SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જી ભેદશ – ચોરી વિશે જરૂરી માહિતી મેળવી આપનારો. અમુક રસ્તામાં, અમુક ઘરમાં આજે કોઈ નથી. અમુક કબાટમાં ઘરેણાં છે. તેની ચાવી અમુક જગ્યાએ રહે છે. અમુક વખતે માલિક આવે છે અને અમુક વખતે બહાર જાય છે. આવી આવી ગુપ્ત માહિતી મેળવીને તે ચોરને જણાવનાર તે ભેદજ્ઞ. (૫) કણકકથી – આ ચોરીનો માલ છે એ જાણીને તે સસ્તા ભાવે લઈ લેનાર અને તે વેચીને નફો કમાનાર એટલે કે ચોરે ચોરેલી વસ્તુઓનો વેપાર-ધંધો કરનાર. (૭) સ્થાનદ – ચોરને પોતાને ઘરે આશ્રય આપનાર, ચોરને સંતાવા માટે કોઈ સ્થાને વ્યવસ્થા કરાવી આપનાર. જાતે ચોરી ન કરવી પણ વિવિધ હેતુ માટે વિવિધ રીતે ચોર લોકોની સાથે સંલગ્ન રહેનાર અને સહાય કરનાર માણસ પણ ચોર જેવો જ ગણાય. શ્રી અભયદેવસૂરિએ એવી જાતના ચોરના ૧૮ પ્રકાર જણાવ્યા છે. અદત્તાદાન વિરમણ વતના જે અતિચારો છે તે અતિચારો પણ શ્રાવકે ત્યજવા જોઈએ. એ અતિચાર પણ પોતાનાથી ન થાય એવી સાવધાની રાખવા માટે ચોરીની જે અઢાર પ્રસૂતિઓ અથવા ચોરીની જનની ગણાવવામાં આવે છે, તેનું સેવન શ્રાવકે ન કરવું જોઈએ. ચોરના આવા અઢાર પ્રકાર અથવા આ અઢાર પ્રસૂતિ તે નીચે પ્રમાણે છે: मलनं कुशलं तर्जा राजभोग्याऽवलोकनं । अमार्गदर्शनं राय्या पदभंगस्तथैव च ॥ विश्रामपादपतनं चासनं गोपनं तथा। खंडस्य खाडनं चैव तथात्य महारजिकं ॥ पट्यग्न्युदकरज्जुनां प्रदानं ज्ञानपूर्वकं । एता: प्रसूतयोज्ञेया अष्टादशा मनीषिभिः ॥ ૧. ભલન ૨. કુશલ ૩. તર્જા ૪. રાજભોગ ૫. અવલોકન ૬. અમાર્ગદર્શન ૭. શય્યા ૮, પદભંગ ૯. વિશ્રામ ૧૦. પાદપતન ૧૧. આસન ૧૨. ગોપન ૧૩. ખંડખાદન ૧૪. માહારાજિક ૧૫ પટ્ટી ૧૬. અગ્નિ ૧૭. ઉદક ૧૮. રજુ. ૧. ભલન – એટલે ચોરોની સાથે ભળી જવું. ચોરને કહે કે “તું ચિંતા કરીશ નહિ, હું તારી સાથે જ છું. તને કંઈ થાય તો હું બેઠો છું.” આવાં આવાં ગુપ્ત વચનથી ચોરને પ્રોત્સાહિત કરે અને બહારથી પોતે અજાણ હોય તેવા દેખાવ કરે. ૨. કુશલ – એટલે ચોરી કરનારને તેમની ક્ષેમકુશળતા વિશે પૂછે, તેમનાં સુખદુ:ખની વાતથી પોતાને માહિતગાર રાખે. ૩. તર્જા – એટલે હસ્તાદિકની ચેષ્ટા. આંગળીઓના અમુક પ્રકારના સંકેતો અદત્તાદાન – વિરમણ - ૧૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy