SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવના પ્રભાવના' શબ્દ જૈનોમાં વિશેષ પ્રચલિત છે. મંદિરોમાં – ઉપાશ્રયોમાં કેટલીક વાર પ્રભાવના” વહેંચવામાં આવે છે. દેરાસરમાં સ્નાત્રપૂજા કે કોઈ મોટી પૂજા પછી કે અન્ય કોઈ ધાર્મિક અનુષ્ઠાનપ્રસંગે એમાં ભાગ લેનાર કે ઉપસ્થિત રહેનારાં સૌ કોઈને પતાસાં, શ્રીફળ, લાડુ, રોકડ નાણું, સિક્કા કે એવી કોઈ ચીજવસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવે છે. ઉપાશ્રયમાં વ્યાખ્યાન પછી, જાપ પછી, પ્રતિક્રમણ પછી કે એવી કોઈ સામુદાયિક ધાર્મિક વિધિ પછી કેટલીક વાર સૌ કોઈને કોઈ ચીજવસ્તુની ભેટ આપવામાં આવે છે. કોઈ ગૃહસ્થના ઘરે તપશ્ચર્યા વગેરેના કોઈ મંગલ પ્રસંગે કે ભક્તિસંગીતના પ્રસંગે પણ ભેટ અપાય છે. ધર્મના ક્ષેત્રે, ધર્મના પ્રસંગે, ધર્મના નિમિત્તે અપાતી ભેટ કે લ્હાણી માટે જૈનોમાં પ્રભાવના' શબ્દ સુપ્રચલિત છે. ધર્મનો પ્રભાવ જેનાથી વધે, અર્થાત્ જેનાથી ધર્મ પ્રત્યે આકર્ષણ થાય એવા નિમિત્તને માટે અપાતી વસ્તુ માટે “પ્રભાવના' શબ્દ પૂલ અર્થમાં રૂઢ થઈ ગયો છે. બાલજીવોને લક્ષમાં રાખી આવો શબ્દ પ્રયોજાયેલો છે. પણ પ્રભાવનાનો આ તો માત્ર સ્થૂલ અર્થ છે. એનો સૂક્ષ્મ અર્થ પણ વધુ મહત્ત્વનો છે. પ્રભાવના શબ્દ પ્ર + ભાવના' એ રીતે આવેલો છે. પ્ર’ એટલે વિશેષ પ્રભાવના એટલે વિશેષપણે પ્રવર્તતી ભાવના. વ્યવહારથી કેટલાક એવો અર્થ કરે છે કે ભાવના એટલે પોતાનામાં રહેલી શુભ ભાવના અને પ્રભાવના એટલે પોતાનામાં તથા અન્યમાં પ્રવર્તાવવામાં આવતી શુભ ભાવના. પ્રભાવના' શબ્દ અન્યને લક્ષીને વિશેષ પ્રયોજાય છે. - પ્રભાવના શબ્દ “પ્રભા’ ઉપરથી આવેલો પણ મનાય છે. પ્રભા' એટલે વિશિષ્ટ તેજ અથવા પ્રકાશ. પ્રભાવ એટલે વિશિષ્ટ અસર. જે ક્રિયાથી આત્માનું તેજ વધે તે ક્રિયાને પ્રભાવના' કહી શકાય. ૨૩૬ કિ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy