________________
નાનું પડવું વળી વિસરીએ રે. Fડે તોલે કૂડે માપે, અતિચારે. નવિ અતિ ચરીએ રે. આ ભવ પરભવ ચોરી કરતાં વધ બંધન જીવિત હરીએ રે. ચોરીનું ધન ન ઠરે ઘરમાં ચોર સદા ભૂખે મરીએ રે. ચોરનો કોઈ ધણી નવિ હોવે. પાસે બેઠ પણ ડરિએ રે. પરધન લેતાં પ્રાણ જ લીધા
પચેન્દ્રિય હત્યા વરીએ રે. ગતમાં બધા જ ધર્મોએ ચોરીની નિંદા કરી છે. પ્રશ્નવ્યાકરણમાં કહ્યું છે :
अदत्तादाणं अकिंत्तिकरणं अणज्जं साहुगरहणिज्जं पियजणमित्तजणभेदविप्पीतिकारकं रागदोसबहुलं ।
[અદત્તાદાન (ચોરી) એ અપકીર્તિ કરાવનારું અનાર્ય કાર્ય છે, બધાં જ સાધુસંતોએ એની નિંદા કરી છે, પ્રિયજનો અને મિત્રોમાં એ અપ્રીતિ અને ભેદભાવ કરાવનાર, ફાટફૂટ પડાવનાર છે અને રાગદ્વેષથી તે ભરપૂર છે]
ચોરી કરતાં પકડાયેલાને એનાં કડવાં ફળ ભોગવવાં જ પડે છે. આ એક એવું પાપ છે કે જો તે પકડાય તો આ ભવમાં જ તેનાં ફળ ભોગવવાનાં આવે છે. સામાન્ય જનસમૂહની ખાસિયત એવી છે કે ચોરી કરતાં કોઈને જોતાં કે પકડાઈ જતાં લોકો ચોરને મારવા લાગે છે. ક્યારેક તો લોકો ભેગા મળીને એટલું બધું મારે છે કે ચોર ત્યાંને ત્યાં જ મૃત્યુ પામે છે. ચોર ચોરી કરીને ભાગી જાય, પરંતુ પાછળથી જ્યારે પકડાય છે અને એની ચોરી પુરવાર થાય છે ત્યારે એને સજા થાય છે. એ સજા જેલની હોય છે અને ઘણી મોટી ભયંકર ચોરીમાં તો દેહાંતદંડની સજા પણ થાય છે. ઉશ્કેરાયેલો ચોર કોઈનું ખૂન પણ કરી બેસે છે. તો એને ચોરી અને ખૂનની ભેગી સજા થાય છે. ઘણાચોરી કરનાર કે લશ્કરની ગુપ્ત માહિતીની ચોરી કરનાર, જાસૂસી કરનાર બીજા રાજ્યના ચોરને આવી દેહાંતદંડની સજા સવિશેષ થાય છે. આમ તાડન, મારણ, બંધન અને વધ એ આ ભવમાં જ મળતું ચોરીનું ફળ છે. કહ્યું છે કે:
चौर्यपापद्रुमस्येह वधबन्धादिकं . फलम् ।
जायते परलोके तु फलं नरक वेदना ॥ [ચોરીરૂપી પાપવૃક્ષનાં ફળ આ જન્મમાં વધ, બંધન વગેરે રૂપે થાય છે. અને
૧૬૪ જૈન આચારદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org