SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. આસન – ચોરને બેસવા માટે આસન આપે. જરૂર પડે તો પોતે ઊભા થઈ જાય અને ચોરને બેસવા માટે આસન આપે. આ રીતે ચોરની આગતાસ્વાગતા કરે. ૧૨. ગોપન – ચોરને પોતાના ત્યાં સંતાડવો તે ગોપન. તદુપરાંત ચોર પોતાને ત્યાં હોય અથવા ચોર ક્યાં સંતાયો તેની પોતાને ખબર હોય છતાં એ વાતનું ગોપન કરવું. ૧૩. ખેડખાદન - ચોરને મિગ્રન્ન વગેરે ખવડાવવાં. ચોરની મહેમાનગતિ માટે સરસ ભોજન કરાવવાં, ચોરની સાથે જમવા બેસવું, ચોરને સરસ ભાતું બાંધી આપવું, ઈત્યાદિ. ૧૪. માહાચજિક – એટલે રાજા યોગ્ય હોય એટલી હદ સુધીનું એટલે કે રાજ્યને વાંધો ન હોય ત્યાં સુધી ચોરને માન-સન્માન આપવું પાઠંતર “મોહરજિક' હોય તો મોહાંધ બનીને ચોરને એવી સલાહસૂચના આપવી એવો અર્થ પણ ઘટાવાય છે.) ૧૫ પટ્ટ – ચોરને હાથપગ ધોવા માટે સાબુ, તેલ, વસ્ત્ર વગેરે આપવાં. ૧૬. અગ્નિ – ચોરને રસોઈ વગેરે કરવા માટે અગ્નિ આપવો અથવા એના શરીરે ક્યાંય દુઃખતું હોય તો તે માટે શેક કરવા માટે અગ્નિની વ્યવસ્થા કરી આપવી. ૧૭. ઉદક - ચોરને પીવા માટે પાણી આપવું, તે થાકેલો હોય તો સ્નાન વગેરે માટે ઠંડું કે ગરમ પાણી આપવું. ૧૮. રજુ – એટલે ઘરડું ચોરીનો માલ બાંધવા માટે દોરી-દોરડાં આપવાં. માલ મેડા પર ચડાવવો હોય તો તે માટે દોરડાની વ્યવસ્થા કરી આપવી. ચોર ઘોડો, બળદ, બકરી વગેરે ચોરી લાવ્યાં હોય તો તેને બાંધવા માટે ઘેરડું આપવું. આમ, ચોરી કરવાના અને ચોરને સહાય કરવાના અનેક પ્રકારો છે. જેઓને સદાચારી જીવન શાંતિપૂર્વક જીવવું હોય તેઓએ પોતાની જાતને આવી હલકી અને પાપરૂપ પ્રવૃત્તિમાં જોડવી ન જોઈએ. બાર વ્રતની પૂજામાં શ્રી વીરવિજયજી મહારાજે ઉપદેશાત્મક શૈલીએ ચોરી ન કરવા વિશે સરસ સમજાવતાં કહ્યું છે: સ્વામી અદત્ત કદાપિ ન લીજે, ભેદ અય્યરે પરિહરિએ રે. ચિત્ત ચોકે ચોરી નવ કરીએ રે. નવી કરીએ તો ભવજળ તરીએ રે. સાત પ્રકારે ચોર કહ્યા છે. ત, તુષ માત્ર કર ન ધરીએ રે. ચડ ઊપજે તે ચોરી, અદત્તાદાન – વિરમણ * ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy