્રની સુદીર્થ પરંપરા ધરાવનાર પ્રાચીનતમ ધર્મ છે. આવી અનેકવિધ વિશેષતા જૈનધર્મ ધરાવે છે. તેના શાસ્ત્રસંગ્રહ વિશાળ છે. તેમાં સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક હકીકતોનો ભંડાર જોવા મળે છે. અનેક વિદ્વાનોએ આ ધર્મનાં અનેક પાસાંઓનું અધ્યયન કર્યું છે. છેલ્લા સૈકામાં અધ્યયનની સાથે સાથે સંશોધનની પરંપરા પણ વિકસી છે. જેનપરંપરામાં મહદંશે મુનિઓ તથા આચાર્યભગવંતોમાં જ જ્ઞાનપરંપરાનો પ્રવાહ વહેતો જોવા મળે છે. જ્ઞાનરુચિ હોવા ઉપરાંત વિદ્વત્તા શ્રાવકોમાં જવલ્લે જ જોવા મળે છે. કવિ ઋષભદાસ, પંડિત બેચરદાસ, સુખલાલ સંઘવી, હીરાલાલ રસિકદાસ કાપડિયા જેવા વિદ્વાનોની સંખ્યા તો આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ છે. પણ સદ્ભાગ્યે આ પરંપરાને જીવંત રાખનાર એક શ્રાવકે જેનધર્મની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જ્ઞાનમાર્ગની પ્રવૃત્તિ પણ કરી જૈનશાસનને ગૌરવાન્વિત કર્યું તે શ્રી રમણભાઈ શાહ શ્રી રમણભાઈ અનેક ગુણોના સ્વામી હતા. તેમના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. જે જે તેમના પરિચયમાં આવતા તેઓ હંમેશાં તેમની સાથે અભિન્ન મિત્ર થઈને આજીવન મૈત્રી સંબંધથી જોડાઈ જતા. તેમના આલોચકો પણ તેમના વ્યવહાર અને પારદર્શકતાથી આકર્ષાતા હતાં. આવા ગુણો ધરાવતા રમણભાઈના જીવનના ગુણોનું વર્ણન કરતાં ધનવંતભાઈએ અંજલી આપતા લેખમાં જણાવ્યું છે કે તેઓ ૨૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક અને પ્રબુદ્ધ વ્યક્તિ, સૌના સ્વજન, વાત્સલ્યમૂર્તિ, આરૂઢવિદ્વાનું, શીલભદ્રસારસ્વત, પ્રજ્ઞાના ચૈતન્યપુંજ, નિસ્પૃહી વિદ્વાન, સેવામૂર્તિ, વિરલ વેવાઈ, અપ્રમત્ત યાત્રિક, પિતાતુલ્ય, પ્રાધ્યાપકોના પ્રાધ્યાપક, જ્ઞાનાત્મ પરમાનંદ, પરમમિત્ર, વટવૃક્ષ, જ્ઞાનપારખુ, શ્રુતઉપાસક, શ્રેયાર્થી, શાનદાની, ઉત્કૃષ્ટ કલ્યાણમિત્ર, ગૃહસ્થસંત, કર્મયોગી, પારદર્શક વ્યક્તિ, કરુણામૂર્તિ આદિ અનેક ગુણોના સ્વામી હતા. આ ગુણો તેમના જીવનની વિશેષતાના દ્યોતક છે. તેમજ તેમનામાં રહેલી વિશિષ્ટકોટિની સ્થિતિ જણાવે છે. એક જ વ્યક્તિમાં એક સાથે આવા અને આટલા ગુણોનું અસ્તિત્વ આશ્ચર્ય પમાડે તેવું છે. આ બધા જ ગુણોનો અનુભવ મને પણ જુદ્દા જુદ્ધ પ્રસંગે અવારનવાર થયો છે. આવા અનેક ગુણોને કારણે તથા અન્ય અપ્રગટ ગુણોને કારણે જ તેઓ અજાતશત્રુ સમાન વિરલ વ્યક્તિ હતા. રમણભાઈ અનેક મહત્ત્વપૂર્ણ જવાબદ્ધ રીભર્યા સ્થાન ઉપર કાર્યરત રહ્યા. પ્રબુદ્ધજીવનના ૨૩ વર્ષ સુધી તંત્રીપદે, પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખપદે ૩૩ વર્ષ સુધી, મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખપદે ૧૪ વર્ષ સુધી આરૂઢ હતા. આ તમામ પદોની જવાબદારી ખૂબ જ કુશળતાપૂર્વક વહન કરી અને તેમણે તમામ સંસ્થાનો સુંદર વહીવટ કરી બધી જ સંસ્થાઓની પ્રતિષ્ઠાને વધુ ઉજ્વળ કરી તેનો વિકાસ કર્યો. સ્વીકારેલાં કામોમાં જરાય આળસ લાવ્યા વગર અપ્રમતપણે કાર્ય કર્યું જતા હતા. ૨૩ વર્ષ સુધી તેમણે પ્રબુદ્ધ જીવનના તંત્રીપદની જવાબદારી વહન કરી તે દરમ્યાન ૨૭૬ જેટલા અંકો પ્રકાશિત થયા. તે તમામ અંકો નિર્ધારિત તારીખ પ્રકાશિત થયા છે. એક પણ અંક મોડો પ્રકાશિત થયો નથી. આ તેમની વહીવટી કુશળતા. કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને લગન દર્શાવે છે. તેઓ ૨૭૬ રન ફટકારનાર અણનમ બેટ્સમેન જેવા વિક્રમ સ્થાપક પ્રમુખ હતા. આ જવાબદારીનું વહન કરવા સાથે તેમણે ક્યારેય લેખનકાર્ય છોડ્યું નથી. દરેક અંકમાં ચિંતનાત્મક લેખ હોય જ. પ્રબુદ્ધજીવન આવે એટલે બીજા લેખ વાંચી શકાય કે ન વાંચી શકાય પણ તેમનો લેખ વાંચ્યા વગર ચાલે જ નહીં. તેઓ સામાન્ય રીતે જૈનદર્શન, સાંપ્રત સમાજ, પ્રવાસદર્શન, મહાપુરુષો અને આચાર્યોનાં જીવન વિશે લખતા હતા. આ બધા જ લેખો તેઓ ખૂબ જ ચિંતન મનન કરી, ગવેષણા કરી, નવી નવી માહિતી પ્રાપ્ત કરી સરળ અને સુબોધ ભાષામાં પ્રસ્તુત કરતા હતા. તેમના લેખોમાં સમાજને ટકોર હોય કે નવી દિશા ચીંધી હોય. બધી જ બાબતો ખૂબ જ સંયમપૂર્વક વાંચનારને જરાય કટુતાપૂર્ણ ન લાગે અને છતાંય ધારી અસર પહોંચાડે તેવી સૌમ્ય ભાષામાં લખતા જેથી સમાજ અને વ્યક્તિ તેમના લેખો દ્વારા માર્ગદર્શન મેળવતાં. એકવાર મેં તેમને પ્રશ્ન કર્યો હતો કે આટલી બધી જવાબદારીઓ સાથે પણ Page #26 -------------------------------------------------------------------------- ________________ આપનું લેખન કાર્ય અવિરત ચાલ્યા કરે છે તેનું રહસ્ય શું છે ? ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ રોજ સામાયિક કરે છે અને સામાયિકમાં લેખનકાર્ય કરે છે. તેમની આ પ્રકારની જ્ઞાનયજ્ઞ સમાન જ્ઞાનસાધના જીવનના અંત સુધી ચાલી રહી. પ્રેરક-પ્રબુદ્ધ વ્યક્તિત્વ : જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ તેમના જીવનનું એક અંગ હતું. આ સમારોહના સ્થળની પસંદગી તેઓ આગવી રીતે કરતા. સામાન્ય રીતે વિદ્વાનો આવા સમારોહ ઘરઆંગણે કરતા હોય છે અને પાંચ-પચ્ચીસ પરિચિતોને બોલાવી પોતાની પ્રશંસા અને માલ્યારોપણની વિધિ કરાવી લેતા હોય છે. કેટલીક વાર તો આવા પ્રસંગોના ફોટા છાપામાં છપાવી આત્મસંતોષ લેતા હોય છે. પરંતુ રમણભાઈમાં આમાંની એક પણ પ્રવૃત્તિ જોવા મળતી ન હતી. તેઓ આવી પ્રવૃત્તિથી સદા અળગા રહેતા અને સમારોહનું સ્થળ ખૂબ જ કુશળતાપૂર્વક પસંદ કરતા હતા. તેઓ ખાસ કરીને સુદૂર, રમણીય-મનોહર તીર્થ અને જ્યાં અન્ય કોઈ પણ પ્રકારના અવરોધ ન હોય તેવું સ્થળ પસંદ કરતા હતા. જેથી આવનાર બધા જ સંશોધકો, જ્ઞિાસુઓ સંપૂર્ણપણે સાહિત્યનો-સંશોધનનો આસ્વાદ માણી શકે. આથી તેમના આયોજિત સમારોહમાં બધા જ હોંશે હોંશે જોડાતા અને તેમના નેતત્વ હેઠળ આનંદની અનુભૂતિ કરતા હતા. આવા સમારોહમાં જૈનધર્મના ઊંચા ગજાના વિદ્વાનોને આમંત્રિત કરતા, સાથે સાથે નવોદિત યુવાન વિદ્વાનોને પણ પ્રોત્સાહિત કરી જુદા જુદ્ધ વિષયો ઉપર લેખ લખવાની પ્રેરણા આપતા. | સંશોધન લેખ વાંચવા માટે બધાને પૂરતો સમય ફાળવતા અને કોઈ સંશોધકનો લેખ નબળો હોય તોપણ ક્યારેય આલોચના કરી લેખકને હતોત્સાહી કરતા નહીં, પરંતુ તે લેખકને યોગ્ય માર્ગદર્શન આપી આગળ વધવા માટે પ્રેરણા આપતા. તેમની આવી વિશિષ્ટ શૈલીને કારણે અનેક નવોદિત વિદ્વાનોને તક મળી હતી અને તેને કારણે તેઓ આજે ખૂબ જ આગળ વધી શક્યા છે. એક વખત હું જૈન સાહિત્ય સમારોહમાં ઉપસ્થિત હતો અને એક બેઠકનું અધ્યક્ષસ્થાન મને સોંપવામાં આવ્યું હતું. તે સમયે વંચાયેલા લેખો વિશેનું મારા અધ્યક્ષીય ભાષણમાં વિસ્તૃત ચર્ચા કરતાં કેટલાક લેખોની તીખી આલોચના અને કેટલાંક સારા લેખોની પ્રશંસા કરી હતી. આથી કેટલાક વિદ્વાનો નારાજ પણ થયા હતા. તે સમયે રમણભાઈ શાંત ચિત્તે સાંભળતા રહ્યા પરંતુ બેઠક સમાપ્ત થયા બાદ ભોજન પછી તેઓએ મને પોતાના રૂમમાં બોલાવી ખૂબ જ પ્રેમપૂર્વક બેસાડ્યો અને જણાવ્યું કે આજકાલ જૈન વિદ્વાનોની સંખ્યા ઓછી થઈ રહી છે તેમાંય નવા યુવાન વિદ્વાનો આ વિષય પરત્વે મુશ્કેલીથી આકર્ષિત થતા હોય છે. આવી २२ Page #27 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિમાં ઘણી વાર આપણી આલોચનાને કારણે તેઓ વિષય છોડી દે તેવું પણ બને. માટે આલોચના કરવાને બદલે કુશળતાપૂર્વક તેઓને માઠું ન લાગે તેમ લેખની મર્યાદા દર્શાવવી અને હવે પછી જ્યારે પણ લેખ લખાય ત્યારે અમુક પ્રકારની બાબતો ખ્યાલમાં રાખે તેમ જણાવવું. તથા ખૂબ સારી રીતે રજૂ થયેલા લેખની અતિપ્રશંસા પણ ન કરવી, કારણ કે તેમણે તૈયાર કરેલો લખેલો લેખ આપણી પાસે આવે નહીં ત્યાં સુધી આપણે નિર્ણય ન કરી શકીએ કે તે લેખ ખરેખર મૌલિક છે કે નહીં? માત્ર સારી રીતે પ્રસ્તુત કરવાથી તેની પ્રશંસા કરવી નહીં. આવી રીતે મૈત્રીપૂર્ણ વાત કરી મારી સમાલોચનાને એક નવી દિશા આપી. આમ તેઓ વાત્સલ્ય સભર પ્રબુદ્ધ પાંડિત્ય ધરાવતા હતા. મધ્યકાલીન ગુજરાતી ભાષાના આરૂઢ વિદ્વાન: શ્રી રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે જોડાયા ત્યારે પણ સંશોધન-સંપાદન કાર્ય કરતા રહ્યા. મધ્યકાલીન ગુજરાતી ભાષાનું સાહિત્ય વિપુલ માત્રામાં ઉપલબ્ધ થાય છે. મોટા ભાગનું સાહિત્ય અપ્રકાશિત અને અપ્રગટ રૂપે પડ્યું છે. આ ગુજરાતી સાહિત્યની વિશેષતા એ છે કે આ સમગ્ર સાહિત્યમાં ૭૦થી ૮૦ ટકા જેટલું સાહિત્ય તો માત્ર જૈન મુનિઓ-સાધુઓ અને આચાર્યોએ રચેલું છે. તે સાહિત્યને પ્રગટ કરવાની પરંપરા વ્રજલાલ શાસ્ત્રી, નરસિંહરાવ દિવેટિયા, કેશવ હર્ષદ ધ્રુવ, મધુસૂદન મોદી, ભોગીલાલ સાંડેસરા અને હરિવલ્લભ ભાયાણી જેવા વિદ્વાનોએ આરંભી હતી જે રમણભાઈએ આગળ વધારી હતી. ગુજરાતી રાસ-ફાગુ-બાલાવબોધની ભાષાના તેઓ આરૂઢ વિદ્વાન હતા. તે તેમણે સંપાદિત કરેલા ગ્રંથોની સૂચિ ઉપરથી સહજ જાણી શકાય છે. તેઓએ આ ઉપરાંત આવા અનેક ગ્રંથો ઉપર વિદ્યાર્થીઓ પાસે પીએચ.ડી.ના મહાનિબંધરૂપે શોધનિબંધ લખાવી ગ્રંથો તૈયાર કરાવ્યા છે. આજે તો આવા ગ્રંથોનું સંપાદન કરનાર જૂજ વિદ્વાનો રહ્યા છે. તેમની આ પ્રકારની સાહિત્યસેવા સદાય અમર રહેશે જ. શ્રી રમણલાલ ચી. શાહનું જૈનદર્શન-ધર્મ વિષયક સાહિત્ય : શ્રી રમણભાઈ ગુજરાતી ભાષાના વિદ્વાન હોવા ઉપરાંત એક આદર્શ પત્રકાર, કુશળ સંશોધક, ઉત્તમ સંપાદક, ઉત્સાહી પ્રવાસી અને પ્રવાસલેખક, ચારિત્ર લેખક જેવા અનેકવિધ ગુણો ધરાવતા પ્રતિભાવંત ઉત્તમ પુરુષ હતા. તેમના લેખો અને ગ્રંથોની સૂચિ ખૂબ જ વિસ્તૃત હોવા ઉપરાંત કોઈપણને આશ્ચર્ય પમાડે તેટલી વિશાળ છે. તેમની સંપાદનકલા તેમણે સંપાદિત કરેલા ગ્રંથોમાં સહજ જોવા મળે છે. અહીં તેમના સમગ્ર સાહિત્યમાંથી જૈનધર્મદર્શનને લગતા ગ્રંથોની સૂચિ આપવામાં આવી છે. २३ Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧) જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ : (૧) હેમચંદ્રાચાર્ય (૨) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી (૩) શ્રી મોહનલાલજી મહારાજ ૪) વંદનીય હૃદયસ્પર્શ (૫) શેઠ મોતીશા (૬) પ્રભાવક સ્થવિરો. ભા. ૧થી ૬ (૭) તિવિહેણ વંદામિ (૮) પંડિત સુખલાલજી (૨) તીર્થયાત્રા: (૧) રાણકપુર તીર્થ ૩) સાહિત્યવિવેચન: (૧) પડિલેહા (૨) સમયસુંદર (૩) નળ-દમયંતીની કથાનો વિકાસ (૪) ગૂર્જરફાગુ સાહિત્ય (જી સંશોધન-સંપાદન: (૧) નળ-દમયંતીરાસ (સમયસુંદરકૃત) (૨) જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત) (૩) કુવલયમાલા (ઉદ્યોતનસૂરિકૃત) (૪) મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) (૫) નળદવદંતીપ્રબંધ (ગુણવિનયકૃત) (૬) થાવસ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) (૭) નળરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) (૮) ધન્નાશાલિભદ્ર ચોપાઈ ગુણવિનયકૃત) (૯) બે લઘુરાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમા કલ્યાણકત) (૧૦) નળદમયંતી પ્રબંધ વિજયશેખરકૃત) २४ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫) ધર્મ તત્ત્વજ્ઞાન: (૧) જૈનધર્મ (ગુજરાતી) (૨) જૈનધર્મ (હિન્દી) (૩) જૈનધર્મ ભરાઠી) (૪) નિનવવાદ (4) Shraman Bhagawan Mahvir & Jainism (૬) Jina-Vachana (૭) જિનતત્ત્વ ભા. ૧થી ૮ (૮) વીસ્પ્રભુનાં વચનો ૧-૨ (૯) અધ્યાત્મસાર (૧૦) જ્ઞાનસાર (૬) સંપાદન (અન્ય સાથે): (૧) તત્ત્વવિચાર અને અભિવંદના (૨) મહત્તરાશ્રી મૃગાવતીશ્રીજી (૩) જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ ૧-૨-૩-૪ જ) શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ (૫) યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ (૬) જૈનધર્મ પરિચય પુસ્તિકા (૭) જૈન લગ્નવિધિ પ્રો. રમણભાઈ સાહિત્યપરિચય જૈનધર્મ વિષયક)ઃ જૈનલગ્નવિધિઃ જૈનધર્મ ત્યાગપ્રધાન અને મોક્ષલક્ષી હોવાને કારણે સાંસારિક વિધિવિધાનો પ્રત્યે પ્રાચીન ગ્રંથો મૌન સેવે છે. આગમ ગ્રંથોમાં લૌકિક વિધિઓ વિશે વિશેષ કશું જ પ્રાપ્ત થતું નથી. પરંતુ પશ્ચાત્કાલીન ગ્રંથોમાં લગ્નાદિ સંસ્કારનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જૈન પરંપરામાં છેલ્લી એક સદીથી જેને લગ્નવિધિ તૈયાર કરી તેનો પ્રચાર-પ્રસાર કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. દિગમ્બર પરંપરામાં આવા પ્રકારની વિધિની પુસ્તિકાઓ ઉપલબ્ધ પણ થાય છે. જ્યારે શ્વેતામ્બર પરંપરામાં મધ્યકાળમાં સંસ્કારવિધિના ગ્રંથો લખાયા છે. તેમાં વર્ધમાનસૂરિકત આચાર દિનકર મહત્ત્વનો ગ્રંથ છે. પ્રસ્તુત ગ્રંથ તેમજ અન્ય ઉપલબ્ધ તમામ સાહિત્યનું અનુશીલન કરી Page #30 -------------------------------------------------------------------------- ________________ રમણભાઈએ એક સર્વમાન્ય લગ્નવિધિ તૈયાર કરી છે. સામાન્ય રીતે જૈનો પણ વૈદિક પરંપરાની લગ્નવિધિનો જ આશ્રય લે છે. પરંતુ જૈન પરંપરા અનુસાર લગ્નવિધિ તૈયાર કરવાનું સર્વપ્રથમ શ્રેય રમણભાઈને પ્રાપ્ત થાય છે. આ ગ્રંથને આધારે તેમના પોતાના સંતાનનાં લગ્ન કરાવ્યાં. ત્યાર બાદ અન્ય અનેક જૈન યુગલોનાં લગ્ન આ વિધિ પ્રમાણે થવા લાગ્યાં છે. આ એક આનંદની ઘટના છે. જૈનધર્મ : પરિચય ટ્રસ્ટ દ્વારા વિવિધ વિષયોની પરિચયપુસ્તિકાઓ પ્રગટ થાય છે. આ શ્રેણીમાં શ્રી રમણભાઈની જૈનધર્મ પુસ્તિકા પ્રગટ કરવામાં આવી છે. જૈનધર્મ વિશ્વના પ્રાચીન ધર્મમાંનો એક જીવંતધર્મ છે. આ ધર્મના અનેક મૌલિક સિદ્ધાન્તોની સમજ ઘણા ઓછાને હોય છે. એટલું જ નહીં જૈનોમાં પણ ઘણા ઓછા જૈનોને પોતાના ધર્મની સામાન્ય સમજ હોય છે. આજે પ્રગતિ વધતી જાય છે. એક સાથે અનેક ધર્મના લોકો સાથે મળીને કામ કરતા હોય છે. એટલે વિવિધ ધર્મોની વાતો થાય. તેથી જૈનોને પણ પોતાની વાત કરવી પડે. તે સમયે ધર્મનું સામાન્ય જ્ઞાન પણ ન હોવાને કારણે ક્ષોભ અનુભવવો પડતો હોય છે. તેથી જૈનધર્મના પાયાના સિદ્ધાન્તોનું જ્ઞાન આપનાર કોઈ લઘુ પુસ્તિકાની આવશ્યકતા હતી. તેની પૂર્તિ શ્રી રમણભાઈની પ્રસ્તુત પુસ્તિકા કરે છે. જૈનધર્મ નામની ૩૨ પાનાની લઘુ પુસ્તિકામાં રમણભાઈએ જૈનધર્મના વિશાળ સમુદ્રને ગાગરમાં ભરી દીધો છે. જૈન ધર્મના સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનનું કથન કરતી વખતે સહુથી મોટો પડકાર એ હોય છે કે એક સિદ્ધાન્તની રજૂઆત કરતાં બીજા સિદ્ધાન્તને બાધા ન પહોંચવી જોઈએ. આવી તકેદારી રમણભાઈના લખાણમાં જોવા મળે છે. આ પુસ્તિકામાં જૈનધર્મના મુખ્ય તમામ સિદ્ધાન્તોને રજૂ કરવામાં આવ્યા છે. સરળ ભાષામાં સ્પષ્ટતાપૂર્વક ધર્મની સમજ રજૂ કરતી જૂજ પુસ્તિકાઓમાં પ્રસ્તુત પુસ્તિકા અગ્રક્રમે છે. જિનવચન : પરમાત્મા મહાવીર ભગવાનના ઉપદેશને ગણધર ભગવંતોએ ઝીલ્યો અને તે જ ઉપદેશને ગણધરોએ સૂત્રરૂપે ગૂંથ્યો, જે આગમના નામે પ્રચલિત છે. આ આગમો પ્રાકૃત ભાષામાં લખાયા છે. તેમાં અનેક વચનો રત્ન જેવાં મૂલ્યવાન છે. તે ધારણ કરવાથી માનવજીવન દિવ્ય બની શકે છે. આવાં વચનોનો સંગ્રહ રમણભાઈ દ્વારા જિનવચન નામના ગ્રંથમાં કરવામાં આવ્યો છે. તેમણે દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, આચારાંગ સૂત્ર અને પ્રશ્નવ્યાકરણ જેવા આગમ ગ્રંથોમાંથી અત્યંત ઉચ્ચ કોટિની ઉત્તમ ગાથાઓનું ચયન કર્યું છે અને તેનો અંગ્રેજી, २६ Page #31 -------------------------------------------------------------------------- ________________ હિન્દી અને ગુજરાતી ભાષામાં અનુવાદ આપ્યો છે. મૂળ આગમ ન જાણનાર જિજ્ઞાસુઓ માટે તો આ ગ્રંથ જૈનધર્મની ગીતાનું કામ કરે છે. આ ગ્રંથની ચાર ચાર આવૃત્તિઓ પ્રગટ થઈ હોવા છતાંય આજે પણ આ ગ્રંથ અપ્રાપ્ય છે તે જ આ ગ્રંથની મહત્તા સૂચવે છે. જૈનધર્મના પુષ્પગુચ્છ: પ્રસ્તુત ગ્રંથના લેખક બિપિનભાઈ કાપડિયા તથા રમણભાઈ છે. તેમાં બને લેખકોના સમયે સમયે લખાયેલ લેખોનો સંગ્રહ છે. રમણભાઈ દ્વારા પ્રબુદ્ધજીવનમાં લખાયેલા લેખોમાંથી પસંદ કરેલા લેખોનો આ સંગ્રહ છે. પ્રો. બિપિનભાઈ કાપડિયા અને રમણભાઈની મૈત્રીના પરિણામનું આ સુફળ છે. તેમના લેખો વિશે અલગથી નોંધ કરી હોવાથી અહીં તેના વિશે વિશેષ લખવું જરૂરી નથી. જ્ઞાનસાર અષ્ટક: ઉપાધ્યાય યશોવિજયજી સમગ્ર શ્વેતામ્બર જૈન પરંપરાના અત્યંત સન્માનનીય શાસ્ત્રકાર છે. પાછલા કાળમાં થયા હોવા છતાંય તેમની બુદ્ધિ તીક્ષ્ણતાને કારણે તેઓ આજે સર્વત્ર પૂજનીય છે. એટલું જ નહીં પરંતુ તેમનાં વચનો ટંકશાળી મનાય છે. તેમનાં વચનોનો આધાર આપ્યા પછી બીજાને નનુ નચ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ઉપાધ્યાય યશોવિજયજી મ.સા.ના ન્યાયદર્શન – જૈનદર્શનના ગ્રંથોમાં જોવા મળતી અકાઢ્ય તાર્કિકતા અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. તેઓ ઉચ્ચકોટિના નૈયાયિક હોવા છતાં પરમ અધ્યાત્મવાદી પણ હતા. અધ્યાત્મની ભાવનાને પુષ્ટ કરે તેવા જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ ત્રણ ગ્રંથો છે. ત્રણેય ગ્રંથો માત્ર જૈનદર્શનના જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સાહિત્યના આભૂષણ રૂપ છે અને તેમાંય જ્ઞાનસાર નામનો ગ્રંથ તો અનેક વિદ્વાનોએ જૈનધર્મની ગીતા તરીકે ઓળખાવ્યો છે. સામાન્ય અનુછુપમાં લખાયેલ સંસ્કૃત ભાષાના પદ્યોમાં અધ્યાત્મના અમૃતને ઠાંસીઠાંસીને ભર્યું છે. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કરવો એ પણ એક પડકાર જ ગણાય. આ ગ્રંથ ઉપર અન્ય અનુવાદો ઉપલબ્ધ છે તેમ છતાં તેમણે અનુવાદ આરંભ્યો ત્યારે મારે એ બાબતે ચર્ચા થઈ હતી. તેમણે જવાબમાં જણાવ્યું હતું કે અનુવાદો તો ઉપલબ્ધ છે પણ તે અનુવાદોની ભાષા અને વિવેચન સર્વજનભોગ્ય નથી. તેથી એક અનુવાદની આવશ્યકતા રહે છે જે સરળ ભાષામાં બધાને સમજાય તેવી શૈલીમાં લખાયેલો હોય. તે માટે તેમણે આ ગ્રંથનો અનુવાદ આરંભ્યો હતો. જ્ઞાનસારમાં જૈન તત્ત્વદર્શનનો નિચોડ આવી જાય છે. આ ગ્રંથ તત્ત્વસભર, ૨૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ ગહન-ગંભીર, શાસ્ત્રીય છે. તેથી આ ગ્રંથ ઘણા સાધકો કંઠસ્થ કરે છે અને તેનો સ્વાધ્યાય પણ કરે છે. પ્રસ્તુત ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે તેનો વધુ ઉપયોગ થાય તે માટે તેમણે શ્લોક, શબ્દાર્થ, અનુવાદ અને વિશેષાર્થ એવો ક્રમ અપનાવ્યો છે. અનુવાદ અને વિશેષાર્થમાં મૂળ ગ્રંથનાં રહસ્યોને ખોલ્યાં છે. આથી આ ગ્રંથનો તેમનો અનુવાદ વાંચતાં વાંચતાં જિજ્ઞાસુ વધુ ને વધુ લીન બનતો જાય છે. અધ્યાત્મસાર : આ ગ્રંથ પણ ઉપાધ્યાય યશોવિજયજીએ રચ્યો છે. જ્ઞાનસારમાં જેમ જ્ઞાનનો સાર રજૂ કર્યો છે તેવી જ રીતે અધ્યાત્મસાર ગ્રંથમાં અધ્યાત્મનો સાર રજૂ કરવામાં આવ્યો છે. અધ્યાત્મની પરંપરા માટે સમગ્ર વિશ્વમાં ભારત દેશ સર્વોપરી સ્થાન ભોગવે છે તેમજ ભારતીય ઇતિહાસમાં અધ્યાત્મની અનેક પરંપરાઓ પ્રવાહિત થઈ છે. તે તમામનું અધ્યયન કોઈ પણ સાધક માટે દુરૂહ અને અશક્ય જણાય તેવી બાબત છે. ઉપાધ્યાય યશોવિજયજીએ વેદ, ઉપનિષદો, બૌદ્ધ ત્રિપિટક, યોગપરંપરા અને ગીતા આદિ ગ્રંથોનો સૂક્ષ્મ અભ્યાસ કરીને અર્થાતુ આવા વિશાળ જ્ઞાનસમુદ્રને વલોવીને અધ્યાત્મના રહસ્યને અહીં પ્રસ્તુત કર્યું છે. અધ્યાત્મસાર ગ્રંથ જ્ઞાનસાર કરતાં પ્રમાણમાં વિશાળ અને ક્લિષ્ટ હોવાને કારણે ઘણા સાધકો માત્ર ગ્રંથ જોઈને જ અધ્યયન કરવાનું માંડી વાળે છે. તેથી ઉત્તમ કહી શકાય તેવા આ ગ્રંથના લાભથી સાધકો વંચિત રહી જતા હતા. આ પરિસ્થિતિનો એક માત્ર ઉકેલ સરળ-સુબોધ અનુવાદ પ્રગટ કરવાનો હતો. આ પણ આ એક મોટો પડકાર હતો. આ પૂર્વે પણ અનુવાદો પ્રગટ થયા હતા પણ તે સરળ કે સુબોધ ન હતા. તેથી બહુ ઉપયોગી નીવડ્યા ન હતા. આ ખોટ રમણભાઈ દ્વારા પ્રગટ થયેલ અધ્યાત્મસાર ગ્રંથથી પૂરી થઈ છે. રાજસોભાગ આશ્રમ, સાયલાના પ્રણેતા શ્રી લાડકચંદભાઈ વોરા અને ટ્રસ્ટીઓએ ગ્રંથ તૈયાર કરી આપવા વિનંતી કરી. આ ગ્રંથનો અનુવાદ સારી રીતે થાય અને સાધકોને ઉપયોગી થાય તે માટે તેઓ સ્વયં સાયલાના શ્રી રાજસોભાગ આશ્રમમાં બધાયથી અળગા થઈ એકાંત સ્થળે રહ્યા હતા અને ત્યાં રહી પ્રસ્તુત ગ્રંથનો અનુવાદ પૂર્ણ કર્યો હતો. હેમચંદ્રાચાર્ય : સોલંકીકાળના યશસ્વી રાજા સિદ્ધરાજ અને અઢાર દેશના ધણી પરમાહત રાજા કુમારપાળના સમયમાં થઈ ગયેલા, કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિજીના નામ અને પ્રભાવથી ગુજરાતની જનતા ભાગ્યે જ અજાણ હશે. તેમણે રચેલ વિપુલ સાહિત્ય સામગ્રીથી સમગ્ર દેશનું સાહિત્ય ગૌરવવંતું બન્યું છે. અપભ્રંશ ભાષાનું २८ Page #33 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ રચનાર તેઓ સર્વપ્રથમ હતા. સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણના રચયિતા, કોશ, અલંકાર, સાહિત્ય, ન્યાય આદિ અનેક વિષયો ઉપર સૂક્ષ્મતાપૂર્વક લખાયેલા ગ્રંથો જોતાં આપણે તેમની સર્વત્રગામિની બુદ્ધિનો પ્રભાવ જાણી શકીએ છીએ. આથી જ તેમનો ગુજરાતના રાજાઓ ઉપર પ્રભાવ પડ્યો હતો. ઉપરાંત તેમણે તે દ્વારા રાજાઓ પાસે અનેક પ્રજાનું કલ્યાણ થાય તેવાં કાર્યો કરાવ્યાં હતાં. આજે ગુજરાતમાં અહિંસાનો પ્રભાવ જોવા મળે તેમાં હેમચંદ્રાચાર્યનો મોટો ફાળો છે. આવા પ્રતિભાસંપન્ન આચાર્યનું જીવનચરિત્ર શ્રી રમણભાઈની કલમે આલેખાયું છે. ઉપાધ્યાય યશોવિજયજી: શ્વેતામ્બર જૈનપરંપરામાં વિક્રમની સત્તરમી સદીમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે તેવા સમ્રાટ અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિજીની પરંપરામાં માત્ર ગુજરાતને જ નહીં સમગ્ર દેશને ગૌરવ અપાવે તેવી અપ્રતિમ પ્રતિભા ધરાવનાર, વિપુલ સાહિત્ય સર્જક શ્રી યશોવિજયજી મ.સા. તથા તેમણે ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં શાસ્ત્રીય અને સામાન્યજનોપયોગી સાહિત્યની રચના કરી છે. શ્રી રમણભાઈ પણ ઉપાધ્યાયજીની સાહિત્ય સમૃદ્ધિથી તથા તેમના ચિંતન અને શાસ્ત્રીય અગાધતાથી વિશેષ આકર્ષિત થયા જણાય છે. તેથી જ તેમના જીવનનો સમગ્રતયા પરિચય અપાવે તેવી શ્રી યશોવિજયજી નામની પુસ્તિકાનું આલેખન કર્યું છે. પ્રસ્તુત પુસ્તિકામાં ઉપાધ્યાયજીનું જીવન, જ્ઞાનસાધના, લોકોપયોગી કાર્યોનું વિવરણ અને ખાસ તો તેમની સાહિત્યસમૃદ્ધિનું સરળ અને પ્રવાહી શૈલીમાં આલેખન કર્યું છે. આ ગ્રંથ વાંચતાં આપણે સ્વયં ઉપાધ્યાયજી મ.સા.ના ભક્ત બની જઈએ તેવી રીતે સુંદર લખાણ દ્વારા ગુજરાતની જનતાને એક સમર્થ શાસ્ત્રકારનો પરિચય કરાવ્યો છે. પ્રભાવક સ્થવિરોઃ જે મહાત્માને, યોગીને કે ધર્મપુરુષને એક વાર મળ્યા પછી વારંવાર મળવાનું મન થાય તેવા પુરુષોને પ્રભાવક પુરુષ કહેવામાં આવે છે. જેનધર્મમાં આવા પ્રભાવક પુરુષોના વિભિન્ન પ્રકારો વર્ણવ્યા છે. જેઓએ પોતાની સાધના દ્વારા સ્વ-કલ્યાણની સાથે સાથે પરિકલ્યાણ કરી સમાજ ઉપર અનન્ય ઉપકાર કર્યો છે તેવા પ્રભાવક પુરુષોની સાધના અને ઉપકાર સમય જતાં ભુલાઈ જાય છે અને પછી તો માત્ર નામ જ યાદ રહેતાં હોય છે. તેમનાં કાર્યોની યાદ તાજી રહે તે માટે સાહિત્ય એ જ મોટો આધાર છે. જૈનધર્મમાં આવા પ્રકારના ચરિત્ર-લેખો સમયે સમયે લખાયા છે. પરંતુ સાંપ્રતકાળના પ્રભાવક પુરુષોના જીવનનો ઇતિહાસ લખાય તે અત્યંત २९ Page #34 -------------------------------------------------------------------------- ________________ જરૂરી છે. આ આવશ્યકતાને નજર સમક્ષ રાખી રમણભાઈએ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી, શ્રી વિજયાનંદસૂરિજી, શ્રી વિજયવલ્લભસૂરિજી, શ્રી બુદ્ધિસાગરસૂરિજી, શ્રી ચારિત્રવિજ્યજી, શ્રી બુટેરાયજી, શ્રી વૃદ્ધિચંદ્રજી, શ્રી મોહનલાલજી, શ્રી શાંતિસૂરિજી, શ્રી રાજેન્દ્રસૂરિજી, શ્રી શાંતિસાગરસૂરિજી, શ્રી અજરામરસ્વામીજી, શ્રી વિજ્યધર્મસૂરિજી, શ્રી આનંદસાગરસૂરિજી, પંડિતક િશ્રી વીરવિજ્યજી, વિજ્યનેમિસૂરિજી, વિજયરામચંદ્રસૂરિજી આદિ ૧૭ પ્રભાવક આચાર્યોના જીવન વિશે સુંદર પરિચય આપતો દળદાર ગ્રંથ તૈયાર થયો છે. સંશોધકો માટે આજે તો તે સંદર્ભગ્રંથની કોટિનો ગ્રંથ છે. તે ગ્રંથનું વાચન કરતાં તે આચાર્ય વિશેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે. તે શ્રી રમણભાઈની આચાર્ય પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાના દ્યોતક છે. વાચક પણ જીવનચરિત્ર વાંચતાં વાંચતાં અભિભૂત થાય, અનુમોદના કરે અને પ્રેરણા પામે તેવી રોચક શૈલીમાં આ લેખો લખાયા છે. જૈનધર્મના ગૌરવ સમાન આ ગ્રંથ છે. શેઠ મોતીશા : અંગ્રેજોના આગમન પછી દેશની પરિસ્થિતિ પલટાઈ રહી હતી. તેવા સમયે પણ વ્યવહાર અને વ્યાપારમાં કુશળ એવા અનેક જૈન શ્રેષ્ઠિઓએ પોતાના વ્યાપારને દેશવિદેશમાં વિસ્તાર્યો હતો. પોતાના વ્યાપારની સીમાઓ વધારતા જતા હતા. છતાંય ધર્મની શ્રદ્ધામાં જરાય ઊણપ લાવ્યા વગર શાસન પ્રભાવનાનાં કાર્યોની જાણે કે વણઝાર ઊભી કરી હોય તેવી પ્રતીતિ થાય. આવા પ્રતાપી પૂર્વજોના જીવન ઉ૫૨ રમણભાઈનું પ્રસ્તુત પુસ્તક શ્રાવકોને અને ખાસ કરીને વ્યાપારીઓને પ્રેરણા આપનારું છે. મોતીશા શેઠે ખૂબ જ સામાન્ય વ્યાપારથી માંડીને મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. પાલિતાણા ઉપર મોતીશાની ટૂંકનું નિર્માણ કરાવ્યું અને આવાં અનેક ચિરસ્થાયી કાર્યો તેમણે કર્યાં. તે ભવિષ્યની પેઢીને સદાય પ્રેરણા આપે તેવાં છે. તેની નોંધ આપણાં સુધી શ્રી રમણભાઈએ પહોંચાડી છે. જિનતત્ત્વ ભા. ૧થી ૭: જૈનધર્મનાં અનેકવિધ તત્ત્વોનું રહસ્ય પામવું સુલભ નથી. આ રહસ્યને તેઓએ સૂક્ષ્મ રીતે દોહન કરીને જુદાજુદા સમયે પ્રબુદ્ધજીવનમાં લેખરૂપે પ્રગટ કર્યા હતા. તે લેખોનો સંગ્રહ પણ સમયે સમયે પ્રગટ થતો રહ્યો છે. આ લેખ સંગ્રહને શ્રી રમણભાઈ દ્વારા જિનતત્ત્વ એવું નામ અપાયું હતું. આ જિનતત્ત્વના સાત ભાગો પ્રગટ થયા છે. સાત ભાગમાં જુદા જુદા વિષયના લેખો તે તે વિષયની સૂક્ષ્મતમ માહિતી રજૂ કરે છે. તેમણે વિષયને લગતા તમામ સાહિત્યને વાંચી, તેમાંથી સારતત્ત્વ ३० Page #35 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરી સરળ, સુબોધ અને પ્રવાહી શૈલીમાં લેખો લખ્યા છે. કોઈ પણ પ્રકારના જિજ્ઞાસુને આ લેખ વાંચવા ગમે તેવી શૈલીમાં લેખો લખાયા છે. એ ઉપરાંત તેઓની વિશેષતા એ છે કે તેમણે લેખો મનસ્વી રીતે, આલોચનાત્મક રૂપે કે ચકાટીપ્પણરૂપે લખ્યા નથી પરંતુ તમામ લેખોમાં શાસ્ત્રીય આધારો ટાંક્યા છે તેથી તે લેખો સંગ્રહણીય બન્યા છે. આ લેખો તેમના શાસ્ત્રીયજ્ઞાનની વિશદતા તથા સંશોધકવૃત્તિના સાક્ષી છે. પ્રસ્તુત સંપાદનઃ ભારતીય સંસ્કૃતિ બે મુખ્ય ધારામાં પ્રવાહિત થઈને વહ્યા કરે છે – વૈદિક પરંપરા અને શ્રમણ પરંપરા. આ બે પ્રવાહોએ ભારતીય સંસ્કૃતિને હંમેશાં નવપલ્લવિત રાખી છે. વૈદિક પરંપરામાં મીમાંસા, વેદાન્ત આદિ દાર્શનિક પરંપરાઓનો ઉદય થયો જ્યારે જૈન અને બૌદ્ધધર્મ શ્રમણ પરંપરાની ધારામાં પ્રવાહિત ધર્મો છે. બન્ને ધર્મોના પોતાના અલગ સિદ્ધાન્તો અને આચારો છે. પણ બને વૈદિક પરંપરા માન્ય વેદને જ સર્વસ્વ ન માનતા હોઈ તે પરંપરાથી ભિન્ન પરંપરાગત ગણાય. જૈનધર્મના પ્રારંભ - આદિ વિશે ગઈ સદીમાં અનેક પ્રકારના વિવાદો ઊઠ્યા હતા. કેટલાક યુરોપીય વિદ્વાનોએ જૈનધર્મને બૌદ્ધધર્મનો ફાંટો છે એમ વર્ણવી જૈનધર્મની સ્વતંત્રતા વિશે જ પ્રશ્ન ઉઠાવ્યો હતો, જે નિરાધાર હતો. ત્યાર બાદ તો જૈનધર્મની મૌલિકતા અને ગહનતાને કારણે દેશવિદેશના અનેક વિદ્વાનો જૈન ધર્મનો અભ્યાસ કરવા માટે પ્રેરાયા હતા, જેમણે જૈનધર્મના અનેક ગ્રંથોનું સંપાદન કરી નવી દિશા ખોલી હતી. આ પરંપરા આજે પણ ચાલી રહી જૈનધર્મ નિવૃત્તિલક્ષી ધર્મ છે. મોક્ષ એ અંતિમ લક્ષ્ય છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રત્નત્રયીની પ્રરૂપણા કરવામાં આવી છે. સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રને રત્નત્રયી કહેવામાં આવે છે. સાચી શ્રદ્ધા, સાચી સમજ અને સાચું આચરણ એ લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ છે. આને જ વાચક ઉમાસ્વાતિ મોક્ષમાર્ગ તરીકે ઓળખાવે છે. સાચી શ્રદ્ધા એટલે સુદેવ-સુગુરુ અને સુધર્મ ઉપરની સમ્યફ શ્રદ્ધા જેને સમ્યફદર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. વીતરાગ પરમાત્મા એ સુદેવ છે. પંચમહાવ્રતધારી સંયમી મહાત્માઓ સુગુરુ અને મોક્ષ માર્ગ પ્રરૂપક તે ધર્મ છે. આવાં તત્ત્વો ઉપરની શ્રદ્ધા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. સાથે અંદરના સત્ત્વને વધુ શક્તિવાન બનાવે છે. સાચી શ્રદ્ધા પછીનો પડાવ તે સાચી સમજ છે. સાચી સમજ શાસ્ત્રજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોની ભાષા સંસ્કૃત અને પ્રાકૃત છે. તે સામાન્યજનને માટે કઠિન હોવાથી તેને તો સરળ અને પ્રવાહી શૈલીમાં લખાયેલ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથો જ વધુ ઉપયોગી નીવડે. માટે પૂર્વાચાર્યોએ લોકભાષામાં પણ ગ્રંથો લખવાનો પ્રારંભ કરેલો. સુધર્મ એટલે જે આંતરિક કષાયોને મંદ કરે છે. જે રાગ-દ્વેષ, ક્રોધમાન-માયા-લોભને મંદ કરે અને ક્રમશઃ તેના ઉપર વિજય અપાવે તેવી કોઈપણ ક્રિયા તે સુધર્મ છે. આ ત્રણેયનું આચરણ જ જીવનને ધન્ય બનાવી શકે છે. આથી જ મોક્ષ પ્રાપ્ત કરાવી આપવા માટે સમર્થ આ ત્રણેય તત્ત્વને રત્નોની ઉપમા આપવામાં આવી છે. જૈનધર્મની ઈમારતના આ ત્રણ પાયા છે. તેનો વિસ્તાર તત્ત્વાર્થાધિગમ આદિ સૂત્રોમાં જોવા મળે છે. રત્નત્રયીનો વિસ્તાર ધર્મ અને દર્શનમાં થયો છે. સામાન્ય રીતે ભારતીય પરંપરામાં ધર્મ અને દર્શન એવા ભેદ પાડવામાં આવતા નથી પરંતુ વિદેશી પરંપરામાં તો ધર્મ અને દર્શન તદ્દન ભિન્ન મનાયા છે. ધર્મ એ આચાર સાથે જોડાયેલ છે અને દર્શન એ વિચાર સાથે સંકળાયેલ છે. આચારનો આધાર વિચાર છે અને વિચારને આચાર પુષ્ટ કરે છે. વિચાર ઊંચો હોય અને આચાર નીચો હોય તો કાર્ય સરે નહીં. તેવી જ રીતે આચાર ઉચ્ચ હોય અને વિચાર નીચા હોય તો પણ કાર્ય ન સરે. આથી જ આચાર અને વિચાર એ એક રથનાં બે પૈડાં જેવા છે. જેવી રીતે એક પૈડાથી રથ ન ચાલે તેવી જ રીતે જીવનરથનાં બને ચક્રો સાબૂત હોવાં જોઈએ. ઉપાધ્યાય યશોવિજયજી આ વાતને એક પક્ષીની બે પાંખ રૂપે વર્ણવે છે. પક્ષી એક પાંખથી ઊડી ન શકે, બન્ને પાંખો હયાત હોવી જોઈએ. તેવી જ રીતે ધર્મ પણ આચાર અને વિચાર રૂપી બે પાંખોથી જ ધન્ય બને છે. જૈનધર્મના આગમ ગ્રંથો અને ત્યાર બાદ રચાયેલ સમગ્ર સાહિત્યમાં આચાર અને વિચાર અર્થાત્ ધર્મ અને દર્શનની ઊંડી વિચારણા કરવામાં આવી છે. જિનેશ્વર ભગવાન કથિત આગમ ગ્રંથોમાં જે તત્ત્વોની વિચારણા કરવામાં આવી છે તે સૂત્રાત્મક શૈલીથી કરવામાં આવી છે. તેનો વિસ્તાર ટકા ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. તેમાં વર્ણવ્યા પ્રમાણે સમર્થ સાધક તો સમગ્ર વસ્તુઓનો ત્યાગ કરી સંયમના માર્ગે પ્રયાણ કરે છે તેને સાધુ કે શ્રમણ કહેવામાં આવે છે. બધામાં આવું સામર્થ્ય હોતું નથી. તેથી બીજો માર્ગ તે આંશિક ત્યાગનો માર્ગ છે. તેમાં સાધક યથાશક્ય ત્યાગ કરી ગૃહસ્થાવસ્થામાં જ સાધના કરે છે. તેને શ્રાવકધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ સાધકની ગતિ મંદ હોય છે પણ માર્ગ સુનિશ્ચિત હોવાથી અંતે તો મોક્ષ માર્ગે જ આગળ વધતા સર્વકર્મનો ક્ષય કરનાર બને છે. આ બન્નેય માર્ગની સાધના વ્રત, નિયમ, તપ, જપ અને ભક્તિ જેવાં તત્ત્વોનાં આચરણથી થાય છે. તેની સાથે સાથે સમજ પણ ભળવી જોઈએ. સમજ વગરની ક્રિયા તો યાંત્રિક બની જવાને કારણે વિશેષ લાભદાયી નીવડી ન શકે. જ્યારે સમજ ३२ Page #37 -------------------------------------------------------------------------- ________________ ભળે છે ત્યારે તે જ ક્રિયા આત્મકલ્યાણ કરનારી બને છે. આથી શ્રદ્ધાપૂર્વકની સમજથી થતી ક્રિયાઓ જ સાધકનું સાચું સંબલ છે. સાચી સમજ કેળવવા શાસ્ત્ર અને સત્સંગની આવશ્યકતા રહે છે. ત્યાર બાદ તપાદિનો સાચો અર્થ સમજવો જરૂરી બને છે. રમણભાઈએ જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરી અનેક તત્ત્વોનાં મૂળ સુધી પહોંચી જુદા જુદા વિષયો ઉપર લેખો લખ્યા છે. આ લેખો લખવા માટેનું મૂળ નિમિત્ત તો પ્રબુદ્ધજીવનમાં નવું નવું લખવાનું જ હોવા છતાં તેમાં આવેલી વિગતો અને રજૂ થયેલ ચિંતન દ્વારા સ્પષ્ટ થાય છે કે તેઓ આત્મિક રીતે પણ ઓતપ્રોત થઈ જતા હશે, તેથી જ અવનવા વિષયો ઉપર અનેક વિચારણા પ્રગટ કરી શકતા હતા. તેમણે આચાર અને વિચાર વિષયક અનેક લેખો લખ્યા છે. તેમના લેખોની સૂચી ગ્રંથને અંતે આપવામાં આવી છે. તેમના સમગ્ર લેખને બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે. વિચાર સાથે ચિંતન સાથે સંબંધ ધરાવતા લેખોને જૈનધર્મદર્શનમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે આચાર વિષયક લેખોને જૈનઆચારદર્શન નામક ભાગમાં સમાવવામાં આવ્યા છે. પ્રથમ ભાગ જૈનધર્મદર્શન ગ્રંથનું સંપાદન પ્રો. હસુભાઈ યાજ્ઞિકે કર્યું છે. તેમાં તેઓશ્રીએ નમસ્કાર મહામંત્ર, પંચપરમેષ્ઠી અને જૈન તત્ત્વચિંતન સંબંધી લેખો સમાવ્યા છે. પ્રસ્તુત ગ્રંથમાં આચાર વિષયક લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જૈનદર્શનની આચારમીમાંસાનો પ્રારંભ મનુષ્યભવની દુર્લભતાથી થાય છે. મનુષ્યભવની દુર્લભતા જાણ્યા વગર માનવભવ એળે જાય. આથી મનુષ્યભવની દુર્લભતાનો લેખ સર્વપ્રથમ મૂકવામાં આવ્યો છે. માનવભવની દુર્લભતા સમજાયા પછી સંયમ દુર્લભ છે. પરંતુ સંયમ વગર જીવન સાર્થક નથી. બધા જ ધર્મોએ સંયમનો મહિમા વર્ણવ્યો છે. સંયમ વગરનું જીવન લગામ વગરના ઘોડા જેવું છે. આવું જીવન દુઃખદાયી જ હોય. માટે સંયમ આવશ્યક છે અને સંયમની આવશ્યકતા સંયમનો મહિમા સમજ્યા વગર સંભવતી નથી માટે દ્વિતીય લેખ રૂપે સંયમના મહિમાને સ્થાન આપવામાં આવ્યું છે. શ્રાવકજીવનની ઊંચાઈ એટલે શ્રાવકોની પ્રતિમા. શ્રાવક એટલે સંયમનો આંશિક પ્રારંભ. સંયમના પ્રારંભથી શરૂ થયેલ મોક્ષની યાત્રાના દ્વિતીય પડાવની અંતિમ સીમા એટલે જ પ્રતિમાઓ. આજે તો શ્રાવકપણું માત્ર પૂજા અને પ્રતિક્રમણમાં ઇતિશ્રી થઈ જતું જોવા મળે છે. આ ક્રિયાઓ પણ આવશ્યક છે પણ તે જ પૂર્ણ છે તેમ નથી. તેનાથી પણ ઘણું ઊંડું ચિંતન જૈનધર્મમાં કરવામાં આવ્યું છે. તે તમામનું જ્ઞાન શ્રાવકને હોય તો શ્રાવક વિલુપ્ત થયેલ માર્ગને પુનર્જીવિત કરી આત્મકલ્યાણ સાધી શકે તે માટે આચારદર્શનના વિભાગના તૃતીય લેખ તરીકે અગિયાર ઉપાસક પ્રતિમાઓને સ્થાન આપ્યું છે. ३३ Page #38 -------------------------------------------------------------------------- ________________ આ તમામ આચરણમાં આવશ્યક ક્રિયા એ પ્રાણ સ્વરૂપ છે. સામયિક આદિ ક્રિયાએ બધી ક્રિયામાં આન્તર્નિહિત છે. શ્રાવકોમાં તેનું જ્ઞાન આજે લુપ્ત થતું જાય છે. તેમજ જૈનધર્મમાં અતિ પ્રચલિત એવી ક્રિયાઓ વિશે અન્ય ધમનુયાયીઓ મહદંશે જાણતા નથી. તેથી આવશ્યકની ક્રિયાનાં રહસ્યોને વર્ણવતા લેખોનો સંપુટ દ્વિતીય વિભાગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જૈન ધર્મનો મહત્ત્વનો સિદ્ધાન્ત અહિંસા છે. અહિંસાને જૈનધર્મનો પ્રાણ માનવામાં આવ્યો છે. આગમોમાં અહિંસાને બધાં જ વ્રતોમાં સહુથી મોટું વ્રત માનવામાં આવ્યું છે. બાકીનાં બધાં વ્રતો અહિંસાના આચરણ વગર સેનાપતિ વગરની સેના જેવા બની જાય છે. માટે અહિંસાનો સર્વાધિક મહિમા જૈનધર્મમાં જોવા મળે છે એટલું જ નહીં પણ અહિંસાને આચરણમાં લાવવા માટેના ઉત્તમ માર્ગો પણ વર્ણવવામાં આવ્યા છે. તેમાંનો એક માર્ગ એટલે ઇરિયાવહી. આજે સમગ્ર વિશ્વ પર્યાવરણની સુરક્ષા માટે ચિંચિત છે ત્યારે તેનો સહુથી શ્રેષ્ઠ ઉકેલ ઇરિયાવહી સૂત્રમાં જોવા મળે છે. રમણભાઈએ આ લેખમાં ઇરિયાવહી સૂત્રનાં રહસ્યોને ખુલ્લા કર્યા છે. આ લેખ એક લઘુગ્રંથ જેટલો અને શાસ્ત્રગ્રંથ જેવો વિશિષ્ટ કોટિનો લખાયો છે. આ ઉપરાંત અન્ય વ્રતો બ્રહ્મચર્ય, અદત્તાદાન, અનર્થદંડ વિરમણ જેવા તથા તપ, પ્રતિસેવના, ઉપસર્ગ અને પરીષહ, પ્રભાવના, બોધિદુર્લભભાવના, સ્વાધ્યાય આદિ શાસ્ત્રીય તત્ત્વોની સુંદર રજૂઆત કરતા લેખો જનવ્રત-આચાર નામના વિભાગ-૩માં સમાવવામાં આવ્યા છે. ચતુર્થ વિભાગ – પર્યુષણ પર્વ સંબંધી લેખોનો છે. રમણભાઈએ સાડા ત્રણ દાયકા સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સંચાલન કર્યું અને તે દરમ્યાન પર્યુષણ પર્વની સાચી સમજ કેળવાય તે માટે પર્યુષણ અંગેના શાસ્ત્રીય ઉલ્લેખોને આધારે તૈયાર કરેલ લેખોનો સંગ્રહ આ વિભાગમાં કરવામાં આવ્યો છે. મનુષ્ય ઉત્સવપ્રિય છે. ઉત્સવો જીવનમાં ઉત્સાહ અને આનંદ આપે છે. આવા ઉત્સવોને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક લૌકિક અને બીજો લોકોત્તર. જેમાં આત્મિક આનંદ પ્રાપ્ત થાય તે લોકોત્તર પર્વો. જૈનધર્મમાં લોકોત્તર પર્વમાં પર્યુષણ પર્વ સર્વશ્રેષ્ઠ પર્વ મનાયું છે. તેની ઉજવણી કરવામાં શ્રાવકોને સમયે સમયે માર્ગદર્શન આપે તેવા આ લેખો બધા જ શ્રાવકોએ અને આત્મસાધકોએ અવશ્ય વાંચવા લાયક છે. વિભાગ પાંચમાં જૈન જ્યોતિર્ધરમાં ઉપાધ્યાય યશોવિજયજીના જીવનનો વિસ્તૃત લેખ સમાવવામાં આવ્યો છે. આ સમગ્ર લેખસંગ્રહ મુખ્યત્વે આચારવિષયક છે. ઉચ્ચ આચાર જીવનને ઉન્નત બનાવે છે અને તેવા આચાર માટે સાચી સમજ કેળવાય તેવા ઉચ્ચ આશયથી ૩૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ લખાયેલા લેખોનો સંગ્રહ જૈનધર્મના જિજ્ઞાસુઓને સદાય પ્રેરણાદાયી બનશે. શ્રી રમણભાઈ ગ્રંથ સૌરભના પ્રસ્તુત ગ્રંથનું સંપાદન કાર્ય કરવા માટે મુરબ્બી શ્રી ધનવંતભાઈએ ખૂબ જ આગ્રહ કર્યો હતો. તેમના પ્રેમપૂર્વકના આગ્રહને કારણે હું આ કાર્યનો અસ્વીકાર કરવા માટે અસમર્થ હતો. વળી શ્રી રમણભાઈ તથા તારાબહેન સાથેના આત્મીય સંબંધોને કારણે પણ હું આ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થયો. મુ. શ્રી રમણભાઈએ જૈનધર્મ-દર્શન ઉપર સવિશેષ ચિંતન કરી અનેક ગ્રંથો અને લેખો લખ્યા છે. તે તમામ લેખોમાં તેમનું ઊંડું ચિંતન જોવા મળે છે. આ સાહિત્યનું સંપાદન કરતાં તેનો સ્વાધ્યાય કરવાનો સુઅવસર મળ્યો તે માટે શ્રી ધનવંતભાઈનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. જૈનધર્મ વિષયક લેખોના પ્રસ્તુત ભાગના સંપાદનમાં પ્રો. હસુભાઈ યાજ્ઞિકે સ્નેહપૂર્વક ઉદારતા દાખવી મારી વાતનો સ્વીકાર કર્યો અને મને પ્રોત્સાહન આપ્યું તે બદલ તેમનો પણ આભારી છું. આ ગ્રંથનું સંપાદન કરતાં કરતાં અનેક વખત શ્રી તારાબહેન સાથે પણ ચર્ચા થતી હતી. તેમણે ગ્રંથના સંપાદન માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી. રમણભાઈના સાહિત્યને સંપૂર્ણ ન્યાય મળે તે માટે તેમણે સૂચનો આદિ આપ્યાં તે માટે હું તેમનો ત્રઋણી છું. આ ગ્રંથનું પ્રકાશન કાર્ય કરવા માટે શ્રી પ્રસાદભાઈ બ્રહ્મભટ્ટ રસ લીધો અને તેમની સાથે પણ ખૂબ જ આત્મીયતાભર્યો સંવાદ થતો રહ્યો તે માટે હું તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું. ડો. જિતેન્દ્ર બી. શાહ ३५ Page #40 -------------------------------------------------------------------------- ________________ • • • • • • • ••• . . . . . . . . . . . . . . . . . ૧૨ • • • • • . . . . . . ૧૮ , , , , , , , , , , , , , , , , , , , , , , , , ૯ O • • • • • • • • •. . . . . . . . . . . . . . . . . . . . . . ૧૨૧ * * * * * * * * * * * * * * * * * અનુક્રમ વિભાગ ૧: જૈન આચારદર્શન ૧. મનુષ્યજન્મની દુર્લભતા .. ૨. સંયમનો મહિમા .... ૩. અગિયાર ઉપાસક–પ્રતિમાઓ વિભાગ ૨: આવશ્યક ક્રિયા ૧. સામાયિક • • • • • • • • ૨. લોગસ્સ સૂત્ર • • • • • ૩. વિનય .. . . • • • ૪. પ્રતિક્રમણ . . . . . ૫. કાઉસગ્ગ ....... ૬. પચ્ચકખાણ . . . . . . • • • • • • . . . . . . . . . . . . . . . . . . . ૧ વિભાગ ૩ઃ જૈન વ્રત – આચાર ૧. ઈરિયાવહી (ઐયપથિકી) ૧૪) ૨. અદત્તાદાન-વિરમણ ૩. શીલવિઘાતક પરિબળો . . . . . . . . . . . . . . . . . . . ૧૭૩ ૧૭૩ ૪. અનર્થદંડ વિરમણ ૫. અભ્યાખ્યાન ૬. જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા . ૨૦૬ ૭. પ્રતિસેવના . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૨૧ ૩ ૮. ઉપસર્ગ .. .. • • • • ૨૧૬ ૯. પરીષહ ૧૦. પ્રભાવના ....... • • • • • • • •• . . . . . . . . . . . . . . . . . . . . ૨૩૬ ૧૧. બોધિદુર્લભ ભાવના ૧૨. સ્વાધ્યાય ... વિભાગ ૪ઃ પર્યુષણ પર્વ ૧. પરાધના ... ૨. પર્વાધિરાજ પર્યુષણ – ૧ . ૨૭૨ ૩. સાંવત્સરિક ક્ષમાપના ૨૭૬ વિભાગ ૫: જૈન જ્યોતિર્ધર ૧. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી . પરિશિષ્ટ . . . . . . . • • • • • • • • • • • • • • • • • • . . . ૩૧૧ • ડો. રમણલાલ ચી. શાહ : જીવનઝરમર ... . . . ૩૧૩ • ડો. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો .............. ૩૨૩ ૧૮૧ - • • • • • • • • • • • • • • . . . . . . . . . . ૧૮૧ ૧૯૬ • • • • • • • • • • • • • • • • . . . . . . . . . . . . . ૨૧ ૬ ૨૨૪ • • • • • • • • • • • • • • • • • • • • . . . . . ૨ ૫ ૫ ૨૮૦ ३६ Page #41 -------------------------------------------------------------------------- ________________ ના જૈન આચારદર્શન મનુષ્યજન્મની દુર્લભતા કોઈકને કદાચ પ્રશ્ન થાય કે મનુષ્યજન્મ કેવી રીતે દુર્લભ હોઈ શકે ? એ તો દેખીતું જ છે કે દુનિયામાં મનુષ્યોની વસતી દિવસે દિવસે વધતી જાય છે. પચાસેક વર્ષ પહેલાં પૃથ્વી પરની માનવવસતી લગભગ બે અબજની હતી. અત્યારે માનવવસતી લગભગ છ અબજ પહોંચી છે અને એકવીસમી સદીના પૂર્વાર્ધમાં દસ-પંદર અબજ કરતાં પણ વધુ માનવવસતી હશે એવું અનુમાન માનવ-વસ્તીના આંકડાશાસ્ત્રીઓ કરે છે. આમ મનુષ્યોની વસતી દિવસે દિવસે જો વધતી જતી હોય તો માનવજન્મ દુર્લભ છે એમ કેવી રીતે કહી શકાય ? માનવજન્મ વધુ પડતો સુલભ છે એમ જ અત્યારે તો દેખાય છે, કારણ કે આજકાલ તો માણસ થવાને પાત્ર ન હોય એવાં પણ અસંખ્ય માણસો દુનિયામાં જોવા મળે છે. ઉપરઉપરથી જોનારને મનુષ્યજન્મ સુલભ છે એવું કદાચ લાગવાનો સંભવ છે. પરંતુ સમગ્ર વિશ્વની જીવરાશિનો જો વિચાર કરવામાં આવે તો મનુષ્યજન્મની દુર્લભતા સમજાશે. વળી એ સમજવા માટે પુનર્જન્મનાજન્મજન્માત્તર (Rebirth)ના સિદ્ધાન્તમાં શ્રદ્ધા જોઈશે. જૈન ધર્મ પ્રમાણે જીવોની ચાર ગતિ છે: (૧) મનુષ્ય, (૨) તિર્યંચ, ૩) દેવતા () નારકી. આ ચાર પ્રકારની ગતિના જીવો કેટલા પ્રમાણમાં છે તે દર્શાવવા પ્રત્યેક ગતિની બાબતમાં જૈન ધર્મે ગણિતની સંજ્ઞા આપી છે. એ પ્રમાણે મનુષ્યની વસતી સંખ્યાતા છે. દેવતા અને નારકીના જીવો “અસંખ્યાતા છે અને તિર્યંચગતિના જીવો અનંત છે. સંખ્યાતા એટલે જેની સંખ્યા ગણી શકાય છે. જૈન ધર્મના ગણિતાનુયોગ પ્રમાણે એકથી ઓગણત્રીસ આંકડા (એકમ-Digit) સુધીની સંખ્યા તે સંખ્યાતા કહેવાય છે. ૩૦ કે તેથી વધુ આંકડાની રકમ એ અસંખ્યાતા કહેવાય છે. થોડે મનુષ્યજન્મની દુર્લભતા ૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ સુધી ગણી શકાય પણ પછી ગણવાનું ફાવે નહિ અને ચોક્કસ આંકડો મળે નહિ એવી સંખ્યાને અસંખ્યાતા કહેવામાં આવે છે. જે સંખ્યા ગણવાનું ફાવે નહિ અને ગણતાં ક્યારેય પાર આવે નહિ તેવી સંખ્યાને અનંત કહેવામાં આવે છે. મનુષ્યની વસતી અત્યારે દસ આંકડા જેટલી છે. બાર બાર આંકડા સુધીની રકમ ગણવામાં આવે તો તે ૧૦૦ અબજ કે તેથી વધુ થાય. મનુષ્યની એટલી વસતી થાય તોપણ તે સંખ્યાતા કહેવાય. ૧૨ને બદલે ૨૯ આંકડા સુધી મનુષ્યની વસતી કદાચ પહોંચે તોપણ તે સંખ્યાતા કહેવાય. જૈન ધર્મ પ્રમાણે ચાર ગતિના જીવો જ્યાં સુધી પાંચમી ગતિ–મોક્ષગતિ પામતા નથી ત્યાં સુધી એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એ પરિભ્રમણના પણ નિયમો છે. “દંડક પ્રકરણમાં ચારે ગતિના જીવોની ગતિ અને આગતિ સમજાવી છે અને એક ગતિમાં બીજી ગતિના ક્યા કયા જીવો આવી શકે અને એક ગતિના જીવો બીજી ગતિઓમાં ક્યાં ક્યાં કેટલે સુધી ઉત્પન્ન થઈ શકે તે વિગતે બતાવ્યું છે. એમાંથી મોટી રૂપરેખા પ્રમાણે જોઈએ તો દેવગતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને ફરી દેવગતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી. તેવી જ રીતે દેવગતિનો જીવ દેવગતિમાંથી સીધો નરકગતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી. દેવગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે નરકગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને તરત નરકગતિમાં ફરીથી ઉત્પન્ન થઈ શકતા નથી. તેમ તેઓ નરકગતિમાંથી સીધા દેવગતિમાં પણ ઉત્પન્ન થઈ શકતા નથી. નરકગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકે છે; મનુષ્યગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે; તિર્યંચગતિના સંશી પંચેન્દ્રિય જીવો દેવગતિમાં કે નરકગતિમાં જઈ શકે છે. પરંતુ તિર્યંચગતિના જીવો સીધી મોક્ષગતિ પામી શકતા નથી. મનુષ્યગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી મનુષ્યજન્મ પ્રાપ્ત કરી શકે છે, અથવા તિર્યંચગતિમાં ઉત્પન થઈ શકે છે, અથવા દેવગતિ કે નરકગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્યજન્મ એ એક જ એવી ગતિ છે કે જ્યાંથી મોક્ષગતિ પ્રાપ્ત થઈ શકે છે. સુખવૈભવ, અવધિજ્ઞાન, દીઘયુષ્ય, વૈદિવશરીર, આકસ્મિક મૃત્યુનો અભાવ વગેરેની દૃષ્ટિએ દેવગતિ મનુષ્યગતિ કરતાં ચડિયાતી હોવા છતાં મોપ્રાપ્તિ માત્ર મનુષ્યગતિ દ્વારા જ શક્ય હોવાથી દેવો પણ મનુષ્યગતિ માટે ઝંખે છે એમ કહેવાય ૨ * જૈન આચારદર્શન Page #43 -------------------------------------------------------------------------- ________________ ચારે ગતિમાં મનુષ્યગતિની શ્રેષ્ઠતા દર્શાવતાં ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : माणसत्तं भवे मूलं लाभो देवगइ भवे । मूलच्छेएण जीवाणं णरगतिरिखत्तणं धुवं ॥ મનુષ્યજન્મ પ્રાપ્ત કરવો એ મૂલ ધનની રક્ષા છે. દેવત્વ પ્રાપ્ત કરવું એ લાભસ્વરૂપ છે અને નરક તથા તિર્યંચ ગતિમાં જન્મ લેવો તે મૂલ ધન ખોઈ નાખવા બરાબર છે. તિર્યંચગતિના જીવો ફરીથી તિર્યચરગતિમાં અનુક્રમે સતત અનેક વાર ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ મનુષ્યગતિના જીવો સતત મનુષ્યજન્મ સાત કે આઠ વાર મેળવી શકે છે. આમ ચારેય ગતિના જીવોના પરિભ્રમણનો વિચાર કરીએ તો દેવ અને નરકગતિના અસંખ્યાતા જીવો અને નિગદના જીવો સહિત તિર્યંચગતિના તો અનંતાનંત જીવોમાંથી એ જીવોને મનુષ્યગતિમાં સ્થાન મળવું એ ઘણી દુર્લભ વાત છે. મનુષ્યગતિમાં સ્થાન સંખ્યાતા છે અને આવવા ઈચ્છનાર અનંતા છે. આમ જગ્યા કરતાં ઉમેદવારો અનંતગણા છે એ જો લક્ષમાં આવે તો મનુષ્યગતિના સ્થાનની દુર્લભતા સમજાય. માત્ર વધતી જતી મનુષ્યવસતી પ્રત્યે લક્ષ આપવાથી આ દુર્લભતા નહિ સમજાય. સમગ્ર વિશ્વની તમામ જીવરાશિના સતત ચાલતા પરિભ્રમણનું દશ્ય આંતરચક્ષુ સમક્ષ જેઓ ખડું કરી શકે તેમને આ દુર્લભતાની પ્રતીતિ થયા વગર રહે નહીં. સમગ્ર વિશ્વની જેટલી માનવવસતી અત્યારે છે અને ભવિષ્યમાં કોઈ પણ કાળે માનો કે પાંચસો-સાતસો અબજ જેટલી કે તેથી વધારે હશે તો પણ તે માત્ર સંખ્યાતા' જ હશે. સમગ્ર વિશ્વની માનવવસતી કોઈ પણ કાળે જેટલી હોય છે એથી વધુ જીવો પાણીના એક બિન્દુમાં હોય છે, કારણ કે એ બિન્દુમાં અસંખ્યાતા જીવો હોય છે. એવી જ રીતે હવામાં, પાણીમાં, તેજમાં, વનસ્પતિમાં રહેલા જીવોનો વિચાર કરીએ તો તેની અપેક્ષાએ મનુષ્યની વસતીની અલ્પતા અને મનુષ્યજન્મની દુર્લભતા સમજાશે. જૈન ધર્મે તો નિગોદના જીવોની જે વિચારણા કરી છે તે જો સમજાય તો પણ મનુષ્યજન્મની દુર્લભતાની પ્રતીતિ થાય. એટલે, અત્યારે મનુષ્યોની વસતી વધતી રહી છે તોપણ તે તેના સંખ્યાતાજીના માપમાં જ છે. લાખો-કરોડો વર્ષના ભૂતકાળમાં માનવવસતી ક્યારેક ક્યારેક વર્તમાન સમય કરતાં પણ વધુ હતી એમ મનાય છે. વર્તમાન સમયમાં મનુષ્યોની વસતી વધતી જતી હોય તો અન્ય ગતિના જીવો મનુષ્યજન્મ મેળવવાને વધુ પાત્ર બને મનુષ્યજન્મની દુર્લભતા જ ૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ છે એમ માનવું રહ્યું. પરંતુ તેમ છતાં સર્વ જીવરાશિની અપેક્ષાએ મનુષ્યજન્મની દુર્લભતા તો સ્વીકારવી જ પડશે. મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે એ જૈન, હિંદુ કે બૌદ્ધ ધર્મના અનેક ગ્રંથોમાં ભારપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. સર્વ જીવોમાં મનુષ્યની શ્રેષ્ઠતા તો દુનિયાના દરેક ધર્મે જ નહિ, વિજ્ઞાને પણ સ્વીકારી છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે : चतारि परमंगाणि दुल्लहाणीह जंतूणो । माणुसत्तं सुई सद्धा, संयममि य वीरियं ॥ [ચાર પરમ વસ્તુઓ જીવને અત્યંત દુર્લભ છે : (૧) મનુષ્યપણું, (૨) ધર્મશ્રવણ, (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમમાં વીર્ય અર્થાત્ સંયમ આચરવા માટેની શક્તિ.] વળી, ઉત્તરાધ્યયનસૂત્ર'માં અન્યત્ર કહ્યું છે : માળુરૂં રઘુ સુલુનહં । મનુષ્યજન્મ ખરેખર બહુ દુર્લભ છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે : दुर्लभो मानुषो देहो देहिनां क्षणभंगुरः । तत्रापि दुर्लभं मन्ये वैकुंठप्रियदर्शनम् ॥ [ મનુષ્યજન્મ મેળવવો એ દુર્લભ છે. વળી મનુષ્યનું શરીર ક્ષણભંગુર છે. એટલે મનુષ્યજન્મ મેળવીને તે દરમિયાન વૈકુંઠમાં પ્રિયજનોનું (ભગવાનના પ્રિય ભક્તોનું દર્શન કરવું એ તો એથી પણ વધુ દુર્લભ છે.] વળી, મનુષ્યજન્મ મળ્યો એટલે પ્રાપ્ત કરવા જેવું બધું પ્રાપ્ત થઈ ગયું એવું નથી. મનુષ્યજન્મમાં મોક્ષગતિની દૃષ્ટિએ પ્રાપ્ત કરવાયોગ્ય બીજી વસ્તુઓ મળવી પણ દુર્લભ છે. ‘સ્થાનાંગસૂત્ર”માં કહ્યું છે : - छठाणाइं सव्वजीवाणं सुलभाई भवंति तं जहा माणुस्सए भवे, आरिए खित्ते जम्मे, सुकुले पच्चायाति, केवली पन्नतस्स, धम्मस्स सर्वणया, सुयस्स वा सदहणया, सद्दहियस्स वा पत्तियस्स वा रोइयस्स वा सम्मं कारणं સિયા || [સર્વ જીવોને માટે છ વસ્તુઓ દુર્લભ છે : (૧) મનુષ્યભવ, (૨) આર્યક્ષેત્ર, (૩) ઉત્તમ કુળમાં જન્મ, (૪) કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ, (પ) શ્રવણ કરેલા એ ધર્મ ઉપર શ્રદ્ધા અને (૬) શ્રદ્ધા કરેલા, પ્રતીતિ કરેલા, રુચિ કરેલા ધર્મ પ્રમાણે આચરણ.] શંકરાચાર્યે પણ કહ્યું છે : - ૪ * જૈન આચારદર્શન Page #45 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરના જૈન મંદિરમાં આદીશ્વર ભગવાનની પૂજા કરતાં ડૉ. રમણભાઈ અને તારાબહેન ગાય (1) આચાર્ય વિજય યશોદેવસૂરિ પાસે કાર્યાલ ( વાસક્ષેપ નખાવતા ડૉ. રમણભાઈ 2 Page #46 -------------------------------------------------------------------------- ________________ સાયલામાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સંચાલિતા પૂ. લાડકચંદ વોરા હાઈસ્કૂલના ઉદ્ઘાટન સમારોહમાં સરસ્વતીપૂજન કરતા ડૉ. રમણભાઈ એવા પરમકૃપાળુ થિએiા અર્થશાળ શરુ નયન વન, અર્ધન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં પરમ કૃપાળુદેવના મંદિરમાં ઉઘાટનના મુહુર્ત વખતે કુમકુમથી પૂજન કરતા રમણભાઈ Page #47 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર – પૂજન કરતાં તારાબહેન અને રમણભાઈ સ્વગૃહે સંતાનો સાથે પ્રાર્થના અને માંગલિક બોલતા રમણભાઈ Page #48 -------------------------------------------------------------------------- ________________ પુત્ર અમિતાભને પરદેશગમન સમયે માંગલિક સંભળાવતા રમણભાઈ પુત્રી સૌ. શૈલજાને અઠ્ઠાઈ તપનું પારણું કરાવતા. Page #49 -------------------------------------------------------------------------- ________________ દોહિત્રી ચિ. ગાર્ગીને નવકારવાળી ગણતા શીખવતા રમણભાઈ અમેરિકામાં પૌત્ર અચિંતના હાથે વાસક્ષેપ નખાવતા રમણભાઈ Page #50 -------------------------------------------------------------------------- ________________ દિગંબર મંદિરમાં જગદીશભાઈ ખોખાણી રમેશભાઈ શાહ, બિપિનભાઈ ગડા સાથે દર્શન કરતા રમણભાઈ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, કોબામાં સંસ્થાની રજતજયંતી પ્રસંગે મંગલદીપ પ્રગટાવતા રમણભાઈ Page #51 -------------------------------------------------------------------------- ________________ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રનાં પુત્રી પૂ. જવલબેનનું સન્માન કરતા ડૉ. રમણભાઈ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં કૃપાળુદેવની આરતી ઉતારતા રમણભાઈ Page #52 -------------------------------------------------------------------------- ________________ as પૂ. યુવાચાર્ય મહાપ્રજ્ઞને સ્વલિખિત પુસ્તક જિનતત્ત્વ' વહોરાવતા. ભાવનગરના ઉપાશ્રયમાં પોથીનું વિમોચન કરતા. Page #53 -------------------------------------------------------------------------- ________________ दुर्लभं त्रयमेवेतद् देवानुग्रहहेतुकम् 1 मनुष्यत्वं मुमुक्षुत्व महापुरुष संश्रयः " સંગતિ { મનુષ્યપણું, મુમુક્ષત્વ (એટલે મોક્ષ મેળવવાની ભાવના) અને મહાપુરુષોની એ ત્રણ દુર્લભ છે અને દેવોની કૃપા હોય, પુણ્યોદય હોય તો જ મળી શકે એમ છે.] - મનુષ્યજન્મની દુર્લભતા દર્શાવતાં વળી અન્યત્ર કહેવાયું છે : एवं भ्रमतः संसारसागरे दुर्लभं मनुष्यत्वम् । संसारमहत्त्वाधार्मिकत्वदुष्कर्मबाहुल्यैः ॥ [ સંસાર ઘણો મોટો હોવાથી, વળી તેમાં ઘણી અધાર્મિકતા અને દુષ્કર્મોની બહુલતા હોવાથી, સંસારરૂપી સાગરમાં ભ્રમણ કરતા જીવને મનુષ્યપણું મેળવવું અત્યંત દુર્લભ છે.] ननु पुनरिदमतिदुर्लभमगाधसंसारजलधिविभ्रष्टम् । मानुष्यं खद्योतकतडिल्लताविलसित प्रतिमम् ॥ [ આગિયા અને વીજળીના પ્રકાશ જેવો અત્યંત ચંચલ આ મનુષ્યભવ અગાધ સંસારરૂપી સમુદ્રમાં જો સરી પડશે તો ફરીથી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. ] આમ, મનુષ્યગતિની દુર્લભતા અને શ્રેષ્ઠતા શાસ્ત્રકારોએ સમજાવી છે. જીવનું પરમ લક્ષ્ય તે સંસા૨પરિભ્રમણમાંથી મુક્તિ છે અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ છે. કેવળજ્ઞાન વગર મોક્ષ નથી. કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ શક્ય છે. મનુષ્યગતિ ઉપરાંત બીજી ગતિમાં કેવળજ્ઞાન હોત તો બીજી ગતિના જીવો પણ મનુષ્યગતિ જેવી તુલ્યતા ધરાવી શકે, અને મનુષ્યગતિનું તો પછી બહુ મહત્ત્વ ન રહે. પણ અન્ય ગતિમાં વધુમાં વધુ પ્રથમનાં ત્રણ જ્ઞાન – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ છે. માટે જ મનુષ્યગતિને મુક્તિના દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. = કેવળજ્ઞાન ફક્ત મનુષ્યગતિમાં જ શા માટે ? કારણ કે ઘાતી કર્મોના ક્ષય વિના કેવળજ્ઞાન થાય નહિ અને ઘાતી કર્મોના ક્ષય માટે મહાન ઔષધિરૂપ સર્વવિરતિ (દ્રવ્યથી અને ભાવથી) માત્ર મનુષ્યોને જ હોય છે. દેવતા અને નાકી અવિરતિ હોય છે. તિર્યંચગતિના જીવોને દેશવિરતિ સંભવી શકે છે, પણ સર્વવિરતિ હોતી નથી. એટલે કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ છે. વળી શરીરના ઔદારિક, તેજસ, કાર્પણ અને આહારક જેવા પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેમાં માત્ર મનુષ્યના ઔદારિક શરીરમાં વજઋષભનારાચ સંઘયણ, કુંડલિની શક્તિ, મૂલાધાર વગેરે સૂક્ષ્મ શક્તિચક્રો તથા ઉત્કૃષ્ટ ચિત્તશક્તિ ઇત્યાદિ રહેલાં છે, જે આત્મશક્તિને સ્કુરાયમાન કરી ઘાતી કર્મોનો ક્ષય કરવામાં મનુષ્યજન્મની દુર્લભતા * ૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ સહાયરૂપ બને છે. તિર્યંચગતિના ઔદારિક શરીરમાં આ પ્રકારની શક્તિ હોતી નથી. દેવતા અને નારકીને ઔદારિક શરીર હોતાં નથી. તદુપરાંત આહાર, ભય, મૈથુન, પરિગ્રહ વગેરે સામાન્ય સંજ્ઞાઓ બધી ગતિના જીવોને હોય છે અને તે કર્મ બંધાવે છે. દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે કે લાંબા ભૂતકાળ વિશે અથવા લાંબા ભવિષ્યકાળ વિશે સ્મૃતિ, કલ્પના, તર્ક વગેરે દ્વારા વિચારવાની શક્તિ દેવતા, નારકી અને મનુષ્યને હોય છે. તિર્યંચગતિના અસંશી જીવોને એ સંજ્ઞા હોતી નથી. પરંતુ દેવોને પુણ્ય ભોગવવાનું હોય છે. દેવો તીર્થંકર પરમાત્માનું સમોવસરણ રચી શકે, જિનેશ્વર ભગવાનની ભક્તિ કરી શકે, પણ દીર્ઘકાલિકી સંજ્ઞાનો ઉપયોગ કરીને પોતાનાં ભૂતકાળનાં ભારે કર્મોનો ક્ષય ન કરી શકે. નારકીના જીવોને સતત દુ:ખ ભોગવવાનું હોય છે. સુખદુઃખ શું છે તે તેઓ સમજી શકે છે, વિચારી શકે છે, વચનયોગથી તે વ્યક્ત પણ કરી શકે છે, પરંતુ તેમની પાસે કર્મક્ષય માટે જરૂરી એવો ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ નથી. મનુષ્ય પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા છે. તે લાંબા ભૂતકાળનો, પૂર્વના ભવોનો પણ વિચાર કરીને, કરેલી ભૂલો માટે પશ્ચાત્તાપ કરી શકે છે, પ્રાયશ્ચિત્ત લઈ શકે છે. તેવા દોષો ભવિષ્યમાં ન થાય તે માટે સંકલ્પ, પ્રતિજ્ઞા, પચ્ચખ્ખાણ કરી તે પ્રમાણે વર્તી શકે છે. ત્યાગ સંયમ ધારણ કરી શકે છે. મનુષ્ય સ્વેચ્છાએ ભૌતિક સુખ છોડી દઈ શકે છે અને સ્વેચ્છાએ કષ્ટ, દુઃખ ભોગવી શકે છે, તપશ્ચર્યા કરી શકે છે. સંવ૨ અને નિર્જરા માટે મનુષ્યગતિમાં જ પૂરો અવકાશ છે. એટલે દીર્ઘકાલિકી સંજ્ઞા અને દૃષ્ટિવાદોપદેશિકી (દ્વાદશીના જ્ઞાનની) સંજ્ઞા દ્વારા માત્ર મનુષ્યગતિમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. આવો દુર્લભ મનુષ્યજન્મ પરિભ્રમણશીલ જીવને મળે કઈ રીતે ? આગમગ્રંથોમાં મનુષ્યગતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે દર્શાવતાં કહ્યું છે : चउहि ठाणहिं जीवा मणुसत्ताए कम्मं पगरेति तं जहापगइभद्रभयाए, पविणीयया साक्कोसा अमच्छरियाए I (‘સ્થાનાંગસૂત્ર') [ચા૨ કા૨ણોથી જીવ મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે : (૧) સરળ પ્રકૃતિથી, (૨) વિનીત પ્રકૃતિથી, (૩) દયાભાવથી અને (૪) મત્સરના અભાવથી.] कम्माणं तु पहाणाए, आणुपुप्वीं कयाइउ । जीवा सोहिमणप्पत्ता आययंति मणुस्सयं ॥ (‘ઉત્તરાધ્યયનસૂત્ર') અનુક્રમે કર્મોનો ક્ષય કરતાં કરતાં શુદ્ધિને પ્રાપ્ત કરીને જીવો ઘણા દીર્ઘ કાળ ૬ * જૈન આચારદર્શન Page #55 -------------------------------------------------------------------------- ________________ • પછી મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે. ધર્મકલ્પદ્રુમમાં કહ્યું છે : अनुलोमो विनीतश्च दयादानरुचिम॒दुः । सहर्षो मध्यदर्शी च मनुष्यादागतो नर४ ॥ જે બધાંની સાથે અનુકૂળ થઈને રહેતો હોય, વિનયવાન હોય, દયા અને ધનને વિશે રુચિવાળો હોય, સ્વભાવે કોમળ હોય, હર્ષવાળો હોય અને મધ્યમ દષ્ટિવાળો હોય તે માણસ મનુષ્યગતિમાંથી આવેલો છે તેમ જાણવું.. निर्दम्भः सदयो दानी दान्तो दक्षः सदा मृदुः । साधुसेवी जनोत्साही, भावी मात्र चात्र नर४ पुनः ॥ જે હંમેશાં નિર્દભ, દયાળુ, દાતાર, ઇન્દ્રિયોનું દમન કરનાર, દક્ષ, મૃદુ, સાધુસંતોની સેવા કરનાર અને અન્ય મનુષ્યોને ઉત્સાહ આપનાર હોય તે મનુષ્ય સંસારમાં ફરીથી મનુષ્યપણું પામે છે.] વિવેકવિલાસમાં એ જ પ્રમાણે થોડા શબ્દફે કહેવાયું છે: निर्दम्भः सदयो दानी दान्तो दक्ष8 ऋजु सदा । मर्ययोनिसमुद्भुतो भावी तत्र पुन: पुमान् ॥ જે મનુષ્ય હંમેશા નિર્દભ હોય, દયાળુ હોય, દાન આપવાવાળો હોય, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખનાર હોય, ડાહ્યો અને સરળ હોય તે મનુષ્યોનિમાંથી આવેલો હોય છે અને ફરીથી પાછો મનુષ્યગતિમાં જાય છે.] જૈન પરંપરામાં મનુષ્યજન્મ દસ દષ્ટાંતે દુર્લભ કહેવાય છે. ઉત્તરાધ્યયન'ની નિયુક્તિમાં લખ્યું છે : चुल्लगापासगधन्ने जुए रयणे य सुमिणचक्के य । चम्मजुगे परमाणु दस दिनैता मणुयलंभे ॥ મનુષ્યજન્મની દુર્લભતા બતાવવા માટે (૧) ચૂલો, (૨) પાશક, (૩) ધન્ય, (૪) ધૂત, (૫) રત્ન, (૬) સ્વપ્ન, (૭) ચક્ર, (૮) ચર્મ, (૯) યુગ (ધૂસ) અને (૧૦) પરમાણુ એમ દસ દૃષ્ટાંત આપવામાં આવ્યાં છે. એ દરેક દૃષ્ટાંતમાં વાસ્તવિક રીતે લગભગ અશક્ય કે અસંભવિત વસ્તુની વાત બતાવવામાં આવી છે અને સમજાવ્યું. છે કે એવી વસ્તુ પણ ક્યારેક શક્ય કે સંભવિત બને છે, પણ મનુષ્યગતિમાં જન્મ મેળવવો એટલો સુલભ નથી. આ દસ દષ્ટાંતો સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : (૧) ચૂલો: બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી રાજા કોઈ એક બ્રાહ્મણ પર ખુશ થયો અને એને કંઈક માગવાનું કહ્યું. બ્રાહ્મણે માગ્યું, “આખા રાજ્યમાં જેટલા ઘરે ચૂલા છે તે દરેક ઘરની રસોઈ રોજ એક દિવસ મને ખાવા મળો.” રાજાએ એની એ મનુષ્યજન્મની દુર્લભતા ૭. Page #56 -------------------------------------------------------------------------- ________________ માગણી મંજૂર રાખી અને પોતાના ઘેરથી જ શરૂઆત કરી. ચક્રવર્તી રાજાના ઘરના ચૂલાની રસોઈ ખાઈને બ્રાહ્મણને એટલો આનંદ અને એટલી તૃપ્તિ થઈ કે બીજી વાર રાજાને ઘેર ખાવાનું એને મન થઈ ગયું. પણ હવે તો આખા રાજ્યના બધ ઘેર એકએક દિવસ એ ખાઈ લે ત્યાર પછી રાજાને ઘેર ફરી એનો વારો આવે, પણ ત્યાં સુધી એ જીવે એવો સંભવ જ નહોતો. તેમ છતાં કદાચ રાજાને ઘેર બીજી વાર જમવાની એને તક મળે એ શક્ય છે. પણ માનવજન્મ મેળવવો એટલી સહેલી વાત નથી. (૨) પાસો : ચાણક્યની પાસે દેવતાઈ સિદ્ધિના પ્રતાપે એવી વિદ્યા હતી કે જે વડે ઘૂતમાં કેવા પાસા પડવાના છે એની એને ખબર પડી જતી અને એ હંમેશાં જીતી જતો. એટલે એનો હરીફ કોઈ દિવસ જીતી શકતો જ નહિ. તેમ છતાં એ વિદ્યાનો પ્રભાવ ઘટી જતાં કોઈક વખત ચાણક્ય હારી પણ જાય, પણ તે તો લગભગ અશક્ય જ. માનવજન્મ પણ એવો જ દુર્લભ છે. (૩) ધાન્ય: આખા ભારતવર્ષના બધા ચોખાનો એક જબરદસ્ત મોટો ઢગલો કરવામાં આવે અને એમાં એક શેર સરસવના દાણા નાખીને હલાવી નાખવામાં આવે. ત્યાર પછી એક ડોશીમાને એમાંથી સરસવના બધા ધણા જુદા કાઢી એકઠા કરી આપવાનું કહે તો તે શક્ય નથી; પણ કદાચ કોઈક વખત એ શક્ય બને. પણ માનવભવ એટલી સહેલાઈથી મળવો શક્ય નથી. જી ધૂત : એક રાજસભાના ૧૦૮ સ્તંભો છે અને દરેક સ્તંભને ૧૦૮ ખૂણા છે. એ રીતે જેટલા ખૂણા થાય એટલી વાર, એક પણ વખત હાર્યા વિના, કંઈ પણ ઠગાઈ કે વિદ્યા વગર જુગારમાં જીતવું શક્ય તો નથી જ. છતાં પણ ક્યારેક એ શક્ય બને. પણ માનવજન્મ એટલો સહેલો નથી. (૫) રત્નઃ કોઈ એક ધનાઢ્ય વેપારી બહારગામ ગયો. દરમ્યાન એના પુત્રે એનાં અનેક કીમતી રત્નો વેચી ખાધાં. એકની પાસેથી બીજા પાસે જ્યાં અને એમ કરતાં કરતાં જુદા જુદા માણસો મારફતે ફરતાં ફરતાં એ રત્નો આખા દેશમાં ફેલાઈ ગયાં. ઘણે વર્ષે પાછા ફરેલા એ વેપારીને એની ખબર પડી. પરંતુ હવે બધાં જ રત્નો પાછાં મેળવવાં એને માટે અશક્ય છે. છતાં એ કદાચ એટલી સહેલાઈથી શક્ય બને એટલી સહેલાઈથી માનવજન્મ મળવો શક્ય ન બને. (૬) સ્વપ્નઃ મૂળદેવ નામના એક જુગારીને સ્વપ્ન આવ્યું કે પોતે ચંદ્રને ગળી ગયો. ત્યાર પછી સાતમે દિવસે એને થોડા સમય માટે રાજ્ય મળ્યું. પણ એનું એ સ્વપ્ન એને ફરી આવે અને ફરી એને સાતમે દિવસે રાજ્ય મળે એ શક્ય નથી, છતાં પણ ક્યારેક એ શક્ય બને. પણ માનવજન્મ એટલો સહેલો નથી. ૮ ૯ જૈન આચારદર્શન Page #57 -------------------------------------------------------------------------- ________________ (૭) ચર્મ : એક લાખ જોજન પહોળા સરોવર પર ચામડા જેવી સેવાળ જામી છે. અંદર એક કાચબો સપરિવાર રહે છે. એક દિવસ પવનથી સેવાળમાં છિદ્ર પડ્યું. બરાબર એ વખતે કાચબો ત્યાં હતો. છિદ્રમાંથી જોતાં કાચબાને શરદપૂર્ણિમાના ચંદ્રનો ઉદય દેખાયો. પોતાના પરિવારને એ બતાવવાનું કાચબાને મન થયું. પણ એ પોતાના પરિવારને સરોવરમાંથી શોધી લાવીને આવે, બરાબર તે વખતે પવનથી સેવાળમાં ફરી છિદ્ર પડે અને બરાબર તે વખતે શરદપૂર્ણિમાના ચંદ્રનો ઉદય હોય એ શક્ય નથી. છતાં કોઈક વાર એ શક્ય બને, પણ માનવજન્મ એટલો સહેલો નથી. (૮) ચક્ર : આમાં રાધાવેધનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. રાધા નામની એક પૂતળીની આંખ નીચે આઠ ચક્રો ઊલટાસૂલટી ફરતાં હોય છે. એ ચક્રો બરાબર અમુક રીતે આવે ત્યારે ક્ષણ માત્રને માટે રાધાની આંખ દેખાય. ધનુર્વિદ્યાના જાણકા૨ તેલની કઢાઈમાં પ્રતિબિમ્બ જોઈ ઉપ૨ બાણ એવી રીતે છોડે કે જે પેલાં આઠે ચક્રોમાંથી પસાર થઈ રાધાની આંખ વીંધે; એને રાધાવેધ કહે છે. એવો રાધાવેધ બહુ જ ગણતરીવાળા તથા પૂરેપૂરી ચોકસાઈવાળા માણસથી પણ ક્યારેક જ સિદ્ધ થાય. પણ માનવભવ તો એથી પણ વધારે દુર્લભ છે. (૯) યુગ : બે લાખ જોજન જેટલા વિશાળ સમુદ્રમાં એક કિનારે ગાડાનું ઘૂંસરું અને સામે કિનારે એમાં ભરાવવાનું સમોળ (ઊભું લાકડું) નાખવામાં આવે. એ સમોળ આપમેળે ખસતું આવી ધૂંસરામાં ભરાઈ જાય એવું બને જ નહિ, છતાં ક્યારેક એ શક્ય બને, પણ માનવભવ એટલી સહેલાઈથી મળે નહિ. (૧૦) પરમાણુ : એક વિશાળ સ્તંભનો ચૂરો કરી પહાડ પરથી ઉડાડવામાં આવે. પછી એ બધો જ ચૂરો ભેગો કરી આપવાનું કહેવામાં આવે તો તે અશક્ય છે, પરંતુ કદાચ કોઈ કાળે એ શક્ય બને, પણ માનવભવ એટલી સહેલાઈથી મળે નહિ. આમ, મનુષ્યજન્મની દુર્લભતા વિવિધ રીતે, વિવિધ દાંતથી સમજાવવામાં આવી છે. તેમ છતાં ઘણાંને તેની પ્રતીતિ થતી નથી કે તે વાતમાં શ્રદ્ધા બેસતી નથી. સાવ નિર્ધન માણસને ધન મેળવવા માટે જે પરિશ્રમ કરવો પડે અને એને ધનની દુર્લભતા જેટલી સમજાય તેટલી દુર્લભતા ગર્ભશ્રીમંત માણસને ન સમજાય. તેવી જ રીતે આપણને મનુષ્યજન્મ પ્રાપ્ત થઈ ગયો છે માટે તેની દુર્લભતા આપણને સમજાતી નથી. અન્ય ગતિમાં કોઈનો જીવ હોય અને મનુષ્યજન્મ મેળવવા માટે તેનો પુરુષાર્થ ચાલતો હોય ત્યારે મનુષ્યગતિમાં સ્થાન મેળવવાનું કેટલું બધું દુર્લભ છે તે સમજાય. અકામ નિર્જરા અને પુણ્યના યોગે મનુષ્યજન્મ મેળવવામાં ક્યારેક મનુષ્યજન્મની દુર્લભતા * ૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ તો અંતકાળ વીતી જાય અથવા અનંત પુદ્ગલ પરાવર્તન જેટલો કાળ પણ વીતી જાય. મનુષ્યજન્મની દુર્લભતા આ દૃષ્ટિએ સમજવાની છે. દસ દૃષ્ટાંતે દુર્લભ એવો મનુષ્યજન્મ પ્રાપ્ત થયો એટલે બધું જ પામી ચૂક્યા એવું નથી. મનુષ્યજન્મ પ્રાપ્ત થવા છતાં સંસારમાં કેટલાયે જીવો તિર્યંચગતિના જીવો જેવું, ભાર વહન કરનાર બળદ કે ઘોડા જેવું કે બધેથી હડધૂત થનાર કૂતરા જેવું, આખું જીવન વિતાવે છે. મનુષ્યજન્મ મળવા છતાં કેટલાય જીવો જન્મથી અપંગપણાને લીધે, ગાંડપણને લીધે તિર્યંચ કે નરકગતિના જીવો જેવું દુઃખ વેઠે છે. એટલે દુર્લભ મનુષ્યજન્મની પ્રાપ્તિ થઈ હોય તો તેને સાર્થક કરી ધર્મનું આલંબન લઈ મોક્ષ માટેનો પુરુષાર્થ કરવામાં એ જન્મનો ઉપયોગ કરવો એ તો એથીય વધુ દુર્લભ છે. જયશેખરસૂરિએ ‘ઉપદેશચિંતામણિ'માં કહ્યું છે दशहिं उदाहरणोहिं दुलहं मणुयत्तणं जहा भणियम् । तह जाईकुलाईणिवि दस दिठ्ठतिर्हि दुलहाई ॥ [જેમ મનુષ્યભવ દસ દૃષ્ટાંતે દુર્લભ કહ્યો છે તેવી જ રીતે જાતિ, કુલ વગેરે પણ એ દસ દૃષ્ટાંત પ્રમાણે દુર્લભ જાણવાં.] આવો દુર્લભ મનુષ્યજન્મ મળ્યા પછી અનેક મનુષ્યો તેને વ્યર્થ ગુમાવી દે છે. ‘સિન્દ્પ્રકરણ’માં આવા અજ્ઞાની માણસોની સરસ અને સચોટ સરખામણી કરી છે. જુઓ : स्वर्णस्थाले क्षिपति स रजः पाद शौचं विधत्ते पीयूषेण प्रवरकरिणं वाहयत्येन्धभारम् । चिन्तारत्नं विकरति कराद् वायसोड्डायनार्थं । यो दुष्प्राप्यं गमयति मुधा मर्त्यजन्म प्रमत्तः ॥ [જે માણસ પ્રમાદને વશ થઈ દુષ્પ્રાપ્ય એવા મનુષ્યજન્મને વ્યર્થ ગુમાવી દે છે તે અજ્ઞાની માણસ સોનાની થાળીમાં માટી ભરી રહ્યો છે, અમૃતથી પગ ધોઈ રહ્યો છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભારો ભરી રહ્યો છે અને ચિંતામણિરત્ન કાગડાને ઉડાડવા માટે ફેંકી રહ્યો છે.] માટે જ કહ્યું છે : दुर्लभं प्राप्य मानुष्यं, हारयध्वं मुधैव मा । [દુર્લભ મનુષ્યજન્મ મેળવીને એને વ્યર્થ ગુમાવી ન દેશો.] વળી કહેવાયું છે : दुल्लहं माणुस्सं जम्मं लद्धूण रोहणं व शेरेण । ૧૦ * જૈન આચારદર્શન (પાર્શ્વરિત્ર) Page #59 -------------------------------------------------------------------------- ________________ रयणं व धम्मरयणं बुद्धिमया हंदि वित्तव्यं ॥ જેમ દરિદ્ર માણસ રોહણાચલ પર પહોંચીને રત્ન મેળવે છે તેમ દુર્લભ એવો મનુષ્યજન્મ પામીને બુદ્ધિમાન જીવોએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું જોઈએ શ્રી લક્ષ્મીસૂરિએ ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે : यह प्राप्य मानुषं जन्मं दुर्लभं भवकोटिभिः । धर्मं शर्मकरं कुर्यात् सफलं तस्य जीवितम् ॥ [કરોડો ભવ કરવા છતાં પણ જે પામી નથી શકાતો એવો દુર્લભ મનુષ્યભવ પામીને જે જીવ કલ્યાણધર્મ આચરે છે તેનું જીવન સફળ થાય છે.) મનુષ્યજન્મ પ્રાપ્ત થયા પછી મનુષ્યગતિની દુર્લભતા પોતાને સમજાય અને ધર્મતત્ત્વમાં શ્રદ્ધા બેસે અને મોક્ષગતિની દુર્લભતા સમજાય એ પણ અત્યંત દુર્લભ વાત છે. અંધશ્રદ્ધા કે ગતાનુગતિક શ્રદ્ધા ઘણી વ્યાપક હોય છે, પરંતુ તત્ત્વ-નિશ્ચયરૂપ સાચી શ્રદ્ધા ઘણી દુર્લભ છે એટલે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે સદ્ધ પરમ दुल्लहा । મનુષ્યજન્મની દુર્લભતા - ૧૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ સંયમનો મહિમા ભારતમાં ધાર્મિક પર્વોની ઉજવણી સાથે વ્રતસંયમ અને ત્યાગ તપશ્ચર્યા અવિનાભાવે સંકળાયેલાં છે. ભારતીય પરંપરામાં અનેક સંત-મહાત્માઓએ જીવનને સમજવાનો, તેના હેતુને પામવાનો સ્થૂલ-સૂક્ષ્મ પુરુષાર્થ કર્યો છે. પોતાના અને અન્ય અનેક લોકોના અનુભવોના આધારે તેઓએ જીવનનાં સ્થૂલ તથા સૂક્ષ્મ રહસ્યોની શોધ કરીને માનવકલ્યાણ માટે ઉત્તમ જીવનવ્યવસ્થાનો બોધ કર્યો છે. માનવદેહને સ્પર્શાદિ પાંચ મુખ્ય ઇન્દ્રિયો મળી છે. એ ઇન્દ્રિયોના વ્યાપારને ચલાવનાર સૂક્ષ્મ મન પણ મળેલું છે. અર્થાત્ મનુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણી છે. મન એટલું સૂક્ષ્મ, ગહન અને અકળ છે કે એના તમામ વ્યાપારોને, તરંગોને, સ્પંદનોને ખુદ મનુષ્ય પોતે સમજી શકતો નથી. મનના વ્યાપારોને ગતિમાન કરનાર આત્મા છે. એની શક્તિ અપાર, અમાપ છે. ઇન્દ્રિયોના કેટલાક વ્યાપારો નજરે જોઈ શકાય છે. ચિત્તના વ્યાપારો દેખાતા નથી કે બીજાને બતાવી શકાતા નથી, પરંતુ અનુભવાય કે સમજાય છે. આત્મતત્ત્વ દૃશ્યમાન નથી, પરંતુ તર્કથી સિદ્ધ છે અને અનુભવથી પ્રતીત છે. આત્મતત્ત્વનો સાક્ષાત્કાર, આત્મસ્વરૂપનું દર્શન અલ્પ સમયને માટે ક્યારેક કોઈ વિરલ મહાત્માઓને થાય છે. અહોરાત્ર દેહ અને આત્માની ભિન્નતા પોતાને સ્પષ્ટ રહ્યા કરે એવી અનુભૂતિ તો એથી પણ વિરલ છે. ભારતીય જીવનમીમાંસકોએ ઉપભોગ કરતાં ત્યાગ અને સંયમ ઉપર વધારે ભાર મૂક્યો છે. મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના તથા ઇતર જીવસૃષ્ટિ સાથેના પરસ્પરના સુખમય, શાંતિમય વ્યવહારને માટે કેટલાક નિયમોની આવશ્યકતા રહે છે. પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે જેમ કેટલાક નિયમો જરૂરી છે, જેમ સમાજને તંદુરસ્ત ૧૨ જૈન આચારદર્શન Page #61 -------------------------------------------------------------------------- ________________ રાખવા માટે પણ કેટલાક નિયમોની જરૂર છે, તેમ પોતાનાં મન અને આત્માને સ્વસ્થ રાખવા માટે પણ નિયમોની જરૂર છે. આપણે ત્યાં પ્રાચીન સમયથી “યમ” અને “નિયમ' એવા બે વપરાતા આવ્યા છે. વ્યવહારમાં પરસ્પરની અનુકૂળતા માટે વ્યક્તિ, સમાજ કે રાજ્ય દ્વારા નક્કી થયેલાં નિયંત્રણોને “નિયમ' કહી શકાય. કેટલાંક નિયમો, નિયંત્રણો કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે અને તેનું ઉલ્લંઘન કરનારને શિક્ષા થાય છે. માણસ સ્વેચ્છાએ પોતાના જીવનને માટે કેટલાંક નિયંત્રણો સ્વીકારી લે તેને યમ' કહેવામાં આવે છે, મનુષ્યનું જીવન જેટલું યમપ્રધાન તેટલા નિયમો ઓછા કરવા પડે. “The best government is that which goverms the least' એ યમપ્રધાન સમાજમાં શક્ય છે, પરંતુ મનુષ્યનું જીવન જેમ વધુ યમરહિત તેમ કુટુંબ, જ્ઞાતિ, સમાજ કે રાજ્યને વધુ નિયમો ઘડવા પડે. જેમ નિયમો અને કાયદાઓ વધારે કરવા પડે તેમ સમાજમાં તેના ઉલ્લંઘનનું અને સરવાળે દંભ, અપ્રામાણિકતા અને કુટિલતાનું પ્રમાણ વધે અને એની ક્રિયાપ્રતિક્રિયા ઉત્તરોત્તર વધતી ચાલે. ભારતીય સંસ્કૃતિ ઉપભોગ-પ્રધાન નહિ, પરંતુ સંયમપ્રધાન રહી છે. ઈશાવાસ્યકથિત તેના વર્તન મુંગીથા એ એનો મંત્ર છે. ત્યાગ અને સંયમ ઉપર દુનિયાના બધા જ ધર્મોમાં ઓછોવત્તો ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ જોઈએ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં પીરસ્ય સંસ્કૃતિમાં ત્યાગ અને સંયમનો મહિમા વિશેષ છે. સ્થૂલ ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા ભૌતિક સુખમાં જ એકંદરે મોટા ભાગનાં મનુષ્યો રચ્યાંપચ્યાં રહે છે. સારું કમાવું, સારું ખાવું-પીવું, સુંદર વસ્ત્રો પરિધાન કરવાં, સરસ સજાવેલ ઘરમાં રહેવું, ખૂબ હરવું-ફરવું, મહેફ્લિોની મોજ માણવી, સ્વજનો, મિત્રો, સંબંધીઓ સાથે મળીને વ્યવહારના પ્રસંગો ઊજવવા ઇત્યાદિમાં જ જીવનનું પરમ ધ્યેય સમાપ્ત થઈ જતું હોય એવું અનેક લોકોના જીવનમાં જોવા મળે છે. પરંતુ ઇન્દ્રિયાર્થ પદાર્થ દ્વારા મળતું સુખ સ્કૂલ અને ક્ષણિક છે, બલ્ક સુખાભાસ છે, એવી પ્રતીતિ થાય અને ત્યાગ અને સંયમમાં રહેલું સુખ વધુ ચડિયાતું છે એવો જેને ઊંડો અનુભવ થયો હોય તે જ એ પ્રકારના સુખનું સાચું મૂલ્ય સમજી શકે. સંયમ એટલે સમ્યક યમ. અર્થાત્ રસ અને રુચિપૂર્વક સાચી શ્રદ્ધા સાથે ઉચ્ચતર ધ્યેય માટે સ્વેચ્છાએ સ્વીકારેલું નિયંત્રણ. સંયમ એટલે સમ્યક યમનું પાલન કરવું. અથવા યમનું સમ્યક પ્રકારે પાલન કરવું. જેમના જીવનમાં સ્વેચ્છાએ હર્ષપૂર્વક સંયમનું થોડું પણ પાલન થતું હશે તે અનુભવથી કહી શકાશે કે અસંયમિત જીવન કરતાં સંયમિત જીવન કેટલું બધું ચઢિયાતું છે. સંયમનો મહિમા ૧૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્વેચ્છાએ સમજણપૂર્વક ભોગોપભોગનાં સાધનો કે પદાર્થોનો ત્યાગ કરવા રૂપ સંયમનો મહિમા ઘણો મોટો મનાયો છે. સંત-મહાત્માઓના પરિચયથી, સત્સંગથી કે ઉત્તમ ગ્રંથોના પરિશીલનથી સારાસાર વિવેક આવે છે. જીવનમાં શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ત્યાજ્ય છે એ વિશે પરિપક્વ બુદ્ધિ એથી ખીલે છે. સંયમનું પાલન સહજ અને આનંદપૂર્વક થાય તો એમાં કોઈ કષ્ટ લાગતું નથી, પરંતુ માણસ જો જાગ્રત ન રહે તો સંયમમાંથી એની શ્રદ્ધા ઊડી જવાનો સંભવ છે. ક્યારેક આરંભમાં સ્વેચ્છાએ લીધેલા સંયમનું પછીથી પરાણે પાલન કરવું પડે એવું પણ બને છે. ત્યારે સંયમ ન રહેતાં નિગ્રહ અથવા ઇન્દ્રિયદમન થઈ જાય છે. સંયમનો માર્ગ ઘણો કઠિન છે. શાસ્ત્રકારોએ એને ખાંડાની ધાર પર ચાલવા બરાબર જણાવ્યો છે. સંયમનો માર્ગ રેતીના કોળિયા જેવો નિઃસ્વાદ, લોઢાના ચણા ચાવવા જેવો કઠિન અને ભુજા વડે સમુદ્ર તરવા જેવો દુષ્કર છે. ઉત્તરાધ્યયનસૂત્ર’માં ભગવાન મહાવીરે કહ્યું છે : वालुया कवले चेव निरस्साए उ संजमे । असिधारागमणं चेव दुक्करं चरिउं तवो ॥ जहा भुयाहि तरिउ दुक्करं रयणावरो । तहा अणुवसंतेणं दुक्करं दमसागरो ધર્મ કે તત્ત્વજ્ઞાનની અપેક્ષા વગર કેવળ વ્યવહા૨-દૃષ્ટિથી જોઈએ તોપણ મનુષ્યજીવનમાં સુખ અને શાંતિને માટે સંયમની આવશ્યતા ઘણી મોટી છે. જો બધા જ માણસો અસંયમી બની જાય તો હિંસા, ચોરી, મારામારી, બળાત્કાર, છેતરપિંડી વગેરેનું પ્રમાણ વધી જતાં મનુષ્ય-જીવનનાં સુખશાંતિ નષ્ટ થઈ જાય. એટલા માટે જ જીવનમાં સંયમનો આદર થાય છે; સંયમી સ્ત્રી-પુરુષોનાં ગુણગાન ગવાય છે. રૂઢિગત ધર્મમાં ન માનનાર કે પોતાની જાતને નાસ્તિક કહેવડાવનાર માણસો પણ અસંયમની નહીં, પરંતુ સંયમની જ પ્રશંસા કરે છે. મનુષ્ય સંસારમાં સ્ત્રી, પુત્ર, પરિવાર, ઘર, ધન, મિલકત, નોકરચાકર વગેરેમાં ઘણો જ આસક્ત રહે છે. જીવંત વ્યક્તિઓ અને દૃશ્યમાન સ્થૂલ પદાર્થો તરફની તીવ્ર રાગવાળી અભિરુચિ એ ધરાવે છે. વળી મનથી પણ તે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોના મનગમતા વિષયોની કલ્પના કરી રાચે છે, તો વળી ક્યારેક તેના વિપરીત અનુભવોનો ખ્યાલ કરી તે ખેદ, ક્લેશ કે સંતાપ પણ કરે છે. એટલે જીવને સંયમમાં રાખવા માટે સર્વ પ્રથમ ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની આવશ્યકતા ઊભી થાય છે. ઇન્દ્રિયો તથા મનને સંયમમાં રાખવા માટે ભોગોપભોગના પદાર્થોનો ત્યાગ ૧૪ * જૈન આચારદર્શન Page #63 -------------------------------------------------------------------------- ________________ કરવાથી અથવા તેમાંથી રસ કે આસક્તિ ખેંચી લેવાથી સંયમ તરફ જીવને વાળી શકાય છે. પરંતુ એ વાળવા માટે શ્રદ્ધા સહિત જ્ઞાનની અપેક્ષા રહે છે. ઇન્દ્રિયાર્થ પદાર્થો તુચ્છ અને અનર્થકારી છે, જીવને સંસારમાં ભમાડનાર છે, એવી આંતરપ્રતીતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મન અને ઇન્દ્રિયો એવા પદાર્થો તરફ વારંવાર દોડી જાય છે. વૃત્તિઓનું ક્રમે ક્રમે શુભ ભાવમાં ઊધ્વરોહણ કરવાથી અને ચિત્તમાં ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, દયા, સંસારની ક્ષણિકતા અને અનિત્યતા ઇત્યાદિ ભાવોનું વારંવાર સ્મરણ કરવાથી ચિત્ત તથા ઇન્દ્રિયોની ભૌતિક સુખના પદાર્થોમાંથી નિવૃત્તિ થાય છે. પરાણે કરેલું દેહદમન બહુ ઈષ્ટ નથી. ક્યારેક તેની પ્રતિક્રિયા થાય છે. એવા દેહદમનથી મન અને ઇન્દ્રિયો બમણા વેગથી ભોગોપભોગ માટે લલચાય છે. આમ છતાં ઇન્દ્રિયદમન અને મનોનિગ્રહનો શાસ્ત્રકારોએ સર્વથા નિષેધ કર્યો નથી. કેટલાક જીવો એવા હોય છે કે જેઓ એક વખત ઇન્દ્રિયદમન કે મનોનિગ્રહ કરીને સંયમ તરફ વળે તો પછી તેઓ સ્વાભાવિક રીતે જ ઉલ્લાસપૂર્વક શ્રદ્ધાસહિત સંયમમાં રહે છે. બાલજીવોને માટે આ વિશેષ સાચું છે. શિક્ષાના ભયથી માણસ પ્રામાણિક રહે કે ફાંસીની સજાના ભયથી માણસ ખૂન કરતો અટકે તોપણ તે વ્યક્તિ તથા સમાજને માટે ઈષ્ટ જ છે. એક વખત ભયથી અટકેલો માણસ સમય જતાં સમજણથી પણ અટકતો થઈ જાય. જેમ શાળાનાં બાળકો માટે ફરજિયાત શિસ્તપાલન અંતે ઉપકારક નીવડે છે તેમ બાલજીવોને માટે ઇન્દ્રિયમદમન ઉપકારક નીવડે એ અસંભવિત નથી. સર્વ ઈન્દ્રિયો અને મન ઉપર વિજય મેળવવાથી જીવ સંયમમાં આવી જાય છે. ઇન્દ્રિયોમાં પણ સ્વાદેન્દ્રિય એટલે કે જિહુવા ઉપર વિજય મેળવવો ઘણો કઠિન મનાયો છે. આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોમાં રસેન્દ્રિય એવી જીભ ઉપર, સ્વાદ તથા વાચાની દૃષ્ટિએ, વિજય મેળવવાનું પ્રમાણમાં દુષ્કર છે એ અનુભવની વાત છે. જીભ ઉપરાંત સ્પર્શેન્દ્રિય, ઉપસ્થઇન્દ્રિય ઉપર સંયમ ધરાવવાનું પણ એટલું જ કઠિન શાસ્ત્રકારોએ દર્શાવ્યું છે. કામભોગની લાલસા જીવને વારંવાર થયા કરે છે. તીવ્ર મનોબળ ન હોય તો જીવને અસંયમમાં તે ઘસડી જાય છે. જે માણસ જિદ્વાને વશ કરી શકે છે, સ્વાદ કે રસ ઉપર વિજય મેળવે છે તે માણસ ક્રમે ક્રમે ઉપ સહિત બધી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવે છે. ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવ્યા પછી ચિત્ત પરનો સંયમ સરળ બને છે. કેટલીક વ્યક્તિઓની બાબતમાં ચિત્તમાં સંયમ પછી ઇન્દ્રિયો પરનો સંયમ સરળ બને છે. પહેલાં ઇન્દ્રિયો ઉપરનો સંયમ કે પહેલાં ચિત્ત ઉપરનો સંયમ ? એ વિવાદમાં એકાને સંયમનો મહિમા છેક ૧૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ કોઈ નિયમ નથી, કારણ કે ચિત્ત અને ઇન્દ્રિયોના વ્યાપારો પરસ્પરાવલંબી, વ્યાપક, ગહન અને અકળ હોય છે. દરેકે પોતાના અનુભવ અને શક્તિને આધારે પોતાનો નિયમ ઘડવાનો હોય છે. ક્યારેક નિમિત્ત મળતાં ક્રોધાદિ કષાયો ચિત્તમાં ઊઠે છે. તેને પ્રસંગે જીવ તેને વશ બની જાય છે. ક્યારેક જ્ઞાન કે સમજણ હોવા છતાં પણ પ્રસંગવશાતુ પ્રમાદથી ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયોને વશ બની જવાય છે. કષાયો પાપરૂપ છે એમ સમજી તરત મિચ્છામિ દુક્કડમ્ કરી લઈને પોતાના ચિત્તને આત્મચિંતનમાં, પરમાત્માના ધ્યાનમાં અથવા વૈરાગ્યની ભાવનાઓમાં જોડી દેવું જોઈએ. શાસ્ત્રકારોએ ઉપમા આપી છે કે જે સરોવરનું જળ નિર્મળ અને પારદર્શક હોય છે તેમાં હિંસક જળચરો રહેતાં નથી. તેવી રીતે માણસ જો પોતાના હૃદયને નિર્મળ અને પારદર્શક બનાવે તો તેમાં ક્રોધાદિ કષાયોરૂપી હિંસક જળચરો રહી શકે નહિ. ક્રોધાદિ કષાયોને બધા માણસો એક દિવસમાં નિર્મળ કરી શકતા નથી. શુભ ભાવનાઓનું વારંવાર ભાવન–સેવન કરવાથી, શુભ ધ્યાનમાં ચિત્તને વખતોવખત પરોવવાથી સંયમનો મહાવરો થતો જાય છે અને એ રીતે કષાય ઉપર ક્રમે ક્રમે વિજય મેળવી શકાય છે. ક્ષમાના ભાવ દ્વારા ક્રોધને, માર્દવ અથવા વિનમ્રતાના ભાવ દ્વારા માયાને અને સંતોષ દ્વારા લોભને જીતી શકાય છે. જે માણસ કષાયોને મંદ પાડતો નથી, પરંતુ તેને વધવા દે છે તે માણસના કષાયો અનંતાનુબંધી બનતા જાય છે, અને સમય જતાં તેને મિથ્યાત્વમાં ઘસડી જાય છે. સમિતિ, ગુપ્તિ, વ્રત, તપ, ચારિત્ર્ય, વિરતિ, વૈરાગ્ય, નિગ્રહ, સંયમ વગેરે શબ્દો વિશાળ અર્થમાં એકબીજાના પર્યાય જેવા ગણાય છે, તોપણ દરેકની વિશિષ્ટ પારિભાષિક અર્થચ્છાયા છે. ઉદાહરણ તરીકે મૌનને વાણી ઉપરના સંયમ તરીકે કોઈ ઓળખાવી શકે, પરંતુ વસ્તુતઃ તેનો વચનગુપ્તિમાં સમાવેશ થઈ જાય છે. શરીરની કેટલીક પ્રવૃત્તિઓ ન કરવી તેને કાયા ઉપરના સંયમ તરીકે ઓળખાવી શકાય, પરંતુ વસ્તુતઃ તેનો સમાવેશ ઈય સમિતિમાં થઈ જાય છે. જીવોની હિંસા ન કરવી તેને કોઈ સંયમ તરીકે ઓળખાવી શકે, પરંતુ વસ્તુતઃ તેનો સમાવેશ ચારિત્ર્યમાં થઈ જાય છે. પાંચ સમિતિ ધારણ કર્યા વગર અણુવ્રત કે મહાવ્રત ધારણ કર્યા હોય તો તેને માત્ર વિરતિ કહેવામાં આવે છે. પાંચ સમિતિ સહિત અણુવ્રત કે મહાવ્રત ધારણ કરવામાં આવ્યાં હોય તો તેને સંયમ કહેવામાં આવે છે. આમ, બીજા કેટલાક પર્યાયો કરતાં સંયમ” શબ્દ વધુ મહત્ત્વનો અને ગહન અર્થવાળો છે. ૧૬ જૈન આચારદર્શન Page #65 -------------------------------------------------------------------------- ________________ સંયમના પ્રકાર જુદી જુદી દૃષ્ટિએ જુદા જુદા ગણવામાં આવે છે. મન, વચન અને કાયાને લક્ષમાં રાખી સંયમના મનઃસંયમ, વચનસંયમ અને કાયસંયમ એમ ત્રણ મુખ્ય પ્રકાર ગણાવાય છે. કેટલાક આ ત્રણ પ્રકારની સાથે ઉપકરણ સંયમને ઉમેરીને સંયમના ચાર પ્રકાર દર્શાવે છે. - સંયમ(અથવા ચારિત્ર)ના “સ્થાનાંગસૂત્રમાં પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) સામાયિક સંયમ, (૨) છેદોપદસ્થાનીય સંયમ, (૩) પરિહાર વિશુદ્ધિ સંયમ, (૪) સૂક્ષ્મ સંપરાય સંયમ અને (૫) યથાખ્યાત સંયમ. સંયમના ઉપર્યુક્ત જુદા જુદા પ્રકારોને સમાવી લેવા સાથે ચાર કષાયો, ઇન્દ્રિય અનુસાર જીવના જુદા જુદા ભેદો તથા અજીવ તત્ત્વને લક્ષમાં રાખી સંયમના ૧૭ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. સંયમ એટલે જીવન જીવવાની કળા. સંયમ એટલે જીવનનો મહામંત્ર, સંયમ એટલે આશ્રવનો નિરોધ. સંયમ એટલે ઇન્દ્રિયો અને ચિત્ત ઉપર વિજય મેળવી આત્મામાં લીન થવાનું અમોઘ સાધન. આચારાંગ નિર્યુક્તિમાં કહ્યું છે કે સંસારનો સાર ધર્મ છે; ધર્મનો સાર જ્ઞાન છે; જ્ઞાનનો સાર સંયમ છે અને સંયમનો સાર નિર્વાણ છે. लोगस्स सारं धम्मो, धम्मं च नाणसारयं बिंति । नाणं संजमसारं, संजमसारं च निव्वाणं ॥ એટલા માટે જ ભગવાન મહાવીરે ઉત્કૃષ્ટ ધર્મમંગલમાં અહિંસા અને તપની સાથે સંયમનો પણ ઉલ્લેખ કર્યો છે : धम्मो मंत्रलमुक्किट्ठ अहिंसा संजमो तवो । સંયમનો મહિમા : ૧૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક-પ્રતિમાઓ પ્રતિમા' શબ્દ અહીં જૈન પારિભાષિક અર્થમાં લેવાનો છે. દુનિયાના દરેક ધર્મમાં ગૃહત્યાગ કરી સાધુ-સંન્યાસી- ભિખુ કે પાદરી બનનાર લોકોની સંખ્યા એ ધર્મ પાળનારા લોકોની સંખ્યાના એક ટકા જેટલી હોય તો હોય, કારણ કે સાધુજીવન અત્યંત કઠિન છે. જૈનોની દેશ-વિદેશમાં મળીને હાલ એક કરોડ જેટલી વસતી ગણીએ, (થોડી વધારે પણ હોય) તો ચારે ફિરકાના મળીને જૈન સાધુ-સાધ્વીઓની સંખ્યા હાલ દસ હજાર કરતાં વધુ નથી. કદાચ ઓછી હશે. એનો અર્થ એ થયો કે કુલ વસતિના અડધા કે પા ટકા કરતાં પણ ઓછી સંખ્યા સાધુ-સાધ્વીઓની છે. આવી સ્થિતિ લગભગ હંમેશાં રહેવાની, કારણ કે જૈન સાધુ-સાધ્વીની દિનચર્યા તો સૌથી વધુ કઠિન છે. જે ધર્મમાં રહેઠાણ, ભોજન, વસ્ત્ર, વાહન વગેરેની ઘણી સગવડ સાધુઓને હોય છે તેમાં પણ ગૃહત્યાગ કરીને તથા અપરિણીત રહીને સાધુજીવન સ્વીકારનારા ઓછા હોય છે. વળી વેશથી એટલે કે દ્રવ્યથી સાધુ થવું એ એક વાત છે અને દ્રવ્યની સાથે ભાવથી સાધુ થવું અને અધ્યાત્મની મસ્તીમાં રહેવું એ તો એથી પણ વધુ દુષ્કર છે. એટલે જ ભગવાન મહાવીરે સાધુનાં મહાવ્રતો અને ગૃહસ્થનાં અણુવ્રતો એમ જુદાં વ્રતો બતાવ્યાં કે જેથી કોઈની પાસે વધુ પડતી અપેક્ષા રખાય નહિ અને કોઈ હતોત્સાહ બને નહિ. શ્રાવકનાં અણુવ્રતો, ગુણવ્રતો અને શિક્ષાવ્રતો એમ બાર પ્રકારનાં વ્રતો બતાવવા ઉપરાંત જે શ્રાવકો સાધુ થઈ શકતા નથી, પણ ક્રમિક રીતે આગળ વધી સાધુની અવસ્થાની લગોલગ પહોંચવા ઈચ્છે છે એમને માટે સામાયિક, પૌષધ. ઉપધાન વગેરે નિયતકાલિક સાધુપણાની ક્રિયાઓ કરવા ઉપરાંત શ્રાવકની, ઉપાસકની અગિયાર પ્રતિમા બતાવી છે. ૧૮ જૈન આચારદર્શન Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા' પ્રાકૃત–પડિમા) શબ્દનો સાદો વાચ્યાર્થ છે મૂર્તિ, પૂતળું, બાવલું. પ્રતિમા સ્થિર હોય છે એટલે પ્રતિમા' શબ્દનો લાક્ષણિક અર્થ છે કોઈ પણ એક અવસ્થામાં સ્થિરતા. પ્રતિમા' ઉપરથી પ્રતિબિંબ, પ્રતિરૂપ જેવા સમાનાર્થી શબ્દો પ્રયોજાય છે. પ્રતિમા' શબ્દ પરથી પ્રતિમાન શબ્દ પણ આવ્યો છે. તેનો અર્થ “માપદંડ એવો પણ કરવામાં આવે છે. એટલે એક એક પ્રતિમા માપદંડ રૂપ છે એવો અર્થ થાય છે. પ્રતિમા એટલે નિયમ, અભિગ્રહ, પ્રતિજ્ઞા એવો અર્થ પણ કરવામાં આવે છે. સાધકે એક પછી એક અભિગ્રહ ધારણ કરીને ઉપર-ઉપરની દશામાં સ્થિર થવાનું હોય છે. પ્રતિમાની વ્યાખ્યા કરતાં શ્રી બનારસીદાસે નાટક સમયસારમાં કહ્યું છે : સંયમ અંશ ગ્યો જહાં, ભોગ અરુચિ પરિણામ; - ઉદય પ્રતિજ્ઞા કો ભયો, પ્રતિમા તાકો નામ. સિાધકના હૃદયમાં સંયમ ધારણ કરવાનો ભાવ જાગ્યો હોય, ભોગ પ્રત્યે અરુચિ, ઉદાસીનતા થવા લાગી હોય અને તે માટે તેને અનુરૂપ પ્રતિજ્ઞા લેવાના ભાવનો ઉદય થયો હોય તો તેને પ્રતિમા' કહેવામાં આવે છે. ' શ્રી સમસ્ત ભદ્રાચાર્યે “રત્નકરંડ શ્રાવકાચારમાં પ્રતિમાને બદલે પદ' શબ્દ પ્રયોજ્યો છે. જુઓ : श्रावकापदानिदेवैकादश देशितानि चेषु खलु । स्वगुणा: पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धा ॥ ભિગવાન સર્વજ્ઞ દેવે શ્રાવકનાં અગિયાર પદો કહ્યાં છે. પૂર્વ પદોના ગુણો સહિત તે પોતાના ગુણો સાથે અનુક્રમે વૃદ્ધિ પામતાં રહે છે. અહીં પદ એટલે પગલું, પગથિયું, ઉપર ચડવાનો, આગળ વધવાનો ક્રમ એવો અર્થ લેવાનો છે. શ્રાવકને શ્રમણોપાસક કહેવામાં આવે છે. તે પોતાના સંજોગને કારણે સ્વયં દીક્ષિત થઇને શ્રમણ થઈ શકતો નથી, પણ તે ઘરે રહીને અથવા ઉપાશ્રયમાં રહીને શ્રમણ જેવી ઉપાસના કરી શકે છે. વળી તે શ્રમણની નજીક રહી તેમની વૈયાવચ્ચ કરે છે. શ્રમણોપાસકે કેવું જીવન જીવવાનું હોય છે તે આગમોમાં બતાવ્યું છે. એટલે શ્રમણોપાસક શ્રાવક જે પ્રતિમા ધારણ કરે છે તેને ઉપાસક-પ્રતિમા' (૩વાસIપહિમા) કહેવામાં આવે છે. શ્રમણોપાસકના આધ્યાત્મિક વિકાસના તબક્કાઓ ઉપાસક પ્રતિમા' તરીકે ઓળખાય છે. શ્રાવકની પ્રતિમાની વાત આગમોમાં આવે છે. ઉપાસકદશાંગસૂત્રમાં આનંદ અગિયાર ઉપાસક-પ્રતિમાઓ : ૧૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના અધિકારમાં એવું નિરૂપણ છે કે એમણે ઉપાસક પ્રતિમા' ધારણ કરી હતી અને તેઓ છેલ્લી અગિયારમી પ્રતિમા સુધી પહોંચી ગયા હતા. ‘ઉપાસકદશાંગસૂત્ર’માં લખ્યું છે : तणं से आणंदे समणोवासए पढमं उवासगपडिमं उवसंपज्जित्ताणं विहरइ जाव पढमं उवासगपडिमं अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, अहातच्वं सम्मं कारणं फासेइ, पालेइ, सोहेइ, તીરે, હ્રીત્તેર, બોહેફ । [ત્યાર પછી શ્રમણોપાસક આનંદે પહેલી ઉપાસક પ્રતિમા ધારણ કરી યાવત્ પહેલી ઉપાસક પ્રતિમા તેમણે યથાશ્રુત (શાસ્ત્ર પ્રમાણે), યથાકલ્પ (આચાર પ્રમાણે), યથામાર્ગ (વિધિ પ્રમાણે), યથાતત્ત્વ સિદ્ધાન્ત પ્રમાણે), સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી, તેનું પાલન કર્યું, શોભિત (શોધિત) કરી. તીર્ણ કરી (સારી રીતે પાર પાડી), કીર્તિત કરી અને આરાધિત કરી.] तणं से आणंदे समणोवासए दोच्चं उवासगपडिमं, एवं तच्चं, चउत्यं, पंचमं, छठ्ठे, સત્તમં, ગટ્ટમ, નવમં, વસમ, વારમાં બ્રહામુત્ત, મહાપં, બ્રહામાં, અહાતાં, સમાં જાળ સેફ, પાલર, સોહેર, તીડ, જીજ્ઞેફ. ગાહેડ઼ા [ત્યાર પછી શ્રમણોપાસક આનંદે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દસમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાની આરાધના કરી એટલે કે તે પ્રતિમાઓને યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ, સારી રીતે સ્પર્શના કરી, પાલન કરી, શોભિત (શોધિત) કરી, પા૨ પાડી, અને કીર્તિત કરી.] શ્રાવકની આ અગિયાર પ્રતિમાઓનું સવિગત વર્ણન દશાશ્રુતસ્કંધ-સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં આવે છે. આ અગિયાર પ્રતિમાઓનો ક્રમાનુસાર નામોલ્લેખ નીચેની એક ગાથામાં કરવામાં આવ્યો છે. दंसणं वयं सामाइअ पोसह पडिमा अबंभसचित्ते । आरंभ पेस उद्दिट्ठ वज्जए समणभूए अ ॥ અગિયાર પ્રતિમાનાં નામ આ પ્રમાણે છે : (૧) દર્શનપ્રતિમા (૨) વ્રપ્રતિમા (૩) સામાયિકપ્રતિમા, (૪) પૌષધપ્રતિમા, (૫) ‘પડિમાપ્રતિમા' એટલે કાયોત્સર્ગપ્રતિમા, (૬) અબ્રહ્મવર્જનપ્રતિમા (બ્રહ્મચર્યપ્રતિમા), (૭) સચિત્તવર્જનપ્રતિમા, (૮) આરંભ-વર્જનપ્રતિમા, (૯) પ્રેષ્ય-વર્જનપ્રતિમા, (૧૦) ઉદ્દિષ્ટવર્જનપ્રતિમા અને (૧૧) શ્રમણભૂતપ્રતિમા. આ અગિયાર પ્રતિમાઓના ઉદ્દેશ અંગે કહેવાયું છે કે : विधिना दर्शनाद्यानां प्रतिमानां प्रपालनम् । या स्थित गृहस्थोऽपि विशुद्धयति विशेष तः ॥ ૨૦ * જૈન આચારદર્શન Page #69 -------------------------------------------------------------------------- ________________ જે પ્રતિમાઓનું પાલન કરવાથી આત્મા ગૃહસ્થ હોવા છતાં વિશેષતયા વિશુદ્ધ થાય છે, તે “દર્શન’ આદિ શ્રાવકની પ્રતિમાઓનું વિધિપૂર્વક પાલન કરવું] આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી છ પ્રતિમા જઘન્ય પ્રકારની માનવામાં આવે છે, ત્યાર પછી સાત, આઠ અને નવ એ ત્રણ પ્રતિમાઓને મધ્યમ પ્રકારની અને દસ તથા અગિયાર નંબરની પ્રતિમાને ઉત્તમ પ્રકારની માનવામાં આવી છે. આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી ચાર પ્રતિમાઓ શ્વેતામ્બર અને દિગંબર પરંપરામાં સમાન છે. પાંચમીથી દસમી પ્રતિમાનાં નામ, ક્રમ અને પ્રકાર અંગે શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં થોડોક ફરક છે. પણ એમાં કેટલીક આગળપાછળ છે તો કેટલીકમાં ભિન્નતા જોવા મળી છે. અગિયારમી પ્રતિમા બંને પરંપરામાં લગભગ સરખી છે. આમ છતાં આ બધી પ્રતિમાઓનો જે મુખ્ય ઉદ્દેશ છે તે તો બંને પરંપરામાં સમાન છે. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે પહેલી પ્રતિમા એક માસ પર્વત, બીજી પ્રતિમા બે માસ પર્વત, ત્રીજી પ્રતિમા ત્રણ માસ પર્વત, ચોથી ચાર મહિના માટે, પાંચમી પાંચ મહિના માટે એમ અનુક્રમે આગળ વધતાં વધતાં દસમી પ્રતિમા દસ મહિના માટે અને અગિયારમી પ્રતિમા અગિયાર મહિના માટે ધારણ કરવી જોઈએ. દિગંબર પરંપરામાં એક પછી એક પ્રતિમા ધારણ કરવાનો નિશ્ચિત કાળક્રમ હોય તેવું જણાતું નથી. એક પ્રતિમામાં સ્થિર થયા પછી જ બીજી પ્રતિમાની સાધના ઉપાડવાની હોય છે, કારણ કે બીજી પ્રતિમામાં પહેલી પ્રતિમાની સાધના પણ આવી જવી જોઈએ. એ રીતે પછીની પ્રત્યેક પ્રતિમામાં પૂર્વની બધી જ પ્રતિમાઓની સાધના હોવી જ જોઈએ. કોઈ પણ એક પ્રતિમામાં આગળ વધાયું હોય, પરંતુ પૂર્વની કોઈ પ્રતિમામાં કચાશ રહી ગઈ હોય તો તે પ્રતિમા સિદ્ધ થયેલી ગણાતી નથી. ઉદાહરણ તરીકે બ્રહ્મચર્યની પ્રતિમામાં સ્થિર ન થવાયું હોય અથવા એ પ્રતિમાના કાળ સુધી જ સ્થિરતા રહી ગઈ હોય પણ પછી સ્થિર ન રહેવાયું હોય અને શ્રાવક આગળની નવી પ્રતિમા ધારણ કરે તો એની પ્રતિમા ખંડિત થાય છે. સાધક એક પ્રતિમામાં સ્થિર થયો હોય પણ પછીની પ્રતિમાની સાધના માટે હજુ શરીર કે મનની તૈયારી ન હોય કે સંજોગોની પ્રતિકૂળતા હોય તો તે તેટલો વખત થોભી જઈ શકે છે. પછી જ્યારે એવી અનુકૂળતા પ્રાપ્ત થાય ત્યારે તે આગળની પ્રતિમાની સાધના ઉપાડી શકે છે. આમ કોઈ પણ બે પ્રતિમા વચ્ચે સમયનો વધતો ઓછો ગાળો રહી શકે છે. પરંતુ કોઈ સમર્થ શ્રાવક અનુક્રમે પહેલી પ્રતિમાથી છેલ્લી પ્રતિમા સુધી સળંગ જવા ઇચ્છે તોપણ ઘણો બધો સમય લાગે. પ્રત્યેક પ્રતિમાના મહિનાનો સરવાળો કરીએ તો ૧ + ૨ + ૩ + ૪ + ૫ + અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ૨૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ + 9 + ૮ + ૯ + ૧૦ + ૧૧ = ૬૬ મહિના એટલે કે પાંચ વર્ષ અને છ મહિના લાગે. પ્રતિમાની સાધના જો સળંગ ન થઈ શકે તો કોઈકને આથી પણ ઘણો વધુ સમય લાગે. આ અગિયાર પ્રતિમામાં રહેવાવાળા શ્રાવકોમાં પ્રત્યેક પ્રતિમા અનુસાર ઉત્તરોત્તર સમ્યગ્દર્શનાદિ ગુણોની અનુક્રમે વૃદ્ધિ થતી રહેવી જોઈએ, ત્યાગવૈરાગ્ય અને તપશ્ચર્યાના ભાવો પણ વધતા રહેવા જોઈએ. દેહાસક્તિ તૂટવી જોઈએ, કષાયો મંદ થવા જોઈએ, વીતરાગતા વૃદ્ધિ પામતી રહેવી જોઈએ અને આત્મસ્વરૂપમાં રમણતાનું સાતત્ય યથાશક્ય રહેવું જોઈએ. મતલબ કે પ્રતિમા માત્ર દ્રવ્યપ્રતિમા ન રહેતાં ભાવપ્રતિમા પણ બનવી જોઈએ. આ બધી પ્રતિમાઓનો અહીં સંક્ષેપમાં પરિચય કરીશું. દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ તથા દિગંબર પરંપરામાં શ્રી સમન્તભદ્રાચાર્ય, શ્રી બનારસીદાસ વગેરેએ આ અગિયાર ઉપાસકપ્રતિમા ઉપર સારો પ્રકાશ પાડ્યો છે. પહેલી દર્શનપ્રતિમા શ્રાવકની પહેલી પ્રતિમા તે સમ્યગ્દર્શનરૂપ પ્રતિમા છે, કારણ કે આધ્યાત્મિક વિકાસના પાયામાં સૌથી પહેલું સમ્યક્ત્વ રહેલું હોવું જોઈએ. દર્શનપ્રતિમા માટે લખ્યું છે : दंसणपडिमा णेया सम्मत्तजुत्तस्स जा इहं बोंदी । कुग्गहकलंकरहिआ मिच्छत्तख ओसमभावा ॥ સિમ્યક્ત્વયુક્ત જીવની કાયા કે જે મિથ્યાત્વનો ક્ષયોપશમ થવાથી (શાસ્ત્રવિરુદ્ધ) કુગ્રહરૂપી કલંકથી રહિત હોય છે, તેને અહીં દર્શનપ્રતિમા સમજવી.] પ્રતિમાધારી શ્રાવક હવે દેશવિરતિ સમ્યગ્દૃષ્ટિ' નામના પાંચમા ગુણસ્થાનકે આવી જાય છે. પહેલીથી અગિયારમી પ્રતિમા સુધીનો શ્રાવક પાંચમા ગુપ્તસ્થાનકે હોય છે. તે વીતરાગતા અને નિર્વિકલ્પ દશામાં ઉત્તરોત્તર પ્રગતિ સાધતો રહે છે. સમકિતના ૬૭ બોલમાં સમ્યક્ત્વનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે, શંકા, કાંક્ષા વગેરે પાંચ દોષોથી રહિત, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એ પાંચ લક્ષણોથી યુક્ત, સ્થિરતા વગેરે પાંચ ભૂષણોથી ભૂષિત, મોક્ષમાર્ગરૂપી મહેલના પાયારૂપ, તથા દેવતા, રાજા વગેરેના અભિયોગથી ભય, લજ્જા વગેરે ન પામનાર એવા નિરતિચાર સમ્યક્ત્વનું ઓછામાં ઓછું સતત એક મહિના સુધી પાલન કરવું તે દર્શન પ્રતિમા છે. પ્રતિમાધારી શ્રાવક સંસાર, શરી૨, ભોગોપભોગ ઇત્યાદિથી વધુ અને વધુ વિરક્ત થતો જઈ તત્ત્વોનું શ્રદ્ધાન રાખે છે અને સર્વજ્ઞકથિત ૨૨ જૈન આચારદર્શન Page #71 -------------------------------------------------------------------------- ________________ આત્મભાવમાં, જ્ઞાયકભાવમાં રહે છે. ત્યાર પછી પણ એની સમ્યકત્વ પ્રતિમા ચાલુ જ રહે છે. બીજી વ્રતપ્રતિમા શ્રાવકની બીજી પ્રતિમા તે દ્રપ્રતિમા છે. તેમાં બાર વ્રતોનું પાલન હોય છે. આના પરથી કેટલાક એવો અર્થ કરે છે કે પહેલી પ્રતિમા ધારણ કરનાર બાર વ્રતધારી જ હોય એવું અનિવાર્ય નથી, કેટલાક કહે છે કે દર્શનપ્રતિમા ધારણ કરનાર શ્રાવક બાર વ્રતધારી પણ હોવો જોઈએ. આમાં મતાન્તર છે. આ બીજી પ્રતિમા અનુસાર શ્રાવકે બે મહિના સુધી સમ્યકત્વ સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરવાનું હોય છે. આ વ્રતપાલન નિરતિચારપણે અને અતિક્રમાદિ દોષ સેવ્યા વિના નિઃશલ્ય થઈને કરવાનું હોય છે. વ્રતોમાં પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન વિરમણ, સ્વદારાસંતોષ અને પરિગ્રહ–પરિમાણ એ પાંચ અણુવ્રત છે. દિગુપરિમાણ વ્રત, ભોગપભોગપરિમાણ વ્રત અને અનર્થદંડવિરમણ વ્રત એ ત્રણ ગુણવ્રત છે. સામાયિક વ્રત, દેશાવગાસિક વ્રત, પૌષધ વ્રત અને અતિથિ–સંવિભાગ વ્રત એ ચાર શિક્ષા વ્રત છે. ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષાવ્રત એમ સાતને શીલવંત કહેવામાં આવે છે. આમ શ્રાવકનાં બાર વ્રત છે. આ બારે વ્રતોનું મન, વચન, કાયાથી આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે ચુસ્ત પાલન કરવાનું હોય છે. બાર વ્રતધારી શ્રાવક રાત્રિભોજન-ત્યાગનું વ્રત પણ ધારણ કરે છે. ત્રીજી સામાયિકપ્રતિમા આ ત્રીજી પ્રતિમા એટલે ઓછામાં ઓછા સળંગ ત્રણ મહિના માટે તો એનું પાલન થવું જોઈએ. શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે : समता सर्व भूतेषु, संयम शुभभावना । आर्तरौद्रपरित्यागतद्धि सामायिकं व्रतम् ॥ સર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ ધારણ કરવો. શુભ ભાવના ભાવવી તથા આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો અને સામાયિક વ્રત કહેવામાં આવે છે.] શ્રી બનારસીદાસજીએ લખ્યું છે : દ્રવ્ય ભાવ વિધિ સંજુગત, હિયે પ્રતિજ્ઞા ટેક; તજી મમતા સમતા ગહૈ અન્તર્મુહૂરત એક. જો અરિ મિત્ર સમાન વિચારે, અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ૯ ૨૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ આરત રૌદ્ર કુધ્યાન નિવારે; સંયમ સહિત ભાવના ભાવૈ, સો સામાયિકવંત કહાવૈ. શ્વેતામ્બર પરંપરામાં આ પ્રતિમા ધારણ કરનારે સવારસાંજ એમ બે વખત સામાયિક નિયમિત કરવાનું વિધાન છે. દિગંબર પરંપરામાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સામાયિક કરવાનું કહ્યું છે. શ્રાવકનાં બાર વ્રતોમાં ૧૦મું વ્રત તે સામાયિકવ્રત છે. એ શિક્ષાવ્રત છે. એટલે બાર વ્રતધારી શ્રાવકે આ વ્રતનો અભ્યાસ કરેલો હોય છે. પરંતુ એમાં સામાયિકની અનિયમિતતા હોઈ શકે. સામાયિકપ્રતિમા'માં સામાયિક નિયમિત કરવાનાં હોય છે. દ્રવ્ય સામાયિકની વિધિ શ્વેતામ્બરો અને દિગંબરોમાં જુદી જુદી છે. વળી શ્વેતામ્બરો અને દિગંબરોમાં પંછ, ગચ્છ, સમુદાય વગેરે અનુસાર સામાયિકની વિધિમાં અને તેનાં સૂત્રોમાં ફરક છે. વસ્તુતઃ આ સામાચારીનો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ પોતાની નિષ્ઠા અને શ્રદ્ધા અનુસાર પોતાની સામાચારીને અનુસરે તે સ્વાભાવિક છે. પરંતુ આ સામાચારી સાચવવા સાથે સામાયિકના હાર્દ સુધી પહોંચવું એ મહત્ત્વનું છે. સામાયિક કરવાથી પોતાનામાં કેટલો સમભાવ આવ્યો, સમતા આવી અને આર્દ્રધ્યાન અને રૌદ્રધ્યાનનું પ્રમાણ કેટલું ઓછું થયું તે જોવું એ મહત્ત્વનું છે. ચોથી પૌષધપ્રતિમા દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિએ અને શ્રી હેમચંદ્રાચાર્યે પૌષધ પ્રતિમા'ને ચોથી પ્રતિમા તરીકે બતાવી છે. કહ્યું છે : अट्ठमी माइ पव्वेसु सम्मं पोसहपालण । सेसाणुट्ठाण जुत्तस्स चउत्थी पडिमा इमा ॥ પૂર્વની પ્રતિમાઓમાં જણાવેલાં અનુષ્ઠાનોથી યુક્ત શ્રાવકે અષ્ટમી વગેરે પર્વોમાં સમ્યક્, રીતિએ પૌષધ વ્રતનું પાલન કરવું તે ચોથી પૌષધપ્રતિમા છે.] આ પ્રતિમાધારકે આગળની પ્રતિમાઓ ધારણ કરવા સાથે આ પ્રતિમા ચાર માસ સુધી ધા૨ણ ક૨વાની હોય છે. આ પ્રતિમાધારકે અષ્ટમી, ચતુર્દશી વગેરે પર્વ તિથિએ એટલે મહિનામાં ઓછામાં ઓછા ચાર પૌષધ કરવાના હોય છે. શ્રુત અને ચારિત્રની જેનાથી પુષ્ટિ થાય તે પૌષધ કહેવાય. પૌષધમાં ઉપવાસ કરવાનો હોય છે તથા આવશ્યક ધર્મક્રિયાઓ દોષરહિત કરવાની હોય છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં લીન બનવાનું હોય છે. અને એક દિવસનું સાધુજીવન જેવું જીવન જીવવાનું હોય છે. (અપવાદરૂપ સંજોગોમાં ગુરુ ભગવંતની આજ્ઞાનુસાર ફક્ત દિવસનો એટલે કે ૨૪ * જૈન આચારદર્શન Page #73 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રહરનો પૌષધ પણ થાય છે) દિગંબર પરંપરામાં પણ ચોથી પ્રતિમા તે પૌષધપ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : પ્રથમહિં સામાયિક દશા, ચાર પહર લ હોય, અથવા આઠ પહર રહૈ પૌષધ પ્રતિમા સોય. પાંચમી કાયોત્સર્ગપ્રતિમા. પાંચમી પ્રતિમા “પડિમા” અર્થાત્ કાયોત્સર્ગ (કાઉસગ્ગ)ની છે : निक्कंपो काउसग्गं तु पुव्वुत्तगुणसंजुओ । कहेइ पव्वराईसं पंचमी पडिवन्नओ ॥ પૂર્વની પ્રતિમાઓના ગુણોથી યુક્ત એવો શ્રાવક પર્વરાત્રિએ નિષ્કપપણે કાઉસગ્ન કરે તે પાંચમી પ્રતિમા જાણવી. આ પ્રતિમાને “નિયમપ્રતિમા પણ કહેવામાં આવે છે. આ પ્રતિમા ધારણ કરનાર પર્વ રાત્રિએ એટલે અષ્ટમી અને ચતુર્દશીની રાત્રિએ ઘરમાં કે ઘરની બહાર, નિષ્ફપપણે એટલે પરીષહ વગેરે સહન કરીને, વિચલિત થયા વગર કાઉસગ્ન કરવાનો હોય છે. આ કાઉસગ્ગ આખી રાત દરમિયાન અથવા મધ્યરાત્રિ સુધી ઈશાન દિશામાં મુખ રાખીને કરવાનો હોય છે.] આ પ્રતિમા ધારણ કરનાર સ્નાન કરે નહિ, અધોવસ્ત્રને કચ્છ વાળ નહિ તથા પ્રતિમા વહનના કાળ દરમિયાન દિવસે બ્રહ્મચર્ય પાળે છે અને રાત્રે ભોગનું પ્રમાણ નક્કી કરે છે. આવશ્યકચૂર્ણિમાં રાત્રિભોજનના ત્યાગને પાંચમી પ્રતિમા તરીકે બતાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્ય અને શ્રી બનારસીદાસે સચિત્ત ત્યાગને પાંચમી પ્રતિમા તરીકે બતાવી છે. - છઠ્ઠી બ્રહ્મચર્યપ્રતિમા હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં, દશાશ્રુતસ્કંધ અનુસાર છઠ્ઠી પ્રતિમા . અબ્રહ્મવર્જનની અથવા બ્રહ્મચર્યપાલનની કહી છે. છ મહિનાના પ્રમાણવાળી આ પ્રતિમા ધારણ કરનારે ચિત્તની સ્થિરતાપૂર્વક બ્રહ્મચર્યનું અખંડ પાલન કરવાનું હોય છે. શ્રાવકે સ્ત્રીકથા, કામકથા ઈત્યાદિ ઇંગોરોત્તેજક વાતચીત ન કરવી જોઈએ. શ્રાવક સ્ત્રીની સાથે એકાન્તમાં ન રહે, સ્ત્રીનો અતિ પરિચય ન રાખે તથા સ્નાન, વિલેપન, અલંકાર વગેરે દ્વારા તે પોતાના શરીરની શોભા વૃદ્ધિ માટે પ્રયત્ન ન કરે. શ્રાવકે શીલની નવ વાડ સાથે બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું જોઈએ. શીલની નવ વાડ નીચે પ્રમાણે છે : અગિયાર ઉપાસકસ્મૃતિમાઓ ૪ ૨૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ (૧) સ્ત્રીની સાથે એકાંતમાં ન રહેવું. જાહેરમાં પણ સ્ત્રી સાથે વધુ પરિચય ન રાખવો. (૨) રાગભરી દૃષ્ટિથી સ્ત્રીનાં મુખ કે અન્ય અવયવો પર નજર ન કરવી. સ્ત્રીમુખદર્શન વર્જવું. (૩) સ્ત્રી સાથે પત્રવ્યવહાર ન રાખવો. સ્ત્રીઓની વાતો પ્રગટપણે કે ગુપ્ત રીતે ન સાંભળવી. (૪) પૂર્વે ભોગવેલા કામભોગોનું સ્મરણ ન કરવું. (૫) કામોત્તેજક, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, ગરિષ્ઠ ભોજન ન કરવું. (૬) સ્ત્રી જ્યાં બેઠી કે સૂતી હોય એવા આસન, શયન પર બે ઘડી ન બેસવું. (૭) કામોત્તેજક વાતો, ગીતો વગેરે ન સાંભળવાં કે તેવાં દૃશ્યો ન જોવાં. (૮) વધુ પડતું ભોજન કરવું નહિ. ઉણોદરી વ્રત કરવું. (શીલની નવ વાડ જરાક જુદી રીતે પણ ગણાવાય છે. એના ક્રમમાં પણ ફરક હોય છે. પરંતુ એનું હાર્દ એક જ છે.) આ પ્રતિમા ધારણ કરનારે છ મહિના બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું હોય છે. જો તે સાતમી અને આગળની પ્રતિમા ધારણ કરવાનું છોડી દે તો પછી બ્રહ્મચર્ય એને માટે ફરજિયાત નથી. બીજી બાજુ પ્રતિમા ન ધારણ કરનાર પરંતુ માવજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. એટલે જ કહ્યું છે : एवं जा छम्मासा एसो ऽ हिगओ इहरहा दिटुं । जावज्जीवं पि इमं वज्जइ एयंमि लोगंमि ॥ [આ પ્રમાણે પ્રતિમાધારી શ્રાવક છ મહિના દિવસરાત બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ પ્રતિમા વગર પણ યાજજીવન બ્રહ્મચર્ય પાળનારા હોય છે.] આવશ્યકચૂર્ણિમા સચિત્ત આહારના ત્યાગની પ્રતિમાને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચાર'માં રાત્રિભોજનત્યાગ ને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. તો શ્રી બનારસીદાસે નાટક સમાચારમાં દિવામૈથુનત્યાગીને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. બનારસીદાસ લખે જો દિન બ્રહ્મચર્યવ્રત પાર્લ, તિથિ આર્ય નિશિ દિવસ સંભાલે. ગહી નવ વાડ કરે વ્રત રક્ષા, સો પ, પ્રતિમા શ્રાવક અખ્યા. સાતમી સચિત્ત ત્યાપ્રતિમા સાતમી પ્રતિમા સચિરત્યાગની છે. હા હાર સત્તમ શ્રાવકે આગળની - ૨૬ - જૈન આચારદર્શન Page #75 -------------------------------------------------------------------------- ________________ છ પ્રતિમા ધારણ કરવા સાથે હવે સળંગ સાત માસ સુધી આ પ્રતિમા ધારણ કરીને સચિત્ત આહારનો ત્યાગ કરવાનો હોય છે. સચિત્ત એટલે જીવસહિત અને અચિત્ત એટલે જીવરહિત. મૂલ, ફળ, પત્ર, ડાળી, બીજ, કંદ, ફૂલ વગેરેનું અગ્નિથી પકવ્યા વિના કે અન્ય રીતે તે અચિત્ત થાય તે પહેલાં તેનું ભક્ષણ કરવું નહિ અને સચિત્ત આહાર-વર્જન નામની સાતમી પ્રતિમા છે. આ પ્રતિમાનું પાલન સાત મહિના સુધી કરવાનું હોય છે. શ્રાવકે સાધના કરતાં કરતાં પણ લક્ષમાં રાખવું જોઈએ કે ભોજન પણ દેહનિવહ અર્થે કરવાનું છે. ભોજનની આસક્તિ છૂટવી જોઈએ. ભોજનના રસનો આનંદ માણવાનું હવે ન રહેવું જોઈએ. સાધકે પાણી પણ ઉકાળેલું-પ્રાસુક વાપરવું જોઈએ. સાધુ ભગવંતો આજીવન સચિત્ત પદાર્થના ત્યાગી હોય છે અને હંમેશાં પ્રાસુક જળ વાપરતા હોય છે. આ પ્રતિમાના ધારકે સાત મહિના એવું જીવન જીવવાનું હોય છે. આવશ્યકચૂર્ણિમાં દિવામથુનત્યાગને સાતમી પ્રતિમા તરીકે ઓળખાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમન્નુભદ્રાચાર્યું અને શ્રી બનારસીદાસે સંપૂર્ણ બ્રહ્મચર્યપાલનને સાતમી પ્રતિમા તરીકે ઓળખાવી છે. આઠમી આરંભવર્જનપ્રતિમા આ આઠમી પ્રતિમાધારકે આગળની સાત પ્રતિમાઓ ધારણ કરવા સાથે સળંગ આઠ મહિના સુધી આરંભનો ત્યાગ કરવાનો હોય છે. આરંભ એટલે પાપારંભ. જે પ્રવૃત્તિઓમાં પાપ થવાનો સંભવ હોય એવી સાવધ પ્રવૃત્તિ શ્રાવકે ત્યજી દેવાની રહે છે. અસિ, મસિ, અને કૃષિના પ્રકારની પ્રવૃત્તિઓ એટલે કે વેપારધંધો ઇત્યાદિ છોડી દેવાનાં રહે છે. અગ્નિ પ્રગટાવવો, રસોઈ કરવી, શાક લાવવું, શાક સુધારવું, કપડાં ધોવાં, વાસીદું કાઢવું ઇત્યાદિ પ્રકારની પ્રવૃત્તિ પ્રતિમાધારી શ્રાવકે સ્વહસ્તે ન કરવી જોઈએ. એથી વિકલ્પો ઘટી જાય છે અને ચિત્ત સ્વસ્થ અને શાંત રહે છે. શ્રાવકે હવે સાંસારિક પ્રવૃત્તિઓ, ભોગોપભોગો તથા અન્ય પ્રકારના વ્યવહારો ઈત્યાદિ તરફ ઉદાસીન બની, વિશેષ અંતર્મુખ થઈ, પોતાના ચિત્તને સ્વાધ્યાય, જપ, ધ્યાન ઈત્યાદિ ધર્મક્રિયામાં લગાડી દેવું જોઈએ, આત્મભાવનું ચિંતન કરવું જોઈએ અને સ્વસ્વરૂપાસંધાન માટે પુરુષાર્થ કરવો જોઈએ. રત્નકાંડ શ્રાવકાચારમાં શ્રી સમન્નુભદ્રાચાર્યે તથા “નાટક સમયસારમાં શ્રી બનારસીદાસે પણ ‘આરંભત્યાગને આઠમી પ્રતિમા કહી છે. શ્રી સમન્તભદ્રાચાર્યે કહ્યું છે કે સેવા, કૃષિ, વાણિજ્ય, અસ્તિકર્મ, લેખનકાર્ય, અગિયાર ઉપાસકપ્રતિમાઓ * ૨૭ Page #76 -------------------------------------------------------------------------- ________________ શિલ્પકર્મ વગેરેમાં રહેલી હિંસાના કારણરૂપ “આરંભથી આ પ્રતિમાધારક વિરક્ત થાય છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : જો વિવેક વિધિ આદરે, કરે ન પાપારંભ; સો અષ્ટમ પ્રતિમા ધની, કુગતિ વિજય રણથંભ. નવમી પ્રેષ્યવર્જનપ્રતિમા નવમી પ્રતિમા તે શ્રેષ્યવર્જનપ્રતિમા છે. પ્રેષ્ય એટલે નોકર, દાસ વગેરે બીજાઓ. નવમી પ્રતિમા હોવાથી નવ માસ સુધી તેનું પાલન કરવાનું છે. એમાં બીજાઓ દ્વારા પણ કોઈ આરંભ કરાવવાનો હોતો નથી. આ પ્રતિભાધારકથી નોકરચાકર વગેરે બીજાઓ દ્વારા પણ કશું કરાવાતું નથી અને સ્વયમેવ પણ તેવું પાપારંભનું કાર્ય કરી શકાતું નથી. કહ્યું છે : अवरेणवि आरंभं नवमीए नो करावए । નિવમી પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે બીજા પાસે – નોકરો, સ્વજનો કે ઈતરજનો દ્વારા પોતાના આહાર વગેરે માટે આરંભ ન કરાવવો... ___ निक्खित्तभरो पायं, पुत्तदिसु अहव सेसपरिवारे । येवममत्तो अ तहा, सव्वत्थवि परिणवो णवरं ॥ [ નવમી પ્રતિમાવાળો કુટુંબનો, વેપારાદિ કાર્યોનો ભાર પ્રાયઃ પુત્ર વગેરેને અથવા બાકીના પરિવારના સભ્યોને સોંપી દે. તથા પોતે ધન-ધાન્ય વગેરે પરિગ્રહને વિશે અમમત્વવાળો તથા સર્વત્ર પરિણત વિવેક બુદ્ધિવાળો હોવો જોઈએ.] लोगववहारविरओ, बहुसो संवेगभाविअमई अ । पुव्वोइअगुणजुत्तो, णव मासा जाव विहिणा उ॥ (લૌકિક વ્યવહારમાંથી નિવૃત્ત થયેલો તથા સંવેગ–મોક્ષની અભિલાષાનું સેવન કરતો અને એ પ્રમાણે પૂર્વના ગુણો–પ્રતિમાઓથી યુક્ત થયેલો તે નવ મહિના સુધી આરંભનો ત્યાગ કરે. દિગંબર પરંપરામાં શ્રી સમન્તભદ્રાચાર્યે તથા શ્રી બનારસીધ્રસે જણાવ્યા પ્રમાણે નવમી પ્રતિમા તે “પરિગ્રહત્યાગની છે. શ્રી સમન્તભદ્રાચાર્યે લખ્યું છે કે શ્રાવક દસ પ્રકારના બાહ્ય પરિગ્રહમાં મમત્વ છોડીને, આ દુનિયામાં પોતાનું કાંઈ જ નથી એવો ભાવ રાખી, પદ્રવ્ય અને પરપર્યાયોમાં આત્મબુદ્ધિ ન રાખતાં, ભોજન વસ્ત્રાદિમાં સંતોષ રાખી, દીનતા વગર સમતાપૂર્વક રહે તે પરિગ્રહત્યાગપ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છે: જો દશધા પરિગ્રહ કો ત્યાગી, સુખ સંતોષ સહિત વૈરાગી, સમરસ સંચિત કિંચિત્ ગ્રાહી, સો શ્રાવક ની પ્રતિમાધારી. ૨૮ આચારદર્શન Page #77 -------------------------------------------------------------------------- ________________ દસમી ઉદિષ્ટવર્જનપ્રતિમા દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ દસમી પ્રતિમા તરીકે ઉદ્દિષ્ટવર્જનપ્રતિમા’ કહી છે. दसमीए पुणोद्दि] फासुअं पि न भुंजए । પોતાના કહેવાથી અથવા પોતાના કહ્યા વગર બીજાઓએ પોતાને માટે તૈયાર કરેલા આહારાદિ ભલે પ્રાસુક હોય – નિર્જીવ, અચિત્ત હોય તોપણ પ્રતિમાધારી શ્રાવકે ગ્રહણ ન કરવાં જોઈએ. આ પ્રતિમાધારક મસ્તકે મુંડન કરાવી શકે છે અથવા માથે ચોટલી પણ રાખી શકે છે. આવશ્યકચૂર્ણિમા શ્રેષ્યવર્જનપ્રતિમાને દસમી પ્રતિમા ગણાવી છે અને ઉદિષ્ટ-વર્જનની પ્રતિમાને અગિયારમી પ્રતિમામાં સમાવી લીધી છે. શ્રી સમન્તભદ્રાચાર્યે તથા શ્રી બનારસીદાસે “અનુમતિત્યાગ પ્રતિમાને દસમી પ્રતિમા કહી છે. એ પ્રમાણે આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવક બીજા લોકોમાં આરંભપરિગ્રહનાં કાર્યોની તથા ઘરમાં ભોજન, વેપાર, લગ્નાદિ વિશેની વાતોની અનુમોદના ન કરે. કોઈ પૂછે તોપણ રાગદ્વેષયુક્ત ઉત્તર ન આપો. ભોજન વગેરેમાં તે “બહુ સરસ છે' અથવા અમુક વાનગી બરાબર નથી થઈ એવું કથન પણ ન કરે. શ્રી બનારસીદસે લખ્યું છે : પરકી પાપારંભકો જ ન દેઈ ઉપદેશ. સો દશમી પ્રતિમાધની, શ્રાવક વિગત કલેશ. ૧૧. શ્રમણભૂતપ્રતિમા આ પ્રતિમાનું, આગળની સર્વ પ્રતિમાઓ ધારણ કરવા સાથે, હવે વધુ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા માટે, શ્રમણ એટલે કે સાધુની ભૂમિકા સાથે લગોલગ થવા માટે, અગિયાર મહિના સુધી પાલન કરવાનું હોય છે કે જેથી એમાં સ્થિરતા આવે. આ પ્રતિમાધારક પોતાનું ઘર અને સ્વજનો વગેરેને છોડીને અન્યત્ર પોતાને સ્વાધીન હોય (એટલે કે કોઈ ચાલ્યા જવા માટે કહેનાર ન હોય) એવા સ્થાનમાં રહે છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, માથે હાથથી લોચ કે અસ્ત્રાથી મુંડન કરે છે, પાત્ર રાખે છે અને કોઈકના ઘરેથી ભિક્ષા લાવીને વાપરે છે. ભિક્ષા લેવા જાય ત્યારે ગૃહસ્થના ઘરે જઈ પ્રતિમાપ્રતિપના શ્રમણોપાસવાય મિક્ષ રત્ત | પ્રતિમાધારી શ્રાવકને ભિક્ષા આપો) એમ બોલે છે, પરંતુ આવી રીતે ભિક્ષા લેવા જનારે સાધુઓ જેમ તે સમયે “ધર્મલાભ' બોલે છે તેમ શ્રાવકે “ધર્મલાભ' બોલવાનું હોતું નથી, કારણ કે પોતે હજુ ગૃહસ્થ છે. કહ્યું છે: અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ૯ ર૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ एकारसीसु निस्ससंगो धरे लिंगं पडिग्गहं । कयलोओ सुसाहुच्च पुव्वुत्तगुणसायरो ॥ પૂર્વે દસમી પ્રતિમા સુધીના જણાવેલા સઘળા ગુણોના સાગર જેવો શ્રાવક હવે અગિયારમી પ્રતિમામાં ઉત્તર સાધુની જેમ નિઃસંગ બનીને અર્થાત્ ઘ૨, કુટુંબ, પરિગ્રહ વગેરે છોડીને એકાન્તમાં રહીને સાધુ જેવો વેષ ધારણ કરે અને મસ્તકે લોચ કરે.] દિગંબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્યે અને શ્રી બનારસીાસે આ અગિયારમી પ્રતિમાને ‘ઉદ્દિષ્ટત્યાગપ્રતિમા' તરીકે બતાવી છે. પરંતુ તેમાં ‘શ્રમણભૂતપ્રતિમા’ જેવાં જ લક્ષણો બતાવ્યાં છે. શ્રી સમંતભદ્રાચાર્ય લખે છે કે શ્રાવક ગૃહવાસનો ત્યાગ કરી મુનિ મહારાજની પાસે વનમાં રહે, તેમની પાસે વ્રતો ગ્રહણ કરે, તપશ્ચર્યા કરે, ભિક્ષાભોજન કરે અને વસ્ત્રના ખંડને ધારણ કરે ખંડવસ્ત્ર એટલે એવું ટૂંકું વસ્ત્ર કે જેનાથી જો મસ્તક ઢાંકે તો પગ ન ઢંકાય અને પગ ઢાંકે તો મસ્તક ન ઢંકાય). આવું વ્રત ધારણ કરનાર શ્રાવક પોતાના નિમિત્તે બનાવેલું ભોજન ગ્રહણ ન કરે. તે દિવસમાં એકવાર આહાર લે, પરીષહ–ઉપસર્ગ સહન કરે તથા ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે. શ્રી બનારસીદાસ લખે છે : જો સુછંદ વરતે તજ ડેચ, મઠ મંડપમેં કરે બસે; ઉચિત આહાર, ઉદ્દેડ વિહારી, સો એકાદશ પ્રતિમાધારી. શ્રાવકની અગિયારમી પ્રતિમા તે ઉત્કૃષ્ટ પ્રતિમા છે અને તે સાધુની બરાબર ગણાય છે. દિગંબર પરંપરામાં આ અગિયારમી પ્રતિમાના પણ બે તબક્કા કરવામાં આવ્યા છે–ક્ષુલ્લક અને ઐલક. ક્ષુલ્લક દશામાં શ્રાવક લંગોટી ઉપરાંત ખંડવસ્ત્ર રાખે છે. તે કેશલોચ નહિ પણ મુંડન કરાવે છે. ઐલક ફક્ત લંગોટી રાખે છે. તે પીંછી–કમંડળ સિવાય સર્વ બાહ્ય પરિગ્રહનો ત્યાગી બની જાય છે. આ દશાએ પહોંચેલા શ્રાવકને હવે દેહ પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. આ અગિયાર પ્રતિમા શ્રાવકે ઉત્તરોત્તર કેવી રીતે સિદ્ધ કરવી અને તે પ્રત્યેક પ્રતિમાનાં કેવાં કેવાં લક્ષણો છે એ વિશે શાસ્ત્રગ્રંથોમાં સ્પષ્ટ બતાવ્યું છે. એક પ્રતિમા પછી બીજી પ્રતિમા તરફ જવા માટે જો તેવા પ્રકારના ભાવ ન હોય તો ઉત્સાહ ન રહે. એટલે જીવની આંતરિક પરિણતિ તેની પ્રગતિમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાક નિશ્ચયનયવાળાઓ જેમ દરેકમાં વ્યવહાર અને નિશ્ચય એવા ભેદ પાડે છે તેમ આ અગિયાર પ્રતિમામાં પણ નિશ્ચય પ્રતિમા અને વ્યવહાર પ્રતિમા એવા ભેદ પાડે છે. જે અગિયાર પ્રતિમાઓ બતાવી છે અને તેઓ માત્ર વ્યવહા૨ જૈન આચારદર્શન Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા તરીકે ઓળખાવી છે તે પ્રતિમા અનુસાર આસક્તિનો ત્યાગ, કષાયોની મંદતા તથા સ્વરૂપમાં રમણતાને નિશ્ચય પ્રતિમા તરીકે ઓળખાવે છે. પરંતુ વ્યવહાપ્રતિમાઓમાં એક પ્રતિમા કરતાં બીજી પ્રતિમા ભિન્ન છે એવી સ્પષ્ટ ખબર સાધકને પોતાને હોય છે અને બીજાઓ પણ તે જાણી શકે છે. પરંતુ નિશ્ચય પ્રતિમા વિશે બીજાઓને તો કશી ખબર પડતી નથી, પરંતુ જીવને પોતાને પણ પોતાના કષાયોની મંદતા ઈત્યાદિ અનુસાર હવે કઈ પ્રતિમા છે તેની ખબર પડે કે ન પણ પડે. વળી વ્યવહાઅતિમામાં તો ઉપરની પ્રતિમામાંથી નીચેની પ્રતિમામાં આવતાં અથવા પ્રતિમાભંગ થતાં તરત જણાય છે, પરંતુ નિશ્ચયપ્રતિમામાં જીવ ઉપરથી નીચેની પ્રતિમાએ ઊતરી પડ્યો હોય તોપણ એ વિશે એને કાચ ખબર પડે કે ન પડે એવું બની શકે. વ્યવહાપ્રતિમાના માપદંડ જેટલા સ્પષ્ટ છે તેટલા નિશ્ચયપ્રતિમાના નથી. વસ્તુતઃ જૈન ધર્મમાં પ્રત્યેક વ્રતાદિ આચારપાલનમાં દ્રવ્ય અને ભાવ એવું વર્ગીકરણ પહેલેથી આવે જ છે. એટલે પ્રતિમા ભાવપૂર્વક જ ધારણ કરવામાં આવે એ આવશ્યક મનાયું છે. એટલે દ્રવ્યપ્રતિમા અને ભાવપ્રતિમા પછી વ્યવહાપ્રતિમા અને નિશ્ચયપ્રતિમા એવું જુદું વર્ગીકરણ કરવાની આવશ્યકતા કેટલાકને લાગતી નથી. કેટલાક ભાવપ્રતિમા અને નિશ્ચયપ્રતિમા વચ્ચે પણ ફરક કરે છે. આગમોમાં અને શ્વેતામ્બર તથા દિગંબર પરંપરાના પ્રાચીન શાસ્ત્રગ્રંથોમાં વ્યવહાર પ્રતિમા અને નિશ્ચયપ્રતિમા એવા ભેદ જોવામાં આવતા નથી. પ્રતિમાનું ક્ષેત્ર એવું છે કે એમાં ભાવ અને આંતરિક પરિણતિ વગર પ્રગતિ થતી નથી. કોઈ જીવ વ્યવહાઅતિમાને ઊતરતી ગણી, તેને છોડીને માત્ર નિશ્ચયપ્રતિમાનો જ આશ્રય લે તો તે ભ્રમદશામાં રહે અને કદાચ પ્રગતિ ન કરી શકે એવો સંભવ રહે છે. બાર વ્રતધારી શ્રાવક બનવું એ પણ ખરેખર કઠિન છે. શ્રાવકવર્ગમાંથી જેઓએ બાર વ્રત ધારણ કર્યા હોય એવા શ્રાવકોની ટકાવારી પણ ઘણી જ ઓછી રહે છે. એટલે અગિયાર પ્રતિભાધારી શ્રાવક તો જવલ્લે જ જોવા મળે. જેઓ દીક્ષાર્થી હોય એવા અપરિણીત પુરુષો અગિયારમી પ્રતિમા સુધી પહોંચી જઈ શકે છે, પરંતુ કુટુંબપરિવારવાળા શ્રાવકો ઘણુંખરું પાંચમીછઠ્ઠી પ્રતિમાથી આગળ વધી શકતા નથી. એ માટે વ્યવસાયમાંથી પુખ્ત ઉમરે નિવૃત્ત થયા પછી માણસ પ્રતિમાની સાધના કરવા તૈયાર થાય તો આગળ વધી શકે છે, પરંતુ ત્યારે ઘણાને શારીરિક શક્તિની મર્યાદાઓ નડે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં શ્રાવકની આ પ્રતિમાઓનું મહત્ત્વ ઘણુંબધું હતું. એ કાળ એવો અનુકૂળ હતો અને શરીરનું સંઘયણ પણ એવું સશક્ત અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ૩૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ હતું. એટલે જ આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, ચુલનીપિતા શ્રાવક વગેરેએ અગિયારે અગિયાર પ્રતિમા ક્રમાનુસાર ધારણ કરી હતી. આ બધી પ્રતિમા સળંગ પૂરી કરતાં પાંચ વર્ષ અને છ મહિના લાગે અને એટલા સમયગાળામાં તો શરીર અત્યંત કુશ અને અશક્ત થઈ જાય. એટલે જ આવી રીતે અગિયારમી પ્રતિમાએ પહોંચેલા શ્રાવકને છેલ્લે સંલેખના કરીને દેહ છોડવાનો ભાવ થયા વગર રહે નહિ. વર્તમાનકાળમાં જીવનની રહેણીકરણી બદલાઈ છે અને શરીરસંઘયણ ઘટ્યું છે. એટલે પાંચમીછઠ્ઠી પ્રતિમાથી આગળ વધનારા શ્રાવકો જવલ્લે જ જોવા મળે છે. અલબત્ત, કોઈક ભાગ્યશાળીઓ અગિયારમી પ્રતિમા સુધી પણ પહોંચી શકે છે. આમ છતાં આ પ્રતિમાઓ ધા૨ણ કરવાની અને તે વહન કરવાની મુશ્કેલી ઘણી બધી છે. એટલે એમ કહેવાય છે કે સાધુ બનવું સહેલું છે, પણ સંપૂર્ણ પ્રતિમાધારી શ્રાવક બનવું કઠિન છે. ગૃહત્યાગ કરી સાધુ થના૨ને જે અનુકૂળતાઓ મળે છે તેવી અનુકૂળતાઓ ઘરપરિવાર સાથે રહેનાર શ્રાવકને પ્રતિમા ધારણ કરવા માટે ઘણી ઓછી મળે છે. વળી સાધુસમુદાયમાં રહેવાથી સાધુતાનું – સંયમ, તપ-જપ, સ્વાધ્યાય તથા આવશ્યક ક્રિયાઓનું જે વાતાવરણ મળે છે તે શ્રાવકને ઘરમાં એકંદરે મળતું નથી. આથી જ ઉપરની પ્રતિમાઓનો પ્રચાર બહુ રહ્યો નથી. બીજી પ્રતિમા તે વ્રતધારી શ્રાવકની છે. બાર વ્રત ધારણ કરી એ પ્રમાણે પવિત્ર જીવન જીવનારા ઘણા શ્રાવકો જોવા મળે છે. બાર વ્રતમાં સામાયિક, પૌષધ આવી જાય છે. વળી. આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. કેટલાક બાર વ્રત ધારણ કરી નથી શકતા તો અમુક વ્રતના અથવા અમુક પ્રકારના નિયમોના પચક્ખાણ લે છે. આથી જ વ્રત ઉ૫૨ જેટલો ભાર મૂકવામાં આવે છે તેટલો પ્રતિમા વહન કરવા ઉપર મૂકવામાં આવતો નથી. શ્વેતામ્બર પરંપરા કરતાં દિગંબર પરંપરામાં પ્રતિમાવહનની વાત વિશેષ થાય છે, તોપણ દસમી-અગિયારમી પ્રતિમાએ પહોંચેલા તો કોઈક જ હોય છે. આમ છતાં શ્રાવકજીવનમાં પણ ધર્મકરણી અને આત્મચિંતન પર ભાર મૂકવામાં આવે છે. જીવે જીવનમાં આચરવા જેવી વાતો અનેક છે. એટલે ક્યાંકથી પણ શરૂઆત કરવામાં આવે તો સમય જતાં તે ઘણો આગળ નીકળી શકે છે. નાની શરૂઆત પણ મોટાં પરિણામ લાવી શકે છે. ટીપે ટીપે સરોવર ભરાય' એ કહેવત અનુસાર ધર્માર્થી-મોક્ષાર્થી ભવોભવની સાધના કરતાં કરતાં મોક્ષ સુધી પહોંચી શકે છે. શ્રી હરિભદ્રસૂરિએ ધર્મબિન્દુ’માં કહ્યું છે : ૩૨ જૈન આચારદર્શન Page #81 -------------------------------------------------------------------------- ________________ पदंपदेन मेधावी ययाऽऽरोहति पर्वतम् । सम्यक् तथैव नियमाद्धीरश्चरित्र - पर्वतम् ॥ [જેમ ડાહ્યો માણસ એક એક ડગલું ભરતો ભરતો ક્રમશ : પર્વત ઉપર ચઢી જાય છે, તેમ ધીર પુરુષો શ્રાવકધર્મનું સારી રીતે પાલન કરતાં કરતાં અવશ્ય ચારિત્રધર્મરૂપી પર્વત પર ચઢી જાય છે.] स्तोकां गुणान समाराध्य बहूनामपि जायते । यस्मादाराधनायोग्य स्तस्मादादावयं मतः 11 આરંભમાં થોડા થોડા ગુણોની આરાધના કરીને આત્મા ઘણા ગુણોની આરાધના માટે પણ યોગ્ય બને છે. માટે ગૃહસ્થધર્મને પહેલો કહ્યો છે.] અગિયાર ઉપાસક-પ્રતિમાઓ * ૩૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિય સામાયિક ‘સામાયિક” શબ્દ જૈન ધર્મનો એક અત્યંત મહત્ત્વનો, વિશિષ્ટ કોટિનો ગહનગંભીર પારિભાષિક શબ્દ છે. તત્ત્વદર્શનની દૃષ્ટિએ ‘સામાયિક’ના સ્વરૂપમાં જૈન ધર્મનું ઉચ્ચતમ તત્ત્વદર્શન સમાયેલું છે અને સ્થૂલ ક્રિયાવિધિની દૃષ્ટિએ ‘સામાયિક' જૈન ધર્મનું એક ઉત્તમોત્તમ આધ્યાત્મિક અનુષ્ઠાન છે. સામાયિક એટલે આત્મા એવી સામાયિકની શ્રેષ્ઠતમ વ્યાખ્યા કરવામાં આવી છે અને સામાયિક' એટલે ‘સાધકે રોજેરોજ ક૨વાનું પરમ આવશ્યક કર્તવ્ય’ એમ કહેવાયું છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો જીવને સંસારમાં અનંત પરિભ્રમણ કરાવે છે. પરિભ્રમણ કરતા જીવનું અંતિમ લક્ષ્યસ્થાન મોક્ષગતિ છે. એની પ્રાપ્તિ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી ભવચક્રમાં એ ભટક્યા કરે છે. મોક્ષપ્રાપ્તિ અર્થાત્ ભવચક્રમાંથી મુક્તિ કેવી રીતે થાય ? ‘તત્ત્વાર્થસૂત્ર'માં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : સભ્ય વર્શનજ્ઞાન ચરિત્રળિ મોક્ષમાń । (સમ્યગ્દર્શન, સમ્યાન અને સમ્યક્ચારિત્ર એ મોક્ષમાર્ગ છે). માર્ગ શબ્દ એમણે એકવચનમાં પ્રયોજ્યો છે. એનો અર્થ એ થયો કે માત્ર સમ્યગ્દર્શનથી કે માત્ર સમ્યગ્નાનથી કે માત્ર સમ્મારિત્રથી નહિ પણ એ ત્રણે તત્ત્વો સાથે મળીને જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવી શકે. આ રત્નત્રયીની આરાધના કરતાં જીવ રાગદ્વેષમાંથી, કષાયોમાંથી મુક્તિ મેળવી શકે છે, જે કેવળજ્ઞાન પ્રગટ થવામાં અને નિર્વાણ અથવા સિદ્ધદા પ્રાપ્ત થવામાં સહાયભૂત થઈ શકે છે. સંસારના સર્વ જીવો પ્રત્યે આત્મવત્ તુલ્યતાના ભાવ માટે, વિભિન્ન વિષમ પરિસ્થિતિમાં રાગદ્વેષથી રહિત થવા માટે સમત્વની સાધના જરૂરી છે. સમત્વની સાધના માટે સામાયિક' અમોઘ સાધન છે. એટલા માટે જ સામાયિક ૩૪ * જૈન આચારદર્શન Page #83 -------------------------------------------------------------------------- ________________ જીવને પરંપરાએ મોક્ષગતિ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. જૈન ધર્મમાં પ્રાથમિક કક્ષાના બાળજીવોથી માંડીને પરમ સાધકો સુધી સર્વને માટે તરતમતાની અપેક્ષાએ સામાયિકના સ્વરૂપની વિભિન્ન કોટિ દર્શાવવામાં આવી છે. આત્મસ્વરૂપ અથવા આત્મદર્શનના સ્વરૂપથી માંડીને બે ઘડીની દ્રવ્યક્રિયા માટે સામાયિક' શબ્દ શાસ્ત્રકારોએ પ્રયોજ્યો છે. ‘સામાયિક' શબ્દ “સમ' ઉપરથી બનેલો છે. “સમના જુદા જુદા અર્થ થાય છે. “સમ' એટલે આત્મા'; “સમ' એટલે “સરખાપણું; “સમ' એટલે સર્વ જીવો પ્રત્યે મૈત્રી. સંસ્કૃત ‘આય' શબ્દનો અર્થ થાય છે “લોભ', સમ + આય = સમાય = સમનો લાભ “સમાય'ને ઈક પ્રત્યય લાગતાં પ્રથમ વર્ણ “સમાં રહેલો સ્વર (અ) દીર્ઘ (આ) થાય છે. સમ + આય + ઈક = સામાયિક એટલે કે જેમાં “સમનો લાભ થાય છે તે.” (સમય એટલે કાળ. સમય + ઈક = સામયિક, જે અમુક સમયે થાય છે તે. સાપ્તાહિકો, માસિકો વગેરે માટે વપરાતો શબ્દ તે “સામયિક' છે. કેટલાક લોકોને “સામાયિક અને સામયિક' એ બંને શબ્દો જુદા જુદા છે અને બંનેના અર્થ અને ઉચ્ચાર જુદા છે તેની ખબર નથી હોતી.) આમ “સામાયિક શબ્દ જૈન ધર્મમાં વિશિષ્ટ પારિભાષિક અર્થમાં વપરાયો છે અને બહુ પ્રાચીન કાળથી રૂઢ થયેલો છે. વળી સામાયિકના સમાનાર્થી શબ્દો પણ શાસ્ત્રગ્રંથોમાં પ્રયોજાયેલા છે. આવશ્યક નિર્યુક્તિમાં સામાયિક શબ્દના પર્યાય તરીકે “સમતા', “સમ્યકત્વ', “શાંતિ', ‘સુવિહિત’ જેવા શબ્દો આપવામાં આવ્યા છે. એ ઉપરથી સામાયિક' શબ્દ કેટલો વ્યાપક, ઉચ્ચ અને ગહન અર્થમાં વપરાયો છે તે જોઈ શકાય છે. વળી “આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છે કે સામાયિકના “સમ' શબ્દના “સામ' અને “સામ્ય' એવા પર્યાયો પણ થાય છે. જુઓ: सामं समं च सम्मं इग भिइ सामाइअस्स एगट्ठा । महुर परिणाम सामं, समं तुला, सम्म खीरखंड जुइ ॥ [સામ, સમ અને સન્મ એ સામાયિકના અર્થ છે. મધુર પરિણામ તે “સામ'; તુલા (ત્રાજવાં) જેવું પરિણામ તે “સમ’ અને ખીર તથા ખાંડ એકરૂપ બની જાય તેવું પરિણામ તે “સમ્મ']. સામાયિકની નીચે પ્રમાણે જુદી જુદી વ્યાખ્યાઓ શાસ્ત્રકારોએ આપી છે : (9) સમો - અાપોરવાત્તાત્રવર્તી મધ્યસ્થ इण गतौ, अयनं अयो गमनमित्यर्थः । સામાયિક - ૩૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ समस्य आय समायः - समीभूतस्य सतो मोक्षध्वनि प्रवृत्ति समाय एव सामायिकम् સામાયિકની ઉપર મુજબ વ્યાખ્યા આપતાં શ્રી મલયગિરિએ આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે રાગદ્વેષમાં મધ્યસ્થ રહેવું એનું નામ “સમ”. “સમનો લાભ થાય એવી મોક્ષાભિમુખી પ્રવૃત્તિ એનું નામ “સામાયિક'. (૨) “સમનો અર્થ “શમ' અર્થાત્ ઉપશમ કરવામાં પણ આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર' ઉપરની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે: रागद्वेष निर्मुक्तस्य सत: आयो ज्ञानादीनां लाभ: પ્રશનસુહ સમાવ8 | સમાય વ સામાયિ ! રિાગ અને દ્વેષથી મુક્ત થયેલા આત્માને જ્ઞાન વગેરેનો પ્રશમ સુખરૂપી જે લાભ થાય તે “સમાય અને તે જ સામાયિક]. “વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ જ પ્રમાણે કહ્યું છે. रागदोस विरहिओ समो त्ति अयणं अयोति गमणं ति । समगमण (अयणं) त्ति समाओ, स एव सामाइयं नाम ॥ રિાગ અને દ્વેષથી રહિત એવી આત્માની પરિણતિ તે “સમ' છે. અય એટલે અયન અથવા ગમન. તે ગમન સમય પ્રત્યે થાય તેથી સમાય' કહેવાય. એવો જે સમાય તે જ સામાયિક કહેવાય.] (3) समानि ज्ञान दर्शन चारित्राणि तेषु अयनं गमनं समाय:, स एव सामायिकम् । મોક્ષમાર્ગનાં સાધન તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેને “સમ' કહે છે. તેમાં અયન કરવું એટલે ગમન કરવું કે પ્રવૃત્તિ કરવી તેનું નામ સામાયિક, આની સાથે સરખાવો વિશેષાવશ્યક ભાષ્યની નીચેની ગાથા: अहिवा समाइं सम्मत - नाण चरणाइं तसु तेहिं वा । अयणं अओ समाओ स एव सामाइयं नाम ॥ . વળી કહેવાયું છે: समानां मोक्ष साधनं प्रति सहशसामर्थ्यानां । सम्यग् दर्शन ज्ञान चारित्राणां आय४ लाम8 ॥ મોક્ષ સાધન પ્રત્યે સમ' અર્થાત્ સમાન (એકસરખું) સામર્થ્ય જેનું છે એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેનો “આય' (લાભ) તે સામાયિક] (४) सर्व जीवेषु मैत्री साम, साम्नो आय: लाभ8 सामाय स एव सामायिकम् । ૩૬ ૯ જૈન આચારદર્શન Page #85 -------------------------------------------------------------------------- ________________ સિર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવો તેને સામ' કહે છે. સામનો આય એટલે લાભ તે સામાય. જેમાં સામાય થાય તે સામાયિક] સરખાવો : अहवा सामं मित्ती तत्थ अओ तेण वत्ति सामाओ । __ अहवा सामस्साओ लाओ सामाइयं नाम ॥ અિથવા “સામ' એટલે મૈત્રી. તેનો લાભ તે સામાયિક.] (५) सम8 सावधयोग परिहार निरवद्योगोनुष्ठान रूप जीव परिणाम: तस्य आय४ लाभसमायः स एव सामायिकम् । સિાવદ્ય યોગનો પાપકાર્યનો) પરિહાર તથા નિરવદ્ય યોગ– અહિંસા-દયાસમતા વગેરેનું અનુષ્ઠાન – આચરણ તે જીવાત્માનું શુભ પરિણામ (શુદ્ર સ્વભાવ) તે સમ છે. એ સમનો જેમાં લાભ થાય તે સામાયિક) (६) सम्यक् शब्दार्थ: समशब्द४ सम्यगमनं वर्तनम् समय४ स एव सामायिकम् । સિમ શબ્દનો અર્થ થાય છે સમ્યક્ (સાચું – સારું જેમાં સમનું અયન થાય છે અર્થાત્ સારું, શ્રેષ્ઠ આચરણ થાય છે તે સામાયિક કહેવાય.] (૭) સાથે વર્તવ્યનું સામયિમુ. સિમયે કરવા યોગ્ય તે સામાયિક.] યોગ્ય સમયે અહિંસા, દયા, સમતા વગેરે ઉચ્ચ કર્તવ્યો જે છે તે કરવામાં આવે છે તે સામાયિક. વળી આવશ્યક કર્તવ્યમાં પ્રથમ કર્તવ્ય સામાયિક છે. તે યોગ્ય સમયે અવશ્ય કરવું જોઈએ. એટલા માટે તે સામાયિક કહેવાય છે. આ વિશેષ વ્યાખ્યા છે. આ બધી વ્યાખ્યાઓનો સારાંશ એ છે કે તે દરેકમાં “સમ' અર્થાત્ સમતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે સામાયિકનો ભાવાર્થ થાય છે સમતા. રાગદ્વેષથી રહિત બનીને, સમતાભાવ ધારણ કરીને પોતાના આત્મસ્વભાવમાં સમ બનવું, સ્થિર રહેવું, એકરૂપ બની જવું તેનું નામ સામાયિક. શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટક પ્રકરણમાં સામાયિકનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે: समता सर्व भूतेषु संयम शुभभावना । आर्तरौद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् ॥ સિર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ ધારણ કરવો, શુભ ભાવના ભાવવી, આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો તેને સામાયિક વ્રતો કહેવામાં આવે છે.] શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં સામાયિકનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છે : સામાયિક ૩૭ Page #86 -------------------------------------------------------------------------- ________________ त्यक्तात रौद्रध्यानस्य त्यक्त सावध कर्मणः । मुहूर्त समता या तां विदुः सामायिकम् व्रतम् ॥ [આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને તથા સાવદ્ય કર્મનો ત્યાગ કરીને એક મુહૂત સુધી સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહેવામાં આવે છે.] सावध कर्ममुक्तस्य दुनिरहितस्य च । समभावो मुहूर्त तद - व्रतं सामायिकाहवम् ।. (ધર્મ ધ૦ રૂ૭) સાવદ્ય કર્મથી મુક્ત થઈને, આર્ત અને રૌદ્ર એવા દુધ્ધનથી રહિત થઈને મુહૂર્ત માટે સમભાવનું વ્રત લેવામાં આવે છે તેને સામાયિક કહેવામાં આવે છે.] આમ આ ત્રણે મહર્ષિઓએ સામાયિકનાં લક્ષણો જે દર્શાવ્યાં છે તે નીચે પ્રમાણે છે : (૧) સર્વ જીવો પ્રત્યે સમતાભાવ ધારણ કરવો. (૨) આર્ત અને રૌદ્ધ ધ્યાનનો ત્યાગ કરવો. (૩) શુભ ભાવના ભાવવી. (૪) સાવદ્ય યોગથી પાપમય પ્રવૃત્તિથી નિવૃત્ત થવું. (૫) સંયમ ધારણ કરવો. (૬) આ વ્રતની આરાધના ઓછામાં ઓછા એક મુહૂર્ત જેટલા સમય માટે બે ઘડી અથવા ૪૮ મિનિટ માટે) કરવી. સામાયિકનું સૌથી મહત્ત્વનું લક્ષણ તે સમભાવ અથતુ સમતાભાવની પ્રાપ્તિ છે. એ પ્રાપ્ત કરવા માટે આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવાની તથા શુભ ભાવ ભાવવાની જરૂર છે. એ માટે સંયમની આવશ્યકતા છે. સાવદ્ય કર્મનો એટલે પાપમય પ્રવૃત્તિઓનો અર્થાતુ મન, વચન અને કાયાના અશુભ યોગોનો જો ત્યાગ કરવામાં આવે તો અશુભ ધ્યાન ઓછાં થાય અને જીવ સંયમમાં આવે. એ માટે ગૃહસ્થ જો દ્રવ્ય-ક્રિયારૂપે એક મુહૂર્ત જેટલો સમય પચ્ચકખાણ લઈને એક આસને બેસે તો તેને “સામાયિક વ્રત’ કહેવામાં આવે છે. કોઈ પ્રશ્ન કરે કે જૈન ધર્મનો સાર શું? એનો ઉત્તર છે કે રાગદ્વેષથી મુક્તિ મેળવીને મોક્ષગતિ પ્રાપ્ત કરવી એ જૈન ધર્મનો, જિનપ્રવચનનો સાર છે. રાગદ્વેષથી મુક્તિ કેવી રીતે મેળવાય ? એનો ઉત્તર છે “સમતાની સાધનાથી'. માટે “સમતા” એ જૈન ધર્મનો, જિનપ્રવચનનો સાર છે. સામાયિક એ સમતાની સાધનાનું સાધન છે. માટે જ કહેવાયું છે કે “સામાયિક' એ જિનપ્રવચનનો, ભગવાનની દેશનાનો, દ્વાદશાંગીનો, ચૌદ પૂર્વનો સાર છે. ૮ અ જૈન આચારદર્શન Page #87 -------------------------------------------------------------------------- ________________ ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સામાયિકને ચૌદ પૂર્વના સારરૂપ કહ્યું છે. જુઓ : सामाइयं संखेवो चौदसपूव्वत्थ पिंडो त्ति । નવકારમંત્રની જેમ સામાયિકને પણ ચૌદ પૂર્વના સાર તરીકે મહર્ષિઓએ ઓળખાવ્યું છે. એવી જ રીતે, ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપરની પોતાની ટીકામાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે સામાયિકને દ્વાદશાંગીના ઉપનિષદ તરીકે દર્શાવ્યું છે. જુઓ : सकल द्वादशाङ्गोपनिषद भूत सामायिक सूत्रवत् । બધા જ તીર્થંકર પરમાત્માઓ પૂર્વજન્મની એવી આરાધનાને કારણે સ્વયંસબુદ્ધ જ હોય છે. ગૃહસ્થવાસનો ત્યાગ કરી જ્યારે તેઓ દીક્ષિત થાય છે ત્યારે તેઓને કોઈ ગુરુમહારાજ પાસે દીક્ષા લેવાની હોતી નથી. તેઓને કોઈ ગુરુ હોતા નથી. તેઓ ગૃહસ્થ વેષનો ત્યાગ કરી, પંચમુષ્ટિ લોચ કરી સ્વયંદીક્ષિત થાય છે. તેઓ સિદ્ધ ભગવંતોની સાક્ષીએ અને પોતાના આત્માની સાક્ષીએ સાવધયોગનાં પચ્ચક્ખાણ લઈ યાવજ્જીવન સામાયિક કરે છે. તેઓ ગૃહસ્થપણામાં મતિ, શ્રુત અને અવધિજ્ઞાન ધરાવતા હોય છે. સ્વયંદીક્ષિત થતાં જ તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ પ્રત્યેક તીર્થંકર પરમાત્મા દીક્ષા લેતી વખતે સામાયિકની સાધનાની પ્રતિજ્ઞા લે છે. सव्वं मे अकरिणिज्जं पावकम्मं ति कट्टु सामाइयं चरितं पडिवज्जइ । વળી પ્રત્યેક તીર્થંક૨ પરમાત્મા કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી સૌથી પ્રથમ ઉપદેશ સામાયિક વ્રતનો આપતા હોય છે. આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છે ઃ सामाइयाइया वा वयजीवाणिकाय भावणा पढमं । एसो धम्मोवाओ जिणेहिं सव्वेहिं उवइट्ठो ॥ ધર્મની આરાધના કરનાર જીવો માટે જૈન ધર્મમાં છ પ્રકારનાં આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે. પ્રત્યેક શ્રાવકે આ છ ‘આવશ્યક’ કર્તવ્ય રોજેરોજ કરવાં જોઈએ. એ આવશ્યક આ પ્રમાણે છે : (૧) સામાયિક, (૨) ચઉવિસો (ચતુર્વિંશતિસ્તવ–ચોવીસ તીર્થંકર પરમાત્માની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચક્ખાણ. આ ક્રિયાઓ અવશ્ય કરવાની હોવાથી એટલે કે તે આજ્ઞારૂપ હોવાથી તેને ‘આવશ્યક' કહેવામાં આવે છે. જૈન આગમગ્રંથોમાં આ છ આવશ્યક સૂત્રો ઉ૫૨ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એના ઉ૫૨ ગણધરોએ સૂત્રની રચના કરી છે. એ ‘આવશ્યક સૂત્ર' તરીકે ઓળખાય છે. આવશ્યક સૂત્ર સામાયિક ૩૯ Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપર વિશેષ પ્રકાશ પાડવા માટે નિર્યુક્તિ, ચૂર્ણિ વગેરે પ્રકારની રચનાઓ થઈ છે. આ છ આવશ્યક ક્રિયાઓમાં સામાયિકને સૌતી પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. એ ઉપરથી સામાયિકનું મહત્ત્વ જૈન ધર્મમાં કેટલું બધું છે તે સમજી શકાય છે. આ છયે આવશ્યક ક્રિયાઓ પરસ્પર સંલગ્ન છે. એટલે કોઈ પણ એક આવશ્યક ક્રિયા વિધિપૂર્વક બરાબર ભાવથી કરવામાં આવે તો તેમાં બીજી ક્રિયાઓ સૂક્ષ્મ કે સ્કૂલ રીતે આવી જ જાય છે. પ્રતિક્રમણની વિધિમાં તો છયે આવશ્યક ક્રમાનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે. સામાયિકના કરેમિ ભંતે' સૂત્રમાં છયે આવશ્યક નીચે પ્રમાણે ઘટવવામાં આવ્યા છે: (૧) કરેમિ... સામાઈયું.. સમતા ભાવ વિધિપૂર્વક સામાયિક માટેની અનુજ્ઞા. એમાં “સામાયિક' રહેલું છે. (૨) ભજો. ભદત્ત.. ભગવાન ! જિનેશ્વર ભગવાનને પ્રાર્થના – આજ્ઞા – પાલનરૂપી “ચતુર્વિશતિસ્તવ' છે. (૩) તસ્ય ભંતે... ગુરુને વંદન કરવાપૂર્વક નિંદા, ગહીં કરવાની હોય છે – માટે એમાં ‘વંદન' છે. () પડિક્કમામિ. પાપોની નિંદા, ગહ અને તેમાંથી પાછા ફરવાની ક્રિયા. એમાં પ્રતિક્રમણ' છે. (૫) અખાણ વોસિરામિ.. પાપોથી મલિન થયેલા આત્માને વોસિરાવું છું. એમાં કાર્યોત્સર્ગ છે'. (૬) સાવજ્જ જો– પચ્ચકખામિ. એમાં સાવદ્ય યોગનાં પચ્ચકખાણ છે. આમ, સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણ એ છયે આવશ્યક કર્તવ્ય કરેમિ ભંતે' સૂત્રમાં રહેલાં છે. આ છયે પ્રકારની આવશ્યક ક્રિયાઓથી જીવને શો શો લાભ થાય છે તે વિશે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. ભગવાને તેના સંક્ષેપમાં ઉત્તર આપ્યા છે. ઉત્તરાધ્યયનસૂત્ર'ના ૨૯મા અધ્યયનમાં ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે: सामाइएणं भन्ते जीवे किं जणइ ? (સામાયિક કરવાથી હે ભગવાન ! જીવને શો લાભ થાય છે ? ભગવાન ઉત્તર આપે છે : ૪એક જૈન આચારદર્શન Page #89 -------------------------------------------------------------------------- ________________ सामाइएणं सावज्जजोग विरइ जणयइ । સામાયિક કરવાથી જીવ સાવધ યોગથી વિરતિ પામે છે.] આમ, સામાયિક કરવાથી, એક આસન ઉપર નિશ્ચિત કાળ માટે પ્રતિજ્ઞાપૂર્વક બેસવાથી કાયાની અન્ય પ્રવૃત્તિઓથી આરાધક નિવૃત્ત થાય છે. ત્યાર પછી મન અને વાણીને સ્થિર કરીને આત્માના ઉપયોગમાં જેટલે અંશે પોતાના ચિત્તને જોડી શકે છે તેટલે અંશે તે સાવદ્ય પાપરૂપ) યોગોમાંથી નિવૃત્ત થાય છે. આ રીતે પ્રાથમિક લાભની દૃષ્ટિએ જોઈએ તો સામાયિક નવાં પાપરૂપ કર્મોને અટકાવવાનું પ્રબળ સાધન બને છે. શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટક પ્રકરણમાં સામાયિકને મોક્ષાંગ તરીકે એટલે કે મોક્ષના અંગ તરીકે ઓળખાવ્યું છે: सामायिकं च मोक्षांग परं सर्वज्ञ भाषितम् । वासी चन्दन कल्पानामुक्तमेतन्महात्मानाम् ॥ “વાસી ચંદન કલ્પમાં વાસી શબ્દનો અર્થ થાય છે “વાંસલો', જે સુથારનું ઓજાર છે. એ લાકડું છોલવામાં વપરાય છે. કોઈ એક હાથે વાંસલો ફેરવી હાથની ચામડી ઉખાડતો હોય અને બીજે હાથે કોઈ ચંદનનો લેપ કરતો હોય તો એ બંને પ્રત્યે સમભાવ રાખી શકે એવી મહાત્માઓની સમતાને મોક્ષ મેળવી આપનારી તરીકે અર્થાતુ મોક્ષાંગ તરીકે ઓળખાવવામાં આવી છે. વાસી ચંદનનો બીજો અર્થ એવો કરવામાં આવે છે કે જેમ ચંદનના વૃક્ષને કાપવાથી તે કાપવાવાળા કુહાડાને પણ સુગંધિત કરે છે તેવી રીતે મહાપુરુષોનું સામાયિક વૈરવિરોધ ધરાવનાર પ્રતિ સમભાવરૂપી સુગંધ અર્પણ કરનાર હોય છે. એટલા માટે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે સામાયિક મોક્ષાંગ છે, મોક્ષનું અંગ છે. આ બે અર્થમાંથી વાસી ચંદનનો પહેલો અર્થ વધારે સાચો છે. સામાયિક વગર મોક્ષપ્રાપ્તિ થઈ ન શકે. મોક્ષપ્રાપ્તિ માટે કેવળજ્ઞાન પ્રગટ થવું જોઈએ. જ્યાં સુધી ચાર ઘનઘાતી કમ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ નો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રકાશિત થાય નહિ. જ્યાં સુધી જીવ સંવર દ્વારા નવાં કર્મોને અટકાવે નહિ અને નિર્જરા દ્વારા જૂનાં કર્મોનો ક્ષય ન કરે ત્યાં સુધી ઘાતી કર્મોમાંથી મુક્ત ન થઈ શકે. જ્યાં સુધી રાગદ્વેષનાં પરિણામો ચાલ્યા કરે ત્યાં સુધી ઘાતી કર્મો રહ્યા કરે. સાચી સમતા આવે તો રાગદ્વેષ જાય. સમતાભાવ લાવીને શુદ્ધ આત્મરમણતા અનુભવવા માટે સામાયિક એ જ એક માત્ર ઉપાય છે. સામાયિકા ૪૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે શ્રી હરિભદ્રસૂરિએ ‘અષ્ટક પ્રકરણ'માં સામાયિકનું ફળ દર્શાવતાં કહ્યું છે : घातिकर्मणः सामायिक- विशुद्धात्मा सर्वथा क्षयात्केवलमाप्नोति लोकालोक प्रकाशकम् ॥ [સામાયિક કરવાથી વિશુદ્ધ થયેલો આત્મા જ્ઞાનાવરણીય વગેરે ચાર ઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરીને લોકાલોક પ્રકાશક એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.] સામાયિક દ્વારા આત્માને સર્વથા વિશુદ્ધ કરવા માટે પ્રબળ પુરુષાર્થની અપેક્ષા રહે છે. કેટલાકને તો કેટલાય જન્મની ઉત્તરોત્તર વધતી જતી સાધના પછી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે જીવે ગૃહસ્થના બે ઘડીના ક્રિયાવિધિયુક્ત સામાયિકથી શરૂ કરી નિશ્ચયસ્વરૂપ ભાવ સામાયિક સુધી પહોંચવાનું હોય છે. એમાં કોઈકનો વિકાસક્રમ મંદ હોય અને કોઈકનો અત્યંત વેગવંતો હોય, પરંતુ એટલું નિશ્ચિત છે કે સામાયિક વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે જ કહેવાયું છે કેઃ जे केवि गया मोक्खं जे विय गच्छन्ति जे गमिस्सन्ति । ते सव्वे सामाइय माहप्पेणं गुणेयव्या 11 જે કોઈ મોક્ષે ગયા છે, જે વળી મોક્ષે જાય છે અને જે મોક્ષે જશે તે સર્વે સામાયિકના પ્રભાવથી જ છે એમ જાણવું.] શ્રી ‘ભગવતી અંગ'માં પણ કહ્યું છેઃ किं तिव्वेण तवेणं किं च जवेणं किं च चरितेणं । समयाइ विण मुख्खो न हु दुजो कहवि न हु होइ ॥ [ગમે તેવું તીવ્ર તપ તપે, જપ કરે અને ચારિત્રનું (દ્રવ્ય ચારિત્રનું) ગ્રહણ કરે, પરંતુ સમતા વિના (ઉત્કૃષ્ટ ભાવના સામાયિક વિના) કોઈનો મોક્ષ થયો નથી, થતો નથી અને થશે પણ નહિ.] સમતા એ સામાયિકનો પ્રાણ છે. સમ એટલે સરખું. સમતા અથવા સમત્વ એટલે સરખાપણાનો ભાવ અનુભવવો. મનુષ્યના ચિત્તમાં ગમવાના કે ન ગમવાના ભાવો સતત ચાલતા રહે છે. પ્રિય વસ્તુઓ, પદાર્થો, વ્યક્તિઓ, સંજોગો માણસને ગમે છે. અપ્રિય ગમતાં નથી. માણસને સુખ ગમે છે, દુઃખ ગમતું નથી; વિજ્ય ગમે છે, ૫રાજ્ય ગમતો નથી; સફ્ળતા ગમે છે, નિષ્ફળતા ગમતી નથી; લાભ કે નફો ગમે છે, ગેરલાભ કે ખોટ ગમતાં નથી. પરંતુ જે વ્યક્તિ આવા ભિન્ન ભિન્ન પ્રસંગોમાં હર્ષશોકથી ૫૨ થઈ શકે તે જ સમતા અનુભવી શકે. ગમવું એટલે રાગ. અણગમો કે ધિક્કાર એટલે દ્વેષ. જેમ દ્વેષથી માણસ ૫૨ થઈ જાય તેમ રાગથી ૪૨ * જૈન આચારદર્શન Page #91 -------------------------------------------------------------------------- ________________ પણ પર થઈ જવું જોઈએ. આપણે ધારીએ એટલું એ સરળ નથી. જ્યાં સુધી મમત્વભાવ છે ત્યાં સુધી રાગ છે. દુનિયાના તમામ પદાર્થો અને સંબંધો છોડ્યા પછી પણ માણસને પોતાની કાયા માટે રાગ રહે છે, અને કાયામાં પ્રવેશેલી વ્યાધિઓ માટે દુભવ રહે છે. સમત્વની સૂક્ષ્મ સાધના એટલે છેવટે કાયાથી પણ પર થઈ જવું અને શુદ્ધ આત્મોપયોગ દ્વારા સાક્ષીભાવે બધી વસ્તુઓને કે અનુભવોને નિહાળવાં. એક વખત ચિત્તમાં સમતાભાવ આવ્યો એટલે તે કાયમ રહેવાનો છે એવું માની લેવાની ઉતાવળ ન કરવી જોઈએ. સ્વસ્થ અને સુખદ સંજોગોમાં સમતાભાવનો અનુભવ કે આભાસ થાય છે, પરંતુ વિપરીત સંજોગો વખતે સમતાભાવની કસોટી થાય છે. એવે વખતે પણ પુરુષાર્થથી પ્રાપ્ત કરેલો સમતાભાવ વધુ સમય ટકી રહે એ જોવું જોઈએ. એ માટે અભ્યાસ અને પુરુષાર્થ જરૂરી છે. એવી તાલીમ માટે સામાયિક સારો અવકાશ પૂરો પાડે છે. એટલા માટે જ સામાયિક વારંવાર કરવાની શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. સામાયિક દ્વારા સ્થૂળ સપાટી પરની સમતાથી એવી સૂક્ષ્મતમ, ઉચ્ચતમ આત્માઅનુભૂતિ સુધી પહોંચાય છે, કે જ્યારે સંસાર અને મુક્તિને તે “સમ' ગણે છે. શ્રી આનંદઘનજી મહારાજે સોળમા શ્રી શાંતિનાથ ભગવાન સ્તવનમાં કહ્યું છે: માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વિદક નિદક સમ ગણે, ઈસ્યો હોય તે જાણે રે, સર્વ જતને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બેઉ સમ ગણે. મુને ભવજલનિધિ નાવ રે. આપણો આતમભાવ જે, એક ચેતના ધાર રે; અવર સતિ સાથે સંજોગથી. એહ નિજ પરિકર સાર રે. મુક્તિ અને સંસાર એ બંનેને જે સમ ગણે તે સમતાનો આદર્શ છે. એ સૂક્ષ્મ ચેતનાધાર અનુભવગોચર છે, પણ એનું શબ્દમાં યથાર્થ વર્ણન થઈ શકતું નથી. આવી સમતાનો મહિમા મહાત્માઓએ જુદી જુદી રીતે વર્ણવ્યો છે. સામાયિક એક ૪૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ निंदापसंसासु समो य माणावमाणकारीसु । सम समण परजणमणो सामइय संगओ जीवो ॥ નિંદા કે પ્રશંસામાં, માન કે અપમાન કરનાર પ્રત્યે, સ્વજનમાં કે પરજનમાં જે સરખું મન રાખે (સમતાનો શુભ ભાવ રાખે) તે જીવને સામાયિક સંગી જાણવો... આવશ્યક નિર્યુક્તિમાં ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે: जो समो सव्वभूएसु तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ इइ केवलिभासियं ॥ જે સાધકો ત્રસ અને સ્થાવરરૂપી સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખે છે એનું સામાયિક શુદ્ધ હોય છે, એવું કેવલી ભગવંતોએ કહ્યું છે.] હરિભદ્રસૂરિએ પંચાશક' ગ્રંથમાં લખ્યું છે: समभावो सामाइयं तण-कंचण सत्तु-मित्र विसओ त्ति । णिरभिस्संग चित्तं उचिय पवित्तिप्पहाणं च ॥ સિમભાવ એ જ સામાયિક છે, તણખલું હોય કે સોનું હોય. શત્રુ હોય કે મિત્ર હોય, સર્વત્ર પોતાના ચિત્તને આસક્તિરહિત રાખવું તથા પાપરહિત ઉચિત ધર્મપ્રવૃત્તિ કરવી એ સામાયિક છે.]. પં. પૂ. સ્વ. ભદ્રંકરવિયજી ગણિવર્યે લખ્યું છે કે “સામાયિકનું પરમ રહસ્ય એ છે કે પ્રત્યેક જીવને આત્મવત્ જોવો. પોતાને સુખ ગમે છે, દુઃખ ગમતું નથી, તેમ જીવમાત્રને સુખ ઇષ્ટ છે, દુઃખ અનિષ્ટ છે. તેથી કોઈના પણ દુઃખના નિમિત્ત ન બનવું જોઈએ. કોઈ પણ જીવને સહેજ પણ દુભવતાંની સાથે મનને આંચકો લાગવો તે સામાયિક ધર્મની પરિણતિની નિશાની છે... આત્મામાં વિશ્વવ્યાપી વિશાળતા પ્રગટ કરવાનું સાધન સામાયિક છે. એથી સ્વાર્થ સાથેનું સગપણ દૂર થઈ, સર્વ સાથેનો આત્મીય ભાવ પ્રગટે છે. સ્વસંરક્ષણ-વૃત્તિને સર્વસંરક્ષણ-વૃત્તિમાં બદલવાનો સ્તુત્ય પ્રયોગ તે સામાયિક છે. વિશ્વના જીવોના હિતની ઉપેક્ષા કરીને કોઈ આત્મા “સામાયિકમાં રહી શકતો નથી.' સમતા, સમત્વ, અનાસક્તિ જીવનમાં સરળતાથી આવતાં નથી. પૂર્વના સંસ્કારો અને પૂર્વનાં શુભ કર્મનો ઉદય એમાં કામ કરે જ છે, પરંતુ તેની સાથે અપ્રમત્ત પુરુષાર્થની પણ જરૂર રહે છે. જીવનમાં સમતા આણવા માટે સંયમ, શુભ ભાવના તથા આર્ત અને રૌદ્ર ધ્યાનના ત્યાગની જરૂર રહે છે. જ્યાં સુધી જીવન અસંયમિત હોય, અશુભ ભાવો ચાલ્યા કરતા હોય, આર્ત અને રૌદ્ર ધ્યાનનું પોષણ થયા કરતું હોય ત્યાં સુધી સમતા આવી શકે નહિ. શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકનાં લક્ષણોમાં એટલા માટે સંયમનો પણ ખાસ નિર્દેશ કર્યો છે. મન અત્યંત ચંચળ હોય છે. પાંચ ઇન્દ્રિયોના ભોગોપભોગના વિષયો જ આ જૈન આચારદર્શન Page #93 -------------------------------------------------------------------------- ________________ ઘણા બધા હોય છે. જીવ એમાંથી જ્યાં સુધી નિવૃત્ત થતો નથી ત્યાં સુધી સંયમ ધારણ કરી શકતો નથી. એટલે ત્યાં સુધી રાગ અને દ્વેષનાં નિમિત્તો એને મળ્યા કરવાનાં. એટલા માટે ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ ધારણ કરવાની વિશેષ આવશ્યકતા છે. અન્ય જીવો પ્રતિ ચિત્તમાં વિવિધ પ્રકારના ભાવો જન્મતા હોય છે. એમાં શુભ ભાવોમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર પ્રકારની ભાવના ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. આ ચાર ભાવનાઓને જૈન ધર્મમાં ધર્મધ્યાનની ભાવના તરીકે ઓળખાવવામાં આવી છે. આ ભાવનાઓ ભાવવાથી આર્ત અને રૌદ્ર ધ્યાન દૂર થવા લાગે છે. બીજાનું હિત ચિંતવવું એનું નામ મૈત્રી. બીજાના ગુણો જોઈને આનંદ અનુભવવો એનું નામ પ્રમોદ, બીજાનું દુખ જોઈને દુઃખી થવું અને તે દૂર કરવા માટે ચિંતા કરવી એનું નામ કરુણા અને બીજા પોતાની હિતશિક્ષા ન માને તો ઉદાસીનભાવ ધારણ કરવો તેનું નામ માધ્યસ્થ. આ ચાર ભાવનાઓ ઉપરાંત અનિત્યાદિ બાર ભાવનાઓ વૈરાગ્યની પણ છે. આ ભાવનાઓના સેવનથી સમત્વનો ભાવ દૃઢ થાય છે. ચિત્તમાં ઊઠતા સંકલ્પ-વિકલ્પોને શાસ્ત્રકારોએ મુખ્ય ચાર પ્રકારના ધ્યાન તરીકે દર્શાવ્યા છે : (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુક્લધ્યાન. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તે અશુભધ્યાન છે અને ત્યજવા યોગ્ય છે. આર્તધ્યાનના ચાર પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) અનિષ્ટસંયોગજનિત, (૨) ઇષ્ટવિયોગજનિત, (૩) પ્રતિકૂલ વેદનાજનિત અને (જી નિંદ્વજનિત. એવી રીતે રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) હિંસાનંદ, (૨) મૃષાનંદ, (૩) ચૌયનંદ અને ) પરિગ્રહાનંદ. જ્યાં સુધી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાન જાય નહિ ત્યાં સુધી જીવ શુભ ધ્યાન તરફ વળી શકતો નથી. સામાયિક કરનારે અશુભ ધ્યાનનો ત્યાગ કરવાનો હોય છે. વળી સામાયિક કરનારે સાવધયોગ – પાપમય પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનું હોય છે. પ્રાણાતિપાત વગેરે અઢાર પ્રકારનાં પાપસ્થાનો શાસ્ત્રકારોએ બતાવ્યાં છે. એમાંથી જ્યાં સુધી નિવૃત્ત ન થવાય ત્યાં સુધી સારી રીતે સામાયિક થઈ શકે નહિ. આ ઉપરથી જોઈ શકાશે કે સાચું સામાયિક કરવા માટે મન, વચન અને કાયાથી કેટલી બધી પૂર્વતૈયારી કરવાની રહે છે. સમતાભાવમાં રમનારા બધા જીવોનો સમતાભાવ એકસરખો નથી હોતો. આથી સામાયિકના પ્રકારો જુદા હોઈ શકે છે. સામાયિક ૪૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ વિશાળ વર્ગીકરણની દૃષ્ટિએ સામાયિકના મુખ્ય ચાર પ્રકારો બતાવવામાં આવે છે: (૧) શ્રત સામાયિક, (૨) સમ્યક્ત્વ સામાયિક, (૩) દેશવિરતિ સામાયિક અને હજી સર્વવિરતિ સામાયિક. (૧) શ્રુત સામાયિક : શ્રુતજ્ઞાન અથવા જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા તત્ત્વના અભ્યાસથી આવતી સ્વરૂપ રમણતા. (૨) સમ્યકત્વ સામાયિક : જેમ જેમ મિથ્યાત્વ એટલે અજ્ઞાન દૂર થતું જાય અને સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થતું જાય અને તેથી આત્મરમણતા પ્રગટ થતી જાય તેનું નામ સમ્યક્ત્વ સામાયિક. (૩) દેશવિરતિ સામાયિક : બે ઘડી માટે સાવદ્ય યોગ અથવા પાપપ્રવૃત્તિથી બચવા માટે ગૃહસ્થ એક આસન ઉપર બેસી આત્મરણતા કરે તે સામાયિક. () સર્વવિરતિ સામાયિક : સાધુ ભગવંતોનું સામાયિક યાવદ્રજીવન હોય છે. તેઓ સ્વેચ્છાએ સર્વવિરતિ ધારણ કરનારા હોય છે. એટલે તેઓએ સાવદ્ય યોગનાં જાવજીવ પચ્ચખાણ લીધાં હોય છે. આથી સતત સમભાવ ધારણ કરવા દ્વારા તેઓએ આત્મસ્વરૂપમાં રમણતા કરવાની હોય છે. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ “વિચારરત્નસાર'માં લખે છે : ૧. શ્રુત સામાયિકમાં દીપક સમકિત અને પહેલું ગુણઠાણું હોય. તે અભવ્યને પણ હોય, કારણ તે જિનવચનાનુસાર પ્રરૂપણા કરે. તેથી પરને ધર્મ દીપાવે, ધર્મ પમાડે પણ પોતાને અંધારું હોય. ૨. દર્શન સામાયિક સમ્યગૃષ્ટિ ચોથા ગુણઠાણીને હોય. ૩. દેશવિરતિ સામાયિક પાંચમે ગુણઠાણે વર્તતા શ્રાવકને હોય. ૪. સર્વવિરતિ સામાયિક તે છÈ–સાતમે ગુણઠાણે વર્તતા મુનિમહારાજને હોય. એ સર્વ ગુણઠાણાની પરિણતિરૂપ કષાયનાં ક્ષયોપશમને લીધે હોય છે.' (કેટલાક આ ચાર પ્રકારમાં સમકિત સામાયિકને પ્રથમ મૂકે છે અને ત્યાર પછી શ્રુત સામાયિકને મૂકે છે. દર્શન, જ્ઞાન, અને ચારિત્ર એ ક્રમાનુસાર તેઓ સામાયિકના ત્રણ પ્રકાર ગણાવી, ત્રીજા પ્રકારના દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પેટપ્રકાર બતાવે છે. અપેક્ષા ભેદથી તેમ બતાવી શકાય છે.) ગૃહસ્થોનું એક સામાયિક એક મુહૂર્ત બે ઘડી – ૪૮ મિનિટ) માટેનું હોય છે. એટલે એ સામાયિક અલ્પનિશ્ચિત કાળ માટે હોય છે. એટલા માટે સામાયિકને ઈતરકાલિક' થોડા કાળ માટેનું કહેવામાં આવે છે. સાધુ ભગવંતોનું સામાયિક જીવનપર્યતનું હોય છે. એટલે માટે એ સામાયિકને ધાવલ્કથિત' કહેવામાં આવે છે. પૂર્વેના સમયમાં ગૃહસ્થોના સામાયિકના પણ બે પ્રકાર પાડવામાં આવ્યા ૪૬ રન જૈન આચારદર્શન Page #95 -------------------------------------------------------------------------- ________________ હતાઃ (૧) ઋદ્ધિપાત્ર અને (૨) સામાન્ય રાજા, મંત્રી, મોટા શ્રેષ્ઠીઓએ વાજતેગાજતે ઠાઠમાઠ સાથે ઉપાશ્રયમાં સામાયિક કરવા જવું જોઈએ, કે જેથી આવા મોટા મોટા માણસો પણ સામાયિક કરવા જાય છે એનો સામાન્ય લોકો ઉપર ઘણો પ્રભાવ પડે. સામાન્ય ગૃહસ્થો ઉપાશ્રયમાં અથવા ઘરમાં સામાયિક કરે તેને “સામાન્ય’ સામાયિક કહેવામાં આવતું. વળી ત્યારે એવી માન્યતા પણ પ્રવર્તતી હતી કે દેવાદાર માણસોએ તો ઘરે જ સામાયિક કરવું. તેઓએ ઉપાશ્રયમાં સામાયિક કરવા ન આવવું, કારણ કે લેણદાર ત્યાં સામાયિક કરવા આવ્યો હોય અથવા ઉઘરાણી કરવા આવ્યો હોય તો પોતાના, લેણદારના અને બીજા સામાયિક કરનારાઓના મનના ભાવ બગડે અથવા તેમાં ખલેલ પડે. સામાયિકના ‘દ્રવ્ય સામાયિક અથવા વ્યવહાર સામાયિક' અને “ભાવ સામાયિક અથવા નિશ્ચય સામાયિક એવા બે પ્રકાર પણ બતાવવામાં આવે છે. એમાં ભાવ સામાયિક અથવા નિશ્ચય સામાયિક દેખીતી રીતે ચડિયાતો પ્રકાર છે. દ્રવ્ય સામાયિકનો આદર્શ ભાવ સામાયિક સુધી પહોંચવાનો છે. ગૃહસ્થો એક આસન ઉપર બેસી, ઉચિત વેશ સાથે, મર્યાદિત ઉપકરણો ચરવાળો, નવકારવાળી, જ્ઞાનનાં પુસ્તકો વગેરે) સાથે બે ઘડીનું વિધિપૂર્વક સામાયિક કરે તેને દ્રવ્ય સામાયિક કહે છે. તેમાં સમતાભાવની સાધના કરવાની હોય છે. આત્માનું સ્વ-ભાવમાં રમણ તે ભાવ સામાયિક અથવા “નિશ્ચય સામાયિક'. એટલા માટે જ “ભગવતીસૂત્રમાં કહ્યું अप्पा सामाइयं, अप्पा सामाइयस्स अत्थो । (ભગવતીસૂત્ર', શ. ૧, ઉ. ૯) આિત્મા સામાયિક છે, આત્મા જ સામાયિકનો અર્થ છે.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે: ભગવતી અંગે ભાખીઓ, સામાયિક અર્થ સામાયિક પણ આતમા ધો સૂધો અર્થ. આત્મતત્ત્વ વિચારીએ.' શ્રી કુંદકુંદાચાર્યે નિયમસારમાં આ પ્રકારના નિશ્ચય સામાયિકને “સ્થાયી સામાયિક તરીકે ઓળખાવ્યું છે. જુઓ : जो समो सव्वभूएस तसेसु थावरेसु य । ___ तस्स सामाइयं ठाइ इय केवलि भासियं ॥ १२६ ॥ ત્રિસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે જે સમતાભાવ રાખે તેનું સામાયિક સ્થાયી છે એમ કેવલી ભગવંતોએ કહ્યું છે. આ પ્રકારની ગાથા થોડા શબ્દફેર સાથે અન્ય પ્રાચીન ગ્રંથોમાં પણ સામાયિક ૪૭ Page #96 -------------------------------------------------------------------------- ________________ સાંપડે છે. ‘ભગવતીસૂત્ર’ (શ. ૧, ઉ. ૯)માં નિશ્ચય સામાયિકના તત્ત્વસ્વરૂપ ઉપર પ્રકાશ પાડતો એક સરસ પ્રસંગ આવે છે. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેટલાક સાધુઓ વિચરતા હતા. ભગવાન પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામ સંવ૨ (ચાર મહાવ્રત)નો ધર્મ પળાતો હતો. ભગવાન મહાવીરે દેશકાળ પારખીને ચાર વ્રતમાંથી પંચ મહાવ્રતનો ઉપદેશ આપ્યો તથા રોજેરોજ ઉભયકાળ પ્રતિક્રમણનો પણ ઉપદેશ આપ્યો. ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કાલાસ્યવેષિપુત્ર નામના અણગાર ભગવાન મહાવી૨ સ્વામીના કેટલાક સાધુ ભગવંતોને મળે છે ત્યારે તેઓ પૂછે છે, હે સ્થવિરો, તમે સામાયિકને જાણો છો ? તમે સામાયિકના અર્થને સમજો છો ” સ્થવિરોએ કહ્યું, ‘હે કાલાસ્યવેષિપુત્ર ! અમે સામાયિકને જાણીએ છીએ. અમે સામાયિકનો અર્થ પણ સમજીએ છીએ.’ હે સ્થવિરો ! જો તમે જાણતા હો તો સામાયિક શું છે તે મને કહો !’ હે આર્ય ! અમારો આત્મા એ સામાયિક છે અને એ જ સામાયિકનો અર્થ છે.’ ત્યાર પછી તે સ્થવિરોએ કાલાસ્યવેષિપુત્રને સંયમની સાધના માટે ક્રોધાદિ કષાયોની નિંદાગર્હ કેવી રીતે જરૂરી છે તે સમજાવ્યું. આવી રીતે કેટલાક પદાર્થોની જે સમજણ પોતાને નહોતી તે સ્થવિરો પાસેથી મળતાં કાલાસ્યવેષિપુત્રે પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતનો ધર્મ સ્વીકાર્યો અને સારી રીતે તે ધર્મનું પાલન કરી, ઉપસર્ગાદિ સમભાવે સહન કરી, કર્મક્ષય કરી, કેવળજ્ઞાન પામી, મોક્ષગતિ પામ્યા. આમ, સામાયિક એટલે આત્મા એટલી ઊંચી દશા સુધી સામાયિકનું માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. ‘આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છે : सामाइय भावपरिणइ भावाओ जीव एव सामाइयं । [સામાયિક એ સ્વભાવની પરિણતિ છે. એમ સ્વભાવની દૃષ્ટિએ જોતાં જીવ (આત્મા) એ જ સામાયિક છે.] ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં પણ કહ્યું છે : सामाइयओवउत्तो जीवो सामाइयं सयं चेव । [સામાયિકમાં ઉપયોગયુક્ત જીવ (આત્મ) પોતે જ સ્વયં સામાયિક છે.] સામાયિકના પ્રકારો એના પર્યાયવાચક નામોની દૃષ્ટિએ પણ બતાવવામાં ૪૮ * જૈન આચારદર્શન Page #97 -------------------------------------------------------------------------- ________________ આવ્યા છે. સામાયિકના આઠ પ્રકારનાં નામ અને તે દરેક ઉપર દૃગંત શાસ્ત્રકારોએ આપ્યાં છે. એ માટે નીચે પ્રમાણે ગાથાઓ છે : सामाइयं समइयं सम्मं वाओ समास संखेवो । अणवझं य परिण्णा पच्चखाणेय ते अट्ठा ॥ સિામાયિક, સમયિક, સમવાદ, સમાસ, સંક્ષેપ, અનવદ્ય, પરિણા, અને પ્રત્યાખ્યાન - એમ આઠ નામ સામાયિકનાં છે.] दमदंते मेअज्जे कालय पुत्था चिलाइपुत्ते य । धम्मरुइ इला तेइली सामाइय अठ्ठदाहरणा ॥ [૧. દમદત રાજા, ૨. મેતાર્ય મુનિ, ૩. કાલાચાર્ય, ૪. લૌકિકાચાર પંડિતો, ૫. ચિલાતીપુત્ર, ૬. ધર્મરુચિ સાધુ, ૭. ઈલાચીપુત્ર અને ૮. તેટલીપુત્ર - એમ સામાયિક વિશે આઠ ઉદાહરણો છે.] સામાયિકનાં આઠ નામના અર્થ નીચે પ્રમાણે છે : (૧) સામાયિક: જેમાં સમતાભાવ રાખવામાં આવે છે. આ સમભાવ સામાયિક ઉપર દમદત રાજાનું દષ્ટાંત છે. (૨) સમયિક: સ–મયિક. મયા એટલે દયા. સર્વ જીવ પ્રતિ દયાનો ભાવ ધારણ કરવો તે. આ સમયિક-સામાયિક ઉપર મેતાર્યમુનિનું દૃષ્યત સુપ્રસિદ્ધ છે. (૩) સમવાદઃ સમ એટલે રાગદ્વેષ-રહિતતા. જેમાં એવા પ્રકારનાં વચન ઉચ્ચારવાં તે સમવાદ – સામાયિક, એના ઉપર કાલકાચાર્ય (કાલિકાચાર્ય)નું દૃષ્ટાંત આપવામાં આવે છે. જી સમાસઃ સમાસ એટલે જોડવું, એકત્ર કરવું, વિસ્તાર ઓછો કરવો, થોડા શબ્દોમાં શાસ્ત્રોના મર્મને જાણવો તે. આ સમાસ સામાયિક ઉપર ચિલાતી પુત્રનું દાંત આપવામાં આવે છે. (૫) સંક્ષેપ : થોડા શબ્દનો ઘણો અર્થવિસ્તાર વિચારવો અથવા દ્વાદશાંગીનું સારરૂપ તત્ત્વ જાણવું છે. આ સંક્ષેપ સામાયિક ઉપર લૌકિકાચાર પંડિતોનું દૃશ્ચંત આપવામાં આવે છે. (૬) અનવદ્યઃ અનવદ્ય એટલે નિષ્પાપ. પાપ વગરના આચરણરૂપ સામાયિક તે અનવદ્ય સામાયિક. તેના ઉપર ધર્મરુચિ અણગારનું દૃષ્યત આપવામાં આવે છે. (૭) પરિણાઃ પરિણા એટલે તત્ત્વને સારી રીતે જાણવું છે. પરિણા સામાયિક ઉપર ઈલાચીકુમારનું દૃષ્યત સુપ્રસિદ્ધ છે. (૮) પ્રત્યાખ્યાન: પ્રત્યાખ્યાન એટલે પચ્ચકખાણ. કોઈ વસ્તુનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તે પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન સામાયિક ઉપર તેટલીપુત્રનું દૃષ્ટાંત આપવામાં આવે છે. સામાયિક કા ૪૯ Page #98 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે સામાયિકના આઠ જુદા જુદા પર્યાય દૃષ્ટાંત સહિત બતાવવામાં આવ્યા છે. ભગવાન મહાવીરે સ્યાદ્વાદ અને અનેકાન્તવાદની દૃષ્ટિ આપીને જગતના જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રત્યેક પરિસ્થિતિને જુદી જુદી અપેક્ષાએ તપાસી શકાય છે. સામાયિકના વિષયમાં અર્થ, રહસ્ય કે ધ્યેયની સમજણ વગર, માત્ર ગતાનુગતિક રીતે જેવું-તેવું સામાયિક કરનારના સામાયિકથી માંડીને સમભાવની વિશુદ્ધતમ્ પરિણતિ સુધી સામાયિકની અનેક કક્ષાઓ હોય છે. નય અને ન્યાયના પ્રખર અભ્યાસી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સાતે નયની અપેક્ષાએ સામાયિકના પ્રકારો દર્શાવ્યા છે અને તે સામાયિક કેવું હોય તેનું વર્ણન તેમણે એક પદમાં કર્યું છે. તેઓ લખે છે : ચતુર નર! સામાયિક નય ધારો. લોક પ્રવાહ છાંડ કર અપની પરિણતિ શુદ્ધ વિચારો.” ત્યાર પછીની કડીમાં તેઓ સંગ્રહનાની અપેક્ષાએ સામાયિકનો આદર્શ રજૂ કરતાં કહે છે : દ્રવ્યત અખય અભંગ આતમા સામાયિક નિજ જાતે, જ્ઞાનતંતકી સંગતિ નાહી, ડિયો પ્રથમ ગુણાને.” આમ પ્રથમ ગુણસ્થાનથી તેરમાં ગુણસ્થાનક સુધી જીવનું સામાયિક કેવું કેવું હોય તે આ પદમાં તેમણે વર્ણવ્યું છે. એટલા માટે જ સામાયિક એ સતત અભ્યાસ દ્વારા ઊંચે ચડવાની સાધના છે, એમ દર્શાવતાં એ પદમાં અંતે તેઓ કહે છે : સામાયિક નર અંતર દૃષ્ટ, જો દિન દિન અભ્યાસે, જગ જશવાદ લહે જો બેઠો, જ્ઞાનત કે પાસ.' સામાયિકમાં દ્રવ્યક્રિયાથી માંડીને દેશવિરતિ, સર્વવિરતિ, સંવર અને નિર્જરા, ઉપશમ શ્રેણી, ક્ષપક શ્રેણી, આત્માના આઠ રુચક પ્રદેશો, ચાર ઘનઘાતી કર્મનો ક્ષય, કેવળજ્ઞાન અને છેલ્લે સિદ્ધગતિ – એ બધાંને લક્ષમાં લઈ ઠેઠ સિદ્ધાત્માઓ સુધીની દશા માટે જુદી જુદી ગતિની અપેક્ષાએ જુદા જુદા નય કેવી રીતે ઘટી શકે છે તે શાસ્ત્રકાર મહર્ષિએ દર્શાવ્યું છે. અનંત વૈવિધ્યમય સંસારમાં બધા જ જીવો એકસરખી કોટિના હોઈ શકે નહિ. જુદી જુદી ગતિની અપેક્ષાએ જીવોને જોઈએ તો કેટલાયે દેવગતિમાં છે અને કેટલાયે મનુષ્યગતિમાં છે. વયની અપેક્ષાએ મનુષ્યોનો વિચાર કરીએ તો કેટલાયે બાલ્યાવસ્થામાં છે અને કેટલાયે વૃદ્ધાવસ્થામાં છે. જો મોક્ષગતિ એ જીવોનું અંતિમ લક્ષ્ય હોય તો કેટલાયે જીવો મોક્ષગતિ તરફ આગળ વધી રહેલા જોવા મળશે, તો કેટલાયે એનાથી વિપરીત દશામાં જઈ રહેલા, ઘસડાઈ રહેલા દેખાશે. મોક્ષમાર્ગી પ0 ના જૈન આચારદર્શન Page #99 -------------------------------------------------------------------------- ________________ જીવો પણ જુદી જુદી કક્ષાના અને જુદા જુદા તબક્કામાં જોવા મળશે. તીર્થંક૨ ૫રમાત્મા જ્યારે સમવસરણમાં દેશના આપે છે ત્યારે તે એવી હોય છે તેમાંથી બધા જ વિકાસોન્મુખ જીવોને પોતે જે કક્ષાએ હોય ત્યાંથી ઊંચે કેમ ચડી શકે તેનું માર્ગદર્શન મળી રહે છે. મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રની આવશ્યકતા રહે છે. સમ્યક્ચારિત્રના સર્વવિરતિ અને દેશવિરતિ એવા બે મુખ્ય પ્રકાર છે. ગૃહસંસાર છોડી દીક્ષા લેનાર સાધુ ભગવંતોનું ચારિત્ર તે સર્વવિરતિના પ્રકારનું છે. ગૃહસ્થો જે સંયમની આરાધના કરે તે દેશિવરતિ ચારિત્ર છે. સર્વવિરતિ સાધુ ભગવંતો માટે ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો છે. ગૃહસ્થો માટે એ જ અમુક અંશે પાળવાનાં કહ્યાં હોવાથી તેને અણુવ્રત નાનાં વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ અણુવ્રતોનું પાલન સારી રીતે થઈ શકે એ માટે બીજાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરવાનું ભગવાને કહ્યું છે. ત્રણ ગુણવ્રતો છે : (૧) દિક્ પરિમાણ વ્રત, (૨) ભોગોપભોગ પરિમાણ વ્રત અને (૩) અનર્થ દંડ વિરમણવ્રત. ચાર શિક્ષાવ્રતો છે : (૧) સામાયિક વ્રત, (૨) દેશાવકાસિત વ્રત, (૩) પૌષધ વ્રત અને (૪) અતિથિ સંવિભાગ વ્રત. આમ શ્રાવકનાં બાર વ્રત બતાવવામાં આવ્યાં છે. જે દેશવિરતિ શ્રાવક આ બાર વ્રત ચુસ્તપણે પાળે તે સાધુની નજીક પહોંચે છે. આ બાર વ્રતમાં નવમું વ્રત અને શિક્ષાવ્રતમાં પહેલું વ્રત તે સામાયિક વ્રત છે. જે શ્રાવક સામાયિક વ્રત બરાબર પાળે તે તેટલો વખત સાધુપણામાં આવી જાય છે. સામાયિક એ શિક્ષાવ્રત છે. શિક્ષા એટલે અભ્યાસ. ધર્મબિન્દુ' ગ્રંથમાં હરિભદ્રસૂરિએ કહ્યું છે साधु धर्माभ्यासः शिक्षा એટલે જેમાં સારો (સાધુ) ધર્માભ્યાસ થાય તેનું નામ શિક્ષા. શિક્ષાવ્રત એટલે વારંવાર અભ્યાસ કરવાનું વ્રત. શ્રી હિરભદ્રસૂરિએ પંચાશકમાં કહ્યું છેઃ सिक्खावयं तु एत्थं सामाइयमो तथं तु विणेयं । सावज्जेयर जोगाण वज्जणा सेवणारुवं ॥ [અહીં શ્રાવકધર્મમાં સામાયિકને શિક્ષાવ્રત જાણવું. સાવદ્ય અને ઇતર (અનવદ્ય) યોગોને અનુક્રમે વર્જવા અને સેવવારૂપે તે વ્રત છે.] અભયદેવસૂરિએ શિક્ષાનો અર્થ સમજાવતાં કહ્યું છે કે ગ્રહણ અને સેવનરૂપી પરમપદસાધક એવી વિશિષ્ટ ચેષ્ટા એટલે શિક્ષા, જે વ્રતમાં આવી ચેષ્ટા મુખ્ય રૂપે હોય એ વ્રત તે શિક્ષાવ્રત. સામાયિક # ૫૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ સામાયિક શિક્ષાવ્રત છે માટે જ તે વારંવાર કરવાનું કહ્યું છે, કારણ કે કોઈ પણ કાર્ય વારંવાર કરવાથી, તેના વધુ મહાવરાથી તે વધુ સારી રીતે થઈ શકે છે. જેમ અનુભવ વધતો જાય તેમ તેની ખામીઓ દૂર થતી જાય. સાધનામાં અભ્યાસથી ઉત્તરોત્તર વિશુદ્ધિ આવતી જાય છે. આરંભમાં થોડી કચાશ હોય, તેથી તે પ્રવૃત્તિ છોડી દેવાને યોગ્ય નથી. કુંભારનો દીકરો ચાકડા ઉપર માટીનાં વાસણ બનાવતાં શીખે અથવા નાનું બાળક અક્ષર લખતાં શીખે તો તેમાં જેમ જેમ વધારે મહાવરો થતો જાય તેમ તેમ પરિણામ સારું આવતું જાય. સામાયિક વ્રતમાં આરંભમાં કોઈને લેવાની કે પારવાની વિધિ બિલકુલ ન આવડતી હોય તો તે વગર પણ સામાયિકનો આરંભ કરી શકે છે, અને પછી તેની વિધિ શીખી લઈ શકે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે વ્રતનું પાલન ન કરનારને જેટલો દોષ લાગે છે તેટલો દોષ અવિધિથી વ્રત કરનારને લાગતો નથી. વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણે કહ્યું છે : __ सामाइअंभि उ कए समणो इव साववो हवइ जम्हा । ए एण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥ [સામાયિક કરવાથી શ્રાવક સાધુ જેવો થાય છે. એટલા માટે બહુ વાર સામાયિક કરવું જોઈએ.] બે ઘડીના સામાયિકમાં પાપરૂપ પ્રવૃત્તિઓ અટકી જાય છે, અને ત્યાગ તથા સંયમાદિ ભાવો અનુભવવા મળે છે. માટે શ્રાવકોને જ્યારે જ્યારે સમય મળે ત્યારે સામાયિક કરવાની ભલામણ કરવામાં આવી છે : झाहे खणिउ ताहे सामाइयं करेइ । વળી અન્યત્ર પણ કહેવાયું છે: जीवो पमायबहुलो बहुसोवि अ बहुविहेसु अत्येसु । एएण कारणेणं बहुसो सामाइथं कुज्जा ॥ [જીવ બહુ પ્રમાદવાળો છે. બહુ પ્રકારના અર્થોમાં પદાર્થોમાં) તે બહુ રચ્યોપચ્યો રહે છે. એટલા માટે બહુ વાર સામાયિક કરવું જોઈએ.] આવશ્યકચૂર્ણિમાં કહ્યું છેઃ यदा सव्व सामाइयं काउमसतो तदा देससामइयंपि ताव बहुसो कुज्जा तथा जत्थं वा वीसमइ अच्छइ वा निव्वारो सवत्थ सामाइयं करेइ। [જ્યારે સર્વથી સર્વવિરતિ લઈને સામાયિક કરવાને અશક્ત હોઈએ ત્યારે દેશથી (દેશવિરતિમાં) પણ સામાયિક બહુ વાર કરવું જોઈએ. તથા જ્યાં વિસામો (ફુરસદ) મળે અથવા નિપાર હોય (બીજું કંઈ કરવાપણું ન હોય, ત્યારે તો પર વડ જૈન આચારદર્શન Page #101 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સર્વથા કરવું જ જોઈએ.] ‘સાગાર ધર્મામૃત’માં કહ્યું છે : साध्यते 1 निम्नी करोति वा बिन्दुः किं नाश्मानं मुहुःपतन् ॥ [અત્યંત દુઃસાધ્ય છતાં સામાયિક અભ્યાસથી (નિત્ય પ્રવૃત્તિથી) સાધ્ય થાય છે. સતત જલબિન્દુ પડવાથી શું પથ્થર (ઘસાઈને) નીચો નથી થતો ?] ક્રિયાવિધિપૂર્વકનું ગૃહસ્થોએ કરવાનું દ્રવ્ય સામાયિક બે ઘડીનું હોય છે. ગૃહસ્થોએ ગુરુ ભગવંતની સાક્ષીએ (અથવા સ્થાપનાચાર્ય સન્મુખ રાખીને) રોજેરોજ આવશ્યક ક્રિયા તરીકે અવશ્ય તે કરવાનું હોય છે. ગૃહસ્થોને પોતાના ગૃહજીવનની મર્યાદા હોય છે એટલે એમને માટે આ દ્રવ્ય સામાયિકનું વિધાન છે, પરંતુ દ્રવ્ય સામાયિક થયું એટલે તે ભાવ સામાયિક ન થઈ શકે એવું નથી. વસ્તુતઃ દ્રવ્ય સામાયિક કર્યું હોય અને પુરુષનું મન તે સમયે હરિજનવાસમાં ઉઘરાણી માટે ભટકતું હોય અથવા સ્ત્રીનું મન રસોડામાં ભટકતું હોય તો તે દ્રવ્ય સામાયિક માત્ર દ્રવ્ય સામાયિક જ રહે છે, ભાવ તેમાં પરોવાયેલો ન હોવાથી તે વધારે ફળ આપતું નથી. પુણિયા શ્રાવક ગૃહસ્થ હતા છતાં એનું દ્રવ્ય સામાયિક એવું ઉત્તમ ભાવ સામાયિક બની રહેતું કે એમના સામાયિકની પ્રશંસા ભગવાન મહાવીરના મુખે થયેલી છે. દ્રવ્ય સામાયિક બે ઘડીનું હોવું જોઈએ એવી પ્રાચીન પરંપરા ચાલી આવી છે. આ સામાયિક લેવાની અને તે પૂરું થયે પારવાની વિધિમાં કેટલાક ફેરફારો થતા રહ્યા છે, તોપણ એનો મુખ્ય ધ્વનિ કે ભાવ તો સમાન જ રહ્યો છે. સામાયિકની લેવા-પારવાની ક્રિયાવિધિમાં કેટલાંક સૂત્રો બોલવાનાં હોય છે. એ સૂત્રોમાં નવકારમંત્ર, પંચિદિઅ, ઈરિયાવહી, તસ્સ ઉત્તરી, અન્નત્થ, લોગસ્સ, કરેમિ ભંતે વગેરે સૂત્રો સમાન રહ્યાં છે. બીજાં કેટલાંક સૂત્રોમાં ફિકાભેદે ફરક છે. તોપણ તેનો આશય સમાન રહ્યો છે. सामायिकं सुदुःसाध्यमप्यभ्यासेन કોઈ પણ ક્રિયાવિધિના આરંભમાં નવકારમંત્ર પછી ઈરિયાવહી સૂત્ર બોલાય છે. દોષોની ક્ષમાપના માટેનું એ સૂત્ર છે. જ્યાં સુધી ઈરિયાવહી દ્વારા, દોષોની ક્ષમાપના દ્વારા શુદ્ધિ થતી નથી ત્યાં સુધી ધાર્મિક ક્રિયા કે વિધિ બહુ ફ્ળ આપતી નથી. ઈરિયાવહી સાથે લોગસ્સનો કાઉસગ્ગ અવશ્ય જોડાયેલો હોય છે. એથી દર્શન–વિશુદ્ધિનો લાભ થાય છે. સામાયિકનું સૌથી મહત્ત્વનું સૂત્ર કરેમિ ભન્તે સમાઇયં’ છે. એ સામાયિક માટેની પ્રતિજ્ઞાનું સૂત્ર છે. સામાયિકનો આધાર આ પ્રતિજ્ઞાસૂત્ર ઉપર છે. તીર્થંકર પરમાત્મા જ્યારે પંચમુષ્ટિએ લોચ કરી સ્વયં દીક્ષિત થાય છે ત્યારે સામાયિક “ ૫૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ચારિત્રની પ્રતિજ્ઞા લે છે. ભગવાન મહાવીર સ્વામીએ સામાયિક ચારિત્રની પ્રતિજ્ઞા લીધી ત્યારે સિદ્ધ ભગવંતોને નમસ્કાર ઉચ્ચારી પ્રતિજ્ઞા લીધી હતી. સાધુ ભગવંતો જ્યારે દીક્ષા લે છે ત્યારે કરેમિ ભજો સામાઈયં ની પ્રતિજ્ઞા ત્રિવિધ ત્રિવિધ એટલે કે નવ કોટિએ લે છે. ગૃહસ્થો જ્યારે બે ઘડીનું સામાયિક કરે છે ત્યારે કરેમિ ભત્તે’ સૂત્ર બોલીને છ કોટિએ પચ્ચકખાણ લે છે. એટલા માટે સાધુ ભગવંતોના કરેમિ ભન્તમાં અને ગૃહસ્થોના કરેમિ ભન્તમાં કેટલાક શબ્દો જુદા જોવા મળશે. આ શબ્દો ઘણા મહત્ત્વના અર્થસભર અને સૂચક છે. સાધુ ભગવંતો જ્યારે દીક્ષા લે છે ત્યારે “કરેમિ ભન્ત’ ઉચ્ચરે છે. તેઓ માવજીવન સામાયિક સ્વીકારે છે. ગૃહસ્થોનું સામાયિક નિયમાનુસાર એટલે કે બે ઘડીનું હોય છે. આથી સાધુ ભગવંતોએ સર્વ પ્રકારના સાવદ્ય યોગનાં પચ્ચક્ખાણ લેવાનાં હોય છે. એટલે તેમના કરેમિ ભન્ત'માં બેસવું અને જાવજીવાય’ શબ્દો આવે છે. ગૃહસ્થોના જીવનમાં આરંભ સમારંભ ચાલુ હોય છે, એટલે તેઓ બે ઘડી માટે સાવદ્ય યોગનાં પચ્ચકખાણ લે છે. સાધુ ભગવંતોને ગૃહસ્થજીવનની, આજીવિકાની કે અન્ય સાંસારિક જવાબદારીઓ હોતી નથી. સર્વ સાંસારિક સંબંધોથી તેઓ નિવૃત્ત થઈ ગયા હોય છે. એટલે તેઓ ત્રણ કરણ (કરવું, કરાવવું, અનુમોદવું) અને ત્રણ યોગ મન, વચન, કાયા)થી પચ્ચકખાણ લે છે. ગૃહસ્થને જવાબદારીઓ હોવાથી, આજીવિકા તથા સાંસારિક કાર્યોમાં મમત્વનો ભાવ રહેવાથી તેઓ બે કરણ અને ત્રણ યોગથી પચ્ચકખાણ લેતા હોય છે. મન, વચન અને કાયાથી સાવદ્ય યોગની અનુમોદન કરીશ નહિ એવું પચ્ચકખાણ ગૃહસ્થને લેવાનું હોતું નથી. તેઓ લેવાને સમર્થ કે અધિકારી હોતા નથી. લે તો ભંગ થવાનો સંભવ રહે છે. એટલે સાધુઓના કરેમિ ભત્તે'માં તિવિહં તિવિહેણ' અને “કરતંપિ અન્ન ન સમણુજ્જાણેમિ' પાઠ આવે છે. સાધુઓએ માવજીવન સમભાવમાં, અનાસક્ત ભાવે, સાક્ષી ભાવે રહેવાનું હોય છે. ગૃહસ્થે બે ઘડી માટે તેની સાધના કરવાની હોય છે. આથી સામાયિક દરમિયાન ગૃહસ્થ ખાયપીએ તો તે તેને માટે સાવદ્ય યોગ છે. સાધુ ભગવંતો આહારાદિ લે, શૌચાદિ ક્રિયા કરે પરંતુ તે તેમને માટે સાવદ્ય ક્રિયા નથી. સાધુ ભગવંતોને ત્રણ કરણ અને ત્રણ યોગથી પાપરૂપ કાર્યો ન કરવાનાં પચ્ચખાણ હોય છે. તેના નવ ભાંગા આ પ્રમાણે થાય છે: (૧) મનથી કરીશ નહિ, (૨) વચનથી કરીશ નહિ, (૩) કાયાથી કરીશ નહિ, (૪) મનથી કરાવીશ નહિ, (૫) વચનથી કરાવીશ નહિ, (૬) કાયાથી કરાવીશ નહિ, (૭) મનથી અનુમોદના નહિ કરું, (૮) વચનથી અનુમોદના નહિ કરું અને (૯) કાયાથી અનુમોદના નહિ પ૪ * જૈન આચારદર્શન Page #103 -------------------------------------------------------------------------- ________________ કરું. આમ ‘કરેમિ ભત્તે’માં સાધુ ભગવંતોએ નવ ભાંગા અથવા નવ કોટિએ પચ્ચક્ખાણ લેવાનાં હોય છે. ગૃહસ્થે છ ભાંગા અથવા છ કોટિએ પચ્ચક્ખાણ લેવાનાં હોય છે. સામાયિક વિધિપૂર્વક કરવામાં ‘કરેમિ ભન્તે સામાઇયં' એ સૂત્ર દ્વારા પ્રતિજ્ઞા લેવાની હોય છે. ભારતીય પરંપરામાં મંત્ર, સૂત્ર, સ્તોત્ર ઇત્યાદિનું એક વાર, બે વાર, ત્રણ વાર, પાંચ વાર, સાત, નવ, બાર, એકવીસ કે તેથી વધુ વાર પઠનઉચ્ચારણમાં ઉતાવળને લીધે, અનવધાનને લીધે કે અન્ય કોઈ કારણે તેના અર્થ અને આશયમાં ચિત્ત એકાગ્ર ન થયો હોય તો વધુ વાર ઉચ્ચારવાથી એકાગ્ર થઈ શકે છે. આવી કેટલીક વિધિઓમાં મંત્ર-સૂત્રાદિને વધુ વાર દોહરાવવાની પદ્ધતિ સર્વમાન્ય છે. (જાહે૨ જીવનમાં પણ ક્યાંક સોગંદવિધિમાં કે કાયદો પસાર કરવામાં ત્રણ વારનું વાચન સ્વીકારાયું છે.) સામાયિકની વિધિમાં એનું પ્રતિજ્ઞાસૂત્ર સૌથી મહત્ત્વનું હોવાથી એનું ઉચ્ચારણ એક વાર નહિ પણ ત્રણ વાર થવું જોઈએ એવો મત કેટલાક શાસ્ત્રકારોએ દર્શાવ્યો છે. ‘વ્યવહારસૂત્ર'માં (ઉ. ૪, ગા. ૩૦૯) કહ્યું છે : सामाइयं तिगुणट्ठग्रहणं च्च 1 એના ઉપર ટીકા લખતાં આચાર્ય મલયગિરિએ લખ્યું છે : त्रिगुण त्रीन वरान सेहो सामायिकमुच्चयति । નિશીથચૂર્ણિ’માં પણ કહ્યું છે : सेहा सामाइयं तिक्खुत्तो कड्डइ 1 વિર્તમાન સમયમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયમાં સામાયિકની વિધિમાં ‘કરેમિ ભત્તે’ સૂત્ર એક વાર કે ત્રણ વાર બોલવાની પરંપરા કેટલી પ્રાચીન છે અને તેમાં ફેરફાર ક્યારથી થયા છે અને શા કારણથી થયા છે તે સંશોધનનો એક રસિક વિષય છે.] સામાયિકનો સમય બે ઘડીથી વધારે રાખવામાં નથી આવ્યો, કારણ કે માનવનું ચિત્ત કોઈ પણ એક વિષયમાં સામાન્ય રીતે બે ઘડીથી વધારે સમય એકાગ્ર નથી થઈ શકતું. આ વાતને જો લક્ષમાં લેવામાં આવે તો સામાયિક લેવાની વિધિ લાંબી અને અટપટી હોય તો ચિત્ત સ્વસ્થ અને એકાગ્ર થાય તે પહેલાં એવી વિધિથી શ્રમિત ન થઈ જાય ? વિધિ વિશેનો આ પ્રશ્ન પણ એક મહત્ત્વનો પ્રશ્ન ન હોઈ શકે ? નિવૃત્ત, ધર્મપ્રેમી ગૃહસ્થો વિધિપૂર્વક સળંગ, એક કરતાં વધુ સામાયિક કરી શકે. પરંતુ જે વ્યવસાયી વ્યસ્ત ગૃહસ્થો હોય તેઓ સવાર-સાંજ સામાયિક કરી સામાયિક ૫૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ શકે અને તે પ્રમાણે કરવાનો ભાવ થાય તે માટે સામાયિકની સરળ અને સંક્ષિપ્ત અને છતાં ઉપયોગી ક્રિયાઓ સહિતની વિધિ હોવી જોઈએ. કોઈ વાર બે ઘડી જેટલો સમય પણ ન રહે અને છતાં સામાયિક કરવાનો ઉત્કટ ભાવ હોય તો શું કરવું ? શ્રી રત્નશેખરસૂરિ વગેરે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે આવા સંજોગોમાં કરેમિ ભજોનો પાઠ ઉચ્ચાર્યા વગર પોતાની ધારણા પ્રમાણે સામાયિક કરવું. કારણ કે કરેમિ ભત્તે’માં જે ગુરુભગવંત માટેનો આદરભાવ છે તે સચવાવો જોઈએ. ‘કરેમિ ભન્ત'નો પાઠ બોલ્યા પછી તેની પ્રતિજ્ઞાવિધિનો અનાદર ન થવો જોઈએ. એટલે કરેમિ ભજોના ઉચ્ચારણસહિત વિધિપૂર્વક કરેલું સામાયિક તો અવશ્ય બે ઘડીનું જ હોવું જોઈએ. ગૃહસ્થોએ સામાયિક કેવી રીતે અને કેટલા સમય માટે કરવું જોઈએ ? શાસ્ત્રકારોએ એ માટે એક મુહૂર્ત એટલે કે બે ઘડીનો કાળ (અડતાલીસ મિનિટનો સમય) કહ્યો છે. દિવસ અને રાત્રિમાં જે કાળ પસાર થાય છે તેનું વિભાજન પ્રાચીન કાળમાં મુહૂર્ત, ઘટિકા, પળ, વિપળ વગેરેમાં કરવામાં આવ્યું હતું. જૂના સમયમાં કાળમાપક જે સાધનો પ્રચલિત હતાં એમાં કાચની ‘ઘડી આવતી. કાચના ઉપરના એક ગોળામાંથી બધી રેતી નીચેના ગોળામાં પડી જાય એટલા કાળને એક “ઘડી' કહેવામાં આવતો. બે ઘડી મળીને એક મુહૂર્ત જેટલો કાળ થતો. આ મુહૂર્તનું વર્તમાન માપ અડતાલીસ મિનિટનું છે. આગમગ્રંથોમાં ગૃહસ્થોના સામાયિક માટે કોઈ નિશ્ચિત કાળનો નિર્દેશ જોવા મળતો નથી. વળી કરેમિ ભજો સૂત્રમાં જાવ નિયમ' શબ્દ આવે છે. એટલે જ્યાં સુધી નિયમ લીધો છે ત્યાં સુધી એવો અર્થ થાય છે. જ્યારે સમયમાપક સાધનો સુલભ નહોતાં ત્યારે માણસો અમુક પડછાયો અમુક જગ્યા સુધી પહોંચે ત્યાં સુધી, અથવા દીવો પૂરો બળી રહે ત્યાં સુધી કે એવી નિશાની રાખી સમયનો નિયમ લેતા. ઘટિકાયંત્ર પ્રચલિત થયા પછી તેનો નિયમ લેવામાં આવતો. ભગવાન મહાવીરના સમય પછી એક મુહૂર્ત અથવા બે ઘડીનો નિર્દેશ સામાયિક માટે જોવા મળે છે. સામાયિકમાં સાવદ્યયોગનું પચ્ચકખાણ લેવામાં આવે છે. જુદાં જુદાં પચ્ચકખાણોના જુદા જુદા કાલમાન હોય છે. નાનામાં નાનું પચ્ચકખાણ તે નવકારશીનું છે. તેમાં સમયનિર્દેશ નથી પણ પરંપરાથી તે એક મુહૂર્તનું ગણવામાં આવે છે. એ રીતે સામાયિકમાં પણ કાલનિર્દેશ નથી, પણ પરંપરાથી તે એક મુહૂર્તનું ગણવામાં આવે છે. સામાયિકના કાળ વિશે સ્પષ્ટતા કરતાં જિનલાભસૂરિએ “આત્મપ્રબોધમાં પ૬ ર જૈન આચારદર્શન Page #105 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે : इह सावद्ययोग प्रत्याख्यानरूपस्य सामायिकस्य मुहूर्तमानता सिद्धान्तेऽनुत्काऽपि ज्ञातव्या प्रत्याख्यानकालस्य जधन्यतोऽपि मुहूर्तमात्र त्वान्नमस्कारसहित प्रत्याख्यानवदिति । [આ સાવદ્ય યોગના પ્રત્યાખ્યાનરૂપ સામાયિકના મુહૂર્ત કાલમાનનો નિર્દેશ શાસ્ત્રસિદ્ધાંતોમાં નથી, પણ કોઈ પણ પ્રત્યાખ્યાનનો જઘન્ય કાળ એક મુહૂર્તનો છે, નવકારશીના પ્રત્યાખ્યાનની જેમ.] હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર'ના તૃતીય પ્રકાશમાં સામાયિકનાં લક્ષણો જણાવતાં મુહૂર્તના કાળનો નિર્દેશ કર્યો છે. સાધુ ભગવંતોનું સામાયિક યાવજ્જીવન હોય છે. તેઓ આરંભપરિગ્રહ કે આજીવિકાની કે ઘ૨સંસાર ચલાવવાની જવાબદારીમાંથી મુક્ત હોય છે. એટલે સાવદ્ય યોગમાંથી નિવૃત્ત થઈ તેઓ સમતાભાવમાં સતત રહી શકે છે. એટલે તેઓએ એ માટે નિશ્ચિત કાળ માટે એક આસને બેસવાનું હોતું નથી. પ્રતિક્રમણાદિ અન્ય ક્રિયાવિધિ માટેની વાત જુદી છે.) ગૃહસ્થ સાંસારિક જવાબદારીમાંથી નિવૃત્ત થાય તો એક આસને બેસી શકે અને સમતાભાવમાં રહી શકે. એ માટે કાયાના સાવદ્ય યોગ જો શાંત થાય તો તે અંતર્મુખ બની સમતાભાવનો અનુભવ કરી શકે. જો ગૃહસ્થો માટે આવી કોઈ કાળમર્યાદા ન રાખવામાં આવી હોય અને પાંચ-પંદ૨ મિનિટ જ્યારે જેટલો અવકાશ હોય ત્યારે તે પ્રમાણે સામાયિક કરી શકે એમ હોય તો આ ક્રિયાવિધિનું ગૌરવ રહે નહિ અને અનવસ્થા પ્રવર્તે. વળી ગૃહસ્થોના જીવનમાં શિથિલતા, પ્રમાદ વગેરે આવવાનો સંભવ સવિશેષ રહે. એથી ઓછામાં ઓછા સમય માટે સામાયિક કરવાનું વલણ વધતું જાય, દેખાદેખી થાય અને સામાયિકનો અભાવ પણ થઈ જાય. એ દૃષ્ટિએ પણ સામાયિકનો કાલમાન નિશ્ચિત હોય એ જરૂરી છે. વળી, કોઈ પણ ક્રિયાવિધિમાં જ્યાં સ્વેચ્છાએ સમય પસાર કરવાનો હોય તો એક પ્રકારની એકરૂપતા (Uniformity) રહે અને સામાન્ય જનસમુદાયમાં વાદવિવાદ, સંશય વગેરેને માટે અવકાશ ન રહે એ પણ જરૂરી છે. આથી જ કેટલાયે સૈકાઓ પસાર થઈ ગયા છતાં સામાયિકના બે ઘડીના કાલમાનની પરંપરા જુદા જુદા પ્રદેશના અને જુદી જુદી ભાષા બોલતા તમામ જૈનોમાં એક૨સખી ચાલી આવી છે. કોઈકને પ્રશ્ન થાય કે સામાયિકની કાળમર્યાદા બે ઘડીની જ શા માટે ? વધુ સમય માટે ન રાખી શકાય ? આનો ઉત્તર એ છે કે ગૃહસ્થ જીવનને લક્ષમાં રાખીને આ કાળમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સામાયિકનો કાળ એટલો બધો મોટો ન હોવો જોઈએ કે ગૃહસ્થોને પોતાની રોજિંદી જવાબદારીઓ અને કાર્યોમાંથી નિવૃત્ત સામાયિક = ૫૭ Page #106 -------------------------------------------------------------------------- ________________ થઈને એટલા કાળ માટે અવકાશ મેળવવાનું જ કઠિન થઈ જાય. વળી સામાયિકમાં કાયાને સ્થિર કરીને એક આસને બેસવાનું છે. ભૂખ, તરસ, શૌચાદિના વ્યાપારોને લક્ષમાં રાખીને તથા શરીર જકડાઈ ન જાય તે ધ્યાનમાં રાખીને આ કાળમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સામાયિકમાં બેસનારને માટે સામાયિક ઉત્સાહરૂપ હોવું જોઈએ, શ૨ી૨ને શિક્ષારૂપ ન હોવું જોઈએ. આ ઉપરાંત બીજી એક દૃષ્ટિએ પણ આટલો કાળ યોગ્ય ગણાયો છે. સામાયિકમાં સૌથી અગત્યનું તો ચિત્તને સમભાવમાં રાખવાનું છે. કોઈ પણ એક વિચાર, વિષય, ચિંતન-મનન માટે સામાન્ય મનુષ્યનું ચિત્ત બે ઘડીથી વધુ સમય સ્થિર રહી શકતું નથી. બે ઘડી પછી ચિત્તમાં ચંચળતા અને વિષયાન્તર ચાલવા લાગે છે. ભદ્રબાહુ સ્વામીએ ‘આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે,સંતો મુહૂત્તળાનું વિત્તળયા વક્ જ્ઞાળું' (કોઈ પણ એક વિષયનું ધ્યાન ચિત્ત એક મુહૂર્ત સુધી કરી શકે છે.) આધુનિક માનસશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ આ વાતનું સમર્થન કરે છે. કોઈક અપવાદરૂપ વ્યક્તિઓ એથી વધુ સમય સુધી એક જ વિષય ઉપર પોતાના ચિત્તને એકાગ્ર કરવાની શક્તિ ધરાવતી હોય છે. કેટલાક ગૃહસ્થો એક આસને બેસી સળંગ એક કરતાં વધુ સામાયિક ક૨વા માટે શરીર અને ચિત્તની શક્તિ ધરાવતા હોય છે. તેઓને ફરીથી સામાયિક પા૨વા તથા લેવાની વિધિ કરવાની જરૂર નથી. પરંતુ એવી વ્યક્તિઓએ એકસાથે ત્રણથી વધુ સામાયિક ન કરવાં. ત્રણ સામાયિક પૂરાં કર્યા પછી, પારવાની વિધિ કર્યા પછી, ચોથું સામાયિક નવેસરથી વિધિ કરીને શરૂ કરવું જોઈએ એમ ચિત્તના ઉપયોગને લક્ષમાં રાખીને બતાવવામાં આવ્યું છે. ગૃહસ્થે સામાયિક લેવાની વિધિ પૂરી કર્યા પછી બે ઘડીનો એટલે કે ૪૮ મિનિટનો સમય સામાયિકમાં પસાર કરવાનો હોય છે. સામાયિક લેવાની અને પારવાની વિધિનો સમય એ અડતાલીસ મિનિટમાં ગણાતો નથી. આ અડતાલીસ મિનિટ દરમિયાન સામાયિક કરનારે શું કરવું જોઈએ ? આ અડતાલીસ મિનિટ સામાયિક કરનાર મન, વચન અને કાયાના સાવધ યોગોનો ત્યાગ કરીને, સમત્વ કેવળી સ્વ-સ્વરૂપમાં લીન થાય, આત્મરમણતા અનુભવે એ સામાયિકનો આદર્શ છે. પરંતુ એમ સળંગ ૪૮ મિનિટ સુધી આત્મરમણતામાં સ્થિર રહેવું એ મોટા ત્યાગી મહાત્માઓ માટે પણ દુષ્કર છે. તો ગૃહસ્થની તો વાત જ શી ? ગૃહસ્થ માટે તો આ શિક્ષાવ્રત છે. એટલે ગૃહસ્થે એ માટે અભ્યાસ કરવો જોઈએ. સાવ શરૂઆત કરનાર માટે તો ૪૮ મિનિટ કેમ પસાર કરવી એ પ્રશ્ન થઈ જાય. એટલા માટે શાસ્ત્રકારોએ બતાવ્યું છે કે સામાયિકમાં સ્વાધ્યાય કરવો જોઈએ. ૫૮ જૈન આચારદર્શન Page #107 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની વિધિમાં પણ ગુરુ મહારાજ પાસે સ્વાધ્યાય માટે અનુજ્ઞા માગવાની હોય છે. પોતાની રુચિ અને શક્તિ અનુસાર આધ્યાત્મિક ગ્રંથોનો સ્વાધ્યાય કરી શકાય. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ સ્વાધ્યાયના પ્રકારો છે. ગુરુ મહારાજ કે કોઈ જ્ઞાની પુરુષના સાનિધ્યમાં સામાયિક થતું હોય તો તેમની સાથે શાસ્ત્રચર્ચા કરી શકાય. વળી સામાયિકમાં પોતે કંઠસ્થ કરેલાં સૂત્રોનો મુખપાઠ કરી શકાય અથવા નવાં સૂત્રો, સ્તવનો, સઝાયો વગેરે પણ કંઠસ્થ કરી શકાય. તદુપરાંત સામાયિકમાં નવકારવાળી ગણી શકાય, મંત્રજાપ પણ કરી શકાય. કેટલાક શાસ્ત્રકારો સામાયિકમાં આરંભમાં આત્મશુદ્ધિ માટે, કાર્યક્ષમ માટે ચાર લોગસ્સનો કાઉસગ્ન કરવાની ભલામણ કરે છે. જેઓ ઘરમાં સામાયિક કરતા હોય છે તેઓએ ઘરની વાતોમાં પોતાનું ચિત્ત ચાલ્યું ન જાય તે માટે સાવધાની રાખવી જોઈએ. જેઓ સામાયિકમાં બોલવાની છૂટ રાખતા હોય તેઓએ પોતાનો વચનયોગ બરાબર સચવાય તે પ્રત્યે ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા આખું સામાયિક વેળટપ્પામાં પસાર થઈ જવાનો સંભવ રહે છે. સામાયિકમાં બોલવાનો નિષેધ નથી, પરંતુ સામાયિક કરનાર એટલો સમય જો મૌન પાળે તો અંતર્મુખ થવાને અથવા સ્વાધ્યાયમાં ચિત્તને કેન્દ્રિત કરવાને વધુ અવકાશ રહે છે. વળી પોતે સામાયિકમાં શાનો સ્વાધ્યાય કરવા ઇચ્છે છે એ પહેલેથી વિચારી લીધું હોય તો નિરર્થક સમય બગડતો નથી. સામાયિક કરનારની ચિંતનધારા શુભ રહે અને એમ મનમાં અધ્યવસાયો શુભ અને શુદ્ધ રહે એ સૌથી મહત્ત્વની વાત છે. ગૃહસ્થને માટે સવારસાંજ એમ બે વખત સામાયિક કરવાનું કહ્યું છે. સામાયિક એ બે ઘડીનું સાધુપણું છે. માટે જેટલાં વધુ સામાયિક કરવાની અનુકૂળતા મળે તેટલાં વધુ સામાયિક કરવાં જોઈએ. અને સામાયિકમાં કેળવેલો સમતા ભાવ પોતે સામાયિકમાં ન હોય ત્યારે પણ ચાલુ રહે એ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલા માટે જ કહ્યું છે: सामाइय पोसह संठिअस्स जीवस्स जाइ जो कालो । सो सफलो वोधव्वो सेसो संसारफलहेउ ॥ સિામાયિક અને પૌષધમાં રહેલા જીવનો જે કાળ પસાર થાય છે તે સફળ જાણવો. બાકીનો સમય સંસારવૃદ્ધિનું કારણ છે.] પ્રાચીન સમયમાં તંગિયા નગરીના શ્રાવકો સામાયિક કરવામાં અત્યંત ઉદ્યમશીલ રહેતા અને પોતાની જિંદગીનાં વર્ષ જન્મતિથિ પ્રમાણે ન ગણતાં, પોતે જેટલાં સામાયિક કર્યા હોય તેનો સરવાળો કરીને ગણતા અને કોઈ પૂછે તો પોતાની ઉંમર તે પ્રમાણે કહેતા. સામાયિક પ૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થોનું સામાયિક એટલે બે ઘડીનું સાધુપણું. સામાયિકમાં આત્મવિશુદ્ધિ એ સૌથી મહત્ત્વની બાબત છે. સાવદ્ય યોગના પચ્ચકખાણ દ્વારા નવા અશુભ કર્મોને આવતાં રોકવાનાં હોય છે. એ વડે જેઓ સમતાભાવ અને આત્મસ્વરૂપનું ધ્યાન ધરી શકે તેઓ સામાયિકનું ફળ વિશેષ પામી શકે. આત્મવિશુદ્ધિ માટે ચિત્તની વિશુદ્ધિ આવશ્યક છે. ગૃહસ્થોનું સામાયિક વિધિપૂર્વકનું બે ઘડી માટેનું હોય છે. ગૃહસ્થોને માટે ચિત્ત વિક્ષુબ્ધ થવાના પ્રસંગો અને કારણો ઘણાં હોય છે. માટે સામાયિક કરનારે પોતાના ચંચળ ચિત્તને શાંત અને સ્વસ્થ કરીને સામાયિક કરવા બેસવું જોઈએ. ગૃહસ્થનું સામાયિક એ શિક્ષાવ્રત છે. એટલે કે એક જ દિવસમાં બધું બરાબર થઈ જશે એવું નથી. રોજેરોજના અભ્યાસથી એમાં ઉત્તરોત્તર વધુ પ્રગતિ થતી રહે. વળી, મનની શુદ્ધિ રહે અને વધે એ માટે બાહ્ય કેટલીક શુદ્ધિઓ પણ સાચવવી જોઈએ. જે સ્થાનમાં પોતે સામાયિક કરવા બેસે એ સ્થાન સ્વચ્છ, જીવજંતુરહિત, બીજાની અવરજવરમાં વિક્ષેપ પડે નહિ એવું શાંત, પ્રમાર્જેલું હોવું જોઈએ. એથી સ્વચ્છ, શાંત અને પ્રસન્ન વાતાવરણ નિર્માય છે. શક્ય હોય ત્યાં સુધી પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં મુખ રહે એ રીતે બેસવું જોઈએ. વળી અનુકૂળતા હોય તો રોજ એક જ સ્થળે બેસવું જોઈએ. એક જ સ્થળે લગભગ નિયત સમયે સામાયિક કરવા બેસવાથી ત્યાંનું પવિત્ર વાતાવરણ સર્જાય છે. અને સામાયિકમાં બેસતાંની સાથે તે વાતાવરણ મનના શુભ ભાવોને પોષક બને છે. સ્થળ ઉપરાંત આસન, વસ્ત્રો, ઉપકરણો વગેરેની શુદ્ધિ પણ આવશ્યક છે. આ બધી બાહ્ય શુદ્ધિઓ છે, પરંતુ તે પણ અત્યંત ઉપયોગી છે. ગૃહસ્થોએ સામાયિક માટેનો પહેરવેશ પણ સમયને ઉચિત એવો, સુશોભનો અને અલંકારોથી રહિત, અને શક્ય હોય તો સાધુ જેવો રાખવો જરૂરી છે. સામાયિક કરનાર ગૃહસ્થ સામાયિકની વિધિની શુદ્ધિ પણ સાચવવી જોઈએ. વિધિ ક્રમાનુસાર, ગરબડ વગર, પૂરી સ્વસ્થતાથી કરવાથી ચિત્ત પણ સ્વસ્થતા અને પ્રસન્નતા અનુભવે છે. સૂત્રોનાં ઉચ્ચારણ શુદ્ધ હોવાં જોઈએ અને કાઉસગ્ગ પણ રૂડી રીતે થવો જોઈએ. બાહ્ય વિશુદ્ધિ આંતરિક વિશુદ્ધિને પોષક હોવી જોઈએ. ગૃહસ્થો માટે એ જરૂરી છે. પરંતુ તેઓ બાહ્ય વિશુદ્ધિમાં જ અટકી જાય અને આંતરિક પરિણામો એટલાં વિશુદ્ધ ન રહે તો તે બરાબર નથી. જે મહાત્માઓ સમતાભાવ સહિત તરત આત્મસ્વરૂપમાં રમણ કરી શકે છે તેમને માટે પછી બાહ્ય પૂલ વિશુદ્ધિની એટલી અનિવાર્યતા કદાચ ન રહે એવું બની શકે છે. પરંતુ આરંભ કરનાર વ્યક્તિ બાહ્ય વિશુદ્ધિની બાબતમાં જાણીને પ્રમાદ કરે તો તે આંતરિક વિશુદ્ધિ પ્રાપ્ત કરવામાં ૬૦ જૈન આચારદર્શન Page #109 -------------------------------------------------------------------------- ________________ કેટલે અંશે પહોંચી શકે એ પ્રશ્ન છે. - ગૃહસ્થો વિધિપૂર્વક, જયણાપૂર્વક સામાયિક કરવા બેસે તેમ છતાં કેટલીક વાર જાણતાં-અજાણતાં મન, વચન અને કાયના કેટલાક દોષ થઈ જવાનો સંભવ છે. શાસ્ત્રકારોએ મનના દસ, વચનના દસ અને કાયાના બાર એમ બત્રીસ પ્રકારના દોષ ગણાવ્યા છે, જે જાણવાથી એવા દોષમાંથી બચી શકાય છે. નીચેની ગાથામાં મનના દસ દોષ ગણાવવામાં આવ્યા છે : अविवेक जसो कित्ती लाभत्यो गव्व भय नियाणत्थो ॥ संसय रोस अविणउ अवहुमाण ए दोसा. भणियव्वा ॥ [(૧) અવિવેક, (૨) યશકીર્તિની વાંછા, (૩) લાભવાંછા, જી ગર્વ, (૫) ભય, (૬) નિદાન નિયાણું), (૭) સંશય, (૮) રોષ, ૯) અવિનય અને (૧૦) અબહુમાન - એમ મનના દસ દોષ ગણાવવામાં આવે છે.] (૧) અવિવેક સામાયિકનું પ્રયોજન અને સ્વરૂપ જાણ્યા વગર સામાયિક કરવું અને ચિત્તમાં વિકલ્પો કરવા કે સામાયિકથી લાભ થશે કે નહિ ? એથી કોઈ તર્યું છે કે નહિ? વગેરે. (૨) યશોવાંછા પોતાને યશ મળે, વાહવાહ થાય એવા આશયથી સામાયિક કરવું. ૩) લાભઃ સામાયિક કરીશ તો ધનલાભ થશે, બીજા ભૌતિક લાભ થશે. એવા ભાવથી સામાયિક કરવું. જી ગર્વ: મારા જેવું સામાયિક કોઈ ન કરી શકે એવો ગર્વ રાખવો. ૫) ભય : હું સામાયિક નહિ કરું તો લોકો મારી ટીકા કરશે કે નિંદા કરશે. માટે એવી ચિંતા કે ભયથી સામાયિક કરવું. (૬) નિદાન: નિધન એટલે નિયાણું. ધન, સ્ત્રી, પુત્ર, વેપારમાં અમુક લાભ મેળવવાના ખાસ પ્રયોજનપૂર્વક સંકલ્પ સાથે સામાયિક કરવું. (૭) સંશય: સામાયિક કરવાથી લાભ થાય છે કે નહિ તેની કોને ખબર છે એવો સંશય રાખ્યા કરવો. (૮) રોષદોષઃ રોષથી એટલે કે ક્રોધથી સામાયિક કરવા બેસી જવું. (ક્રોધથી ઉપરાંત અન્ય કષાયો સહિત સામાયિક કરવું તે). (૯) અવિનય દોષઃ વિનયના ભાવ વગર સામાયિક કરવું. (૧) અબહુમાન દોષ સામાયિક પ્રત્યે બહુમાન હોવું જોઈએ. એવા બહુમાન વગર કે એવા ઉત્સાહ-ઉમંગ વગર – પ્રેમાદરના ભાવ વગર કે ભક્તિભાવ વગર સામાયિક કરવું તે. સામાયિક ૬૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના દસ પ્રકારના વચનના દોષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે. कुवयण सहसाकारे, सछंद संखेव कलहं च । विगहा विहासोऽसुद्धं निरवेक्खो मुणमुणा दोसा दस ॥ (૧) કુવચનઃ સામાયિકમાં કુવચનો, અસભ્ય વચનો, તોછડા શબ્દો, અપમાનજનક શબ્દ, બીભત્સ શબ્દો વગેરે બોલવા તે. (૨) સહસાકારઃ અચાનક, અસાવધાનીથી, વિચાર્યા વિના, મનમાં જેવાં આવ્યાં તેવાં વચનો બોલી નાખવાં. (૩) સ્વચ્છંદ શાસ્ત્રસિદ્ધાંતની વિરુદ્ધ, સામાયિકનું ગૌરવ ન સચવાય એવા અસત્યમય, મનમોજી, હલકાં, સ્વચ્છેદી વચનો બોલવાં. જી સંક્ષેપઃ સૂત્રના પાઠ વગેરેમાં આવતા શબ્દો ઈત્યાદિ પૂરેપૂરાં ન ઉચ્ચારતાં તેનો સંક્ષેપ કરી નાખવો. અક્ષરો, શબ્દો ટૂંકાવી દઈને બોલવા. (૫) કલહઃ સામાયિકમાં બીજાની સાથે ક્લેશ-કંકાસ થાય, ઝઘડા થાય એવાં વચનો બોલવાં. વળી એવાં વચનો ઇરાદાપૂર્વક બોલવાં કે જેથી બીજા લોકો વચ્ચે કલહ થાય, ઝઘડા થાય, ક્લેશ-કંકાસ થાય, અણબનાવ થાય. (૬) વિકથા : ચિત્તને વિષયાંતર કરાવે અને અશુભ ભાવ કે ધ્યાન તરફ ખેંચી જાય એવી વાતોને વિકથા કહેવામાં આવે છે. એવી મુખ્ય ચાર પ્રચારની વિકથા. ગણાવવામાં આવે છે : સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા અને દેશકથા. (૭) હાસ્ય: સામાયિકમાં કોઈની મજાક ઉડાવવી, મશ્કરી કરવી, કયક્ષભય વચનો બોલવાં, બીજાને હસાવવા માટેનાં વચનો બોલવાં, બીજાનાં વચનોના ચાળા પાડવા, જાણીજોઈને ઊંચાનીચા અવાજો કરવા અને સામાયિકનું પૂરું ગાંભીર્ય ન સાચવવું. (૮) અશુદ્ધઃ જૈન ધર્મમાં શબ્દોના ઉચ્ચારણની શુદ્ધિ ઉપર બહુ ભાર મૂક્યો છે. કાનો, માત્રા વગેરે વધારે–ઓછાં બોલવાથી અને સ્વરવ્યંજનના અશુદ્ધ ઉચ્ચારો કરવાથી ઘણા અનર્થો થાય છે. (૯) નિરપેક્ષઃ સૂત્ર-સિદ્ધાંતની ઉપેક્ષા કરી, અસત્ય વચન બોલવું અથવા સમજ્યા વગર અવળી રજૂઆત કરવી. (૧૦) મુમુણ: મુણમુણ એટલે ગુણગુણ કરવું. સૂત્ર વગેરેનો પાઠ કરતી વખતે શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ ન કરતાં ઉતાવળે નાકમાંથી અડધા અક્ષરો બોલી ઝપાટાબંધ ગરબડાવી જવું. (દસમા દોષ તરીકે મુણમુણને બદલે આવાગમનની બીજાને સૂચનાઓ આપવી તેને દોષ તરીકે વિકલ્પ ગણાવવામાં આવેલ છે.) સામાયિકમાં કાયાના બાર પ્રકારના દોષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે : ૬૨ ના જેન આચારદર્શન Page #111 -------------------------------------------------------------------------- ________________ कुआसणं चलासणं चला दिट्ठी सावज्ज किरियाऽऽलंबणाकुंचण पसारणा आलसमोटन मल विमासणं निद्रा वेयावच्चति __ बार स कायदोसा ॥ (૧) કુઆસન પલાંઠી) : સામાયિકમાં પગ ઉપર પગ ચડાવીને અયોગ્ય રીતે, અભિમાનપૂર્વક, અવિનયપૂર્વક બેસવું. (૨) ચલાસન (આસ્થિરાસન): સામાયિકમાં સ્થિર ન હોય તેવા, હાલકડોલક થાય તેવા આસન ઉપર બેસવું અથવા બેસવાની જગ્યા વારંવાર બદલવી ) ચલદષ્ટિ : દષ્ટિ સ્થિર ન રાખતાં ચંચલ રાખવી, સામાયિકમાં આમતેમ જુદી જુદી દિશામાં જોયા કરવું. ૪) સાવદ્ય ક્રિયા: સામાયિકમાં બેઠા પછી પાપરૂપ, દોષરૂપ કાર્યો કરવાં અર્થાતુ ગૃહસ્થે ઘરનાં કામો કરવાં કે કરાવવાં. (૫) આલંબનઃ ભીંત વગેરેનો ટેકો લઈને બેસવું, તે આળસ, પ્રમાદ, અવિનયનું સૂચક છે. (૬) આકુંચન-પ્રસારણ: નિયોજન હાથપગ લાંબાટૂંકા કર્યા કરવા. (૭) આળસ : આળસ મરડવી. (૮) મોટન ભોડન): સામાયિકમાં બેઠાં બેઠાં હાથપગની આંગળીઓના ટાચાકા ફોડવા (ટચાકા વગાડવા). (૯) મલ : શરીરને ખંજવાળી મેલ ઉતારવો. (૧૦) વિમાસણ : લમણે અથવા ગળામાં હાથ નાખી ચિંતામાં બેઠા હોય તેમ બેસી રહેવું અથવા કંઈ સૂઝ ન પડે એથી ઊભા થઈ આમતેમ આંટ મારવા. (૧૧) નિદ્રા : સામાયિકમાં ઝોકાં ખાવાં, ઊંઘી જવું. (૧૨) વૈયાવચ્ચઃ સામાયિકમાં બીજા પાસે શરીર કે માથું દબાવરાવવું, માલીસ કરાવવું વગેરે પ્રકારની સેવાચાકરી કરાવવી. કેટલાક વૈયાવચ્ચને બદલે વસ્ત્રસંકોચનને ઘેષ તરીકે ગણાવે છે. ઠંડી-ગરમીને કારણે અથવા નિષ્કારણ કપડાં સરખાં કર્યા કરવાં તે. કેટલાક આચાર્યો વૈયાવચ્ચને બદલે કંપનીને દોષ ગણાવે છે. શરીરને ડોલાવ્યા કરે અથવા ઠંડી વગેરેને કારણે શરીર ધ્રૂજ્યા કરે છે. સામાયિકમાં કાયાના આ બાર પ્રકારના દોષ માટે નીચે પ્રમાણે ગાથા પણ છેઃ पललठि अथिरासन, दिशि पडिवति कज्ज अदुं भे अंगोवंगमोहणं आलस करडक मलकंडु । विमासणा तह उंधणाइ इव दुवालस दोस वज्जियस्स काय समइ विशुद्धं अगविहं तस्स सामाइयं ॥ સામાયિક ૬૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકદિ પર્વને દિવસે પ્રતિક્રમણમાં ‘વંદીતુ સૂત્રમાં તથા મોટા “અતિચારમાં સામાયિક માટે નીચેનો પાઠ આવે છે. એમાં સામાયિકના અતિચાર સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે : વંદિત્તસૂત્રમાં સામાયિક વ્રતના અતિચાર માટે નીચેની ગાથા આપવામાં આવી છે : તિવિહે દુપ્પણિહાણે, આણવઠ્ઠતાણે તહા સઈ વિહૂણે; સામાઈય વિતહકએ, પઢમે સિફખાવએ નિદે. [ત્રણ પ્રકારનાં દુષ્પણિધાન મન, વચન અને કાયાનાં) સેવવાં તથા અવિનયપણે સામાયિક કરવું તથા યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું એ પ્રમાણે ખોટી રીતે સામાયિક કરવાને કારણે પ્રથમ શિક્ષાવ્રતને લાગેલા અતિચારને હું નિંદું છું. પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે. અતિચાર એટલે વિરાધના. અતિચાર એટલે દેશભંગ, એટલે કે વ્રતનો અમુક અંશે ભંગ. અતિચારથી સંપૂર્ણ વ્રતભંગ થતો નથી, પણ વ્રતમાં અશુદ્ધિ આવી જાય છે. અનાચારથી વ્રતમાં સંપૂર્ણ ભંગ થાય છે. સામાયિકના પાંચ અતિચાર આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે: (૧) મનોદુપ્રણિધાન, (૨) વચનદુ:પ્રણિધાન, (૩) કાયદુપ્રણિધાન, (૪) અનાદર અને (૫) મૃત્યુનુસ્થાપન. (૧) મનોદુપ્રણિધાન : દુપ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા ન સચવાય તેથી પ્રવેશી જતા સાવદ્ય યોગ અથવા પાપકર્મ અર્થાત્ મનની એકાગ્રતા ન સચવાતાં, પ્રમાદ થઈ જવાને કારણે થતાં પાપકર્મ. (૨) વચનદુપ્રણિધાન : સામાયિક દરમિયાન પ્રમાદથી બોલાતાં વચનોને લીધે થતાં પાપકર્મ. (૩) કાયદુપ્રણિધાન : સામાયિક દરમિયાન કાયાથી થતાં પાપકર્મ. જી અનાદરઃ પ્રમાદ વગેરેને કારણે સામાયિક પ્રત્યેનો આદરભાવ ન રહે. એથી સામાયિક ઢંગધડા વગર કરાય. સરખું લેવાય નહિ. સરખું પારવામાં આવે નહિ. સમય પૂરો થયા પહેલાં પારી લેવામાં આવે. (૫) મૃત્યસ્થાપનઃ એટલે સ્મૃતિના દોષને કારણે થતાં પાપકર્મ. સામાયિક કરવાના અવસરે તે કરવાનું યાદ ન રહે અથવા પોતે સામાયિક કર્યું કે નહિ તેવું યાદ ન રહે. પારવાનો સમય થયો કે નહિ તે યાદ ન રહે. ઇત્યાદિ પ્રકારનાં સ્મૃતિદોષને કારણે લાગતો અતિચાર. પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં બોલાતા મોટા અતિચારમાં સામાયિકની અતિચાર ૬૪ એક જૈન આચારદર્શન Page #113 -------------------------------------------------------------------------- ________________ નીચે પ્રમાણે બોલાય છે : નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર તિવિહે દુપ્પણિહાણેણ... સામાયિક લીધે મન અહ ચિંતવ્યું, સાવદ્ય વચન બોલ્યા, શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા, ઊંઘ આવી, વાત, વિકથા, ઘર ચિંતા કીધી, વીજ, દીવા, તણી ઉર્જેહિ હુઈ, કણ કપાસીયા, માટી મીઠું, ખડી, ધાવડી, અરણેટો, પાષાણ પ્રમુખ ચાંપ્યા, પાણી નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય, ઈત્યાદિક આભડ્યા, સ્ત્રી તિર્યંચતણા નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ, મુહપત્તીઓ સંઘટી, સામાયિક અણપૂછ્યું પાર્યું, પારવું વિચાર્યું. નવમે સામાયિક વ્રત વિષયે અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મબાદર જાણતાં-અજાણતાં હુઓ હોય તે સવિ હુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ.' વ્રતમાં અતિચાર ન આવે એ માટે અથવા આવેલા અતિચારનું નિવારણ કરવું હોય તો તે માટે સમ્યકત્વાદિનું અનુષ્ઠાન જરૂરી છે. એવા અનુષ્ઠાનથી જીવમાં એક પ્રકારની સબળ શક્તિ આવે છે, અને ક્રિયાઓ પ્રણિધાનપૂર્વક થાય છે. અતિચાર લાગે માટે વ્રતભંગ થાય એના કરતાં વ્રત ન કરવું એવી દલીલ યોગ્ય નથી, કારણ કે અતિચારથી વ્રતભંગ થતો નથી. વળી અવિધિથી વ્રત કરનાર કરતાં ન કરનારને વધુ દોષ લાગે છે. તદુપરાંત સામાયિકને શિક્ષાવ્રત તરીકે ગણાવ્યું છે. એનો અર્થ જ એ કે તેમાં મન, વચન અને કાયાને વશ કરવા માટે અભ્યાસની જરૂર રહે છે. - અજ્ઞાન, પ્રમાદ, પૂર્વકર્મનો ઉદય, જરા, વ્યાધિ, અશક્તિ વગેરેને કારણે જો દોષ લાગે તો તેવા અતિચારથી વ્રતભંગ થતો નથી, પણ જાણી જોઈને, હેતપૂર્વક અનાદર કરવાના કે વિડંબના કરવાના ભાવથી કે આશયથી અતિચારનું સેવન કોઈ કરે તો તેથી અવશ્ય વ્રતભંગ થાય છે. સામાયિકની વિધિમાં સ્થાપનાચાર્યનું મહત્ત્વ ઘણુંબધું છે. સ્થાપનાચાર્ય એટલે સ્થાપના કરનાર આચાર્ય. અર્થાત્ આચાર્ય ભગવંતની સ્થાપના અથવા સ્થાપના નિક્ષેપે આચાર્ય ભગવંત. જૈન ધાર્મિક વિધિઓ ઘણુંખરું કોઈકની સાક્ષીએ કરવાની હોય છે. તીર્થંકર પરમાત્માની સાક્ષીએ, ગુરુ ભગવંતની સાક્ષીએ કે છેવટે પોતાના આત્માની સાક્ષીએ એ કરી શકાય છે. કોઈકની સાક્ષીએ ક્રિયાવિધિ કરવામાં આવે તો તે વધારે વિશુદ્ધ રીતે થાય છે. કોઈક આપણને જુએ છે એમ જાણતાં કાર્ય આપણે સભાનપણે વધુ સારી રીતે કરીએ છીએ તેવી રીતે ધાર્મિક વિધિ કોઈકની સાક્ષીએ થતી હોય તો તેમાં બળ અને ઉત્સાહ આવે છે અને શિથિલતા, ઉતાવળ, અશુદ્ધિ, પ્રમાદ વગેરે દૂર થવાનો સંભવ રહે છે. પ્રત્યક્ષ સદ્ગુરુની સાક્ષીએ ક્રિયાવિધિ થાય તો તે સૌથી સામાયિક ૬૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ છે, કારણ કે તેમાં આવશ્યકતાનુસાર ગરનું માર્ગદર્શન મળ્યા કરે છે. શ્રાવકોએ સામાયિક વિધિપૂર્વક ગુરુમહારાજની સાક્ષીએ કરવું જોઈએ. એ માટે ઉપાશ્રયમાં કે સ્થાનકમાં જઈ, તેમની સમીપે બેસી, તેમની અનુજ્ઞા લઈ સામાયિક કરવું જોઈએ. પરંતુ ગૃહસ્થને સાંસારિક જવાબદારીઓમાંથી તેવી અનુકૂળતા ન મળે તો સામાયિક ઘરે કરવું જોઈએ, પરંતુ સામાયિક ચૂકવું ન જોઈએ. વળી કોઈ વખત ઉપાશ્રયમાં કે અન્ય સ્થાનમાં જો ગુરુ ભગવંતની ઉપસ્થિતિ ન હોય તો તેમની સ્થાપના પ્રતીકરૂપે કરવી જોઈએ. સ્થાપના તરીકે પ્રતિમા, ચિત્ર, કે અક્ષ, વરાટક (કોડા), કાષ્ઠ, ગ્રંથ વગેરેને રાખી શકાય અને તેમાં ગુરુમહારાજની ઉપસ્થિતિ છે એવી ભાવના ભાવવી જોઈએ. આવા પ્રતીકને સ્થાપના-ગુરુ કહેવામાં આવે છે. ગુરુ મહારાજ તરીકે આદર્શ આચાર્ય ભગવંતોનો છે માટે આ પ્રતીકને સ્થાપનાચાર્ય કહેવામાં આવે છે. ગુરુભગવંતની ભાવના માટે શાસ્ત્રકારોએ સામાયિકની વિધિમાં સ્થાપનાચાર્ય સમક્ષ જમણો હાથ પ્રસારી નવકારમંત્ર બોલી, પછી પંચિંદિય સૂત્ર બોલવાનું કહ્યું છે. એ સૂત્રમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ દર્શાવવામાં આવ્યા છે. આવા ઉત્તમ ગુણો ધરાવતા આચાર્ય ભગવંત મારા ગુરુ ભગવંત છે.” એવા ભાવ સાથે એમની સાક્ષીએ સામાયિક કરવાનું હોય છે. જો સાક્ષાત્ ગુરુ મહારાજ હાજર હોય તો પંચિંદિય સૂત્ર બોલવાની આવશ્યકતા રહેતી નથી. જો સ્થાપનાચાર્યની સગવડ ન થઈ શકતી હોય તો પંચિંદિય સૂત્ર બોલીને, તેવી ભાવના સાથે સામાયિક કરી શકાય. જેન ધર્મે અહિંસા વતનો બોધ આપ્યો છે એટલે પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતોએ જીવરક્ષાની બાબતમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સુધી અહિંસાવ્રતનું જયણાપૂર્વક પાલન કરવાનું હોય છે. ઊઠતાં-બેસતાં, બોલતાં-ચાલતાં સૂક્ષ્મ જીવોની વિરાધના ન થાય તે માટે રજોહરણ અને મુહપત્તી દિવસરાત ચોવીસે કલાક પોતાની પાસે રાખવાં જોઈએ. દિગમ્બર સાધુઓ પાસે રજોહરણને બદલે મોરપીંછ હોય છે. તેઓને વસ્ત્ર માત્રનો ત્યાગ હોવાથી મુહપત્તીની પરંપરા તેઓમાં નથી.) સામાયિક કરનાર ગૃહસ્થ બે ઘડી માટે સાધુપણામાં આવે છે. એટલા માટે જીવદયાના પ્રતીકરૂપ રજોહરણ (ચરવળો) અને મુહપત્તી જીવદયાના પ્રતીક ઉપરાંત સંયમ અને વિનયનાં પણ પ્રતીક છે. મુહપત્તી શબ્દ મુખપટ અથવા મુખપટી ઉપરથી આવ્યો છે. અહીં પટનો અર્થ વસ્ત્ર થાય છે. મુખવત્ર અથવા મુખવસ્ત્રિકા શબ્દ પણ પ્રયોજાયેલા છે. વળી મુહપત્તી હાથમાં રાખવાનું વસ્ત્ર હોવાથી તેને માટે “હસ્તક અથવા ‘હત્વગં' શબ્દ ૬૬ જૈન આચારદર્શન Page #115 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રયોજાયો છે. બોલતી વખતે મુખ આડે મુહપત્તી રાખવાથી વાયુકાય અને અપકાયના જીવોની વિરાધના થતી અટકે છે. વળી, ઉઘાડે મુખે બોલવાથી કોઈ વાર થંક ઊડવાનો સંભવ છે. એ સામે બેઠેલી વ્યક્તિ ઉપર કે ગ્રંથ, નવકારવાળી વગેરે પવિત્ર ઉપકરણો ઉપર પડે નહિ એ શિષ્યચાર અને વિનય મુહપત્તી રાખવાથી સચવાય છે, અને આશાતનાના દોષમાંથી બચી જઈ શકાય છે. બોલવાનો પ્રસંગ ન હોય તોપણ મુખમાંથી દુર્ગંધ આવતી હોય તો મુહપતી હોય તો તેથી બીજાને પ્રતિકૂળતા થતી નથી. મુહપત્તી જેમ જીવદયા અને વિનયનું પ્રતીક છે તેમ સંયમનું પ્રતીક પણ છે. પારમાર્થિક દૃષ્ટિએ તે ભાષાસમિતિ અને વચનગુપ્તિનો બોધ કરે છે. અયોગ્ય, પાપરૂપ વચન ન બોલવાનો તે સંકેત કરે છે. શ્વેતામ્બર પરંપરામાં મૂર્તિપૂજક સંપ્રદાયમાં મુહપત્તી હાથમાં રાખવામાં આવે છે. સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયમાં સાધુ ભગવંતો દિવસરાત મુહપત્તી મોઢે બાંધેલી રાખે છે અને ગૃહસ્થો સામાયિક કરતી વખતે મુહપત્તી મોઢે બાંધે છે. મૂર્તિપૂજક સમુદાયમાં સામાયિક લેવાની અને પારવાની વિધિમાં મુહપતીના પડિલેહણની વિધિ આવે છે. આ વિધિ કરતી વખતે શરીરમાં જુદાં જુદાં અંગોનું મુહપત્તી વડે સમાર્જન કરવા સાથે જે જે બોલ બોલવાના હોય છે તેમાં તે તે અંગોની સ્થૂલ અને સૂક્ષ્મ શુદ્ધિના વિચાર સાથે આત્મવિશુદ્ધિનો પરમ ઉદ્દેશ રહેલો છે. મુહપતી-પડિલેહણના એવા પચાસ બોલ અને તેનું વર્ગીકરણ નીચે પ્રમાણે (૧) સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સકહું. (૨) સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું. (૩) કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું. (સુદેવ, સુગુરુ, સુધર્મ આદર. (૫) કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. (૬) જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. (૭) જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું. (૮) મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. ૯) મનદડ, વચનદંડ, કાયદડ પરિહરું. (૧૦) હાસ્ય, રતિ, અરતિ પરિહરું (૧૧) ભય, શોક, દુર્ગચ્છા પરિહરું. સામાયિક Page #116 -------------------------------------------------------------------------- ________________ (૧૨) કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પરિહતું. (૧૩) ૨સગારવ, ઋદ્ધિગા૨ત, શાતાગારવ પરિહતું. (૧૪) માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહતું. (૧૫) ક્રોધ, માન પરિહ. (૧૬) માયા, લોભ પરિહતું. (૧૭) પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જ્યણા કરું. (૧૮) વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. આમ, સામાયિકનું સ્વરૂપ અત્યંત ગહન છે અને એનો પ્રભાવ ઘણો મોટો છે. સામાયિકથી સ્થૂલ ચમત્કારોના પ્રસંગો પણ છે. બીજા જીવો ઉ૫૨ એની અસર થયા વગર રહેતી નથી. सामाइए कदे सावए ण विद्धो मओ अरणम्मि । सो य मओ उद्धायो ण य सो सामाइयं फडियो || [અરણ્યમાં શ્રાવકે સામાયિક ક૨વાથી પશુઓનો (શિકારી દ્વારા) વધ થતો નથી. વળી તે પશુઓ પણ ઉદ્યુત (ક્રૂર થતાં નથી કે જેથી સામાયિકમાં વિઘ્ન આવે.] એટલે શ્રાવક શુદ્ધ ભાવથી સામાયિક જો કદાચ જંગલમાં કરે તો શિકારીઓનો શિકાર કરવાનો ભાવ શાંત થઈ જાય અને હિંસક પશુઓનો ક્રૂરભાવ પણ શાન્ત થઈ જાય છે. ‘શ્રી કપ્પ્રક૨ ગ્રંથ’માં સામાયિકનું માહાત્મ્ય દર્શાવતાં કહેવાયું છે કે सामायिकं द्विघटिकं चंद्रावतसकवदुच्चधियोऽत्रं स्पर्शेऽपि सत्यमुदकं घोरं तमो हरति वा कृत चिरकर्मभेदि, किंतु 1 मलिनत्वनाशि, एव दीप । [બે ઘડીનું સામાયિક પણ ચંદ્રાવતસક રાજાની જેમ ઘણા કાળનાં સંચેલાં કર્મોને ભેદનારું થાય છે. તો પછી ઘણી વાર કરવાથી ઊંચી બુદ્ધિવાળાને કર્મનો નાશ થાય તેમાં શું આશ્ચર્ય ? વાત સાચી છે કે સ્પર્શ કરવા માત્રથી અંધકાર હોય તોપણ દીવો તેનું હરણ કરે છે.] સામાયિકનો મહિમા દર્શાવતાં શ્રીમદ્ રાજચંદ્રે લખ્યું છે કે : સામાયિક આત્મશક્તિનો પ્રકાશ કરે છે, સમ્યગ્દર્શનનો ઉદય કરે છે, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવે છે, નિર્જરાનો અમૂલ્ય લાભ અપાવે છે, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરે છે.’ સામાયિકનો આવો પ૨મ મહિમા હોવાથી કહેવાય છે કે દેવો પણ પોતાના દેવપણામાં સામાયિકની ઝંખના સેવતા હોય છે. જુઓ : ૬૮ * જૈન આચારદર્શન - Page #117 -------------------------------------------------------------------------- ________________ सामाइयसामग्गिं देवा विचितंति हिययमज्झम्मि । जइ हुइ मुहुतमेगं वा अम्ह देवत्तणं सहलं ॥ દિવો પોતાના હૃદયમાં સામાયિકની સામગ્રીનો (તેવી અનુકૂળતાનો) વિચાર કરે છે અને એવી ભાવના ભાવે છે કે જો અમને એક મુહૂર્ત માત્ર પણ સામાયિક મળી જાય તો અમારું દેવપણું સફળ થઈ જાય.] સામાયિકનું મૂલ્ય થઈ શકે એમ નથી. કદાચ કોઈને સામાયિકનું મૂલ્ય કરવું હોય તો શાસ્ત્રકારે કહ્યું છે : दिवसे दिवसे लख्खं देइ सुवन्नस्स खंडियं एगो । एगो पुण सामाइयं करेइ न पुहुप्पए तस्स ॥ [કોઈ એક માણસ દરરોજ એક લાખ ખાંડી સુવર્ણનું દાન આપે અને કોઈ એક માણસ સામાયિક કરે તો દાન આપનારો માણસ સામાયિક કરનારની તોલે ન આવે.] વળી સામાયિકનું ફ્ળ દર્શાવતાં કહેવાયું છે કેઃ सामाइयं कुणंतो समभावं सावओ अ घडिय दुग्ग । आउ सुरेसु बंधइ इति अमित्ताइ पलियाइ ॥ [બે ઘડીના સમભાવથી સામાયિક કરનાર શ્રાવક (જો તદ્ભવ મોક્ષગામી ન હોય તો) અસંખ્ય વરસોનું પલ્યોપમવાળું દેવગતિનું આયુષ્ય બાંધે છે.] આમ, બે ઘડીના શ્રાવકના શુદ્ધ સામાયિકનો પણ ઘણો મહિમા બતાવવામાં આવ્યો છે. સામાયિકથી અશુભ કર્મોનો નાશ થાય છે. વળી ગૃહસ્થ માટે તો એ બે ઘડીનું સાધુપણું છે. સંસારમાં કેટલાયે એવા મનુષ્યો હશે કે જેઓ પૂર્વનાં તેવા પ્રકારનાં કર્મોના ઉદયને કારણે, વર્તમાન સંજોગોને કારણે આજીવન સાધુપણું સ્વીકારી શકતા નથી, પરંતુ તેમના હૃદયમાં તો સાધુપણાના ભાવ સતત રમતા જ હોય છે. આવા ગૃહસ્થો પૌષધ અને સામાયિક કરવાથી સાધુપણાનો આનંદ તેટલો સમય માણી,, અનુભવી શકે છે. એટલા માટે જ ગૃહસ્થોએ વારંવાર જ્યારે પણ અવકાશ મળે ત્યારે સામાયિક કરવું એવી શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. આવી રીતે શિક્ષાવ્રત સામાયિકનો સતત અભ્યાસ કરવાથી વ્યક્તિ દ્રવ્ય સામાયિકમાંથી ભાવ સામાયિક સુધી, નિશ્ચય સામાયિક સુધી પહોંચી શકે છે. પરંપરાએ એ કેવળજ્ઞાન અને મોક્ષપદ સુધી પહોંચાડી જઈ શકે છે. એટલા માટે જ સામાયિકને સિદ્ધગતિની સીડી તરીકે ઓળખાવવામાં આવે છે. જેમણે સામાયિકનો શુદ્ધ અનુભવ જાણ્યો, માણ્યો હશે તેમને એના આ મહિમાની સદ્યપ્રતીતિ અવશ્ય થશે ! સામાયિક ૬૯ Page #118 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર પ્રાચીન અને મધ્યકાલીન જૈન સાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. જગતના જુદા જુદા ધર્મોના પ્રાચીન સાહિત્યમાં વિષયો, પ્રકારો, મૌલિક તત્ત્વચિંતન વગેરેની દૃષ્ટિએ જૈન સાહિત્ય જેટલું સમૃદ્ધ ભાગ્યે જ અન્ય કોઈ સાહિત્ય જોવા મળશે. હજારો જૈન કૃતિઓ હજુ અપ્રકાશિત છે અને હસ્તપ્રતોમાં સચવાયેલી છે. ભિન્ન ભિન્ન જ્ઞાનભંડારોમાં સચવાયેલી કુલ વીસ લાખથી વધુ પ્રાચીન હસ્તપ્રતોનું અસ્તિત્વ એ સમગ્ર વિશ્વમાં ભાષા અને સાહિત્યની એક વિરલ અદ્વિતીય ઘટના છે. જૈન સાહિત્ય દરેક તીર્થકરના સમયમાં દ્વાદશાંગીમાં શ્રુતપરંપરરૂપે હોય છે. કાળના પ્રવાહમાં તે લુપ્ત થઈ ગયું હોય છે. હાલ ઉપલબ્ધ જૈન સાહિત્ય છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના કાળથી, અઢી હજાર વર્ષ કરતાં વધુ સમયથી સર્જાતું આવ્યું છે. વિવિધ કક્ષા અને પ્રકારના જીવો માટે નિર્ણાયેલા વિવિધ પ્રકારના વિપુલ સાહિત્યમાંથી આરાધકો માટે મંત્રસાહિત્ય, સૂત્રસાહિત્ય અને સ્તોત્રસાહિત્ય મહત્ત્વનું મનાયું છે. મંત્રમાં નવકારમંત્રનો, સૂત્રમાં લોગસ્સ સૂત્રનો અને સ્તોત્રમાં ભક્તામર સ્તોત્રનો સવિશેષ મહિમા રહેલો છે. કોઈ પણ ભેદભાવ વિના તમામ જૈનોને તે માન્ય છે અને વિશેષ પ્રચારમાં છે. લોગસ્સ સૂત્રની મહત્તા એ છે કે સૂત્ર હોવા છતાં સ્તોત્ર જેટલો આનંદ તે આપે છે, કારણ કે એની પંક્તિઓ કવિતાની અને ભક્તિની ભરતીનો અનુભવ સાચા ભક્તને કરાવે એવી છે. લોગસ્સ સૂત્રનો મૂળ પાઠ નીચે પ્રમાણે છે : लोगस्स, उज्जोअगरे, घम्मतित्थयरे जिणे । અરિહંતે વિવર્સ, વડવીd fપ વતી ! 9 उसंभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमइं च । પરમપૂર્દ સુપા, નિમાં ૪ વિંથરું લે છે ૨ | 0 કટ જૈન આચારદર્શન Page #119 -------------------------------------------------------------------------- ________________ સુવિહિન ઘુવંત, સૌબ-સિર્વાંત-વાસુપુષ્ન હૈં । विमलमणं तं च जिणं, घम्मं संति च वंदामि ॥ ३ ॥ कुंथुं अरं च मल्लिं, वंदे मुणिसुल्लयं नमिजिणं च । वंदामि रिट्ठनेर्मि, पासं तह वद्धमाणं च 11 ४ ॥ Ë મણ્ અમિયુબા, વિધ્રુવ-વ-મના પહીળ-ન-મર | चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥ ५ ॥ વિત્તિય-વં વિય-મહિયા, ને સોળસ ઉત્તમા સિદ્ધા | ગાળ યોશિ-નામં, સમાહિવમુત્તમં કિંતુ ॥ चंदेसु निम्मलयरा, आईच्चेसु अहियं पयासरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥ લોગસ્સ સૂત્રનો શબ્દાનુવાદ નીચે પ્રમાણે છે : લોકને પ્રકાશનારા, ધર્મતીર્થ પ્રવર્તાવનારા, જિનેશ્વર એવા ચોવીસે અર્હત્ કેવળીઓનું હું ફીર્તન કરીશ. ૧ ६ 11 ७ ॥ શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભને હું વંદન કરું છું. ૨ શ્રી સુવિધિનાથ અપરનામ પુષ્પદંત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ તથા શાંતિનાથને હું વંદન કરું છું. ૩ શ્રી કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વર્ધમાન (એટલે શ્રી મહાવીરસ્વામી)ને હું વંદન કરું છું. ૪ એવી રીતે મારા વડે અભિમુખ ભાવે સ્તવાયેલા, કર્મરૂપી રજ અને મળનો નાશ કરનારા. જરા અને મરણથી મુક્ત થયેલા એવા ચોવીસ જિનેશ્વરો અને તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. ૫ જેઓ જગતના ઉત્તમ સિદ્ધ પુરુષો તરીકે સ્તવાયેલા, વંદાયેલા અને પૂજાયેલા છે તેઓ મને આરોગ્ય, બોધિલાભ અને શ્રેષ્ઠ સમાધિ આપો. ૬ જેઓ ચંદ્રો કરતાં વધુ નિર્મળ છે, સૂર્યો કરતાં વધુ પ્રકાશ કરનારા છે, શ્રેષ્ઠ સાગર કરતાં વધુ ગંભીર છે એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધગતિ આપો. ૭ લોગસ્સ સૂત્રનો પ્રત્યેક શબ્દ સપ્રયોજન અને અર્થગર્ભિત છે. આ સૂત્રમાં તીર્થંકરોની સ્તુતિ હોવાને કારણે તીર્થંકરોના ગુણલક્ષણરૂપ મહત્ત્વના શબ્દો એમાં ગૂંથી લીધા છે, જેમ કે (૧) લોગસ્સ ઉજ્જોઅગર ષદ્ગવ્યવ્યાત્મક ચૌદ રાજલોકના સંપૂર્ણ સ્વરૂપને પ્રકાશનારા અથવા પંચાસ્તિકાયરૂપી લોકનો કેવળજ્ઞાનરૂપી ભાવોદ્યોત વડે પ્રકાશ કરવાના સ્વભાવવાળા, (૨) ધમ્મતિત્થય૨ – ધર્મરૂપી તીર્થ પ્રવર્તાવી ભવસાગરમાં ડૂબતા જીવોને તારનારા, તથા સમવસરણમાં લોગસ્સ સૂત્ર * ૭૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ બિરાજમાન થઈ અતિશયયુક્ત વાણી દ્વારા અપૂર્વ દેશના આપી જીવોને સન્માર્ગે વાળનારા તથા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી શાસન પ્રવતવનારા. (૩) જિન – રાગ અને દ્વેષને જીતનારા, ચાર ઘાતી કર્મોનો નાશ કરનારા. ) અરિહંત – અરિ એટલે શત્રુ. ઈન્દ્રિયો, વિષયો, કષાયો, પરીષહો, ઉપસર્ગો ઈત્યાદિરૂપ અરિ અથવા કર્મરૂપી અરિને હણનારા તે અરિહંત. અરિહંત શબ્દ અહંતુ શબ્દ ઉપરથી હોય તો વંદન, પૂજન, સત્કારને યોગ્ય, તથા સિદ્ધિગમનને જે યોગ્ય છે, જેઓ અષ્ટ મહાપ્રાતિહાર્યથી અને અતિશયોથી યુક્ત છે તે અરિહંત. (૫) કેવલી – જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, જેઓ કેવળજ્ઞાન દ્વારા પંચાસ્તિકાયાત્મક સંપૂર્ણ લોકને પ્રકાશનારા છે. (૬) વિહુય-રય-મલા – રજ એટલે ધૂળ અને મલ એટલે મેલ. રજ અને મલ એટલે કર્મરૂપી કચરો. એ જેમણે ખંખેરી નાખ્યો છે, સાફ કરી નાખ્યો છે, તે. રજ એટલે બંધાતું કર્મ અને મલ એટલે બંધાયેલું કર્મ અથવા રજ એટલે બંધાયેલું કર્મ અને મલ એટલે નિકાચિત કર્મ. (૭) પહણજરમણા – જરા (વદ્ધાવસ્થા અને મૃત્યુ જેમનાં નષ્ટ થઈ ગયાં છે, જેઓ સિદ્ધ થઈ ગયા છે. (૮) જિણવરા – જિનવરો. ૯) તિસ્થયરા – તીર્થકરો. (૧૦) લોગસ્સ ઉત્તમા – પ્રાણીલોક તથા સુર-અસુર લોકમાં જે ઉત્કૃષ્ટ છે. (૧૧) સિદ્ધા – સિદ્ધગતિને, શિવગતિને, મોક્ષગતિને પામેલા. (૧૨) ચંદે નિમ્મલયરા – જેઓ અનેક ચંદ્રો કરતાં વધુ નિર્મળ છે. (૧૩) આઇએસ અહય પયાસયરા – જેઓ અનેક આદિત્યો એટલે કે સૂર્ય કરતાં વધુ પ્રકાશનારા છે. (૧૪) સાગરવર ગંભીર – જેઓ શ્રેષ્ઠતમ સાગર અર્થાતુ સ્વયંભૂરમણ સમુદ્ર જેવા અથવા તેથી વધુ ગંભીર છે. (૧૫) સિદ્ધા - મોક્ષગતિને પામેલા. આમ લોગસ્સ સૂત્રમાં તીર્થકરોનાં નામ સૂત્રશૈલીએ અને મંત્ર સ્વરૂપે વણી લેવા સાથે તીર્થંકર પરમાત્માને માટે વપરાતા વિવિધ શો પણ સરસ રીતે ગૂંથી. લેવાયા છે. તે પ્રત્યેક શબ્દમાં ઘણો ઘણો અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા રહેલી લોગસ્સમાં તીર્થકર માટેના શબ્દો ઉપરાંત કિત્તિય, વંદિય મહિયા, અભિથુઆ, અને પસીયંતુ, આરુગ્ગ, બોરિલાભ, સમાવિવર, સિદ્ધિ વગેરે શબ્દો પણ અર્થસૂચક રીતે યથાક્રમે પ્રયોજાયા છે. તે દરેકનો પણ ઠીક ઠીક અર્થવિસ્તાર થાય છે. ચોવીસ તીર્થંકરોનું નામસ્મરણ, સ્તવન, ધ્યાન આટલું બધું કેમ મહત્ત્વનું મનાયું છે તે આ શબ્દોના અર્થવિસ્તાર દ્વારા અનુપ્રેક્ષા કરીએ તો સહજ પ્રતીત થશે! અલબત્ત, ચોવીસ તીર્થકરોની એટલે કે અહંતુ તત્ત્વની, આહત્યની ઉપાસના કરવાની પાત્રતા મળવી એ જ ઘણી દુર્લભ વાત છે. ૭૨ જૈન આચારદર્શન Page #121 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્રની સાત ગાથાઓમાંથી પહેલી ગાથા મંગલાચરણની છે. તેમાં સૂત્રકાર પોતાની તીર્થકરોની સ્તુતિ કરવાની પ્રતિજ્ઞા દર્શાવે છે. પછીની ત્રણ ગાથા ચોવીસ તીર્થંકરોનાં નામસંકીર્તનની ભાવવંદનની ગાથાઓ છે. આ ગાથાઓ મંત્ર ગાથા તરીકે ઓળખાય છે. વંદન, પૂજન તથા પ્રાર્થના-યાચનાની છેલ્લી ત્રણ ગાથાઓ પ્રણિધાનની–અનુપ્રેક્ષાની ગાથાઓ છે. લોગસ્સની પાંચમી ગાથામાં કહ્યું કે મેં આ રીતે પ્રભુ પ્રત્યે અભિમુખ થઈને, એકાગ્ર ચિત્તથી ચોવીસ જિનવરોની સ્તુતિ કરી છે. તેઓ મારા ઉપર પ્રસન્ન થાઓ !” લોગસ્સની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે લોકોમાં ઉત્તમ પ્રકારો સિદ્ધ થયા છે તેઓનું મેં કીર્તન કર્યું છે. મન, વચન અને કાયાના યોગથી વંદન કર્યું છે. તેઓ મને આરોગ્ય, બોધિલાભ અને સમાધિ આપો.' અહીં આરોગ્ય અને સમાધિ દ્રવ્યથી અને ભાવથી એમ ઉભય પ્રકારે છે અને દ્રવ્ય આરોગ્ય ભાવ આરોગ્ય માટે જ છે અને દ્રવ્ય સમાધિ ભાવ સમાધિ માટે જ છે. સાતમી ગાથામાં સિદ્ધિ પદ આપવા માટે પ્રાર્થના છે. આમ, લોગસ્સ સૂત્રમાં સ્પષ્ટ શબ્દોમાં તીર્થંકર પરમાત્મા પાસે યાચના કરવામાં આવી છે. કોઈ પ્રશ્ન કરે તે તીર્થંકર પરમાત્મા તો રાગદ્વેષથી રહિત છે. આ ચોવીસ તીર્થંકરો હવે તો સિદ્ધસ્વરૂપે છે. તેઓ કશું આપે નહિ અને તેઓ કશું લે પણ નહિ, તો પછી તેમની પાસે માગવાનો અર્થ શો ? તેનો ઉત્તર એ છે કે તીર્થકરો કશું આપતા ન હોવા છતાં તેમના તીર્થંકરત્વમાં એટલું સામર્થ્ય છે કે એમની સાચી ભક્તિ કરનારા એવા અપૂર્વ ભાવોલ્લાસમાં આવી જાય છે અને એનાં કર્મોનો એવી રીતે ક્ષય થાય છે કે ઈષ્ટ ની પ્રાપ્તિ થાય છે. સ્તુતિ કરનાર મોક્ષપદની પ્રાપ્તિ અને તે માટેની સામગ્રી માગી લે છે. એટલે તેમાં કશું અનૌચિત્ય નથી. આવી માગણીથી નિયાણું બંધાય માટે તે ન બાંધવું જોઈએ એ અપેક્ષા પણ બરાબર નથી, કારણ કે મુમુક્ષુ આત્માઓએ તીર્થકરની સ્તુતિ અને પ્રાર્થના આવશ્યક કર્તવ્ય તરીકે વારંવાર કરવી જોઈએ એમ શાસ્ત્રકારોએ પૂરા સ્પષ્ટીકરણ સાથે ફરમાવ્યું છે. લોગસ્સ સૂત્ર આવશ્યક સૂત્રમાં આવે છે. આ સૂત્ર ગણધરરચિત મનાય છે. એમાં એ સૂત્રનું નામ એના કર્તાએ દર્શાવ્યું નથી. એથી પછીના સમયમાં ટીકા, ભાષ્ય, વિવરણ વગેરે પ્રકારના ગ્રંથોમાં લોગસ્સના વિષયને અનુરૂપ એવાં પ્રાકૃતમાં અને સંસ્કૃતમાં પર્યાયવાચક નામો પ્રયોજાયાં છે. લોગસ્સમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ આવતી હોવાથી ચઉવીસત્યય, ચઉવીસત્યવ, સઉવીસઈન્થય અને ચતુર્વિશતિસ્તવ નામો વપરાયાં છે. ચોવીસની સ્તુતિ એટલે કોની સ્તુતિ એવો પ્રશ્ન થાય. એટલે ચકવીસ જિણ–ય અને ચતુર્વિશતિજિનસ્તવ જેવાં નામો પણ વપરાયાં લોગસ્સ સૂત્ર ૭૩ Page #122 -------------------------------------------------------------------------- ________________ છે. આ ઉપરાંત નામસ્તવ, નામથય, નામજિઙ્ગત્થય તથા ઉજ્જોઅ, ઉજ્જોઅગર, ઉજ્જોયગર જેવાં નામો પણ પ્રયોજાયાં છે. આમ લોગસ્સ સૂત્ર માટે વિવિધ નામો પ્રયોજાયાં છે. તેમ છતાં આજ સુધી ‘લોગસ્સ'ના નામથી તે સૂત્ર વિશેષ પ્રચલિત રહ્યું છે. કેટલાંક સૂત્રોનાં નામ એના વિષયને અનુરૂપ ગુણનિષ્પન્ન હોય છે. લોગસ્કમાં તીર્થંકરોનું ગુણોત્કીર્તન છે. આ સૂત્રમાં પ્રથમ શબ્દ નોમ્સ છે. એટલે પ્રથમ શબ્દ ઉપરથી આ સૂત્રને બ્લોગસ્સ સૂત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્રના વિષયને અનુરૂપ ચતુર્વિંશતિસ્તવ, ચઉવિસત્થો, નામસ્તવ ઇત્યાદિ નામો હોવા છતાં તે લોગસ્સ’ના નામથી વિશેષ પ્રચલિત છે. સૂત્ર. કવિતા, ગ્રંથ ઇત્યાદિ નામ તેના વિષય પ્રમાણે, તેના ગુણલક્ષણ પ્રમાણે આપવાનો રિવાજ છે, પરંતુ એક જ વિષય ઉપ૨ ઘણીબધી કૃતિઓ હોય ત્યારે તે ઉ૫૨થી અપાયેલાં નામો એકસરખાં થઈ જવાનો અને તેથી તેમાં ગોટાળો થવાનો સંભવ રહે છે. પરંતુ કૃતિને તેના પ્રથમ શબ્દથી જો ઓળખવામાં આવે તો એક જ વિષય ઉપર ઘણી બધી કૃતિઓ હોવા છતાં તેમાં ગોટાળો થવાનો સંભવ રહેતો નથી. આથી જ પ્રાચીન કાળથી, વિશેષતઃ જૈન પરંપરામાં અનેક કૃતિઓ તેના આદ્ય શબ્દ ઉપરથી ઓળખાય છે. બાળજીવોને પણ પ્રથમ શબ્દ ઉપરથી કૃતિને સરળતાથી ઓળખવાનું અને યાદ રાખવાનું વધુ ગમે છે. ઈરિયાવહી, નમુક્ષુછ્યું, અન્નત્થ, નમિઉણ, ભક્તામર, કલ્યાન્નમંદિર, સકલાર્હત વગેરે કૃતિઓની જેમ લોગસ્સ સૂત્ર પણ એના પ્રથમ શબ્દ ઉપરથી ઓળખાય છે. લોગસ્સ સૂત્ર ૪૫ આગમોમાંથી ચાર મૂલ આગમોમાંના આગમ સૂત્ર તે આવશ્યક સૂત્ર (આવસ્સયસુત્ત)માં જોવા મળે છે. પ્રત્યેક જૈને રોજેરોજ અવશ્ય ક૨વાનાં એવાં છ કર્તવ્યો એમાં બતાવ્યાં છે : (૧) સામાયિક (૨) ચઉવિસત્થો (૩) ગુરુવંદન (૩) પ્રતિક્રમણ (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચક્ખાણ. આ છ આવશ્યક કર્તવ્ય આવશ્યક'ના ટૂંકા નામથી જ પ્રચલિત છે. એમાં બીજું કર્તવ્ય તે ચઉવિસત્થો છે. એટલે ચતુર્વિશતિસ્તવ અર્થાત્ ચોવીસ તીર્થંકરોની સ્તુતિ. ભગવાન મહાવીર સ્વામીના ગણધર ભગવંતોએ રચેલા લોગસ્સ સૂત્રમાં ચોવીસ તીર્થંકરોની સ્તુતિ છે. એ સ્તુતિ જૈનોએ રોજેરોજ અવશ્ય કરવાની હોય છે. સાત ગાથાની આ રચનાના પઠન-પાઠન ઉપરાંત આધ્યાત્મિક અનુભૂતિની દૃષ્ટિએ અર્થઘટન કરી પોતપોતાની અનુભૂતિના આધારે તેના ઉપર પ્રકાશ પાડવાનું ઉપકારી કાર્ય સમયે સમયે મહાત્માઓએ કર્યું છે. લોગસ્સ સૂત્રના ઉલ્લેખો અને તેના ઉપર થયેલાં કેટલાંક વિવેચનો ઉપરથી જ જૈન આચારદર્શન Page #123 -------------------------------------------------------------------------- ________________ પણ આ સૂત્રનું મહત્ત્વ સમજાશે. નીચેની કૃતિઓમાં લોગસ્સ ઉપર અર્થપ્રકાશ જોવા મળે છે : (૧) મહાનિશીથ સૂત્ર તથા (૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (શ્રી સુધર્મસ્વામી ગણધર), (૩) ચઉસરણ પઈન્વય (શ્રુતસ્થવિર), જી આવશ્યક નિર્યુક્તિ (શ્રી ભદ્રબાહુસ્વામી), (૫) નંદિસૂત્ર (શ્રી દેવવાચક), (૬) અનુયોગ દ્વાર (શ્રુતસ્થવિર), (૭) આવશ્યક ચૂર્ણિ (શ્રી જિનદાસ ગણિ મહત્તર), (૮) આવશ્યક ભાષ્ય (શ્રી ચિરંતનાચાર્ય), (૯) આવશ્યક ટીકા તથા (૧૦) લલિતવિસ્તાર (શ્રી હરિભદ્રસૂરિ), (૧૧) ચૈત્યવંદન મહાભાષ્ય (શ્રી શાંતિસૂરિ), (૧૨) યોગશાસ્ત્ર વિવરણ (શ્રી હેમચંદ્રાચાર્ય), (૧૩) દેવવંદન તથા (૧૪) વંધ્રવૃત્તિ ભાષ્ય (શ્રી દેવેન્દ્રસૂરિ), (૧૫) આચાર દિનકર (શ્રી વર્ધમાનસૂરિ), (૧૬) ધર્મસંગ્રહ (શ્રી માનવિજય ઉપાધ્યાય). લોગસ્સ સૂત્રના અને એના ઉપરના વિવેચનના જુદી જુદી ભાષામાં અનુવાદો થયા છે. લોગસ્સ સૂત્ર વિશે ગુજરાતીમાં પણ કેટલાક ગ્રંથો પ્રગટ થયા છે. જિનેશ્વર ભગવાનનાં નામોનું રટણ કે સ્મરણ ભવ્ય જીવોને ઉપકારક થાય છે. તીર્થંકર પરમાત્માઓના નામસ્તવનથી તેમના ગુણોનું સ્મરણ થાય છે અને જીવોને પોતાના આત્મામાં રહેલા તેવા પ્રકારના ગુણોને વિકસાવવાની પ્રેરણા થાય છે. નામસ્તવ દ્વારા કીર્તન-વંદનથી જીવને પરમ આનંદોલ્લાસનો અનુભવ થાય છે. જેમ પોતાનાં પ્રિયજનને નામ દઈને બોલાવતી વખતે, ફક્ત એ નામના ઉચ્ચારણમાં પણ બહુ આનંદ અનુભવાય છે, તેમ અરિહંત પરમાત્માના નામના ઉચ્ચારણ વખતે અનહદ આનંદ અનુભવાય તે સ્વાભાવિક છે. જિનેશ્વર ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આવે તો તે નમસ્કાર જીવને સંસારસાગરમાં ડૂબતા બચાવે છે; શ્રદ્ધાપૂર્વક કરેલા વંદનથી અશુભ કર્મનો ક્ષય થાય છે અને આત્મા વિશદ્ધ બને છે. જિનેશ્વર ભગવાનની સ્તુતિથી બોધિ (સમ્યગુદર્શનનો લાભ થાય છે, બોધિની વિશુદ્ધિ થાય છે. આમ આ સ્તુતિ ભવોભવ બોધિવિશુદ્ધિનો લાભ કરાવે અને સાવદ્ય યોગથી વિરમવા માટે પ્રેરક બળ બની રહે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમા અધ્યયનમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે હવસત્થા અંતે નીવે િનય? કે હે ભગવાન ! ચતુર્વિશતિસ્તવન અર્થાતુ ચોવીસ તીર્થકરોની સ્તુતિથી જીવને શો લાભ થાય છે ? ભગવાને કહ્યું: ઘઉંવીત્યા હંસગવિસર્ટિ નય-ચતુર્વિશતિસ્તવથી જીવન દર્શનવિશુદ્ધિનો લાભ થાય છે. ચઉસરણ પછણયમાં પણ કહ્યું છે : લોગસ્સ સૂત્ર છે ૭૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ दंसणयारविसोही चउवीसायत्थएण किच्चइ य । अच्चमुअगुणकित्तण वेण जिणवरिंदाणं ॥ જિનવરેન્દ્રના અતિ અદ્ભુત ગુણકીર્તનરૂપ ચતુર્વિશતિસ્તવથી દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.) આમ દર્શનવિશુદ્ધિ અર્થાત્ સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે ચોવીસ તીર્થંકરોની સ્તુતિ સારી રીતે થાય છે. એટલે જ લોગસ્સ સૂત્ર સમ્યક્ત્વની વિશુદ્ધિ માટે એક પ્રબળ સાધન ગણાયું છે. ‘આવશ્યક સૂત્ર’માં લોગસ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરથી લોગસ્સ એ સૂત્ર છે એ તો સ્પષ્ટ રીતે ફલિત થાય છે. સૂત્રમાં ઓછામાં ઓછા શબ્દોમાં, પુનરુક્તિ કે સંદિગ્ધતાના દોષ વિના, સંક્ષેપમાં વિષયના સારતત્ત્વનું નિરૂપણ કરવામાં આવે છે. સૂત્ર કંઠસ્થ કરી શકાય એવું હોવું જોઈએ. તે પદ્યમાં પણ હોય અને ગદ્યમાં પણ હોય, પરંતુ તે વ્યાકરણશુદ્ધ હોવું જોઈએ તથા તેનું અર્થવિવરણ કરી શકાય એવું તે હોવું જોઈએ. લોગસ્સ એ દૃષ્ટિએ એક ઉત્તમ સૂત્ર છે. લોગસ્સ સૂત્ર મધુર પદ્યમાં છે એ એની વિશિષ્ટતા છે. ચેઇય વંદન ભાસ (ચૈત્ય વંદન ભાષ્ય)માં દેવેન્દ્રસૂરિએ નીચે પ્રમાણે પાંચ દંડક સૂત્રો બતાવ્યાં છે. (૧) સક્કત્થય (શક્રસ્તવ) (૨) ચેઇયત્થય (ચૈત્યસ્તવ) (૩) નામર્ત્યય (નામસ્તવ) (૪) સૂયત્યય (શ્વેતસ્તવ) (૫) સિદ્ધત્થય (સિદ્ધસ્તવ) દંડકના પ્રકારનાં આ પાંચ સૂત્રોમાં ‘નમુન્થુણં' સૂત્ર એ શક્રસ્તવ તરીકે ઓળખાય છે. ‘અરિહંત ચેઈઆણં' સૂત્ર ચૈત્યસ્તવ તરીકે, ‘લોગસ્સ’ સૂત્ર નામસ્તવ તરીકે, પુખ઼રવાદિવઢે' શ્રુતસ્તવ તરીકે સિદ્ધાણં બુદ્ધાણં' સિદ્ધસ્તવ તરીકે ઓળખાય છે. આમ ‘લોગસ્સ સૂત્ર’ એ નામસ્તવ તરીકે પ્રાચીન સમયથી જાણીતું છે. તેમાં ૨૪ તીર્થંકરોની સ્તુતિ એમના નામોલ્લેખ સાથે કરવામાં આવી છે. લોગસ્સ સૂત્રની ભાષા અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત છે. એમાં એક પણ દેશ્ય શબ્દ નથી એ નોંધવું જોઈએ. લોગસ્સમાં વિત્તિમાંં ને બદલે વિત્તમં જેવો પ્રયોગ થયો છે; પ્રયત્ન અને સિગ્ગસ એ બે નામો બીજી વિભક્તિમાં પ્રયોજાયાં હોવા છતાં તેમાં વિભક્તિનો પ્રત્યય લાગ્યો નથી; ચંવેતુ અને ગજ્વેતુ એ બે સાતમી ૭૬ જૈન આચારદર્શન Page #125 -------------------------------------------------------------------------- ________________ વિભક્તિ બહુવચનનાં રૂપો પંચમીના અર્થમાં વપરાયાં છે; મને ના અર્થમાં “મને અને “મ' એ બે રૂપો વિકલ્પ વપરાયાં છે; તથા વન્દ્ર ધાતુ ઉપરથી વેટું (આત્માનપદ) તથા વંમિ પરઐપદ) એ બે રૂપો વિકલ્પે વપરાયાં છે. આ બધી લાક્ષણિકતાઓ લોગસ્સની ભાષાની આર્ષતા, પ્રાચીનતા દર્શાવે છે. લોગસ સૂત્ર સાત ગાથામાં લખાયેલું છે. એની પહેલી ગાથા સિલોગ (શ્લોક) નામના અક્ષરમેળ છંદમાં છે. ત્યાર પછીની છ ગાથાઓ ગાહા (ગાથા-સંસ્કૃતમાં આયછંદ) નામના માત્રામેળ છંદમાં છે. સિલોગ (શ્લોક) છંદ પ્રાકૃત ભાષામાં પ્રાચીન સમયથી વપરાતો આવ્યો છે. જૈન આગમ ગ્રંથોમાં તે ઘણે સ્થળે વપરાયેલો જોવા મળશે. ચાર ચરણના આ છંદનાં પ્રથમ ત્રણ ચરણ આઠ આઠ અક્ષરનાં હોય છે અને છેલ્લું ચરણ આઠ અથવા નવ અક્ષરનું હોય છે. આઠ અક્ષરનાં ચાર ચરણવાળો છંદ અનુછુપ જાતિનો ગણાય છે. તેમાં લઘુગુરુના સ્થાનની દૃષ્ટિએ ૨૫૬ જેટલા ભેદ બતાવવામાં આવે છે. ગાહા છંદના કેટલાક પેટા પ્રકારો છે. લોગસ્સની બીજીથી સાતમી સુધીની ગાથા અનુક્રમે (૧) હંસી, (૨) લક્ષ્મી, (૩) માધવી, (૪) જાનવી, (૫) લક્ષ્મી અને (૬) વિદ્યુત નામના ગાહા છંદમાં રચાયેલી છે. આ ઉપરથી જોઈ શકાશે કે લક્ષ્મીગાહા છંદ લોગસ્સામાં બે વાર પ્રયોજાયો છે. બાકીના છંદો એક એક વાર પ્રયોજાયા છે. આમ સાત ગાથાના આ નાનકડા સૂત્રમાં છ જુદા જુદા છંદ પ્રયોજાયા છે એ એની મહત્તા દર્શાવે છે. ગાથા છંદના ઉચ્ચારણમાં પણ કેટલીક સહેતુક લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવે છે. પિંગળશાસ્ત્રીઓના મંતવ્ય પ્રમાણે પ્રાકૃત પિંગળસૂત્ર-પ૬) ગાથા છંદનું પહેલું ચરણ સિંહની ગર્જનાની જેમ ઉચ્ચ સ્વરે બોલવું જોઈએ; ત્રીજુ ચરણ હાથીની ચાલની જેમ લાલિત્યથી બોલવું જોઈએ અને ચોથું ચરણ સર્પની ગતિની જેમ ડોલતાં ડોલતાં ગાવું જોઈએ. લોગસ્સની ગાથાઓનું આ રીતે ઉચ્ચારણ કરવાથી એક વિશિષ્ટ પ્રકારનો આહૂલાદ અનુભવાય છે. એટલા માટે ગાથા છંદ પવિત્ર મનાયો છે અને પ્રાચીન દાર્શનિક સાહિત્યમાં તે સવિશેષ પ્રયોજાયો છે. દેવવંદન ભાષ્યમાં દર્શાવ્યું છે તે પ્રમાણે નામસ્તવમાં – લોગસ્સ સૂત્રમાં સાત ગાથા (છંદશાસ્ત્રની દષ્ટિએ પ્રથમ શ્લોક અને પછી છ ગાથા) છે, તેમાં કુલ ૨૮ પદ છે. અને તેની સંપદા (અર્થનું વિશ્રામસ્થાન) પણ ૨૮ છે. લોગસ્સસૂત્રમાં અક્ષરો ૨૫૬ છે. આ અક્ષરોનું વિભાજન નીચે પ્રમાણે છે: પ્રથમ શ્લોક-૩ર અક્ષર, બીજી ગાથા-અક્ષર ૩૦, ત્રીજી ગાથા –૩૬, ચોથી ગાથા-૩૫, પાંચમી ગાથા-૪૧, છઠ્ઠી ગાથા-૩૬, સાતમી ગાથા-૩૭ = કુલ અક્ષર ૨૫૬. લોગસ્સ સૂત્ર - ૭૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્ર જૈનોના વર્તમાન ચારેય ફિકાને (શ્વેતામ્બર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી અને દિગમ્બરને) માન્ય છે અને તે દરેક એને એક ૫૨મ પવિત્ર સૂત્ર તરીકે સ્વીકારે છે. શ્વેતામ્બર પરંપરાના ત્રણે ફિકામાં આ સૂત્રમાં કોઈ પાઠભેદ નથી. દિગમ્બર પરંપરામાં અર્થની દૃષ્ટિએ કોઈ ભેદ નથી, પણ સ્વર-વ્યંજનની દૃષ્ટિએ કેટલોક ફેર છે. દિગમ્બર પાઠ લોયસ્તુોયયરે ધમ્મ તિર્થંકરે જિજ્ઞેવંદે કિત્તિસ્સે ચેવ કેવલિણો પુજ્યંત એકે લોગોત્તમા જિજ્ઞા જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મક્ષય વિના મુક્તિ નથી અને કર્મક્ષય માટે બાહ્ય અને આત્યંતર તપ ઉત્તમ સાધન છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ (વ્યુત્સર્ગ) એમ છ આવ્યંતર તપના પ્રકારો છે. આથી જ ગૃહસ્થો અને સાધુઓ માટેની ઘણી બધી ધાર્મિક વિધિઓમાં કાઉસગ્ગ કરવાનું વિધાન સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન, પૌષધ, ઉપધાન તથા અન્ય વિશિષ્ટ તપશ્ચર્યાઓ, પડિલેહન, યોગોહન વગેરેમાં કાઉસગ્ગ કરવાનું વિધાન છે. આમાં મુખ્યત્વે લોગસ્સનો કાઉસગ્ગ કરાય છે. જૈન ધર્મમાં ઈરિયાવહી (ઐર્યાપથિકી)નું ઘણું જ મહત્ત્વ છે. ગમનાગમન કે ધ્યાનમૌનાદિ યતિક્રિયામાં પણ સ્થૂલ કે સૂક્ષ્મ દૃષ્ટિએ જીવોની જે વિરાધના થઈ હોય તેનું પ્રતિક્રમણ એટલે ઈરિયાવહી. કોઈ પણ ધર્મક્રિયા, અનુષ્ઠાન ઇત્યાદિ ઈરિયાવહી કર્યા વિના ન કરી શકાય. પ્રત્યેક ધર્મક્રિયાની શુદ્ધિ ઇરિયાવહી કરવાથી થાય છે. પ્રત્યેક ઇરિયાવહી સાથે લોગસ્સ બોલવાનું અનિવાર્ય વિધાન છે. પ્રતિક્રમણ હેતુ બત્રીસી'માં કહ્યું છે : ઇરિયા વિષ્ણુ નવિ ધર્મક્રિયા, શ્વેતામ્બર પાઠ લોગસ્સ ઉજ્જોઅગરે ધમ્મતિત્યયરે જિજ્ઞે કિત્તઈસ્યું પિ કેવલી પુષ્કૃદંત જે એ લોગસ્સ ઉત્તમા ઈરિયાવહી તેરી હેતિ તું. * ઇંસણસોહી લોગસ્સ ગિઇ, વંદન જ્ઞાન વિશુદ્ધિ તું. ૭૮ * જૈન આચારદર્શન Page #127 -------------------------------------------------------------------------- ________________ આમ, લોગસ્સ સૂત્રનો ઈરિયાવહી સાથે અવિનાભાવ સંબંધ રહેલો છે. કાઉસગ્ગ નવકારમંત્રનો અથવા લોગસ્સનો હોય છે. નવકારમંત્ર કરતાં લોગસ્સના કાઉસગ્ગનો આદેશ વિશેષપણે જોવા મળે છે. જ્યાં લોગસ્સ ન આવડતો હોય ત્યાં એક લોગસ્સને બદલે ચાર નવકારનો કાઉસગ્ગ કરાય છે) કાઉસગ્ગ માટે નમુત્થણ, જયવીયરાય વગેરે સૂત્રોને બદલે લોગસ્સ સૂત્રનો કાઉસગ્ન કરવાનું વિધાન છે, કારણ કે લોગસ્સમાં ચોવીસ તીર્થંકરની નામસ્તવના છે અને લોગસ્સ સાથે યોગપ્રક્રિયા પણ જોડાયેલી છે. નવકારમંત્રના કાઉસગ્નમાં પંચપરમેષ્ઠિને નમસ્કાર છે. કાઉસગ્નની સાથે ધ્યાન જોડાયેલું છે. નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ વગેરે પદ્ય છે, વ્યક્તિવિશેષ નથી. ધ્યાનમાં પ્રવેશ કરવા માટે પદ કરતાં વ્યક્તિવિશેષનું ધ્યાન સરળ અને સહાયરૂપ થાય છે. અરિહંત શબ્દથી ચિત્ત અરિહંતના સ્વરૂપમાં જેટલું કેન્દ્રિત થાય છે તેના કરતાં ઋષભદેવનું, પાર્શ્વનાથનું, મહાવીરસ્વામીનું નામસ્મરણ કરવાથી તેમનામાં ચિત્ત વધુ સરળતાથી એકાગ્ર થઈ શકે છે. એટલે સાલંબન ધ્યાન માટે લોગસ્સનાં ચોવીસ તીર્થકરોનાં નામ વધુ અનુકૂળ રહે છે. ચિત્ત તેમાં પરોવાઈ શકે છે. નામ વધુ અનુકૂળ રહે છે. ચિત્ત તેમાં પરોવાઈ શકે છે અને એકાગ્ર બની શકે છે. આરંભ કરનારાઓ માટે તે સરળ થઈ પડે છે. આથી નવકારમંત્ર કરતાં લોગસ્સના કાઉસગ્ગ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આમ છતાં લોગસ્સ દ્વારા ચોવીસ તીર્થંકર ઉપરાંત પંચપરમેષ્ઠિનું ધ્યાન પણ થઈ શકે છે. લોગસ્સની પહેલી ગાથા એ માટે મહત્ત્વની છે. એમાં તીર્થકર માટે પાંચ મહત્ત્વના શબ્દો પ્રયોજાયા છે. લોગસ્સ ઉઅગરે શબ્દો દ્વારા લોકના અગ્રભાગે બિરાજમાન અને લોક ઉપર પ્રકાશ રેલાવનાર એવા સિદ્ધ ભગવંતોનું ધ્યાન થઈ શકે છે. ધમ્મ તિર્થીયરે' શબ્દમાં ધર્મતીર્થ પ્રવર્તાવનાર સમવસરણમાં બિરાજમાન અરિહંત પરમાત્માનું ધ્યાન થઈ શકે છે. “જિન” અને “અરિહંત' શબ્દ દ્વારા તીર્થકર ભગવાનના વિવિધ ગુણોનું ધ્યાન થઈ શકે છે. “ધમ તિવૈયરે’ શબ્દ દ્વારા ગણધરોને દીક્ષા અને ત્રિપદી આપનાર એવા અનુક્રમે આચાર્ય અને ઉપાધ્યાયનાં પદોનું પણ સ્મરણ થઈ શકે છે. કેવલી’ શબ્દ દ્વારા સાધના પદનું સ્મરણ થઈ શકે છે. લોગસ્સની પહેલી ગાથાના આ શબ્દોને બીજી એક રીતે ઘટાવવામાં આવે છે. આ ગાથામાં પંચપરમેષ્ઠિનું સ્વરૂપ ગૂંથી લેવામાં આવ્યું છે, કારણ કે તીર્થંકર પરમાત્માના જીવનમાં પાંચ પરમેષ્ઠિનાં પદ સુનિહિત હોય છે. (૧) તેઓ જ્યારે સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મતીર્થ પ્રવર્તાવે છે ત્યારે અરિહંત' સ્વરૂપે હોય છે. લોગસ્સ સૂત્ર ૭૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ (૨) તેઓ નિર્વાણ પામે છે ત્યાર પછી સિદ્ધ સ્વરૂપે હોય છે. (૩) તેઓ જ્યારે ગણધરોને દીક્ષા આપે છે ત્યારે “આચાર્યના પદે હોય છે. (૪) તેઓ જ્યારે ગણધરોને ‘ત્રિપદી' આપે છે ત્યારે “ઉપાધ્યાયના પદે હોય છે. (૫) તેઓ જ્યારે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સ્વયં દીક્ષિત થાય છે ત્યારે સાધુના પદે હોય છે. આમ, લોગસ્સ સૂત્રના કાઉસગ્નમાં તીર્થકરોના જીવનના પ્રસંગો દ્વારા પંચપરમેષ્ઠિનું ધ્યાન પણ ધરી શકાય છે. લોગસ્સની પહેલી ગાથામાં તીર્થકરો માટે પ્રયોજાયેલા શબ્દોને ભિન્ન ભિન્ન રીતે ઘટાવવામાં આવે છે. અરિહંત પરમાત્માના બાર ગુણ છે. તેમાં અષ્ટ પ્રાતિહાર્યના આઠ ગુણ તે દેવકૃત હોય છે. બાકીના ચાર ગુણ તે હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં સમજાવ્યું છે તે પ્રમાણે ચાર અતિશય છે : (૧) જ્ઞાનાતિશય (૨) વચનતિશય (૩) પૂજાતિશય અને (૪) અપાયાપગમાતિશય. આ ચાર આત્મભૂત લક્ષણો. લોગસ્સની ગાથાના શબ્દોમાં નીચે પ્રમાણે જોઈ શકાય છે : (૧) લોગસ્સ ઉજ્જઅગર – કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જેઓ લોકના સંપૂર્ણ સ્વરૂપને પ્રકાશનારા છે – જ્ઞાનાતિશય. (૨) ધર્માતિસ્થયર–ધર્મતીર્થ પ્રવતવનાર સમવસરણમાં સર્વભાષામાં પરિણમે એવી વાણી દ્વારા દેશના આપનારવચનાતિશય. (૩) જિન તથા અરિહંત) – ચાર ઘાતી કર્મોનો નાશ કરનારઅપાયપગમાતિશય. (૪) અરિહંત – પૂજાતિશય. ઈરિયાવહી પછી કાઉસગ્ગ કરતાં પહેલાં ‘તસ્સ ઉત્તરી' સૂત્ર અને અન્નત્થ' સૂત્ર બોલવાનાં હોય છે. ‘તસ્સ ઉત્તરી સૂત્રમાં દોષોના નિવારણ માટે કરવાના કાઉસગ્નનું મુખ્ય પ્રયોજન જે દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિશુદ્ધીકરણ અને (૩) વિશલ્યીકરણ કરવાની આવશ્યકતા રહે છે. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે દર્શાવ્યું છે તે પ્રમાણે આ ત્રણેની પ્રક્રિયા લોગસ્સ સૂત્રમાં ગર્ભિત રીતે સંકળાયેલી છે. લોગસ્સની પાંચમી ગાથામાં પ્રાયશ્ચિત્તની, છઠ્ઠી ગાથામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રના વિશુદ્ધિકરણની અને સાતમી ગાથામાં નિરાલંબન ધ્યાન (અમાસ્ક દશા) દ્વારા વિશલ્યીકરણની પ્રક્રિયા રહેલી છે, એટલા માટે આ ત્રણ ગાથાઓને પ્રણિધાન ત્રિક' તરીકે ઓળખવામાં આવે છે. હરિભદ્રસૂરિએ યોગવિર્શિકામાં યોગના પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) સ્થાન, (૨) વર્ણ, (૩) અર્થ, (૪) આલંબન અને (૫) નિરાલંબન. એમાં પહેલાં બે – સ્થાન અને વર્ણ તે કર્મયોગ છે અને પછીનાં ત્રણ – અર્થ, આલંબન અને નિરાલંબન એ ૮૦ જૈન આચારદર્શન Page #129 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોગ છે. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજ્યજી મહારાજે દર્શાવ્યું છે તે પ્રમાણે યોગના આ પાંચે પ્રકારનો પ્રયોગ લોગસ્સમાં થયો છે. લોગસ્સની પહેલી ગાથામાં સ્થાનનો, બીજી, ત્રીજ અને ચોથી ગાથામાં વર્ણનો અને પાંચમી ગાથામાં અર્થનો ઉપયોગ છે. છઠ્ઠી ગાથામાં આલંબનનો ઉપયોગ છે. આ આલંબનથી સાધકને નિર્મળ બોધિલાભ, ઋતંભરા પ્રજ્ઞા, વરસમાધિ, સર્વોત્કૃષ્ટ ભાવસમાધિનો અનુભવ થાય છે. અહીં બીજું અપૂર્વકરણ થાય છે; કુંડલિની શક્તિનો સાક્ષાત્કાર થાય છે. સાતમી ગાથામાં નિરાલંબન ધ્યાન છે. અહીં અમનસ્કતા હોય છે; ધ્યાતા અને ધ્યેયની અભિન્નતા હોય છે; નિર્વિકલ્પ સમાધિ, ચિત્તની પ્રશાંતવાહિતા હોય છે. કાઉસગ્ગમાં ક્યારેક સંપૂર્ણ લોગ બોલવાનો હોય છે. અને ક્યારેક ચંદેસુ નિમ્મલયરા’ સુધી બોલવાનો છે. (કેટલીક ક્રિયામાં સાગરવર ગંભીરા સુધી બોલવાનો હોય છે) ‘રાંદેતુ નિમ્મલયરા' સુધી બોલવાના લોગસ્સમાં યોગપ્રક્રિયા જોડાયેલી છે. એ લોગસ્સનાં પદોનું ઉચ્ચારણ શ્વાસોશ્વાસ સાથે જોડાયેલું હોવું જોઈએ. પૂર્વાચાર્યાએ ‘પાયસમા ઉસાસા' એટલે જે જેટલાં પદ એટલા શ્વાસોશ્વાસ એ પ્રમાણે લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદ્રેશુ નિમ્મલયા’ પદ સુધી કરવાનો કહ્યો છે. કોઈને પ્રશ્ન થાય કે આમ અપૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનું કેમ વિધાન હશે ? પરંતુ આ કાઉસગ્ગમાં સૂત્રના સંપૂર્ણ ઉચ્ચારણ કરતાં સૂત્રનાં પદોના ધ્યાન સાથે શરીરમાં ચાલતી શ્વાસોચ્છ્વાસની ક્રિયા મહત્ત્વની છે. એટલે ‘ચંદ્રેસ નિમ્મલયા' સુધીનાં પચ્ચીસ પદ પ્રમાણે એક લોગસ્સના કાઉસગ્ગમાં પચ્ચીસ વાર શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરવાની હોય છે, કારણ કે લોગસ્સનો આ પ્રકારનો કાઉસગ્ગ યોગપક્રિયા સાથે જોડાયેલો છે. એથી શ્વાસોચ્છ્વાસની ગતિ નિયમબદ્ધ બને છે. કાઉસગ્ગમાં ચિત્ત વધુ કેન્દ્રિત બને છે. લોગસ્સના શબ્દો અને વર્ણો પ્રાણવાયુ સાથે એકરૂપ થઈ જાય છે. એવી રીતે વ્યવસ્થિત, પદ્ધતિસર, ઉતાવળ વિના, પૂરી સ્વસ્થતાથી કાઉસગ્ગ કરનાર આરાધક પદો સાથે એક પ્રકારનો લય અનુભવે છે. મંત્રશાસ્ત્રમાં એને ‘લયયોગ’ કહેવામાં આવે છે. લયયોગ સહિતના ધ્યાનવાળો કાઉસગ્ગ કર્મક્ષય વગેરેમાં વિશેષ ફળ આપનારો છે એમ શાસ્ત્રકારો કહે છે. હવે પ્રશ્ન એ થાય છે કે ‘પાયસમા ઉસાસા’ અર્થાત્ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયા’ સુધી શા માટે ? ‘સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ' એ છેલ્લા પદ સુધી ન કરી શકાય ? પચીસ પદને બદલે અઠ્ઠાવીસ પદ સુધીનો સંપૂર્ણ લોગસ્સનો એવો કાઉસગ્ગ ન કરી શકાય ? આ પ્રશ્નનો જવાબ એ છે કે આ યોગપ્રક્રિયાની એક સૂક્ષ્મ બાબત છે અને યોગવિદ્યામાં પ્રવીણ, લબ્ધિ સિદ્ધિના જાણકાર અને મંત્રશાસ્ત્રના મર્મજ્ઞ એવા ગણધર ભગવંતોએ અને તે સમયના પૂર્વાચાર્યોએ પોતાની સૂક્ષ્મ લોગસ્સ સૂત્ર ૮૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ યોગાનુભૂતિને આધારે આ પદસંખ્યા નક્કી કરી હશે. આપણે જે પ્રશ્ન થાય છે તેનો વિચાર તેઓએ અવશ્ય કર્યો જ હશે. કોઈ પણ એક ધાર્મિક ક્રિયા કરતી વખતે અથવા એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં જતી વખતે તન અને મન જરા પણ ક્ષુબ્ધ હોય તો તેને શાંત કરવા માટે શ્વાસોચ્છુવાસનું નિયમન ઉપકારક થાય છે. કાઉસગમાં કાયાને નિશ્ચલ કરવા સાથે ચિત્તને શાંત, સ્વસ્થ, અને એકાગ્ર કરવા માટે પચીસ શ્વાસોચ્છવાસ જેટલા કાળની માત્રા યોગ્ય ગણાઈ હશે ! એકસરખો કાઉસગ્ગ હોવા છતાં તે દરેકની કાળની માત્રા એકસરખી નથી હોતી. શ્વાસોચ્છુવાસ સાથે જોડ્યા વગરના કાઉસગ્નમાં બે વ્યક્તિઓ વચ્ચે કાળની માત્રા એકસરખી ન પણ રહે. શ્વાસોચ્છવાસ સાથે જોડેલા કાઉસગ્નમાં કાળની માત્રાનું એકસરખાપણું વિશેષ રહી શકે છે. વળી તેમાં ચિત્તનો ઉપયોગ પણ વિશેષ રહે છે. શ્વાસોચ્છવાસવાળો કાઉસગ્ગ ચક્રોમાં ન્યાસપૂર્વક અનુક્રમે ધ્યાનને કેન્દ્રિત કરતાં કરતાં “ચંદેસુ નિમ્મલયરા” પદ વખતે મસ્તકમાં ઉપર સહસારને સ્પર્શ થઈ જાય છે માટે ત્યાં જ અટકી જવાનું હશે એવું પણ એક અનુમાન થાય છે. ચોવીસ તીર્થંકરના ચોવીસ શ્વાસોચ્છવાસ અને ચતુર્વિધ સંઘસ્વરૂપ તીર્થકરને માટે પૂર્ણાહુતિરૂપ કળશનો એક શ્વાસોચ્છવાસ એ રીતે કુલ પચીસ શ્વાસોચ્છવાસ થાય એવું પણ અનુમાન કરાય છે. કેટલાક કાઉસગ્ગ “સાગરવર ગંભીરા સુધી ૨૭ શ્વાસોચ્છુવાસ પ્રમાણે કરવાનું વિધાન છે. તેમાં “ચંદેસુ નિમ્મલયરા' – એ ચંદ્રનાડી માટે છે. “આઇએસુ અહિયં પયાસરા' – એ આદિત્ય એટલે કે સૂર્ય નાડી માટે છે અને “સાગરવર-ગંભીરા' – એ સુષુમણા નાડીના ઉદ્દઘાટન માટે છે એવું પણ અનુમાન કરાય છે. અલબત્ત, આ અનુમાનો છે. કાઉસગ્ગની અનુભૂતિ ઘણી સૂક્ષ્મ, ગહન અને રહસ્યમય છે. એનો સંપૂર્ણ પાર પામી શકવાનું દુષ્કર છે. પૂર્ણ લોગસ્સના કાઉસગ્ગમાં પણ શ્વાસોચ્છવાસ અને ચિત્તની એકાગ્રતા માટે અન્ય પ્રયોગો પણ થાય છે. પ્રાણાયામમાં શ્વાસની પૂરક, કુંભક અને રેચકની પ્રક્રિયા છે. શ્વાસ લેવો તે પૂરક, શ્વાસ રોકી રાખવો તે કુંભક અને ઉચ્છવાસ એટલે કે શ્વાસ બહાર કાઢવો તે રેચક. કેટલાક પૂરક પછી કુંભક કરી સંપૂર્ણ લોગસ્સનો કાઉસગ્ન કરી લે છે અને પછી રેચક કરે છે, કેટલાક રેચક પછીના કુંભકમાં સંપૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. આમ એક જ કુંભકમાં એક લોગસ્સનો કાઉસગ્ગ મહાવરાથી કરી શકાય છે. એક જ કુંભક ચિત્તની એકાગ્રતામાં સહાયભૂત થાય છે. કેટલાક શ્વાસોચ્છવાસની ક્રિયા સાથે લોગસ્સનો કાઉસગ્ગ અંતિમ પદથી વિપરીત ક્રમે કરે છે. એટલે પહેલાં સિદ્ધા સિદ્ધ મમ વિસંત, પછી સારવાર મારા પછી ૮૨ કિ જૈન આચારદર્શન Page #131 -------------------------------------------------------------------------- ________________ સ્રાબ્વેતુ અહિયં વાસયરા એમ બોલતાં છેવટે હોમ્સ ઇગ્નોસરે પદ સાથે કાઉસગ્ગ પૂરો કરે છે. પ્રણિધાન માટે વિપરીત ક્રમ પણ ઉપયોગી થાય છે. લોગસ્સનો કાઉસગ્ગ શ્વાસોચ્છ્વાસ પ્રમાણે જે કરવાનો હોય છે તેમાં સાથે ધ્યાન પણ સંકળાયેલું હોય છે. પરંતુ જે પૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે તેમાં મંત્રજાપ હોય છે, નામ સ્તવના હોય છે. નામ સ્તવનાનું મહત્ત્વ પણ ઓછું નથી. એટલા માટે લોગસ્સના કાઉસગ્ગ પછી તરત હંમેશાં પ્રગટ લોગસ્સ બોલવાનો હોય છે અને તે સંપૂર્ણ લોગસ્સ જ હોય છે. વાણીના પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી એમ ચાર પ્રકાર બતાવવામાં આવે છે. પરા એટલે દિવ્ય વાણી, વૈખરી વાણી એટલે પ્રગટ ઉચ્ચારણ. વાણીનો એ સ્થૂલ પ્રકાર છે. કાઉસગ્ગ મનમાં જ્યારે ચાલતો હોય છે ત્યારે વાણી મધ્યમામાંથી ધીમે ધીમે પશ્યન્તી અને પાની કક્ષા સુધી પહોંચે છે. સાધકની સાધના ઉપર એનો આધાર રહે છે. તીર્થંકર પરમાત્માનાં પરમ પવિત્ર અને પરમ પુણ્યવંત નામોના વાચક શબ્દોનું વૈખરી વાણીમાં પ્રગટ ઉચ્ચારણ પણ આરાધકના હૃદયમાં અનન્ય ભક્તિ અને શ્રદ્ધા પ્રગટાવે છે, બોધિની વિશુદ્ધિ કરાવે છે અને સવિકલ્પ તથા નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવામાં સહાયક બને છે. એટલા માટે લોગસ્સના પ્રગટ ઉચ્ચારણની પણ આવશ્યકતા રહે છે. લોગસ્સના કાઉસગ્ગના વિષયમાં જેમ પ્રયોજન મોટું તેમ કાઉસગ્ગ મોટો હોય છે. દુ:સ્વપ્ન તથા દુઃખક્ષય કે કર્મક્ષય માટે રોજેરોજ પ્રતિક્રમણમાં કરાતો કાઉસગ્ગ ચાર લોગસ્સનો હોય છે. પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૧૨, ૨૦ અને ૪૦ લોગસ્સનો કાઉસગ્ગ હોય છે. ફિરદાભેદે આ સંખ્યામાં થોડો ફેર હોય છે.) ઉપધાન કરનારા આરાધકોએ એ તપ દરમિયાન રોજ ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે, નવ પદની આરાધના અને વીસ સ્થાનકની આરાધનામાં પણ તે પ્રમાણે લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે. અકબર પ્રતિબોધક શ્રી. હીરવિજયસૂરીશ્વરજી મહારાજને રોજ ઊભાં ઊભાં સો લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો નિયમ હતો.) કોઈ વિશિષ્ટ મોટું શુભ પ્રયોજન હોય અથવા સંઘ ઉપર કંઈ આપત્તિ કે ઉપદ્રવ હોય, તીર્થક્ષેત્રમાં કંઈ ઉપદ્રવો હોય અથવા ઉપદ્રવો ન થાય તે માટે પણ લોગસ્સના કાઉસગ્ગનું વિધાન છે. - લોગસ્સના કાઉસગ્ગનું મહત્ત્વ શાસ્ત્રકારોએ એટલું બધું બતાવ્યું છે કે રોજેરોજ અવશ્ય કર્તવ્યરૂપ આ કાઉસગ્ગ ન ક૨વામાં આવે તો તેને દોષ – અતિચાર લાગે છે એમ કહ્યું છે. પાક્ષિક ઇત્યાદિ પ્રતિક્રમણમાં બોલાતા અતિચારમાં (તપાચારના અતિચારમાં) કહ્યું છે કે ‘કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દસ વીસનો કાઉસગ્ગ લોગસ્સ સૂત્ર * ૮૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ ન કીધો. તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ'. શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં સંવત્સરિ પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સનો ચંદેસુ નિમલયરા' સુધી તથા એક નવકારનો કાઉસગ્ગ કરવામાં આવે છે. ૪૦ લોગસ્સના કુલ ૧૦૦૦ શ્વાસોચ્છવાસ તથા નવકારમંત્રના ૮ શ્વાસોચ્છવાસ એમ કુલ ૧૦૦૮ શ્વાસોચ્છવાસ થાય છે. ૪૦ લોગસ્સ ઉપર એક નવકાર ગણવાથી ૧૦0૮ની શુભ સંખ્યાનો પણ મેળ બેસે છે. એક લોગસ્સ બરાબર ચાર નવકારનો કાઉસગ્ન હોય છે. નવકારના આઠ શ્વાસોચ્છુવાસ ગણવામાં આવે છે. લોગસ્સના ૨૫ શ્વાસોચ્છવાસ હોય છે. એટલે ત્રણ નવકાર ગણતાં ૨૪ શ્વાસોચ્છુવાસ થાય અને ચાર નવકાર ગણતાં ૩૨ શ્વાસોચ્છુવાસ થાય. એટલે શ્વાસોચ્છવાસની ઓછી સંખ્યા કરતાં અધિક શ્વાસોચ્છવાસનું પ્રમાણ વધુ યોગ્ય અને હિતાવહ છે. બંનેના કાલમાનની દષ્ટિએ પણ તે યોગ્ય છે. પદ અને સંપદાની દૃષ્ટિએ પણ ત્રણ કરતાં ચાર નવકાર વધુ યોગ્ય જણાય છે. એટલે એક લોગસ્સ બરાબર ચાર નવકારની ચાલી આવેલી પરંપરા યોગ્ય જ મનાય છે. લોગસ્સ ન આવડતો હોય તો તે વ્યક્તિ ભલે કાઉસગ્ગ ન કરે, પણ તેની પાસે નવકારની કાઉસગ્ન કરાવવાની જરૂર શી છે એવી દલીલ વ્યર્થ છે. અલબત્ત, કાઉસગ્ન કરવાની સાચી ભાવનાવાળાએ ઉત્સાહપૂર્વક લોગસ્સ કિંઠસ્થ કરી લેવો જોઈએ. નવકારમંત્ર કરતાં લોગસ્સ સૂત્ર મોટું અને કઠિન છે એવી દલીલમાં પણ બહુ બળ નથી, કારણ કે જો રસ રુચિ અને લગની હોય તો ભાષા બોલતાં શીખેલાં બે-ત્રણ વર્ષનાં બાળકોએ લોગસ્સ શુદ્ધ રીતે કંઠસ્થ કરી લીધાના ઘણા દાખલા છે. લોગસ્સની સાત ગાથાઓનો સંબંધ આપણા દેહમાં રહેલાં સૂક્ષ્મ ચક્રોશક્તિનાં કેન્દ્રો તથા સહસાર અથવા કુલ સાત શક્તિ કેન્દ્રો સાથે પણ દર્શાવવામાં આવે છે. પહેલી ગાથા મૂલાધાર ચક્રમાં ચિત્તને કેન્દ્રિત કરીને બોલવાની હોય છે. બીજી ગાથા સ્વાધિસ્થાન ચક્રમાં, ત્રીજી મણિપુર ચક્રમાં, ચોથી અનાહત ચક્રમાં, પાંચમી વિશુદ્ધિ ચક્રમાં, છઠ્ઠી આજ્ઞાચક્રમાં અને સાતમી સહસાર ચક્રમાં પ્રણિધાનપૂર્વક બોલવાની હોય છે. લોગસ્સની ગાથાઓની સંખ્યા સાત છે એ આકસ્મિક કે નિપ્રયોજન નથી. એ સાતની સંખ્યામાં વિશિષ્ટ અર્થ અને સંકેત રહેલો લોગસ્સ સૂત્રમાં ૨૪ તીર્થકરોનાં નામો બીજી, ત્રીજી અને ચોથી એમ ત્રણ ગાથામાં આપવામાં આવ્યાં છે. દરેક ગાથામાં આઠઆઠ તીર્થકરોનાં નામ આવે એવી સરખી વહેંચણી કરવામાં આવી છે. મંત્રસ્વરૂપ આ ત્રણ ગાથાઓમાં તીર્થકરોનાં ૮૪ ૮ જૈન આચારદર્શન Page #133 -------------------------------------------------------------------------- ________________ માત્ર નામ જ આપવામાં આવ્યાં છે. તેની સાથે બહુમાનસૂચક શબ્દો જેવા કે સિરિ (શ્રી), નાહ (નાથ), દેવ, પ્રભુ વગેરે શબ્દો આગળ કે પાછળ પ્રયોજવામાં આવ્યા નથી. જ્યાં ચોવીસ તીર્થંકરોની ગણના હોય ત્યાં આવાં ફક્ત નામો જ ગણાવવામાં આવ્યાં હોય એવું અન્યત્ર પણ જોવા મળે છે. ‘નંદીસૂત્ર’માં તિત્થય૨ાવલીના પાઠમાં એ પ્રમાણે છે. તદુપરાંત બૃહત્ક્રાંતિ સ્તોત્ર એનું સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. આમાં તીર્થંકરોનાં નામની ક્રમિક સંકલના કવિતા કે ભાષાગૌરવની દૃષ્ટિએ જ ફક્ત ન કરતાં મંત્રસ્વરૂપ અક્ષરોની દૃષ્ટિએ કરવામાં આવી છે. લોગસ્સની આ ત્રણ ગાથાઓ, એટલા માટે, મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની છે. આ ગાથાઓમાં આવતાં ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં નામ વ્યાકરણની દૃષ્ટિએ બીજી વિભક્તિમાં પ્રયોજવામાં આવ્યાં છે. બીજી વિભક્તિમાં શબ્દ અંત્ય વ્યંજન ઉ૫૨ અનુસ્વાર (અનુનાસિક વ્યંજન મૂ) એટલે બિંદુ આવે છે. પરંતુ આમાં ચોવીસ તીર્થંકરનાં ચોવીસ નામ ઉપર ચોવીસ બિંદુ નથી આવતાં. સમાસની રચના કરવાથી બિંદુઓની સંખ્યા ઘટાડી શકાય છે. તેમ છતાં ‘વંદે’ અને વંદામિ’ શબ્દમાં અને તીર્થંકરોનાં નામ ઉ૫૨ આવતાં બિંદુઓ મળીને કુલ ૩૫ બિંદુઓનું આયોજન આ ત્રણ ગાથામાં છે. પહેલી ગાથામાં બાર બિંદુ છે, બીજી ગાથમાં બાર બિંદુ છે અને ત્રીજી ગાથામાં અગિયાર બિંદુ છે. બિંદુના અનુનાસિક ઉચ્ચારણમાં વિશિષ્ટ નાદ અને કલા રહેલાં હોય છે. બિંદુની એ સૂક્ષ્મ અવસ્થાઓ છે. ૫રમાત્માનું ધ્યાન ધરતી વખતે એ બિંદુનો પણ ખ્યાલ રાખવાનો હોય છે. ઓમકાર બિંદુસંયુક્ત એક બિંદુનો સ્પષ્ટ અલગ નિર્દેશ કરીને બતાવ્યું છે કે ૫રમાત્માના નામનું ઉચ્ચારણ બિંદુયુક્ત જ્યારે કરવામાં આવે છે ત્યારે તે ભૌતિક દૃષ્ટિએ ‘કામદ’ – ઇચ્છાઓ પૂરી કરનાર અને મોક્ષદ’ મોક્ષ આપનાર નીવડે છે. (આ દર્શાવવા માટે કામદ અને મોક્ષદં શબ્દો પણ બિન્દુસહિત પ્રયોજાયા છે.) લોગસ્સની આ ત્રણ ગાથામાં અવ્યય ઘ નો ઉપયોગ અગિયાર વખત કરવામાં આવ્યો છે. એમ દસ વખત હૈં નો અર્થ ‘અને’ થાય છે અને સુર્વાનં ૬ પુખ્તવંત માં જ્ઞ નો અર્થ ‘અથવા' થાય છે. સંસ્કૃત ભાષા એટલી અનુકૂળ છે કે આ ત્રણે ગાથામાં હૈં અવ્યયનો ઉપયોગ ફક્ત ત્રણચાર વખત કરવા ધાર્યો હોય તોપણ ચાલી શકે. પરંતુ આ ગાથાઓમાં 7 નો ઉપયોગ વિશેષ ધ્યાન ખેંચે છે. ગાથા છંદની પંક્તિઓ લખતી વખતે 7 જેવો એક માત્રાવાળો વર્ણાક્ષર પાદપૂરક તરીકે ઉપયોગી થઈ શકે છે, તેમ છતાં એના અહીં થયેલા ઉપયોગમાં એક યોજના રહેલી છે. નામોની પહેલી ગાથામાં ચાર વખત, બીજી ગાથામાં ચાર વખત અને ત્રીજી ગાથામાં ત્રણ વખત દ્યનો ઉપયોગ થયો છે. એક, બે કે ત્રણ તીર્થંકરોનાં નામ પછી જે 7 આવે લોગસ્સ સૂત્ર * ૮૫ - - Page #134 -------------------------------------------------------------------------- ________________ છે, તેમાં સાત, ચૌદ અને એકવીસમાં તીર્થંકર પછી ૨ અવશ્ય આવે જ છે. વળી લોગસ્સમાં ૨ વ્યંજન ચંદ્રપ્રભુ તીર્થંકર-પંપૂર્દ ના નામ ઉપરાંત રવી, ચં, મારૂજેવા શબ્દોમાં પણ વપરાયો છે. એ રીતે ની બહુલતા, બિન્દુની બહુલતાની જેમ ધ્યાનપાત્ર છે. આ બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં ઋષભદેવથી શરૂ કરી વર્ધમાનસ્વામી સુધીનાં ૨૪ તીર્થકરોનાં નામ ગણાવ્યાં છે. તેમાં સાત, ચૌદ અને એકવીસમાં તીર્થકરનાં નામ પછી નિશબ્દ પ્રયોજાયો છે. મંત્રરૂપ આ ગાથામાં નિ: શબ્દ આકસ્મિક રીતે કે માત્ર પાદપૂરક તરીકે પ્રયોજાયો નથી. તેમાં ચોક્કસ ધ્યેયપૂર્વકનું આયોજન છે. ચોવીસ તીર્થકરોનાં નામ ત્રણ ગાથામાં આપવામાં આવ્યાં છે. તેમાં પ્રત્યેક ગાથામાં આઠ-આઠ તીર્થકરોનાં નામ છે એટલે કે ચોવીસની સંખ્યાનું ત્રણ ગાથામાં વિભાજન વ્યવસ્થિત અને ગાણિતિક રીતે થયું છે. તેવી જ રીતે નિ શબ્દ સાત, ચૌદ અને એકવીસમા તીર્થંકર પછી આવે છે. તે શબ્દ પણ વ્યવસ્થિત રીતે અને ગણતરીપૂર્વક વિશિષ્ટ દૃષ્ટિથી પ્રયોજાયો છે. ચોવીસ તીર્થકરોના નામ કુંડલિની જાગરણની દૃષ્ટિએ જો વિચારીએ તો મૂલાધાર પાસે રહેલી કુંડલિની શક્તિ લગભગ સાડા ત્રણ વલય અથવા વર્તુળની છે. સર્પના જેવું મુખ ધરાવતી શક્તિ અધોમુખ કરીને રહેલી છે. તેને જાગ્રત કરવા માટે, તેના ક્રમિક ઉત્થાન માટે પ્રત્યેક ચક્રમાં એક એક તીર્થકરનું નામસ્મરણ – ધ્યાન કરીને જો ચિત્તની એકાગ્રતા સાધવામાં આવે તો કુંડલિની શક્તિ જાગ્રત થાય. આ રીતે પહેલા વર્તુળમાં ઋષભ મૂલાધારચક્ર), અજિત (સ્વાધિસ્થાન), સંભવ મણિપુર), અભિનંદન અનાહત), સુમતિ વિશુદ્ધિ), પપ્રભુ (આશા), સુપાર્થ (સહસ્ત્રાર) એમ સાત તીર્થકરોનાં નામોનું અનુક્રમે સ્મરણ-પ્રણિધાન કર્યા પછી નિાં શબ્દ બોલવા સાથે ઉપરથી ફરી નીચે મૂલાધારમાં ચિત્તને જોડવાનું છે. સહસારમાં સંલગ્ન થયેલા ચિત્તને ઉપરથી ફરી નીચે મૂલાધારમાં સંક્રાન્ત કરવા માટે, અવરોહણ માટે, આવશ્યક સમયના શબ્દના પ્રણિધાન દ્વારા પ્રાપ્ત થાય છે. અનુભવથી એની વિશેષ પ્રતીતિ થાય છે. આમ પ્રથમ વર્તુળ પૂરું થાય છે. ફરીથી ચંદ્ર (મૂલાધાર), સુવિધિ–પુદત (સ્વાધિસ્થાન), શીતલ મણિપુર), શ્રેયાંસ (અનાહત) વાસુપૂજ્ય વિશુદ્ધિ), વિમલ (આશા), અનંત (સહસાર) એ ક્રમે પ્રણિધાન કર્યા પછી ફરી નિri બોલવા સાથે ઉપરથી નીચે મૂલાધારમાં ચિત્તને લઈ જવાનું છે. ત્રીજા વર્તુળમાં ધર્મ ભૂલાધાર), શાંતિ (સ્વાધિસ્થાન), કુંથુ મણિપુર), અર (અનાહત), મલ્લિ વિશુદ્ધિ), મુનિ સુવ્રત (આજ્ઞા), નમિ (સહસાર) એમ ત્રીજું વર્તુળ પૂરું કરી નિ: શબ્દ બોલવા સાથે ઉપરથી નીચે ફરી મૂલાધારમાં ચિત્તને કેન્દ્રિત કરવાનું છે. ત્યાર પછી અરિષ્ટનેમિ ભૂલાધાર), પાર્શ્વ ૮૬ ક જૈન આચારદર્શન Page #135 -------------------------------------------------------------------------- ________________ (સ્વાધિસ્થાન) અને વર્ધમાન મણિપુર) એ પ્રમાણે ચોવીસ તીર્થકરોનું નામસ્મરણ ચક્રોમાં જો ગણવામાં આવે તો વિશિષ્ટ શક્તિ આપવામાં બને છે. તીર્થકરોની કલા પણ સાડા ત્રણ ગણાવવામાં આવે છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર બાકી રહેલાં અઘાતી કર્મમાં આયુષ્યકર્મ અડધું ભોગવવાનું બાકી હોવાથી સાડા ત્રણ કર્મ બાકી રહે છે અને તીર્થંકરનાં એ અઘાતી કર્મ પ્રશન્ન પ્રકારનાં હોવાથી ‘કલા તરીકે ઓળખાય છે. એટલે સાડા ત્રણ વલય સાથે સાડા ત્રણ કલા જોડાયેલી છે. આમ લોગસ્સ સૂત્રની ગાથાઓ વિશિષ્ટ યોગપ્રક્રિયા સાથે સંકળાયેલી છે અને એનો મહિમા સવિશેષ છે. ત્રીજી ગાથામાં નવમા તીર્થંકર સુવિધિનાથનાં બે નામ આપવામાં આવ્યાં છે : (૧) સુવિહિ અને (૨) પુર્ઘત. શ્વેતામ્બરોમાં સુવિધિનાથ નામ વધુ પ્રચલિત છે. દિગમ્બરોમાં પદ્દત નામ વધુ પ્રચલિત છે. લોગસ્સમાં અન્ય કોઈ તીર્થંકરનાં બે નામ નથી આપવામાં આવ્યાં. સુવિધિ અને પુદત એ બે નામો આપવામાં આવ્યાં છે. એ બે નામોમાંથી કોઈ પણ એકનો વિશેષ નામ તરીકે અને બીજાનો વિશેષણ તરીકે અર્થ ઘટાવી શકાય છે. પરંતુ કર્તાએ બે નામ કેમ પ્રયોજ્યાં હશે તેનો કોઈ ખુલાસો નથી. છંદની દૃષ્ટિએ જરૂરી હશે એવું એક અનુમાન થાય છે. ચક્રોની દષ્ટિએ સુવિધિનાથનું ધ્યાન સ્વાધિસ્થાન ચક્રમાં આવે છે. એ ચક્રમાં ધ્યાનને વધુ દઢ કરવાનું કોઈ પ્રયોજન હશે એવું અનુમાન પણ થાય છે. લોગસ્સ સૂત્રમાં પ્રત્યેક તીર્થકરનું નામ વિશેષ નામ તરીકે છે. પરંતુ તદુપરાંત દરેક તીર્થંકરના નામનો વિશિષ્ટ અર્થ પણ છે. અને અર્થની દૃષ્ટિએ પણ તેનું માહાભ્ય છે, કારણ કે દરેક તીર્થકરનું વિશેષ નામ અવશ્ય ગુણનિષ્પન્ન હોય છે. તીર્થકરોનું ધ્યાન જો ચક્રોમાં કરવામાં આવે તો આ વિશિષ્ટાર્થની દૃષ્ટિએ પણ ઉચિત અને અર્થપ્રેરક બને છે. તે તે તીર્થકરોના યક્ષ-યક્ષિણીનાં નામના વિશિષ્યર્થ પણ તે તે ચક્રોની દૃષ્ટિએ પણ બહુ જ સૂચક છે. આ ઘણો જ ગહન વિષય છે. જેમ પ્રણિધાન અનુપ્રેક્ષા વધતાં જાય તેમ તેમ સાધકોને વધુ ને વધુ પ્રકાશ અને ઉઘાડનો અનુભવ થાય એવું આ લોગસ્સ સૂત્ર છે. ચોવીસ તીર્થંકરોનાં નામનું સ્મરણ, રટણ અનુક્રમે એક એક ચક્રમાં પ્રણિધાનપૂર્વક કરવામાં આ રીતે સાડા ત્રણ વર્તુળ થાય છે. તેમાં પ્રથમ વર્તુળ દર્શનનું છે, બીજું વર્તુળ જ્ઞાનનું છે, ત્રીજું વર્તુળ ચારિત્રનું છે અને ચોથું અડધું વર્તુળ તપનું છે. ત્રણ વર્તુળ પૂરાં થાય તે પછીના અડધા વર્તુળમાં નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી એ ત્રણ તીર્થંકરોનું ધ્યાન ધરવાનું છે. એ ત્રણ તીર્થકરોનાં જીવનનું અવલોકન કરીએ તો તેમાં બાહ્ય અને આત્યંતર તપની મહત્તા સવિશેષ જણાશે. લોગસ્સ સૂત્ર ૮૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ તપનું વર્તુળ અડધું જ છે, કારણ કે તપમાં વ્યક્તિએ પોતે જ પોતાના પુરુષાર્થ વડે આગળ વધવાનું છે. લોગસ્સની અનુષ્ઠાપૂર્વકની આરાધના પણ કરવામાં આવે છે. શુદ્ધ વસ્ત્ર, આસન વગેરે સાથે ધૂપ, દીપ, પુષ્પ, વાસક્ષેપ વગેરે સાથે ચોવીસ તીર્થંકરનું ચિત્રપટ સન્મુખ રાખી લોગસ્સનું પઠન નિયત સમય માટે કરવાથી વિશેષ લાભ થાય છે. ચોવીસ તીર્થકરોની સ્તુતિ માટે પંચષષ્ઠિ યંત્રની રચના કરવામાં આવે છે. આડી અને ઊભી લીટીઓ દોરી પચ્ચીસ ખાનાનું સમચોરસ યંત્ર બનાવવામાં આવે છે. અને તેમાં ૧થી ૨૫ ના સંખ્યાંક એવી રીતે લખવામાં આવે છે કે ગમે તે બાજુથી સરવાળો કરતાં ૬૫ની સંખ્યા જ આવે. જુદી જુદી રીતે સંખ્યા ગોઠવી ઘણા પ્રકારનાં આવાં યંત્રો બનાવવામાં આવે છે. આમાં મહાસર્વતોભદ્ર યંત્રમાં સંખ્યા એવી રીતે ગોઠવવામાં આવે છે કે બોંતેર જુદી જુદી રીતે ગણના કરતાં સરવાળો ૬પનો જ આવે છે. આ યંત્રોમાં પ્રત્યેક સંખ્યાંક સાથે તે તીર્થંકરનું સ્મરણ-રટણ કરવામાં આવે છે અને ૨૫ના સંખ્યાંકમાં શ્રીસંઘને પ્રણામ કરવામાં આવે છે. લોગસ્સ સૂત્રની પ્રત્યેક ગાથા સાથે આરંભમાં જુદાં જુદાં મંત્રબીજો જોડીને તથા છેડે પ્રાર્થના-વાચના જોડીને તેના એક કલ્પની રચના કરવામાં આવી છે, જે પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળે છે. આ રીતે સાત ગાથાનાં સાત મંડલ બનાવવામાં આવ્યાં છે અને પ્રત્યેક મંત્રનો બ્રહ્મચર્યના પાલનપૂર્વક, દેહબુદ્ધિ તથા વસ્ત્રશુદ્ધિ સાથે, પૂર્વદિશામાં કે ઉત્તર દિશામાં મુખ રાખીને કાઉસગ્ન અવસ્થામાં બેસીને રોજ ૧૦૮ વાર અથવા તેની વિધિમાં દર્શાવ્યા પ્રમાણે, તેટલા દિવસ સુધી જાપ કરવામાં આવે તો ઇષ્ટફળની પ્રાપ્તિ કરાવનાર ને નીવડે છે. એ મંત્રો નીચે પ્રમાણે છે : પહેલી ગાથા ॐ ह्रीं श्रीं ऐं लोगस्स उज्जोअगरे घम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्सं चउवीसं पि केवली मम मनोऽभीष्टं कुरु कुरु स्वाहा બીજી ગાથા ॐ क्रां क्रीं ह्रीं ह्रीं उसभमजिअं च वंदे संभवम-भिणंदणं च सुमई त, पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे स्वाहा । ત્રીજી ગાથા ॐ ऐं हसैं झौं झों सुविहिं च पुष्फदंतं सीयल सिज्जंस वासुपुज्जं च विमलमणंतं च जिणं घम्मं संति च वंदामि स्वाहा । ચોથી ગાથા ऊँ ह्रीं नमः कुंथु अरं च मल्लिं वंदे मुणिसुव्वयं नमिजिणं च वंदामि रिट्ठनेमि पासं तह वद्धमाणं च मनोवांछितं पूरय पूरय हूँ स्वाहा । ૮૮ જૈન આચારદર્શન Page #137 -------------------------------------------------------------------------- ________________ પાંચમી ગાથા ऊँ ऐं हीं हीं एवं मए अभिथुआ विहुय-रय-मला पहीण-जरामरणा चउवीसं पि जिणवरा तित्थयरा मे पसीयंतु स्वाहा । છઠ્ઠી ગાથા ऊँ उ घंवराय (?) कित्तिय वंदिय महिया जे ए लोगस्स सिद्धा आरुग्ग वोहिलाभं समाहिवरमुत्तमं दितुं स्वाहा ॥ સાતમી ગાથા ऊँ ह्रीं ऐं आं जां जी चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु मम मनोवांछितं पूरय पूरय स्वाहा । આ કલ્પમાં દરેક મંત્રની અનુષ્ઠાનની વિધિ પણ દર્શાવવામાં આવી છે, તથા તે કેવા પ્રકારનું દ્ધ પ્રાપ્ત કરાવે છે તે પણ જણાવ્યું છે. લોગસ્સ સૂત્રની આરાધના આમ વિવિધ દૃષ્ટિએ કરવામાં આવે છે. લોગરસ સૂત્રનો મહિમા કેટલો બધો છે તે આના પરથી સમજાશે. લોગસ્સ સૂત્ર ન ૮૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ વિનય જૈન ધર્મની તાત્ત્વિક ઓળખાણ એની કોઈ પણ એક લાક્ષણિકતાથી કરાવવી હોય તો એને વિનયમૂત્તો ઘમો તરીકે ઓળખાવી શકાય. જૈન ધર્મમાં વિનય ગુણની મીમાંસા વિવિધ દૃષ્ટિથી કરવામાં આવી છે અને વિનયને ધર્મના મૂળ તરીકે બતાવવામાં આવ્યો છે. વ્યક્તિના વર્તમાન જીવનના વિકાસ માટે પાયામાં વિનય રહેલો હોવો જોઈએ. બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રે ધર્મરૂપી વૃક્ષમાં જો વિનયરૂપી મૂળ હોય તો જ તે મોક્ષરૂપી ફળ આપી શકે. આમ મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ માટે વિનયગુણ જીવમાં હોવો અનિવાર્ય મનાયો છે. ‘દ્વત્રિશદ્વત્રિકામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : कर्मणां द्राग् विनयनाद्विनयो विदुषां मतः । अपवर्गफलाढस्य मूलं धर्मतरोरयम् ॥ વિનય કર્મોનું ત્વરિત વિનયન કરે છે. જેના ઉપર મોક્ષરૂપી ફળ ઊગે છે એવા ધર્મરૂપી વૃક્ષનું એ મૂળ છે એમ જ્ઞાનીઓ કહે છે. ‘વિનય' સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિનય એટલે વિના. “નય’ શબ્દના સંસ્કૃતમાં ભિન્નભિન્ન અર્થ થાય છે. નય એટલે સદ્વર્તન, સારી રીતભાત, જીવનશૈલી. નય એટલે દોરી જવું, રક્ષણ કરવું. નય એટલે ન્યાય, નીતિ, મધ્યસ્થતા, સિદ્ધાન્ત, દર્શનશાસ્ત્ર. વિ એટલે વિશિષ્ટ, વિશિષ્ટપણે. વિનયનો સાદો અર્થ થાય છે વિશેષપણે સારું વર્તન'. એનો બીજો અર્થ થાય છે સારી રીતે ઘેરી જવું', સારી રીતે રક્ષણ કરવું. જીવન-વ્યવહારમાં વિનય એ સદ્વર્તનનો પર્યાય છે. સદ્વર્તન સૌને ગમે છે. વિનયી માણસ બીજાને પ્રિય થઈ પડે છે. વિનયની સાથે વિવેક, પ્રસન્નતા, ભલાઈ, કૃતજ્ઞતા, નિર્મળતા, નિર્દભતા, નિરાભિમાનપણું વગેરે ગુણો ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. એટલે જ સાચો વિનય વશીકરણનું કામ કરે છે. 0 2 જૈન આચારદર્શન Page #139 -------------------------------------------------------------------------- ________________ ‘વિનય' શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે(૧) વિશે નયતીતિ વિનય8I જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ જાય તે વિનય.]. (२) विनीयते - अपनीयते कर्म येन स विनयः । જેના દ્વારા કર્મનું વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ કરવામાં આવે છે તે વિનય.. (३) पूज्येषु आदर: विनयः । પૂજ્યો પ્રત્યે આદર એ વિનય.] (૪) મુળષિ નીવૃત્તિ વિનય છે ગુણાધિકોઅધિક ગુણવાળાઓ પ્રત્યે નીચે નમવાનો ભાવ તે વિનય.]. (૬) ત્રાવ7 નીવૃત્તિ વિનય ! રિત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ધારણ કરવાવાળા પ્રત્યે નમવાનો ભાવ તે વિનય.] (૬) વાવ - જિવિનયન વિનાયક / કિષાયો અને ઇન્દ્રિયોનું જે વિનયન કરે તે વિનય.] () વિષ્ટી વિવિધ વા નો વિનય8 I વિશિષ્ટ અને વિવિધ પ્રકારના નય સિદ્ધાન્ત) તે વિનય.] (ડ) વિલાં નતિ ટર્મમ રૂતિ વિનયRI. [જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે અર્થાત્ તેનો નાશ કરે છે તે વિનય.] (९) विनयति कलेशकारकं अष्टप्रकारं कर्म इति विनयः । આઠ પ્રકારનાં ક્લેશકારક કર્મોનું જે વિનયન કરે છે એટલે કે તેને નરમ પાડી અંકુશમાં રાખે છે તે વિનયJ. (१०) अनाशातना बहुमानकरणं च विनयः । આિશાતના ન કરવી અને બહુમાન કરવું તે વિનય] જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં વિનય છે. નમસ્કારનો સાચો ભાવ જીવમાં ધર્મ પ્રત્યે રુચિ જન્માવે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છેઃ ઘર્ષ પ્રતિ મૂનમૂતા વંદના ધર્મના પાયામાં વંદના છે. નવકારમંત્રમાં નમસ્કારનો ભાવ છે. પંચપરમેષ્ઠીને એમાં નમસ્કાર છે. નવકારમંત્રમાં પ્રત્યેક પદનો પ્રારંભ જ નમો શબ્દથી થાય છે. એક જ વખત નમો શબ્દ ન પ્રયોજતાં પ્રત્યેક પદ સાથે નમો શબ્દ જોડાયેલો છે. આરાધક જીવમાં નમસ્કારનો ભાવ, વિનયગુણ દઢ થાય તે માટે ફરી ફરીને નમો પદ તેમાં રહેલું છે. નવકારમંત્રમાં એ રીતે વિનયનો મહિમા ગૂંથાયેલો છે. સામાન્ય રીતે વિનય સહ ૯૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારમાં નીચેનું પદ ધરાવતી વ્યક્તિ પોતાના કરતાં ચડિયાતા પદવાળી વ્યક્તિને નમસ્કાર કરે, પરંતુ ઉચ્ચ પદવાળી વ્યક્તિ નીચેનું પદ ધરાવનારાને નમસ્કાર ન કરે. પરંતુ નવકારમંત્રમાં તો આચાર્ય ભગવંત પણ નમો ઉવાયાણં પદ બોલે અને નમો નો, સવ્વસાફદૂ પદ પણ બોલે. તેવી જ રીતે ઉપાધ્યાય મહારાજ પણ બોલે. આ દર્શાવે છે કે નવકારમંત્રમાં વિનયનો મહિમા કેટલી બધી સૂક્ષ્મ કોટિનો છે. જૈન ધર્મમાં તો આચાર્યની પદવી આપવામાં આવે એ વિધિ દરમિયાન નૂતન આચાર્યને એમના ગુરુ ભગવંત પણ પાટ ઉપરથી નીચે ઊતરી વંદન કરે છે. એમાં વિનવગુણનો મહિમા રહેલો છે. જન્મમરણની ઘટમાળથી સતત ઊભરાતા આ સંસારમાં કોઈ પણ કાળે કેટલાક જીવો બાલ્યાવસ્થામાં હોય છે, તો કેટલાક વૃદ્ધાવસ્થામાં. બધા જ મનુષ્યો સમકાળે જન્મે, સમકાળે મોટા થાય અને સમકાળે મૃત્યુ પામે તો સંસારનું સ્વરૂપ કંઈક જુદું જ હોય. તેમ થતું નથી એટલે બાલ્યાવસ્થાના જીવોને પરાવલંબિત રહેવું પડે છે. વૃદ્ધોને, રોગગ્રસ્તોને, અપંગોને પણ પરાધીનતા ભોગવવી પડે છે. આમ જીવોને એકબીજાની ગરજ સતત પડતી રહે છે. બીજાની સહાય જોઈતી હોય તો માણસને વિનયી બનવું પડે છે. ક્યારેક અનુનય, કાલાવાલાં કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે. ઉદ્ધત, સ્વચ્છંદી માણસોને સહાય કરવાનું મન ન થાય એ કુદરતી છે. આમ, સંસારનું સ્વરૂપ જ એવું છે જે માણસને વિનયી બનવાની ફરજ પાડે છે. કેટલાક સ્વભાવે જ વિનયી હોય છે. કેટલાકને ગરજે વિનવી બનવું પડે છે. વિનય વિના સંસાર ટકી ન શકે. બેચાર વર્ષના બાળકને પણ વડીલો પાસેથી કંઈક જોઈતું હોય તો એની વાણીમાં ફરક પડે છે. એને વિનય કે અનુનય કરવાનું શીખવવું પડતું નથી. સામાન્ય વ્યવહારજીવનમાં મનુષ્યસ્વભાવના એક લક્ષણ તરીકે રહેલા વિનયગુણથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક ક્ષેત્રે આત્માના સ્વભાવ તરીકે રહેલા વિનયગુણ સુધી વિનયનું સ્વરૂપ વિસ્તરેલું છે. | વિનય હંમેશાં ભાવપૂર્વકનો સાચો જ હોય એવું નથી. બાહ્યાચારમાં વિનય દેખાતો હોય છતાં અંતરમાં અભાવ, ઉદાસીનતા કે ધિક્કાર – તિરસ્કાર રહેલાં હોય એવું પણ બને છે. કેટલાકને વિનય દેખાડવા ખાતર દેખાડવો પડતો હોય છે. લોભ, લાલચ, લજ્જા, સ્વાર્થ, ભય વગેરેને કારણે પણ કેટલાક વિનયપૂર્વકનું વર્તન કરતા હોય છે. ક્યારેક વિનયમાં દંભ કે કૃત્રિમતાની ગંધ બીજાને તરત આવી જાય છે. જેમના પ્રત્યે વિનય દાખવવામાં આવતો હોય એવી વ્યક્તિ પણ તે પામી જાય છે. હાવભાવમાં અતિરેક, વચનમાં અતિશયોક્તિ વગેરે દ્વારા દંભી વિનયી ૨ જ જૈન આચારદર્શન Page #141 -------------------------------------------------------------------------- ________________ માણસનો ખુશામતનો ભાવ છતો થઈ જાય છે. જૈન ધર્મમાં વિનયને પુણ્ય તરીકે અને તપ તરીકે બતાવવામાં આવ્યો છે. પુય એટલે શુભ કર્મ. પુણ્ય અનેક પ્રકારનાં છે. એમાં મુખ્યત્વે નવ પ્રકારનાં પુણ્ય ગણાવાય છે : (૧) અન્ન, (૨) વસ્ત્ર, (૩) વસતિ, (૪) ઉપકરણ, (૫) ઔષધિ, (૬) મન, (૭) વચન, (૮) કાયા અને (૯) નમસ્કાર. આ નવ પ્રકારમાં એક પ્રકાર ને નમસ્કાર છે. નમસ્કારમાં વિનય રહેલો છે. એટલે વિનય એ પણ એક પ્રકારનું પુણ્ય છે; એટલે કે શુભ પ્રકારનું કર્મ છે. બીજી બાજુ વિનયનો છ પ્રકારનાં અત્યંતર તપમાં સમાવેશ થાય છે. તપથી કર્મની નિર્જરા થાય છે. વિનય ગુણથી જીવમાં આંતરિક પરિણતિ કેવી થાય છે તેના ઉપર આધાર રહે છે કે તેનો વિનય તે શુભ કર્મબંધનું નિમિત્ત બને છે કે પૂર્વબદ્ધ કર્મની નિર્જરાનો હેતુ બને છે. એ સૂક્ષ્મ પ્રક્રિયા કેવા પ્રકારની થઈ તે તો જ્ઞાનીઓ કહી શકે, પરંતુ વિનયનો ગુણ જીવને માટે ઉપકારક અને ઉપાસ્ય છે. જૈન આગમગ્રંથોમાં વિનય ઉપર વિશેષતઃ શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. પિસ્તાલીસ આગમોમાં “ઉત્તરાધ્યયન સૂત્ર' અને “દસવૈકાલિક સૂત્ર' અત્યંત મહત્ત્વનાં છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તો પહેલું અધ્યયન જ ‘વિનય વિશેનું છે. એની ૪૮ ગાથામાં સાધુ ભગવંતોએ પોતાના ગુરુભગવંત સાથે કેવો કેવો વિનયવ્યવહાર સાચવવો જોઈએ એ વિશે નાની નાની પૂલ વિગતો સહિત મહત્તા દર્શાવવામાં આવી છે. ઉ.તનીચેની કેટલીક ગાથાઓ પરથી એનો ખ્યાલ આવશે : आणानिद्देसकरे गुरुणमुववायकारए । इंगियाकारसंपन्ने से विणीए ति वृच्चई ॥ જે ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરે છે, જે ગુરુની શુશ્રુષા કરે છે તથા એમનાં ઈંગિત અને આકારને સમજે છે તે વિનીત – વિનયવાન કહેવાય છે.) . नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए। कोहं असच्वं कुव्वेज्जा धारेज्जा विषमप्पियं ॥ વગર પૂછે કંઈપણ બોલે નહિ, પૂછવામાં આવે તો અસત્ય ન બોલે, ક્રોધ ન કરે, મનમાં ક્રોધ ઊઠે તો એને નિષ્ફળ બનાવે અને વિષમ કે અપ્રિયને મનમાં ધારણ કરે અર્થાત્ ત્યારે સમતા રાખે.]. नेव पल्हत्थियं कुज्जा पक्खपिंडं वे संजए। पाए पसारिए वा वि न चिठे गुरुणतिए॥ ગુરુની સાવ પાસે પલાંઠી વાળીને ન બેસે, ઊભડક પણ ન બેસે તથા પગ વિનય સહ ૯૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ લાંબાપહોળા કરીને ન બેસે.] आसणगओ न पुच्छेज्जा नेव सेजागओ कयाइ वि। आगम्मुक्कुडुओ संतो पुच्छेज्जा पंजलीयडो॥ २२ ॥ પોતાનાં આસન કે શય્યા પર બેઠાં બેઠાં ગુરુને કશું પૂછે નહિ, પરંતુ પાસે જઈને, ઊકડું બેસીને, હાથ જોડીને પૂછે.] स देव गंधव्व मणुस्सपूइए चइत्त बेहं मलपंकपुब्बयं ।। सिद्धे वा हवइ सासए देवे वा अप्परए महिड्ढिए॥ ४८ ॥ દેવ, ગંધર્વ અને મનુષ્યથી પૂજિત એવો વિનયી શિષ્ય મળ અને પંકથી બનેલા દેહનો ત્યાગ કરીને શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. અથવા મહર્તિક દેવ બને છે.] દસવૈકાલિક' સૂત્રના નવમા અધ્યયનમાં ‘વિનય સમાધિ' નામના ચાર ઉદ્દેશક આપવામાં આવ્યા છે. એ ચારે ઉદ્દેશક બહુ ધ્યાનથી સમજણપૂર્વક વાંચવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા છે. એમાંથી નમૂનારૂપ થોડીક ગાથાઓ જોઈએ: यंभा व कोहा मयप्पमाया गुरुस्सगासे विणयं न सिक्खे । सो चेव उ तस्स अमइभावो फलं व कीयस्स वहाय होइ॥ ९९९ જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા કે પ્રમાદને કારણે ગુરુની પાસેથી વિનય નથી શીખતો તે તેના વિનાશ માટે થાય છે, જેમ કે કીચક (વાંસ)નું ફળ એના વધને માટે થાય છે.] विवत्ती अविणीयस्स संपत्ति विणियस्स यं। जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छेई॥ અવિનયીને વિપત્તિ અને વિનયીને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે આ બંનેને જાણ છે તે સાચી શિક્ષાને – સાચા જ્ઞાનને પામે છે.) - निद्देसवत्ती पुण जे गुरुणं सुयत्ययम्मा विणयम्मि कोविया । __ तरितु ते ओहमिणं दुरुत्तरं खवित्त कम्मं गइमुत्तमं गय॥ જે ગુરુના આજ્ઞાવર્તી છે, ધર્મમાં ગીતાર્થ છે, વિનયમાં કોવિદ છે તેઓ આ દુસ્તર સંસારને તરી જઈને, કર્મોનો ક્ષય કરીને ઉત્તમ ગતિને પામે છે.] અવિનયી વ્યક્તિની કેવી દશા થાય છે તે વિશે દસવૈકાલિકસૂત્રમાં કહ્યું છે : तहेव अविणीयप्प लोगंसि नरनारिओ। दीसंति दुहमेहंता छाया ते विगलिंदिया ॥ दंडसत्थपरिज्जुण्णा असब्भवयणेहि य। कलुणा विवन्नछंदा खुप्पिवासाए परिगया ॥ ૪ ઃ જૈન આચારદર્શન Page #143 -------------------------------------------------------------------------- ________________ [એ પ્રમાણે લોકોમાં જે સ્ત્રીપુરુષો અવિનયી હોય છે તે દુઃખી, ઇન્દ્રિયોની વિકલતાવાળા, દંડ તથા શસ્ત્રથી હણાયેલા, અસભ્ય વચનો વડે તિરસ્કૃત, દયાજનક, વિવશ, ભૂખતરસથી પીડિત થયેલા એવાં એવાં દુ:ખોનો અનુભવ કરનારા જોવા મળે છે.] આમ, આગમગ્રંથોમાં વિનયનો મહિમા બતાવવાની સાથે અવિનયનાં કેવાં કેવાં માઠાં ફળ મળે છે તે પણ બતાવવામાં આવ્યું છે. અવિનયી જીવ મોક્ષ માટે અધિકારી બનતો નથી. વિનયનો ગુણ આત્મામાં પ્રગટ્યા વિના મોક્ષના અધિકારી થવાતું નથી. એટલા માટે વિનય વડો સંસાર’માં એમ કહેવાય છે. પ્રાથમિક દશામાં વિનયના ગુણથી મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને વિનયના ગુણને સારી રીતે ખીલવવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. થવા ગ્રંથમાં કહ્યું છે : विणयसंपण्णदाए चैव तित्थयरणामकम्मं बंधंति । વિનયસંપન્નતાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. જૈન દર્શનમાં દરેક વસ્તુના સામાન્ય દૃષ્ટિએ જ્યારે પ્રકારો બતાવવામાં આવે છે ત્યારે પ્રથમ વર્ગીકરણ દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ હોય છે. વિનયમાં પણ દ્રવ્ય વિનય અને ભાવ વિનય એવા બે પ્રકારો બતાવવામાં આવે છે. દ્રવ્ય વિનયને બાહ્ય વિનય અને ભાવ વિનયને અત્યંતર વિનય તરીકે ઓળખાવી શકાય. લોકવ્યવહારમાં ઉપયોગી એવા વિનયને લૌકિક વિનય તરીકે અને મોક્ષમાર્ગની સાધનામાં અનિવાર્ય એવા વિનયને લોકોત્ત૨ વિનય તરીકે ઓળખવામાં આવે છે. શ્રી લક્ષ્મીસૂરિ ‘ઉપદેશપ્રાસાદમાં કહે છે ઃ बाह्याभ्यन्तरभेदाभ्यां द्विविधो विनय स्मृतः । तदेकैकोऽपि द्विभेदो लोकलोकोत्तरात्मकः । (બાહ્ય અને અત્યંતર એવા ભેદ વડે વિનય બે પ્રકારનો છે. તેના પણ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ છે.) બાહ્ય અને અત્યંતર વિનય સાથે હોવા ન હોવાની દૃષ્ટિએ ચાર ભાંગા બતાવવામાં આવે છે : (૧) બાહ્ય વિનય હોય પણ અત્યંતર વિનય ન હોય. (૨) અત્યંતર વિનય હોય પણ બાહ્ય વિનય ન હોય. (૩) બાહ્ય વિનય હોય અને અત્યંતર વિનય પણ હોય. (૪) બાહ્ય વિનય પણ ન હોય અને અત્યંતર વિનય પણ ન હોય. લોકવ્યવહારમાં આવકાર આપવો, હાથ જોડવા, મસ્તક નમાવવું, આસન વિનય ૯૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ આપવું, સારાં કાર્યોની પ્રશંસા કરવી, માતાપિતા, ઉપકારી વગેરેનો ઉપકાર માનવો, તેમને તેડવા-મૂકવા જવું વગેરે બાહ્ય વિનય છે. હૃદયમાં તેમના પ્રત્યે પ્રીતિ-બહુમાનનો ભાવ ધરાવવો, તેમના ઉપકારનું સ્મરણ કરવું વગેરે અભ્યતર વિનય છે. લોકોત્તર બાહ્ય ગુરુભગવંત વગેરેની શુશ્રુષા કરવી, ઊભા થવું, આસન આપવું, વંદન કરવાં, તેડવા-મૂકવા જવું, સુખશાતા પૂછવી વગેરે બતાવવામાં આવે છે અને લોકોત્તર અત્યંતર વિનયમાં તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંતો વગેરેને ભાવથી વંદન, એમના ઉપકારોનું સ્મરણ ઈત્યાદિ ગણાય છે. કેટલીક વાર માત્ર બાહ્યાચાર તરીકે વિનયપૂર્વકનું વર્તન હોય અથવા લજ્જાદિ કારણે તેમ કરવું પડતું હોય, પણ અંતરમાં વિનયનો ભાવ ન હોય. એને માટે શીતલાચાર્યનું દૃષ્ટાંત આપવામાં આવે છે. કેટલીક વાર વિનયનો બાહ્ય આચાર ન હોય, પણ અંતરમાં પ્રીતિ, આદર, પૂજ્યભાવ ઇત્યાદિ રહેલો હોય. ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં સાતમા દેવલોકના દેવો આવે છે. તેઓ વિનયવંદન કરતા નથી. તેઓ મનથી ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન તેમના પ્રશ્નને સમજી લઈ ઉત્તર આપે છે કે મારા સાતસો શિષ્યો મોક્ષે જશે. આ પ્રસંગે ગૌતમસ્વામીને કુતૂહલ થાય છે. તેઓ ભગવાનને પ્રશ્ન કરે છે કે દેવોએ વંદન કરવાનો વિનય કેમ દાખવ્યો નહિ? ત્યારે ભગવાન એમને કહે કે એ દેવોએ અંતરથી વંદન કર્યા છે. આ જાણીને ગૌતમસ્વામીને આશ્ચર્ય થાય છે. અહીં બાહ્ય વિનય નથી, પણ અત્યંતર વિનય અવશ્ય છે. કેટલાયે સાધુઓ, ગૃહસ્થો વગેરેમાં આપણને બાહ્ય વિનય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય જોવા મળે છે. અઈમુત્તા મુનિ વગેરે ઘણાંનાં દગંત આપી શકાય. તો કેટલાકમાં બાહ્ય કે અત્યંતર એવો એક પ્રકારનો વિનય હોતો નથી. ગોશાલક કે ગોષ્ઠામાહિલ્લ એનાં ઉદાહરણો છે. જીવનમાં બાહ્ય અને અત્યંતર વિનયના વિવિધ પ્રસંગો ઉપસ્થિત થાય છે. ઉદાહરણ તરીકે એક વયોવૃદ્ધ શ્રાવક પંડિત એક નવદીક્ષિત યુવાન સાધુને ભણાવવા આવે છે. એ વખતે શ્રાવક પંડિત સાધુ મહારાજને વંદન કરે છે, પરંતુ સાધુ મહારાજ એમના આચારને કારણે ગૃહસ્થ પંડિતને વંદન કરતા નથી. આ બાહ્ય વ્યવહારની વાત થઈ. હવે શ્રાવક પંડિત સાધુ મહારાજને એમના વેશને કારણે જ માત્ર વંદન કરતા હોય અને અંતરમાં આદરભાવ ન હોય તો તે માત્ર બાહ્ય વિનય થયો કહેવાય. એમના અંતરમાં પણ સાધુ મહારાજનાં ત્યાગ-વૈરાગ્ય પ્રત્યે આદર હોય અને અંતરમાં પણ ભાવથી વંદન હોય તો તે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ગણાય. સાધુ મહારાજે વેશ ધારણ કર્યો હોવાથી ગૃહસ્થને દ્રવ્યવંદન કરવાનું એમને હોય નહિ, પણ તે જ વખતે તેઓ “આ મારા ઉપકારી જ્ઞાનદાતા છે” એમ ૬ - જૈન આચારદર્શન Page #145 -------------------------------------------------------------------------- ________________ સમજી મનોમન ભાવથી વંદન કરે તો બાહ્ય વિનય ન હોવા છતાં અત્યંતર વિનય હોઈ શકે. પરંતુ એ સાધુ અંતરમાં પણ એવો ભાવ ન રાખે અને હું તો સાધુ છું, એમના કરતાં ચડિયાતો છું, મારે એમને વંદન શા માટે કરવાનાં હોય ?' – એવો ભાવ રાખે તો ત્યાં બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ન હોય. વિનયના વ્યવહારવિનય અને નિશ્ચયવિનય એવા બે ભેદ પાડવામાં આવે છે. આત્માના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપી ગુણો પ્રત્યેનો વિનય તે નિશ્ચય વિનય અને સાધુ સાધ્વીઓ, વડીલો વગેરે પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ પ્રકારનો જે વિનય ધખવવામાં આવે છે તે વ્યવહાર વિનય. આ બંને પ્રકારના વિનયનું પ્રયોજન રહે છે, તેમ છતાં જીવને સાધનામાં ઉચ્ચ ભૂમિકાએ લઈ જનાર તે નિશ્ચયવિનય છે. જેઓ મિથ્યાત્વી છે, કુલિંગી છે, કુગુરુ છે તેઓના પ્રત્યે અંતરથી પૂજ્ય ભાવ રાખવો, તેમની સાથે વંદનાદિ વ્યવહાર કરવો ઇત્યાદિ પ્રકારનો વિનય ત્યાજ્ય મનાયો છે. માત્ર ઔપચારિક કારણોસર કેવળ માત્ર દ્રવ્ય વિનય ધખવવાના પ્રસંગો ઉપસ્થિત થાય તોપણ તેઓ આધ્યાત્મિક માર્ગની આરાધ્ય વ્યક્તિઓ છે એવો બહુમાનપૂર્વકનો વિનયભાવ ન હોવો જોઈએ. કેવળ નિશ્ચય નયની દૃષ્ટિથી વિનય ત્રણ પ્રકારનો બતાવવામાં આવે છે. ધવન માં કહ્યું છે : MIT--વરિત વિUો રિા જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એમ ત્રણ પ્રકાર વિનયના છે. નિશ્ચય અને વ્યવહાર ઉભય દૃષ્ટિએ વિનય ચાર પ્રકારનો બતાવવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : જ્ઞાનનિવરિત્રોપવાRBI જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય. શ્રી લક્ષ્મીસૂરિએ “ઉપદેશપ્રાસાદમાં આ રીતે વિનય ચાર પ્રકારનો બતાવ્યો છે: चतुर्धा विनय प्रोत्क: सम्यग्ज्ञानादिभेदतः । धर्मकार्ये नरः सोऽहं विनयावतपोऽचितः । વિનય ચાર પ્રકારનો કહેલો છે. તે સમ્યગુજ્ઞાનાદિ ભેદ પ્રમાણે છે. જે વિનય નામના તપથી યુક્ત હોય તે જ ધર્મકાર્ય માટે યોગ્ય ગણાય છે. આમ, અહીં વિનય, મુખ્યત્વે ચાર પ્રકારનો બતાવવામાં આવ્યો છે : (૧) જ્ઞાનવિજય; (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય. આ ચાર પ્રકારમાં તપવિનયનો સમાવેશ કરી વિનય પાંચ પ્રકારનો “ભગવતી આરાધનામાં બતાવવામાં આવ્યો છે. विणओ पुण पंचविहो णिदिठो णाणदंसणचरित्ते। तवविणओ य चउत्थो उवयारिओ विणओ ।। વિનય ર ૯૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ ‘વિશેષાવશ્યભાષ્ય’માં પાંચ પ્રકારનો વિનય જુદી જુદી રીતે બતાવવામાં આવ્યો છે ઃ लोगोवयारविणओ अत्थनिमित्तं च कामहेउं च । भयविणय मुक्खविणओ विणओ खलु पंचहा होई ॥ લોકોપચારવિનય, અર્થનિમિત્તે વિનય, કામહેતુથી વિનય, ભવિનય અને મોક્ષવિનય એમ પાંચ પ્રકારનો વિનય છે. ઔપપાતિકસૂત્રમાં સાત પ્રકારનો વિનય બતાવવામાં આવ્યો છે : सत्तविहे विणए पण्णत्ते तं जहा णाविण, दंसणविणए चरित्तविणए, मणविणए, वयणविणए, लोगावयारविणए । कायविणए, વિનય સાત પ્રકારનો છે, જેમ કે (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મવિનય, (૫) વચનવિનય, (૬) કામવિનય અને (૭) લોકોપચારવિનય. આમ વિનયના જે જુદા જુદા પ્રકાર બતાવ્યા છે તેમાં સાધનાની દૃષ્ટિએ મહત્ત્વના તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય છે. અવિનય, કામવિનય અને ભયવિનય તો સ્પષ્ટ રીતે લૌકિક પ્રકારના છે. અર્થવિનયમાં ધનદોલત, માલમિલકત વગેરેનું પ્રયોજન રહેલું છે. વેપારમાં માણસ બીજા વેપા૨ીઓ પ્રત્યે, ઘરાકો પ્રત્યે, લેણદારો પ્રત્યે, સરકારી અધિકારીઓ પ્રત્યે પોતાના સ્વાર્થે વિનય દાખવતો હોય છે. વધુ લાભ મેળવવાનો અને નુકસાનમાંથી બચવાનો એમાં આશય હોય છે. કામવિનયમાં માણસ પોતાની ઇચ્છાઓને સંતોષવા માટે વિનવણી, આજીજી વગેરે પ્રકારનો વિનય દાખવતો હોય છે. ભયવિનયમાં ભયથી બચવા માટે દુશ્મન પ્રત્યે, પોલીસ પ્રત્યે, સરકારી અધિકારી પ્રત્યે, રક્ષક બની શકે એમ હોય એવી વ્યક્તિ પ્રત્યે વિનય દાખવવામાં આવે છે. આવો લૌકિક વિનય કાયમનો નથી હોતો. કામ પત્યા પછી, સ્વાર્થ સંતોષાઈ ગયા પછી, ભયમાંથી મુક્તિ મળ્યા પછી માણસ ઘણીવાર વિનયી મટી જાય છે અને ક્યારેક તો વિપરીત સંજોગોમાં એ જ વ્યક્તિ પ્રત્યે અવિનયી પણ બને છે. મન, વચન અને કાયાથી થતો વિનય લૌકિક પણ હોય છે અને લોકોત્તર પણ હોય છે. એમાં મનથી થતો વિનય અત્યંત પ્રકારમાં આવી શકે. વચન અને કાયાથી થતો વિનય બાહ્ય પ્રકારનો હોય છે. ક્યારેક મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનો વિનય એક સાથે પણ સંભવી શકે અને તે લોકોત્તર પણ હોઈ શકે છે. અધ્યાત્મમાર્ગમાં લોકોત્તર વિનયની જ ઉપયોગિતા છે. સમ્યાન પ્રત્યે અને જ્ઞાની પ્રત્યેનો પૂજ્ય ભાવ તે જ્ઞાનવિનય છે. ૮ જૈન આચારદર્શન - Page #147 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચારનાં આઠ અંગો દર્શાવવામાં આવ્યાં છે. એ આઠ અંગો તે જ્ઞાનવિનયના આઠ પ્રકાર છે. જ્ઞાનાચાર નીચે પ્રમાણે છે : काले विणए बहुमाण उवहाणे तह अनिन्हवणे। वंजण अत्थ तदुभए अट्ठविहो नाणमायारो। કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિનવપણું, વ્યંજન, અર્થ તથા તદુભાય (વ્યંજન અને અર્થ સાથે) એમ આઠ પ્રકારના જ્ઞાનાચાર છે. શાસ્ત્રગ્રંથોમાં આ આચારોની વિગત છણાવટ કરવામાં આવી છે. જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો, માતૃકાઓ હોય એવાં ઉપકરણો, સાધનો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવા, થૂક લગાડવું, એના પર માથું મૂકીને સૂઈ જવું, ફડી નાખવું ઈત્યાદિ પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યે બહુ કાળજી રાખવી જોઈએ. એટલું જ નહિ, એ પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ જ્ઞાનીઓનો દ્વેષ ન કરવો જોઈએ, તેમની ઈર્ષ્યા, નિંદા, ભર્સના ન કરવી જોઈએ. કોઈકને જ્ઞાન અપાતું હોય તો તેમાં અંતરાય ન નાખવો જોઈએ. પોતે શિષ્યને કે શ્રાવકને કશું શીખવતાં હોય ત્યારે, અમુક જ્ઞાન છૂપાવવાનો, ઓછું અધિકું કહેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. હું શીખવીશ તો તે મારા કરતાં આગળ વધી જશે એવો ઈમ્પ્રભાવ ન રાખવો જોઈએ. તેવી જ રીતે શિષ્યના મનમાં પણ એમ ન થવું જોઈએ કે પોતે પોતાના ગુરુ કરતાં આગળ વધી જવું છે. વળી શિષ્ય ગુરુએ કરેલા અર્થ કરતાં જાણી જોઈને અવળો અર્થ ન કરી બતાવવો જોઈએ, નિરર્થક વિવાદ ન કરવો જોઈએ તથા ગુરુના ઉપકારને ન છૂપાવવો જોઈએ. જ્ઞાન અને જ્ઞાનીની ચૌદ પ્રકારની આશાતના શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે તેવી આશાતના ન થવી જોઈએ. જ્ઞાનનો મહિમા જૈન ધર્મમાં ઘણો જ મોટો છે. એટલે જ તીર્થકરોએ આપેલો ઉપદેશ ગણધરભગવંતો દ્વારા જે ઊતરી આવ્યો છે અને જે શ્રુતજ્ઞાન તરીકે ઓળખાય છે તેના પ્રત્યે બહુમાન દર્શાવવા જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. જૈન દર્શનમાં જ્ઞાન-જ્ઞાની પ્રત્યેનો વિનય ઉચ્ચ કોટિનો અને મહિમાવંત છે. ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે: श्रुतस्याशातना त्याज्या तद्विनय8 श्रुतात्मकः । शश्रूषादिक्रियाकाले तत् कुर्यात् ज्ञानिनामपि ॥ શ્રુતજ્ઞાનની આશાતના ત્યજવી જોઈએ. શ્રુતજ્ઞાનનો વિનય શ્રુતસ્વરૂપ જ ગણાય છે. એટલા માટે શુશ્રુષા વગેરે પ્રકારની ક્રિયા કરતી વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો. વિનય જ ૯૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ આમ, જ્ઞાનના વિનય સાથે જ્ઞાનીનો પણ વિનય કરવાનો હોય છે. એટલે કે જ્ઞાનના વિનયમાં જ્ઞાનીનો વિનય પણ સમજી લેવાનો છે. જ્ઞાન અને વિનયનો પરસ્પર ગાઢ સંબંધ છે. જેમ વિનયભાવ વધે તેમ જ્ઞાન વધે અને જેમ જ્ઞાન વધે તેમ વિનયભાવ પણ વધ. વિદ્યા વિનયેન શમત્તે – એમ કહેવાયું છે. વિદ્યા હોય પણ જો વિનય ન હોય અથવા અવિનય હોય તો તે વિદ્યાનું સારું ફળ મળે નહિ. એવી વિદ્યાનું મૂલ્ય ઓછું છે. વિનય વિનાની વિદ્યા બહુ ટકતી નથી એમ પણ કહેવાય છે. વિસ્મૃતિ એમાં ભાગ ભજવી જાય છે. બીજી બાજુ ગુરુ પ્રત્યે વિનય હોય તો વિદ્યા સફળ થાય છે. શ્રેણિક મહારાજા અને ચાંડાલનું દગંત એ માટે જાણીતું છે. બહુમાનપૂર્વકનો વિનય હોય તો હૃદયમાં અને ચિત્તમાં એવી નિર્મળતા પ્રસરે છે કે જેથી વસ્તુપરિસ્થિતિ ઈત્યાદિ તરત સમજાય છે, પ્રશ્નોનો સાચો ઉકેલ જડી આવે છે, અનુમાન સાચાં પડે છે. શાસ્ત્રકારો કહે છે કે, ગુરુ પ્રત્યેના વિનયના પરિણામે શિષ્યમાં વૈનેયિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ બુદ્ધિથી સાચા નિર્ણયો લઈ શકાય છે અને પ્રશ્નો જલદી સમજી શકાય છે. આવી વૈનેવિકી બુદ્ધિનાં દૃષ્યતો કથાગ્રંથોમાં જોવા મળે છે. વિદ્યાપ્રાપ્તિમાં ગુરુ પ્રત્યેના વિનયની સાથે બહુમાનની પણ એટલી જ આવશ્યકતા છે. વિનય અને બહુમાન આમ તો સાથે સાથે જ હોય છે, છતાં તે બંને વચ્ચે થોડો તફાવત પણ છે. ગુરુ પ્રત્યેનો વિનય વંદન, અભ્યથાન ઇત્યાદિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. એ બાહ્યાચાર છે. પરંતુ બહુમાન તો હૃદયની સાચી પ્રીતિથી જ જન્મે છે. જો હૃદયમાં બહુમાન હોય તો ગુરુને અનુસરવાનું, તેમના ગુણોને ગ્રહણ કરવાનું મન થાય છે. તેમનામાં રહેલી નજીવી ત્રુટિઓ પ્રત્યે ધ્યાન જતું નથી. પોતાની સાધનાના વિકાસ માટે સતત ચિંતવન રહ્યા કરે છે. ગૌતમ પૃચ્છા'માં કહ્યું છે. विज्जा विन्नाणं वा मिच्छा विणएण गिहिउं जो उ। अवमन्नई आयरियं सा विज्जा निष्फला तस्स ॥ વિદ્યા અને વિજ્ઞાન જો મિથ્યા વિનયથી બીતિ વગર ખોટા, કૃત્રિમ દેખાવથી) ગ્રહણ કરવામાં આવે અને આચાર્યની અવગણના કરવામાં આવે તો તેની વિદ્યા નિષ્ફળ જાય છે. આમ દ્રવ્યવિનયની સાથે ભાવવિનયની એટલી જ આવશ્યકતા છે, એટલું જ નહિ એ વિનયની સાથે પ્રીતિયુક્ત બહુમાનનો સાચો ભાવ પણ અંતરમાં રહેવો જોઈએ. તો જ વિદ્યાનું ગ્રહણ વધુ સફળ થઈ શકે. આમ વિનય અને બહુમાન બંને હોવાં કે ન હોવા વિશે શાસ્ત્રકારો ચાર પ્રકાર બતાવે છે : ૧૦ ક જૈન આચારદર્શન Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧) વિનય હોય પણ બહુમાન ન હોય. એ માટે શ્રીકૃષ્ણના પુત્ર પાલકકુમારનું દૃષ્ટાંત આપવામાં આવે છે. (૨) બહુમાન હોય, પણ વિનય ન હોય. એ માટે સાંબકુમારનું દાંત આપવામાં આવે છે. (૩) વિનય હોય અને બહુમાન પણ હોય. એ માટે મહારાજા કુમારપાળનું દષ્ટાંત આપવામાં આવે છે. (૪) વિનય ન હોય અને બહુમાન પણ ન હોય. એ માટે શ્રેણિક મહારાજની દાસી કપિલાનું દગંત આપવામાં આવે છે. દર્શનવિનયને સમ્યકત્વવિનય પણ કહેવામાં આવે છે. વિનય ગુણનો સમક્તિ સાથે ગાઢ સંબંધ છે. સમકિતના ૬૭ બોલમાં સદુહણા, શુદ્ધિ, લિંગ, ભૂષણ, આગાર, જયણા, ભાવના વગેરેના જે પ્રકારોની ગણના કરવામાં આવે છે તેમાં વિનયના દસ પ્રકારનો પણ સમાવેશ થાય છે. દસ પ્રકાર તે આ પ્રમાણે છે : (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ. એ પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનય તે વિનયના પાંચ પ્રકાર. તદુપરાંત ચૈત્ય એટલે જિનપ્રતિમા), શ્રત (શાસ્ત્રસિદ્ધાન્ત), ધર્મ (ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ), પ્રવચન (એટલે સંઘ) અને દર્શન (એટલે સમકિત તથા. સમકિતી) એ પાંચ પ્રત્યેનો જે વિનય તેના પાંચ પ્રકાર. આમ, કુલ દસ પ્રકારનો વિનય સમકિતની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. વળી આ વિનય પાંચ પ્રકારે કરવાનો છે. (૧) ભક્તિથી એટલે કે હૃદયની પ્રીતિથી, (૨) બહુમાનથી, ૩) પૂજાથી, (૪) ગુણપ્રશંસાથી અને (૫) પૂજ્યના અવગુણ ઢાંકવાથી તથા આશાતનાના ત્યાગથી. આ રીતે દસ પ્રકારનો વિનય અને તે પ્રત્યેક પાંચ રીતે કરવાનો. એટલે કુલ પચાસ પ્રકારે વિનય થયો કહેવાય. આ પ્રકારના વિનયથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું સમકિત વધુ નિર્મળ થાય છે. આમ, દર્શનવિનયથી દર્શનવિશુદ્ધિ થાય છે. સમકિતના ૬૭ બોલની સજ્જયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજજી મહારાજે કહ્યું છે : અરિહંત તે જિન વિચરતા કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઇઅ જિનપ્રતિમા કહીજી, સૂત્ર સિદ્ધાન્ત પ્રસિદ્ધ ચતુર નર, સમજો વિનયપ્રકાર જિમ લહીએ સમકિત સાર. ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, વિનય ક ૧૦૧ Page #150 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રેમ બહુમાન; ગુણયુતિ અવગુણ કવાજી, આશાતનાની હાણ. પાંચ ભેદ એ દસ તણોજી વિનય કરે અનુકૂળ સચે તેહ સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂલ આવશ્યકચૂર્ણીમાં નીચે પ્રમાણે વિનય તે પ્રકારનો બતાવ્યો છે અને તે પ્રત્યેક ચાર પ્રકારે કરવાનો કહ્યો છે : तित्थयरसिद्धकुलगण-संघकियाधम्मनाणनाणीणं । आयरियथेरओज्झा-गणीणं तेरस पयाणि ॥ आसासायणा य भत्ती, बहुमाणे तह य वन्नसंजलणा। तित्थगराई तेरस चउग्गुणा होति बावन्ना॥ કેટલાક દસને બદલે તેર પ્રકારનો વિનય નીચે પ્રમાણે બતાવે છે: (૧) અરિહંત અથવા તીર્થકર, (૨) સિદ્ધ, (૩) કુલ, (૪) ગણ, (૫) સંઘ, (૬) ક્રિયા, (૭) ધર્મ, (૮) જ્ઞાન, (૯) જ્ઞાની, (૧૦) આચાર્ય, (૧૧) ઉપાધ્યાય, (૧૨) સ્થવિર અથવા વડીલ સાધુ અને (૧૩) ગણિ. આ તેરનો વિનય પણ (૧) ભક્તિ કરવા વડે, (૨) બહુમાન કરવા વડે, (૩) ગુણસ્તુતિ કરવા વડે તથા (૪) આશાતના કે અવહેલના ન કરવા વડે કરવાનો છે. એમ પ્રત્યેકની સાથે આ ચાર પ્રકાર જોડીએ તો કુલ બાવન પ્રકારનો વિનય થાય. આ તેરનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેનો પંચપરમેષ્ઠીમાં, ધર્મમાં અને સંઘમાં એમ ત્રણમાં સમાવેશ કરી શકાય અથવા એ તેરને દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વમાં સમાવી શકાય. પરંતુ વિનવગુણની આરાધના કરનારના મનમાં સ્પષ્ટતા રહે એ માટે આ વર્ગીકરણ વધુ વિસ્તારવાળું કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં આ પાંચ પ્રકારનાં ચારિત્ર બતાવવામાં આવ્યાં છે. એ ચારિત્રનાં ધારક પાંચ મહાવ્રતધારી પ્રત્યે વિનય દાખવવો તે ચારિત્રવિનય છે અને પોતે તે પ્રકારના ચારિત્રનું પાલન કરવું તે પણ ચારિત્રવિનય છે. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, કષાયો ઉપર કાબૂ મેળવવો, ગુપ્તિ સમિતિ સહિત મહાવ્રતોનું પાલન કરવું, આવશ્યક ધર્મક્રિયાઓ ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ રીતે કરવી, શક્તિ અનુસાર તપ કરવું, પરીષહો સહન કરવા ઈત્યાદિનો ચારિત્રવિનયમાં સમાવેશ થાય છે. જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એ ત્રણ વિનય ઉપરાંત કોઈક ૧૦૨ જૈન આચારદર્શન Page #151 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથોમાં તપવિનય જુદો બતાવવામાં આવે છે. વસ્તુત તપવિનયને ચારિત્રવિનયમાં સમાવિષ્ટ કરી શકાય છે, પરંતુ સ્પષ્ટતા ખાતર તપવિનયને જુદો પણ બતાવવામાં આવે છે. એમાં પોતાની શક્તિ અનુસાર તપ કરવું અને ઓછું તપ કરવાની કે તપ ન કરી શકનાર એવા બાલ, ગ્લાન, વૃદ્ધ વગેરેની ટીકાનિંદા ન કરવાનું કહ્યું છે. પોતાનાથી અધિક તપ કરનારની ઈર્ષ્યા ન કરવી કે દ્વેષભાવ ધારણ ન કરવો તથા પોતાના તપ માટે અહંકાર ન કરવો, તપમાં માયા ન કરવી, દંભ ન કરવો, લુચ્ચાઈ ન કરવી, તપ કરીને ક્રોધ ન કરવો વગેરેની ભલામણ કરવામાં આવી છે. વિનયને તપના એક પ્રકાર તરીકે પણ ગણાવવામાં આવ્યો છે. છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં અત્યંતર તપ એમ મુખ્ય બાર પ્રકારનાં તપ છે. આ બાર પ્રકારનાં તપમાં આઠમું તપ અને છ પ્રકારનાં અત્યંતર તપમાં બીજું તપ તે વિનય છે. શાસ્ત્રકારે કહ્યું છે : पायच्छितं विणओ वेयावच्चं तहेव सज्झावो झाणं उसग्गो वि अ अमितरो तवो होइ। પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છ પ્રકારનાં અત્યંતર તપ છે. આ છ પ્રકારનાં તપ અનુક્રમે મૂકવામાં આવ્યાં છે. આગળનું તપ ન હોય તો પાછળનું તપ સિદ્ધ ન થાય. જેમકે વિનય ન હોય તો વૈયાવચ્ચ ન આવે. વિનય અને વૈયાવચ્ચ ન હોય તો સ્વાધ્યાય સફળ થાય નહિ. તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો ભાવ ન હોય તો વિનય ન આવે. પોતાનાં પાપ કે ભૂલ માટે પ્રાયશ્ચિત્તનો ભાવ આવે તો જ વિનય આવે. કોઈકને પ્રશ્ન થાય કે ઉપવાસ વગેરે બાહ્ય તપ સમજી શકાય એમ છે, પણ વિનયને અત્યંતર તપ તરીકે કેવી રીતે ઓળખાવી શકાય ? વિનયમાં કોઈ કષ્ટ તો હોતું નથી, તો એને તપ કેમ કહેવાય ? પરંતુ વિનય પણ એક પ્રકારનું ભારે. તપ છે, કારણ કે વિનયમાં અહંકારને મૂકવાનો છે. માન મૂક્યા વગર વિનય આવે નહિ. હું અને મારું – હું અને મને એ આત્માના મોટા શત્રુઓ છે. સાધનાના માર્ગમાં અહંકાર, મમકાર, મતાગ્રહ, હઠાગ્રહ, દૃષ્ટિરાગ વગેરે મોટા અંતરાયો છે. દરેક જીવમાં ઓછેવત્તે અંશે માનકષાય રહેલો છે. હું અને મારે નું વિસ્મરણ અને વિસર્જન કરવાનું છે. એમ કરવું કષ્ટદાયી છે. જીવને પોતાને વારંવાર સ્વભાવ તરફ વાળવાનો ભારે પુરુષાર્થ કરવો પડે છે. એ માનસિક સૂક્ષ્મ પ્રક્રિયા છે. એ કષ્ટદાયક સૂક્ષ્મ પુરુષાર્થ છે, એટલે જ એ તપ છે. એટલા માટે વિનયનો અત્યંતર તપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈને એમ થાય કે માનને જીતવામાં તે શી વાર લાગતી હશે? પણ વિનય ક ૧૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં એમ નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયમાંથી ક્રોધ તરત દેખાઈ આવે છે. માન ક્યારેક વચન દ્વારા વ્યક્ત થઈ જાય અથવા ક્રોધની સાથે તે પણ જોડાઈ જાય અથવા ક્રોધને તે ઉશ્કેરે ત્યારે તે દેખાઈ આવે છે, પરંતુ બાહ્ય વર્તનમાં આડંબર રાખીને માણસ પોતાના મનમાં પોતાના માનને સંતાડે છે. ક્યારેક તે પોતાને પણ ખબર ન પડે કે પોતાનામાં આટલું બધું માન રહેલું છે. જ્યારે માન ઘવાય છે, પોતાની અવમાનના કે અવહેલના થાય છે ત્યારે જ ખબર પડે છે કે પોતાનામાં કેટલું બધું માન પડેલું છે. માન કોઈ એક જ વાત માટે નથી હોતું. એક વિષયમાં લઘુતા દર્શાવનાર વ્યક્તિ બીજા વિષયમાં એટલી લઘુતા ન પણ ધરાવતી હોય. મદ આઠ પ્રકારના બતાવવામાં આવ્યા છે : (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) રૂપમદ, (૪) ધનમદ, (૫) ઐશ્વર્યમદ, (૬) બલમદ, (૭) જ્ઞાનમદ અને (૮) લાભમદ. આ તો મુખ્ય પ્રકારના મદ છે. પરંતુ તે ઉપરાંત પણ બીજા ઘણા મદ હોઈ શકે છે. વળી આ આઠ મદના પણ બહુ પેટા પ્રકાર હોય છે. ગરીબ માણસ ધનનો મદ ન કરે, પણ રૂપનો મદ કરી શકે છે. કદરૂપો માણસ રૂપનો મદ ન કરે, પણ ધનનો મદ કરી શકે છે. અરે, જ્ઞાની માણસ પોતાના જ્ઞાનનો અહંકાર કરી શકે છે. જ્યાં સુધી જીવમાંથી મદ જતો નથી ત્યાં સુધી સાચો વિનય પરિપૂર્ણ રીતે આવી શકતો નથી. આથી જ માનકષાયને જીતવાનું ઘણું દુષ્કર મનાયું છે. માન જીવ પાસે આઠે પ્રકારનાં ભારે કર્મ બંધાવી શકે છે. એમાં પણ સૌથી વધુ ભારે તે મોહનીય કર્મ છે. સાચા વિનયમાં આ મોહનીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય કરવાનું સામર્થ્ય છે. જિનાજ્ઞાના પાલનથી અવિનય દૂર થાય છે અને વિનય આવે છે. એટલે વિનયને યોગ્ય રીતે જ તપના એક પ્રકાર તરીકે ઓળખાવી શકાય. ઉપચારવિનય અથવા લોકોપચાર વિનયમાં વડીલ સાધુ-સાધ્વીઓ પ્રત્યે આદરભાવપૂર્વક વ્યવહાર રાખવાની આવશ્યકતા ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એ માટે વિવિધ પ્રકારના નિયમો બતાવવામાં આવ્યા છે જેથી મનમાં સંશય ન રહે અને આચાર્યાદિ ગુરુભગવંતોનો મહિમા બરાબર સચવાય. ‘ઔપપાતિકસૂત્ર'માં લોકોપચાસ વિનય સાત પ્રકારનો બતાવવામાં આવ્યો છે. लोगोवयारविणए सत्तविऐ पण्णते तं जहा "T (9) આત્માવિત્તિયં, (૨) પરછંદ્રાનુવત્તિયં, (૩) ખ઼હે ં, (૪) ઝાયડિિરયા, (૬) ત્તવેસળયા, (૬) વૈશાન્તનુયા, (૭) સવ્વટ્ટુપુ अप्पडिलोभया. લોકોપચાર વિનય સાત પ્રકારનો છે : (૧) ગુરુ વગેરેની પાસે રહેવું, (૨) એમની ઇચ્છાનુસાર વર્તવું, (૩) એમનું કાર્ય કરી આપવું, (૪) કરેલા ઉપકારનો ૧૪ જૈન આચારદર્શન Page #153 -------------------------------------------------------------------------- ________________ બદલો વાળવો, (૫) વ્યાધિગ્રસ્તની સારસંભાળ રાખવી, (૬) દેશકાલાનુસાર પ્રવૃત્તિ કરવી, (૭) એમનાં બધાં કાર્યોમાં અનુકૂળ વૃત્તિ રાખવી. ઉપચારવિનય પણ પ્રત્યક્ષ ઉપચારવિનય અને પરોક્ષ ઉપચારવિનય એમ બે પ્રકારનો છે. પ્રત્યક્ષ ઉપચારવિનયમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે બહારથી પધારતા હોય તો સન્મુખ લેવા જવું, બેઠા હોઈએ તો ઊભા થવું, પોતાના આસન પર બેઠાં બેઠાં જવાબ ન આપતાં પાસે જઈ જવાબ આપવો, તેમને વંદન કરવાં, વંદન કરતી વખતે અમુક અંતર રાખવું, તેઓ રસ્તામાં ચાલતા હોય ત્યારે તેમની આગળ નહિ પણ બાજુમાં કે પાછળ ચાલવું, એમનાં ઉપકરણો વગેરેની સંભાળ રાખવી, તેઓ કોઈની સાથે વાત કરતા હોય ત્યારે વચ્ચે ન બોલવું, તેમને પ્રિય અને અનુકૂળ લાગે એવી વાણી બોલવી અને એવું વર્તન રાખવું, સમકક્ષ સાધુ સાથેના વ્યવહારમાં અભિમાન ન રાખવું, દ્વેષ ન કરવો, ક્ષમાભાવ ધારણ કરવો, આઠ પ્રકારના મદનો ત્યાગ કરવો ઇત્યાદિ નાનીમોટી ઘણીબધી વાતોનો સમાવેશ થાય છે. પરોક્ષ ઉપચારવિનયમાં તેઓ ન હોય ત્યારે તેમને મન, વચન, કાયાદિથી વંદન કરવાં, તેમના ઉપકારોનું સ્મરણ કરવું. તેમના ગુણોનું પણ સ્મરણ કરવું, તેમની આજ્ઞાનું પાલન કરવાનો ભાવ રાખવો, તેમની કોઈ ત્રુટિઓ હોય તો તે મનમાં ન યાદ કરવી કે બીજા કોઈ આગળ તેમની નિંદા ન કરવી વગેરે બતાવવામાં આવે છે. ઉપચારવિનયને શુશ્રષાવિનય પણ કહેવામાં આવે છે. તે અનેક પ્રકારનો હોય છે. ઔપપાતિકસૂત્રમાં કહ્યું છે : सुस्सुसणा विणए अणेगविहे पण्णत्ते तं जहा - ___ अब्मुट्ठाणइ वा आसणामिग्गहेउ वा, आसणप्पयाणेइ वा, सक्कारेइ वा, कित्तिकम्मेइ वा, अंजलिपग्गहेइ वा, इत्तस्स अणुगच्छणया, ठियस्स पज्जुवासणया, गच्छंतस्स पडिसंसाहणया। | (શુશ્રષા વિનય અનેક પ્રકારનો છે, જેમ કે ગુરુ વગેરે આવે તો ઊભા થવું, આસન માટે નિમંત્રણ કરવું, આસન આપવું, સત્કાર કરવો, કૃતિકર્મ કરવું એટલે કે વંદન કરવું, હાથ જોડી સામે બેસવું, આવકાર આપવા સામે જવું, સ્થાનમાં સ્થિરતા કરી હોય તો સેવા કરવી અને જતા હોય ત્યારે પહોંચાડવા જવું) વિનય આત્માનો ગુણ છે. અવિરતિધર અને સર્વવિરતિધર એવા સૌમાં એ ગુણ રહેલો છે. વ્યવહારમાં ઔપચારિક રીતે પણ તે પ્રગટ થાય છે અને પરોક્ષ રીતે ભાવથી અંતઃકરણમાં પણ તે પ્રકાશિત થાય છે. સાધુ ઉપાધ્યાય અને આચાર્ય પણ વિનય દાખવે છે. અવધિજ્ઞાની અને મનઃ૫ર્યવજ્ઞાની મહાત્માઓ પણ વિનય વિનય ક ૧૦૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ દાખવે છે અને ચૌદ પૂર્વધર પણ વિનયવાન હોય છે. હવે પ્રશ્ન એ આવે છે કે કેવળજ્ઞાન થયા પછી કેવલી ભગવંતને વિનય દાખવવાનો હોય? આ અંગે જુદી જુદી અપેક્ષાથી વિચારણા થઈ શકે છે. જો તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજમાન થતી વખતે નમો તિસ અને નો સંક્ષિ એમ બોલી વિનય દાખવતા હોય તો કેવલી ભગવંતો વિનય કેમ ન દાખવે ? આમ, જીવ કઈ કક્ષા સુધી પોતાના ગુરુનો વિનય કરે એ વિશે પણ વિચારણા થઈ છે. શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું છે. જે સદ્દગુરુ ઉપદેશથી પામ્યો કેવળગ્યાન, ગુરુ રહ્યા છવાસ્થ પણ વિનય કરે ભગવાન. કેવળી ભગવાન પણ પોતાના ઉપર ઉપકાર કરનાર પોતાના કેવળજ્ઞાનનું નિમિત્ત બનનાર એવા ઉપદેશક ગુરુનો, તે છધસ્થ હોવા છતાં વિનય કરે છે. ગુરુ અને શિષ્યમાં એવો નિયમ નથી કે પહેલાં ગુરુને જ કેવળજ્ઞાન થાય અને પછી જ શિષ્યને કેવળજ્ઞાન થાય. શિષ્યને પહેલાં કેવળજ્ઞાન જો પ્રગટ થાય તો તરત તે ગુરુ પ્રત્યેનો વિનય પડતો મૂકે? અથવા વિનય સહજ રીતે છૂટી જાય ? અલબત્ત, કેવળજ્ઞાન થાય કે તરત શિષ્ય એમ પોતાના ગુરુને કહે નહિ કે મને કેવળજ્ઞાન થયું છે અને હવે હું તમારી વૈયાવચ્ચ કરીશ નહિ. બીજી બાજુ ગુરુને જેવી ખબર પડે કે પોતાના શિષ્યને કેવળજ્ઞાન થયું છે અને પોતે હજુ છઘ0 છે, તો ગુરુ ભગવંત તરત જ પોતાના કેવલી શિષ્યને વંદન કરે છે. પરંતુ જ્યાં સુધી ગુરુને અણસાર ન આવે ત્યાં સુધી કેવલી શિષ્ય વિનય કરે કે નહિ ? આ વિષયમાં શાસ્ત્રકારોમાં વિભિન્ન મત હોવા છતાં શ્વેતામ્બર પરંપરામાં તો મૃગાવતી, પુષ્પચૂલા, ચંડરદ્રાચાર્યના શિષ્ય વગેરેનાં દૃષ્યતા છે કે જેઓએ પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાના ગુરુનો વિનય સાચવ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે, જે સદ્દગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છવસ્થ એવા પોતાના સદ્દગુરુની વૈયાવચ્ચ કરે એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે.' આ વિનય માત્ર ઉપચાર વિનય હોય તોપણ એ કેવળી ભગવંતનો વિનય છે. આમ છતાં આ અત્યંત સૂક્ષ્મ અંતે તો કેવલીગમ્ય છે. વિનય દરેક પ્રસંગે યોગ્ય સ્થાને જ હોય એવું નથી. વિનય કરનારને પક્ષે માત્ર એમનું ભોળપણ જ હોય, પરંતુ દંભી, માયાવી, બની બેઠેલા લુચ્ચા અસગુરુઓ શિષ્ય-શિષ્યાના કે ભક્ત-ભક્તાણીના વિનયનો મોટો ગેરલાભ ઉઠવતા હોય એવા પ્રસંગો પણ વખતોવખત બનતા હોય છે. સંસારમાં દુઃખનો પાર નથી ૧૦૬ - જૈન આચારદર્શન Page #155 -------------------------------------------------------------------------- ________________ અને દુઃખી, મૂંઝાયેલી વ્યક્તિઓ જરાક આશ્વાસન મળતાં, મંત્રતંત્ર મળતાં ગમે તેને ગુરુ ધારી લઈને, તેમની આજ્ઞામાં રહીને બહુ વિનય દર્શાવતી હોય છે. “એક સપુરુષની સઘળી ઈચ્છાને માન આપ અને તન, મન તથા ધનથી તારી જાતને તેમનાં ચરણોમાં સમર્પિત કરી દે' – એવાં ઉપદેશાત્મક વાક્યો વંચાવીને દંભી અશ્રુઓ પોતાનાં ભક્ત-ભક્તાણીને માનસિક રીતે ગુલામ જેવાં બનાવી દે છે. તેમની પાસે જો ધન હોય તો તે છળકપટ કરી હરી લે છે અને તનથી સમર્પિત થવાનો અવળો અર્થ કરી ભક્તાણીઓનું શારીરિક શોષણ પણ કરતા હોય છે. અને આ બધું ધર્મને નામે, આત્મસાક્ષાત્કાર કરાવવાના નામે, પ્રભુનું દર્શન કરાવવાના નામે, સમકિતની પ્રાપ્તિ કરાવવાના નામે, ઝટઝટ મોક્ષ અપાવી દેવાના નામે, કરતા હોય છે અને અંધશ્રદ્ધાળુ ભોળી ભક્તાણી પોતાને “ગુરુજી મળ્યા” હવે બેડો પાર છે” એમ સમજી, વિનયવંત બની એમની સર્વ ઇચ્છાઓને અધીન બની જાય છે. સંસારમાં વિનયના નામે. આજ્ઞાપાલનના નામે આવો ગંદવાડ પણ વખતોવખત પ્રવર્તતો હોય છે. સમજુ આરાધકે એવા માયાવી ગુરુઓથી ચેતતા રહેવું જોઈએ. જેમ શિષ્ય ગુરુ પ્રત્યે અવિનય ન કરવો તેમ ગુરુએ પણ પોતાના શિષ્યો પ્રત્યે અવિનયી વર્તન ન કરવું જોઈએ. પક્ષપાત, અકારણ શિક્ષા, વધુ પડતો દંડ, શિષ્યની સેવાશઋષાનો વધુ પડતો લાભ લેવો, ક્રોધ કરવો, શિષ્યોને બધાંનાં દેખતાં રોકવા ઇત્યાદિ પ્રકારનું વર્તન ગુરુભગવંતે કળવું જોઈએ. જેઓ પોતે જાણે છે કે પોતાનામાં શિથિલાચાર છે, સ્વચ્છંદતા છે, પ્રલોભનો છે, પક્ષપાત છે, ક્રોધાદિ કષાયો ઉઝ છે, ધર્મમાં શ્રદ્ધા દઢ નથી એવા કુગુરુઓ શિષ્યો પાસે જો વિનય કરાવડાવે તો તેથી તેઓ દુર્ગતિમાં ધકેલાઈ જાય છે. આમ, જૈનદર્શનમાં વિનયના ગુણનો ઘણનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. ધર્મકલ્પદ્રુમ' નામના ગ્રંથમાં કહ્યું છે: मूलं धर्मदुमस्य धुपति नरपतिश्रीलतामूलकन्दः । सौन्दर्याह्वानविद्या निखिलगुणनिधिर्वश्यताचूर्णयोगः । सिद्धाज्ञामन्त्रमन्त्राधिगममणि महारोहणादि: समस्ता - नर्थप्रत्यर्थिन्त्रं त्रिजगति विनयः किं न किं साधु धत्ते ? અથતુ વિનય ધર્મરૂપ વૃક્ષનું મૂળ છે, દેવેન્દ્ર અને નરપતિની લક્ષ્મીરૂપી લતાનો મૂળાકંદ છે, સૌન્દર્યનું આહવાન કરવાની વિદ્યા છે, સર્વ ગુણોનો નિધિ છે, વશ કરવા માટેનો ચૂર્ણનો યોગ છે, પોતાની આજ્ઞા સિદ્ધ થાય એ માટેના મંત્રયંત્રની પ્રાપ્તિ માટેના મણિઓ, રત્નોનો મોટો રોહણાચલ પર્વત છે. અને સમસ્ત અનર્થનો નાશ કરવાનું તંત્ર છે. આવો વિનય ત્રણે જગતમાં શું શું સારું ન કરી શકે? વિનય ૧૦૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ એક વિનયના ગુણથી જીવ ઉત્તરોત્તર કેવી રીતે વિકાસ સાધે છે અને મોક્ષગતિ પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકે છે તેનો ક્રમ બતાવતાં ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિમાં કહે છે: विनयफलं शश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चास्त्रव निरोध ।। संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्ति: क्रियानिवृत्तेरयोगित्वम् ॥ योगनिरोधाद् भवसन्ततिक्षय सन्ततिक्षायान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनय: ॥ અર્થાત્ વિનયનું ફળ ગુરુશુશ્રુષા છે. ગુરુશુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ળ વિરતિ છે. વિરતિનું ફળ આઅવનિરોધ છે. આસ્ત્રવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા છે. એનાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયાનિવૃત્તિથી અયોગિત્વ થાય છે. અયોગિત એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાત્ ભવપરંપરાનો ક્ષય થાય છે. એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિનય સર્વ કલ્યાણોનું ભાજન છે. આ માટે જ ‘તત્ત્વામૃતમાં કહ્યું છે : ज्ञानभावनया जीवो लभते हितमात्मनः । विनयाचारसंपन्नो विषयेषु पराऽमुख४ ॥ વિનયયુક્ત આચારવાળો તથા વિષયોથી વિમુખ થયેલો જીવ જ્ઞાનભાવના વડે પોતાનું હિત પ્રાપ્ત કરે છે.) आत्मनं भावयेन्नित्यं, ज्ञानेन विनेयन च । मा पुनर्मिमाणस्स पश्चात्तापो भविष्यति ॥ (જ્ઞાન અને વિનય વડે હંમેશાં આત્માનું ચિંતન-ભાવના કરવું જોઈએ, જેથી મરતી વખતે માણસને પશ્ચાત્તાપ કરવો પડે નહિ) ૧૦૮ જૈન આચારદર્શન Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ ‘પ્રતિક્રમણ’ (પડિકમણું) એ જૈનોનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. પાપમાંથી પાછા હઠવા માટેની ક્રિયા માટે આ શબ્દ વપરાય છે. પ્રતિક્રમણ શબ્દમાં ‘પ્રતિ’ ઉપસર્ગ છે. એના જુદા જુદા અર્થ થાય છે. અહીં ‘પ્રતિ’ એટલે પાછું, પ્રતિકૂળ, ઊલટું, વિપરીત, વિરુદ્ધ એવો અર્થ થાય છે. ‘મ્’ એ ધાતુ છે. તેનો અર્થ થાય છે ગમન, પહોંચવું, પસાર થવું, ચઢવું, દાખલ થવું, પગલાં ઇત્યાદિ. એ ધાતુને ‘અણ’ પ્રત્યય લાગતાં ‘મળ’ શબ્દ બને છે. ઉપસર્ગ, ધાતુ અને પ્રત્યયથી આ રીતે ‘પ્રતિમ' શબ્દ થાય છે. આમ પ્રતિક્રમણ' શબ્દનો યૌગિક અર્થ થાય છે પાછા ફરવું’ અથવા મૂળ સ્થાને પાછા આવવું'. એનો વિશેષ અર્થ છે : પ્રમોદને વશ થવાને કારણે શુભ યોગથી અશુભ યોગમાં ક્રાંત થયેલા જીવનું શુભ યોગમાં પાછા ફરવું'. વિશાળ અર્થમાં પ્રતિક્રમણ એટલે પાપનો પશ્ચાત્તાપ, અતિચારોની આલોચના, દોષોનું નિવારણ, અશુભની નિવૃત્તિ, અપરાધો માટે ક્ષમાપના. પ્રતિક્રમણની વ્યાખ્યા આપતાં આવશ્યક-વૃત્તિ'માં હરિભદ્રસૂરિએ કહ્યું છે : स्वस्थानद्यत्परस्थानं प्रमादस्य वज्ञादत्तः । तत्रव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ પ્રમાદને વશ થવાથી પોતાના સ્થાનથી પરસ્થાને ગયેલાએ મૂળસ્થાને પાછું ફરવું તેનું નામ પ્રતિક્રમણ.) વળી તેમણે કહ્યું છે क्षायोपशमिकाद बावदौदयिकस्य वश गतः । तत्रापि च स एवार्थः प्रतिकूलगमात्स्मृतः ॥ (ક્ષયોપરામિક ભાવ થકી ઔયિક ભાવને વશ થનાર જીવનું તેને જ વિશે પ્રતિક્રમણ ૧૦૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ પાછું ગમન થવું એટલે કે ઔદયિક ભાવથી ક્ષાયોપથમિક ભાવમાં પાછાં આવવું, તેને પ્રતિકૂળ ગમન અર્થાતુ પ્રતિક્રમણ કહે છે.) પ્રતિક્રમણ શબ્દની શાસ્ત્રગ્રન્થોમાં નીચે પ્રમાણે જુદી જુદી વ્યાખ્યાઓ પણ સાંપડે છે : (૧) પ્રતીકં મખાં પ્રતિક્રમણમ્ | પાછા ફરવું (સ્વ-ધર્મમાં, સ્વસ્વરૂપમાં, સદ્ભાવમાં, શુદ્ધોપયોગમાં) એનું નામ પ્રતિક્રમણ. (૨) રાજવતિક તથા “સર્વાર્થસિદ્ધ ગ્રંથમાં કહ્યું છે : मिथ्यादुष्कृतामिघानादमिव्यक्त प्रतिक्रियं प्रतिक्रमणम् । મારાં દુષ્કૃત્યો મિથ્યા હો એવું નિવેદન કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવી તેનું નામ પ્રતિક્રમણ. (3) प्रतिक्रम्यते प्रमादकृतदैवसिकादिदोषौ निराक्रियते अनेनेति प्रतिक्रमणम् । પ્રમાદને કારણે થયેલા દૈવસિકાદિ દોષોનું જેના દ્વારા નિરાકરણ કરવામાં આવે છે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. (૪) “રાજવાર્તિક' ગ્રંથમાં કહ્યું છે : अतीतदोषनिवर्तनं प्रतिक्रमणम् । ભૂતકાળમાં થયેલા દોષોની નિવૃત્તિ એટલે પ્રતિક્રમણ. (૫) ભગવતી આરાધનામાં કહ્યું છે: स्वकृतादशुभयोगात्प्रतिनिवृत्तिः प्रतिक्रमणम् । પોતાનાથી થયેલા અશુભ યોગોમાંથી પાછા ફરવું તેનું નામ પ્રતિક્રમણ. (६) शुभयोगेम्याऽशुभात् संक्रान्तस्य शुभेप्येव प्रतीपं प्रतिकूलं वा क्रमणं प्रतिक्रमणमिति। શુભ યોગમાંથી અશુભ યોગમાં સંક્રાંત થયેલા આત્માનું ફરી શુભ યોગમાં પાછાં આવવું તેનું નામ પ્રતિક્રમણ. સમયસારમાં કુંદકુંદાચાર્યે કહ્યું છે : कम्मं न पुवकय सुहासुह मणेय वित्थर विसेसं। तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ॥ પૂર્વે બાંધેલાં કર્મોના શુભાશુભ ભાવોથી આત્માને અલગ કરી દેવો તેનું નામ પ્રતિક્રમણ છે. દુનિયાના તમામ ધર્મોમાં પાપની નિવૃત્તિ માટે કે દોષના નિવારણ માટે કોઈક ૧૧૦ જૈન આચારદર્શન Page #159 -------------------------------------------------------------------------- ________________ ને કોઈક પ્રકારની ધાર્મિક ક્રિયાનું વિધાન છે. વૈદિક પરંપરામાં સંધ્યાકર્મનો આદેશ છે. યજુર્વેદમાં સંધ્યાકર્મ કરવા માટેનો જે મંત્ર છે તેમાં મન, વાણી અને દેહ દ્વારા થયેલા દુરાચારોનાં વિસર્જન માટે પ્રાર્થના કરાય છે. પારસીઓના અવેસ્તા ગ્રંથમાં પણ મન, વાણી અને કાયા દ્વારા જાણતાં કે અજાણતાં થયેલા દોષોને માટે રોજેરોજ પશ્ચાત્તાપ કરવાનું વિધાન છે. બૌદ્ધધર્મમાં જૈન ધર્મની જેમ પાપદેશના’ અથવા પ્રવા૨ણા' નામની ક્રિયા છે. દિવસ અને રાત્રિ દરમિયાન જુદે જુદે સમયે વ્યક્તિગત રીતે કરવાની પાપદેશના’રૂપ ક્રિયા ઉપરાંત ભિખ્ખુ અને ભિખ્ખુણીઓને માટે સામૂહિક રીતે નિશ્ચિત સ્થળે, નિશ્ચિત દિવસે એકત્ર થઈ પોતાનાં પાપોની આલોચના કરવાની પ્રવારણા' નામની ક્રિયા પણ છે. પખવાડિયામાં ઓછામાં ઓછી એક વાર કરાતી આ ક્રિયાને પ્રવારણા' કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં કન્ફેશન્સ (Confessions) અને રિટ્રિટ- (Retreat)ની ધર્મક્રિયાનું વિધાન છે. રિટ્રિટ શબ્દ પ્રતિક્રમણ’ શબ્દના પર્યાય જેવો જ છે. ઘણા દિવસ સુધી ચાલતી એની ક્રિયામાં મૌન, ધ્યાન, આત્માવલોકન, પ્રાર્થના ઇત્યાદિ દ્વારા આત્માને નિર્મળ કરવાની ભાવના છે. ઇસ્લામ ધર્મમાં ‘તોબાહ’ની ધર્મક્રિયા છે. આમ દુનિયાના જુદા જુદા ધર્મમાં પાપની આલોચના અને વિશુદ્ધિકરણ માટે કોઈક ને કોઈક ધર્મક્રિયા ફરમાવવામાં આવેલી છે. કોઈ પણ માણસ પોતાના પૂર્વજીવનનું અવલોકન કરે તો તેને પોતાની કોઈક ને કોઈક ભૂલ જણાયા વગર ન રહે. ઊઠતાં, બેસતાં, ખાતાંપીતાં, બોલતાં-ચાલતાં, હરતાંફરતાં, વિચાર કરતાં, ચિંતન-મનન કરતાં માણસથી સ્થૂલ કે સૂક્ષ્મ પ્રકારની કોઈક ને કોઈક ભૂલ જાણતાં-અજાણતાં થઈ જાય છે. જ્યાં સુધી સર્વજ્ઞતા ન આવે ત્યાં સુધી ભૂલ થવા સંભવ રહે છે. સામાન્ય રીતે જીવન સંપૂર્ણ કે પરિપૂર્ણ સંભવી ન શકે. સર્વજ્ઞતાના અભાવમાં એક જીવનો બીજા જીવ સાથેનો વ્યવહાર પણ સંપૂર્ણ અને સર્વ પક્ષે સર્વથા સંતોષકારક ન હોઈ શકે. ન કેટલીક ભૂલો માણસને તરત સમજાય છે, તો કેટલીક ભૂલો સમજાતી નથી. વળી કેટલીક ભૂલો સમજાય છે, તો સ્વીકારાતી નથી. પોતે ભૂલ કરી છે એવું માનવાને પણ માણસ ક્યારેક તૈયાર થતો નથી. એકને જે સાચું લાગે છે તેમાં બીજાને ભૂલ જણાય. પોતાની ભૂલ થઈ હોય અને તેને માટે માણસને જો પશ્ચાત્તાપ થાય તો તેવી ભૂલ ફરી ન થાય તે માટે તે જાગ્રત રહેવા પ્રયત્ન કરે છે. જે ભૂલથી પોતાના જીવનવ્યવહારમાં માણસને પૈસા, કૌટુંબિક કે વ્યાવહારિક સંબંધોની બાબતમાં મોટું નુકસાન થાય છે, તેવી બાબતમાં ભૂલ ફરી ન થાય તે માટે માણસ વિશેષ સજાગ અને સાવધ રહે છે. પ્રતિક્રમણ * ૧૧૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ કેટલીક ભૂલો એવી હોય છે કે જેનાથી માણસને વ્યવહારમાં નુકસાન થતું નથી, બલ્ક ક્યારેક લાભ પણ થાય છે, પરંતુ તેવા દોષથી આત્માને ઘણું નુકસાન થાય છે. કોઈ માણસ દ્રવ્યની ચોરી પકડાયા વગર કરે તો એને દ્રવ્યનો લાભ થાય છે, પરંતુ તેના આત્માને ચોરીના મલિન સંસ્કારો પડે છે. કોઈ માણસ અસત્ય બોલી લાભ ઉઠાવી જાય છે, પરંતુ તેનો આત્મા એટલો નીચે પડે છે. જે માણસો હિંસા, અસત્ય, ચોરી વગેરે દ્વારા કેટલાક લાભો મેળવે છે તેઓને ક્યારેક તો તેનાં માઠાં પરિણામ ભોગવવાં જ પડે છે. જ્યારે એમ થાય છે ત્યારે માણસને પોતાની ભૂલ માટે અફસોસ થાય છે. કોઈ પણ વ્યક્તિ મન, વચન અને કાયાના યોગોની બાબતમાં સતત દોષરહિત કે નિરતિચાર રહી શકતી નથી. કેટલીક વાર અજાણતાં દોષ થઈ જાય છે, તો કેટલીક વાર શુભાશયથી કરેલી ક્રિયા અન્યને હાનિકર્તા નીવડવાથી દોષરૂપ સિદ્ધ થાય છે. પોતાના દોષોનું સતત અવલોકન કરી ફરી તેવા દોષોથી બચવા માણસ જેમ વધુ ઉદ્યમશીલ બને તેમ તેવા દોષો થવાનો સંભવ ઓછો રહે, પરંતુ તેની બાબતમાં માણસ જેમ વધુ પ્રમાદ કરે તેમ દોષોરૂપી કચરો ઉત્તરોત્તર એવો વધતો જાય કે તેને સાફ કરવા માટે વધુ પ્રબળ પરિશ્રમયુક્ત પુરુષાર્થ કરવો પડે. સવારસાંજ માણસ જો પોતાની જાતનું અવલોકન કરી આવી વિશુદ્ધિની ક્રિયા કરે તો તેનું જીવન અને તેનો આત્મા વધુ નિર્મળ રહે. પોતાના દોષો કે અતિચારો માટે પશ્ચાત્તાપ થાય તો ત્યાંથી પ્રતિક્રમણની ભાવના અને ક્રિયા શરૂ થઈ ગણાય. પોતાના દોષોને માટે પ્રાયશ્ચિત્ત કરવું તથા તેને માટે ગુરુ કે વડીલ દ્વારા પ્રાયશ્ચિત્ત રૂપે અપાતી જે કંઈ શિક્ષા હોય તે ભોગવવા તત્પર રહેવું અથવા પોતાના મનથી પણ પોતે સ્વૈચ્છિક શિક્ષા ભોગવવા પ્રવૃત્ત થવું તેને પણ પ્રતિક્રમણ કહી શકાય. જૈન ધર્મમાં પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનાં બતાવ્યાં છે, અને તેમાં પ્રતિક્રમણને પણ પ્રાયશ્ચિત્તના એક પ્રકાર તરીકે ગણવામાં આવ્યું છે. કહ્યું છે : आलोण पडिक्कमणे मीस विवेगे कहा वि उसग्गे । तवच्चेय मूव अणवठ्ठयाय पारंचिए चेव ॥ (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ (૩) મિશ્ર, (૪) વિવેક, (૫) કાયોત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત એમ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે. જે માણસ સાચા દિલથી, નિર્મળ ભાવથી પ્રાયશ્ચિત્ત કરે છે તે માણસ એ જ પ્રકારનું પાપ સામાન્ય રીતે ફરીથી હેતુપૂર્વક કરવા પ્રવૃત્ત થતો નથી. અપવાદરૂપ ૧૧૨ કિ જૈન આચારદર્શન Page #161 -------------------------------------------------------------------------- ________________ એવા જીવો અલબત્ત હોય છે કે જે વાંરવાર પ્રાયશ્ચિત્ત કરવા છતાં, અજ્ઞાન, પ્રમાદ કે મોહદશાના કારણે એવા દોષોનું આચરણ ફરી ફરી કરે છે. પ્રાયશ્ચિત્ત એ વિશુદ્ધિનો માર્ગ છે. આત્માને લાગેલી મલિનતાનું એના વડે પ્રક્ષાલન થાય છે. એટલા માટે પ્રતિક્રમણ એ પ્રાયશ્ચિત્તનો એક વિશિષ્ટ પ્રકાર છે. ધર્મના માર્ગે આરાધના કરનારને માટે જૈન ધર્મમાં છ આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક, (૨) ચઉવિસથ્થો (ચતુર્વિશતિસ્તવ), (૩) વંદન, () પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચકખાણ. સાચા જેન આરાધકે આ છ ક્રિયાઓ રોજેરોજ અવશ્ય કરવી જોઈએ. એટલા માટે એને આવશ્યક ક્રિયા તરીકે ઓળખવામાં આવી છે. જૈન આગમ ગ્રંથોમાં આ છ ક્રિયાઓ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. “આવશ્યક સૂત્ર' ગણધરરચિત છે અને તેના ઉપર નિર્યુક્તિ વગેરે પ્રકારની રચનાઓ દ્વારા ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રતિક્રમણ એ છ ક્રિયાઓમાંની બરાબર વચ્ચે આવતી એક મહત્ત્વની ક્રિયા છે. વળી તેની મહત્તા એટલી બધી છે કે એક પ્રતિક્રમણની ક્રિયાની અંદર છએ છ આવશ્યક ક્રિયાઓ આવી જાય છે. સામાયિક લઈને પ્રતિક્રમણની વિધિ કરવામાં આવે છે. અને તેમાં ચતુર્વિશતિસ્તવ (ચોવીસ તીર્થંકરની સ્તુતિ), ગુરુવંદન, કાઉસગ્ગ અને પચ્ચકખાણની વિધિ કરવામાં આવે છે અને તે પૂરી થતાં સામાયિક પારવામાં આવે છે. એટલા માટે પ્રતિક્રમણ ઓછામાં ઓછું બે ઘડીનું જ૮ મિનિટનું હોવું જોઈએ. પંચ મહાવ્રતધારી સાધુઓએ મહાવ્રતોને ઉદ્દેશીને અને ગૃહસ્થોએ પાંચ અણુવ્રત સહિત બાર વતોને ઉદ્દેશીને પ્રતિક્રમણની વિધિ કરવાની હોય છે. ગૃહસ્થ અને સાધુની વિધિમાં એટલા માટે એ દૃષ્ટિએ થોડો ફરક પણ હોય છે. સાધુઓએ પાવતું જીવન સાવદ્ય યોગનાં પાપયુક્ત પ્રવૃત્તિનાં) પચ્ચકખાણ લીધાં હોય છે. એટલે સૈદ્ધાત્તિક દૃષ્ટિએ તેઓ નિરંતર સામાયિકના ભાવમાં હોય છે અને હોવા જોઈએ. એટલા માટે તેઓને સામાયિકની જુદી ક્રિયા કરવાની હોતી નથી. દિગમ્બર પરંપરામાં પ્રતિક્રમણ કરતાં સામાયિકની ક્રિયા ઉપર વધુ ભાર મુકાયો છે. ક્યારેક પ્રતિક્રમણ અને સામાયિક એ બંનેનું લક્ષ્ય લગભગ એકસરખું જણાયાથી તે એકબીજાના પર્યાય જેવાં બની રહે છે. એને લીધે દિગમ્બર મુનિઓ નિશ્ચિત સમયે સવિધિ સામાયિકની ક્રિયા પણ કરે છે. પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા હઠવું અને થયેલા દોષોને માટે ક્ષમા માગવી. “ મિચ્છામિ દુક્કડમૂની ભાવના પ્રતિક્રમણનું હાર્દ છે. અશુભ યોગમાંથી ચિત્તને નિવૃત્ત કરવું એટલું જ પર્યાપ્ત નથી. એને શુભ યોગમાં જોડવું પણ જોઈએ. જે માણસો “ મિચ્છામિ દુક્કડમ્' કર્યા પછી ફરી પાછા તેવા જ પ્રકારના દોષો કર્યા પ્રતિક્રમણ - ૧૧૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ કરે તો તેમનું પ્રતિક્રમણ એ માત્ર બાહ્ય ક્રિયારૂપ દ્રવ્ય પ્રતિક્રમણ બને છે. પાપમાંથી પાછા હઠવાનો જરા પણ ભાવ કે ઇરાદો ન હોય તેવી રીતે પ્રતિક્રમણ કરનાર માત્ર દ્રવ્ય પ્રતિક્રમણ કરે છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી લખે છે : મૂલ પદે પડિક્ષમણું ભાખ્યું, પાપતણું અણકરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે.” (૩પ૦ ગાથાનું સ્તવન, ઢાળ બીજી, ગાથા ૧૮) જાગ્રત આત્મા માટે ઉત્તમ અથવા આદર્શ પરિસ્થિતિ એ છે કે દોષ નજરમાં આવે કે તત્ક્ષણ તેનું પ્રતિક્રમણ કરી લેવું, અર્થાત્ એ દોષનો સ્વીકાર કરી તેને માટે પ્રાયશ્ચિત્ત સહિત ક્ષમા માગી લેવી અને ફરી તેવો દોષ ન થાય તે માટે સંકલ્પ કરી તે દૃઢપણે પાળવો જોઈએ. ક્ષમા માગ્યા પછી પણ માણસ જો તે દોષો સેવે તો તે માયાચાર આચરે છે. એટલા માટે કહ્યું છે : મિચ્છામિ દુક્કડ દેઈ પાતિક તે ભાવે જે સેવે રે, આવશ્યક સાખે તે પરગટ માયામોસો સેવે રે, સાચા ભાવથી જેઓ પ્રતિક્રમણ કરે છે, તેમનાથી કદાચ અજ્ઞાન કે પ્રમાદના કારણે ફરી વાર પાપ થઈ જાય તોપણ તેઓ ફરી વાર ભાવથી પ્રતિક્રમણ કરે છે એટલે તેમની ક્રિયા તે માયાચાર નથી. પ્રથમ પ્રયાસે જ પ્રત્યેક જીવ સર્વથા પાપરહિત થઈ જાય એવું સામાન્ય રીતે બનતું નથી. એટલે સર્વથા પાપરહિત થવા માટે દ્રવ્ય અને ભાવ એમ ઉભય પ્રકારે પ્રતિક્રમણનો મહાવરો આવશ્યકરૂપ, કર્તવ્યરૂપ મનાયો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી કહે છે કે પ્રતિક્રમણ કરનારે સંકલ્પપૂર્વક ઉદ્યમશીલ અને અપ્રમત્ત રહેવું. એમ મનાય છે કે બીજા તીર્થકર ભગવાન અજિતનાથના સમયથી તેવીસમાં તીર્થકર ભગવાન પાર્શ્વનાથ સુધીના સમયમાં અર્થાતુ ચોથા આરામાં જીવો એટલા સરળ અને પ્રાજ્ઞ હતા કે તેઓને પોતાનો દોષ તરત નજરમાં આવી જતો અને તેઓ તત્ક્ષણ ક્ષમાપનાપૂર્વક પ્રત્યક્ષ કે મનોમન પ્રતિક્રમણ કરી લેતા. વિધિપૂર્વકનું જુદું પ્રતિક્રમણ કરવાની તેમને કોઈ આવશ્યકતા રહેતી નહિ. પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવના સમયના માણસો સરળ છતાં જડ હતા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં માણસો વક્ર અને જડ હતા. એટલે તેઓ બંનેના શાસનકાળમાં વિધિપૂર્વકનું નિશ્ચિત સમય માટે પ્રતિક્રમણ ફરમાવવામાં આવ્યું પ્રતિક્રમણના મુખ્ય બે પ્રકાર છે : દેવસિક દેવસી) અને રાત્રિક (રાઈ. દિવસ ૧૧૪ ક જૈન આચારદર્શન Page #163 -------------------------------------------------------------------------- ________________ દરમિયાન જે દોષો થયા હોય તે દોષોને માટે દિવસના અંતભાગમાં પ્રતિક્રમણ કરવું તે દૈવસિક પ્રતિક્રમણ. રાત્રિ દરમિયાન ગમનાગમન, સ્વપ્નાદિક કે અન્ય પ્રકારના જે કંઈ દોષો થયા હોય તે માટે રાત્રિના અંતભાગમાં એટલે કે વહેલી સવારે પ્રતિક્રમણ કરવું તે રાત્રિના પ્રતિક્રમણ. આમ માણસે રોજેરોજ ચોવીસ કલાકમાં બે વખત પ્રતિક્રમણ તો અવશ્ય કરવું જ જોઈએ. દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણ ઉપરાંત પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ એમ પ્રતિક્રમણના બીજા ત્રણ પ્રકારો પણ બતાવાયા છે. એ ત્રણ પ્રકારો તે વસ્તુતઃ દૈતસિક અને રાત્રિક પ્રતિક્રમણના વિશિષ્ટ પ્રકારો છે. અનુક્રમે તેમને વધુ મહત્ત્વના ગણવામાં આવ્યા છે. દર પંદર દિવસે કરાતું પ્રતિક્રમણ તે પાક્ષિક પખી), દર ચાર માસે કરાતું પ્રતિક્રમણ તે ચાતુર્માસિક (ચોમાસી) અને દર વર્ષે કરાતું પ્રતિક્રમણ તે સાંવત્સરિક (સંવત્સરી, સમછરી, છમછરી) પ્રતિક્રમણ કહેવાય છે. રોજ જો દૈવસિક પ્રતિક્રમણ બરાબર કરાતું હોય તો પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા જુદા પ્રકાર ગણવાની જરૂર શી એવો પ્રશ્ન કોઈકને થાય. તેનો ખુલાસો કરતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે રોજેરોજ ઘર સાફ કરવામાં આવે છે તોપણ પર્વના દિવસે તે ખૂણેખાંચરેથી બરાબર સાફ કરવામાં આવે છે. તેવી રીતે રોજનું પ્રતિક્રમણ કરવા છતાં વિસ્મૃતિ, લજ્જા, ભય, મનની મંદતા, પ્રમાદ ઇત્યાદિના કારણે જે કોઈ અતિચારોની વિશુદ્ધિ કરવાની બાકી રહી ગઈ હોય તે વિશુદ્ધિ પાક્ષિકાદિ મોટા પ્રતિક્રમણ દ્વારા થઈ જાય છે. કહ્યું છે जहां गेहं पइदिवसंपि सोहियं तहवि पब्वसंघिसु । साहिकाई सविसेसं एव इहयति नायव्वं ॥ જેમ રોજેરોજ ઘર સાફ કરાય છે, તોપણ પર્વને દિવસે તે વિશેષ સાફ કરાય છે તેવી રીતે આ બાબતમાં પાક્ષિકદિ પ્રતિક્રમણની બાબતમાં) જાણવું જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી પ્રતિક્રમણના ભિન્નભિન્ન પ્રકારો શાસ્ત્રગ્રંથોમાં દર્શાવવામાં આવ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં છ પ્રકાર નીચે પ્રમાણે, વિશેષતઃ સાધુસાધ્વીઓ માટે, બતાવવામાં આવ્યા છે : - छविहे पडिक्कमणे पण्णत्ते । तं जहा - उच्चार पडिक् - कमणे, पासवण पडिक्कमणे, इत्तरिए, आवकहिए, जं किंचि मिच्छा, सोमणंतिए। (૧) ઉચ્ચાર પ્રતિક્રમણ – મળ વગેરે વિસર્જન પછી તે સંબંધી તરત ઇયપથિક (ગમનાગમનને લગતું) પ્રતિક્રમણ કરવું. (૨) પ્રસવણ પ્રતિક્રમણ – લઘુશંકાના નિવારણ પછી તે માટે તરત ઇર્યાપથિક પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ = ૧૧૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ (૩) ઇવર પ્રતિક્રમણ – સ્વલ્પકાળમાં કંઈ પણ ભૂલ કે દોષ થાય તો તે માટે તરત કરાતું પ્રતિક્રમણ. જીયાવતુકથિત પ્રતિક્રમણ – મહાવ્રતોને વિશે જે કંઈ દોષ લાગે તો તેમાંથી પાછા હઠવાના સંકલ્પપૂર્વક સમગ્ર જીવનને માટે કરાતું પ્રતિક્રમણ. (૫) યત્કિંચિત્ મિથ્યા પ્રતિક્રમણ – ક્યારેક પ્રમાદને કારણે યત્કિંચિત્ અસંયમ થઈ જાય તો તે માટે કરાતું પ્રતિક્રમણ. (૬) સ્વખાંતિક પ્રતિક્રમણ – ખરાબ સ્વપ્નાં આવે, સ્વપ્નમાં વાસના કે વિકારોનો અનુભવ થાય તો તે માટે કરાતું પ્રતિક્રમણ. પ્રતિક્રમણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ બતાવવામાં આવ્યાં છે: (૧) આશ્રયદ્વાર પ્રતિક્રમણ, (૨) મિથ્યાત્વ પ્રતિક્રમણ, (૩) કષાય પ્રતિક્રમણ, યોગ પ્રતિક્રમણ અને (૫) ભાવ પ્રતિક્રમણ. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ પણ પ્રતિક્રમણના પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. પ્રતિક્રમણના આ પ્રકારો ઉપરાંત બીજો એક વિશેષ પ્રકાર પણ દર્શાવવામાં આવે છે અને તે છે “ઔરમાર્થિક પ્રતિક્રમણ અથવા ઉત્તમાર્ગે એટલે કે ઉત્તમ હેતુ માટે કરાતું પ્રતિક્રમણ. અનશન કે સંલેખના કરવા માટે, પાપની આલોચન કરવાપૂર્વક જે પ્રતિક્રમણ કરાય છે તે ઔરમાર્થિક પ્રતિક્રમણ કહેવાય છે. દેવસિક આદિ પ્રતિક્રમણને વ્યાવહારિક પ્રતિક્રમણ કહેવામાં આવે છે અને ઔત્તમાર્થિક પ્રતિક્રમણને નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે છે. __ पडिक्कमणं देसियं राइयं च इत्तरिअभावकहियं वा । पक्खिअ चउम्मासिअ सवच्छर उत्तमठ्ठ अ॥ ઔત્તમાર્થિક પ્રતિક્રમણ કરનાર સંલેખના વ્રત ધારણ કરી આહારનો ત્યાગ કરે છે ત્યારે દેહ ઉપરની તેની મમત્વબુદ્ધિ ચાલી જાય છે; એની આત્મરમણતા વધવા લાગે છે. પોતે માત્ર આત્મસ્વરૂપ છે, તેનું સતત ભાન રહ્યા કરે છે. એ વખતે દેહ અને આત્માની ભિન્નતાનું ભાન કરાવનાર ઔરમાર્થિક પ્રતિક્રમણ જીવાત્મા માટે ભેદવિજ્ઞાનનું અનોખું સાધન બની રહે છે. "પ્રતિક્રમણ’ શબ્દના બીજા સાત પર્યાયો દર્શાવતાં કહેવાયું છે : पडिक्कमणं पडिचरणा पडिहरणा वारणा निअत्ति अ। निंदा गरहा सोही पडिक्कमणं अहा होई॥ (૧) પ્રતિક્રમણ (૨) પ્રતિચરણ (અથવા પ્રતિચરણા), (૩) પ્રતિહરણા, (૪) વારણા, (૫) નિવૃત્તિ, (૬) નિંદા, (૭) ગહ અને (૮) શુદ્ધિ એ આઠ પ્રકારે પ્રતિક્રમણ ૧૧૬ * જૈન આચારદર્શન Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ માટે આ આઠ જુદા જુદા પર્યાયવાચક શબ્દો છે, પરંતુ તે દરેકમાં કોઈક એક તત્ત્વ કે ભાવ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. એ બધાને ક્રમાનુસાર જો સાથે લેવામાં આવે તોપણ પ્રતિક્રમણની ક્રિયા માટે ઈષ્ટ એવાં બધાં તત્ત્વોનો તેમાં સુલભ સમન્વય થયેલો જણાશે. પ્રતિક્રમણથી શુદ્ધિ સુધીનો ક્રમ પણ તેમાં રહેલો છે. જયચંદ્રગણિએ. મહેતુગર્ભ પ્રતિક્રમણ – ક્રમવિધિ' નામના પોતાના ગ્રંથમાં એ દરેકને સમજાવતી જુદી જુદી નાનકડી દૃષ્ટાંતકથા પણ આપી છે. પ્રતિક્રમણને ભૂતકાળ સાથે સંબંધ છે. ભૂતકાળમાં જે કંઈ દોષ થયા હોય તેને માટે ક્ષમા માગવી તેને પ્રતિક્રમણ કહે છે. વર્તમાન સમયમાં થતા દોષોને અપ્રમત્તભાવે અટકાવવા તેને “સંવર' કહે છે. ભવિષ્યમાં પોતાનાથી કંઈ પાપ ન થાય તે માટે પ્રતિજ્ઞા લેવી તેને પચ્ચકખાણ' કહે છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ માટે આમ ત્રણ જુદા જુદા પારિભાષિક શબ્ધ જૈન ધર્મમાં વપરાય છે. તેમ છતાં શાસ્ત્રકારો ત્રણે કાળને આશ્રીને પ્રતિક્રમણ' શબ્દનો વિશિષ્ટ અર્થ ઘરાવે છે. કઈ કઈ કક્ષાના મનુષ્યથી કઈ કઈ બાબતમાં શિથિલાચાર થવાનો સંભવ છે તેનો પરામર્શ કરી વ્રત, આચાર ઇત્યાદિની બાબતમાં જૈન ધર્મમાં સૂક્ષ્મ વિચાર કરવામાં આવ્યો છે. - સાધુ-સાધ્વીઓને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોને વિષે લાગેલા દોષોને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. ગૃહસ્થોએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતોને વિશે જે કંઈ અતિચાર થયા હોય તેને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીચાર એ પંચાચારના પાલનની બાબતમાં જે કંઈ દોષ લાગ્યો હોય તેને માટે પ્રતિક્રમણ કરવાનું હોય છે. તદુપરાંત, પાંચ વ્રત, પાંચ આચાર, પચીસ પ્રકારના મિથ્યાત્વની બાબતમાં દોષો સહિત અઢાર પાપસ્થાનક માટે પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે. સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા સંલેખના વ્રત ધારણ કરે તો તેના પાંચ અતિચારો વિષે પ્રતિક્રમણ કરવાનું હોય છે. પર્વ દિવસના પ્રતિક્રમણમાં અતિચારોના નામ – પ્રકારના પઠન પછી તે દરેક માટે ક્ષમા માગવાની હોય છે. અલબત્ત, એ અતિચારોમાંના કેટલાક આજે કાલગ્રસ્ત બન્યા છે અને કેટલાક નવા અતિચારો પ્રચલિત થવા લાગ્યા છે.) પ્રતિક્રમણનાં મોટા ભાગનાં સૂત્રો અર્ધમાગધી ભાષામાં છે. નવકારમંત્ર, લોગ્ગસ્ટ, ઈરિયાવહી, નમુસ્કુર્ણ, ઉવસગ્ગહર ઇત્યાદિ અર્ધમાગધી સૂત્રો પરાપૂર્વથી પ્રતિક્રમણ ક ૧૧૭ Page #166 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યાં આવે છે. કેટલાક એવો મત દર્શાવે છે કે આવાં સૂત્રોની ભાષા સમજાતી નથી, માટે તેને અર્વાચીન ભાષામાં મૂકવાં જોઈએ. એથી યુવાન વર્ગ પણ પ્રતિક્રમણ તરફ આકષય. અને પોતે શી ક્રિયા કરે છે તેની સૌને સમજ પડે, કારણ કે સમજ પડે તો ભાવ વધુ આવે. એક અપેક્ષાએ આ વાત સાચી છે. પરંતુ બીજી અપેક્ષાએ જોઈએ તો આ સૂત્રોને લીધે જ પંજાબ, રાજસ્થાન, ઉત્તર ભારત, કચ્છ, ગુજરાત કે દક્ષિણ ભારતમાં વસતા કે યુરોપ, અમેરિકા, મલેશિયા તથા જાપાન વગેરે દેશોમાં જૈનોની પ્રતિક્રમણ વિધિમાં સરખાપણું રહ્યું છે અને એથી સંઘની એકતા પણ જળવાઈ રહી છે. વળી આ સૂત્રો ગણધરો કે મહર્ષિ જેવા પૂર્વાચાર્યોએ રચેલાં છે. એમની આર્ષવાણીમાં મંત્રશક્તિ રહેલી છે. કેટલાંક સૂત્રોનું તો અઢી હજાર વર્ષથી સતત ઉચ્ચારણ, પઠન-પાઠન થતું આવ્યું છે. એ સૂત્રના શ્રદ્ધાપૂર્વક પઠનથી અનેરો ઉલ્લાસ અનુભવાય છે. એની સ્વાનુભવયુક્ત પ્રતીતિ અનેકને થયેલી છે. એ સૂત્રોને પોતાની અર્વાચીન ભાષામાં ઉતારવાથી મૂળ કર્તાનો ભાવ કેટલો આવશે તે શંકાસ્પદ છે. વળી સમયે સમયે નવેસરથી અનુવાદ કરવા પડશે. એટલે સૂત્રોનો અર્વાચીન ભાષામાં અનુવાદ કરીને તે ઉચ્ચારવાં તેના કરતાં સૂત્રને મૂળ સ્વરૂપે ઉચ્ચારવા એ જ વધુ હિતાવહ છે. અનુભવીઓ એમ કહે છે કે અર્થ ન જાણવા છતાં પણ જેઓ કંઠસ્થ કરીને એ સૂત્રોને શ્રદ્ધા અને વિધિપૂર્વક ઉચ્ચારે છે, તેનો આત્મવિશ્વાસ વધે છે, તેના કષાયો મંદ થાય છે; તેનો આત્મા નિર્મળ થાય છે; સમય જતાં સૂત્રોના અર્થ સમજવાની જિજ્ઞાસા પણ તેનામાં જન્મે છે. આ શ્રદ્ધા અને સ્વાનુભવનો જેટલો વિષય છે તેટલો તર્ક કે વ્યવહારનો નથી, અને એટલા માટે જ હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી કે બીજા મહાન જ્ઞાની આત્માઓએ પણ પોતાના સમયમાં આ સૂત્રોને પોતાની ભાષામાં ફેરવવાનું વિચાર્યું નથી. અર્થ ન જાણવા છતાં યહૂદીઓ પોતાની પ્રાર્થના હિબ્રુ ભાષામાં કરે છે; મુસલમાનો અરબીમાં, પારસીઓ અવેસ્તામાં, ચીન, જાપાન, કોરિયા વગેરે દેશના બૌદ્ધધર્મીઓ પાલિ ભાષામાં પોતાની પ્રાર્થના કરે છે. અનેક સૈકાઓથી આવી પરંપરા જગતના તમામ ધર્મોમાં જોવા મળે છે. એનું કારણ એ છે કે જેઓ સાચા ધર્માભિમુખ છે, જેઓ માત્ર બુદ્ધિથી નહિ પણ અંતરથી ધર્મ તરફ વળેલા છે તેઓને પ્રાચીન ભાષા ક્યારેક અંતરાયરૂપ થઈ નથી, બલ્ક એ ભાષા તરફ તેમનો અનુરાગ વધે છે. એટલે પ્રતિક્રમણનાં સૂત્રોને ગુજરાતી, કચ્છી, રાજસ્થાની, હિન્દી, પંજાબી, કન્નડ, તમિળ, બંગલા–અંગ્રેજી, જર્મન કે જાપાની ભાષામાં ઉતારીને એ પ્રમાણે પ્રતિક્રમણ કરવા કરતાં જરાક સરખો પુરુષાર્થ કરીને, અર્થ સમજીને, ગણધરો અને પૂર્વાચાર્યોની ભાષાને પોતાની બનાવવી એમાં વધુ શ્રેય રહેલું છે. વ્યવહાર અને તર્કથી કદાચ ૧૧૮ ક જૈન આચારદર્શન Page #167 -------------------------------------------------------------------------- ________________ આ વાત તરત પ્રતીત નહિ થાય, પરંતુ શ્રદ્ધા અને ભાવયુક્ત સ્વાનુભાવ જેને થયો હશે તેને આ વાતની પ્રતીતિ અવશ્ય થઈ હશે. પ્રતિક્રમણની મૂળભૂત ભાવનાયુક્ત પરંપરા જેનોના તમામ ફિરકાઓમાં અદ્યાપિ પર્વત જળવાઈ રહી છે, તો પણ તેની ક્રિયાવિધિમાં થોડાક ફેરફારો થયેલા છે, કારણ કે કોઈ પણ સમાચારી સર્વકાલ અને સર્વ સ્થળ વિશે એક સરખી ટકે નહિ. શ્વેતાંબર અને દિગંબર પરંપરાની ક્રિયાવિધિમાં ફરક છે. શ્વેતાંબરમાં પણ મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથીના પ્રતિક્રમણમાં પણ કેટલાક ફેરફારો થયેલા છે. મૂર્તિપૂજકમાં પણ તપગચ્છ, ખતરગચ્છ, અચલગચ્છ, પાર્જચંદ્રગચ્છની પ્રતિક્રમણની વિધિમાં પણ થોડો થોડો ફેર છે. સમયે સમયે આવા થોડા ફેરફારો તો થતા રહ્યા છે અને થતા રહેવાના. તેમ છતાં પ્રતિક્રમણના મૂળભૂત ઉદ્દેશ અને મહત્ત્વની ક્રિયા વિશે જ્યાં સુધી એકતા છે ત્યાં સુધી પ્રતિક્રમણની પરંપરા ચાલ્યા કરશે. દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણ કરતાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં વધારે પુરુષાર્થની અપેક્ષા હોવાથી તેમાં કેટલાંક સૂત્રો અને મોટા કાઉસગ્નનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. પાક્ષિકમાં બાર લોગસ્સ, ચાતુર્માસિકમાં ૨૦ લોગસ્સ અને સાંવત્સરિકમાં એક નવકારસહિત ૪૦ લોન્ગસ્સનો કાઉસગ્ન કરવાનું શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયમાં ફરમાવવામાં આવ્યું છે. દિગમ્બર પરંપરામાં શ્વાસોચ્છવાસ પ્રમાણ નવકારમંત્રનો કાઉસગ્ગ કરાય છે. દિગમ્બરોમાં દૈવસિક પ્રતિક્રમણમાં ૧૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણ, રાત્રિકમાં ૫૪ શ્વાસોશ્વાસ પ્રમાણ, પાક્ષિકમાં ૩00, ચાતુમાંસિકમાં ૪૦૦ અને સાંવત્સરિકમાં ૫૦૦ શ્વાસોશ્વાસ પ્રમાણ નવકાર મંત્રનો કાઉસગ્ગ હોય છે. ગચ્છ અને ફિરકાના ભેદે લોગસ્સ કે નવકારની સંખ્યામાં કેટલાક ફેરફારો થયેલા છે. પ્રતિક્રમણ એ જેનોની ધાર્મિક ક્રિયા છે. પર્યુષણ પર્વ આવે એટલે પ્રતિક્રમણની ક્રિયા કરનારાઓની સંખ્યા વધે. સંવત્સરીને દિવસે સાંજે જૈન લોકો પોતપોતાના સમુદાયમાં એકત્ર થઈ પ્રતિક્રમણ કરી પરસ્પર ક્ષમાયાચના કરે છે, પોતાનાથી જાણતાં કે અજાણતાં થયેલા દોષોને માટે સંઘની સાક્ષીએ ક્ષમા માગે છે અને બીજાના જે કંઈ દોષ પોતાના પ્રતિ થયા હોય તેના માટે ક્ષમા આપે છે. લાખો જૈન લોકોની લગભગ એક જ સમયે થતી આ શુદ્ધીકરણની ક્રિયામાં જબરું બળ રહેલું છે. કેટલાય લોકો બધીય ક્રિયાનો અર્થ ન જાણતાં હોવા છતાં માત્ર દેખાદેખીથી, લજ્જા કે સંકોચથી અથવા ગતાનુગતિક રૂઢ શ્રદ્ધાથી આ ક્રિયા કરતાં હશે તોપણ વિશાળ પ્રતિક્રમણ - ૧૧૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ સમૂહમાં, ગુરુ અને સંઘની સાક્ષીએ શુદ્ધીકરણ માટે થતી આ ક્રિયાનો પ્રભાવ સમુદાયિક ચેતના ઉપર ઘણો મોટો પડે છે. એના ધાર્મિક કે આધ્યાત્મિક મૂલ્યની સાથે સામાજિક દૃષ્ટિએ પણ એનું મૂલ્ય ઘણું મોટું છે. કેટલાક દલીલ કરે છે કે ખરી જરૂર તો હૃદય-પરિવર્તનની છે અને તે તો માણસ ઘરે બેઠાં એકલો સારી રીતે કરી શકે તેમ છે. એ માટે આ બધી દ્રવ્ય ક્રિયા કરવાની, દેખાડો કરવાની કોઈ આવશ્યકતા નથી. આવી દ્રવ્ય ક્રિયા કરનારાઓની ટીકા, નિંદા, કે હાંસી કરનારો અમુક નિંદક–સમીક્ષક વર્ગ હંમેશાં રહેવાનો, પરંતુ જેમણે એક વાર પણ સમજણપૂર્વક અર્થભાવ સહિત આવી ક્રિયા કરી હશે તેઓ પછીથી એ ક્રિયાના ટીકાકાર રહેતા નથી. શાસ્ત્રકારે કહ્યું છે : अविहिकया वरमक्रयं उस्सुअवयणं वयति सव्वणु। पायच्छित्तं जग्हा अकए गुरुअं कए लहुअं॥ અવિધિએ કરવા કરતાં નહિ કરવું એ શ્રેષ્ઠ છે એવા વચનને સર્વજ્ઞો ઉસૂત્ર વચન કહે છે, કારણ કે નહિ કરનારને ગુરુ મોટું પ્રાયશ્ચિત્ત અને અવિધિએ કરનારને લઘુ (નાનું) પ્રાયશ્ચિત્ત આવે છે. આમ પ્રતિક્રમણ એ જૈન આચારધર્મનો પાયો છે. આત્માની નિર્મળતા માટેનું અમોઘ સાધન છે. ચારિત્રધર્મના પ્રાણ તરીકે તેની ગણના થાય છે. દિવસે કે રાત્રિ દરમિયાન પોતાનાથી કંઈ પણ દોષ ન થયેલો હોય તોપણ વિધિપૂર્વક પ્રતિક્રમણ કરવું એ આવશ્યક કર્તવ્ય મનાયું છે. રોગ હોય તો તેનું નિવારણ કરે અને ન હોય તો તે શરીરને બળ આપે એવા પ્રકારના ઔષધ તરીકે પ્રતિક્રમણને ગણાવાયું છે. ભગવાન મહાવીરના સમયથી ચાલી આવેલી આ પ્રતિક્રમણ વિધિએ અનેક જીવાત્માઓ ઉપર અનંત ઉપકારો કર્યા છે. ભાવ પ્રતિક્રમણ તો બે-ચાર મિનિટમાં પૂરું થઈ શકે છે, પરંતુ દ્રવ્યપ્રતિક્રમણ એ એક પ્રકારની યોગક્રિયાયુક્ત સાધના છે. એના સતત અભ્યાસ વગર ભાવ પ્રતિક્રમણમાં સ્થિર રહેવું ઘણું કઠિન છે. એટલે જ આત્માર્થીઓ માટે ભાવયુક્ત દ્રવ્ય પ્રતિક્રમણ અનિવાર્ય મનાયું છે. ૧૨૦ * જૈન આચારદર્શન Page #169 -------------------------------------------------------------------------- ________________ કાઉસગ્ગ કાઉસગ્ગ' શબ્દ સંસ્કૃત છાયો શબ્દ ઉપરથી આવેલો છે. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ વિથ ૩ યિોત્સા ઉત્સર્ગ એટલે છોડી દેવું, ત્યજી દેવું. કાયોત્સર્ગ એટલે કાયાના હલનચલનાદિ વ્યાપારોને છોડી દેવા અથવા કાયાને છોડી દેવી – ત્યજી દેવી. અર્થાત્ શરીર પરની મમતા છોડી દેવી. જૈન શાસ્ત્રગ્રંથોમાં કાયોત્સર્ગ ઉપરાંત વૃત્સિ શબ્દ પણ વપરાયો છે. બૃત્ય એટલે વિશેષપણે છોડી દેવું. ઉપરથી અર્ધમાગધી ‘ઉસગ્ગ' શબ્દ આવેલો છે. કાઉસગ્નની વ્યાખ્યા શાસ્ત્રકારો નીચે પ્રમાણે આપે છે: (9) દે મમત્વનિરાસ વાયોત્સfe | અથવા (२) परिमितकालविषया शरीरे ममत्वनिवृत्ति: कायोत्सर्गः । કાઉસગ્નમાં નિયત અથવા અનિયત સમયને માટે શરીરને સ્થિર કરી, શરીર પરના મમત્વને દૂર કરી, સાધક જિનેશ્વર ભગવાનના ક્ષમા આદિ ઉત્તમ ગુણોનું ચિંતન કરતાં કરતાં આત્મસ્વરૂપમાં લીન થાય છે. ભગવાન મહાવીરે તપના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. એમાં છ પ્રકાર બાહ્ય તપના છે અને છ પ્રકાર આવ્યંતર તપના છે. બાહ્ય તપના પ્રકાર આ પ્રમાણે છે : અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. આત્યંતર તપના પ્રકાર નીચે પ્રમાણે છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાઉસગ્ગ. બાહ્ય તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું છે, અને આત્યંતર તપમાં કાઉસગ્ગને ઊંચામાં ઊંચું, છેલ્લું સ્થાન આપવામાં આવ્યું છે. તપથી કર્મની નિર્જરા ઉસગ્ગ ૧૨૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ થાય છે. એટલે કે કર્મની નિર્જરાને માટે કાયોત્સર્ગ અથવા કાઉસગ્ગ મોટામાં મોટા પ્રકારનું તપ છે. આત્યંતર તપમાં ધ્યાન કરતાં પણ કાઉસગ્નને ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે, એ પરથી પણ એનું મહત્ત્વ સમજી શકાશે. એનું કારણ એ છે કે ધ્યાનમાં મન અને વાણી ઉપર સંયમ કે નિયંત્રણ હોય છે. શરીર ઉપરનું નિયંત્રણ હોય તો તે ઈષ્ટ છે, પરંતુ એની અનિવાર્યતા હોતી નથી. કાઉસગ્નમાં તો મન અને વાણીના સંયમ અથવા નિયંત્રણ ઉપરાંત શરીર ઉપરના સંપૂર્ણ નિયંત્રણની પૂરેપૂરી અપેક્ષા રહે છે. નિયંત્રણથી ઇન્દ્રિયો તથા ચિત્ત સંયમમાં આવી જાય છે. માત્ર વાણીના સંયમને મૌન કહેવામાં આવે છે. વાણી અને મન બંને ઉપરના સંયમને ધ્યાન કહેવામાં આવે છે અને વાણી, મન તથા કાયા – એ ત્રણેની સ્થિરતાને કાઉસગ્ગ કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે કાઉસગ્નમાં ધ્યાન અપેક્ષિત છે. એકલા ધ્યાન કરતાં કાઉસગ્ગ-ધ્યાનને વધારે ચડિયાતું ગણવામાં આવ્યું છે, કારણ કે કાઉસગ્ન-ધ્યાન વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તીર્થંકર પરમાત્માઓ કાઉસગ્ગ-મદ્રામાં જ કેવળજ્ઞાન પામે છે અને નિર્વાણ પણ કાઉસગ્ગ-મુદ્રામાં જ પામે છે. એટલે જ કાઉસગ્ગની એ મુદ્રાઓને “જિનમુદ્રા' પણ કહેવામાં આવે છે. ઉપદેશપ્રાસાદમાં પૂ. લક્ષ્મીસૂરિએ કહ્યું છે : प्रायो वाङ्मनसोरेव, स्याद ध्याने हि नियंत्रणा । कायोत्सर्गे तु कायस्याप्यतो ध्यानात् फलं महत् ॥ [ધ્યાનમાં પ્રાયઃ વાણી અને મનની જ નિયંત્રણા હોય છેપરંતુ કાયોત્સર્ગમાં તો કાયાની પણ નિયંત્રણા થાય છે. એટલા માટે ધ્યાન કરતાં કાયોત્સર્ગનું ફળ મોટું છે.] અલબત્ત ધ્યાન અને કાઉસગ્ગ ઘણે અંશે પરસ્પરાવલંબી તપ છે તે ભૂલવું ન જોઈએ. જ્યાં ધ્યાન છે ત્યાં અનુક્રમે કાયાની સ્થિરતા આવવાનો સંભવ છે અને જ્યાં કાઉસગ્ગ છે ત્યાં ધ્યાન પ્રવર્યા વગર રહેતું નથી. મનુષ્યના જીવનમાં કાયા, શ્વાસોચ્છવાસ, વાણી અને મન એ ચારે ચંચલતાથી, પ્રકંપનથી ભરેલાં છે. એને સ્થિર કરવાની ક્રિયાને જો ધ્યાન કહેવામાં આવે તો ફક્ત કાયાની સ્થિરતાને કાયિક ધ્યાન, શ્વાસોચ્છવાસની મંદતા અથવા સ્થિરતાને અનાપાન ધ્યાન, વાણીની સ્થિરતાને વાચિક ધ્યાન અને મનની સ્થિરતાને માનસિક ધ્યાન કહી શકાય. એ ચારેનો સમન્વય થાય તો ઉત્તમ કાઉસગ્ન-ધ્યાન બને. કાઉસગ્ગ આપણી આવશ્યક ક્રિયાઓમાંની એક ક્રિયા છે. સામાયિક, ૧૨૨ જૈન આચારદર્શન Page #171 -------------------------------------------------------------------------- ________________ ચવિસત્થો (ચોવીસ તીર્થંકરોની સ્તુતિ), ગુરુવંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચક્ખાણ, એમ છ પ્રકારની ક્રિયાઓને આવશ્યક તરીકે ગણાવી છે. આવશ્યક એટલે અવશ્ય અચૂક ક૨વા જેવી આ ક્રિયાઓ દરેકે રોજેરોજ ઓછામાં ઓછી બે વા૨ ક૨વી જોઈએ. આ ક્રિયાઓમાં પાંચમી ક્રિયા તે કાઉસગ્ગ છે અને તે પંચમ ગતિને, એટલે કે મોક્ષને અપાવનારી છે એમ કહેવાય છે. - કાઉસગ્ગમાં ઘણુંખરું નવકારમંત્રનું અથવા લોગસ્સનું ધ્યાન ધરવામાં આવે છે. ક્યારેક અતિચારોનું, જિનેશ્વર ભગવંતના ઉત્તમ ગુણોનું, આત્મસ્વરૂપનું ધ્યાન પણ ધરાય છે. નવકારમંત્ર દ્વારા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરાય છે. લોગસ્સમાં ભગવાન ઋષભદેવથી તે મહાવી૨ સ્વામી સુધીના ૨૪ તીર્થંકરોનું ધ્યાન ધરતાં ધરતાં પોતાને એવી સિદ્ધ દશા પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના સહિતનું ધ્યાન ધરાય છે. નવકારમંત્રનો કાઉસગ્ગ આઠ શ્વાસોચ્છ્વાસના પ્રમાણનો ગણાય છે. લોગસ્સનો કાઉસગ્ગ પચીસ ઉચ્છ્વાસપ્રમાણ કરવાનો હોય છે. - એટલા માટે શ્વાસોચ્છ્વાસ-પ્રમાણ લોગસ્સનો કાઉસગ્ગ ચંદેસુ નિમલ્લયા' એ પદ સુધીનો ક૨વાનો હોય છે. લોગસ્સ સૂત્ર ગણધરરચિત મનાય છે. એ સૂત્ર મંત્રગર્ભિત છે અને એની સાથે યોગપ્રક્રિયા જોડાયેલી છે. લોગસ્સમાં દર સાતમા તીર્થંકર પછી, એટલે કે સાત, ચૌદ અને એકવીસમા તીર્થંકરના નામ પછી જિણ’ શબ્દ વપરાયો છે. સાત તીર્થંકરોના નામોચ્ચાર સાથે એક વર્તુળ પૂરું થાય છે. ચોવીસ તીર્થંકરોના નામોચ્ચાર સાથે એ રીતે સાડા ત્રણ વર્તુળ થાય છે. આપણા શરીરમાં મૂલાધાર ચક્ર પાસે આવેલી કુંડલિની શક્તિ, સાડા ત્રણ વર્તુલની છે. લોગસ્સમાં કાઉસગ્ગ દ્વારા આ કુંડલિની શક્તિને જાગ્રત કરવાની હોય છે. એટલા માટે લોગસ્સના કાઉસગ્ગમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા પ્રત્યેક પદ સાથે (પાયસમાં ૩સાસા) જોડવાની હોય છે. પ્રતિક્રમણમાં લોગસ્સનો કાઉસગ્ગ કરાય છે. જેમ પ્રતિક્રમણ મોટું તેમ કાઉસગ્ગ પણ મોટો. દૈનિક પ્રતિક્રમણમાં ચાર લોગસ્સનો, પાક્ષિક બારનો, ચાતુર્માસિકમાં વીસનો અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ચાલીસ લોગસ્સ ઉપરાંત એક નવકારનો એટલે કુલ ૧૦૦૮ શ્વાસોચ્છ્વાસનો કાઉસગ્ગ કરાય છે, કારણ કે ૧૦૦૮ની સંખ્યા મહિમાવંતી છે. જે વ્યક્તિ લોગસ્સનો કાઉસગ્ગ શ્વાસોચ્છ્વાસનું બરાબર ધ્યાન રાખીને કરે છે, તે કાઉસગ્ગ દ્વારા વિશિષ્ટ શક્તિ અનુભવે છે. જેઓ પ્રાણાયામ સાથે નવકારમંત્ર કે લોગસ્સનો કાઉસગ્ગ કરવાને અસમર્થ હોય છે, તેઓ મંત્ર કે સૂત્રના વાચિક કે માનસિક જાપ કરવા સાથે કાઉસગ્ગ કરી કાઉસગ્ગ ૧ ૧૨૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ શકે છે. અલબત્ત પ્રાણાયામ સાથેના કાઉસગ્ગ કરતાં આવા કાઉસગ્ગનું ફળ ઓછું છે, એવું શાસ્ત્રકારોએ દર્શાવ્યું છે. કાયોત્સર્ગ વિવિધ હેતુઓથી કરાય છે. કોઈ શુભ કાર્યમાં બાધા, વિઘ્ન કે અંતરાય ન આવે તે માટે પ્રારંભમાં કાઉસગ્ગ થાય છે. તેવા કાર્યની પૂર્ણાહુતિ પછી પણ કાઉસગ્ગ કરાય છે. ક્રોધ, માન, માયા અને લોભના ઉપશમ માટે, દુઃખક્ષય માટે કે કર્મક્ષય માટે, દોષોની આલોચના માટે, શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા, ભુવનદેવતા, શાસનદેવતા વગેરેની આરાધના માટે, પ્રાયશ્ચિત્ત માટે, છીંક, અપશુકન વગેરેના નિવારણ માટે, જિનેશ્વર દેવોના વંદન-પૂજન માટે, તપચિંતન માટે, નવપદ, વીસ સ્થાનક, સૂરિમંત્ર વગેરેની આરાધના માટે, તીર્થયાત્રા માટે, કુસ્વપ્ન-દુઃસ્વપ્ન નિષ્ફળ બનાવવા માટે, પ્રતિષ્ઠા, અંજનશલાકા ઇત્યાદિ ક્રિયાઓ પ્રસંગે, દીક્ષા, પદવી, યોગોહન, ઉપધાન ઇત્યાદિ ક્રિયાઓ પ્રસંગે, સાધુ-સાધ્વીઓના કાળધર્મ પ્રસંગે, ઉત્તરીક૨ણ માટે, પ્રાયશ્ચિત્ત માટે, વિશુદ્ધિકરણ માટે, નિઃશલ્ય થવા માટે, પાપનો ક્ષય કરવા માટે મોક્ષપ્રાપ્તિ માટે એમ વિવિધ પ્રસંગે હેતુઓ માટે જૈન શાસ્ત્રોમાં કાઉસગ્ગ કરવાનું વિધાન જોવા મળે છે. ટૂંકમાં કહેવું હોય તો કહેવાય કે કાઉસગ્ગ વગરની કોઈ ક્રિયા નથી. જૈન ધર્મમાં આ રીતે કાઉસગ્ગ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પચ્ચક્ખાણ, ઇત્યાદિ રોજની કેટલીક ધર્મક્રિયાઓમાં પણ કાઉસગ્ગ અનિવાર્ય મનાયો છે. ‘ઇર્યાવહી', ‘તસ્સુત્તરી’, ‘કમિ ભંતે', ‘અન્નત્થ', ‘અરિહંત ચેઇયાણું, ‘વૈયાવચ્ચગરણ' ઇત્યાદિ સૂત્રોમાં કાઉસગ્ગના હેતુ, આગા૨, ક્રિયા વગેરે અર્થસભર શબ્દોમાં દર્શાવવામાં આવ્યા છે. ‘ચૈત્યવંદન-ભાષા’માં કહ્યું છે. चउ तस्स उत्तरीकरण पमुह सद्धाइआ य पण हेऊ । वेयावच्चगताई तिण्णि इअ રૂડ-વારમાં || - ‘તસ્સ ઉત્તરીકરણ’ પ્રમુખ ચાર હેતુઓ, ‘સટ્ટાએ, મેહાએ...’ ઇત્યાદિ પાંચ હેતુઓ અને વૈયાવચ્ચઞરાણં' પ્રમુખ ત્રણ હેતુઓ, એમ કુલ બાર હેતુઓ કાયોત્સર્ગના જાણવા. ‘તસ્સ ઉત્તરીકરણ’ના ચાર હેતુઓ છે : (૧) થયેલાં પાપોની આલોચના માટે, (૨) પાપના પ્રાયશ્ચિત્ત માટે, (૩) અંતરની વિશુદ્ધિ માટે અને (૪) નિઃશલ્ય થવા માટે. ‘સદ્ધાએ, મેહાએ...’ ઇત્યાદિ પાંચ હેતુઓ છે : (૧) શ્રદ્ધાની વૃદ્ધિ માટે, (૨) મેધા નિર્મળ થવા માટે, (૩) ચિત્તની સ્વસ્થતા માટે, (૪) ધારણાની વૃદ્ધિ માટે અને (૫) અનુપ્રેક્ષા માટે. વેયાવચ્ચગરાણં' પ્રમુખ ત્રણ હેતુઓ છે : (૧) સંઘના વૈયાવૃત્ય માટે, (૨) રોગાદિ ઉપદ્રવોને શાંત કરવા માટે અને (૩) સમ્યગ્ ૧૨૪ * જૈન આચારદર્શન - Page #173 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિઓને રામાધિ કરાવવા માટે દેવ-દેવીઓની આરાધના નિમિત્તે. આમ, બાર હેતુઓ માટે “કાઉસગ્ગ’ બતાવવામાં આવ્યો છે. કાયોત્સર્ગમાં દેહની મમતાના ત્યાગ ઉપર ભાર મુકાયો છે. દેહને સ્થિર કરી દેવામાં આવ્યો હોય પરંતુ સ્કૂલ દેહ પ્રત્યે પ્રબળ આસક્તિ રહ્યા કરતી હોય તો તે કાયોત્સર્ગ માત્ર સ્થૂલ બની રહે છે. જ્યાં સુધી શરીર પ્રત્યેની આસક્તિ છે ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધૂરી રહે છે. સાધનામાં શરીરની મમતા બાધારૂપ બને છે. સાધક પોતાના દેહને સ્નાનવિલેપન ઈત્યાદિ દ્વારા સુશોભિત, વસ્ત્ર-અલંકાર ઇત્યાદિ દ્વારા સુસજ્જ અને મંડિત કરવામાં રચ્યોપચ્યો રહે છે ત્યાં સુધી એણે કરેલો કાઉસગ સારો કાઉસગ્ગ બનતો નથી, કારણ કે દેહરાગનો ત્યાગ તે સાચા કાઉસગ્નનું પ્રથમ લક્ષણ છે. શરીરની મમતા ઓછી થવા લાગે અથવા છૂટે તો માણસ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરવા માટે, દેહાધ્યાસ છોડવા માટે, આત્મામાં લીન બનવા માટે કાયોત્સર્ગ મોટામાં મોટું સાધન છે. કાયોત્સર્ગમાં શરીરની નિશ્ચલતા પર્વત જેવી અચલ હોવી જોઈએ. દેહાધ્યાસ ઓછો થાય ત્યારે કાઉસગ્નમાં સ્થિર થયેલા માણસને ડાંસ – મચ્છર કરડે તોપણ માણસ નિશ્ચલ રહી શકે છે. ઊંચી કોટિએ પહોંચેલા મહાત્માઓ ઘોર ઉપસર્ગો થાય તોપણ કાઉસગ્ગ – ધ્યાનમાંથી ચલિત થતા નથી. કાઉસગ્ગ – ધ્યાનમાં રહેલા સાધકને કોઈ ચંદનનું વિલેપન કરે તોપણ પ્રસન્નતા અનુભવે અને કોઈ તાડનછેદન કરે તો તે આર્ત-રૌદ્ર ધ્યાન ન ધરે. “આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે મનુષ્ય, તિર્યંચ કે દેવ દ્વારા ઉપસર્ગ થાય તોપણ જે સમતાપૂર્વક સહન કરે છે તેને કાઉસગ્ગ વિશુદ્ધ હોય છે. तिविहाणुवसग्गाणं दिव्वाणं माणुसाण तिरियाणं । सम्माहयासणाए काउसग्गो हवइ सुद्धो॥ आवश्यक नियुक्ति - १५४९ | જિનદાસગણિએ કાઉસગ્નના બે મુખ્ય પ્રકાર બતાવ્યા છે: દ્રવ્ય- કાઉસગ્ગ અને ભાવ-કાઉસગ્ગ. દ્રવ્ય-કાઉસગ્નમાં શરીરની ચંચળતા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર થવાનું હોય છે. સાધક જ્યારે એવી રીતે દ્રવ્ય-કાઉસગ્નમાં સ્થિર થઈને ધર્મધ્યાન અને શુકલ-ધ્યાનમાં મગ્ન બને છે ત્યારે એનો કાઉસગ્ગ ભાવકાઉસગ્ગ બને છે. ભાવ-કાઉસગ્નમાં સાંસારિક વાસનાઓના ત્યાગ ઉપર, આર્ત અને રૌદ્ર ધ્યાનના ત્યાગ ઉપર, કષાયોના ત્યાગ ઉપર તથા અશુભ કર્મબંધનના ત્યાગ ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ાઉસગ્ગ કે ૧૨૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉત્થિત, આસિત અને શાયિત એમ મુખ્ય ત્રણ પ્રકારના કાઉસગ્ગમાં ઉત્થિત કાઉસગ્ગ સર્વશ્રેષ્ઠ મનાયો છે. આ પ્રકારનો કાઉસગ્ગ કરનારે સીધા ટટ્ટાર ઊભા રહેવું જોઈએ. બે પગ સરખા રહેવા જોઈએ અને બંને પગ ઉપર સરખો ભાર રહેવો જોઈએ. બંને એડી પાછળથી જોડેલી અને બંને પંજા વચ્ચે ચાર આંગળનું અંતર હોવું જોઈએ. બંને હાથ બંને બાજુ સીધા લટકતા હોવા જોઈએ. દૃષ્ટિ સીધી સામે અથવા નાસાગ્ર ઉપર સ્થિર હોવી જોઈએ. લશ્કરી તાલીમમાં Attention Position (સાવધાન) કરાવાય છે તેવો કાઉસગ્ગ હોવો જોઈએ. આવા પ્રકારના કાઉસગ્ગને કાયાની દૃષ્ટિએ વિશુદ્ધ કહ્યો છે. ‘આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છે : वोसिरियबाहुजुगले, चउरंगुले अंतरेण समपादो । सव्वगचलणरहिओ, काऊसग्गो विसुद्धो दु ॥ १५९ ॥ ભાવાર્થ : તે કાયોત્સર્ગ વિશુદ્ધ છે જેમાં પુરુષ બંને હાથ લાંબા કરીને, સમપાદ ઊભો રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે તે તથા શરીરનો કોઈ પણ ભાગ હલાવતો નથી. આસિત કાઉસગ્ગમાં સાધકે પદ્માસન કે સુખાસનમાં બેસી, કરોડરજ્જુ સીધી ટટ્ટાર રાખી, બંને હાથ બંને ઢીંચણ ઉ૫૨ ખુલ્લી હથેળી સાથે ગોઠવી (અથવા બંને હથેળી ચરણ ઉપર નાભિ પાસે એકની ઉપર એક એમ ગોઠવી), દૃષ્ટિ સામેની દિશામાં સીધી અથવા નાસગ્ર ઉપર સ્થિર કરવી જોઈએ. શાયિત કાઉસગ્ગમાં શવાસનમાં હોઈએ તેવી રીતે સૂતાં સૂતાં, હાથ-પગ ફેલાવ્યા કે હલાવ્યા વગર શરીરને ઢીલું રાખી સૃષ્ટિને સ્થિર કરવાની હોય છે. શરીર અને ચિત્તની જુદી જુદી અવસ્થાને લક્ષમાં રાખી નીચે પ્રમાણે ચા૨ પ્રકારના કાઉસગ્ગ બતાવવામાં આવ્યા છે: (૧) ઉત્થિત-ઉત્થિત (૨) ઉત્થિત-નિવિષ્ટ (૩) ઉપવિષ્ટ-ઉત્થિત (૪) ઉપવિષ્ટ-નિવિષ્ટ કાયોત્સર્ગ મુદ્રામાં સાધક જ્યારે ઊભો હોય છે અને એનું ચિત્ત જાગ્રત હોય છે, તથા અશુભ ધ્યાનનો ત્યાગ કરીને શુભ ધ્યાનમાં તે લીન હોય છે ત્યારે ઉત્થિતઉત્થિત પ્રકારનો કાઉસગ્ગ થાય છે. સાધક જ્યારે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભો હોય છે, પરંતુ એનું મન સાંસારિક વિષયોમાં રોકાયેલું હોય છે, અર્થાત્ આર્ત્ત કે રૌદ્રના પ્રકારનું અશુભ ધ્યાન એના ચિત્તમાં ચાલતું હોય છે ત્યારે ઉત્થિત-નિવિષ્ટ પ્રકારનો કાઉસગ્ગ બને છે. ૧૨૬ જૈન આચારદર્શન Page #175 -------------------------------------------------------------------------- ________________ કેટલીક વાર સાધક વૃદ્ધાવસ્થાને કારણે કે શારીરિક અશક્તિને કારણે ઊભો રહી શકતો નથી, ત્યારે પદ્માસન કે સુખાસનમાં બેસી કાઉસગ્ન કરે, પરંતુ એનું જાગ્રત અપ્રમત્ત ચિત્ત જો ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં લીન બન્યું હોય તો તે ઉપવિષ્ટઉત્થિત પ્રકારનો કાઉસગ્ન થાય છે. સાધક તંદુરસ્ત અને સશક્ત હોય છતાં પ્રમાદ અને આળસને કારણે બેઠાં બેઠાં કાઉસગ્ગ કરે. વળી કાઉસગમાં તે અશુભ વિષયોનું ચિંતન કરે અર્થાત્ એની ચિત્તશક્તિ પણ ઊર્ધ્વ બનવાને બદલે બેઠેલી રહે ત્યારે ઉપવિષ્ટ-નિવિષ્ટ પ્રકારનો કાઉસગ્ન થાય છે. ભદ્રબાહુસ્વામીએ શરીરની સ્થિતિ તથા મનના ભાવ એ બંને અનુસાર વધુ પ્રકાર પાડી કાઉસગ્નના નવ પ્રકાર બતાવ્યા છે. કાઉસગ્ગ ઊભાં ઊભાં, બેઠાં બેઠાં, અને સૂતાં સૂતાં કરી શકાય છે. એ ત્રણેય સ્થિતિના ત્રણ ત્રણ એમ નવ પ્રકાર એમણે દર્શાવ્યા છે. ધ્યાનના ચાર પ્રકાર છે: આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન ને શુક્લધ્યાન. આર્સ અને રૌદ્ધ ધ્યાન અશુભ ધ્યાન છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન શુભધ્યાન છે. ક્યારેક શુભ કે અશુભ એવું કોઈ ધ્યાન ચિત્તમાં ન ચાલતું હોય અને કેવળ શૂન્ય દિશા પ્રવર્તતી હોય એવું પણ બને છે. શરીરની સ્થિતિ ઉપરાંત ચિંતનની શુભાશુભ ધારાને લક્ષમાં રાખી ઉપર્યુક્ત નવ પ્રકારો ભદ્રબાહુસ્વામીએ દર્શાવ્યા છે. - ભદ્રબાહુસ્વામીએ પ્રયોજનની દૃષ્ટિએ કાયોત્સર્ગના બે પ્રકાર દર્શાવ્યા છે : (૧) ચેષ્ટા કાયોત્સર્ગ અને (૨) અભિભવ કાયોત્સર્ગ. ચેઝ કાયોત્સર્ગ સામાન્ય રીતે દોષની વિશુદ્ધિ માટે કરવામાં આવે છે. અવરજવર કરવામાં, આહાર, શૌચ, નિદ્રા વગેરેને લગતી ક્રિયાઓ કરવામાં જે કંઈ દોષ લાગે છે તેની વિશુદ્ધિને અર્થે દિવસ કે રાત્રિને અંતે અથવા પક્ષ, ચાતુર્માસ કે સંવત્સરને અંતે ચેઝ કાઉસગ્ન કરવામાં આવે છે. તે નિયમ શ્વાસોચ્છવાસપ્રમાણ હોય છે. અભિભવ કાયોત્સર્ગ આત્મચિંતન માટે, આત્મિકશક્તિ ખીલવવા માટે, ઉપસર્ગો કે પરીષહોને જીતવા માટે કરવામાં આવે છે. સાધક ગલ, ગુફા, સ્મશાનભૂમિ, ખંડિયેર વગેરે કોઈ એકાંત સ્થળમાં જઈને અભિભવ કાઉસગ્ગ કરે અભિભવ કાયોત્સર્ગ અચાનક કોઈ સંકટ આવી પડે ત્યારે પણ કરવામાં આવે છે. આગ લાગવી, ધરતીકંપ થવો, હોનારત થવી, દુકાળ પડવો, યુદ્ધ થવું, રાજ્ય તરફથી દમન-પીડન થવું વગેરે પરિસ્થિતિમાં સાધક અભિભવ પ્રકારના કાઉસગ્ય ર ૧૨૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ કાઉસગ્ન-ધ્યાનમાં સ્થિર થઈ જાય છે; અથવા એવા કાઉસગ્નમાં રહેલા મહાત્માઓ ગર્કમાલ, દમદંત રાજર્ષિ વગેરેની જેમ, ઉપસર્ગો થવા છતાં જરા પણ ચલિત થતા નથી; જરૂર પડ્યે પ્રાણત્યાગ થવા દે છે. અભિભવ કાયોત્સર્ગ ઓછામાં ઓછા અંતરમુહૂર્તનો અને વધુમાં વધુ એક વર્ષનો હોય છે. શક્તિ અનુસાર તે અલ્પ સમય, દિવસ, રાત, પક્ષ, ચાતુર્માસ કે એક વર્ષ સુધી કરાય છે. ભગવાન ઋષભદેવના વખતમાં સળંગ એક વર્ષ સુધીના ઉપવાસ કરી શકાતા હતા. ત્યારે એવું શરીરબળ હતું. બાહુબલિએ પોતાના ભાઈ ભરત મહારાજા સાથે યુદ્ધ છોડી દઈને યુદ્ધભૂમિમાં જ એક વર્ષ સુધીનો કાયોત્સર્ગ કર્યો હતો. ધ્યાનમાં તેઓ એવા લીન હતા અને શરીરથી એવા અચલ હતા કે પક્ષીઓએ એમના કાનમાં કે એમની દાઢીના વાળમાં માળા બાંધ્યા હતા. ‘ઉત્તરાધ્યયન’ના ૨૯મા અધ્યયનમાં કાયોત્સર્ગનો મહિમા સમજાવવામાં આવ્યો છે. પ્રભુ મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછવામાં આવે છે : “હે ભગવાન, કાયોત્સર્ગથી જીવને શો લાભ થાય છે ?' ભગવાને કહ્યું : “હે આયુષ્યમાન, કાયોત્સર્ગથી ભૂત અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્ત – યોગ્ય અતિચારોની શુદ્ધિ થાય છે. જેમ મજૂર પોતાના માથેથી બોજો ઉતારી નાખ્યા પછી હળવો થાય છે, તેમ જીવ કાયોત્સર્ગથી કર્મના ભારને ઉતારીને હળવો બને છે. કાયોત્સર્ગથી પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તતો જીવ સુખપૂર્વક વિચારે જૈન માન્યતા અનુસાર કાયોત્સર્ગ શ્વાસોચ્છવાસથી દેવતાનું આયુષ્ય બંધાય છે. અલબત્ત, જીવની પોતાની કક્ષા અને કાયોત્સર્ગના પ્રકાર ઉપર પણ એનો ઘણો આધાર રહે છે. ભવ્ય જીવો કાયોત્સર્ગના એક શ્વાસોચ્છવાસથી ૨,૪૫,૪૦૮ પલ્યોપમ જેટલું દેવગતિનું આયુષ્ય બાંધે છે. એક લોગસ્સના પચીસ શ્વાસોચ્છવાસમાં ૬૧,૩૫,૨૧૦ પલ્યોપમનું આયુષ્ય બંધાય છે. આમ શ્રદ્ધા, મેધા, ધી, ધારણા, અનુપ્રેક્ષા ઈત્યાદિ વડે કરાયેલા ઉત્તમ કાયોત્સર્ગનું ઘણું મોટું ફળ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. કાયોત્સર્ગમાં કાયાને એક જ સ્થળે સ્થિર કરી દેવાની પ્રતિજ્ઞા લેવાય છે. એની સાથે વાણીની સ્થિરતાની – મૌનની પ્રતિજ્ઞા પણ લેવાય છે, અને નિશ્ચિત પ્રમાણમાં નિશ્ચિત વિષયનું ધ્યાન કે ચિંતન કરાય છે. (ાણેણં, મોણેણં, ઝાણેણે અખાણ વોસિરામિ) કાયોત્સર્ગમાં જે ધ્યાન ધરાય છે એ જો શુભ પ્રકારનું રહે તો તે ઉત્તમ કોટિની સાધના બને છે. કાઉસગ્ગ દ્વારા જન્મજન્માંતરનાં મોટાં અશુભ કર્મોનો ઝડપથી ક્ષય કરી શકાય છે. કાઉસગ્ગ આત્મામાં રહેલા દોષોને, દુર્ગુણોને ૧૨૮ રન જૈન આચારદર્શન Page #177 -------------------------------------------------------------------------- ________________ દૂર કરે છે અને ગુણોની વૃદ્ધિ કરે છે. કાઉસગ્ગથી આત્માની શુદ્ધિ થાય છે, અને શુદ્ધિમાં ક્રમ ક્રમે વૃદ્ધિ થતાં, અર્થાત્ સંપૂર્ણ શુદ્ધિ પામતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. જે દોષો કે અતિચારોની શુદ્ધિ એકલા પ્રતિક્રમણથી પણ થતી નથી, તે શુદ્ધિ કાયોત્સર્ગથી થાય છે એમ કહેવાય છે. “ચઉમરણ-પથનામાં કાઉસગ્નને માટે ત્રણચિકિત્સાની ઉપમા આપવામાં આવી છે. જુઓ : चरणाईयाराणं जहक्कम वण-तिगिच्छ-रुवेणं । __ पडिक्कमणासुद्धाणं सोही तह काउसग्गेणं ॥ જેવી રીતે ગૂમડાને મલમપટ્ટા લગાડી રોગ નિર્મળ કરવામાં આવે છે, તેવી રીતે જીવનમાં રહેલી અશુભ વૃત્તિઓ કે અશુદ્ધિઓને નિર્મૂળ કરીને આત્માના શુદ્ધિકરણનું કાર્ય કાયોત્સર્ગથી થાય છે. કાઉસગ્નમાં શરીરની સ્થિરતાની સાથે ચિત્તની એકાગ્રતાનું અનુસંધાન થતાં ચિંતનધારા વધુ ઉત્કટ ને વિશેષ ફલવતી બને છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉગ્ર તપશ્ચર્યા કરે છે. એ જોઈ શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને કરેલા પ્રશ્નનો જવાબ ભગવાન બે વખત જુદો જુદો આપે છે. શુભ વિચારધારામાંથી અશુભ વિચારધારામાં રાજર્ષિ એટલા નીચે ઊતરી જાય છે કે જો તે વખતે દેહ છોડે તો સાતમી નરકે જાય. પરંતુ તત્ક્ષણ પોતાની અવસ્થા તથા પોતાનું મૂળ આત્મસ્વરૂપ વિચારી, શુભ ધ્યાનની પરંપરાએ રાજર્ષિ ચડવા લાગે છે. જો તેઓ તે વખતે દેહ છોડે તો સર્વાર્થ સિદ્ધની દેવગતિ પામે. પરંતુ રાજર્ષિ તો શુભ ચિંતનધારામાં એથી પણ ઊંચે ચડ્યા અને શુક્લધ્યાન વડે કેવળજ્ઞાન પામ્યા. ધારો કે આ પ્રકારનું શુભાશુભ ધ્યાન રાજર્ષિએ કાઉસગ્ગ વિના એમ ને એમ કર્યું હોત તો ? તો કદાચ આટલા તીવ્ર શુભાશુભ પરિણામની શક્યતા અને અશુભમાંથી શુભમાં જવાના પરિવર્તનની આટલી ત્વરિત શક્યતા ન હોત. કાઉસગ્ગ ધ્યાનની આ વિશિષ્ટતા સંયમની આરાધના માટે ત્રણ પ્રકારની ગુપ્તિ બતાવવામાં આવી છે : મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. કાયગુપ્તિ બે પ્રકારની છે. એક પ્રકારની કાયગુપ્તિમાં શરીરની કોઈ પણ પ્રકારની ચેષ્ટાનો સર્વથા અભાવ હોય છે. અને બીજા પ્રકારની કામગુપ્તિમાં શરીરની ચેષ્યઓ નિયંત્રિત હોય છે. ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે : कायगुप्तिर्द्विघा प्रोक्ता चेष्टार्निवृत्तिलक्षणा। यथागमं द्वितीया च, चेष्टानियमलक्षणा ॥ १ ॥ પ્રથમ પ્રકારની કામગુપ્તિમાં જો ધ્યાન ઉમેરાય તો તે કાઉસગ્ગ બને છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ દ્વારા ઉપસર્ગનો ભય હોય અથવા ભૂખ, તરસ વગેરે કાઉસગ્ગ પર ૧૨૯ Page #178 -------------------------------------------------------------------------- ________________ પરીષહોનો સંભવ હોય તોપણ કાયાને અડોલ રાખવામાં આવે તો એવી કાયગુપ્તિ કાયોત્સર્ગ બની રહે છે. આમ કાયગુપ્તિ અને કાઉસગ્ગ વચ્ચે ભેદ બતાવવો હોય તો એમ કહી શકાય કે જ્યાં જ્યાં કાઉસગ્ગ છે ત્યાં ત્યાં કાયગુપ્તિ અવશ્ય રહેલી છે, પરંતુ જ્યાં જ્યાં કાયગુપ્તિ છે ત્યાં ત્યાં કાઉસગ્ન હોય કે ન પણ હોય. બાહ્ય તપનો એક પ્રકાર કાયક્લેશ' નામનો છે. એમાં સાધક દેહને સહેતુક કષ્ટ આપે છે. દેહની આસક્તિ છોડવા તથા પ્રવચનની પ્રભાવના કરવા માટે અયન, શયન, આસન, સ્થાન, અવગ્રહ અને યોગ એ છ પ્રકારે કાયાને કષ્ટ આપે છે. સમ્યગુદર્શન સહિત કરેલી આવી વિવિધ કાયક્લેશની ક્રિયાઓ દ્વારા આત્મબળની વૃદ્ધિ થાય છે અને કર્મોની નિર્જરા થાય છે. એક પગે ઊભા રહેવું, એક પડખે સૂઈ રહેવું, સૂર્યની સામે ખુલ્લી નજરે જોયા કરવું, કાંટા, ખંજવાળ, સ્વેચ્છાએ સહન કરવાં ઈત્યાદિ પ્રકારનું આ તપ સામાન્ય રીતે ગૃહસ્થો માટે નહિ, પણ સાધુઓ માટે હોય છે. કાયોત્સર્ગમાં કોઈ એક મુદ્રામાં શરીરને સ્થિર કરવાનું છે, એટલે દ્રવ્ય કાયોત્સર્ગનો સમાવેશ કાયક્લેશમાં થાય છે, પરંતુ પ્રત્યેક કાયક્લેશનો પ્રકાર એ કાઉસગ્ગ નથી. કાઉસગ્ગથી કર્મની નિર્જરા થતાં આત્મિક શક્તિ ખીલે છે. વળી કાઉસગ્ગ દ્વારા ચેતનાશક્તિનો વિસ્તાર પણ સાધી શકાય છે. કાઉસગ્ગ દ્વારા અન્યને પણ સહન કરી શકાય છે. જેને કથાનુસાર મનોરમાએ શૂળીની સજા પામેલા પોતાના પતિ સુદર્શન શેઠ માટે કાઉસગ્ન કર્યો હતો. યક્ષા સાધ્વીજીને સીમંધર સ્વામી પાસે મોકલવા માટે સમગ્ર સંઘે કાઉસગ્ન કર્યો હતો. આવાં દૃષ્યતો દર્શાવે છે કે કાઉસગ્ગ દ્વારા અન્યને પણ કર્મ સિદ્ધાન્તની મર્યાદામાં રહીને સહાય કરી શકાય છે. સાધકે કાઉસગ્ગ પોતાની શક્તિ અનુસાર કરવો જોઈએ. ક્ષેત્ર અને કાળને અનુલક્ષીને સાધકે કાઉસગ્ગ દ્વારા દોષોને નિર્મળ કરતાં જઈ આત્મિક શક્તિ વિકસાવવી જોઈએ. શક્તિ કરતાં ઇરાદાપૂર્વક બીજાને બતાવવા માટે જે સાધક વધુ કે ઓછા સમય માટે કાઉસગ્ગ કરે છે તે સાધક દેભી કે માયાચારી બને છે. સાધકે સારી રીતે કાઉસગ્ન કરવાને માટે જીવજંતુરહિત શુદ્ધ સ્થળ અને વાતાવરણની એવી પસંદગી કરવી જોઈએ કે જેથી વિક્ષેપ ન પડે. પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને એકાંત સ્થળમાં કાઉસગ્ન થાય તો તે ઉત્તમ છે. જિનપ્રતિમાની સન્મુખ બેસી પ્રતિમાનું દર્શન કરતાં કરતાં પણ કાઉસગ્ગ કરી શકાય છે. કાયોત્સર્ગ કરવામાં અર્થાત્ શરીરને સ્થિર કરવામાં સાધકે કેટલાક દોષોનું નિવારણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં એવા ૧૬ પ્રકારના અતિચાર દર્શાવ્યા છે. ૧% જ જૈન આચારદર્શન Page #179 -------------------------------------------------------------------------- ________________ ઉદાહરણ તરીકે “ઘોટકવાદ અતિચાર, એટલે કે ઘોડો જેમ થાક ખાવા એકાદ પગ ઊંચો રાખીને ઊભો રહે છે તેવી રીતે ઊભા રહેવું, કુડ્યાશ્રિત એટલે કે ભીંતને અઢેલીને ઊભા રહેવું; કાકાવલોકન એટલે કે કાગડાની જેમ આમતેમ નજર કરતાં કરતાં કાઉસગ્ગ કરવો; લતાવ, એટલે કે લતા અથવા વેલ પવનમાં જેમ આમતેમ વાંકી ઝૂલે છે તેવી રીતે શરીરને હલાવતાં કાઉસગ્ગ કરવો. આવા અતિચારો ન લાગે તેવો કાઉસગ્ગ કરવો જોઈએ. કાઉસગ્ગ એક પ્રકારની આધ્યાત્મિક યોગપ્રક્રિયા છે. પરંતુ તેથી શારીરિક લાભ પણ અવશ્ય થાય છે. કાઉસગ્ગ દ્વારા શરીર અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતાં રુધિરાભિસરણમાં ફરક પડે છે, શરીર તથા અન તનાવમુક્ત બને છે. આમ કેટલીક શારીરિક કે માનસિક બીમારી માટે દ્રવ્ય કાઉસગ્ગ કે ભાવ-કાઉસગ્ગ અસરકારક ઈલાજ બની રહે છે. આમ, કાઉસગ્ગ વિશે ઘણી વિગતે છણાવટ આપણા શાસ્ત્રગ્રંથોમાં થઈ છે. કાઉસગ્ગ અને કાઉસગ-ધ્યાન વિશે જેટલી છણાવટ જૈન પરંપરામાં થઈ છે એટલી અન્યત્ર થઈ નથી. સામાન્ય રીતે લોકોનો વિશાળ સમુદાય બાહ્ય તપ કરનારો હોય છે. એમ થવું સ્વાભાવિક પણ છે. પરંતુ ધ્યાન અને કાઉસગ્ગ ઉપર એટલો જ, બલકે એથી પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે એ આપણે ભૂલવું ન જોઈએ. અલબત્ત, એ કક્ષાએ સાચા અધિકારપૂર્વક પહોંચનારી વ્યક્તિઓ ઓછી રહેવાની એ તો દેખીતું કાઉસગ્ય ર ૧૩૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણ પચ્ચકખાણ' એ જૈન પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત પ્રત્યાખ્યાન' શબ્દ પરથી આ પ્રાકૃત શબ્દ આવેલો છે. પચખાણ', પચખાણ, પચ્ચખાણ', પચકખાણ’ એમ જુદી જુદી રીતે તે ઉચ્ચારાય કે લખાય છે. પ્રત્યાખ્યાન શબ્દ વિશિષ્ટ રીતે યોજાયેલો છે. એમાં પ્રતિ’ અને ‘આ’ એ છે બે ઉપસર્ગો અને ખ્યા' ધાતુ છે અને તેને “અન’ પ્રત્યય લાગેલો છે. પ્રતિ એટલે પ્રતિકૂળ, અર્થાતુ આત્માને જે પ્રતિકૂળ હોય તેવી અવિરતિરૂપ પ્રવૃત્તિ. આ’ એટલે મયદા, અને “ખ્યા એટલે કથન કરવું. આમ, પ્રત્યાખ્યાન એટલે આત્માને પ્રતિકૂળ એવી અવિરતિરૂપ પ્રવૃત્તિઓને મર્યાદામાં બાંધવારૂપ કથન ગુરુસાક્ષીએ કરવું તે. એટલા માટે પરિદરય વસ્તુ પ્રતિ મારવનં રૂતિ પ્રત્યાધ્યાનમ્ | એવી વ્યાખ્યા પ્રત્યાખ્યાનની આપવામાં આવે છે. પચ્ચક્ખાણ એટલે સ્વેચ્છાએ લીધેલી એક પ્રકારની પ્રતિજ્ઞા. મનુષ્યના ચિત્તમાં અનેક પ્રકારના સાચા-ખોટા વિચારો ઊઠે છે, અને અનેક પ્રકારની શુભાશુભ અભિલાષાઓ જન્મે છે. બધાં જ મનુષ્યો જો પોતાના ચિત્તમાં ઊઠતી બધી જ અભિલાષાઓને પૂર્ણ કરવા પુરુષાર્થ આદરે, તો જગતમાં સંઘર્ષ અને કલહ એટલો બધો વધી જાય કે મનુષ્યજીવન ટકી જ ન શકે. માણસના ચિત્તમાં જાગતી કેટલીક ગાંડીઘેલી ઇચ્છાઓ બીજા આગળ વ્યક્ત કરવા જેવી હોતી નથી, કેટલાક દુષ્ટ વિચારોને માણસ પોતાની મેળે અંકુશમાં રાખે છે, કારણ કે એ વ્યક્ત કરવાથી વ્યવહારમાં કેવાં અનિષ્ટ પરિણામો આવશે તે એ જાણે છે. મનુષ્યમાં સાધારણ સમજણશક્તિ અને વિવેકશક્તિ રહેલી છે. એવી કેટલીક અનિષ્ટ ઈચ્છાઓનો તે તરત નિરોધ કરે છે. મનુષ્યનું જીવન સ્વેચ્છાએ જો સંયમમાં રહેતું હોય તો નિયમો કરવાની બહુ જરૂર ન પડે. પરંતુ અજ્ઞાન, કષાય, પ્રમાદ ૧૩ર ક જેન આચારદર્શન Page #181 -------------------------------------------------------------------------- ________________ વગેરેને કારણે કેટલીક ન કરવાયોગ્ય પ્રવૃત્તિઓ માણસ કરે છે, અથવા એનાથી થઈ જાય છે. ક્યારેક કરતી વખતે અને ક્યારેક કર્યા પછી પણ માણસ તેમાં રાચે છે, તો ક્યારેક તેવી પ્રવૃત્તિઓ કરતી વખતે કે કર્યા પછી તેને માટે ખેદ થાય છે અને તેવી પ્રવૃત્તિ ફરી ન કરવાનો સંકલ્પ કરે છે, અથવા એવી પ્રતિજ્ઞા લે છે. કરવાયોગ્ય પ્રવૃત્તિ કરવાની પ્રતિજ્ઞા લેવી તેને વ્રત કહેવામાં આવે છે અને ન કરવાયોગ્ય પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા લેવી તેને પચ્ચકખાણ કહેવામાં આવે છે. આથી વ્રત – પચ્ચકખાણ શબ્દો ઘણી વાર સાથે બોલાય છે. સામાન્ય વ્યવહારમાં લોકો આ બંને શબ્દોને ક્યારેક એકબીજાના પર્યાય તરીકે વાપરે છે. પચ્ચકખાણ એટલે આત્માને અનિષ્ટ કરનાર અથવા અહિત કરનાર કાર્યનો મન, વચન, અને કાયાથી નિષેધ કરવો તે. એટલા માટે પચ્ચકખાણ કરનારે મન, વાણી અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની આવશ્યકતા છે. જે તેમ કરી શકે છે તે જ પચ્ચકખાણ લેવાને યોગ્ય બને છે. જીવનમાં પચ્ચકખાણની આવશ્યકતા શી? – એવો પ્રશ્ન કોઈકને થાય. માનવચિત્ત એટલું બધું ચંચલ છે કે ક્યારે તે અશુભ અને અનિષ્ટ વિચારો અને પ્રવૃત્તિઓમાં રાચશે તે કહી શકાય નહિ. એટલા માટે માણસે જો કોઈકની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી હશે તો તેવી પ્રવૃત્તિ કરવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં તે અચાનક થંભી જશે. પચ્ચકખાણ ચિત્તને દઢ બનાવવામાં સહાયરૂપ બને છે. પચ્ચકખાણ એ એક પ્રકારની વાડ, પાળ અથવા કિલ્લો છે કે જેના વડે અંદર રહેલું ચિત્ત સુરક્ષિત બની જાય છે. જેમ ગાય, ભેંસ વગેરે ઢોર ખેતરમાં ઘૂસી જઈને નુકસાન ન કરે તે માટે ખેતરને વાડ કરવામાં આવે છે, જેમ પાણી વહી ન જાય અથવા ગંદું પાણી અંદર આવી ન જાય એટલા માટે પાળ કરવામાં આવે છે, તેવી રીતે પચ્ચકખાણથી મન અને ઇન્દ્રિયોને વશ રાખવાની દઢતા આવે છે. જેમ ઘરમાં ચોર, કૂતરું વગેરે પેસી ન જાય તે માટે ઘરનું બારણું બંધ રાખવામાં આવે છે, તેવી રીતે આપણા ચિત્તમાં પાપરૂપી ચોર કે કૂતરું ઘૂસી ન જાય તે માટે પચ્ચકખાણરૂપી બારણું બંધ રાખીએ છીએ. માણસ ઘોડા ઉપર સવારી કરે અને તેના હાથમાં જો ઘોડાની લગામ ન હોય તો ઘોડો અંકુશરહિત બની ફાવે તેમ દોડે અને કદાચ પોતાના ઉપર બેઠેલા સવારને ફગાવી દે. પરંતુ જો લગામ હાથમાં હોય તો ઘોડાને આવશ્યક નિયંત્રણમાં રાખી શકાય. તેવી રીતે ચિત્તરૂપી ઘોડાને નિયંત્રણમાં રાખવાને માટે પચ્ચકખાણરૂપી લગામની આવશ્યકતા છે. આપણા જીવનને ધર્મરૂપી રાજમાર્ગ ઉપર રાખવાને માટે અને ઈતર પચ્ચકખાણ * ૧૩૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રલોભનોમાંથી બચાવવાને માટે પચ્ચકખાણ એ ઉત્તમ ઉપાય છે. શાસ્ત્રકારો એટલા માટે કહે છે કે પચ્ચકખાણની આવશ્યકતા ન હોય તો નિગોદના જીવો સીધા મોક્ષે જાય. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો હતો : હે ભગવાન ! પચ્ચક્ખાણનું ફળ શું ?” ભગવાને કહ્યું, “હે ગૌતમ ! પચ્ચકખાણનું ફળ સંયમ છે.' सेणं । पच्चख्खाणे किं फले। गोयमा। संजमे फले। ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : पचख्खाणेण आसवदाराइं निरंभइ। पचख्खाणेण इच्छानिरोहं जणयइं। એટલે કે પ્રત્યાખ્યાનથી આશ્રદ્વારો એટલે કે પાપનાં દ્વારો બંધ થાય છે અને ઇચ્છાનિરોધ અથવા તૃષ્ણાનિરોધ જન્મે છે. નવાં કર્મ બંધાતાં અટકાવવાં તેને સંવર' કહે છે. પચ્ચકખાણ એટલા માટે સંવરરૂપ ધર્મ ગણાય છે. જૈન ધર્મમાં આરાધક માટે રોજરોજ કરવાયોગ્ય એવાં છ આવશ્યક કર્તવ્યો ગણાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક, (૨) ચઉવીસત્યો (ચોવીસ તીર્થંકરોની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચક્ખાણ. આમાં પચ્ચક્ખાણને પણ રોજની અવશ્ય કરવાયોગ્ય ક્રિયા તરીકે ગણાવવામાં આવ્યું છે. આવશ્યક'ની શુદ્ધિથી દર્શનની શુદ્ધિ, એથી ચારિત્રની શુદ્ધિ, એથી ધ્યાનની શુદ્ધિ થતાં કર્મનો ક્ષય કરી જીવ પરંપરાએ સિદ્ધગતિ પામે છે. જીવન હંમેશાં સંયમમાં રહે, કુમાર્ગમાંથી પાછું વળે, પાપાચરણથી અટકે અને સદાચારી બને એટલા માટે મનુષ્ય કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવારૂપ નિયમો ગ્રહણ કરવા જોઈએ. આરંભમાં માણસ પોતાની શક્તિ અને મર્યાદાને લક્ષમાં રાખીને એવા નિયમો ગ્રહણ કરે કે જેનું પાલન ઘણું જ સરળ હોય અર્થાત્ તેવું પાલન કષ્ટ વિના સ્વયમેવ થઈ જ જાય. જેમ જેમ સમય વીતતો જાય, વધુ અને વધુ મહાવરો અથવા અભ્યાસ થતો જાય તેમ તેમ માણસ તેના નિયમોનો સંક્ષેપ કરતો જાય અને શક્તિ વધતાં વધુ કઠિન નિયમો પણ ગ્રહણ કરવા લાગે. આ દૃષ્ટિએ જૈન ધર્મમાં પ્રત્યેક કક્ષાની નાની-મોટી તમામ વ્યક્તિઓની શક્તિ અને મર્યાદાને અનુલક્ષીને ત્યાગ કરવારૂપ પચ્ચક્ખાણના એટલા બધા પ્રકારો દર્શાવ્યા છે કે માણસને જો પચ્ચક્ખાણ લેવાની રુચિ હોય તો પોતાની પ્રકૃતિ અનુસાર તેવા પ્રકારના પચ્ચકખાણની પસંદગી કરવાની અનુકૂળતા તેને અવશય મળી રહે. ૧૪ જૈન આચારદર્શન Page #183 -------------------------------------------------------------------------- ________________ આહારના ચાર પ્રકાર છે : અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. વળી દિવસના પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં વિભાજન કરી નિશ્ચિત સમય માટે નિશ્ચિત આહારનો ત્યાગ કરવારૂપ પચ્ચકખાણ રોજેરોજ લેવાનું જૈનોમાં સુપ્રચલિત છે. આહારની જેમ ધનસંપત્તિ તથા ચીજવસ્તુઓના પરિગ્રહની મર્યાદા તથા ગમનાગમન માટે દિશા, અંતર તથા વાહનોની મર્યાદા પણ કેટલાક લોકો રોજેરોજ કરતા હોય છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે કેટલાંક મોટાં પાપમાંથી બચવા માટે તથા ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, ચાડી વગેરે દૂષણોનો યથાશક્તિ ત્યાગ કરવા માટે આરાધકો વિવિધ પ્રકારનાં પચ્ચકખાણ શક્તિ અનુસાર નિશ્ચિત સમય માટે સ્વીકારતા હોય છે. કેટલીક બાબતોમાં તો કેટલીક વસ્તુના ત્યાગનાં પચ્ચકખાણ માવજીવન માણસો લેતાં હોય છે. પચ્ચક્ખાણ શક્ય તેટલી શુદ્ધ રીતે લેવા અને તેનું પાલન કરવા પ્રયત્ન કરવો જોઈએ. કેટલાક માણસો આવેગમાં આવી જઈ, ક્રોધને વશ બનીને કોઈક વસ્તુનો ત્યાગ કરવાની તરત પ્રતિજ્ઞા જાહેર કરી દે છે. ક્યારેક અભિમાનથી, ક્યારેક લુચ્ચાઈથી, ક્યારેક કપટ કરવાના આશયથી, ક્યારેક લોભલાલચને વશ થઈ માણસ પચ્ચકખાણ લે છે. ક્યારેક દુઃખ અને ક્લેશને કારણે, ક્યારેક રાગ અને દ્વેષને કારણે, તો ક્યારેક વેરભાવ અને વટને કારણે માણસ પચ્ચખાણ લે છે. આવાં પચ્ચકખાણ શુદ્ધ નથી. ભાવાદ્ધિ એ પચ્ચકખાણની પ્રથમ આવશ્યકતા છે. પરાણે, કોઈકના કહેવાથી, મન વગર, નછૂટકે માણસ પચ્ચકખાણ લે તો તેમાં ભાવશુદ્ધિ રહેતી નથી. અને તેથી તેવા પચ્ચકખાણનું ઝાઝું ફળ મળતું નથી. દ્રવ્ય અને ભાવ ઉભય દૃષ્ટિએ પચ્ચક્ખાણ શુદ્ધ હોવું જોઈએ. પચ્ચકખાણ ત્રણ પ્રકારનાં શલ્ય - મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિયાણુશલ્ય – થી રહિત હોવું જોઈએ. પચ્ચકખાણ માટે શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની શુદ્ધિ દર્શાવી છે. ભાવની દષ્ટિએ પચ્ચકખાણમાં નીચે પ્રમાણે છ પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ : (૧) સ્પેશિત વિધિપૂર્વક ઉચિત કાળે લેવું), (૨) પાલિત (વારંવાર સંભારીને સારી રીતે પાલન કરવું), ૩) શોધિત (શુદ્ધ રીતે કરવું), (૪) તીરિત સમયમર્યાદા પૂરી થાય તેથી પણ થોડા અધિક કાળ માટે કરવું), (૫) કીર્તિત (સારી રીતે પૂરું થયા પછી ફરીથી તેને સંભારવું) અને (૬) આરાધિત (પહેલી પાંચે શુદ્ધિ સાથે સંપૂર્ણ રીતે આનંદ અને ઉલ્લાસપૂર્વક પાર પાડવું), વળી (૧) શ્રદ્ધાશુદ્ધિ, (૨) જ્ઞાનશુદ્ધિ, (૩) વિનયશુદ્ધિ, (૪) અનુભાષણશુદ્ધિ, (૫) અનુપાલનશુદ્ધિ અને (૬) ભાવશુદ્ધિ એમ છ પ્રકારની શુદ્ધિ પણ પચ્ચકખાણની ગણાવવામાં આવે છે. પચ્ચકખાણ ૧૩૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યના મનના વ્યાપારોનું અને એની બાહ્ય ક્રિયાનું કેટલું ઝીણવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન પૂર્વાચાર્યોએ કર્યું છે તે પચ્ચકખાણની વિવિધ પ્રકારની શુદ્ધિ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે તે પરથી જોઈ શકાય છે. પચ્ચકખાણ અથવા પ્રત્યાખ્યાન વિશે જૈન પરંપરામાં એક પ્રાચીન સમયથી મીમાંસા થતી આવી છે. પ્રત્યાખ્યાન વિશે જૈન આગમસાહિત્યમાં વિશદ અને ગહન છણાવટ થયેલી છે. ભગવતીસૂત્રના સાતમા શતકમાં પ્રત્યાખ્યાન'નું સ્વરૂપ, તેના ભેદો અને લક્ષણો આપવામાં આવ્યાં છે. જૈન આગમગ્રંથોમાંનું ‘દષ્ટિવાદ' નામનું બારમું અંગ લુપ્ત થઈ ગયું છે. પરંતુ અન્ય સંદર્ભો પરથી નિશ્ચિતપણે જાણી શકાય છે કે “દૃષ્ટિવાદ' નામના અંગમાં પ્રત્યાખ્યાન પ્રવાદપૂર્વ નામનું એક પૂર્વ હતું. આ પૂર્વમાં પચ્ચકખાણ વિશે ચોરાસી લાખ જેટલાં પદ હતાં એમ કહેવાય છે. પચ્ચકખાણ વિશેના લુપ્ત થઈ ગયેલા આ પૂર્વની પદસંખ્યા જોતાં પણ સહેજે સમજી શકાય એમ છે કે તેમાં પચ્ચકખાણ વિશે કેટલી બધી વિગતે છણાવટ થઈ હશે ! પચ્ચકખાણ વિશે આગમસાહિત્ય, આવશ્યક-નિર્યુક્તિ વગેરે ટીકાગ્રંથો ઉપરાંત ઘણા બીજા ગ્રંથોમાં વિગતે વિચારણા થઈ છે. તે બધામાં હરિભદ્રસૂરિ અને હેમચન્દ્રાચાર્યના ગ્રંથો ઉપરાંત શ્રાદ્ધવિધિ’, ‘પ્રવચન-સારોદ્ધાર', યતિદિનચર્યા તથા ચૈત્યવંદન અને ગુરુવંદન વિશે ભાષા લખનાર મહાન જૈનાચાર્ય દેવેન્દ્રસૂરિના “પ્રત્યાખ્યાન' વિશેના ભાષ્યમાં એ વિષયની મહત્ત્વની છણાવટ થઈ છે. એવી જ રીતે શ્રી માણવિજયગણિવરે “ધર્મસંગ્રહ' નામના ગ્રંથમાં પણ પચ્ચકખાણના અધિકારમાં એના પ્રકારો અને પેટપ્રકારોની ઝીણવટપૂર્વક ચર્ચાવિચારણા કરી છે. આ ઉપરાંત સંવેગ રંગાળા' વગેરે બીજા કેટલાક ગ્રંથોમાં પણ પરચકખાણના વિષયનું વિશદ નિરૂપણ થયેલું છે. આ બધા શાસ્ત્રગ્રંથોમાં પચ્ચકખાણના વિવિધ પ્રકારો અને તેના પેટાપ્રકારો બતાવવામાં આવ્યા છે. પચ્ચકખાણના મુખ્ય બે પ્રકારો તે મૂળ ગુણાત્મક અને ઉત્તર ગુણાત્મક છે. કહ્યું છે : प्रत्याख्यानं द्विघा प्रोक्तं मूलोत्तरगुणात्मकं । द्वितीयं दशघा ज्ञेयं अनागतादिमेदकं ॥ અહિંસા, સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચને મૂળ ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. સામાયિક, પૌષધ, દિક્પરિમાણ, અતિથિસંવિભાગ વગેરેને ઉત્તર ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. ઉત્તર ગુણ મૂળ ગુણના પોષણને અર્થે હોય છે. ૧૩૬ - જૈન આચારદર્શન Page #185 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણના આ બે મુખ્ય પ્રકારો ઉપરાંત નીચે પ્રમાણે દસ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે : (૧) અનાગતઃ અનાગત એટલે ભવિષ્ય. ભવિષ્યમાં જે પચ્ચકખાણ કરવાની ભાવના હોય, પરંતુ થઈ શકે તેમ ન હોય, તે પચ્ચકખાણ અનિવાર્ય સંજોગોને કારણે વહેલું કરી લેવું તે અનાગત પચ્ચક્ખાણ કહેવાય છે. જેમ કે પર્યુષણના પર્વમાં એક ઉપવાસ, અઠ્ઠમ કે અઢાઈ કરવાની ભાવના હોય, પરંતુ કોઈ સાજું-માંદું હોય અને તેને કારણે અથવા બીજા કોઈ કારણે પર્યુષણમાં તેવી તપશ્ચર્યા થઈ શકે તેવા સંજોગો ન હોય, માટે તે તપશ્ચર્યા વહેલી કરી લેવાનું પચ્ચકખાણ લેવામાં આવે. આ અનાગત પચ્ચકખાણ છે. (૨) અતિક્રાન્તઃ પર્વના કે એવા બીજા દિવસોએ અમુક તપશ્ચર્યા કરવાની ભાવના હોય, પરંતુ સંજોગવશાત તે વખતે તે ન થઈ શકી, તો એ પર્વના દિવસો વીતી ગયા પછી તેવી તપશ્ચર્યા કરી લેવાનું પચ્ચકખાણ લેવું તે અતિક્રાન્ત પચ્ચકખાણ છે. (૩) કોટિસહિત ઃ એક પચ્ચકખાણનો કાળ પૂરો થવા આવ્યો હોય તે પહેલાં જ તેવું કે તેવા પ્રકારનું બીજું પચ્ચકખાણ ઉમેરી લેવું તે કોટિસહિત પચ્ચકખાણ છે. આ પચ્ચકખાણના બે પેટાપ્રકાર છે: જેમ કે ઉપવાસની સાથે ઉપવાસ, આયંબિલની સાથે આયંબિલનું પચ્ચકખાણ ઉમેરી લેવું તેને (૧) સમકોટિસહિત પચ્ચકખાણ કહે છે અને ઉપવાસની સાથે એકાસણું કે અઠ્ઠમની સાથે છઠ્ઠ વગેરે પ્રકારનું પચ્ચકખાણ ઉમેરી લેવું તેને (૨) વિષમ કોટિસહિત પચ્ચકખાણ કહે છે. (૪) નિયંત્રિત ગમે તેવા વિપરીત સંજોગો હોય, સંકટ કે વિઘ્ન આવે, રોગ કે ઉપસર્ગ થાય તોપણ લીધેલું પચ્ચકખાણ નિશ્ચયપૂર્વક પાર પાડવું જ તે નિયંત્રિત પચ્ચકખાણ છે. આ પ્રકારના પચ્ચક્ખાણનો વર્તમાનકાળમાં વિચ્છેદ થયો છે, કારણ કે એવું પચ્ચકખાણ કરવા માટે શરીરનું જે સંઘયનબળ તથા આયુષ્યબળ જોઈએ તેવું બળ, તથા ભવિષ્યકાળનું જેવું જ્ઞાન હોવું જોઈએ તેવું જ્ઞાન હવેના સમયમાં રહ્યું નથી. (૫) અનાગાર : આગાર એટલે છૂટ અથવા અપવાદ. કોઈ પણ પ્રકારના અપવાદ વગર પચ્ચકખાણ - ૧૩૭ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાને પણ પચ્ચકખાણ પાર પાડવામાં આવે તે અનાગાર પચ્ચકખાણ કહેવાય. આ પચ્ચકખાણમાં પણ “અન્નથણાભોગ” અને “સહસાગાર' એવા બે અપવાદો તો રાખવા જ પડે છે. (૬) સાગારઃ સાગાર એટલે આગારસહિત અર્થાત્ છૂટ અથવા અપવાદસહિત. પચ્ચકખાણમાં જો અપવાદ ન હોય તો પચ્ચક્ખાણ વારંવાર ભંગ થવા લાગે અને ભંગ થવાની બીકે માણસો પચ્ચકખાણ લેતાં ડરે. પરંતુ શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની પરિસ્થિતિનું તથા મનુષ્યના ચિત્ત અને પ્રકૃતિનું સૂક્ષ્મ અવલોકન કરીને કેટલાક અપવાદો સાથે પચ્ચકખાણ લેવાનું ફરમાવ્યું છે, જેમ કે અન્ય સ્થાને જતાં અચાનક પચ્ચકખાણનું વિસ્મરણ થઈ જાય અને અજાણતાં ભંગ થઈ જાય તો તેવા પ્રકારના ભંગને ભંગ કહ્યો નથી. જેમ કે કોઈએ અમુક ખાદ્યપદાર્થોનો ત્યાગ કર્યો હોય અને કોઈક ભૂલથી તેવા પદાર્થવાળી વાનગી આપી દે અને ખાધા પછી જ ખબર પડે કે આ પદાર્થનું એમાં મિશ્રણ થયેલું છે. આવે પ્રસંગે અપવાદ રાખેલો હોવાથી પચ્ચકખાણના ભંગનો દોષ લાગતો નથી. અલબત્ત, અતિચારનો દોષ લાગે છે, જેની શુદ્ધિ થઈ શકે છે. બીજો આગાર તે સહસાગાર છે. સહસા એટલે અચાનક. માણસને ખ્યાલ આવે તે પહેલાં જ કોઈક એવી ઘટના બની જાય કે જેથી પચ્ચકખાણનો ભંગ થાય. તેવી પરિસ્થિતિની છૂટ રાખવામાં આવે છે, જેમ કે કોઈકને ઉપવાસનું પચ્ચકખાણ હોય અને વાત કરતાં બેઠાં હોય તે વખતે દૂધ કે એવી કોઈ બીજી વસ્તુનો અચાનક ક્યાંકથી છાંટો ઊડી મોઢામાં પડે તો પચ્ચકખાણનો ભંગ થતો નથી. તેવી પરિસ્થિતિની છૂટ તે “સહસાગાર’ છે. આમ, દરેક પચ્ચકખાણમાં ઓછામાં ઓછા બે આગાર એટલે કે બે અપવાદ અચૂક રાખવામાં આવે છેએક “અન્નથ્થણાભોગ' અને બીજો “સહસાગાર'. આ બે ઉપરાંત જુદા જુદા પચ્ચક્ખાણના પ્રકારને લક્ષમાં રાખીને જુદા જુદા આગાર બતાવવામાં આવે છે. એવા મુખ્ય બત્રીસ આગાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. (૭) નિરવશેષ : ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે નિરવશેષ પચ્ચક્ખાણ છે. આ પચ્ચકખાણ મરણ સમયે લેવાય છે. જેઓ-સંલેખનાવત (સંથારો) લે છે તેમને પણ આ પચ્ચકખાણ લેવાનું હોય છે. ૧૩૮ જૈન આચારદર્શન Page #187 -------------------------------------------------------------------------- ________________ (૮) પરિમાણકૃત પિરમાણ એટલે માપ. આહાર વગેરેમાં અમુક જ વાનગીનું કે અમુક કોળિયાનું માપ નક્કી કરીને આહાર કરવાનું પચ્ચક્ખાણ લેવું તે પિરમાણકૃત પચ્ચક્ખાણ છે. (૯) સંકેતઃ કેટલીક વખત અમુક સમયમર્યાદા માટેનું પચ્ચક્ખાણ કર્યું હોય, પરંતુ તે સમયમર્યાદા પૂરી થયા છતાં પચ્ચક્ખાણ પૂર્ણ કરવાનો અવસ૨ પ્રાપ્ત ન થાય એમ હોય ત્યારે બાકીનો સમય અવિરતિમાં પસાર કરવા કરતાં કોઈ સંકેત ધારણ કરી લેવામાં આવે અને એ સંકેત પ્રાપ્ત થતાં પચ્ચક્ખાણ પૂર્ણ કરવામાં આવે. કોઈક વખત પચ્ચક્ખાણને યાદ રાખવા માટે પણ એવો સંકેત આલંબરૂપ બને છે. મુઠ્ઠી (મુઠી) સહિત' કે ‘ગન્ડી (ગાંઠ) સહિત' એ બે પ્રચલિત સંકેતો છે. માણસ મુઠ્ઠી વાળી રાખે અને મુઠ્ઠી ખોલે ત્યારે પચ્ચક્ખાણ પારે અથવા વસ્ત્રને ગાંઠ વાળી રાખે અને ગાંઠ છોડે ત્યારે પચ્ચક્ખાણ પૂર્ણ કરે તો તે સંકેત પચ્ચક્ખાણ છે. દીવો બળ્યા કરે ત્યાં સુધી પચ્ચક્ખાણ ક૨વું અને દીવો બુઝાય ત્યારે પચ્ચક્ખાણ પારવું એવી રીતે પણ સંકેત પચ્ચક્ખાણ લેવાય છે. (૧૦) અદ્ધા ઃ અહ્વા એટલે કાળ. કાળને અનુલક્ષીને જુદા જુદા પ્રકારના આહારની વિવિધ મર્યાદાઓ બાંધવાપૂર્વક જે પચ્ચક્ખાણ લેવાય છે તેના નીચે પ્રમાણે દસ પેટાપ્રકાર જે બતાવવામાં આવ્યા છે : (૧) નવકારસી, (૨) પોરસી, (૩) પુરિમ, (૪) એકાસણું, (૫) એકલઠાણું, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) દિવસચરિમ કે ભવચરમ, (૯) અભિગ્રહ અને (૧૦) વિગઈ. આ બધા પારિભાષિક પેટાપ્રકારોની સૂક્ષ્મ છણાવટ ભિન્નભિન્ન જૈન શાસ્ત્રગ્રંથોના પચ્ચક્ખાણ વિશેના અધિકારમાં થઈ છે. પચ્ચક્ખાણ ૧૩૯ Page #188 -------------------------------------------------------------------------- ________________ ના ના આચાર ઈરિયાવહી (ઐર્યાપથિકી) છેલ્લા એક સૈકામાં વિવિધ ક્ષેત્રે વૈજ્ઞાનિક શોધખોળને પરિણામે મનુષ્યની જીવનશૈલીમાં કેટલું મોટું પરિવર્તન આવી ગયું છે ! એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે રેલવે. મોટરગાડી, વિમાન, નૌકાજહાજ ઈત્યાદિ સાધનોના વિકાસને પરિણામે ગતિ અને અંતરમાં કેટલા બધા ફેરફારો થતા રહ્યા છે ! દુનિયામાં અવરજવર અતિશય પ્રમાણમાં વધી ગઈ છે. અવકાશી ઉપગ્રહો અને રોકેટોના પરિભ્રમણની તો વાત જ જુદી છે. રમતગમતની સ્પર્ધાઓ સિવાય પગે ચાલીને કે દોડીને) લાંબુ અંતર કાપવાની વાત હવે જાણે જૂનવાણી જેવી લાગે છે. આમ છતાં આજે પણ હજારો જૈન સાધુ-સાધ્વીઓ જીવન પર્યત પગે ચાલીને, વિહાર કરીને એક સ્થળેથી બીજે સ્થળે જવાના વ્રતવાળાં હોય છે એ પણ એટલી જ આશ્ચર્યકારક વાત ગણાય છે. તેઓ બધા ગતાનુગતિક, રૂઢિચુસ્ત, અલ્પમતિવાળા માણસો છે એવું માનવાની રખે કોઈ ભૂલ કરે. જૈન પરંપરામાં અનેક તસ્વી વિભૂતિઓ થઈ ગઈ છે અને વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં તર્કયુક્ત ઊંડી શ્રદ્ધા વગર આવું બની ન શકે. જૈન ધર્મના આચારના સિદ્ધાન્તોમાં સૌથી મહત્ત્વનો સિદ્ધાન્ત તે અહિંસાપાલનનો છે. વળી જીવતત્ત્વ અને એના પ્રકારો વિશે જૈન ધર્મે જેટલી ઊંડી વિચારણા કરી છે એવી જગતના અન્ય કોઈ ધર્મે નથી કરી. નિગોદના જીવોથી માંડીને સિદ્ધગતિના જીવો સુધીની વિચારણા એમાં છે. ઇન્દ્રિય પ્રમાણે એમાં જેવું વર્ગીકરણ જોવા મળે છે તેવું અન્યત્ર મળતું નથી. ઊઠતાંબેસતાં, હાલતાં ચાલતાં, ખાતાંપીતાં કેટલા બધા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો મૃત્યુ પામે છે એ વાત આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિએ સિદ્ધ થઈ ગઈ છે છતાં કેટલાને એ સમજાય છે ? સમજાયા પછી કેટલાને એવી સૂક્ષ્મ વિચારણામાં રસરુચિ જન્મશે ? ૧૪જૈન આચારદર્શન Page #189 -------------------------------------------------------------------------- ________________ રસરુચિ પછી કેટલા એ વાતને શ્રદ્ધાપૂર્વક અનુસરવાનો પ્રયત્ન કરશે ? જગતના જીવ માત્ર સાથે મૈત્રી અને કરુણાની ભાવના વગર એવા જીવોની હિંસાથી વિરમવાની વાત ગમશે નહિ. જ્યાં પંચેન્દ્રિય જીવોની જ આટલી બધી હિંસા વિશ્વમાં વધી રહી છે ત્યાં એકેન્દ્રિય અને તેમાં પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની ક્યાં વાત કરો છો? એમ કહી કોઈક હાંસી પણ ઉડાવી શકે. પરંતુ જેઓનો આત્મતત્ત્વની વિચારણામાં રસ જાગ્યો છે, જેઓને આત્મતત્ત્વની ઝાંખી થઈ શકે છે, જેઓને સર્વ જીવોમાં શુદ્ધ ચૈતન્યતત્ત્વનાં દર્શન થાય છે એવી વ્યક્તિઓ પોતાના આચારમાંથી ખસશે નહિ. વિશ્વમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનો પ્રતિસમય જે રીતે સંહાર થયા કરે છે તે જોતાં એમ અવશ્ય કહી શકાય કે સૂક્ષ્મ જીવોની હિંસા વિના મનુષ્યનું અસ્તિત્વ ક્ષણવા૨ પણ ટકી ન શકે. હાલતાંચલતાં, હાથપગ હલાવતાં, અરે, આંખનું મટકું મારતાં પણ અસંખ્યાત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો વિનાશ પામે છે. વર્તમાન સમયમાં ઝડપી વાહનવ્યવહારને લીધે એનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. એક વિમાનપ્રવાસમાં કેટલા બધા વાયુકાયના જીવોની હિંસા થાય છે ! એ જીવોનો વિનાશ કરવાનો આશય ન હોય તોપણ વિનાશ થાય છે એ હકીકત છે. ક્ષણ માત્રમાં પોતાને કારણે મૃત્યુ પામેલા આવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો ધારો કે મનુષ્ય જેટલો આકાર ધારણ કરીને આપણી સમક્ષ જો ઊભા રહે તો એ સંખ્યા જોઈને આપણે દિગ્મૂઢ થઈ જઈએ. જો માણસ સમજદાર હોય તો કરુણાથી એનું હૈયું ભરાઈ આવે. એટલા માટે જ પોતાની અવરજવરને કારણે જાણતાં અજાણતાં થતી જીવોની હિંસા વિરાધના માટે તત્કાળ ક્ષમા માગી લઈને વિશુદ્ધ થવાની જૈનોમાં એક વિધિ છે. પ્રાચીન કાળથી અદ્યાપિ પર્યંત પ્રચલિત રહેલી આ વિધિ તે ઈરિયાવહી' છે. ‘ઈરિયાવહી’ શબ્દ સંસ્કૃત ર્વાથી અથવા ‘ઐર્યાપથિકી’ પરથી આવેલો છે. સંસ્કૃતમાં ર્ય શબ્દનો અર્થ ગતિ, ચાલવું, ફરવું, ગમનાગમન કરવું ઇત્યાદિ થાય છે. સાધુ-સન્યાસીઓની અવરજવર માટે એ શબ્દ સવિશેષ પ્રયોજાયો છે. પથ એટલે માર્ગ, રસ્તો. ઈર્યાપથ એટલે અવરજવર માટેનો માર્ગ અથવા માર્ગમાં આવાગમન કરવા સંબંધી. શબ્દનો અર્થવિસ્તાર થતાં ઈરિયાવહી શબ્દ માર્ગમાં ગમનાગમન કર્યા પછી તે અંગે લાગેલાં પાપમાંથી વિશુદ્ધ થવા માટે કરાતી વિશિષ્ટ ધર્મક્રિયા માટે વપરાવા લાગ્યો. જૈનોનો એ પારિભાષિક શબ્દ બની ગયો. ઈરિયાવહીની ક્રિયા શ્રાવકે તો કરવાની, પણ સાધુ-સાધ્વીઓ માટે તો તે અનિવાર્ય બની ગઈ, કા૨ણ કે ગૃહસ્થોનું ગમનાગમન નિષ્પ્રયોજન પણ હોઈ શકે, પરંતુ સાધુઓનું ગમનાગમન તો સપ્રયોજન જ હોવું જોઈએ. સાધુઓએ અહિંસાનું મહાવ્રત ઈરિયાવહી ઐપિથિકી) ૧૪૧ - Page #190 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરેલું છે. એટલે પાંચ સમિતિમાં ઈર્યાસમિતિને મહત્ત્વનું સ્થાન અપાયું છે. ઈરિયાવહી' સૂત્ર ગણધર ભગવંતે રચેલું સૂત્ર છે. “આવશ્યકસૂત્રના પ્રતિક્રમણ-અધ્યયન' નામના ચોથા અધ્યયનમાં તે આવે છે. આ સૂત્ર પાકત ભાષામાં છે. તે નીચે પ્રમાણે છે. ઇચ્છાકારેણ સંદિગહ' ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છે! ઇચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહીએ વિરાણાએ, ગમનાગમણે, પાણકમણે, બીયક્કમણે, હરિયક્કમણે ઓસા – ઉર્લિંગ – પણગ – દગ – મટ્ટી – મક્કડા - સંતાણા – સંકમણે ! જે મે જીવા વિરાહિયા! એગિદિયા, બેઈદિયા, તેઈંદિયા, ચઉરિદિયા, પંચિંદિયા ! અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિવાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડે આ પ્રાકૃત સૂત્રનો ગુજરાતીમાં શબ્દાર્થ નીચે પ્રમાણે છે : ઇચ્છા પ્રમાણે ભગવન્! આજ્ઞા આપો, હું ઐયપથિકી પ્રતિક્રમણ કરું? ગમનાગમનમાં પ્રાણીને ચાંપતાં દબાવતાં, કચડતાં), બીજને ચાંપતાં, લીલોતરીને ચાંપતાં, ઝાકળ, કીડીનાં દર, લીલફૂગ, પાણી, કાદવ, કરોળિયાના જાળાને ચાંપતાં – મેં જે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોને લાતે માર્યા હોય, ધૂળે ઢાંક્યા હોય ભોંય સાથે ઘસ્યા હોય, અથડાવ્યાકૂટાવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, ખેદ પમાડ્યો હોય, ઉદ્વેગ પમાડ્યો હોય, એક સ્થાનેથી બીજે સ્થાને મૂક્યા હોય, જીવિતથી છૂટા કર્યા હોય મારી નાખ્યા હોય) તે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. ( તે માટે હું ક્ષમા માંગું છું.) એ સૂત્રમાં આવતા પારિભાષિક શબ્દોના અર્થ જોઈએ : પાણક્કમણે એટલે પ્રાણો (જીવો)ને ચાંપીને ઉપર ચાલતાં. બીય%મણે” એટલે બીજ બિયાં)ને ચાંપતાં. હરિમક્કમણે એટલે હરિત અથવા લીલી વનસ્પતિને, લીલોતરીને ચાંપતાં. ઓસા' એટલે ઓસ અથવા ઝાકળ. ઉનિંગ એટલે માટીમાં ગોળ છિદ્ર પાડનાર જીવો, જે ગધૈયા તરીકે ઓળખાય છે. ઉસિંગનો બીજો એક અર્થ થાય છે કીડીઓનાં દર. પણગ” એટલે લીલ, ફૂગ, પચરંગી સાધારણ વનસ્પતિ. દગમટ્ટી એટલે ઢીલો કાદવ, કીચડ, દગ અને મટ્ટી એમ જુદા જુદા શબ્દ લઈએ તો દગ (દક) એટલે કાચું પાણી અને મટ્ટી એટલે માટી. મકડા-સંતાણા' એટલે કરોળિયાનાં જાળાં. ૧૪ર જૈન આચારદર્શન Page #191 -------------------------------------------------------------------------- ________________ ‘સંક્રામણે’ એટલે એના ઉ૫૨ સંક્રમણ કર્યું હોય, તે ચાંપીને ઉપર ચાલ્યા અને એ રીતે તે જીવોની જે વિરાધના કરી હોય એટલે કે તેઓને કષ્ટ, દુઃખ આપ્યું હોય. તે માટે આ પ્રમાણે ક્ષમા માગવામાં આવે છે. જૈન ધર્મમાં જીવ દ્રવ્ય વિશે (તથા અન્ય દ્રવ્ય વિશે પણ) જેટલી ઊંડી વિચારણા થઈ છે તેટલી દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા નહિ મળે. જીવ વિચાર’ નામના ધર્મગ્રંથમાં જીવોનું બહુ સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જ્યાં ચેતનાશક્તિ છે ત્યાં જીવન છે. જે પોતાની મેળે હરીફરી શકે, હાલીચાલી શકે એવા ત્રસ જીવો અને પોતાની મેળે હરીફરી ન શકે તેવા સ્થાવર જીવોના પણ પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચે સ્થાવર જીવો છે અને માણસ, ગાય, ભેંસ, બળદ, પોપટ, ચકલી, ઉંદર, સાપ, વીંછી, ભમરો, કીડી, મંકોડો વગેરે ત્રસ જીવો છે. ત્રસ અને સ્થાવર જીવોમાં જે જીવત્વ છે તે પ્રાણને આધારે છે. જ્યાં પ્રાણ છે ત્યાં જીવ છે અને જ્યાં જીવ છે ત્યાં પ્રાણ છે. આવા દસ પ્રકારના પ્રાણ બતાવવામાં આવે છે. એ દસ તે પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ અથવા, યોગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. પાંચ ઇન્દ્રિય તે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. આ ઇન્દ્રિયોને રહેવાનાં સ્થળ અથવા ઠેકાણાં તે અનુક્રમે ચામડી, જીભ, નાક, આંખ અને કાન. ત્રણ બળ અથવા યોગ આ પ્રમાણે છે : જેના વડે આપણે વિચાર કરી શકીએ તે મનોબળ, જેના વડે બોલી શકીએ, અવાજ ઉચ્ચારી શકીએ તે વચનબળ અને જેના વડે ઊઠવું, બેસવું વગેરે કાર્ય કરી શકીએ તે શરીરબળ. જે શક્તિ વડે શરીરમાં વાયુ દાખલ કરી શકીએ, રાખી શકીએ અને બાર કાઢી શકીએ તે શ્વાસોચ્છ્વાસ અને જે શક્તિ વડે શરીરમાં જીવત્વ અમુક કાળ સુધી ટકી શકે તે આયુષ્ય. ઇન્દ્રિયની સંખ્યા પ્રમાણે જીવો પાંચ પ્રકારના છે, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય, અને પંચેન્દ્રિય. એકેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, બેઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય, તેઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, ૨સનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય હોય છે. (કેટલી ઇન્દ્રિય અને કઈ કઈ છે એ યાદ રાખવા માટે સહેલો ઉપાય એ છે કે પોતાના ચહેરામાં સૌથી નીચે દાઢી - હડપચી (સ્પર્શ)થી શરૂ કરી ઉપર જતાં જીભ, પછી નાક, પછી આંખો અને પછી કાટખૂણે કાન એમ અનુક્રમ ઉમેરતા જવાથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિયનો ખ્યાલ આવશે.) www ઈરિયાવહી ઐપિથિકી) * ૧૪૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી' સૂત્રમાં જીવોને માટે આવતા શબ્દોની સમજ નીચે પ્રમાણે છે : ‘એંગિદિયા’ એટલે એકેન્દ્રિય જીવો. એકેન્દ્રિય જીવોને ફક્ત સ્પર્શેન્દ્રિય હોય છે. તેમની ગણના તિર્યંચ ગતિના જીવોમાં થાય છે. એકેન્દ્રિય જીવો પાંચ પ્રકારના છે ઃ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય (તેજસકાય), વાયુકાય અને વનસ્પતિકાય. એકેન્દ્રિય જીવોને ચા૨ પ્રાણ હોય છે : (૧) શરીર (સ્પર્શેન્દ્રિય), (૨) શરીરબળ (કાયયોગ), (૩) શ્વાસોચ્છ્વાસ અને (૪) આયુષ્ય. કાચી માટી, પથ્થર, મીઠું વગેરે પૃથ્વીકાય જીવો છે. પાણી અપકાયના જીવો છે. અગ્નિ તેઉકાયના જીવો છે. હવા, પવન તે વાયુકાયના જીવો છે અને શેવાળ, ઝાડપાન વગેરે વનસ્પતિકાયના જીવો છે. બિઇંદિયા એટલે બે ઇન્દ્રિયવાળા જીવો. તેઓને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય (જીભ) એ બે ઇન્દ્રિયો હોય છે. તે પણ તિર્યંચ કહેવાય છે. બે ઇન્દ્રિયવાળા જીવોને છ પ્રાણ હોય છે : (૧) શરીર (સ્પર્શેન્દ્રિય), (૨) રસનેન્દ્રિય (જીભ), (૩) શરીરબળ (કાયયોગ), (૪) વચનબળ (વચનયોગ), (૫) શ્વાસોચ્છ્વાસ અને (૬) આયુષ્ય. બેઇન્દ્રિય જીવોમાં લોહી ચૂસનારા જળો વગેરે, વરસાદમાં ઉત્પન્ન થનારાં અળસિયાં વગેરે. વાસી અને એંઠા અન્નજળમાં ઉત્પન્ન થનારાં લાળિયાં, પેટમાં ઉત્પન્ન થનારાં નાના જીવો તે કરમિયાં અને મોટા તે ગંડોલા, પાણીમાં ઉત્પન્ન થનારા પોરા, સમુદ્રમાં ઉત્પન્ન થનારા શંખ, કોડા વગેરે વગેરે, લાકડામાં ઉત્પન્ન થનારા કીડા તે મેહ વગેરે ગણાય છે. તેઇંદિયા’ એટલે ત્રણ ઇન્દ્રિયવાળા જીવો. તે પણ તિર્યંચ કહેવાય છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય હોય છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોને સાત પ્રાણ હોય છે: સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, કાયયોગ, વચનયોગ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય. ત્રણ ઇન્દ્રિયવાળા વોમાં માણસના માથામાં ઉત્પન્ન થનાર જૂ, શરીરના મેલમાં ઉત્પન્ન થનાર સફેદ જૂ, ઝાડના થડ વગેરેમાં થના૨ મંકોડા, પથારીમાં ઉત્પન્ન થનાર માંકડ, કાનમાં પેસી જનાર કાનખજૂરા, મીઠાઈ-ગળપણમાં થના૨ વિવિધ પ્રકારની રાતી, કાળી કીડી, અનાજમાં ઉત્પન્ન થનાર ધનેડાં, ઇયળ વગેરે તથા બીજી ઘણી જાતના જીવો છે. ચઉચિંદિયા અથવા ચૌરેંદિયા એટલે ચતુરિન્દ્રિય, ચાર ઇન્દ્રિયવાળા જીવો. તે પણ તિર્યંચ ગતિના જીવ તરીકે ગણાય છે. ૧૪૪ જૈન આચારદર્શન Page #193 -------------------------------------------------------------------------- ________________ ચાર ઇન્દ્રિયવાળા જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય હોય છે. ચૌરેન્દ્રિય જીવોને આઠ પ્રાણ હોય છે ઃ ત્વચા, જીભ, નાક, આંખ, કાયયોગ, વચનયોગ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય. ચાર ઇન્દ્રિયવાળા જીવોમાં પુષ્પાદિની સુગંધ લેનાર ભમરા, ભમરી, મધમાખી વગેરે, પાણી, કીચડ વગેરેમાં ઉત્પન્ન થના૨ મચ્છરો, ગંદકીમાં ઉત્પન્ન થનાર માખી, ડાંસ વગેરે, છાણ વગેરેમાં ઉત્પન્ન થનાર વીંછી, ઘોડાના તબેલામાં ઉત્પન્ન થનાર બગાઈ, દીવાબત્તી પાસે આવનાર પતંગિયાં, ખેતરમાં ધાન્ય ખાઈ જનાર તીડ, જાળામાં રહેનાર કરોળિયા, અંધારામાં રહેનાર વાંદા, કંસારી વગેરે પ્રકારના જીવો ગણાવવામાં આવે છે. ‘પર્ગિર્દિયા’ એટલે પંચેન્દ્રિય, પાંચ ઇન્દ્રિયવાળા જીવો. તેઓને પાંચે ઇન્દ્રિયો સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને ક્ષોન્દ્રિય હોય છે. પંચેન્દ્રિય જીવો મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારકી એ ચારે ગતિમાં હોય છે. પંચેન્દ્રિય અને સંશી પંચેન્દ્રિય એવા બે પ્રકારો છે. દેવ, નાક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચને સંશી પંચેન્દ્રિય ગણવામાં આવે છે અને તેઓને દસ પ્રાણ હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં સંમૂર્ચ્છિમ મનુષ્યને મનોબળ ન હોવાથી નવ પ્રાણ હોય છે. કેટલાક સંમૂર્ચ્છિમ મનુષ્યોને વચનબળ પણ હોતું નથી. તેઓને આઠ પ્રાણ હોય છે. કેટલાક સંમૂર્ચ્છિમ જીવો શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ પૂરી કર્યા વગર મૃત્યુ પામે તો તેમને સાત પ્રાણ હોય છે. આ જીવોની, ઈરિયાવહી સૂત્રમાં દર્શાવ્યા પ્રમાણે, દસ પ્રકારે વિરાધના થાય છે એટલે કે તેમને દુઃખ, કષ્ટ અપાય છે અને એ દ્વારા પાપકર્મ બંધાય છે. એ નીચે પ્રમાણે છે : (૧) અભિહયા એટલે અભિહતા. એટલે કે લાતે મરાયા, ઠોકરે માર્યા, અથડાવ્યા, સામે આવતાને હસ્યા હોય. (૨) વત્તિયા – એટલે વર્તિતા, એટલે કે ધૂળ વડે ઢાંક્યા હોય અથવા ઢંકાયા હોય. - (૩) લેસિયા – એટલે શ્લેષિત, આશ્લેષિત. એટલે કે ભીંસ્યા હોય, ભોંય સાથે ઘસ્યા હોય કે ઘસાયા હોય અથવા મસળ્યા હોય. - (૪) સંઘાઇઆ એટલે સંઘાતિત કર્યા હોય. અર્થાત્ પરસ્પર શરીર દ્વારા અળાવાયા હોય, એકઠા કર્યા હોય. (૫) સંઘટ્ટિયા એટલે સંઘટ્ટિત એટલે થોડા સ્પર્શથી દુભવ્યા હોય. ઈરિયાવહી ઐપિથિકી) * ૧૪૫ - Page #194 -------------------------------------------------------------------------- ________________ (૬) પરિયાવિયા – એટલે પરિતાપિતા અર્થાત્ પરિતાપ ઉપજાવ્યો હોય, દુઃખ આપ્યું હોય, કષ્ટ ક્લેશ કરાવ્યો હોય, હેરાનપરેશાન કર્યાં હોય. - (૭) કિલામિયા – એટલે ક્લામિત કર્યાં હોય, ખેદ પમાડ્યો હોય, અધમૂઆ કે મૃતઃપ્રાય કરી નાખ્યા હોય. (૮) ઉદ્દતિયા એટલે ઉપદ્રવિત અથવા અવદ્રાવિત કર્યાં હોય અર્થાત્ ગભરાવ્યા હોય, થરથરાવ્યા હોય, ત્રાસ આપ્યો હોય, બીક બતાવી હોય. (૯) ઠાણાઓ ઠાણું સંકામિયા – એટલે સ્થાનાત્ સ્થાનં સંક્રામિતા – અર્થાત્ એક સ્થાનેથી બીજે સ્થાને સંક્રમિત કર્યાં હોય, મૂક્યા કે ફેરવ્યા હોય અથવા પોતાના સ્થાનેથી વિખૂટા પાડી દીધા હોય. (૧૦) જીવિયાઓ વવરોવિયા – જીવિતથી વ્યપોપિતિ કર્યા હોય એટલે કે છૂટા કર્યા હોય. અર્થાત્ જીવથી માર્યા હોય, મારી નાખ્યા હોય. ઈરિયાવહી સૂત્ર (૧) ઇચ્છામિ (૨) પડિમિઉ (૩) ઈરિયા – વહિયાએ અને (૪) વિરાહણાએ આ ચાર પદોના વિસ્તારરૂપે છે. સૂત્રમાં મુખ્ય ચાર વિભાગ પડે છે અને સૂત્રમાં સાત સંપદાઓ છે. ઈરિયાવહી સૂત્ર ઇચ્છાકારેણ' શબ્દથી શરૂ થાય છે. ત્યાર પછી પણ એમાં ઇચ્છું” અને ઇચ્છામિ' શબ્દો આવે છે. આ બતાવે છે કે ઈરિયાવહી”માં ઇચ્છા'ના પ્રકારની સામાચારી છે. જૈન ધર્મવિધિઓ કે આચારો વિશે શાસ્ત્રોમાં દસ પ્રકારની સામાચારી આ પ્રમાણે બતાવવામાં આવી છેઃ (૧) ઇચ્છા, (૨) મિચ્છા, (૩) આવિસ્સયા, (૪) નીસિહિઆ, (૫) છંદણા, (૬) તત્તિ, (૭) પૃચ્છા, (૮) પ્રતિપૃચ્છા, (૯) ઉપસંપદા અને (૧૦) નિમંત્રણા. ઈરિયાવહીમાં ‘ઇચ્છા’ સમાચારી છે. એટલે કે શિષ્યની ઇચ્છા હોય તો ગુરુ આજ્ઞા આપે અને આજ્ઞા આપવાની ગુરુની ઇચ્છા હોય તો તેઓ આજ્ઞા આપે. આ સામાચારીમાં કોઈ આગ્રહ હોતો નથી. ઈરિયાવહી’ એ ઇચ્છા'ના પ્રકારની સામાચારી હોવાથી શિષ્ય સ્વેચ્છાએ તે માટે ગુરુની આજ્ઞા માગે છે. આમ, ઈરિયાવહી એટલે સંક્ષિપ્ત અથવા લઘુ પ્રતિક્રમણ. ઈરિયાવહી પ્રતિક્રમણનનો એટલે વિધિ આલોચના-પ્રતિક્રમણનો જઘન્યમાં જઘન્ય વિધિ છે, કારણ કે એમાં સામાન્ય નિમિત્તોથી થયેલા નાના દોષોનું તરત પ્રતિક્રમણ કરવાનું હોય છે. (મોટા દોષોની શુદ્ધિ માટે મોટા પ્રતિક્રમણની જુદી જુદી વિધિઓ છે.) આ વિધિમાં તરત લાગેલાં તાજાં કર્મોને ખંખેરી નાખવાનાં હોય છે. મન, વચન અને કાયાના વિવિધ યોગોથી ભારે અને હળવાં કર્મો બંધાય છે ઃ ક્યારેક મોટા કષાયો થાય છે. પરંતુ સામાન્ય ગમનાગમનમાં મુખ્યત્વે હિંસાનો દોષ લાગે ૧૪૬ * જૈન આચારદર્શન Page #195 -------------------------------------------------------------------------- ________________ છે. ઇચ્છા હોય કે ન હોય, ગમનાગમનમાં વિશેષતઃ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની વિરાધના અવશ્ય થાય છે. એકંદરે તે અજાણતાં, અહેતુપૂર્વક થાય છે, તો ક્યારેક જાણતાં અને હેતુપૂર્વક થાય છે. એવાં તાજાં બંધાયેલાં નાનાં કર્મોના ક્ષય માટે આ આલોચના-પ્રતિક્રમણની વિધિ ઈરિયાવહી' છે. જૈન સાધુ-સાધ્વીઓ માટે પાંચ મહાવ્રત ઉપરાંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એને અષ્ટ પ્રવચનમાતા પણ કહેવામાં આવે છે. એમાં પાંચ સમિતિમાં સૌથી પ્રથમ સમિતિ તે ઈર્ષ્યાસમિતિ છે. સમિતિ એટલે વિવેકપૂર્વકની, યત્નાપૂર્વકની પ્રવૃત્તિ. ઈર્ષ્યાસમિતિનું પાલન કરવા માટે સાધુ-સાધ્વીઓએ માર્ગમાં જોઈ – સંભાળીને ચાલવું. સાધુ-સાધ્વીઓએ અંધારામાં ગમનાગમન કરવાનું હોતું નથી. માણસોની અવરજવરવાળા, સૂર્યપ્રકાશથી પ્રકાશિત થયેલા માર્ગમાં ચાર હાથ આગળ જેટલી ભૂમિ ૫૨ નીચે દૃષ્ટિ રાખીને, જીવોની હિંસા ન થાય એ રીતે લક્ષ રાખીને, સાધુ-સાધ્વીઓએ ગમનાગમન કરવાનું હોય છે કે જેથી પોતાને તત્સંબંધી ઓછામાં ઓછો દોષ લાગે. ઐર્યાપથિકી વિરાધના શરીરની જવાઆવવાની – ગમનાગમની ક્રિયાથી થાય છે. તેમાં જીવોની હિંસા થતી હોવાથી કર્મ બંધાય છે. આ વિરાધના પહેલા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાન સુધી રહેલા જીવોથી થાય છે. એટલે આ વિરાધના શ્રમણ ભગવંતોથી પણ થવાનો સંભવ રહે છે. એટલે ગમનાગમનથી લાગેલાં કર્મ માટે તેઓને પણ ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું હોય છે. એ તેમની સતત જાગૃત દશા સૂચવે છે. ઈરિયાવહી પ્રતિક્રમણ કાઉસગ્ગ સાથે કરવાનું હોય છે. કાઉસગ્ગ કરતાં પહેલાં વિશુદ્ધિકરણ માટે તથા માયા, નિદાન અને મિથ્યાત્વરૂપી શલ્યથી રહિત થવા માટે ‘તસ્સ ઉત્તરી’ સૂત્ર અને કાઉસગ્ગ માટે અન્નત્થ” સૂત્ર બોલવાનું હોય છે. કાઉસગ્ગ લોગસ્સ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યાર પછી પ્રગટ લોગસ્સ બોલવાનો હોય છે. આમ, ઇચ્છામિ ખમાસમણ, ઈરયાવહિયા, તસ્સ ઉત્તરી, અન્નત્થ અને લોગસ્સ (કાઉસગ્ગ અને પ્રગટ) મળીને આ વિધિ પૂર્ણ થાય છે. ઈરિયાવહી સૂત્રમાં જીવોની વિરાધના માટે ક્ષમા માંગવામાં આવે છે. આમ તો સમસ્ત ચૌદ રાજલોકમાં (સમગ્ર વિશ્વમાં) ચોર્યાસી લાખ પ્રકારની જીવાયોનિના અનંતાઅનંત જીવો છે. એ સર્વ જીવરાશિની ક્ષમાપના કરવાની છે. પરંતુ આ જીવોનું મુખ્ય વર્ગીકરણ લઈએ તો કુલ ૫૬૩ પ્રકારના જીવો ગણાવવામાં આવે છે. શ્રી શાન્તિસૂકૃિત જીવ વિચાર પ્રકરણ’માં અને જીવવિચાર વિશેના અન્ય ગ્રંથોમાં સંસારના સમસ્ત જીવોના જે ૫૬૩ પ્રકાર જણાવ્યા છે, તેમાં મનુષ્યના ઈરિયાવહી ઐપિથિકી) * ૧૪૭ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ભેદ છે. તે આ પ્રમાણે છેઃ ૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના અને ૫૬ - અંતદ્વીપના એમ મળીને ૧૦૧ ભેદ થાય. તેમાં અપર્યાપ્ત મનુષ્યો અને પર્યાપ્ત મનુષ્યો એવા બે ભેદ થતાં ૨૦૨ ભેદ થાય. તેમાં સંમૂઠ્ઠિમ મનુષ્યના ૧૦૧ ભેદ ઉમેરતાં કુલ ૩૦૩ થાય. (સંમૂર્છાિમ જીવ અપર્યાપ્ત જ હોય.). તિર્યંચ ગતિના જીવોના કુલ ૪૮ ભેદ બતાવવામાં આવે છે. એમાં સ્થાવરના ૨૨ ભેદ, વિકસેન્દ્રિયના ૬ ભેદ અને તિર્યંચ પંચેન્દ્રિયમાં જલચરના ૪, સ્થળચરના ૧૨ તથા ખેચરના ૪ મળીને ૨૦ ભેદ એમ કુલ ૪૮ ભેદ બતાવવામાં આવે છે. દેવગતિના કુલ ૧૯૮ ભેદ છે. તે આ પ્રમાણે છે : ભુવનપતિના ૨૫, અંતરના ૨૬, જ્યોતિષ્કના ૧૦ અને વૈમાનિક દેવના ૩૮ એમ બધા મળીને ૯૯ ભેદ થાય. તે દરેકના અપર્યાપ્ત અને પર્યાપ્ત એવા બે ભેદ કરતાં કુલ ૧૯૮ ભેદ થાય. નારકીના જીવોના ૧૪ ભેદ છે. એમાં સાત નારકીના સાત ભેદ અને તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ ગણીએ તો કુલ ૧૪ ભેદ થાય. આમ મનુષ્યના ૩૦૩, તિર્યંચના ૪૮, દેવોના ૧૯૮ અને નારકીના ૧૪ એમ બધા મળીને કુલ પ૬૩ પ્રકારના જીવો છે. આ જીવોની ઈરિયાવહી સૂત્રમાં બતાવ્યા પ્રમાણે દસ પ્રકારે વિરાધના થાય; અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટિંઆ, પરિયાવિયા, કિલામિયા, ઉડિયા, ઠાણાઓ ઠાણે સંકમિયા, જીવિયાઓ વવરોવિયા. આમ પ૬૩ પ્રકારના જીવોની પ્રત્યેકની દસ પ્રકારે વિરાધના ગણતાં ૫૬ ૩૦ ભેદ થાય. આ વિરાધના રાગથી પણ થાય અને દ્વેષથી પણ થાય. એટલે કે પ૬૩૦૩=૧૧૨૬૦ ભેદ થાય. વળી તે મનથી અથવા વચનથી અથવા કાયાથી એમ ત્રણ યોગ થાય. એટલે કે ૧૧૨૬ =૩૩૭૮૦ ભેદે થાય. “ઈરિયાવહીની વિધિનું મહત્ત્વ જૈન ધર્મમાં એટલું બધું બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ ધાર્મિક ક્રિયા કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવી જોઈએ. ગતના તમામે તમામ જીવો સાથે કરુણાસભર હૃદયથી ક્ષમાપના અને મૈત્રી કર્યા વિના ધર્મક્રિયા સારી રીતે થઈ ન શકે. એટલા માટે સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન ઇત્યાદિ કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવાનું ફરમાન છે. દુઃખ કે કષ્ટના નિવારણ માટે ૧૦૮ વાર ઈરિયાવહી કરવાની ભલામણ છે. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે : अडिक्कंताए ईरियावहिआए न कप्पइ चेव काउं चिकि वि चिइवंदण सज्झायज्झाणाइ अ। ઈરિયાવહી ઈયપથિક પ્રતિક્રમણ કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય, સાય ૧૪૮ ને જેન આચારદર્શન Page #197 -------------------------------------------------------------------------- ________________ આદિ કંઈ પણ કરવું કલ્પતું નથી.] દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે: ईर्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्ध तापते । ઈયપથ પ્રતિક્રમણ કર્યા વિના અન્ય કાંઈ પણ કરવું નહિ, કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે.) આમ, ઈરિયાવહીનો મહિમા જૈન ધર્મમાં ઘણો મોટો છે. વિશ્વમાં પર્યાવરણની સમતુલા જાળવવા માટે પણ ઈરિયાવહીની આવશ્યકતા છે. ઈરિયાવહી જો પૂરા ભાવપૂર્વક કરવામાં આવે તો તે કેવળજ્ઞાન અને મોક્ષગતિ અપાવી શકે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં અઈમુત્તા, ઢઢુંઢર, વમ્બલિ વગેરે મુનિઓએ ઈરિયાવહીની ઉત્તમ આરાધના કર્યાના ઉલ્લેખો સાંપડે છે. વર્તમાનકાળ દુઃષમ છે અને એવું સંઘયણ બળ રહ્યું નથી, તોપણ જયણાપૂર્વકની જાગૃતિ સાથે આ આરાધનાથી આત્મશુદ્ધિના પંથે વધુ આગળ પ્રયાણ તો અવશ્ય થઈ શકે છે. વળી આ વિરાધના ત્રણ કરણથી થાય – કરવું, કરાવવું અને અનુમોદવું, એટલે ૩૩૭૮૦૩=૧૦૧૩૪૦ ભેદ થાય. વળી તે ત્રણ કાળની અપેક્ષાએ – ભૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ થાય. એટલે ૧૦૧૩૪૩૩૦૪૦૨૦ ભેદે થાય. આટલી બધી વિરાધના માટે જે મિચ્છા મિ દુક્કડ કરવાનું છે તે છની સાક્ષીએ કરવાનું છે, એટલે કે અરિહંત ભગવંતની સાક્ષીએ, સિદ્ધ ભગવંત, સાધુ ભગવંત, દેવ, ગુરુ અને પોતાના આત્માની સાક્ષીએ ક્ષમા માંગવાની છે. આમ ૩૦૪૦૨૬= ૧૮,૨૪૧૨૦ ભેદે ક્ષમા માંગવાની છે. આમ, ઈરિયાવહી સૂત્ર બોલવા દ્વારા સંસારના સર્વ જીવોની ૧૮૨૪૧૨૦ ભેદે ક્ષમા માગવામાં આવે છે. કોઈકને પ્રશ્ન થાય કે આટલું બધું ઝણું કરવાની જરૂર શી ? જરૂર એટલા માટે કે કોઈ પણ અપેક્ષાએ કોઈ પણ જીવની ક્ષમા માગવાની રહી ન જાય. કોઈ પણ અપેક્ષાએ રહી જાય તો એટલી અપૂર્ણતા રહે, ત્રુટિ ગણાય. કાર્ય સંપૂર્ણપણે સફળ ન ગણાય. કોઈકને પ્રશ્ન થાય કે ઈરિયાવહી સૂત્ર બોલતાં અડધી મિનિટ પણ થતી નથી. ધીમે ધીમે બોલીએ તો બે-ચાર મિનિટ થાય. એટલા અલ્પકાળમાં ૧૮૨૪૧૨૦ ભેદ પૂરા કેવી રીતે થાય ? એકએક ભેદ જુદો ગણતા જઈએ તો દિવસો નીકળી જાય. એનું સમાધાન એ છે કે અહીં સ્થળ છૂક ગણના કરતાં એની સમજ અને એ માટેનો નિર્મળ ભાવ મહત્ત્વનાં છે. અંતર જાગૃત હોય તો આ બધા ભેદો ઉપરનો ઉપયોગ ક્ષણવારમાં ફરી વળે છે. ભેદોનું વિભાજન તો સાચી ઊંડી સમજણ માટે, દષ્ટિની વિશાળતા માટે, અને ક્રિયાની પરિપૂર્ણતા માટે છે. ઈરિયાવહી ઐયપથિક) ક ૧૪૯ Page #198 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન – વિરમણ જૈન ધર્મમાં સંયમની આરાધના માટે, સમ્યક આચાર માટે સાધુઓનાં પાંચ મહાવ્રત બતાવવામાં આવ્યાં છે : (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. આ પાંચ મહાવ્રત ગૃહસ્થોએ અમુક અંશે પાળવાનાં હોવાથી તેને અણુવ્રત કહેવામાં આવે છે. આ પાંચ વ્રતમાં ત્રીજું વ્રત છે અસ્તેય વ્રત અથવા અદત્તાદાન – વિરમણ વ્રતસ્થૂલ ચોરી ન કરવી એટલી જ વાત નથી. ન આપેલું ન ગ્રહણ કરવું ત્યાં સુધી આ વ્રતના વિષયને વિસ્તારવામાં આવ્યો છે અને એની સૂક્ષ્મ ભાવનાને તો એથી પણ વધુ ઊંચે લઈ જવામાં આવી છે. મત્તાવાનું તેય I – અદત્તાદાન એટલે ચોરી એવી સામાન્ય વ્યાખ્યા આપવામાં આવે છે, પરંતુ એમાં એથી વિશેષ અર્થ રહેલો છે. “સર્વાર્થસિદ્ધિમાં કહ્યું यत्र संक्लेशपरिणामेन प्रवृत्तिस्तत्रस्येयं भवति, बाह्यवस्तुनो ग्रहणे चाग्रहणे च। બાહ્ય સ્થૂલ વસ્તુનું ગ્રહણ હોય કે ન હોય, પરંતુ જ્યાં સંક્લેશ પરિણામની પ્રવૃત્તિ થતી હોય તે ચોરી છે. આમ, અસ્તેય કરતાં “અદત્તાદાન વિરમણ' શબ્દમાં વધારે વ્યાપક, ગહન અને સૂક્ષ્મ અર્થ રહેલો છે. દત્ત એટલે આપેલું. અદત્ત એટલે કોઈએ નહિ આપેલું. આદાન એટલે ગ્રહણ કરવું. વિરમણ એટલે અટકવું. આમ, કોઈએ પોતાને નહિ આપેલી એવી વસ્તુનું ગ્રહણ ન કરવું એટલે અદત્તાદાન વિરમણ વ્રત તરીકે “અચૌર્ય કે “અસ્તેય' શબ્દ કરતાં “અદત્તાદાન વિરમણ' શબ્દ વધારે ગંભીર અને ગૌરવવાળો છે અને સાધકને માટે તો એ જ શબ્દ વધુ ઉચિત છે. ૧૫o જ જૈન આચારદર્શન Page #199 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન અથવા ચોરી માટે પ્રશ્ન વ્યાકરણમાં જુદા જુદા સમાન્તર અર્થ કે ભાવવાળા પ્રાકૃત શબ્દો આપ્યા છે, જેમ કે ચોરિકk, (ચોરી), પરહર્ડ બીજાની વસ્તુ ભોળવીને ચાલાકીથી પડાવી લેવી), કૂરિડ નિર્દય બનીને, ધમકી આપીને છીનવી લેવું, પરલાભ (મહેનત કર્યા વિના બીજાનો લાભ ઉઠાવવો), અસંજમ બીજાની વસ્તુ લેવામાં સંયમરહિત બનવું, લોલિક (બીજાની આકર્ષક વસ્તુ જોઈ તે મેળવી લેવા લાલચુ બનવું), અવહાર (દુષ્ટતા, અવિનય કે ઉદ્ધતાઈથી બીજાની વસ્તુ પડાવી લેવી, હથલધુત્તર્ણ (બીજાને ન દેખાય એ રીતે હાથની લાઘવતાથી કામ પતાવી લેવું, જેમ કે ખિસ્સાકાતરુઓ કરે છે તેમ), અપચ્ચઓ વિશ્વાસઘાત કરવો), કુલમસી પોતાના કુટુંબને કલંક લગાડનારું કામ), વગેરે. માણસ સ્વભાવથી ચોર નથી, માટે ચોરી ન કરવાની બાબતને વ્રતનું સ્વરૂપ આપવાની જરૂર નથી એવી દલીલ કોઈ કરે તો તે નિરર્થક છે. આ વ્રતની જે સૂક્ષ્મ મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે તેનો જો બરાબર અભ્યાસ કરવામાં આવે તો લાગ્યા વગર રહેશે નહિ કે માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહિ, સામાજિક દૃષ્ટિએ પણ આ વ્રતની ભાવના મનુષ્યજીવન માટે ઘણી ઉપકારક છે. અદત્તાદાન વિરમણ વ્રત પાંચ મહાવ્રતમાં બરાબર મધ્યમાં આવે છે. પહેલાં બે વ્રતના પોષણ અર્થે જ આ ત્રીજું વ્રત પણ બતાવવામાં આવ્યું છે. અહિંસા અને સત્ય સાથે અસ્તેય વ્રત ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે. પહેલાં બે વ્રતનું કે બેમાંથી કોઈ એકનું બરાબર પાલન કરી ન શકનાર વ્યક્તિ આ ત્રીજું વ્રત પણ બરાબર પાળી ન શકે. આ ત્રીજા વ્રતનું પાલન કરનાર પહેલાં બે વતમાં દઢ રહી શકે છે. વળી જેઓ આ ત્રીજું વ્રત સ્થળ અને સૂક્ષ્મ દૃષ્ટિએ બરાબર પાળે છે તેઓને માટે ચોથા અને પાંચમા વ્રતનું પાલન સરળ બની જાય છે. પાંચ મહાવ્રતોમાં અસ્તેય વ્રતને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે તે સકારણ છે એમ વિવિધ દૃષ્ટિબિંદુથી જોતાં જણાશે. વ્રતભંગ કરનાર લોકોની સંખ્યાના પ્રમાણની દષ્ટિએ જોઈએ તોપણ તે યોગ્ય જણાશે. દુનિયામાં અપરિગ્રહ વ્રતનો ભંગ કરનાર માણસો કરતાં બહ્મચર્ય અથવા સ્વદારાસંતોષના વ્રતનો ભંગ કરનાર લોકો વધુ હશે. એથી વધુ લોકો અસ્તેય વ્રતનો ભંગ કરનાર, એથી વધુ અસત્ય બોલનાર અને એથી વધુ સ્થલ-સૂક્ષ્મ હિંસા કરનાર લોકો હશે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચાર ગતિના જીવોમાંથી ચોરીની સૌથી વધુ શક્યતા મનુષ્યભવમાં જ છે. મનુષ્યભવમાં જ જેમ એક તરફ જીવને માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉત્તમોત્તમ આરાધના કરી મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાની શક્યતા રહેલી છે, તેમ બીજી બાજુ ગરીબી, બેકારી, વેર લેવાની વૃત્તિ વગેરે તથા અાધન – વિરમણ કક ૧૫૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષથી પ્રેરાઈને ચોરીનું ભારેમાં ભારે દુષ્કર્મ કરવાની શક્યતા રહેલી છે. મનુષ્યનું કુટિલ ચિત્ત અણહકનું મેળવવાના અનેક રસ્તા શોધી કાઢે છે અને તે મેળવીને તેમાં રાચે છે. જેમ જમાનો આગળ વધતો જાય તેમ તેમ ચોરી કરવાના નવા નવા પ્રકારો, નવા નવા પ્રયોગો, યુક્તિ-પ્રયુક્તિઓ વગેરે શોધાતાં રહે છે. આવાં કામોમાં પણ મનુષ્યનું ફળદ્રુપ ભેજું વિવિધ રીતે કામ કરવા લાગે છે. અત્યારે દુનિયાભરમાં વૈજ્ઞાનિક પ્રગતિને કારણે ઇલેક્ટ્રોનિક સાધનો અમલમાં આવ્યાં છે. કમ્પ્યૂટરે દુનિયાભરમાં ઘણી મોટી ક્રાંતિ આણી છે અને ઘણાંબધાં કામો સરળ બનાવી દીધાં છે. બીજી બાજુ કમ્પ્યૂટરને કારણે દુનિયાના પ્રગતિશીલ સમૃદ્ધ દેશોમાં પણ માહિતીની ચોરી ઘણી વધી ગઈ છે. બેંકોનાં ખાતાંઓમાંથી ઉઠાંતરી કરવાના કિસ્સા પણ ઘણા વધી ગયા છે. Electronic Fraud એ આધુનિક જગતનો અદત્તાદાનરૂપી એક મોટો રોગ છે. ચોરીનો વિષય ઘણો વિશાળ છે. એના પ્રકારો અનેક છે અને વખતોવખત નવા નવા શોધાતા જાય છે. ચોરી વિનાનો માનવજાતનો ઇતિહાસ ક્યારેય સંભવી ન શકે. દુનિયામાં બધાં જ માણસો ધનવાન, સુખી અને સાધનસપન્ન હોય તોપણ દુનિયામાંથી ચોરી નિર્મૂળ ન થઈ શકે, કારણ કે અનાદિકાળના એ સંસ્કાર છે. આ તો સ્કૂલ ચોરીની વાત થઈ. સૂક્ષ્મ, માનસિક ચોરીની તો વળી વાત જ જુદી. જ્યાં સુધી મોહ, લોભ જેવા કષાયો છે, ચીજવસ્તુઓ માટેની આસક્તિ છે, સંગ્રહવૃત્તિ છે, ત્યાં સુધી ચોરી રહેવાની. રાજ્યો દ્વારા સજા થવાના ભયને લીધે અને ચોકીપહેરાને લીધે ઘણી ચોરી અટકે છે. વળી માણસે તાળાની શોધ કરીને અસંખ્ય લોકોને ચોરીનો ગુનો કરતાં અટકાવ્યાં છે. માનવજાત ઉ૫૨ આ રીતે તાળાનો ઉપકાર ઘણો મોટો છે. બીજી બાજુ તાળું એ માનવજાતનું કલંક છે, કારણ કે તે અવિશ્વાસનું પ્રતીક છે. ચોરી કરવાનાં જે કેટલાંક કારણો છે તેમાંનું એમ મુખ્ય કારણ છે લોભ. લોભી માણસ ક્યારે ચોરી કરશે તે કહી શકાય નહિ. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્ર’ના બત્રીસમા અધ્યયનમાં કહ્યું છે : रुवे अतित्ते परिग्गहम्मि सत्तोवसत्तो न उवेइ तुट्ठि । अतुट्ठिदोसेण दुही परंस्स लोभाविले आययई अदत्तं ॥ મનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલો જીવ જ્યારે અતૃપ્ત થાય છે ત્યારે તેની આસક્તિ વધે છે અને તે સંતોષ મેળવી શકતો નથી. ત્યારે અસંતોષના દોષ ૧૫૨ જૈન આચારદર્શન Page #201 -------------------------------------------------------------------------- ________________ વડે દુ:ખી થયેલો તે અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરે છે.] अदत्तहारिणो रूवे म्हाभिभूयस अतित्तस्स परिग्गहे યા मायामुसं वड्ढई लोभादोषा तत्थावि दुक्खा न विमुच्चई से ॥ તૃષ્ણાથી પરાભવ પામેલો માણસ અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત રહે છે. અદત્તને હરણ કરનારો તે લોભથી આકર્ષાઈને માયા અને અસત્યના દોષોને વધારી મૂકે છે, છતાં તે દુઃખથી છૂટી શકતો નથી.] मोसस्स पच्छा य पुरत्थओ य पओगकाले य दुही दुरंते । एयं अदत्ताणि समाययंतो रूवे अतितो दुहिओ अणिस्सो ॥ જૂઠ્ઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલવા કાળે પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુઃખી થાય છે. તેમજ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીધેલું ગ્રહણ કરનારો હંમેશાં અસહાય અને દુઃખથી પીડિત રહે છે.] કેટલાંક સાધારણ સ્થિતિનાં માણસોને કોઈ વાડીમાંથી, મંદિરમાંથી કે કોઈ સંસ્થામાંથી શ્રીફળ, સોપારી, પેંડા, લાડુ, ફળ-ફળાદિ મફત મળતાં હોય તો પછી એવું મફત મેળવવાની તેમને આદત પડી જાય છે. એવી વસ્તુ માટે પછી નાણાં ખર્ચવાનો પ્રસંગ આવે છે ત્યારે તેમને ગમતું નથી. એમ કરતાં કરતાં એમનામાં પણ એવી નાનીનાની ચીજવસ્તુઓની ચોરી કરવાની ટેવ પડી જાય છે. એટલા માટે પોતાને કોઈ વસ્તુ હકપૂર્વક મફત મળતી હોય તોપણ એવી વસ્તુ દીર્ઘકાળ સુધી મફત મેળવવી ન જોઈએ કે જેથી એના ખોટા સંસ્કાર પોતાના જીવનમાં ઊંડા ઊતરે. માત્ર ગરીબ લોકો જ ચોરી કરે છે એવું નથી, શ્રીમંતો પણ ચોરી કરે છે. શ્રીમંતો એમના પ્રકારની વેપાર-ધંધામાં ચોરી કરે છે. કેટલીક વાર વ્યવહારમાં ચોરીના નામને પાત્ર ન ગણાય એવી અથવા રાજ્યના કાયદા દ્વારા સજા ન થાય એવી તેઓની ચોરી હોશિયારી, આવડત, કુનેહમાં ખપાવવામાં આવે છે. નાની નાની ચીજવસ્તુઓની શ્રીમંતો કે સાધનસંપન્ન સુખી લોકો દ્વારા જે ચોરી થાય છે એનો તો વળી વિષય જ જુદો છે. ચોરી એ ગુનો છે એવા ભયથી ઘણા અટકે છે. પરંતુ કેટલાકને નાનપણથી કે મોટી વયે વારંવાર ચોરી કરવાનું મન થાય છે. વખત જતાં ચોરી એમને માટે વ્યવસનરૂપ બની જાય છે. અને એથી આગળ જતાં ચોરી એમને માટે માનસિક રોગ બની જાય છે. આવા રોગને અદત્તાદાન વિરમણ ૧૫૩ - Page #202 -------------------------------------------------------------------------- ________________ ‘ક્લેપ્ટોમિનિયા' (Kleptomania) કહે છે. આવી નાની નાની ચોરી પુરુષો કરતાં મહિલાઓ વધારે કરે છે. નાની નાની ચોરી કરવામાં એક પ્રકારનો સૂક્ષ્મ માનસિક આનંદ હોય છે. એ આનંદ શુદ્ધ નહિ પણ અશુદ્ધ, વિકૃત્ત પ્રકારનો હોય છે. વખત જતાં એ એક પ્રકારની ગ્રંથિરૂપે બંધાઈ જાય છે. એથી પોતે જ્યાં સુધી ચોરી ન કરે ત્યાં મુધી ચેન પડતું નથી. આવી ગ્રંથિમાંથી સહેલાઈથી છુટાતું નથી. નાની મનગમતી વસ્તુ સંતાડીને લઈ લેવી એ તેમની કુદરતી ટેવ બની જાય છે. શ્રીમંતોને એવી કોઈ વસ્તુ ખરીદવાનું ન પરવડે એવું નથી, પરંતુ કંઈક ચોરીને મફત મેળવ્યાનો હલકી કોટિનો આનંદ તેમને માટે જુદો જ હોય છે. યુરોપ-અમેરિકાના કેટલાય મોટા મોટા સ્ટોરમાં Shop-Liftingના બનાવો વારંવાર બનતા હોય છે. એમાં પકડાઈ જનાર વ્યક્તિઓ એકંદરે સુખી ઘરની હોય છે. છેતરપિંડીની કલામાં વાણિયા લોકો જૂના વખતથી જાણીતા છે. મીઠું મીઠું બોલવું, વધારે કહીને ઓછું આપવું, તક સાધીને બીજાને શીશામાં ઉતારી દેવો વગેરે પ્રકારની આવડત વણિક લોકોની ઘણી હોય છે. વાણિયાના લોહીમાં જ આ વસ્તુ ઊતરી આવે છે. એથી જ વાણિયાની લુચ્ચા’ તરીકેની છાપ જમાનાજૂની છે. કવિઓએ પણ વણિકનાં શબ્દચિત્રો જૂના વખતમાં દોર્યાં છે. જેમ કે : लौल्येन किंचित्कलया य किंचित् । किंचित् ॥ मापेन किंचित्तुलया च किंचिच्च किंचिच्च प्रत्यक्ष चोरा वणिजा समाहरंति । भवंति ॥ [કેટલુંક લટકાં-મટકાં કરીને, કેટલુંક કલા વડે (એટલે બીજાને ન દેખાય એવી કુશળતાથી), કેટલુંક માપમાં ઘાલમેલ કરીને, કેટલુંક તોલમાં વધઘટ કરીને, એમ વણિક કંઈક કંઈક હરણ કરી લે છે. માટે વણિક પ્રત્યક્ષ ચોર છે એમ જ સમજવું.] આવો જ બીજો એક શ્લોક પણ છે : अधीते यत्किचित्तदपि मुषितं ग्राहकजनं । मृदु बूते यद्वा तदपि विवशीकत्तुमपरं ॥ प्रदत्ते यत्किचित्तदपि समुपादातुमधिकं । प्रपंचोयं वृत्तेरहह गरनं कोऽपि बणिजां ॥ વણિક જે કંઈ કહે તે ગ્રાહકને છેતરવા માટે જ હોય છે. વણિક મીઠું મીઠું બોલે તોપણ ગ્રાહકને વશ કરવા માટે જ હોય છે. વળી ગ્રાહકને જો થોડું કંઈક મફત આપે તે તેનો વધારે ભાવ લેવા માટે જ એમ જાણવું. આમ વણિકના વેપારનો પ્રપંચ ખરેખર ઘણો ઊંડો હોય છે.] ૧૫૪ જૈન આચારદર્શન Page #203 -------------------------------------------------------------------------- ________________ આમ, વેપારધંધામાં જેમ ણિક લોકો કુશળ ગણાય છે તેમ છેતરપિંડીની બાબતમાં પણ વાણિયા લોકોની શાખ જૂના વખતથી જ બગડેલી છે. આપણામાં જેમ વાણિયા લોકો તેમ દુનિયાના જુદા જુદા દેશોમાં પ્રજાના અમુક વર્ગના લોકો વેપારધંધામાં લુચ્ચા અને અપ્રમાણિક ગણાતા હોય છે. જેઓ છેતરપિંડી કરે છે તેઓ બીજાને દુઃખ પહોંચાડે છે. જેનું ધન ચોરાઈ જાય છે તે આપત્તિમાં આવી પડે છે. આવી રીતે બહુ દુઃખી થયેલો માણસ ક્યારેક આપઘાત કરી બેસે છે. અદત્તના ચાર મુખ્ય પ્રકારો આગમોમાં બતાવવામાં આવ્યા છે. પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે सामी - जीवादत्तं तित्थयरेणं तहेव य गुरुहिं । वमदत्तसरुवं परुवियं आगमधरोहिं ॥ (સ્વામી-અદત્ત, જીવ-અદત્ત, દેવ-અદત્ત અને ગુરુ-અદત્ત ચોરીનાં આ ચાર સ્વરૂપ આગમધર જ્ઞાનીઓએ બતાવ્યાં છે.) ૧. સ્વામી-અદત્ત જેની માલિકીની જે વસ્તુ હોય તે તેના આપ્યા વગર લેવી તે સ્વામી અદત્ત છે. મોટી વસ્તુઓની બાબતની દૃષ્ટિએ આ ચોરી છે. પરંતુ નાની નાની ચીજવસ્તુઓ પણ તેના માલિકની રજા વગર ન લેવી જોઈએ. સાધુઓએ પણ ઉપાશ્રય કે મકાનનો ઉપયોગ તેના સંઘની, ટ્રસ્ટીની કે માલિકની રજા લીધા વિના ન કરવો જોઈએ. ૨. જીવ અન જીવ અદત્ત એટલે જીવે પોતે નહિ આપેલું. જે વસ્તુમાં જીવ હોય તે વસ્તુ ગ્રહણ કરવી તે જીવ-અદત્ત. આ ખાસ કરીને મુનિભગવંતોને લાગુ પડે છે, કેમ કે સચિત્ત વસ્તુનો ત્યાગ તેઓએ કરવાનો હોય છે. કોઈ જીવની હત્યા કરવામાં આવે તો તેમાં હિંસા ઉપરાંત જીવ-અદત્તનો દોષ લાગે. - - ૩. તીર્થંકર-અદત્ત – એટલે તીર્થંકરોએ નહિ આપેલું એવું ગ્રહણ કરવું તે. વસ્તુતઃ તીર્થંકર પરમાત્માઓ મોક્ષમાં બિરાજમાન છે અને મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન હોય તોપણ તેઓને કશું આપવા લેવાનો વ્યવહાર રહેતો નથી એટલે અહીં ‘તીર્થંકર અદત્ત' શબ્દ લક્ષણાથી લેવાનો છે અને તેનો મર્મ એ છે કે તીર્થંકર પરમાત્માની આજ્ઞાથી વિપરીત કાર્ય કરવામાં તીર્થંકર અદત્ત'નો દોષ લાગે છે. ૪. ગુરુ-અદત્ત - ગુરુએ ન આપેલી એવી વસ્તુ ગ્રહણ કરવી તે ગુરુ-અદત્ત કહેવાય. મુનિઓને પોતાના પંચમહાવ્રતધારી ગુરુએ ગોચરી, ઉપકરણો વગેરેની બાબતમાં જે ન આપ્યું હોય તે ન લેવું એ દોષમાંથી સ્થૂલ વ્યવહા૨ની દૃષ્ટિએ બચવાનું છે. પરંતુ વિશેષાર્થ તરીકે તો મુનિઓએ તેમજ ગૃહસ્થોએ પોતાના અદત્તાદાન વિરમણ * ૧૫૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતોની આજ્ઞા વિરુદ્ધ કાર્ય કરવું એ ગુરુ-અદત્તનો દોષ ગણાય છે. એવા દોષથી બચવું જોઈએ. ચોરીના પ્રકારોનું જૈન પારિભાષિક પદ્ધતિએ એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ વર્ગીકરણ કરવામાં આવે છે. ૧. દ્રવ્યચોરી – દ્રવ્ય એટલે પૂલ પદાર્થ, દ્રવ્ય ચોરી એટલે રોકડ નાણાં, ઘરેણાં, ચીજ – વસ્તુઓની ચોરી કરવી તે. એમાં ખોટાં તોલમાપથી, ભેળસેળથી, ખોટાં બિલ બનાવી, હિસાબમાં ઘાલમેલ કરી ખાનગીમાં પોતાનું કમિશન રખાવી કે સરકારી કરવેરા ન ભરી કે ખોટી રીતે ઓછા ભરી જે નાણાં પ્રાપ્ત કરવાનો પ્રયાસ થાય છે તે પણ દ્રવ્ય ચોરી છે. ૨. ક્ષેત્રચોરી - એટલે જમીન, ખેતર વગેરેના વેચાણમાં અપ્રમાણિકતા આચરવી, કોઈની જમીન દબાવી લેવી, નધણિયાતી જમીન પચાવી પાડવી વગેરે ક્ષેત્રચોરી તરીકે ગણાય. તદુપરાંત ગ્રામ, નગર, વન, ઉદ્યાન વગેરેમાં રહીને ચોરી કરવી તે પણ ક્ષેત્ર ચોરી તરીકે ઓળખાય છે. ૩. કાલચોરી – એટલે નિશ્ચિત કાલે, દિવસે કે રાત્રે ચોરી કરવી તે કાલચોરી. તદુપરાંત નિયમ કરતાં ઓછા કલાક કામ કરવું, નોકર પાસે વધારે કલાક કામ કરાવી લેવું, જાણીજોઈને કામ વિલંબમાં નાખી દેવું, પગારનાં, બિલનાં કે બીજાં નાણાં ચૂકવવાનાં હોય તેના કરતાં મોડાં ચૂકવવાં, વ્યાજ-ગણતી વખતે અમુક દિવસો કાપી લેવા કે દિવસોના ખોટા આંકડા બતાવવા ઈત્યાદિ પ્રકારે પોતાના હક કરતાં વધુ - ધનપ્રાપ્તિ કરી લેવી તે કાલચોરી છે. ૪. ભાવચોરી – ચોરી કરવાની શક્યતા ન હોય છતાં મનમાં ચોરી કરવાના ભાવનું સેવન કરવું તે ભાવચોરી, વળી બીજાના ભાવ કે વિચારને પોતાના તરીકે બતાવવાની વૃત્તિ કવિ, લેખકોને કેટલીક વાર થાય છે, આ પ્રકારની ઉઠાંતરી તે પણ ભાવચોરી છે. વાક્ય કે ગાથાનો જાણી જોઈને જુદો અર્થ કરવો તે પણ ભાવચોરી ચોરીના પ્રકાર નીચે પ્રમાણે પણ બતાવવામાં આવે છે: (૧) અચિત્તની ચોરી અને (૨) સચિત્તની ચોરી ૧. અચિત્તની ચોરી : અચિત્તની ચોરી એટલે નિર્જીવ ચીજવસ્તુઓની ચોરી. ધન, ઘરેણાં, કીમતી ચીજવસ્તુઓ, સાધનો, ઉપકરણો, ચિત્રો વગેરેની ચોરી એ અચિત્તની ચોરી છે. કેટલીક ચોરી નિર્ધન માણસો દ્વારા પોતાની આજીવિકા માટે થાય છે. કેટલીક દુર્લભ વસ્તુઓની ચોરી માત્ર લાલસા કે વાસનાથી પ્રેરાઈને કરાય છે. ઘરેણાં વગેરેની ચોરી સાધન-સંપન્ન મહિલાઓ દ્વારા જ્યારે થાય છે ત્યારે તે ૧૫૬ - જૈન આચારદર્શન Page #205 -------------------------------------------------------------------------- ________________ આવા આશયથી થાય છે. કેટલીક કલાકૃતિઓની ચોરી તેના સંગ્રહકારો કે તેના દલાલો દ્વારા થતી હોય છે. અચિત્તની ચોરીનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. ૨. સચિત્તની ચોરી સચિત્તની ચોરી એટલે જીવોની ચોરી. પ્રાણીઓની ચોરીમાં પાળેલાં ગાય, ભેંસ, ઘેટાં, બકરી, કૂતરાં, બિલાડી વગેરેને ઉપાડી જવાની અને એના પૈસા ઉપજાવવાની ઘટનાઓ દુનિયામાં બધે જ બને છે. પશુ-પંખીઓની દાણચોરીની ઘટના પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધી ગઈ છે. પાળેલી ગાયો કે ભેંસોને ઉપાડી જઈ તેનાં શિંગડાંને રસાયણ લગાડી ગરમ કરી એના આકાર બદલી નાંખવામાં આવે છે કે જેથી તે ઓળખી ન શકાય. દાસ, નોકર, ચાકર, રસોઇયા, મુનીમ વગેરેને વધુ લાલચ આપી લઈ જવાના બનાવો બને છે. કોઈકની પત્નીને ઉઠાવી જવાની ઘટનાઓ પણ પ્રાગૈતિહાસિક કાળથી જાણીતી છે. સીતાહરણ, ઓખાહરણ, રુક્મિણીહરણ, સંયુક્તાહરણ જેવી ઘટનાઓ સુપ્રસિદ્ધ છે. પુરુષોને ઉપાડી જવાની ઘટનાઓ પણ બને છે. શિષ્યોની ચોરી ધર્મના ક્ષેત્રે જાણીતી છે. આમ, સચિત્તની ચોરીનું ક્ષેત્ર પણ ઘણું મોટું છે. સ્થૂલ મોટી ચોરીના મુખ્ય પાંચ પ્રકાર બતાવતા શ્રાવક પ્રતિક્રમણમાં કહ્યું છે ઃ -- अदिन्नादाणं पंचविहे पण्णत्तं तं जहा- खत्तखणणं, गंठिभेयणं, जंतुग्धाडणं, पडियवत्थूहरणं, ससामियवत्थूहरणं । અદિન્નાદાન એટલે કે ચોરીના પાંચ પ્રકાર છે. (૧) ખત્ત-ખણોં (૨) ગંઠિભેયર્ણ (૩) જંતુગ્વાડણું (૪) પડિયન્નૂહરણ અને (૫) સસામિયતવ્યૂહર ૧. ખત્તખણણું – ખત્તખણણું એટલે ખાતર પાડવું. જૂના વખતમાં આ પ્રકારની ઘટના વિશેષ બનતી. જ્યારે ઇલેક્ટ્રિક દીવાબત્તી હતાં નહિ, ત્યારે અંધારાનો લાભ લઈ રાત્રિ દરમિયાન ચોર લોકો ઘરની પાછળની ભીંતમાં બાકોરું પાડી, ઘરમાં ઘૂસીને ચોરી કરી જતા. અંધકાર, અમાસની રાત્રિ એ ચોરને માટે આશીર્વાદરૂપ ગણાતી. આ પ્રકારની ચોરીને ખાતર પાડવું' કહેવાય છે. એવી ચોરીનું પ્રમાણ હવે નહિવત રહ્યું છે, પરંતુ ઘરનાં બારણાં તોડીને, ઉઘાડીને ચોરી કરવાની ઘટના હજુ બન્યા કરે છે. ૨. ગંઠિભેયણું – ગાંઠ છોડીને અંદરથી વસ્તુ કાઢી લેવી. જૂના વખતમાં જ્યારે તાળા નહોતાં અથવા ઓછા હતાં. ત્યારે લોકો પોટલી, પોટલાં, ગાંસડી વગેરે કરતાં. અને ઉપર ગાંઠ મજબૂત મારતા. એવી ગઠરી છોડીને એમાંથી વસ્તુઓ ચોરી લેવાના કિસ્સા બનતા. વર્તમાન સમયમાં પણ બૅગ કે પેટી ખોલીને તેમાંથી ચોરી કરી લેવાના અદત્તાદાન વિરમણ * ૧૫૭ – Page #206 -------------------------------------------------------------------------- ________________ કિસ્સા બને છે. ૩. સુગ્ધાડાં – જંતુઘૂડાણ એટલે યંત્ર ઉઘાડવું, તાળું તોડવું. જૂના વખતમાં યંત્રના પ્રકારની રચનાઓ માણસો પોતાનાં ઘર-દુકાનમાં કરાવતા. એને સંચ કહેતા. એવી ગુપ્ત રચના ક્યાં છે તેની બીજાને ખબર ન પડતી અને ખબર પડે તો તે કેમ ઉઘાડવું તે આવડે નહિ. એવી રચનાઓ પણ હોશિયાર ચોર ઉઘાડતા. એવા સંચ હવે બહુ રહ્યાં નહિ. તાળાંતિજોરી આવ્યાં. તે પણ ઉઘાડીને ચોરી કરી લેનાર માણસો દુનિયામાં ઓછા નથી. ૪. પડિયાટ્યૂહરણ – એટલે કોઈની પડી ગયેલી વસ્તુ ઉઠાવી લેવી. માણસનો ચોરી કરવાનો સ્પષ્ટ આશય ન હોય અથવા પોતે ચોરી કરવા નીકળ્યો ન હોય, પણ કોઈ જગ્યાએ કોઈની કીમતી ચીજવસ્તુ પડી ગઈ હોય તો તે ઉઠાવી લઈને પોતાના ખિસ્સામાં મૂકી દેવાની ઈચ્છા ઉપર કાબૂ રાખવાનું સરળ નથી. સારા સંસ્કાર હોય તો જ આવી ઇચ્છા ન થાય. ૫. સસામિયવયૂહરણ – એટલે કે કોઈ ચીજવસ્તુ તેના સ્વામીની પાસે હોય અથવા એના સ્વામીની ત્યા ઉપસ્થિતિ હોય, તેવે વખતે એવી વસ્તુ છીનવી લઈને કે ઉપાડી લઈને ભાગી જવું તે ઉઘાડી ચોરી અથવા લૂંટ છે. ચોરીનો આ પણ એક પ્રકાર છે. અહીં આ જે પાંચ પ્રકાર બતાવ્યા છે તે એવા ગંભીર છે કે જે રાજ્યની દૃષ્ટિએ અપરાધરૂપ છે, ગુનો છે અને તે સજાને પાત્ર છે. આ સ્થૂલ મોટી ચોરી તે અદત્તાદાન વિરમણ વ્રતના ભંગરૂપ છે. મોટી ચોરીના આ પાંચ પ્રકાર ઉપરાંત દેશકાળ અનુસાર બીજા પણ પ્રકારો હોઈ શકે છે. રાજ્યના કાયદાની દષ્ટિએ સજાપાત્ર હોય એવી ચોરીના અન્ય પ્રકારો પણ આમાં ઉમેરી શકાય. ચોરીના આ ગંભીર પ્રકારો ઉપરાંત એથી થોડા ઓછા ગંભીર પ્રકારો છે જે વ્રતને દૂષણ લાડવા બરાબર છે ! એની ગણના અતિચારમાં કરવામાં આવે છે. અસ્તેયવ્રતના પાંચ અતિચાર બતાવતાં “તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : स्तेनप्रयोग तदाहृतादान - विरुद्धराड्यातिक्रम हीनाधिकमानोन्मान - प्रतिरुपक व्यवहार । (૧) સ્તન પ્રયોગ (૨) તદાત્તાદાન (૩) વિરુદ્ધ રાજ્યોતિક્રમ ૪) હીનાધિકમાનોન્માન અને (૫) પ્રતિરૂપક એ અસ્તેય વ્રતના અતિચાર છે. અનાચાર કરતાં અતિચારમાં દોષની માત્રા થોડી ઓછી હોય છે. જોકે અસ્તેય વ્રતના અતિચાર એવા છે કે તેનું આચરણ કરનાર ક્યારે મયદાનો ભંગ કરીને અનાચાર આચરશે તે કહી શકાય નહિ. ૧૫૮ જૈન આચારદર્શન Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧. સ્તન પ્રયોગ – એટલે ચોરને ચોરી કરવાના પ્રયોગો બતાવે, તેને હિંમત આપે, ઉત્તેજન આપે, તેને હથિયાર, ચીજવસ્તુઓ, અન્ન, વસ્ત્ર, આશ્રય વગેરે પૂરાં પાડે. ૨. તાહતદાન – એટલે ચોર ચોરી કરીને જે માલ લાવ્યો હોય તે લેવો. એ તો કુદરતી જ છે કે ચોરીનો માલ સસ્તો મળે, કારણ કે ચોરને થોડી મહેનતે – થોડા જોખમે ઘણી કીમતી વસ્તુઓ મળી જાય છે. વળી પકડાઈ જવાની બીકે ચોરને તે વસ્તુઓ વેચી દેવાની ઉતાવળ હોય છે. એકંદરે ચોરીના માલ માટે ચોર લોકો બજારની વધઘટની બહુ રાહ ન જુએ કે માલને વધુ વખત પકડી ન રાખે. આથી ચોરીનો માલ બજાર ભાવ કરતાં ઘણો સસ્તો મળે. એથી એના વેચાણમાંથી નફો સારો મળે. કેટલાયે વેપારીઓને ચોરીના માલની લે-વેચની ફાવટ આવી જાય છે. ૩. વિરુદ્ધરાજયાતિક્રમ – એટલે રાજ્યના કાયધની વિરુદ્ધ કાર્ય કરીને કમાવું. આ એક ગંભીર પ્રકારની ચોરી છે અને ક્યારે તે અતિચારમાંથી અનાચારમાં પરિણમે અને સજાને પાત્ર થાય તે કહી શકાય નહિ. પોતાના જ રાજ્યમાં સરકારી કરવેરાની ચોરી કરવાની વૃત્તિ દુનિયાના બધા દેશોમાં ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળશે. બે રાષ્ટ્રો વચ્ચેના કાયદાઓનું ઉલ્લંઘન કરી ધણ (જકાત) ભર્યા વગર ચોરી કરવી તે દાણચોરી છે. આંતરરાષ્ટ્રીય વ્યવહાર વધતાં સસ્તી-મોંઘી વસ્તુની ખાનગીમાં હેરાફેરી કરીને કમાવવાની પ્રવૃત્તિ દુનિયાભરમાં ઘણી વધી ગઈ છે. ૪. હીનાધિકમાનોત્માન - તોલ અને માપમાં તે લેવાનાં જુદાં અને આપવાનાં જુદાં રાખીને એવી છેતરપિંડી કરીને કમાવાની લાલચને માણસ સહેલાઈથી જતી કરી શકતો નથી. તોલમાપમાં ઓછું આપી પોતે બરાબર આપે છે એવા ભ્રમમાં ઘરાકને રાખવાની કળા ઘણા વેપારીઓ કે ગુમાસ્તાઓ હસ્તગત કરી લે છે. ઘણા સુધરેલા સમૃદ્ધ દેશોમાં આ પ્રકારની ગેરરીતિ હવે અટકી ગઈ છે. પરંતુ અનાદિ કાળથી ચાલી આવેલી આવી ગેરરીતિ હજુ પણ પછાત ગરીબ દેશોમાં ચાલુ છે. જેઓ આવી રીતે કમાવાની વૃત્તિ રાખે છે તેની જાણ ઘરાકોને મોડીવહેલી થયા વગર રહેતી નથી અને એક વખત અવિશ્વાસ જન્મે એટલે સરવાળે એના વેપારને નુકસાન પહોંચે છે. આવી બાબતમાં પ્રામાણિકતા રાખી, પોતાની શાખ જન્માવી માણસ વધુ કમાઈ શકે છે. ૫ પ્રતિરૂપક – એટલે તેના જેવી હલકી વસ્તુ ભેળવીને લાભ ઉઠાવવો. અનાજ, ઘી, દૂધ, તેલ, મરી-મસાલા, દવાઓ, રેતી–ચૂનો, સિમેન્ટ, પેટ્રોલ વગેરે પ્રત્યેક વસ્તુમાં બનાવટ થઈ શકે છે. માણસની બુદ્ધિ જ્યારે અવળે રસ્તે ચાલે છે અને અદત્તાધન – વિરમણ = ૧૫૯ - Page #208 -------------------------------------------------------------------------- ________________ દગો કરીને કમાઈ લેવાની વૃત્તિ જોર કરે છે ત્યારે ભેળસેળ કરવાનું એને મન થાય વંદિત સૂત્રમાં ત્રીજા અણુવ્રતના આ પાંચ અતિચાર વિશે નીચે પ્રમાણે ગાથા આપવામાં આવી છે: तेनाहऽप्पओगे तप्पडिरुवे विरुद्ध गमणे अ। ' कूड तूल्ल कूडमाणे पडिक्कमे देसिअं सव्वं ॥ સેનાહત, સ્તનપ્રયોગ, ત×તિરૂપ, વિરુદ્ધગમન, કૂટ તોલમાપ એ પાંચ અતિચારનું હું પ્રતિક્રમણ કરું છું). પ્રતિક્રમણમાં શ્રાવકો માટેના આ વ્રતના અતિચારો કેવા કેવા છે તે વર્ણવતાં કહ્યું છે : ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર. તેનાહડપ્પાઓગે ઘર બાહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી, ચોર-ઝાડ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો, નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેળસંભેળ કીધાં, કૂડે, કાટલે, તોલે, માને, મારે વહોય, દાણચોરી કીધી, કુણહીને લેખે વરાંચ્યો, સાટે લાંચ લીધી, કૂડો કરતો કાઢ્યો, વિશ્વાસઘાત કીધો. પરવંચના કીધી પાસંગ કડાં કીધાં, દાંડી ચડાવી, લહકે-ત્રણકે, કૂડાં-કટલાં માન-માપાં કીધા, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વંચી કુણહીને દીધું, જુદી ગાંઠ કીધી, થાપણ ઓળવી, કુણહીને લેખે-પલેખે ભૂલવ્યું. પછી વસ્તુ ઓળવી લીધી.' ચોરી કરનાર, ચોરી કરાવનાર અને ચોરી કરનારની અનુમોદના કરનાર એ ત્રણે અદત્તાદન, ચૌર્યકર્મના દેશી છે. આ મુખ્ય ત્રણ પ્રકારનું વિગતવાર પૃથક્કરણ કરીને ચોરના નીચે પ્રમાણે પ્રકાર બતાવવામાં આવે છે. શાસ્ત્રકાર લખે છે : चौरश्चौरापको मंत्री भेदज्ञा काणकक्रयी। अन्नदः स्थानदश्चेति चौरठ सप्तविधः स्मृतः ॥ ચોરના આ રીતે સાત પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમ કે: (૧) ચોર – જે ચોરી કરે છે તે ચોર. (૨) ચીરાપક – ચોરોની સાથે રહેનારો, ચોરને ચોરી માટે જરૂરી વસ્તુઓ લાવી આપનારો. ૩) મંત્રી - ચોરની સાથે મંત્રણા કરનાર. તેને રસ્તા અને યુક્તિ-પ્રયુક્તિ બતાવનાર, અમુક ચોરીમાં રહેલાં લાભાલાભ સમજાવનાર, ચોરને શુકન-અપશુકન કહેનાર, ચોરી કરવા માટે સંમતિ આપનાર, ઈત્યાદિ. ૧૬૦ જ ન આચારદર્શન Page #209 -------------------------------------------------------------------------- ________________ જી ભેદશ – ચોરી વિશે જરૂરી માહિતી મેળવી આપનારો. અમુક રસ્તામાં, અમુક ઘરમાં આજે કોઈ નથી. અમુક કબાટમાં ઘરેણાં છે. તેની ચાવી અમુક જગ્યાએ રહે છે. અમુક વખતે માલિક આવે છે અને અમુક વખતે બહાર જાય છે. આવી આવી ગુપ્ત માહિતી મેળવીને તે ચોરને જણાવનાર તે ભેદજ્ઞ. (૫) કણકકથી – આ ચોરીનો માલ છે એ જાણીને તે સસ્તા ભાવે લઈ લેનાર અને તે વેચીને નફો કમાનાર એટલે કે ચોરે ચોરેલી વસ્તુઓનો વેપાર-ધંધો કરનાર. (૭) સ્થાનદ – ચોરને પોતાને ઘરે આશ્રય આપનાર, ચોરને સંતાવા માટે કોઈ સ્થાને વ્યવસ્થા કરાવી આપનાર. જાતે ચોરી ન કરવી પણ વિવિધ હેતુ માટે વિવિધ રીતે ચોર લોકોની સાથે સંલગ્ન રહેનાર અને સહાય કરનાર માણસ પણ ચોર જેવો જ ગણાય. શ્રી અભયદેવસૂરિએ એવી જાતના ચોરના ૧૮ પ્રકાર જણાવ્યા છે. અદત્તાદાન વિરમણ વતના જે અતિચારો છે તે અતિચારો પણ શ્રાવકે ત્યજવા જોઈએ. એ અતિચાર પણ પોતાનાથી ન થાય એવી સાવધાની રાખવા માટે ચોરીની જે અઢાર પ્રસૂતિઓ અથવા ચોરીની જનની ગણાવવામાં આવે છે, તેનું સેવન શ્રાવકે ન કરવું જોઈએ. ચોરના આવા અઢાર પ્રકાર અથવા આ અઢાર પ્રસૂતિ તે નીચે પ્રમાણે છે: मलनं कुशलं तर्जा राजभोग्याऽवलोकनं । अमार्गदर्शनं राय्या पदभंगस्तथैव च ॥ विश्रामपादपतनं चासनं गोपनं तथा। खंडस्य खाडनं चैव तथात्य महारजिकं ॥ पट्यग्न्युदकरज्जुनां प्रदानं ज्ञानपूर्वकं । एता: प्रसूतयोज्ञेया अष्टादशा मनीषिभिः ॥ ૧. ભલન ૨. કુશલ ૩. તર્જા ૪. રાજભોગ ૫. અવલોકન ૬. અમાર્ગદર્શન ૭. શય્યા ૮, પદભંગ ૯. વિશ્રામ ૧૦. પાદપતન ૧૧. આસન ૧૨. ગોપન ૧૩. ખંડખાદન ૧૪. માહારાજિક ૧૫ પટ્ટી ૧૬. અગ્નિ ૧૭. ઉદક ૧૮. રજુ. ૧. ભલન – એટલે ચોરોની સાથે ભળી જવું. ચોરને કહે કે “તું ચિંતા કરીશ નહિ, હું તારી સાથે જ છું. તને કંઈ થાય તો હું બેઠો છું.” આવાં આવાં ગુપ્ત વચનથી ચોરને પ્રોત્સાહિત કરે અને બહારથી પોતે અજાણ હોય તેવા દેખાવ કરે. ૨. કુશલ – એટલે ચોરી કરનારને તેમની ક્ષેમકુશળતા વિશે પૂછે, તેમનાં સુખદુ:ખની વાતથી પોતાને માહિતગાર રાખે. ૩. તર્જા – એટલે હસ્તાદિકની ચેષ્ટા. આંગળીઓના અમુક પ્રકારના સંકેતો અદત્તાદાન – વિરમણ - ૧૬૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ ચોરની સાથે નક્કી કરી વખત આવ્યે તેવા ઇશારાથી ચોરને માહિતગાર કરવા કે સાવધાન કરવા. ૪. રાજભોગ્ય – એટલે જે દ્રવ્યના ભોગનો અધિકાર રાજ્યનો હોય અથ કરવેરા રૂપ હોય તે ભાગ રાજ્યને ન આપવો. ચીજવસ્તુઓના સોદાઓમાંથી સરકારી કરવેરા બચાવવા માટે ભાવ ઓછા બતાવવા, માલ હલકો બતાવવો વગેરે પ્રકારની કરચોરી કરવી. (“રાજભોગ્ય’ શબ્દને બદલે “રાજભોગ' શબ્દ પણ પ્રયોજાય છે, પણ અર્થ એનો એ જ રહે છે.) ૫. અવલોકન – અવલોકન કરીને ચોરને ચોરી કરવાનાં ઠેકાણાં બતાવે. ચોરીના માલનું અવલોકન કરે એટલે કે એનું સાવચેતીપૂર્વક ધ્યાન કરે, ચોરને પણ ફસાવવાની દૃષ્ટિએ, તેનો ચોરેલો માલ મફતમાં પડાવી લેવા માટે સૂક્ષ્મ અવલોકન કરી યુક્તિ પ્રયુક્તિઓ વિચારે. ૬. અમાર્ગદર્શન - ચોર ચોરી કરવા માટે જે દિશામાં ગયા હોય અથવા ચોરી કરીને જે માર્ગે ભાગી ગયા હોય તે વખતે પોતાને ખબર હોવા છતાં ચોરને પકડવા નીકળેલાને જાણી જોઈને અવળી દિશા બતાવવી. ૭. શય્યા – ચોર ચોરી કરીને રાતના વખતે આવ્યો હોય અથવા હજુ તેના ચોરી કરવાનો સમય ન થયો હોય ત્યાં સુધી તેને સૂવા માટે પોતાના ઘરમાં, દુકાનમાં, વખારમાં, કારખાના વગેરેમાં સગવડ કરી આપવી. ૮. પદભંગ – પદભંગ એટલે પગલાં ભૂંસવાં અથવા પગ ભાંગવો. ચોર ચોરી કરવા ગયો હોય અને ક્યાંકથી કૂદતાં પગ ભાંગી ગયો હોય અથવા પગે બહુ વાગ્યું હોય અને ચલાતું ન હોય ત્યારે તેને પોતાના મુકામે પહોંચાડવા માટે વાહન વગેરેની વ્યવસ્થા કરી આપવી. વળી, જૂના વખતમાં અને હજુ પણ નાનાં ગામડાંઓમાં ધૂળમાં ચોરનાં પગલાં પડ્યાં હોય અને સિપાઈઓ કે બીજા તે પગલાંને અનુસરી પગેરું શોધવાનો પ્રયત્ન કરે તે પહેલાં પોતે ચાલીને અથવા ગાય-ભેંસને ચલાવીને એ પગલાં ભૂસવાનો પ્રયત્ન કરવો કે જેથી ચોર કયા માર્ગે ગયો છે તે પકડાય નહિ. ૯ વિશ્રામ – ચોર ચોરી કરીને આવ્યો હોય અને થાકી ગયો હોય તો તેને આરામ કરવા માટે પોતાને ત્યાં સગવડ કરી આપવી. - ૧૦. પાદપતન – એટલે પગમાં પડવું. ચોરીના માલથી પોતાને એટલો બધો લાભ થતો હોય કે પોતે અને સ્વજનો ચોર પ્રત્યે કે ચોરોના સરદાર પ્રત્યે અત્યંત ગૌરવપૂર્વક જુએ, એને આદરમાન આપે અને તે એટલી હદ સુધી કે ચોરના પગમાં પડીને નમન કરે. ૧૬૨ જૈન આચારદર્શન Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૧. આસન – ચોરને બેસવા માટે આસન આપે. જરૂર પડે તો પોતે ઊભા થઈ જાય અને ચોરને બેસવા માટે આસન આપે. આ રીતે ચોરની આગતાસ્વાગતા કરે. ૧૨. ગોપન – ચોરને પોતાના ત્યાં સંતાડવો તે ગોપન. તદુપરાંત ચોર પોતાને ત્યાં હોય અથવા ચોર ક્યાં સંતાયો તેની પોતાને ખબર હોય છતાં એ વાતનું ગોપન કરવું. ૧૩. ખેડખાદન - ચોરને મિગ્રન્ન વગેરે ખવડાવવાં. ચોરની મહેમાનગતિ માટે સરસ ભોજન કરાવવાં, ચોરની સાથે જમવા બેસવું, ચોરને સરસ ભાતું બાંધી આપવું, ઈત્યાદિ. ૧૪. માહાચજિક – એટલે રાજા યોગ્ય હોય એટલી હદ સુધીનું એટલે કે રાજ્યને વાંધો ન હોય ત્યાં સુધી ચોરને માન-સન્માન આપવું પાઠંતર “મોહરજિક' હોય તો મોહાંધ બનીને ચોરને એવી સલાહસૂચના આપવી એવો અર્થ પણ ઘટાવાય છે.) ૧૫ પટ્ટ – ચોરને હાથપગ ધોવા માટે સાબુ, તેલ, વસ્ત્ર વગેરે આપવાં. ૧૬. અગ્નિ – ચોરને રસોઈ વગેરે કરવા માટે અગ્નિ આપવો અથવા એના શરીરે ક્યાંય દુઃખતું હોય તો તે માટે શેક કરવા માટે અગ્નિની વ્યવસ્થા કરી આપવી. ૧૭. ઉદક - ચોરને પીવા માટે પાણી આપવું, તે થાકેલો હોય તો સ્નાન વગેરે માટે ઠંડું કે ગરમ પાણી આપવું. ૧૮. રજુ – એટલે ઘરડું ચોરીનો માલ બાંધવા માટે દોરી-દોરડાં આપવાં. માલ મેડા પર ચડાવવો હોય તો તે માટે દોરડાની વ્યવસ્થા કરી આપવી. ચોર ઘોડો, બળદ, બકરી વગેરે ચોરી લાવ્યાં હોય તો તેને બાંધવા માટે ઘેરડું આપવું. આમ, ચોરી કરવાના અને ચોરને સહાય કરવાના અનેક પ્રકારો છે. જેઓને સદાચારી જીવન શાંતિપૂર્વક જીવવું હોય તેઓએ પોતાની જાતને આવી હલકી અને પાપરૂપ પ્રવૃત્તિમાં જોડવી ન જોઈએ. બાર વ્રતની પૂજામાં શ્રી વીરવિજયજી મહારાજે ઉપદેશાત્મક શૈલીએ ચોરી ન કરવા વિશે સરસ સમજાવતાં કહ્યું છે: સ્વામી અદત્ત કદાપિ ન લીજે, ભેદ અય્યરે પરિહરિએ રે. ચિત્ત ચોકે ચોરી નવ કરીએ રે. નવી કરીએ તો ભવજળ તરીએ રે. સાત પ્રકારે ચોર કહ્યા છે. ત, તુષ માત્ર કર ન ધરીએ રે. ચડ ઊપજે તે ચોરી, અદત્તાદાન – વિરમણ * ૧૬૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ નાનું પડવું વળી વિસરીએ રે. Fડે તોલે કૂડે માપે, અતિચારે. નવિ અતિ ચરીએ રે. આ ભવ પરભવ ચોરી કરતાં વધ બંધન જીવિત હરીએ રે. ચોરીનું ધન ન ઠરે ઘરમાં ચોર સદા ભૂખે મરીએ રે. ચોરનો કોઈ ધણી નવિ હોવે. પાસે બેઠ પણ ડરિએ રે. પરધન લેતાં પ્રાણ જ લીધા પચેન્દ્રિય હત્યા વરીએ રે. ગતમાં બધા જ ધર્મોએ ચોરીની નિંદા કરી છે. પ્રશ્નવ્યાકરણમાં કહ્યું છે : अदत्तादाणं अकिंत्तिकरणं अणज्जं साहुगरहणिज्जं पियजणमित्तजणभेदविप्पीतिकारकं रागदोसबहुलं । [અદત્તાદાન (ચોરી) એ અપકીર્તિ કરાવનારું અનાર્ય કાર્ય છે, બધાં જ સાધુસંતોએ એની નિંદા કરી છે, પ્રિયજનો અને મિત્રોમાં એ અપ્રીતિ અને ભેદભાવ કરાવનાર, ફાટફૂટ પડાવનાર છે અને રાગદ્વેષથી તે ભરપૂર છે] ચોરી કરતાં પકડાયેલાને એનાં કડવાં ફળ ભોગવવાં જ પડે છે. આ એક એવું પાપ છે કે જો તે પકડાય તો આ ભવમાં જ તેનાં ફળ ભોગવવાનાં આવે છે. સામાન્ય જનસમૂહની ખાસિયત એવી છે કે ચોરી કરતાં કોઈને જોતાં કે પકડાઈ જતાં લોકો ચોરને મારવા લાગે છે. ક્યારેક તો લોકો ભેગા મળીને એટલું બધું મારે છે કે ચોર ત્યાંને ત્યાં જ મૃત્યુ પામે છે. ચોર ચોરી કરીને ભાગી જાય, પરંતુ પાછળથી જ્યારે પકડાય છે અને એની ચોરી પુરવાર થાય છે ત્યારે એને સજા થાય છે. એ સજા જેલની હોય છે અને ઘણી મોટી ભયંકર ચોરીમાં તો દેહાંતદંડની સજા પણ થાય છે. ઉશ્કેરાયેલો ચોર કોઈનું ખૂન પણ કરી બેસે છે. તો એને ચોરી અને ખૂનની ભેગી સજા થાય છે. ઘણાચોરી કરનાર કે લશ્કરની ગુપ્ત માહિતીની ચોરી કરનાર, જાસૂસી કરનાર બીજા રાજ્યના ચોરને આવી દેહાંતદંડની સજા સવિશેષ થાય છે. આમ તાડન, મારણ, બંધન અને વધ એ આ ભવમાં જ મળતું ચોરીનું ફળ છે. કહ્યું છે કે: चौर्यपापद्रुमस्येह वधबन्धादिकं . फलम् । जायते परलोके तु फलं नरक वेदना ॥ [ચોરીરૂપી પાપવૃક્ષનાં ફળ આ જન્મમાં વધ, બંધન વગેરે રૂપે થાય છે. અને ૧૬૪ જૈન આચારદર્શન Page #213 -------------------------------------------------------------------------- ________________ પરલોકમાં નરકની વેદનારૂપી ફળ થાય છે.] અપયશ અને અવિશ્વાસ એ ચોરને થતી સામાજિક સજા છે. ચોરી કરનાર માણસની આબરૂ ખલાસ થઈ જાય છે. વ્યવસાયમાં તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. ખુદ ચોર પણ બીજા ચોરનો વિશ્વાસ કરતો નથી. કૌટુંબિક તથા સામાજિક દૃષ્ટિએ પણ એને ઘણું સહન કરવાનું આવે છે. ક્યારેક પોતાની થયેલી અપકીર્તિ માટે માણસને એટલું બધું લાગી આવે છે કે તે આપઘાત કરવા સુધીનું પગલું ભરી બેસે છે. ચોરી કરનાર વ્યક્તિ તો સમાજમાં બદનામ થાય છે. પરંતુ ચોરલોકોની સાથે સંગત રાખનારા અથવા ચોરની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કે વ્યવહાર રાખનારાઓની પ્રતિષ્ઠા પણ જોખમાય છે. પોતાના કુટુંબની એક વ્યક્તિ ચોરી કરતાં પકડાય તો સમગ્ર કુટુંબને ઘણીબધી બાબતોમાં સહન કરવાનું આવે છે. ચોરી એક વાર કે ઘણી વાર કરે અને પોતે જીવનના અંત સુધી પકડાય નહિ તોપણ પોતે કરેલું પાપનું, અશુભ કર્મનું ફળ તો આ ભવમાં કે ૫૨ભવમાં ભોગવવાનું આવે છે. એ દુઃખ ઘણી જુદી જુદી રીતે આવી શકે છે. દરિદ્રતા, દૌર્બલ્ય, કુટુંબ-ક્લેશ, શારીરિક પીડા વગેરે રૂપે પણ એ ફળ ભોગવવાનાં આવે છે. ટૌર્માન્ય ચ વ્રિત્યું નામતે ધૈર્યતો નo I ચોરી કરનાર મનુષ્ય છેવટે દુર્ભાગ્ય અને દરિદ્રતા પામે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે ઃ इहएव खरारोहण गिरहा धिक्कार मरण पज्जतं । दुःखं तक्कर पुरिसा लहंति निरयं परभवम्मि ॥ निरयाऊ उ वद्दता केवट्टाकुक्कुट मंट बहिरंधा । चोरिक्क वरण निहया नरा भव सहस्सेसु ॥ [ચોરને આ ભવમાં ગધેડા પર બેસવાનો વખત આવે, તેની નિંદા થાય અને મરણ પર્યંત સૌ કોઈ તેને ધિક્કારે. ચોર લોકો આ ભવમાં એવા ભયંકર દુ:ખો પામે અને પરભવને વિશે તો નરકત જ પામે. વળી તે ચોર પુરુષનો જીવ નરકગતિમાંથી નીકળીને લૂલો, લંગડો, બહેરો, આંધળો થાય. ચોરી કરવારૂપ વ્યસનથી હણાયેલા તે પુરુષો હજારો ભવને વિશે તે રીતે દુ:ખી થાય.] ‘શાનાર્ણવ’માં કહ્યું છે : विशन्ति नरकं घोरं दुःखज्वालाकरालितं । असूत्र नियते मूढाः प्राणिनश्तचौर्यचर्विताः ॥ અદત્તાદાન વિરમણ * ૧૬૫ - Page #214 -------------------------------------------------------------------------- ________________ [ચોરી કરવાવાળો મૂઢ માણસ દુઃખરૂપી જ્વાળાથી કરાલ એવા નરકમાં નિશ્ચિતપણે પ્રવેશે છે.] गुणा गौणत्वमायान्ति याति विद्या विडम्बनाम् ॥ चौर्येणाऽकीर्तयः पुसां शिरस्यादधते पदम् ॥ [ચોરી કરવાથી માણસના સદ્ગુણો ગૌણ બની જાય છે, એની વિદ્યાની વિડંબના થાય છે, અને અપકીર્તિ એના માથા ઉપર ચડી બેસે છે.] ચોરીની સાથે કેટલીક દુવૃત્તિઓ સહજ રીતે સંકળાયેલી હોય છે. બીજાને ત્રાસ આપવો, ભય બતાવવો, નિર્દય થવું, ખૂન કરવું, આગ લગાડવી, પરસ્પર ક્લેશ ઉત્પન્ન કરાવવો, લોભ, આસક્તિ, અતૃપ્ત વાસના, અપયશ, અનાર્યતા, દિવસરાતના કાળની વિષમતા, છળ, પ્રપંચ, ચિંતા, તર્કવિતર્ક, કપટ, ધૂર્તતા, શઠતા, મદિરાપાન, મંત્રતંત્રના પ્રયોગો, સંતોથી વિમુખતા, પાપાચરણની ઉત્તરોત્તર વૃદ્ધિ, અવિશ્વાસ, વૈરવૃદ્ધિ, માંહોમાંહે મારામારી, અને છેવટે મૃત્યુ અને નરકગતિ સુધીની શક્યતાઓ તેમાં રહેલી છે. ચોરીની શિક્ષા જુદાં જુદાં રાજ્યોમાં જુદી જુદી હોય છે. કોઈ રાજ્ય એવું નહિ હોય કે જ્યાં ચોરી માટે સજા ન હોય. સમાજવ્યવસ્થા માટે તથા ન્યાયતંત્રના પ્રવર્તન માટે ચોરીના અપરાધીને સજા થવી જરૂરી છે. વળી ચોરી કરનારને લોકો મારતા પણ હોય છે. આથી ચોરી કરનારના મનમાં ભય રહે છે. કેટલાંયે માણસો આવા ભયને કારણે ચોરી નથી કરતા. પરંતુ એમ કરતાં જ ચોરી કરીને કોઈ વસ્તુ મેળવવા માટેની એમની પ્રીતિ ઘટી જાય છે. નાનાં બાળકોમાં પણ સારા સંસ્કાર પડ્યા હોય તો પરાઈ વસ્તુ ચોરી લેવાનું કુદરતી રીતે જ એમને મન નહિ થાય. કેટલાક લોકો ચોરી કરે છે, પણ એ રકમમાંથી સારું દાન પણ આપે છે અને દલીલ કરતાં કહે છે કે અમારે સંજોગાનુસાર ચોરી કરવી પડે છે. પણ અમે દાન આપીને કેટલાંયે ગરીબ કુટુંબોનું ભરણપોષણ પણ કરીએ છીએ. અમે જો ચોરી ન કરીએ તો એ કુટુંબોને ભૂખે મરવાનો વખત આવે.' આવી દલીલ કરવી તે નર્યું અજ્ઞાન છે. એમાં માત્ર સ્વબચાવ માટે કુતર્ક રહેલો છે. ન્યાયથી ધન ઉપાર્જન કરવું એ મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. એ જો ચૂક્યા તો પછી બીજી બાબતોમાં ક્યારે મર્યાદા ચૂકી જવાશે તે કહી શકાય નહિ, દાનનું પુણ્ય તો જ્યારે મળશે ત્યારે મળશે, પણ એ પહેલાં ચોરીનું પાપ તો અવશ્ય થાય છે, જે ભોગવ્યા વગર છૂટકો નથી. ઇરાદાપૂર્વક માણસે ચોરી ન કરી હોય પણ કોઈની પડી ગયેલી કે ભુલાઈ ગયેલી વસ્તુ રસ્તામાંથી જડે તો તે ઉપાડી લેવા માટે માણસનું મન લલચાય છે. આવી બિનવારસ, unclaimed ચીજવસ્તુ પણ પ્રામાણિક માણસે ગ્રહણ ન કરવી ૧૬૬ જૈન આચારદર્શન Page #215 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. શ્રી હેમચંદ્રાચાર્યે ભોગશાસ્ત્રમાં કહ્યું છે : पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं परकीयं क्वचित् सुधीः ॥ પિડી ગયેલું, ભુલાઈ ગયેલું, નષ્ટ થઈ ગયેલું, ખોવાઈ ગયેલું વગેરે પ્રકારનું, ઘરમાં રહેલું, બીજે ક્યાંક રાખેલું એવું બીજાનું ધન સારી મતિવાળાએ ક્યારેય ન લેવું જોઈએ.] મહાભારતમાં પણ કહ્યું છે: यावज्जठरं प्रियते तावत् स्वत्वं हि देहिनाम् । अधिकं योऽभिमन्तेय सस्तेनो दण्डमर्हति॥ પોતાનું પેટ ભરવાને માટે જેટલું જોઈએ તેટલા ઉપર જ પ્રાણીઓનો અધિકાર (સ્વત્વ) છે. એથી વધારે મેળવવાની જે અભિલાષા કરે છે તે ચોર છે અને તે સજાને પાત્ર છે. अन्यायप्रभवं वितं मा गृहाण कदाचन । वरभस्तु तदादाने लाभैवास्तदुषणम् ॥ [અન્યાયથી ઉત્પન્ન થયેલું ધન ક્યારેય મેળવવું નહિ. તે મેળવવામાં ફક્ત લાભ જ દેખાતો હોય ને તે સિવાય બીજી કોઈ વસ્તુની સંભાવના ન હોય તોપણ તે ન ગ્રહણ કરવું.) नीतिं मनः परित्यज्य कुमार्ग यदि धावते। सर्वनाशं विजानीहि तदा निकट संस्थितम् ॥ જ્યારે ચિત્ત નીતિનો ત્યાગ કરીને અનીતિના કુમાર્ગ તરફ ધસે છે તો સમજવું કે સર્વનાશ નિકટ રહેલો છે.] લોકવ્યવહારમાં પણ સુભાષિતકારે કહ્યું છે : अन्यायोपार्जितं द्रव्यं दश वर्षाणि तिष्ठति । प्राप्ते चौकादशे वर्षे समूलं च विनश्यति ।। અિન્યાયથી મેળવેલું ધન દસ વર્ષ સુધી ટકે છે, અગિયાર વર્ષ થતાં તો મૂળ સાથે તે નાશ પામે છે.) શાસ્ત્રકારોએ ચોરીની નિંદા તો ત્યાં સુધી કરી છે કે એક અપેક્ષાએ હરણ કે ડુક્કરનો ઘાત કરનાર કે પરસ્ત્રીગમન કરનારના પાપ કરતાં પણ ચોરીનું પાપ ઘણું મોટું છે. પોતાના હકનું જે નથી તેવું કશું જ પોતાને જોઈતું નથી અને કોઈએ વિધિસર ન આપેલી કોઈ પણ ચીજવસ્તુ પોતાને ખપતી નથી એવી અંતરમાં ભાવના રહે તો તેવી વ્યક્તિનું જીવન આ બાબતમાં સહજ રીતે શુદ્ધ રહે છે. જેઓ રાજ્યભય અદત્તાદાન – વિરમણ એ ૧૬૭ Page #216 -------------------------------------------------------------------------- ________________ કે સામાજિક અપજશને લીધે ચોરી કરતાં નથી તેના કરતાં પકડાયા વગર ચોરી કરવાની સરસ તક મળી હોય છતાં માણસ ચોરી ન કરે તે વધુ ચડિયાતો છે. અંતરમાં ત્યાગ અને નિઃસ્પૃહીપણું સતત જાગૃત હોય તો જ આમ બની શકે છે. ધર્મશ્રદ્ધાથી એવા ગુણો વધુ દૃઢ થાય છે. ભગવાન મહાવીરે તો કહ્યું છે કે સાધુઓએ તો આ વ્રત એટલી હદ સુધી પાળવું જોઈએ કે પોતે રસ્તામાં વિહાર કરતા ચાલ્યા જતા હોય અને તે વખતે દાંતમાં કંઈ કચરો ભરાયો હોય અને દુઃખવા આવે તે વખતે દંતશોધન તરીકે ઝાડ પરથી તોડીને કે નીચે પડેલી વીણીને નાની સરખી ડાંખળી લઈને દાંતખોતરણી તરીકે ઉપયોગ કરે તોપણ અદત્તાદાન વિરમણ વ્રત દૂષિત થાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે विवज्जणं । दंतसोहणमाईस्स अदत्तस्स अणवज्जेसाणिज्जतस्स गिण्हाणा अवि दुक्करं ॥ કે [દાંત ખોતરવાની સળી પણ અદત્ત હોય તો ન લેવી જોઈએ. આપેલી વસ્તુ પણ અનવદ્ય અને એષણીય હોય તો જ ગ્રહણ કરવાનું વ્રત ઘણું કઠિન છે.] અદત્તાદાન વિરમણની ભાવનાને જૈન ધર્મ એટલી ઊંચાઈએ લઈ જાય છે પ્રશ્ન વ્યાકરણ'માં તો ત્યાં સુધી કહ્યું છે કે असंविभागी, ઞસંહછું...ગપ્પમાળમોર્ફ...સે તારિક્ષણ નારાહપુ વર્મિબં। જે અસંવિગભાગી છે, અસંગ્રહરુચિ છે, જે અપ્રમાણભોગી છે તે આ અદત્તાદાન વિરમણ વ્રતની સાચી આરાધના કરી શકતો નથી. વળી કહ્યું છે : વિમાસીને સંદોને જે સંવિભાગશીલ છે અને સંગ્રહ તથા ઉપગ્રહમાં કુશળ છે તે આ વ્રતની સારી રીતે આરાધના કરી શકે છે. પોતે પ્રાપ્ત કરેલાં ધન સંપત્તિમાં કે નાનીમોટી ચીજવસ્તુઓમાં કે ભોજનાદિની સામગ્રીમાં જે બીજાનો ભાગ રાખતો નથી, જે સંગ્રહ રુચિવાળો નથી એટલે કે બીજાને માટે ઓછુંવત્તું બચાવવાની વૃત્તિવાળો નથી, જે અમર્યાદ ભોગપભોગમાં રાચે છે, પોતાની આવશ્યકતા કરતાં વધુ ભોગવવાની ઇચ્છા રાખે છે તે અદત્તાદાન વિરમણ વ્રતનો ભંગ કરે છે. જૈન ધર્મની દૃષ્ટિએ જે પોતાનું કમાયેલું ધન બધું જ એકમાત્ર પોતે જ ખાય છે તે સમાજનો ચોર છે. દુનિયાના કોઈ ધર્મમાં અસ્તેય વ્રતની આવી ઊંચી ભાવના બતાવવામાં આવી નથી. વ્યક્તિગત કક્ષાએ કેટલાંયે એવા જૈનો હશે કે જે આવી સ્વાર્થી વૃત્તિવાળા હશે. એવા અન્ય ધર્મમાં પણ જોવા મળશે. પરંતુ તેથી ધર્મની આ ઊંચી ભાવના અયોગ્ય છે એમ ન કહી શકાય. આ ભાવના તો સમાજીવનનો અયોગ્ય છે એમ ન કહી શકાય. આ ભાવના તે સમાજજીવનનો એક ઊંચો આદર્શ તો છે જ, પરંતુ મોક્ષમાર્ગના સાધક માટે પણ એ ભાવના એટલી જ ઉપયોગી છે. એ ભાવનાને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ ૧૬૮ * જૈન આચારદર્શન Page #217 -------------------------------------------------------------------------- ________________ કરનારને અને મોક્ષમાર્ગના સાચા સાધકને એમાં ઘણું ઊંડું રહસ્ય રહેલું જણાશે. ભગવાન મહાવીરે જેમનું સામાયિક વ્રત વખાણ્યું છે એવા પુણિયા શ્રાવકની અદત્તાદાન વિરમણ વ્રતની સાધના એટલી ઊંચી કોટિની હતી કે પોતે તો કશું એવું ગ્રહણ ન કર્યું હોય, પણ પોતાના ઘરમાં અજાણતાં કશું આવી ગયું હોય તોપણ સામાયિક દરમિયાન એમના ચિત્તની સ્થિતિમાં વિક્ષેપ પડતો અને પોતાને તરત વહેમ પડતો કે કશુંક અદત્ત ઘરમાં આવી ગયું છે. ચોરીનું પાપ ઘણું મોટું છે અને વિપાકે ઘણું દુઃખ આપે એવું છે, તોપણ એવું નથી કે એ પાપમાંથી નિવૃત્ત ન થઈ શકાય. એક વખત ચોરી કરી એટલે આખી જિંદગી નકામી થઈ ગઈ એવું નથી. ચોરીની પોતે કરેલી ભૂલ માણસને સમજાઈ જાય અને તેને માટે પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત લે તો તે પોતાના જીવનને સુધારી શકે છે. એવા જીવો પોતાના આત્માનું અવશ્ય કલ્યાણ કરી શકે છે, અને તભવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ મેળવી શકે છે. રોહિણેય ચોર, દઢપ્રહારી. પ્રભવ ચોર જે પછીથી જબુસ્વામીની સાથે દીક્ષા લઈ એમની પાટે પ્રભવસ્વામી તરીકે આવે છે) વગેરેનાં ઉદાહરણો સુપ્રસિદ્ધ છે. સાધુ ભગવંતોએ મહાવ્રતોનું પાલન, મન, વચન, કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ નવ કોટિએ કરવાનું હોય છે. આ ત્રીજા મહાવ્રત માટે શાસ્ત્રમાં પાંચ ભાવના બતાવવામાં આવી છે. मितोचिताभ्यनुज्ञातग्रहणान्यग्रहोऽन्यथा। संतोषो भक्ततपाने च तृतीयव्रतभावना ॥ સાધુઓએ અસ્તેય મહાવ્રતનું પાલન કરવાનું છે. એટલે તેઓએ પોતાના આહારની બાબતમાં પણ આ વ્રતનું પાલન બરાબર થાય એ માટે નીચેની પાંચ પ્રકારની ભાવનાનું સચ્ચાઈપૂર્વક સેવન કરવાનું હોય છે : ૧. મિત આહાર – સાધુઓએ પરિમિત આહાર લેવાનો હોય છે. પેટ ભરીને જમવું એ સાધુનું લક્ષણ નથી. એથી પ્રમાદ અને અસંયમ તરફ ચિત્ત ઘડે છે. પરિમિત આહારથી સંયમનું પાલન સારી રીતે થઈ શકે છે અને પ્રમાદ વગેરે પણ રહેતાં નથી. સ્વાધ્યાય, ધ્યાન, ધર્મક્રિયા વગેરેમાં ચિત્ત પ્રસન્નતાપૂર્વક પરોવાયેલું રહે છે. જે સાધુઓ અપરિમિત આહાર કરે છે તેઓ સીધી કે આડકતરી રીતે અસ્તેય મહાવ્રતની ભાવનાનું ખંડન કરે છે. ૨. ઉચિત આહાર - ગૃહસ્થ કરતાં પણ સાધુઓએ પોતાના આહારની બાબતમાં વધુ સૂક્ષ્મ દૃષ્ટિથી ચીવટ રાખવાની હોય છે. ગૃહસ્થો માટે અનંતકાય, અભક્ષ્ય વગેરે આહાર જે ગણાય છે તે સાધુઓ માટે વર્ય છે જ. પરંતુ રસલોલુપતા અદત્તાદાન - વિરમણ * ૧૬૯ Page #218 -------------------------------------------------------------------------- ________________ વધે. વિકાર ઉત્પન્ન થાય એવો આહાર પણ સાધ માટે વર્ષ છે. વળી પોતાના શરીરની પ્રકૃતિને પણ લક્ષમાં રાખી એવો યોગ્ય આહાર જ સાધુએ લેવો જોઈએ. ૩. અભ્યનુશાતગ્રહણ – સાધુઓએ પોતાના આચારનું બરાબર પાલન કરવું હોય તો શ્રાવકો પધારવા માટે વિનંતી કરે તે પછી જ તેમને ત્યાં આહાર લેવા – ગોચરી વહોરવા જવું જોઈએ. ૪. ભક્તપાન સંતોષ - સાધુઓએ પોતાને ગોચરીમાં જે પ્રકારનો આહાર જેટલા પ્રમાણમાં મળ્યો હોય તેમાં સંતોષ માનવો જોઈએ. જેમ આહાર માટે તેમ પોતાનાં ઉપકરણો માટે પણ અચૌર્ય વ્રતના સૂક્ષ્મ પાલન અર્થે સાધુઓએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ, જેમ કે (૧) સાધુએ પોતાને માટે જરૂરી એવાં ઉપકરણો એના સ્વામીની રજા વગર લેવાં નહિ. (૨) સ્વામીની રજાથી મેળવેલાં ઉપકરણોમાં પણ આસક્તિ રાખવી નહિ. (૩) ઉપકરણો આપનાર ભક્ત ગમે તેટલાં ઉપકરણો આપવાનો આગ્રહ રાખે, પણ પોતાના ખપ કરતાં વધુ ઉપકરણો લેવાં નહિ. લેવા માટે મોઢેથી ના કહેવી પણ મનમાં લાલચ કે આસક્તિ રાખવી એવું પણ ન કરવું. (૪) પોતાને જે ઉપકરણો જોઈતાં હોય તે ઉપકરણો શા માટે જોઈએ છે તે વિશેના પ્રયોજનની આપનાર આગળ સ્પષ્ટતા કરવી અને (૫) પોતાના સંયમની અને જ્ઞાનની આરાધના અર્થે તરત ઉપયોગમાં આવે એવાં જ ઉપકરણો લેવાં. કોઈક ઉપકરણ ભવિષ્યમાં કદાચ ક્યારેક કામ લાગશે એવા આશયથી લેવું નહિ. બિનજરૂરી કે વધારાના ઉપકરણ તરીકે કોઈ ઉપકરણ લેવું નહિ. જેમ આહાર અને ઉપકરણની બાબતમાં તેમ ઉપાશ્રયાદિ સ્થાનની બાબતમાં પણ એવી ઊંચી ભાવના સાધુઓએ સેવવી જોઈએ કે અદત્તાધનનો સૂક્ષ્મ દોષ પણ લાગે નહિ. શાસ્ત્રકારોએ તો સાધુઓ માટેના અદત્તાદાન વિરમણ મહાવ્રતની આથી પણ વધુ સૂક્ષ્મ વિચારણા કરી છે, જેમ કે જીવ કર્મ બાંધે છે ત્યારે કામણ વર્ગણાના પુગલ પરમાણુઓ એના આત્મપ્રદેશોમાં આવીને ચોટે. આ પુદ્ગલ પરમાણુઓ કોઈએ આપ્યા નથી એટલે અદત્ત છે. જીવ એને ગ્રહણ કરે છે. તો જીવને અદત્તાદાનનો દોષ લાગે કે નહિ ? આ શંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકારો કહે છે કે ના, જીવને અદત્તાદાનનો દોષ લાગે નહિ, કારણ કે જ્યાં દેવાની અને લેવાની ક્રિયાનો સંભવ હોઈ શકે ત્યાં દોષ લાગે. દેવાની ક્રિયા વગર લેવાની ક્રિયા ન થઈ શકે. પરંતુ કર્મબંધનમાં દેવાની ક્રિયા નથી હોતી એટલે લેવાની ક્રિયા પણ ગણી શકાય નહિ – એટલે ત્યાં અદત્તાદાનનો દોષ લાગે નહિ. એવી જ રીતે આ ૧0 એ જૈન આચારદર્શન Page #219 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધનમાં શુભ કર્મ બાંધી કોઈ જીવ પુણ્યોપાર્જન કરે તો તેને પ્રશસ્ત ચોરી’ પણ કહી શકાય નહિ કે અશુભ કર્મ બાંધી પાપોપાર્જન કરે તો તે અપ્રશસ્ત ચોરી’ કહી શકાય નહિ, કારણ કે તે બંનેમાં દેવા-લેવાની ક્રિયાનો સંભવ હોતો નથી. કોઈના ઘરમાં એની રજા વિના પ્રવેશવું એમાં પણ અદત્તાદાન વિરમણ વ્રતનો ભંગ થાય છે. સાધુઓએ તો આ વ્રતનું વધુ સૂક્ષ્મ દૃષ્ટિથી પાલન કરવાનું હોય છે. કોઈના ઘરનું બારણું ઉઘાડું હોય તોપણ સાધુએ બારથી ધર્મલાભ’ કે એવા શબ્દો બોલી, પોતાની જાણ કર્યા પછી જ, ગૃહસ્થ પુરુષ કે સ્ત્રી બોલાવે તે પછી જ ઘરમાં પ્રવેશવું જોઈએ. જો પોતાની મેળે દરવાજો ખોલીને દાખલ થાય અથવા ખુલ્લા દરવાજામાં સીધેસીધા દાખલ થઈ જાય તો અસ્તેય વ્રતનો ભંગ થાય છે. અહીં કોઈક પ્રશ્ન કરે કે કેટલાંક નગરોને કોટ અને તેનો દરવાજો હોય છે અથવા નગરમાં પોળ કે શેરીના દરવાજા હોય છે. તો એ દરવાજામાંથી સાધુ જાય તો અસ્તેય વ્રતનો ભંગ થાય કે નહિ ? એનો ઉત્તર એ છે કે એ દરવાજા સાર્વજનિક હોય છે. ત્યાં કોઈ અટકાવનાર કે રજા આપના૨ હોતું નથી. એટલે એવા સાર્વજનિક દરવાજામાં દાખલ થવામાં સાધુને કોઈ દોષ લાગતો નથી. આમ, અદત્તાદાન વિરમણ વ્રતની ઘણી સૂક્ષ્મ મીમાંસા જૈન દર્શનમાં કરવામાં આવી નથી. જેઓ આ વ્રતનું સ્થૂલ અને સૂક્ષ્મ એમ ઉભય દૃષ્ટિએ સરસ પાલન કરે છે તેને વ્યાવહારિક જગતમાં તો યશ, અનુકૂળતા, નિર્ભયતા ઇત્યાદિ સાંપડે છે, પણ સાથે સાથે તેવા મહાત્માઓના જીવનમાં લબ્ધિ સિદ્ધિ પણ પ્રગટ થાય છે. જોકે તેઓ તેના તરફ આકર્ષાતા નથી. આવા મહર્ષિઓનો એક શબ્દ નીકળતાં ભક્તો ધનના ઢગલા કરવા તૈયાર થઈ જાય છે. પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે : रत्नोपस्थानम् । અસ્તેય વ્રતની જેના જીવનમાં પ્રતિષ્ઠા થાય છે તે વ્યક્તિને સર્વ રત્નોનાં સ્થાન દેખાય છે. અર્થાત્ જેઓએ અચૌર્ય વ્રતની ઉત્તમ સાધના કરી હોય છે તેઓને લક્ષ્મી સામેથી આવીને મળે છે. अस्तेय प्रतिष्ठायां सर्व ચોરી નાની હોય કે મોટી, એ પાપ છે એ નિશ્ચિત છે, જેઓ સદાચારી જીવન જીવવા ઇચ્છતા હોય તેઓએ તો આવી નાની કે મોટી ચોરીથી દૂર જ રહેવું રહ્યું. પરંતુ એથી આગળ વધીને સાધકે તો લોભ, લાલચ, આસક્તિ ઇત્યાદિ ઉ૫ર સંયમ મેળવી અદત્તાદાનથી વિરમવું જોઈએ. તે માટે સંતોષ એ ઉત્તમ માર્ગ છે. જ્યાં સુધી ચિત્તમાં આશા, અપેક્ષા, સ્પૃહા, ઇચ્છા, તૃષ્ણા વગેરે ઉદ્ભવે છે ત્યાં સુધી અસંતોષ રહ્યા કરે છે. ચિત્તમાં સ્પૃહા ઉદ્ભવે તો તેને વાળી લેવી જોઈએ, પરંતુ આત્મશક્તિને અદત્તાદાન વિરમણ * ૧૭૧ Page #220 -------------------------------------------------------------------------- ________________ સતત અભ્યાસથી એવી ફોરવવી જોઈએ કે એક વખત નિઃસ્પૃહત્વ આવે એટલે ગતના સર્વ પદાર્થો કાંકરા જેવા કે તણખલા જેવા લાગે. નિસ્પૃદ0 zi નવા નિઃસ્પૃહત્વમાંથી જે માનસિક સુખ પ્રાપ્ત થાય છે તે કેવું હોય છે તે તો અનુભવથી જ સમજાય એવું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જ્ઞાનસારમાં કહ્યું છે : भूशय्या मैक्ष्यमशनं जीर्णवासो वनं गृहम् । तथापि नि:स्पृहस्याहो चक्रिणोप्यधिकं सुखम् ॥ [ભૂમિ ઉપર શયન હોય, ભિક્ષા મેળવીને ખાવાનું હોય, પહેરવાને જીર્ણ વસ્ત્ર હોય અને વન એ જ ઘર હોય તોપણ સાચો નિઃસ્પૃહ મનુષ્ય ચક્રવર્તીના સુખથી અધિક સુખ ભોગવી શકે છે.] ૧૭૨ અંક આચારદર્શન Page #221 -------------------------------------------------------------------------- ________________ શીલવિઘાતક પરિબળો ત્યાગ અને સંયમ સર્વત્ર પૂજ્ય, આદરણીય ગણાય છે. ભારતીય પરંપરામાં સાધુ-સંન્યાસી હોય એવા ગુરુનો મહિમા ઘણો મોટો મનાયો છે. આપણા ધાર્મિક સાહિત્યમાં અનેક કવિ-લેખકોએ પોતાના ગુરુનો મહિમા બહુ ભક્તિભાવથી ગાયો ગુરુ વિના જ્ઞાન નહિ' એ ઉક્તિ યથાર્થ જ છે. ભારતીય ગુરુ- શિષ્ય પરંપરામાં જ્ઞાનની આરાધના માટે ગુરુના જ્ઞાન કરતાં પણ ગુરુના આશીર્વાદનું મહત્ત્વ વિશેષ મનાયું છે. શિષ્યના પક્ષે સાચો વિનય ન હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય નહીં એવું અનુભવકથન છે. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, સાક્ષાત્, પરબ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હોય એટલા બધા જ સાધુ-સંન્યાસીઓ પૂરી પાત્રતા વિના પોતાને પ્રગટ પરબ્રહ્મ માની લે તો ભારે અનર્થ થાય. સાધુ-સંન્યાસીનો વેશ અને ગુરુનું પદ એ બંને જો પચાવી ન શકાયાં હોય અથવા અપાત્ર વ્યક્તિના હાથમાં આવ્યાં હોય તો તે પોતાને અને અનુયાયીઓને દુર્ગતિમાં ઘસડી જાય છે. ત્યાગ અને સંયમનો માર્ગ ખાંડાની ધાર જેવો છે. દુનિયામાં જેટલા સાધુઓ, સંન્યાસીઓ, મહંતો, ભિખુઓ, ફકીરો, પાદરીઓ હોય છે તે દરેકે તીવ્ર વૈરાગ્ય અનુભવી, સ્વેચ્છાએ સમજણપૂર્વક સંયમનો માર્ગ સ્વીકાર્યો હોય છે તેવું હોતું નથી. એમાં કેટલાકે સંજોગોવશાત એ માર્ગ ગ્રહણ કરેલો હોય છે. કેટલાકે અજ્ઞાન કે લાચારીથી સંન્યસ્ત સ્વીકાર્યો હોય છે, કેટલાકને બાલ્યાવસ્થામાં કોઈ ભોળવીને ઉપાડીને લઈ જાય છે અને પછી એમને બાવો બનાવી દેવાયો હોય છે. કેટલાક અનાથ કે અનાશિત હોવાના કારણે કેટલાક આજીવિકા મેળવવાને અસમર્થ હોવાને લીધે, કેટલાક એમની પોતાની સ્વભાવગત વિચિત્રતા કે મંદબુદ્ધિને કારણે, કેટલાક શીલવિઘાતક પરિબળો * ૧૭૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ શારીરિક ખોડખાંપણને કારણે આ માર્ગમાં આવી પડ્યા હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પરંતુ તેમના હૃદયને વૈરાગ્યનો પાકો રંગ લાગ્યો નથી હોતો. સાધુસંન્યાસીઓમાં કે કહેવાતા ત્યાગી વૈરાગીઓમાં અનેક માત્ર વેશથી જ તેવા હોય છે. તેઓ માત્ર દ્રવ્યલિંગી હોય છે. સંસારનું નાશવંત સ્વરૂપ સમજાતાં કે તીવ્ર દુઃખનો અચાનક અનુભવ થતાં કેટલાકના હૃદયમાં વૈરાગ્ય જન્મે છે; પરંતુ જીવનના અંત સુધી એ વૈરાગ્ય એકસરખા ઉચ્ચ ભાવવાળો ટકી રહેવો એ ઘણી કઠિન વાત છે. વળી આંખ, નાક, જીભ વગેરે ઇન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે જો તેના વિષયોનું પોષણ, ઉત્તેજન થયા કરે તો હૃદયમાં જન્મેલો ત્યાગ-વૈરાગ્યનો સાચો ભાવ પણ જલદી અદશ્ય થઈ જાય છે અને ભોગવિલાસની ઝંખના થવા લાગે છે. એટલે એવા દાખલાઓમાં ભલે સાચી સમજણપૂર્વક સ્વેચ્છાએ દીક્ષા લીધી હોય તોપણ આત્મિક સુખ કરતાં ઇન્દ્રિયાર્થ પદાર્થોના સુખની અભિલાષાઓ જાગ્રત થવાનો વિશેષ સંભવ રહે છે. ભોગવિલાસ માટેની દબાવેલી વૃત્તિઓ તક મળતાં ક્યારેક બમણા જોરથી પ્રવૃત્ત થવા લાગે છે. સાધુઓએ, ઘર, સ્ત્રી, પુત્રાદિક, ધન વગેરેનો સંપૂર્ણ ત્યાગ કર્યો હોય છે. પરંતુ પછીથી જ્યારે વાસનાઓ જાગે છે ત્યારે તેવું સુખ ભોગવવાની લાલસા થાય છે. જો બાહ્યવેશ પોતાને તેમ કરતાં અટકાવે છે તો ચિત્ત તેવું સુખ ભોગવવામાં કલ્પનાથી રાચે છે. નળરાજાના ભાઈ પુષ્કરે રાજ્યસુખ છોડીને વનમાં જઈને તાપસનું જીવન ચાલુ કર્યું હતું, પણ સમય જતાં એણે જંગલમાં પણ પોતાનું માનસી રાજ્ય સ્થાપ્યું હતું. વર્તમાન સમયમાં કેટલાક સાધુઓએ ઘર અને પૈસાનો ત્યાગ કર્યો હોય છે, પરંતુ જાહેર ઘરો અને જાહેર પૈસા ઉપર સ્વામિત્વનો ભાવ તેઓ ભોગવતા હોય છે. ક્યારેક તો તેમની ભાષામાં પણ “મારું” શબ્દ દ્વારા સ્વામિત્વનો ભાવ વારંવાર વ્યક્ત થઈ જાય છે. જૈન શાસ્ત્ર પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગો મોટા મોટા સમર્થ માણસોને પણ પછાડે છે અને ભાડે છે. માણસ બુદ્ધિશાળી હોય છે અને પોતાના દોષોનો બચાવ જુદી જુદી અપેક્ષાએ બુદ્ધિપૂર્વક કરે છે. પણ મનમાં તે જાણતો હોય છે કે પોતે કેવી કેવી વાસનાઓથી ઘેરાયેલો છે, કેવા કેવા કષાયોમાં ફસાયેલો છે. વિષય અને કષાય એ સાધુજીવન જીવનારા મહાત્માઓના મોટા શત્રુઓ છે. કદાચ વચન અને કાયાથી વિષયકષાયને વશ કરી શકે તોપણ મનથી વશ કરવા કેટલા બધા દુષ્કર છે તે તેઓ સારી રીતે જાણતા હોય છે. ભલભલા મહાન સાધુઓને પણ પતનના માર્ગે લઈ જનારું એક મોટું વિઘાતક બળ તે લોકેષણા છે. વર્તમાન સમયમાં લોકપ્રસિદ્ધિનાં ક્ષેત્રો અને માધ્યમો ઘણાંબધાં ૧૪ - જૈન આચારદર્શન Page #223 -------------------------------------------------------------------------- ________________ વધી ગયાં છે. માણસ સાધુ-સંન્યાસી થાય એટલે અનેક લોકો વંદન-દર્શન માટે આવે, પ્રશંસા થાય, વાહવાહ બોલાય એમાંથી સૂક્ષ્મ રાગ જન્મે. પછીથી અહંકાર જન્મે અને ઉત્તરોત્તર વધુ મોટા થવાનું મન થાય. પ્રશંસા ગમવા લાગે, વધતી જાય અને પ્રસિદ્ધિની નવી નવી આકાંક્ષાઓ જન્મે; ભક્તોને આજ્ઞા કરવાની ટેવ પડે. બીજા મહાત્માઓ કરતાં આગળ નીકળી જવાનું અથવા અનેક લોકોને પોતાના તરફ વાળી લેવાનું મન થાય. આરંભમાં કરુણાનો ભાવ હોય. અનેક લોકોને સન્માર્ગે દોરી જવાની ભાવના હોય; પોતાના ઉપદેશથી અનેકના જીવનમાં પરિવર્તન આવ્યું છે એવું લાગે. પરંતુ સમય જતાં માત્ર સૂક્ષ્મ માન-કષાયથી જ તે પ્રવૃત્તિ ચાલ્યા કરતી હોય છે. લોકેષણા સાધુજીવનને ક્યારે દગો દેશે તે કહી શકાય નહિ. સંયમનું એક પગથિયું ચૂકતાં સીડીનાં કેટલાં પગથિયાં તેઓ ગબડી પડશે તે કહેવાય નહિ. જેઓ નિશ્ચયદૃષ્ટિ રાખે છે, આત્મધર્મમાં સ્થિર રહે છે તેઓ જ લોકેષણાના વમળમાં ડૂબતા નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : જિમ જિમ બહુ મત, બહુ જન સમ્મત; તિમ ક્રિમ જિન શાસનનો વૈરી; બહુ શિષ્યે પરવરિયો, જો નવી નિશ્ચય દરિયો... સાચી સાધુતા જગતમાં સહેલી અને સસ્તી નથી. સાધુ, ભિખ્ખુ કે સંન્યાસી તરીકે દીક્ષા લેવી અને એના સમુદાયના બધા જ આચારો પાળવા એ કઠિન બાબત છે. જૈન, બૌદ્ધ, કે હિંદુ ધર્મના શાસ્ત્રકારોએ અનુભવોના આધારે સંયમપાલનના નાનામોટા સેંકડો નિયમો દર્શાવ્યા છે. મનુષ્યનું ચિત્ત ક્યારે પ્રમાદશીલ બની જશે અને ક્યારે ત્યાગસંયમને બદલે ઇન્દ્રિયોના ભોગવિલાસમાં રાચશે એ કહી શકાય નહિ. ગૃહસ્થો સાથે અતિ સંસર્ગ, વિજાતીય વર્ગ સાથે નર્મમર્મયુક્ત વચનો, એકલવિહાર ખાવાપીવામાં અસાવધાની ઇત્યાદિ ક્રિયાઓ સાધુ-સંન્યાસીઓને પ્રમાદી બનાવી દે છે. ગા૨વ એટલે વૃદ્ધિ અથવા આસક્તિ અથવા ગમવાપણું એવાં ત્રણ ગારવ રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારત મહાત્માઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. પોતાની પ્રેરણાથી ગૃહસ્થો ધર્મકાર્યમાં અઢળક નાણાં ખર્ચતા હોય ત્યારે તેમાંથી થોડો હિસ્સો પોતાની આજ્ઞાનુસાર ખર્ચાય એવી વૃત્તિ જન્મે છે. તેમાંથી થોડાં નાણાં પોતાને માટે વપરાય, ભોગવાય એવો ભાવ જન્મે છે. અને સમય જતાં પોતાની માલિકીનાં ટ્રસ્ટો સ્થપાય છે. અને એ ધન ઉપર સ્વામિત્વ ભોગવાય છે. ભવિષ્યમાં સાધુનો વેશ છોડવો પડે તો એ નાણાંથી પોતાની આજીવિકા સારી રીતે ચાલશે એવો વિશ્વાસ રહે છે. ક્યારેક એવા વિશ્વાસથી જ અગાઉથી -- શીલવિઘાતક પરિબળો * ૧૭૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ નાણાં એકઠાં કરવાની પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે. સાધુનો વેશ ધારણ કરતી વખતે સાચી ભાવનાથી ધારણ કર્યો હોય, પરંતુ પછીથી વેશનાં માનપાન તથા ખાનપાનના લાભ એટલા બધા મળવા લાગે કે ત્યાગસંયમની વાત બાજુ પર રહી જાય છે. આવા વેશધારી અથવા વેવિડંબક સાધુઓ સામે પ્રાચીન સમયથી પૂર્વાચાર્યો, શાસ્ત્રકારો ચેતવણી આપતા આવ્યા છે. અવંદનીય સાધુઓની વાત કરતી વખતે પણ એમનાં હૃદયમાં તો તેઓ ફરી પાછાં વંદનીય કેમ બને તે માટેની ચિંતાજનક કરુણા જ રહેલી હોય છે. હિન્દુ ધર્મ હોય કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ હોય કે ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ હોય કે યહૂદી ધર્મ, દરેક ધર્મમાં સાધુઓની કંઈક ને કંઈક સમસ્યાઓ ઊભી થતી કે ચાલ્યા કરતી હોય છે. સાધુઓનું સ્થાન સમાજમાં પરમવંદનીય ગણાય છે. એટલે એમની માનવસહજ કોઈ નબળાઈઓની જાહેરમાં ટીકા, નિંદા કે ચર્ચા બહુ ઇષ્ટ ન ગણાય. પરંતુ તેમને તેમના હિતનો બોધ અંગત રીતે ખાનગીમાં વડીલ સાધુ આપે તે ઇષ્ટ અને આવશ્યક ગણાય છે. સાધુનું સ્થાન આદરને પાત્ર, અનુકરણીય છે. એટલે જાહેરમાં એની અવહેલના થાય એ સમાજ માટે ઇષ્ટ નથી. તેમ છતાં કોઈ દુષ્ટ વ્યક્તિ સાધુ થઈને બીજા સાધુઓને ન બગાડે તે માટે શિક્ષા અને પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા દરેક ધર્મ અને સંપ્રદાયમાં રહેલી છે. સાધુસંન્યાસીઓને પ્રલોભનો આપી બગાડવાનું કાર્ય ઘણી વાર ગૃહસ્થો જ કરતા હોય છે. પોતાનો પૂજ્યભાવ વેવલા થઈને તેઓ વ્યક્ત કરે છે. તેઓ તેમની વધુ પડતી સારસંભાળ રાખે છે અને ગુપ્ત રીતે તેમની ખાનપાનની ઇચ્છા અને ક્યારેક તો વિષયવાસના સંતોસવા સગવડ કરી આપે છે. કોઈક કિસ્સામાં તો સાધુના શાપના ડરથી તેઓ તેમ કરે છે. જેટલે અંશે ગૃહસ્થો સાધુઓ પ્રત્યે પોતાના કર્તવ્યમાં સજાગ તેટલે અંશે સાધુસમુદાય સજાગ અને તેમની અવનતિનાં કારણો ઓછાં રહેવાનાં. પોતાના ઉપર તોપણ પોતે તેમની ઇચ્છાઓને સંતોષવામાં મર્યાદા રાખવી જોઈએ, અને તેમની અવનતિના નિમિત્ત ન બનવું જોઈએ. કેટલીક વાર ગૃહસ્થ સ્ત્રી-પુરુષો ચોરી, ખૂન, વ્યભિચાર જેવી પોતાની અંગત ગંભી૨ ભૂલોનો સાધુમહાત્માઓ પાસે એકરાર (confession) કરી પ્રાયશ્ચિત્ત માગે છે, પણ પછી સાધુ-સંન્યાસીઓ, પાદરીઓ તેનો એટલો બધો ગેરલાભ ધમકીઓ આપીને ઉઠાવે છે કે એ ગૃહસ્થ સ્ત્રી-પુરુષો એમનાં ગુલામ જેવાં બની જાય છે. ક્યારેક પોતાનો ખાનગી વ્યભિચારનો એકરાર કરનારી સ્ત્રીને એ સાધુના વ્યભિચારનો લાચારીથી ભોગ બનવું પડે છે. ભારતીય સંસ્કૃતિ એના સાધુ-સંન્યાસીઓની ગૌરવભરી પ્રાચીન પરંપરાથી ૧૭૬ જૈન આચારદર્શન Page #225 -------------------------------------------------------------------------- ________________ શોભે છે. આપણા દાર્શનિક પૂર્વાચાર્યોએ માનવમનનાં અતલ ઊંડાણોને માપીને, નબળાઈઓનો ગંભીર વિચાર કરીને એવી વિગતવાર સમાચરી દર્શાવી છે કે જેથી કોઈ સાધુને પતિત થવું હોય તોપણ ઠીક ઠીક વાર લાગે. આપણા પૂર્વસૂરિઓની સૂક્ષ્મ અવલોકનશક્તિની, પૃથક્કરણશક્તિની, ક્રાંત દૃષ્ટિની એ પ્રતીતિ કરાવે છે. જૈન શાસ્ત્રગ્રંથોમાં પાંચ પ્રકારના સાધુઓને અવંદનીય ગણવામાં આવ્યા છે. દેવેન્દ્રસૂરિકત “ગુરુવંદન ભાષ્યમાં કહ્યું છે : ___ पासत्यो ओसन्नो कुलील संसत्तओ अहाछंदो। પુન-પુજા-તિહુ-વિહા વંગિન્ગા બિમિમિ ! આ પાંચ પ્રકાર તે (૧) પાર્શ્વસ્થ, (૨) અવસાન, (૩) કુશીલ, ઈ સંસક્ત અને (૫) યથાછંદ. આ પાંચેના પેયપ્રકાર અનુક્રમે બે, બે, ત્રણ, બે અને અનેક છે. આ પાંચેને જૈનદર્શનમાં અવંદનીય કહ્યા છે. સત્ય અથવા “સત્ય” શબ્દ સંસ્કૃત “ઘર્થસ્થ’ ઉપરથી આવ્યો છે. ' એટલે રહેવું. પાર્થ એટલે બાજુ. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પરંતુ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયીમાં નહિ પણ તેનાથી દૂર રહે છે તેને “પાર્થસ્થ’ કહેવામાં આવે છે. પાસસ્થા’ શબ્દ “પત્થ’ ઉપરથી પણ વ્યુત્પન્ન કરવામાં આવે છે. પાશ” એટલે ફાંસો અથવા જાળ. જેઓ કર્મબંધનના હેતુરૂપ મોહમાયાની કે મિથ્યાત્વની જાળમાં લપેટાઈ ગયા છે તેને પણ ‘પાસત્ય' કહેવામાં આવે છે. પાર્થસ્થ બે પ્રકારના છેઃ (૧) સર્વ પાર્શ્વસ્થ અને (૨) દેશ પાર્શ્વસ્થ. જે સાધુ સન્ દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર્યથી સર્વથા રહિત હોય અને માત્ર વેશધારી જ સાધુ હોય અને ગૃહસ્થની જેમ વર્તન-વ્યવહાર કર્યા કરે તે “સર્વ પાર્થસ્થ'. જે સાધુઓ જે મોટા અધિકારીઓના કે શ્રીમંતોના ઘેરથી આહાર મેળવે અથવા મંગાવે અથવા પોતે અગાઉથી નક્કી કરેલાં ઘરોમાંથી નક્કી કરેલો આહાર મેળવે, અથવા ગૃહસ્થોના જમણવાર વગેરેમાંથી સ્વાદિષ્ટ આહાર મેળવવાની લાલસા રાખે, ગૃહસ્થોનો ગર્વ કે ઘમંડ કર્યા કરે, તે સાધુને દેશ પાર્થસ્થ’ કહેવામાં આવે છે. દેશ પાર્શ્વસ્થ' સાધુઓ શય્યાતર પિંડ જેના મકાનમાં વાસ કર્યો હોય તેનો આહાર), અભ્યાહૂત પિંડ (સામેથી લાવેલો આહાર), રાજપિંડ રાજાનો અથવા રાજાના અમુક અધિકારીઓના ઘરનો આહાર), નિત્યપિંડ (‘તમે જરૂર પધારજો' એવી ગૃહસ્થ પહેલેથી નિમંત્રણા કરી રાખેલા કોઈ એક જ ઘરેથી નિત્ય આહાર લેવો) અને અગ્રપિંડ (અગ્ર એટલે ઉપરનો. ગૃહસ્થ પોતાને માટે આહાર કાઢ્યા પહેલાં જ ગોચરી વહોરવી તે) વિના કારણ ભોગવતા હોય છે. વળી તેઓ શીલવિઘાતક પરિબળો એક ૧૭ Page #226 -------------------------------------------------------------------------- ________________ કુલનિશ્રાએ વિચરતા હોય છે, એટલે કે પોતાના મનગમતાં કુટુંબોમાંથી જ આહાર લે છે અને વિહાર વગેરેમાં પણ તેમના તરફથી સહાય મેળવવાની વૃત્તિ ધરાવે છે તથા તેઓ સ્થાપનાકુલમાં પ્રવેશ કરે છે એટલે કે પોતાના ગુરુમહારાજની અને પોતાના સમુદાયની સવિશેષ ભક્તિ કરનારાં કુટુંબોમાં જ ગોચરી તથા અન્ય પ્રયોજનો માટે વારંવાર જતા હોય છે. જે સાધુ પોતાની સાધુ તરીકેની સમાચારી પાળવામાં શિથિલ કે અનુત્સાહી હોય તેવા સાધુને “અવન” (ઓસન્નો) કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે : દેશ અવસન” અને “સર્વ અસન'. પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, તપશ્ચર્યા, આગમન, નિર્ગમન, આસન, શયન વગેરેને લગતી દસ પ્રકારની સમાચારી જાણે પોતે વેઠ ઉતારતા હોય તેવી રીતે મન વગર નાધિક કરે, અરધીપરધી કરે, ગુરુની આજ્ઞાને કારણે પરાણે કરે તે સાધુને દેશ અવસગ્ન' કહેવામાં આવે છે. જે સાધુ ચોમાસા વિના પાટપાટલા વાપરે, સંથારાનું પડિલેહણ ન કરે, દિવસે વારંવાર પ્રમાદપૂર્વક શયન કરે, આખો દિવસ સંથારો પાથરેલો રાખે, “સ્થાપના ભોજી' હોય (આહાર રાખી મૂકીને પછીથી ખાય) તથા “પ્રાભૂતિકાભોજી' એટલે કે ગૃહસ્થ પાસેથી મનભાવતો આહાર વહોરી લાવીને તેનું ભોજન કરતા હોય તે સર્વ અવસગ્ન' કહેવાય છે. ખરાબ આચરણવાળા સાધુને કુશીલ કહેવામાં આવે છે. જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ એવા એના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. જે કાલ, વિનય, બહુમાન વગેરે આઠ પ્રકારના જ્ઞાનચારની વિરાધના કરે તથા ભણેલા જ્ઞાનનો આપમતે જાણીજોઈને અવળો અર્થ કરે તેને જ્ઞાનકુશીલ કહેવામાં આવે છે. જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા વગેરે કુવાસનાવાળા માણસો સાથે સોબત રાખે, કારણ વિના તેમની સાથે આલાપસંલાપ કરે અને એ રીતે આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તેને દર્શનકુશીલ કહેવામાં આવે છે. * જે મંત્રતંત્રના ચમત્કાર બતાવી ભક્તોને ભોળવે, લોભાવે, જ્યોતિષ કે સ્વપ્નનાં ફળ કહીને લલચાવે, કામણ-વશીકરણ કરે, જડીબુટ્ટી કરે, પુરુષનાં અંગલક્ષણો કહે, પોતાના શરીરને સ્નાનાદિથી વિભૂષિત રાખવાનો પ્રયત્ન કરે, પોતાનાં જાતિકુલ પ્રકાશિત કરે, ચારિત્રની અનેક પ્રકારે વિરાધના કરે તેને ચારિત્રકુશીલ કહેવામાં આવે છે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ હોય. પરંતુ તેની સાથે સાથે કેટલાક મોટા દોષો પણ હોય તેવા સાધુને “સંસક્ત' કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે : “સલિષ્ટ સંસક્ત' અને “અસંક્લિષ્ટ સંસક્ત'. જે સાધુઓ જીવહિંસાદિ ૧૭૮ 2 જૈન આચારદર્શન Page #227 -------------------------------------------------------------------------- ________________ આશ્રવનાં દ્વાર સેવે. પારકાના ગુણ સહન ન કરી શકે, રસગારવ, ઋદ્ધિારવ અને શાતાગારવ એ ત્રણ ગારવનું સેવન કરે, સ્ત્રી, ઘર વગેરેને લગતા પોતાના દોષો ચલાવી લે કે તેનો બચાવ કરે તે સંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. જે સાધુ પ્રસંગાનુસાર બદલાયા કરે એટલે કે સંવિજ્ઞ સાધુઓ પાસે હોય ત્યારે સંવિજ્ઞ ગુણ – આચારવાળો થવા ઈચ્છે અને પાર્થસ્થાદિ સાથે હોય ત્યારે તેવા અનાચાર કરવા લાગે તે અસંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. જે સાધુ ગુરુમહારાજની, ધર્માચાર્યોની અવહેલના કર્યા કરે, સાંસારિક કાર્યોમાં રસ લે, શાસ્ત્રગ્રંથોનો ઇરાદાપૂર્વક અનર્થ કરી પોતાની ઇચ્છાનુસાર વર્તન કરે, સ્વાર્થ સધાય તેવાં વચનો બોલે, ઉસૂત્ર (શાસ્ત્રવિરુદ્ધ) પ્રરૂપણા કરે, વારંવાર ક્રોધ-આક્રોશ કરે, ત્રણ ગારવયુક્ત એશઆરામનું જીવન વિતાવવામાં પ્રવૃત્ત રહે તેને યથા છંદ કહેવામાં આવે છે. આવા સાધુઓ અનેક પ્રકારના જોવા મળે છે. તેઓ પોતે સંસારમાં ડૂબે છે અને તેમનો આશ્રય લેનારને પણ ડુબાડે છે. આપણા પૂર્વાચાર્યોએ પાર્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથા છંદ સાધુને અવંદનીય કહ્યા છે. “આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે એમને વંદન કરવાથી કર્મ નિર્જરા થતી નથી, પરંતુ કાયક્લેશ અને કર્મબંધ થાય છે. કોઈ સાધુ વંદનીય છે કે અવંદનીય એની પહેલેથી ખબર તો ન જ પડે. એટલે સાધુનો વેશ ધરાવનાર સર્વ વંદનને યોગ્ય જ છે એમ સમજી પ્રથમ તો વંદન કરવું જોઈએ; પરંતુ પરિચયે જો જાય કે સાધુ પાસત્યાદિ છે તો તેવા સાધુઓ વંદનને પાત્ર નથી. અવંદનીય છે એમ સમજવું જોઈએ. દુનિયાના બધા જ ધર્મોમાં શીલ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સાધુચરિત જીવ પતિત ન થાય તે માટે શાસ્ત્રકારોએ સાવધાનીની કેટલીક બધી વાડ દર્શાવી છે! જૈનધર્મ તો શીલના અઢાર હજાર અંગો ૩ યોગ x ૩ કરણ ૪૪ સંજ્ઞા x ૫ ઇન્દ્રિયો x ૧૦ પૃથ્વીકાયાદિ * ૧૦ યતિધર્મ = ૧૮000) દર્શાવ્યા છે. “સકલતીર્થમાં કવિ કહે છે : અઢી પિમાં જે અશુગાર, આહાર સહસ શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર; પાલે પળાવે પચાચા, બાહ્ય અભ્યતર તપ ઉમાલ. તે મુનિ વંદું ગુણમહિમાલ.' વર્તમાન સમયમાં સુખસગવડ માટે નવી નવી વૈજ્ઞાનિક શોધો થતી જવાને કારણે શીલને વિઘાતક એવાં પરિબળો દુનિયાભરમાં વધવા લાગ્યાં છે. સુખશીલ થવાનાં ઉપકરણો વધતાં જાય છે. વિજ્ઞાન દ્વારા ભૌતિક સાધોનોનો પ્રભાવ વધતો શીલવિઘાતક પરિબળો : ૧૯ Page #228 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યો છે. ગૃહસ્થજીવન અને સાધુજીવન વચ્ચે સુખસગવડની દૃષ્ટિએ અંતર વધવા લાગ્યું છે. સાધુજીવન માટે ભૌતિક પ્રલોભનો વધવા લાગ્યાં છે. યુરોપ, અમેરિકા હોય કે એશિયાના દેશો હોય, સાધુના અને ગૃહસ્થના પણ) શીલને શિથિલ કરે એવું વાતાવરણ ચારે બાજુ ફેલાતું જાય છે. એટલે જ શીલસંપન સાધુઓએ વધુ સજાગ રહેવું પડે એવી સ્થિતિ ખાસ કરીને મોર્ય શહેરોની થતી જાય છે. સાચા સાધુઓને અચલ રહેવા માટે મોટ ઉદ્યમની અપેક્ષા વધતી જાય છે. જેઓ અપ્રમત્તભાવ જાગે છે એમને જગાડવાની જરૂર ન જ હોય ! તેઓ તો પરમ વંદનીય છે. જેઓ ઊંઘે છે તેમને ગાડી શકાય છે. પરંતુ જેઓ ઊંઘતા છતાં જાગવાનો કે જાગવા છતાં ઊંઘવાનો ઢોંગ કરે છે તેને માટે શું કરી શકાય ? બસ પ્રાર્થના જ કરવી રહી ! જૈનધર્મમાં કેશલોચ, ગોચરી, પાદવિહાર. અપરિગ્રહ વગેરે ઘણાબધા કડક નિયમોને કારણે તથા ચુસ્ત લોકમતને કારણે પતન કે શિથિલાચારને પ્રમાણમાં અવકાશ ઓછો રહ્યો છે. પરંતુ જે ધર્મ કે સંપ્રદાયમાં સ્નાન અને ખાનપાનની છૂટછાટ છે, પાસે પૈસા રાખવાની છૂટ છે, વાહનનો ઉપયોગ કરી શકાય છે, ગૃહસ્થોને ઘરે દિવસે કે રાત્રે ગમે ત્યારે જઈ શકાય છે, પ્રવાસ વગેરેમાં સાધુવેશ છોડી ગૃહસ્થવેશ ધારણ કરી શકાય છે તેવા ધર્મો કે સંપ્રદાયોમાં અધ:પતન કે શિથિલાચારને ઘણોબધો અવકાશ રહે છે. બધી વાતો બહાર આવતી નથી, પરંતુ જેઓ અંદર પડેલા છે તેઓ જાણતા હોય છે કે ત્યાં કેટલી બધી મલિનતા કે અનાચાર વ્યાપેલાં હોય છે. ગૃહસ્થ અને પત્નીપુત્રાદિક તથા માલમિલકત ધરાવતા જે સંતો હોય છે તેમના અંગત જીવનમાં પણ કેટલો બધો કાદવ-કીચડ પાસે આવનારને દેખાય છે. માત્ર વેશધારી સાધુઓને જ નહિ, સાચા સાધુઓને માટે પણ શીલવિઘાતક પરિબળો કેટલાં બધાં વધતાં જાય છે. આમ છતાં સ્વેચ્છાએ ત્યાગ, વૈરાગ્ય, અકિંચનત્વ, સંયમ, સમતા અને સાધનાની ઊંચી કોટિએ પહોંચેલા મહાત્માઓ દરેક ધર્મમાં જોવા મળે છે. ભૌતિક સંપત્તિ વચ્ચે રહેતા હોવા છતાં અને ઇન્દ્રિયાર્થ પદ્યર્થો પાસે વિચરતા હોવા છતાં જનક વૈદેહીની જેમ અંતરથી અળગા રહેનારા, નિઃસ્પૃહ અને અનાસક્ત રહેનારા મહાત્માઓ પણ કેટલા બધા જોવા મળે છે ! ભારતીય સંસ્કૃતિએ સાધુતાનો આદર્શ ઘણો ઊંચો રાખ્યો છે. માટે જ અનેક ઝંઝાવાતો વચ્ચે પણ ભારતીય સંસ્કૃતિ એની સાધુતા વડે હજારો વર્ષોથી ટકી શકી છે. ૧૦ ક ન આચારદર્શન Page #229 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડ-વિરમણ જૈન ધર્મનું અનર્થદંડ – વિરમણ જેવું વ્રત દુનિયાના અન્ય કોઈ ધર્મમાં નહિ હોય? શ્રાવકનાં બાર વ્રતમાં આ વ્રતને સ્થાન આપીને જૈન ધર્મે આચારનો કેટલો સૂક્ષ્મ અને ઊંડો વિચાર કર્યો છે તે જોઈ શકાશે. વિરમણ એટલે અટકવુ. અનર્થદંડનવરમણ એટલે અનર્થદંડથી અટકવું. અનર્થદંડ એટલે અર્થ ન સરે અને દંડ મળે. દંડ એટલે શિક્ષા, પાપ રૂપી શિક્ષા, કર્મબંધરૂપી શિક્ષા. અનર્થદંડ એટલે વગર લેવેદેવે બંધાતાં અશુભ કર્મ. અનર્થદંડવિરમણ એટલે બાહ્ય કે આત્યંતર, દ્રવ્ય કે ભાવથી, સાક્ષાત્ કે પરંપરાએ, ઈહલૌકિક તે પારલૌકિક, સ્વને કે પરને થતા નુકસાનથી અટકવું, સાચા પ્રયોજન વગરની મન, વચન અને કાયાની અમર્યાદિત પ્રવૃત્તિઓથી અટકવું. એટલા માટે અનર્થદંડવિરમણને વ્રતનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. શુદ્ધ, નિરર્થક વાતોમાં વેડફાઈ જતી શક્તિને ઉચ્ચતર ધ્યેય પ્રયોજવાની ભલામણ આ વ્રતમાં રહેલી છે. અર્થદંડ એટલે કોઈ પ્રયોજન અથવા હેતુને કારણે સ્વેચ્છાએ ભોગવવી પડતી શિક્ષા. અનર્થદંડ એટલે અર્થ અથવા પ્રયોજન વગર, અજ્ઞાન કે પ્રમાદને કારણે ભોગવવી પડતી શિક્ષા અનર્થદંડ એ ગૃહસ્થ શ્રાવકના વ્રત માટે પ્રયોજાયેલો પારિભાષિક શબ્દ છે. એ વિશે ધર્મ અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ સમજતાં પહેલાં વ્યવહારુ, સામાજિક અને સાંસારિક દૃષ્ટિએ સમજવા પ્રયત્ન કરીશું. સંસારનું સ્વરૂપ એવું નથી કે બધું વ્યવસ્થિત રીતે, ક્રમાનુસાર, માપસર ભોગવાય અને કંઈ વધઘટ ન રહે. સંસારમાં અસમાનતા છે અને અસમાન ઘટનાઓ બને છે. કોઈ ગરીબનું બાપદાદાના વખતનું સો વર્ષ જૂનું ખોરડું દીવાલોનાં ગાબડાં અનર્થદંડ-વિરમણ ૧૮૧ Page #230 -------------------------------------------------------------------------- ________________ પૂરીને, ટેકા આપીને ચલાવાય છે અને એક શ્રીમંતનો નવા જેવો આલીશાન બંગલો તોડી નાખીને ત્યાં બીજી નવી ઈમારત બનાવાય છે, કારણ કે હવે તે બંગલો નવી ડિઝાઈન પ્રમાણે બનાવવો છે. એક ગરીબ મહિલા કાચની બંગડીઓ સાચવી સાચવીને વર્ષો સુધી ચલાવે છે અને એક શ્રીમંત મહિલા છબાર મહિને સોનાનાં ઘરેણાં ભંગાવીને નવા ઘાટ કરાવે છે. આમાં અર્થદંડ અને અનર્થદંડ બંનેને સૂક્ષ્મ દષ્ટિથી ઘટાડી શકાય. એથી વધારે સ્પષ્ટ ઉદાહરણ લઈએ. દરેક પ્રજા જો સુખમય શાન્તિથી જીવન જીવતી હોય તો કોઈ દેશને લકરની જરૂર ન પડે. દેશને સ્વરક્ષણ માટે લશ્કર રાખવું પડે છે. સેનાનું એ ખર્ચ અંતે તો પ્રજાને જ ભોગવવાનું રહે છે. સેનાની આવશ્યકતાને કારણે થતું ખર્ચ અર્થદંડ છે. હવે આમાં કોઈ રાજ્ય પોતાની સરહદો વધારવા માટે વારંવાર યુદ્ધ કરતું હોય તો એ ખર્ચ પણ પ્રજાને જ ભોગવવાનું આવે છે. આ રીતે આવતું ખર્ચ તે અનર્થદંડ છે. એક શહેરમાં એક લાંબા મોટા રસ્તા પર આખી રાત બત્તીઓ સળગતી રહે છે. કોઈ વખત તો આખી રાત એક પણ ગાડી પસાર થતી નથી. પરંતુ નગરપાલિકાને આ જરૂરી ખર્ચ ઉઠાવવું પડે છે, જે છેવટે તો નાગરિકોએ જ ભોગવવાનું રહે છે. આને અર્થદડ કહી શકાય. હવે કોઈ વખત નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઊતરે અને રસ્તાની બત્તીઓ ત્રણચાર દિવસ સુધી ચોવીસે કલાક ચાલુ રહે. એ ખર્ચ પણ નાગરિકોએ જ ભોગવવાનું રહે છે. આને અનર્થદંડ કહેવાય. એવી જ રીતે વિમાનના અપહરણના કેટલાક કિસ્સા બન્યા એટલે એને લીધે દુનિયાભરના એરપોર્ટ પર રોજ લાખો માણસોને સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડે છે અને એ માટે એટલો બધો વધારાનો ચફ રાખવો પડે છે. આ પણ સામાજિક અનર્થદંડનું ઉદાહરણ છે. અલબત્ત, આમાં બીજી કેટલીક અપેક્ષાઓ પણ રહેલી છે. વર્તમાન સમયમાં મોટાં ઘરો, ભાતભાતનું રાચરચીલું, ટી.વી., ટેલિફોન, કમ્યુટર, ઘરની બહાર જમવા માટે રેસ્ટોરાં, હોટેલો, મહેફિલો, ભોજન માટે અનેકવિધ વાનગીઓ ઇત્યાદિને કારણે અનર્થદંડ માટે નિમિત્તો અને પ્રસંગોનો ઘણો અવકાશ વધ્યો છે. અનર્થદંડની જૂની કેટલીક વાતો કાલગ્રસ્ત બની છે, તો બીજી બાજુ ઘણી બધી વાતો ઉમેરાઈ છે. એમાં જાગૃત અને સમજદાર માણસે સાવધાનીપૂર્વક ગૃહસ્થજીવન જીવવાનું છે, કારણ કે શ્રદ્ધાની કસોટી કરે એવાં વર્તમાનકાળમાં નિમિત્તો વધ્યાં છે. જે આદિવાસી લોકો દૂર પછાત વિસ્તારનાં ગામડાંઓમાં, જંગલોમાં વસે છે ૧૮૨ ર જૈન આચારદર્શન Page #231 -------------------------------------------------------------------------- ________________ અને પ્રાકૃતિક જીવન જીવે છે તેઓને સામાજિક દૃષ્ટિએ કોઈ સરકારી કરવેરો - દંડ ભરવાનો હોતો નથી. એટલે સામાજિક દૃષ્ટિએ તેઓને અર્થદંડ પણ હોતો નથી. જેઓ શહેરોમાં વસે છે અને પાણી, વીજળી, રસ્તા, વાહનવ્યવહાર ઇત્યાદિ સગવડો ભોગવે છે તેઓને સીધી કે આડકતરી રીતે કરવેરો દંડ ભરવાનો રહે છે. આવી જ રીતે જે સંયમી માણસો પાંચ મહાવ્રત ધારણ કરી સાધુજીવન જીવે છે અને જેઓને જીવન જીવવા માટે પોતાનું ઘર, માલમિલકત, કુટુંબપરિવાર કે આરંભ – સમારંભની કોઈ આવશ્યકતા હોતી નથી તેઓને અનર્થદંડ જેવું કશું હોતું નથી. ગૃહસ્થ શ્રાવકોને અર્થદંડ અને અનર્થદંડ બંને હોય છે. એમને માટે અર્થદંડ અનિવાર્ય છે, કારણ કે એ વિના જીવન નિર્વાહ શક્ય નથી, પરંતુ તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં અનર્થદંડને નિવારી શકે છે, એનું વિરમણ કરી શકે છે. એટલે એને વ્રતનું સ્વરૂપ અપાયું છે. સાધુ મહાત્માઓનાં પાંચ મહાવ્રત હોય છે : (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. આ પાંચ વ્રત ઉપરાંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન તેઓએ કરવાનું હોય છે. સાધુ મહાત્માનાં જે પાંચ મહાવ્રત છે તે વ્રતો શ્રાવકે અમુક અંશે પાળવાનાં હોય છે. એટલે એને પાંચ ‘અણુવ્રત’ કહે છે. તદુપરાંત શ્રાવકે ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષા વ્રત એમ બાર વ્રતનું પાલન કરવાનું હોય છે. ત્રણ ગુણવ્રતમાં દિક્પરિમાણ વ્રત, ભોગોપભોગ પરિમાણ વ્રત, અને અનર્થદંડ-વિરમણ વ્રત છે. ગુણવ્રત એટલે જીવનમાં ગુણનો ઉમેરો કરે એવું વ્રત. અણુવ્રતોના પાલનમાં ગુણની વૃદ્ધિ થાય છે માટે એ ગુણવ્રત કહેવાય છે. અનર્થદંડ-વિરમણથી અન્ય વ્રતોના પાલનમાં પણ ગુણની વૃદ્ધિ થાય છે. સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષા વ્રતો છે. શિક્ષા શબ્દ અહીં તાલીમના, શિક્ષણના અર્થમાં છે. માણસના પોતાના શરીરના નિર્વાહ માટે, સ્વજનોના કુટુંબ પરિવારના નિર્વાહ અર્થે ઘર, દુકાન, ઑફિસ, મીન, મકાન, ધન, ધન્ય, નોકર-ચાકર, રક્ષક, ગાય, ભેંસ, બળદ વગેરે અથવા મોટરગાડી વગેરે આધુનિક વાહનવ્યવહાર, ટેલિફોન ઇત્યાદિ માટે તથા આજીવિકા માટે કે જીવનનિર્વાહ માટે યોગ્ય મર્યાદામાં જે પાપકર્મ બાંધે તે અર્થદંડ કહેવાય અને નિષ્પ્રયોજન પાપ કરે તે અનર્થદંડ કહેવાય. આવાં પાપ કર્મોથી પોતાનો આત્મા દંડાય અને બીજા જીવો પણ દંડાય, દુ:ખી થાય. આવાં નિષ્પ્રયોજન પાપકર્મોનો ત્યાગ કરવો તે અનર્થદંડ-વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત છે. શ્રાવકનાં બાર વ્રતના ક્રમમાં તે આઠમું વ્રત છે. અનર્થદંડ-વિરમણ * ૧૮૩ Page #232 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડ એટલે અર્થ વગર, પ્રયોજન કે હેતુ વગર દંડાવું. અનર્થદંડ એટલે લેવાદેવા વગરનાં, મફતનાં લાગતાં પાપો, જેમ કે માણસ ચાલતાં ચાલતાં વૃક્ષછોડનાં પાંદડાં તોડે, પાણીમાં પથરો નાખે, હાથમાં સોટી હોય તો ગાય, ભેંસ, કૂતરાને વગર કારણે મારે, જરૂર વગર મોટરનું હોર્ન વગાડી વગાડ્યા કરે અથવા પોતાના મિત્રાદિને અડધી રાતે હોર્ન વગાડી બોલાવે કે જેથી બધાંની ઊંઘમાં ખલેલ પડે, સારો રસ્તો હોય છતાં લીલા ઘાસમાં ચાલે, ઘાસ કપાવે, અડધો પ્યાલો પાણી પી બાકીનું ઢોળી નાખે, ભાણામાં વધારે લઈ પછી એંઠું મૂકે. ઘી-દૂધ વગેરેનાં વાસણો ઉઘાડાં રાખે, નળ ખુલ્લો રાખીને કામ કરે, પંખો કે એ.સી. કોઈ ન હોય તોપણ ચાલ્યા કરે, ટી.વી. જોવામાં કલાકો વેડફી નાખે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતમાં આ અનર્થદંડ-વિરમણ વ્રતનું પાલન કઠિન ગણાય છે અને તે સૂક્ષ્મ સમજ માગી લે છે, કારણ કે અર્થદડ અને અનર્થદંડ વચ્ચે ભેદરેખા બહુ સૂક્ષ્મ છે. એટલે જ કેટલાક આ વ્રત લેતાં અચકાય છે. અલબત્ત, વ્રત ન લેવાય તોપણ સમજ અને જાગૃતિપૂર્વક અનર્થદંડ નિવારવાનો યથાશક્ય પુરુષાર્થ કરવો જોઈએ. અર્થદંડમાં એકંદરે પાપ ઓછું લાગે છે. ગૃહસ્થજીવનમાં એવાં પાપ કરવાનું અનિવાર્ય બને છે, પરંતુ સાચો શ્રાવક તો તેમાં પણ તલ્લીન બનતો નથી. એ એને માટે સભાન હોય છે અને એ પાપમાંથી પણ છૂટવાની ભાવનાવાળો હોય છે. અર્થદંડ રૂપી કાર્યો કરવા છતાં તે પોતાનાં તેવાં કાર્યો અનુકંપાપૂર્વક, વિવેકપૂર્વક જયણાપૂર્વક કરે છે. અનર્થદંડની વ્યાખ્યા આપતાં કહેવાયું છે : शरीराधर्थविकलो यो दण्ड क्रियते जनः । सोऽनर्थदण्डस्तत्तयागस्तार्तीथीकं गुणव्रतम् ॥ શિરીર સેવાદિ પ્રયોજન વિના મનુષ્યો દ્વારા જે દંડ પાપ કાર્યો) કરાય છે તે નિષ્કારણ હોવાથી “અનર્થદંડ કહેવાય છે અને એનો ત્યાગ એ ત્રીજું ગુણવ્રત છે.] વળી કહ્યું છેઃ जं इंदियसयणाई पडुच्च पावं करेज्ज सो होई। अत्थे दंडो ति अनो उ अणत्यदंडो ति॥ [ઇન્દ્રિયો અને સ્વજનાદિ અંગે જે પાપ કરવામાં આવે તે અર્થદડ (સપ્રયોજનદંડ) છે અને તે સિવાયનાં અનર્થદંડ છે.] શ્રી સમન્તભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચારમાં કહ્યું છે : ૧૮૪ જ દેન આચારદર્શન Page #233 -------------------------------------------------------------------------- ________________ आभ्यन्तरं दिगवधेरपार्थिकेभ्यः सपापयोगेभ्यः । विरमणमनर्थदण्डव्रतं विदुर्व्रतधराग्रण्यः ॥ દિશાઓની અવધિ-દિક્ષિરમાણ વ્રતની અંદર રહીને પ્રયોજન રહિત પાપોનાં કારણોથી વિરક્ત રહેવાના વ્રતને, વ્રત ધારણ કરનાર પુરુષોમાં અગ્રગણ્ય એવા પુરુષો, અનર્થદંડ વ્રત કહે છે.] ‘સવાર્થસિદ્ધમાં કહ્યું છે ઞસત્યુવવારે પાપવાનહેતુનર્થવવુઃ । અર્થાત્ જેમાં ઉપકાર ન થવાનો હોય અને પાપની પ્રાપ્તિ થવાની હોય એવી પ્રવૃત્તિ તે અનર્થદંડ છે. અનર્થદંડની વ્યાખ્યા આપતાં ‘ઉપદેશ પ્રાસાદ'માં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે ઃ शरीराद्यर्थदण्डस्य प्रतिपक्षतया સ્થિતઃ । योऽनर्थदण्डस्तत्यागः तृतीयं तु गुणव्रतम् ॥ શરીર આદિ માટે થતું પાપ તે અર્થદંડ કહેવાય. તેનાથી પ્રતિપક્ષતાવાળું (એટલે વિપરીતતાવાળું) તે અનર્થદંડ છે. તેનો ત્યાગ એ તૃતીય ગુણવ્રત છે.] अद्वेण तं न बंधइ, जमणट्टेणं तु थेवबहुभावा । अट्ठे कालाईआ, नियामगा न तु अणट्ठाए ॥ [અનર્થદંડથી જેટલું પાપ બંધાય છે તેટલું અર્થદંડથી બંધાતું નથી. અર્થદંડમાં કાલાદિ (દ્રવ્ય, ક્ષેત્રાદિ) નિયમિત છે અને અનર્થદંડમાં નથી.] અર્થદંડ કરતાં અનર્થદંડમાં પાપ વધારે બંધાય છે, કારણ કે એમાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેની કોઈ મર્યાદા હોતી નથી. અનર્થદંડના પ્રકાર માટે કહ્યું છે : सोऽपध्यानं पापकर्मोपदेशो हिंसकार्पणम् । प्रमादाचरणं चेति प्रोक्तोऽर्हद्भिश्चतुर्विधः ॥ અનર્થદંડના મુખ્ય ચાર પેટા પ્રકા૨ જિનેશ્વરદેવોએ કહ્યા છે : (૧) અપધ્યાન, (૨) પાપકર્મોપદેશ, (૩) હિંપ્રદાન અને (૪) પ્રમાદાચરણ. આવશ્યકસૂત્રમાં કહ્યું છે : अणत्थमादंडे चउव्विहे पण्णत्तो - तं जहा वज्झाणाचरिए, पमायाचरिए, हिंसप्पदाणे, पापकम्मोपवएसे अत्ति ॥ અનર્થદંડનો પહેલો મુખ્ય પ્રકાર છે : અપધ્યાન-આચરિત (અવજઝાણાચરિય). અપધ્યાન અથવા દુર્ધ્યાન એટલે અશુભ ચિંતન. અપધ્યાનના મુખ્ય બે પ્રકાર છે ઃ (૧) આર્ત્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. આર્તધ્યાનના ચાર પેટા પ્રકાર છે : (૧) અનિષ્ટ વિયોગ (૨) ઇષ્ટ સંયોગ (૩) રોગચિન્તા અને (૪) અગ્રશૌચ અથવા નિદાન, અનિષ્ટ વિયોગ રૂપી આર્ત્તધ્યાન અનર્થદંડ-વિરમણ ૧૮૫ Page #234 -------------------------------------------------------------------------- ________________ એટલે જે શબ્દાદિ વિષયો, પદ્યર્થો કે વ્યક્તિઓ પોતાને પ્રિય નથી તેનો પોતાને વિયોગ રહે તે સારું એવું મનમાં ચિંતવવું. એવી જ રીતે ઈષ્ટ સંયોગ વિશે ચિંતવવું. રોગચિંતા આર્તધ્યાન અથવા વેદનાજન્ય આર્તધ્યાનમાં શરીરમાં વ્યાધિ થયો હોય તો તેનો વિયોગ થાય તે માટેની ચિંતા. રોગ, વેદના, શારીરિક પ્રતિકૂળતા કે અસ્વસ્થતા ઈત્યાદિ વખતે તે જલદી જાય અને જલદી સાજા થઈ જવાય, ફરીથી એવી વેદના ન થાય તે માટેની ચિન્તા તે આ પ્રકારનું આર્તધ્યાન છે. વસ્તુતઃ એવે વખતે સુજ્ઞ જીવે એમ વિચારવું જોઈએ કે પોતાનાં પૂર્વબદ્ધ અશાતાવેદનીય કર્મના ઉદયને કારણે આમ થયું છે કે જેથી અસ્વસ્થતા ઓછી થઈ જાય. વળી એ વખતે ચિત્ત શાન્ત રાખી એને સ્વાધ્યાયાદિ પરોવી દેવાથી પણ આર્તધ્યાન ઘટે છે. અઝશૌચ એટલે હવે પછીની ચિન્તા. આ પ્રકારના આર્તધ્યાનને નિદાન આર્તધ્યાન પણ કહે છે. પોતાની તપશ્ચર્યાના પ્રભાવે આવતા ભવમાં પોતાને ચક્રવર્તીપણું, રાજ્યષ અથવા દેવગતિ ઇત્યાદિ મળે એવો સંકલ્પ તે નિદાન નિયાણું) કહેવાય છે. નિદાન એ પણ આર્તધ્યાનનો એક પ્રકાર છે. અશુભ નિયાણું પણ બંધાય છે. આવાં બધાં આર્તધ્યાન તે અનર્થદંડ છે. આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાન વધારે ભયંકર છે. ક્રોધાદિ કષાયથી બીજાને મારવાની, મારી નાખવાની, કોઈકની સંપત્તિને નુકસાન પહોંચાડવાની, આગ લાડવાની ઈચ્છા કે એવા અવનવા ભયંકર વિચારો મનમાં ઊઠે તે રૌદ્રધ્યાન કહેવાય. એના પણ ચાર પ્રકાર છે : (૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, ૩) સ્તેયાનુબંધી (૪) રક્ષાનુબંધી. હિંસક વિચારો આવવા, અસત્ય બોલવું, આળ ચડાવવું, નિંદા કરવી, વિશ્વાસઘાતી વચનો બોલવાં, ચોરી લે લૂંટના વિચારો કરવા, પોતાના માલમિલકતના રક્ષણ માટે બીજાને નરસાન પહોંચાડવાના વિચારો કરવા તે તમામ રીદ્રધ્યાન છે, અનર્થદંડ છે. અનર્થદંડનો બીજો પ્રકાર છે પાપોપદેશ એટલે કે પાપ કરવા માટે કહેવું અથવા તે માટે પ્રેરણા કરવી. “રાજવાતિકમાં પાપોદેશના (૧) hશવાણિજ્યા, (૨) તિર્યંમ્ વાણિજ્ય, (૩) વધક ઉપદેશ અને () આરંભક ઉપદેશ એમ ચાર પ્રકાર બતાવ્યા છે. અમુક પ્રદેશમાં દાસ-દાસી, નોકર-ચાકરના ભાવ વધારે છે. ત્યાં એને મોકલો. એવા પાપોપદેશને ક્લેશવાણિજ્યા કહે છે. ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાંના અમુક જગ્યાએ ભાવ વધારે છે માટે ત્યાં વેચવાં સારાં એ તિર્થંગ વાણિજ્યા પાપોપદેશ. વધક એટલે શિકારી. એને સારા શિકાર માટે જગ્યા બતાવવી, માખી, મચ્છર, જીવાત વગેરે મારવાના ઉપાયો બતાવવા, પેસ્ટ કંટ્રોલ માટે ભલામણ કરવી ૧૮૬ - જૈન આચારદર્શન Page #235 -------------------------------------------------------------------------- ________________ વગેરે તે વધકોપદેશ. ખેડૂતને ખેતી માટે જમીન, પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે અંશે ઉપદેશ આપવો તે આરંભક ઉપદેશ. વર્તમાન સમયમાં કોઈક અમુક વ્યવસાય માટે પ્રેરણા કે ભલામણ કરવી તે પણ આરંભક ઉપદેશ છે. કોઈને પ્રશ્ન થાય કે તો પછી શું કોઈને સાચી સલાહ આપવી ન જોઇએ? એનો ઉત્તર એ છે કે વ્યક્તિ ધર્મતત્ત્વમાં કેટલી શ્રદ્ધા અને સમજણ ધરાવે છે અને એનું લક્ષ્ય શું છે એના ઉપર સલાહ આપવાનો આધાર રહે છે. વ્રત કે નિયમ લેવાથી માણસ આવા અનર્થદંડથી બચી વ્યવહારમાં અઢતી માણસોમાં વિવિધ પ્રકારની વાત થાય છે અને માગેલી કે વણમાગી સલાહ પણ અપાય છે. તોપણ તેઓને અનર્થદડનો દોષ તો લાગે જ છે. એ વખતે સંભવ છે કે વ્યક્તિનો આશય પાપોપદેશનો ન હોય. વળી પાપની આવી સૂક્ષ્મ વાત એની સમજમાં પણ ન આવી હોય. પરંતુ જેઓ વ્રતધારી શ્રાવકો છે અથવા વ્રતધારી થવા ઈચ્છે છે અને લક્ષ્મપૂર્વક સમ્યફ શ્રદ્ધા ધરાવે છે એવી વ્યક્તિ જો સમજતી હોય કે અમુક કાર્ય કરવામાં કે સલાહ આપવામાં અકારણ પોતાને હિંસાની અનુમોદનાનો દોષ લાગશે તો તેવી વ્યક્તિએ વગર લેવેદેવે આવાં મફતનાં પાપ ન બાંધવાં જોઈએ. આમાં મહત્ત્વની વાત તે સંયમની અને જયણાની છે. જેઓ પોતાની જાતને સંયમમાં રાખવા ઇચ્છે છે તેઓએ જયાણાપૂર્વકનું ગૃહસ્થજીવન જીવવું જોઈએ. ક્યારેક એવું પણ બને કે આવું વ્રત ધારણ કરનારને સમાજમાં વેદિયા ગણવામાં આવે અને એમનો ઉપહાસ કરવામાં આવે. પરંતુ તેની ફિકર ન કરતાં પોતાની જાતને સંયમમાં રાખવી હિતાવહ છે. અનર્થદડનો ત્રીજો પ્રકાર છે હિં×પ્રદાન. હિંસક શસ્ત્રો કે સાધનો, છરી, ચખુ, કાતર, તલવાર, ભાલો, દાંડો, હથોડી, કુહાડી, ચાબુક, બાંધવા માટેની દોરી, ઝેર, માંકડ-મચ્છર મારવાની ઝેરી દવા વગેરે બીજાને આપવાં તે હિંસાધન અનર્થદંડ વંદિત્તસૂત્રની ગાથામાં કહ્યું છે: सत्थगिमुसलजंतगणकंठे मंतमूलभेसज्जे। दिन्ने दवाविए एवा पडिक्कमे देसि सव्वं ॥ શિસ્ત્ર, અગ્નિ, મુશળ, યંત્ર, તૃણ, કાષ્ઠ, મંત્ર, મૂળ (જડીબુટ્ટી) અને ભેષજ (ઔષધ) એ પાપારંભવાળી વસ્તુઓ મેં આપી હોય અથવા બીજા પાસે અપાવી હોય તો તે દિવસ સંબંધી (તેવી જ રીતે રાત્રિ સંબંધી) પાપને હું પ્રતિક્રમું છું] કોઈ પણ સારું કાર્ય માણસ કરે તો તેને જોઈ બીજા તેમ કરવા પ્રેરાય છે. તેવી રીતે કોઈ માણસ અશુભ કાર્યનો આરંભ કરે તો તેને જોઈ બીજા પણ તેમ અનર્થડવિરમણ - ૧૮૭ Page #236 -------------------------------------------------------------------------- ________________ કરવા પ્રેરાય છે. એટલે બીજાઓ જે અશુભ કાર્યો કરે તેનો દોષ પોતાને પણ લાગે છે. માટે વ્યક્તિએ પોતે કોઈ અશુભ કાર્યનો આરંભ ન કરવો જોઈએ અથવા અશુભ કાર્યનો ચીલો ન પાડવો જોઈએ. પ્રમાદાચરણ એ અનર્થદંડનો ચોથો પ્રકાર છે. પ્રમાદાચરણ એટલે પ્રમાદવશ બનીને આચરણ કરવું. શાસ્ત્રોમાં પ્રસાદ મુખ્યત્વે પાંચ પ્રકારના બતાવ્યા છે. કહ્યું मज्जं विसयकसाया निद्दा विकहा च पंचमी भणिया। एए पंच पमाया जीवं पाडंति संसारे । મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારનાં પ્રમાદ જીવને સંસારમાં પાડે છે અર્થાત્ સંસારમાં ભાડે છે.] આ પાંચ પ્રકારના અથવા બીજી રીતે આઠ પ્રકારના પ્રમાદના દરેકના પેટા પ્રકારો છે. એમાં જુગાર, ચોરી, શિકાર, પરસ્ત્રીગમન વગેરે સાતે વ્યસનો આવી જાય છે. પ્રમાદનું ક્ષેત્ર ઘણું મોટું છે. પ્રમાદાચરણને બીજી રીતે પણ બતાવવામાં આવે છે. જ્યાં ઘણા જંતુઓ હોય તે જીવાકુલ ભૂમિમાં સ્નાન વગેરે કરવું, રસનાં ભાજન, એટલે કે પ્રવાહી પદાર્થવાળાં વાસણ ઢાંકે નહિ, દીવો ઢાંકવો નહિ, રસોડા વગેરેમાં ઉલ્લોચ એટલે કે ચંદરવો ન બાંધવો એ બધાં પ્રમાદનાં આચરણ ગણાય છે. પોતાના ઘરમાં મર્યાદિત પાણીથી સ્નાન કરવું એ ગૃહસ્થો માટે ઉત્તમ સ્નાન કહેવાય છે. (સાધુઓ માટે સ્નાન વર્જિત છે.) “નંદુનુસૂત્રની ગાથામાં કહ્યું છે : ण्हाणुवट्टण वन्नगविलेवणे सदरूवरसगंधे। वत्थासण आभरणे पडिक्कमे देसि सव्वं ॥ સ્નિાન, ઉદ્વર્તન (શરીરે ચૂર્ણ પાવડર) વગેરે ચોળવા), વર્ણ, ચહેરા ઉપર કસ્તૂરી વગેરેનું શોભા વધારવા મંડન કરવું), વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર અને આભરણ વગેરે સર્વ વિશે જે કંઈ પાપ દિવસ સંબંધી તેવી જ રીતે રાત્રિ સંબંધી) સેવ્યું હોય તેને હું પ્રતિક્રમું છું. એકાદશી પુરાણમાં કહ્યું છે : पीडयन्ते जन्तवो यत्र जल मध्ये व्यवस्थिता। स्नान कृते ततः पार्थ ! पुण्यं पापं समं भवत् ॥ જ્યિાં જળમાં રહેલા જંતુઓને આપણા સ્નાનથી પીડા થાય છે એવી જગ્યામાં, તીર્થ વગેરેમાં નદી, તળાવમાં પુણ્ય સમજીને કરેલું સ્નાન પાપ સરખું થાય છે. જિનમંદિરમાં હસવું, ઘૂંકવું, ઊંઘવું, ઝઘડા કરવા, ગાળાગાળી કરવી, અકારણ મોટેથી બોલવું, આહાર કરવો, સાંસારિક વાતો કરવી, ક્લેશ- કલ્પાંત કરવું, કામક્રીડા ૧૮૮ ૯ જેન આચારદર્શન Page #237 -------------------------------------------------------------------------- ________________ કરવી ઈત્યાદિ પણ પ્રમાદ આચરણ છે. ટૂંકમાં જિન મંદિરની ૮૪ પ્રકારની આશાતના કહી તે સર્વ પ્રમાદ આચરણ છે. પ્રયોજન વગર વૃક્ષોનું છેદન કરવું, ફળફૂલ તોડવાં, પાંદડાં ડાળખી તોડવાં, ઘાસ ઉખાડવું. જમીન ખોદવી, ખાડા કરવા, પાણી ઢોળવું, બારીબારણાં ઉઘાડવાસ કરવાં ઇત્યાદિ પણ પ્રમાદ-આચરણ છે. માણસ પ્રમાદને કારણે પોતાનાં ઘૂંક, ગળફો, લીંટ વગેરે જમીન પર ગમે ત્યાં નાખે (નાખવાં પડે તો ધૂળ વગેરેથી ઢાંકવાં જોઈએ તો તેમાં અન્તર્મુહૂર્તમાં કે તે પછી અસંખ્યાત સંમુશ્કેિમ જીવોની ઉત્પત્તિ થાય છે અને તેનો દોષ પોતાને લાગે છે. આવા ૧૪ પ્રકારનાં અશુચિ સ્થાનોમાં સંમુશ્કેિમ જીવો ઉત્પન્ન થાય છે. માણસ પોતાના કામ માટે ચૂલો, અગ્નિ, દીવો વગેરે સળગતાં રાખે, પરંતુ કામ પતી ગયા પછી જો તે ઓલવી ન નાખે તો તે પ્રમાદયુક્ત આચરણ કહેવાય છે. અગ્નિ બુઝવવામાં દોષ છે, પણ તે પ્રયોજન વગર સળગતો રાખવામાં વધુ ઘેષ છે; કારણ કે અગ્નિ જયાં સુધી સળગતો રાખવામાં આવે ત્યાં સુધી સૂક્ષ્મ જીવોની હિંસા થયા કરે છે. એટલે ભગવતી સૂત્રમાં ભગવાને કહ્યું છે ને ? રિસે મળવાયં નિબ્બાવે છે નં વિરસે પૂષ્મ તત{વેવા એટલે કે જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલ્પ કર્મબંધ કરે છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો પણ પ્રમાદ-આચરણમાં આવી જાય છે. એની વાત સ્પષ્ટ છે. નિદ્રાની ગણના શાસ્ત્રકારોએ પ્રમાદમાં કરી છે. ઊંઘ શરીર માટે, સારા આરોગ્ય માટે આવશ્યક જ નહિ, અનિવાર્ય મનાય છે. એમ છતાં સ્વસ્થ રહીને નિદ્રા ઘટાડી શકાય છે. સ્વરૂપમાં લીન રહેનાર મહાત્માઓ કેટલી ઓછી નિદ્રા લે છે! ભગવાન મહાવીરે સાડા બાર વર્ષની તપશ્ચર્યાના કાળમાં કેટલી ઓછી નિદ્રા લીધી હતી ! નિદ્રા પાંચ પ્રકારની છે. જે નિદ્રામાંથી આનંદપૂર્વક જાગ્રત થઈ શકાય, સુખે ઉઠાય તે સાચી નિદ્રા. જે નિદ્રામાંથી ઊઠતાં કષ્ટ પડે, ગમે નહિ તે નિદ્રા નિદ્રા'. ઊભા ઊભા ઊંઘનું ઝોકું આવે તે પ્રચલા નિદ્રા. ચાલતાં ચાલતાં જે નિદ્રા આવે તે પ્રચલા પ્રચલા'. ઘોડો આવી રીતે ચાલતાં ચાલતાં ઊંઘ લઈ લેતો હોય છે. દિવસે વિચારેલું શુભાશુભ કાર્ય રાતના ઊંઘમાંથી ઊઠીને કરી નાખીને પાછો સૂઈ જાય અને છતાં પોતાને ખબર પણ ન હોય, સવારે પૂછો તે કંઈ યાદ ન હોય એવી પ્રગાઢ નિદ્રા તે યાનદ્ધિ નિદ્રા કહેવાય. આવી ત્યાનદ્ધિ નિદ્રાવાળા માણસમાં નિદ્રામાંથી ઊઠતી વખતે ઘણું જ બળ હોય છે. દિવસે જાગૃતિમાં પણ એવી વ્યક્તિમાં અનર્થદડવિરમણ = ૧૮૯ Page #238 -------------------------------------------------------------------------- ________________ સરેરાશ કરતાં ત્રણ-ચાર ગણું બળ હોય છે અને રાતના જાગરણ દરમ્યાન આઠગણું બળ અથવા વાસુદેવ કરતાં અડધું બળ હોય છે. સ્વાદ્ધિ નિદ્રાનાં વિવિધ ઉદાહરણો શાસ્ત્રગ્રંથોમાં જોવા મળે છે. આવી ત્યાનદ્ધિવાળો લાખોમાં એક હોય તો હોય, પણ એ અવશ્ય નરકે જનાર જીવ હોય છે. વિકથા એ પ્રમાદનો એક પ્રકાર છે. વિકથા એટલે વિકાર કરવાની ખોટી કથા. જે કથાઓમાં રસ લેતાં અશુભ કર્મબંધ થાય છે એવી આ પ્રકારની કથાઓમાં રાજકથા, સ્ત્રીકથા, દેશકથા (અથવા વિકલ્પ ચોરકથા) અને ભક્તકથા (ભત્તકથાભોજનકથા) એવા ચાર પ્રકાર બતાવવામાં આવે છે. વળી એ પ્રત્યેકના ચાર ચાર પેય પ્રકાર એ રીતે સોળ પ્રકારની વિકથા બતાવવામાં આવી છે. રાજકથા એટલે રાજકારણની કથા રાજ્યોની કથાઓમાં યુદ્ધની, હારજીતની રાજાઓના વૈભવવિલાસની, રાજકુટુંબોમાં ચાલતી ખટપટોની, રાજાઓના હિસાયુક્ત શૌર્યની કે યજ્ઞની કથાઓ હોય છે. એ બધાંમાં ચિત્તના અધ્યવસાયો બગડે છે. વર્તમાનમાં લોકશાહીમાં રાજદ્વારી પક્ષો, નેતાઓ અને તેમનાં જૂઠાણાં, ખટપટો, ભ્રષ્ટાચાર એ બધાંની વાતો તે રાજકથામાં આવી જાય છે. એ કથાઓ હોય છે રસિક, માણસને પ્રવાહમાં ખેંચી જાય એવી, પરંતુ કે વિકથા છે. સ્ત્રીઓનાં શૃંગારી ભોગવિલાસની કથાઓ કરવી તે સ્ત્રીકથા છે. દેશકથામાં ભિન્ન ભિન્ન દેશોમાં ભોગવિલાસની મળતી સામગ્રીઓની રસપૂર્વક વાત કરવી કે સાંભળવીનો સમાવેશ થાય છે. ભક્તકથામાં ભોજન માટેની વિવિધ પ્રકારની રસોઈ-વાનગી અને તેના સ્વાદની ચર્ચા કરવી તે અનર્થદંડ છે. રાજકથા, સ્ત્રીકથા વગેરે વિકથા માટે દુઃશ્રુતિ' શબ્દ પણ પ્રયોજાય છે. અનર્થદંડ-વિરમણ વ્રત ધારણ કરનારથી પછી તલવાર, બંદૂક, કુહાડી, છરી વગેરે હિંસક શાસ્ત્રો કે સાધનોનો વેપાર પણ ન કરી શકાય. વળી ખોઢ તોલમાપ રાખવાં, ઘરમાં પોપટ, કૂતરું, બિલાડી પાળવાં વગેરે પણ અનર્થદંડ-વિરમણવ્રતનો ભંગ કરવા બરાબર છે. અનર્થદંડના પાંચ અતિચાર આ પ્રમાણે ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મી સૂરિએ કહ્યા છે : संयुक्ताधिकरणत्व-मुपभोतिरेकता। मौशर्यमथ कौकुच्यं कंदर्पोऽनर्थदंडगा ॥ (સાધનોને સતત જોડેલાં રાખવાં, પોતાના ઉપભોગ માટે જરૂરી હોય તેનાથી વધુ વસ્તુઓ રાખવી, અતિવાચાળપણું, કુચેષ્ટાઓ કરવી, કામોત્તેજક વચનો બોલવાં એ અનર્થદંડના અતિચાર છે.] ૧૮ ક જૈન આચારદર્શન Page #239 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુસૂત્ર’ની ગાથામાં અનર્થદંડ-વિરમણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે કહ્યા છે : कंदप्पे कुक्कुइए मोहरि अहिगरण भोग अइरित्ते । दंडम्मि अणट्ठाए तइयंमि गुणव्वए Hà [કંદર્પ, કૌકુચ્ય, મુખરતા, અધિકરણ (સંયુક્તાધિકરણ) અને ભોગાતિરિક્ત - અનર્થના સંબંધમાં આ પાંચ અતિચા૨ને ત્રીજા ગુણવ્રતમાં (અનર્થદંડ વિરમણ વ્રતમાં) હું નિંદું છું.] કંદર્પ એટલે કામદેવ. પોતાને કે બીજાને કામવિકાર ઉત્પન્ન થાય એવાં સ્પષ્ટ માર્મિક કે દ્વિઅર્થી વચનો બોલવાં, કામરસની કથાઓ વાંચવી, બીજાને કહેવી, વિજાતીય વ્યક્તિના હાવભાવ, વિલાસ, શૃંગાર, ભોગોપભોગ, અંગોનું વર્ણન કરવામાં આવે કે જેથી ચિત્તમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય અને એની માઠી અસર પાય, કુકર્મ કરવા પ્રેરાય. આથી આ વ્રતમાં પ્રમાદ આચરણનો અતિચાર લાગે છે. કીકુચ્ચ એટલે કુચેષ્ટા. પ્રમાદ આચરણનો એ અતિચાર છે. ભ્રમર ચડાવવી, નાક મરોડવું, આંખ મીંચકારવી વગેરે કુચેષ્ટાઓ વિવિધ આશયથી થાય છે. માણસ પોતાનાં અંગાંગોને એવી રીતે મરોડે કે જેથી એની ખરાબ પ્રતિક્રિયા થાય. એકલા મસ્તકનાં જ મોં, હોઠ, નાક, આંખ વગેરેનાં લટકાં મટકાં દ્વારા વિવિધ વિચિત્ર હાવભાવ વ્યક્ત થઈ શકે છે. તથા ડોક, હાથ, પગ, કમર વગેરેને વિચિત્ર વળાંક આપીને અમુક ચેષ્ટાઓ સંકેતો વ્યક્ત થઈ શકે છે. આવા હાવભાવથી, ઇશારાઓથી માણસ પોતે ખરાબ દેખાય છે. એનો ઉપહાસ થાય છે. ક્યારેક પોતાની કામુકતા વ્યક્ત કરવા કુચેષ્ટો થાય છે. એથી પોતાનામાં અને ક્યારેક બીજામાં કામવિકાર ઉત્પન્ન થાય છે. અથવા વિનાકારણ ઘૃણા કે લજ્જા ઉત્પન્ન થાય છે. આવી કુચેષ્ટાઓ અનર્થદંડમાં પરિણમે છે. મૌખર્ય અથવા મુખરતા એટલે મુખનો વધુ પડતો ઉપયોગ બોલવામાં કરવો, વધુ પડતું બોલવાથી, અતિશય વાચાળ બનવાથી બિનજરૂરી બોલાય છે, અસંબદ્ધ બોલાય છે, બડબડાટ, બકવાસ થાય છે અને એથી અનર્થ થવાથી, ઝઘડા થવાની શક્યતા રહે છે. એથી પાપ બંધાય છે. પાપોપદેશની સંભાવના રહે છે. પાપોપદેશનો અતિચાર લાગે છે. ઉપહાસ, મજાક, હાસ્યકટાક્ષ, ચીડવવું ઇત્યાદિ પણ અનર્થનાં નિમિત્ત બની શકે છે. હસવામાંથી ખસવું થાય છે એ તો ખરું, પણ સામાન્ય મજાક- મશ્કરીમાં બોલાતાં હાસ્યવચનોમાં પણ અનર્થદંડનો દોષ રહેલો હોય છે. રાજા કુમા૨પાલના બનેવી, શાકંભરીના રાજા આનાક પોતાની રાણી સાથે ચોપાટ રમતાં અમુક સોગઠીને અનર્થદંડ-વિરમણ ૧૯૧ Page #240 -------------------------------------------------------------------------- ________________ મારતી વખતે “માર મુંડિયાને જૈન સાધુને) એવું વચન બોલતાં. રાણી સાથે ઝઘડો થતાં સમગ્ર વાત ઠેઠ કુમારપાલ સાથેના યુદ્ધમાં પરિણમે છે અને રાજા આનાકાને પરાજિત થઈ કુમારપાળની અને પોતાની રાણીની માફી માગવી પડી હતી અને એની જીભ ખેંચી કાઢવાના પ્રતીક રૂપે એના પોતાના રાજ્યમાં પાઘડીનો એક છેડો જીભની જેમ લટકતો રાખવાની રાજા કુમારપાળની આજ્ઞા માનવી પડી હતી. સંયુક્તાધિકરણ એટલે અધિકરણોને સંયુક્ત રાખવાં અર્થાત્ સાધનોને જોડેલાં રાખવાં. જૂના વખતમાં અને હજુ પણ ગામડાંઓમાં આદિવાસી પ્રદેશોમાં ખાંડણીમાં પરાળ મૂકી રાખવી, ખાયણાંમાં સાંબેલું મૂકવું, હળ સાથે તેનું ફળું જોતરી રાખવું, ધનુષ્ય સાથે બાણ ચડાવી રાખવું, ઘંટીના પડ સાથે બીજું પડ પણ ચડાવી રાખવું, કુહાડી સાથે હાથો જોડી રાખવો, ગાડાં સાથે બળદ જોડી રાખવા વગેરે સંયુક્તાધિકારણ જોવા મળે છે. તરત જડે અને વાર ન લાગે એટલા માટે તૈયાર જોડેલાં સાધનો અનર્થ પણ કરાવી શકે. સાધનો જોડેલાં હોય તો બીજા માગવા આવે ત્યારે સરળતાથી આપી દેવાય છે, એટલું જ નહિ, પોતાને પણ એ કારણ વગર, પ્રયોજન વિના તરત વાપરવાનું મન થાય છે. એથી અજાણતાં અનર્થદંડનો દોષ લાગવાનો સંભવ છે. આ જૂના વખતની ગામડાંઓની વાત છે. વર્તમાન જીવનમાં એ રીતે અનર્થ થાય એવાં ઉપકરણોમાં સાવધ રહેવું જોઈએ. શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે, હે ભગવંત! જે મનુષ્ય ધનુષ ગ્રહણ કરે અને એમાં બાણ ચડાવીને ફેંકે તો એમાં એને કેટલી ક્રિયા લાગે ?” ભગવાને કહ્યું, “હે ગૌતમ ! એ મનુષ્યને પાંચ ક્રિયા લાગે છે. એટલું જ નહિ પણ તે ધનુષ-બાણ જે જીવોનાં મૃતકલેવરોનું બન્યું છે તે ચ્યવી ગયેલા) જીવોને પણ પાંચ ક્રિયા લાગે છે. આ પાંચ ક્રિયા તે કાયિકી, અધિકરણી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી છે.” ભોગોપભોગમાં અતિરિક્ત રહેવું એટલે ભોગોપભોગમાં વધુ પડતા આસક્ત બનવું. ભોગોપભોગનાં અનેક સાધનો છે અને વિવિધ પ્રકારો છે. પાંચે ઇન્દ્રિયોના સ્વાદ અનુભવવા જીવ લલચાય છે. નાટક, ચેટક, ખેલ-તમાશા, સંગીતના જલસા, ખાણીપીણીની મહેફિલો, ભાતભાતનાં પકવાન અને વિવિધ વાનગીઓ આરોગવામાં તલ્લીન બનવું, તેલ, અત્તર, પાવડર, લિપસ્ટિક, શેમ્પ વગેરેનો છૂટથી ઉપયોગ કરવો, વખાણવાં, વસ્ત્રાલંકાર વધુ પડતાં રાખવાં, ફેશનને અનુસરવું, ઈચ્છાઓ અનુસાર લુબ્ધ બનીને બધે દોડતાં રહેવું એ ભોગોપભોગનો અતિરેક છે. ગૃહસ્થજીવનમાં કેટલુંક કરવું પડે તોપણ એમાં વધુ પડતો રસ લઈને ચીકણાં કર્મ ન બાંધવાં જોઈએ. પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક વગેરે મોટાં પ્રતિક્રમણમાં આપણે જે ૧૯૨ - જૈન આચારદર્શન Page #241 -------------------------------------------------------------------------- ________________ અતિચાર બોલીએ છીએ તેમાં આ વ્રત વિશે આ પ્રમાણે બોલીએ છીએ: “આઠમેઅનર્થદડ, વિરમણવ્રતે પાંચ અતિચાર, કંદખે કુકઇએ, કંદર્પ લગે વિટ-ગ્રેષ્ય, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ-સ્ત્રીના હાવભાવ રૂ૫ શૃંગાર વિષયરસ વખાણ્યા, રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી, પરાઈ તાંત કીધી, તથા પશુન્યપણું કીધું, આર્તરોદ્ર ધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરંટી નિસાહે, ઘરડાં, પ્રમુખ અધિકરણ મેલ દાક્ષિણ્ય લાગે માગ્યાં, આપ્યાં. પાપોપદેશ દીધો, અષ્ટમી, ચતુર્દર્શીએ ખાંડવા દળવા તણા નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા, પ્રમાદાચરણ સેવ્યાં, અંઘોલે, નહાહણે, ધતણે, પગધોઅણે, ખેલ પાણી, તેલ છાંટ્યાં, ઝીલણ ઝીલ્યા, જુગટે રમ્યા, હિંચોળે હિંચ્યા, નાટક પ્રેક્ષણક જોયાં, કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં, કર્કશ વચન બોલ્યા, આક્રોશ કીધા, અબોલા લીધા, કરકડા મોડ્યા, શાપ દીધા, ભેંસ, સાંઢ, હુડ, કૂકડા, શ્વાનાદિક ઝુઝાય, ઝૂઝતા જોયા, ખાદિ લગે અદેખાઈ ચિંતવી, માટી મીઠું, કણ, કપાસિયા, કાજ વિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખૂંદી, સૂઈ શસ્ત્રાદિક નિપજાવ્યાં, ઘણી નિદ્રા કીધી, રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર પછી, એકને મૃત્યુહાનિ વાંછી. આઠમે અનર્થદંડ-વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં-અજાણતાં હુઓ હોય તે સવિ હુ મન, વચને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (બસો વર્ષ પહેલાં લખાયેલા આ અતિચારને હવે આધુનિક રૂપ આપવાની આવશ્યકતા છે. કોઈ સમર્થ આચાર્ય ભગવંત આ કાર્ય કરે તો તે સર્વમાન્ય થાય.) પ્રકાશર્સિહ મહારાજે અનર્થદંડ ઉપર છખો લખ્યો છે. તેમાં કહ્યું છે : વશ રાખજે તારી જીભડી, અનર્થ ડે, કામ ન સિજે આપણું તું શીદને મંડે, જેવી લાગે પાપ, તેથી તું અળગો રહેજે, ધર્મધ્યાનની વાતમાં, તું વળગ્યો રહેજે. પોતાથી પળાતું નથી ને પારકું ત્યાં ક્યાં કહે પ્રકાશસિંહ વાણી વદે, તારે ક્યાં તું સહે. એક બાજુ દિપરિણામ વ્રત અને દેશાવગતિક વ્રત હોય અને બીજી બાજુ ભોગોપભોગ પરિણામ વ્રત હોય તો પછી વચ્ચે આ અનર્થદંડ-વિરમણ વ્રતની જરૂર શી એમ પ્રશ્ર કોઈને થાય. એનો ઉત્તર શાસ્ત્રકારો એમ આપે છે કે ભોગપભોગ પરિમાણમાં પોતાની ઈચ્છાનુસાર ભોગોપભોગનું પ્રમાણ કરવામાં આવે છે અને સાવદ્ય પ્રવૃત્તિઓનો પરિહાર કરવામાં આવે છે. પરંતુ અનર્થદંડમાં આવશ્યક – અનાવશ્યકનો વિચાર થાય છે અને જે અનાવશ્યક હોય તેવો સમાવેશ અનર્થદંડમાં અનર્થદડવિરમણ ૧૯૩ Page #242 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવ્યો છે. વળી શાસ્ત્રકારો કહે છે કે એ બે વ્રતો સ્વેચ્છાએ લેવાય છે. પરંતુ એ વ્રતની અંદર રહીને પણ ઘણી નિરર્થક પ્રવૃત્તિઓ થઈ શકે છે. ઉધહરણ તરીકે દિક્પરિમાણ વ્રત ધારણ કરનાર કોઈ શ્રાવકે એવું વ્રત લીધું હોય કે ભારત બિહાર પ્રવાસ કરવો નહિ અને એ વ્રતનું બરાબર ચુસ્ત કડક પાલન તેઓ કરતા હોવા છતાં ભારતમાં કામ હોય કે ન હોય તોપણ તેઓ અતિશય ફરાફર કરતા હોય તો તેમને સંયમમાં રાખવા માટે બીજા એક વ્રતની જરૂર પડે. એવી જ રીતે ભોગોપભોગ પરિમાણ વ્રત ધારણ કરનાર કોઈ શ્રીમંત શ્રાવકે અમુક સ્થળે બંગલો બાંધવાની મર્યાદા બાંધી હોય અથવા કોઈ પણ એક જ ચીજવસ્તુનો વેપાર કરવાની મર્યાદા બાંધી હોય તોપણ એમાં તે અતિશયતા કરી શકે છે તે જે એની પાસે નિરર્થક પાપચરણ કરાવી શકે. માટે એવા વ્રતધારી શ્રાવકો માટે એક વધારાના વ્રતની આવશ્યકતા રહે છે. એટલે જ અનર્થદંડ-વિરમણ વ્રતની અનિવાર્યતા સ્વીકારાઈ છે. અજ્ઞાન, પ્રમાદ, ક્રોધ, દંભ વગેરેથી અનર્થદંડ થાય છે. એ અનર્થદંડનો શ્રાવકોએ વ્રતરૂપ વજ વડે ધ્વંશ કરવો જોઈએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આ વ્રતનો મહિમા બતાવતાં કહ્યું છે: एवंविधमपरमपि ज्ञात्वा मुव्यत्यनर्थदण्डं य:। तस्यानिशमनवधं विजयमहिंसा व्रतं लभते ॥ જેઓ આ રીતે આ ઉપરાંત બીજા પણ અનર્થદંડ જાણીને એનો ત્યાગ કરે છે તેઓ નિરંતર નિર્દોષ અહિંસાવ્રતનું પાલન કરે છે.) ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તે પાંચ અણુવ્રતના પોષણ અર્થે છે. જેઓ પાંચ મહાવ્રત ધારણ કરી સાધુ થઈ શકતા નથી તેમને માટે બાર વ્રત અને અગિયાર પ્રતિમા છે. સાચા શ્રાવકનું લક્ષ્ય ગૃહસ્થજીવનમાં રહીને પણ સાધુજીવન સુધી પહોંચવાનું છે. જેઓ શ્રદ્ધાપૂર્વક આ દિશામાં પ્રગતિ કરે છે તેઓ બાર વ્રતનું ચુસ્ત પાલન કરે છે. પાંચ મહાવ્રતોમાં પણ સર્વ શ્રેષ્ઠ તે અહિંસા વ્રત છે. ધર્માચરણનો બધો નિષ્કર્ષ આ મુખ્ય વ્રતમાં આવીને સમાય છે. એટલે અનર્થદંડ-વિરમણ વ્રત પણ અહિંસાદિ વ્રતના પોષણ માટે છે. વર્તમાન સમયમાં જીવનશૈલીમાં જબરદસ્ત મોટું પરિવર્તન આવી ગયું છે. અનર્થદંડની કેટલીયે જૂની વાતો મોટા ભાગના સમાજ માટે કાલગ્રસ્ત બની ગઈ છે. ટી.વી., ટેલિફોન, કયૂટર, ફિલ્મ, મોટરકાર, વિમાન, મિક્સર, ગ્રાઈન્ડર, વોશર, ક્લિનર, ફિલ્ટર, ગેસ તથા વિવિધ ઉપકરણો આવતાં શેમાં અર્થદંડ છે અને શેમાં અનર્થદંડ છે એની સમજણ રહેતી નથી. વ્યવહારુ દષ્ટિએ ખોટી વાતનો પણ બચાવ ૧૯૪ ૪ ન આચારદર્શન Page #243 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આવા સંજોગોમાં શ્રદ્ધાળુ શ્રાવકે તો પોતાની જાતને જ પૂછવાનું રહે છે કે પોતે જે કંઈ આચરે છે તે અનિવાર્ય છે કે અનાવશ્યક છે? સપ્રયોજન છે કે નિષ્ઠયોજન ? જે નિસ્પ્રયોજન, અનાવશ્યક હોય તેમાંથી અટકવાનો પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મતત્ત્વનું સાચું હાર્દ સમજીને પોતાના અંતરાત્માની સાક્ષીએ પ્રામાણિકપણે નિર્ણય કરી જીવનમાં તેને ઉતારવાનો સાચો ઉદ્યમ કરવાની આવશ્યકતા છે! મુક્તિનું અંતિમ લક્ષ્ય નજર સામે રહેવું જોઈએ. અનર્થદંડવિરમણ ૧૯૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન જગતમાં સારીનરસી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે. કેટલીય પ્રવૃત્તિઓ અજાણતાં થઈ જાય છે, તો કેટલીક ઇરાદાપૂર્વક કરવામાં આવે છે. કેટલીક અસદ્ પ્રવૃત્તિ કર્યા પછી, માણસને તેને માટે પશ્ચાત્તાપ થાય છે. કેટલીક વાર અશુભ કાર્યોનાં પરિણામ વખતે માણસની આંખ ઊઘડે છે અને તેવું અશુભ કાર્ય ફરી ન કરવાનો તે સંકલ્પ કરે છે. શુભ કાર્યના પરિણામથી માણસને આનંદ થાય છે અને તેની તે માટેની શ્રદ્ધા-રુચિ વધે છે. પાપ-પુણ્યની આવી પ્રવૃત્તિઓ માટે બધાં જ માણસો એકસરખાં જાગ્રત, સમજદાર અને ક્રિયાશીલ નથી હોતાં. સામાન્ય માણસોની પાપ – પુણ્ય વિશે કેવી પ્રકૃતિ હોય છે તે વિશે શ્રી હરિભદ્રસૂરિએ સચોટ કહ્યું છે : पुण्यस्य फलमिच्छन्ति पुण्यं नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ॥ માણસોને પુણ્યની ફળઇચ્છા થાય છે, પરંતુ પુણ્યકાર્ય કરવાની ઇચ્છા હોતી નથી. તેવી જ રીતે માણસોને પાપનાં ફળ ભોગવવાની ઇચ્છા થતી નથી, પરંતુ તેઓ પાપ આદરપૂર્વક (રસપૂર્વક) કરે છે.] સંસારમાં પાપ અનેક પ્રકારનાં છે, પરંતુ શાસ્ત્રકારોએ બહોળું વર્ગીકરણ કરીને અઢાર પ્રકારનાં બતાવ્યાં છે. એમાં પાંચ પ્રકારનાં પાપ તે અહિંસાદિ વ્રતોનાં ખંડનરૂપ છે, ચાર પાપ ક્રોધાદિ ચાર કષાય છે, બે પાપ રાગ અને દ્વેષરૂપી છે. તદુપરાંત કેટલાંક પાપ તો કષાયજન્ય છે અને મનુષ્યના મનની નિર્બળતારૂપ છે. છેલ્લું અઢારમું મોટું પાપ તે મિથ્યાત્વરૂપી છે. આ બધાં પાપોમાં તેરમું પાપ તે ખોટાં આળ ચડાવવારૂપ અભ્યાખ્યાન છે. ‘અભ્યાખ્યાન’ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે ખોટો આરોપ મૂકવો. એ જ અર્થમાં અભ્યાખ્યાન' જૈન ધર્મનો એક પારિભાષિક શબ્દ બની ગયો છે. ૧૯૬ * જૈન આચારદર્શન Page #245 -------------------------------------------------------------------------- ________________ ‘અભ્યાખ્યાન' શબ્દ અભિ + આખ્યાન ઉપરથી આવ્યો છે. આખ્યાન એટલે બોલવું, ભાષણ કરવું, વચન ઉચ્ચારવું ઈત્યાદિ. “અભિ ઉપસર્ગ છે. વિશેષપણે', ભારપૂર્વક', “સામેથી', “પ્રતિ’ જેવા અર્થમાં તે પ્રયોજાય છે. સંસ્કૃતમાં “અભિખ્યાન શબ્દ પણ છે. એનો અર્થ કીર્તિ થાય છે.) ભગવતીસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશની ચકામાં ‘અભ્યાખ્યાનની વ્યાખ્યા બાંધતાં કહેવાયું છેઃ મમુવેન બ્રાધ્યાને રોષાવિદ્ ગીરધ્યાનમ્ | અભિમુખેન એટલે સામેથી, અભ્યાખ્યાન એટલે સામેથી દોષોનું આવિષ્કરણ કરવું. સ્થાનાંગ સૂત્રના પ્રથમ અધ્યયન (૪૮-૪૯)ની ટીકામાં અભ્યાખ્યાનની વ્યાખ્યા ટીકાકારે આ પ્રમાણે આપી છે: સ્થાસ્થાનું પ્રમોષારોપાનું | અભ્યાખ્યાન એટલે પ્રગટ રીતે ન હોય તેવા દોષોનું આરોપણ કરવું. એવી જ રીતે, આ જ અર્થમાં અભ્યાખ્યાનની વ્યાખ્યા નીચે પ્રમાણે અપાય છે : क्रोधमानमायालोभादिभिष्ट परेप्वविद्यमान दोषोद्भावनमभ्याख्यानम् । ક્રિોધ, માન, માયા, અને લોભને કારણે બીજા ઉપર અવિદ્યમાન – ન હોય તેવા – દોષોનો આરોપ કરવો તેને અભ્યાખ્યાન કહે છે.] हिंसादेः कर्तुविरस्य विरताविरतस्य वायमरय कर्तेरयिधानम् अभ्याख्यानम् । [હિંસાદિ કાર્ય કરીને હિંસાથી વિરક્ત એવા મુનિ અથવા શ્રાવકને માથે આ દોષ લગાવીને ‘આ કાર્ય એમણે કર્યું છે એમ કહેવું તે “અભ્યાખ્યાન' છે.] અભ્યાખ્યાનની નીચે પ્રમાણે એવી જ બીજી વ્યાખ્યા આપવામાં આવે છે : अभ्याख्यानं असद् अभियोगः । અભિયોગ' શબ્દના આક્રમણ કરવું, સંઘર્ષ કરવો, આક્ષેપ મૂકવો, ન્યાયાલયમાં ફરિયાદ કરવી એવા જુદા જુદા અર્થ થાય છે. અહીં અસદુ એટલે ખોટો અને અભિયોગ એટલે આક્ષેપ કરવો એવો અર્થ લેવાનો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અઢાર પાપસ્થાનકની સક્ઝાયમાં અભ્યાખ્યાન એટલે પરનાં અછતાં આળ ઉચ્ચારવાં એવો અર્થ ભાષામાં સમજાવ્યો છે. જુઓ : પાપસ્થાનક તે તેરમું છાંડીએ અભ્યાખ્યાન દુરંતો છે; અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુખ પામે તે અનંતો જી. અભ્યાખ્યાનની પ્રવૃત્તિ પરાપૂર્વથી ચાલતી આવી છે. મહાસતી સીતા, મહાસતી દમયંતી, મહાસતી અંજના, મહાસતી કલાવતી, વગેરે કેટલીક સતીઓ અભ્યાખ્યાન જ ૧૯૭ Page #246 -------------------------------------------------------------------------- ________________ આવા અભ્યાખ્યાનની ભોગ થઈ પડી હતી અને ઘણું દુઃખ ભોગવ્યા પછી નિર્દોષ પુરવાર થઈ હતી. મેતારજ મુનિ ઉપર ચોરીનો આરોપ આવ્યો હતો, તે વહેમશંકાથી આવ્યો હતો, પરંતુ સત્ય ઉચ્ચારવા જતાં જીવહિંસા થશે એવા કરુણાભાવથી એમણે મારણાન્તિક કષ્ટ સહન કરી લીધું હતું. સમયે સમયે કેટલાય સંત-મહાત્માઓ ઉપર જો અભ્યાખ્યાન થતાં હોય છે, તો વ્યવહારમાં સામાન્ય મનુષ્યોની તો વાત જ શી ? શાસ્ત્રકારોએ જે અઢાર પ્રકારનાં પાપસ્થાનક ગણાવ્યાં છે, એમાં તેરમા પાપસ્થાનક તરીકે અભ્યાખ્યાનને ગણાવ્યું છે. અભ્યાખ્યાનમાં બીજા ઉપર ખોટો આરોપ મૂકવામાં આવે છે, એટલે એમાં મૃષાવાદનો દોષ આવે છે. આમ છતાં મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકમાં એની ગણના ન કરતાં અભ્યાખ્યાનને એક સ્વતંત્ર પાપસ્થાનક તરીકે શાસ્ત્રકારોએ ગણાવ્યું છે, કારણ કે એને જુદુ ગણાવવાથી જ એમાં રહેલા પાપકર્મના ભારેખમપણાનો માણસને સાચો ખ્યાલ આવે. મૃષાવાદમાં નાનાં નાનાં, નજીવાં, નિહેતુક, અજાણતા ઉચ્ચારાતાં અસત્યોથી માંડીને ભારે મોટાં જૂઠાણાં સુધીનું વિશાળ ક્ષેત્ર હોય છે અને એમાં ઘણીબધી તરતમતા હોય છે. અભ્યાખ્યાનમાં સહેતુક, દ્વેષપૂર્ણ, બીજાની જિંદગી બરબાદ કરી નાખે એવા એક જુદા જ પ્રકારના ભારે અસત્યનું કથન રહેલું હોય છે. વળી એની સાથે ક્રોધાદિ પ્રકારનાં ભારે કષાયો પણ સંલગ્ન રહેલાં હોય છે. એટલે આવા ભારે પાપકર્મને જુદું બતાવવાની આવશ્યકતા રહેલી છે. અઢાર પાપસ્થાનકોમાં કેટલાંક પાપ બોલવાથી બંધાય છે. વચનયોગનાં એ પાપોમાં મૃષાવાદ, અભ્યાખ્યાન, પૈન્ય, પરપરિવાદ વગેરે મુખ્ય ગણાવી શકાય. ક્રોધ, કલબ, માયામૃષાવાદમાં પણ વચનયોગ હોય છે. હિંસાદિ અન્ય પાપોમાં કાયાના કે મનના યોગ સાથે ક્યારેક વચનયોગ પણ હોઈ શકે છે. અસંયમિત વાણી પાપ બાંધવામાં કેવું પ્રબળ નિમિત્ત બની જાય છે તે આવા પ્રસંગે આપણને જોવા મળે છે. અભ્યાખ્યાન, પશૂન્ય અને પરપરિવાદ એ નજીક નજીકનાં - એકબીજાને મળતાં આવે એવાં પાપો છે. એમ છતાં તે દરેકને સ્વતંત્ર પાપ તરીકે ઓળખવામાં આવ્યું છે. પૈશૂન્ય એટલે ચાડી ખાવી, ગુપ્ત વાત જાહેર કરી દેવી. તે અસત્ય હોય કે ન પણ હોય. પરપરિવાદ એટલે નિંદા કરવી, એમાં પણ અસત્ય હોય કે ન પણ હોય. પરંતુ અભ્યાખ્યાનમાં સ્પષ્ટપણે અસત્ય જ હોય. આ અસત્યનું દોષારોપણ બીજાને ઉતારી પાડવા માટે કે વગોવવા માટે જ કરવામાં આવ્યું હોય છે. એટલા માટે કે પૈશૂન્ય કે પરપરિવાદ કરતાં અભ્યાખ્યાનનું પાપ વધારે ભયંકર મનાય છે. ૧૯૮ જેન આચારદર્શન Page #247 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન વચનયોગનું પાપ હોવા છતાં કેટલીક વાર માણસ મનમાં ને મનમાં કોઈક ઉ૫૨ વહેમ કે રોષથી આળ ચડાવે છે, પરંતુ બીજા આગળ તે વ્યક્ત કરવાની હિંમત હોતી નથી. ખૂન, ચોરી, દુર્વ્યસન, વ્યભિચાર, બળાત્કાર, લાંચ લેવી, ગેરરીતિ-અનીતિ આચરવી, અન્યાયપૂર્વક વર્તન કરવું ઇત્યાદિ પ્રકારના ખોટા આરોપ કરવારૂપી અભ્યાખ્યાન મોટાં ગણાય છે. એવાં અસત્ય દોષારોપણો ક્યારેક ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. “અમુક વ્યક્તિ તમારે માટે આમ કહેતી હતી' જેવાં ખોટાં દોષારોપણો પણ વર્ષોના ગાઢ સંબંધોને પણ વિચ્છિન્ન કરી નાખે છે. આક્ષેપો મૂકવાનું કાર્ય સરળ છે, પરંતુ તે પુરવાર કરવાનું અઘરું છે. વ્યક્તિગત અંગત સંબંધોમાં બધી જ વાતોની મોઢામોઢ સાબિતીઓ મંગાતી નથી. ઘણાં માણસો કાચા કાનના હોય છે અને સાંભળેલી વાતને સાચી માની લે છે. વર્તમાનકાળમાં એકંદરે લોકોને બીજાની સારી વાતોને બદલે નબળી વાતોમાં વધુ રસ પડતો હોય છે. સાચી કે ખોટી નબળી વાતો જલદી પ્રસરતી હોય છે. વળી, એકની એક ખોટી વાતનું સતત પુનરુચ્ચારણ સત્યાભાસ જન્માવે છે. બીજાઓ પર ખોટાં કલંક ચડાવવાનું, અભ્યાખ્યાનની પ્રવૃત્તિ કરવાનું માણસને કેમ મન થતું હશે એવો પ્રશ્ન કોઈને પણ થાય. શાસ્ત્રકારો કહે છે કે માણસથી હિંસા, ચોરી, બળાત્કાર વગેરે મોટાં પાપો થઈ જાય છે અને પકડાઈ જવાની બીક લાગે છે અથવા પકડાઈ જાય છે ત્યારે પોતે એ ગુનો કર્યો નથી પણ ફ્લાણાએ કર્યો છે એવો બીજા ઉપર આક્ષેપ મૂકીને તે છટકવાનો પ્રયત્ન કરે છે. વળી, શાસ્ત્રકારો કહે છે કે ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયના તીવ્ર આવેગને કારણે માણસ બીજા ઉપર આક્ષેપ મૂકે છે. તદુપરાંત બીજાની પરીક્ષા કરવા, ઉપહાસ કરવા અથવા પોતાની ઉપર થયેલા સાચા આક્ષેપનો પ્રતિકાર કરવા માણસ બીજા ઉપર ખોટો આક્ષેપ મૂકે છે. ક્યારેક વહેમને કારણે અથવા માત્ર આભાસ ઉત્પન્ન થવાને કારણે પણ બીજા ઉ૫૨ ખોટો આક્ષેપ થઈ જાય છે. સુભદ્રા, વંકચૂલ વગેરેનાં દૃષ્ટાંત એ માટે જાણીતાં છે. કેટલાંક માણસોની દૃષ્ટિ જ એવી વિકૃત હોય છે કે એમને બધું વિપરીત જ દેખાય છે અને તેઓ હાલતાંચાલતાં પોતાને જાણે જીભનો એક રોગ થયો હોય તેમ બીજા ઉપર આળ ચડાવતાં હોય છે. હિંગુલપ્રકરણ’ ગ્રંથમાં અભ્યાખ્યાન વિશે લખ્યું છે : काचकामलदोषेण पश्येन्नेत्र विपर्ययम् । अभ्याख्यानं वदेग्जीहा तत्र रोग के उच्यते ॥ [આંખમાં કંઈક ઊલટું દેખાય તો તેમાં કમળાના રોગનો દોષ હોય છે, પરંતુ અભ્યાખ્યાન ૧૯૯ Page #248 -------------------------------------------------------------------------- ________________ જીભ જો અભ્યાખ્યાન ઉચ્ચારે – પારકા ઉપર આળ ઉચ્ચારે તો ત્યાં કયો રોગ કહેવો અર્થાત્ કોનો દોષ કાઢવો ?]. કેટલાક માણસો એટલાં નિર્લજ્જ કે દુષ્ટ હોય છે કે બીજી વ્યક્તિ ઉપર પ્રત્યક્ષ આળ ચડાવતાં હોય છે. ખૂન કે વ્યભિચાર જેવા કલંક કરતાં ચોરીનું આળ પ્રત્યક્ષ ચડાવવાના પ્રસંગો વધુ બનતા હોય છે. તે વ્યક્તિએ એવી ચોરી નથી કરી એવું પોતે સ્પષ્ટપણે જાણતા હોવા છતાં એવું આળ ચડાવવામાં આવે છે. કેટલાંક માણસોમાં એવી હિંમત હોતી નથી કે બીજાની ઉપર પ્રત્યક્ષ આળ ચડાવે, કારણ કે પોતાને તરત ખોટા પડવાની ભીતિ હોય છે. પરંતુ પરોક્ષ રીતે તેઓ મેં નજરે જોયું છે.. સાંભળ્યું છે...' એમ કહીને અભ્યાખ્યાનની પ્રવૃત્તિ ચાલુ કરી દેતાં હોય છે. કેટલાક માણસો એવી રોગિષ્ઠ મનોવૃત્તિવાળાં હોય છે કે થોડે થોડે વખતે તેઓ ચારિત્રહનન (Character Assagination)ની પ્રવૃત્તિ ન કરે તો તેમને ચેન પડતું નથી. બીજાનો ઉત્કર્ષ તેમનાથી ખમાતો નથી, એટલે અભ્યાખ્યાનની આવી પ્રવૃત્તિઓમાં તેઓ રાચે છે. કેટલાક માણસોને જીવનમાં એવી સફળતા મળી હોતી નથી અથવા પોતાની શક્તિની કદર, પોતાના વિચિત્ર સ્વભાવને કારણે જ થઈ હોતી નથી. એવાં ગુણદ્વેષી માણસો જો બોલકાં હોય તો બીજાને હલકા પાડવા માટે જૂઠાણાં હાંકતાં હોય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : જે બહુમુખી રે વળી ગુણમત્સરી, અભ્યાખ્યાની હોય છે, પાતક લાગે રે અણકીધાં સહી. તે કીધું સવિ ખોય છે.' કેટલાક માણસો પોતે બીજા ઉપર ઇરાદાપૂર્વક કોઈ આળ ચડાવતા નથી હોતા. પરંતુ તેમનો નિંદારસ એટલો પ્રબળ હોય છે અને એમની ગુણ મત્સરતા એટલી તીવ્ર હોય છે કે ક્યાંકથી સાંભળેલા અભ્યાખ્યાનને તેઓ વહેતું રાખે છે. કોઈકની નબળી વાત સાંભળવા તેઓ હંમેશાં ઉત્સુક રહે છે, ક્યારેક તે માટે સામેથી પૂછપરછ ચાલુ કરે છે; એવી વાત સાંભળવા મળે તો તેઓ તેમાં રાચે છે, રાજી થાય છે અને બીજા કેટલાકને પોતે એ વાત ન કહી દે ત્યાં સુધી તેમને સંતોષ થતો હોતો નથી. પોતે આળ નથી ચડાવતાં, પણ સત્ય હકીકત જાણતાં હોવા છતાં બીજાં ઉપર કોઈકે ચડાવેલા આળને કહેવાય છે કે...”, “સાંભળ્યું છે કે...” એમ કહીને, અસારવામાં તેઓ સહર્ષ નિમિત્ત થતાં હોય છે. કેટલાક માણસો આળ પોતે ઈરાદાપૂર્વક ઊભું કરતા હોય છે, પરંતુ એનું કર્તુત્વ બીજાં ઉપર ઢોળી દઈને, પોતે કોઈકની પાસેથી સાંભળ્યું છે એમ કહીને રછ ક જૈન આચારદર્શન Page #249 -------------------------------------------------------------------------- ________________ એનો પ્રચાર કરતાં હોય છે. કેટલાક માણસોની મથરાવટી જ એટલી મેલી હોય છે કે દુષ્કૃત્યોથી ભરેલા એના જીવનને લક્ષમાં રાખી પોતાના કે કોઈકનો ગુનો એને માથે ઓઢાડી દેવામાં આવે છે. પોતાના ઉપર કોઈએ આળ ચડાવ્યું હોય તો અજ્ઞાની જીવ તેની સાથે વેર બાંધે, તેનું અહિત ઇચ્છે અને પ્રતિકારરૂપે એ જ આળ કે એવું બીજું આળ કે એક કરતાં વધુ આળ તેના ઉપર સામાં ચડાવે છે. ક્યારેક પોતાની જ શક્તિ અને લાગવગ વધુ હોય અને વેર લેવાનો આક્રોશ અતિશય ઉગ્ર હોય તો આળ ચડાવનારની હત્યા પણ કરી નાખે છે. આમ એક વ્યક્તિના એક પાપમાંથી બીજી વ્યક્તિનાં બીજાં પાપ બંધાય છે. ક્યારેક આવી ક્રિયા-પ્રતિક્રિયા વધુ સમય પણ ચાલ્યા કરે છે. પોતાના ઉપર કોઈએ આળ ચડાવ્યાની ખબર પડે ત્યારે કેટલીક નિર્દોષ પણ નિર્બળ મનની વ્યક્તિ એનો આઘાત જીરવી શકતી નથી. તે દિવસરાત ઉદ્વિગ્ન બની. જાય છે. પોતાની થયેલી અપકીર્તિ તેના આંતરમનને કોરી ખાય છે. ભય અને ચિંતા તેને સતત સતાવ્યા કરે છે. અનિદ્રાના વ્યાધિનો તે ભોગ થઈ પડે છે, સંસાર પ્રત્યે તેને હંમેશને માટે નિર્વેદ થઈ જાય છે. જો કોઈક વ્યક્તિ અતિશય સંવેદનશીલ હોય તો તેને કોઈને મોઢું બતાવવાનું ગમતું નથી. લોકો પૂછે તો ?” - એ જાતનો એને ડર રહ્યા કરે છે. અને પરિસ્થિતિ અસહ્ય બનતાં કાં તો તે વ્યક્તિ કોઈ માનસિક રોગનો ભોગ થઈ પડે છે, પાગલ કે ચક્રમ જેવી થઈ જાય છે, અને ક્યારેક તે આપઘાત પણ કરી બેસે છે. કેટલાંક માણસોમાં નરી જડતા હોય છે. કોઈએ પોતાના ઉપર આળ ચડાવ્યું હોય તો તેની તેમના ઉપર કંઈ અસર થતી નથી. તેઓ નિશ્ચિતપણે હરેફરે છે અને આળની વાતને હસી કાઢે છે. એવી વાતને પોતે પણ જલદી ભૂલી જાય છે. આવું કોઈ ઊંચી સમજણબુદ્ધિમાંથી નથી થતું, પરંતુ એમની પ્રકૃતિ જ એવી સરળ કે જડ હોય છે. અભ્યાખ્યાન કરનાર ભારે અશુભ કર્મ બાંધે છે. અભ્યાખ્યાનનું પાપ એવું છે કે તે વિષયમાં પોતે જોયું છે કે “સાંભળ્યું છે એવાં વચનો દ્વારા ફરી મૃષાવાદનું અશુભ કર્મ બંધાય છે. આ અશુભ કર્મ એવા પ્રકારનું છે કે તેમાં જાણતાં કે અજાણતાં વધુ પડતો રસ લેવાઈ જાય છે અને ભારે અશુભ કર્મની નિકાચના થઈ જાય છે. એવાં નિકાચિત કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવવામાં ઘણી શારીરિકમાનસિક યાતના સહન કરવી પડે છે. અભ્યાખ્યાનને પરિણામે શાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, અશાતાવેદનીય, નીચ ગોત્ર વગેરે પ્રકારનાં ભારે અભ્યાખ્યાન એક ૨૦૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ અશુભ કર્મ બંધાઈ જાય છે. અભ્યાખ્યાનનું પાપકર્મ કેટલું ખરાબ છે તે વિશે ઉપમા આપતાં ‘હિંગુલપ્રકરણ’ ગ્રંથમાં કહેવાયું છે કે : देवेषु किल्बिषो देवो ग्रहेषु च शनैश्वरः । अभ्याख्यानं तथा कर्म सर्व कर्मसु गर्हितम् ॥ [જેમ દેવતાઓમાં કિલ્બિષ નામના દેવતા હલકા ગણાય છે, જેમ ગ્રહોમાં શનિશ્ચર ગ્રહ હલકો ગણાય છે, તેમ બધાં કર્મોમાં અભ્યાખ્યાનનું કર્મ ઉપર આળ ચઢાવવાનું કર્મ હલકું ગણાય છે.] પારકા અભ્યાખ્યાની કેવા પ્રકારનાં કર્મ બાંધે છે અને ભોગવે છે તે વિશે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે जेण परं अलिएणं असंतक्यणेणं अष्मख्खाणेणं अब्भकरवाई । तस्सणं तहप्पगास चेव कम्मा कज्जति । जत्थेवणं भिसमागच्छति, त्थेव पडिसंवेदई । (માવતીસૂત્ર ૧/૬) [જેઓ બીજાં ઉપર જૂઠાં કલંક ચડાવે છે, અભ્યાખ્યાનનું પાપ આચરે છે તેઓ તેવા પ્રકારનાં કર્મ બાંધે છે, જ્યારે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે તેઓ તેવાં ફ્ળ ભોગવે છે.] આમ, અભ્યાખ્યાનનું પાપકર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવને તેવા પ્રકારનાં ભારે દુઃખ ભોગવવાં પડે છે. એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે કેઃ અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણો જી; તે તો દોષે રે તેહને દુઃખ હોવે, ઈમ ભાખે જિન-ભાણો જી.’ ધર્મ-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પણ જે ન હોય તેવા દોષો કે ભાવોનું આરોપણ કરવું એ પણ અભ્યાખ્યાનનો જ એક પ્રકાર છે. આવા અભ્યાખ્યાનીઓ મિથ્યાત્વી હોય છે. વસ્તુતઃ મિથ્યાત્વી હોવાને કારણે તેઓ અભ્યાખ્યાની બને છે. ઉપાધ્યાય શ્રી. યશોવિજ્યજી કહે છે : મિથ્યામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદો જી, ગુણઅવગુણનો જે કરે પાલટો, તે પામે બહુ ખેદો જી.’ - ૨૦૨ જૈન આચારદર્શન Page #251 -------------------------------------------------------------------------- ________________ આવા મિથ્યાત્વીઓ ગુણ-અવગુણનો પાલટો કરે છે એટલે કે જ્યાં ગુણ હોય ત્યાં અવગુણનું આરિૌપણ કરે છે અને અવગુણ હોય તેને ગુણ તરીકે માને છે. આવા મિથ્યાત્વી અભ્યાખ્યાનના ઘણા પ્રકાર સંભવી શકે છે. પરંતુ શાસ્ત્રોમાં તેના મુખ્ય દસ પ્રકાર નીચે પ્રમાણે બતાવવામાં આવે છે: (૧) ધર્મને અધર્મ કહેવો (૨) અધર્મને ધર્મ કહેવો (૩) સન્માર્ગને ઉન્માર્ગ કહેવો (૪) ઉન્માર્ગને સન્માર્ગ કહેવો (૫) સાધુને અસાધુ કહેવો (૬) અસાધુને સાધુ કહેવો (૭) જીવને અજીવ કહેવો (૮) અજીવને જીવ કહેવો (૯) મુક્તને સંસારી કહેવો (૧૦) સંસારીને મુક્ત કહેવો જે વ્યક્તિને કર્મસિદ્ધાન્તમાં અટલ વિશ્વાસ છે અને ધર્મમાં રચિ અને શ્રદ્ધા છે. જે વ્યક્તિને સન્માર્ગે વિકાસ સાધવો છે, તે વ્યક્તિએ અઢારે પ્રકારનાં પાપો આચરતાં અટકવું જોઈએ. બીજાના ઉપર ઈરાદાપૂર્વક ખોટું કલંક ચડાવવારૂપી અભ્યાખ્યાનના પાપથી તો એણે અવશ્ય અટકવું જ જોઈએ, પણ એથી આગળ વધીને બીજાના સાચા જે દોષ હોય તે દોષના પ્રત્યક્ષ કે પરોક્ષ કથનથી પણ અટકવું જોઈએ. એણે ગુણદર્શી અને ગુણગ્રાહી બનવું જોઈએ. બીજામાં સગુણો જોઈને એને હર્ષોલ્લાસ થવો જોઈએ. સકુવૃત્તીનો જુગાથા રોકવાદ્દે મૌનું એવી એની વૃત્તિ અને પ્રવૃત્તિ હોવી જોઈએ. ‘હિંગુલપ્રકરણમાં કહ્યું છે: यथाभक्ष्यं न भक्ष्यते द्वादशव्रतधारिभिः । अभ्याख्यानं न चोच्यते, तथा कस्यापि पंडितैः ॥ જેવી રીતે બાર વ્રતધારી માણસોએ અભક્ષ્યનું ભક્ષણ ન કરવું જોઈએ, તેવી જ રીતે ડાહ્યા માણસોએ કોઈના ઉપર ખોટું કલંક લગાડવું ન જોઈએ.] કેટલાંક સમતાધારી, સમ્યગુદૃષ્ટિવાળા માણસો પર અથવા તેથી પણ આગળ વધેલા, સંસારથી વિરક્ત બનેલા સાધુ મહાત્માઓ ઉપર કોઈ અસત્યારોપણ કરે, આળ ચડાવે તો તેઓ “વાસીચંદન કલ્પની જેમ માધ્યસ્થ દૃષ્ટિ રાખી તે વ્યક્તિને મનોમન માફ કરી દે છે. તેઓ પોતાના આત્માની સાક્ષીએ પોતાની જાતને પૂછી અભ્યાખ્યાન જ ૨૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ લેતા હોય છે કે આવા આળમાં તથ્ય કેટલું ? જો પોતે નિર્દોષ હોય, પોતાનો આત્મા વિશુદ્ધ હોય તો પોતાના ઉપર ચડાવેલા આળની તેમને મન કશી કિંમત હોતી નથી. તેઓ તેનાથી નિર્લેપ રહે છે. પોતાની અપકીર્તિ થાય તો પણ તેની તેમને દરકાર હોતી નથી, કારણ કે તેઓ જાણે છે કે પછી થોડા વખતમાં જ એ અપકીર્તિ દૂર થઈ જશે અને સાચી વાત બહાર આવશે કારણ કે તેઓને સત્યમાં અવિચલ શ્રદ્ધા હોય છે. કેટલાક ઊંચી કોટિના મહાત્માઓ તો આ પ્રસંગે પણ આળ ચડાવનારનો પ્રસન્તાપૂર્વક ઉપકાર માનતા હોય છે કે આળ ચડાવનાર પોતે ભારે અશુભ કર્મ બાંધીને પોતાના ઉદયમાં આવેલા અશુભ કર્મનો ક્ષય કરવામાં સહાયભૂત થાય છે. વળી એવા જીવોની દુર્ગતિનો વિચાર કરી તેઓ એને માટે દયા પણ ચિંતવતા હોય છે. પોતાની ઉપર કોઈ ક્યારેય આળ ન ચડાવે તે માટે શું કરવું જોઈએ ? માણસે પોતાનું બાહ્ય અને આંતર જીવન એવું સ્વચ્છ અને પારદર્શક જીવવું જોઈએ કે જેથી તેના વિશે અભ્યાખ્યાન કરવાનું કોઈને મન ન થાય. જે માણસ સ્વાર્થી, લોભી, ક્રોધી, છેતરપિંડી કરનારો, અહંકારી, ઉદ્ધત, નિંદાપોર અને ઠેર ઠેર અકારણ કે સકારણ સંઘર્ષ, કલહ, વિસંવાદ કરવાવાળો કે કરાવવાના સ્વભાવવાળો હોય છે તેનાથી દુભાવેલા માણસો તેને હલકો પાડવા માટે તેના ઉપર આળ ચડાવે છે. કેટલીક વાર માણસ ઉપર આવી પડેલા અભ્યાખ્યાન માટે માણસની પોતાની વિચિત્ર પ્રકૃતિ જ જવાબદાર હોય છે. જો માણસ સરળ પ્રકૃતિનો હોય, બીજાના સગુણોનો ચાહક હોય, અન્ય જીવોનું હિત ઈચ્છનારો અને તેમના પ્રત્યે વાત્સલ્યભાવ ધરાવનારો હોય, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચારે ભાવનાનું સતત શ્રદ્ધાપૂર્વક સેવન કરવાવાળો હોય તો એવા માણસો ઉપર આળ ચડાવવાનું કોઈને ગમે નહિ. કદાચ કોઈ આળ ચડાવે તો તે ટકે નહિ વળી એવા સદાચારી, સંયમી માણસે પોતાનો જીવનવ્યવહાર એવો ઘડવો જોઈએ કે જેથી કોઈને શંકા-કુશંકા કરવાનું મન ન થાય, કારણ કે સમાજને મોઢે ગળણું બાંધી શકાતું નથી. માણસ અંતરથી સદાચારી હોય એટલું બસ નથી, લોકોની નજરે પણ તેના સદાચારમાં ખામી ન દેખાય એવી બાહ્ય દૃષ્ટિએ પણ એણે સાવધ રહેવું જોઈએ અને સંશય ઊપજે એવાં સ્થાન અને વાતાવરણ વર્જવાં જોઈએ. વળી કેટકેટલી બાબતમાં એણે પ્રતિજ્ઞા-પચ્ચકખાણ ધારણ કરી લીધાં હોવાં જોઈએ કે જેથી પોતાનું ચિત્ત અજાણતાં ચલિત ન થઈ જાય અને લોકોને પણ શ્રદ્ધા-પ્રતીતિ રહ્યા કરે. માણસનું વ્યક્તિત્વ અને ચારિત્ર એટલાં ઊંચાં હોવાં જોઈએ કે તેના વિશે કરાયેલું અભ્યાખ્યાન પાછું પડે અને ટકી ન શકે અને અભ્યાખ્યાનીની જ એ માટે વગોવણી થાય. સૂર્ય સામે રજ ઃ જૈન આચારદર્શન Page #253 -------------------------------------------------------------------------- ________________ ધૂળ ઉડાડનારથી સૂર્ય ઢંકાતો નથી પરંતુ ઉડાડનારની આંખમાં ધૂળ પડે છે તેવું સંતમહાત્માઓ વિશે અભ્યાખ્યાન કરનારનું થાય છે. કોઈ માણસથી જાણતાં કે અજાણતાં કોઈ અભ્યાખ્યાન થઈ ગયું હોય અને પછી પોતાની ભૂલ સમજાઈ હોય અથવા તેનાં તરત દુષ્પરિણામ ભોગવવાનાં આવ્યાં હોય કે આવવામાં હોય અને પોતે જે દુષ્કૃત્ય કર્યું તે નહોતું કરવું જોઈતું એવી સમજણ આવી હોય તો તેવી વ્યક્તિએ શું કરવું જોઈએ ? એવી વ્યક્તિએ પોતાની ભૂલનો સ્વીકાર વડીલજન, ગુરુ ભગવંત કે તીર્થંકર પરમાત્માની સાક્ષીએ કરવો જોઈએ. તેઓએ પશ્ચાત્તાપપૂર્વક પોતાના પાપની નિંદા અને ગાઁ કરવી જોઈએ. એવા પાપ માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ અને ફરી એવું પાપ પોતાનાથી ન થઈ જાય તે માટે દૃઢ સંકલ્પપૂર્વક પ્રતિજ્ઞાબદ્ધ થવું જોઈએ. એ માટે માણસે પોતાની દુવૃત્તિઓને ઉપશાન્ત કરવી જોઈએ અને ચિત્તની સતત જાગૃતિપૂર્વક સંયમ તરફ શ્રદ્ધા સાથે વળવું જોઈએ. સતત ધર્મશ્રવણથી, જિનેશ્વર ભગવાનની વાણીનું શ્રવણપરિશીલન કરવાથી આવા દોષોમાંથી બચી શકાય છે અને કરેલાં ભારે કર્મ એથી હળવાં થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી કહે છે : પરનાં આળ ન છતાં દીજ્બેિ, પીજીએ જો જિનવાણી જી; ઉપશમસસ્તું રે ચિત્તમાં ભીજીએ, કીજીએ સુજ્સ કમાણી જી.’ અભ્યાખ્યાન * ૨૦૫ Page #254 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા પર્યુષણ પર્વના દિવસો આવે એટલે જૈનોમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ ચાલુ થાય. સંવત્સરીને દિવસે તપની પૂર્ણાહુતિ થાય એવી રીતે ત્રીસ દિવસ અગાઉથી કેટલાક લોકો ઉપવાસ ચાલુ કરે છે. એક મહિનાના આ ઉપવાસ ‘માસખમણ’ તરીકે ઓળખાય છે. કેટલાક એકવીસ દિવસના, સોળ દિવસના, ચૌદ કે અગિયાર દિવસના ઉપવાસ કરે છે. એથી વિશેષ, પર્યુષણના આઠેઆઠ દિવસના ઉપવાસ અઠ્ઠાઈ કરનારાઓની સંખ્યા ઘણી હોય છે. કેટલાક છેવટે સંવત્સરીને દિવસે ઉપવાસ કરે છે. પર્વના દિવસો પૂરા થાય એટલે દરેક સંઘ પોતાને ત્યાં અઠ્ઠાઈ અને તેથી મોટી કેટલી તપશ્ચર્યા થઈ તેની યાદી બહાર પાડે છે; તપસ્વીઓનું સન્માન થાય છે; પ્રભાવના થાય છે; તપસ્વીઓના ઘરે ઊજવણું થાય છે. દર વર્ષે કોઈક કોઈક વ્યક્તિઓ ત્રીસ ઉપવાસ કરતાં વધુ તપશ્ચર્યા કરે છે. ૪૫ દિવસ, ૬૦ દિવસ, ૭૫ દિવસ, ૯૦ દિવસ, ૧૧૦ દિવસના ઉપવાસ – એમ મોટી આકરી તપશ્ચર્યાઓ પણ થાય છે. જૈનોનો એક ઉપવાસ એટલે બાર કલાકનો નહિ પણ છત્રીસ કલાકનો. ઉપવાસ કરનાર આગલી સાંજથી ઉપવાસના બીજા દિવસે સવારે સૂર્યોદય સુધીના છત્રીસ કલાકમાં અન્નનો એક દાણો પણ મોઢામાં ન નાખે. દિવસ દરમિયાન કેટલાક ઉકાળેલું પાણી પીએ, કેટલાક બિલકુલ પાણી ન પીએ. એક દિવસનો એવો ઉપવાસ કરવો એ સહેલી વાત નથી. ઉપવાસ ઉપરાંત એકાસણું, આયંબિલ, ફક્ત કોઈ એક જ ધાન્ય કે વાનગીનો આહાર લેવો વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ થાય છે. આ બધી બાહ્ય પ્રકારની તપશ્ચર્યાઓ ગણાય છે. બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યાઓ મુખ્યત્વે બાર પ્રકારની બતાવવામાં આવી છે : (૧) અનશન (ઉપવાસ), (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયફ્લેશ અને (૬) સંલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ છે. ૨૦૬ જૈન આચારદર્શન Page #255 -------------------------------------------------------------------------- ________________ (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, ૩) વૈયાવચ્ચ, જી સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાઉસગ્ગ (કાયોત્સર્ગ) એ છ પ્રકારનાં આત્યંતર તપ છે. બાહ્ય તપ કરતાં આવ્યંતર તપ ચઢિયાતું મનાય છે. પરંતુ બંને પ્રકારનાં તપ કર્મનિર્જરા માટે આવશ્યક મનાયાં ભગવાન મહાવીરે બાહ્ય અને આત્યંતર એમ ઉભય પ્રકારનું તપ સાડા બાર વર્ષ સુધી કર્યું. એક વખત એમણે સળંગ છ મહિનાના ઉપવાસ કર્યા હતા. સાડા બાર વર્ષમાં એમણે ખાધું હોય એવા દિવસ ઘણા ઓછા લગભગ એક વરસ જેટલા જ છે. ભગવાન મહાવીરે જેટલી આકરી તપશ્ચર્યા લાંબા સમય સુધી કરી છે એટલી ઇતિહાસમાં બીજી કોઈ વ્યક્તિના જીવનમાં જોવા મળતી નથી. એટલા માટે એમને દીર્ઘ તપસ્વી' તરીકે ઓળખવામાં આવે છે. જૈન માન્યતા પ્રમાણે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના સમયમાં વધુમાં વધુ ઉપવાસ એક વર્ષના થતા. ત્યારે તે પ્રકારનું શરીરબળ રહેતું. બીજા તીર્થંકરથી તે તેવીસમા તીર્થંકર સુધીના સમયમાં શરીરબળ અનુસાર વધુમાં વધુ ઉપવાસ આઠ મહિનાના થતા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના સમયમાં વધુમાં વધુ છ મહિનાના ઉપવાસ કર્યા હતા. શરીરના પોષણ માટે આહારની જરૂર છે. એક ટંક ખાવાનું ન મળતાં માણસને નબળાઈ વરતાય છે. એક દિવસ ખાવાનું ન મળતાં માણસ ઢીલો થઈ જાય છે; માથું દુખે છે; ઊબકા અને ઊલટી શરૂ થાય છે; ચક્કર આવવા લાગે છે. આઠદસ દિવસ ખાવાનું ન મળતાં માણસ બેભાન થઈ જાય છે; મૃત્યુ પણ પામે છે. સળંગ એક મહિના સુધી ખોરાક ન લેનાર માણસ માટે જીવવાની શક્યતા ઘણી ઓછી રહે છે. ભગવાન બુદ્ધ નિગ્રંથ ભગવાન મહાવીરની ઘોર તપશ્ચર્યાની વાત સાંભળી હતી. એથી તેમણે પણ તપશ્ચર્યાનો માર્ગ લીધો અને ઘોર તપશ્ચર્યા શરૂ કરી હતી. એથી એમનું શરીર એકદમ અત્યંત કૃશ બની ગયું હતું. બૌદ્ધ ગ્રંથોમાં વર્ણન છે તે પ્રમાણે એમનું શરીર સુકાઈને એવું થઈ ગયું હતું કે તેઓ ચાલતા ત્યારે હાડકાંનો ખડખડ અવાજ આવતો; પેટની ચામડી પીઠની ચામડીની લગોલગ થઈ ગઈ હતી: હાથપગ દોરડી જેવા થઈ ગયા હતા; આંખો ઊંડી ઊતરી ગઈ હતી અને બાકોરા જેવી લાગતી હતી. શરીરની નસો બહાર નીકળીને લબડતી હતી. આવી ઘોર તપશ્ચયને કારણે તેઓ વારંવાર બેભાન થઈ જતા. એક વખત એવી રીતે બેભાન બની એક વૃક્ષ નીચે તેઓ પડ્યા હતા તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ગાયિકાના એક વૃંદે નજીકમાં આરામ માટે મુકામ જન દષ્ટિએ તપશ્ચર્યા ૨૦૭ Page #256 -------------------------------------------------------------------------- ________________ કર્યો. તે સમયે પોતાની વીણાને સજ્જ કરવા માટે મુખ્ય ગાયિકાએ બીજીને સૂચના આપી કે “એના તાર વધારે પડતા ખેંચીને મજબૂત ન કરતી, નહિ તો તાર તૂટી જશે અને ઢીલા પણ ન રાખતી, નહિ તો સંગીતની મધુરતા જન્મશે નહિ; તાર મધ્યમસર રાખજે.” તે સમયે જાગ્રત થતાં ભગવાન બુદ્ધે આ શબ્દો સાંભળ્યા અને તરત એમને થયું કે તપશ્ચર્યાની બાબતમાં પણ પોતે મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ જેથી બેભાન થઈ ન જવાય. પછી તો સાધનાની પ્રત્યેક બાબતમાં એમણે મધ્યમ માર્ગ અપનાવ્યો. હું એમ માનું છું કે ભગવાન બુદ્ધ જો ભગવાન મહાવીરને મળ્યા હોત તો તપશ્ચર્યા માટે કદાચ જુદો જ અભિગમ એમણે અપનાવ્યો હોત. ભગવાન બુદ્ધ તપશ્ચયને ઇન્દ્રિય ઉપરના સંયમ અને મનની નિર્મળતા માટે સ્વીકારી, પરંતુ ભગવાન મહાવીરે તદુપરાંત કર્મની નિર્જરા માટે પણ તપશ્ચર્યા સ્વીકારી છે એ એક મહત્ત્વની વાત ભૂલવી ન જોઈએ. દુનિયાના બધા ધર્મોમાં બાહ્ય તપ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને ત્યાં તેનો હેતુ આરોગ્ય, દેહની શુદ્ધિ, ઇન્દ્રિયો ઉપર સંયમ અને ચિત્તની નિર્મળતાનો છે. ગીતાના સત્તરમા અધ્યાયમાં શારીરિક, વાચિક અને માનસિક તપના સાત્ત્વિક, રાજસ અને તામસ એવા પ્રકારો બતાવવામાં આવ્યા છે. તપથી દેહશુદ્ધિ થાય છે એ નિર્વિવાદ વાત છે. ઓપરેશન કરવું હોય તો ડોક્ટરો પણ આગલી સાંજથી ખાવાની અને ઓપરેશન પછી બાર કે ચોવીસ કલાક પાણી પીવાની પણ મનાઈ કરે છે. એકાસણ, આયંબિલ કે ઉપવાસથી કબજિયાત, અજીર્ણ વગેરે રોગો દૂર થાય છે, એમ વૈદો કહે છે. અમુક સમય સુધી સ્વેચ્છાએ આહાર ન લેતાં ઇન્દ્રિયો શાંત પડે છે, અને અનુક્રમે ચિત્ત પણ શાંત થાય છે. ચિત્તમાં સવિચારો ફુરે છે. માણસ પ્રસન્નતા અનુભવે છે. ગીતા કહે છે: विषया विनिवर्तन्ते निराहास्य देहिनः। આહારનો ત્યાગ કરનાર વ્યક્તિની ઇન્દ્રિયોના વિષયો નિવૃત્ત થઈ જાય છે. તપનો આ મહિમા તો છે જ. પરંતુ જૈન ધર્મ વિશેષ એમ માને છે કે તપ વડે કર્મની નિરા થાય છે. જ્યારે શુભ કે અશુભ કર્મ બંધાય છે ત્યારે કાર્પણ વર્ગણાનાં પુદ્ગલ પરમાણુઓ આત્માને – આત્મપ્રદેશોને ચોંટે છે અને એ કર્મ ઉદયમાં આવી જ્યારે ભોગવાય છે ત્યારે એ પુગલ પરમાણુઓ ઊખડી જાય છે, નીકળી જાય છે, ખરી પડે છે, એટલે કે કર્મની નિરા થાય છે. આત્માના આઠ રુચક પ્રદેશો સિવાયના પ્રદેશોને કામણ વર્ગણાના પુગલ પરમાણુઓ ચોંટવાની અને ખરી પડવાની આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. ઉપવાસ ૨૮ ૪ જન આચારદર્શન Page #257 -------------------------------------------------------------------------- ________________ વગેરે તપશ્ચર્યાથી દેહમાં આવી એક પ્રકારની તપ્તતા ઉદ્દભવે છે જેથી કાર્પણ વર્ગણાના કેટલાક પુદ્ગલ પરમાણુઓ ખરી પડે છે. આમ, તપથી, કર્મની નિર્જરા થાય છે. તેમાં પણ સ્વેચ્છાએ ભાવોલ્લાસપૂર્વક તપ કરીને શરીરને કષ્ટ આપ્યું હોય તો કર્મની નિર્જરા વિશેષ થાય છે. એમાં માત્ર આ જન્મના જ નહિ, પણ જન્મજન્માન્તરનાં કર્મોની નિર્જરા થાય છે. ઉત્તરાધ્યાયનસૂત્રમાં કહ્યું છે : પવછોડી સંવુિં છમ્મ તવા નિMિડ્ડા (કરોડો ભવનાં સંચિત થયેલાં કમ તપથી નિર્જરિત થાય છે “આવશ્યક સૂત્રની ટીકામાં કહ્યું છે: તાપથતિ અષ્ટપ્રજા અને રૂતિ તા: આઠ પ્રકારનાં કર્મોને જે તપાવે છે તેનું નામ તપ છે.) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : તળ વોઢા નાથ (તપથી વ્યવદાન અર્થાતુ કર્મોની શુદ્ધિ થાય છે.) તપથી કર્મની નિર્જરા દ્વારા અશુભ લેશ્યાઓનો પરિહાર થાય છે અને સમ્યક્દર્શન નિર્મળ થાય છે. આમ, જૈનદર્શનમાં તપશ્ચય ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જેમ અહિંસાની બાબતમાં તેમ તપશ્ચર્યાની બાબતમાં પણ જૈન ધર્મ અન્ય ધર્મોની અપેક્ષાએ અંતિમ કોટિની વાત કરે છે. એટલે જ જેટલી ઉગ્ર તપશ્ચય જૈન લોકોમાં જોવા મળે છે, એટલી દુનિયાના બીજા કોઈ ધર્મના લોકોમાં જોવા મળતી નથી. મુલસમાનો રમઝાનના દિવસો દરમિયાન એક મહિના સુધી રોજ રોજા કરે ત્યારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાણીનું ટીપું પણ મોઢામાં નાખતા નથી. પરંતુ રાત્રે તેઓ ખાઈ શકે છે. તેમની આ તપશ્ચર્યા જૈનોના ઉપવાસની સરખામણીમાં હળવી તપશ્ચર્યા છે. છ પ્રકારની બાહ્ય તપશ્ચયમાં આત્માના અનાહરી પદનો અનુભવ કરાવનાર અનશન (ઉપવાસ)ને શ્રેષ્ઠ ગણી છે. દિવસમાં એક ટંક રસહીન લુખો આહાર લેવો તે આયંબિલ નામનું તપ છે. સંયમપાલન માટે તે ઘણું મહત્ત્વનું તપ ગણાય છે. ઉણોદારીમાં પેટ ઊણું – અધૂરું રાખીને ખાવાનું વ્રત હોય છે. વૃત્તિસંક્ષેપમાં નિશ્ચિત કરેલી વાનગીઓ જ ખાવાની હોય છે. કર્મની નિર્જરા સાથે આ પ્રકારની બાહ્ય તપશ્ચર્યા સાથે અહિંસાની ભાવના સંકળાયેલી છે, કારણ કે ઓછું ખાવાથી એટલી ઓછી જીવહિંસા થાય છે. ગાંધીજી હંમેશાં પાંચ જ વાનગી જમવામાં લેતા. એક વખત કોઈકે એમને પૂછ્યું કે પાંચ વાનગી જ ખાવાથી શો લાભ ? ગાંધીજીએ કહ્યું, “આપણી જમવાની પાંચ વાનગી નિશ્ચિત થઈ જાય અને આપણે છઠ્ઠી વાનગી ખાવામાં લેવાની નથી જ એવો આપણો નિયમ હોય તો તેથી બાકીના બધા જીવોને આપણા તરફથી અભયદાન મળે છે. ગાંધીજીના આ ઉત્તરમાં જૈનોની અહિંસાની ભાવના બરાબર વ્યક્ત થઈ છે, કારણ કે અન્નમાં પણ જીવ છે અને એ બધા જન દષ્ટિએ તપશ્ચર્યા ક ૨૦૯ Page #258 -------------------------------------------------------------------------- ________________ જીવોની હિંસા ઓછામાં ઓછી થાય એ અહિંસાની ભાવના છે. ઉપવાસમાં આ ભાવના સૌથી વધુ પોષાય છે. વાઘ આપણને ખાઈ જવા માટે ધસી આવે અને એના મુખમાંથી આપણે બચી જઈએ તો આપણને કેટલો આનંદ થાય ! વાઘ પાંજરામાં પુરાયેલો હોય તો આપણે કેટલી નિર્યતાથી આનંદપૂર્વક આમતેમ ફરી શકીએ છીએ ! એવી જ રીતે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને પાંજરામાં પૂરી દઈએ છીએ જેથી બીજા જીવોને આપણા તરફથી અભયદાન મળે છે. વનસ્પતિ, ફળફૂલ વગેરેમાં પણ જીવો છે એમ જે સમજે છે અને શ્રદ્ધાપૂર્વક માને છે એમને માટે આ વાત છે. ભગવાને આ સૃષ્ટિમાં આપણા ખાવા માટે બધા જીવો ઉત્પન્ન કર્યા છે એમ માનવાવાળાને આ સૂક્ષ્મ વાત સહેલાઈથી નહિ સમજાય. ઉપવાસ વગેરે બાહ્ય તપશ્ચર્યામાં પણ વિવિધ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તતી હોય છે. ખાવું હોય અને છતાં ખાવાનું ન મળે અને ઉપવાસ થાય એ એક સ્થિતિ છે. અને ખાવાનું મળતું હોય અને છતાં સ્વેચ્છાએ પ્રેમભાવથી, જ્ઞાનથી, શ્રદ્ધાથી, તપ કરવાની ભાવનાથી ખાવાનું ન ખાવું એ બીજી સ્થિતિ છે. બંને સ્થિતિમાં દેહને કષ્ટ પડે છે, પરંતુ એકમાં એક કષ્ટ તીવ્ર લાગે છે, બીજામાં એ એટલું તીવ્ર લાગતું નથી. પોતે ભૂખ્યા રહી પોતાના બાળકને ખાવાનું ખવડાવતી માતાને ભૂખ્યા રહેવાનું કષ્ટ ખાસ લાગશે નહિ, બલ્ક એનો બહુ આનંદ થશે. બાહ્ય તપમાં પણ આવું જ છે. એ ભાવોલ્લાસપૂર્વક કરવાનું હોય છે. ઉપવાસ કરનારને આનંદ થવો જોઈએ. તપ એટલે ઈચ્છાનિરોધ; તપ એટલે વાસનાઓ ઉપર વિજય; તપ એટલે તૃષણાનો ત્યાગ. તપમાં અભ્યાસથી આગળ વધી શકાય છે. એકાસણું પણ ન કરી શકનાર ક્રમે ક્રમે અભ્યાસથી મા ખમણ સુધી પહોંચી શકે છે. કોઈ કોઈ સ્થળે મા ખમણ કરેલાં માણસોને હરતાં ફરતાં અને બધું કાર્ય કરતાં આપણે જોઈ શકીએ છીએ ત્યારે આ વાતની સાશ્ચર્ય ટકી પ્રતીતિ થાય છે. તપશ્ચર્યા સાથે ચિત્તની પ્રસન્નતા ટકી રહેવી જોઈએ. ચિત્તની પ્રસન્નતા ટકે નહિ એટલી હદ સુધી તપશ્ચર્યા કરવાનો નિષેધ છે. “દશવૈકાલિસૂત્રમાં કહ્યું છે કે : बलं थामं च पहाए सद्धामारोग्गमप्पणो। खेतं कालं च विन्नाय तहप्पाणं निजुंजए॥ (દરેકે પોતાની શક્તિ, દઢતા, શ્રદ્ધા, આરોગ્ય તથા ક્ષેત્ર અને કાળ પ્રમાણે સમજી- વિચારીને પોતાના આત્માને તપમાં જોડવો જોઈએ) ભગવાન મહાવીરે આથી સ્પષ્ટ જ કહ્યું છે કે પોતાની શક્તિની ઉપરવટ જઈને તપશ્ચર્યા કરવી ન જોઈએ. આરોગ્ય સારું ન હોય તેવી વ્યક્તિએ પરાણે ઉપવાસ વગેરે પ્રકારની કઠોર તપશ્ચર્યા કરવાની નથી હોતી. ગર્ભવતી સ્ત્રી, બાળકને ર૧૦ 3 જૈન આચારદર્શન Page #259 -------------------------------------------------------------------------- ________________ સ્તનપાન કરાવતી માતા કે રોગિષ્ઠ સ્ત્રી-પુરુષને આવી તપશ્ચર્યા કરવાની સખ મનાઈ શાસ્ત્રકારોએ ફરમાવેલી છે. તપ ત્યાં સુધી જ કરવાનું હોય છે જ્યાં સુધી ઇન્દ્રિયો જાગ્રત હોય છે અને ચિત્ત સ્વસ્થ અને નિર્મળ હોય છે. ઉપાધ્યાય યશોવિજયજીએ “જ્ઞાનસારમાં તપના અષ્ટકમાં કહ્યું છે : तदेह हि तपट कार्य दुनिं यत्र नो भवेत् । येन यागो न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ॥ ચિત્તમાં ધ્યાન ન આવી જાય, યોગોને હાનિ ન પહોંચે અને ઇન્દ્રિયો ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધી જ તપ કરવું જોઈએ.] આમ, જૈન ધર્મ તપશ્ચર્યામાં સરળ મધ્યમ માર્ગ ન સ્વીકારતાં ઉગ્ર તપશ્ચર્યા ઉપર ભાર મૂક્યો છે. પરંતુ તે મનના ભાવો ન બગડે અને ઇન્દ્રિયો અસ્વસ્થ ન બને ત્યાં સુધી. અલબત્ત, ઉગ્ર તપશ્ચર્યા કરનારે વિશેષ સાવધ રહેવાની જરૂર છે. વધુ પડતું શાન જો પચાવ્યું ન હોય તો જેમ અહંકાર જન્માવે છે, તેમ વધુ પડતું તપ જો આત્મસાત્ ન થાય તો ક્રોધ જન્માવે છે. વધુ પડતા તપથી ક્યારેક જડતા અને યાંત્રિકતા આવે છે. તપથી દેહ શુદ્ધ થવો જોઈએ અને આત્મા પવિત્ર બનવો જોઈએ. પરંતુ ભાવવિહીન યંત્રવતુ તપ કરનારમાં કેટલીક વાર ખાસ કઈ પરિવર્તન દેખાતું નથી. એવું તપ ળ આપે છે ખરું, પણ ઘણું ઓછું. ભગવાન મહાવીર સ્વામીના પૂર્વના સમયમાં તામલી નામનો તાપસ થઈ ગયો. તે ઘણી ઉગ્ર તપશ્ચર્યા કરતો. માસખમણના પારણે માસખમણ કરતો અને પારણામાં જે આહાર લેતો તે વારંવાર ધોઈને રસકસહીન બને પછી લેતો. આટલી બધી ઉગ્ર તપશ્ચય તે કરતો, પરંતુ તે ભાવોલ્લાસ વગર, યંત્રવતુ કરતો. એટલે તેને કેવળજ્ઞાન થયું નહિ. માત્ર દેવગતિ મળી. ભાવોલ્લાસ સાથે એથી ઘણી ઓછી તપશ્ચર્યા એણે કરી હોત તોપણ એને કેવળજ્ઞાન પ્રાપ્ત થાત. બાલ તપશ્ચર્યા એટલે ભાવ વગર, અજ્ઞાનપૂર્વક કરેલી તપશ્ચર્યા મુક્તિ અપાવતી નથી. માટે જ કહ્યું છે: ન હુ વાતવેગ મુવતિ તો પછી પ્રશ્ન થશે કે શું તપશ્ચર્યા કરવી જ નહિ ? માત્ર લાંઘણ કરતા હોય એવી તપશ્ચર્યાથી ફાયદો શો ? એનો જવાબ એ છે કે તપશ્ચર્યા બિલકુલ ન કરતા હોય અને ભોગવિલાસ તથા પ્રમાદમાં સમય વિતાવતા હોય તેના કરતાં લાંઘણ જેવી તપશ્ચર્યા પણ સારી. જેઓ આજે એવી તપશ્ચર્યા કરતા હશે તેઓ કાલ ભાવપૂર્વક કરશે. જે તપશ્ચર્યામાં કર્મની નિર્જરા થવા કરતાં કર્મોનો બંધ વધારે થતો હોય, તેવી તપશ્ચર્યા ન કરવી જોઈએ. અને દષ્ટિએ તપશ્ચર્યા ૨૧૧ Page #260 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય રીતે અજ્ઞાનપૂર્વક તપ કરનારાઓનો વર્ગ જેમ મોટો હોય છે તેમ તપની અજ્ઞાનપૂર્વક ટીકા કરનારો વર્ગ પણ મોટો હોય છે. ખાધેપીધે સુખી હોય અને એને લીધે તપ કરવાની જેમને બિલકુલ રુચિ થતી ન હોય તથા તપનો જરા પણ મહાવરો ન હોય તેવા લોકો બાલતપ કરનારા થોડા લોકોનો ખોટો દાખલો આગળ ધરી તપ કરનારા લોકોને માટે ટીકા કરવા મંડી જતા હોય છે. એમની ત્રિકા કેટલીક વાર અસંપ્રજ્ઞાતપણે એમની અશક્તિમાંથી પ્રગટ થતી હોય છે. જેમણે થોડી પણ ભાવપૂર્વક તપશ્ચર્યા કરી છે જેથી વ્યક્તિ સામાન્ય રીતે તપશ્ચર્યાની વિરોધી હોતી નથી. અલબત્ત, બાહ્ય તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું છે, એ નિઃસંશય છે. પરંતુ એથી બાહ્ય તપનો નિષેધ કરવામાં નથી આવ્યો. ખુદ ભગવાન મહાવીરે બાહ્ય અને આત્યંતર એમ બંને પ્રકારની તપશ્ચર્યા કરી છે. બધા જ તીર્થંકરોના જીવનમાં બાહ્ય તપશ્ચર્યા પણ જોવા મળશે. દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ વખતે બધા જ તીર્થકરોના જીવનમાં અનશન – બાહ્ય તપ અચૂક હોય છે. સંસારમાં બધા જીવો એકસરખી રુચિ, કક્ષા અને શક્તિવાળા નથી હોતા. એટલે જ બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના તપમાં પેટાપ્રકારો બતાવાયા છે, અને દરેકે પોતાની રુચિ, કક્ષા અને શક્તિ અનુસાર તપની પસંદગી કરવાની હોય છે. અને તેમાં પોતાના આત્માની શક્તિને ફોરવીને ઉચ્ચતમ તપશ્ચર્યા સુધી પહોંચવાનું હોય છે. તપશ્ચય વર્તમાન જીવનમાં માણસને માટે શ્રેયસ્કર નીવડે છે અને આત્મા માટે મોક્ષપથગામિની બની શકે છે. એટલા માટે જ જૈન ધર્મે તપને ઉત્કૃષ્ટ મંગલમાં સ્થાન આપ્યું છે, પંચાચારમાં સ્થાન આપ્યું છે, નવ પદમાં સ્થાન આપ્યું છે અને વીસ સ્થાનકમાં સ્થાન આપ્યું છે. ૨૧૨ ની જૈન આચારદર્શન Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં વૃક્ષારોપણ કર્યા પછી રક્ષામંત્ર બોલતા, ( શ્રી રાકેશભાઈ સાથે દાંડીયા રાસ રમી. પ્રભુ ભક્તિનો આનંદ માણતા રમણભાઈ Page #262 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૧-૯-૮૪ આત્માનંદ જૈન સભા યોજિત આચાર્ય વિજય વલ્લભસૂરિના ૩૦મા સ્વર્ગારોહણ મહોત્સવ પ્રસંગે પ્રવચન આપતા. આચાર્ય પદ્મસાગરસૂરિ મહારાજ સાહેબને પુસ્તક વહોરાવતા રમણભાઈ Page #263 -------------------------------------------------------------------------- ________________ પૂ. જંબુવિજય મહારાજની નિશ્રામાં પાટણ પાસે ચારૂપ તીર્થમાં યોજાયેલા જૈન સાહિત્ય સમારોહમાં ડૉ. રમણભાઈ શ્રીમદ્ ‘રાજચંદ્ર આશ્રમ' ધરમપુરમાં શ્રી રાકેશભાઈ સાથે વિચાર વિનિમય કરતા રમણભાઈ. નાગ] Page #264 -------------------------------------------------------------------------- ________________ રાંત વિરજી મહારા6ીન' | સુવાક SHRIRS આચાર્ય પદ્મસાગર મહારાજની નિશ્રામાં આચાર્ય આ બુદ્ધિસાગરજી મહારાજના જન્મદિન ગુણાનુવાદ કરતા રમણભાઈ પાલીતાણા તીર્થમાં આચાર્ય પ્રધુમ્નસૂરિ આયોજિતા સેમિનારમાં પૂ. હીરવિજયસૂરિ પર પ્રવચન આપતા. Page #265 -------------------------------------------------------------------------- ________________ . ગ્રામ ની પૂ. વિજયરામચંદ્રસૂરિ મહારાજની નિશ્રામાં મુંબઈમાં લાલબાગ ઉપાશ્રયમાં પ્રવચન આપતા રમણભાઈ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં મહાવીર જયંતિ પ્રસંગે પ્રવચન આપતા. Page #266 -------------------------------------------------------------------------- ________________ FRIER વનવિ COT Fઝને ફિલ્મી કલિકુંડ, ધોળકામાં અખિલ ભારતીય જૈન પત્રકાર કાર પરિષદમાં વક્તવ્ય આપતા – ૧૯૯૦. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં – નાટક ‘ભરત બાહુબલિ'ની સફળતા માટે કલાકારોને પ્રશંસા અને પ્રોત્સાહનના શબ્દો કહેતા રમણભાઈ. Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી લીલાબેન ગફૂરભાઈ મહેતાની માંદગી પ્રસંગે શાંતિ માટે સ્તોત્ર સંભળાવતા રમણભાઈ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં પૂ. ભાનુવિજયજી મહારાજનું વાત્સલ્ય ઝીલતા રમણભાઈ. www.jainenbrary.org Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં દિવાળી મહોત્સવ જોઇ પ્રસંગે પ્રવચન આપતા. દ 23-2 રાણકપુર તીર્થમાં આદીશ્વર ભગવાનના દર્શન કરતાં િિા રમણભાઈ, તારાબહેન અને ચિ. ગાર્ગી, નાળ Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રતિસેવના કોઈકના માંદગીના સમાચાર સાંભળતાં આપણાથી સહજ પુછાઈ જાય છે, “શું થયું છે ?” સામાન્ય રીતે કોઈક રોગનું નામ કહેવાય છે. દાક્તર રોગનું બરાબર નિદાન કરે તે પછી ઉપચાર થાય છે. કોઈક વખત એવું પણ સાંભળીએ છીએ : “છેલ્લી ઘડી સુધી શું રોગ હતો તે જ ખબર ન પડી. યોગ્ય નિદાન થયું નહિ અને માણસ મૃત્યુ પામ્યો.” કોઈક વખત એવું સાંભળીએ છીએ: “નિદાન બરાબર હતું, પરંતુ દવા બરાબર નિયમિત થઈ નહિ'. તો કોઈ વખત એવું સાંભળીએ છીએ કે: “નિદાન બરાબર હતું. પરંતુ દવા લાગુ પડી નહિ, કારણ કે રોગ ઘણો આગળ વધી ગયો હતો'. રોગ થવો, એનાં કારણોની તપાસ થવી, યોગ્ય નિદાન થવું, ઉપચાર નક્કી થવો, ઉપચારનો તરત બરાબર અમલ થવો અને દર્દી સાજો થવો – આ બધા તબક્કામાં જેઓ અત્યંત સાવધ રહી ચીવટપૂર્વક વર્તે છે તે રોગથી મુક્ત થઈ શકે છે. જેમ શરીરના રોગ હોય છે એમ મનના અને આત્માના રોગ પણ હોય છે. શરીરના રોગનાં ચિહનો તરત નજરે પડે. પરંતુ મન અને આત્માના રોગનાં ચિહ્નો જણાતાં વાર લાગે છે. ક્યારેક જણાતાં પણ નથી. વળી તેના ઉપચારો પણ સૂક્ષ્મ હોય છે અને તેનું પરિણામ ક્યારેક વિલંબિત હોય છે. રોગના નિરાકરણ માટે દર્દીએ પોતાની વાત પ્રામાણિકપણે કહી દેવી જોઈએ. એથી દાક્તરને નિરાકરણ કરવામાં અનુકૂળતા રહે છે. જો તે છુપાવે તો કેટલીક વાર ઉપચાર ઊંધા પણ પડે. - પ્રાચીન સમયનું એક સરસ દૃષ્ટાંત છે. એક તાપસ વનમાં ખૂબ તપશ્ચર્યા કરતો અને ફળફળાદિ ખાઈને પોતાનો નિર્વાહ ચલાવતો. એક દિવસ એક સ્થળેથી પ્રતિસેવના ૨૧૩ Page #270 -------------------------------------------------------------------------- ________________ બીજે સ્થળે એ જતો હતો એવામાં એને કકડીને ભૂખ લાગી હતી. પરંતુ આસપાસ ક્યાંક કશું ખાવાનું મળ્યું નહિ. એમ કરતાં કરતાં તે એક નદી પાસે આવ્યો. તેની ભૂખ વધી ગઈ હતી. એણે કેટલાક માછીમારોને નદીમાંથી માછલી પકડતા જોયા. માછીમારો પછી માછલી રાંધીને ખાવા બેઠા. તાપસને બહુ ભૂખ લાગી હતી. તાપસ માત્ર ફળાહાર કરતો હતો. પરંતુ ભૂખ બહુ લાગી હતી એટલે માછીમારોએ આપેલી માછલી એણે પેટ ભરીને ખાધી. પરંતુ એણે પહેલાં ક્યારેય માછલી ખાધી નહોતી. એટલે અજીર્ણના દોષને કારણે એને તાવ ચઢ્યો. આશ્રમમાં એ પહોંચ્યો ત્યારે એની તબિયત બગડી ગઈ. વૈદે કરેલા સામાન્ય ઉપચારોની કંઈ અસર ન થઈ, કારણ કે તાપસે વૈદને માત્ર ફળાહારની વાત કરી, માછલીની નહિ એટલે વૈદે કહ્યું, “મારા ઉપચારો ઊંધા પડ્યા છે. માટે તમારાથી જરૂર કોઈ એવી વસ્તુ ખવાઈ ગઈ હશે જે તમને યાદ આવતી નહિ હોય. માટે બરાબર યાદ કરો.” પરંતુ તાપસે ફરીથી કહ્યું કે પોતે ફળાહાર સિવાય કશું જ ખાધું નથી. વૈદના જુદા જુદા બધા ઉપચારો ઊંધા પડવા લાગ્યા. હવે તો કદાચ પ્રાણ બચશે નહિ એમ વૈદને લાગ્યું. વૈદે ફરી એક વખત તાપસને કહ્યું, “તમે જે કંઈ ખાધું હોય તે બધું હજી બરાબર યાદ કરો, કારણ કે મારા બધા ઉપચારો ઊંધા પડે છે કે તમારો જાન હવે જોખમમાં છે.' એટલે તાપસે કબૂલ કર્યું કે પોતે માછલી ખાધી છે. વૈદે તરત જ એ પ્રમાણે ઉપચારોમાં ફેરફાર કર્યા અને થોડા દિવસમાં તાપસ સાજો થઈ ગયો. જેમ તાપસની બાબતમાં તેમ પોતાના જીવનની બાબતમાં માણસ જો પોતાના દોષોનો સમયસર પ્રામાણિકપણે એકરાર કરી લે છે તો ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક નુકસાનમાંથી બચી જઈ શકે છે. સ્નાન, પ્રક્ષાલન, દંતધાવન ઇત્યાદિ દ્વારા પ્રતિદિન પોતાના દેહની શુદ્ધિ માટે મનુષ્ય જેટલો પ્રયત્નશીલ હોય છે તેટલો ચિત્તની શુદ્ધિ કે આત્માની શુદ્ધિ માટે હોતો નથી. આત્માનું સ્વરૂપ કેવું છે, આત્માના ગુણો કયા કયા છે, આત્માને કયા કયા દોષોથી બચાવવાનો હોય છે તે જે જાણે છે તે આત્માની વિશુદ્ધિ માટે પ્રયત્નશીલ રહી શકે છે. દોષોનું સેવન કરવાથી આત્મા અશુદ્ધ બને છે. આ પ્રકારના દોષસેવનને શાસ્ત્રીય પરિભાષામાં પ્રતિસેવના' કહેવામાં આવે છે. પ્રતિસેવના થવાનાં દસ મુખ્ય કારણો છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે : દ્રવિદ સેવા પviા. આ દસ પ્રકારની પ્રતિસેવના નીચે પ્રમાણે છે : (૧) દર્પ પ્રતિસેવના: અહંકારને કારણે થતી સંયમની વિરાધના. (૨) પ્રમાદ પ્રતિસેવના: મદ્યપાન, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ ૨૧૪ ક ન આચારદર્શન Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના પ્રમાદના સેવનથી જીવનમાં આવતી અશુદ્ધિ. (૩) અનાભોગ પ્રતિસેવનાઃ અનાભોગ એટલે અજ્ઞાન. એને કારણે થતાં દુષ્કર્મો. આતુર પ્રતિસેવના સુધા, તૃષા વગેરેની પીડાથી વ્યાકુળ થઈ મનુષ્ય જે પાપનું સેવન કરે તે. (૫) આત્મપ્રતિસેવનાઃ આપત્તિ આવી પડતાં થતી ચારિત્રની શિથિલતા. ચાર પ્રકારની મુખ્ય આપત્તિ ગણાવાય છે : (અ) દ્રવ્યાપત્તિ યોગ્ય આહાર આદિ ન મળે), (બ) ક્ષેત્રાપત્તિ (ભયંકર જંગલ કે અનાર્ય પ્રદેશમાં સંયમ ન સચવાય), (ક) કાલાપત્તિ (દુકાળ, રેલ, ધરતીકંપ વગેરે કુદરતી સંકટોમાં વ્યાકુળ થઈ મનુષ્ય અકાર્ય કરે, (ડ) ભાવાપત્તિ માંદગી, અસ્વસ્થતા વગેરેને કારણે મનુષ્યચિત્ત ઉપરનો સંયમ ગુમાવી બેસે તે). (૬) સંકીર્ણ પ્રતિસેવનાઃ આહાર વગેરેમાં દોષની શંકા થવા છતાં તેનો ઉપયોગ કરવાથી થતી વિરાધના. (૭) સહસાકાર પ્રતિસેવના અચાનક વગર વિચાર્યું થઈ તું અનુચિત કાર્ય. (૮) ભય પ્રતિસેવના: અપમાન, લોકનિંદ્ય, સજા, મૃત્યુ ઈત્યાદિના લયને કારણે મનુષ્ય અસત્ય બોલે, બીજા ઉપર આળ ચડાવે અથવા નિંદા કરે, ભયને ભૂલવા વ્યસનો સેવે ઈત્યાદિ અકાર્ય. (૯) પ્રદોષ પ્રતિસેવનાઃ ક્રોધ વગેરે કષાય દ્વારા થતી અશુદ્ધિ. (૧૦) વિમર્શ પ્રતિસેવના કોઈની પરીક્ષા કે કસોટી કરવાના ઇરાદાથી જાણીજોઈને ખોટો આરોપ મૂકવામાં આવે તેવું કાર્ય. ચિત્તશુદ્ધિ માટે આ દસ પ્રકારની પ્રતિસેવનાથી બચવાની આવશ્યકતા છે. જીવન એટલું બધું સંકુલ અને ગહન છે કે પ્રતિસેવનારૂપી સૂક્ષ્મ રોગ ક્યારે ચિત્તમાં પેસી જાય છે તેની ખબર પડતી નથી. એ રોગનું નિદાન વ્યક્તિએ પોતે કરવાનું રહે છે અને નિદાન થયા પછી તેનો ઉપચાર પણ તરત કરવાનો રહે છે. પોતાના જીવનમાં આવી જતી ત્રુટિ કે અશુદ્ધિની શોધ અને બુદ્ધિ માટે માણસ જો વિલંબ કરે તો ગલમાં પોતાના બંને પગમાં વાગેલા કાંટાઓ તરત દૂર ન કરનાર શિકાર જેમ સિંહના હુમલા વખતે દોડી ન શક્યો અને સિંહના શિકારનો ભોગ બન્યો તેના જેવી સ્થિતિ થાય. દોષરૂપી કાંટાના તત્કાળ શોધનની આવશ્યકતા ઉપર એટલા માટે જ શાસ્ત્રકારોએ ભાર મૂક્યો છે. રોગની જેમ દોષોની બાબતમાં પણ મનુષ્ય પ્રમાદી બની જાય છે. એટલા માટે જ પોતાના જીવનવ્યવહારનું પ્રતિક્ષણ અવલોકન કરવું અને દોષોનું તત્ક્ષણ શોધન કરવું એ ઉત્તમ પુરુષોનું લક્ષણ ગણાયું છે. પ્રતિસેવના એક ૨૧૫ Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગ ઉપર” શબ્દ સંસ્કૃત ભાષાનો છે. એના જુદા જુદા અર્થ થાય છે. જેમ કે (૧) માંદગી, વ્યાધિ, (૨) દુર્ભાગ્ય, (૩) ઈજા અથવા હાનિ, ) ગ્રહણ, (૫) ભૂતપ્રેતાદિનો વળગાડ, (૬) મૃત્યુ આવવાની નિશાની અથવા આગાહી, (૭) અપશુકન, (૮) મરણનો ભય, (૯) આફત, (૧૦) વ્યાકરણમાં અવ્યયનો એક પ્રકાર – ધાતુની આગળ અથવા ધાતુ પરથી બનેલા નામની આગળ જોડાતો શબ્દ, (૧૧) મહાકાવ્યનો એક નાનો ખંડ, (૧૨) દેવ, મનુષ્ય વગેરે તરફથી થતી કનડગત. જૈનોમાં ૩પ' શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક પારિભાષિક અર્થમાં વપરાય છે. સંસ્કૃત “૩ાસ' ઉપરથી આવેલો પ્રાકૃત – અર્ધમાગધી શબ્દ “વસ' પણ વપરાય છે. “ISi' સૂત્રકતાંગ) નામના આગમગ્રંથમાં “વસ' ઉપર એક અધ્યયન પણ આપેલું છે. “વસ - ટુરમ્' નામનું ચમત્કારિક સ્તોત્ર જૈનોમાં સુવિખ્યાત છે. અનેક ધાર્મિક તથા અન્ય પ્રસંગોએ એ સ્તોત્રનું પઠન થાય છે. ભદ્રબાહુરચિત મનાતા એ મંત્રગર્ભિત સ્તોત્રનો નીચેનો શ્લોક મંગલ સ્તુતિ – માંગલિક તરીકે બોલવા - સંભળાવવાની પરંપરા પણ જૈનોમાં પ્રચલિત છે. उपसर्गाठ क्षयं यान्ति, छिद्यन्ते विजवल्लयः । मन प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ।। જૈન પરંપરામાં ઉપસર્ગનો અર્થ થાય છે આવી પડેલું ભયંકર કષ્ટ. ક્યારેક એ કષ્ટ મારણાત્તિક પણ હોય છે, એટલે કે મૃત્યુમાં પરિણમનારું હોય છે. જૈન શાસ્ત્રકારોએ ૩પસf-૩વસ ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે: () ૩૫ + મૃગુ = જોડાવું जीव उपसृज्यते सम्वध्यते पीडादिभिः सह यस्मात् तत् उपसर्गः | જેના વડે જીવ પીડા વગેરે સાથે સંબંધોવાળો થાય છે તે ઉપસર્ગ કહેવાય ૨૧૬ જૈન આચારદર્શન Page #273 -------------------------------------------------------------------------- ________________ - (૨) ૩૫ = સામવેર કૃ = વિસ; __उपसरंति इति उपसर्गा।। [જે પાસે આવે છે અને પીડિત કરે છે તે ઉપસર્ગ.] (३) उवसृजन्ति वा अनेन - उपसर्गा જે કષ્ટનું ઉપસર્જન કરે છે, એટલે કે જે કષ્ટને ઉત્પન્ન કરે છે તે ઉપસર્ગ.) (૪) ૩;બ્રકૃચતે – ક્ષિAતે વ્યિને પ્રાધા ધર્માિિમત્યુિ - . (જે પ્રાણીને ધર્મથી ખેંચી લે છે, યુત કરે છે તે ઉપસર્ગ) (૬) ૩પસ ઉપદ્રવ8/ હેમચંદ્રાચાર્ય, “અભિધાનચિંતામણિ' નામના કોશમાં કહે છે કે ઉપસર્ગ એટલે ઉપદ્રવ (૬) ૩પસનું વેવારિવતાનું ઉપદ્રવાના દેવો વગેરેએ કરેલો ઉપદ્રવ તે ઉપસર્ગ.]. ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકારો છે : (૧) દેવતાકૃત, (૨) મનુષ્યકત અને (૩) તિર્યચકૃત. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૧મા અધ્યયનમાં કહ્યું છે કે: दिव्वे य जे उवसग्गे तहा तिरिच्छ माणुस्से। जे भिक्खू सहइ निच्वं તે ન મ9 મતે તે - જે ભિક્ષ દેવતા, તિર્યત અને મનુષ્ય કરેલા બઉપસર્ગોને નિત્ય સહન કરે છે, તે મંડલમાં રહેતો નથી. અર્થાત્ તેને આ સંસારરૂપી મંડલમાં પરિભ્રમણ કરવું પડતું નથી.. કેટલીક વાર માણસને માથે આવી પડેલા કષ્ટ કે સંકટનું વ્યાવહારિક બુદ્ધિગમ્ય નિરાકરણ થઈ શકતું નથી. કોઈક અતીન્દ્રિય શક્તિ એમાં કામ કરી ગઈ છે એવું માનવા મન પ્રેરાય છે. શ્રદ્ધાળુ લોકો માને છે કે ભૂત, પ્રેત, પિશાચ, વ્યંતર, શાકિની, ડાકિની, ઈત્યાદિ કોઈ દેવ-દેવી ઈરાદાપૂર્વક એ કષ્ટ આપે છે. જેને માન્યતા અનુસાર કેટલાક દેવો અદશ્ય રહીને વ્યક્તિને ત્રાસ આપવા અથવા સાધનામાંથી ચલિત કરવા, બિહામણાં દશ્યોરૂપી ઉપસર્ગો કરે છે. સંગમદેવે ભગવાન મહાવીર ઉપર કે કમઠે - મેઘમાળી દેવે ભગવાન પાર્શ્વનાથ ઉપર ઉપસર્ગો કર્યાની વાત જાણીતી છે. આવા ઉપસર્ગો દેવકૃત મનાય છે. પ્રતિસેવના ૪ ૨૧૭ Page #274 -------------------------------------------------------------------------- ________________ માણસો વેર લેવાને માટે અથવા પોતાનો એવો રોષ પ્રગટ કરવાને માટે, ગુનાની શિક્ષા કરવા માટે અથવા કેવળ પોતાના સ્થળ, નિર્દય આનંદમાં રાચવા માટે બીજને ભયંકર કષ્ટ આપે છે. એવાં કોને પરિણામે કેટલીક વાર માણસ મૃત્યુ પામે છે. ક્યારેક માણસ બીજા ઉપર વેર લેવાને માટે મંત્ર-તંત્ર વગેરેના પ્રયોગો પણ કરે છે. આ પ્રકારના ઉપસર્ગો તે મનુષ્યકત ઉપસર્ગો છે. ભયંકર હિંસક પ્રાણીઓ માણસને મારી નાખે છે. અથવા કરડીને ઘણું અસહ્ય કષ્ટ પહોંચાડે છે. વાઘ, સિંહ, ગાંડો હાથી, મગર, સાપ, વીંછી, ગરુડ વગેરે તરફથી થતા ઉપસર્ગોને તિર્યચકૃત ઉપસર્ગ કહેવામાં આવે છે. આ ત્રણ પ્રકારના મુખ્ય ઉપસર્ગો ઉપરાંત “આત્મસંવેદનીય' નામનો ચોથો પ્રકાર પણ બતાવવામાં આવે છે. “અર્થ કલ્પલતામાં લખ્યું છે કે – उपसर्गाः दिव्य - मानुष - तैरश्चऽत्मसंवेदनीयभेदाच्चतुर्विधा । (चउव्विहा उवसग्गा पण्णत्ता। तं जहा दिव्वा माणुसा तिरिक्खजोणिया રાયસંન્નિા ) આત્મસંવેદનીય એટલે અશાતા વેદનીય કર્મના ઉદયથી શરીરને ભોગવવી પડતી અસહ્ય વેદના. આ વેદના, કષ્ટ, દુઃખ, આત્માને માટે ઉપસર્ગ સમાન બને છે. આવા પ્રસંગે દેવ, મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ નથી હોતો, પરંતુ પોતાનાં પૂર્વસંચિત તીવ્ર અશુભ કર્મોનો ભારે ઉદય ઉપસર્ગ સમાન બને છે. ઉપસર્ગના બાહ્ય અને આત્યંતર એવા પ્રકારો પણ પાડવામાં આવે છે. બાહ્ય શારીરિક કષ્ટવાળા ઉપસર્ગો તે બાહ્ય અને રોગાદિથી થતા આત્મસંવેદનીય પ્રકારના ઉપસર્ગ તે આત્યંતર ઉપસર્ગ કહેવાય છે. સાધુઓ જેમ સ્વેચ્છાએ સમતાભાવથી પરીષહ સહન કરે છે તેમ તેઓએ મનુષ્ય, દેવતા વગેરે દ્વારા થતા ઉપસર્ગો પણ સમતાભાવથી સહન કરવા જોઈએ. એ વખતે મનમાં જરા પણ ક્રોધ, ક્લેશ વગેરે ન આણવાં જોઈએ અને કસોટીમાંથી પાર પડવાનું લક્ષ્ય રાખવું જોઈએ. સાચા મુમુક્ષુ સાધુઓએ દુઃખ કે કષ્ટ આવી પડે ત્યારે પણ સમતાભય જીવન જીવવું જોઈએ. ભયંકર કર્મોની નિર્જરા માટે પોતાને એક અપૂર્વ નિમિત્ત મળ્યું છે એમ સમજવું જોઈએ. અલબત્ત એવી મનની સ્થિતિએ કોઈ વિરલ મહાત્માઓ જ પહોંચી શકે. શાસ્ત્રકારે આ ચાર મુખ્ય ઉપસર્ગના સોળ પેટાપ્રકાર નીચે પ્રમાણે કહ્યા છેઃ ૧. દેવકૃત ઃ (૧) રોગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી અથવા પરીક્ષાથી વેદના સહન કરી શકે છે કે નહિ તે દઢતા જોવા માટે પરીક્ષા કરવી તે). (૪) ૨૧૮ જૈન આચારદર્શન Page #275 -------------------------------------------------------------------------- ________________ પૃતિમાત્રા (ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વૈક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે). ૨.મનુષ્યકૃત (૧) રાગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી, (૪) કુશીલથી (ઉ.ત., બ્રહ્મચારીથી પુત્ર થાય તે બળવાન હોય છે એમ ધારીને કોઈ સ્ત્રી ધર્મવાસના વિનાના સાધુને બ્રહ્મચર્યથી ચલિત કરવા અનુકૂળ ઉપસર્ગ કરે તે.) ૩. તિર્યંચકૃત : (૧) ભયથી (મનુષ્યને જોઈને તે મને મારશે એમ ધારીને વાઘ, સિંહ વગેરે સામે ધસે તે), (૨) દ્વેષથી, (૩) આહાર માટે (ભૂખ લાગ્યાથી તેનું નિવા૨ણ કરવા માટે, વાઘ, શિયાળ, ગરુડ વગેરે ઉપસર્ગ કરે તે) અને (૪) પોતાના સંરક્ષણ નિમિત્તે સામો પ્રહાર કરે તે. ૪. આત્મવૃત અથવા આત્મસંવેદનીય (૧) વાતથી (વાયુથી), (૨) પિત્તથી, (૩) કફથી અને (૪) સંનિપાતથી થતા ભયંકર રોગરૂપી ઉપસર્ગ. આત્મસંવેદનીયના આ ચાર પેટાપ્રકાર બીજી રીતે પણ ગણાવવામાં આવે છે, જેમ કે, (૧) નેત્રમાં પડેલ કણું વગેરે ખૂંચવું, (૨) અંગોનું સ્તબ્ધિત થવું, (૩) ખાડા વગેરે ઉપરથી પડી જવું અને (૪) બાહુ વગેરે અંગોનું પરસ્પર અથડાવું. મનુષ્યના જીવનમાં વિવિધ પ્રકારની આપત્તિઓ, જાતજાતના ઉપદ્રવો અચાનક આવી પડે છે. એ વખતે સામાન્ય મનુષ્ય મૂંઝાય છે, કાયર થઈ જાય છે, દેવ-દેવીઓનું શરણું લે છે, બાધા-આખડી માને છે. શ્રદ્ધાળુ માણસો માટે, સંકટોથી બચાવનાર દેવ-દેવીઓની સ્તુતિ પણ લખાઈ છે. ‘નવરત્નમાલા’માં એક સ્તુતિમાં વિવાજ્યા દેવીને ઉદ્બોધન ક૨વામાં આવ્યું છે કે કે હે દેવી ! તું લોકોનું નીચેના ભયો તથા ઉપદ્રવોમાંથી રક્ષણ કર : ૧. અતિવૃષ્ટિ, પાણીના પૂર કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો જલ ભય,’, ૨. અચાનક આગ ફાટી નીકળવી, દેવ કંટવો કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો ‘અગ્નિભય’, ૩. સ્થાવર કે જંગમ વિષ ભય’, ૪. જુદી જુદી જાતના સાપો તરફથી થતો વિષધરભય', ૫. ગોચરમાં વિશિષ્ટ સ્થાને પડેલા ગ્રહો તરફથી થતો ‘ગ્રહચારભય’, ૬. જુદાં જુદાં અનેક કારણોથી ઉત્પન્ન થતો ‘રાજભય’, ૭. કફ, પિત્ત અને વાયુનાં જુદાં જુદાં કારણોથી ઉત્પન્ન થતો ‘રોગભય’, ૮. લડાઈ કે યુદ્ધનો ભય, ૯. રાક્ષસનો ભય, ૧૦. શત્રુ-સમૂહનો ભય, ૧૧. મરકી કે અન્ય જીવલેણ રોગ ફાટી નીકળવાથી ઉત્પન્ન થતા ઉપદ્રવનો ભય, ૧૨. ચોર-ડાકુ તથા ધાડપાડુ પ્રતિસેવના * ૨૧૯ Page #276 -------------------------------------------------------------------------- ________________ વગેરેનો ઉપદ્રવ, ૧૩. ઉંદર, તીડ વગેરે સાત પ્રકારની ઇતિઓથી ઉત્પન્ન થતો ઉપદ્રવ, ૧૪. સિંહ, વાઘ, વરુ, રીંછ વગેરે શિકારી પશુઓથી ઉત્પન્ન થતો ઉપદ્રવ અને ૧૫-૧૬. ભૂત, પિશાચ વગેરે હલકી કોટિના દેવોનો તથા શાકિની, ડાકિની વગેરે હલકી કોટિની દેવીઓનો ઉપદ્રવ.. ઋષિમંડળ સ્તોત્ર’માં સિંહ, હાથી, પત્નગ, વૃશ્વિક, રાક્ષસ, કુગ્રહ, તસ્કર, દુર્જન શત્રુ, ડાકિની, શાકિની, વ્યંતરી વગેરે અડતાલીસ પ્રકારના ભય સામે રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવી છે. લોકપ્રચલિત ઉપદ્રવો કેવા કેવા હોય છે તેનો ખ્યાલ આના ઉપરથી આવે છે. દેશકાળ અનુસાર કેટલાક ઉપદ્રવો અલ્પ, હળવા કે લુપ્ત થઈ જાય છે, તો કેટલાક નવા પ્રકારના ઉપદ્રવો અસ્તિત્વમાં આવે છે. રેલ, ધરતીકંપ, જ્વાળામુખીનું ફાટવું વગેરે પ્રકારના કુદરતી ઉપદ્રવો હોય છે. અલબત્ત, એ બધા વ્યક્તિલક્ષી નથી હોતા, સર્વ સામાન્ય હોય છે, પરંતુ તે અનેકના જીવનનો અંત આણે છે. ક્ષેપકાસ્ત્ર, બૉમ્બ, મશીનગન વગેરે ઘાતક શસ્ત્રોના પ્રચાર પછી માનવસર્જિત ભયંકર ઉપદ્રવો અનેક નિર્દોષ લોકોનો સંહાર કરે છે. આવાં શસ્ત્રો દ્વારા બીજાનો જીવ લેવાનું સરળ થઈ ગયું છે. માણસને ખબર ન પડે એવી રીતે ક્ષણવારમાં એના પ્રાણ હણાઈ જાય છે. એમાં શારીરિક કષ્ટ કે વેદનાને ખાસ અવકાશ હોતો નથી. આવા પ્રકારના ઉપદ્રવોમાંથી કર્મક્ષયની દૃષ્ટિએ ઉપકારક એવા ઉપસર્ગો કેટલા તે વિચારણીય વિષય છે. ઉપસર્ગનાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ છ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ઉપસર્ગના પ્રતિલોમ અને અનુલોમ એવા બે મુખ્ય પ્રકાર પણ દર્શાવવામાં આવ્યા છે. પ્રતિલોમ એટલે પ્રતિકૂળ અર્થાત્ શરીરને અતિશય કષ્ટ આપનારા ઉપસર્ગો, જે સાધકોમાં સ્થિરતા, અચલતા આવી નથી હોતી તેવા નિર્બળ સાધકો ઉપસર્ગ સહન કરવાની વાતો શૂરવીરતાપૂર્વક કરે છે, પરંતુ ખરેખર ઉપસર્ગ આવી પડે છે ત્યારે ડરી જાય છે, ડગી જાય છે, સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે. જે સાધકો સંયમસાધનામાં અડગ હોય છે તે સાધકો ભયંકર ઉપસર્ગોમાં પણ ડગી જતા નથી. ગજસુકુમાલ, અવંતીસુકુમાલ, ખંધક મુનિ, મેતાર્ય મુનિ વગેરે સાધકોએ પ્રતિકૂળ ઉપસર્ગો ઉપર વિજય મેળવ્યો હતો. અનુલોમ ઉપસર્ગ એટલે અનુકૂળ ઉપસર્ગ. પ્રતિલોમ ઉપસર્ગ કરતાં પણ ક્યારેક અનુકૂળ ઉપસર્ગ ઉપર વિજય મેળવવાનું કઠિન બને છે. સાધક પોતાની સંયમસાધનામાં મગ્ન હોય તેવે વખતે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર ઇત્યાદિ ૨૨૦ * જૈન આચારદર્શન Page #277 -------------------------------------------------------------------------- ________________ સ્વજનો તરફથી અથવા કુશીલ સ્ત્રીઓ તરફથી ખાનપાન ઈત્યાદિની વધુ પડતી સંભાળ રાખવામાં આવે, વિવિધ પ્રકારની ભોજનસામગ્રી માટે લલચાવવામાં આવે, રુદન વગેરે કરી આર્ટ્સ બનાવવા કોશિશ કરે તે વખતે મમતાના ભાવથી સાધક ડગી જઈ, તેવી ભોગસામગ્રી સ્વીકારવા વશ બની જાય છે અને પરિણામે પોતાની સાધનામાંથી શ્રુત થઈ જાય છે. જે સાચા મુમુક્ષુ સાધકો હોય છે તેઓ આવા અનુકૂળ ઉપસર્ગ વખતે પણ અડગ રહે છે. તેઓ પ્રલોભનથી આકર્ષાઈને સંયમથી પતિત થતા નથી. એટલા માટે “સૂત્રકતાંગમાં કહ્યું છે : संखाय पेसलं धम्म િિ નિવૃછે. उवसग्गे नियामित्ता आमोक्खाए परिव्वएज्जासि ॥ ઉપસર્ગથી અસહ્ય પીડાનો, અશાતનો અનુભવ થાય છે. એ અશાતા જ્યારે અનુભવાય છે ત્યારે ચિત્તનું સ્વસ્થ રહેવું એ ઘણી અઘરી વાત છે. અશાતા વખતે અશાતા કરનાર પ્રત્યે ક્રોધ, વેરભાવ, તેનો નાશ કરી નાખવાની વૃત્તિ વગેરે અશુભ આવેગો અનુભવાય છે, અને તેથી નવું અશુભ કર્મ બંધાય છે. અશાતાના અનુભવ વખતે ચિત્તમાં જો સમતા, માધ્યસ્થતા અને સ્વસ્થતા રહ્યા કરે તો કર્મની ભારે નિર્જરા થાય અને નવું કર્મ બંધાય નહિ પરંતુ એવી સ્થિતિએ તો કોઈ વિરલ મહાત્માઓ જ પહોંચી શકે. જ્ઞાનસારના એક અષ્ટકમાં ઉપાધ્યાય વશેવિજયજી કહે છે: विषं विषस्य करनेध वह्निरेव यदौषधम् । तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न मिठ ॥ વિષનું ઔષધ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે; એ સાચું છે, કારણ કે ભવથી સંસરથી) ભય પામેલાને ઉપસર્ગો પ્રાપ્ત થાય તોપણ ભય હોતો નથી.] મન, વચન, કાયા એ ત્રણ દ્વારા શુભાશુભ કર્મો બંધાય છે. ઓછાં કર્મો બંધાય એટલા માટે સાધુઓએ પાંચ મહાવ્રતના પાલન સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું મન-ગુપ્તિ, વચનગુપ્તિ અને કાય-ગુપ્તિ એ ત્રણ ગુપ્તિનું પાલન કરવાનું હોય છે. એમાં કાયપ્તિના બે પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ ૧. ચેષ્ય – નિવૃત્તિરૂપ કાયગુપ્તિ અને ૨. યથાસૂત્ર ચેઝ – નિયમિનીરૂપ કાયગુપ્તિ. ઘોર ઉપસર્ગ વગેરે થવા છતાં જે મહાત્માઓ પોતાની કાયાને જરાય ચલાયમાન થવા નથી દેતા તે એમની ચેષ – નિવૃત્તિરૂપ કાલગુપ્તિ છે. કેવલી ભગવંતો ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધ કરે છે તે પણ ચેઝનિવૃત્તિરૂપ કાલગુપ્તિ કહેવાય છે.) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કાયાનું મર્યાદિત, સંયમિત, હલનચલન – પ્રતિસેવના આ ૨૨૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ ગમનાગમન કરવું તે યથાસૂત્ર ચેઝ નિયમિનીરૂપ કાયગુપ્તિ કહેવાય છે. આથી જેમ જેમ કાયપ્તિનો અભ્યાસ થતો જાય તેમ તેમ ઉપસર્ગો સહન કરવાની, ઉપસર્ગ વખતે દઢ સમતા ધારણ કરવાની શક્તિ આવે છે. જે મહાત્માઓ દેહાતીતપણાના ભાવમાં મગ્ન હોય છે તેમને તો પોતાને ઉપસર્ગ થયો હોવા છતાં તે થયાનો ખ્યાલ પણ નથી આવતો. ઉપસર્ગ એમને માટે ઉપસર્ગ રહેતો નથી. શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસરમાં કહ્યું છે : આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની. મુખ્યપણે તો વર્તે દેહપયત જો, ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો.’ ઉપસર્ગ અને કાયાક્લેશ નામની તપશ્ચર્ય વચ્ચે તફાવત છે. ઉપસર્ગમાં આવી પડેલું કષ્ટ હોય છે. કાયક્લેશ નામની તપશ્ચર્યામાં સ્વેચ્છાએ હર્ષપૂર્વક કાયાને કષ્ટ આપવાનું હોય છે. એટલા માટે કાયક્લેશની ગણના બાહ્ય તપના એક પ્રકાર તરીકે થાય છે. ગૃહસ્થ કરતાં સાધુ-સંન્યાસીઓ આવું તપ વિશેષ કરતા હોય છે. શરીર જકડાઈ જાય ત્યાં સુધી એક આસને બેસી રહેવું કે ઊભા રહેવું, ખીલા પર સૂઈ જવું, અંગારા ઉપર ચાલવું, સૂર્ય સામે એકીટશે જોયા કરવું, હાથપગે બેડીઓ પહેરી રાખવી, શરીરે ચાબખાનો માર મારવો ઈત્યાદિ પ્રકારની ક્રિયાઓ કાયલેશના પ્રકારની ગણાય છે. એથી કર્મની નિર્જરા થાય છે, પરંતુ એમાં સાધકો સામેથી હર્ષ કે સ્વેચ્છાપૂર્વક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે, એટલે એને ઉપસર્ગ કહી શકાય નહિ. પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્ત્વિક ભેદ એ છે કે પરીષહ સામાન્ય રીતે સઘસહન કરી શકાય એવો હોય છે. એમાં તાત્કાલિક મૃત્યુનો ડર નથી હોતો. ઉપસર્ગ વધુ ભયંકર હોય છે. કેટલાક ઉપસર્ગો સામે માણસ ટકી શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાત્ત હોય છે. પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કસોટી થાય છે. ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર જેવા તીર્થકરોના જીવનમાં પણ ઉપસર્ગોની ઘટના બની છે, પરંતુ તેઓ ઉપસર્ગોથી ચલિત થયા નથી. તીર્થકરો ઉપસર્ગને નમાવનારા હોય છે. માટે તેઓ નમસ્કારને યોગ્ય હોય છે. એટલા માટે કહેવાયું છે : रागदोसकसाह इंदियाणि अ पंच वि। परिसहे उपसग्गे नामयंता नमोऽरिहा ॥ રિાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરીષહ અને ઉપસર્ગને નમાવનાર અરિહંતોને નમસ્કાર હો.] રરર જન આચારદર્શન Page #279 -------------------------------------------------------------------------- ________________ વળી કહેવાયું છે : इंदियाविसय कसाये परिसहे वेयणा उवसग्गे। एए अरिणो हन्ता अरिहंता तेण वुच्चंति ॥ [ઇન્દ્રિય, વિષય, કષાય, પરીષહ વેદના, ઉપસર્ગ રૂપી એ દુશમનોને હણનાર હોવાથી તેઓ અરિહંત કહેવાય છે.) તીર્થંકર પરમાત્માઓ પણ ઉપસર્ગથી મુક્ત નથી હોતા. પૂર્વે કરેલાં ભારે નિકાચિત કર્મોનો ઉદય થાય ત્યારે તે ભોગવવાં જ પડે છે. ભગવાન મહાવીરે જ્યારે સંસારત્યાગ કર્યો ત્યારે ઇન્દ્ર એમને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ! આપને માથે ઉપસર્ગો ઘણા છે, માટે બાર વર્ષ સુધી હું આપનું રક્ષણ કરવા, આપની વૈયાવચ્ચે કરવા આપની સાથે રહું. પરંતુ ઈન્દ્રની એ સેવાનો પ્રભુને અનીકાર કર્યો હતો. કારણ કે પ્રભુ તો પોતાનાં ભારે કર્મો ખપાવવા માટે ઘોર ઉપસર્ગો સહન કરવા તૈયાર હતા. પોતાનાં કર્મો ખપે એટલા માટે તો તેઓ સ્વેચ્છાએ જાણીજોઈને લાઢ પ્રદેશમાં, અનાર્ય પ્રદેશમાં ગયા હતા. ઘાતી કર્મોનો ક્ષય થયા પછી એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકરો જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં બધી દિશાઓમાં મળી કુલ સવાસો યોજન જેટલા વિસ્તારમાં રોગ, વેર, ઉંદર, તીડ વગેરેનો ઉપદ્રવ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ, રમખાણો, બળવો, વિદેશી સત્તા સાથે યુદ્ધ ઈત્યાદિ પ્રકારના ઉપસર્ગો થતા નથી. તીર્થંકર પરમાત્માઓના જીવનમાં ઘાતી કર્મોના ક્ષયને કારણે જે અતિશયો થાય છે તેના પરિણામે પોતે જ્યાં વિચરતા હોય ત્યાં સવાસો યોજનાના વિસ્તારમાં આવા ઉપર્ગોનો અભાવ હોય છે. ઉપસર્ગો દ્વારા ઘોર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. સાધક મહાત્મા પોતાના જીવનમાં જ્યારે આવા ઉપસર્ગો આવી પડે છે ત્યારે તેનાથી બચવાનો પ્રયત્ન કરવાને બદલે પોતાના કર્મક્ષયને માટે આ અપૂર્વ અવસર છે એમ સમજીને સમતા ભાવથી તે ઉપસર્ગોને સહન કરી લે છે. તેઓ ઉપસર્ગ કરનાર પ્રત્યે અને ખુદ ઉપસર્ગો પ્રત્યે પણ મૈત્રીભાવ રાખે છે. એક મહાત્માએ તો ઉપસર્ગોને સંબોધીને કહ્યું છે કે હે ઉપસર્ગો ! તમારો મારા ઉપર કેટલો બધો ઉપકાર છે! તમે જો આ સંસારમાં ન હોત તો નિકાચિત ભયંકર ઘાતી કર્મોનો ક્ષય કરવામાં મને બીજું કોણ મદદ કરત? તમે છો એટલે જ અનેક મહાત્માઓ પોતાનાં ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને મુક્તિપંથગામી બની શક્યા છે.' મૃત્યુને આણનારા ઘોર, બિહામણા ઉપસર્ગો પ્રત્યે પણ કેવી સરસ સવળી તાત્ત્વિક દૃષ્ટિ જૈન ધર્મમાં પ્રર્વતે છે! પ્રતિસેવના કર૨૩ Page #280 -------------------------------------------------------------------------- ________________ પરીષહ પરીષહ જૈન પારિભાષિક શબ્દ છે. જૈન શાસ્ત્રોમાં તે અનેક સ્થળે વપરાયેલો જોવા મળે છે. “પરીષદ' શબ્દ પર + પદ ઉપરથી આવ્યો છે. એટલે ચારે બાજુથી અથવા વિશેષપણે. પરિ એટલે સહન કરવું. ૪ ની સંધિ થતાં પરિ + પર થાય છે. વિકલ્પ પરીસહ, પરિસહ પરીષહ પણ લખાય છે.) પરીષહની સાદી વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે પરીષતે રૂતિ પરીષહ8I (દિનેતે રૂતિ સદા ) એટલે કે સારી રીતે સહી શકાય એમ છે અથવા જે સારી રીતે સહન કરી લેવા જોઈએ તે પરીષહ. સહન કરવાનું કષ્યની બાબતમાં હોય છે. કચ્ચે શારીરિક હોય છે અને માનસિક પણ હોય છે. કેટલાંક કષ્ય સુધા, તૃષાની જેમ શરીરની અંદરથી ઉત્પન્ન તવેલાં થયેલા હોય છે. અતિશય ઠંડી કે અતિશય ગરમી જેવાં કેટલાંક કણે બહારથી ઉદ્દભવેલાં હોય છે. સામાન્ય માણસોમાં હર્ષથી કષ્ટ સહન કરવાની વૃત્તિ નથી હોતી. લાચારીથી મન વગર કષ્ટ સહન કરવો પડે તે જુદી વાત છે. પોતાની શારીરિક કે માનસિક તાકાત વધારવા માટે કેટલાક માણસો સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાની ટેવ પાડે અને વધારે છે તે પણ જુદી જ વાત છે. યુદ્ધમાં સૈનિકો ભારે કષ્ટ સહન કરીને, ભૂખ કે તરસ વેઠીને, લાંબું અંતર ચાલીને પણ લડી શકે અથવા સાધારણ ઘવાયા હોય તોપણ ઝઝૂમી શકે, એ માટે તેઓને આરંભથી જ મોટાં ભારે કષ્ટ સહન કરવાની વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. મજૂરો, નોકર-ચાકરો વગેરે વર્ગ આજીવિકા માટે ભારે વજન ઊંચકવું, સતત ઊભા રહેવું, ઉજાગરા કરવા, ભૂખ્યા રહેવું વગેરે પ્રકારનાં કણે સહન કરે છે. પરંતુ જો તેમાં લાભ કે સ્વાર્થનું પ્રયોજન ૨૨૪ ૪ જૈન આચારદર્શન Page #281 -------------------------------------------------------------------------- ________________ ન હોય તો સ્વેચ્છાએ કષ્ટ સહન કરવા બહુ ઓછાં માણસો તૈયાર હોય છે. ધાર્મિક હેતુથી શ્રદ્ધાપૂર્વક કેટલાક માણસો કષ્ટ સહન કરવા તૈયાર હોય છે, પણ તેમાં ઘણી વાર તપશ્ચર્યાની ભાવના હોય છે. અગ્નિમાં ચાલવું, ખીલાની શય્યા પર સૂઈ જવું, શરીરે ચાબખા મારવા, ઊંધા લટકવું, વગેરે પ્રકારનાં કણે તેવા પ્રકારના તપસ્વીઓ સહન કરે છે. કાયક્લેશ એ એક પ્રકારનું તપ છે. યોગીઓ કષ્ટસાધ્ય એવાં આસનોમાં લાંબો સમય બેસવાનો મહાવરો રાખે છે. કેટલાક તપસ્વીઓ ઉપવાસ, આયંબિલ, એકટાણું (એકાસણું) વગેરે પ્રકારની એવી તપશ્ચર્યા કરે છે કે જેમાં શરીરને સ્વેચ્છાએ કષ્ટ આપવાનું હોય છે. પરીષહ અને આ પ્રકારની તપશ્ચર્યામાં ફરક એ છે કે પરીષહમાં કષ્ટ આવી પડે તો અને ત્યારે તેમાંથી દૂર ન ભાગતાં તે સમભાવથી સહી લેવાનું હોય છે, જ્યારે કાયક્લેશાદિ તપશ્ચર્યામાં તેવું કષ્ટ અચાનક પડેલું હોતું નથી; પણ તેવી વ્યક્તિ સ્વેચ્છાએ, સામેથી તેવું કષ્ટ સહન કરવા માટે તનમનથી સજ્જ થાય છે. ગૃહસ્થો આવી પડેલાં કોને સહન કરવા માટે સામાન્ય રીતે ઉત્સુક હોતા નથી. તેમાંથી મુક્ત થવા કે રહેવા ઉત્સુક રહેવું તેમને માટે સ્વાભાવિક હોય છે. માટે પરીષહની વાત જૈન ધર્મમાં ગૃહસ્થો કરતાં મુખ્યત્વે સાધુઓને લક્ષમાં રાખીને કહેવામાં આવી છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે ગૃહસ્થોએ ક્યારેય પરીષહનો વિચાર કરવાનો નથી. બાર વ્રતધારી શ્રાવકો કે અન્ય જે કોઈ ગૃહસ્થો સ્વેચ્છાએ સમભાવપૂર્વક પરીષહ સહન કરી લે તો તેથી તેમને પણ સંયમ, સંવર, નિર્જરાદિનો લાભ થાય છે. આમ વ્રતધારી ગૃહસ્થોને માટે અને ખાસ કરીને સાધુઓ માટે વિવિધ પ્રકારનાં શારીરિક અને માનસિક કષ્ટ એટલે કે પરીષહ સહન કરવાની વાત વ્યવસ્થિતપણે, સવિગત અને સૈદ્ધાંતિક દૃષ્ટિએ જો કોઈ ધર્મમાં કરવામાં આવી હોય તો તે જૈન ધર્મમાં જ છે. સાધુઓએ પરીષહ શા માટે સહન કરવા જોઈએ? તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ પરીષહની વ્યાખ્યા બાંધતાં લખ્યું છે: मार्गाच्यवननिर्जरार्थ परिषाढव्या8 परीषहाः । અર્થાત્ સંયમના માર્ગમાંથી ચલિત ન થવાને માટે તથા કર્મોની નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તેને પરીષહ કહેવામાં આવે છે. પરીષહની વ્યાખ્યા આપતાં અન્યત્ર કહેવાયું છે કે: क्षुधादिवेदनोत्पात्तौ कर्मनिर्जरार्थं सहनं परीषहह । ક્ષુિધા વગેરે વેદનાની ઉત્પત્તિને કર્મનિર્જરાની દૃષ્ટિથી સહન કરી લેવી તેનું નામ “પરીષહ' છે.] પરીષહ * ૨૨૫ Page #282 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસ્ત્રોમાં નીચે પ્રમાણે બાવીસ પ્રકારના પરીષહ ગણવામાં આવ્યા છે. નવતત્ત્વ પ્રકરણમાં સંવસ્તત્ત્વના વિવરણમાં કહ્યું છે : खुहा पिवासा सी उन्हं दंसा चेलारईत्थिओ। चरिया निसिहिया सिज्जा, अक्कोस वह जायण । अलमरोग तणफासा, मल सक्कार परीसहा । पन्ना अन्नाण सम्मतं इअ बावीस परीसहा ॥ ૧. સુધા, ૨. પિપાસા, ૩. શીત, ૪. ઉષ્ણ, ૫. દેશ, ૬. અચેલ, ૭. અરતિ, ૮. સ્ત્રી, ૯. ચ, ૧૦. નૈવિકી, ૧૧. શય્યા, ૧૨. આક્રોશ, ૧૩. વધ, ૧૪, યાચના, ૧૫. અલાભ, ૧૬. રોગ, ૧૭. તૃણસ્પર્શ, ૧૮. મલ, ૧૯. સત્કાર – પુરસ્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન અને ૨૨. દર્શન. ઉત્તરાધ્યયન સૂત્રનું આખું બીજું અધ્યયન પરીષહ વિષેનું છે. એમાં આ બાવીસ પ્રકારના પરીષહ સમજાવવામાં આવ્યા છે. એ અધ્યયનમાં સુધમાંસ્વામી જંબુસ્વામીને કહે છે: __इह खलु बावीसं परीषहा समणेणं भगवया महावीरणं कासवेणं पवेइया, जे भिक्खु सोच्चा नच्चा जेच्चा अभिमुय, भिक्खायरियाए परिच्चयं तो पुट्ठो ना વિટનેન્ના કાશ્યપગોત્રીય શ્રવણ ભગવાન મહાવીરે આ બાવીસ પરીષહ કહ્યા છે, જેને સાંભળીને, જાણીને, જીતીને, પરાભવ કરીને ભિક્ષુ ભિક્ષાચારીમાં જતાં જો સપડાય તો કાયર ન બને, અર્થાત્ ભિક્ષુ પરીષહથી વિચલિત ન થાય આ બાવીસ પરીષહમાંથી કેટલાક શારીરિક છે, કેટલાક માનસિક છે; કેટલાક અનુકૂળ પરીષહ છે અને કેટલાક પ્રતિકૂળ પરીષહ છે. વસ્તુતઃ જે અનુકૂળ પરીષહ હોય તે અનુકૂળતા કરીને કે પ્રમાદી ચિત્તમાં ગમવાનો ભાવ ઉત્પન્ન કરીને સાધુને સંયમમાર્ગથી ચલિત કરનાર છે. પરંતુ પરીષહથી વિચલિત ન થવું અને સંયમમાર્ગમાં દઢ રહેવું એ જ સાધુનું કર્તવ્ય છે. ભગવાન મહાવીરે સાધુઓને, સાધક આત્માઓને પરીષહ અને ઉપસર્ગ બંને સહન કરી લેવાનો બોધ આપ્યો છે. પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્ત્વિક ભેદ એ છે કે પરીષહ સામાન્ય રીતે સહ્ય હોય છે, ઉપસર્ગ વધુ ભયંકર હોય છે. કેટલાક ઉપસર્ગોની સામે માણસ ટકી શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાન્ત હોય છે. પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કસોટી થાય છે. જે પરીષહ સહન ન કરી શકે તે ઉપસર્ગ સહન ન જ કરી શકે. પરીષહ કરતાં ઉપસર્ગમાં સામાન્ય રીતે કર્મક્ષયને વધુ અવકાશ રહેલો છે. કેટલાક પરીષહ અતિશય તીવ્ર બનતાં ઉપસર્ગમાં પરિણમે છે. પરીષહથી ક્યારેક અશાતાનો, ક્રોધાદિ કષાયોનો અનુભવ થવાનો સંભવ ૨૨૬ ક જૈન આચારદર્શન Page #283 -------------------------------------------------------------------------- ________________ રહે છે. એવે વખતે સાધુઓએ ચિત્તમાં સમતા, સ્વસ્થતા ધારણ કરવી જોઈએ કે જેથી નવાં અશુભ કર્મો બંધાય નહિ, અને ઉદયમાં આવેલાં અશુભ કર્મો ભોગવાઈ જાય. એટલા માટે પરીષહ એ સંવરનું મોટું નિમિત્ત બને છે, અને કર્મક્ષય કરવામાં મદદરૂપ થાય છે. માટે જ પરીષહ અને ઉપસર્ગ પ્રત્યે સાચા સાધકે મિત્રબુદ્ધિથી જોવું જોઈએ; પોતાના ઉપર ઉપકાર થઈ રહ્યો છે એવી ઉપકારબુદ્ધિથી પરીષહ અને ઉપસર્ગ પ્રત્યે સાધુઓએ. આરાધકોએ વિચારવું જોઈએ. શાસ્ત્રોમાં ગણાવેલા બાવીસ પરીષહ નીચે પ્રમાણે છે: ૧) સુધા પરીષહઃ ' મુનિ મહારાજે સુધા સંતોષવાને અર્થે ગોચરી વહોરવા જવું પડે છે. મુનિઓએ શાસ્ત્રોમાં બતાવેલા ૪૨ પ્રકારના દોષથી રહિત હોય એવી ભિક્ષા વાપરવાની હોય છે. કોઈ વખત શાસ્ત્રાશા અનુસાર ગોચરી ન મળે તો સુધાનું કષ્ટ વેઠવાનું આવે છે. તેવે વખતે તે પરીષહ સાધુઓએ ઉલ્લાસપૂર્વક સહન કરી લેવો જોઈએ. આજ્ઞાનું ઉલ્લંઘન કરીને દોષિત ગોચરી વાપરવી ન જોઈએ. વળી દોષરહિત ગોચરી ન મળે તો તેવી ગોચરી બનાવવા માટે ગૃહસ્થને સૂચના ન કરવી જોઈએ. યોગ્ય ગોચરી મળી હોત તો સારું થાત એવો ભાવ પણ મનમાં ન આણવો જોઈએ. ગોચરી ન મળવાને કારણે મનમાં ખિન્નતા ન આણવી જોઈએ. સાધુ-ભગવંતોએ ગોચરીની બાબતમાં એવા ભાવનું સેવન કરવું જોઈએ કે પોતાને જો યોગ્ય ગોચરી મળશે તો સંયમની વૃદ્ધિ અને જ્ઞાનની આરાધના થશે તેમજ જો નહિ મળે તો તપની વૃદ્ધિ થશે અને સુધાવેદનીય કર્મનો ક્ષય થશે. હંમેશાં ઉદય ભાવમાં રહેતા સુધા વેદનીય કર્મને જીતવાનું કાર્ય ઘણું કઠિન છે. સાધુ ભગવંતોએ સુધા પરીષહ ઉપર વિજય મેળવવાનો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે: कालीप्व्वं गसं कासे किसे धनणिसं तए। मायन्ने असणपणस्स अदीनमणसो चरे ॥ ભૂખથી સુકાઈને શરીર કાગડાના પગ જેવું કૃશ થઈ જાય, નસો દેખાવા લાગે તોપણ આહારપાણીની મર્યાદા જાણનાર સાધુ મનમાં દીનતા લાવ્યા વગર વિચરે.] (૨) તુષા (પિપાસા – પીવાસા) પરીષહઃ તરસ લાગી હોય તો મુનિ મહારાજ દોષરહિત અચેત પાણી જ વાપરે. તે ન મળે તો તૃષા સહન કરે, પરંતુ ગમે તેટલી તરસ લાગી હોય તોપણ દોષયુક્ત કાચું, સચિત્ત પાણી ન વાપરે. એટલું જ નહિ, તે વાપરવાની મનમાં ઈચ્છા પણ ન સેવે. આવી રીતે ગમે તેવી તરસ લાગી હોય તો પણ તેઓ પોતાના ચિત્તને સ્વસ્થ પરીષહ ૨૨૭ Page #284 -------------------------------------------------------------------------- ________________ રાખે. (૩) શીત (સીય) પરીષહઃ શિયાળામાં ગમે તેવી કડકડતી ઠંડી પડતી હોય તોપણ મુનિ મહારાજ તે સહન કરે. ઠંડીથી બચવા માટે પોતાની વસ્ત્રની મર્યાદા ઉપરાંત વધુ વસ્ત્રો કામળી, કામળા રાખે નહિ, અને તે માટેની મનમાં ઇચ્છા પણ કરે નહિ. પોતાના મનને સ્વસ્થ અને સ્થિર શીત પરીષહને તેઓએ સહન કરી લેવો જોઈએ. (૪) ઉષ્ણ (ઉસિણ) પરીષહઃ પ્રખર ઉનાળામાં ગમે તેટલી ગરમી પડતી હોય તોપણ મુનિ ભગવંત આકુળવ્યાકુળ થયા વગર તે ગરમીથી બચવા નાનાદિ ક્રિયા ન કરે, કે જળ વગેરેનો ઉપયોગ ન કરે. વળી ઔષધકીય કે અન્ય કોઈ પણ પ્રકારનો શીતોપચાર સેવે નહિ અને તે માટે ઇચ્છા પણ ન કરે. (૫) દંસ (દંસમસગ) પરીષહઃ - શરીર ઉપર ડાંસ, મચ્છર, માખી, માંકડ વગેરે પીડા કરે તો મુનિ ભગવંત તે સમભાવથી સહન કરી લે. તે જીવોને શરીર પરથી ઉડાવવા કે ખસેડવા પ્રયત્ન કરે નહિ અને તે જીવો વિશે મનથી અશુભ પણ ચિંતવે નહિ. ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે : न संतसे न वारेज्जा मणं पि न पआसए। उवेह न इणे चाणे भुंजते मंसलोणियं ॥ માંસ અને લોહીને ચૂસે – ખાય છતાં સાધુ પ્રાણીઓને સતાવે નહિ, અટકાવે નહિ, હણે નહિ એટલું જ નહિ એ માટે પોતાના મનને પણ દૂષિત ન કરે. (૬) અચલક પરીષહઃ સાધુ મહારાજનાં વસ્ત્રો જૂનાં થઈ ગયાં હોય, ફાટી ગયાં હોય કે ચોર વગેરે કોઈ ઉઠાવી ગયા હોય તોપણ લજ્જા, ચિંતા, ખેદ ઈત્યાદિ કરે નહિ. વળી સારા વસ્ત્રની ઈચ્છા કરે નહિ. પોતાના શરીર પરનાં જીર્ણ, મલિન કે ફાટેલાં વસ્ત્રને માટે મનમાં ક્ષોભ કે દીનતાનો ભાવ આવવા દે નહિ. અથવા સારાં વસ્ત્રો મેળવવા કે પહેરવા માટેની મનમાં અભિલાષા ન રાખે. જે વસ્ત્ર મળ્યું તે સમભાવથી ગ્રહણ કરે. સારું વસ્ત્ર મળ્યું હોય તો મનમાં રાજી પણ ન થાય અને હલકું વસ્ત્ર મળ્યું હોય તો મનમાં ખિન પણ ન થાય. જિનકલ્પી સાધુઓ અથવા દિગમ્બર સાધુઓ વસ્ત્રરહિત હોય તો તેઓએ નગ્ન પરીષહને સ્વેચ્છાએ સ્વીકારી લેવો જોઈએ. તે માટે મનમાં ક્ષોભ કે લજ્જાનો ભાવ ન આવવા દેવો જોઈએ. ૨૨૮ જેન આચારદર્શન Page #285 -------------------------------------------------------------------------- ________________ (૭) અરતિ (અરઈ) પરીષહ : અરિત એટલે આનંદનો અભાવ, અરિત એટલે ગ્લાનિ, શોક, ચિંતા વગેરે. સાધુ ભગવંતને સંયમમાર્ગની આરાધનામાં કોઈ પણ પ્રતિકૂળ પદાર્થો મળે તોપણ તેથી ચિત્તમાં સંયમમાર્ગ માટે કે તેવાં નિમિત્તો માટે અતિ કે અરુચિનો ભાવ આવવા ન દેવો જોઈએ. પોતાના જીવે પૂર્વજન્મમાં નરક કે તિર્યંચ ગતિમાં જે કંઈ દુઃખો સહન કર્યાં હશે તેની સરખામણીમાં વર્તમાન પ્રતિકૂળ પદાર્થોનું કષ્ટ તો કશી જ વિસાતમાં નથી એવો શુભ ભાવ મનમાં સેવી અતિ પરીષહને સહન કરી લેવો જોઈએ. (૮) સ્ત્રી (ઇથી) પરીષહ : સાધુ ભગવંતોને પાપિણી સ્ત્રીઓ તરફથી પરીષહ સહન કરવાના પ્રસંગો ક્યારેક આવી પડે છે. બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ તરફ વિવિધ લાલસાઓના કારણે દુરાચારી સ્ત્રીઓને આકર્ષણ થવાના પ્રસંગો દુનિયામાં બન્યા કરે છે. એવી સ્ત્રીઓ સાધુ-ભગવંતને હાવભાવ, કટાક્ષ, મધુર વચન વગેરે દ્વારા આકર્ષવા માટેની સરાગ ચેષ્ટાઓ એકાંતમાં કરે છે. તેવે વખતે ભલભલા સાધુઓનું મન, વચન કે કાયાથી કે એ ત્રણેથી પતન થઈ જાય છે. એટલા માટે સાધુઓએ સ્ત્રીઓ સાથેનો એકાંતપ્રસંગ બિલકુલ રાખવો ન જોઈએ, અને બ્રહ્મચર્યવ્રતનું નવવાડપૂર્વક સાચી નિષ્ઠાથી સેવન કરવું જોઈએ. કોઈ સ્ત્રી દુરાચારી જણાય તો તેના તરફથી પોતાના મનને નિવૃત્ત કરી લેવું જોઈએ. દશવૈકાલિક સૂત્ર'માં કહ્યું છે કે समाई पेहाई परिव्वयं તો सिया मणो निस्सरइ वहिद्धा ॥ न सा महं नो वि अहं पि तीसे । इच्चवे ताओ विणपज्ज राव ॥ સમબુદ્ધિ રાખીને વિચરતાં સ્ત્રીઓ વગેરેને જોઈને કદી સાધુનું મન સંયમથી ખસી ભ્રમિત થઈ જાય તો તે મારા નથી અને હું તેમનો નથી' એવો વિચાર કરી તેના પરનો સ્નેહ-રાગ નિવારવો.] - आयावयाही चय सागमल्ल । कामे कमा हि कमियं खु युक्खं ॥ छंदाहि दोसं विणएज्ज रागं । एवं सुहिहोहिसी संपराए ॥ ५ ॥ શરીરનું સુકોમળપણું છોડી સૂર્યની આતાપના લેવી, ઉણોદરી વગેરે બાર પ્રકારનું તપ કરવું, આહાર ઓછો ક૨વો, ભૂખ સહન કરવી એમ કરવાથી પરીષહ ૨૨૯ - -- Page #286 -------------------------------------------------------------------------- ________________ શાદિક કામભોગ અને તેનાથી ઉત્પન્ન થતાં રાગદ્વેષ દૂર રહેશે અને આત્માને સુખ પ્રાપ્ત થશે. જેમ સાધુઓએ સ્ત્રીઓથી અને કામભોગના પદાર્થોથી વિમુખ રહેવું જોઈએ તેમ સાધ્વીઓએ પણ પુરુષો અને કામભોગના પદાર્થોથી વિમુખ બની સંયમમાર્ગમાં સ્થિર રહેવું જોઈએ. એવા અનુકૂળ પરીષહોથી ન આકર્ષાતાં ચિત્તને દૃઢતાથી ચારિત્રશુદ્ધિમાં એકાગ્ર કરી દેવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે : संगो एस मणुस्साणं जाओ लोगम्मि इत्थिओ । जस्स एया परिन्नाया सुखडं तस्स सामण्णं ॥ [લોકમાં સ્ત્રીઓ મનુષ્યોને આસક્તિના નિમિત્તરૂપ છે એવું જેમણે જાણ્યું તેમનું શ્રમણત્વ સફ્ળ થવું સમજવું.] (૯) ચર્ચા (ચરિયા) પરીષહ : સાધુ ભગવંતોએ એક ગામથી બીજે ગામ વિચરતા રહેવું જોઈએ. આવી રીતે વિહાર કરવામાં શારીરિક થાક લાગે છે કે કષ્ટો પડે છે, પરંતુ તે સમભાવપૂર્વક સહન કરી લેવાં જોઈએ, કારણ કે સાધુ મહાત્માઓએ કોઈ પણ એક જ સ્થળે લાંબો સમય નિવાસ કરવો ન જોઈએ. તેમ કરવાથી તે સ્થળ અને ત્યાંની વ્યક્તિઓ પ્રત્યે રાગદ્વેષ થવાનાં ઘણાં નિમિત્તો ઊભાં થાય છે. એટલા માટે જિનેશ્વર ભગવાને સાધુઓને એક ગામથી બીજે ગામ વિહારની આજ્ઞા કરેલી છે. ચાતુર્માસમાં કોઈ પણ એક સ્થળે ચાર મહિના માટે સ્થિર વાસ કરી શકાય, જેથી એ સ્થળને ધર્મબોધનો વિશેષ લાભ મળે. બાકીના સમયમાં, શેષકાળમાં કોઈ પણ એક સ્થળે, ખાસ મહત્ત્વનું કે વિશિષ્ટ પ્રયોજન ન હોય તો, એક મહિનાથી વધુ સમય વાસ ન કરી શકાય. એટલે કે શેષકાળના આઠ મહિનામાં ઓછામાં ઓછા આઠ વિહાર તો થવા જ જોઈએ. ચાતુર્માસનો એક વિહાર અને આઠ મહિનાના આઠ વિહાર એમ વર્ષ દરમિયાન ઓછામાં ઓછો કુલ નવકલ્પી વિહાર સાધુ ભગવંતોએ અવશ્ય ક૨વો જોઈએ. વૃદ્ધ, રોગી અને તપસ્વી સાધુ ભગવંતો માટે તથા એમની વૈયાવચ્ચ કરનાર મુનિઓ માટે અપવાદ રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે વિદ્યાભ્યાસ માટે ગુરુ ભગવંત કે સંઘની આજ્ઞા સહિત મુનિને માટે એક સ્થળે વધુ સમય વાસ ક૨વાનો અપવાદ પણ રાખવામાં આવ્યો છે. (૧૦) નૈષેધિકી (નિસીહિયા) પરીષહ સાધુ મહારાજોને વિહારમાં ચાલતાં ચાલતાં રસ્તામાં વિશ્રામ કરવો પડે અથવા ક્યાંક કાયોત્સર્ગ, પ્રતિક્રમણ ઇત્યાદિ ક્રિયા કરવી પડે તે વખતે જે જે સ્થળ મળે તે સમભાવથી સ્વીકારી લેવું જોઈએ. સ્મશાનભૂમિ હોય, જંગલ, ખંડિયેર કે ૨૦ * જૈન આચારદર્શન Page #287 -------------------------------------------------------------------------- ________________ એવી બીજી કોઈ જગ્યા હોય તો તેવા સ્થળ માટે મનમાં ગમા-અણગમાના કે રાગદ્વેષના ભાવ ન ઊઠવા દેવા તેનું નામ નૈષધિક પરીષહ છે. (૧૧) શય્યા (રાજા) પરીષહઃ વિહારમાં કે ચાતુર્માસ દરમિયાન પોતાને બેસવા માટે કે સૂવા માટે મળેલી ગ્યા ઊંચી-નીચી હોય, બહુ તડકો, યઢ કે પવનવાળી જગ્યા હોય તોપણ તે માટે મનમાં જરા પણ ઉદ્વેગ ન આણવો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રસન્ન ચિત્તથી તેનો સ્વીકાર કરી લેવો તે શય્યા પરીષહ છે. (૧૨) આક્રોશ પરીષહઃ સાધુ-ભગવંતોનો વેશ એવો છે કે તે જોઈને જ કૂતરાંઓ ભરે; અદેખા કે અજ્ઞાન માણસો અપમાન કરે; પરધર્મી મનુષ્યો કઠોર વચન કહે; કોઈ તુચ્છકારે; કોઈ નિંદા કરે; કોઈ આળ ચઢાવે કે અપશબ્દો બોલે; કોઈ દંભી', પાખંડી' કહી ગુસ્સો કરે તો તેવા પ્રસંગે પોતે સામે ગુસ્સો કે આક્રોશ ન કરવો, પરંતુ પોતાનાં અશુભ કર્મોનો ઉદય છે એમ સમજીને તે બધું સમભાવથી સહન કરી લેવું જોઈએ. (૧૩) વધ પરીષહઃ કોઈ પણ માણસ વધુ પડતા ક્રોધમાં આવી જઈને માર મારે તોપણ મુનિ મહારાજે શાંત ચિત્તથી તે સહન કરી લેવું જોઈએ. કદાચ કોઈ પોતાનો વધ કરવા આવે તો તે વખતે પણ તેવી વ્યક્તિ પ્રત્યે કશો પણ અશુભ ભાવ ન ચિંતવતાં હું તો અજરામર અખંડિત આત્મા છું' એવી ભાવનાનું સેવન કરવું જોઈએ. (૧૪) યાચના (જયણા) પરીષહર જેમણે સંયમનો માર્ગ ગ્રહણ કરી સાધુ-જીવન સ્વીકાર્યું છે તેમને નિર્વાહ માટે વાચના કરવાના પ્રસંગો તો અનેક વાર આવે છે. કોઈ રાજકુમારે અથવા શ્રીમંત કે કુળવાન ઘરના દીકરા કે દીકરીએ દીક્ષા લીધી હોય અને પછી એમ વિચાર કરે કે હું માગવા માટે કેમ જાઉં? મને તો શરમ આવે છે. તો તે યોગ્ય નથી. તેઓએ એવો ભાવ સેવવો ન જોઈએ. સાધુજીવનમાં ગોચરી, ઔષધ, ઉપકરણ વગેરેની યાચના કરવાના પ્રસંગે અભિમાન, ક્ષોભ કે લજ્જાનો ભાવ આવવા દેવો ન જોઈએ. પોતાનું એ કર્તવ્ય છે એમ સમજી વિનમ્રતાના ભાવથી યાચના કરવી જોઈએ. સાધુ-સાધ્વીઓને માટે કોઈ વટનો પ્રશ્ન હોઈ શકે નહિ. બીજી બાજુ આવશ્યકતા વિના માગવાના સ્વભાવવાળા પણ બની જવું જોઈએ, કારણ કે એથી આત્માનું સત્ત્વ હણાય છે, તૃષ્ણા કે વાસના વધે છે. માગવાનો પોતાનો હક છે એવો ગર્વ રહે છે, સંયમશીલ સંકોચ ચાલ્યો જાય છે અને આત્માની દીનતા પ્રગટ પરીષહ ક ૨૩૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ થાય છે. સાધુ ભગવંતોએ એકંદરે તો અયાચક જ રહેવું જોઈએ, પણ યાચના કરવાનો પ્રસંગ આવે ત્યારે તે પરીષહ સહન કરી લેવો જોઈએ. (૧૫) અલાભ પરીષહ : સાધુજીવનનો નિર્વાહ યાચનાથી થાય છે, પરંતુ પોતાને ખપતી ગોચરી કે ચીજવસ્તુઓ જ્યાં પોતે જાય ત્યાં તરત જ તે મળી જાય છે એવું નથી હોતું. કોઈ વખત ન પણ મળે. આપવાની શક્તિ હોવા છતાં ગૃહસ્થ ન પણ આપે. એવે વખતે મનમાં ખેદ કે ગ્લાનિ ન કરવાં જોઈએ. ગૃહસ્થ પ્રત્યે મનમાં તિરસ્કાર કે બીજા કોઈ પ્રકારનો દુર્ભાવ ન આણવો જોઈએ. એવે વખતે પોતાનું લાભાંતરાય કર્મ ઉદરમાં આવ્યું છે એમ સમજી સમતા અનુભવવી જોઈએ. (૧૬) રોગ પરીષહઃ સંયમ લીધા પછી સાધુજીવનમાં ખાવાપીવાની બાબતમાં ઘણી મર્યાદાઓ આવી જાય છે. રાત્રિભોજનનો સર્વથા ત્યાગ હોય છે. કેટલીક વખત પોતાના શરીરની પ્રકૃતિને અનુકૂળ અને અનુરૂપ ગોચરી ન મળે તો પિત્ત, વાયુ વગેરેનો ઉપદ્રવ થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં શરીરના જાતજાતના રોગ પેદા થવા લાગે છે. રોગ ઉત્પન્ન થાય ત્યારે મુનિઓએ દીનતા ન અનુભવી જોઈએ. પોતાનાં અશુભ કર્મ ભોગવાઈ રહ્યાં છે એમ ચિંતવી રોગ સહન કરી લેવો જોઈએ. ઉત્તમ મહાત્માઓ તો ઔષધ વગેરેની ઇચ્છા પણ ન કરે. રોગ વખતે સમાધિભાવમાં રહે. આવી રીતે રોગ પરીષહને જીતી શકાય. (૧૭) તૃણસ્પર્શ (તણફાસ) પરીષહઃ કોઈ વખત ઘાસના સંથારામાં સૂવું પડે અને ઘાસની અણીઓ વાગે તો તે સાહજિકતાથી સહન કરી લેવી એ તણસ્પર્શ પરીષહનો અર્થ છે. સાધુઓની સંયમચર્યા ઘણી કઠિન હોય છે. બેસતાં-સૂતાં ખરબચડી જમીનનો કઠણ સ્પર્શ પોતાના શરીરથી સહન ન થાય તેવે વખતે પણ તે સમભાવથી સહન કરી લેવો જોઈએ અને પોતાના ગૃહસ્થ જીવનની સૂવા-બેસવાની અનુકૂળ સ્થિતિને યાદ ન કરવી જોઈએ. (૧૮) મલ પરીષહ? જે મહાત્માઓ બ્રહ્મચર્યવ્રતનું અખંડ પાલન કરે છે તેમને પરસેવો કે મેલ ઓછા થાય છે. જૈન સાધુ-સાધ્વીઓ સ્નાન કરતાં નથી, દત, પ્રક્ષાલન કે કોગળા કરતાં નથી તેમ છતાં તેમના શરીરમાંથી કે મુખમાંથી સામાન્ય રીતે દુર્ગધ આવતી નથી, તે તેમના બ્રહ્મચર્યવ્રતના પ્રતાપે જ છે. ૨૩ર ક જન આચારદર્શન Page #289 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુઓએ સ્નાન કરવાનું હોતું નથી. અવરજવરને કારણે અને સૂવાબેસવાને કારણે તેમના શરીર ઉપર મેલ ચોંટી જાય અને વસ્ત્રો મેલાં થાય એ સ્વાભાવિક છે. એવે વખતે સાધુઓએ સ્નાન વગેરેની ઇચ્છા ન કરવી જોઈએ. શરીર ઉપરના કે વસ્ત્રો ઉપરના મેલને સહન કરી લેવો તે મલ પરીષહ છે. (૧૯) સત્કાપુરસ્કાર (સક્કાર પુરસ્કાર) પરીષહઃ ત્યાગી સાધુ-સાધ્વીઓ સામાન્ય રીતે વંદનીય ગણાય છે. તેમ છતાં કોઈ વ્યક્તિ પોતાને વંદન કે નમસ્કાર ન કરે અથવા કોઈ સ્થળે પોતાનો સરખો આદરસત્કાર ન થયો હોય તો તેથી સાધુઓએ મનમાં જરા પણ માઠું લગાડવું જોઈએ નહિ. પોતાનો આદર-સત્કાર બરાબર થવો જોઈએ એવી અપેક્ષા તેઓએ રાખવી જોઈએ નહિ. વખતોવખત અનેક લોકો વંદન કરતા હોય તો તેથી પોતાના મનમાં પોતે કેવી પરમ વંદનીય વ્યક્તિ છે એવો ગર્વ પણ આપવો જોઈએ નહિ. અનેક શ્રીમંતો અને સત્તાધીશો પોતાને વંદન કરવા આવવાના હોય ત્યારે પોતાનાં વાળ, વસ્ત્ર, શરીર વગેરેની શોભા વધારવાની ઈચ્છા મનમાં ન સેવવી જોઈએ. પોતાની ક્યાંક પ્રશંસા થતી હોય તો તે વખતે તે ગમવાનો ભાવ મનમાં ન આણવો જોઈએ. (૨૦) પ્રજ્ઞા પરીષહઃ - સાધુ-સંતોએ ત્યાગ અને સંયમનો માર્ગ સ્વીકાર્યો હોવાથી મૃત સાહિત્યના સ્વાધ્યાય માટે તેમને વિશેષ અવકાશ રહે છે. કેટલાંક સાધુ-સાધ્વીઓ નાની ઉંમરમાં ઘણું જ્ઞાન સંપાદિત કરી લે છે. એવે વખતે મોટી ઉંમરમાં કોઈ વ્યક્તિ પોતાની પાસે ભણવા માટે કે શંકા-સમાધાન માટે આવે ત્યારે પોતે કેવા મોટા જ્ઞાની છે એવો ગર્વ મનમાં આવવા દેવો નહિ. પૂર્વે થઈ ગયેલાં તીર્થકરો, કેવલી ભગવંતો કે મહાન આચાર્યો પાસે તો પોતે કશી જ વિસાતમાં નથી એમ ચિંતવવું જોઈએ. જ્ઞાન તો મહાસાગર જેવું છે અને તેમાં પોતાનું જ્ઞાન તો માત્ર બિન્દુ સમાન છે એમ સમજવું જોઈએ. પોતે જે કંઈ જ્ઞાન ધરાવે છે તે સર્વજ્ઞ-કથિત અથવા તીર્થંકર ભગવાને કહેલું જ છે. એમાં પોતાની માલિકીનું કશું જ નથી એમ વિચારવું જોઈએ. પોતાની પાસે શાસ્ત્રજ્ઞાન વિશેષ હોય એટલે પોતાની પાસે શંકા-સમાધાન માટે અનેક વ્યક્તિઓ આવે અને તેથી પોતાને જોઈએ તેટલો આરામનો સમય ન પણ રહે એવા કષ્ટદાયક પ્રસંગે પણ “હું ભયો ન હોત તો કેટલું સારું થાત” કે “હું મૂર્ખ હોત તો આવી કોઈ તકલીફ ન થાત” – એવો વિપરીત ભાવ પણ મનમાં આવવા દેવો ન જોઈએ. પોતે જે જાણતા હોય તેનાથી વિરુદ્ધ પ્રકારની દલીલ થાય તો હું જ સાચો છું અને તમે ખોટા છો' એવો ઉગ્ર આગ્રહ કે અભિનિવેશ પણ મનમાં રાખવો ન પરીષહ રહ ૨૩૩ Page #290 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. અપેક્ષાભેદથી, જુદા જુદા નયથી વિભિન્ન મત હોઈ શકે એમ વિચારવું જોઈએ. અંતે તો કેવલી ભગવંતો જે જાણે છે તે જ સાચું છે એમ સમજી પોતાનો મતાગ્રહ છોડી દેવો જોઈએ. (૨૧) અજ્ઞાન (અનાણ) પરીષહઃ પૂર્વનાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયને કારણે કેટલાંક સાધુ-સાધ્વીઓને ઘણી મહેનતે પણ જ્ઞાન ચઢતું નથી; કઠિન તત્ત્વજ્ઞાન સમજાતું નથી. સાદી સરળ વસ્તુઓ યાદ રહેતી નથી. એવે વખતે પોતાના અજ્ઞાનને માટે મનમાં ખેદ આણવો નહિ કે સંક્લેશ કરવો નહિ. કોઈ મૂર્ખ’ કે ‘અજ્ઞાની' કહી સંબોધે તોપણ માઠું લગાડવું નહિ. પોતાનો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એમ સમજી, આયંબિલાદિ તપ કરી જ્ઞાનપ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો જોઈએ. પોતાનું જીવન વ્યર્થ છે એમ સમજવું નહિ અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપી અષ્ટ પ્રવચન ધરાવનારાઓને પણ ભગવાને જ્ઞાની આરાધક કહ્યા છે તેમ ચિંતવી સંતોષ માનવો જોઈએ. (૨૨) દર્શન (હંસણ) પરીષહ : આ પરીષહને સમ્યકત્વ પરીષહ' પણ કહેવામાં આવે છે. આદર્શન પરીષહ’ તરીકે પણ તે ઓળખાય છે. સાધુભગવંતો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે, સંયમ પાળે, જ્ઞાનની આરાધના કરે ત્યાર પછી પોતાને લબ્ધિસિદ્ધિરૂપ કોઈ ફ્ળ ન મળે અથવા કોઈ દેવદેવીનાં દર્શન ન થાય એટલે કે પોતાની શ્રદ્ધાની કસોટીનો વખત આવે તેવા સમયે તર્કવિતર્ક ન કરતાં પોતાની શ્રદ્ધામાં દૃઢ રહે, પોતે જે કંઈ આરાધના કરી છે તેનું ફળ આ નહિ તો ઇતર જન્મમાં અવશ્ય મળવાનું જ છે અને કેવલી ભગવંતોએ જે પ્રકારે જોયું હશે તે પ્રકારે જ બનવાનું છે તેવી શ્રદ્ધા રાખે. ટૂંકમાં પોતાના સમ્યક્તને માટે સાચી શ્રદ્ધાને માટે જ્યારે પણ કસોટીનો પ્રસંગ આવે ત્યારે તે સહન કરી લઈને પોતાની શ્રદ્ધામાંથી ચલિત ન થવું જોઈએ. નવતત્ત્વ પ્રકરણમાં આ પ્રત્યેક પરીષહ કાળમાં કોણે કોણે ઉત્કૃષ્ટ રીતે સહન કર્યા હતા તે વિશે હસ્તિ-ભૂતિમુનિ, શર્મામુનિ, અરણિકમનિ, ભદ્રમુનિ, સ્થૂલિભદ્રમુનિ, ,સંયમસૂરિ, સોમદત્તમુનિ, બલભદ્રમુનિ, સનતકુમાર ચક્રવર્તી, સાગરાચાર્ય, માતૃષામારુષમુનિ, અષાઢાચાર્ય વગેરેનાં પ્રેરક દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. આ બાવીસ પરીષહમાં કેટલાક પરીષહ પ્રાચીન પરસ્પર વિરુદ્ધ પ્રકારના અથવા પરસ્પર ભિન્ન છે. એટલે કે એક સમયે તેમાંથી કોઈ એક જ પરીષહ સહન કરવાનો આવે. ઉ.ત., ઠંડી અને ગરમી એ બે પરીષહમાંથી કોઈ પણ એક સમયે સાધુને એક જ પરીષહ સહન કરવાનો આવે. તેવી રીતે શય્યા, નિષદ્ધા અને ચર્યા ૨૩૪ * જૈન આચારદર્શન Page #291 -------------------------------------------------------------------------- ________________ એ ત્રણમાંથી કોઈ પણ એક પરીષહ એક સમયે હોઈ શકે છે. આવી રીતે ઉપરના પાંચમાંથી ત્રણ પરીષહ બાદ થતાં કોઈ પણ સાધુને એક સાથે એક સમયે વધુમાં વધુ ઓગણીસ પરીષહ સહન કરવાના આવી શકે. જોકે એક સાથે ઓગણીસ પરીષહ સહન કરવાનો પ્રસંગ બહુ વિરલ જ હોઈ શકે. પરંતુ તાર્કિક દષ્ટિએ તે અસંભવિત નથી. જૈન ધર્મમાં આત્માના ક્રમિક વિકાસનાં સામાન્ય કક્ષાથી સર્વોચ્ચ કક્ષા સુધીનાં મહત્ત્વનાં ચૌદ પગથિયાં દર્શાવવામાં આવ્યાં છે. એને ગુણસ્થાનક કહેવામાં આવે છે. એમાં એકથી છ-સાત ગુણસ્થાનક સુધીમાં ઘણા જીવાત્માઓ ચડ-ઊતર કરતા હોય છે. ક્રોધ, માન, માયા, અને લોભરૂપી તીવ્ર કષાયો હોય ત્યાં સુધી છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહેલા આત્માને બધા જ પરીષહ સહન કરવાના આવે છે. સાતમા અને એથી ઉપરના ગુણસ્થાનકે વર્તતા જીવાત્માને ઉત્તરોત્તર ઓછા પરીષહ સહેવાના આવે છે. બારમા-તેરમાં ગુણસ્થાનકે તો અગિયાર જેટલા પરીષહ માત્ર ઉપચારથી સહન કરવાના આવે છે. વસ્તુતઃ અન્યની દષ્ટિએ જે પરીષહ છે તે તેવા ભવ્ય જીવાત્માઓ માટે પરીષહરૂપ રહેતા નથી. કારણ કે તેમની આત્મરમણતા એવી કોટિએ પહોંચી હોય છે. બારમે-તેરમે કે ચૌદમે ગુણસ્થાનકે જ્યાં સુધી વેદનીય કર્મ છે ત્યાં શીતોષ્ણાદિ પરીષહ રહેવાના, પરંતુ તે પરીષહ તેમના માટે પરીષહરૂપ રહેતા નથી. સાધુ-ભગવંતોએ આ બધા પરીષહ સમભાવપૂર્વક મધ્યસ્થતાથી સહન કરી લેવા જોઈએ. તેમને માટે પરીષહ આર્ત કે રૌદ્ર ધ્યાનનું નિમિત્ત ન બનવા જોઈએ. જેમ જેમ દેહ ઉપરની મમતા ઓછી થતી જાય તેમ પરીષહ ઉપરનો વિજય સરળ થતો જાય. દેહ ઉપરનો રાગ ઓછો કરવા માટે, દેહાધ્યાસ છોડવા માટે, દેહ અને આત્માની ભિન્નતા પ્રતીત કરવાને માટે વૈરાગ્યની અનિત્યાદિની બાર ભાવનાઓનું વારંવાર ચિંતવન કરવું જોઈએ. જેઓ વૈરાગ્યની આ ભાવનાઓનું મનન-સેવન કરે છે, તેના ધ્યાનમાં લીન બની જાય છે તેઓ પરીષહ ઉપર સહજ રીતે વિજય મેળવી શકે છે. વસ્તુતઃ પછી તો એવી ઉચ્ચ આત્મિક દશાએ તેઓ પહોંચે છે કે જ્યારે પરીષહ એમને માટે પરીષહરૂપ રહેતો નથી. પરીષહ તરફ એવા ઉચ્ચ આત્માઓનું લક્ષ સુધ્ધાં જતું નથી. પરીષહજય તેમને માટે સ્વાભાવિક ઘટના બની જાય છે. પરીષહ ૨૩૫ Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવના પ્રભાવના' શબ્દ જૈનોમાં વિશેષ પ્રચલિત છે. મંદિરોમાં – ઉપાશ્રયોમાં કેટલીક વાર પ્રભાવના” વહેંચવામાં આવે છે. દેરાસરમાં સ્નાત્રપૂજા કે કોઈ મોટી પૂજા પછી કે અન્ય કોઈ ધાર્મિક અનુષ્ઠાનપ્રસંગે એમાં ભાગ લેનાર કે ઉપસ્થિત રહેનારાં સૌ કોઈને પતાસાં, શ્રીફળ, લાડુ, રોકડ નાણું, સિક્કા કે એવી કોઈ ચીજવસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવે છે. ઉપાશ્રયમાં વ્યાખ્યાન પછી, જાપ પછી, પ્રતિક્રમણ પછી કે એવી કોઈ સામુદાયિક ધાર્મિક વિધિ પછી કેટલીક વાર સૌ કોઈને કોઈ ચીજવસ્તુની ભેટ આપવામાં આવે છે. કોઈ ગૃહસ્થના ઘરે તપશ્ચર્યા વગેરેના કોઈ મંગલ પ્રસંગે કે ભક્તિસંગીતના પ્રસંગે પણ ભેટ અપાય છે. ધર્મના ક્ષેત્રે, ધર્મના પ્રસંગે, ધર્મના નિમિત્તે અપાતી ભેટ કે લ્હાણી માટે જૈનોમાં પ્રભાવના' શબ્દ સુપ્રચલિત છે. ધર્મનો પ્રભાવ જેનાથી વધે, અર્થાત્ જેનાથી ધર્મ પ્રત્યે આકર્ષણ થાય એવા નિમિત્તને માટે અપાતી વસ્તુ માટે “પ્રભાવના' શબ્દ પૂલ અર્થમાં રૂઢ થઈ ગયો છે. બાલજીવોને લક્ષમાં રાખી આવો શબ્દ પ્રયોજાયેલો છે. પણ પ્રભાવનાનો આ તો માત્ર સ્થૂલ અર્થ છે. એનો સૂક્ષ્મ અર્થ પણ વધુ મહત્ત્વનો છે. પ્રભાવના શબ્દ પ્ર + ભાવના' એ રીતે આવેલો છે. પ્ર’ એટલે વિશેષ પ્રભાવના એટલે વિશેષપણે પ્રવર્તતી ભાવના. વ્યવહારથી કેટલાક એવો અર્થ કરે છે કે ભાવના એટલે પોતાનામાં રહેલી શુભ ભાવના અને પ્રભાવના એટલે પોતાનામાં તથા અન્યમાં પ્રવર્તાવવામાં આવતી શુભ ભાવના. પ્રભાવના' શબ્દ અન્યને લક્ષીને વિશેષ પ્રયોજાય છે. - પ્રભાવના શબ્દ “પ્રભા’ ઉપરથી આવેલો પણ મનાય છે. પ્રભા' એટલે વિશિષ્ટ તેજ અથવા પ્રકાશ. પ્રભાવ એટલે વિશિષ્ટ અસર. જે ક્રિયાથી આત્માનું તેજ વધે તે ક્રિયાને પ્રભાવના' કહી શકાય. ૨૩૬ કિ જૈન આચારદર્શન Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવનાના નિશ્ચય પ્રભાવના અને વ્યવહાર પ્રભાવના' એવા બે પ્રકાર બતાવવામાં આવે છે. નિશ્ચય પ્રભાવનાની સમજણ આપતાં કહેવાયું છે : सम्यग्दर्श नज्ञानचारित्ररत्नत्रयप्रभावेन आत्मन प्रकाशनं प्रभावनम् । સિમ્યગૂ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્રરૂપી રત્નત્રયના પ્રભાવથી આત્માને પ્રકાશમાન કરવો એનું નામ પ્રભાવના છે.] विज्जारहमारुढो मणोरहपपसु भमइ जो चेदा । सो जिणणाणपहावी सम्मदिट्ठा मुणेयव्वो ॥ જે આત્મવિદ્યારૂપી રથ ઉપર આરૂઢ થઈને જ્ઞાનરૂપી રચના માર્ગમાં ભ્રમણ કરે છે તે જિનેશ્વર ભગવાનના જ્ઞાનની પ્રભાવના કરનાર સમ્યગુદૃષ્ટિ જીવ છે એમ કહેવાય છે.) मोहारतिक्षते शुद्धः शुद्धच्छुद्धतरस्ततः । जीवः शुद्धतमः कश्चिदयस्तीत्यात्मप्रभावना ॥ મોહરૂપી શત્રુનો નાશ કરતાં જઈ શુદ્ધમાંથી શુદ્ધતર અને શુદ્ધતરમાંથી શુદ્ધતમ ભૂમિકા ઉપર પહોંચવાનો પુરુષાર્થ તે આત્મપ્રભાવના છે.]. વળી કહેવાયું છે કે વ્યવહારરૂપી પ્રભાવનાના ગુણથી મિથ્યાત્વ તથા વિષયકષાય વગેરેના વિભાવનો નાશ કરીને શુદ્ધોપયોગ દ્વારા પોતાના શુદ્ધાત્માને પ્રકાશમાન કરવો એનું નામ પ્રભાવના છે. આમ, પ્રભાવના એટલે પ્રગટ કરવું પ્રકાશિત કરવું, ઉદ્યોત કરવું. આ પ્રમાણે પોતાના જ્ઞાનને નિરંતર વધારતાં જવું એને નિશ્ચયર્દષ્ટિએ પ્રભાવના કહેવામાં આવે છે. - વ્યવહાર પ્રભાવના એટલે એવી ધર્મક્રિયા કે જેનાથી ધર્મનો પ્રભાવ વધે એટલે ઘણા લોકો ધર્મ પ્રત્યે આકર્ષાય. ધર્મનો પ્રભાવ ઘણી જુદી જુદી રીતે થઈ શકે છે. એટલે પ્રભાવનાના જુદા જુદા પ્રકાર દર્શાવવામાં આવે છે. સંસારમાં તરણતારણની દૃષ્ટિએ ચાર પ્રકારના જીવો બતાવવામાં આવે છે. કેટલાક એવા જીવો હોય છે કે જે પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે, પણ બીજા કોઈનું કલ્યાણ કરતા નથી. જિનકલ્પી સાધુઓ એ પ્રકારના હોય છે. કેટલાક એવા જીવો હોય છે જે બીજાનું કલ્યાણ કરી શકે છે, પરંતુ ખુદ પોતાનું આત્મકલ્યાણ કરી શકતા નથી, કારણ તે પોતે જે ઉપદેશ આપે છે તે ઉપદેશમાં પોતાને જ શ્રદ્ધા હોતી નથી. અભવ્ય જીવો આ પ્રકારના હોય છે. કેટલાક જીવો એવા હોય છે કે પ્રભાવના - ૨૩૭ Page #294 -------------------------------------------------------------------------- ________________ જે બીજા અનેક જીવોને ધર્મના કલ્યાણ-પંથે વાળે છે, અને પોતાનું પણ આત્મકલ્યાણ બરાબર કરે છે. તીર્થકરોના જીવો આ પ્રકારના હોય છે. તદુપરાંત કેટલાક સમ્યગુદૃષ્ટિ આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ વગેરે આ પ્રકારના હોય છે. કેટલાક જીવો એવા હોય છે જે પોતાનું કલ્યાણ કરવાને સમર્થ નથી હોતા. મિથ્યાષ્ટિ સામાન્ય જીવો આ પ્રકારના હોય છે. જે જીવો સ્વકલ્યાણ સાધવા સાથે અનેક જીવોને ધર્મના પંથે વાળી શકે તેઓ ધર્મની પ્રભાવના વિશેષપણે કરી શકે છે. જે વ્યક્તિને ધર્મતત્ત્વમાં રુચિ અને શ્રદ્ધા હોય અને તેની સહજ સાચી પ્રતીતિ અનુભવી હોય તે જ વ્યક્તિ પોતાની વિશિષ્ટ શક્તિ વડે બીજાની પાસે ધર્મની વાત વધુ અસરકક રીતે રજૂ કરી શકે. જેને પોતાને જ ધર્મમાં શ્રદ્ધા ન હોય તેવી વ્યક્તિ બીજાની પાસે ધર્મની વાત અસરકારક રીતે મૂકી ન શકે; પોતાની વાચાળ શક્તિથી કદાચ મૂકે તોપણ એની અસર ઝાઝો સમય ટકે નહિ. આમ, ધર્મની પ્રભાવના કરવા માટે ધર્મમાં સાચી સમજણપૂર્વકની ઊંડી શ્રદ્ધાની પ્રથમ આવશ્યકતા છે. સમ્યગ્દષ્ટિએ વ્યક્તિ જ ધર્મની સારી પ્રભાવના કરી શકે. એથી જ પ્રભાવનાને સમ્યગ્દર્શન સાથે ગાઢ સંબંધ છે. એટલા માટે પ્રભાવના એ દર્શનાચારનો વિષય છે. જૈન ધર્મ આચાપ્રધાન ધર્મ છે. દરેકેદરેક વિષયમાં શું શું કરવા યોગ્ય છે અને શું શું ન કરવા જેવું છે તેની વિગતે છણાવટ જેન ધર્મમાં કરવામાં આવી છે. મોક્ષમાર્ગમાં સહાયરૂપ ત્રણ મુખ્ય તત્ત્વ છે : સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્ર. એ ત્રણેને પુષ્ટિ આપવા માટે તપ અને વીર્ય ઉપર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર એ પંચાચારની નિરતિચાર શુદ્ધિવૃદ્ધિ માટે કેટલાક આચારો દર્શાવવામાં આવ્યા છે. (૧) વિધિપૂર્વક દોષરહિત થઈને જ્ઞાન ગ્રહણ કરવું તે જ્ઞાનાચાર છે. (૨) શંકા વગેરે દોષોનો ત્યાગ કરીને શુદ્ધ સમ્યકત્વની સાચી આરાધના કરવી તે દનાચાર છે. (૩) પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિનું શુદ્ધ પાલન કરવું તે ચારિત્રાચાર છે. આત્મકલ્યાણને માટે બાર પ્રકારનું તપ યથાશક્તિ કરતાં રહીને કર્મની નિર્જરા કરવી તે તપાચાર છે. (૫) ધર્મકરણીમાં શક્ય તેટલી શક્તિ ફુરાવવી તે વિચાર છે. દર્શનાચારના આઠ પ્રકાર શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે બતાવ્યા છે : 'निस्सं किअ निक्कंखिअ निव्वतिगिच्छा अमूढ दिट्ठिअ; ૨૩૮ ક જૈન આચારદર્શન Page #295 -------------------------------------------------------------------------- ________________ उपवुह थिरीकरणे, वच्छल पभावणे अw.' (૧) નિઃશક્તિ – જિનવચનમાં સંશય ન રાખવો. (૨) નિઃકાંક્ષિત – અન્ય મિથ્યા દર્શનોની આકાંક્ષા ન કરવી. (૩) નિર્વિચિકિત્સા – સાધુઓનાં મલિન વસ્ત્રાદિ જોઈ દુર્ગછા ન કરવી, જુગુપ્સા ન કરવી અથવા ધર્મના ફળ વિશે સંશય ન કરવો. જી અમૂઢતા – વિદ્યાવંત કુતીર્થિકની ઋદ્ધિ કે ઠાઠમાઠ દેખીને ચલિત ન થઈ જવું. (૫) ઉપબૃહણા - સાધર્મિક જીવોના દાનશીલાદિ સણોની પ્રશંસા, અનુમોદના ના કરવી અને તેના સગુણોની વૃદ્ધિ થાય તેમ કરવું. (૬) સ્થિરીકરણ – ધર્મમાંથી ચલિત થવા તા જીવોને ધર્મમાર્ગમાં પુનઃ સ્થિર કરવા. (૭) વાત્સલ્ય - સાધર્મિકોની ભોજન-વસ્ત્રાદિ દ્વારા બહુમાનપૂર્વક ભક્તિ કરવી અને તેમનું વત્સલતાથી હિત ચિંતવવું. (૮) પ્રભાવના – પ્રવચન, ધર્મકથા, વાદવિજય, દુષ્કર તપ વગેરે કરવા દ્વારા ધર્મનો પ્રભાવ વધારવો. એવાં કાર્યો કરવાં કે જેથી અન્ય લોકો પણ ધર્મની પ્રશંસા, અનુમોદના કરે અને ધર્મનું આલંબન સ્વીકારવા પ્રેરાય. ધર્મની પ્રભાવના સર્વોત્તમ રીતે તો તીર્થંકર પરમાત્મા જ કરતા હોય છે. એમની અનુપસ્થિતિમાં પ્રભાવક આચાર્ય ભગવંતો, પ્રભાવક ઉપાધ્યાય ભગવંતો, પ્રભાવક સાધુ ભગવંતો વગેરે ધર્મનો ઘણો સારો પ્રભાવ કરે છે. પ્રભાવનાનો સમ્યકત્વ સાથે સંબંધ છે. સમકિતના સડસઠ બોલમાં પ્રભાવનાનો નિર્દેશ બે વખત કરવામાં આવ્યો છે. સમક્તિના પાંચ ભૂષણમાંનું એક ભૂષણ તે પ્રભાવના છે. આ દર્શાવે છે કે સ્વ-પર ઉપકારક એવી પ્રભાવનાનું મહત્ત્વ કેટલું બધું છે. પ્રભાવના એટલા માટે તીર્થંકર નામકર્મના કારણરૂપ મનાય છે. જો હોતે મુજ શક્તિ ઇગ્ની, સવિ જીવ કરું શાસનરસી.' એવી ભાવ-દયા દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના થાય છે, જે ધર્મપ્રભાવનાના મૂળમાં રહેલી છે. પોતપોતાના ધર્મનો પ્રચાર કરવાનું સૌ કોઈને ગમે. પોતાના ધર્મમાં અન્ય લોકોને રસ લેતા જોઈને અથવા પોતાનો ધર્મ સ્વીકારતા અને આચરતા જોઈને સૌ કોઈને આનંદ થાય એ સ્વાભાવિક છે. દુનિયામાં બધા જ ધર્મો સમાન, એકસરખા છે, એમ કહેવું તત્ત્વની દૃષ્ટિએ યોગ્ય નથી. દરેક ધર્મને પોતાની કંઈક વિશેષતા હશે, તોપણ માત્ર વ્યાવહારિક સદાચારની ભૂમિકાથી માંડીને આત્મહત્ત્વની ઊંડી વિચારણા સુધી જનારા ધર્મો ઘણા ઓછા છે. તેમાં પણ સમગ્ર જીવનસૃષ્ટિને આવરી લેનાર, સંસારની સમગ્ર ઘટનાઓનો સકારણ પ્રતીતિકર ખુલાસો આપનાર, આત્મતત્ત્વની ગહન વિચારણા કરનાર ધર્મ વિરલ છે. પ્રભાવના જ ૨૩૯ Page #296 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો પ્રચાર થાય એ ગમતી વાત છે, પરંતુ પ્રચાર' શબ્દ બીજા વિશ્વયુદ્ધ પછી વર્તમાન સમયમાં કંઈક વગોવાયેલો છે. અસત્યનું વારંવાર પુનરુચ્ચાણ કરવાથી તે સત્ય જેવું ભાસે છે એવી પ્રચારની યુદ્ધનીતિ જાણીતી છે. ગતમાં કેટલાક ધર્મોનો ફેલાવો તલવારના જોરે કે બંદૂકની અણીએ થયો છે. બળજબરીથી થયેલી ધર્મની વટાવપ્રવૃત્તિ ઇતિહાસે જોઈ છે. અન્ય ધર્મીઓની જ્યારે સામુદાયિક કતલ કરવામાં આવી છે ત્યારે પોતાના પ્રાણ બચાવવાને માટે માણસે ધમન્તર કર્યું છે. ક્યારેક રાજાનો ધર્મ પ્રજાએ સ્વીકાર્યો છે અને રાજા ધર્માન્તર કરે ત્યારે પ્રજા પણ ધર્માન્તર કરે એવી ઘટનાઓ પણ બની છે. ગરીબ, અજ્ઞાન, લોકોને પૈસા અને ચીજવસ્તુઓ દ્વારા લલચાવીને તેમની પાસે ધર્માન્તર કરાવવામાં આવ્યું હોય એવા ઘણા દાખલા છે. ધર્મપ્રચારમાં અસત્યનો, અનીતિનો, લાલચનો, છેતરપિંડીનો, ત્રાસવાદનો આશ્રય પણ કેટલીક વાર લેવાયો છે. આવી રીતે થતો ધર્મપ્રચાર વ્યાપક ભલે ગમે તેટલો થાય, પરંતુ તેમાં ઊંડાણ નથી હોતું. એ આચરનારા લોકો પણ સપાટી પરનું ધર્માચરણ કરતા હોય છે. પોતાના ધર્મનો પ્રચાર પ્રામાણિકતાથી કરવામાં આવે અને પ્રચાર' શબ્દ કરતાં પ્રસાર' શબ્દ વધુ યોગ્ય છે. પરંતુ ક્યારેક એમાં સંખ્યા વધારવાની લાલચમાં ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો ભોગ અપાય છે. અનેક લોકો પ્રેમથી ધર્મ સ્વીકારે છે, પરંતુ એના હાર્દ સુધી ઓછા લોકો પહોંચે છે. રાજ્યસત્તાના આશ્રયે અથવા પુષ્કળ નાણાં ખર્ચીને, ભાડૂત ધર્મપ્રચારકો રોકીને ધર્મનો પ્રચાર કરાવાય છે. એવા પ્રચારમાં લોકો ધર્મ તરફ આવે છે એમ કહેવા કરતાં ધર્મને લોકો તરફ લઈ જવામાં આવે છે એમ કહેવું વધુ યોગ્ય ગણાય. પ્રચાર કે પ્રસાર કરતાં પ્રભાવના” શબ્દ ચઢિયાતો છે. પ્રભાવનામાં ઉત્તમ ધર્મની પ્રતીતિ થતાં લોકો પોતે જ સ્વેચ્છાએ એ ધર્મ પ્રતિ આકર્ષાય છે, એથી આનંદિત થાય છે અને જીવનમાં તે ધર્મ ઉતારવા માટે પ્રવૃત્ત બને છે. પ્રભાવનામાં અસત્ય, અનીતિ, છેતરપિંડી, લાલચ, કૃત્રિમ પ્રયાસ ઈત્યાદિનો આશ્રય લેવામાં આવતો નથી. પ્રભાવનાના પાયામાં સત્ય, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, અનુકંપા, લોકહિતની સાચી ભાવના ઈત્યાદિ રહેલો હોય છે. જીવમાત્રના ઐહિક તથા પારલૌકિક કલ્યાણનો પરમ સંદેશ પ્રભાવનામાં સહજ રીતે અનુસ્મૃત રહેલો છે. જૈનધર્મમાં પોતપોતાની વિશિષ્ટ શક્તિ વડે ધર્મનો પ્રભાવ વધારનારી મહાન વ્યક્તિઓના આઠ જુદા જુદા પ્રકાર આ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે : (૧) પ્રવચન પ્રભાવક, (૨) ધર્મકથક પ્રભાવક, (૩) વાદી પ્રભાવક (અથવા નિરપવાદ પ્રભાવક), () નિમિત્તવેત્તા પ્રભાવક (અથવા ત્રિકલજ્ઞ પ્રભાવક), (૫) તપસ્વી પ્રભાવક, (૬) ૨૪૦ જૈન આચારદર્શન Page #297 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા પ્રભાવક, (૭) સિદ્ધ પ્રભાવક (અથવા વ્રતાચરણ પ્રભાવક, (૮) કવિ પ્રભાવક. શાસ્ત્રગ્રન્થોમાં કહ્યું છે: पावयणी धम्मकही, __ वाई निमित्तिओ तवस्सी य । विज्जा सिद्धो य कवि, अद्वैव पभावगा भणिया ॥ પાવયણી એટલે કે પ્રવચન કરનાર, ધર્મકથી એટલે ધર્મકથા કરનાર, વાદ્ય, નિમિત્તક, તપસ્વી, વિદ્યાના જાણકાર, સિદ્ધ અને કવિ એમ આઠ પ્રભાવક કહેવામાં આવ્યા છે.]. અન્ય મતનુસાર આઠ પ્રકારના પ્રભાવકોમાં “અતિશેષદ્ધિ પ્રભાવક' અને “ રાણસંમત પ્રભાવક' એવા બે પ્રકારો પણ ગણાવામાં આવ્યા છે. પ્રવચનસારોદ્ધારમાં કહ્યું છે: आइसेस इड्ढि धम्मकही, वाई आयरिय खवग नमिती। विज्जा रायगणसम्मया, य तीथ्यं पभावंति॥ અતિરોષદ્ધિ એટલે અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાન ધરાવનાર તથા આમર્ષ ઔષધિ આદિ અતિશય સમૃદ્ધિ ધરાવનાર પ્રભાવક. રાજ્યસંમત એટલે રાજાની પ્રીતિવાળા અને ગણસંમત એટલે મહાજનના બહુમાનવાળા પ્રભાવક. વર્તમાન સમયમાં અતિશેષદ્ધિના પ્રકારના પ્રભાવકો જોવા મળતા નથી. આ જુદા જુદા પ્રકારના પ્રભાવકોમાં વર્તમાન સમયમાં તેવા પ્રકારની શક્તિ વિશેષ ન હોવાને કારણે અથવા તેવા પ્રકારનાં પ્રયોજનો કે પ્રસંગો ન હોવાને કારણે નિમિત્ત પ્રભાવક, વિદ્યા પ્રભાવક, સિદ્ધ પ્રભાવક જેવા પ્રકારના પ્રભાવકો હવે જોવા મળતા નથી. આ બધા પ્રભાવકોમાં પ્રવચન પ્રભાવકનું મહત્ત્વ ઘણું મોટું છે, કારણ કે અન્ય કેટલાક પ્રભાવકોથી બાલજીવો આકર્ષાય છે, પરંતુ બાલ જીવો સહિત બુદ્ધિશાળી જીવો તો પ્રવચન પ્રભાવકથી જ વધુ આકર્ષાય. સાચી વ્યક્તિના અંતરમાં વિસ્મય કે ચમત્કારથી નહિ, પરંતુ બુદ્ધિપૂર્વકની તર્કસંગત આંતપ્રતીતિ દ્વારા પ્રવચન પ્રભાવકો ધર્મનાં ઊંડાં મૂળ રોપી શકે છે. જેમ પ્રવચન પ્રભાવકોની સંખ્યા મોટી તેમ ધર્મનો પ્રચાર અને પ્રભાવ વિશેષ થઈ શકે; પરંતુ પ્રવચન પ્રભાવક બનવા માટે દેશવિરતિમય કે સર્વવિરતિમય નિરતિચાર સંયમી જીવન અને દર્શન-વિશુદ્ધિની સાથે સાથે પ્રવચનના મર્મને જાણવાની વિશિષ્ટ શક્તિની અપેક્ષા રહે છે, જે બધામાં પ્રભાવના : ૨૪૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ હોઈ ન શકે. પ્રવચન એટલે દ્વાદશાંગી. જિનેશ્વર ભગવાનની દેશનાને ગણધરો દ્વાદશાંગીમાં ગૂંથી લે છે. આ આગમોના અર્થ અને ગૂઢ રહસ્યને જાણનારા યુપ્રધાન આચાર્યો પોતાનાં વ્યાખ્યાનો દ્વારા અનેક જીવોને બોધ પમાડે છે. પ્રવચન પ્રભાવનાનો દર્શનવિશુદ્ધિ અવિનાભાવ સંબંધ છે. એટલે કે એક ન હોય તો બીજું પણ ન હોય. દર્શનવિશુદ્ધિ ન હોય તો પ્રવચન પ્રભાવના પણ ન જ હોય. કેટલાક મહાત્માઓ પાસે આવી ઉપદેશલબ્ધિ હોય છે કે એમનો ઉપદેશ સાંભળતાં જ બીજાનાં જીવન ઉપર ઘણી ઊંડી અસર પડે છે. વજસ્વામી પાસે અને બીજા પણ અનેક મહાત્માઓ પાસે એવી ઉપદેશલબ્ધિ હતી. ધર્મકથા દ્વારા શ્રોતાને ધર્મના રંગે રંગી ધર્મશ્રદ્ધા ઉપજાવે અને ધર્મબોધમાં સ્થિર કરી શકે તે ધર્મકથક નામના પ્રભાવક કહેવાય. સર્વ કાળમાં ધર્મકલા શ્રેષ્ઠ કળા છે. ઉદાહરણો સહિત અને યુક્તિપૂર્વક શાસ્ત્રની વાતો સાંભળીને જડ માણસો પણ કોમળ અને સરળ બની જાય છે. કહેવાતા નાસ્તિક માણસો પણ ધર્મકથા સાંભળી આસ્તિક બની જાય છે. ઉત્તમ ધર્મકથા એવી હોય કે જે સાંભળતાં જ શ્રોતાના મનમાં અતિશય આનંદ થાય અને સાથે સાથે ધર્મબોધ પણ થાય. જૈન શાસ્ત્રગ્રંથોમાં ધર્મકથા ચાર પ્રકારની બતાવવામાં આવી છે : (૧) આક્ષેપણી, (૨) વિક્ષેપણી, (૩) સંવેગની અને (૪) નિર્વેદની. આક્ષેપણી કથાના ચાર પેટા પ્રકાર છે: (૧) આચાર વગેરેને વર્ણવનારી તે આચારક્ષેપણી કથા, (૨) પ્રમાદથી લાગેલાં દૂષણો દૂર કરવા માટે પ્રાયશ્ચિત્ત લેવા રૂપી કથા તે વ્યવહારક્ષેપણી કથા, (૩) શ્રોતાના મનના સંશયને મધુર વચન વડે દૂર કરનારી તે પ્રશણ્યાક્ષેપણી કથા અને હજી સાંભળનારને ગમી જાય એવા નયથી, દૃષ્ટિકોણથી તત્ત્વનું નિરૂપણ કરનારી તે દૃષ્ટિવાદાક્ષેપણી કથા. વિક્ષેપણી કથાના ચાર પેટા પ્રકાર છે: (૧) પોતાનો સિદ્ધાંત કહેતાં, સમજાવતાં, પરસિદ્ધાંત સમજાવવો. (૨) પરસિદ્ધાંત સમજાવતાં સમજાવતાં સ્વસિદ્ધાંત સ્થાપવો, (૩) સમવાદ કહેતાં મિથ્યાવાદ પણ સમજાવવો અને જી મિથ્યાવાદ સમજાવતાં સમવાદ સમજાવવો. સંવેગની કથા સંસારની અસારતા સમજાવી ત્યાગવૈરાગ્ય ઉત્પન્ન કરે છે. તેના ચાર પેટા પ્રકાર છે : (૧) આ લોક સંબંધી, ૨) પરલોક સંબંધી, ૩) પરશરીર સંબંધી અને (૪) સ્વશરીર સંબંધી. ૨૪ર જૈન આચારદર્શન Page #299 -------------------------------------------------------------------------- ________________ નિર્વેદની કથા કામભોગના પદાર્થો તરફ અરુચિ પેદ્ય કરી સંસાર પ્રત્યે નિર્વેદ, વિરક્તિ ઉત્પન્ન કરે છે. તેના ચાર પેય પ્રકાર છે: (૧) આ લોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ આ લોકમાં મળે છે એવું નિરૂપતી કથા, (૨) આ લોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ પરલોકમાં મળે છે એવું વર્ણવતી કથા, ૩) પરલોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ આ લાકમાં મળે છે એવું બતાવતી કથા, અને જે પરલોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ પરલોકમાં પણ મળે છે એવું દર્શાવતી કથા. ધર્મકથાનો લાભ બહુ મોટો છે. ગૌતમસ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું, “હે ભગવંત! ધર્મકથા સાંભળનારને અને સંભળાવનારને શો લાભ થાય છે?’ ભગવાને કહ્યું, “ધર્મકથા સાંભળવાથી કે સંભળાવવાથી જીવ સૌભાગ્યશાળી બને છે અને કર્મની નિર્જરા કરે છે. ધર્મકથા દ્વારા ઉપદેશ આપનારના ઉપદેશનો પ્રભાવ તો જ પડે છે જો એના પોતાના જીવનમાં પોતાનો ઉપદેશ બરાબર ઊતર્યો હોય. તર્કયુક્ત દલીલોથી, નય અને નિક્ષેપથી, પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી શાસ્ત્રાર્થ કરવામાં કેટલાક મહાત્માઓ ઘણા નિપુણ હોય છે. એમણે દરેક વિષયનું પૂર્વપક્ષ અને ઉલટપક્ષની દૃષ્ટિએ એવું ચિંતન કર્યું હોય છે કે એમની પાસે કોઈની દલીલ ચાલતી નથી. પ્રામાણિક જિજ્ઞાસુ માણસની પાસે જ્યારે દલીલ ન રહે અને પોતાના અજ્ઞાનની પ્રતીતિ થાય ત્યારે તે ઉત્સાહપૂર્વક સાચા દિલથી બીજાનો મત સ્વીકારવા તૈયાર થાય છે. કેટલાક મહાત્માઓ પાસે વાદ-વિવાદની એવી સરસ લબ્ધિ હોય છે કે અનેક લોકોના મોઢ સમુદાય વચ્ચે કુશળતાપૂર્વક સરસ વાદ કરી શકે છે. પ્રાચીન સમયમાં રાજ્યના આશ્રયે, રાજાની અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં આવી વાદસભાઓ યોજવામાં આવતી અને જેનો મત જીતે તેનો પ્રભાવ લોકોમાં વધતો. જે હારે તે વિજેતાનો શિષ્ય બની જાય એવી પરંપરા પણ હતી. મલ્લવાદીસૂરિ, વૃદ્ધવાદીસરિ, વાદિદેવસૂરિ, વાદી વેતાલ શાંતિસૂરિ વગેરે વાદવિદ્યામાં નિપુણ હતા. અને એમણે વાદ દ્વારા ધર્મની સારી પ્રભાવના કરી હતી. નૈમિત્તિક એટલે કાળ ચોઘડિયું, પશુપક્ષીઓના અવાજો, સ્વનો ઈત્યાદિ વિવિધ પ્રકારનાં લક્ષણો દ્વારા ત્રિકાળ સંબંધી લાભાલાભ વિશે આગાહી કરી શકનાર જ્ઞાની મહાત્માઓ. ભદ્રબાહુસ્વામી શ્રુતકેવલી હતા અને મહાન નૈમિત્તિક પણ હતા. નૈમિત્તિક પ્રભાવક પ્રસંગાનુસાર પોતાના નિમિત્ત જ્ઞાનનો ઉપયોગ કરી ધર્મની પ્રભાવના કરે છે. જૈન ધર્મમાં તપશ્ચર્યા ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. વળી જૈનોની તપશ્ચર્યા ઘણી આકરી ગણાય છે. ઉપવાસ, આયંબિલ વગેરે કઠિન તપશ્ચર્યાઓ પ્રભાવના છે. ૨૪૩ Page #300 -------------------------------------------------------------------------- ________________ જૈનોમાં જાણીતી છે. કેટલીક વ્યક્તિઓ આઠ સોળ, એકવીસ, ત્રીસ, પિસ્તાલીસ એમ લગભગ સવાસો દિવસ સુધીના આહાર વગરના ઉપવાસ કરે છે. અકબર બાદશાહના સમયમાં ચંપા શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યાનું કહેવાય છે. તપથી રોગ દૂર થાય છે, ઇન્દ્રિયો સંયમમાં રહે છે; લબ્ધિ પ્રગટ થાય છે; આત્મશક્તિ ખીલે છે અને કર્મની નિર્જરા થાય છે. તપનો મહિમા જૈન ધર્મમાં બહુ મોટો છે. તપની પ્રભાવનાથી ધર્મની વૃદ્ધિ થાય છે. કેટલાક માણસોનાં હૃદયમાં તપ પ્રત્યે સ્વાભાવિક રીતે જ ઉદાસીનતા કે અરુચિ હોય છે. એવા માણસોને તપનું માહાસ્ય સમજાય અને સ્વાનુભવથી પ્રતીતિ થાય તો તેઓ ઉત્તરોત્તર અધિક તપ કરવા લાગે છે. ઉગ્ર તપશ્ચર્યાની બાબતમાં બધા ધર્મોમાં જૈન ધર્મ સર્વ પ્રથમ છે. ભગવાન મહાવીર દીર્ઘ તપસ્વી' તરીકે સુપ્રસિદ્ધ છે. તપથી ધર્મની અનેરી પ્રભાવના થઈ શકે છે. | વિદ્યા-પ્રભાવક મહાત્માઓ પ્રજ્ઞપ્તિ વગેરે વિવિધ પ્રકારની વિદ્યાઓના જાણકાર હોય છે. વળી તેઓને શાસન-દેવીની સહાય છે. પોતાની વિદ્યાઓ વડે તેઓ ચમત્કાર ભરેલી ઘટના કરી શકે છે. વજસ્વામી, હેમચંદ્રાચાર્ય વગેરે મહાત્માઓ એવી વિદ્યાઓ ધરાવનાર હતા. જરૂર પડે તો પોતાની વિદ્યાના પ્રભાવથી તેઓ રાજા કે લોકોને ધર્મ પમાડતા. અંજન, ચૂર્ણ, લેપ, ગુટિકા વગેરેના વિવિધ યોગની સિદ્ધિ ધરાવનાર તથા વૈક્રિય વગેરે લબ્ધિ ધરાવનાર, સિદ્ધ યોગીઓ પોતાના તેવા અદ્દભુત પ્રયોગોથી ધર્મની અનન્ય પ્રભાવના કરી શકે છે. પાદલિપ્તસૂરિ વગેરે મહાન આચાર્યોએ એવી ધર્મ પ્રભાવના કરી હતી. જેમની પાસે બીજાને પ્રતિબોધ પમાડે એવી કાવ્યરચનાની અદ્દભુત શક્તિ હોય એવા મહાપુરુષોને કવિ પ્રભાવક તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય માણસ કરતાં કવિની વાણી વિશિષ્ટ પ્રકારની હોય છે. અનેક લોકોને તેઓ મુગ્ધ કરે છે. કવિતા વાંચતાં વાચકોને અતિશય આનંદ થાય છે. કવિત્વશક્તિ નૈસર્ગિક છે. બધાંમાં એ નથી હોતી. એટલે જેની પાસે આ વિશિષ્ટ શક્તિ હોય તેને સાંભળવા માટે અનેક લોકો ઉત્સુક હોય છે. સિદ્ધસેન દિવાકર, માનતુંગસૂરિ, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી વગેરેની કૃતિઓ સૈકાઓ થયાં હજુ વંચાય છે. અનેકનાં જીવન ઉપર એ કૃતિઓએ અસર કરી છે. શ્રીમદ્ રાજચંદ્રનાં કેટલાંક પદોએ કેટલાંયનાં જીવનમાં પરિવર્તન આપ્યું છે. કેટલાકની પાસે એવી ર૪ ક જૈન આચારદર્શન Page #301 -------------------------------------------------------------------------- ________________ કવિત્વશક્તિ હોય છે કે તેઓ પ્રસંગાનુસા૨ તરત રચના કરી શકે. એવા કવિઓને શીઘ્ર કવિ કે આશુ કવિ કહેવામાં આવે છે. તેઓ પણ પોતાની વિશિષ્ટ કવિત્વશક્તિ દ્વારા ધર્મનો સારો પ્રભાવ કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રચારનાં માધ્યમો વધ્યાં છે. છાપાં, સામયિક, રેડિયો, ચલચિત્રો, ટી.વી., વિડિયો ફિલ્મ વગેરે પ્રકારનાં માધ્યમો દ્વારા કોઈ એક વાત અલ્પ સમયમાં લાખો કે કરોડો માણસો સુધી પહોંચી જઈ શકે છે. આવાં માધ્યમો દ્વારા પણ ધર્મની સરસ પ્રભાવના થઈ શકે છે. જેની પાસે આવાં માધ્યમના ઉપયોગની આવડત કે શક્તિ સારા પ્રમાણમાં હોય છે તેઓ ધર્મનો સારો પ્રચાર કરી શકે છે. અલબત્ત, જો સાતત્ય ન હોય તો આવો પ્રચાર પણ અલ્પજીવી બની જાય છે. વળી પ્રચારકની પોતાની પાત્રતા બરાબર ન હોય તો ધર્મના નામે જાણતાંઅજાણતાં ખોટો પ્રચાર થવાનો સંભવ પણ રહે છે. વળી મોટાં પ્રચાર માધ્યમો માટે નિરંતર પ્રચારસામગ્રી અને બહુસંખ્ય પ્રચારકોની અપેક્ષા રહે છે. પરિણામે અનેક સાચા-ખોટા માણસો આવાં ક્ષેત્રોમાં ઘૂસે છે. એટલે કેટલીક વાર પ્રચાર કરતાં પ્રચારનો આભાસ જ માત્ર રહે છે. મોટાં પ્રચાર માધ્યમોની શક્તિ જેમ મોટી છે તેમ એની મર્યાદાઓ પણ મોટી છે. સાચવીને વાપરવા જેવાં એ માધ્યમો છે, એનાં પ્રલોભનોમાં ઉતાવળે પડવા જેવું નથી. પ્રચાર-માધ્યમો ગમે તેટલાં વધે તોપણ જેના જીવનમાં ધર્મ ચરિતાર્થ થયો છે એવી વ્યક્તિ દ્વારા ધર્મની જેટલી સંગીન પ્રભાવના થઈ શકે તેટલી અન્યથી ન થઈ શકે. જે મહાન ધર્મ પ્રભાવકોમાં સમ્યગ્દર્શનની જ્યોતિ અનેરી ઝગમગે છે તેઓનું કર્તવ્ય છે કે પોતાની એ જ્યોતિને પ્રકાશિત રાખવા અને અન્યમાં એ જ્યોતિને પ્રગટાવવા માટે દર્શનાચારનાં લક્ષણો પોતાના જીવનમાં સારી રીતે ઉતારે. એવા મહાન પ્રભાવકો દ્વારા ધર્મની ઘણી મોટી પ્રભાવના થઈ શકે છે. એવી પ્રભાવના જ ચિરકાળ ટકી શકે છે. પ્રભાવના ૨૪૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ બોધિદુર્લભ ભાવના જૈન ધર્મમાં મોક્ષલક્ષી આત્મસાધના માટે જે વિવિધ પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે તેમાં શુભ ભાવનાઓનું સેવન જીવો માટે ઘણું લાભકારક છે. જગતની સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્ય સર્વોચ્ચ સ્થાને છે. એના ચિત્તમાં પ્રતિક્ષણ વિચારો, લાગણીઓ, તરંગો, સ્પંદનો, ભાવો વગેરે સતત ઊઠતાં રહે છે. એમાં કેટલાંયે રોજિંદા જીવનક્રમને લગતાં હોય છે. એને માટે એનું વિશેષ મૂલ્ય નથી હોતું. કેટલાંક સ્પંદનો સાવ ક્ષણિક અને ક્ષુલ્લક હોય છે. વ્યક્તિને પોતાને અલ્પ કાળમાં એનું વિસ્મરણ થાય છે. પરંતુ કેટલાંક સ્પંદનો એવાં હોય છે કે જે જાણે એના ચિત્તનો કબજો લઈ લે છે. એ ભૂલવા ઈચ્છે તો ભુલાતાં નથી. થોડી થોડી વારે એનો પ્રવાહ પોતાની મેળે ચાલુ થઈ જાય છે. કેટલાંક શુભ કે અશુભ સ્પંદનો મનુષ્યના ચિત્તને ઘેરી વળે છે. એની અસર એના ચહેરા ઉપર અને વધતી વધતી એના શરીર ઉપર થાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ કહીએ તો એની પ્રબળ અસર એના આત્મા ઉપર – આત્મપ્રદેશો ઉપર થાય છે. આવી પ્રક્રિયામાં ભાવનાનું સ્વરૂપ રહેલું છે. જૈન ધર્મમાં જે વિવિધ પ્રકારની ભાવનાઓ બતાવવામાં આવી છે, તેમાંથી બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. ભાવનાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે : માવ્યગતિ પાવના [જેનાથી આત્મા ભાવિત થાય છે તેને ભાવના કહેવામાં આવે છે.] આમ, ભાવનાનો સંબંધ આત્મતત્ત્વ સાથે છે. જૈન ધર્મ પ્રમાણે ઇન્દ્રિયોનો સંબંધ દ્રવ્યમાન સાથે છે. મનના બે પ્રકાર છે – દ્રવ્યમાન અને ભાવ મન. દ્રવ્યમનનો સંબંધ ભાવમન સાથે અને ભાવમનનો સંબંધ આત્મા સાથે છે. આમ, ભાવનાનો ૨૪૬ - જૈન આચારદર્શન Page #303 -------------------------------------------------------------------------- ________________ આત્મા સાથેનો સંબંધ આત્મા ભાવમન દ્વારા છે. આથી જૈન ધર્મમાં ભાવ અને ભાવનાનું ઘણું મહત્ત્વ સ્વીકારાયું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, અથવા દાન, શીલ, તપ અને ભાવ વગેરેમાં ભાવને છેલ્લું ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે. મનોનુશાસનમાં ભાવનાનાં લક્ષણ નીચે પ્રમાણે જણાવવામાં આવ્યાં છે : चेतो विशुद्धये मोहक्षयाय स्थैर्यापादनाय । विशिष्टं संस्कारपादनं भावना। ચિત્તશુદ્ધિ, મોહક્ષય તથા (અહિંસાદિ વ્રતોમાં) સ્વૈર્ય આણવા માટે જે વિશિષ્ટ સંસ્કાર જાગ્રત કરવામાં આવે છે તેને “ભાવના” કહેવામાં આવે છે.] ‘રોધિ' સંસ્કૃત શબ્દ છે. એના ઉપરથી પ્રાકૃત-અર્ધમાગધીમાં બોહિ' શબ્દ આવેલો.) બોધિ શબ્દ બધુ ધાતુ ઉપરથી આવેલો છે. બુધુ એટલે જાણવું. ડાહ્યા માણસો માટે, સારાસાર-વિવેક જાણનાર જ્ઞાની માણસો માટે “બુધ' શબ્દ વપરાય જૈન ધર્મમાં બોધિ' શબ્દ વિશિષ્ટ પારિભાષિક અર્થમાં વપરાયો છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. એટલે “બોધિ' શબ્દ આત્માના જ્ઞાનપ્રકાશ માટે વપરાય છે. વ્યવહારગતમાં કીમતીમાં કીમતી પદાર્થ તે રત્ન છે. એટલે બોધિને રત્નનું રૂપક આપવામાં આવે છે. બોધિ' શબ્દ સમ્યકત્વ માટે વપરાય છે. સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન તથા સમ્યગુચારિત્રને “સમકિત'-સમ્યકત્વ તરીકે ઓળખવવામાં આવે છે. એટલા માટે બોધિની વ્યાખ્યા આપતાં કહેવાયું છે: सम्यग्दर्शन ज्ञानचारित्राणामप्रपा प्रापणं बोधिः । - સિમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ ન હોય અને તે પ્રાપ્ત થાય તે બોધિ' કહેવાય છે.). સમ્યક્ત વિના મોક્ષપ્રાપ્તિ નથી. એટલા માટે જ સમકિત ઉપર અર્થાત્ બોધિ ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જ્યાં સુધી બોધિબીજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દેહ અને આત્માની ભિન્નતાનાં સ્પષ્ટ દર્શન ન થાય અને ત્યાં સુધી મોક્ષમાર્ગ ઉપર આગળ વધી ન શકાય. એટલા માટે જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરતી વખતે પણ બોધિપ્રાપ્તિ માટે પ્રાર્થના કરાય છે: લોગસ્સ સૂત્રમાં કહેવાયું છે: कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा। आरुग्ग बोहिलाभं समाहिवरमुत्तमं दित॥ ઉવસગ્ગહર સ્તોત્રમાં પણ કહેવાયું છે : બોધિદુર્લભ ભાવના ૨૪૭ Page #304 -------------------------------------------------------------------------- ________________ ता देव दिज्ज बोहिं भवे भवे पास जिणचंद। જયવીયરાય સ્તોત્રમાં પણ કહેવાયું છે : दुक्खखओ कम्मकखओ समाहिमरणं च बोहिलाभोअ । संपज्जउ मह एहं तुह नाह पणाम करणेणं ॥ આમ આ ત્રણે મહત્ત્વનાં સૂત્રોમાં બોહિ-બોધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. એ બતાવે છે કે બોધિપ્રાપ્તિનું મૂલ્ય કેટલું બધું છે. ભાવનાની શ્રેષ્ઠતા દર્શાવતાં કહેવાયું છે : दारिद्र्यनाशनं दानं, शीलं दुर्गतिनाशनम् । अज्ञाननाशिनी प्रज्ञा, भावना भवनाशिनी ॥ [દાનથી દરિદ્રતાનો નાશ થાય છે; શીલથી દુર્ગતિનો નાશ થાય છે, પ્રજ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે, પરંતુ ભાવનાથી તો ભવનો જ નાશ થાય છે.] વળી ભાવનાની ઉત્કૃષ્ટતા દર્શાવતાં કહેવાયું છે: वित्तेन दीयते दान। शीलं सत्त्वेन पाल्यते। तपोऽपि तप्यते कष्टात् स्वाधीनोत्तम भावना ॥ [દાન ધનથી અપાય છે, શીલ સત્ત્વથી પળાય છે, તપ કષ્ટથી થાય છે, પરંતુ ઉત્તમ ભાવના તો સ્વાધીન છે.] આવી ભાવનાઓનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવે છે. બૃહત્કલ્પમાં કહ્યું છે કે ભાવનાઓ બે પ્રકારની છે. दुविहाओ भावणाओ-संकिलिट्ठा य, असंकिलिट्ठा य। [ભાવનાઓ બે પ્રકારની છે : સંક્લિષ્ટ અર્થાત્ અશુભ અને અસંક્ષિપ્ત અર્થાત્ શુભ.] કંદર્પ, કિલ્બિલી, આભિયોગિકી, દાનવી અને સંમોહી એ પાંચ પ્રકારની ભાવના તે અશુભ ભાવના છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ પ્રકારનાં ધ્યાન સાથે સંકળાયેલી ભાવનાઓ અશુભ પ્રકારની ભાવના છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાને ધર્મધ્યાનની ભાવના. અથવા પરા ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે અને તે શુભ ભાવનાઓ છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોની પ્રત્યેકની પાંચ પાંચ શુભ ભાવનાઓનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે : भावनाभिभावितानि पश्चिम प्रश्चमिः । महावानि नो कस्य साधयन्त्यव्ययं पदम् ॥ [ક્રમાનુસાર પાંચ પાંચ ભાવનાઓ વડે ભાવિત કરાયેલાં મહાવ્રતો કોને ૨૪૮ જૈન આચારદર્શન Page #305 -------------------------------------------------------------------------- ________________ અવ્યયપદ (મોક્ષ) નથી સાધી આપતાં 2] આમ, શુભ ભાવનાઓ પણ અનેકવિધ પ્રકારની છે. તેમાં દર્શનવિશુદ્ધિ ભાવના, વિનયસંપન્નતા ભાવના, વગેરે પ્રકારની સોળ શુભ ભાવનાઓને કારણ ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે. આ શુભ ભાવનાઓ ઉપરાંત જૈન ધર્મમાં અનિત્યાદિ બાર શુભ ભાવનાઓનું મહત્ત્વ સૌથી વિશેષ છે. આત્મચિંતન માટેની એ ભાવનાઓને વૈરાગ્યની ભાવના અથવા સમત્વની પ્રાપ્તિ માટેની ભાવના તરીકે ઓળખવામાં આવે છે. “તત્ત્વાધિગમસૂત્ર'માં વાચક ઉમાસ્વાતિ કહે છે : अनित्याशरणसंस्तरैकत्वान्यत्वाशुचित्वास्त्रवसंवर। निर्जरालोकबोधिदुर्लभभधर्मस्वाख्यातत्त्वानुचिंतनमनुप्रेक्षा । નીચે પ્રમાણે બાર ભાવનાઓ – અનુપ્રેક્ષાઓ બતાવવામાં આવે છે: (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, ઈ એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ ભાવના, (૭) આસવ ભાવના, (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) બોધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મ ભાવના. (છેલ્લી ચાર ભાવનાઓના ક્રમમાં કેટલાક ગ્રંથોમાં ફેર જોવા મળે છે. કોઈકમાં બોધિદુર્લભ ભાવના અગિયારમી બતાવવામાં આવી છે, તો કોઈકમાં તે બારમી બતાવવામાં આવી છે.) મન અને પાંચ ઇન્દ્રિયો એ જેમ મનુષ્યજન્મની મોટામાં મોટી સિદ્ધિ-ઉપલબ્ધિ છે તેમ એ જ મન અને પાંચ ઇન્દ્રિયો કેટલાયે જીવો માટે મનુષ્યજન્મની મોટામાં મોટી ક્ષતિરૂપ નીવડવા સંભવ છે. મનુષ્યને દુર્ગતિની ખીણમાં ગબડાવી દેવાની શક્તિ પણ તેમાં રહેલી છે. માણસ જો પોતાની આ પાંચ ઇન્દ્રિયોને સંયમમાં રાખી શકે, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી શકે તો ક્રોધ, માન, માયા, અને લોભ એ ચાર કષાયો ઉપર વિજય મેળવી શકે. કષાયો, શાંત થતાં ચિત્ત પણ શાંત થાય છે. ચિત્ત ઉપર વિજય મળતાં મન:શુદ્ધિ થાય છે. મનઃશુદ્ધિ થતાં રાગ અને દ્વેષ પાતળા પડવા લાગે છે. એથી નિર્મમત્વ આવવા લાગે છે. નિર્મમત્વ માટે અનિત્યાદિ ભાવનાઓનું સેવન આવશ્યક છે. નિર્મમત્વ આવતાં સમતા-સમત્વ આવવા લાગે છે. માટે જ કહ્યું છે : साम्यं स्यान्निमत्वेन तत्कृते भावना श्रयेत् । આમ, સમતાનું બીજ ભાવનાઓમાં રહેલું છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર' (૧૫/૫)માં કહ્યું છે : भावनावेग सुद्धप्पा जले नावा व आहिया। नावा व तीरसंपन्ना सव्वदुक्खा विमुच्चइ ॥ બોધિદુર્લભ ભાવના - ૨૪૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ [ભાવનાયોગથી શુદ્ધ થયેલો આત્મા જલમાં નાવની જેમ તરે છે. જેમ નાવ કિનારે પહોંચે છે, તેવી રીતે શુદ્ધાત્મા સર્વ દુઃખોમાંથી મુક્ત થઈ લક્ષ્યસ્થાને પહોંચે છે.]. અધ્યાત્મકલ્પદ્રુમમાં મુનિસુંદરસૂરિએ કહ્યું છે : चित्त वालफ ! मात्याक्षीरजस्त्रं भावनौषधिः । यत्त्वां दुर्ध्यानभूता न छलयन्ति छलान्विष ॥ હિં ચિત્તરૂપી બાળક ! તું ભાવનારૂપી ઔષધિનો ક્યારેય ત્યાગ કરતો નહિ, જેથી છળને શોધનારા દુધ્ધનરૂપી ભૂતો-પિશાચો તને છેતરી શકે નહિ, ભાવનાઓનું કેવું ફળ હોય છે તે દર્શાવતાં ઉત્તરાધ્યયનસૂત્ર' (૨૯/૫૦)માં ભગવાન મહાવીરે કહ્યું છે: भावसच्चेण भावविसोहिं जणयई। भावविस्तेहिएवद्माणो अरिहंतप न्नतस्स धम्मस्स आराहणयाए अबुढेइ - अबुढेइत्ता परलोग धम्मस्स आराहए भवई। [ભાવસત્યથી જીવ ભાવની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. વિશુદ્ધ ભાવનાવાળો જીવ અરિહંતપ્રણીત ધર્મની આરાધનામાં તત્પર થઈને પારલૌકિક ધર્મને આરાધક બને છે.] સંસારમાં પરિભ્રમણ કરતા જીવોનું જ્યારે અવલોકન કરીએ છીએ અને તેમના વિકાસક્રમની ગતિનો વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે તેટલો બધો કાળ જ્યારે પસાર થઈ જાય ત્યારે જીવ વિકાસનું એકાદ પગથિયું ઉપર ચડે તો ચડે. વળી, કેટલાયે જીવો થોડે ઉપર ચડી પાછા નીચે પડતા હોય છે. જૈનદર્શન પ્રમાણે જીવ સૂક્ષ્મ નિગોદ (અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહારરાશિમાં આવે છે. ત્યાર પછી એકેન્દ્રિયપણું, બેઇન્દ્રિયપણું, તે ઇન્દ્રિયપણું. ચઉરિન્દ્રિયપણું એમ પ્રાપ્ત કરતાં કરતાં સંજ્ઞીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. એમ કરતાં કેટલી બધી મુશ્કેલીથી જીવ મનુષ્યપણું પ્રાપ્ત કરે છે ! આમ ઉત્તરોત્તર એક એક તબક્કામાંથી પસાર થઈ ઉપર ચડવું એ જ ઘણું દુર્લભ છે. વળી, મનુષ્યપણું પ્રાપ્ત થયું એટલે બધું જ આવી ગયું એવું નથી. મનુષ્યપણામાં રાજ્ય મળવું કે ચક્રવર્તીપદ મેળવવું એટલું દુર્લભ નથી જેટલું બોધિબીજ મેળવવું દુર્લભ છે. મનુષ્યપણું મળ્યા પછી આર્યદેશમાં જન્મ, સંસ્કારી કુટુંબમાં જન્મ, ધર્મજિજ્ઞાસા, ધર્મશ્રવણનો યોગ, ધર્મબોધ થવો, ધર્મમાં ઉદ્યમ કરવાના સંયોગ સાંપડવા ઇત્યાદિ ઉત્તરોત્તર દુર્લભ થતાં જાય છે. ૨૫) જૈન આચારદર્શન Page #307 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે જ કહેવાયું છે : चतारि परमंगाणि दुल्लहाणीह जंतणो। माणुसत्तं सूई सखा संजमम्मि त वीरिअं॥ (જીવોને માટે ચાર મુખ્ય બાબતો અત્યંત દુર્લભ છે : (૧) મનુષ્યપણું, (૨) શ્રુતિ (ધર્મશ્રવણ), (૩) ધર્મમાં શ્રદ્ધા અને ) સંયમમાં વીર્ય ત્યાગવૈરાગ્ય માટેનો પુરુષાર્થ).] ઉત્તરાધ્યયન”ના “દુમપત્તય' નામના દસમા અધ્યયનમાં ઉત્તરોત્તર એક પછી એક વસ્તુઓ પ્રાપ્ત થવી કેટલી દુર્લભ છે તે દર્શાવતાં ભગવાન મહાવીરે કહ્યું છે : लभ्रूणं वि माणुसत्तणं आयरियत्तं पुणरावि दुल्लहं । बहवे दसुया मिलक्खुया समयं गोयम, मा पमायए॥ लद्धणं वि आयरियत्तणं अहीणपंचिंदियता हु दुल्लहा । विगलिंदियता हु दीसई समयं गोयम, मा पमायए॥ अहीणपंचे दियत्तंपि सेलहे उत्तम धम्मसुई हु दुल्लहा । कुतित्थिनिसेवए जणे समयं गोयम, मा पमायऐ। लखूणं वि उत्तम सुई सद्दहणा पुणरावि दुल्लहा । मिच्छत्तनिसेवए जणे समयं गोयम, मा पमायए। દુિર્લભ એવો મનુષ્યજન્મ મળ્યા પછી પણ આર્ય દેશમાં જન્મ મળવો દુર્લભ છે. ઘણા લોકો મનુષ્ય હોવા છતાં દસ્યુ અને મ્યુચ્છ હોય છે. માટે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર. આર્ય દેશમાં જન્મ મળ્યા પછી પણ પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા મળવી દુર્લભ છે. ઘણા જીવો વિકલેન્દ્રિય જોવા મળે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. પાંચે ઈન્દ્રિયોની પૂર્ણતા મળ્યા પછી પણ ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ છે. ઘણા લોકો કુતીર્થિઓની સેવા કરનારા હોય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી તે ઘણી દુર્લભ વાત છે. ઘણા લોકો મિથ્યાત્વનું સેવન કરનારા હોય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.]. ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીજા અધ્યાયમાં પણ આ જ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે : माणुस्सं विग्गहं लद्धं सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिवज्जति तवं खंतमहिंसयं ॥ બોધિદુર્લભ ભાવના ૨૫૧ Page #308 -------------------------------------------------------------------------- ________________ आहच्वं सवणं लड़े सद्धा परमदुल्लहा । सोच्चा णेयाउणं मग्गं बहवे परिभस्सई॥ મિનુષ્યપણું પ્રાપ્ત થયા પછી પણ ધર્મનું શ્રવણ અત્યંત દુર્લભ છે, કે જે ધર્મશ્રવણ કરીને જીવ તપ, ક્ષમા અને અહિંસાનો સ્વીકાર કરે છે. કદાચ ધર્મશ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. મોક્ષમાર્ગ પ્રતિ લઈ જનારા ધર્મનું શ્રવણ કર્યા પછી ઘણા લોકો એ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે.. ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિમાં મનુષ્યજન્મથી માંડીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ અનુક્રમે કેવી કેવી છે તે બતાવતાં કહે છે : मानुष्य कर्म भूम्यार्थदेश कुल कल्पताऽऽयुरूपलब्धौ । श्रद्धाकथक श्रवणेषु सत्स्वपि सुदुर्लभा बोधिः ॥ મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, સારું કુળ, નીરોગીપણું, દીર્ઘ આયુષ્ય – એ સર્વ પ્રાપ્ત થવા છતાં ધર્મ કહેનાર ઉપર શ્રદ્ધા રાખવી અને બોધિ' (સમકિત) પામવું એ ઘણી દુર્લભ વાત છે.]. | હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં જીવને એકેન્દ્રિયપણામાંથી શરૂ કરીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ કઈ કઈ હોય છે તે સમજાવતાં કહ્યું છે : अकामनिरूिपात् पुण्याज्जन्तो४ प्रजायते। स्थावरत्वात्त्रसत्वं वा तिर्यकत्वं वा कथंचन ॥ मानुष्यमार्यदशश्च जाति: सर्वाक्षपाटवम् । आयुश्च प्राण्यतः कथञ्चित्कर्मलाघवात् ॥ प्राप्तेषु पुण्यत श्रद्धाकथकाश्रवणेष्वपि । तत्त्वनिश्चयरुपं तद्धोधिरत्नं सुदुर्लभम् । विपयोभ्यो विरक्तानां साम्यवासितचेतसाम् । तपशाम्येत कषायाग्निबोधिदीप: समुन्मिषेत्॥ [અકામ નિર્જરરૂપ પુણ્યથી જીવને સ્થાવરપણામાંથી ત્રસપણું અથવા તિર્યચપણું કોઈક રીતે પ્રાપ્ત થાય છે. મનુષ્યપણું, આદિશ, ઉત્તમ જાતિ, સર્વ ઇન્દ્રિયોની પૂર્ણતા, દીર્ઘ આયુષ્ય કંઈક હળવાં કર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યના ઉદયથી શ્રદ્ધા, સદ્ગુરુ, ધર્મશ્રવણ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બોધિરત્નની પ્રાપ્તિ દુર્લભ વિષયોથી વિરક્ત થયેલાં અને સમત્વથી વાસિત થયેલાં ચિત્તવાળા સાધુપુરુષોનો કષાયરૂપી અગ્નિ શાન્ત થઈ જાય છે. તથા બોધિ (સમ્યક્વ)રૂપી દીપક પ્રગટ થાય છે.] શાન્તસુધારસના ગેયાષ્ટકમાં વિનયવિજયજી મહારાજ લખે છે : ૨પર જૈન આચારદર્શન Page #309 -------------------------------------------------------------------------- ________________ बोधिरतिदुर्लभा । बुध्यतां जलधिजलपतित सुररत्नयुक्त्या ॥ सम्यगाराधयतां स्वहितमिह साध्यतां । बुध्यतां बाध्वतामधरगतिआत्मशक्त्या ॥ [હે જીવ! બોધિ અત્યંત દુર્લભ છે એ તું સમજ, સમજ ! સમુદ્રના જળમાં ચિંતામણિરત્ન પડી ગયું હોય તો તે મેળવવાનું જેટલું દુર્લભ છે એટલું દુર્લભ બોધિ મેળવવાનું છે. એટલા માટે તું સમ્યગ્ આરાધના કર અને તારું હિત સાધી લે. તું તારી આત્મશક્તિથી નીચી ગતિને, દુર્ગતિને અટકાવી દે.] બોધિને મેળવવામાં ચાર મોટા અંતરંગ શત્રુઓ તે ચાર સંજ્ઞાઓ છે ઃ (૧) આહા૨સંજ્ઞા, (૨) ભયસંજ્ઞા, (૩) મૈથુનસંજ્ઞા અને (૪) પરિગ્રહસંજ્ઞા. માટે જીવે એ સંજ્ઞાઓ ઉપર વિજ્ય મેળવવા માટે ઘણો ભારે પુરુષાર્થ કરવાનો રહે છે. આ બોધિરત્ન મેળવવું અને સાચવવું એ સહેલી વાત નથી. કેટલીયે વાર મળ્યા પછી પાછું એ ખોવાઈ પણ જાય છે. બોધિરત્ન મેળવવા માટે ઘણીબધી તૈયારી કરવી પડે છે અને મેળવ્યા પછી એને સાચવવા માટે ઘણો મોટો પુરુષાર્થ કરવો પડે છે. બોધિપ્રાપ્તિને એટલા માટે જ શાસ્ત્રકારોએ અત્યંત દુર્લભ તરીકે ઓળખાવી છે. બોધિ દુર્લભ છે' એમ ઉતાવળે ઉપરઉપરથી કહી દેવું એ એક વાત છે અને એની દુર્લભતાની સાચી આત્મપ્રતીતિ થવી એ બીજી વાત છે. સમગ્ર સંસારના જીવોની ચાલતી સતત ગતિનું અવલોકન કરી તે વિશે આત્મચિંતન કરનારને બોધિની દુર્લભતાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ'માં કહ્યું છે ता दुर्लभां भवशतैर्लब्ध्वाऽप्यतिदुर्लभा पुनर्विरतिः । मोहाद्रागात् कापथविलोकनाद् गोरववशाच्च ॥ [આવી દુર્લભતાથી મળતી બોધિને સેંકડો ભવે મેળવ્યા પછી પણ વિરતિ (ત્યાગ-સંયમ) મળવી અત્યંત દુર્લભ છે. મોહમાં પડી જવાને કારણે, રાગને વશ થઈ જવાને કારણે, જાતજાતના ખોટા પંથોના અવલોકનને કા૨ણે અને ગોરવને વશ થવાને કારણે માણસને વિરતિમાં રસરુચિ થતાં નથી.] આવું અત્યંત દુર્લભ એવું બોધિરત્ન પ્રાપ્ત થયું હોય તો તે વેડફી નાખવા જેવું કે ગુમાવી દેવા જેવું નથી. ઉપાધ્યાય શ્રી યસોમે બોધિદુર્લભ ભાવનાની સાયની રચનામાં સરસ દૃષ્ટાન્તો આપતાં કહ્યું છે : લોહકીલકને કારણે, યાન જલધિમાં ફોડે ગુણકારણ કોણ નવલખો હાર હીંચનો ત્રોડે રે ? બોધિદુર્લભ ભાવના * ૨૫૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ ? એક લોઢાના ખીલા ખાતર આખું વહાણ કોણ દરિયામાં ડુબાવી દે ! દોરો જોઈતો હોય તો એટલા માટે નવલખો હાર કોણ તોડી નાખે ? બોધિરયણ ઉવેખીને કોણ વિષયા૨સોડે રે? કંકર મણિ રમોડવ કરે, ગજ વેરે ખર હોડે રે ? બોધિરત્નને ઉવેખીને વિષયાસ પાછળ, ભૌતિક સુખ પાછળ કોણ દોડે ? કાંકરો અને મણિ એ બંનેને સરખાં કોઈ ગણે ? ગધેડાના બદલામાં હાથીને કોણ વેચી દે? વિનયવિજયજી મહારાજ બોધિદુર્લભ ભાવનાના ગેયાષ્ટકમાં અંતે ભલામણ કરતાં કહે છે : एवमतिदुर्लभात् प्राप्त दुर्लभतमं बोधिरलं सकलगुणनिधानम् । कर गुरुप्राज्यबिनयप्रसादोदितं शान्तरससरसपीयूषानम् ॥ [હે જીવ! આ રીતે અત્યંત દુર્લભથી દુર્લભ એવું તથા સકલ ગુણોના ભંડારરૂપ બોધિરત્ન મેળવીને, ઊંચા પ્રકારના વિનયના પ્રસાદથી પ્રાપ્ત થયેલા શાન્ત રસરૂપી સરસ અમૃતનું તું પાન કર.] બોધિની દુર્લભાનું ચિંતન-મનન કરતાં કરતાં, એ ભાવનાનું સેવન કરતાં કરતાં જીવ ધર્મગતિ અણગાર કે શ્રેણિક રાજાની જેમ ઊંચી અધ્યાત્મદશા પ્રાપ્ત કરે છે. આમ, વૈરાગ્યની અને આત્મચિંતનની બાર ભાવનાઓમાં બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. ૨૫૪ જૈન આચારદર્શન Page #311 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય મનુષ્યની પાસે વાણી, ભાષા અને સાહિત્ય ન હોત તો મનુષ્યનું જીવન પશુ જીવન જેવું જ રહ્યું હોત. મનુષ્ય પાસે વિકસિત મન અને વાચા છે અને તેથી તે પોતાના વિચારોને અને અનુભવોને સારી રીતે વ્યક્ત કરી શકે છે. અલબત્ત, કેટલાક અનુભવો ઇન્દ્રિયાતીત હોવાથી ભાષામાં તે યથાતથ રજૂ કરી શકાતા નથી. ભાષાનું માધ્યમ તે માટે અપૂર્ણ છે એવી ત્યારે પ્રતીતિ થાય છે. વિકસિત વાણી અને ભાષા દ્વારા માનવજાત પોતાનાં વિચારો, અનુભવો, સંવેદનો, કલ્પાનાઓ, એષણાઓ વ્યક્ત કરી શકે છે અને બીજામાં સંક્રાન્ત કરી શકે છે એટલે કે બીજાના ચિત્ત સુધી પહોંચાડી શકે છે. મનુષ્યજીવનને સારું બનાવવા માટે શું ઉપયોગી છે અને શું નિરુપયોગી છે તેની સમજણ એટલે કે સારા-સારવિવેક ભાષા વડે મનુષ્ય દર્શાવી શકે છે. લિપિની શોધ પછી ભાષાના માધ્યમ દ્વારા સાહિત્યનું સવિશેષ નિમણ થતું રહ્યું છે, અને એક વ્યક્તિએ રચેલું સાહિત્ય સ્થળ અને કાળની મર્યાદા ઓળંગીને અન્ય સ્થળે, અન્ય કાળમાં, અન્ય વ્યક્તિ પાસે પહોંચી જઈ શકે છે. જ્યારે લિપિ નહોતી ત્યારે, ભલે મર્યાદિત પ્રમાણમાં, પણ આવું સાહિત્ય શ્રવણપરંપરાથી, એક વ્યક્તિ પાસેથી સાંભળીને બીજી વ્યક્તિ પાસે, એક પેઢી પાસેથી સાંભળીને બીજી પેઢી પાસે પહોંચી શકતું હતું. એટલા માટે એ સાહિત્યને શ્રત સાહિત્ય આપણે કહીએ છીએ. આજે મૃત સાહિત્ય” અથવા “શ્રુતજ્ઞાન' જેવા શબ્દો શબ્દના માધ્યમ દ્વારા પ્રાપ્ત એવા તમામ સાહિત્ય માટે વપરાવા લાગ્યા છે. જે કોઈ વ્યક્તિમાં ભાષાની અભિવ્યક્તિની જરા સરખી પણ શક્તિ હોય છેતે કંઈક વિશિષ્ટ બોલવા કે લખવા પ્રેરાય છે, પરંતુ જેટલું બોલાયું અને લખાયું તેટલું બધું જ કાયમને માટે સંગ્રહી રાખવાની પાત્રતાવાળું હોતું નથી. સમય અને સંદર્ભ બદલાતાં કેટલુંયે સાહિત્ય જુનવાણી થઈ જાય છે અને પોતપોતાનું આયુષ્ય સ્વાધ્યાય - ૨૫૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ કરી કાળના ગર્તમાં વિલીન થઈ જાય છે. માનવજાતને સર્જાતા. સારાનરસા તમામ સાહિત્ય પોતાના જીવનમાં કામ લાગ્યું છે અને ભવિષ્યમાં અનેક લોકોને કામ લાગશે એવી પ્રતીતિ થાય તો જ માનવજાત તે સાહિત્યને બીજી ત્રીજી પેઢી સુધી આગળ પહોંચાડવાનો પુરુષાર્થ કરતી રહે છે. કેટલુંક સાહિત્ય એકાદ યુગ જેટલું જીવંત રહે છે, માનવજાત પોતાના સ્વાર્થને ખાતર આવા ચિરંતન સાહિત્યને જીવની જેમ સાચવે છે. વેદો-ઉપનિષદો, આગમો-ત્રિપિટકો, કે રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યોનું સાહિત્ય આજ દિવસ સુધી સચવાઈ રહ્યું છે. તે નષ્ટ થઈ જાય તો કંઈ વાંધો નથી એવો પ્રમાદ આજ દિવસ સુધી માનવજાતે સેવ્યો નથી અને સેવશે કે કેમ તે પ્રશ્ન છે. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન વગેરેના કેટલાયે ગ્રંથો પચીસ-પચાસ વર્ષે, નવી નવી શોધ થતાં અને નવી નવી થિયરી પ્રચલિત થતાં કાળગ્રસ્ત બની જાય છે. કેટલુંયે સાહિત્ય વર્તમાન ભૌતિક જીવનને સુખ-સગવડભર્યું, સૌંદર્યમંડિત અને ઉલ્લાસમય કેમ બનાવી શકાય તેના ઉપાયોને લગતું હોય છે. કેટલુંયે સાહિત્ય તત્કાલીન બનતા બનાવો કે પ્રશ્નોની સવિગત માહિતી આપનારું હોય છે. પરંતુ થોડા દિવસમાં જ તે વાસી થઈ જાય છે. ગ્રંથસ્થ થવાને તેની પાત્રતા રહેતી નથી, અને ગ્રંથસ્થ થાય તોપણ તે ઝાઝું સચવાતું નથી. છાપાંઓ, સાપ્તાહિકો અને અન્ય પ્રકારનું ચોપાનિયાંઓનું ઘણુંખરું સાહિત્ય આ પ્રકારનું હોય છે. તેમાંના કેટલાકનું ઐતિહાસિક દસ્તાવેજી મૂલ્ય કદાચ રહે તો રહે, પરંતુ એકંદરે તો સમય વીતતાં તે નિર્માલ્ય બની જાય છે. એક ચીની ફિલસૂફને કોઈકે પૂછ્યું કે “તમે છાપાં કેમ વાંચતા નથી? તેણે કહ્યું. છાપાં વાંચવાની મારે કંઈ જરૂર નથી, કારણ કે દુનિયામાં જે કઈ મહત્ત્વની જાણવા જેવી ઘટનાઓ બને છે તેની માહિતી કોઈક ને કોઈક મારફત મોડી કે વહેલી મને મળી રહે છે. અને ન જાણવા જેવી જે કંઈ ઘટનાઓ વિશેની માહિતી છાપાંઓમાં આવે છે તેની મારે કંઈ જરૂર રહેતી નથી. એટલે છાપાંઓ વાચવામાં મારો કીમતી સમય હું બગાડવા ઇચ્છતો નથી.' જગતમાં કેટલાયે મહાત્માઓ આ પ્રમાણે છાપાં-ચોપનિયાં વાંચવામાં પોતાનો સમય નિરર્થક વ્યતીત કરવા ઇચ્છતા નથી હોતા. જેઓ રાજકારણમાં પડેલા હોય છે, જેઓ અમુક પ્રકારના વ્યવસાયમાં પડેલા હોય છે, જેઓ માત્ર વર્તમાનમાં જ જીવવા ઇચ્છતા હોય છે અથવા ગમે તેમ કરીને પોતાનો નિવૃત્ત સમય ભરવા કે પસાર કરવા ઇચ્છતા હોય છે તેઓને છાપાં-ચોપાનિયાં વગર ન ચાલે તે દેખીતું છે, પરંતુ જેઓ આત્માર્થી છે તેઓને માટે છાપા-ચોપાનિયાનું કશું જ મૂલ્ય નથી. ૨૫૬ જૈન આચારદર્શન Page #313 -------------------------------------------------------------------------- ________________ આટલા બધા સાહિત્યમાંથી માણસે શું વાંચવું અને શું ન વાંચવું? કેટલુંક ઉત્તમ સાહિત્ય વાંચવા માટે પણ એક જિંદગી ઓછી પડે. માટે જ માણસે પોતપોતાની પસંદગી કરી લેવાની રહે છે. કહ્યું છે : अनन्तशास्त्रं बहुला च विद्या ૩ વાતો વહુવિઝતા यत्सारभूतं तदुपासनीयं ____ हंसो यथा क्षीरमिवाम्बुमध्यात्॥ [શાસ્ત્રો અનંત છે, વિદ્યાઓ ઘણીબધી છે, સમય થોડો છે અને વિનો ઘણાંબધાં છે. એટલે હંસની જેમ, પાણીમાંથી દૂધ પ્રાપ્ત કરવાની ક્ષીરનીર વિવેકબુદ્ધિ વાપરી શાસ્ત્રોમાં અને વિદ્યાઓમાં જે સારભૂત તત્ત્વ હોય તે ગ્રહણ કરીને તેની ઉપાસનામાં લાગી જવું જોઈએ.]. આમ, તત્ત્વની વિચારણા કરતું, આત્મોન્નતિના વિવિધ ઉપાયો સૂચવતું, અનેકવિધ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિઓ ઉપર પ્રકાશ પાડનારું, અતિન્દ્રિય શક્તિઓનો પરિચય કરાવનારું – એવું એવું સાહિત્ય સુપાત્ર અધિકારી વ્યક્તિને હાથે જો લખાયું હોય અને તેમાં તેમની ઉચ્ચ, પવિત્ર, પ્રભાવના પ્રતિભાનું દર્શન થતું હોય તો તેવું સાહિત્ય માનવજાત દીર્ઘકાળ સુધી સાચવી રાખે છે. સાહિત્યના આમ મુખ્ય બે પ્રકાર પડે છે : એક મિથ્યાશ્રુત અને બીજું સમ્યકુશ્રુત. જે સાહિત્ય જીવને ભૌતિક મોહદશામાં રાચતો કરી દે, જે એના મિથ્યાત્વને પોષીને એના ભવભ્રમણને વધારી દે તે સાહિત્ય એ મિથ્યાશ્રુત. જે સાહિત્ય જીવને સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રનો માર્ગ દર્શાવે, જીવને એ માર્ગ ઉપર આરૂઢ થવા પ્રેરે અને મુક્તિ તરફ લઈ જાય તે સમ્યકથ્થત. એકંદરે મિથ્યાશ્રુત કરતાં સમ્યકુશ્રુતની રુચિ ઓછા જીવોને થાય, કારણ કે તેમ થવા માટે પાત્રતાની આવશ્યકતા રહે અને તેવી પાત્રતા દુર્લભ હોય છે. કોઈ પણ પ્રકારના લખાણનું ચીવટપૂર્વક વાચન કરવું અને તે વાચન મનનપૂર્વક વારંવાર કરવું તે અધ્યયન છે. આવું અધ્યયન સમ્યકશ્રુતનું તેમ મિથ્યાશ્રુતનું પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે, વ્યવહારુ શિક્ષણ લેતા શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ પરીક્ષાને અર્થે પોતાના પાઠ્યગ્રંથોનું મિથ્યાશ્રુતનું વારંવાર અધ્યયન કરતા હોય છે. તેનો હેતુ અમુક સમય પૂરતો મર્યાદિત રહે છે. અધ્યયન કરતાં સ્વાધ્યાય શબ્દ અર્થની દષ્ટિએ વધુ ચડિયાતો છે. અનેક જ્ઞાની મહાત્માઓએ અધ્યાત્મજ્ઞાનના એક એક પદાર્થ ઉપર વિવિધ દૃષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો છે, જે કેટલાય જીવોને આત્મિક કલ્યાણની દૃષ્ટિએ ઉપયોગી નીવડે છે. એવા ગ્રંથોનું વારંવાર અધ્યયન સ્વઅર્થે, આત્મકલ્યાણ અર્થે જ્યારે થાય છે સ્વાધ્યાય - ૨૫૭ Page #314 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે અધ્યયન સ્વાધ્યાય બને છે. વારંવાર સ્વાધ્યાય કરવાથી જીવને પોતાનામાં રહેલાં સારાસાર તત્ત્વોની પ્રતીતિ થાય છે અને એથી પ્રેરાઈને પોતાના પુરુષાર્થ વડે યોગ્ય માર્ગદર્શન સહિત પોતાના આત્માને નિર્મળ કરવા તરફ તે વળે છે. સમ્યકુશ્રુત સ્વાધ્યાયથી આ રીતે સવિશેષ આત્મિક લાભ થાય છે. સ્વાધ્યાય’ શબ્દની નીચે પ્રમાણે વ્યાખ્યા આપવામાં આવે છે : (૧) સ્વસ્થ8 નીત્મનB ૩થ્યયનમ્ સ્વાધ્યાય8 | પોતાનું એટલે કે આત્માનું અધ્યયન તે સ્વાધ્યાય. (२) अध्ययनमध्यायः सु सुन्दरो ध्यायः सवाध्यायः । સુંદર અધ્યયન અર્થાત્ સત્ શાસ્ત્રનું મર્યાદાપૂર્વક અધ્યયન તે સ્વાધ્યાય. (૩) “સ્થાનાંગ સૂત્રની ટીકામાં લખ્યું છે : शोभनं आ-मर्यादया अध्ययनश्रुतस्याधिकमनुसरणं स्वाध्यायः । વિધિ અનુસાર મર્યાદા સહિત કૃતનું અધ્યયન કે અનુસરણ તે સ્વાધ્યાય. (૪) મુળુ મા-મર્યાદા થી તે ત સ્વાધ્યાય ! સતુ શાસ્ત્રનું મર્યાદા સહિત અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય. (५) स्वाध्यायस्तत्त्वज्ञानस्याध्ययनमधअयापनं स्मरणं च। તત્ત્વજ્ઞાન ભણવું, તે ભણાવવું કે તેનું સ્મરણ કરવું તે સ્વાધ્યાય છે. (६) ज्ञानभावनालस्यत्यागः स्वाध्यायः । આળસનો ત્યાગ કરી જ્ઞાનની ભાવના કે આરાધના કરવી એ સ્વાધ્યાય છે. (૭) વારસંગ નિવાર્દ થતં યુ. બાર અંગ જે જિનેશ્વર ભગવાને કહેલાં છે એને પંડિતજન સ્વાધ્યાય કહે જે અધ્યયનથી આત્મસ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ હોય એટલે કે આત્મકલ્યાણનો સંભવ હોય એવા શ્રેષ્ઠ ગ્રંથોના ધ્યાન સહિતના અધ્યયનને સ્વાધ્યાય કહેવામાં આવે છે. ગમે તે પ્રકારના ગમે તે ગ્રંથનું વાચન કરવું એ અધ્યયનનો સામાન્ય અર્થ છે, પરંતુ સ્વ એટલે આત્માને ઉપકારક એવા ગ્રંથોનું અધ્યયન જ સ્વાધ્યાય કહેવાય. છાપાં વાંચવાં, સામાજિક વિષયો, આર્થિક વિષયો કે રાજનૈતિક વિષયોની ચર્ચા કરતાં ચોપાનિયાં વાંચવાં, શૃંગારિક વાર્તાઓ વાચવી, પ્રણયપ્રવૃત્તિ કે સામાજિક વિષયોની કવિતાઓ વાંચવી ઈત્યાદિ તમામ વાચન જીવને બહિર્મુખ બનાવનારું છે. જે વાચન જીવને અંતર્મુખ બનાવે અને એનામાં રહેલી અશુદ્ધિ કે મલિનતાને દૂર કરે એવું વાચન તે સ્વાધ્યાય વ્યાવહારિક દૃષ્ટિએ જોઈએ તો સ્વાધ્યાય ચિંતાહરણની જડીબુટ્ટી છે. માણસ ગમે તેટલો નિરાશ થયો હોય, ચિંતામાં આવી પડ્યો હોય ત્યારે જો ૨૫૮ જૈન આચારદર્શન Page #315 -------------------------------------------------------------------------- ________________ તે સગ્રંથોનું વાચન ચાલુ કરી દે છે તો બધી ચિંતા ભુલાવા લાગે છે. જોકે માણસને સૌપ્રથમ તો સ્વાધ્યાયમાં રસ પડવો જોઈએ. રસ પડે અને તેમાં તલ્લીન બની જાય તો એ આનંદ બ્રહ્માનંદસહોદર જેવો છે. જ્ઞાતા, જ્ઞાન અને શેય એ ત્રિપુટીનો એમાં વિલય થાય છે. કિશોરલાલ મશરૂવાળાએ એક સ્થળે એવું લખ્યું છે કે ગમે તેવા અતિશય નિરાશાજનક સંજોગોમાં હું આવી પડ્યો હોઉં ત્યારે શ્રીમદ્ ભગવદ્ગીતાનું વાચન હું ચાલુ કરી દઉં છું. એમ કરવાથી થોડી વારમાં જ મારા ચિંતા અને નિરાશા ચાલ્યાં જાય છે. લોકમાન્ય ટિળકે ક્યાંક એવું લખ્યું છે કે “મનપસંદ ધર્મગ્રન્થો સ્વાધ્યાય માટે મને પાસે રાખવા દો, પછી તમે મને નરકમાં મોકલો તો ત્યાં પણ સ્વર્ગ જેટલો આનંદ હું અનુભવીશ.” માણસ જેમ વધુ ને વધુ સ્વાધ્યાય કરે છે તેમ તેમ તેનું જ્ઞાન અને તેની વાણી સમૃદ્ધ બને છે. આથી એક જ વિષયને વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ રૂપે, વિવિધ રીતે વ્યક્ત કરવાની કુશળતા એનામાં આવે છે, એને પરિણામે સ્વાધ્યાય કરનાર વ્યક્તિની વર્નાતકલા ખીલે છે. એની વસ્તૃત્વકલામાં આડંબર કે દંભ હોતાં કે રહેતાં નથી. પોતે કરેલો સ્વાધ્યાય જીવનમાં પરિણમવાને કારણે સાચો સ્વાધ્યાય કરનારાઓના મુખમાંથી નીકળતાં વચનો પ્રભાવશાળી હોય છે. લોકો ઉપર એની તરત અસર થાય છે. એમની વાણીમાં અનુકંપા, માધુર્ય, ઋજુતા, નિર્મળતા, વાત્સલ્ય, સરળતા વગેરે ગુણો રહેલા હોય છે. જૈન ધર્મની દૃષ્ટિએ આવો સ્વાધ્યાય એ આત્યંતર તપનો એક પ્રકાર છે. જૈન ધર્મમાં છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં આત્યંતર તપ બતાવવામાં આવ્યાં છે. એમાં આવ્યાંતર તપ આ પ્રમાણે છે: (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) કાઉસગ. દિગંબરાચાર્ય અમિતગતિએ કહ્યું છે : नियम्यते येन मनोऽतिचञ्चलं विलीयते येन पुरार्जितं रजः । विहीयते येन भवाश्रवोऽखिल स्वधीयते तज्जिनवाक्यमर्चितं ।। જેના વડે અત્યંત ચંચળ એવું મન વશ થાય છે, જેના વડે પૂર્વે ઉપાર્જિત કરેલાં કર્મોરૂપી રજ નાશ પામે છે, જેનાથી સંસાર વધારનાર બધાં જ કર્મોનો આશ્રવ રોકાઈ જાય છે, તે જિનેન્દ્રદેવની વાણીના સ્વાધ્યાયને “સ્વાધ્યાય' નામનું તપ કહે છે. હિન્દુ ધર્મમાં પણ સ્વાધ્યાયને વાણીના તપ તરીકે ઓળખાવ્યું છે. ભગવદ્ગીતમાં કહ્યું છે : સ્વાધ્યાય - ૨૫૯ Page #316 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायभ्यासनं चैव वाङ्मय तप उच्यते। સ્વાધ્યાયથી માણસની વાણી યથાર્થ શબ્દને પકડે છે અને યથાર્થ અર્થને વ્યક્ત કરવાનું શીખે છે. સ્વાધ્યાયથી વાણી વધારે નિર્મળ થાય છે. સ્વાધ્યાય એટલા માટે મુખમંડન જેવો બની રહે છે. વારંવાર સ્વાધ્યાય કરવાના પરિણામે અને તે સ્વાધ્યાયનું રહસ્ય જીવનમાં ઊતરવાને પરિણામે સ્વાધ્યાય કરનાર વ્યક્તિનાં વચનો અમોઘ બને છે. સાધુઓ માટે પ્રતિલેખન, પ્રતિક્રમણ, વૈયાવત્યાકરણ અને ધ્યાન એ જેમ રોજનાં નિયમ કાર્ય છે તેમ સ્વાધ્યાય પણ સાધુઓ માટે રોજનું નિયમકાર્ય છે. સાધુ સવારના ઊઠી પડિલેહણ કરી ગુરુ મહારાજને પૂછે છે, “ગુરુ ભગવંત, મારે હવે શું કરવું જોઈએ ? વૈયાવચ્ચ કે સ્વાધ્યાય ? તે માટે આજ્ઞા આપશોજી.' એવે વખતે ગુરુ જે પ્રમાણે આજ્ઞા આપે તે પ્રમાણે શિષ્ય હર્ષપૂર્વક કરે છે. સાધુઓએ દિવસનો પ્રથમ પ્રહર સ્વાધ્યાયમાં વિતાવવો જોઈએ. બીજો પ્રહર ધ્યાનમાં. “ઉત્તરાધ્યયનમાં કહ્યું છે : 'पढमं पोरिसि सज्जायं, वीयझाणं झयायइ ।' સાધુએ ત્રીજા પ્રહરે ભિક્ષા અને ચોથા પ્રહરે ફરી સ્વાધ્યાય કરવો જોઈએ. રાત્રે સાધુએ પ્રથમ પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે નિદ્રા અને ચોથા પ્રહરે સ્વાધ્યાય કરવો જોઈએ. આમ દિવસરાત મળીને સાધુઓએ રોજ ચાર વાર સ્વાધ્યાય કરવાનું વિધાન છે. ગુરુ ગૌતમસ્વામી એ પ્રમાણે ચાર વખત સ્વાધ્યાય કરવાના કાર્યમાં સદાય અપ્રમત્ત રહેતા. સાધુ સવાર અને સાંજ પ્રતિક્રમણ કરે છે ત્યારે દિવસ કે રાત્રિ દરમિયાન જો સ્વાધ્યાય ન કર્યો હોય તો તે માટે ક્ષમા માંગે છે, તેનું પ્રતિક્રમણ કરે છે : આવશ્યક સૂત્રમાં કહ્યું છે : पडिक्कमाणि चाउक्कालं सज्जाजस्य अकरणयाए। ચારે કાળ મેં સ્વાધ્યાય નથી કર્યો તેના માટે હું પ્રતિક્રમણ કરું છું... દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે: सज्जायसज्जाणरयस्स ताइणो, अपवभावस्स तवे रयस्स । विसुज्जइ जंसि मलं पूरे कंड, समीरियं रुप्पमलं व जोइणो॥ જેવી રીતે અગ્નિમાં તપાવવાથી ચાંદી-સોનાનો મેલ નષ્ટ થઈ જાય છે તેવી રીતે સ્વાધ્યાય અને સધ્યાનમાં લીન તથા શુદ્ધ અંત:કરણવાળા અને તપમાં અનુરક્ત એવા સાધુઓ, પૂર્વનાં કરેલાં કર્મોનો મેલ નષ્ટ થતાં વિશુદ્ધ થાય છે. ૨૬૦ જૈન આચારદર્શન Page #317 -------------------------------------------------------------------------- ________________ મૂલાચાર'માં કહ્યું છે : सज्जायं कव्वंतो, पंचेदियसंवुडो तिगुत्तो य। हवदि य एगग्गमणो, विणएण समाहिओ भिक्खु ॥ પંચેન્દ્રિયોમાં સંયમવાળા, ત્રણ ગુપ્તિને ધારણ કરવાવાળા તથા વિનયસમાધિયુક્ત મુનિ સ્વાધ્યાય કરતાં એકાગ્રચિત્તવાળા બની જાય છે. દિવસમાં બધો સમય સ્વાધ્યાય થઈ શકતો નથી. એટલે સ્વાધ્યાયની સાથે ધ્યાન અને જપને જોડવામાં આવ્યાં છે. એટલા માટે શ્રાદ્ધવિધિમાં કહ્યું છે : जपश्रान्तो विशेद ध्यानं, ध्यानश्रान्तो विशेज्जपम् । ___द्वाभ्यां श्रान्तः पठेत् स्तोत्रमित्येवं गुरुभिस्मृतम् ॥ ૫થી શ્રાત્ત થનારે - થાકી જનારે ધ્યાન ધરવું જોઈએ. ધ્યાનનો થાક લાગતાં ફરી જપ કરવો જોઈએ. જપ અને ધ્યાન બંનેનો થાક લાગે ત્યારે સ્તોત્ર વાંચવું જોઈએ (અર્થાત્ સ્વાધ્યાય કરવો જોઈએ) એવું ગુરુ મહારાજે કહ્યું છે.] એ જ પ્રમાણે તત્ત્વાનુશાસન'માં લખ્યું છે : स्वाध्यायाद् ध्यानमध्यास्तां, ध्यानात् स्वाध्यायमामनेत ध्यान स्वाध्यायसंपत्या, परमात्मा प्रकाशते ॥१॥ यथाभ्यासेन शास्त्राणि, स्थिराणि सुमहान्त्यपि । तथाध्याननपिस्थेयं, लभतेऽल्यासवर्तिनाम् ।।८२॥ સ્વાધ્યાય દ્વારા ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. અને ધ્યાન દ્વારા સ્વાધ્યાયને ચરિતાર્થ કરવો જોઈએ. ધ્યાન અને સ્વાધ્યાય એ બંનેની સંપ્રાપ્તિથી, પોતાનામાં રહેલા પરમાત્મા પ્રકાશિત થાય છે, અર્થાત્ એની ઉચ્ચ આત્માનુભૂતિ થાય છે. અભ્યાસથી જેમ શાસ્ત્રો પોતાનામાં સ્થિર થાય છે તેવી રીતે અભ્યાસ કરનારનું ધઅયાન સ્થિર થઈ જાય છે. સ્વાધ્યાય એ તપનો એક ઉત્તમ પ્રકાર છે. સ્વાધ્યાયસ તો નાસ્તિ એમ કહેવાય છે. કર્મની નિર્જરા કરવામાં તે બહુ ઉપયોગી છે. ચંદ્રપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે: ___ बहुभवे संचियं खल्लु, સના, રવ રવફા અનેક ભાવોનાં સંચિત કર્મોનો સ્વાધ્યાય દ્વારા ક્ષણભરમાં ક્ષય કરી શકાય છે. એમાં પણ વિશેષપણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવ્યા પ્રમાણે – ભગવાનને પૂછવામાં આવે છે: રવજ્ઞાTM અંતે નીવે વિંડ નાયડુ? (હે ભગવંત ! સ્વાધ્યાયથી જીવ શું મેળવે છે ?) ભગવાન કહે છેઃ સન્ના સ્વાધ્યાય - ૨૬૧ Page #318 -------------------------------------------------------------------------- ________________ નાનવાળિનું મે વફા (સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે.) સર્વ આચરણનું મૂળ સ્વાધ્યાયમાં રહેલું છે. જેમ જેમ સ્વાધ્યાય વધતો જાય અને શ્રદ્ધાપૂર્વક પરિણમતો જાય તેમ તેમ સ્વાધ્યાય કરનારનું આચરણ વિશેષ શુદ્ધ થતું જાય છે. એટલા માટે સ્વાધ્યાય-તપનો વિશિષ્ટ મહિમા દર્શાવતાં કહેવાયું છે કે તીર્થકરોએ કહેલા એવા છ અત્યંતર અને છ બાહ્ય એવા બાર પ્રકારના તપને વિષે સઝાય સમાન બીજું એકે તપકર્મ હમણાં નથી, અને ભવિષ્યમાં નહિ થાય. वारसविहम्मि वि ता सअिंतरबाहिरे कुसलदिठे । न वि अत्थि न वि य होही सज्झायसमं तवोकमं॥ સ્વાધ્યાયનું ફળ દર્શાવતાં પાતંજલયોગદર્શનમાં કહ્યું છે : સ્વાધ્યાવતા - સંપ્રયોra | (સ્વાધ્યાયથી ઈષ્ટદેવતાનો સાક્ષાત્કાર થાય છે.) વળી, સ્વાધ્યાયનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે : स्वाध्यायगुणने यत्न?, सदा कार्यों मनीषिभिः । ઢોટિવાના શ્રેષ્ઠ, સ્વાધ્યાયણ પરં ત .. [બુદ્ધિમાનોએ હંમેશાં સ્વાધ્યાય ગણવામાં યત્ન કરવો જોઈએ, કારણ કે કરોડોના દાન કરતાં પણ સ્વાધ્યાયનું ફળ શ્રેષ્ઠ છે.] સર્વાર્થસિદ્ધમાં સ્વાધ્યાય-તપનો મહિમા દર્શાવતાં કહ્યું છે : प्रज्ञातिशयः प्रशस्ताध्यवसोयपरमसंवेगत्सपोवृद्धि - तिचारविशुद्धिरित्येवमाधार्थः । 'પ્રજ્ઞામાં અતિશય લાવવા માટે, અધ્યવસાયને પ્રશસ્ત કરવાને માટે, પરમસંવેગને માટે, તપવૃદ્ધિ અને અતિચાર શુદ્ધિને માટે સ્વાધ્યાય-તપ આવશ્યક છે.] આરાધક મુમુક્ષુ આત્માઓ માટે સ્વાધ્યાયની આવશ્યકતા દર્શાવતાં “ભગવતી આરાધનામાં કહેવાયું છે : सज्झायं कुव्वंतो पंचिंदियसुंवडो तिगुत्तो य। हवदि य एयग्गमणो विणएण समाहिदो मिक्खु॥ जह जह सुदमोग्गाहदि अदिसयरसपसरमसुदपुव्व त। तह तह पल्हादिज्जदि नवनवसंवेगड्ढाए॥ आयापयविदण्हू सणणातवसंजम ढिच्चा । विहरदि विसुज्झामाणो जावाज्जीवं दु णिवकंवो ॥ જે સાધુ સ્વાધ્યાય કરે છે તે પાંચ ઇન્દ્રિયોનો સંવર કરે છે, મન વગેરે ગુપ્તિઓને પણ પાળવાવાળો હોય છે અને એકાગ્રચિત્ત બનીને વિનયકર સંયુક્ત થાય છે. જેમાં અતિશય રસનો પ્રસાર છે અને જે અમૃતપૂર્વ છે એવા શ્રુતમાં તે જેમ જેમ અવગાહના કરે છે તેમ તેમ અતિશય નવીન્ધર્મશ્રદ્ધાથી સંયુક્ત બનીને પરમ ૨૬૨ * જૈન આચારદર્શન Page #319 -------------------------------------------------------------------------- ________________ આનંદનો અનુભવ કરે છે. સ્વાધ્યાયથી પ્રાપ્ત આત્મા વિશુદ્ધિ દ્વારા નિષ્કર્મો તથા હેયોપાદેયમાં વિચક્ષણ બુદ્ધિથી માવજીવન રત્નત્રય માર્ગમાં પ્રવર્તે છે.] ભગવતીસૂત્રમાં સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : सज्जए पंचविहे पणत्ते, तं जहावायणा, पडिपुच्छणा, परियट्टणा, अणुप्पेहा घम्मकहा। સ્વાધ્યાયના પાંચ પ્રકાર કહ્યા છે – જેમ કે (૧) વાચના, (૨) પૃચ્છમા, (૩) પરિવર્તના (અથવા પરાવર્તના), (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. આ પાંચ પ્રકારમાંથી વાચના, પૃચ્છના અને પરાવર્તના એ ત્રણ પ્રકારને દ્રવ્યગ્રુત કહેવામાં આવે છે અને અનુપ્રેક્ષાને ભાવશ્રુત કહેવામાં આવે છે. તત્ત્વનું રહસ્ય સમજાય પછી શ્રુતજ્ઞાનનું બીજાઓને દાન દેવા રૂપી પાંચમો પ્રકાર ધર્મકથા ફક્ત ગીતાર્થ સાધુઓ માટે હોય છે. આ પાંચ પ્રકારનું ક્રમશઃ અને વિધિપૂર્વક આસેવન કરવાથી સ્વાધ્યાય સારો થાય છે. માટે કહ્યું છે : यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमस्तत्स्वाध्यायो विनिर्दिष्ट४ ॥ એ સમજાવતાં જયશેખરસૂરિ ઉપદેશચિંતામણિમાં લખે છે : तत्रानधीतस्य सूत्रस्य ग्रहणं वाचना १, तत: संदेहे सति प्रच्छना पृच्छा २, निश्चितस्य सूत्रस्य अविस्मरणार्थ गुणनं परिवर्तना ३, सूत्रवदर्थसयापि चिंतनमनुप्रेक्षा ४, अभ्यस्तसूत्रार्थस्य परं प्रत्युपदेशदानं धर्मकथेति।। આ પાંચ પ્રકારમાં નહિ અભ્યાસ કરેલા સૂત્રનું જે ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. તેમાં સંદેહ પડતાં જે કંઈ પૂછવું તે પૃચ્છના કહેવાય છે. પછી નિશ્ચય કરેલા સૂત્રને ન ભૂલી જવા માટે ગણવું તે પરિવર્તના કહેવાય છે. સૂત્રની પેઠે અર્થનું પણ ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે તથા અભ્યાસ કરેલા સૂત્ર તથા અર્થનો બીજાને ઉપદેશ આપવો તે ધર્મકથા કહેવાય છે. ‘ઉપદેશકલ્પવલ્લીમાં પણ સ્વાધ્યાયના પ્રકાર નીચે પ્રમાણે સમજાવ્યા છે : स्वाध्याय: पञ्चधा ज्ञेयो वाचना प्रच्छना तथा। परावृत्तिरनुप्रेक्षा, धर्मसम्बन्धिनी कथा। वाचना तु गुरुपान्तऽध्ययनं विनयेन यत् । प्रच्छनाऽधीतशास्त्रान्तर्गतसंशयनिर्णय: परावृत्तिः पुराधीतागमाच्यार४ पुनः पुनः । तद्विचारस्त्वनुप्रेक्षा, व्याख्या धर्मकथा भवेत् ॥ સ્વાધ્યાય - ૨૬૩ Page #320 -------------------------------------------------------------------------- ________________ વાચના, પ્રચ્છના પૃચ્છના), પરાવૃત્તિ, અનુપ્રેક્ષા અને ધર્મ સંબંધી કથા એ પ્રમાણે પ્રકારે સ્વાધ્યાય જાણવો. ગુરુમહારાજ પાસે વિનયપૂર્વક જે ભણવું તે વાચના કહેવાય અને ભણેલાં શાસ્ત્રોની અંદર રહી ગયેલા સંશયોને પૂછી તેનો નિર્ણય કરવો તે પૃચ્છના કહેવાય. અગાઉ ભણેલાં શાસ્ત્રોનો વારંવાર ઉચ્ચાર કરવો – આવૃત્તિ કરવી તે પરાવૃત્તિ કહેવાય, એ ભણેલાં, શાસ્ત્રોની વિચારણા કરવી તે અનુપ્રેક્ષા કહેવાય અને તેનું વ્યાખ્યાન કરવું તે ધર્મકથા કહેવાય. વાચના વગેરે પ્રકારોના કેટલાક પેટા પ્રકારો પણ દર્શાવવામાં આવે છે, જેમ કે વાચનાના ચાર પ્રકાર છે : (૧) નંદા, (૨) ભદ્રા, (૩) વા અને (૪) સૌમ્યા. ગુરુ શિષ્યોને ગ્રંથનું અધ્યાપન કરાવતી વખતે અન્ય દર્શનોનો પૂર્વપક્ષ પહેલાં સમજાવી, પછી તેનું નિરાકરણ કરી, પોતાનો પક્ષ સમજાવે તેવી વાચનાને નંદા કહેવામાં આવે છે. પૂર્વાપર વિરોધનો પરિહાર કરીને સિદ્ધાંત કે તેમાં રહેલા તત્ત્વની વ્યાખ્યા કરવામાં આવે તે ભદ્રા વાચના છે. પૂર્વાપર વિરોધની આવશ્યકતા રહિત સિદ્ધાંતોના અર્થનું કથન ક૨વામાં આવે તે જ્યા વાચના છે અને ક્યાંક ક્યાંક સ્ખલિત વૃત્તિથી વ્યાખ્યા કરવામાં આવે તે સૌમ્યા વાચના છે. ગુરુ પાસેથી વાચનાદિ પ્રકારે સ્વાધ્યાય કરતી વખતે પ્રથમ મૂંગાં મૂંગાં શ્રવણ કરી જવું પછી બીજી વાર શ્રવણ કરતી વખતે હોંકારો ભણવો વગેરે વિધિ જૈન શાસ્ત્રગ્રંથોમાં બતાવામાં આવી છે, અને યોગવિધ-(જોગ) સહિત સ્વાધ્યાયની વિધિ પણ દર્શાવવામાં આવી છે. કેટલાક લોકો સ્વાધ્યાય કરતા હોય છે, પરંતુ તેમાં તેનું પ્રયોજન જો માત્ર વિદ્વત્તા કે પ્રસિદ્ધિ મેળવવા પૂરતું જ હોય છે તો તેનું આધ્યાત્મિક દૃષ્ટિએ ખાસ કશું મૂલ્ય નથી અને તેનું ખાસ કશું ફ્ળ મળતું નથી. શ્રદ્ધારહિત, ભાવરહિત કે રસરહિત કરેલો સ્વાધ્યાય નિરર્થક છે. જ્ઞાનધ્યાન માટે સ્વાધ્યાયની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તેમાં શ્રદ્ધા અપેક્ષિત જ હોય છે. તે ન હોય તો જ્ઞાનધ્યાન’ જેવો શબ્દ જ તે માટે અપ્રસ્તુત બની જાય છે. આત્મપદને માટે હોય અને ઉપાદેય શું શું છે તેને બોધ કરાવે અને ભેદજ્ઞાનમાં પરિણમે તેવો સ્વાધ્યાય જ જીવને માટે ઉપકારક નીવડે છે. સમ્યક્ત્વ સહિતનો સ્વાધ્યાય જ આત્માર્થીઓને વિશેષ ઉપકારક બને છે, અન્યથા તે માત્ર ભાર વહન કરવાની વેઠ જેવો બની રહે છે. એટલે જ કહેવાયું છે કે ‘સંતારો વિરુપા શાસ્ત્ર-મધ્યાત્મહિતાનાં' જેઓ અધ્યાત્મરહિત છે એવા વિદ્વાનો માટે તો શાસ્ત્ર એ સંસા૨ છે અને સંસાર એ શાસ્ત્ર છે. જૈન શાસ્ત્રગ્રંથોમાં સ્વાધ્યાયની વિશિષ્ટ વિધિ દર્શાવવામાં આવી છે. ગમે - ૨૬૪ * જૈન આચારદર્શન Page #321 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે વાંચવું એ સ્વાધ્યાય નથી. પરંતુ ગુરુ કે વડીલ જ્ઞાની પાસેથી વિનયપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું તે સ્વાધ્યાય છે. એને માટે નિશ્ચિત કાલ, સ્થળ, આશા વગેરે દર્શાવવામાં આવ્યાં છે. વળી દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની દૃષ્ટિએ કેટલાક નિષેધ ફરમાવવામાં આવ્યા છે. એવા અસ્વાધ્યાયના કાળમાં સ્વાધ્યાય કરી શકાતો નથી. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પાસે મૃત કલેવર પડ્યું હોય, લોહી વગેરે અશુચિ હોય, આકાશમાં વીજળી થતી હોય વગેરે પ્રકારના અસ્વાધ્યાયનાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ હોય ત્યારે સ્વાધ્યાય કરવાથી અસમાધિ, વ્યાધિ, કલહ, ઉપદ્રવ, વિયોગ વગેરે થવાનો સંભવ છે એવી અનુભવોને આધારે માન્યતા થયેલી છે. અલબત્ત, એવા અસ્વાધ્યાય કાળમાં વાચના, પૃચ્છના, પરાવર્તનાના પ્રકારનો સ્વાધ્યાય નથી થઈ શકતો, પણ અપવાદરૂપે અનુપ્રેક્ષાના પ્રકારનો સ્વાધ્યાય કેટલાક નિયમો સાથે થઈ શકે છે. સ્વાધ્યાય શબ્દ ઉપરથી પ્રાકૃતમાં “સઝાય’ શબ્દ આવેલો છે. સક્ઝાય શબ્દ વિશિષ્ટ પ્રકારની જૈન સાહિત્યકૃતિઓ માટે પણ વપરાય છે. પ્રાકૃતમાં જેમ સ્તોત્ર, સ્તવન, સઝાય છે તેમ સ્તવન અને સઝાય એ બે પ્રકારની લઘુકૃતિઓ ગુજરાતીમાં પણ વિશેષ પ્રચલિત બનેલી છે. સ્તવનમાં તીર્થકર ભગવાનની સ્તુતિ હોય છે અને સાયમાં આત્મચિંતનના અવલંબન માટે કોઈ મહાપુરુષોનાં ચરિત્ર કે વિવિધ તત્ત્વવિચાર લેવાય છે. ભરતેશ્વર બાહુબલિની સક્ઝાયમાં પૂર્વે થઈ ગયેલાં ભરતેશ્વર, બાહુબલિ, અભયકુમાર, ઢંઢણકુમાર, અણિકાપુત્ર, અતિમુક્તક, મેતાર્યમુનિ વગરે સંત-મહાત્માઓ તથા બ્રાહ્મી, સુંદરી, સુલસા, ચંદનબાળા, મનોરમા, દમયંતી, રાજીમતી, મૃગાવતી વગેરે મહાસતીઓનું સ્મરણ કરવામાં આવે છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયો કે તે સહિત અઢાર પાપસ્થાનકો અથવા સમકિતના સડસઠ બોલ વગેરેની સઝાયોમાં તે તે વિષય ઉપર ચિંતન થયેલું હોય છે, જેનું ભાવન આત્મવિશુદ્ધિમાં અત્યંત ઉપયોગી છે. જૈન સક્ઝાય-સાહિત્ય પણ બહુ સમૃદ્ધ છે. આ સાહિત્યપ્રકાર જેનોએ વિશિષ્ટ રીતે વિકસાવ્યો છે. આમ, સ્વાધ્યાયનું મહત્ત્વ ઘણું છે. વારંવાર સ્વાધ્યાય કરવા છતાં એમાં પુનરુક્તિનો કે પુનરાવૃત્તિનો દોષ આવતો નથી, બલકે, પુનરુક્તિ સ્વાધ્યાય માટે ઈષ્ટ મનાય છે. સ્વાધ્યાયનો મહિમા દર્શાવતાં કહેવાયું છે: उवसमइ किण्हसप्पो जह मंतण विधिणा पउत्तेण । तह हुदयकिण्हसप्पो सुट्ठबजुत्तेण णाणेण ॥ જેવી રીતે વિધિથી પ્રયુક્ત મંત્ર દ્વારા કૃષ્ણસર્પ શાંત થઈ જાય છે તેવી રીતે સપ્રયુક્ત જ્ઞાનથી મનરૂપી કાળો સાપ શાંત થઈ જાય છે. સ્વાધ્યાય ૨૬ ૫ Page #322 -------------------------------------------------------------------------- ________________ વળી ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે: जहा सुई सुसुत्ता पडिया वि न विणस्सइ । तहा जीवे सुसुत्ते संसारे न विणस्सइ । જેવી રીતે સસૂત્ર (દોરાથી યુક્ત) સોય પડી જવાથી પણ વિનિષ્ટ (ગુમ) નથી થતી એવી રીતે સસૂત્ર (શ્રુતસંપન) જીવ સંસારમાં ગુમ નથી થતો. આ રીતે સાચો સ્વાધ્યાય જીવને પરંપરાએ સંસારમાંથી મુક્તિ અપાવે છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે : सवणे नाणे य विन्नाणे, पच्चक्खणे य संजमे । अणण्टए तव चेव, वादाणे अकिरिया सिद्धि ॥ સાધુની સંગતિથી ધર્મશ્રવણ સાંપડે છે. ધર્મશ્રવણથી તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનથી વિજ્ઞાન વિશિષ્ટ તત્ત્વબોધ), વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન (સાંસારિક પદાર્થોની વિરક્તિ અને તે માટેના નિયમો), પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાશ્રવ (નવાં કર્મોનો અભાવ), અનાશ્રવથી તપ, તપથી વ્યવદાન પૂર્વબદ્ધ કર્મોનો નાશ), વ્યવદાનથી અકર્મતા (કર્મરહિતતા – નિષ્કર્મતા), અને નિષ્કર્મતાથી સિદ્ધિ મુક્તિ) પ્રાપ્ત થાય છે. એટલા માટે જ તૈત્તિરિયોપનિષદમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે મુક્તિલક્ષી આત્માઓએ સાવધ્યાયની બાબતમાં પ્રમાદ ન કરવો જોઈએ. स्वाध्यायान्मा प्रमदः । ૨૬૬ જૈન આચારદર્શન Page #323 -------------------------------------------------------------------------- ________________ હતા તેની એક પણ પાણા પ ની ની અડ જ પર્વારાધના મનુષ્યને એકલા ખાઈપીને રહેવાથી પૂરો સંતોષ થતો નથી. રહેવાને સરસ ઘર, ખાવાને માટે સરસ ભાવતી વાનગીઓ, પહેરવાને મનપસંદ વસ્ત્રો અને હરવાફરવાનાં વિવિધ સાધનો મળ્યાં હોવા છતાં, જીવનમાં કશુંક ખૂટે છે એવું એને લાગે છે. ખાસ કરીને જ્યારે શરીર રોગગ્રસ્ત થાય છે, વૃદ્ધાવસ્થા આવે છે અને મૃત્યુ નજીક આવી રહ્યું હોય છે ત્યારે ભૂતકાળમાં ભોગવેલા ભોગોની અસારતા તેને જણાય છે. જીવનમાં કશુંક ચિરંજીવી અને મૂલ્યવાન તથા સતત સાથે રહે એવું તત્ત્વ મેળવવા તેનું ચિત્ત તલસે છે. પૂર્વભૂમિકા કે પૂર્વની તૈયારી ન હોય તો ભૂખ્યો માણસ જેમ ઘાસ ખાવા તૈયાર થાય તેમ આવી ઝંખનાવાળો માણસ જે કિંઈ મળે તેનું તરત આલંબન લઈ લે છે. પૂરી સમજ ન હોય તો પોતે જે મેળવ્યું છે તે જ સર્વસ્વ છે એવું માની લેવાની ભૂલ કરે છે અને એ રીતે જીવન પૂરું કરે જે સુખ ભૌતિક સામગ્રીઓ નથી આપી શકતી તે સુખ શુદ્ધ ધર્મના આલંબનથી તેને મળે છે. માણસ જ્યારે ધર્માભિમુખ અને છે ત્યારે તેની દૃષ્ટિમાં પરિવર્તન આવે છે, તેની પ્રવૃત્તિઓ અને સંબંધમાં ફેરફાર થાય છે, તેના જીવનમાં સાચી સમજણનો ઉદય થાય છે. કેટલાકને આ સમજણ વેળાસર પ્રાપ્ત થઈ જાય છે. કેટલાકને મોડેમોડે પણ એ સમજણ મળે છે અને તેથી ધન્યતા અનુભવે છે. અનેક મનુષ્યો એવી સમજણ પ્રાપ્ત કર્યા વિના પોતાનું જીવન પશુવતુ જીવીને પૂરું કરે છે. દુનિયાના દરેક ધર્મમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં પર્વોની ઉજવણીની પરંપરા ચાલી આવે છે. પર્વ શબ્દના જુદા જુદા અર્થ થાય છે. “ ધાતુ ઉપરથી જો પર્વ' શબ્દ કરવામાં આવે તો “પૃના વિવિધ અર્થ થાય છે. જેમ કે: (૧) ભરવું (૨) સાચવી પવરાધના ૨૬૭ Page #324 -------------------------------------------------------------------------- ________________ રાખવું, ટકાવી રાખવું (૩) વૃદ્ધિ કરવી (૪) સંતુષ્ટ અને આનંદિત થવું, (પ) પાર પાડવું, સામે કિનારે પહોંચાડવાનું (૬) અંતિમ લક્ષ્ય સિદ્ધ કરી આપવું. પર્વ શબ્દના અર્થ થાય છે : (૧) ઉત્સવ (૨) ગાંઠ (૩) પગથિયું છે સૂર્યનું સંક્રમણ (૫) ચંદ્રની કલાની વૃદ્ધિ અનુસાર આઠમ, ચૌદસ, પૂનમ જેવી તિથિઓ. આમ “પર્વ' શબ્દ દિવસ અને પ્રવૃત્તિઓને આનંદથી ભરી દેવાનું સૂચન કરે છે. વળી પર્વ દ્વારા વૃદ્ધિ, વિકાસ, પ્રકાશ, ઉત્તરોત્તર ઊંચે ચડવું, જે પ્રાપ્ત થવું છે તેનું સંરક્ષણ કરવું, સામે પાર અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જવું વગેરે અર્થ થાય છે. એ પ્રત્યેક અર્થ “આરાધના’ની દૃષ્ટિએ, વિશેષતઃ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત સૂચક અને મહત્ત્વનો છે. પર્વ' શબ્દ મુખ્યત્વે ઉત્સવના અર્થમાં વપરાયો છે. ઉત્સવનો અર્થ પણ જુદા જુદા દષ્ટિકોણથી ઘટાડી શકાય છે. પરંતુ પર્વ' શબ્દ સામાન્ય રીકે ધાર્મિક ઉત્સવો માટે સવિશેષ વપરાય છે. ધાર્મિક ઉત્સવોમાં ભોગોપભોગના આનંદ કરતાં ત્યાગ, સંયમ, દાન વગેરેનો મહિમા વધારે હોય છે. સામાજિક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પ્રકારના તહેવારો કરતાં ધાર્મિક ઉત્સવોનું મૂલ્ય વધુ છે, કારણ કે તે માનવજીવનને સવિશેષ બળ આપે છે. જો ધાર્મિક ઉત્સવ સાચી રીતે ઊજવવામાં આવે તો તે માનવજીવનને ઉત્કર્ષ તરફ લઈ જાય છે. ઉત્સવ એટલે જ આનંદમય ઉત્કર્ષ. એ એની સાચી વ્યાખ્યા છે. કેટલાક લોકો ધાર્મિક ઉત્સવને જુગાર, મદિરાપાન કે અન્ય પ્રકારની ભોગવિલાસની પ્રવૃત્તિઓથી વિકૃત કરી નાખે છે તેની અહીં વાત નથી. તેવા લોકો તો થોડા અને અપવાદરૂપ હોય છે. કેટલાક લોકો માત્ર જડતાપૂર્વક, ગતાનુગતિક રીતે, ગાડરિયા પ્રવાહની જેમ, સમજણબુદ્ધિના અભાવથી, માત્ર અર્થહીન બાહ્ય ક્રિયાકાંડપૂર્વક ઉત્સવ ઊજવતા હોય છે. પરંતુ તેવો વર્ગ તો હંમેશાં રહેવાનો જ. એટલા માટે પર્વનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. પર્વની આરાધના દ્વારા થોડા લોકો પણ જો કશુંક મૂલ્યવાન, ચિરંજીવી તત્ત્વ પામી શકે અને મળેલા જીવનની કૃતાર્થતા અનુભવી શકે તોપણ પર્વોનું આયોજન સાર્થક છે એમ કહી શકાશે. છેક પ્રાગૈતિહાસિક કાળથી ધાર્મિક પર્વોનું આયોજન થતું આવ્યું છે. સમુદાયમાં રહીને, સમુદાયની સાથે જો આરાધના કરવાની હોય અને તે માટે જો દિવસ નિશ્ચિત કરેલા હોય તો જ માણસને આજીવિકા માટેના વ્યવસાયમાંથી મુક્ત થઈને આરાધના કરવી ગમે છે. આર્થિક પ્રલોભનો અને વ્યાવહારિક કાર્યો અને કર્તવ્યો એટલાં બધાં હોય છે કે જીવને તેમાંથી બહાર નીકળવાનું જલદી મન થતું નથી. વળી કુટુંબીજનો વગેરે સાથે સંઘર્ષ થવાનો કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો ૨૬૮ જૈન આચારદર્શન Page #325 -------------------------------------------------------------------------- ________________ ભય રહે છે. પરંતુ પોતાના વર્તુળના ઘણાખરા માણસો જો વ્યવસાય છોડીને, ઘરની બહાર જઈને જાહેર સ્થળમાં આરાધના કરવા જતા હોય તો માણસને તેમાં જોડાવાનું મન થાય છે. ક્યારેક બધા લોકો આરાધના કરતા હોય ત્યારે પોતે જો કમાવામાં રચ્યોપચ્યો રહે તો લજ્જા-સંકોચ થવાનો પ્રસંગ ઊભો થાય. વળી, સતત વ્યાવસાયિક-વ્યાવહારિક પ્રવૃત્તિમાં પરોવાયેલા જીવન પર્વના દિવસ નિમિત્તે મન મોકળું કરવાનો. હળવાશ અનુભવવાનો અવસર સાંપડે છે. આથી જ પર્વોનું આયોજન ધાર્મિક, આધ્યાત્મિક પ્રયોજન ઉપરાંત સામાજિક અને મનોવૈજ્ઞાનિક દષ્ટિથી પણ માનવજાત માટે ઉપકારક બન્યું છે. પર્વનો મહિમા એવો હોય છે કે માણસને ઘરમાં બેસી રહેવું ગમતું નથી. સમુદાયમાં જઈને તે કશું પ્રાપ્ત કરવા ઇચ્છે છે. સમાજના મહિલા વર્ગને પણ પર્વના દિવસોમાં બહાર જવું ગમે છે. મનુષ્યને પોતાની વૈયક્તિક ચેતનાને સામુદાયિક ચેતનાની સાથે એકરૂપ કરવાની ભાવના પર્વના દિવસોમાં થાય છે. ધાર્મિક પર્વ એ રીતે મનુષ્યની ચેતનાના વિસ્તાર અને વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે. જો આ ચેતનાનો અને વિકાસ એક જ દિશામાં સીધી ગતિએ ચાલ્યા કરતો હોય તો મનુષ્યજીવન નંદનવન જેવું બની જાય. પરંતુ ગતાનુગતિક રૂઢિવાદ, સામાજિક સમસ્યાઓ, રાજદ્વારી ઊથલપાથલો, સંઘર્ષ, કલહ, યુદ્ધ, દુકાળ, કુદરતી આપત્તિઓ વગેરે માનવજાતે પ્રાપ્ત કરેલી ભૌતિક સિદ્ધિઓને હણી નાખે છે અને મનુષ્ય ફરી પાછો કેટલાંક ડગલાં પાછો જાય છે. મનુષ્ય જીવનની આ એક મોટી કરુણતા છે. આપણા પૂર્વાચાર્યોએ ધાર્મિક-આધ્યાત્મિક પર્વોની જે યોજના કરી છે તે એવી ખૂબીથી કરી છે કે જેથી મનુષ્યજીવનને કાળના થોડા થોડા અંતરે આત્મિક બળ મળતું રહે. જેનું લક્ષ્ય આરાધના તરફ વિશેષ રહેલું હોય એવા લોકોને માટે તો દર બીજે કે ત્રીજે દિવસે પર્વતિથિનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, પૂનમ વગેરે તિથિઓને પર્વતિથિ તરીકે ગણાવવામાં આવી છે. જેઓ પોતાના જીવનની મર્યાદાઓને કારણે આટલી પણ આરાધના ન કરી શકે તેવા ઓછી શક્તિવાળા મનુષ્યો માટે પાંચમ, આઠમ, ચૌદસ અથવા માત્ર ચૌદસપાખી)ની તિથિની આરાધના યથાશક્તિ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા કેટલાક પર્વદિવસોનું પણ આયોજન થયું છે. જેમ પર્વ મોટું તેમ એની આરાધનાના દિવસોની સંખ્યા પણ વધુ. જૈન ધર્મમાં આઠ દિવસના અઠ્ઠાઈ પર્વનો મહિમા વિશેષ ગણાયો છે. વર્ષમાં એવાં છ અઠ્ઠાઈ પર્વો આવે છે. શ્રી લક્ષ્મીસૂરિએ “ઉપદેશ-પ્રાસાદમાં કહ્યું છે: अष्टाह्निकाठ पडेवोक्ता8 स्याद्वादोभयदोत्तमैः । तत्त्वरुपं समाकर्ण्य आसेव्या: पस्मार्हतः ॥ પવરાધના ૨૬૯ Page #326 -------------------------------------------------------------------------- ________________ [સ્યાદ્વાદને મતે કહેનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈ પર્વ કહ્યાં છે. તેનું સ્વરૂપ બરાબર સમજીને ૫૨મ શ્રાવકોએ તે સેવવાયોગ્ય છે.] અઠ્ઠાઈ એટલે આઠ દિવસનું. અઠ્ઠાઈ પર્વ એટલે આઠ દિવસ સુધી ચાલે તેવાં મોટાં પર્વ. વર્ષ દરમિયાન આવાં છ મોટાં પર્વનું આયોજન જૈન શાસનમાં મહર્ષિ શાસ્ત્રજ્ઞોએ ફરમાવ્યું છે. આ પર્વો થોડે થોડે કાળને અંતરે ગોઠવાયાં છે. ચૈત્ર, અષાઢ, શ્રાવણ-ભાદ્રપદ, આસો, કારતક અને ફાગણ મહિનામાં તે પર્વો આવે છે. ચૈત્ર અને આસો માસમાં આયંબિલની ઓળી આવે છે. આ બે ઓળીને શાશ્વતી પર્વ તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત અષાઢ, કારતક અને જ્ઞગણ માસમાં ત્રણ ચાતુર્માસિક પર્વ ઊજવવામાં આવે છે. તથા શ્રાવણ-ભાદરવામાં પર્યુષણા પર્વ મહોત્સવપૂર્વક ઊજવવામાં આવે છે. આ છ પર્વોમાં પર્યુષણા પર્વ સૌથી વધુ મહત્ત્વનું ગણાય છે. કહ્યું છે पर्वाणि बुहनि सान्ति प्रोक्तानि श्रीजिनागमे । पर्युषणा समं नान्यः कर्मणां मर्म भेदकृत् ॥ [જિનાગમમાં કહેલાં એવાં ઘણાં પર્વ છે. પરંતુ તે બધાં પર્વોમાં કર્મના મર્મને ભેદનારું એવું પર્યુષણા પર્વ જેવું બીજું એકે પર્વ નથી.] કર્મ આઠ પ્રકારનાં છે : (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (પ) આયુષ્ય (૬) નામ (૭) ગૌત્ર અને (૮) અંતરાય. આ આઠ કર્મોમાં સૌથી ભયંકર કર્મ તે મોહનીય કર્મ છે. સંસારમાં અનેક જીવોને ભમાડનાર તે મોહનીય કર્મ છે. મોહનીય કર્મનો એક પેટાપ્રકાર તે મિથ્યાત્વ મોહનીય છે. એ સૌથી વધારે ભયંક૨ કર્મ છે. જ્યાં સુધી આ કર્મ જીવને લાગેલું છે ત્યાં સુધી જીવન સમ્યગ્દર્શન પામી શકતો નથી. અને સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષની તો વાત જ શેની હોય ? આમ, આ આઠ કર્મોમાં મર્મરૂપ જો કોઈ કર્મ હોય તો તે મોહનીય કર્મ છે, તેમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. એ મિથ્યાત્વ મોહનીય કર્મને ભેદવામાં આવે તો ત્યાર પછી બાકીનાં કર્મોનો ક્ષય કરવાનું તેના જેટલું કઠિન નથી. એટલા માટે પર્યુષણ પર્વ મિથ્યાત્વ મોહનીય કર્મને હણવા માટેનું પર્વ છે અને એથી જ કહેવાયું છે કે જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાં પર્યુષણ પર્વ જેવું બીજું કોઈ પર્વ નથી. પર્યુષણ પર્વાધિરાજ છે, પર્વશિરોમણિ છે. આઠ પ્રકારનાં કર્મને હાથીની ઉપમા આપવામાં આવે છે. હાથીના ચાર પગ તે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મ છે. ાથીની બે આંખો તે જ્ઞાનાવરણીય ૨૭૦ જૈન આચારદર્શન Page #327 -------------------------------------------------------------------------- ________________ અને દર્શનાવરણીય કર્મ છે. હાથીની પૂંછડી તે અંતરાય કર્મ છે. હાથીનું આખું શરીર તે મોહનીય કર્મ છે. અને હાથીનું ગંડસ્થળ તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. તોફાને ચઢેલા મદોન્મત્ત હાથીને વશ કરવો હોય તો એના પગ કે સૂંઢ બાંધવાથી તે વશ થતો નથી, પરંતુ અંકુશ વડે એના ગંડસ્થળને ભેદવામાં આવે તો તે તરત શાંત થઈ જાય છે, વશ થઈ જાય છે, કારણ કે મર્મસ્થાન ઉપર પ્રહાર તે સહન કરી શકતો નથી. અંકુશ એક નાનું સરખું હથિયાર છે. એની બે અથવા ત્રણ તીક્ષ્ણ પાંખ જરાક સરખી ભોંકાતાં હાથી શાંત થઈ જાય છે. આ અંકુશ ક્ષમા, વિનય, કૃતજ્ઞાતારૂપી છે એ ગુણો વડે જીવે મિથ્યાત્વ મોહનીય કર્મને હટાવવાનું છે. જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાંનાં કેટલાંક પર્વ દર્શનવિશુદ્ધિ માટે છે, કેટલાંક પર્વ જ્ઞાનવિશુદ્ધિ માટે છે અને કેટલાંક પર્વ ચારિત્રવિશુદ્ધિ માટે છે. પર્યુષણા પર્વ મુખ્યત્વે દર્શવિશુદ્ધિનું મોટું પર્વ છે, કારણ કે પર્યુષણા પર્વ મિથ્યાત્વને દૂર કરી સમ્યકત્વને પ્રાપ્ત કરવા માટેનું પર્વ છે. પર્યુષણા પર્વ એટલા માટે સમકિતની આરાધના માટેનું પર્વ છે. પર્યુષણા પર્વની રૂડી પેરે આરાધના કરવી હોય તો તેને માટે પૂર્વાચાર્યોએ પાંચ મહત્ત્વનાં કર્તવ્યો બતાવ્યાં છે : (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) અઠ્ઠમતપ (૪) ચૈત્યપરિપાટી અને (૫) ક્ષમાપના. પર્યુષણા પર્વની આરાધનામાં અમારિ પ્રવર્તન એટલે કે જીવહિંસા ન થાય એ માટેની સાવધાની રાખવા ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. સંસારના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રહે અને જીવની હિંસા દ્વારા વિરાધના ન થાય તે જોવું એ પરમ કર્તવ્ય છે. તેથી ગતમાં વેરઝેર ઓછાં થાય છે અને સુખશાંતિ પ્રવર્તે છે. સાધર્મિક વાત્સલ્ય, અઠ્ઠમતપ અને ચૈત્યપરિપાટી દ્વારા આરાધક પર્યુષણ પર્વનો સંયમપૂર્વક ઉલ્લાસ અનુભવે છે. આ પર્વની ચરમ કોટિ તે ક્ષમાપના છે. ક્ષમા માગીને અને ક્ષમા આપીને જે જીવ ઉપશાંત થતો નથી તે જીવ સાચો આરાધક થઈ શકતો નથી. પર્યુષણા પર્વ આ રીતે મિથ્યાત્વ મોહનીયને દૂર કરીને, જીવનમાં ક્ષમાના ભાવને અવતારીને આરાધના કરવાનો અમૂલ્ય અવસર છે. પર્વધના * ૨૭૧ Page #328 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ પર્યુષણ – ૧ અનેક માણસો જ્યારે પોતાના આનંદને સામુદાયિક રીતે વ્યક્ત કરે છે ત્યારે તેમાંથી ઉત્સવ કે પર્વનું નિર્માણ થાય છે. મનુષ્ય ઉત્સવપ્રિય પ્રાણી છે, માટે જ કહેવાય છે : ઉત્સવપ્રિયા વ7 મનુષ્યa ! માનવજાતને કુટુંબ, રાષ્ટ્ર, વિશ્વ, જન્મ, નિવૃત્તિ, અવસાન, આરંભ, પૂર્ણાહુતિ, સંસ્થાઓ, ઋતુઓ ઈત્યાદિ ઘણા વિષયોને અનુલક્ષીને ઉત્સવોનું નિર્માણ કર્યું છે. તેમાં ધર્મ, ધર્મપુરુષો, ધર્મપ્રસંગો ઇત્યાદિને અનુલક્ષીને સૌથી વધુ ઉત્સવોની યોજના થઈ છે. સંદર્ભો બદલાતાં કેટલાક વ્યક્તિલક્ષી, સામાજિક કે રાજકીય ઉત્સવો કાલગ્રસ્ત થાય છે. ધાર્મિક ઉત્સવો પ્રમાણમાં વધુ ચિરકાલીન હોય છે. જૈનો જે વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી કરે છે તેમાં સૌથી મોટું પર્વ તે પર્યુષણ છે. પજુસણ” કે “પોષણ' એવા તદ્દભવ નામથી સામાન્ય લોકોમાં તે વિશેષ પ્રચલિત છે. સૌથી મોટું એ પર્વ હોવાથી પર્વશ્રેષ્ઠ, પર્વશિરોમણિ, પર્વાધિરાજ તરીકે, લોકોત્તર પર્વ તરીકે તે ઓળખાય છે. પર્વ એટલે આનંદ અને ઉલ્લાસ. જેવું પર્વ અને જેવો એનો મહિમા તેવી એની ઉજવણી. કેટલાંક પર્વોમાં સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરવા દ્વારા, વિધવિધ વાનગીઓના ઉપભોગ વડે, પરસ્પર મિલન અને શોભાયાત્રા વડે આનંદ વ્યક્ત થતો હોય છે, તો કેટલાંક પર્વોમાં ધાર્મિક અનુષ્ઠાનો, વિધિવિધાનો, એકટાણું, ઉપવાસ, ત્યાગ-તપશ્ચર્યા, દાન અને દયા, સાદાઈ અને નિરાડંબર વગેરે દ્વારા આનંદ વ્યક્ત થતો હોય છે. પર્વનો મહિમા લોકહૃદયમાં કેવો અને કેટલો છે તે એ દિવસની લોકોની પ્રવૃત્તિ પરથી જાણી શકાય છે. પર્યુષણ' શબ્દ સંસ્કૃત છે, સાચો શબ્દ છે પર્યુષણા; સંસ્કૃત વરિ + ડેસ (૩૫ન) પરથી તે આવેલો છે. એનો અર્થ થાય છે સમસ્ત પ્રકારે વસવું અર્થાત્ ર૭ર જૈન આચારદર્શન Page #329 -------------------------------------------------------------------------- ________________ એક સ્થળે સારી રીતે રહેવું. ચોમાસા દરમિયાન આ પર્વ આવે છે. પરંતુ સાધુઓને માટે તો સમસ્ત ચાતુર્માસને લક્ષમાં રાખીને આ શબ્દ પ્રયોજાયો હશે, કારણ કે સાધુ-સંતોએ ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે સ્થિર વસવાટ કરી ધર્મની આરાધના કરવાની હોય છે. પર્યુષણા' શબ્દનો લાક્ષણિક અર્થ એ છે કે આ પર્વ દરમિયાન માણસે આત્માની સમીપ જઈને વસવાનું હોય છે, એટલે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળવાનું હોય છે. શ્રાવણ મહિનાના અંતના અને ભાદરવા મહિનાના આરંભના એમ મળી આઠ દિવસનું આ પર્વ છે. એટલા માટે પર્યુષણને “અઠ્ઠાઈ મહોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ દરમિયાન ઈન્દ્ર વગેરે દેવતાઓ નંદીશ્વર દ્વીપમાં જઈને શાશ્વત જિનમંદિરોમાં અઠ્ઠાઈ મહોત્સવ ઊજવે છે, એમ શાસ્ત્રોમાં કહેવાયું પર્યુષણ પર્વ એ ત્યાગ અને તપશ્ચયનું પર્વ છે. દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા ન મળે એટલી કઠિન તપશ્ચર્યા જેનોમાં આ પર્વ દરમિયાન જોવા મળે છે. ગામેગામ જ્યાં જ્યાં જૈનોની વસતી હોય છે ત્યાં કેટલાંયે માણસો એવાં મળશે કે જે પર્યુષણના આઠેય દિવસ ઉપવાસ કરતાં હોય. આઠ દિવસ સુધી અન્નનો ઘણો પણ મોઢામાં નાખ્યા વગર તપશ્ચર્યા અને ધાર્મિક ક્રિયાઓ કરવી એ જેવુંતેવું વ્રત નથી. કેટલાંક શક્તિવાળાં સ્ત્રી-પુરુષો બાર, સોળ, એકવીસ, ત્રીસ, પિસ્તાલીસ દિવસના ઉપવાસ કરે છે. કોઈક વાર સાઠ-પાંસઠ દિવસના ઉપવાસ પણ થાય છે. જેમનાથી વધુ ઉપવાસ ન થાય તે ચાર, ત્રણ, બે કે છેવટે પર્વના છેલ્લા દિવસનો – સંવત્સરીનો એક ઉપવાસ કરે છે, ઉપવાસ ન થાય તો એકાસણું – એકટાણું કરે છે. પર્યુષણ એ દાન અને દયાનું પણ પર્વ છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓ કહે છે કે જૈન સમાજ દાનમાં જેટલો પૈસો ખર્ચે છે, તેટલો વ્યક્તિદીઠ સરેરાશે ભાગ્યે જ બીજો કોઈ સમાજ ખર્ચતો હશે. એ દાનની સૌથી મોટી પ્રવૃત્તિ પર્યુષણ દરમિયાન થાય છે. અનુકંપાદાન, સુપાત્રદાન અને અભયદાન – એમ ત્રિવિધ પ્રકારે એ પ્રવૃત્તિ થાય છે. અભયદાન એ સૌથી શ્રેષ્ઠ ધન છે. દયા, વિશેષતઃ જીવદયા એ જેનોના લોહીમાં છે. વ્યક્તિગત રીતે કેટલાંકનું વર્તન અપૂર્ણ, અણસમજણવાળું કે વિપરીત હોય તેથી સમસ્ત સમાજને દોષ દઈ શકાતો નથી. પર્યુષણ પર્વ એ ઘણું પ્રાચીન પર્વ છે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે તે પ્રમાણે ભગવાન મહાવીર સ્વામી જ્યારે રાજગૃહી નગરીમાં પધાર્યા હતા ત્યારે મગધના રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પર્યુષણ પર્વ વિશે પ્રશ્નો પૂછ્યા હતા. પર્યુષણ પવધિરાજ પર્યુષણ - ૧ - ૨૭૩ Page #330 -------------------------------------------------------------------------- ________________ પર્વની આરાધના સારામાં સારી રીતે કોણે કરેલી એવા પ્રશ્નના જવાબમાં ભગવાને કહેલું કે ભૂતકાળમાં ગજસિંહ નામના રાજાએ એવી સરસ આરાધના કરેલી જેથી તે પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદ પામી મુક્તિપદ પ્રાપ્ત કરશે. પર્યુષણ પર્વ એ સંયમ અને સાધનાનું પર્વ છે. એ માટે શાસ્ત્રોમાં અગિયાર દ્વારે આરાધના કરવાનું ફરમાવ્યું છે. જિનપૂજા, ચૈત્ય-પરિપાટી આસપાસનાં જિનમંદિરોમાં જઈ જિનેશ્વર ભગવંતને દ્રવ્ય અને ભાવથી નમસ્કાર કરવા), સાધુસંતોની ભક્તિ, સંઘમાં પ્રભાવના, જ્ઞાનની આરાધના, સાધર્મિક વાત્સલ્ય, ‘કલ્પસૂત્ર' સાંભળવું, તપશ્ચર્યા કરવી, જીવોને અભયદાન આપવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું, પરસ્પર ક્ષમાપના કરવી – એમ અગિયાર પ્રકારે આ આરાધના કરવાની હોય છે. એ આરાધના વધુ દીપી ઊઠે એ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, દાન દેવું, દયા પાળવી, પાપકર્મ થાય તેવાં કાર્યોનો ત્યાગ કરવો, અશુભ વચનો ન બોલવાં, સામાયિક, પ્રતિક્રમણ, પોષધ વગેરે વ્રતક્રિયા કરવાં, ગુરુ મહારાજની ઉપદેશવાણી સાંભળવી, ભગવાન મહાવીરનાં માતાએ સ્વપ્નમાં જોયેલી ચૌદ વસ્તુઓનો - ચૌદ સુપનનો – મહોત્સવ કરવો વગેરે આવશયક મનાય છે. આ પર્વ દરમિયાન મસ્તકે લોચ કરવો એટલે માથા અને મોઢા પરના વાળ હાથથી ખેંચીને કાઢી નાખવા), ઓછામાં ઓછું અક્રમ (ત્રણ દિવસના ઉપવાસનું તપ કરવું, “કલ્પસૂત્રવાંચવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને માંહોમાંહે ક્ષમાપના કરવી એ સાધુઓનાં વિશેષ કર્તવ્ય મનાયાં છે. અન્ય દિવસ કરતાં પર્વના દિવસે કરેલી ધર્મારાધના વિશેષ ફ્લવતી માનવામાં આવે છે. પર્વના દિવસે કરેલું પાપ પણ મોટું અને માણસને ભયંકર કર્મબંધનમાં મૂકી દેનારું મનાય છે. જેમ તીર્થને માટે તેમ પર્વને માટે અને પર્વને પણ જંગમ તીર્થ જ કહેવામાં આવે છે, પણ સાચું છે કે: अन्य दिने कृतं पाां पर्वदिने विनयश्यति। पर्वदिने कृतं पापं वज्रलेपो भविष्यति ॥ એટલા માટે પર્યુષણ પર્વ એ પુણ્યના પોષણનું અને પાપના પ્રતિક્રમણનું પર્વ છે, દૈવી સંપત્તિના સર્જનનું અને આસુરી સંપત્તિના વિસર્જનનું પર્વ છે. કવિ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પર્યુષણમહાપર્વમાહાભ્યની સન્ઝય'માં કહ્યું છે : પુની પોષણા, પર્વ પર્યુષણા આવિયાં ઇકિ પર જાયેિ એક હિયડલે હર્ષ ધરી, છઠ્ઠ અઠ્ઠમ કરી, ઓચ્છવે કલ્પ ઘર આણિયે એ. જૈન માન્યતા પ્રમાણે માણસનો આયુષ્યબંધ કેટલીક વાર પર્વના દિવસે પડતો રજ એક જૈન આચારદર્શન Page #331 -------------------------------------------------------------------------- ________________ હોય છે. એક જન્મ પૂરો થતાં અન્ય જન્મમાં માણસ શું થવાનો છે મનુષ્ય, દેવ, તિર્યંચ કે નારક) તે જ ક્ષણે નક્કી થાય છે તેને આયુષ્યનો બંધ કહેવામાં આવે છે. આથી પર્વના દિવસે માન, વચન અને કાયાની શુદ્ધિથી કરેલી આધ્યાત્મિક આરાધના માણસને ભવાન્તરમાં ઉત્તમ ગતિ અપાવે છે, ત્વરિત મુક્તિ અપાવે છે, જ્યારે પર્વના દિવસે કરેલી પાપપ્રવૃત્તિ માણસને જન્માંતરમાં ભયંકર દુર્ગતિમાં ઘસડી જાય છે. - પર્યુષણ એ મૈત્રી અને ક્ષમાનું પર્વ છે. પર્યુષણનો છેલ્લો દિવસ સંવત્સરી તરીકે જાણીતો છે. એ દિવસે તમામ જૈનો એકબીજાને “ મિચ્છા મિ દુક્કડ' કહી ક્ષમા માગે છે, અને ક્ષમા આપે છે. ક્ષમાથી વેરવૃત્તિ શમે છે. ક્રોધ અને અહંકારને સ્થાને મૈત્રી અને નમ્રતા વિકસે છે. એથી જગતમાં પ્રેમ શાંતિ પથરાય છે. જૈનોનો એક વર્ગ જે દિગંબરના નામે ઓળખાય છે તે પોતાનાં પર્યુષણ જુદાં ઊજવે છે. સંવત્સરીના આ દિવસ પછી બીજા દિવસથી તેઓ આ પર્વ દસ દિવસ ઊજવે છે. માટે તેને “દસ લક્ષણી' કહેવામાં આવે છે. ક્ષમા, માર્દવ, આર્જવ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય – એ દસ પ્રકારના યતિધર્મને લક્ષમાં રાખી આ પર્વ ઊજવાતું હોવાથી તેને “દસ લક્ષણી' કહેવામાં આવે છે. પર્વોની ઉજવણી સાથે એની ફલશ્રુતિ સંકળાયેલી હોય છે. પર્યુષણ પર્વ સાથે કોઈ ભૌતિક સુખ, આકાંક્ષા. અભિલાષાની નહિ પણ આધ્યાત્મિક સિદ્ધિની ફ્લશ્રુતિ રહેલી છે. એથી જ પર્યુષણ પર્વ એ ત્યાગ અને સંયમ, દાન અને દયા, પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ મૈત્રી અને ક્ષમા, તપ અને સમતા, ભક્તિ અને ભાવના દ્વારા, આત્મનિરીક્ષણ અને આત્મસંશોધન દ્વારા આત્માનો પ્રકાશ પ્રાપ્ત કરી મુક્તિના પંથે વિચારવાનું અમોઘ પર્વ છે – પર્વાધિરાજ છે. પર્વાધિરાજ પર્યુષણ - ૧ : ૨૭૫ Page #332 -------------------------------------------------------------------------- ________________ સાંવત્સરિક ક્ષમાપના જીવન જીવવા માટે અનેક લોકોના સ્થૂળ કે સૂક્ષ્મ સહકારની અપેક્ષા રહે છે. બધાંની શારીરિક, માનસિક કે આત્મિક શક્તિ એકસરખી હોતી નથી, એથી વ્યક્તિ-વ્યક્તિના પુરુષાર્થમાં ફરક રહે છે; પરંતુ જેમની પાસે કર્મયોગે વધુ શક્તિ હોય છે તેવી વ્યક્તિઓમાં ક્યારેક સહકારને બદલે અસહકાર, સ્વાર્થ, અહંકાર જેવાં લક્ષણો આવી જાય છે. એથી વ્યવહારની સમતુલા ખોરવાય છે. દ્વેષ, ધિક્કાર, ઈર્ષ્યા, નિંદા અહિતચિંતા વગેરે ભાવોમાંથી ઘર્ષણ અને વૈરવૃત્તિ પ્રગટ થાય છે. એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. બદલો લેવાની ભાવના જાગે છે. અનુદારતા, અસહિષ્ણુતા, અક્ષમા વગેરેની વૃત્તિઓ જોર પકડતાં પરસ્પરનો વ્યવહાર દૂષિત થાય છે, વૃત્તિઓ જોર પકડતાં પરસ્પરનો વ્યવહાર દૂષિત થાય છે, ઉપેક્ષા-અણબનાવથી માંડીને લડાઈ-ઝઘડા સુધી વાત પહોંચે છે. એવા દૂષિત વ્યવહારને ફરીથી સ-૨સ, સુખમય, શાંતિમય બનાવવા માટે પ્રેમ, સહકાર, ઉદારતા, સહિષ્ણુતા વગેરેની સાથે ક્ષમાની પણ અતિશય આવશ્યકતા રહે છે. પોતાની ભૂલનો એકરાર કરીને ક્ષમા માગવી અને પોતાના પ્રત્યે બીજાએ ભૂલ કરી હોય તો તે માટે તેને ઉાર ક્ષમા આપવી એમ ઉભય પ્રકારે, ક્ષમાપના કરવાની હોય છે. આપણું અજ્ઞાન, આપણી ક્યાં ભૂલ થઈ છે તેનું ભાન આપણને ક્યારેક થવા દેતું નથી. કેટલીક ભૂલો તદ્દન નજીવી હોય છે; તો કેટલીક ભયંકર, જીવનસંહારની કોટિ સુધીની હોય છે. જે માણસ જાગ્રત છે તે પોતાની ભૂલ સમજાતાં એકરાર કરીને તત્ક્ષણ ક્ષમા માગી લે છે. ક્યારેક ભૂલની ખબર મોડી પડતાં ક્ષમા માગવામાં સકારણ વિલંબ થાય છે. ક્યારેક આપણી ભૂલ ઇરાદાપૂર્વકની હોય, તો ક્યારેક અજાણતાં થઈ ગઈ હોય. ક્યારેક કેટલાક અશુભ વિચારો આપણા ચિત્તમાં ઊઠીને ૨૭૬ જૈન આચારદર્શન Page #333 -------------------------------------------------------------------------- ________________ શમી જાય છે. એના માત્ર આપણે પોતે જ સાક્ષી હોઈએ છીએ. ક્યારેક અશુભ વિચારો બીજા આગળ શબ્દમાં વ્યક્ત થઈ જાય છે, પરંતુ એ પ્રમાણે સ્થૂળ આચરણ કરતાં અટકીએ છીએ; તો ક્યારેક વિચારના આવેગ કે ભાવના આવેશ પ્રમાણે સ્થૂળ દોષ પણ કરી બેસીએ છીએ. મનુષ્યનું ચિત્તતંત્ર એટલું બધું સંકુલ છે કે એમાં ઊઠતા પ્રત્યેક અશુભ વિચારની ગણતરીપૂર્વકની નોંધ રાખવાનું સરળ નથી. માટે જ ક્ષમાપનાનો આચાર વ્યાપક કારણે અને ધોરણે સ્વીકારવાની જરૂર રહે છે. એટલા માટે જ મન, વચન, અને કાયાથી તથા કરતાં, કરાવતાં અને અનુમોદતાં એમ ત્રિવિધત્રિવિધ પ્રકારે નવ કોરિએ) અને તે પણ જાણતાં-અજાણતાં થયેલા દોષો માટે ક્ષમા માગવાની હોય છે. એ માગતી વખતે ગરીબ-તવંગર, સુશિક્ષિત-અશિક્ષિત, નાના-મોટા, ગુરુ-શિષ્ય, શેઠ-નોકર ઇત્યાદિના ભેદનો વિચાર ન કરતાં પોતે જ સામેથી ક્ષમા માગી લેવી જોઈએ. આપણે કયા માણસની ક્ષમા માગીશું? માત્ર માણસ શા માટે ? સમસ્ત જીવરાશિની હાથ જોડી, નતમસ્તકે, હૃદયમાં ધર્મભાવ ધારણ કરીને ક્ષમા માગીએ, કે જેથી અજાણતાં પણ કોઈ જીવની ક્ષમા માગવાનું રહી ન જાય. શાસ્ત્રકાર કરે सव्वस्स जोवरासिस्स भावओ घम्मनिहिअ निअ चित्तो। सव्वं खमावईता खमामि सव्वस्स अहयंपि ॥ શાસ્ત્રકારોએ દૈનિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા ચાર મુખ્ય પ્રકાર ક્ષમાપના માટે બતાવ્યા છે. પહેલા ત્રણ પ્રકાર ચૂકી જવાય તો છેવટે સાંવત્સરિક ક્ષમાપના તો દરેક માણસે અવશ્ય કરી જ લેવી જોઈએ, કે જેથી એ ઋણમાંથી મુક્ત થઈ જવાય. શાસ્ત્રકારો કહે છે કે જે માણસ સાંવત્સરિક ક્ષમાપના ચૂકી જાય છે એના કષાયો અનંતાનુબંધી બની જાય છે. વળી એને જો સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તો તે ચાલ્યું જાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ માટે અને કષાયોની મંદતા માટે ક્ષમાના તત્ત્વને એથી જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. ભૂલ તો બધાંની થાય, પણ ક્ષમા બધાં માગતાં નથી. પરંતુ જે ક્ષમા માગે છે અથવા બીજાને ક્ષમા આપે છે તેના જીવનમાં દૈવી અંશો પ્રગટ થાય છે. To err is human, but fogive is divine. ક્ષમા માગવી અને આપવી એ અપ્રમત્ત ચિત્તની નિશાની છે. ક્ષમા સાથે જો પશ્ચાત્તાપ, હૃદય-પરિવર્તન, ફરી એવી ભૂલ ન થાય તે માટેનો સંકલ્પ ઈત્યાદિ સંકળાયેલાં હોય તો તે પ્રકારની ક્ષમા ઊંચા પ્રકારની બને છે. સાંવત્સરિક ક્ષમાપના જ ૨૭૭ Page #334 -------------------------------------------------------------------------- ________________ માત્ર ઉપાચાર તરીકે શબ્દોચ્ચાર કરીને મિચ્છામિ દુક્કડમ્' કહેવું એ દ્રવ્યક્ષમા છે. વ્યવહારમાં એની પણ આવશ્યકતા છે; પરંતુ માણસે દ્રવ્ય-ક્ષમામાં અટકી ન જતાં ભાવ-ક્ષમા સુધી પહોંચવાનું છે. ક્ષમાના પાંચ પ્રકાર ગણાવવામાં આવે છે : ઉપકારક-ક્ષમા, અપકાર-ક્ષમા, વિપાક-ક્ષમા, વચન-ક્ષમા (આજ્ઞા-ક્ષમા) અને ધર્મ-ક્ષમાં. જેણે આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો હોય તેવી વ્યક્તિને એની ભૂલ માટે આપણે તરત માફ કરી દઈએ છીએ. એ ઉપકાર-ક્ષમા છે. જેના તરફથી આપણા ઉપર અપકાર થવાનો ડર રહે છે તેની આપણે તરત માફી માગી લઈએ છીએ. એ અપકાર-ક્ષમા છે. મોટાં અશુભ કર્મોનો દુઃખદાયક વિપાક જ્યારે થાય છે ત્યારે તે વખતે આપણે આપણાં ભૂતકાલીન અશુભ કર્મોને માટે તથા ભવિષ્યમાં એવાં મોટાં દુ:ખો ન આવી પડે એવા ભયથી ક્ષમા માગી લઈએ છીએ. એ વિપાર-ક્ષમા છે. તીર્થકર ભગવાનનાં આજ્ઞા-વચન સાંભળીને આપણે ક્ષમાયાચના કરીએ છીએ તે વચન-ક્ષમા. સમ્યકત્વ હોય તો જ આવી ક્ષમા આવે. ધર્મની સાચી સમજણમાંથી આત્માના સ્વાભાવિક ધર્મ તરીકે ક્ષમાનો જે ભાવ પ્રગટ થાય છે તે ધર્મ-ક્ષમા છે. ભયંકર નિમિત્તો મળતાં પણ ગજસુકુમાલ મેતારજ મુનિ વગેરેની જેમ ક્ષમાનો ભાવ રહે તે ધર્મ-ક્ષમા. પહેલા ત્રણ પ્રકારની ક્ષમા અજ્ઞાની – મિથ્યાત્વી માણસોને પણ હોઈ શકે. આ વિવિધ પ્રકારની ક્ષમામાં ધર્મ-ક્ષમાં શ્રેષ્ઠ છે. તે અનાયાસ હોય છે. પ્રતિક્ષણ તમામ જીવો પ્રત્યે ક્ષમાનો ભાવ સહજ રીતે જ વહ્યા કરે તે સહજ-ક્ષમા છે. આપણી ધર્મ-ક્ષમા સહજ-ક્ષમા બની રહેવી જોઈએ. ભૂલનો બચાવ કરી બીજાની સાથે લડવા માટે તત્પર એવા ઘણા લોકો હોય છે. પરંતુ ઘણા એવા સરળ માણસો પણ હોય છે કે જેઓ ભૂલનો સ્વીકાર કરી, તે માટે તરત ક્ષમા માગી લે છે. ક્ષમા માગવી એ બહુ અઘરી વાત નથી. પરંતુ બીજા કોઈએ આપણા પ્રત્યે ભૂલ કરી હોય તો તેનો બદલો ન લેતાં તેને સાચા દિલથી ક્ષમા આપવી એ દુષ્કર કાર્ય છે. ઘણાં માણસો બીજા માણસને એની નાનકડી ભૂલ માટે બરાબર પાઠ ભણાવવાના આશયથી ઘણું મોટું વેર વાળતા હોય છે. પરંતુ સહિષ્ણુ અને ઉદાર એવા મહામના માણસો એવા પ્રસંગે પણ એને સાચી ક્ષમા આપી, એનું હિત ઈચ્છતા હોય છે. બીજા જીવો પ્રત્યે હૃદયમાં સાચો કરુણાભાવ હોય તો જ આમ બની શકે. ક્ષમા એ કરુણાની બહેન છે, અને અહિંસાની દીકરી છે. ક્ષમા ધારણ કરવામાં ઘણી મોટી નૈતિક હિંમતની અપેક્ષા રહે છે. એટલા માટે જ ક્ષમા વીરસ્ય ભૂષણમુ, ક્ષમ તેનવિનામ્ B ક્ષમા રૂપ વિનામૂ વગેરે કહેવાય છે. એટલા માટે જ ર૭૮ જેન આચારદર્શન Page #335 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાના અવતાર એવા પંચ પરમેષ્ઠીને – સાધુથી અરિહંતો (તીર્થંકરો)ને આપણે ‘ક્ષમાશ્રવણ' (ખમાસમણ) કહીને વંદન કરીએ છીએ. કેટલાક કહે છે કે ક્ષમા એ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સીડી છે. કેટલાક એને સ્વર્ગના દ્વાર તરીકે ઓળખાવે છે. 'Mutual forgiveness of each vice, Such are the gates of paradise.' જૈન ધર્મમાં તો ક્ષમાને મોક્ષના ભવ્ય દરવાજા તરીકે ઓળખાવવામાં આવી છે. ક્ષમાના હૃદયપૂર્વકના સાચા ભાવથી જીવને મોટી કર્મનિર્જરા થાય છે. ક્ષમા કર્મક્ષય સુધી, મુક્તિ સુધી જીવને પહોંચાડે છે. ક્ષમાપના વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક આરાધના થતી નથી. જેણે આરાધનાની ઇમારત ચણવી હોય તેણે ક્ષમાનો પાયો નાખવો પડશે. ક્ષમા માગીને તથા ક્ષમા આપીને જે ઉપન્ન થતો નથી તે સાચો આરાધક બની શકતો નથી. ભદ્રબાહુ સ્વામીએ એટલા માટે જ કહ્યું છે जो उवसमइ तस्सअत्थि आराहणा । जो न उवसमइ तस्स नत्थिआराहणा । तम्हा अप्पणा चेव उवसमियव्यं । ક્ષમાની સાથે મૈત્રી જોડાયેલી છે. મૈત્રી હોય ત્યાં વેરભાવ ન હોય. ક્ષમા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવદિતા સ્થાપવામાં ઘણો મોટો ફાળો આપે છે. એટલા માટે જ કેટલાક લોકોનું નિરંતર ભાવરટણ હોય છે ઃ खामेमि सव्व जीवे, सव्वे जीवा खमं तु मे । मित्ती मे सव्व भूएसु, वेरं मज्झ न केणई । [હું બધા જીવોને ખમાવું છું. બધા જીવો મને ક્ષમા આપે. સર્વ જીવો સાથે મારે મૈત્રી છે. કોઈ સાથે મારે વૈરભાવ નથી.] જૈનોનું પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનું પર્વ છે. પર્વ નિમિત્તે પરસ્પર ક્ષમાપના કરાય છે. એમાં ઔપચારિકતા ઘણી હશે. તોપણ જીવનને સુસંવાદી બનાવવામાં આ પર્વનો ફાળો ઓછો નથી. વિશ્વશાંતિની દિશામાં એ એક મોટું પગલું છે. દુનિયાના કોઈ ધર્મમાં ક્ષમાપનાનું અલગ, વિશિષ્ટ, મોટું સર્વ મનાવવાનું ફરમાવ્યું હોય તો તે જૈન ધર્મમાં છે. એ એનું મોટું યોગદાન છે. માનવજાત માટે એ મોટું વરદાન છે. સાંવત્સરિક ક્ષમાપના * ૨૭૯ Page #336 -------------------------------------------------------------------------- ________________ જૈન જ્યોરિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વિક્રમના સત્તરમા શતકના અંતમાં અને અઢારમા શતકમાં ગુજરાતમાં મુસલમાનોનું રાજ્ય હતું. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિનો ગુજરાતના જીવન ઉ૫૨ અને વિશેષતઃ જૈનો ઉ૫૨ ત્યારે ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના કાળધર્મ પછી જૈન સાધુ-ભગવંતોને હાથે સાહિત્યસર્જનની પ્રવૃત્તિ તો સતત ચાલ્યા કરતી હતી, પરંતુ પાંચેક સૈકા સુધી એવી કોઈ અદ્વિતીય પ્રતિભા ગુજરાતને જોવા નહોતી મળી કે જે શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે. પરંતુ શ્રી હીરાવિજયસૂરિના સમુદાયમાં, એમના શિષ્યો-પ્રશિષ્યોમાંથી સાહિત્યના ક્ષેત્રે એક એવા જ્યોતિર્ધમનો ઉદય થયો કે જેમણે શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે એવું ભગીરથ કાર્ય પોતાના જીવનકાળ દરમિયાન કર્યું. એ મહાન જ્યોતિર્ધર તે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી. ‘લઘુ હરિભદ્રસૂરિ’, ‘દ્વિતીય હેમચંદ્રાચાર્ય’, ‘સ્મારિત શ્રુતકેવલી’, ‘કુર્આલી શારદ', ‘મહાન તાર્કિક', તાર્કિક શિરોમણિ', ન્યાયવિશારદ', ન્યાયાચાર્ય', ‘વાચકવર્ય’, ‘ઉપાધ્યાયજી' ઇત્યાદિ તરીકે જેઓ સુપ્રસિદ્ધ છે એ મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી વિક્રમના સત્તરમા-અઢારમા શતકમાં થઈ ગયેલી અને સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે અદ્ભુત પ્રભુત્વ ધરાવતી એક મહાન ભારતીય વિભૂતિ છે. એમના કાળધર્મને ત્રણસો વર્ષ થયાં, પરંતુ ત્યારથી તે વર્તમાન સમય સુધી બીજા કોઈ કવિ-લેખકે એમના જેવું સામર્થ્ય દાખવ્યું નથી. શ્રી યશોવિજયજીનું જીવન અને સાહિત્ય અનેકને માટે અત્યંત પ્રેક અને માર્ગદર્શક રહ્યું છે. એમના ઉપલબ્ધ સાહિત્યનું જેમ જેમ ઊંડું અધ્યયન થાય છે તેમ તેમ તે નવો પ્રકાશ પાથરે છે અને તેમની બહુમુખી વિદ્વત્પ્રતિમા પ્રત્યે વિસ્મયનો ભાવ જગાડે છે. ૨૮૦ જૈન આચારદર્શન Page #337 -------------------------------------------------------------------------- ________________ સુજસવેલી ભાસા મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને લેખનકાર્ય વિશે કેટલાંક વર્ષ પહેલાં ઘણી વધુ માહિતી મળી આવી હતી. લગભગ વિ.સં. ૧૯૭૫ની આસપાસ પાટણમાં પ.પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને હસ્તપ્રતોનું સંશોધન – વર્ગીકરણ કરતાં કરતાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી જીવન વિશે એમના સમકાલીન કવિ મુનિશ્રી કાંતિવિજયજીએ રચેલી “સુજસવેલી ભાસ’ નામની એક કાવ્યકૃતિની ભાળ લાગી હતી. એમાં આપેલી માહિતીથી શ્રી યશોવિજયજીના જીવનચરિત્ર ઉપર, તથા એમના જન્મ અને કાળધર્મના સમય ઉપર કંઈક વધુ પ્રકાશ પડ્યો છે. જન્મસમય મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જન્મવર્ષની વિચારણા માટે પરસ્પર ભિન્ન એવાં બે અત્યંત મહત્ત્વનાં પ્રમાણો મળે છે. એથી એમના જન્મસમય વિશે સંશોધકોમાં હજુ છેવટનો નિશ્ચિત નિર્ણય થઈ શક્યો નથી. આ બે પ્રમાણો તે (૧) વિ. સં. ૧૬૬૩માં વસ્ત્ર પર આલેખાયેલો મેરુ પર્વતનો ચિત્રપટ, અને (૨) શ્રી યશોવિજયજીના સમકાલીન મુનિશ્રી કાંતિવિજયજીકૃત “સુજસવેવી ભાસ' નામની ચના. આ બંનેમાં અલબત્ત, એમના જન્મસમય વિશે કશો ચોક્કસ નિર્દેશ નથી. પરંતુ તેમાં આપેલી માહિતી પરથી જન્મસમય વિશે કેટલુંક અનુમાન કરી શકાય વિ. સં. ૧૬ ૬૩માં શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજ્યજીએ પોતે વસ્ત્રપટ પર મેરુ પર્વતનું આલેખન કર્યું હતું. આ ચિત્રપટ આજ દિવસ સુધી સચવાઈ રહ્યો છે. એની પુષ્પિકામાં આપેલી માહિતી પ્રમાણે શ્રી નવિજયજીએ આચાર્ય શ્રી વિજયસેનસૂરિના કણસાગર નામના ગામમાં રહીને સં. ૧૬૬૩માં પોતાના શિષ્ય શ્રી જસવિજયજી (યશોવિજયજી) માટે આ પટ આલેખ્યો છે. પુષ્પિકાના લખાણ પ્રમાણે શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય શ્રી નવિજયજી તે સમયે ગણિ અને પંન્યાસનું પદ ધરાવતા હતા. જેમને માટે આ પટ બનાવવામાં આવ્યો તે શ્રી યશોવિજ્યજીનો પણ તેમાં “ગણિ' તરીકે ઉલ્લેખ છે. હવે આ ચિત્રપટની માહિતી પ્રમાણે વિચાર કરીએ તો સં. ૧૬૬૩માં શ્રી યશોવિજયજી જ હતા. સામાન્ય રીતે દિક્ષા પછી ઓછામાં ઓછાં દસ વર્ષ પછી ગણિપદ આપવામાં આવે છે. (કોઈ અપવાદરૂપ પ્રસંગોમાં એથી ઓછાં વર્ષ પણ ગણિપદ અપાય છે.) તે મુજબ, સં. ૧૬ ૬૩માં જ જો શ્રી યશોવિજયજીને ગણિપદ અપાયું હોય તો સં. ૧૬પ૩ની આસપાસ એમને દીક્ષા અપાઈ હોય એમ માની ઉપાધ્યાય શ્રી યશોવિજયજી . ૨૮૧ Page #338 -------------------------------------------------------------------------- ________________ શકાય. જો તેઓ બાલદીક્ષિત હોય અને દીક્ષા સમયે તેમની ઉંમર આઠેક વર્ષની ધારીએ તો સં. ૧૬૪૫ની આસપાસ તેમને જન્મ થયો હોવો જોઈએ એમ માની શકાય. તેમનો સ્વર્ગવાસ સં. ૧૭૪૩-૪૪માં થયો હતો. એટલે સં. ૧૬૪પથી ૧૭૪૪ સુધીનું, લગભગ સો વર્ષનું આયુષ્ય તેમનું હશે એમ આ પટના આધારે માનવું રહ્યું. બીજી બાજુ “સુજસવેલી ભાસ'માં લખ્યું છે: સંવત સોલ અાસિચેંજી, રહી કુણગિરિચોમાસા: શ્રી નયવિજય પંડિતવરુજી, આવ્યા કહોડે ઉલ્લાસિ. વળી આગળ લખ્યું છે : વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ; સંવત સોલ અડ્યાસિચેંજ, કરતાં યોગ અભ્યાસ. આમ સુજસવેલી ભાસ’ પ્રમાણે સં. ૧૬૮૮માં શ્રી નયવિજયજી કન્હોતુ પધારે છે. અને એ જ સાલમાં પાટણમાં શ્રી યશોવિજયજીને વડી દીક્ષા અપાય છે. એટલે કે લઘુ દીક્ષા અને વડી દીક્ષા એક જ વર્ષમાં સં. ૧૬૮૮માં અપાઈ છે. વળી દીક્ષા સમયે એમની ઉંમર નાની હતી એમ ‘લઘુતા પણ બુદ્ધે આગળોજી, નામે કુંવર જસવંતએ પંક્તિ પરથી જણાય છે. એટલે દીક્ષા સમયે એમની ઉંમર આઠ-નવ વર્ષની હોવી જોઈએ; જો તે પ્રમાણે હોય તો તેમનો જન્મ સં. ૧૬ ૭૯૮૦માં થયો હોવો જોઈએ. તેમનો સ્વર્ગવાસ ડભોઈમાં સં. ૧૭૪૩-૪૪માં થયો હતો. જો તે પ્રમાણે ગણતરી કરીએ તો તેમનું આયુષ્ય ૬૪-૬૫ વર્ષનું હોવું જોઈએ એમ માનવું પડે. આમ ચિત્રપટ પ્રમાણે સં. ૧૬૪૫-૪૬ની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ. અને “સુજસવેલી ભાસ’ પ્રમાણે સં. ૧૬૭૯-૮૦માં થયો હોવો જોઈએ. આ બંને પ્રમાણોમાંથી કયા પ્રમાણને આપણે વધારે આધારભૂત માનવું ? ચિત્રપટની બાબતમાં તો નિશ્ચિત જ છે કે ગુરુ શ્રી નવિજયજીના હાથે તૈયાર થયેલી મૂળ વસ્તુ જ આપણને મળે છે. “સુજસવેલી ભાસની હસ્તપ્રતિ તે કર્તાના હસ્તાક્ષરની નહિ, પણ પાછળથી લખાયેલી છે. સંભવ છે કે પાછળથી થયેલી એની નકલમાં એક યા બીજા કારણે દિક્ષાની સાલ લખવામાં કંઈ ભૂલ થઈ હોય. વળી “સુજસવેલી ભાસકાર શ્રી યશોવિજયજીના સમકાલીન હતા. અને હસ્તપ્રતિ તો ત્યાર પછીની મળે છે, જ્યારે શ્રી નયવિજય ગણિ તો શ્રી યશોવિજયજીના ગુરુ હતા. એટલે આ દૃષ્ટિએ જોતાં પણ ચિત્રપટ વધારે વિશ્વસનીય ગણાય. વળી શ્રી યશોવિજયજીએ જે વિપુલ સાહિત્યની રચના કરી છે તથા જે શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કર્યો છે તે જોતાં તેટલું કાર્ય કરવા માટે ૬૩-૬૪ વર્ષનું કદાચ ઓછું પડે. વળી તેમણે અનશન ૨૮૨ જૈન આચારદર્શન Page #339 -------------------------------------------------------------------------- ________________ કરીને દેહ છોડ્યો હતો. એ માટે પણ તે ઉંમર સહેજ વહેલી ગણાય. પોતે તપસ્વી સાધુ હતા. બાળ બ્રહ્મચારી હતા, યોગવિદ્યાના અભ્યાસી હતા, સમતા૨સથી સભર જ્ઞાની હતા. એટલે એમણે સારું દીર્ઘાયુષ્ય ભોગવ્યું હશે એમ માનવાને વધુ કારણ રહે છે. આ વિષયમાં જ્યાં સુધી વધુ ચોક્કસ પુરાવા ન મળે ત્યાં સુધી એમની જન્મસાલ વિશે થોડીક અનિશ્ચિતતા રહેવાની. જન્મસ્થળ અને દીક્ષા ‘સુજલવેલી ભાસ'માં જણાવ્યા પ્રમાણે ગુર્જરદેશમાં કનોડું નામે ગામ છે. ત્યાં નારાયણ નામે વેપારી વસતો હતો. તેની પત્નીનું નામ સોભાગદે (સૌભાગ્યદેવી) હતું. તેઓને જશવંત નામે ગુણવાન પુત્ર હતો. કુણગેર (કુમારિગર)માં ચોમાસુ કરીને સં. ૧૬૮૮માં પંડિતવર્ય શ્રી નયવિજ્યજી કનોડુ (કનોડા) ગામમાં પધાર્યા. માતા સોભાગદેએ પુત્ર સાથે ઉલ્લાસથી તે સાધુપુરુષનાં ચરણોમાં વંદન કર્યું, અને સદ્ગુરુના ધર્મોપદેશથી જસવંતકુમારને વૈરાગ્યનો પ્રકાશ થયો. અહિલપુર પાટણમાં જઈને તે જ ગુરુ પાસે જશવંતકુમારે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી જ્યવિજ્ય (શ્રી યશોવિજય) રાખવામાં આવ્યું. વળી, સોભાગદેના બીજા પુત્ર પદ્મસિંહે પણ દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી પદ્મવિજય રાખવામાં આવ્યું. આ બંને મુનિઓને સં. ૧૬૮૮માં તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી હતી. ‘સુજાવેલી ભાસ'માં લખ્યું છે : અણહિલપુર પાટણ ઈજી, લ્યઈ ગુરુ પાસે ચરિત્ર; યશોવિજ્ય એહવી કરીજી, થાપના નામની તવ, પદમસીહ બીજો વલીજી, તસ બાંધવા ગુણવંત; તેહ પ્રસંગે પ્રેરિયો, તે પણ થયો. વ્રતવંત, વિજ્યદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ; બિહૂં તે સોલ અઠિયાસિયેંજી કરતાં યોગ્ય અભ્યાસ.' અહીં ભાસકારે શ્રી યશોવિજયજીના જન્મસ્થળનો નિર્દેશ કર્યો નથી. પરંતુ શ્રી નયવિજયજી ગુરુનાં સૌપ્રથમ દર્શન શ્રી યશોવિજયજીને કોડુંમાં થયાં હતાં, અને તે સમયે તેમનાં માતાપિતા કોડુંમાં રહેતાં હતાં એ હકીકત સુનિશ્ચિત છે. સંભવ છે કે શ્રી યશોવિજયજીનો જન્મ કનોડુંમાં થયો હોય અને તેમનું બાળપણ પણ કનોડુંમાં જ વીત્યું હોય. જ્યાં સુધી એમના જન્મસ્થળ વિષે અન્ય કાંઈ પ્રમાણો ન મળે ત્યાં સુધી એમની જન્મભૂમિ કનોડું (કનોડા) હતી એમ માનવામાં ખાસ કંઈ બાધ નથી. કનોડા ઉત્તર ગુજરાતમાં મહેસાણથી પાટણને રસ્તે ધીણોજ ગામથી ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી * ૨૮૩ Page #340 -------------------------------------------------------------------------- ________________ ચારેક માઈલને અંતરે આવેલું છે. બાળપણ વિશે દંતકથા શ્રી યશોવિજયજી મહારાજના બાળપણ વિશે આપણને વિશેષ કંઈ માહિતી મળતી નથી. એમના બાળપણના દિવસો વિશે માત્ર એક દંતકથા નોંધાયેલી મળે છે. એ દંતકથા પ્રમાણે એમની માતા સૌભાગ્યદેવીએ એવો નિયમ લીધો હતો કે રોજ સવારે ભક્તામર સ્તોત્ર સાંભળ્યા પછી જ ભોજન કરવું. એ સંસ્કૃત સ્તોત્ર આવડતું નહિ એટલે બીજા પાસેથી તેઓ સાંભળતાં. ચાતુર્માસમાં તેઓ રોજ ઉપાશ્રયમાં જઈ ગુરુમહારાજ પાસે આખું “ભક્તામર સ્તોત્ર' સાંભળતાં. તેઓ પોતાની સાથે નાના બાળક જસવંતને પણ ઉપાશ્રયે લઈ જતાં. એક વખત શ્રાવણ મહિનામાં સતત મુશળધાર વર્ષ ચાલ્યા કરી. રસ્તાઓમાં પાણી ભરાઈ ગયાં. તેથી સૌભાગ્યદેવી ગુરુમહારાજ પાસે જઈ ભક્તામર સ્તોત્ર સાંભળી શક્યાં નહિ એવી રીતે એક દિવસ નહિ પણ ત્રણ ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડતો રહ્યો, એથી સૌભાગ્યદેવીને ત્રણ દિવસના ઉપવાસ થયા. ચોથે દિવસે સવારે પણ વરસાદ બંધ ન રહેવાને લીધે સૌભાગ્યદેવીએ જ્યારે કશું ખાધું નહિ ત્યારે બાળક જશવંતે કુતૂહલવશ સહજ એનું કારણ પૂછ્યું. માતાએ ભક્તામર સ્તોત્ર સાંભળીને જ ભોજન લેવાના પોતાના નિયમની વાત કરી. એ વખતે બાળક જશવંતે માતાને કહ્યું કે પોતાને “ભક્તામર સ્તોત્ર' આવડે છે, એ જાણી માતાને આશ્ચર્ય થયું. બાળક જશવંતે જરા પણ ભૂલ વગર માતાને ભક્તામર સ્તોત્ર સંભળાવ્યું. એથી માતા સૌભાગ્યદેવીને અપાર હર્ષ થયો. એમણે અઠ્ઠમનું પારણું કર્યું. બાળક જશવંત રોજ માતા સાથે ગુરુમહારાજ પાસે જતો અને ભક્તામર સ્તોત્ર સાંભળતો તે એણે કંઠસ્થ કરી લીધું હતું. બાળકની આવી અદ્ભુત સ્મરણશક્તિની વાત ગુરુમહારાજે જ્યારે જાણી ત્યારે તેમણે પણ બાળક જશવંતની સ્મરણશક્તિ અને તેજસ્વિતા માટે પોતાનો આનંદ દર્શાવ્યો. વિધાભ્યાસ માટે કાશીમાં દીક્ષા લીધા પછી પોતાના ગુરુમહારાજ શ્રી નવિજયજી ગણિ પાસે મુનિશ્રી યશોવિજયજીએ અગિયાર વર્ષ સુધી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો, વ્યાકરણ, છંદ, અલંકાર તથા કોશનો અને કર્મગ્રંથ ઇત્યાદિ શાસ્ત્રગ્રંથોનો સતત અભ્યાસ કર્યો. તેમની બુદ્ધિ-પ્રતિભા તેજસ્વી હતી જ અને તેમની સ્મૃતિશક્તિ પણ એટલી જ બળવાન હતી. વિ. સં. ૧૬૯૯માં પોતાના ગુરુમહારાજ શ્રી નયવિજયજી સાથે મુનિ શ્રી યશોવિજ્યજી રાજનગર – અમદાવાદ નગરમાં પધાર્યા હતા. ત્યાં આવીને તેમણે અમદાવાદના સંઘ સમક્ષ, ગુરુમહારાજની હાજરીમાં, આઠ મોટાં અવધાનનો પ્રયોગ ૨૮૪ જૈન આચારદર્શન Page #341 -------------------------------------------------------------------------- ________________ કરી બતાવ્યો. એમાં આઠ સભાજનોની દરેકે કહેલી કે બતાવેલી આઠ આઠ વસ્તુઓ યાદ રાખી લઈને પછી અનુક્રમે એ ૬૪ વસ્તુઓ કહી બતાવવાની હોય છે. એમના આ અદ્દભુત પ્રયોગથી ઉપસ્થિત જનસમુદાય આશ્ચર્યમુગ્ધ બની ગયો. એમની આવી બુદ્ધિ અને સ્મરણશક્તિની પ્રશંસા ચોતરફ થવા લાગી. એમાંના ધનજી સૂરા નામના એક શ્રેષ્ઠીને શ્રી યશોવિજયજીની આવી આશ્ચર્યજનક અદ્દભુત સ્મરણશક્તિ પ્રત્યે અહોભાવ થયો. તેમણે ગુરુમહારાજ શ્રી નવિજયજીને વિનંતી કરતાં કહ્યું, ‘ગુરુદેવ ! શ્રી યશોવિજયજી વિદ્યાજ્ઞાન મેળવવા માટે યોગ્ય પાત્ર છે. એમને જો ભણાવવામાં આવે તો તેઓ બીજા હેમચંદ્રાચાર્ય થાય. જો કાશી જઈ છ દર્શનોનો અભ્યાસ કરે તો તે વડે જૈનદર્શનને તેઓ વધારે ઉજ્વળ બનાવે.” ગુરુમહારાજે કહ્યું, “ભાઈ ! કાશી જઈ અભ્યાસ કરવાની વાત ઘણી સારી છે અને અમારી પણ એવી ભાવના છે, પરંતુ તે માટે ધનની જરૂર પડે એમ છે, કારણ કે કાશીના પંડિતો પૈસા વગર કોઈને ભણાવતા નથી.' - ધનજી સૂરાએ તરત ઉત્સાહપૂર્વક કહ્યું, “ગુરુમહારાજ ! એ માટે આપ ચિંતા ન કરોશો. વિદ્યાભ્યાસ માટે ચાંદીના બે હજાર દીનારનું ખર્ચ હું આપીશ અને પંડિતનો પણ યથાયોગ્ય સત્કાર કરીશ.” સુજસવેલી ભાસમાં લખ્યું છે : ધનજી સૂરા સાહ, વચન ગુરુનું સુણી હો લાલ, આણી મન ઉચ્છાહ, કહે છે. તે ગુણી હો લાલ, દેઈ સહસ દિનાર, રજતના ખરચર્યું હો લાલ, પંડિતને વારંવાર, તથાવિધિ અરજીસ્યું હો લાલ, આમ ખર્ચની બાબતમાં શેઠ ધનજી સૂરા તરફથી સંમતિ મળતાં અને વ્યવસ્થા થતાં ગુરુમહારાજ શ્રી નવિજયજીએ પોતાના શિષ્ય મુનિ શ્રી યશોવિજયજી તથા શ્રી વિનયવિજયજી વગેરે અન્ય સાધુઓ સહિત કાશી તરફ વિહાર કર્યો. ધનજી સૂરાએ ખર્ચ માટે ચૂંડી લખી આપી, જે કાશી મોકલવામાં આવી. શ્રી નવિજયજી પોતાના મુનિવૃન્દ્ર સાથે વિહાર કરીને ઉત્તર પ્રદેશમાં પહોંચી ગયા. ગંગાતટે સરસ્વતી દેવીની આરાધના પૂર્વસૂરિઓની પરંપરાનુસાર શ્રી યશોવિજયજીએ પણ તપ-જપના અનુષ્ઠાન સહિત માતા શારદાદેવીની આરાધના કરવાનું નક્કી કર્યું હતું. કાશી તરફ એમણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જ ૨૮૫ Page #342 -------------------------------------------------------------------------- ________________ પોતાના ગુરુમહારાજ સાથે જ્યારે વિહાર કર્યો ત્યારે ઉત્તર પ્રદેશમાં કાશી પહોંચતાં પહેલાં ગંગા નદીનાં દર્શન થયાં. કાશી પહોંચીને પોતે વિદ્યાભ્યાસ શરૂ કરે તે પહેલાં એમણે ભાગીરથી ગંગામૈયાના તટે માતા સરસ્વતી-દેવીને પ્રસન્ન કરવા જપસાધના શરૂ કરી હતી. મૃતદેવતાની આરાધના માટે શ્રી યશોવિજયજીનો પ્રિય મંત્ર હતો. છે નH8 ! ગંગાતટે આસનબદ્ધ થઈ તેમણે તપશ્ચર્યાપૂર્વક એકચિત્તે આ મંત્રનું રટણ કર્યા કર્યું હતું. એથી પ્રસન્ન થઈ સરસ્વતીદેવીએ એમને તર્કમાં (વાદવિદ્યામાં) અને કાવ્યમાં સિદ્ધિ મળે એવું વરદાન આપ્યું હતું. પોતાના જંબુસ્વામી રાસમાં આરંભમાં જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આ ઘટનાનો નિર્દેશ કરતાં લખે છે : સારદ સાર દયા કરે. આપો વચન સુરંગ; તૂ તૂઠી મુજ ઉપરિ, જાપ કરત ઉપગંગ. તર્ક -- કાવ્યનો તઈ તા, દીધો વર અભિગમ; ભાષા પણિ કરિ કલ્પતરુ – શાખા સમ પરિણામ. અનુક્રમે આગળ વધતા શ્રી નવિજયજી પોતાના મુનિઓ સાથે વારાણસી – કાશી પહોંચી ગયા. ઘણો કઠિન વિહાર પૂરો થયો અને વારાણસી જવાનું તેમનું સ્વપ્ન પાર પડ્યું. વારાણસીમાં તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં જઈ સ્તુતિ કરી. કાશીમાં ત્યારે પડ્રદર્શનોના સર્વોચ્ચ પંડિત અને નવ્યન્યાયના પ્રકાંડ જ્ઞાતા એવા એક એક ભટ્ટાચાર્ય હતા. એમની પાસે કહેવાય છે કે તે સમયે સાતસો શિષ્યો દર્શનોનો અભ્યાસ કરતા હતા. તેમની પાસે ન્યાય, મીમાંસ, સાંખ્ય, વૈશેષિક ઈત્યાદિ દર્શનોના અભ્યાસ કરવામાં આઠ-દસ વર્ષ લાગતાં, પરંતુ શ્રી યશોવિજ્યજીએ ઉત્સાહપૂર્વક ત્રણ વર્ષમાં સર્વ દર્શનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી લીધો ભટ્ટાચાર્યને વિદ્યાભ્યાસ કરાવવા માટે તેમના તરફથી રોજ એક રૂપિયો આપવામાં આવતો. નવ્યન્યાયનો ગ્રંથ તત્ત્વચિંતામણિ પોતાના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય પાસે નબન્યાયના કઠિન વિષય “તત્ત્વચિંતામણિ નામના દુર્બોધ ગ્રંથનો અભ્યાસ શ્રી યશોવિજયજીએ કેવી રીતે કર્યો હતો તે વિશે એક દંતકથા પ્રચલિત છે. જ્યારે શ્રી નયવિજય મહારાજ પોતાના શિષ્યો સાથે કાશી પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે હિન્દુ પંડિતો જૈન સાધુઓને ભણાવવા ઇચ્છતા નહોતા. ત્યાગી જૈન સાધુઓ ગુરુદક્ષિણામાં કશું આપી શકશે કે કેમ એ પ્રશ્ન તો હતો જ, પરંતુ અન્ય ધર્મી વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ શા માટે કરાવવો? – એવો પ્રશ્ન પણ હતો. એ વખતે ગુરુ શ્રી નવિજયજીની સંમતિ લઈને એવી યોજના ઘડવામાં આવી ૨૮૬ પર જૈન આચારદર્શન Page #343 -------------------------------------------------------------------------- ________________ કે શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજીએ જેન સાધુનાં કપડાં ઉતારીને, હિન્દુ સંન્યાસીનાં કપડાં પહેરીને કાશીના સર્વોચ્ચ હિન્દુ પંડિત અને નબન્યાય જેવા કઠિન વિષયના પારંગત પંડિત ભટ્ટાચાર્ય પાસે વિદ્યાભ્યાસ કરવા જવું. એ રીતે વેશપલટો કરી તેઓ બંને તેમની પાસે ગયા. તેમની તેજસ્વિતા પારખીને ભટ્ટાચાર્યે તેઓ બંનેને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. ભટ્ટાચાર્યના ઘરે રહીને તેઓ બંને તેમની પાસે અભ્યાસ કરવા લાગ્યા. ષડ્રદર્શનનો તથા વ્યાકરણ, છંદ વગેરેનો અભ્યાસ તો ઝડપથી તેમણે કરી લીધો. ભટ્ટાચાર્યે જોયું કે પોતાના આ બે શિષ્યો બહુ જ તેજસ્વી છે અને રોજેરોજ પોતે જેટલું શીખવે છે તેટલું તરત જ તેઓ ગ્રહણ કરી લે છે. પોતાને જેટલું આવડતું હતું તે બધું શિષ્યોને પણ આવડવા લાગ્યું. હવે નવ્યન્યાયનો વિષય શીખવવાનો હતો. પરંતુ ભટ્ટાચાર્ય જાણી જોઈને તેઓ બંનેને એ વિષય શીખવતા નહિ. રખેને પોતાની મહત્તા ઓછી થઈ જાય એવો સંશય પણ હતો. નબન્યાયનો ગ્રંથ “તત્ત્વચિંતામણિ ઘરમાં ઊંચે અભરાઈ પર પોટલીમાં બાંધેલો હતો. પરંતુ તે તેઓ ઉતારીને શિષ્યોને બતાવતા પણ નહિ. એક વખત ભટ્ટાચાર્યને બહારગામ જવા માટે કોઈ અગત્યનું તેડું આવ્યું. ભટ્ટાચાર્ય બહારગામ ગયા એટલે શ્રી યશોવિજયજીએ અને શ્રી વિનયવિજયજીએ અભરાઈ ઉપરથી તે ગ્રંથ ઉતાર્યો. દસ હજાર જેટલા શ્લોકનો એ દળદાર ગ્રંથ હતો. તે જોઈને તેઓ બંને રાજી રાજી થઈ ગયા. પરંતુ આવડો મોટો ગ્રંથ યાદ કેવી રીતે રહે? બંનેની સ્મૃતિ બહુ જ સારી હતી. બંનેએ અર્ધા અર્ધા પાનાં વહેંચી લીધાં. પોતપોતાના ભાગે આવેલાં પાનાંના શ્લોકો તેઓ બંનેએ કંઠસ્થ કરી લીધા. અને ગ્રંથ પોટલીમાં બાંધીને ફરી પાછો અભરાઈ ઉપર મૂકી દીધો. ભટ્ટાચાર્ય બહારગામથી પાછા આવ્યા અને વિદ્યાભ્યાસ ચાલુ થયો. એવામાં એક દિવસ એમની નજર ‘તત્ત્વચિંતામણિ' ગ્રંથની પોટલી પર પડી. બીજી પોટલીઓ કરતાં એના ઉપરની ધૂળ ઓછી થયેલી દેખાઈ. એ ઉપરથી એમને વહેમ પડ્યો કે જરૂર કોઈએ એ ગ્રંથ ઉતાર્યો લાગે છે. તેમણે શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજીને એ વિશે પૂછ્યું. તેઓ બંનેએ પ્રામાણિકતાપૂર્વક એ વાતનો એકરાર કરી લીધો. ભટ્ટાચાર્યને લાગ્યું કે ગ્રંથ જોયો તેથી શું થઈ ગયું? એથી તે થોડો જ આવડી જવાનો છે? પરંતુ વાતચીત કરતાં તેમને વહેમ પડ્યો કે શિષ્યોને એ ગ્રંથના કેટલાક શ્લોક મોઢે છે. તેમણે તે વિશે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે બંનેએ અર્ધા અર્ધા ગ્રંથ વહેંચીને કંઠસ્થ કરી લીધો છે. પરંતુ તેમને વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે બંને શિષ્યોને આખો ગ્રંથ કંઠસ્થ કેવી રીતે થઈ શક્યો ? એ વિશે તેમણે પ્રશ્ન કર્યો ત્યારે બંને શિષ્યોએ કહ્યું કે પોતે રોજ ભિક્ષા માટે જતા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૨૮૭ Page #344 -------------------------------------------------------------------------- ________________ ત્યારે રસ્તામાં ચાલતાં ચાલતાં શ્રી યશોવિજયજી પોતે કંઠસ્થ શ્લોક શ્રી વિનયવિજયજીને શીખવતા અને શ્રી વિનયવિયજી પોતે કંઠસ્થ કરેલા શ્લોક શ્રી યશોવિજયજીને શીખવતા. એમ કરતાં તેઓ બંનેને આખો ગ્રંથ કંઠરથ થઈ ગયો હતો. પોતાના આ બંને શિષ્યોની આટલી બધી સ્મૃતિશક્તિ અને બુદ્ધિગ્રાહ્યતા જોઈને ભટ્ટાચાર્યને પોતાને પણ અપાર આનંદ થયો. એમને એવી પાકી ખાતરી થઈ કે નવ્યન્યાય જેવો કઠિન ગ્રંથ શીખવવા માટે આ બંને શિષ્યો ખરેખર યોગ્ય પાત્ર છે. તેમને એ પણ જાણવા મળ્યું કે બંને શિષ્યો હિંદુ સંન્યાસી નહિ, પણ જૈન મુનિઓ છે. જ્ઞાન માટેની તેમની તીવ્ર પિપાસા જાણીને તેમણે શ્રી યશોવિજયજીને અને શ્રી વિનયવિજયજીને નવ્ય ન્યાયના એ “તત્ત્વચિંતામણિ' ગ્રંથનો વ્યવસ્થિત રીતે, એનાં ઊંડાં રહસ્યો સાથે અભ્યાસ કરાવ્યો. વાદવિજેતા એ દિવસોમાં કાશીની જેમ કાશ્મીર પણ વિદ્યાનું મોટું ધામ ગણાતું. કાશમીરી પંડિતો પણ વાદવિદ્યામાં ઘણા બાહોશ ગણાતા. તેઓ ભારતમાં વિદ્યાધામોમાં જતા અને વાદવિવાદ કરતા. એક દિવસ કાશમીરથી એક સંન્યાસી વાદી કાશીમાં આવ્યો હતો. તે ઘણે સ્થળે વાદમાં વિજય મેળવીને આવ્યો હતો. એની વિજયપતાકાઓ પરથી એ જણાતું હતું, તે કાશીમાં શેરીએ શેરીએ ફરીને વાદ માટે ઘોષણા કરતો હતો, પરંતુ એ સમર્થ પંડિતને કોઈ પડકારતું નહોતું. એ પરિસ્થિતિ જોઈને ભટ્ટાચાર્યને લાગ્યું કે કાશીમાં આટલા બધા પોતાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જો કોઈ પડકાર નહિ ઝીલે તો કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થશે. ઘણા પંડિતો પાસે જ્ઞાન ઘણું હોય, પણ વાદ કરવામાં તેઓ સમર્થ ન હોય, કારણ કે વાદમાં પાંડિત્ય ઉપરાંત સ્મૃતિ, તર્કશક્તિ, વાદીની શબ્દ કે અર્થની ભૂલ તરત પકડવાની સૂઝ, વાદીને મૂંઝવવાની શાબ્દિક યુક્તિ-પ્રયુક્તિઓ, પ્રત્યુપન્નમતિ વગેરેની આવશ્યકતા રહે. કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે ભટ્ટાચાર્યના શિષ્યોમાંથી યુવાન શિષ્ય શ્રી યશોવિજયજીએ તે માટે પોતાની તૈયારી બતાવી. તેથી ભટ્ટાચાર્યને બહુ આનંદ થયો. તેમણે એ માટે શ્રી યશોવિજયજીને આશીર્વાદ આપ્યા. કાશ્મીરી સંન્યાસી પંડિત સાથે વાદસભા યોજાઈ. કાશમીરી પંડિતને લાગતું હતું કે, “આ જુવાન છોકરો તે વળી પોતાની સાથે કેટલો સમય વાદ કરી શકશે ? આવા છોકરડાને તો ઘડીકમાં હરાવી દેવાશે.” સભા શરૂ થતાં પંડિતે પોતાનો પક્ષ બુલંદ વાણીથી રજૂ કર્યો. સભામાં બેઠેલા સૌ પંડિતો નિર્ણાયકો, શ્રોતાઓ એથી અંજાઈ ગયા. હવે યશોવિજયજી એનો પ્રતિવાદ કેવો કરે છે તે જોવા-સાંભળવા ૨૮૮ જૈન આચારદર્શન Page #345 -------------------------------------------------------------------------- ________________ માટે સૌ અધીરા બની ગયા. શ્રી યશોવિજયજીએ એટલી જ સ્વસ્થાથી અને પૂરી મક્કમતાથી એટલા જ બુલંદ અવાજ સાથે વાદીને સણસણતો જવાબ આપ્યો. પંડિતને લાગ્યું કે ધાર્યું હતું તેના કરતાં આ બહુ ચતુર અને તેજસ્વી યુવાન નીકળ્યો. વાદવિવાદ બરાબર જામ્યો. પંડિત હવે ગભરાવા લાગ્યો. પછી શ્રી યશોવિજયજીના એક પછી એક એવા પ્રશ્નો આવતા ગયા કે વાદી પંડિત તેનો જવાબ ન આપી શક્યો. છેવટે એણે પરાજય સ્વીકાર્યો અને તરત કાશી છોડી નાસી ગયો. આમ શ્રી યશોવિજયજીએ વાદમાં વિજય મેળવીને કાશીના પંડિતોનું, કાશી નગરીનું અને પોતાના વિદાગર ભટ્ટાચાર્યનું માન બચાવી લીધું. આથી કાશીના બધા હિન્દુ પંડિતોએ ભેગા મળીને શ્રી યશોવિજયજીને સત્કારવાપૂર્વક નગરમાં વિજયની શોભાયાત્રા કાઢી અને વાદવિજયનો પ્રસંગ ધામધૂમપૂર્વક વાજતે-ગાજતે ઊજવ્યો. એ પ્રસંગે બધા હિન્દુ પંડિતોએ સર્વાનુમતે ઉલ્લાસપૂર્વક શ્રી યશોવિજયજીને ન્યાયવિશારદ' અને “તાર્કિક શિરોમણિ' એવાં બિરુદો આપ્યાં. એથી શ્રી યશોવિજયજીની વાદી તરીકેની કીર્તિ ચોમેર પ્રસરી ગઈ. આગ્રામાં કાશીમાં અભ્યાસ પૂરો કરી યશોવિજયજી પોતાના ગુરુમહારાજ સાથે આગ્રામાં આવ્યા. ત્યાં તેમણે ચાર વર્ષ રહીને એક ન્યાયાચાર્ય પાસે રહીને તર્કસિદ્ધાન્ત વગેરેનો વિશેષ અભ્યાસ કર્યો. તેમની વિદ્વત્તાથી આકર્ષાઈ આગ્રાના જૈન સંઘે તેમની આગળ સાતસો રૂપિયા સદુપયોગ માટે ભેટ ધર્યા. તેમણે તેનો ઉપયોગ ગ્રંથો લેવા-લખાવવામાં કરાવ્યો અને પછી તે ગ્રંથો વિદ્યાભ્યાસીઓને આપવામાં આવ્યા. - શ્રી યશોવિજયજી ઉત્તર પ્રદેશમાં કાશીથી આગ્રા પધાર્યા ત્યારે આગ્રામાં અને ત્યાર પછી કેટલેક સ્થળે યોજાયેલી વાદસભાઓમાં તેમણે શાસ્ત્રાર્થ કરીને વિજય મેળવ્યો હતો એવો ઉલ્લેખ “સુસવેલી ભાસ'માં થયો છે. એક દંતકથા પ્રમાણે આગ્રામાં દિગમ્બર નિશ્ચયનયવાદી કવિ બનારસીદાસ સાથે જાહેરમાં વાદસભા યોજાઈ હતી. એ વાદસભામાં વિવિધ અપેક્ષાએ નિશ્ચયની જેમ વ્યવહારનયની પણ આવશ્યકતા અને ઉપયોગિતા રહેલી જ છે એ યશોવિજયજીએ સિદ્ધ કરી બતાવ્યું હતું. શ્રી યશોવિજયજીની કેટલીયે દલીલોનો બરાબર જવાબ બનારસીદાસ આપી શક્યા નહોતા. એથી વાદસભાએ શ્રી યશોવિજયજીને વિજયી તરીકે જાહેર કર્યા હતા. શ્રી યશોવિજ્યજીએ ત્યાર પછી એ વિવાદને અનુસરીને અધ્યાત્મ મત ખંડન’ અને ‘અધ્યાત્મ પરીક્ષા' નામના ગ્રંથો લખ્યા હતા એમ મનાય છે. આ બે ગ્રંથોમાં એમણે દિગંબરમતનું અકાઢ્ય દલીલો ઉપાધ્યાય શ્રી યશોવિજયજી - ૨૮૯ Page #346 -------------------------------------------------------------------------- ________________ વડે ખંડન કરીને શ્વેતામ્બર મતનું પ્રસ્થાપન કર્યું છે. ગૂર્જર સાહિત્ય - રચના વિશે દંતકથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતમાં ઘણી વિદ્વભોગ્ય કૃતિઓની રચના કરી છે, તેવી જ રીતે તેમણે પોતાના સમયની બોલાતી ગુજરાતી ભાષામાં પણ ઘણી કૃતિઓની રચના કરી છે. લોકભાષા ગુજરાતીમાં કૃતિ રચવા અંગે તેમને વિશે એક દંતકથા એવી છે કે જ્યારે તેઓ કાશીમાં અભ્યાસ પૂરો કરીને પોતાના ગુરમહારાજ સાથે વિહાર કરતા હતા, ત્યારે કોઈ એક ગામમાં સાંજે પ્રતિકમણમાં કોઈ એક શ્રાવકે શ્રી નવિજયજી મહારાજને વિનંતી કરી કે શ્રી યશોવિજયજી મહારાજ સઝાય સંભળાવે. જવાબમાં શ્રી યશોવિજ્યજીએ જણાવ્યું કે, “મને કોઈ સઝાય કંઠસ્થ નથી.” એ સાંભળી તે શ્રાવકે આવેશમાં અને કટાક્ષમાં કહ્યું, ‘ત્યારે શુ ત્રણ વર્ષ કાશીમાં રહીને તમે ઘાસ કાપ્યું, શ્રી યશોવિજયજી મૌન રહ્યા. પરંતુ પછીથી તેમને વિચાર કરતાં જણાયું કે સંસ્કૃત કે પ્રાકૃત ભાષા બધા જ લોકો સમજી નથી શકતા માટે લોકભાષા ગુજરાતીમાં પણ પોતે રચના કરવી જોઈએ કે જેથી વધુ લોકો બોધ પામી શકે તરત નિશ્ચય કરીને તેમણે તે અમલમાં મૂક્યો. તેઓ કવિ હતા એટલે તેમણે સમકિતના ૬૭ બોલની સઝાયની રચના કરી અને તે મોઢે પણ કરી લીધી. બીજે દિવસે પ્રતિક્રમણમાં સઝાય બોલવા માટે તેમણે આદેશ માગ્યો. આદેશ મળતાં સક્ઝાય બોલવી તેમણે શરૂ કરી. સઝાય ઘણી લાંબી હતી એટલે શ્રાવકો અધીરા થઈ પૂછવા લાગ્યા, ‘હવે કેટલી બાકી રહી ? એ પૂછનારાઓમાં ઘાસ કાપવાનું કહેનાર શ્રાવક પણ હતા. એટલે શ્રી યશોવિજયજીએ કહ્યું, ‘ભાઈ ત્રણ વરસ ઘાસ કાપ્યું તેના આજે પૂળા, બંધાય છે, એટલા બધા પૂળા બાંધવામાં વાર તો લાગે જ ને ?” શ્રાવક તરત વાત સમજી ગયો અને પોતે મહેણું માર્યું હતું તે માટે માફી માગવા લાગ્યો. શ્રી યશોવિજયજીની તેજસ્વિતાનો ત્યાંના શ્રાવકોને ત્યારે સાચો પરિચય થયો. મહોબતખાન સમક્ષ અઢાર અવધાનનો પ્રયોગ આગ્રાથી વિહાર કરી શ્રી નવિજયજી પોતાના શિષ્યવૃન્દ સાથે રાજનગર(અમદાવાદ)માં પધાર્યા. તેમનું ભવ્ય સ્વાગત થયું. અમદાવાદમાં તેમણે નાગપુરીય સરાહમાં (રતનપોળના ઉપાશ્રયમાં) મુકામ કર્યો. એ સમયે દિલ્હીના મોગલ બાદશાહ ઔરંગઝેબની આણ હેઠળ રાજનગર(અમદાવાદ)માં મહોબતખાન નામનો મુસલમાન સૂબો રાજ્ય કરતો હતો. તે ઉદારદિલ હતો. તે સદ્દગુણની કદર કરનાર હતો. તેનામાં ધાર્મિક સંકુચિતતા નહોતી. અમદાવાદના ધનજી સૂરા વગેરે જૈન શ્રેષ્ઠિઓ તેના સંપર્કમાં હતા. રહ્યું જેન આચારદર્શન Page #347 -------------------------------------------------------------------------- ________________ એક વખત મહોબતખાનની રાજ્યસભામાં શ્રી યશોવિજ્યજીના અગાધ જ્ઞાન, ઊંચી બુદ્ધિપ્રતિભા તથા અદ્દભુત સ્મરણશક્તિની પ્રશંસા થઈ. તે સાંભળીને મહોબતખાનને આવા મુનિમહારાજને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ. તેણે ધનજી સૂરા વગેરે જૈન સંઘના અગ્રણીઓને વાત કરી અને તેના દ્વારા શ્રી યશોવિજયજીને પોતાની સભામાં પધારવાની વિનંતી કરી. ગુરુમહારાજ શ્રી નવિજ્યજીની આજ્ઞા મળતાં શ્રી યશોવિજ્યજીએ તે વિનંતીનો સ્વીકાર કર્યો. એથી મહોબતખાનને ઘણો આનંદ થયો. તેણે રાજસભામાં જૈન મુનિમહારાજ માટે બેસવાની અલગ યોગ્ય સગવડ કરી. નિશ્ચિત કરેલા દિવસે અને સમયે શ્રી યશોવિજયજી પોતાના ગુરુ-મહારાજ, અન્ય સાધુઓ તથા અંગ્રગણ્ય શ્રાવકો સાથે મહોબતખાનની સભામાં પધાર્યા. ત્યાં વિશાળ સભા સમક્ષ એમણે અઢાર અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો. અઢાર અવધાનના આવા પ્રયોગમાં અઢાર જુદી જુદી વ્યક્તિઓ જે કહે તે પછીથી ક્રમાનુસાર કહેવાની હોય છે. એમાં વિવિધ પ્રકારની ઘણી બાબતો આવે. ઉદાહરણ તરીકે વાક્યમાં આડાઅવળા શબ્દો કહ્યા હોય તે યાદ રાખી તે શબ્દો બરાબર ગોઠવીને વાક્ય કહેવાનું હોય છે; પાદપૂર્તિઓ કરી આપવાની હોય છે અને આપેલા વિષય ઉપર તરત જ સંસ્કૃતમાં શ્લોક૨ચના પણ કરી આપવાની હોય છે. એટલે આવા અવધાનના પ્રયોગો કરનાર પાસે માત્ર સ્મૃતિશક્તિ જ નહિ, કવિત્વશક્તિ હોવી પણ જરૂરી છે. શ્રી યશોવિજયજીએ એવી સજ્જતા મેળવી લીધી હતી. આવા અવધાનના પ્રયોગો સોની સંખ્યા કે હજારની સંખ્યા સુધી થવાના ઉલ્લેખો મળે છે. એ પ્રયોો કરનાર શતાવધાની કે સહસ્ત્રાવધાની કહેવાય છે. પરંતુ વધુ સંખ્યા એટલે ધુ ચડિયાતા પ્રયોગો એવું હંમેશાં નથી હોતું. પ્રયોગો કેટલા અઘરા છે, સમાંતર કેટલા વિષયો ચાલે છે અને એના ઉત્તરોનો ક્રમ કેવા પ્રકા૨નો છે એના ઉપર એ પ્રયોગોનો મૂલ્યવત્તાનો આધાર છે. શ્રી યશોવિજ્યજીએ પહેલા આઠ મહા અવધાનનો પ્રયોગ કર્યો હતો. તેમાં ૬૪ વસ્તુઓ યાદ રાખવાની હતી. એટલે ત્યાર પછી કરેલો આ અઢાર અવધાનનો પ્રયોગ સંભવ છે કે એથી પણ વધુ કઠિન હોય. કદાચ શતાવધાનના ચાલુ પ્રયોગો કરતાં પણ તે વધુ કઠિન હોય. તેમની આવી તીવ્ર સ્મરણશક્તિ, ગ્રહણશક્તિ અને વિદ્વત્તાથી મહોબતખાન બહુ જ પ્રભાવિત અને આનંદિત થયો. તેણે ઉત્સાહપૂર્વક અને ઉત્સવપૂર્વક શ્રી યશોવિજયજી મહારાજનું ઘણું મોટું સન્માન કર્યું. પોતાના રાજ્યમાં જૈન શાસનમાં ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી ૨૯૧ Page #348 -------------------------------------------------------------------------- ________________ રત્ન જેવા મહાન તેજસ્વી વિદ્વાન મુનિઓ છે એની તેને પ્રસન્નતાપૂર્વક ખાતરી થઈ. ઉપાધ્યાયની પદવી કાશી અને આગ્રામાં કરેલા વિદ્યાભ્યાસથી, વાદમાં વિજય મેળવવાથી અને અઢાર અવધાનના પ્રયોગથી શ્રી યશોવિજયજીની ખ્યાતિ ચોમેર ઘણી વધી ગઈ હતી. એમની કવિત્વશક્તિ ઉત્તરોત્તર ખીલતી જતી હતી. એમનો શાસ્ત્રાભ્યાસ પણ વધતો જતો હતો. તેમણે વીસ સ્થાનક તપની આરાધના પણ ચાલુ કરી હતી. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના સમુદાયમાં ગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિને અમદાવાદના શ્રેષ્ઠિ ધનજી સૂરાએ અને શ્રી સંઘે વિનંતી કરી હતી કે શ્રી યશોવિજયજીને ઉપાધ્યાયની પદવી આપવામાં આવે. પરંતુ વિદેવસૂરિ થોડા સમયમાં કાળધર્મ પામ્યા અને ગચ્છનો ભાર શ્રી વિજયપ્રભસૂરિને માથે આવ્યો હતો. ત્યાર પછી સંઘની આગ્રહભરી વિનંતીને લક્ષમાં લઈ તથા શ્રી યશોવિજયજીની તે માટેની યોગ્યતા જોઈ શ્રી વિજયપ્રભસૂરિએ ઉપાધ્યાયની પદવી શ્રી યશોવિજયજીને આપવાનું જાહેર કર્યું તે પ્રમાણે વિ.સં. ૧૭૧૮માં શ્રી યશોવિજયજીને મહોત્સવપૂર્વક ઉપાધ્યાયની પદવી આપવામાં આવી. એ દિવસોમાં આચાર્યની પદવી તો જવલ્લે જ અપાતી. ઉપાધ્યાયની પદવી અપાય તે પણ ઘણી મોટી વાત હતી. પરંતુ આચાર્યના પદને પાત્ર, ભાવાચાર્ય એવા શ્રી યશોવિજયજીએ પોતાને મળેલી ઉપાધ્યાયની પદવને એવી દીપાવી કે ઉપાધ્યાય એટલે શ્રી યશોવિજયજી જ એવી લોકોક્તિ થઈ ગઈ. ત્યારથી વર્તમાન સમય સુધી “ઉપાધ્યાય' શબ્દ એમને માટે માત્ર પદવીરૂપ ન રહેતાં નામના પર્યાયરૂપ બની ગયો. આજે પણ ‘ઉપાધ્યાયજી મહારાજ એમ કહીને તો તે શ્રી યશોવિજજીને માટે જ છે એમ પ્રચલિત બની ગયું ખંભાતમાં પંડિતોનો પરાજય એક દંતકથા પ્રમાણે શ્રી યશોવિજયજીને ઉપાધ્યાયની પદવી અપાઈ તે પછી તેઓ પોતાના ગુરુમહારાજ અને શિષ્યો સાથે ખંભાત પધાર્યા હતા. તે વખતે ખંભાતમાં કેટલાક હિન્દુ પંડિતોનું જોર બહુ હતું. ખંભાત આવીને થોડો વખત શ્રી યશોવિજયજી પોતાના લેખનમાં અને સ્વાધ્યાયમાં મગ્ન બની ગયા હતા. એટલે વ્યાખ્યાન આપવાનું કામ બીજા એક યુવાન સાધુમહારાજને સોંપવામાં આવ્યું હતું. પેલા પંડિતો વ્યાખ્યાનમાં આવી વચ્ચે વચ્ચે ભાષા, વ્યાકરણ, સિદ્ધાંત વગેરે વિશે વિવાદ ઊભો કરી જોરશોરથી સાધુમહારાજને પ્રશ્નો કરતા અને વ્યાખ્યાનને ડહોળી નાખતા. આ વાત ઉપાધ્યાયમહારાજ પાસે આવી. એટલે બીજે દિવસે શ્રી ર૯૨ - જૈન આચારદર્શન Page #349 -------------------------------------------------------------------------- ________________ યશોવિજયજી પોતે વ્યાખ્યાન આપવા પધાર્યા. તે વખતે તેમણે સંઘને એક આગેવાન પાસે એક વાટકીમાં પ્રવાહી સિંદૂર તૈયાર કરીને મંગાવ્યું હતું. એમનું વ્યાખ્યાન શરૂ થયું એટલે પંડિતોએ મોટે મોટેથી પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. ઉપાધ્યાયજી મહારાજે તેમને મૃદુસ્વરે કહ્યું, “મહાનુભાવો, તમારા પ્રશ્નોથી મને બહુ આનંદ થાય છે, પરંતુ તમે મારી સામે પાસે આવીને બેસો તો પરસ્પર વ્યવસ્થિત રીતે સવાલ-જવાબ કરવાની અનુકૂળતા વધારે રહેશે. તમારા બધા જ પ્રશ્નોના જવાબ હું તમને સંતોષ થાય એ રીતે આપીશ.” એમની પ્રેમભરી વિનંતીથી પંડિતો પાસે આવીને બેઠા. પછી એમણે કહ્યું કે, “આપ બધા ભાષા અને વ્યાકરણના પંડિતો છો, તો આપણે પરસ્પર એ શરત કરીએ. આપણે દરેક પોતાના નીચલા હોઠ ઉપર સિંદૂર લગાડીએ. આપણે બધા પ, ફ, બ, ભ, મ એ ઓષ્ઠસ્થાની વ્યંજન બોલ્યા વગર ચર્ચા કરીએ કે જેથી આપના પાંડિત્યનો ખ્યાલ શ્રોતાઓને પણ આવી શકે. જો કોઈ પણ વ્યક્તિ બોલતી વખતે ઓષ્ઠસ્થાની વ્યંજન બોલશે તો એનો ઉપલો હોઠ નીચેના હોઠને અડવાથી સિંદૂરવાળો થઈ જશે. એટલે તે પરાજિત ગણાશે.” શ્રી યશોવિજયજીની આ શરતથી પંડિતો મૂંઝાઈ ગયા. ઓષ્ઠસ્થાની વ્યંજન વગર વાતચીત કરવાનું તેમને માટે અશક્ય હતું. તેઓએ દલીલ કરી કે “અમે શાસ્ત્રાર્થ કરવા આવ્યા છીએ, ભાષા ઉપરનું પાંડિત્ય બતાવવા નહિ. શ્રી યશોવિજયજી તેઓની મુશ્કેલી સમજી ગયા. એમણે કહ્યું, “ભલે, આપણે શાસ્ત્રાર્થ કરીશું, પરંતુ મેં જે શરત મૂકી છે તે શરત મારે તો પાળવી જોઈશે. તમે બધા એમાંથી મુક્ત છો.” એ સાંભળી પંડિતોએ પોતાના માટે નિરાંત અનુભવી પરંતુ શ્રી યશોવિજયજી એ શરત પાળી શકશે કે કેમ તે વિશે શંકાશીલ હતા. ત્યાર પછી તેઓ એક પછી એક પ્રશ્નો પૂછતા ગયા. શ્રી યશોવિજયજી નીચેના હોઠે સિંદૂર લગાડી તેઓના પ્રશ્નોના જવાબ આપતા ગયા અને પોતે સામેથી પંડિતોને પ્રશ્નો પણ પૂછતા ગયા. પંડિતો શાસ્ત્રચર્ચા કરતા હતા, પરંતુ તેઓનું ધ્યાન તો શ્રી યશોવિજયજીનો ઉપરનો હોઠ સિંદૂરવાળો થાય છે કે નહિ તે જોવા તરફ જ રહ્યા કર્યું. શ્રી યશોવિજયજીની વાણી અસ્મલિત વહેતી હતી, છતાં તેમાં એક પણ ઓષ્ઠસ્થાની વ્યંજન આવતો નહોતો. આ જોઈ પંડિતો છક થઈ હયા અને શાસ્ત્રાર્થ કરવામાં પણ બહુ ફાવી શક્યા નહિ. તેઓએ પોતાની હાર કબૂલ કરી. શ્રી યશોવિજયજીએ તેમને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું, “મહાનુભાવો ! હજુ પણ તમે જ્યારે પણ જૈન દર્શન, બૌદ્ધ દર્શન કે હિંદુ પડ્રદર્શન વિશે કંઈ પણ પ્રશ્ન થાય તો જરૂર મારી પાસે આવજો; પરંતુ આ જુવાન નાના સાધુને વ્યાખ્યાનમાં સતાવવાનો પ્રયત્ન મહેરબાની કરીને કરશો નહિ.” ત્યાર પછી બધા પંડિતો પોતાની મર્યાદા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૨૯૩ Page #350 -------------------------------------------------------------------------- ________________ સમજી ગયા અને સાનુકૂળ બની ગયા. શ્રી યશોવિજયજીની બહુશ્રુત તસ્વી પ્રતિભાનો એ પ્રતાપ હતો. શ્રી વિજયસિંહસૂરીશ્વરનો ઉપકાર બાળવયે દીક્ષા ગ્રહણ કરનાર તેજસ્વી બાલમુનિના સાહિત્ય સહિતના આધ્યાત્મિક જીવનઘડતરમાં શિષ્યવત્સલ વડીલ આચાર્યો અને અન્ય સાધુભગવંતોનો ઘણો મોટો ફાળો હોય છે. શ્રી યશોવિજયજીએ કિશોર અને યુવાનવયે ઘણી મોટી સિદ્ધિ મેળવી લીધી હતી. તેમાં તેમના ગુરુ શ્રી નવિજયજી તથા શ્રી જીતવિજયજી ઉપરાંત શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજ(કાળધર્મ સં. ૧૭૦૯ - અમદાવાદ)નો પણ ઘણો મોટો ઉપકાર હતો. વિદ્વાન કવિ શ્રી યશોવિજયજીને વિદ્વત્તાનો અહંકાર ન આવી જાય અને મેળવેલા જ્ઞાનની પરિણતિ આત્મિક દૃષ્ટિએ થાય એ માટે હિતશિક્ષા આપીને યોગ્ય દિશામાં એમને વાળનાર શ્રી વિજયસિંહસૂરિશ્વરજી મહારાજ હતા. શ્રી યશોવિજયજી સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં અંતે લખે છે : તસ માટે વિજયદેવસૂરિ, પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરી; જસ હિતશીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટળી કુમતિ ચોરી. પોતાના ઉપર આવો આધ્યાત્મિક અનુગ્રહ કરનાર શ્રી વિજયસિંહસૂરીશ્વરજીના જીવન અને કાર્ય વિશે શ્રી યશોવિજયજીએ સંસ્કૃતમાં વિજયોલ્લાસ' નામના મહાકાવ્યની રચના શરૂ કરી હતી, પણ તે બીજા સર્ગથી અધૂરી રહી હતી. ગૃહસ્થનો શાસ્ત્રરસ સંવત ૧૭૨૨નું ચાતુર્માસ ઉપાધ્યાયજી મહારાજે સુરતમાં કર્યું હતું. એ ચાતુર્માસ દરમિયાન એમણે બે મહત્ત્વની સઝાયની રચના કરી છે : (૧) પ્રતિક્રમણ હેતુગર્ભિત સઝાય અને (૨) અગિયાર અંગની સઝાય. સુરતમાં એ રીતે એમને અને અધ્યાત્મરસિક શ્રાવકોને સ્વાધ્યાયની સારી તક મળી હશે એમ લાગે છે. શ્રી યશોવિજયજીની કૃતિઓના અંતભાગમાં ગૃહસ્થોનાં નામોનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ અગિયાર અંગની સક્ઝાયમાં રૂપચંદભાઈ, માણિક શ્રાવિકા વગેરેએ સાંભલ્યા વિધિસ્ય અંગ ઈગ્યાર એવો ઉલ્લેખ થયો છે. તે ઉપરથી જણાય છે કે તે સમયે એમના જેવા શાસ્ત્રજ્ઞ પાસેથી અગિયાર અંગ સાંભળવાની પાત્રતા ધરાવનાર શાસ્ત્રરસિક ગૃહસ્થો સુરતમાં હશે ! ૨૯૪ જૈન આચારદર્શન Page #351 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાગુરુ વિશે દંતકથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના વિદ્યાગુરુ વિશે નીચે પ્રમાણે એક દંતકથા પણ પ્રચલિત છે : એક વખત શ્રી યશોવિજયજી મહારાજ ખંભાતમાં પધાર્યા હતા. એક દિવસ તેઓ ઉપાશ્રયમાં જ્યારે વ્યાખ્યાન આપી રહ્યા હતા તે વખતે ત્યાં કોઈ એક વયોવૃદ્ધ સજ્જન આવ્યા અને સભાને છેડે વ્યાખ્યાન સાંભળવા બેસી ગયા. મહારાજની તેના પર નજર પડી, એથી તેમને ઘણું આશ્ચર્ય થયું. કારણ કે એ સજ્જન તે એમના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય હતા. તેમણે તે સજ્જનને વંદન કર્યું, એથી સૌ તે વૃદ્ધ સજ્જન તરફ કૌતુકથી જોવા લાગ્યા. અને ઉપાધ્યાયજી મહારાજ સાહેબ જેમને વંદન કરે છે તે વ્યક્તિ કોણ હશે તે વિશે તર્ક કરવા લાગ્યા. તે સમયે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે, “આ એ વ્યક્તિ છે કે જેની પાસે કાશીમાં મેં નવ્યન્યાનું અધ્યયન કર્યું છે. મારા એ વિદ્યાગુરુ છે. એમનો હું અત્યંત ઋણી છું. તમારે એનો યોગ્ય સત્કાર કરવો જોઈએ.” એ સાંભળી ખંભાતના શ્રી સંઘે તરત રૂપિયા સત્તર હજારની રકમ એકઠી કરી અને બ્રાહ્મણ પંડિતને ગુરુદક્ષિણામાં આપી. પોતાના શિષ્યનો આવો પ્રભાવ જોઈ હર્ષ પામી વિદ્યાગુરુએ વિદાય લીધી. શ્રી આનંદઘનજી અને શ્રી યશોવિજયજી - શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદઘનજી મહારાજ સમકાલીન હતા. આનંદઘનજી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ હતા એટલે શ્રી આનંદઘનજીનાં દર્શન માટે શ્રી યશોવિજયજી અત્યંત ઉત્સુક હતા. જ્યારે તેમનું મિલન થયું ત્યારે શ્રી યશોવિજયજીને ઘણો આનંદ થયો હતો. એ ઘટના ઐતિહાસિક અને નિર્વિવાદ છે. શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપી રચેલી “અષ્ટપદી' તેના પુરાવારૂપ છે. એ અષ્ટપદીમાંની જસવિજયે કહે સુનો આનંદઘન, હમ તુમ મિલે હજુર', “જસ કહે સોહી આનંદઘન પાવત, અંતજ્યોત જગાવે’, ‘આનંદકી ગત આનંદઘન જા', ‘એસી દશા જબ પ્રગટે ચિત્ત અંતર, ‘સોહી આનંદઘન પિછાને, એહી આજ આનંદ ભયો મેરે, તેરે મુખ નીરખ નીરખ, રોમ રોમ શીતલ ભયો અંગો અંગ” ઈત્યાદિ પંક્તિઓ શ્રી યશોવિજયજીને શ્રી આનંદઘનજી પ્રત્યે કેટલો બધો ઉચ્ચાદર હતો તે દર્શાવે છે. આનંદઘનજીનાં દર્શનનો પોતાના જીવન ઉપર કેટલો બધો પ્રભાવ પડ્યો તે નમ્રતાપૂર્વક દર્શવતાં તેઓ લખે છે : ‘આનંદઘન કે સંગ સુજસહી મિલે જબ. તબ આનંદસમ ભયો સુજસ; પારસ સંગ લોહા જો ફરસતા કચન હોત કી તાકે કસ.' ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૨૯૫ Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયજી મહારાજને શ્રી આનંદઘનજી ક્યાં મળ્યા હશે, ક્યારે અને કેવી રીતે મળ્યા હશે તે વિશે નિશ્ચિતપણે આપણને કશું જાણવા મળતું નથી. દંતકથા એમ કહે છે કે શ્રી યશોવિજયજી આબુ મેડતા તરફ વિહાર કરતા હતા તે સમયે તેઓ સાધુઓમાં વિદ્વાન, શાસ્ત્રજ્ઞ અને બહુશ્રુત ગણાતા હતા. એમનાં વ્યાખ્યાનો સાંભળવા અનેક લોકો આવતા. બીજી બાજુ આનંદઘનજી પણ યોગ અને અધ્યાત્મવિદ્યામાં ઘણા ઊંડા ઊતર્યા હતા. તેઓ આબુ – મેડતાની આસપાસના પ્રદેશમાં એકાંતમાં વિચરે છે એમ જાણી શ્રી યશોવિજયજી તેમને મળવા માટે તપાસ કરતા રહેતા હતા. બીજી બાજુ શ્રી યશોવિજયજીની બહુશ્રુતતાની વાત શ્રી આનંદઘનજીએ પણ સાંભળી હતી. તેઓ આસપાસના પ્રદેશમાં આવ્યા છે એમ જાણીને શ્રી આનંદઘનજી પણ તેમને મળવા ઉત્સુક થયા હતા. એક દિવસ શ્રી યશોવિજયજી ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તે સાંભળવા માટે આસપાસના પ્રદેશમાંથી આવીને બેઠેલા સાધુઓના સમુદાયમાં જીર્ણ વેશધારી એક વૃદ્ધ સાધુ પણ આવીને બેસી ગયા હતા. શ્રી યશોવિજયજીનું અધ્યાત્મ વિશેનું વ્યાખ્યાન સાંભળીને જ્યારે પોતાના ચહેરા પર સૌ પ્રસન્નતા વ્યક્ત કરતા હતા, ત્યારે એ જીર્ણ વેશધારી વૃદ્ધ સાધુના ચહેરા પર એટલો હર્ષ જણાતો નહોતો. શ્રી યશોવિજયજીએ એમને પાટ ઉપરથી પૂછ્યું, “અરે, સ્થવિર સાધુ ! તમને મારા વ્યાખ્યાનમાં બરાબર સમજણ પડી કે નહિ?” પરંતુ તેમની સાથે થોડી વાતચીત કરતાં જ આ કોઈ બહુ જ્ઞાની અને અનુભવી સાધુ મહાત્મા છે એમ સમજાયું. અનુમાનથી શ્રી યશોવિજયજીને ખબર પડી ગઈ કે તેઓ તો શ્રી આનંદધનજી મહારાજ જ છે, એટલે ઉપાધ્યાયજી તરત પાટ ઉપરથી ઊતરી તેમની પાસે ગયા. અને પોતે જે શ્લોકનું વિવેચન કરતું વ્યાખ્યાન આપ્યું હતું તે શ્લોક પર વ્યાખ્યાન આપવા માટે શ્રી આનંદઘનજીને આગ્રહપૂર્વક વિનંતી કરી. શ્રી આનંદઘનજીએ એ એક શ્લોક પર એકધારું સરસ વ્યાખ્યાન આપ્યું. શ્રી યશોવિજયજી બહુશ્રુત પંડિત હતા, પરંતુ આનંદઘનજી તો આધ્યાત્મિક અનુભૂતિ ધરાવનાર અવધૂત હતા. એમનું વ્યાખ્યાન સાંભળી સૌ શ્રોતાજનો ડોલવા લાગ્યા. શ્રી યશોવિજયજીએ પણ એકચિત્તથી એ વ્યાખ્યાન સાંભળી અત્યંત પ્રસન્નતા અનુભવી. આ પ્રસંગથી શ્રી આનંદઘનજી પ્રત્યે તેમને ઘણો પૂજ્યભાવ થયો હતો. આ પછી, દંતકથા પ્રમાણે, બીજી એક વાર શ્રી આનંદઘનજીને મળવાની ઈચ્છા શ્રી યશોવિજયજીને થઈ હતી. બાવાઓને પૂછતાં પૂછતાં આબુ પરની એક ગુફા પાસે તેઓ આવી પહોંચ્યા. તે સમયે આનંદઘનજી ધ્યાનમાંથી ઊઠીને બહાર નીકળ્યા હતા. “મેરે નિરંજન યાર, તું કૈસે મિલેંગે' નામનું સ્વરચિત આધ્યાત્મિક ૨૯૬ જેન આચારદર્શન Page #353 -------------------------------------------------------------------------- ________________ પદ મધુર કંઠે ગાયા પછી ‘અગ્નિ સહુ મેરી દેહી લે’ એ પદ ગાવું તેમણે શરૂ કર્યું હતું. એવામાં સામેથી શ્રી યશોવિજયજીને આવતા જોઈને તેઓ સામા જઈ તેમને ભેટ્યા હતા. અને પોતાનું પદ પૂરું કરતાં ગાયું હતું : આનંદઘન કહે “જસ' સુનો બાતાં; એહી મિલે તો મેરો ફેરો ટળે.' કહેવાય છે કે આ પ્રસંગે પછી શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ “અષ્ટપદી'ની રચના કરી. એમના મુખમાંથી કેટલીક પંક્તિઓ સરી પડી : મારગ ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે ! રાહત આનંદ ભરપૂર !' જસ વિજય કહે સુનો આનંદઘન, તુમ હમ મિલે હજૂર. શ્રીપાળ રાસ'ની રચનામાં સહયોગ. જૈનસાહિત્યમાં ‘શાંત સુધારસ', પુણ્ય પ્રકાશનું સ્તવન' વગેરે સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓ વડે જેઓ સુપ્રસિદ્ધ છે એવા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા. તેઓ બંને શ્રી હીરવિજયસૂરિના સમુદાયના હતા. શ્રી વિનયવિજયજી ઉંમરે મોટા હતા. તેઓ વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં ચાતુર્માસ માટે હતા ત્યારે ત્યાંના સંઘે એમને શ્રીપાળ રાજા વિશે રાસકૃતિ લખવાની વિનંતી કરી. પરંતુ પોતાની વૃદ્ધાવસ્થા અને કથળતી જતી તબિયતને કારણે એવો મોટો ગ્રંથ લખવાની તેમની ઇચ્છા નહોતી, કારણ કે તે પૂરો થાય કે ન પણ થાય. પરંતુ સંઘનો ઘણો આગ્રહ હતો એટલે તેમણે રાસ લખવાનું શરૂ કર્યું. સિદ્ધહસ્ત કવિઓને કાવ્યપંક્તિઓની રચના કરવી એ બહુ સરળ વાત હોય છે. શ્રી વિનયવિજયજી મહારાજે ઝડપથી રાસની રચના આગળ વધારી. થોડા સમયમાં તો રાસના ત્રણ ખંડ પૂરા થઈ ગયા. ચોથા ખંડની ચાર ઢાળ લખી ત્યાં તો શ્રી વિનયવિજયજીની તબિયત એકદમ બગડવા લાગી. દિવસો ગણાવા લાગ્યા. પાંચમી ઢાળની વીસ કડી સુધીની રચના થઈ. હજુ આગળ લખવાની ઇચ્છા ઘણી હતી પણ ચિત્તની તેવી સ્વસ્થતા રહી નહોતી. પોતાની આ કૃતિ અધૂરી રહેશે એનો મનમાં કંઈક વિષાદ પણ હશે. એ વખતે શ્રી યશોવિજયજી રાંદેરમાં હતા. શ્રી વિનયવિજયજી તેમના વડીલ કાકાગુરુ થાય. બંને વચ્ચે ઘણી આત્મીયતા હતી. એક દંતકથા પ્રમાણે તેઓ બંને કાશીમાં વિદ્યાભ્યાસ માટે સાથે હતા. શ્રી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૨૯૭ Page #354 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજયજીના મનમાં હતું કે પોતાનો અધૂરો રહેલો રાસ પૂરો કરવાને સમર્થ ત્યારે એકમાત્ર શ્રી યશોવિજયજી જ હતા. શ્રી યશોવિજયજી એમના મનમાં એ ભાવને પામી ગયા. એમણે તરત શ્રી વિનયવિજયજીને કહ્યું. “આપનો રાસ જ્યાંથી અધૂરો છે ત્યાંથી અવશ્ય તે હું પૂરો કરીશ.' એમના આ વચનથી શ્રી વિનયવિજયજીને શાંતિ થઈ. પછી થોડા સમયમાં જ તેઓ કાળધર્મ પામ્યા. ત્યાર પછી શ્રી યશોવિજયજીએ છેલ્લો ખંડ લખી ‘શ્રીપાળ રાસ પૂરો કર્યો. મધ્યકાલીન જૈનસાહિત્યમાં બે સમર્થ કવિઓને હાથે લખાયેલી એક જ કૃતિ તરીકે તે સુપ્રસિદ્ધ છે. શ્રી યશોવિજયજીએ પૂરા હર્ષોલ્લાસ સાથે એ રાસ પૂરો કર્યો હોવાથી તત્ત્વવિચારથી સભર એમની કાવ્યમયવાણી તેમાં કોઈ જુદું જ રૂપ ધારણ કરે છે. આ “શ્રીપાળ રાસ' ત્યારથી અદ્યાપિ પર્યત જૈનોમાં આયંબિલની ઓળીના દિવસોમાં વાંચવાની પરંપરા ચાલી આવી. ગુરુ - શિષ્યપરંપરા શ્રી યશોવિજયજીએ પ્રતિમાશતક' નામની પોતાની કૃતિ ઉપર પોતે જ રચેલી વૃત્તિમાં પોતાની ગુરુપરંપરાનો પરિચય આપ્યો છે. તેમાં તેમણે અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિથી એ પરંપરાની શરૂઆત કરી છે. તેમાં તેમણે શ્રી હીરવિજયસૂરીશ્વરના શિષ્ય શ્રી કલ્યાણવિજયજી, તેમના શિષ્ય શ્રી લાભવિજયજી અને તેમના બે શિષ્યો તે શ્રી જીતવિજયજી અને નવિજયજીનો ઉલ્લેખ કર્યો છે. શ્રી નવિજયજીગણિ શ્રી યશોવિજયજીના દીક્ષાગુરુ હતા. શ્રી યશોવિજયજીના ભાઈએ – શ્રી પદ્માવજયજીએ પણ શ્રી નવિજયજી પાસે જ દીક્ષા લીધી હતી. શ્રી હીરવિજયસૂરિના બીજા બે મુખ્ય શિષ્યો તે શ્રી વિજયસેનસૂરિ અને શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાય હતા. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય તે શ્રી વિજયદેવસૂરિ. એમના શિષ્યો તે શ્રી વિજયસિંહસૂરિ અને શ્રી વિજયપ્રભસૂરિ હતા. શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાયના શિષ્ય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય હતા. - શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પોતાના શિષ્યોમાં શ્રી ગુણવિજયગણિ, શ્રી તત્ત્વવિજય અને શ્રી લક્ષ્મીવિજય ગણિ હતા. શ્રી ગુણવિજય ગણિની શિષ્ય પરંપરામાં શ્રી કેસરવિજય ગણિ, એમના શિષ્ય શ્રી વિનીતવિજય ગણિ અને એમના શિષ્ય શ્રી દેવવિજય ગણિ હતા. સ્વર્ગવાસ સં. ૧૭૪૩નું ચાતુર્માસ શ્રી યશોવિજયજી મહારાજે તત્કાલીન સુપ્રસિદ્ધ ઐતિહાસિક નગરી દર્ભાવતી(ડભોઈ)માં કર્યું હતું. પાંચ (અથવા આ) દાયકાથી અધિક વર્ષ દીક્ષા પર્યાયનો થતાં હતાં. હવે એમની કાયા રોગથી ગ્રસ્ત થઈ હતી. ર૯૮ જૈન આચારદર્શન Page #355 -------------------------------------------------------------------------- ________________ એમની લેખિની ચાલતી નહોતી, પરંતુ એમની ધર્મારાધના તો બરાબર ચાલતી હતી. એમને પોતાના અંતિમ કાળની ખબર પડી ગઈ હતી. એમણે અનશનવ્રત સ્વીકારી લીધું હતું. અંતિમ આરાધના સારી રીતે કરીને એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના સ્વર્ગવાસના સમાચાર ગુજરાતમાં અને ગુજરાત બહાર વેગથી પ્રસરી ગયા. એક મહાન વિભૂતિનો નશ્વર દેહ ભૂતકાળમાં વિલીન થઈ ગયો, પરંતુ એમના અક્ષરદેહની જ્યોતિ એટલી જ પ્રકાશતી રહી. શ્રી યશોવિજયજીનો સ્વર્ગવાસ ડભોઈમાં થયો હતો. તે નિર્વિવાદ હકીકત છે. પરંતુ તેમના સ્વર્ગવાસનો નિશ્ચિત સમય આપણને જાણવા મળતો નથી. એમાં માસ અને તિથિ વિશે કશી જ માહિતી હાલ ઉપલબ્ધ નથી અને વર્ષની બાબતમાં મતભેદ માત્ર એક વર્ષ જેટલો જ અત્યારે તો છે. ઘણાં વર્ષ સુધી, સં. ૧૭૪પ(શકે ૧૬ ૧૧)ના માગસર સુદ ૧૧, એ મૌન એકાદશીનો દિવસ શ્રી યશોવિજયજીની કાળધર્મની તિથિ છે એમ મનાતું હતું અને કેટલાંક પંચાંગોમાં એ પ્રમાણે એ તિથિ આપવામાં આવતી હતી. પરંતુ તેમાં ભૂલ હતી. ડભોઈના ગુરુમંદિરની પાદુકાના લેખને આધારે તેમ બનવા પામ્યું હોવાનો સંભવ છે. પરંતુ એ પાદુકામાં આપેલાં સાલ – તિથિ ઉપાધ્યાયજીના કાળધર્મનાં નથી, પરંતુ પાદુકાની પ્રતિષ્ઠાનાં છે. ઘણાં વર્ષો પૂર્વે પ્રાપ્ત થયેલ “સુજસવેલી ભાસ'ની નીચેની કડીએ તે વિશે સ્પષ્ટ પ્રકાશ પાડ્યો છે : સત્તર ત્રયાલિ ચોમાસું રહ્યા, પાઠક નગર ડભોઈ રે; તિહાં સુરપદવી અણુસરી, અણસણિ કરિ પાતક ધોઈ રે.” આમાં જણાવ્યા પ્રમાણે યશોવિજયજી સં. ૧૭૪૩માં ડભોઈમાં ચોમાસું રહ્યા અને ત્યાં અનશન કરી સ્વર્ગવાસી થયા. આમાં, અલબત્ત, ચોક્કસ માસ-તિથિ જણાવ્યાં નથી. વળી જૈન સાધુઓનું ચોમાસું અષાડ સુદ ૧૪થી શરૂ થઈ કાર્તિક સુદ ૧૪ના દિવસે પૂર્ણ થાય. એટલે કે ચોમાસા દરમિયાન જ નવું વર્ષ બેસે. અહીં ભાસકારે ઉપાધ્યાજીએ સં. ૧૭૪૩નું ચોમાસું ડભોઈમાં કર્યાનું જણાવ્યું છે, પણ એમનો સ્વર્ગવાસ ચાતુર્માસ દરમિયાન થયો કે ચાતુર્માસ પછી, અને ચાતુર્માસમાં હોય તો તે સં. ૧૭૪૩માં થયો કે સં. ૧૭૪૪માં તે વિશે કશું જણાવ્યું નથી. ઉપાધ્યાયજી મહારાજે પોતાની કેટલીક કૃતિઓમાં એની રચના-સાલ જણાવી છે. તેમાં મોડામાં મોડી સં. ૧૭૩૯માં ખંભાત જંબુસ્વામી રાસની કરેલી રચના મળે છે. આ ઉપરાંત સુરતમાં ચાતુર્માસ દરમિયાન તેમણે રચેલ પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય અને અગિયાર અંગ સ્વાધ્યાય' એ બે કૃતિઓમાં એની ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૨૯૯ Page #356 -------------------------------------------------------------------------- ________________ રચનાતાલ યુગ યુગ મુનિ વિધુવત્સરઈ એ પ્રમાણે જણાવી છે. તેમાં “યુગ એટલે ચાર – એમ જો લઈએ તો સં. ૧૭૪૪ થાય અને યુગ' એટલે બે એમ જો લઈએ તો સં. ૧૦૨૨ થાય. પરંતુ અહીં સંવત ૧૭૪૪ લેવી સુસંગત જણાતી નથી, કારણ કે સં. ૧૭૪૩નું ડભોઈનું ચાતુર્માસ એમનું છેલ્લું ચાતુર્માસ હતું, જ્યારે એ બે મોટી સઝાયોની રચના સુરતમાં ચાતુર્માસ દરમિયાન કરી હતી એટલે જ્યાં સુધી બીજો કિંઈ વધુ પ્રમાણો ન મળે ત્યાં સુધી સં. ૧૭૪૩માં ડભોઈમાં શ્રી યશોવિજયજી મહોપાધ્યાયનો સ્વર્ગવાસ થયો હતો. એમ માનવું વધુ યોગ્ય લેખાશે. ઉપાધ્યાયજી મહારાજ કાળધર્મ પામ્યા તે પછી એમના દેહને જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો એ સ્થળે સ્મારક તરીકે એક ઘૂંભની – સ્તૂપની રચના કરવામાં આવી. એમાંથી “ન્યાયનો દિવ્યધ્વનિ સતત નીકળ્યા કરતો હતો એમ સુજસવેલી ભાસમાં એના કર્તા શ્રી કાંતિવિજયજીએ લખ્યું છે. સ્વહસ્તે લખેલી પ્રતિઓ અને નયચક્ર મધ્યકાલીન સમયમાં મુદ્રણકળાની શોધ નહોતી થઈ ત્યારે, કાગળ ઉપર શાહીથી લખીને હસ્તપ્રત તૈયાર કરવાનું કામ ઘણું કઠિન ગણાતું. સરસ, મરોડદાર, એક સરખા અક્ષરે હસ્તપ્રતો લહિયાઓ લખી આપતા. ગ્રંથરચના કર્યા પછી સારા લહિયા પાસે હસ્તપ્રત લખાવવાનો પ્રશ્ન ગંભીર હતો. અનેક કવિલેખકોમાંથી કોઈક જ પોતે સારા લહિયા હોય અને પોતાની કૃતિની હસ્તપ્રત પોતે તૈયાર કરી શકે એવા હોય. એમાં સમય પણ ઘણો જતો એટલે નવી કૃતિની રચના કરવી કે પોતાની કૃતિની હસ્તપ્રત તૈયાર કરવામાં સમય વ્યય કરવો એવો પ્રશ્ન રહેતો. શ્રી યશોવિજયજી કુશળ લહિયા પણ હતા. એમની સ્વહસ્તલિખિત એવી ઘણી કૃતિઓ સાંપડે છે. શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજી પણ સારા લહિયા હતા. અને એમણે શ્રી યશોવિજયજીની કેટલીક કૃતિઓની હસ્તપ્રતો લખી આપી છે. ગુરુમહારાજ પોતાના શિષ્યની કૃતિની હસ્તપ્રતો તૈયાર કરી આપે એવું અન્ય કોઈ ઉદાહરણ જાણવામાં નથી. એ ઉપરથી શ્રી નવિજયજી મહારાજની શિષ્યવત્સલના કેટલી બધી હશે અને ગુરુ-શિષ્યનો સંબંધ પરસ્પર કેટલો સ્નેહાદરવાળો હશે તે દેખાય છે. શ્રી યશોવિજયજીએ તર્ક અને ન્યાયનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે એમના જેવા સમર્થ તાર્કિકને મલવાદી-સૂરિકૃત ‘દ્વાદશાર નયચક્ર' જેવો ગ્રંથ વાંચવાનું મન થાય એ સ્વાભાવિક છે. પરંતુ એ ગ્રંથ નષ્ટ થઈ ગયો હોવાનું મનાતું હતું. શ્રી યશોવિજયજીએ પોતાના વિહારમાં આવતાં બધાં ગામોમાં અને અન્યત્ર ૩જી જૈન આચારદર્શન Page #357 -------------------------------------------------------------------------- ________________ તપાસ કરાવી હતી, પરંતુ એ ગ્રંથ એમને મળ્યો ન હતો. કેટલાક સમય પછી પાટણમાંથી એક હસ્તપ્રતની ભાળ મળી. સિંહવાદીગણિએ નવચક્ર ઉપર અઢાર હજાર શ્લોક પ્રમાણ લખેલી ટીકાની એ હસ્તપ્રત હતી. હસ્તપ્રત જીર્ણશીર્ણ હાલતમાં હતી. થોડા દિવસ માટે જ એ મળી હતી. શ્રી યશોવિજયજીએ વિચાર્યું કે મૂળ ગ્રંથ તો મળતો નથી. પણ મૂળ ગ્રંથની ઝાંખી કરાવે એવી આ ટીકા પણ જો નષ્ટ થઈ જશે તે બધું જ જશે. એના ઉપરથી નવી હસ્તપ્રત તૈયાર કરી લેવી જોઈએ. પણ એકલે હાથે ઓછા દિવસમાં એ કેમ થાય? એમણે ગુરુમહારાજને વાત કરી. સમુદાયના સાધુઓમાં વાત થઈ. કામની વહેંચણી થઈ અને શ્રી નવિજ્યજી અને શ્રી યશોવિજયજી ઉપરાંત શ્રી જયસોમ પંડિત, શ્રી લાભવિય મહારાજ, શ્રી કીર્તિરત્નગરિ, શ્રી તત્ત્વવિજયજી મહારાજ અને શ્રી રવિવિજય પંડિત – એમ સાત મુનિ ભગવંતોએ મળીને ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ લખાણની નકલ તૈયાર કરી લીધી. વ્યવસાયી લહિયાઓએ નહિ પણ એક સાથે સાત મુનિ ભગવંતોના સંયુક્ત હસ્તે એક જ હસ્તપ્રત તૈયાર થઈ હોય એવું આ વિરલ ઉદ્યહરણ એમની ચુતભક્તિની સુંદર પ્રતીતિ કરાવે છે. એમાં ૪૮૦૦ શ્લોકનું લખાણ શ્રી યશોવિજયજીના હસ્તાક્ષરમાં છે. આ હસ્તપ્રતિ ત્યાર પછી અમદાવાદના દેવસાના પાડાના ભંડારમાં આવેલી અને ત્યાંથી હવે તે એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટમાં છે. મૂળ નયચક્ર ગ્રંથની બધી હસ્તપ્રતો નષ્ટ થઈ ગયેલી પરંતુ સદ્દભાગ્યે તિબેટમાં તિબેટ લિપિમાં એ ગ્રંથ સચવાયેલો છે. એના ઉપરથી પૂ. બૂવિજયજી મહારાજે એ સંસ્કૃત ગ્રંથ સંપાદિત કર્યો છે, જે પ્રકાશિત થયેલો છે.) શ્રી યશોવિજયજી મહારાજે પોતે જે જે રચના કરી તેમાંથી તેમણે સ્વહસ્તે લખેલી ત્રીસથી વધુ હસ્તપ્રતો આપણને જુદા જુદા ભંડારોમાંથી મળી આવી છે. પ્રાચીન સમયના એક જ લેખકની આટલી બધી હસ્તપ્રતો એમના પોતાના હસ્તાક્ષરમાં મળી આવે એ ઘટના અત્યંત વિરલ અને ગૌરવપૂર્ણ છે. અત્યાર સુધીમાં મહોપાધ્યાયજીના નીચે મુજબ ગ્રંથો એમના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા મળી આવ્યા છે: ૧. આર્ષભીય મહાકાવ્ય (અપૂર્ણ), ૨. તિન્વયોક્તિ અપૂર્ણ), ૩. નિશામુક્તિ પ્રકરણ, ૪. શ્રી વિજયપ્રભસૂરિ શામક વિજ્ઞાતિ પત્ર, ૫. સિદ્ધાંતમંજરી શબ્દખંડ ચિકા અપૂર્ણ) ૬. જબૂસ્વામી રાસ, ૭. આરાધક વિરાધક, ચતુર્ભગી – સ્વોપજ્ઞ ટીકા સહ, ૮, અધ્યાત્મસાર, ૯. પ્રમેયમાલા (અપૂર્ણ) ૧૦. દ્રવ્યગુણ પર્યાય રાસ - બાલાવબોધ સહિત, ૧૧. ધર્મપરીક્ષા સ્વીપજ્ઞ થકામાં ઉમેરણ, ૧૨. આત્મખ્યાતિ, ૧૩. ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથનો અંતિમ ભાગ, ૧૪. નય રહસ્ય, ૧૫. ભાષા રહસ્ય, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૪ ૩૦૧ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સ્વાદવાદ રહસ્ય ૧૬. વાદમાલા (અપૂર્ણ), ૧૭. સ્યાદવાદરહસ્ય, ૧૮. માર્ગપરિશુદ્ધિ, ૧૯. વૈરાગ્ય કલ્પલત્તા, ૨૦. યોગબિન્દુ અવચૂરી, ૨૧. યોગદૃષ્ટિ સમુચ્ચય અવસૂરી (અપૂર્ણ), બૃહદ (અપૂર્ણ), ૨૩. તત્ત્વાર્થ વૃત્તિ, ૨૪. વૈરાગ્ય રતિ (અપૂર્ણ), ૨૫. સ્તોત્રત્રિક, ૨૬. ઉત્પાદાસિદ્ધિ પ્રકરણ ટીકા (અપૂર્ણ), ૨૭, ન્યાયાલોક, ૨૮. યોગવિશિકાવૃત્તિ, ૨૯. વિષયતાવાદ, ૩૦. સ્તોત્રાવલી. સ્તોત્રત્રિક ૩૧. અષ્ટ સહસ્ત્રી, ૩૨. કાવ્યપ્રકાશ. ટીકા (અપૂર્ણ). આ ઉપરાંત બીજા કેટલાક ગ્રંથો પણ એમના હસ્તાક્ષરમાં મળી આવે એવો સંભવ છે. એમના કેટલાક ગ્રંથોનાં પાનાં વેરવિખેર, છૂટાંછવાયાં થઈ નષ્ટ પામ્યાં છે. કચરો માનીને સાબરમતી નદીમાં પધરાવવા માટે લોકો લઈ જતા હતા તેવાં પાનાંઓમાંથી તેમનો યોગવિંશિકાવૃત્તિ' ગ્રંથ મળી આવ્યો છે. શ્રી યશોવિજયજીએ પોતાના હસ્તાક્ષરમાં બીજા ગ્રંથકારોના ગ્રંથોની પોતાના ઉપયોગ માટે કરેલી નકલો પણ ઠીક ઠીક સંખ્યામાં મળે છે. આ ઉ૫૨થી પ્રતીત થાય છે કે પોતાના આટલા બધા ગ્રંથોની રચના કરવાના સમય ઉપરાંત એમણે આ બધી હસ્તપ્રતિઓ તૈયાર કરવામાં પણ કેટલો બધો સમય આપ્યો હશે ! જૈન સાધુઓ રાત્રે તો લખવા-વાંચવાનું કાર્ય કરે નહિ, એટલે શ્રી યશોવિજયજીએ પોતાના તમામ સમયનો કેવો ચીવટભર્યો ઉપયોગ કર્યો હશે તે આ ઉપ૨થી જણાય છે. સાહિત્યસર્જન - મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજીએ નવ્યન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યોગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, કથા, ભક્તિ તથા સિદ્ધાંત ઇત્યાદિ ઘણા વિષયો ૫૨ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તથા વ્રજ અને રાજસ્થાની મિશ્ર ભાષામાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમની કૃતિઓમાં સામાન્ય માણસ પણ સમજી શકે એટલી સરળ કૃતિઓ છે, અને પ્રખર વિદ્વાન પણ સહેલાઈથી ન સમજી શકે એટલી ગૂઢ રહસ્યવાળી કઠિન કૃતિઓ પણ છે. એમણે રચેલી સંસ્કૃત તથા પ્રાકૃત કૃતિઓમાંથી અત્યારે ઉપલબ્ધ, પ્રકાશિત, કૃતિઓ નીચે પ્રમાણે છે : ૧. અધ્યાત્મ મત પરીક્ષા : આ ગ્રંથનું બીજું નામ ‘અધ્યત્ન મત ખંડન’ છે. કર્તાએ મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાનો લખ્યો છે. તેના ઉપર પોતે જ ચાર હજાર શ્લોકમાં ટીકા રચેલી છે. આ ગ્રંથ અને એની ટીકામાં કર્તાએ કેવલી ભગવંતોને કવલાહાર હોય જ નહિ એ દિગમ્બર માન્યતાનું ખંડન કરીને કેવલીને કવલાહાર અવશ્ય હોઈ શકે એમ તર્કયુક્ત દલીલો સાથે સિદ્ધ કર્યું છે. દિગમ્બરોની ૩૦૨ જૈન આચારદર્શન Page #359 -------------------------------------------------------------------------- ________________ બીજી માન્યતા કે તીર્થકરોનું પરમૌદારિક શરીર ધાતુરહિત હોય છે, તેનું પણ આ ગ્રંથમાં ખંડન કરવામાં આવ્યું છે. ૨. અધ્યાત્મસાર: સાત મુખ્ય પ્રબંધમાં વહેંચાયેલા, ૧૩૦૩ શ્લોક પ્રમાણ આ ગ્રંથમાં કર્તાએ અધ્યાત્મનું સ્વરૂપ, દંભત્યાગ, ભવસ્વરૂપ, વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ, ત્યાગ, સમતા, સદનુષ્ઠાન, સમ્યકત્વ, મિથ્યાત્વત્યાગ, યોગ, ધ્યાન, આત્મનિશ્ચય વગેરે વિષયોનું નિરૂપણ કર્યું છે. ૩. અધ્યાત્મોપનિષદ સંસ્કૃતમાં અનુષુપ છંદના ૨૩૧ શ્લોકમાં આ ગ્રંથની રચના થઈ છે. તેના ચાર અધિકાર છે: (૧) શાસ્ત્રયોગ શુદ્ધિ અધિકાર (૨) જ્ઞાનયોગાધિકાર (૩) ક્રિયાધિકાર અને છ સામ્યાધિકાર. એમાં કતએ તે તે વિષયોની છણાવટ કરી છે. ૪. અનેકાન્ત વ્યવસ્થા: કર્તાએ ૩૩૫૭ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી ૫ દેવધર્મ પરીક્ષાઃ ૪૨૫ શ્લોકમાં આ ગ્રંથની રચના કરવામાં આવી છે. દેવો સ્વર્ગમાં પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે તેનું એમાં આધાર સાથે સમર્થન કરવામાં આવ્યું છે. પ્રતિમામાં નહિ માનનારા સ્થાનકમાર્ગીઓ તેવા દેવોને અધર્મી કહે છે, તે વાત ખોટી છે એમ સાબિત કરવા માટે કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. ૬. અને તર્ક પરિભાષાઃ કર્તાએ ૮૦૦ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી છે. તેના (૧) પ્રમાણ (૨) નય અને (૩) નિક્ષેપ, એ નામના ત્રણ પરિચ્છેદમાં તેમણે તે તે વિષયનું તર્કયુક્ત નિરૂપણ કર્યું છે. ૭. ગુરુતત્ત્વવિનિશ્ચયઃ કતએ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં ૮૫ શ્લોક પ્રમાણનો રચ્યો છે. તેના ઉપર પોતે જ સંસ્કૃત ગદ્યમાં સાત હજાર શ્લોકમાં ચકા લખી છે. આ ગ્રંથમાં કર્તાએ ગુરુતત્ત્વના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ ચાર ઉલ્લાસમાં કર્યું છે. ૮. કાત્રિશદ્ધત્રિશિક: આ ગ્રંથમાં કર્તાએ દાન, દેશના માર્ગભક્તિ, ધર્મવ્યવસ્થા, કથા, યોગ, સમ્યગદષ્ટિ ઈત્યાદિ ૩૨ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે ૩ર વિભાગ પાડ્યા છે. તે દરેક વિભાગમાં બત્રીસ શ્લોકની રચના થઈ છે. તેના ઉપર પોતે જ રચેલી ટીકાની શ્લોક સંખ્યા મળીને કુલ ૫૫૦૦ શ્લોકમાં આ સટીક ગ્રંથ બન્યો છે. ૯. યતિલાસ સમુચ્ચઃ આ ગ્રંથમાં કર્તાએ પ્રાકૃતમાં ર૬૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે. ૧૦. નરહસ્યઃ આ ગ્રંથમાં નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી * ૩૦૩ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૧૧. નયપ્રદીપ: સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લોક સહિત ગદ્યમાં રચાયેલો આ ગ્રંથ “સપ્તભંગી સમર્થન અને “નયસમર્થન' એ નામના બે સર્ગમાં વહેંચાયેલો ૧૨. નયોપદેશઃ કતએ આ ગ્રંથની સટીક રચના કરી છે અને તેમાં સાતે નયોનું સ્વરૂપ સમજાવ્યું છે. ૧૩. શાનબિંદુઃ સડા બારસો શ્લોકમાં રચાયેલા આ ગ્રંથમાં કર્તાએ જ્ઞાનના પ્રકાર, લક્ષણ, સ્વરૂપ ઇત્યાદિની વિસ્તારથી મીમાંસા કરી છે. ૧૪. જ્ઞાનસારઃ આઠ શ્લોકનું એક અષ્ટક એવાં ૩૨ અષ્ટકોમાં કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ઉપર કતએ પોતે જ બાલવબોધતટબો)ની પણ રચના કરી છે. આત્મસ્વરૂપને સમજવાને માટે જે જે સાધનોની જરૂર પડે તે તે સાધનોનું ક્રમબદ્ધ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ૧૫. ન્યાયખંડન ડખાદ્ય : ૫૫00 શ્લોકમાં રચાયેલો આ ગ્રંથ નબ ન્યાયની વિશિષ્ટ કોટિનો, અર્થગંભીર અને જટિલ છે, કતના ઉચ્ચ કોટિના પાંડિત્યની પ્રતીતિ કરાવે એવો તે ગ્રંથ છે. ૧૬. ન્યાયલોકઃ આ ગ્રંથમાં ન્યાયદષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે.. ૧૭. પ્રતિમાશતકઃ કતએ મૂળ એક સો શ્લોકમાં આ ગ્રંથની રચના કરીને ત્યાર પછી તેના ઉપર પોતે મોટી થકા રચી છે. તેમાં તેમણે જિનપ્રતિમાની પૂજા નહિ કરવાનું જણાવતાં મતોનું ખંડન કરીને જિનપ્રતિમાની પૂજા કરવાના મતનું પ્રતિપાદન કર્યું છે. આ ગ્રંથો ઉપરાંત ઐન્દ્રસ્તુતિઓ, ઉપદેશરહસ્ય, આરાધક-વિરાધક ચર્તુભંગી, આદિજિન સ્તવન, તત્ત્વવિવેક, તિન્વયોક્તિ, ધર્મપરીક્ષા, જ્ઞાનાર્ણવ, અસ્પૃશ્યહતિવાદ, પંચનિર્ગથિ પ્રકરણ, પરમજ્યોતિ – પંચવિંશિક, પરમાત્મ – પંચવિંશિક, પ્રતિમા સ્થાપનન્યાયસ ફલાફ્ટ વિષયક પ્રશ્નોત્તર, ભાષારહસ્ય, માર્ગ પરિશુદ્ધિ, મુક્તાશક્તિ, યતિદિનચર્ચા પ્રકરણ, વૈરાગ્યકલ્પલત્તા, શ્રી ગોડી પાર્થસ્તોત્ર, વિજયપ્રભસૂરિસ્વાધ્યાય, શંખેશ્વરપાર્થસ્તોત્ર, સમીકાપાર્થસ્તોત્ર, સામાચારી પ્રકરણ, સ્તોત્રાવલિ ઈત્યાદિ મૌલિક ગ્રંથોની રચના ક્ષી યશોવિજયજીએ કરેલી છે. આ ઉપરાંત તેમણે દિગમ્બરાચાર્ય સમતભદ્ર કૃત અષ્ટસહસ્ત્રી ઉપર વિવરણ, કર્મપ્રકૃતિ બૃહદ્દટીકા, કર્મપ્રકૃતિ લઘુ ટીકા, તત્ત્વાર્થવૃત્તિ, દ્વાદશાર ચકોદ્ધાર વિવરણ, ધર્મસંગ્રહ ટિપ્પણ. પાંતજલ યોગસૂત્રવૃત્તિ, યોગવિંશિકા વિવરણ, શાસ્ત્રવાત સમુચ્ચયવૃત્તિ, ષોડશકવૃત્તિ, સ્તવપરિજ્ઞા પદ્ધતિ ઈત્યાદિ ટીકાગ્રંથોની જ્જ ન આચારદર્શન Page #361 -------------------------------------------------------------------------- ________________ રચના કરી છે. શ્રી યશોવિજયજીના કેટલાક ગ્રંથો હજુ પણ અનુપલબ્ધ છે. અધ્યાત્મબિંદુ, અધ્યાત્મોપદેશ, અલંકારચૂડામણિ, ચકા, ન્યાયબિન્દુ, મંગલવાદ, વેદંતનિર્ણય વગેરે એમના પચ્ચીસ કરતાંયે વધુ ગ્રંથોના ઉલ્લેખો મળે છે, જે હાલ અનુપલબ્ધ છે. આમ, ઉપલબ્ધ, અનુપલબ્ધ, મૌલિક ગ્રંથો અને ચકાગ્રંથો મળી લગભગ ૮૦ કરતાંય વધુ ગ્રંથોની સંસ્કૃતમાં અને અર્ધમાગધીમાં મહોપાધ્યાયજીએ રચના કરી છે, જે પરથી એમની વિદ્વતા અને પ્રતિભાનો સારો પરિચય આપણને મળી રહે છે. એમણે દિગમ્બરાચાર્ય સમંતભદ્રકૃત ‘અષ્ટસહસ્ત્રી, પંતજલિકત યોગસૂત્ર', મમ્મટત કાવ્યપ્રકાશ', જાનકીનાથ શમકિત “ન્યાય સિદ્ધાંત મંજરી' ઇત્યાદિ ગ્રંથો ઉપર વૃત્તિ લખી છે તથા યોગવાસિષ્ઠ, ઉપનિષદ, શ્રીમદ્ ભાગવદ્ ગીતામાંથી આધારો આપ્યા છે, જે એમની સંપ્રદાયથી પર એવી ઉદાર અને ગુણગ્રાહી દષ્ટિનો પરિચય કરાવે છે. ગુર્જર ભાષામાં રચનાઓ ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે, જે એમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન અપાવે છે. ગુજરાતીમાં એમણે રાસ, સ્તવન, સઝાય, પદ, ગીત, સંવાદ, બાલાવબોધ, હરિયાલી ઈત્યાદિ પ્રકારો ખેડ્યા છે. અને તે દરેકમાં ઊંચા પ્રકારની કવિત્વશક્તિ દાખવીને ગુજરાતી સાહિત્યને અનોખું પ્રદાન કર્યું છે. સસકતિઓ શ્રી યશોવિજ્યજીએ ગુજરાતી ભાષામાં રચેલી સૌથી મોટી અને મહત્ત્વની કૃતિ તે જંબુસ્વામીરાસ' છે. પાંચ અધિકારની બધી મળીને ૩૭ ઢાળમાં લખાયેલી આ કૃતિની રચના કવિને ખંભાતમાં વિ. સં. ૧૭૩૯માં કરી હતી. રાસના કથાનક માટે એમણે હેમચંદ્રાચાર્યકત ત્રિષષ્ટિશલાકા પરષચરિત્રના પરિશિષ્ટપર્વમાં આપેલી જબૂસ્વામીની કથાનો આધાર લીધો છે. આ રાસમાં કવિની પરિણત પ્રજ્ઞાના સુક્લ તરીકે ભાષાલાઘવ સહિત પ્રસંગોનું અને પાત્રોનું અલંકારયુક્ત સચોટ, માર્મિક નિરૂપણ થયું છે. શ્રી યશોવિજયજીએ સત્તર ઢાળની ૨૮૪ ગાથામાં લખેલો દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ તત્ત્વજ્ઞાનના કઠિન વિષયનું પદ્યમાં કવિતામાં નિરૂપણ કરતી, મધ્યકાલીન સાહિત્યની એક અત્યંત મહત્ત્વની અને પંડિતોને પડકારરૂપ કૃતિ છે. આ રાસની સં. ૧૭૧૧ની શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજીના હસ્તે સિદ્ધપુરમાં લખાયેલી હસ્તપ્રત મળે છે. એટલે આ રાસની રચના સં. ૧૭૦૦ની આસપાસ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૩૦૫ Page #362 -------------------------------------------------------------------------- ________________ થઈ હોય એવું માનવામાં આવે છે. આ રાસમાં કવિએ તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિ અખાની યાદ અપાવે છે એ પ્રકારની આ સમર્થ કતિ છે. એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણો, સ્વરૂપો ઈત્યાદિનું નિરૂપણ, અનેક મતમતાંતર અને દૃષ્યતો તથા આધારગ્રંથોના ઉલ્લેખો સાથે કરવામાં આવ્યું છે. આ રાસ ઉપરથી પછીના કાળમાં દિગંબર કવિ ભોજરાજજીએ સંસ્કૃત ભાષામાં દ્રવ્યાનુયોગ તર્કણા' નામનું વિવરણ લખ્યું છે એ જ એની મહત્તા દર્શાવવા માટે બસ છે. “જબૂસ્વામીરાસ’ અને ‘દ્રવ્યગણપર્યાયનો રાસ” એ બે સમર્થ રામકૃતિઓ ઉપરાંત શ્રી વિનયવિકૃત ‘શ્રીપાળ રાજાનો રાસ પૂરો કરવામાં શ્રી યશોવિજયજીએ કરેલું યોગદાન ચિરસ્મરણીય છે. સ્તવનો - સ્તવનના કાવ્યપ્રકારના ક્ષેત્રે પણ શ્રી યશોવિજયજીનું અર્પણ ઘણું જ મહત્ત્વનું છે. મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાસાહિત્યમાં ચોવીસી (ચોવીસ તીર્થંકરો વિશે ચોવીસ સ્તવનની રચના) લખનાર ઘણા કવિઓ છે. પરંતુ કોઈ પણ કવિએ એક કરતાં વધુ ચોવીસી લખી નથી. શ્રી યશોવિજયજી જ એક માત્ર એવા કવિ છે કે જેમણે એક કે બે નહિ, પણ ત્રણ ચોવીસી લખી છે. ત્રણ ચોવીસી ઉપરાંત એમણે એક વિસી વીસ વિહરમાન જિનેશ્વરોનાં વીસ સ્તવનો)ની રચના કરી છે. એમનાં મોટાં સ્તવનોમાં સવાસો ગાથાનું, દોઢસો ગાથાનું અને સાડી ત્રણસો ગાથાનું એમ ત્રણ સ્તવનો મળે છે, જે અનુક્રમે છે : (૧) શ્રી સીમંધરસ્વામીની વિનતીરૂપ નય – રહસ્યગર્ભિત સ્તવન (૧૨૫ ગાથા), (૨) કુમતિલદગાલન શ્રી વીરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન (૧૫૦ ગાથા) અને (૩) સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત શ્રી સીમંધર જિન સ્તવન (૩૫૦ ગાથા). એ ત્રણે સ્તવનો એનાં નામ કરતાં એની ગાથાની સંખ્યાથી વધુ જાણીતાં બની ગયેલાં છે. કવિનાં બીજાં મોટાં સ્તવનોમાં મૌન એકાદશીનું સ્તવન, (દોઢસો કલ્યાણનું સ્તવન – બાર ઢાળની ૬૩ ગાથા) નિશ્ચયવ્યવહાર-ગભિત શ્રી સીમંધરસ્વામી સ્તવન – એ ત્રણ છે. ત્રણ ચોવીસીઓમાંની એકમાં કવિએ તીર્થકરોનાં માતા, પિતા, નગર, લાંછન, આયુષ્ય વગેરેનો મુખ્યત્વે પરિચય આપ્યો છે. અને બીજી બેમાં તીર્થકરોના ગુણોનું ઉપમાદિ અલંકારો વડે વર્ણન કરીને, પોતાના પર કૃપા કરવા માટે તેમને વિનતી કરી છે. કવિની આ રચનાઓમાં સ્થળે સ્થળે આપણને એમની ઊંચી કવિત્વશક્તિનાં ૭૬ જૈન આચારદર્શન Page #363 -------------------------------------------------------------------------- ________________ દર્શન થાય છે. - વિહરમાન વીસ જિનેશ્વરોનાં વિસ સ્તવનોમાં એમણે જિનેશ્વરો પ્રત્યેની પોતાની ચોલ મજીઠના રંગ જેવી પાકી પ્રીતિ વ્યક્તિ કરી છે, અને પ્રભુની કૃપાની યાચના કરતાં કરતાં તેઓ, સામાન્ય રીતે, છેલ્લી એક-બે કડીમાં તે તે જિનેશ્વરોનાં માતાપિતા, લાંછન ઇત્યાદિનું સ્મરણ કરે છે. કવિએ અન્ય કેટલાંક સ્તવનોની જે રચના કરી છે તે જુદી જુદી રાગરાગિણીઓમાં છે, અને તેની ભાષા વ્રજ છે. આ સ્તવનોમાં કવિની વાણી માધુર્ય અને પ્રસાદ ગુણથી વિશેષ ઝળકે છે. વિશિષ્ટ જનસ્તવનોમાં તે તે સ્થળવિશેષનો અને તેના મહિમાનો પણ કવિએ નિર્દેશ કર્યો છે. - શ્રી સીમંધરસ્વામીના સવાસો ગાથાના સ્તવનમાં આરંભમાં કવિએ શ્રી સીમંધરસ્વામીને વિનંતી કરીને કુગુરુનાં અનિષ્ટ આચરણો પર પ્રહાર કર્યો છે. આવા કુગુરુનાં વચનમાં લોકો ફસાયા છે. તેમને એક સદ્ગુરુ જ સાચો બોધ આપે છે. કવિએ આ સ્તવનમાં આત્મદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ, સાચી જ્ઞાનદશાનું મહત્ત્વ, નિશ્ચય અને વ્યવહારની આવશ્યકતા ઇત્યાદિ સ્પષ્ટતાથી સમજાવ્યાં છે. અને દ્રવ્ય-ભાવ સ્તવનું નિરૂપણ કરી, જિનપૂજા અને તેમાં પણ સાચી ભક્તિનું રહસ્ય સમજાવી સ્તવન પૂરું કર્યું છે. શ્રી વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાના હૂંડીના સ્તવનમાં કવિએ જિન-પ્રતિમાની પૂજા કરવામાં ન માનવાવાળાના મતનો પરિહાર કર્યો છે. આ સ્તવનમાં કવિએ જિનપ્રતિમાની પૂજાને લગતાં પ્રાચીન વ્યક્તિઓનાં ઘણાં દૃષ્યતો આપ્યાં છે. શ્રી સીમંધરસ્વામીના સિદ્ધાંત વિચારરહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કવિ સીમંધરસ્વામીને વિનંતી કરે છે કે “હે ભગવાન ! કૃપા કરીને મને શુદ્ધ માર્ગ બતાવે. આ કલિયુગમાં લોકો અંધશ્રદ્ધાપૂર્વક વર્તી રહ્યા છે. સૂત્ર વિરુદ્ધ આચારે ચાલી રહ્યા છે. અને છતાં પોતે સાચા માર્ગે ચાલે છે એમ બતાવી ભોળા લોકને ભોળવી રહ્યા છે.” કવિએ આ સ્તવનમાં અજ્ઞાની લોકોની અંધશ્રદ્ધા પર અને કુગુરુના વર્તન પર સખત પ્રહારો કર્યા છે. માત્ર કષ્ટ કરવામાં જ મુનિપણું રહેલું જેઓ માને છે તેને માટે કવિ લખે છે : - જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાય તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો. આવા મુનિઓ અને તેમનાં આચરણો ઉઘાડાં પાડી કવિએ ઉત્તમ મુનિઓનું ચિત્ર પણ દોર્યું છે. વિવિધ દેશીઓમાં રચાયેલા ૧૭ ઢાળના આ સ્તવનમાં કવિએ તત્કાલીન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૩૦૭ Page #364 -------------------------------------------------------------------------- ________________ લોકો અને મુનિઓનાં આચરણો, શ્રમભર્યા વિચારો ઈત્યાદિનું નિર્ભયતાપૂર્વક સાચું ચિત્ર દોર્યું છે, જેમાંથી કોઈ પણ યુગના માત્ર મુનિઓએ જ નહિ, લોકોએ પણ ઘણો બોધ લેવા જેવો છે. સઝાયો શ્રી યશોવિજયજીએ સમ્યક્ત્વના સડસઠ બોલની સાય, અઢાર પાપસ્થાનકની સાય, પ્રતિક્રમણ હેતુગર્ભિત સઝાય, અગિયાર અંગની સઋય, આઠ યોગદષ્ટિની સઝાય, સુગુરુની સક્ઝાય, પાંચ કુગુરુની સાય (નાની અને મોટી), જિન પ્રતિમાસ્થાપન સજઝાય, અમૃતવેલિની સન્મય (નાની તથા મોટી), ચાર આહારની સઝાય, સંયમ શ્રેણિવિચાર સઝાય, ગુણસ્થાનક સઝાય ઈત્યાદિ સઝાયોની રચના કરી છે. સક્ઝાય(સ્વાધ્યાય)નો રચનાપ્રકાર જ એવો છે કે જેમાં કોઈ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોય અને એમાંથી ફલિત થતો બોધ આપવામાં આવ્યો હોય. શ્રી યશોવિજયજીની સઝાયો જૈનધર્મના પારિભાષિક જ્ઞાનથી સભર છે. એમની અભિવ્યક્તિ માર્મિક અને ચોટદાર છે. સમ્યકત્વના સડસઠ બોલ, અઢાર પાપસ્થાનક અને પ્રતિક્રમણ એ ત્રણ વિષય પર ઉપરની એમની સક્ઝાયો કદમાં ઘણી મોટી અને સૈદ્ધાંતિક વિચારણાથી સભર છે. આ બધી સક્ઝાયો કવિના ગહન શાસ્ત્રજ્ઞાનની અને વિશદ ચિંતનની પ્રતીતિ કરાવે છે. અન્ય કૃતિઓ ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્યમાં શ્રી યશોવિજયજીએ લખેલી અન્ય કૃતિઓમાં ગીતો, પદો, બત્રીસી, શતક, ભાસ, સંવાદ, ચોપાઈ, બાલાવબોધ, ટબો, પત્રો વગેરે પ્રકારની છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ એવી અન્ય કૃતિઓમાં “સમુદ્ર વહાણ સંવાદ “સમતાશતક', “સમાધિશતક', પંચ પરમેષ્ઠિ ગીતા', “સમ્યકત્વના છ સ્થાનની ચોપાઈ', “જબૂસ્વામી - બ્રહ્મગીત', “દિકપટ ચોરાશી બોલ', “થતિધર્મ બત્રીસી', ‘આનંદઘન અષ્ટપદી', “જસવિલાસ' (આધ્યાત્મિક પદો), ઉપદેશમાલા', અધ્યાત્મ મત પરીક્ષાનો ટબો', “તત્ત્વાર્થ સૂત્રનો ટબો', “વિચારબિંદુ અને એનો ટબો. શઠપ્રકરણ બાલાવબોધ', “લોક નાલિ બાલાવબોધ', “જેસલમેરના પત્રો', સાધુવંદના', ‘ગણધર ભાસ', “નેમ રાજુલનાં ગીતો' ઇત્યાદિ છે. સમુદ્રવહાણ સંવાદ સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં કવિએ રચેલી સંવાદના પ્રકારની એક ઉત્તમ કૃતિ છે. ૧૭ ઢાળ તથા દુહાની મળી ૩૦૬ ગાથામાં રચાયેલી આ કૃતિમાં કવિએ સમુદ્ર અને વહાણ વચ્ચે સચોટ સંવાદ રજૂ કરીને, વહાણે સમુદ્રનો ગર્વ કેવી રીતે ઉતાર્યો તેનું આલેખન કર્યું છે. ૦૮ જૈન આચારદર્શન Page #365 -------------------------------------------------------------------------- ________________ સમતાશતક'ની રચના ૧૦૫ દોહામાં કરવામાં આવી છે. એમાં સમતા, મગ્નતા, ઉદાસીનતાની સાધના કેવી રીતે કરવી તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો તથા વિષયાદિરૂપી અંતરંગ શત્રુઓ ઉપર કેવી રીતે વિજય મેળવવો ઇત્યાદિની વિચારણા કરવામાં આવી છે. કૃતિનો આરંભ કરતાં કવિ લખે છે: સમતા – ગંગા – મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો, કેવલ ભાનુ પ્રભાત. ક્રોધાદિ કષાયોથી મુક્ત થવાનો અને ક્ષમાદિ સગુણો ધારણ કરવાનો ઉપદેશ આપતાં કવિ લખે છે : સિદ્ધ ષધિ ઈક ક્ષમા, તાકો કરો પ્રયોગ; ન્ય મિટ જાયે મોહર, વિષય ક્રોધ વર રોગ. મામા ચંદન રસે, ત્રિચો ચિત્ત પવિત્ત દયાવેલ મંડપ તવે. રહો લહો સૂખ મિત્ત સમાધિશતક ૧૦૪ દોહામાં લખાયેલી કૃતિ છે. એમાં સંસારની માયા જીવોને કેવી રીતે ભમાવે છે અને આત્મજ્ઞાનીઓ તેમાંથી કેવી રીતે મુક્ત થાય છે, જ્ઞાનીની ઉદાસીનતા કેવી હોય છે અને તેમાં તેમને આત્મદષ્ટિ બહિાત્મભાવમાંથી નીકળવા માટે કેવી ઉપકારક થાય છે ઈત્યાદિનું વર્ણન છે. આત્મજ્ઞાની માટે સંસાર એ માત્ર પુદ્ગલનો મેલ છે. એમ દર્શાવતાં કવિ લખે છે: આતમાને મગન જો, સો સબ પુદગલ ખેલ; ઇન્દ્રજાલ કવિ લેખવે મિલે ન તિહાં મનમેલ. ભવપ્રપંચ મનજાલકી, બાજી જુહી મૂલ; ચારપાંચ દિન ખુશ લગે અંતે ધૂલકી ધૂલ. કવિએ જુદી જુદી દેશીઓમાં પાંત્રીશેક અધ્યાત્મનાં પદોની રચના કરી છે. એમાં પ્રભુભજન, ચેતન અને કર્મ, મનની સ્થિરતા, સમતા અને મમતા, ઉપશમ, ચેતના, આત્મદર્શન, સાચો ધર્મ, સાચા મુનિ વગેરે વિષયો લેવામાં આવ્યા છે. કવિની ઘણીખરી આ રચનાઓ વ્રજભાષામાં કે વ્રજભાષાની છાંટવાળી છે અને કવિતાની ઊંચી કોટિએ પહોંચે એવી છે. આમ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ સાહિત્ય આપણને આપ્યું છે, જે વડે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમના તમામ સાહિત્ય માટે એમણે પોતે ‘શ્રીપાળ રાસની બારમી ઢાળમાં કહ્યું છે તે પ્રમાણે અવશ્ય કહી શકીએ: ઉપાધ્યાય શ્રી યશોવિજયજી એક ૩૦૯ Page #366 -------------------------------------------------------------------------- ________________ વાણી વાચક સ તણી. કોઈ નયે ન અધૂરી જી. ઉપસંહાર શ્રી યશોવિજયજી મહારાજે પોતાના સમયમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં ઉપલબ્ધ લગભગ બધી જ કૃતિઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. વાડુમયના વિવિધ ક્ષેત્રે એમના જેટલી અને જેવી બુદ્ધિમત્તા, બહુશ્રુતતા અને સર્જનપ્રતિભા ત્યાર પછીના આ ત્રણ સૈકામાં હજુ સુધી કોઈનામાં આપણને જોવા મળી નથી. ઉપાધ્યાયજી મહારાજ દાર્શનિક વિષયોના પારદ હતા. તેમણે જૈન દર્શનોને નબન્યાયની શૈલીમાં રજૂ કર્યા છે. જેમ દર્શનશાસ્ત્રમાં તેમ અધ્યાત્મયોગમાં પણ તેમનું અર્પણ બહુ મૂલ્યવાન છે. તેમને શ્રી હરિભદ્રસૂરિએ વર્ણવેલા યોગમાર્ગના આદ્ય વિવેચક તરીકે ઓળખાવામાં આવે છે. તેઓ જેવા જ્ઞાની હતા તેવા જ ક્રિયાપદી પણ હતા. તેમની પ્રતિભા અને તેમનાં કાર્યો આપણને શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાન પૂર્વસૂરિઓનું સ્મરણ કરાવે છે. તેમનામાં ગુરુભક્તિ, તીર્થભક્તિ, શ્રુતભક્તિ, સંઘભક્તિ, શાસનપ્રીતિ, અધ્યાત્મરસિકતા, ધીર-ગંભીરતા, ઉદારતા, ત્યાગ વૈરાગ્ય, સરળતા, લઘુતા ઇત્યાદિ અનેક ગુણોનું દર્શન થાય છે. આમ અનેકવિધ પ્રતિભા ધરાવનાર, અનેક ક્ષેત્રમાં પોતાનું મૂલ્યવાન અર્પણ કરનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આપણા મહાન જ્યોતિર્ધર છે. તાર્કિક શિરોમણિ, સ્મારતિ શ્રુતકેવલી, લઘુ હરિભદ્ર, દ્વિતીય હેમચંદ્ર, યોગવિશારદ, સત્યગવેષક, સમયવિચારક, ' બીજમંત્રી પદના પ્રસ્થાપક, કુચલી શારદાનું વિરલ બિરુલ પામેલા, મહાન સમન્વયકાર, પ્રખર તૈયાયિક, વાદીમદભંજક, શુદ્ધાચારક્રિયા પાલક, દ્રવ્યાનુયોગનો દરિયો ઉલ્લંઘી જનાર ઇત્યાદિ શબ્દો વડે જેમને બિરદાવવામાં આવે છે એવા મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનકવનનું યથાર્થ દર્શન થતાં જ આપણું મસ્તક સહજ રીતે જ એમનાં ચરણોમાં નમી જાય છે ! ૩૧૦ જેન આચારદર્શન Page #367 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પ્રો. શ્રી. રમણલાલ ચી. શાહના લેખોની યાદી ક્રમ લેખનું નામ ૧ ત્રિવિજ્ય ૨ પ્રતિસેવના ૩ નિયાણ ૪ સંલેખના ૫ કરુણાની ચરમ કોટિ ૬ સાંવત્સરિક ક્ષમાપના ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ સમુદ્રઘાત અને શૈલેશીકરણ કાઉસગ્ગ કલ્પસૂત્ર પચ્ચક્ખાણ આલોચના જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા સંયમની સહચરી ગોચરી વર્ધમાન તપની ઓળી પર્વાધિરાજ પર્યુષણ-૧ પર્વાધિરાજ પર્યુષણ-૨ લાંછન પ્રભાવના પરીષહ ઉપસર્ગ કેશલોચ લબ્ધિ સમવસરણ નિકામિષાહાર–જૈન દૃષ્ટિએ મલ્લિનાથની પ્રતિમા समयं गीयम्, मा पमायओ । ધર્મધ્યાન પ્રતિક્રમણ દાનધર્મ સ્વાધ્યાય પરિશિષ્ટ * ૩૧૧ પુસ્તક જિત.૧ જિ.ત.૧ જિત.૧ જિત.૧ જિ.ત.૧ જિત.૧ જિત.૧ જિત.૧ જિ.ત.૧ જિત.૧ જિ.ત.૧ જિત.૧ જિ.ત.૧ જિત.૧ જિ.ત.૧ જિ.ત.૧ જિત.૨ જિ.ત.ર જિત.૨ જિત.ર જિત.૨ જિત.૨ જિત.૨ જિત.૨ જિત.૨ જિત.૩ જિત.૩ જિત.૩ જિત.૩ જિત.૩ مي و ૧ ૭ ૧૩ ૩૦ ૪૩ ૪૮ ૫૫ ૬૧ ८० ૮૯ ૧૦૩ ૧૧૯ ૧૩૨ ૧૪૪ ૧૫૨ ૧૫૯ ૧ ૧૮ ૩૬ ૫૮ ૭૩ ૮૬ ૧૧૨ ૧૨૭ ૧૪૨ ૧ ૯ ૩૬ ૫૮ ૧૦૦ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ૧૩૯ ૧પ૦ જિ.ત.૩ જિત.૩ જિત.૩ જિ.ત.૪ જિ.ત.૪ જિ.ત.૪ જિ.ત.૪ જિ.ત.૪ જિ.ત.૪ જિ.ત.૪ જિ.ત.૪ જિત.૫ ૫૫ ૯૨ ૧૦૮ ૧૪૫ ૧૬૯ ૪૧ જિ.ત.૫ ૩૧ જાતિસ્મરણ જ્ઞાન ૩૨ સંયમનો મહિમા ૩૩ શીલવિઘાતક પરિબળો ૩૪ મનુષ્યજન્મની દુર્લભતા નવકારમંત્રમાં સંપદા ૩૬ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૩૭ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૮ દિવ્ય ધ્વનિ ૩૯ લોગરસ સૂત્ર ૪૦ દયાપ્રેરિત હત્યા-ઈતર અને જૈન તત્ત્વદૃષ્ટિ ભક્તામર સ્તોત્ર ૪૨ પર્વારાધના ૪૩ અભ્યાખ્યાન ૪જ નવકારમંત્રની શાશ્વતા ૪પ ઉપાધ્યાયપ૮ ઉપાધ્યાયપદની મહત્તા ૪૬ સામાયિક ૪૭ બોધિદુર્લભ ભાવના ૪૮ જિનતત્ત્વ ભાગ ૧થી ૬ના વિષયો ૪૯ અદત્તાદાન - વિરમણ અવધિજ્ઞાન સિદ્ધ પરમાત્મા પર વિનય પ૩ આર્જવ ૫૪ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ પપ ઈરિયાવહી ઐયપથિકી) ૫૬ જૈન દર્શનમાં કાળની વિભાવના ૫૭ તત્કારસમો સૂરી – આચાર્યપદનો આદર્શ દસમો ગ્રહ પરિગ્રહ ૫૯ નવકારમંત્રમાં નમો પદનો મહિમા ૬૦ નમો લોએ સવ્વસાહૂણે ૬૧ નિગોદ ૬ ૨ અગિયાર ઉપાસક–પ્રતિમાઓ ૬૩ યુગલ-પરાવર્ત ૬૪ લેડ્યા ૬૫ અનર્થદંડ વિરમણ જિ.ત.૫ જિત.૫ જિ.ત.૫ જિ.ત.૫ જિ.ત.૫ ૩૫ ૬૩ ૧૧૪ ૧૨૭ જિ.ત.૬ ૩૪ ૫૪ જિ.ત.૬ જિત ૬ જિત.૧ જિત.૭ જિત.૭ જિત.૭ ૩૮ ૬૦ ૭૩ ૫૮ જિત.૭ જિ.ત.૭ જિત.૭ જિત.૭ જિત.૮ ૮૩ ૧૦૭ ૧૨૪ જિત.૮ જિ.ત.૮ જિ.ત.૮ જિત.૮ જિત.૮ ૪૬ ૬૯ ૯૦ ૧૧૯ ૩૧૨ ઃ જૈન આચારદર્શન Page #369 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર ૧૯૨૬ પિતાશ્રી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ, માતા રેવાબહેન ચીમનલાલ શાહ. જન્મસ્થળ - પાદરા, વડોદરા જિલ્લો. જન્મ - ત્રીજી ડિસેમ્બર ૧૯૨૬, કારતક વદ ૧૩, ૧૯૮૩ ૧૯૨૭ તાલુકાના મુખ્ય ગામ પાદરાના તંદુરસ્ત બાળકની સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ ઈનામ મળ્યું. ૧૯૩૦ પાદરાની શાળામાં ભણવાની શરૂઆત. ૧૯૩૭ પાદરાથી મુંબઈ રહેવા આવ્યા. ફરામજી સ્કૂલમાં ભણવાનું ચાલુ કર્યું. ૧૯૪૧ મુંબઈમાં બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં ધખલ થયા. ૧૯૪૨ ચિત્રકલામાં રસ – રાહુલકર સરના વર્ગો ભરી સફળતા મેળવી. સરકાર દ્વારા લેવાતી એલીમેન્ટરી અને ઇન્ટરમિડિયેટ અને પરીક્ષામાં પ્રથમ નંબરે આવી પારિતોષિકો મેળવ્યાં. ૧૯૪૩ રાષ્ટ્રીય ચળવળને લગતી પત્રિકાઓ છૂપી રીતે ઘરે ઘરે પહોંચાડવાના કાર્યમાં ભાગ લીધો. ૧૯૪૪ મેટ્રિકની પરીક્ષામાં ફર્સ્ટક્લાસ મળ્યો. ૧૯૪૫ ગણિત અને વિજ્ઞાનમાં ઘણા સારા માર્કસ છતાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં આર્ટ્સમાં એડમિશન મેળવ્યું સ્વપ્ન સારા લેખક થવાનું. ઘરછોડી મહાવીર જૈન વિદ્યાલયની હોસ્ટેલમાં રહેવા ગયા. ૧૯૪૬ મહાવીર જૈન વિદ્યાલયમાં નિબંધલેખન, વક્તત્વસ્પર્ધા, નાટકલેખન અને અભિનયમાં ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી. ૧૯૪૭ ઈન્ટર આર્ટ્સમાં ફર્સ્ટ ક્લાસ. બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતના વિષયો ડો. રમણલાલ ચી. શાહ જીવનઝરમર : ૩૧૩ Page #370 -------------------------------------------------------------------------- ________________ લીધા. ૧૯૪૮ બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતમાં ફર્સ્ટ ક્લાસ, ગુજરાતી વિષયમાં પ્રથમ આવ્યા. ૪૮-૪૯ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ફેલો તરીકે નિમણૂક. ૪૮-૪૯ પાટણ જૈન હોસ્ટેલમાં રહેવા ગયા. ૧૯૪૯ એમ.એ. ગુજરાતી વિષય સાથે. અભ્યાસ ચાલુ “સાંજવર્તમાન પત્રમાં પત્રકાર તરીકે કામ કર્યું. ૧૯૫૦ M.A.માં યુનિવર્સિટીની પરીક્ષામાં First Class First આવ્યા. મુંબઈ યુનિવર્સિટીમાં બળવંતરાય કલ્યાણરામ ઠાકોર ગોલ્ડ મેડલ, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પારિતોષિક અને ઝેવિયર્સ કૉલેજમાં એમ.એ. અને એમ.એસસી – સર્વમાં પ્રથમ આવવા બદલ સેન્ટ ફ્રાન્સિસ મેડલ મળ્યો. ૧૯૫૧ જૂનમાં સેન્ટ ઝેવિયર્સમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. એન.સી.સી. નેશનલ કેડેટ કોર)માં વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા ઑફિસર તરીકે જોડાયા. એન.સી.સી.માં ૧૯૫૧થી ૫૪ સેકન્ડ લેફ્ટનન્ટ, ૧૯૫૪થી ૨૭ લેફ્ટનન્ટ, ૧૯૫૮થી ૬૫ કેપ્ટન, ૧૯૬૫થી ૭૦ મેજર અને છેલ્લે બેટેલિયન કમાન્ડન્ટ અને કેમ્પ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી સંભાળી. મનીષા (સોનેટ સંપાદન, શ્રી મીનુ દેસાઈ સાથે – ૧૯૫૧ ૧૯૫૨ ધ્રાંગધ્રા નિવાસી દિપચંદ ત્રિભોવનદાસ શાહની પુત્રી અને મુંબઈની સોસાયા કૉલેજના ગુજરાતીનાં અધ્યાપિકા તારાબહેન શાહ સાથે વેવિશાળ થયું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મેમ્બર બન્યા. ૧૯૫૩ તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૫૩, ફાગણ સુદ પાંચમ તારાબહેન સાથે લગ્ન. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કારોબારીમાં સભ્ય. ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન' પ્રો. મનસુખલાલ ઝવેરી સાથે ૧૯૫૩. ૧૯૫૪ એન.સી.સી.ના ઑફિસર સાથે હિમાલયમાં, કેટલેક સ્થળે પગપાળા પ્રવાસ કર્યો. બદરીનાથ – કેધરનાથનાં દર્શન. ૧૯૫૫ ૧૯૫૫થી પ૬ જૂન એક વર્ષ માટે અમદ્મવાદની ઝેવિયર્સ કોલેજ શરૂ કરવા ગુજરાતીના અધ્યાપક તરીકે અને એન.સી.સી.ના જોફિસર તરીકે મુંબઈની ઝેવિયર્સ કૉલેજે મોકલ્યા. “એવરેસ્ટનું આરોહણ પુસ્તક પ્રગટ થયું. (એવરેસ્ટનાં રોમાંચક સાહસોની ઐતિહાસિક કથા) ૧૯૫૫. ૧૯૫૬ પ૬ જૂનથી મુંબઈ આવી ગયા. ‘નળ દમયંતીની કથાનો વિકાસ' વિષય ૩૧૪ જૈન આચારદર્શન Page #371 -------------------------------------------------------------------------- ________________ પર પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન સાથે કામ શરૂ ગુલામોનો મુક્તિદાતા પ્રમુખ અબ્રાહમ લિંકનની જીવનકથા) ૧૯૫૭ (૧) સમયસુંદરકૃત ‘નળદમયંતી રાસ' પ્રગટ. પ્રો. મનસુખલાલ ઝવેરી સાથે ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન પ્રગટ. (૨) શ્રેષ્ઠ નિબંધિકાઓ' ૧૯૫૭ સંપાદન ચીનુ દેસાઈ સાથે. ૧૯૫૮ તા. ૨૦ નવેમ્બર ૧૯૫૮ કારતક સુદ દસમના દિને પુત્રી શૈલજાનો જન્મ ૧૯૫૯ મુંબઈ – સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા. ટી.જી. શાહ અને ચંચળબહેનના જીવન પર આધારિત ‘જીવન દર્પણ” પ્રગટ થયું. ૧૯૬૦ તા. ૩ નવેમ્બર ૧૯૬૦, કારતક સુદ પૂર્ણિમાને દિવસે પત્ર અમિતાભનો જન્મ. પીએચ.ડી.ની થીસિસ તૈયાર કરી યુનિ.ને મોકલી પીએચ.ડી.ની ડિગ્રી મળી. શ્રી બચુભાઈ રાવતની પ્રેરણાથી ઉત્તરધ્રુવની શોધ સફરની લેખમાળા “કુમાર' માસિકમાં શરૂ. ૧૯૬૧ ઉપાધ્યાય યશોવિજયજીકૃત જંબુસ્વામી રાસ” પ્રગટ થયો. ૧૯૬ ૨ ગુજરાતી સાહિત્ય સભા' તરફથી “૧૯૬રનું ગ્રંથસ્થ વાંમય' - પુસ્તકોનું અવલોકન શરૂ. ૧૯૬૩ ૨૧, દેવપ્રકાશ, ચોપાટી રહેવા ગયા. મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક નિમાયા. પાંચ વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે રજિસ્ટર થયા. અધ્યાત્મ પ્રસારક મંડળના મંત્રી બન્યા. સરયૂબહેન મહેતા Ph.d. માટે રજિસ્ટર થયા. સરસ્વતીચંદ્ર ભાગ-૧ પહેલા ભાગનો પાઠ્ય સંક્ષેપ પ્રગટ થયો. ૧૯૬૫ કુવલયમાળા' ઉદ્યોતનસૂરિકૃત પ્રાકૃત મહાકથાનું સંશોધન સંપાદન ૧૯૬૫ ૧૯૬૬ ૧૯૬ રનું ગ્રંથાલય વાંમય પ્રગટ થયું. કુમાર માસિકમાં લખાયેલી એકાંકી શ્યામ રંગ સમીપે – નાટિકા સંગ્રહ પ્રગટ થયો. ૧૯૬૭ જાપાનનો પ્રવાસ. શ્રી યેહાન અમાટાના આમંત્રણથી બોદ્ધધર્મની સંસ્થા માટે વ્યાખ્યાનો આપવા ગયા. ૧૯૬૮ જાપાન, અમેરિકા અને મલયેશિયાનો પ્રવાસ.. ૧૯૭૦ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી છૂટ્ય થયા. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. ૧૯૭૦માં મદ્રાસમાં, મદ્રાસ યુનિવર્સિટીમાં તામિલ મહાગ્રંથ “તિરુકુરલ' વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાન છે. રમણલાલ ચી. શાહ જીવનઝરમર * ૩૧૫ Page #372 -------------------------------------------------------------------------- ________________ આપ્યું. સેમિનારમાં ભાગ લીધો. અખિલ ભારતીય તિરુકુરલ સંશોધન કેન્દ્ર’ની સ્થાપના થઈ. રમણભાઈની ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ. યુરોપ અને સિંગાપોરનો પ્રવાસ. ૧૯૭૧ આચાર્ય બુદ્ધિસાગરજીએ સ્થાપેલી સંસ્થા અધ્યાત્મપ્રસાદક મંડળના પ્રમુખ તરીકે વરણી. ૧૯૭૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે પસંદગી. ‘એવરેસ્ટના આરોહણ'ની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. ૧૯૭૩ ૧૪મી ડિસેમ્બર – તારાબહેનના પિતાશ્રી શ્રી દીપચંદભાઈ ત્રિ. શાહનો સ્વર્ગવાસ. ૧૯૭૪ ભગવાન મહાવીરના પચીસોમા નિર્વાણ મહોત્સવ નિમિત્તે પૂર્વ આફ્રિકામાં કેનિયામાં મોમ્બાસા સંઘના આમંત્રણથી વ્યાખ્યાનો આપવા તારાબહેન સાથે ગયા. કેનિયાનાં મહત્ત્વનાં શહેરો નાયરોબી, થીમ, એલ્ડીરેટ, કિસુમુ ઉપરાંત ટાન્ઝાનિયામાં દારેસલામ, ટાંગા વગેરે સ્થળે જૈનધર્મ, ભગવાન મહાવીર ૫૨ વક્તવ્યો આપ્યાં. Jainism and Shraman Bhagawan Mahavir પુસ્તક પ્રગટ થયું. ઈથોપિયાનો પ્રવાસ ૧૯૭૫ પૂ. માતુશ્રી રેવાબાનો સ્વર્ગવાસ. પોષ સુદ ૭ વિ. સં. ૨૦૨૧. ૧૯૭૬ શ્રી લંકાનો પ્રવાસ. નરસિંહ પૂર્વેનું સાહિત્ય' જાન્યુઆરી ૧૯૭૬ જૈનધર્મ – બીજી આવૃત્તિ – પરિચય ટ્રસ્ટ જૈનધર્મ – મરાઠી આવૃત્તિ પરિચય ટ્રસ્ટ ૧૯૭૭ ચિ. શેલજા ઇન્ટર આર્ટ્સની ક્ષ્ામાં મુંબઈ યુનિવર્સિટીમાં પહેલી આવી. મહાવીર જૈન વિદ્યાલય યોજિત જૈન સાહિત્ય સમારોહ' પહેલો કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે મુંબઈમાં યોજાયો, આયોજન રમણભાઈએ કર્યું. ઓસ્ટ્રેલિયા – સીડનીમાં P.E.N.ની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયા. વક્તવ્ય આપ્યું. હોંગકોંગ, સીંગાપોર ગયા. U.K.માં ચંદરિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી દેવચંદભાઈ ચંદરયાના આમંત્રણથી યુ.કે.માં જૈનધર્મ અને ગુજરાતી સાહિત્ય ૫૨ વ્યાખ્યાનો આપવા તારાબહેન અને પુત્રી શૈલજા સાથે બે મહિના માટે ગયા. U.K. ઉપરાંત યુરોપમાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો આપ્યાં. સાથે સાથે ફ્રાન્સ, ઇટલી, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ, બેલ્જિમ, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે દેશોનો પ્રવાસ કર્યો. ૩૧૬ જૈન આચારદર્શન Page #373 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ – હિંદી આવૃત્તિ પરિચય ફસ્ટ બહાર પડી. ૧૯૭૮ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, , હોંગકોંગ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, સાઉથ કોરિયા, થાઈલેન્ડનો પ્રવાસ. ૧૯૭૯ Buddhism An Introdnction, “સમયસુંદર', પડીલેહા', “આપણાં ફાગુકાવ્યો' પ્રગટ થયાં જૈન સાહિત્ય સમારોહ – બીજો મહુવામાં શ્રી ભાયાણીસાહેબના પ્રમુખપદે મહુવામાં થયો. સાઉથ અમેરિકા – બાઝીલમાં “રીઓ ડી જાનેરોમાં ભરાયેલી P.E.N. International Conferenceમાં ભારતના પ્રતિનિધિ તરીકે પતિપત્ની બન્નેએ ભાગ લીધો. તેમાં વક્તવ્ય આપ્યું. બાલિનાં જુદાં જુદાં શહેરો – બ્રાઝિલિયા, સાવો-પાઉલો ઉપરાંત ટ્રિીનીડાડ, પનામા, કુરાસાવ, આર્જેન્ટીના, પેરુ વગેરે જોયા પેરુમાં મચ્છુપીચ્છમાં ઈન્કા સંસ્કૃતિના અવશેષો જોયાં પાછા ફરતા શિકાગો, ન્યૂયોર્ક વગેરે અમેરિકામાં કેટલેક સ્થળે ગયા. ૧૯૮૦ રશિયાનો પ્રવાસ : ૧. સમયસુંદરકૃત થાવગ્યા સુતરિષિ ચોપાઈ ૨. નિલવવાદ ૩. નળદમયંતીની કથાનો વિકાસ ૪. નળદમયંતી પ્રબંધ ગુણવિનયકૃત) ૫. હેમચંદ્રાચાર્ય ૬. ઉત્તરધ્રુવની શોધસફર – પ્રગટ થયાં. જૈન સાહિત્ય સમારોહ (૩) સુરતમાં થયો. ૧૯૮૧ ચોપાટી – દેવપ્રકાશનું નિવાસ સ્થળ છોડી ૨૧-૨૨, રેખા નં. ૧માં રહેવા ગયા. મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર પ્રબુદ્ધજીવનના સહતંત્રી બન્યા. ચિ. શૈલજા M.A. With Psychologyમાં first Class first આવી. મુંબઈ યુનિ.નો K. T. Telang સુવર્ણચંદ્રક મળ્યો. શ્રી શૈલેશ મહાદેવિયા સાથે ભારત, તિબેટ, નેપાળની સરહદ પર ૬૫૦૦ ફૂટની ઊંચાઈએ નારાયણ સ્વામીએ સ્થાપેલો નારાયણ આશ્રમ જોવા ગયા. ત્યાં સ્વામી તદ્રુપાનંદજીની મુલાકાત થઈ. આલ્મોડા નજીક ખાલી એસ્ટેટમાં નવીનભાઈ અને પ્રસનાબહેન સાથે રહ્યાં અને કૌસીની જોવા ગયાં. ત્રષિવર્ધનકૃત ‘નલરાય દવદંતી ચરિત્ર' ફેબ્રુ. ૮૧માં પ્રગટ. ૧૯૮૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનો સ્વર્ગવાસ થતાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને પ્રબુદ્ધજીવનના તંત્રી તરીકે સર્વાનુમતે પસંદગી થઈ. પુત્રી. ચિ. શૈલજાના ભાવનગર છે. રમણલાલ ચી. શાહ જીવનઝરમર ૩૧૭ Page #374 -------------------------------------------------------------------------- ________________ નિવાસી, મુલુંડમાં રહેતા શ્રી રમણીકભાઈ ઝવેરચંદ શાહના પુત્ર ચેતનભાઈ સાથે તા. ૨૧ ડિસેમ્બર ૧૯૮૨ના દિને લગ્ન થયાં. સોનગઢમાં જનસાહિત્ય સમારોહનું આયોજન “ક્રિતિકા' પુસ્તક પ્રગટ થયું. ૧૯૮૩ સુરતમાં જૈન સાહિત્ય સમારોહ પ્રવાસ પુસ્તક પાસપોર્ટની પાંખે – ભાગ-૧ માર્ચ ૮૩માં આવૃત્તિ ૨ ગુણ વિનયકૃત “ધનાશાલિભદ્ર ચોપાઈ - ડિસે. ૮૩માં પ્રગટ. ૧૯૮૪ જૈન સાહિત્યના લેખન, સંશોધન અને સંપાદન માટે ભાવનગરની સંસ્થા તરફથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈના હસ્તે અમદાવાદમાં એનાયત થયો. ઉમાશંકરભાઈના પ્રમુખસ્થાને ઉમાશંકરભાઈએ વક્તવ્ય આપ્યું. - જૈન સાહિત્ય સમારોહ – કચ્છ – માંડવીમાં થયો. - બે લઘુ રામકૃતિઓ, પ્રદેશે જયવિજયના – પાસપોર્ટની પાંખે – ભાગ ૧ આવૃત્તિ ૩જી – દોહિત્રી ગાર્ગીનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૮૪માં થયો. - યુ.કે.માં લેસ્ટરમાં ત્યાંના જૈન સંઘે, અને ડૉ. નટુભાઈ શાહે નવા જૈન મંદિરના નિર્માણ માટે ઓનરરી ડિરેક્ટર તરીકે આમંત્રણ આપ્યું. ત્યાં મંદિરનું કામ સંભાળ્યું. પતિપત્ની બન્નેએ યુ.કે.ના જુદાજુદા સ્થળે જૈનધર્મ પર વ્યાખ્યાનો આપ્યાં. ૧૯૮૫ ૬ઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ – ખંભાતમાં થયો. જિનતત્ત્વ ભાગ-૧, જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૧ પ્રગટ થયો. ૧૯૮૬ જૈન સાહિત્ય સમારોહ – પાલણપુરમાં થયો. મોરેશિયસનો પ્રવાસ. ૧૯૮૭ ચંદરિયા ફાઉન્ડેશનના આમંત્રણથી અમેરિકા અને કેનેડામાં રમણભાઈ અને તારાબહેને જૈનધર્મ પર લેક્ટર આપ્યાં. – કેનેડામાં વેજિટેરિયન કોન્ફરન્સમાં વક્તવ્ય આપવાનું આમંત્રણ – જૈનધર્મ અને શાકાહાર પર વક્તવ્ય આપ્યું. – બૌદ્ધધર્મ માટે પુછાયેલા સવાલોના જવાબ આપ્યા. જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ બીજો પ્રગટ થયો. જૈન સાહિત્ય સમારોહ – સમેત શિખરમાં યોજાયો દોહિત્ર કૈવલ્યનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૮૭ના દિને. ૧૯૮૮ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષના પદેથી બે વર્ષ પહેલા છૂટા થયા. પુત્ર અમિતાભના જામનગરનિવાસી શ્રી નગીનભાઈ પદમશી શેઠની પુત્રી સુરભિ સાથે તા. ૨૧ જાન્યુઆરી ૧૯૮૮ના દિને લગ્ન થયાં. ૩૧૮ જૈન આચારદર્શન Page #375 -------------------------------------------------------------------------- ________________ સોવિયેટ યુનિયનનો પ્રવાસ – ઓલિમ્પિક્સ જોવા માટે કર્યો. ૧૦મો સાહિત્ય સમારોહ – બોંતેર જિનાલય – કચ્છમાં કર્યો. મોહનલાલજી મહારાજ પુસ્તિકા એપ્રિલ ૧૯૮૮, જિનતત્ત્વ ભાગ-૨ ફેબ્રુઆરી ૮૮, ઉપાધ્યાય યશોવિજયજી જુલાઈ, “પ્રભાવક સ્થવિરો’ ભાગ- જુલાઈ ૮૯, યુ.કે.માં લેસ્ટરમાં નિર્માણ થયેલા જૈન મંદિરની પ્રતિષ્ઠમાં ભાગ લીધો. યુ.કે.માં કેટલાક જૈન સેન્ટરની મુલાકાત. ૧૯૮૯ સાહિત્ય સમારોહ ચારૂપ તીર્થમાં પૂ. મુનિશ્રી જબુવિજયજી (પાટણ પાસે) મહારાજની પ્રભાવક સ્થવિરો, ભાગ. જિનતત્ત્વ સાંપ્રત સહચિંતન ભાગ ૧ ડિસે. ૮૯ ભાગ ૨, ભાગ ૩. ૧૯૯૦ પુત્ર અમિતાભને કોર્નેલ યુનિવર્સિટી તરફથી Ph.D.ની ડિગ્રી મળી. તારાબહેનનાં માતુશ્રી ધીરજબહેન દીપચંદ શાહનો ત્રીજી જૂન ૧૯૯૦ સ્વર્ગવાસ થયો. વંદનીય હૃદયસ્પર્શ ભાગ-૧, માર્ચ-૯૦, “શેઠ મોતીu’ પ્રગટ થયા. અખિલ ભારતીય પત્રકાર પરિષદમાં વક્તવ્ય આપ્યું - ધોળકા. ૧૯૯૧ પુત્ર અમિતાભને ત્યાં અમેરિકામાં બોસ્ટન પાસે એન્ટન બન્ને જણ ગયાં. તા. ૧૭ માર્ચ ૧૯૯૧, ચૈત્ર સુદ ૧ ગુડીપડવાને દિને પૌત્ર ચિ. અર્ચિતનો જન્મ થયો. શેઠ મોતીશા – બીજી આવૃત્તિ-૧૯૯૧. તાઓ દર્શન-૯૧, પ્રભાવક સ્થવિરો-૯૧માં પ્રગટ થયા. ૧૯૯૨ અમેરિકા, યુકે અને આઈસલેન્ડનો પ્રવાસ. અભયભાઈ અને મંગળાબહેન સાથે આઈસલેન્ડનો પ્રવાસ એન્ટનમાં પૌત્રી અચિરાનો ૨૭ નવેમ્બર, ૯૨ના રોજ જન્મ થયો. જિનતત્ત્વ -ભાગ-૫, વંદનીય હૃદયસ્પર્શ ભાગ૨, અભિચિંતના – જાન્યુ. ૯૨, શેઠ મોતીશા બેરરથી બ્રિગેડિયર જાન્યુ. ૯૨, પ્રભાવક સ્થવિરો ઓક્ટો. ૯૨ પ્રગટ થયા. ૧૯૯૩ “તિવિહેણ વંદામિ. માર્ચ-૯૩, “રાણકપુર તીર્થ જાન્યુ. પ્રભાવક સ્થવિરો – ઑગસ્ટ ૯૩. “સાંપ્રત સહચિંતન – ભાગ-૪ “જિનતત્ત્વ' ભાગ-૧ બીજી આવૃત્તિ. ૧૯૯૪ ૧૨ જૈન સાહિત્ય સમારોહ – બોતેર જિનાલય-કચ્છ સાંપ્રત સહચિંતન ભાગ-૫ જૂન ૯૪ ફેબ્રુઆરી ૯૪માં શ્રી રાકેશભાઈ ઝવેરીએ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર થીસિસ – મહાનિબંધ – ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન સાથે લખવા મુંબઈ યુનિ.માં રજિસ્ટર કરાવ્યું. ડો. રમણલાલ ચી. શાહ જીવનઝરમર ૩૧૯ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૫ ૧૩મો જૈન સાહિત્ય સમારોહ – શંખેશ્વરમાં વિજયશેખરકત નળદમયંતી પ્રબંધ – ફેબ્રુ. ૯૫ Jin-Vachan ફેબ્રુઆરી ૯૫, બીજી આવૃત્તિ ઓગસ્ટ ૯૫ સાંપ્રત સહચિંતન ફેબ્રુઆરી ૯૫. ૧૯૯૬ પિતાશ્રી ચીમનભાઈનો ૧૦૦મા વર્ષમાં પ્રવેશ ૧૪મો જૈનસાહિત્ય સમારોહ, ગોધરા-કચ્છ કોન્ફયુસિયસનો નીતિધર્મ ઓગસ્ટ ૯૬ જિનતત્ત્વ, ભાગ-૬ ફેબ્રુઆરી ૯૬ ૧૯૯૭ ૧૫મો જૈન સાહિત્ય સમારોહ-ઈજિપ્ત, ગ્રીસ અને તુર્કસ્તાનનો પ્રવાસ સાંપ્રત સહચિંતન ભાગ-૯ અધ્યાત્મસાર ભાગ-૧ - ૯૭ ઓસ્ટ્રેલિયા-૯૭ પ્રભાવક સ્થવિરો જૂન-૯૭ ૨-૧૨-૯૮ના દિવસે કોન્વોકેશન – રાકેશભાઈને Ph.D.ની ડીગ્રી મળી. ૧૯૯૮ નોર્વે સ્વીડનનો પ્રવાસ. અભયભાઈ મહેતા સાથે પાસપોર્ટની પાંખે ભાગ ૧ની ત્રીજી આવૃત્તિ – માર્ચ ૯૮, પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન (ભાગ ૨) ઓક્ટો. ૯૮. સાંપ્રત સહચિંતન ભાગ-૧૦ ૧૯૯૯ યુનાઈટેડ આરબ એમિરેટસ' દુબાઈ, મસ્કત, શાહજહા અબુધાબીનો પ્રવાસ રમણભાઈ, તારાબહેન, યુવક સંઘના પ્રમુખ રસિકલાલ લહેરચંદ સાથે કર્યો. જૈન સોશ્યલ ગ્રૂપ” ઉપરાંત જુદા જુદા ઘરે – ખાસ કરીને રજનીભાઈ શાહ, ભરતભાઈ શાહ, નવીનભાઈ શાહ વગેરેને ત્યાં આમંત્રિતો વચ્ચે જૈનધર્મ અને સાહિત્ય પર પ્રવચનો. મસ્કતમાં દિલીપભાઈ શાહ તરફથી વિશેષ સભામાં રમણીકલાલ શાહના પ્રમુખસ્થાને ગૂર્જર ફાગુસાહિત્ય-૯૯ સાંપ્રતસહચિંતન' ભાગ-૧૧ મે. ૯૯ જૈન લગ્નવિધિ બીજી આવૃત્તિ-૯૯ ઓસ્ટ્રેલિયા – ન્યુઝીલેન્ડનો પ્રવાસ. પૂ. રાકેશભાઈ સાથે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ. સિંગાપોરના જૈન સંઘના આમંત્રણથી શ્રોતાજનો સમક્ષ તારાબહેન અને રમણભાઈ બન્નેએ વક્તવ્યો આપ્યાં. ૨000 ૨૧ સપ્ટેમ્બર ૨00, ભાદરવા વદ ૮ના દિને પિતાશ્રી પૂ. ચીમનલાલ અમૃતલાલ શાહનો ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ. Comfort Trave, મહાસુખભાઈ ટુરમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ એક દિવસ નાયરોબી ગયા. વીપ્રભુનાં વચનો ભાગ-૧ જૈનધર્મ – માર્ચ, સાંપ્રત સહચિંતન ભાગ-૧૨, સપ્ટેમ્બર અધ્યાત્મસાર ભાગ-૨ ડિસેમ્બર, વંદનીય હૃદયસ્પર્શ જૂન. ૩૨૦ જ ન આચારદર્શન Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ જૈન સાહિત્ય સમારોહ – મલ્લિનાથ, તીર્થ, દહાણુ વીપ્રભુનાં વચનો ભાગ-૧ સાંપ્રત સહચિંતન ભાગ-૧૩ અધ્યાત્મસાર ભાગ-૩ નવેમ્બર-૨૦૦૧ આચાર્ય વિજયશીલચક્રસૂરિ આયોજિત અવધૂત આનંદઘનની આધ્યાત્મિક શબ્દચેતના' મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભોર. - સંગોષ્ઠિ – સુરતમાં અધ્યક્ષ અને મુખ્ય વક્તા તરીકે ભાગ લીધો - ૧૩ ઓક્ટો. ૨૦૦૧. ૨૦૦૨ મોટા ભાઈ જયંતીભાઈનું ૮મું અને રમણભાઈનું ૭૫મું વર્ષ. શૈલજાએ મુલુંડમાં – ગોલ્ડન સ્વાનમાં કુટુંબ-મિલન યોજ્યુ. રમણભાઈ તારાબહેનના લગ્નનું ૫૦મું વર્ષ – મિત્ર મહેન્દ્રભાઈ ખૂમચંદ અને પુષ્પાબહેન સાથે નાગેશ્વર તીર્થયાત્રા કરી. મધ્યપ્રદેશના મહત્ત્વનાં દિગંબર તીર્થોની યાત્રા કરી. મહેન્દ્રભાઈ અને આશાબહેને ૫૦ વર્ષની ખુશાલીમાં શંખેશ્વરતીર્થમાં વિકલાંગોને સાધન આપવાનો કેમ્પ કર્યો. જિનતત્ત્વ ભાગ-૭, ઑગસ્ટ ૨૦૦૨, પ્રભાવક સ્થવિરો – ભા. ૧, ૨, ૩, ૪. ૫ એક પુસ્તકરૂપે છાપ્યા. જિનતત્ત્વ – ૧થી ૫ ભાગ સાથે છાપ્યા. ઓક્ટો. ૨૦૦૨ ૨૦૦૩ જાન્યુઆરીમાં જૈનસાહિત્ય અને ધર્મના લેખન, સંશોધન, સંપાદન માટે શ્રી બાબુલાલ અમૃતલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી “સમદર્શી હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેઠના પ્રમુખપદે અને શ્રી ભોળાભાઈ પટેલના હસ્તે, અમદવાદમાં... હોલમાં અપાયો. ૧૭મો જૈન સાહિત્ય સમારોહ, લાયજા કચ્છમાં યોજાયો. પંડિત સુખલાલજી ડિસેમ્બર-૩ સાંપ્રત સહચિંતન' ભાગ-૧૪ ઓક્ટ. અધ્યાત્મસાર ભાગ ૩ નવે. ૨૦૦૪ ઓક્ટોબર ૧લીએ ૨૧-૨૨, રેખા-૧ વાલકેશ્વરના ઘરેથી ૩૦૧, ત્રિદેવ, મુલુંડ વેસ્ટમાં રહેવા આવ્યા. અધ્યાત્મસાર સંપૂર્ણ (ત્રણ ભાગ ભેગા છપાયા ૨૦૦૪) સાંપ્રત સહચિંતન ૧૫ ઓક્ટો. ૨૦૦૪ જિનતત્ત્વ ભાગ૮ મેં. ૨૦૪ જૈનધર્મના પુષ્પગુચ્છ, બિપિનચંદ્ર કાપડિયા સાથે નવે. ૨૦૦૪ ૨૦૦૫ ઉપાધ્યાય યશોવિજયજીકૃત જ્ઞાનસાર – સંપૂર્ણનું વિમોચન ૪ માર્ચ ૨૦૦૫. સાયલા આશ્રમમાં પૂ. આત્માનંદજીના હસ્તે થયું. ‘વંદનીય હૃદયસ્પર્શ' સાથે છપાયેલા પાંચ ભાગમાં એક ભાગ ઉમેરીને છપાવ્યો. રમણભાઈને નબળાઈ વધતી ગઈ. ૨૨મીએ રાત્રે બોકહાર્ટ ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર ૩૨૧ Page #378 -------------------------------------------------------------------------- ________________ હૉસ્પિટલ, મુલુંડમાં દાખલ કર્યા. ૨૬મીએ તબિયત સુધરી ૨૪મીએ બ્રાહ્મ મુહૂર્તે સમાધિમૃત્યુ થયું. અમિતાભ ૨૪મીએ રાત્રે આવ્યો. ૨૫મીએ અગ્નિસંસ્કાર કર્યા. ૨૭મીએ પાટકર હોલમાં પ્રાર્થનાસભા યોજાઈ. તેમની પાવન સ્મૃતિમાં જૈન યુવક સંઘે શ્રી ધનવંતભાઈના તંત્રીપદે નવેમ્બરનો પ્રબુદ્ધજીવનનો અંક શ્રદ્ધાંજલિઅંક તરીકે અને જાન્યુઆરી ૨૦૦૬નો દળદાર અંક સ્મરણાંજલિ અંક તરીકે પ્રસિદ્ધ કર્યા. ૩૨૨ જૈન આચારદર્શન Page #379 -------------------------------------------------------------------------- ________________ ડો. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન શ્યામ રંગ સમીપે પાસપોર્ટની પાંખે – ભાગ ત્રીજો જીવનચરિત્ર રેખાચિત્ર-સંસ્મરણ નિબંધ ગુલામોનો મુક્તિદાતા સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૧૫ હેમચંદ્રાચાર્ય અભિચિંતના વંદનીય હૃદયસ્પર્શ સાહિત્યવિવેચન પ્રભાવકસ્થવિરો, ભાગ ૧થી ૬ ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) તિવિહેણ વંદામિ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી બંગાકુ-શુમિ શ્રી મોહનલાલજી મહારાજ ક્રિતિકા શેઠ મોતીશાહ નળ-દમયંતીની કથાનો વિકાસ બેરરથી બ્રિગેડિયર સમયસુંદર પંડિત સુખલાલજી પડિલેહા પ્રવાસ-શોધ-સફર ૧૯૬૨નું ગ્રંથસ્થ વાડુમય એવરેસ્ટનું આરોહણ. ગૂર્જર ફાગુસાહિત્ય રાણકપુર તીર્થ સંશોધન-સંપાદન ઉત્તરધ્રુવની શોધ-સફર નલ-દવદંતી રાસ (સમયસુંદરકૃત) ન્યૂઝીલેન્ડ જબુસ્વામી રાસ (યશોવિજયકૃત) પ્રદેશે જયવિજયના કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) ઓસ્ટ્રેલિયા મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરત) પાસપોર્ટની પાંખે નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો ૩૨૩ Page #380 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ થાવસ્યાસુત રિષિ ચોપાઈ સમયસુંદરકૃત) નલરાય-દવદંતી ચરિત્ર રાહુલ સાંકૃત્યાયન (ઋષિવર્ધનસૂરિકૃત) | (સાહિત્ય અકાદમી, દિલ્હી) ધન્ના-શાલિભદ્ર ચોપાઈ ગુણવિનયકૃત) ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ બે લઘુ રાસકૃતિઓ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) (જ્ઞાનસાગરકૃત અને ક્ષમાકલ્યાણકૃત) સંપાદન (અન્ય સાથે) નલ-દવદંતી પ્રબંધ વિજયશેખરકૃત) મનીષા ધર્મ-તત્ત્વજ્ઞાન ચિંતનયાત્રા જૈનધર્મ (છઠ્ઠી આવૃત્તિ) અવગાહન જૈનધર્મ ભરાઠી આવૃત્તિ) સમયચિંતન જ્ઞાનસાર મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી જિનતત્ત્વ, ભાગ ૧થી ૮ જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ કયૂશિયસનો નીતિધર્મ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ વીર પ્રભુનાં વચનો ભાગ ૧-૨ શતાબ્દી ગ્રંથ Buddhism - An Introduction sa u s b flauelsuced aler Shraman Bhagwan Mahavir શ્રેષ્ઠ નિબંધિકાઓ & Jainism નીરાજના જૈનધર્મ હિન્દી આવૃત્તિ) જીવનદર્પણ બૌદ્ધધર્મ તત્ત્વવિચાર અને અભિનંદના નિહનવવાદ શબ્દલોક તાઓ દર્શન અક્ષરા અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ કવિતાલહરી અધ્યાત્મસાર (સંપૂર્ણ પ્રકીર્ણ સંક્ષેપ એન. સી. સી. સરસ્વતીચંદ્ર, ભાગ ૧ પાઠ્યસંક્ષેપ) જન લગ્નવિધિ ૩૨૪ - જન આચારદર્શન Page #381 -------------------------------------------------------------------------- ________________ Page #382 -------------------------------------------------------------------------- ________________ on International DOMBAY JAIN YUVAK SANGH SHRI CHIMANLAL CHANUBHAI SHAH MEMORIAL SPRING LECTURES CONTINA DOMIC Use Only બીર્જનવિધાલય ક મહોત્સવઃ સમગ્ર જાતી સમય Page #383 -------------------------------------------------------------------------- ________________ ડૉ. જિતેન્દ્ર બી. શાહ જન્મ પાલીતાણા પાસે ખારી ગામે તા. ૨૧-૧૨-૧૯૬૦ના રોજ થયો. શાળાકીય અભ્યાસ અમદાવાદમાં પૂર્ણ કરી ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષય સાથે બી. એ. સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ આ સમય દરમ્યાન ૫. બેચરદાસ દોશી પાસે સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, જૈન આગમ અને જૈનદર્શનનો અભ્યાસ કર્યો, ત્યારબાદ બનારસ હિન્દુ યુનિવર્સિટી (B.H.J.) માં દર્શન વિભાગમાં એમ. એ. તેમાં પણ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં બે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયાં. બનારસમાં જ રહીને ‘દ્વાદશારનયચક્રનું દાર્શનિક અધ્યયન’ એ વિષય ઉપર શોધ નિબંધ ૨જૂ કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. - ત્યારબાદ પુન: અમદાવાદ આવી શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશન રીસર્ચ સેન્ટરની સ્થાપના થઈ તેમાં નિયામક તરીકે નિમણૂક થઈ. આ સંસ્થામાં રહી અનેક બહુમૂલ્ય ગ્રંથોનું સંપાદન કર્યું. સને ૧૯૯૮માં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં નિયામક તરીકે નિમાયા. અહીંની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લઈ અનેક ગ્રંથોનું સંપાદન, સંબોધિ જર્નલનું સંપાદન, અનેક સેમિનારોનું આયોજન અને પ્રવચનો આપી સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ સાધ્યો. સને ૧૯૯૨માં શિકાગોઅમેરિકામાં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ, યુરોપ, જાપાન આદિ દેશોમાં સેમિનારમાં જૈન ધર્મ ઉપર સંશોધનાત્મક લેખો રજૂ કર્યા. Fe Rivate & Personagens lys Rely D iarygprary.org " [ગરિકો. TET 1 Page #384 -------------------------------------------------------------------------- ________________ રમણભાઇની કલા રચના (1941)