SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાશતક'ની રચના ૧૦૫ દોહામાં કરવામાં આવી છે. એમાં સમતા, મગ્નતા, ઉદાસીનતાની સાધના કેવી રીતે કરવી તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો તથા વિષયાદિરૂપી અંતરંગ શત્રુઓ ઉપર કેવી રીતે વિજય મેળવવો ઇત્યાદિની વિચારણા કરવામાં આવી છે. કૃતિનો આરંભ કરતાં કવિ લખે છે: સમતા – ગંગા – મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો, કેવલ ભાનુ પ્રભાત. ક્રોધાદિ કષાયોથી મુક્ત થવાનો અને ક્ષમાદિ સગુણો ધારણ કરવાનો ઉપદેશ આપતાં કવિ લખે છે : સિદ્ધ ષધિ ઈક ક્ષમા, તાકો કરો પ્રયોગ; ન્ય મિટ જાયે મોહર, વિષય ક્રોધ વર રોગ. મામા ચંદન રસે, ત્રિચો ચિત્ત પવિત્ત દયાવેલ મંડપ તવે. રહો લહો સૂખ મિત્ત સમાધિશતક ૧૦૪ દોહામાં લખાયેલી કૃતિ છે. એમાં સંસારની માયા જીવોને કેવી રીતે ભમાવે છે અને આત્મજ્ઞાનીઓ તેમાંથી કેવી રીતે મુક્ત થાય છે, જ્ઞાનીની ઉદાસીનતા કેવી હોય છે અને તેમાં તેમને આત્મદષ્ટિ બહિાત્મભાવમાંથી નીકળવા માટે કેવી ઉપકારક થાય છે ઈત્યાદિનું વર્ણન છે. આત્મજ્ઞાની માટે સંસાર એ માત્ર પુદ્ગલનો મેલ છે. એમ દર્શાવતાં કવિ લખે છે: આતમાને મગન જો, સો સબ પુદગલ ખેલ; ઇન્દ્રજાલ કવિ લેખવે મિલે ન તિહાં મનમેલ. ભવપ્રપંચ મનજાલકી, બાજી જુહી મૂલ; ચારપાંચ દિન ખુશ લગે અંતે ધૂલકી ધૂલ. કવિએ જુદી જુદી દેશીઓમાં પાંત્રીશેક અધ્યાત્મનાં પદોની રચના કરી છે. એમાં પ્રભુભજન, ચેતન અને કર્મ, મનની સ્થિરતા, સમતા અને મમતા, ઉપશમ, ચેતના, આત્મદર્શન, સાચો ધર્મ, સાચા મુનિ વગેરે વિષયો લેવામાં આવ્યા છે. કવિની ઘણીખરી આ રચનાઓ વ્રજભાષામાં કે વ્રજભાષાની છાંટવાળી છે અને કવિતાની ઊંચી કોટિએ પહોંચે એવી છે. આમ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ સાહિત્ય આપણને આપ્યું છે, જે વડે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમના તમામ સાહિત્ય માટે એમણે પોતે ‘શ્રીપાળ રાસની બારમી ઢાળમાં કહ્યું છે તે પ્રમાણે અવશ્ય કહી શકીએ: ઉપાધ્યાય શ્રી યશોવિજયજી એક ૩૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy