________________
• પછી મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે. ધર્મકલ્પદ્રુમમાં કહ્યું છે :
अनुलोमो विनीतश्च दयादानरुचिम॒दुः ।
सहर्षो मध्यदर्शी च मनुष्यादागतो नर४ ॥ જે બધાંની સાથે અનુકૂળ થઈને રહેતો હોય, વિનયવાન હોય, દયા અને ધનને વિશે રુચિવાળો હોય, સ્વભાવે કોમળ હોય, હર્ષવાળો હોય અને મધ્યમ દષ્ટિવાળો હોય તે માણસ મનુષ્યગતિમાંથી આવેલો છે તેમ જાણવું..
निर्दम्भः सदयो दानी दान्तो दक्षः सदा मृदुः ।
साधुसेवी जनोत्साही, भावी मात्र चात्र नर४ पुनः ॥ જે હંમેશાં નિર્દભ, દયાળુ, દાતાર, ઇન્દ્રિયોનું દમન કરનાર, દક્ષ, મૃદુ, સાધુસંતોની સેવા કરનાર અને અન્ય મનુષ્યોને ઉત્સાહ આપનાર હોય તે મનુષ્ય સંસારમાં ફરીથી મનુષ્યપણું પામે છે.] વિવેકવિલાસમાં એ જ પ્રમાણે થોડા શબ્દફે કહેવાયું છે:
निर्दम्भः सदयो दानी दान्तो दक्ष8 ऋजु सदा ।
मर्ययोनिसमुद्भुतो भावी तत्र पुन: पुमान् ॥ જે મનુષ્ય હંમેશા નિર્દભ હોય, દયાળુ હોય, દાન આપવાવાળો હોય, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખનાર હોય, ડાહ્યો અને સરળ હોય તે મનુષ્યોનિમાંથી આવેલો હોય છે અને ફરીથી પાછો મનુષ્યગતિમાં જાય છે.]
જૈન પરંપરામાં મનુષ્યજન્મ દસ દષ્ટાંતે દુર્લભ કહેવાય છે. ઉત્તરાધ્યયન'ની નિયુક્તિમાં લખ્યું છે :
चुल्लगापासगधन्ने जुए रयणे य सुमिणचक्के य ।
चम्मजुगे परमाणु दस दिनैता मणुयलंभे ॥ મનુષ્યજન્મની દુર્લભતા બતાવવા માટે (૧) ચૂલો, (૨) પાશક, (૩) ધન્ય, (૪) ધૂત, (૫) રત્ન, (૬) સ્વપ્ન, (૭) ચક્ર, (૮) ચર્મ, (૯) યુગ (ધૂસ) અને (૧૦) પરમાણુ એમ દસ દૃષ્ટાંત આપવામાં આવ્યાં છે. એ દરેક દૃષ્ટાંતમાં વાસ્તવિક રીતે લગભગ અશક્ય કે અસંભવિત વસ્તુની વાત બતાવવામાં આવી છે અને સમજાવ્યું. છે કે એવી વસ્તુ પણ ક્યારેક શક્ય કે સંભવિત બને છે, પણ મનુષ્યગતિમાં જન્મ મેળવવો એટલો સુલભ નથી.
આ દસ દષ્ટાંતો સંક્ષેપમાં નીચે પ્રમાણે છે :
(૧) ચૂલો: બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી રાજા કોઈ એક બ્રાહ્મણ પર ખુશ થયો અને એને કંઈક માગવાનું કહ્યું. બ્રાહ્મણે માગ્યું, “આખા રાજ્યમાં જેટલા ઘરે ચૂલા છે તે દરેક ઘરની રસોઈ રોજ એક દિવસ મને ખાવા મળો.” રાજાએ એની એ
મનુષ્યજન્મની દુર્લભતા
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org