SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ વાણી વાચક સ તણી. કોઈ નયે ન અધૂરી જી. ઉપસંહાર શ્રી યશોવિજયજી મહારાજે પોતાના સમયમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં ઉપલબ્ધ લગભગ બધી જ કૃતિઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. વાડુમયના વિવિધ ક્ષેત્રે એમના જેટલી અને જેવી બુદ્ધિમત્તા, બહુશ્રુતતા અને સર્જનપ્રતિભા ત્યાર પછીના આ ત્રણ સૈકામાં હજુ સુધી કોઈનામાં આપણને જોવા મળી નથી. ઉપાધ્યાયજી મહારાજ દાર્શનિક વિષયોના પારદ હતા. તેમણે જૈન દર્શનોને નબન્યાયની શૈલીમાં રજૂ કર્યા છે. જેમ દર્શનશાસ્ત્રમાં તેમ અધ્યાત્મયોગમાં પણ તેમનું અર્પણ બહુ મૂલ્યવાન છે. તેમને શ્રી હરિભદ્રસૂરિએ વર્ણવેલા યોગમાર્ગના આદ્ય વિવેચક તરીકે ઓળખાવામાં આવે છે. તેઓ જેવા જ્ઞાની હતા તેવા જ ક્રિયાપદી પણ હતા. તેમની પ્રતિભા અને તેમનાં કાર્યો આપણને શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાન પૂર્વસૂરિઓનું સ્મરણ કરાવે છે. તેમનામાં ગુરુભક્તિ, તીર્થભક્તિ, શ્રુતભક્તિ, સંઘભક્તિ, શાસનપ્રીતિ, અધ્યાત્મરસિકતા, ધીર-ગંભીરતા, ઉદારતા, ત્યાગ વૈરાગ્ય, સરળતા, લઘુતા ઇત્યાદિ અનેક ગુણોનું દર્શન થાય છે. આમ અનેકવિધ પ્રતિભા ધરાવનાર, અનેક ક્ષેત્રમાં પોતાનું મૂલ્યવાન અર્પણ કરનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આપણા મહાન જ્યોતિર્ધર છે. તાર્કિક શિરોમણિ, સ્મારતિ શ્રુતકેવલી, લઘુ હરિભદ્ર, દ્વિતીય હેમચંદ્ર, યોગવિશારદ, સત્યગવેષક, સમયવિચારક, ' બીજમંત્રી પદના પ્રસ્થાપક, કુચલી શારદાનું વિરલ બિરુલ પામેલા, મહાન સમન્વયકાર, પ્રખર તૈયાયિક, વાદીમદભંજક, શુદ્ધાચારક્રિયા પાલક, દ્રવ્યાનુયોગનો દરિયો ઉલ્લંઘી જનાર ઇત્યાદિ શબ્દો વડે જેમને બિરદાવવામાં આવે છે એવા મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનકવનનું યથાર્થ દર્શન થતાં જ આપણું મસ્તક સહજ રીતે જ એમનાં ચરણોમાં નમી જાય છે ! ૩૧૦ જેન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy