SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ દગો કરીને કમાઈ લેવાની વૃત્તિ જોર કરે છે ત્યારે ભેળસેળ કરવાનું એને મન થાય વંદિત સૂત્રમાં ત્રીજા અણુવ્રતના આ પાંચ અતિચાર વિશે નીચે પ્રમાણે ગાથા આપવામાં આવી છે: तेनाहऽप्पओगे तप्पडिरुवे विरुद्ध गमणे अ। ' कूड तूल्ल कूडमाणे पडिक्कमे देसिअं सव्वं ॥ સેનાહત, સ્તનપ્રયોગ, ત×તિરૂપ, વિરુદ્ધગમન, કૂટ તોલમાપ એ પાંચ અતિચારનું હું પ્રતિક્રમણ કરું છું). પ્રતિક્રમણમાં શ્રાવકો માટેના આ વ્રતના અતિચારો કેવા કેવા છે તે વર્ણવતાં કહ્યું છે : ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર. તેનાહડપ્પાઓગે ઘર બાહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી, ચોર-ઝાડ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો, નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેળસંભેળ કીધાં, કૂડે, કાટલે, તોલે, માને, મારે વહોય, દાણચોરી કીધી, કુણહીને લેખે વરાંચ્યો, સાટે લાંચ લીધી, કૂડો કરતો કાઢ્યો, વિશ્વાસઘાત કીધો. પરવંચના કીધી પાસંગ કડાં કીધાં, દાંડી ચડાવી, લહકે-ત્રણકે, કૂડાં-કટલાં માન-માપાં કીધા, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વંચી કુણહીને દીધું, જુદી ગાંઠ કીધી, થાપણ ઓળવી, કુણહીને લેખે-પલેખે ભૂલવ્યું. પછી વસ્તુ ઓળવી લીધી.' ચોરી કરનાર, ચોરી કરાવનાર અને ચોરી કરનારની અનુમોદના કરનાર એ ત્રણે અદત્તાદન, ચૌર્યકર્મના દેશી છે. આ મુખ્ય ત્રણ પ્રકારનું વિગતવાર પૃથક્કરણ કરીને ચોરના નીચે પ્રમાણે પ્રકાર બતાવવામાં આવે છે. શાસ્ત્રકાર લખે છે : चौरश्चौरापको मंत्री भेदज्ञा काणकक्रयी। अन्नदः स्थानदश्चेति चौरठ सप्तविधः स्मृतः ॥ ચોરના આ રીતે સાત પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમ કે: (૧) ચોર – જે ચોરી કરે છે તે ચોર. (૨) ચીરાપક – ચોરોની સાથે રહેનારો, ચોરને ચોરી માટે જરૂરી વસ્તુઓ લાવી આપનારો. ૩) મંત્રી - ચોરની સાથે મંત્રણા કરનાર. તેને રસ્તા અને યુક્તિ-પ્રયુક્તિ બતાવનાર, અમુક ચોરીમાં રહેલાં લાભાલાભ સમજાવનાર, ચોરને શુકન-અપશુકન કહેનાર, ચોરી કરવા માટે સંમતિ આપનાર, ઈત્યાદિ. ૧૬૦ જ ન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy