SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ચારિત્રની પ્રતિજ્ઞા લે છે. ભગવાન મહાવીર સ્વામીએ સામાયિક ચારિત્રની પ્રતિજ્ઞા લીધી ત્યારે સિદ્ધ ભગવંતોને નમસ્કાર ઉચ્ચારી પ્રતિજ્ઞા લીધી હતી. સાધુ ભગવંતો જ્યારે દીક્ષા લે છે ત્યારે કરેમિ ભજો સામાઈયં ની પ્રતિજ્ઞા ત્રિવિધ ત્રિવિધ એટલે કે નવ કોટિએ લે છે. ગૃહસ્થો જ્યારે બે ઘડીનું સામાયિક કરે છે ત્યારે કરેમિ ભત્તે’ સૂત્ર બોલીને છ કોટિએ પચ્ચકખાણ લે છે. એટલા માટે સાધુ ભગવંતોના કરેમિ ભન્તમાં અને ગૃહસ્થોના કરેમિ ભન્તમાં કેટલાક શબ્દો જુદા જોવા મળશે. આ શબ્દો ઘણા મહત્ત્વના અર્થસભર અને સૂચક છે. સાધુ ભગવંતો જ્યારે દીક્ષા લે છે ત્યારે “કરેમિ ભન્ત’ ઉચ્ચરે છે. તેઓ માવજીવન સામાયિક સ્વીકારે છે. ગૃહસ્થોનું સામાયિક નિયમાનુસાર એટલે કે બે ઘડીનું હોય છે. આથી સાધુ ભગવંતોએ સર્વ પ્રકારના સાવદ્ય યોગનાં પચ્ચક્ખાણ લેવાનાં હોય છે. એટલે તેમના કરેમિ ભન્ત'માં બેસવું અને જાવજીવાય’ શબ્દો આવે છે. ગૃહસ્થોના જીવનમાં આરંભ સમારંભ ચાલુ હોય છે, એટલે તેઓ બે ઘડી માટે સાવદ્ય યોગનાં પચ્ચકખાણ લે છે. સાધુ ભગવંતોને ગૃહસ્થજીવનની, આજીવિકાની કે અન્ય સાંસારિક જવાબદારીઓ હોતી નથી. સર્વ સાંસારિક સંબંધોથી તેઓ નિવૃત્ત થઈ ગયા હોય છે. એટલે તેઓ ત્રણ કરણ (કરવું, કરાવવું, અનુમોદવું) અને ત્રણ યોગ મન, વચન, કાયા)થી પચ્ચકખાણ લે છે. ગૃહસ્થને જવાબદારીઓ હોવાથી, આજીવિકા તથા સાંસારિક કાર્યોમાં મમત્વનો ભાવ રહેવાથી તેઓ બે કરણ અને ત્રણ યોગથી પચ્ચકખાણ લેતા હોય છે. મન, વચન અને કાયાથી સાવદ્ય યોગની અનુમોદન કરીશ નહિ એવું પચ્ચકખાણ ગૃહસ્થને લેવાનું હોતું નથી. તેઓ લેવાને સમર્થ કે અધિકારી હોતા નથી. લે તો ભંગ થવાનો સંભવ રહે છે. એટલે સાધુઓના કરેમિ ભત્તે'માં તિવિહં તિવિહેણ' અને “કરતંપિ અન્ન ન સમણુજ્જાણેમિ' પાઠ આવે છે. સાધુઓએ માવજીવન સમભાવમાં, અનાસક્ત ભાવે, સાક્ષી ભાવે રહેવાનું હોય છે. ગૃહસ્થે બે ઘડી માટે તેની સાધના કરવાની હોય છે. આથી સામાયિક દરમિયાન ગૃહસ્થ ખાયપીએ તો તે તેને માટે સાવદ્ય યોગ છે. સાધુ ભગવંતો આહારાદિ લે, શૌચાદિ ક્રિયા કરે પરંતુ તે તેમને માટે સાવદ્ય ક્રિયા નથી. સાધુ ભગવંતોને ત્રણ કરણ અને ત્રણ યોગથી પાપરૂપ કાર્યો ન કરવાનાં પચ્ચખાણ હોય છે. તેના નવ ભાંગા આ પ્રમાણે થાય છે: (૧) મનથી કરીશ નહિ, (૨) વચનથી કરીશ નહિ, (૩) કાયાથી કરીશ નહિ, (૪) મનથી કરાવીશ નહિ, (૫) વચનથી કરાવીશ નહિ, (૬) કાયાથી કરાવીશ નહિ, (૭) મનથી અનુમોદના નહિ કરું, (૮) વચનથી અનુમોદના નહિ કરું અને (૯) કાયાથી અનુમોદના નહિ પ૪ * જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy