________________
રચના કરી છે.
શ્રી યશોવિજયજીના કેટલાક ગ્રંથો હજુ પણ અનુપલબ્ધ છે. અધ્યાત્મબિંદુ, અધ્યાત્મોપદેશ, અલંકારચૂડામણિ, ચકા, ન્યાયબિન્દુ, મંગલવાદ, વેદંતનિર્ણય વગેરે એમના પચ્ચીસ કરતાંયે વધુ ગ્રંથોના ઉલ્લેખો મળે છે, જે હાલ અનુપલબ્ધ છે. આમ, ઉપલબ્ધ, અનુપલબ્ધ, મૌલિક ગ્રંથો અને ચકાગ્રંથો મળી લગભગ ૮૦ કરતાંય વધુ ગ્રંથોની સંસ્કૃતમાં અને અર્ધમાગધીમાં મહોપાધ્યાયજીએ રચના કરી છે, જે પરથી એમની વિદ્વતા અને પ્રતિભાનો સારો પરિચય આપણને મળી રહે છે. એમણે દિગમ્બરાચાર્ય સમંતભદ્રકૃત ‘અષ્ટસહસ્ત્રી, પંતજલિકત યોગસૂત્ર', મમ્મટત કાવ્યપ્રકાશ', જાનકીનાથ શમકિત “ન્યાય સિદ્ધાંત મંજરી' ઇત્યાદિ ગ્રંથો ઉપર વૃત્તિ લખી છે તથા યોગવાસિષ્ઠ, ઉપનિષદ, શ્રીમદ્ ભાગવદ્ ગીતામાંથી આધારો આપ્યા છે, જે એમની સંપ્રદાયથી પર એવી ઉદાર અને ગુણગ્રાહી દષ્ટિનો પરિચય કરાવે છે. ગુર્જર ભાષામાં રચનાઓ
ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે, જે એમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન અપાવે છે. ગુજરાતીમાં એમણે રાસ, સ્તવન, સઝાય, પદ, ગીત, સંવાદ, બાલાવબોધ, હરિયાલી ઈત્યાદિ પ્રકારો ખેડ્યા છે. અને તે દરેકમાં ઊંચા પ્રકારની કવિત્વશક્તિ દાખવીને ગુજરાતી સાહિત્યને અનોખું પ્રદાન કર્યું છે. સસકતિઓ
શ્રી યશોવિજ્યજીએ ગુજરાતી ભાષામાં રચેલી સૌથી મોટી અને મહત્ત્વની કૃતિ તે જંબુસ્વામીરાસ' છે. પાંચ અધિકારની બધી મળીને ૩૭ ઢાળમાં લખાયેલી આ કૃતિની રચના કવિને ખંભાતમાં વિ. સં. ૧૭૩૯માં કરી હતી. રાસના કથાનક માટે એમણે હેમચંદ્રાચાર્યકત ત્રિષષ્ટિશલાકા પરષચરિત્રના પરિશિષ્ટપર્વમાં આપેલી જબૂસ્વામીની કથાનો આધાર લીધો છે. આ રાસમાં કવિની પરિણત પ્રજ્ઞાના સુક્લ તરીકે ભાષાલાઘવ સહિત પ્રસંગોનું અને પાત્રોનું અલંકારયુક્ત સચોટ, માર્મિક નિરૂપણ થયું છે.
શ્રી યશોવિજયજીએ સત્તર ઢાળની ૨૮૪ ગાથામાં લખેલો દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ તત્ત્વજ્ઞાનના કઠિન વિષયનું પદ્યમાં કવિતામાં નિરૂપણ કરતી, મધ્યકાલીન સાહિત્યની એક અત્યંત મહત્ત્વની અને પંડિતોને પડકારરૂપ કૃતિ છે. આ રાસની સં. ૧૭૧૧ની શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજીના હસ્તે સિદ્ધપુરમાં લખાયેલી હસ્તપ્રત મળે છે. એટલે આ રાસની રચના સં. ૧૭૦૦ની આસપાસ
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૩૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org